________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાત્મશંસા
૨૦૯ તરફ આગળ વધતો જાય. એને કોઈની પરવા નહીં, કોઈની અપેક્ષા નહીં, સાવ નિરપેક્ષ! ભવસાગરને તરી જવા જેવી જોઈએ તેવી નિરપેક્ષતા.
નિરવિવો તર ઉત્તરમવોડા નિરપેક્ષ તરે દુસ્તર ભવસાગરને.” કોઈ દેશ, નગર, ગામ કે ગ્રીષ્મકાળનાં તેમના મન પર બંધન નહીં. કોઈ વર્ષાઋતુ કે ગ્રીષ્મકાળ તેમની નિર્વાણયાત્રામાં કોઈ પ્રતિબંધ ન કરી શકે. અરે, કોઈ ભાવની-પ્રેમભાવની પણ તેમને અપેક્ષા નહીં, “કોઈ મને યોગી માને, કોઈ મને મહાત્મા માને, કોઈ મને સંયમી માને'- તેવી પણ તેમને અપેક્ષા નહીં... કોઈ પણ તેમને અપેક્ષા નહીં... કોઈ પણ પરભાવના આધારે જીવન જીવવાનું જ નહીં, પછી સ્વ-ઉત્કર્ષ અને પર-અપકર્ષની કલ્પનાઓ બિચારી ગળી જ જાય ને!
દેશ, કાળ અને પરદ્રવ્યના સહારે જીવન જીવનાર સ્વોત્કર્ષસ્વાભિમાનને નાથી શકે નહીં. પર-અપકર્ષ-પરનિંદાની કુટેવને ટાળી શકે નહીં. અભિમાનને ઓગાળી નાખવા નિરપેક્ષતાની ભઠ્ઠીમાં ઈચ્છાઓ અને કામનાઓને નાખી દેવી જોઈએ. અપેક્ષારહિત-પરદ્રવ્યોની અપેક્ષા વિના જીવન જીવવાનો આદર્શ રાખી, એ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો સ્વ-મહત્તાની શરણાઈઓ વાગતી બંધ થઈ જાય અને પરનિંદાનાં પડઘમ ગાજતાં પણ વિરમી જાય.
યોગી બનવું છે?
બહારથી દેખાતું કઠોર પણ અંદરથી શાંત-પ્રશાંત અને કોમળ જીવન યોગીનું હોય છે, એવું જીવન જીવવાની તમન્ના જાગી છે? વર્તમાન પરિદ્રવ્યસાપેક્ષ જીવન તરફ નફરત પેદા થઈ છે? સ્વપ્રશંસા ને પરનિંદાવાળું જીવન અકળાવે છે? પર-પરિણતિના પ્રાંગણમાં થઈ રહેલી પ્રેમચેષ્ટાઓ અળખામણી બની છે? યોગીનું આંતરિક પ્રસન્નતાવાળું, આત્મસ્વરૂપની રમણતાવાળું... અલખની ધૂનમાં દોડ્યું જતું જીવન લલચાવે છે?
તો તમે “યોગી બની શકશો. યોગીજીવનનો મહાનંદ તમે અનુભવી શકશો. અભિમાનની કલ્પના ઓગળી જશે અને આત્માના અનંત ગુણો પ્રગટ થઈ જશે.
For Private And Personal Use Only