________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
૪૦૩ स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपत्रवान् ।
मुनिमहोदयं ज्ञानसारं समधिगच्छति ।।१।। અર્થ : અષ્ટકોથી સ્પષ્ટ નિશ્ચિત કરેલા તત્ત્વને પામેલા મુનિ મહાન અભ્યદય કરનાર જ્ઞાનના સારભૂત ચારિત્રને પ્રાપ્ત છે.
વિવેચન : આ ૩૨ તત્ત્વોને પામેલા મહામુનિ એવું વિશુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરે છે કે જેથી તેમનો મહાન અભ્યદય થાય. જ્ઞાનનો સાર ચારિત્ર!
જ્ઞાન ને વિરતિઃ- આ ભગવાન ઉમાસ્વાતિનું વચન છે. યશોવિજયજી મહારાજ કહે છે : - “જ્ઞાની સારી વારિત્ર” જ્ઞાનનો સાર ચારિત્ર છે. આગળ વધીને તેઓ જ્ઞાનનો સાર મુક્તિ બતાવે છે! અર્થાત્ જ્ઞાનનો સાર ચારિત્ર અને ચારિત્રનો સાર મુક્તિ!
सामाइअमाइअं सुअनाणं जाव बिंदु साराओ।
तस्स वि सारो चरणं सारो चरणस्स निव्वाणं ।। સામાયિકથી માંડી ચૌદમા પર્વ “બિંદુસાર’ સુધી શ્રુતજ્ઞાન છે. તેનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.”
૩૨ અષ્ટકોને પામવાં એટલે માત્ર એ વાંચી જવાં, એમ નહીં, પરંતુ એ ૩૨ વિષયોને આત્મસાત્ કરવા. મન-વચન-કાયાને એ ૩૨ વિષયોથી રંગી દેવાં, જ્ઞાનના સાર ચારિત્રને અપનાવવું, ચારિત્રમય બની જવું.
નિર્વાણના લક્ષને લઈને જો આ ૩૨ વિષયોનું ચિંતન-મનન થાય તો આત્માની અપૂર્વ ઉન્નતિ સાધી શકાય. કર્મોનાં બંધનોથી આત્મા મુક્ત થતો જાય. આત્મસુખનો અનુભવ કરનારો બનતો જાય. આ લક્ષથી યશોવિજયજી મહારાજે આ ૩૨ વિષયોની સંકલન કરીને તત્ત્વનિર્ણય કર્યો છે.
निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् ।
विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ।।२।। અર્થ : વિકારરહિત પીડારહિત જ્ઞાનસારને પ્રાપ્ત કરનારા પરની આશાથી નિવૃત્ત થયેલા આત્માઓનો આ જ ભવમાં મોક્ષ છે.
વિવેચન : જ્ઞાનસાર! કોઈ વિકાર નહીં, કોઈ પીડા નહીં! આવો જ્ઞાનસાર જેને મળી ગયો
For Private And Personal Use Only