________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
જ્ઞાનસાર પોતાના શરીરને સશક્ત અને પુષ્ટ બનાવવા ચાહે છે; ત્યાં એક દિવસ એના શરીરે સોજા ચઢી આવ્યા....મોં. હાથ...પગ. સૂજી ગયાં. તેનો કોઈ મિત્ર ઘણા દિવસે તેને મળ્યો :
મિત્ર, પહેલાં કરતાં તારું શરીર પુષ્ટ દેખાય છે.” મિત્રના આ કથનનો ઉત્તર એ શું આપે? શું સોજાથી દેખાતી શરીરની પુષ્ટતાને તે યથાર્થ સાચી પુષ્ટતા માની લે? અરે, પુષ્ટતા તો નહિ, તેને તો એ દેખાતી પુષ્ટતા ભયંકર રોગ લાગે છે! દર્દ સમજાય છે, એ એવી પુષ્ટતાને ચાહતો નથી.
કર્મોના ઉદયથી, પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થતી ભૌતિક સંપત્તિ તરફ મુનિની એવી દૃષ્ટિ હોય છે. કર્મજન્ય રૂ૫, સૌંદર્ય, આરોગ્ય. સુડોળતા વગેરે મુદ્દગલભાવો પ્રત્યે મુનિ “આ સાચી પુષ્ટતા નથી, પરંતુ કર્મનો ભયંકર રોગ છે,” એમ સમજતો હોય છે. શરીર પર મમત્વ ધારણ કરનારને “સોજો” રોગ લાગે છે, તેવી રીતે આત્મા પર જેને મમત્વ છે તેને સંપૂર્ણ શરીર જ રોગ લાગે છે. શારીરિક પુષ્ટતા તેને વાસ્તવિક પુષ્ટતા લાગતી નથી.
પ્રાચીનકાળમાં એવો રિવાજ હતો કે જે મનુષ્યને વધની સજા થતી, તેને વધસ્થાને લઈ જતાં શણગારવામાં આવતો, ઢોલ વગાડવામાં આવતો! શું વધ માટે જતા મનુષ્યને એ શણગાર અને વાજિંત્ર સુખ-આનંદ આપતાં હશે? શું એ શણગારને–પુષ્પોની માળા વગેરેને પોતાનો શણગાર સમજી રાજી થતા હશે? ના રે ના, એ શણગાર તેને શણગાર નથી લાગતો.. તેનું હૃદય વધની સજાથી વ્યાકુળ હોય છે.
વસ્ત્રાલંકારો અને માનસન્માન વગેરે પુગલભાવો પ્રત્યે મુનિ તેવો ઉદાસીન હોય. મૃત્યુની નિર્ધારિત સજાને ભોગવવા માટે નિરંતર ચાલી રહેલો મનુષ્ય કેવી રીતે પુગલભાવોમાં રતિ અનુભવી શકે? જો એ પુલભાવોને યથાર્થ રૂપે ઓળખે છે, તો એને સંસારની પુદ્ગલભાવોમાં થતી રમણતા એક પ્રકારની ઘેલછા-ઉન્માદ દેખાય છે.
તેનું લક્ષ નિર્મળ નિષ્કલંક...ચૈતન્યસ્વરૂપ...શુદ્ધ...બુદ્ધ...નિરંજન.. નિરાકાર... એવું આત્મદ્રવ્ય હોય છે. દેહની દેરીમાં બિરાજેલા અનંત જ્ઞાની. અનંત બુદ્ધિશાળ દેવનું યોગી પુરુષો નિરંતર ધ્યાન ધરે છે. એને નમે છે અને સ્તવે છે. એ ધ્યાનમાં, નમનમાં અને સ્તવનામાં તેઓ અદ્ભુત માધુર્યને અનુભવે છે કે જેની આગળ પુદ્ગલ દ્રવ્યના ઉપભોગ નીરસ અને તુચ્છ હોય છે.
For Private And Personal Use Only