________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
અનાત્મશંસા
गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया।
गुणैरेवासि पूर्णश्चेत् कृतमात्मप्रशंसया ।।१।।१३७ ।। અર્થ : જો તું ગુણો વડે પૂર્ણ નથી તો પોતાની પ્રશંસાથી સર્યું, જો તું ગુણો વડે પૂર્ણ જ છે, તો પણ પોતાની પ્રશંસાથી સર્યું. વિવેચન : પ્રશંસા! સ્વપ્રશંસા!
મનુષ્ય માત્રમાં આ વૃત્તિ જન્મજાત હોય છે. તેને પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે. તેને પોતાની પ્રશંસા કરવી ગમે છે. અધ્યાય-માર્ગે આ વૃત્તિ અવરોધરૂપ છે. મોક્ષમાર્ગની આરાધનાના માર્ગે “સ્વપ્રશંસાની અભિલાષા ત્યાજ્ય છે.
હા, તારામાં ગુણો છે; તે જ્ઞાની છે, તું દાનવીર છે, તે તપસ્વી છે, તું પરઉપકારી છે, તું બ્રહ્મચારી છે... છતાં તારે તારી પ્રશંસા નથી કરવાની; નથી સાંભળવાની! સ્વપ્રશંસામાંથી જન્મતો આનંદ તને ઉન્મત્ત બનાવશે.. પછી તું અધ્યાત્મમાર્ગથી ભ્રષ્ટ થઈશ. જો તારી પાસે ગુણો છે, પછી તારે “આત્મપ્રશંસાની શી જરૂર છે? એ પ્રશંસા કરવાથી તારા ગુણો વધી જવાના નથી. હા, સ્વપ્રશંસા કરવાથી કે સાંભળવાથી એ ગુણો ચાલ્યા જવાનો ભય ખરો?
મારું સત્કાર્ય બીજાઓ જાણે, મારા ગુણો બીજાઓ આણે... મને સજ્જન સમજે...” આવી ઈચ્છા, અભિલાષા સ્વપ્રશંસા કરવા માટે મનુષ્યને પ્રેરે છે, અને મનુષ્ય પ્રશંસા કરી લે છે. એમાં એને “પાપ” સમજાતું નથી, “ભૂલ' સમજાતી નથી. ન સમજાય! સાધના-ઉપાસના-આરાધનાના માર્ગે જે ન હોય તેને તે ન સમજાય. જેને મોક્ષમાર્ગની સાધનામાંથી આનંદામૃત મળી જાય છે, જેને આત્મસ્વરૂપની ઉપાસનામાંથી આનંદના ઓડકાર આવી જાય છે, તેને
સ્વપ્રશંસા' કરવાનો વિચાર પણ નથી આવતો. “સ્વપ્રશંસા” તેમને “પાપ” લાગે છે, સ્વપ્રશંસામાંથી મળતો આનંદ તેમને કૃત્રિમ અને ક્ષણિક સમજાય છે.
વળી, કેટલાક મનુષ્યોને, કે જેમની પાસે એવા ગુણ નથી, સત્કાર્ય નથી કે શક્તિ નથી, તેમને પોતાની પ્રશંસા કરવાની ટેવ પડેલી હોય છે! અરે ભાઈ, તારે શાની પ્રશંસા કરવાની હોય? ગુણ નથી, છતાં પ્રશંસા? જેટલો સમય પ્રશંસા કરવામાં ગાળે છે, તેટલો સમય ગુણ મેળવવામાં ગાળે તો? ના! ગુણો મેળવવાની સાધના કઠિન છે, જ્યારે વગર ગુણે પ્રશંસા મેળવવાની સાધના ઘેલા જીવને સરળ લાગે છે!
સ્વપ્રશંસાની સાથે પરનિંદાનું પાપ લાગેલું જ હોય છે! પરનિંદાના માધ્યમથી સ્વપ્રશંસા કરવાનું એવાં જીવો પસંદ કરતા હોય છે કે જેમાં વાસ્તવમાં
For Private And Personal Use Only