________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
જ્ઞાનસર
ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात् तपः ।
तदाभ्यन्तरमेवेष्टं बाह्यं तदुपबृहकम् ।।११।२४१ ।। અર્થ : કમને તપાવનાર હોવાથી તપ તે જ્ઞાન જ છે, એમ પંડિતો કહે છે. તે અંતરંગ જ તપ ઇષ્ટ છે, અને તેને વધારનાર બાહ્ય તપ (ઇષ્ટ છે.)
વિવેચન : “તપ” શબ્દથી કયો ભારતીય અપરિચિત હશે? તપ કરનાર તો પરિચિત હોય જ, તપ નહીં કરનાર પણ “તપ” થી પરિચિત હોય છે. પરંતુ સમાજમાં “તપ” શબ્દ અમુક જ પ્રકારના બાહ્ય તપ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો છે. તપ શા માટે કરવાનું છે? તપ કેવું કરવાનું છે? તપ ક્યારે કરવું જોઈએ? – આ બધું વિચારવાનું લગભગ બંધ થઈ ગયું છે.
સંસારમાં સુખી જીવો દેખાય છે અને દુઃખી જીવો દેખાય છે. સુખી થોડાં, દુઃખી ઘણા. સુખી સદા માટે સુખી નહીં, દુ:ખી સદા માટે દુઃખી નહીં. આવું બધું કેમ? શું આ આત્માનો સ્વભાવ છે? ના, આત્માનો સ્વભાવ તો અનંત સુખ છે, શાશ્વત્ સુખ છે. પરંતુ એના ઉપર “કર્મ' લાગેલાં છે, એટલે અત્યારે જે જીવનું બાહ્ય સ્વરૂપ દેખાય છે તે કર્મજન્ય સ્વરૂપ છે. આ નિર્ણય કેવળજ્ઞાની વીતરાગ એવા પરમાત્માએ કર્યો હતો અને દુનિયાને આ નિર્ણય સમજાવ્યો હતો.
પરમ સુખ-પરમ શાંતિ મેળવવા માટે આત્માને કર્મોનાં બંધનથી મુક્ત કરવો જ પડે. એ કર્મબંધન તોડવાનું અપૂર્વ સાધન તપ છે. કર્મોનો ક્ષય કરવા માટે તપશ્ચર્યા કરવાની છે. એટલે તપની વ્યાખ્યા આ રીતે વિદ્વાનોએ કરી છે. વર્ષનાં તાવનાત તા: - કર્મોને તપાવે તે તપ, તપાવે એટલે નાશ કરે, ક્ષય કરે.
એટલે તપસ્વીનું લક્ષ્ય કર્મક્ષય જ હોવું જોઈએ, એ તાત્પર્ય છે. પરંતુ તપ કોને કહેવું? તપના મુખ્ય બે પ્રકાર છે : (૧) બાહ્ય, અને (૨) આત્યંતર.
કર્મોનો ક્ષય કરનાર તપ આવ્યંતર-અંતરંગ જ છે. “પ્રશમરતિ' માં ભગવાન ઉમાસ્વાતિ કહે છે :
'प्रायश्चित्तध्याने वैयावृत्यविनयावथोत्सर्गः।
स्वाध्याय इति तपः षट् प्रकारमभ्यन्तरं भवति ।।' પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-આ છે
For Private And Personal Use Only