________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૪c૪ એને વળી પરપદાર્થની આશા હોય? વિકારી અને પીડાકારી પર૫દાર્થોને એ ઇચ્છે ખરા?
જ્ઞાનના સારભૂત ચારિત્રમાં નિર્વિકાર સ્થિતિ છે, નિરાબાધ અવસ્થા છે. એટલે એ મહાત્માને કર્મબંધ ન થાય. કર્મોનું બંધન વિકારોથી છે. પરપદાર્થોની સ્પૃહામાંથી જન્મેલા વિકારો કર્મબંધ કરાવે છે.
ચારિત્રવંત આત્માને કર્મબંધ ન થાય; એ જ મોક્ષ છે! પૂર્વ કર્મોનો ઉદય હોય પરંતુ નવાં કર્મોનો બંધ ન હોય. કર્મોના ઉદય વખતે જ્ઞાનસાર હોવાથી નવાં કર્મ ન બાંધવા દે. નવાં કર્મ ન બંધાય એ જ મોક્ષ.
પરપદાર્થોની સ્પૃહામાંથી જન્મતા વિકારો અને એ વિકારોમાંથી જન્મતી પીડાઓ જે મહાત્માને ન સ્પર્શે તે મહાત્માને અહીં જ મોક્ષસુખનો અનુભવ થાય છે; અર્થાત્ પરાશાઓથી નિવૃત્ત થવું, એ મોક્ષ માટે અનિવાર્ય શરત બને છે. આત્મા સિવાય બધું જ પર છે.
अन्योऽहं स्वजनात् परिजनात् विभवात् शरीरकाच्चेति ।
यस्य नियता मतिरियं न बाधते तस्य शोककलिः ।। આ અન્યત્વ ભાવને દઢ કરનારો મહાત્મા નિર્વિકાર, નિરાબાધ ચારિત્રનું પાલન કરતો મોક્ષ મેળવે છે.
चित्तमार्दीकृतं ज्ञानसारसारस्वतोर्मिभिः ।
नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् ।।३।। અર્થ જ્ઞાનસારરૂપ સરસ્વતીના તરંગો વડે કોમળ બનેલું મન આકરા મોહરૂપ અગ્નિના દાહના શોષની પીડા પામતું નથી. વિવેચન : જ્ઞાનસારની પવિત્ર સરયૂ સરસ્વતી!
સરસ્વતીના પવિત્ર જલમાં નિપ્રાણ હાડકાં અને રાખ બોળવાથી સદ્ગતિ નથી થતી, સ્વર્ગ નથી મળી જતું... એ સરસ્વતીના નિર્મળ પ્રવાહમાં આપણું મન બોળવાનું છે! “જ્ઞાનસારની સરસ્વતીમાં વારંવાર મનને ઝબોળો અને કોમળ બનવા દો, એને સરસ્વતીના તરંગો ઝીલી-ઝીલીને ભીનું થઈ જવા દો!
પછી ભલેને પેલો મોહ-દાવાનળ સળગતો.. ભલેને મનને એની ઝાળો લાગે! મનને કોઈ પીડા નહીં થાય, મનને કોઈ દર્દ નહીં થાય. અરે, પાણીથી
For Private And Personal Use Only