________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનતા
૧૩ પાસે પોતાને ગમતાં અનેક કાર્યો કરાવ્યાં... વર્ષો વીત્યાં.
કોઈ ઉપકારી મહાપુરુષે તે મનુષ્યને દુષ્ટ મનુષ્યોની સાચી ઓળખ કરાવી તેને દુષ્ટોના હાથમાંથી છોડાવી સજ્જન પુરુષોના હાથમાં સોંપ્યો. હવે તે પોતાની પૂર્વાવસ્થાનાં કાર્યોને જુએ છે... “આ કાર્યોનો કર્તા ખરેખર હું નથી... હું એટલો સજ્જન છું... આવાં બૂરાં કાર્યોને હું કરું? ખરેખર તો એ બૂરાં કાર્યો એ દુષ્ટ પુરુષોનાં જ છે. મને તેમણે નિમિત્ત બનાવી દીધો....' એ બૂરાં કાર્યોમાં તે ક્યારેય “મેં તે કર્યા છે!' એવું અભિમાન નહિ કરે.
એમ આપણો આત્મા અનંતકાળથી કર્મોના હાથમાં ફસાયેલો છે. કર્મોએ આપણા આત્મામાં ગજબ પરિવર્તન કરેલું છે...સ્વભાવ ભુલાવી વિભાવદશામાં રમતો કરી દીધો છે. અને આત્મા પાસે અનેક કાર્યો કરાવ્યાં છે. એટલું જ નહિ, “એ કાર્યો મેં કર્યા છેએવું અભિમાન પણ આત્મામાં ભરી દીધું છે“મેં ઘર બંધાવ્યું.... હું ધન કમાયો..મેં ગ્રંથની રચના કરી...'
પરંતુ આજે અનંત ઉપકારી તીર્થકર ભગવંતના મહાન અનુગ્રહથી એ દુષ્ટ કર્મોની ઓળખ થઈ. તેઓએ આપણા આત્માને ચતુર્વિધ સંઘના હાથમાં સોંપ્યો. ગુરુદેવોની કૃપાથી સ્વભાવદશા...જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્મસ્વરૂપની પ્રતીતિ થઈ, તેમાં આનંદની અનુભૂતિ થઈ. પરમાત્મા તીર્થંકરદેવે બતાવેલી જગવ્યવસ્થા સમજાઈ ગઈ. હવે તે વિભાવદશામાં કરેલાં કાર્યો પ્રત્યે કઈ દષ્ટિથી જોશે? વર્તમાનમાં પણ ઘણી વાર વિભાવદશામાં જ કાર્યો કરવાં પડે છે, તે કાર્યોમાં શું તે પોતાનું કર્તુત્વ માનશે? ના. તે વિચારશે -- “હું તો મારા શુદ્ધ ગુણ પર્યાયનો કર્તા છું...પરપ્રદૂગલનો.. પરચૈતન્યના ગુણપર્યાયનો હું કર્તા નથી. તેમાં તો માત્ર હું નિમિત્ત છું.જ્ઞાતા અને દ્રષ્ટા છું, સાક્ષી માત્ર છું. સર્વ દ્રવ્યો સ્વપરિણામના કર્તા છે...પરપરિણામનો હું કર્તા નથી.”
परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा।
क्वामी चामीकरोन्मादाः स्फारा दारादराः क्व च ।।४ ।।१२।। અર્થ : પરમાત્મસ્વરૂપમાં મગ્ન થયેલા પુરુષને પુદ્ગલસંબંધી વાર્તા નીરસ લાગે છે; તો પછી તેને ધનના ઉન્માદ અને દેદીપ્યમાન એવા સ્ત્રીના આલિંગનાદિરૂપ આદર પણ ક્યાંથી હોય?
વિવેચન : પરમ આત્મસ્વરૂપમાં લીન બની ગયેલા આત્માની સ્થિતિ આ પાર્થિવ જગતના પ્રાકૃત જીવો કરતાં સાવ જુદી હોય છે. આત્માના અનંત
For Private And Personal Use Only