________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪.
જનસાર રેલાવ્યું છે.. એ વિષના કુત્કારો પેલા કણિધરના કુત્કારોને પણ લજવી રહ્યાં છે...! કોઈ કહે છે : “અમે ૪૫ આગમ માનીએ છીએ.” કોઈ કહે છે : ‘અમે ૩૨ આગમ જ માનીએ છીએ...” કોઈ કહે છે : “અમે એકેય આગમ માનતા નથી.”
કેવો ઘોર કોલાહલ? શા માટે? શું એ માનેલાં શાસ્ત્રો એમને ભવસાગરથી તારશે? શું એ શાસ્ત્રો એમને નિર્વાણ પમાડશે? જો શાસ્ત્રોથી જ ભવસાગર તરી શકાતો હોત તો આપણે આજ સુધી સંસારમાં રઝળતા ન હોત.. ભૂતકાળમાં આપણે શું ક્યારેય શાસ્ત્રોના જ્ઞાતા નહીં બન્યા હોઈએ? અરે, નવ નવ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હતું, છતાં એ પૂર્વોનું જ્ઞાન “શાસ્ત્રજ્ઞાન” અમને ન તારી શક્યું? કેમ? ક્યારેય વિચાર્યું છે? પછી શા માટે શાસ્ત્રો માટે ઘોંઘાટ કરી અશાંતિ ફેલાવો છો? શાસ્ત્રોનો ભાર ગળે વળગાડીને શા માટે ભવસાગરમાં ડૂબી મરવાની ચેષ્ટા કરો છો? શાસ્ત્ર તમને અનંત-અવ્યાબાધ સુખ નહીં આપી શકે.
આ શાસ્ત્રો તરફનો અણગમો ન સમજતા. શાસ્ત્રોની પવિત્રતાનું અપમાન ન સમજતા... પણ શાસ્ત્રોની મર્યાદાનું ભાન કરાવવા માટે આ કહું છું. શાસ્ત્રો પર જ બધો મદાર બાંધી બેઠેલા તમે, તમારી જડતાને ખંખેરી નાખવા આ કહું છું.
શાસ્ત્ર? એનું કામ છે માત્ર દિશા ચીંધવાનું. એ તમને સાચી અને ખોટી દિશાનું ભાન કરાવે છે.. બસ, એનાથી આગળ એક કદમ પણ શાસ્ત્ર આગળ વધતું નથી.
શાસ્ત્રોના સરંજામ અને ઉપદેશો આપણી આત્મભૂમિ પર દેકારો દેવા ભલે ધસમસતા આવે, પરંતુ વિષય-કષાયના અગનગોળા ક્ષણ-બે ક્ષણમાં એ શાસ્ત્રસરંજામનો ખુરદો બોલાવી દે છે. એનાં દૃષ્ટાંતો શોધવા જવાં પડે એમ નથી. નિગોદમાં પછડાટ ખાઈને પડેલા કોઈ ચૌદપૂર્વધરને પૂછી જુઓ કે એમનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્રજ્ઞાન એમને કેમ ન બચાવી શક્યું? વિષય-કષાયની તુંડમિજાજીમાંથી છૂટેલાં કાળાં બાણ જ્યારે છાતીને ચીરી નાખે છે ત્યારે શાસ્ત્રોનું કવચ પોકળ નીકળે છે, માટે અત્યાર સુધી કર્મો સામે ઝઝૂમવા. માત્ર શાસ્ત્રો લઈને, એના જ વિશ્વાસે નીકળી પડીને, આપણે જિંદગી આખી પસ્તાવો રહે એવી થાપ ખાધી છે. માટે ગ્રંથકાર પ્રસ્તુતમાં ખૂબ સ્પષ્ટ ભાષામાં કહી દે છે કે “શાસ્ત્રો તો તમને માત્ર દિશાજ્ઞાન જ આપશે!'
તો તમને ભવસાગરથી કોણ તારશે?”
For Private And Personal Use Only