________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
જ્ઞાનસાર વિવેચન : એનું નામ જ્ઞાન છે કે જે આત્માને સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે ઉશ્કેરે... સ્વરૂપની પ્રાપ્તિ કરવાની વાસના જાગ્રત કરી દે. વાસના એને કહેવાય કે જે વિષયની વાસના જાગી. તેના જ વિચારો અને તેને પ્રાપ્ત કરવાનો સખત પુરુષાર્થ જીવ કરતો રહે. જેને સ્ત્રીની. તરુણ સ્ત્રીની વાસના જાગી... તેના ચિત્તમાં એ તરુણીના જ વિચારો રમવાના અને એનો પુરુષાર્થ એ તરુણીને મેળવવાનો જ રહેવાનો. એવી વાસના જાગ્રત કોણે કરી? તરુણીના દર્શને... તરુણીવિષયક જ્ઞાને.
આત્મસ્વરૂપનું જ્ઞાન થયા પછી, એ જ્ઞાન જીવને આત્મસ્વરૂપના વિચારોમાં જ રમાડે અને આત્મસ્વરૂપને મેળવવાનો જ પુરુષાર્થ કરવા પ્રેરે... એવું જ જ્ઞાન અમારે જોઈએ છે. એવું જ્ઞાન અમારે નથી જોઈતું કે એક બાજુ અનેક ગ્રંથોનું અધ્યયન થતું જાય અને બીજી બાજુ પરપુગલની આસક્તિ વધતી જાય... વિષયવૃદ્ધિ અને કષાયવૃદ્ધિ થતી જાય, રસ-ઋદ્ધિ અને શાતાની લોલુપતા વધતી જાય.
ભગવાન સુધર્માસ્વામીજીએ જંબૂકુમારને જ્ઞાન આપ્યું... એ જ્ઞાને જંબૂકુમારમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિની વાસના જગાવી દીધી! ખંધકસૂરિએ પાંચસો શિષ્યોને જ્ઞાન આપ્યું... એ જ્ઞાને પાંચસો શિષ્યોમાં આત્મસ્વરૂપ હાંસલ કરી લેવાની વાસના ઉત્તેજિત કરી દીધી.. કે જેની ખાતર પાંચસોએ ઘાણીમાં પિલાઈ જવાનું પસંદ કર્યું! વાસનાની પાછળ મનુષ્ય શું નથી કરતો? આત્મસ્વરૂપની વાસના જાગી ગયા પછી ઘાણીમાં પિલાઈ જવાનું દુષ્કર નથી, અગ્નિમાં સળગી જવાનું કઠિન નથી.. પર્વત પરથી ઝંપાપાત કરવાનું અઘરું નથી... શરીરના લોહીમાંસ સૂકવી નાખવાનું દુષ્કર નથી... શરીર પરથી ચામડી ચિરાવી નાખવાનું કઠિન નથી... વાસના જાગી જવી જોઈએ. એવી વાસનાને ઉત્તેજિત કરવા જ જ્ઞાનની જરૂર છે. એવું જ જ્ઞાન ઉપાદેય છે. એ સિવાયનું જ્ઞાન તો અંધાપો જ છે... અજ્ઞાન જ છે. મહાત્મા પતંજલિનું આ કથન છે, અને તે સર્વસંમત છે.
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा।
तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ।।४।।३६ ।। અર્થ : અનિશ્ચિત અર્થવાળા વાદ (પૂર્વપક્ષ) અને પ્રતિવાદ (ઉત્તરપક્ષ) કરનારા જીવો ગમન કરવામાં ઘાંચીના બળદની જેમ તત્ત્વના પારને પામતા નથી જ. વિવેચન : જે શાસ્ત્રજ્ઞાન દ્વારા અંતરના રાગદ્વેષ પર વિજય મેળવવાનો
For Private And Personal Use Only