________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ
૩૭૯ धनार्थिनां यथा नास्ति शीततापादि दुस्सहम् ।
तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि ।।३।२४३।। અર્થ : જે ધનના અર્થીને ટાઢ-તડકો વગેરે કષ્ટ દુસ્સહ નથી, તેમ સંસારથી વિરક્ત થયેલા તત્ત્વજ્ઞાનના અર્થીને પણ શીત-તાપાદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુસ્સહ નથી.)
વિવેચન : ધનસંપત્તિની તીવ્ર લાલસાવાળાને કડકડતી ઠંડીમાં કે ધોમધખતા તાપમાં ભટકતો જોયો છે? તમે એને પૂછો : “તું આવી કડકડતી ઠંડીમાં કેમ ભટકે છે? તું ચામડાં ચીરી નાખતી આ ઠંડી સહન કરી શકે છે? તું આગ વરસતી ગરમી પણ સહન કરી શકે છે?”
એ તમને કહેશે : ‘કષ્ટ સહન કર્યા વિના ધનસંપત્તિ ન મળે, ભાઈ! અમે ધનના ઢગલા જોઈએ છીએ ત્યારે એ બધું કષ્ટ ભુલાઈ જાય છે.'
ભોજનનાં ઠેકાણાં નહીં, કપડાંના ઠઠારા નહીં અને એશઆરામનું નામ નહીં! ધનની પાછળ ભાન ભૂલીને ભટકનારને કષ્ટ કષ્ટરૂપ લાગતું નથી, દુઃખ દુઃખરૂપ લાગતું નથી. તો પછી પરમતત્ત્વ વિના જેને બધું જ તુચ્છ ભાસી ગયું, એવા ભવવિરક્ત સંસારસુખોથી વિરક્ત મહાત્માને ટાઢતડકા કષ્ટરૂપ લાગે? પાદવિહાર અને કેશલુંચન કષ્ટરૂપ લાગે?
પરમ તત્ત્વને મેળવવા, ભવસુખોથી વિરક્ત બની.. રાજગૃહીના પહાડોમાં જઈ... ધખધખતી પથ્થરશિલા ઉપર ખુલ્લા શરીરે સૂઈ જનારા ધન્નાજી અને શાલિભદ્રને એ કષ્ટો કષ્ટરૂપ જ નહોતાં લાગ્યાં, અસહ્ય નહોતાં લાગ્યાં. એમને મન એ બધું સહજ-સ્વાભાવિક લાગતું હતું.
જે મનુષ્ય ભવથી વિરક્ત નથી, સંસારસુખોથી વિરક્ત નથી અને પરમ તત્ત્વ-આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની જેને તમન્ના નથી જાગી, એવા મનુષ્યને આ વાત ગળે નહીં જ ઊતરે. ભવનાં-સંસારનાં સુખોમાં જેને રાચવું છે, ભૌતિક સુખોનો જેને ત્યાગ નથી કરવો, અને પરમ તત્ત્વની વાતો સાંભળીને એ મેળવવા જે ચાહે છે, તેવો મનુષ્ય એવો માર્ગ શોધે છે કે કષ્ટ સહ્યા વિના એને પરમ તત્ત્વની પ્રાપ્તિ થઈ જાય!
ભવવિરક્તિ વિના પરમ તત્ત્વની પ્રાપ્તિ ન જ થાય. ભવવિરક્તિ વિના અને પરમ તત્ત્વની તીવ્ર લાલસા વિના ઉપસર્ગનપરિષહ સહન ન કરી શકાય... તમે ઇતિહાસ જુઓ. જે મહાત્માઓએ ઘોર ઉપસર્ગ પરિષહો સહન કર્યા હતા તેઓ ભવવિરક્ત હતા અને પરમ તત્ત્વના તલસાટવાળા
For Private And Personal Use Only