________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
ાનસાર
તારી આરાધનાથી મોક્ષવિમુખ લોકો ખુશ થાય? તારી આરાધનાથી તારા આત્માને જ પ્રસન્ન કર. પરમાત્માની પ્રીતિ પ્રાપ્ત કર... એ સિવાય બીજી કોઈ અપેક્ષા ન રાખ. નહીંતર તું ક્યારેક આરાધનાથી વિમુખ થઈ જઈશ. જ્યારે તારી આરાધનાની લોકો પ્રશંસા નહીં કરે, ત્યારે આરાધનામાંથી તારો રસ ઊડી જશે!
लोकसंज्ञाहता हन्त नीचैर्गमनदर्शनैः ।
शंसयन्ति स्वसत्यांगमर्मघातमहाव्यथाम् || ६ || १८२ ।।
અર્થ : અફસોસ છે કે લોકસંજ્ઞાથી હણાયેલા ધીમે ચાલવા અને નીચે જોવા વડે પોતાના સત્યવ્રતરૂપ અંગમાં મર્મપ્રહારની મહા વેદનાને જણાવે છે.
વિવેચન : અફસોસ...
તમે ધીમે ધીમે ચાલો છો. નીચી દૃષ્ટિ રાખીને ચાલો છો... શા માટે? તમે લોકોને એમ સમજાવવા માંગો છો કે ‘અમે કોઈ જીવની હિંસા ન થાય તે રીતે ચાલીએ છીએ... શાસ્ત્ર બતાવેલી વિધિ પાળીએ છીએ... દૃષ્ટિ પર અમારો સંયમ છે... આડીઅવળી દૃષ્ટિ જતી નથી, ને અમે ઉચ્ચ કક્ષાના આરાધક છીએ...?' પરંતુ હવે તમારો દંભ ખુલ્લો પડી ગયો છે! તમને લોકો ઉચ્ચ કોટિના આરાધક નથી કહેતા ત્યારે તમારા મુખ પર કેવી કાળાશ છવાઈ જાય છે! તમે બીજા આરાધકોની પ્રશંસા સાંભળી શકતા નથી! તમે બીજા આરાધકોની અવસરે નિંદા જ કરો છો, તમારા મોંઢે તમારી પોતાની પ્રશંસા સિવાય બીજાની પ્રશંસા સાંભળવા જ નથી મળતી... તમે લોકપ્રશંસા મેળવવા કમર કસી છે! તપથી, વ્યાખ્યાનથી, શિષ્ય, પરિવારથી, મલિન વસ્ત્રોથી... કોને આકર્ષવા માગો છો? શિવરમણીને? ના રે ના! લોકોને તમે તમારા ભક્તો બનાવવા માગો છો.
તમે ધીમે ધીમે કેમ ચાલો છો? તમારા સત્ય... સંયમ આદિ અંગમાં માર્મિક પ્રહારની વેદના થઈ છે... લોકસંજ્ઞાએ તમારા મર્મસ્થાનમાં પ્રહાર કર્યો છે... એ પ્રહા૨ની વેદનાથી તમે ધીમા ન ચાલો તો શું કરો?
તમે નીચે જોઈને ચાલો છો! શું થાય? તમારી દૃષ્ટિને લોકસંજ્ઞાના ઝળહળતા પ્રકાશે આંજી નાખી છે; ઊંચે જોઈ જ ન શકો. ખરેખર, અફસોસ થાય છે, દુ:ખ થાય છે. તમારો આ દંભ હવે સહાતો નથી... પણ તમને બદલવા પણ કેવી રીતે? અફસોસ કર્યા વિના બીજો કોઈ માર્ગ અમારા માટે નથી.
For Private And Personal Use Only