________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન
વિવેચન : જે મનુષ્યની આંખોમાં જ એવું તેજ છે કે જે અંધકારનો | વિનાશ કરી શકે છે, તેને દીપકમાળા શા ઉપયોગની? એમ જે આત્માને ગ્રંથિનો...મોહની ગ્રંથિનો ભેદ થઈ ગયો અને આત્મસ્વરૂપનું ભાન થઈ ગયું તેને વળી અનેક શાસ્ત્રોનું જ્ઞાન શા ઉપયોગનું?
ધન રાગ-દ્વેષની પરિણતિમય ગ્રંથિના ભેદથી આત્મામાં સમ્યક્તનો પ્રકાશ પથરાય છે, પરંતુ આ ગ્રંથિભેદ માટે કેટલીક શરતો છે : (૧) સંસાર-પરિભ્રમણનો કાળ માત્ર અર્ધપુગલ પરાવર્ત બાકી હોય, (૨) આત્મા ભવ્ય હોય, (૩) આત્મા પર્યાપ્ત સંણી-પંચેન્દ્રિયપણાની સ્થિતિમાં હોય, ત્યારે તે ગ્રંથિભેદ કરી શકવા શક્તિમાન છે. ગ્રંથિભેદ થયા પછી સમ્યત્ત્વની ભૂમિકા ઉપર રહેલા આત્મામાં વિષય-પ્રતિભાસજ્ઞાન ટકી શકતું નથી. અર્થાત્ આલોક-પરલોકના ભૌતિક પદાર્થોમાં હવે તે જ્યારે જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે ત્યારે તાત્વિક દૃષ્ટિથી તે પદાર્થોને જુએ છે, પૂર્ણ જ્ઞાનીની દૃષ્ટિથી જુએ છે. એટલે કે “વાસ્તવમાં શું આત્મહિતકર છે અને શું અહિતકર છે તેનું તેને ભાન થાય છે. જ્યાં સુધી આલોક-પરલોકના વિષયોમાં આત્માને વાસ્તવિક હિતકારિતા-અહિતકારિતાનો પ્રતિભાસ ન થાય ત્યાં સુધી તેને ગ્રંથિભેદ નથી થયો, તે મિથ્યાત્વની ભૂમિકા પર છે તેમ સમજવું જોઈએ.
જગતનું કોઈ રૂપ, કોઈ રસ, કોઈ ગંધ, કોઈ સ્પર્શ કે કોઈ શબ્દ આપણી સામે આવે, અનુભવમાં આવે ત્યારે “આ મારા આત્માને હિતકારી છે કે અહિતકારી?' એવો વિવેક કરવાની કળા જો આપણને હસ્તગત થઈ ગઈ તો તો તત્ત્વપરિણતિ અને ભાવચારિત્રની પ્રાપ્તિ દૂર નથી. આત્મપરિણતિના વારંવાર અભ્યાસથી તત્ત્વપરિણતિવાળું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જો આત્મપરિણતિ જ્ઞાન (ગ્રંથિભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન) પ્રાપ્ત થઈ ગયું છે તો પછી વિવિધ પ્રકારનાં શાસ્ત્રોનાં બંધનનું શું પ્રયોજન છે? શાસ્ત્રોનું પરિશીલન ગ્રંથિભેદ કરવા માટે કરવાનું છે. ગ્રંથિભેદ થયા પછી જ્ઞાનપ્રકાશ આત્મામાંથી સહજપણે પ્રગટે છે.
मिथ्यात्वशैलपक्षच्छिद् ज्ञानदम्भोलिशोभितः।
निर्भयः शक्रवद् योगी नन्दत्यानन्दनन्दने ।।७।।३९ ।। અર્થ : મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર અને જ્ઞાનરૂપ વજ વડે શોભાયમાન શક્રની જેમ નિર્ભય યોગી આનંદરૂપ નંદનવનમાં ક્રીડા કરે છે, સુખ અનુભવે છે. - જૂઓ પરિશિષ્ટ ૪.
For Private And Personal Use Only