________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ
૩૮૩ તપ કરનારા... ઘોર તપને પણ વીરતાપૂર્વક આરાધનારા મહાપુરુષોના આંતરિક આનંદને માપવા માટે એ મહાપુરુષોનો નિકટ પરિચય જોઈએ. ચંપા શ્રાવિકાના છ મહિનાના ઉપવાસે અકબર જેવા ભયંકર હિંસક બાદશાહને અહિંસક બનાવ્યો હતો. ક્યારે? અકબરે એ ચંપા શ્રાવિકાનો નિકટથી પરિચય કર્યો, ચંપાના આંતરિક આનંદને જોયો, તપશ્ચર્યાના કષ્ટને કષ્ટરૂપ નહીં પરંતુ આનંદરૂપ સમજવાની ચંપાની મહાનતા જોઈ, ત્યારે અકબર તપશ્ચર્યાના ચરણે ઝૂકી પડ્યો હતો. તપસ્વીએ આંતરિક આનંદનો કૂવોપાતાળકૂવો ખોદી નાખવો જોઈએ.
यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हतिः।
सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ।।६।।२४६ ।। અર્થ : જ્યાં બ્રહ્મચર્ય હોય, જિનની પૂજા હોય તથા કષાયોનો ક્ષય થાય અને અનુબંધસહિત જિનની આજ્ઞા પ્રવર્તે, તે તપ શુદ્ધ ઇચ્છાય છે.
વિવેચન : જુઓ, એમ જ વિચાર્યા વિના તપ કર્યું જવાથી નહીં ચાલે. એનું પરિણામ જુઓ. હા, એ પરિણામ આ જ જીવનમાં આવવું જોઈએ. માત્ર પરલોકનાં સુખોને કલ્પનામાં રાખીને તપ કરવાથી નહીં જ ચાલે. તમે જુઓ, જેમ જેમ તમે તપ કરતા જાઓ, તેમ તેમ આ ચાર પરિણામો આવતાં દેખાય છે?
૧. બ્રહ્મચર્યમાં વૃદ્ધિ થાય છે? ૨. જિનપૂજામાં પ્રગતિ થાય છે? ૩. કષાયો ઘટતા જાય છે? ૪. સાનુબંધ જિનાજ્ઞાનું પાલન થાય છે?
તપશ્ચર્યાની આરાધનાનો પ્રારંભ કરતાં આ ચાર આદર્શ આંખ સામે રાખવાના છે. તપશ્ચર્યા કરતા જઈએ, તેમ આ ચાર વાતોમાં પ્રગતિ થતી જાય છે કે કેમ, એ જોતા જવાનું. આ જ જીવનમાં આ ચાર વાતોમાં આપણી વિશિષ્ટ પ્રગતિ થવી જોઈએ. તપશ્ચર્યાનાં તેજ આ છે! તપશ્ચર્યાનો પ્રભાવ આ છે!
જ્ઞાનમૂલક તપશ્ચર્યા બ્રહ્મચર્યના પાલનમાં દઢતા લાવી આપે. અબ્રહ્મની... મૈથુનની વાસના મંદ પડી જાય, મૈથુનના વિચારો પણ ન આવે. મન-વચનકાયાથી બ્રહ્મચર્યનું પાલન થાય. તપસ્વીને બ્રહ્મચર્યનું પાલન સરળ બની
For Private And Personal Use Only