________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
જ્ઞાનસાર बाह्यद्रष्टिप्रचारेषु मुद्रितेषु महात्मनः ।
अन्तरेवावभासन्ते स्फुटाः सर्वाः समृद्धयः ।।१।।१५३ ।। અર્થ : બાહ્યદૃષ્ટિની પ્રવૃત્તિ બંધ પડે છે, ત્યારે મહાત્માને અંતરમાં જ પ્રગટ થયેલી સર્વ સમૃદ્ધિ ભાસે છે. વિવેચન : અપાર.. અનંત સમૃદ્ધિ!
તમારે બહાર શોધવાની શી જરૂર છે? બહાર ફાંફાં મારવાની શી આવશ્યકતા છે? જુઓ, એક કામ કરો : તમારી બાહ્યર્દષ્ટિ બંધ કરો. કરી? એતદ્રષ્ટિ ખોલીને અંતરાત્મામાં જુઓ. ખૂબ એકાગ્ર બનીને જુઓ. શું અંધકાર છે? કંઈ દેખાતું નથી? ધીરજ રાખો. તમે અંતષ્ટિ બંધ ન કરશો. એના પ્રકાશને વધુ તેજસ્વી બનાવીને જુઓ... બાહ્યદૃષ્ટિના બહારના પ્રકાશમાંથી અંજાઈને આવ્યા છો ને, એટલે થોડી વાર બધું અંધકારમય લાગશે. પછી ધીરે ધીરે ત્યાં રહેલો મહાન કિંમતી ભંડાર દેખાવા માંડશે! દેખાયું? નહીં?
તો તમારી સર્વ ઇન્દ્રિયોની શક્તિને કેન્દ્રિત કરી એ સર્વ શક્તિને અંતરાત્મામાં તે સમૃદ્ધિના ભંડારને જોવાના કામમાં લગાડી દો! હા, વિશ્વાસ રાખો, ત્યાં દુનિયાનો શ્રેષ્ઠ ભંડાર છુપાયેલો પડ્યો છે. તમે બિલકુલ એ ભંડારની પાસે જ ઊભા છો... વૈર્ય રાખીને એ ભંડારને જોઈ લો. એ ભંડારમાં શું છે? અરે, એ જાણવા આટલા ઉતાવળા શાને થાઓ છો? તમે પોતે જ એ ભંડારમાં પડેલી સમૃદ્ધિને જોજો ને! છતાં ય કહું છું કે એ ભંડારની સમૃદ્ધિથી દેવદેવેન્દ્રોનાં સામ્રાજ્ય ખરીદી લેવાય! દેવલોકની અને મૃત્યુલોકની સર્વ સુખસાહ્યબી વેચાતી લઈ લેવાય! એ સમૃદ્ધિની એક ખાસ વિશેષતા બતાવું? એ મળ્યા પછી તમારી પાસેથી ખૂટે જ નહીં! .
હજુ ન દેખાઈ એ સમૃદ્ધિ? બાહ્ય દૃષ્ટિને બિલકુલ બંધ કરી છે ને? એના પર “સીલ' મારી દો! હા, એ જરા પણ ખુલ્લી રહી, તો ભંડાર નજરે નહીં પડે! બાહ્ય દષ્ટિના પાપે તો જીવો અનેક વાર આ ભંડારની ખૂબ નિકટ આવીને પણ નિરાશ બનીને પાછા જાય છે. માટે એ દષ્ટિને તો ફોડી જ નાખજો.
હા, હવે એ ભંડાર દેખાયો? ઝાંખો ઝાંખો દેખાયો? કંઈ વાંધો નહીં. હવે તમારા હાથ લંબાવો ને એ તરફ આગળ વધો... પ્રકાશ વધતો જશે....વધ્યો
For Private And Personal Use Only