________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૧૩ નથી અને અનુભવ બુદ્ધિ કે શાસ્ત્રથી સમજાય એવો પણ નથી...!
જોજો, કોઈને અનુભવની વાત તર્કથી સમજાવવાની કોશિશ કરતા! સમજવામાં અને સમજાવવામાં બુદ્ધિ-મતિ, જ્ઞાન અને તર્કશાસ્ત્રજ્ઞાન જોઈએ છે, જ્યારે અનુભવ સમજાવવાની વસ્તુ જ નથી!
'यथार्थवस्तुस्वरूपोपलब्धि-परभावारमण-तदास्वादनैकत्व-मनुभवः ।' ભગવાન્ હરિભદ્રસૂરિજીએ અનુભવનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે : (૧) યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન. (૨) પરભાવમાં અ-રમણતા. (૩) સ્વરૂપ-રમણમાં તન્મયતા.
જગતના પદાર્થો જેવા સ્વરૂપે છે; તેવા સ્વરૂપે જ્ઞાન થાય.. જ્ઞાનમાં રાગદ્વેષ ન ભળે. આત્માથી ભિન્ન પદાર્થોથી રમણતા ન હોય. એ યોગીને તો આત્મસ્વરૂપની જ રમણતા હોય... એનો દેહ આ દુનિયાની સ્થલ ભૂમિકા પર બેઠેલા હોય, એનો આત્મા દુનિયાથી દૂર સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૂમિકા પર આરૂઢ હોય.
ટૂંકમાં પણ ખૂબ ગંભીર શબ્દોમાં અનુભવી આત્માની સ્થિતિનું આ વર્ણન છે. સ્વરૂપમાં રમણતા એ માટે આપણે નથી કરી શકતા, કારણ કે પરભાવની રમણતામાં ડૂબી ગયા છીએ. પરભાવની રમણતા યથાર્થ વસ્તુસ્વરૂપના અજ્ઞાનને આભારી છે. જેમ જેમ વસ્તસ્વરૂપનું અજ્ઞાન દૂર થતું જાય, તેમ તેમ આત્મરમણતા આવતી જવાની અને પરભાવમાં ભટકવાનું ઓછું થતું જવાનું. “અનુભવ' તરફની ઊર્ધ્વગામી ગતિ...આરંભાશે, એ શાશ્વતું... પરમ જ્યોતિમાં ભળી જવાની ઊંડી તત્પરતા પ્રગટ થશે. ત્યારે જીવનની જડતાને ભેદી અનુભવના આનંદને વરવાનું અપ્રતિમ સાહસ પ્રગટી જશે, ત્યારે અજ્ઞાનના ઓથાર નીચે ભીંસાતી ચેતના જ્ઞાનજ્યોતિનાં કિરણોનો પ્રસાદ પ્રાપ્ત કરી પરમ તૃપ્તિ અનુભવશે.
व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि।
पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।।२।।२०२ ।। અર્થ : ખરેખર, સર્વ શાસ્ત્રોનો ઉદ્યમ દિશા બતાવનાર જ છે, પરંતુ એક અનુભવ જ સંસારસમુદ્રને પાર પમાડે છે. વિવેચન : કેવી કર્કશ કોલાહલ મચ્યો છે? શાસ્ત્રાર્થ અને શબ્દાર્થના એકાંત આગ્રહે હલાહલથી ય વધુ દારુણ વિષ
For Private And Personal Use Only