________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિરતા
चारित्रं स्थिरतारूपमत: सिद्धेष्यपीष्यते ।
यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ।। ८ ।। २४ ।। અર્થ : યોગની સ્થિરતારૂપ ચારિત્ર છે, એ હેતુથી સિદ્ધિને વિષે પણ કહ્યું છે, માટે હે યતિઓ! આ જ સ્થિરતાની પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કર્યા.
વિવેચન : અસંખ્ય આત્મપ્રદેશોની સ્થિરતા.. સૂક્ષ્મ પણ સ્પંદન નહિ. આ છે સિદ્ધ ભગવંતોનું ચારિત્ર. સિદ્ધ ભગવંતોમાં ક્રિયારૂપ ચારિત્ર ન હોય. ક્રિયામાં આત્મપ્રદેશો અસ્થિર હોય છે... જ્યારે સિદ્ધ ભગવંતોનો એકેય આત્મપ્રદેશ અસ્થિર ન હોય... સંપૂર્ણ સ્થિર હોય.
જે સાધક આત્માનું અંતિમ લક્ષ્ય સિદ્ધ બનવાનું છે, એણે પોતાની સમગ્ર સાધનાના કેન્દ્રસ્થાને સ્થિરતા” ને રાખવી જોઈએ. તે માટે તેણે ત્રણેય યોગોને ક્રમશઃ સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. તેમાંય સર્વ પ્રથમ પાપપ્રવૃત્તિઓમાંથી કાયાને, વાણીને અને મનને પાછો ખેંચી લેવાં જોઈએ. પાપપ્રવૃત્તિમાં ચાલી રહેલી મન-વચન-કાયાની અસ્થિરતાને દૂર કરવા માટે પયપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાને પ્રવૃત્તિશીલ બનાવવાં જોઈએ. અલબત્ત, પુણ્યપ્રવૃત્તિમાં પણ વાસ્તવિક આત્મસ્વરૂપની રમણતારૂપ સ્થિરતા નથી. ત્યાં પણ કાયાથી પુણ્યકાર્યો માટે દોડધામ, વાણીથી પુણ્યનો ઉપદેશ અને મનથી પુણ્યપ્રવૃત્તિના મનોરથો. યોજનાઓ.... આ બધું કરવું પડે છે. અંતે તેમાં પણ આત્મપ્રદેશો અસ્થિર બને છે, પરંતુ તે અનિવાર્ય છે. પાપપ્રવૃત્તિઓમાંથી મુક્ત થવા માટે પુણ્યપ્રવૃત્તિઓ સિવાય બીજો કોઈ માર્ગ નથી.. જેમ ફુગ્ગામાંથી વાયુ કાઢી નાખવા માટે પાણી ભરવું પડે છે તેમ.
‘પુણ્યપ્રવૃત્તિમાં પણ અસ્થિરતા છે, બાહ્યભાવ છે... માટે તે પણ વર્મ છે.” જો આમ માનીશું તો અનાદિકાલથી પાપપ્રવૃત્તિમાં ટેવાયેલો આત્મા એકદમ પાપપ્રવૃત્તિ છોડી શકશે? શું તે સીધો જ આત્મસ્વરૂપની રમણતામાં ચોવીસ કલાક વ્યતીત કરી શકશે? પરિણામ એ આવશે કે “પુણ્યપ્રવૃત્તિમાં અસ્થિરતા છે’ માટે પર્યાપ્રવૃત્તિ કરશે નહિ. શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરી શકશે નહિ.. કેવળ પાપપ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહેવાનો!
પાપપ્રવૃત્તિમાંથી મુક્ત થઈ પુણ્યપ્રવૃત્તિમાં પરોવાયેલા રહી.. વિશુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતારૂપ સ્થિરતાનું લક્ષ્ય રાખી સાધકે જીવન જીવ્યે જવાનું છે.
For Private And Personal Use Only