________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાનુસાર
૨૦૦ ગુણ નથી અને જેઓ પ્રશંસાના ભૂખ્યા છે! “બીજાની હલકાઈ બતાવવાથી પોતાની ઉચ્ચતા આપોઆપ સિદ્ધ થઈ જાય છે,” એવા ધોરણવાળા જીવો પણ જોવા મળે છે.
आत्मोत्कर्षाच्च बध्यते कर्म नोचैर्गोत्रं
प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ।। ભગવાન ઉમાસ્વાતિ કહે છે : આત્મપ્રશંસાથી એવું “નીચ ગોત્ર કર્મ બંધાય છે કે જે કરોડો ભવોએ પણ ન છૂટે!
વળી એક સાચી વાત કહું? જો આપણે ધર્મઆરાધક છીએ તો આપણા મોઢે આપણી પ્રશંસા આપણને શોભતી જ નથી!
श्रेयोद्रुमस्य मूलानि स्वोत्कर्षाम्भःप्रवाहतः ।
पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि? ।।२।।१३८ ।। અર્થ : કલ્યાણરૂપ વૃક્ષના પુણ્યરૂપ મૂળિયાંને પોતાના ઉત્કર્ષવાદરૂપ પાણીના પ્રવાહથી પ્રગટ કરતો તું શું ફળ પામીશ? વિવેચન : કલ્યાણ વૃક્ષ છે. તેનાં પુણ્ય-મૂળિયાં છે.
મૂળ મજબૂત... મૂળ ઊંડા તો વૃક્ષ મજબૂત. મૂળ ઢીલાં તો વૃક્ષ ઢળી પડ્યું સમજો! સુખનું ઘટાદાર વટવૃક્ષ પુણ્યરૂપી મૂળિયાં પર ઊભેલું રહે છે.
એ વૃક્ષના મૂળમાં પાણીનો પ્રવાહ પહોંચી ગયો છે અને મૂળિયાં બહાર દેખાવા લાગ્યાં છે, એ તમે જાણો છો? પાણીના પ્રવાહ મૂળિયાં ઢીલાં કરી નાખ્યાં છે અને વૃક્ષ હચમચી ગયું છે, એ તમે જાણો છો? આંખો ખોલો અને જુઓ, કલ્યાણ-વૃક્ષ કડડભૂસ થઈ જશે. આટલી બધી ઉપેક્ષા ન ચાલે!
શું તમને પાણીનો પ્રવાહ નથી દેખાતો? તમે પોતે તો પાણીનો પંપ ખુલ્લો મૂકી દીધો છે, એ તમે નથી જાણતા? આશ્ચર્ય! શું તમે તમારી પોતાની પ્રશંસા નથી કરતા? તમે તમારાં સત્કાર્યોનાં ગાણાં નથી ગાતાં? તમે તમારા ગુણોની પ્રશંસા નથી કરતા?
હા, એ જ સ્વપ્રશંસાના પાણીનો પંપ તમે પૂરજોસમાં ખુલ્લો મૂકી દીધો છે. એ પાણી કલ્યાણ-વૃક્ષ' નાં મૂળિયાં સુધી પહોંચી ગયું છે... જુઓ; આ મૂળિયાં દેખાવા લાગ્યાં છે અને વૃક્ષ પડવાની તૈયારીમાં છે. “કલ્યાણવૃક્ષ'
For Private And Personal Use Only