________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
જ્ઞાનસાર
मज्जत्यज्ञ: किलाज्ञाने विष्टायामिव शूकर।
જ્ઞાની નિમન્નતિ જ્ઞાને મરાત્તિ માનસે ગુજારૂરૂ II અર્થ : જેમ ડક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે.
વિવેચન : મનુષ્ય વારંવાર ક્યાં જાય છે? પુનઃ પુનઃ તેને શું યાદ આવે છે? કોની સાથે તે બહુ સમય વ્યતીત કરે છે? કયા શબ્દો તે ભારપૂર્વક-રસપૂર્ણ બોલે છે? શું સાંભળવું તેને ઘણું પ્રિય છે? એટલા અવલોકન પરથી મનુષ્યનું આંતરિક આકર્ષણ પારખી શકાય છે, તેની આંતરરુચિ સમજી શકાય છે.
જ્યાં કેવળ ભૌતિક વિષયક સુખ-દુઃખની વાતો થતી હોય, પુદગલાનંદી જીવોનો જ સહવાસ પ્રિય હોય, જડ પદાર્થોની જ કથાઓ રસપૂર્વક કરતો હોય... ઇન્દ્રિયોને તૃપ્ત કરનારી જ વાતો સાંભળવી વહાલી હોયતો પારખી શકાય કે “આ મનુષ્યનું આકર્ષણ ભૌતિક પદાર્થો તરફ છે, તેની રુચિ વિષયસુખોમાં છે.. કે જે વાસ્તવમાં અજ્ઞાનતા છે; મોહાશ્વેતા છે. મળ-મૂત્રથી ભરેલી ગટરોમાં રાચતા ભૂંડ જેવી અવદશા છે.”
જે જ્ઞાની છે, વાસ્તવદર્શી છે... તે તો જ્યાં આત્મકલ્યાણની વાતો થતી હશે ત્યાં જ જવાનો. આત્મજ્ઞાની પુરુષોનો જ સતત સમાગમ કરવાનો. તેના ચિત્તમાં આત્મસ્વરૂપની અને આત્મસ્વરૂપને પામવાનાં સાધનોની જ રમણતા રહેવાની... તેના મુખમાંથી આત્મા-મહાત્મા ને પરમાત્માની જ શુભ કથાઓ વરસતી રહેવાની અને એવી જ કથાઓ સાંભળવામાં તે રસલીન બની જવાનો. માનસરોવરમાં ક્રીડા કરતા રાજહંસ જેવી એની ઉન્નત અવસ્થા દેખાવાની.
સાધક આત્માએ પોતાની જાતનું આ રીતે સુક્ષ્મ અવલોકન કરવું જોઈએ. હું જ્ઞાની છું કે અજ્ઞાની?' તેનો સ્વતઃ આત્મસાક્ષીએ નિર્ણય કરવો જોઈએ. પોતાની જાત તેમાં અજ્ઞાનતાથી ભરેલી લાગે તો જ્ઞાનદશાને વિકસાવવાનો પુરુષાર્થ વધારવો જોઈએ. જ્યાં સુધી કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી.
निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः।
तदेवज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ।।२ ।।३४ ।। અર્થ : એક પણ મોક્ષ-સાધક-પદ વારંવાર વિચારાય છે તે જ જ્ઞાન શ્રેષ્ઠ છે. ઘણા જ્ઞાન માટે આગ્રહ નથી. અર્થાત્ ઘણું ભણવાનો આગ્રહ નથી.
For Private And Personal Use Only