________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૭
વિષયક્રમ-નિર્દેશ
બીજું અષ્ટક છે મગ્નતાનું. જ્ઞાનમાં મગ્ન! પરબ્રહ્મમાં લીન! આત્મજ્ઞાનમાં જ મગ્નતા. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ જીવની ચંચળતા દૂર થાય અને સ્થિર બને.
* ત્રીજું અષ્ટક છે સ્થિરતાનું.
મન-વચન-કાયાની સ્થિરતા. મનની સ્થિરતા પ્રાપ્ત કરવાની, તો જ ક્રિયાઓનું ઔષધ કામ કરે. સ્થિરતાનો રત્નદીપક પ્રગટ કરવાનો, તો જ મોહ-વાસનાઓ મોળી પડે.
- ચોથું અષ્ટક છે અમોહનું.
અહ” અને “મમ' એ મોહરાજાનો મંત્ર છે. મંત્રથી ચઢેલાં મોહનાં ઝેર ના€“ના પ્રતિપક્ષી મંત્રથી ઉતારવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ રીતે મોહનું ઝેર ઊતરે તો જ જ્ઞાની બની શકાય.
આ પાંચમું અષ્ટક છે જ્ઞાનનું. જ્ઞાનની પરિણતિ થવી જોઈએ. જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ. જ્ઞાનનું અમૃત, જ્ઞાનનું રસાયણ અને જ્ઞાનનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું જોઈએ, તો જ શાન્ત બનાય, કષાયોનું શમન થાય.
* છઠ્ઠ અષ્ટક છે શમનું. કોઈ વિકલ્પ નહીં ને નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન! આવો આત્મા ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે.
આ સાતમું અષ્ટક છે ઇન્દ્રિય-જયનું. | વિષયોના બંધનોથી આત્માને બાંધતી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારા મહામુનિ જ સાચા ત્યાગી બની શકે.
- આઠમું અષ્ટક છે ત્યાગનું.
જ્યારે સ્વજન, ધન અને ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગી મુનિ ભયરહિત અને ક્લેશરહિત બને છે, અહંકાર અને મમત્વથી મુક્ત બને છે, ત્યારે એનામાં શાસ્ત્રવચનને અનુસરવાની શક્તિ પ્રગટ થાય છે.
- નવમું અષ્ટક છે ક્રિયાનું.
પ્રીતિપૂર્વક ક્રિયા, ભક્તિપૂર્વક ક્રિયા, જિનાજ્ઞાનુસાર ક્રિયા અને નિઃસંગતાપૂર્વક ક્રિયા કરનારો મહાત્મા પરમ તૃપ્તિ અનુભવે છે.
For Private And Personal Use Only