________________ 48 હિસાડ, હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તરફ ફરતાં ફરતાં તેઓ સાડાત્રણ વર્ષની મુસાફરી પછી પેકીનની ઉત્તરમાંના એક મોટા રાજાના દરબારમાં આવી પહોંચ્યા. રાજાએ ઘણું સન્માનથી એ સઘળાને પિતાની નેકરીમાં રાખ્યા. તરૂણ મા થોડાજ દિવસમાં ચાઈનીઝ ભાષામાં પ્રવીણ થયા. એક વખત રાજાએ કંઈ કામ નિમિત્તે માકેલને છ મહિનાને પ્રવાસે મોકલ્યો. ત્યાંથી પાછા ફરતાં તેણે આણેલી ખબર એટલી તે ચપળતાથી વર્ણવી કે રાજા તેના ઉપર અતિશય ખુશ થઈ ગયો. આ પ્રમાણે ત્રણે જણ સત્તર વર્ષ ચીનમાં રહ્યા તે દરમિઆન માકીએ અનેક દેશ જોયા અને તેમની બને તેટલી માહિતી મેળવી. વખત જતાં આ મંડળીને સ્વદેશ પાછા ફરવાનો વિચાર થયે પણ તે વખતે રાજાએ તેમને તેમ કરવા દીધું નહીં. અનુકૂળ સંજોગ આવતાં તેઓ ચીનમાંથી નીકળી શક્યા. ચીનના રાજાને એક સંબંધી ઈરાનમાં રાજ્ય કરતા હતા, તેની પહેલી સ્ત્રી મરણ પામતાં તેને માટે બીજી સ્ત્રી ચીનના રાજાએ પસંદ કરી હતી. આ સ્ત્રીને જળમાર્ગે ઈરેન રવાના કરવાની હોવાથી રાજાએ આ ત્રણે જણાને તેના સંરક્ષણને માટે તેની સાથે મોકલ્યા. આ સફરને માટે અઢીસો અઢીસે ખલાસીવાળાં ચૌદ મેટાં વહાણે તૈયાર કરવામાં આવ્યાં હતાં. ચીનના રાજાએ પિલેને મહા કટે પિતાની પાસેથી જવાની રજા આપી, અને જતી વખતે તેને પુષ્કળ હીરા માણેક બક્ષિસ આપ્યાં. ત્રણ મહિને એઓ જાવાના ટાપુમાં આવ્યા, અને ત્યાંથી અરઢ મહિને ઈરાન પહોંચ્યા ત્યારે જે રાજાને માટે વધ આવી હતી તે મરણ પામ્યો હતો અને તેને છેક ગાદી ઉપર આવ્યો હતે. આમ થવાથી આ છોકરેજ તે સ્ત્રીને પરણ્યો. ઈરાનથી નીકળેલા ત્રણે બાપ, દીકરે, તથા કાકા સને 1295 માં વેનિસ આવી પહોંચ્યા. મુસાફરીના શ્રમથી તેઓના ચહેરામાં ઘણે ફેરફાર થયો હતો. તેઓને પહેરવેશ ઘણી જુની ઢબને હેવાથી તેમજ–તેઓની ભાષા પણ ઘણી બગડી ગયેલી હોવાથી તેઓને કંઈ ઓળખી શકયું નહીં ત્યારે તેઓએ એક મોટી મીજબાનીમાં પુષ્કળ લેકેને પિતાને ઘેર બેલાવ્યા, અને નાના પ્રકારનાં રત્ન