________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭ પ્રકારના તપ આત્યંતર તપ છે. આ છ પ્રકારમાં પણ “સ્વાધ્યાય” ને શ્રેષ્ઠ તપ બતાવતાં આગમમાં કહ્યું છે કે :
“સાયમો તવો નત્યિ' સ્વાધ્યાય સમાન બીજું કોઈ તપ નથી... આ શ્રેષ્ઠતા કર્મક્ષયની અપેક્ષાએ છે. સ્વાધ્યાયથી વિપુલ કર્મક્ષય થાય છે, જે બીજા તપોથી થતું નથી.
તો શું બાહ્ય તપનું મહત્ત્વ નથી? છે. આત્યંતર તપમાં જે પ્રગતિ લાવી આપે તે બાહ્ય તપ જોઈએ જ. ઉપવાસ કરવાથી સ્વાધ્યાયમાં પ્રગતિ થતી હોય તો ઉપવાસ કરવો જ જોઈએ. ઓછું ખાવાથી સ્વાધ્યાયાદિમાં સ્કૂર્તિ આવતી હોય તો ઓછું જ ખાવું જોઈએ. ઓછી વસ્તુઓ ખાવાથી, સ્વાદનો ત્યાગ કરવાથી, કાયાને કષ્ટ આપવાથી, એક જગાએ સ્થિર બેસવાથી આત્યંતર તપમાં વેગ આવતો હોય, સહાયતા પ્રાપ્ત થતી હોય તો તે બાહ્ય તપ કરવું જ જોઈએ. બાહ્ય તપ આવ્યંતર તપની સહાયતા માટે છે.
માનવ! તું જ એક આ આત્યંતર તપ કરીને કર્મોનો ક્ષય કરવા સમર્થ છે, શક્તિમાન છે. કર્મોનો ક્ષય કરી આત્માનું સ્વરૂપે પ્રગટ કરવા તું તત્પર બન. જ્યાં સુધી કર્મોનો ક્ષય કરી આત્મસ્વરૂપ નહીં પ્રગટાવે ત્યાં સુધી તારાં દુ:ખોનો અંત નહીં જ આવે. કર્મોનો અંત થાય તો જ દુઃખોનો અંત થાય.
आनुश्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता। प्रातिश्रोतसिकी वृत्तिर्ज्ञानिनां परमं तपः ।।२।।२४२ ।। અર્થ : અજ્ઞાનીની લોકપ્રવાહને અનુસરનારી વૃત્તિ સુખશીલપણું છે; જ્ઞાની પુરુષોની, સામે પ્રવાહે ચાલવારૂપ વૃત્તિ, ઉત્કૃષ્ટ તપ છે. વિવેચન : સંસારના ધસમસતા પ્રવાહો! પ્રવાહોનું ઘોડાપૂર!
આ ઘોડાપૂરમાં તણાઈ ગયેલાઓનો ઇતિહાસ કેવો કમકમાટી ઉપજાવે એવો છે! ચક્રવર્તીઓ, વાસુદેવો, રાજા-મહારાજાઓ અને શ્રીમંતો-ધીમંતો... એ ઘોડાપૂરમાં તણાઈ ગયા... એ ઘોડાપૂર નિરંતર વધે જાય છે. તે એક પ્રકારનું નથી, અનેક પ્રકારનું છે...
ખાવું, પીવું અને આનંદથી રહેવું! એ તો બધુંય ખવાય... આપણે સંસારી કહેવાઈએ. બધું ચાલે! મન શુદ્ધ રાખો, તપ કરવાથી શું
આવા અનેક લોકપ્રવાહો છે. આ પ્રવાહમાં તણાઈને તપની ઉપેક્ષા
For Private And Personal Use Only