________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઉપશમશ્રેણિ
www.kobatirth.org
CE
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ઉપશમશ્રેણિ
‘અપ્રમત્તસંયત’ ગુણસ્થાનકમાં રહેલો આત્મા ઉપશમશ્રેણિનો પ્રારંભ કરે છે. શ્રેણિમાં ‘મોહનીયકર્મ'ની ઉત્તર પ્રકૃતિઓનો ક્રમશઃ ઉપશમ થાય છે, માટે આને ‘ઉપશમશ્રેણિ' કહેવામાં આવે છે.
૪૫૫
બીજો મત એવો છે કે અનન્તાનુબંધી કષાયની ઉપશમના અપ્રમત્ત સંયત જ નહિ, પરંતુ અવિરત, દેશ-વિરત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત પણ કરી શકે, પરંતુ દર્શનત્રિક (સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય) ની ઉપશમના તો સંયત જ કરી શકે, એ સર્વમાન્ય નિયમ છે,
અનન્તાનુબંધી કષાયની ઉપશમના :
* ૪-૫-૬-૭ ગુણસ્થાનકોમાંથી કોઈ એક ગુણસ્થાનકે રહેલો, * તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યામાંથી કોઈ એક લેશ્યાવાળો, * મન-વચન-કાયાના યોગોમાંથી કોઈ યોગમાં વર્તમાન,
* સાકારોપયોગવાળો,
* અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો,
* શ્રેણીના કરણ-કાળ પૂર્વે પણ અન્તર્મુહૂર્ત કાળ વિશુદ્ધ ચિત્તવાળો, * પરાવર્તમાન પ્રકૃતિઓ (શુભ) બાંધતો,
પ્રતિસમય શુભ પ્રકૃતિમાં અનુભાગની વૃદ્ધિ તથા અશુભ પ્રકૃતિમાં અનુભાગની હાનિ કરે છે. પૂર્વે કર્મોની જેટલી સ્થિતિ બાંધતો હતો હવે તે તે કર્મની, પૂર્વે કરેલા સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતભાગ ન્યૂન સ્થિતિ બાંધે છે.
આ રીતે અન્તર્મુહૂર્ત પૂર્ણ થયા પછી યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે. દરેક કરણનો સમય અન્તર્મુહૂર્ત હોય. પછી આત્મા ઉપશમકાળમાં પ્રવેશ કરે છે.
For Private And Personal Use Only
યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો આત્મા (પ્રતિસમય ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધિ હોવાથી) શુભ પ્રકૃતિઓના રસમાં અનન્તગુણ વૃદ્ધિ કરે છે. અશુભ પ્રકૃતિઓના રસમાં હાનિ કરે છે. પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાત ૮૯. ૨૧ નું કર્મવિષાક અષ્ટક, શ્લોક ૫.