________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મોન
૧૩૯
આત્મધ્યાનમાં સંતુષ્ટિ થવી જોઈએ. આત્મધ્યાનમાં સંતુષ્ટિ થયા વિના પુદ્ગલભાવોની રમણતા છૂટશે નહિ, મન સંતુષ્ટિ ચાહે છે, એનો એ સ્વભાવ છે. આત્મભાવમાં સંતુષ્ટિ ન થઈ, તો પુદ્ગલભાવોમાં સંતુષ્ટિ અનુભવવા એ દોડવાનું જ! બાળકને ખાવા માટે માતા પૌષ્ટિક ભોજન નહિ આપે તો બાળક માટી ખાઈ જવાનું!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આત્મતૃપ્તો મુનિર્મવેત્’ મુનિએ આત્મામાં જ તૃપ્ત બનવું જોઈએ. એવા તૃપ્ત બનવું જોઈએ કે સામે પુદ્ગલભાવોનું જરા પણ આકર્ષણ ન રહી શકે. શ્રીરામચંદ્રજી ચારિત્ર લીધા પછી આત્મભાવમાં એવા પરમ તૃપ્ત બની ગયા હતા, કે સીતેન્દ્ર તેમની સામે દિવ્ય ગીતગાન...નાટક અને નૃત્યની મહાન મહેફિલ કરી દીધી... છતાં શ્રીરામચંદ્રજીને એ જરાય અતૃપ્ત ન કરી શકી... એટલું જ નહિ, રામચંદ્રજી ઘાતીકર્મ ખપાવી ત્યાં કેવળજ્ઞાની બની ગયા. सुलभं वागनुच्चारं मीनमेकेन्द्रियेष्वपि ।
पुद्गलेषु अप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ।। ७ । । १०३ ।।
અર્થ : વાણીના નહિ ઉચ્ચારવારૂપ મૌન એકેન્દ્રિયોમાં પણ સુખેથી પ્રાપ્ત થઈ શકે એવું છે, પરંતુ પુદ્ગલોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થવી તે શ્રેષ્ઠ મૌન છે.
વિવેચન : ‘મુખેથી માત્ર બોલવું નહિ, શબ્દ-ઉચ્ચારણ કરવું નહિ'મૌનની આટલી જ વ્યાખ્યા પર્યાપ્ત નથી. ‘મૌન' શબ્દ આ અર્થમાં પ્રચલિત છે; લોકો સમજે છે કે ‘મુખેથી બોલવું નહિ તે મૌન' અને આવું મૌન ઘણાં મનુષ્યો ધારણ કરતાં પણ દેખાય છે. પરંતુ અહીં આવા મૌનની મહત્તા બતાવવામાં નથી આવી. ‘મનુષ્ય’ની ભૂમિકાને લક્ષમાં રાખી મૌનની એક મહત્ત્વપૂર્ણ અને સર્વાંગસુંદર પરિભાષા કરવામાં આવી છે.
મુખેથી ન બોલવા-રૂપ મૌન તો પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય જેવાં એકેન્દ્રિય જીવોમાં પણ હોય છે. શું તેમનું એ મૌન મોક્ષમાર્ગની આરાધનાનું અંગ બની શકે? શું એ મૌન દ્વારા એકેન્દ્રિય-જીવો કર્મમુક્ત અવસ્થાની નિકટ પહોંચી શકે? ‘મુખેથી ન બોલવું-મૌનનો આટલો જ અર્થ કરી, મનુષ્ય જો મૌન ધારણ કરતો હોય અને તેવા મૌન દ્વારા મોક્ષમાર્ગ પર આગળ વધવાની કલ્પના કરતો હોય, તો તેની કેવી ભ્રમણા કહેવાય?
મૌનની વ્યાપક અને યથાર્થ પરિભાષા કરી, તેવા મૌનનો આશ્રય લેવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ઉપદેશ આપે છે.
For Private And Personal Use Only