________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭
ઉપસંહાર
જ્ઞાનયુક્ત ક્યિા સોનાનો ઘડો છે. માનો કે ક્રિયા ભાંગી પડી તો પણ સુવર્ણ જેવું જ્ઞાન તો રહેવાનું જ! ક્રિયાનો ભાવ તો રહેવાનો જ; જ્ઞાનયુક્ત ક્રિયાથી જે કમનો ક્ષય કર્યો, ફરીથી એ કર્મ બંધાય નહીં. અંતઃકોડાકોડી સાગરોપમથી વધુ સ્થિતિવાળા કર્મ એ બાંધે નહીં.
આ સોનાના ઘડા જેવી જ્ઞાનયુક્ત ક્રિયાનું મહત્ત્વ બૌદ્ધદર્શન વગેરે પણ સ્વીકારે છે. જ્ઞાનહીન ક્રિયા કરવાનું વિધાન કોઈ જ દર્શનકાર ન કરે. જ્ઞાન વિનાની, ભાવ વિનાની ક્રિયાથી શું કરવાનું?
તે તે ક્રિયાને અનુરૂપ ભાવ હોવો જોઈએ. ભાવથી ક્રિયા પ્રાણવાન બને છે, મૂલ્યવાન બને છે. જ્ઞાન વિનાની ક્રિયા માટીના ઘડા જેવી છે. ઘડો ફૂટી ગયો કે પછી કંઈ કામ ન લાગે. માટે આપણી ધર્મક્રિયાઓને જ્ઞાનયુક્ત બનાવો, ભાવભરી બનાવો. “કર્મક્ષય” કરવાના લક્ષથી દરેક ધર્મક્રિયા કરો.
क्रियाशून्यं च यज्ज्ञानं ज्ञानशून्या च या क्रिया।
अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ।।७।। અર્થ : જે જ્ઞાન ક્રિયારહિત છે અને જ્ઞાનરહિત જે ક્રિયા છે, આ બંનેનું અંતર સૂર્ય અને આગિયા જેવું છે. વિવેચન : ક્રિયા વિનાનું જ્ઞાન સૂર્ય સમાન છે. જ્ઞાન વિનાની ક્રિયા આગિયા જેવી છે.
સૂર્યનો પ્રકાશ ક્યાં અને આગિયાનો પ્રકાશ ક્યાં? લાખો-કરોડો આગિયા થાય તો યે સૂર્યના પ્રકાશની તુલના ન કરી શકે. એમ જ્ઞાન વિનાની ગમે તેટલી ક્રિયાઓ કરવામાં આવે, છતાં સૂર્ય જેવા તેજસ્વી જ્ઞાનની તોલે ન આવી શકે.
ભલે ક્રિયા વિનાનું જ્ઞાન છે, અર્થાતું જ્ઞાન મુજબ ક્રિયાઓ એના જીવનમાં નથી, છતાં ય એનો પ્રકાશ તો એનો જ પ્રકાશ રહેવાનો. અરે, સૂર્ય વાદળોથી ઘેરાયેલો હોય છતાં ય એના પ્રકાશમાં દુનિયાનો વ્યવહાર ચાલે છે... જ્યારે આગિયાના પ્રકાશમાં તમે ક્યારે ય કોઈ કામ કરી શક્યા છો?
હા, ક્રિયારહિત જ્ઞાનનો અર્થ એમ ન કરશો કે ક્રિયાનિરપેક્ષ જ્ઞાન ક્રિયાઓ તરફ અણગમો કે તિરસ્કાર નહીં, પરંતુ ક્રિયાઓની ઉપાદેયતાનો સ્વીકાર કરનારું જ્ઞાન! જ્ઞાનયુક્તક્રિયા કરતાં કરતાં ક્રિયા છૂટી ગઈ હોય અને ક્રિયાનો ભાવ ટકેલો હોય, તેવું જ્ઞાન.
For Private And Personal Use Only