________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૨૩ વિકાર હોતો નથી. પરંતુ આત્મા મોહના બંધનથી મુક્ત નથી હોતો! શું ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિ મોહરહિત હોય છે? જ્યારે અનુભવદશા તો મોહના પ્રભાવથી મુક્ત હોય છે. માટે અનુભવનો સમાવેશ સુષુપ્તિમાં ન થઈ શકે.
(૨) સ્વપ્નની સાથે “અનુભવ'ને સરખાવી શકાય? ચાહે સ્વપ્ન કેટલુંય મનમોહક, રળિયામણું અને ભવ્ય હોય... છતાં, સિવાય કલ્પના, તેમાં વાસ્તવિકતાનો અંશ પણ હોતો નથી. જ્યારે અનુભવદશામાં કલ્પનાનો અંશ સરખો હોતો નથી, માટે સ્વપ્નદશામાં ય અનુભવનો સમાવેશ ન થાય કે સ્વપ્નદશાને અનુભવદશા ન કહેવાય.
(૩) જાગ્રતદશા પણ કલ્પના-શિલ્પનું સર્જન છે. તેને અનુભવદશા ન કહી શકાય,
માટે, અનુભવદશા એ આ ત્રણેય દશાઓથી ભિન્ન ચોથી જ દશા છે.
આજે “સમૃપ્તિ અને આત્માનુભવ કહેનારો એક વર્ગ છે. એ કહે છે : “શન્ય થઈ જાઓ. મનમાંથી બધાં જ વિચારો બહાર ફેંકી દો, સારો કે નરસો કોઈ વિચાર જ નહીં. આમ જેટલો સમય તમે રહી શકો તેટલો સમય રહો. એમાં તમને આત્માનુભવ થશે! જેમ સુષુપ્તિ ગાઢ નિદ્રામાં કોઈ વિચાર હોતો નથી પરંતુ તે મોહશૂન્ય દશા નથી! અલ્પકાળ માટે મોહની સભાનતા પર રાખ નાખી દેવા માત્રથી મોહદશા દૂર થતી નથી. કલાક-બે કલાક શૂન્યતાના સમુદ્રમાં કૂદી પડવાથી અંતર-મનમાં ઘર કરીને રહેલી મોહદશા ધોવાઈ જતી નથી. શૂન્યમાંથી વાસ્તવિકતામાં આવતાં જ સ્ત્રી-ધન-ભોજનમિત્ર-પરિવાર તરફની મોહવૃત્તિઓ ઊછળી પડે છે! અનુભવદશામાં આવું ન બને, એ દશામાં તો દિવસે કે રાતે, જંગલમાં કે શહેરમાં. સર્વદા અને સર્વત્ર મોહરહિત અવસ્થા! કોઈ રાગના આલાપ-પ્રલાપ નહીં. કોઈ દ્વેષના ઉકાળા-ઉછાળા નહીં... ત્યાં હોય છે વાસ્તવિક આત્મદર્શનનો અપૂર્વ આનંદ અને એકસમાન આત્માનુભૂતિ.
શૂન્યતામાં આત્મસાક્ષાત્કારની વાતો કરનારા જ્યારે શૂન્યતાના સમુદ્રમાં ડૂબકી મારીને બહાર નીકળે છે, ત્યારે તેમનું મન આ સંસારનાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને ભોગવવા કેટલું આતુર હોય છે, એ જોવું હોય તો એ આજના ભગવાનોના આશ્રમમાં જઈને જુઓ! ભોગવિલાસની એ બેફામ દુનિયામાં “આત્માનુભૂતિ' કરવા જનારા આજના બુદ્ધિશાળીઓની બુદ્ધિને ધન્યવાદ આપવા કે ધિક્કાર?
For Private And Personal Use Only