________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ
૩૮૧ આવે અને તેઓ આનંદ અનુભવે. ક્રમશઃ આનંદ વધતો જ જાય. વૈરાગ્યરતિ' ગ્રંથમાં કહ્યું છે કે :
'रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात्
अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाच्चकोराः ।। ‘યોગીપુરુષોને સમાધિમાં રતિ-પ્રીતિ હોવાથી અત્યંત તીવ્ર ક્રિયામાં પણ અરતિ-પ્રીતિ થતી નથી. ચકોર પક્ષીઓ સુધાને પીવાના ગુણથી અગ્નિના કણને ખાવામાં પણ શું વ્યાકુલતારહિત નથી હોતા?'
મીઠાશ વિના આનંદ નહીં અને આનંદ વિના કઠોર ધર્મ ઉપાસના દીર્ઘ કાળ ટકે નહીં. મીઠાશ અને આનંદ, કઠોર અને તીવ્ર ધર્મારાધનામાં પણ ગતિ કરાવે છે; પ્રગતિ કરાવે છે.
તપસ્વી જ્ઞાની હોવો જોઈએ, આ મહત્ત્વપૂર્ણ વાત અહીં કહેવામાં આવી છે. જો તપસ્વી જ્ઞાની ન હોય તો એને કઠોર ધર્મક્રિયામાં અપ્રીતિ થવાની, અરતિ થવાની. ભલે એ ધર્મક્રિયા કરતો હશે, પરંતુ એ મીઠાશ નહીં અનુભવી શકે.. આનંદ નહીં અનુભવી શકે. જ્ઞાન અને સાધ્ય-મોક્ષદશાના સુખની કલ્પના આપે છે. જે કલ્પના અને મીઠાશ આપે છે, એ મીઠાશ એને આનંદથી ભરી દે છે. એ આનંદ એની કઠોર તપશ્ચર્યાને જીવન આપે છે. જ્ઞાનયુક્ત તપસ્વીની આ જીવનદશાનું અહીં કેવું અપૂર્વ દર્શન કરાવી આપ્યું છે! આપણે આવા તપસ્વી બનવાનો આદર્શ રાખીએ, તે માટે સાધ્યની કલ્પના સ્પષ્ટ કરીએ... એટલી કલ્પના સ્પષ્ટ જોઈએ કે જેમાંથી મધુરતામીઠાશ ટપકે! એ માટે તપશ્ચર્યાનો સુંદર ઉપાય કરીએ. બસ, આનંદની વૃદ્ધિ થયા જ કરશે. એ વધતા આનંદમાં નિત્ય ક્રીડા કરતા રહીએ.
इत्थं च दुःखरूपत्वात् तपो व्यर्थमितीच्छताम् ।
बौद्धानां निहता बुद्धिवाद्धानन्दापरिक्षयात् ।।५।।२४५ ।। અર્થ : “આ પ્રમાણે દુઃખરૂપ હોવાથી તપ નિષ્ફળ છે” એમ ઈચ્છનારા બૌદ્ધોની બુદ્ધિ કુંઠિત થયેલી છે, કારણ કે બુદ્ધિજનિત અંતરંગ આનંદની ધારા ખંડિત થતી નથી, અર્થાત્ તપમાં પણ આત્મિક આનંદની ધારા અખંડિત હોય છે.)
વિવેચન : “કર્મક્ષય માટે, દુષ્ટ વાસનાઓના નિરોધ માટે તપ કરવું જોઈએ,’ આ સિદ્ધાન્ત ઉપર, ભારતીય ધર્મોમાંથી બૌદ્ધ ધર્મે આક્રમણ કરેલું છે. જો કે ચાર્વાકદર્શન તો આત્મા અને પરમાત્માને જ માનતું નથી એટલે
For Private And Personal Use Only