________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મગ્નતા,
प्रत्याहृत्येन्द्रियव्यूह समाधाय मनो निजम् ।
दधन्चिन्मात्रविश्रान्तिर्मग्न इत्यभिधीयते ।।१।।९।। અર્થ : ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને પોતાના મનને આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને, ચૈતન્યસ્વરૂપ આત્મામાં વિશ્રાન્તિ લેનાર આત્મા મગ્ન' કહેવાય છે.
વિવેચન : પૂર્ણતાના મેરુશિખર પર પહોંચવા માટે જ્ઞાનાનંદની તળેટીમાં જરા થોભો, આંખો બંધ કરો. તમારા ચૈતન્યને નિહાળો. બાહ્ય પદાર્થોમાં રમણ કરતી પ્રત્યેક ઇન્દ્રિયને પાછી ખેંચી લો... દરેક ઇન્દ્રિયની શક્તિને ચૈતન્યના દર્શનમાં લગાડી દો. પર-ભાવમાં પરિભ્રમણ કરતા મનને પાછું વાળો અને સ્વભાવમાં રમવાની આજ્ઞા કરો.
વિનાત્ર માં વિશ્રાન્તિ જ્ઞાનાનન્દમાં વિશ્રાન્તિ! કેવું અપૂર્વ વિશ્રામગૃહ..! અનંતકાળના ભવ-પરિભ્રમણમાં આવું વિશ્રામસ્થાન જોવા નથી મળ્યું. અનંતકાળની યાત્રામાં તો એવાં વિશ્રાન્તિગૃહ મળ્યાં કે જ્યાં નામ વિશ્રાન્તિગૃહનું હતું, પરંતુ મળતી હતી કેવળ અશાન્તિ! માત્ર ક્લેશ... થાક અને સંતાપ.
અત્યાર સુધી જીવે પરભાવને જગતના પૌગલિક વિષયોને વિશ્રાન્તિગૃહ માની લઈ તેમાં વારંવાર આશ્રય લીધો.. બાહ્ય રૂપ-રંગથી આખા જગતને આકર્ષતા આ વિશ્રાન્તિગૃહો, જીવો પર અજબ કામણ કરી રહ્યાં છે. એ વિશ્રાન્તિગૃહમાં જે જે જીવ આનંદથી પ્રવેશ કરે છે. તે કરુણ રુદન કરતો બહાર નીકળતો દેખાય છે. ત્યાં એનું સર્વસ્વ લૂંટી લેવામાં આવે છે અને પછી ધક્કો દઈ કાઢી મૂકવામાં આવે છે.
જ્ઞાનાનંદનું વિશ્રાન્તિગૃહ અપૂર્વ છે. અલબત્ત, તેમાં પ્રવેશ મેળવવા માટે મહાન પુરુષાર્થ કરવો પડે છે... તે માટે પૌગલિક વિષયોનાં વિશ્રાન્તિગૃહોનો ક્ષણભંગુર આનંદ ભૂલી જવો પડે છે. પરંતુ પ્રવેશ કર્યા પછી તો ત્યાં માત્ર આનંદ છે! શાન્તિ છે! સ્વસ્થતા છે. તેમાંથી બહાર નીકળવાનું મન નહિ માને...કદાચ નીકળવું પડે. પણ “કેમ જલદી પુનઃ એમાં ચાલ્યો જાઉં...' એવી લગન લાગી જાય છે. જ્ઞાનાનંદમાં જ તેને આરામ લાગે છે. પુદ્ગલાનંદમાં તો કેવળ વેઠ... મજૂરી લાગે છે! એને મગ્ન કહેવાય!
यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ।।२।।१०।। અર્થ : જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા પરમાત્મામાં જેની તલ્લીનતા છે તેને બીજા વિષયમાં પ્રવૃત્ત કરવી ઝેર જેવી લાગે છે.
For Private And Personal Use Only