________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
૭૫ જો એ ક્રોધ..રોષ.. ઈર્ષ્યા વગેરે જલચર જંતુઓને ન ભગાવ્યા ને દીર્ધકાળ સુધી રહી ગયા તો જહાજમાં છિદ્ર પાડી દે છે. છિદ્ર વાટે પાણી જહાજમાં ભરાય છે. અને સમુદ્રના તળિયે જઈને જહાજ બેસે છે! માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ભવસાગર તરનાર શાંત જોઈએ, ક્ષમાશીલ જોઈએ.
(૪) ભાવિતાત્મા : જ્ઞાન, દર્શન અને ચારિત્રથી આત્મા ભાવિત બનવો જોઈએ. જેમ કસ્તૂરીથી ભાવિન બનેલા વસ્ત્રમાંથી નિરંતર કસ્તૂરીની સોડમાં ઊડતી રહે છે, તેમ જ્ઞાન-દર્શન–ચારિત્રની સુવાસથી સુવાસિત થયેલા આત્મામાંથી સદેવ જ્ઞાનની, દર્શનની અને ચારિત્રની સુવાસ નીકળતી રહે છે. ક્યારેય તેમાંથી મોહ-અજ્ઞાનની દુર્ગધ તો નીકળે જ નહિ.
(૫) બદ્રિય : ભવસાગર તરવા નીકળેલા જીવે પોતાની ઇન્દ્રિયો વશમાં રાખવી જોઈએ. બેકાબુ બનેલી ઇન્દ્રિયો જીવને જહાજમાંથી સમુદ્રમાં પટકી દે છે.
આ પાંચ વાતો જેણે સિદ્ધ કરી તે જીવ સંસાર-સાગર તરી ગયો સમજો. બીજા જીવોને તારવા માટેની યોગ્યતા પણ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ પાંચ વાતો સિદ્ધ થઈ હોય. આ પાંચ વાતો જેને વરી નથી તે જીવ બીજાને તારવાની ચેષ્ટા કરે તો ખુદ ડૂબે અને બીજાને પણ ડુબાડે.
क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् ।
गतिं विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ।। २ ।।६६ ।। અર્થ : ક્રિયારહિત એકલું જ્ઞાન, ખરેખર, અસમર્થ છે. ચાલવાની ક્રિયા સિવાય માર્ગનો જાણનાર પણ ઇચ્છિત નગરે પહોંચતો નથી.
વિવેચન : તમે જાણો છો કે દિલ્હીથી મુંબઈ કેટલા માઈલ (Mile) થાય છે. તમને ખ્યાલ છે કે કયા કયા રસ્તે દિલ્હીથી મુંબઈ જઈ શકાય છે...પગરસ્તો પણ તમે જાણો છો અને રેલમાર્ગ પણ તમે જાણો છો. એ પણ તમારાથી અજાણ્યું નથી કે ટિકિટના કેટલા પૈસા લાગે છે! અરે, આકાશમાર્ગની પણ પૂરી માહિતી તમે મેળવી લીધી છે!
પરંતુ તમે મુસાફરીની પૂરી તૈયારી કરવાનું કાર્ય ન કરો અને પગરસ્તે ચાલવા ન માંડો અથવા રેલવેની ટિકિટ લઈ ગાડીમાં બેસવાની ક્રિયા ન કરો તો દિલ્હીથી મુંબઈ પહોંચી શકો ખરા? દિલ્હીથી મુંબઈ પહોંચવા તમારે ગતિ કરવી જ પડે છે. માત્ર માર્ગનું જ્ઞાન મેળવી લેવાથી ઇચ્છિત નગરે પહોંચી શકાય નહીં. જ્ઞાન-અનુસાર ગતિ-ક્રિયા કરવી જ પડે.
For Private And Personal Use Only