________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬.
જ્ઞાનસાર पूर्णो मग्नः स्थिरोऽमोहो ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः ।।१।। विद्याविवेकसंपन्नो मध्यस्थो भयवर्जितः। अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ।।२।। ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्त: शास्त्रद्दम् निष्परिग्रहः ।।३।। शुद्धानुभववान् योगी नियागप्रतिपत्तिमान् ।
भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः ।।४।। અર્થ જ્ઞાનાદિથી પરિપૂર્ણ, જ્ઞાનમાં મગ્ન થયેલો, યોગની સ્થિરતાવાળો, મોહરહિત, તત્ત્વજ્ઞ, ઉપશમવંત, જિતેન્દ્રિય, ત્યાગી, ક્રિયાતત્પર, આત્મસંતુષ્ટ, નિર્લેપ, પૃહારહિત મુનિ હોય. (૧)
| વિદ્યાસહિત, વિવેકસંપન્ન, પક્ષપાતરહિત, નિર્ભય, પોતાની પ્રશંસા નહીં કરનાર, પરમાર્થમાં દૃષ્ટિવાળો, આત્માની સંપત્તિવાળો (મુનિ હોય), (૨)
કર્મના ફળનો વિચાર કરનાર, સંસારસમુદ્રથી ભયભીત, લોકસંજ્ઞાથી રહિત, શાસ્ત્રદષ્ટિવાળો અને પરિગ્રહ વિનાનો (મુનિ હોય). (૩).
શુદ્ધ અનુભવવાળો, યોગી, મોક્ષને પ્રાપ્ત કરનાર, ભાવપૂજાનો આશ્રય, ધ્યાનનો આશ્રય, તપનો આશ્રય અને સર્વ નયોનો આશ્રય કરનાર (મુનિ) હોય. (૪) વિવેચન : આઠ-આઠ શ્લોકનું એક અષ્ટક એવાં બત્રીસ અષ્ટક અને બત્રીસ વિષય.
એ વિષયોની ક્રમિક ગોઠવણી છે. ગોઠવણીમાં સંકલન છે. ગોઠવણીમાં સાધનાનું માર્ગદર્શન છે. આ ચાર શ્લોકોમાં બત્રીસ વિષયોનાં નામ છે. ગ્રંથકારે “ટબ્બામાં હેતુપુસ્મસાર એનો ક્રમ સમજાવ્યો છે.
પહેલું અષ્ટક છે પૂર્ણતાનું. લક્ષ વિનાની પ્રવૃત્તિનું કોઈ મૂલ્ય નહીં, કોઈ ફળ નહીં. એટલે પહેલા જ અષ્ટકમાં લક્ષ બતાવ્યું પૂર્ણતાનું; આત્મગુણોની પૂર્ણતાનું. આ લક્ષ જે જીવનું બંધાય. “મારે આત્મગુણોની પૂર્ણતા મેળવવી જ છે' - આવો સંકલ્પ થાય, તો જીવ જ્ઞાનમાં મગ્ન બની શકે.
For Private And Personal Use Only