________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
શ્મનસાર
પ્રીતિ અને ભક્તિનાં પાત્રો ભિન્ન હોય છે. પત્ની અને માતા! જેમ યુવાનને પત્ની અતિ પ્રિય હોય છે, તેમ હિતકારી માતા પણ અત્યંત પ્રિય હોય છે. બંનેનું પાલન-પોષણનું કાર્ય સમાન હોય છે, પરંતુ પુરુષ પત્નીનું કાર્ય પ્રીતિથી કરે છે, માતાનું કાર્ય ભક્તિથી કરે છે.
ત્રીજું અનુષ્ઠાન છે વચનાનુષ્ઠાન. બધાં જ ધર્માનુષ્ઠાનો શાસ્ત્રોને અનુસરીને ઔચિત્યપૂર્વક કરે. ચારિત્રવંત મુનિ વચનાનુષ્ઠાન અવશ્ય આરાધે. એ શાસ્ત્રની આજ્ઞાને ક્યારેય ઉલ્લંધે નહીં. સાથે સાથે ઔચિત્યનું પાલન પણ ન ચૂકે. શાસ્ત્રાજ્ઞાનું પાલન જો ઔચિત્ય વિના કરવામાં આવે તો તે બીજા જીવોને શાસ્ત્રો તરફ ઘૃણાવાળા બનાવે છે.
ચોથું અનુષ્ઠાન છે અસંગાનુષ્ઠાન. જે ધર્માનુષ્ઠાનનો ખૂબ અભ્યાસ થઈ ગયો હોય તે ધર્માનુષ્ઠાન સહજ ભાવે થતું હોય છે, ચંદનમાંથી જેમ સુવાસ સ્વાભાવિક રૂપે મળે છે!
વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં એક અંતર છે. કુંભાર દંડથી ચક્ર ઘુમાવે છે; પછી દંડ વિના પણ ચક્ર ફરતું રહે છે! તેમ વચનાનુષ્ઠાન શાસ્ત્રની આજ્ઞાથી થાય છે. પછી શાસ્ત્રના સંસ્કારમાત્રથી, શાસ્ત્રોની અપેક્ષા વિના, સહજભાવે પ્રવૃત્તિ કરે તે અસંગાનુષ્ઠાન.
ગૃહસ્થવર્ગમાં પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનનું પ્રાધાન્ય હોવું જોઈએ. ભલે ગૃહસ્થ શાસ્ત્રોની આજ્ઞાઓ ન જાણતો હોય, પરંતુ એ એટલું જરૂર જાણે કે ‘આ ધર્મમાર્ગ તીર્થંકર ભગવંતોએ બતાવેલો છે, તેનાથી જ સર્વ પ્રકારનાં સુખો મળશે, કર્મોનો ક્ષય થશે અને આત્માનું નિર્વાણ થશે. પાપક્રિયાઓ કરીકરીને તો અનંત સંસાર ભટક્યા, ચાર ગતિનાં ઘોર દુ:ખો સહન કર્યાં. હવે મારે એ પાપક્રિયાઓ નથી કરવી. હવે તો આ હિતકારી ક્રિયાઓ કરીને જીવન સફળ બનાવું.’
પ્રીતિ-ભક્તિથી આરાધેલું ધર્માનુષ્ઠાન એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે કે એક નોકર રાજા કુમારપાલ બની શકે છે! પાંચ કોડીના પુષ્પથી એણે જે જિનપૂજાનું અનુષ્ઠાન આરાધ્યું તે પ્રીતિ-અનુષ્ઠાન હતું. એ અનુષ્કાને એનો અભ્યુદય સાધી આપ્યો.
अभ्युदयफलेचा निःश्रेयससाधने तथा चरमे !'
षोडशके
પહેલાં બે અનુષ્ઠાન અભ્યુદયસાધક છે. છેલ્લાં બે અનુષ્ઠાન નિ:શ્રેયસનાં
સાધક છે.
For Private And Personal Use Only
-