________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૩૭૮ કરનારા અજ્ઞાની જીવો તપશ્ચર્યા નથી કરતા. સુખશીલપણું જીવને આવા પ્રવાહમાં તાણી જાય છે. જે પ્રવૃત્તિમાં કષ્ટ ન પડવાનું હોય, કોઈ હાડમારી ન ભોગવવાની હોય, તે પ્રવૃત્તિ જ તે કરવાનો.
પરંતુ જે વિચારક છે, વિદ્વાન છે, તેવો પુરુષ આ લોકપ્રવાહના સામે પૂરે જાય છે... તેણે સુખશીલતા ફગાવી દીધી હોય છે; કષ્ટ અને આપત્તિઓને હસતે મુખે સહન કરવાની એની તૈયારી હોય છે. તે ધર્મબુદ્ધિથી પ્રેરાઈને ઉત્કૃષ્ટ કોટિની તપશ્ચર્યા કરે છે. તે વિચારતો હોય છે કે “ચારિત્ર લઈને તીર્થકરો પણ ઘોર તપ કરે છે. તેઓ જાણતા હોય છે કે એમને કેવળજ્ઞાન થવાનું છે, છતાં તેઓ તપ કરે છે! તો પછી હે જીવ! તારે તો તપ કરવું જ જોઈએ.”
અહીં મૂળ શ્લોકમાં “વૃત્તિ:' શબ્દનો પ્રયોગ થયેલો છે; તેનો અર્થ “વિચાર” થાય; અર્થાતુ અજ્ઞાની જીવોની સંસારપ્રવાહને અનુસરનારી વૃત્તિ (વિચાર) સુખશીલતા છે, પરંતુ ટબ્બામાં ગ્રંથકારે સ્વયં જ “વૃત્તિ'નો અર્થ “પ્રવૃત્તિ' કર્યો છે, અને માસખમણ (મહિનાના ઉપવાસ) જેવી ઉગ્ર તપશ્ચર્યાની પ્રવૃત્તિ બતાવી છે. એટલે તપશ્ચર્યાને માત્ર વિચારરૂપ નહીં, પરંતુ આચારરૂપ બતાવીને બાહ્ય તપ ઉપર જ ભાર મૂક્યો છે.
વા તદુપકૅદવે બાહ્ય તપ તો અંતરંગ તપમાં સહાયક છે, એમ કહીને એવો ભાસ ઊભો કર્યો હતો કે કર્મક્ષય કરવા માટે અંતરંગ તપ જ કરવું જોઈએ. બાહ્ય તપ કરવું હોય તો જ કરવું! પરંતુ તરત જ બીજા શ્લોકમાં પોતાના કથનનું હાર્દ ખોલી નાખ્યું. લોકપ્રવાહમાં..લોકસંજ્ઞામાં તણાઈને તું તપની ઉપેક્ષા કરે છે તો તે તારી સુખશીલતા છે ને તું અજ્ઞાની છે.
અત્યંતર તપમાં સુદઢ થવા માટે બાહ્ય તપની જરૂર છે જ. એ માટે ગ્રંથકારે ટબ્બામાં તદૂભવમોક્ષગામી તીર્થકરોનું દૃષ્ટાંત આપીને કહ્યું છે કે તેઓ પણ બાહ્ય તપ આચરે છે. તો પછી આપણે? ક્યા ભવમાં મોક્ષ થશે તેનું કોઈ નામનિશાન દેખાતું નથી, તો તપ કર્યા વિના ચાલે?
કરો, જેટલું થઈ શકે એટલું બાહ્ય તપ કરો... શરીરનું મમત્વ તોડીને તપ કરો. ઘોર, વીર અને ઉગ્ર તપ કરીને આત્માની શક્તિનો આ સંસારને પરિચય કરાવો. લોકપ્રવાહનાં સામે પૂરે તમે ધસાતા જાઓ. ધીર અને વીર બનીને ધસાતા ચાલો. કર્મક્ષયનો આદર્શ રાખીને, તપની આરાધના કર્યે જ જાઓ. આરાધનામાં બાધક વિચારોને વળાંક આપવાની કળા પ્રાપ્ત કરજો.
For Private And Personal Use Only