________________ પ્રકરણ 2 જુ.] યુરોપિઅનની શરૂઆતની ધામધુમ. 47 ટીપલ સર કર્યું તે અગાઉ પૂર્વ વેપાર પિતાના હાથમાં લેવા માટે પાશ્ચાત્ય રાજ્યમાં મેટી દોડાદોડ થઇ રહી હતી. ઉપર વર્ણવેલા ધર્મયુદ્ધમાં તુર્કસ્તાનની પૂર્વ તરફનાં એશિઆમાંનાં રાજ્ય તરફથી પિતાને મદદ મળશે એવી ખ્રિસ્તી રાજ્યને આશા હતી. થયલાં આઠ ધર્મયુદ્ધમાંથી સાતમું ઈ. સ. 1248 થી 1254 સુધી ચાલ્યું તે દરમિઆન કાન્સના રાજા સેન્ટ લુઈએ સને 1253 માં રૂબુકી (Rubruquis) નામના એલચીને કાળા સમુદ્રથી ચીનની હદ સુધીના તાર્તાર લેકેના સઘળા ખાને પાસે મોકલ્યા હતા. એ રૂબુકી તે બાજુની ઘણું ઉપયોગી હકીક્ત લાવ્યો, પણ તેથી તે ભવિષ્યના રાજકીય ફેરફારનું કંઈ સ્પષ્ટીકરણ કરી શો નહી, તેઓની સત્તા ઘણુ બળવાન હતી એટલુંજ માત્ર તે જાણી શ. એવી જ રીતે સ્પેનને એલચી તાતંર બાદશાહ તૈમુરની દરબારમાં સને 1402 માં ગયો હતો, પણ તેનું પ્રાબલ્ય જોઈ સ્વદેશીઓ મધ્ય એશિયામાં કઈ પણ રીતે દાખલ થઈ શકશે નહીં એમ તેને લાગ્યું. આગળ કહ્યા પ્રમાણે ઈટાલીઅન સંસ્થાને તથા હંસ સમાજ મારફતે હિંદુસ્તાનના વેપારની વૃદ્ધિ થતી હતી ત્યારે માર્કો પોલે નામને વેનિસને એક સુપ્રસિદ્ધ અને શ્રીમાન વેપારી એશિયા ખંડમાં ઘણું ખરું પગે ચાલી ફરતે હતા, અને ઈ. સ. 1271 થી 1295 સુધીનાં પચીસ વર્ષ ચીનમાં રહ્યો હતો ત્યાંથી સમુદ્ર માર્ગ ઈરાનના અખાતમાં આવી તે યુરોપ આવ્યો ત્યારે લગભગ આખા મધ્ય એશિઆની ઘણી જ બારીક અને ઉત્તમ પ્રકારની ખબરો યુરોપિઅનોને મળી. માકપોલને જન્મ સને 1254 માં થયો હતે. તેના બાપકાકાનો વેપાર કૅન્સ્ટન્ટનોપલ સાથે ચાલતો હેવાથી પંદર વર્ષ લગી તેઓ પૂર્વ તરફના દેશમાં ફર્યા હતા. સ્વદેશ પાછા ફરતાં તેઓએ નાના પ્રકારની ચમત્કારિક વાતે નાના માર્કોપોલેને કહી એટલે તે દેશે જાતે જોવા જવાની એની ઉત્કંઠા પ્રદિપ્ત થઈ. બે વર્ષ રહી તેના બાપકાકાઓ ફરીથી પ્રવાસે નીકળ્યા ત્યારે આ છોકરો પણ તેઓની સાથે ગયે. વેનિસથી વહાણુમાં બેસી તેઓ એશિયાને કિનારે એકર આગળ ઉતર્યા. અહીંથી કંઈક ઈશાન ખુણે તરફ તથા ઉત્તર