Book Title: Ras Rasal
Author(s): Bhanuben
Publisher: Jain Sahitya Prakashak Samiti
Catalog link: https://jainqq.org/explore/005453/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ >(A - Z). [ શ્રી શ્રેણિક શસ અૉ શ્રી અભયઠ્ઠમાર રાસ] - sj તેને f ( 1 ) For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ 2101 2210 જૈન કવિ ત્રાભદાસ કૃત [ શ્રી શ્રેણિક રાસ અને શ્રી અભયકુમાર રાસ] સંશોધક અને સંપાદક શ્રીમતી ડો. ભાનુબેન શાહ (સત્ર) : પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ C/o. જયંતિલાલ વીરજી શાહ ૪૦૨, ૪થે માળે, ઑરબીટ હાઈટસ્, એનેક્સ-૧, તારદેવ રોડ,નાનાચોક, ગ્રાંટરોડ(પ.), મુંબઈ - ૪૦૦ ૦૦૭. સંપર્ક : ૦૨૨ - ૨૩૮૭૫૦૭૬ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ' 942999999999%99%9999999999છે ) ) RAAS RASAAL Shri Shrenik Raas & Abhaykumar Raas (Edited Version of Raas Poem Text of Kavi Rushabhdas) ) ) ) ) Dr. Bhanuben Jayantilal Shah (Satra) ) ) ) પ્રકાશક : પ્રાપ્તિ સ્થાન ) ) ) ) ) ) જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ C/o. જયંતિલાલ વીરજી શાહ ગ્રાંટરોડ(પ.), મુંબઈ - ૪૦૦ ૦૦૭. સંપર્કઃ ૯૮૯૨૪૨૨૫૩૫ ) ) ) ) ) ) ) : પ્રથમ આવૃત્તિ : ૧૫ ઓગસ્ટ, ૨૦૧૧. પ્રત : ૫૦૦ જ કિંમત ૩૦૦ / ) ) ) ) ) મુદ્રક ) ) ) Apsara Copy Center 22, Hamam Street, Raja bahadur Comp., Opp. B.S.E Post Off., Mumbai - 400 001. Tel.: 022 - 22666468/ 22657445 | Kwality Xerox 77/B Vertex Shopping Center, M.V. Road, Andheri (E) Mumbai - 400 069. Tel.: 022-26834990 ) ) For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ (0 0 0 0 0 0 0 0 0 0 0 Ë0 0 0 0 0 0 0 0 ) ) ) ) અર્જીણામ્ .. સમર્પણ ન્યૂ એક છે ) ) ) ) ) ) ) ) ) ) મારી ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) શ્રદ્ધાના કેન્દ્રબિંદુ, સત્યમાર્ગના રાહબર, વિદ્યાપ્રેમી અજરામર સંપ્રદાયના શાસનોદ્ધારક યુગપ્રધાન આચાર્ય ભગવંત ૫.પૂ. અજરામરજી સ્વામી તથા એમની પાવન પટ્ટ પરમ્પરાના પ્રભાવક, અમારી આસ્થાના આધાર સ્તંભ હર સમયના પ્રેરણાદાતા, સત્રા પરિવારના સપૂત ગુલાબ-વીર સમુદાયના લાડીલા સંત પૂજ્ય ગીતાર્થ ગુરુદેવ નવલચંદ્રજી સ્વામીજીની પુનીત સ્મૃતિમાં સશ્રદ્ધા - સભક્તિ સમર્પિત વિનયાવનત - ભાનુ શાહ, ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) છે )'3 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ (2008 (6) (0) ( () ) 0 () (Éએ છે ((ક્» Ë) (2 () (Ëબ્છે છે () (Ë) () પ્રેરણદાયી 9 ) બું છે કે છેલ્ડ9 0 0 é) 0 0 0 0 0 0 0 ફ્છે છેછું ) ક્0 0 0 લીંબડી અજરામર સંપ્રદાયના સાદેવી ૨cળે - પ.પૂ. ઝરણાભાઈ મહાસતીજી છે ) છે બ્છે એ હજી «Ë) K) () હજી છે, For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ (73) 672)61) 673683621)62)61)6367)63767663)&2)6606)66663)))) - પ. પૂ. ગુરુના આશીર્વચન AUM Subject : To Proclaim the eminence of efforts taken by Dr. Bhanuben J. Satra Last year when the book “SAMMATAM” was published as the essay for achieving the Ph.D. degree, it was apparently a great pleasure for me since it was a part of my fortune also to have helped for such auspicious work. This time it is the pleasure to appreciate the efforts taken by Dr. Bhanuben Satra since she has been continuously studying poet Rushabhdas's compositions. Today it's an example for us that she has finished her other two 'RAAS' with the heroic taste of a royal family during Mahaveer's existence and she is consequently publishing this book. lagain proclaim her eminent efforts and the love for Jain literature. God bless her for such further efforts. May your love long last in form of such efforts. 