SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષોની અખંડ જ્ઞાનસાધના અને જીવનના વિવિધ અનુભવોના પરિપાક રૂપે એક એકથી ચડિયાતા ગ્રંથરત્નોનું સર્જન તેઓ કરતા ગયા. એ ગ્રંથરત્નોનો પ્રકાશ અનેક જિજ્ઞાસુઓના અંતરને અજવાળવા લાગ્યો. અનેક મુમુક્ષુઓને સ્પષ્ટ માર્ગદર્શન કરાવતો રહ્યો. અખંડ જ્ઞાનોપાસના અને વિપુલ સાહિત્યસર્જનને કારણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી લોકોમાં “લઘુ હરિભદ્ર' તરીકે પ્રસિદ્ધ બન્યા, જીવનના અંત સુધી એમનું એ લોકકલ્યાણનું અને સાહિત્યસર્જનનું કાર્ય ચાલતું જ રહ્યું. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાયપદે રહીને તેઓએ જિનશાસનને શોભાવ્યું. વિ. સં. ૧૭૪૩નું ચાતુર્માસ તેઓએ ડભોઈ (ગુજરાત) માં કર્યું અને ત્યાં તે અનશન કરીને સમાધિમૃત્યુને વર્યા. આજે પણ ડભોઈમાં શ્રીમદ્ યશોવિજયની સ્વર્ગવાસભૂમિ પર સૂપ (સમાધિમંદિર) વિદ્યમાન છે અને કહેવાય છે કે એમનો સ્વર્ગવાસ દિવસ આવે ત્યારે ઘણી વાર ત્યાં વાતાવરણમાંથી અદશ્ય રીતે ન્યાયનો ધ્વનિ પ્રગટ થતો સાંભળવામાં આવતો હતો. આ તો થયું શ્રીમદ્ યશોવિજયજીના જીવનનું વિહંગાવલોકન. હવે એમના વિપુલ સાહિત્ય વિશે પણ થોડું જાણી લઈએ. સાહિત્ય પરિચય શ્રીમદ્દ યશોવિજયજીએ સાહિત્યસર્જન ચાર ભાષામાં કર્યું છે : ૧. સંસ્કૃત, ૨. પ્રાકૃત, ૩. ગુજરાતી અને ૪. રાજસ્થાની. વિષયની દૃષ્ટિએ જોઈએ તો કાવ્ય, કથા, ચરિત્ર, આચાર, તત્ત્વજ્ઞાન, ન્યાયતક, દર્શનશાસ્ત્ર, યોગ, અધ્યાત્મ, વૈરાગ્ય વગેરે અનેક વિષયો ઉપર સફળતાપૂર્વક તેમની લેખિની ચાલી છે. એમણે જેમ વિદ્વાનોને પણ વિચાર કરતા કરી મૂકે એવા ગહન અને ગંભીર ગ્રંથો લખ્યા છે, તેમ સહુ કોઈ સરળતાથી સમજી શકે એવું લોકભોગ્ય સાહિત્ય પણ સર્યું છે. એમણે ગદ્યમાં પણ લખ્યું છે અને પદ્યમાં પણ લખ્યું છે. જેમ એમણે અનેક મૌલિક ગ્રંથો સર્યા છે, તેમ પ્રાચીન આચાયોના મહત્ત્વપૂર્ણ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથો ઉપર વિવેચનો અને ટીકાઓ પણ લખી છે. તેઓ જૈનશાસ્ત્રોના પારંગત તો હતા જ, પરંતુ અન્ય ધર્મો અને દર્શનોના પણ ઊંડા અભ્યાસી હોવાથી એમના સાહિત્યમાં એમની એ વ્યાપક વિદ્વત્તા અને સમન્વયાત્મક ઉદાર દૃષ્ટિના સુભગ દર્શન થાય છે. તેઓ પ્રખર તાર્કિક હોવાથી સ્વસંપ્રદાય કે પરસંપ્રદાયમાં જ્યાં જ્યાં પણ એમને તર્કહીનતા કે સિદ્ધાંતોનો For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy