________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૯૫ વાયુ ફૂંકાતા રહે છે અને મૂઢ જીવો એમાં ઊડડ્યા કરે છે. એમને નથી હોતી સ્થિરતા કે નથી હોતી શાંતિ.
મુનિ જ્ઞાનથી ભારે બને છે! સત્ત્વગુણનો ભાર વધે છે અને તમોરજોગુણનો ભાર હળવો-નહિવત્ થઈ જાય છે.
હા, હિમાદ્રિ જેવા જ્ઞાની પુરુષોનું તો રૂંવાડુંય ન ફરકે, ભલેને સો માઈલની ઝડપે કે દોઢસો માઈલની ઝડપે વાવાઝોડું ફૂંકાય! જ્ઞાની પુરુષો હિમાલય જેવા નિશ્ચલ અને નિષ્પકંપ રહેવાના. ઝાંઝરિયા મુનિને બદનામ કરવા પેલી નફ્ફટ સ્ત્રીએ મુનિના પગમાં ઝાંઝર પહેરાવી દીધું અને મુનિનો પીછો પકડ્યો... “દોડો, આણે ઇજ્જત લૂંટી છે...” છો એ મહામુનિ તો નિર્ભયતાથી ત્રંબાવટી નગરીના રાજમાર્ગો પર ચાલ્યા જતા હતા. કોઈ ભય નહીં! કોઈ વિકલ્પ નહીં! “હાય, હવે મારું શું થશે? મારી ઇજ્જત શું રહેશે? લોકો શું માનશે ને શું કરશે?-આવી કોઈ હાયવોય નહીં... કારણ કે તેઓ જ્ઞાની હતા; પહાડ જેવા અવિચલ હતા.
જ્ઞાની બનીએ તો જ ભય ઉપર વિજય મેળવી શકાય. ભય ઉપર વિજયી બનેલા પુરુષનો આનંદ.. તેની પ્રસન્નતા કોણ વર્ણવી શકે? એ અનુભવવાની હોય છે, કહેવાય એવી નથી. ભયભ્રાન્ત મનુષ્ય એ આનંદની કે એ પ્રસન્નતાની કલ્પના પણ ન કરી શકે.
જ્ઞાની બનવું એટલે કોરા જાણકાર બનવું એમ નહીં. માત્ર પાંચ-પચાસ કે સો-બસો શાસ્ત્રો વાંચી લેવા એમ નહીં. જ્ઞાની બનવું એટલે જગતમાં આપણી આસપાસ બનતી ઘટનાઓને જ્ઞાનદષ્ટિથી જોવી! એવી રીતે જોવી કે જે ઘટનાથી કોઈ અજ્ઞાની થરથર કંપતો હોય. જ્ઞાની ત્યાં નિશ્ચલ અને નિષ્પકંપ રહે. જે પ્રસંગને જોઈ અજ્ઞાની ધૂસકે ધ્રુસકે રડી પડે, જ્ઞાની ત્યાં સ્થિર, ગંભીર અને મધ્યસ્થ રહે. જે બનાવને જોઈ અજ્ઞાની છુપાઈ જવા, ભાગી જવા પ્રયત્ન કરે, જ્ઞાની ત્યાં સામી છાતીએ ઊભો રહે. જરાય ડર નહીં, ભય નહીં.
આવા જ્ઞાની બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો જ ભયના ઝંઝાવાતોથી તન-મનની તંદુરસ્તી જાળવી શકીશું; મોક્ષમાર્ગે આગળ વધી શકીશું. નિર્ભયતાનો માર્ગ જ્ઞાનીને જડે છે.
For Private And Personal Use Only