________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનુસાર
૨૬૬ લોકનો માર્ગ જુદો, લોકોત્તર જિનમાર્ગ જુદો, લોકમાર્ગ મિથ્યા ધારણાઓ પર ચાલે છે. લોકોત્તર માર્ગ કેવળજ્ઞાની વીતરાગ ભગવંતનો બતાવેલો નિર્ભય માર્ગ છે... લોકોત્તર માર્ગ છોડી મારે લૌકિક માર્ગ પર ન જવું જોઈએ. મારે લોકો સાથે કોઈ સંબંધ નથી. લૌકિક માર્ગમાં રહેલાઓ સાથેના મારા તમામ સંબંધોનો મેં વિચ્છેદ કર્યો છે. તેમના સહવાસમાં આવવાનું નહીં, તેઓ કહે તેમ કરવાનું નહીં. તેમના આદર્શો, તેમની કલ્પનાઓ, તેમની ધારણાઓ જુદી, મારા આદર્શો જુદા, મારી કલ્પનાસૃષ્ટિ જુદી, મારી ધારણાઓ જુદી. હું જિનમાર્ગને અનુસરીશ, લોકમાર્ગને નહીં. પ્રત્યેક પ્રસંગમાં કે ઘટનામાં હું જિનેશ્વરને જ ખુશ કરવા પ્રયત્ન કરીશ, લોકને ખુશ કરવા નહીં. લોકને ખુશ કરવાનું મારે કોઈ પ્રયોજન પણ નથી ને!'
“સંસારના વિષમ પહાડને ઓળંગીને હું છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચી ગયો છું. હું લોકોત્તર માર્ગમાં રહેલો છું; મારાથી લોકસંજ્ઞામાં પ્રીતિ કેમ જ થાય? લોકસંજ્ઞામાં વળી એ સંસારના વિષમ પહાડ ઉપર ચઢવાનું થાય છે. અનેક માનસિક વિષમતાઓ એ લોકમાર્ગમાં ભૂતાવળની જેમ ઘેરી વળે છે. હું લોકોત્તર માર્ગના આદર્શોને અનુસરીશ. મારાં મન-વચન-કાયાને એ આદર્શોની પાછળ ખર્ચી નાખશ. લોકો તરફ જોવાનું મારે કોઈ જ પ્રયોજન નથી. લોકો વૈષયિક સુખોમાં રાચે છે, મારે તો પૂર્ણ નિષ્કામ બનવું છે. લોકો જડ સંપત્તિના વૈભવથી પોતાની મહત્તા આંકે છે, મારે તો અંતરંગ-જ્ઞાન-દર્શનચારિત્રની સંપત્તિથી આત્માની ઉન્નતિ કરવી છે. લોકો બહિદૃષ્ટિ છે, મારે જ્ઞાનદષ્ટિનો વિકાસ સાધવો છે. લોકો અજ્ઞાન તરફ દોટ મૂકી રહેલા છે, મારે કેવળજ્ઞાન તરફ આગળ વધવું છે. લોકોને અને મારે મેળ જ ક્યાં મળે? માટે હું તો મારું છછું ગુણસ્થાનક વધુ સ્થિર કરીશ.. હા, સાતમેઆઠમે... આગળ-આગળનાં ગુણસ્થાનકે જવા પ્રયત્ન કરીશ, પરંતુ પાછળ જવાની મારી ઈચ્છા નથી. લોકસંજ્ઞામાં હું મારું પતન નહીં થવા દઉં.”
यथा चिन्तामणि दत्ते बठरो बदरीफलैः ।
हहा जहाति सद्धर्म तथैव जनरजनैः ।।२।।१७८ ।। અર્થ : જેમ મૂર્ખ બોરના મૂલ્ય ચિંતામણિરત્ન આપે છે, તેમ જ મૂઢ, અરે! લોકરંજન કરવા દ્વારા સદ્ધર્મને ત્યજે છે.
વિવેચન : એક હતો મૂર્ખ ભરવાડ.
For Private And Personal Use Only