________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭
જ્ઞાનસાર
લીન બની જાઉં...' આ છે રત્નદીપકનો પ્રકાશ! આ પ્રકાશથી મનોમંદિર દેદીપ્યમાન બને છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उदीरयष्यसि स्वान्तादस्थैर्यं पवनं यदि ।
समाधेर्धर्ममेघस्य घटां विघटयिष्यसि ||७ ।। २३ ।।
અર્થ : જો અંતઃકરણથી અસ્થિરતારૂપ પવન શ્રેણીને વિખેરી નાખીશ.
ઉત્પન્ન કરીશ તો ધર્મમેઘ સમાધિની
વિવેચન : પવનના તીવ્ર સુસવાટા મેઘની ધનઘોર ઘટાને વિખેરી નાખે છે...તેવી રીતે ચિત્તની ચંચળતા પણ સમાધિરૂપ ધર્મમેઘની ધનધોર ઘટાને વેર-વિખેર કરી નાખે છે. આવતા કેવળજ્ઞાનને વેરવિખેર કરી નાખે છે. ‘ધર્મમેઘ’ સમાધિ એટલે આત્માની એવી ઉચ્ચતમ્ અવસ્થા છે કે જ્યાં ચિત્તની સમગ્ર વૃત્તિઓનો (ક્લિષ્ટ અને અક્લિષ્ટ) નિરોધ થઈ જાય છે...જ્યાં કોઈ શુભ વિચાર નહિ કે કોઈ અશુભ વિચાર નહિ... તેવી અવસ્થાને અસ્થિરતા આવવા દેતી નથી... કે જે અવસ્થા વિના કેવળજ્ઞાન પ્રગટી શકતું નથી...
અરે, ચિત્ત જ્યાં પૌદ્ગલિક પદાર્થોમાં ગયું કે આત્મસ્વરૂપનો શુદ્ધ વિચાર પણ ટકી શકતો નથી કે દાન, શીલ...૫રમાર્થ...પરોપકારનો શુભ વિચાર પણ ટકી શકતો નથી... કોઈ પણ શુભ વિચાર ચાલી રહ્યા હોય છે, ત્યાં પૌદ્ગલિક સુખની સ્પૃહા જો જાગી તો ખલાસ...શુભ વિચારમાંથી અને શુભ આચારમાંથી જેમનું જેમનું પતન થયું છે તેની પાછળ પૌદ્ગલિક સ્પૃહારૂપ અસ્થિરતા કામ કરી રહી હતી.
ગોચરી ગયેલા તરુણમુનિ અરણિકના ચિત્તમાં મધ્યાહ્નના તીવ્ર તાપે એક બાજુ અકળામણ ઊભી કરી અને બીજી બાજુ મહેલને ઝરૂખે ઊભેલી તરુણીના કટાક્ષે વિક્ષેપ નાખ્યો...સંયમસાધનાની-શુભ વિચારની ધારા છિન્નભિન્ન થઈ ગઈ... પુંડરિક રાજાની પૌષધશાળામાં ઔષધોપચાર માટે રહેલા કંડરિક મુનિના ચિત્તમાં રસનાના રસભરપૂર વિષયોની આંધી ઊઠી... સુસવાટા કરતો અસ્થિરતાનો વાયુ શરૂ થયો... સંયમયોગની મેઘઘટા વિખરાઈ ગઈ... મુનિનું પતન થયું.
આપણો પણ એવો અનુભવ નથી શું? પરમપિતા પરમાત્માની ભાવપૂર્ણ હૃદયથી સ્તવના ચાલી રહી હોય અને ત્યાં આંખ સામે કોઈ રૂપ૨મણી આવી... ચિત્ત એમાં પરોવાયું...અસ્થિરતા જન્મી... પરમાત્મભક્તિ નષ્ટ!
For Private And Personal Use Only