________________
Shri Mahavir Jain Aradhana Kendra
મૌન
* આત્મા
* આત્મામાં જ
* આત્મા વડે
* વિશુદ્ધ આત્માને જાણે.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણનાર આત્મા, જાણે આત્મામાં, જાણે આત્મા વડે, જાણે વિશુદ્ધ આત્માને ત્યારે જ્ઞાન, શ્રદ્ધા અને આચાર એકરસ બની જાય છે. આત્મા સહજ સ્વાભાવિક આનંદથી તરબોળ બની જાય છે. પરપુદ્ગલથી સાવ નિરાળા બની...તદ્દન નિરપેક્ષ બની આત્માએ જાણવાની ક્રિયા કરવાની છે અને તે આત્માને જ જાણવાનો છે! કેવા આત્માને? કર્મોના કાજળથી મુક્ત આત્માને જાણવાનો છે. એવો આત્મા દેખાય કે તેના પર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ; ગોત્ર; વેદનીય અને આયુષ્ય, આ આઠ કર્મોનો લેશ માત્ર પ્રભાવ ન હોય. સંપૂર્ણ સ્વતંત્ર ‘આત્મા'ને જાણવાનો છે. એમાં, એ જાણવાની ક્રિયામાં સહાયતાની જરૂર પડે તો આત્માની સહાયતા લેવાની... આત્મગુણોની સહાયતા લેવાની.
आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि ।
तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥
૧૩૩
હા, જાણવાની ક્રિયામાં બે વાતોનું લક્ષ રાખવું જોઈએ. જ્ઞપરિક્ષા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા આ બે રિજ્ઞાથી આત્માને જાણવાનો છે. શપરિક્ષા આત્માનું સ્વરૂપ બતાવે અને પ્રત્યાખ્યાનપરિક્ષા તેને અનુરૂપ પુરુષાર્થ કરાવે.
તે આત્માને બીજે ક્યાંય જઈને જાણવાનો નથી, આત્મામાં જ જાણવાનો છે. અનંત ગુણ અને પર્યાયવાળા આત્મામાં જ વિશુદ્ધ આત્માને જાણવાનો છે. પરંતુ જાણનાર... જાણવાની અભિલાષા રાખનાર આત્માએ મોહનો ત્યાગ કરવો જોઈએ; તો જ તે આત્મામાં આત્માને જાણી શકે.
For Private And Personal Use Only
કેટલી સ્પષ્ટ, સુંદર અને હૃદયગ્રાહી વાત કહી છે! મોહનો ત્યાગ કરો અને આત્મામાં આત્મા જુઓ! બસ, એ જ તમારું જ્ઞાન છે, એ જ શ્રદ્ધા છે અને એ જ ચારિત્ર છે. શ્રુતજ્ઞાન દ્વારા જ્યાં આત્માએ આત્માને જાણ્યો, ‘અભેદનય’ થી તે શ્રુતર્કવળી બન્યો, કારણ કે આત્મા સર્વજ્ઞાનમય છે!
* જુઓ પરિશિષ્ટ ૧૧.