________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જ્ઞાનસાર ખંડન કરવામાં ખોટા છે. અનેકાન્ત સિદ્ધાંતનો જ્ઞાતાપુરુષ નયોનો “આ સાચા છે, આ ખોટા છે” એવો વિભાગ કરતો નથી.'
પરમાર્થિક દૃષ્ટિએ વિચારવા જતાં, જે નય નયાન્તર-સાપેક્ષ હોય છે તે વસ્તુના એક અંશને નહીં પરંતુ સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે, તેથી તે “નય' નહીં, પરંતુ “પ્રમાણ' બની જાય. માટે નય તો તેને કહેવાય કે જે નયાત્તર નિરપેક્ષ હોય. અર્થાત્ અન્ય નયના વક્તવ્યથી નિરપેક્ષ પોતાના અભિપ્રાયનું વક્તવ્ય કરનાર “નય' કહેવાય, અને તેથી તે નિયમા મિથ્યાદૃષ્ટિ જ હોય. તેથી શાસ્ત્રોમાં કહ્યું છે : “સર્વે નયા મિચ્છાવાળો' સર્વે નયો મિથ્યાવાદી છે. શ્રી આવશ્યક સૂત્રની ટીકામાં શ્રીમદ્ મલયગિરિ સૂરિવરે કહ્યું છે.
નયવાદ મિથ્યાવાદ છે. માટે જ જિનપ્રવચનના રહસ્યને જાણનાર વિવેકી પુરુષો મિથ્યાવાદનો પરિહાર કરવા માટે જે કંઈ બોલે તે “સ્માતુ' પદના પ્રયોગપૂર્વક બોલે. ચાત્કાર-રહિત ક્યારેય ન બોલે. યદ્યપિ લોકવ્યવહારમાં સર્વત્ર સર્વદા સાક્ષાતુ “સ્યાસ્પદનો પ્રયોગ નથી થતો, પરંતુ પરોક્ષ રીતે ત્યાં સ્વાત્કારનો પ્રયોગ સમજી લેવો જોઈએ.'
મધ્યસ્થ દૃષ્ટિવાળા મહામુનિ દરેક નયના અભિપ્રાયને સમજે છે અને તે તે અભિપ્રાયથી તેનું વક્તવ્ય સત્ય સમજે છે. “આ અભિપ્રાય આ નયનું કથન સાચું છે. એ રીતે કોઈ પણ નયના વક્તવ્યને મિથ્યા સમજતા નથી.
વસ્તુ એકની એક હોય, પરંતુ દરેક નય તેના સ્વરૂપને જુદુંજુદું બતાવે છે, જેમ હાથી ને સાત આંધળા! એક કહે : હાથી થાંભલા જેવો છે. બીજો કહે : હાથી સૂપડા જેવો છે. ત્રીજો કહે : હાથી દોરડા જેવો છે : ચોથો કહે: હાથી ઢોલ જેવો છે. પાંચમો કહે : હાથી અજગર જેવો છે. છઠ્ઠો કહે : હાથી લાકડી જેવો છે. સાતમો કહે : હાથી માટલા જેવો છે!
આ બધાંનાં કથનો ત્યાં ઊભેલો એક સજ્જન પુરુષ સાંભળે છે. શું એ કોઈનો પણ પક્ષપાત કરશે? “અમુકનું કહેવું સારું છે, અમુકનું ખોટું..” એમ કહી શકશે? એ મધ્યસ્થ રહેશે અને કહેશે : “તમે તમારી પોતપોતાની કલ્પના મુજબ સાચા છો, કારણ કે તમારા હાથમાં હાથીનો તેવો તેવો અવયવ છે, પરંતુ તમારા બધાંનાં વક્તવ્યોનો સમૂહ હાથી!”
स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः।
न रागं नापि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ।।४ ।।१२४ ।। અર્થ : પોતપોતાના કર્મમાં જેણે આગ્રહ કર્યો છે એવા, પોતપોતાના કર્મને ભોગવનારા મનુષ્યો છે, તેમાં મધ્યસ્થ પુરુષ રાગને અને દ્વેષને પ્રાપ્ત થતો નથી.
For Private And Personal Use Only