________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
જ્ઞાનસાર 'शुद्धात्मद्रव्यमेवाहं' 'शुद्धज्ञानं गुणो मम'।
'नान्योऽहं न ममान्ये' चेत्यदो मोहास्त्रमुल्वणम् ।।२।।२६।। અર્થ : “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. કેવળજ્ઞાન મારો ગુણ છે. તેથી હું ભિન્ન નથી અને બીજા પદાર્થ મારા નથી.” આ પ્રમાણે વિચારવું તે મોહને હણનારું તીવ્ર શસ્ત્ર છે.
વિવેચન : “હું શ્રીમંત નથી, રૂપવાન નથી, હું પિતા નથી, હું મનુષ્ય નથી, હું માતા નથી, હું ગુરુ નથી.. હું શરીર નથી. હું સત્તાધીશ નથીહું વકીલ નથી. હું ડૉક્ટર નથી.. તો હું કોણ? હું શુદ્ધ આત્મદ્રવ્ય છું.'
ધન મારું નથી, રૂપ મારું નથી, માતા મારી નથી, સત્તા મારી નથી, પત્ની મારી નથી. સ્વજનો મારા નથી...શરીર મારું નથી. મારું શું? શુદ્ધ જ્ઞાન-કેવળજ્ઞાન મારું છે. હું એનાથી જુદો નથી..અભિન્ન છું.”
આ ભાવના મોહને ભેદી નાખનારું તીવ્ર શસ્ત્ર છે.. મેગાટન' બોમ્બ છે. એનો અર્થ એ છે કે શુદ્ધ આત્મદ્રવ્ય પરની પ્રીતિ, આત્મદ્રવ્યથી ભિન્ન પુદગલાસ્તિકાય પરની પ્રીતિને તોડી શકવા સમર્થ છે. આત્મતત્ત્વ સાથે પ્રીતિ બાંધો. જ્યાં પુગલતત્ત્વ છે ત્યાંથી પ્રીતિ તોડો. જેમ જેમ આત્મતત્ત્વ પર પ્રીતિ બંધાતી જશે તેમ તેમ પુદ્ગલપ્રીતિ તૂટતી જશે... પરંતુ એ ધ્યાન રાખવું જોઈશે કે આત્મતત્ત્વ પર પ્રીતિ બાંધવા જતાં પુગલ પર કે પુદ્ગલના ગુણ પર પ્રીતિ ન થઈ જાય! શુદ્ધ આત્મદ્રવ્ય પર પ્રીતિ કરવાની છે. એટલે સર્વ પ્રથમ તો આપણા પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે માટે હું શુદ્ધ આત્મદ્રવ્ય છું.' એને વારંવાર જાપ કરીને પરપર્યાયોમાં કરેલી “હું” પણાની બુદ્ધિને ભૂંસી નાખવાની છે, શરીર...શરીરનાં રૂપરંગ જોઈને રાચવાની વૃત્તિ નાબૂદ કરવાની છે.
મોહને પરાજિત કરવા પૂ. ઉપાધ્યાયજી મહારાજ આપણને શસ્ત્ર અને મંત્ર બંને આપે છે. આપણે તે બંનેને લઈ મોહ પર આક્રમણ કરવાનું છે, યુદ્ધ કરવાનું છે. હા, યુદ્ધ કરવાનું છે. યુદ્ધમાં તો શત્રુના પ્રહારો પણ સહેવા પડે. પણ તેથી કંઈ શત્રુની શરણાગતિ ન સ્વીકારી લેવાય.. એનો એક પ્રહાર ને આપણા વળતા દસ પ્રહારો! એક જ નિશ્ચય કરીને લડી લેવાનું છે-“અંતિમ વિજય અમારો છે.”
મનુષ્યજિંદગી યુદ્ધનું મેદાન છે. કે જે મેદાને અનેક નરવીરોને મોહ સામે વિજયી બનાવ્યા છે. મોહવિજયી મંત્ર ને શસ્ત્ર આપણી પાસે છે. હવે ડરવું શા માટે?
For Private And Personal Use Only