________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
જ્ઞાનસાર ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः।
स्वयं तीर्णो भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ।।१।।५।। અર્થ : સમ્યગુ જ્ઞાનવાળા, ક્રિયામાં તત્પર, ઉપશમયુક્ત, ભાવિત અને જિતેન્દ્રિય (જીવ), સંસારરૂપી સમુદ્રથી પોતે તરેલા છે અને બીજાને તારવા સમર્થ છે.
વિવેચન : સ્વયં ભવસાગર તરવો અને બીજા જીવોને તારવા, આ છે માનવજીવનનો શ્રેષ્ઠતમ્ પુરુષાર્થ છે.
ગંગા-જમના જેવી ભૌતિક નદીઓને તરવા માટે પણ જ્ઞાન અને ક્રિયાની જરૂર હોય છે, તો ભવના ભીષણ, રૌદ્ર અને તોફાની સાગરને તરવા માટે જ્ઞાન, ક્રિયા વગેરેની શું આવશ્યકતા નથી? પરંતુ આ આવશ્યકતા ત્યારે જ સમજાય છે કે જ્યારે ભવસાગર ભીષણ, રૌદ્ર અને તોફાની દેખાય. જ્યાં સુધી ભવસાગર શાંત, સુખદાયી અને ખૂબસૂરત લાગે છે, ત્યાં સુધી જ્ઞાન, ક્રિયા વગેરેનું મૂલ્ય સમજાતું નથી, જીવનમાં તેની આવશ્યકતા લાગતી નથી.
ભવસાગરને તરવા અને બીજા જીવોને તારવા માટે અહીં પાંચ મહત્ત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે :
(૧) જ્ઞાની : જે ભવસાગર તરવો છે એ ભીષણ ભવસાગરના સ્વરૂપનું જ્ઞાન કર્યા વિના કેમ તરી શકાય! જેમના સહારે તરવું છે એ પરમ કૃપાનિધિ પરમાત્મા અને કરુણાવંત ગુરુદેવની સાચી ઓળખ વિના પણ કેમ ચાલે? જેમાં બેસીને ભવની પેલે પાર જવું છે, એ સંયમના જહાજની પૂર્ણ માહિતી પણ મેળવી લેવી જોઈએ. સમુદ્ર-સફરમાં આવતાં વિઘ્નો, તેમાં રાખવાની સાવધાની અને આવશ્યક સાધન-સામગ્રીનું પણ ઠીક ઠીક જ્ઞાન હોવું જોઈએ.
(૨) ક્રિયાપર: ભવસાગરને તરવા માટે પરમાત્મા જિનેશ્વરદેવે જે જે ક્રિયાઓ બતાવી છે, તે તે ક્રિયા કરવામાં તત્પરતા જોઈએ. તત્પરતા
એટલે જે કાળે, જે જગાએ, જે ભાવથી ક્રિયા કરવાની હોય, તે કરવામાં ઉત્સાહ અને ઉમંગ હોય, આળસ, વેઠ કે અવિધિ ન હોય. જ્ઞાનના, દર્શનના, ચારિત્રના અને તપના આચારોનું યથાવિધિપાલન કરવું જોઈએ. ભવસાગર તરવાની તમન્નાવાળા ભવ્યાત્મામાં આ સ્વાભાવિક રીતે જ હોય છે.
(૩) શનિ : શાંતિ, સમતા... ઉપશમની તો અત્યંત આવશ્યકતા છે. ભલે જ્ઞાન હોય અને ક્રિયા પણ હોય, જો ઉપશમ નથી તો ભવસાગર તરવામાં સરિયામ નિષ્ફળતા! ક્રોધ અને રોષ આવતાં જ જ્ઞાન-ક્રિયા પ્રાણહીન બની જાય છે. ભવસાગર પરથી પસાર થતું જહાજ ત્યાં જ થંભી જાય છે!
For Private And Personal Use Only