________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
જ્ઞાનસાર એ તપના સિદ્ધાન્તને ન માને તે સમજાય એવું છે. પરંતુ આત્માને અને નિર્વાણને માનનાર બૌદ્ધદર્શન તપને અવગણી નાખે, ત્યારે પ્રજામાં સંશય ઉત્પન્ન થાય અને તપમાં અશ્રદ્ધા થઈ જાય.
પ્રજાનું-જીવમાત્રનું હિત ચાહતા મહાત્માઓને આથી ખેદ થાય તે સ્વાભાવિક છે. બૌદ્ધોનો તપવિષયક અપલાપ કેવો છે! તેઓ કહે છે :
'दुःखात्मकं तपः केचिन्मन्यते तन्न युक्तिमत् ।
कर्मोदयस्वरूपत्वात् बलीवर्दादि दुःखवत् ।।' કેટલાક (જેનો વગેરે) બળદ વગેરે પશુના દુઃખની જેમ અશાતા વેદનયના ઉદયરૂપ હોવાથી તપને દુઃખરૂપ માને છે. આ યુક્તિયુક્ત નથી. બૌદ્ધો કહે છેઃ તપ શા માટે કરવું જોઈએ? પશુઓની જેમ દુઃખ સહવાથી શું? એ તો અશાતાવેદનીય કર્મના ઉદયરૂપ છે! હરિભદ્રસૂરિજી એમને કહે છે :
'विशिष्टज्ञान-संवेगशमसारमतस्तपः ।
क्षायोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकम् ।।' “વિશિષ્ટ જ્ઞાન-સંવેગ-ઉપશમગર્ભિત તપ ક્ષાયોપથમિક અને અવ્યાબાધ સુખરૂપ છે;' અર્થાત્ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી થયેલી પરિણતિરૂપ છે, અશાતાવેદનીયના ઉદયરૂપ નથી.
યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે તપશ્ચર્યામાં અંતરંગ આનંદની ધારા અખંડિત રહે છે, તેનો નાશ થતો નથી માટે તપશ્ચર્યા માત્ર કષ્ટરૂપ નથી. પશુના દુઃખની સાથે મનુષ્યના તપને શું સરખાવાય? પશુના હૃદયમાં શું અંતરંગ.આનંદની ધારા વહેતી હોય છે? પશુ શું સ્વેચ્છાએ કષ્ટ સહન કરે છે?
તપશ્ચર્યાની આરાધનામાં તો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાનું હોય છે. કોઈના બંધનથી, ભયથી કે પાતંત્ર્યથી નહીં. સ્વેચ્છાએ કષ્ટ સહન કરવામાં અંતરંગ આનંદ ઊછળતો જ હોય છે. આ અંતરંગ આનંદના પ્રવાહને નહીં જોઈ શકનાર બૌદ્ધોએ તપને માત્ર દુઃખરૂપ જોયું! તપશ્ચર્યા કરનારનું માત્ર બાહ્ય સ્વરૂપ જ જોયું. એનો કશ દેહ જોઈને એમને થયું “આહા.. આ બિચારો કેવો દુખી? નહીં ખાવાનું, નહીં પીવાનું. શરીર કેવું સુકાઈ ગયું છે!” તપશ્ચર્યાથી શરીર પર થતી અસરો જ જોઈને તપ પ્રત્યે ધૃણા કરવી તે શું આત્મવાદી માટે યોગ્ય છે?
For Private And Personal Use Only