SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઃ સંક્ષિપ્ત જીવન પરિચય : ઉત્તર ગુજરાતમાં પાટણની પાસે આવેલું “કનોડા ગામ આજે પણ હયાત છે. ત્યાં નારાયણ શ્રેષ્ઠી રહેતા હતા. શેઠના પત્નીનું નામ સૌભાગ્યદેવી, પતિ-પત્ની સદાચારી અને ધર્મનિષ્ઠ હતાં. એમને બે પુત્ર થયા. મોટાનું નામ જશવંત' અને નાનાનું નામ “પદ્મસિહ પાડ્યું. જશવંતની બુદ્ધિ સૂક્ષ્મ હતી. બાળક હોવા છતાં ખૂબ સમજદાર હતો. નાનપણથી જ એનામાં અનેક ગુણો દેખાઈ આવતા. એ કાળના પ્રખર વિદ્વાન મુનિરાજ શ્રી નયવિજયજી વિહાર કરતા કરતા વિ. સં. ૧૯૮૮માં કનોડા ગામમાં પધાર્યા. કનોડાની જનતા શ્રી નયવિજયની જ્ઞાન-વૈરાગ્યભરી વાણી સાંભળીને મુગ્ધ બની ગઈ, નારાયણ શ્રેષ્ઠી પણ ઉપદેશ સાંભળવા પરિવાર સાથે ગયા. મુનિવરનો ઉપદેશ તો સહુએ સાંભળ્યો, પરંતુ બાળ જશવંતના મન પર મુનિવરની વાણીની જેવી ઘેરી અસર થઈ એવી બીજા કોઈ ઉપર ન થઈ. જશવંતના અંતરમાં પડેલા જન્મજન્માંતરના ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર જાગ્રત થઈ ગયા. સંસારનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારવાની ભાવના એણે પોતાનાં માતા-પિતા પાસે વ્યક્ત કરી. શ્રી નયવિજયજીએ પણ જશવંતની બુદ્ધિપ્રતિભા અને સંસ્કારિતા જોઈને નારાયણ શ્રેષ્ઠિ અને સૌભાગ્યદેવીને કહ્યું : 'ભાગ્યશાળી! મહાન સદ્ભાગ્ય છે તમારું કે આવા પુત્રરત્નની તમને પ્રાપ્તિ થઈ છે. બાળક જશવંત ભલે ઉંમરમાં નાનો દેખાતો હોય, પરંતુ એનો આત્મા નાનો નથી, એનો આત્મા મહાન છે. જો તમે પુત્રમોહને દૂર કરી જશવંતને સાધનાના માર્ગે જવાની રજા આપશો તો આ તેજસ્વી બાળક ભવિષ્યમાં ભારતની ભવ્યવિભૂતિ બનશે. હજારો અને લાખ્ખો મનુષ્યોનો ઉદ્ધારક બની શકશે... એમ મારું અંતર કહે છે.” ગુરુદેવની વાણી સાંભળીને નારાયણ અને સૌભાગ્યદેવીની આંખો ભીની થઈ ગઈ. એ આંસુ હર્ષનાં હતાં. અને શેકનાં પણ, પોતાનો પુત્ર મહાન સાધક બની અનેક જીવોનું કલ્યાણ કરે, ભગવાન મહાવીર સ્વામીના ધર્મશાસનને ઉજ્જવલ કરે, એ કલ્પના એમને હર્ષવિભોર બનાવતી હતી પરંતુ આવી વિનયી, હસમુખો ને બુદ્ધિમાનું પુત્ર ઘર છોડી, માતા-પિતા, સ્નેહી-સ્વજનો સહુને છોડીને ચાલ્યો જાય એ વિચારે એમને ઉદાસ પણ બનાવી દીધાં. એમનું મન દ્વિધામાં પડી ગયું. શ્રી નવિજયજી તો ત્યાંથી વિહાર કરીને પાટણ પધાર્યા, તેમણે ચાતુર્માસ પાટણમાં કર્યું. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy