________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
નિયાગ (યજ્ઞ).
भिन्नोद्देशेन विहितं कर्म कर्मक्षयाक्षमम् ।
क्लृप्तभिन्नाधिकारं च पुढेष्टयादिवदिष्यताम् ।।५।।२२१ ।। અર્થ : જુદા ઉદ્દેશથી શાસ્ત્રમાં કહેલું અનુષ્ઠાન કર્મનો ક્ષય કરવામાં અસમર્થ છે. કલ્પેલો છે જુદો અધિકાર જેની એવા પુત્રપ્રાપ્તિ માટે કરવામાં આવતા યજ્ઞ વગેરેની જેમ માનો.
વિવેચન : તમારો ઉદ્દેશ સ્પષ્ટ છે? તમારું ધ્યેય ચોક્કસ છે? તમારે શું મેળવવું છે? તમારે કેવા બનવું છે? તમારે ક્યાં જવું છે? તમારે જે મેળવવું છે, તે તમે જે પુરુષાર્થ કરી રહ્યા છો, એનાથી પ્રાપ્ત થશે? એનો નિર્ણય તમે કર્યો છે? તમારે જેવા બનવું છે, તેવા તમારી પ્રવૃત્તિથી તમે બની શકશો? એવો વિશ્વાસ છે? તમારે જ્યાં જવું છે, ત્યાં તમારી ગતિ તમને પહોંચાડશે?
તમારે સિદ્ધિ મેળવવી છે ને? પરમ આનંદ, પરમ સુખની ઉપલબ્ધિ માટે તમે તુચ્છ આનંદ અને ક્ષણિક સુખની મુક્તિ ચાહો છો? તમારે પરમગતિમાં જવું છે ને? તો ચાર ગતિના પરિભ્રમણથી તમે મુક્તિ ચાહો છો? તમારે સિદ્ધસ્વરૂપી બનવું છે ને? તો નિરંતર બદલાતી કર્મજન્ય અવસ્થાઓથી મુક્તિ મેળવવાનો પુરુષાર્થ કરો છો? તમારે શાશ્વત શાન્તિના ધામે જવું છે ને? તો અહીંનાં અશાન્તિ-સંતાપ ક્લેશથી ભરેલાં સ્થાનોને છોડવાની તત્પરતા છે ને? આ વાતો તમારે ખૂબ સ્વસ્થ ચિત્તે વિચારવી પડશે.
તમારું લક્ષ છે પાંચ ઇન્દ્રિયોના વિષયસુખો મેળવવાનું, અને તમે પુરુષાર્થ કરો છો ધર્મનો! તમારે પરિભ્રમણ કરવું છે ચાર ગતિમાં, અને તમે પ્રયત્ન કરો છો ધર્મનો! તમારે રાચવું છે કર્મજન્ય નિરંતર પરિવર્તનશીલ અવસ્થાઓમાં, ને તમે મહેનત કરો છો ધર્મની! લક્ષ જુદું ને પુરુષાર્થ જુદો! તો કાર્યસિદ્ધિ નહીં થાય.
કર્મક્ષયનો પુરુષાર્થ જુદો છે અને પુણ્યબંધનો પુરુષાર્થ જુદો છે. પુણ્ય બાંધવાના પુરુષાર્થથી કર્મક્ષય ન થાય! હા, શાસ્ત્રોમાં પુણ્યબંધના ઉપાયો જરૂર બતાવાયા હોય છે, પરંતુ તે ઉપાયોથી કર્મક્ષય કે સિદ્ધિ ન થાય, પુણ્યબંધ જરૂર થાય.
કોઈ કહે : હિંસક યજ્ઞમાં પણ વિવિદિષા (જ્ઞાન) હોય છે. તે બરાબર નથી. હિંસક યજ્ઞનો ઉદ્દેશ અભ્યદય છે, નિઃશ્રેયસુ નહીં. નિઃશ્રેયસ્ માટે હિસક યજ્ઞ ન કરાય. પુત્રપ્રાપ્તિ માટે કરાતા યજ્ઞમાં વિવિદિષા નથી હોતી. તેમ કેવળ સ્વર્ગાદિ સુખોની કામનાથી કરાતી દાનાદિ ક્રિયાઓ કર્મક્ષય કરી શકતી નથી. સાધ્યના ઉપયોગ વિના કરાતી ધર્મક્રિયાઓ સુખ માટે થતી નથી, તે તાત્પર્ય છે.
For Private And Personal Use Only