________________
Shri Mahavir Jain Aradhana Kendra
યોગ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोक्षेण योजनाद् योग: सर्वोऽप्याचार इष्यते ।
विशिष्य स्थानवर्णार्थालम्बनैकाग्यगोचरः । । १ । ।२०९ ।।
૩૨૭
અર્થ : મોક્ષની સાથે આત્માને જોડવાથી બધોય આચાર યોગ કહેવાય છે, વિશેષ કરીને સ્થાન (આસનાદિ), વર્ણ (અક્ષર), અર્થજ્ઞાન, આલંબન અને એકાગ્રતા વિષયક છે.
વિવેચન : ભોગ અને યોગ!
ભોગ ઉપરથી દષ્ટ ઊઠે તો યોગ ઉપર દૃષ્ટિ જામે. ભોગોની ભૂતાવળ જ્યાં સુધી જીવનાં મન-વચન-કાયા પર અધિકાર જમાવીને બેઠી હોય, ત્યાં સુધી યોગમાર્ગ દેખાય જ નહીં. વિષયસુખોનો ભોગી યોગમાર્ગને દુઃખથી ભરેલો જુએ છે.
પરંતુ વૈષયિક સુખો પ્રત્યે વિરાગી બનેલો શાસ્ત્રદૃષ્ટિવાળો સાધક એવો માર્ગ શોધે છે કે જે માર્ગ પર ચાલી તે પરમસુખ પ્રાપ્ત કરી શકે. માર્ગની કઠિનાઈ, ભય કે મુશ્કેલીઓ એને મન તુચ્છ હોય છે. એના આત્મામાં ઉલ્લસી રહેલો સત્ત્વભાવ વિઘ્નોને અવગણી નાખે છે અને એને પ્રગતિના પથ પર અગ્રેસર બનાવે છે.
સંસાર અને મોક્ષ, બંનેને જોડનારો માર્ગ છે યોગમાર્ગ. ‘મોક્ષેળ યોખનાર્ યોગ’ - આત્માનો જે મોક્ષ સાથે સંબંધ કરાવી આપે તે યોગ, જે માર્ગ પર ચાલીને આત્મા મોક્ષના દ્વારે પહોંચે તે યોગમાર્ગ કહેવાય.
‘યોગવિંશિકા' ગ્રંથમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરીજીએ કહ્યું છે :
'मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो ।'
‘મોક્ષની સાથે જોડનાર હોવાથી બધોય ધર્મવ્યાપાર યોગ છે.' મોક્ષના કારણભૂત જીવનો પુરુષાર્થ એ યોગ છે. પરંતુ અહીં વિશેષરૂપે પાંચ પ્રકારનો યોગ બતાવવામાં આવ્યો છે.
For Private And Personal Use Only
(૧) સ્થાન (૨) વર્ણ (૩) અર્થ (૪) આલંબન (૫) એકાગ્રતા.
(૧) સકલશાસ્ત્ર-પ્રસિદ્ધ કાર્યોત્સર્ગ-પર્યંકબંધ-પદ્માસન આદિ આસનો તે સ્થાન. (૨) ધર્મક્રિયાઓમાં બોલાતા શબ્દો તે વર્ણ. (૩) શબ્દાભિધેયનો વ્યવસાય તે અર્થ. (૪) બાહ્ય પ્રતિમાદિ-વિષયક ધ્યાન તે આલંબન. (૫) રૂપી દ્રવ્યના આલંબનથી રહિત નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ તે એકાગ્રતા. ૨૩. જુઓ પરિશિષ્ટ ‘સમાધિ’