________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનસાર
૩૯૪ કરે છે અને વ્યવહારનય કોઈ એક નયના અભિપ્રાયનું અનુસરણ કરે છે.
સર્વ નિયોનો આશ્રય કરનાર જ્ઞાનીપુરુષ આમાંથી કોઈ એક જ નામાં અટવાઈ ન પડે, ભ્રાન્તિમાં ન ફસાય. ન તો એ નિશ્ચયનયની જ માન્યતાને વળગી રહે કે ન વ્યવહારનયની માન્યતાનો આગ્રહી બને. તે તે નયના તર્ક સાંભળે પણ એમાં અટવાઈ ન જાય.
માત્ર જ્ઞાનની પ્રધાનતા માનનાર જ્ઞાનનયની દલીલોમાં એ ફસાય નહીં અને માત્ર ક્રિયાની પ્રધાનતા સ્વીકારનાર ક્રિયાનની વાતોમાં આવી જઈને જ્ઞાનનય તરફ તિરસ્કાર ન કરે. બંને નયો તરફ એની દૃષ્ટિ મધ્યસ્થ રહે છે. એ, તે તે નયોની માન્યતા એમની અપેક્ષાએ જ મૂલવે છે.
નયના એકાન્ત આગ્રહથી પર થઈ ગયેલા... અલિપ્ત થઈ ગયેલા એ મહાજ્ઞાની આત્માની પરમ વિશુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થાય છે, એમના અંતિમ લક્ષ તરફ એકાગ્ર હોય છે. તેમને કોઈ પક્ષપાત નહીં, કોઈ આગ્રહ નહીં.
જાણે સાક્ષાત્ પરમાનન્દની મૂર્તિ! તેમનાં પાવન દર્શન કરો અને પરમ આનંદની અનુભૂતિ પામો. સર્વ નયનો આશ્રય કરનારા એ પરમાનન્દી આત્માઓ જયવંતા વર્તે છે!
જે પરમાનન્દી આત્માનો જય આપણે પોકારીએ છીએ એમનાં પદચિહ્નો પર ચાલવા માટે આપણે કૃતનિશ્ચયી બનવું જોઈએ. એકાંત આગ્રહના લોહબંધનોને તોડીને અનેકાન્તના સ્વતંત્ર પ્રદેશમાં વિહરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ.
પૂર્ણાનન્દી જ પરમાનન્દી છે! પૂર્ણાનન્દી બનવા માટેનાં આટલાં સોપાન ચઢીએ એટલે પરમાનન્દી બની જઈએ. આ જીવનનું લક્ષ પૂર્ણાનન્દી બનવાનું બનાવીને, દિશા ફેરવીને લક્ષ તરફ આગળ ધપવાનું ચાલુ રાખીએ. વિચારોમાં સર્વનયદૃષ્ટિ આવી જાય એટલે બસ! પરમાનન્દ આપણા આત્મપ્રદેશ ઉપર રેલાઈ જશે અને રોગ-શોકનાં આક્રંદ ધોવાઈ જશે.
જ્ઞાનસારનાં ૩૨ અષ્ટકોના આ અંતિમ શ્લોકોમાં એકાંતદષ્ટિનો ત્યાગ કરી અનેકાંતદષ્ટિ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ વાદવિવાદમાં પડ્યા વિના સંવાદી ધર્મવાદનો આશ્રય લેવાનું કહેવામાં આવ્યું છે. પરમાનન્દનો આ પરમ પથ છે. પૂર્ણાનન્દી બનવા માટેનો આ અદ્દભુત ઉપાય છે. આત્માને પરમ શાંતિ આપવાનો આ એક જ માર્ગ છે.
પરમાનન્દી જયવંત હો!
For Private And Personal Use Only