________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા
૧૫૫ अन्नोन्नाणुययाणं इमं तं च त्ति विभयणमसक्कं ।
जह दुद्धपाणियाणं जावंत विसेसपज्जाया ।।४७ ।। દૂધ અને પાણીની જેમ પરસ્પર ઓતપ્રોત થઈ ગયેલા જીવ અને પુદ્ગલના વિશેષ પર્યાયોમાં “આ જીવ છે અને આ પુદ્ગલ છે”-એવો વિભાગ કરવો અશક્ય છે. તે બંનેના અવિભક્ત પર્યાય સમજવા જોઈએ, આ રીતે શ્રુતજ્ઞાનના આધારે જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન એ વિદ્યા છે.
अविद्यातिमिरध्वंसे दशा विद्याञ्जनस्पृशा।
पश्यन्ति परमात्मानं आत्मन्येव हि योगिनः ।।८।।११२ ।। અર્થ : યોગીઓ, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થતાં મમત્વબુદ્ધિરૂપ અંજનને સ્પર્શ કરનારી દૃષ્ટિ વડે આત્માને વિષે જ પરમાત્માને જુએ છે.
વિવેચનઃ અવિદ્યાનો અનાદિ અંધકાર દૂર થતાં યોગીની દૃષ્ટિમાં તત્ત્વજ્ઞાનનું અંજન દેખાય છે, એ અંજન-અંચિત દૃષ્ટિથી અંતરાત્મામાં તે જુએ છે. ત્યાં તે મહાયોગીને કોનું દર્શન થાય છે? સચ્ચિદાનન્દમય પરમાત્માનું તે મહાયોગી સચ્ચિદાનન્દની પૂર્ણ મસ્તીમાં ડોલી ઊઠે છે... જન્મજન્માન્તરના મહાન સંઘર્ષના અંતે પ્રાપ્ત થયેલી અપૂર્વ, અદૂભુત અને કલ્પનાતીત સફળતાથી તેનું હૃદય પૂર્ણાનન્દી બની જાય છે.
અવિદ્યાનો નાશ. આ તત્ત્વ દૃષ્ટિનું અંજન. આ અંતરાત્મામાં પરમાત્મ-દર્શન. પરમાત્મ-દર્શનની પાર્શ્વ-ભૂમિકામાં બે વાત રહેલી છે, જે બે વાતોને આ સંપૂર્ણ અષ્ટકમાં છણવામાં આવી છે. અવિદ્યાનો નાશ કરો અને તત્ત્વબુદ્ધિનું અંજન કરો!
ગુણસ્થાનકના માધ્યમથી આ ક્રમિક વિકાસને વિચારીએ. અવિદ્યાનો અંધકાર પહેલા ગુણસ્થાનકે હોય છે. એ અંધકારથી આવૃત જીવાત્માને બાહ્યાત્મા’ કહેવાય છે. ચોથા ગુણસ્થાનકે એ અંધકારનો વિલય થાય છે અને “તત્ત્વબુદ્ધિ' (વિદ્યા) નો સૂર્યોદય થાય છે. બારમા ગુણસ્થાનક સુધી તત્ત્વબુદ્ધિ વિકસતી જાય છે. આ તત્ત્વબુદ્ધિવાળા જીવાત્માને “અંતરાત્મા” કહેવામાં આવે છે. તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકે એ જ અંતરાત્મા’ પરમાત્મા બની જાય છે.
For Private And Personal Use Only