26th July, 2011 AUM Matunga (W) Muni Adarsh (Shree Limbdi Ajaramar Sampraday) પ. પૂ. ગુરુણીના આશીર્વાદ Best of Luck – Keep it up. જો તમે ઈચ્છતા હો કે મૃત્યુ પછી તમારું વિસ્મરણ ન થાય તો બેમાંથી એક કાર્ય જરૂર છે . કરજો કાં તો વાંચવાલાયક કશું લખી કાઢો અથવા તો લખવા લાયક કશું કરો.” જૈન સાહિત્યમાં ભાવિના ભગવાન સ્વરૂપ જેનું સ્થાન છે તેવા મહારાજા શ્રેણિક તથા જે બુદ્ધિનિધાન એવા મહામંત્રી અભયકુમારનું રોચક જીવન-કવનનું વાંચવા લાયક આલેખન આ ગ્રંથમાં થયું છે. સાહિત્યરસિકો! આ ગ્રંથ વાંચ્યા બાદ મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી પ્રેરણા છું મેળવી સતુનો પુરુષાર્થ કરજો. ગંગોત્રીથી ગંગાસાગરની યાત્રા તો શબ(મડદું) પણ કરી શકે છે પણ ભુજાઓનું બળ તો હું ગંગાસાગરથી ગંગોત્રીની યાત્રા કરાવી શકે છે. ભાનુબેન તમારી લેખનકળા અગાધ સમુદ્રના શું તળિત રહેલા રત્નને બહાર કાઢવા અવિરત ચાલુ રહે... ભવાંતરમાં સમ્યગુજ્ઞાનના માધ્યમથી છે હું કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવીને રહે એજ અંતરભીના આશીર્વાદ!!! વલસાડ. ૩૦-૦૭-૨૦૧૧ સંપ્રદાયના વડેરા પૂ. સૂર્ય-વિજય ગુરુણીના સુશિષ્યા સાધ્વી ઝરણાકુમારીજી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ())))))))))))))))))))))))) અભિનંદન મધ્યકાલીન જૈન સાહિત્યમાં જૈન ધર્મના ગદ્ય-પદ્યમાં રચાયેલી સાહિત્ય સૃષ્ટિ હસ્તપ્રતોમાં સુરક્ષિત રહી છે. હસ્તપ્રતો એ જૈન સાહિત્યના શ્રુતવારસાનું પ્રતીક છે. શ્રુત જ્ઞાનની વિવિધતા અને સમૃદ્ધિનું તેમાં દર્શન થાય છે. જૈન સાહિત્યમાં સંશોધન ક્ષેત્રે ઘણી થોડી સંખ્યામાં પ્રવૃત્તિ ચાલે છે. કેટલાક શ્રુતજ્ઞાન ભક્તો આ અંગે પ્રવૃત્તિ કરીને પ્રાચીન સાહિત્યના પ્રકાશન-સંપાદનનું અનુમોદનીય સુકૃત કરે છે. ડૉ. ભાનુબેન શાહે શ્રુત જ્ઞાનના અભ્યાસની સાથે પ્રાચીન સાહિત્યના સંશોધનમાં મૂલ્યવાન કામગીરી કરી છે. જૈન વિશ્વભારતી યુનિ. લાડન્(રાજ.)માંથી M.A. ની પદવી પ્રાપ્ત કર્યા પછી ભાનુબેને ‘‘કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'' હસ્તપ્રતનું સંશોધન કરીને મુંબઈ યુનિ.માંથી ઈ.સ. ૨૦૦૯ના જુલાઈમાં Ph.D.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારપછી ‘સમ્મત્તમ્’ એ શીર્ષકથી મહાનિબંધનું ‘‘અજરામર સંપ્રદાય’’ લીંબડી સંઘના સહયોગથી પ્રકાશન કરવામાં આવ્યું હતું. Ph.D.ની પદવી પ્રાપ્ત થયા પછી પણ તેમણે સંશોધન પ્રવૃત્તિ ચાલુ રાખીને કવિ ૠષભદાસના અપ્રગટ-૨ રાસ, ‘શ્રી શ્રેણિક૨ાસ’ અને ‘અભયકુમાર રાસ’નું લિપિકરણ કરીને, તેની ટૂંકી સમીક્ષા, દરેક ઢાળની કડીઓના અર્થ, કઠિન શબ્દાર્થ, દેશીઓની માહિતી વગેરે દ્વારા એક સમૃદ્ધ ગ્રંથ તૈયાર કરીને સંપાદન કર્યું છે. આ ગ્રંથ એમની સંશોધન પ્રવૃત્તિ, શ્રુત જ્ઞાન ભક્તિનું પ્રતીક છે. તદુપરાંત એમનો આ અંગેનો પરિશ્રમ અને અધ્યયનશીલતાનો ખ્યાલ આવે છે. ડૉ. ભાનુબેન ગુરુકૃપા પાત્ર બન્યા છે. અજરામર સંપ્રદાયના સ્થાપત્યકારક પ.પૂ. અજરામરજી સ્વામી તથા સર્વ ગુરુ ભગવંતો અને માતા સરસ્વતીની અસીમ કૃપા તેમજ ભગી૨થ પુરુષાર્થના પુણ્ય પ્રતાપે બે રાસ કૃતિઓનું પ્રકાશન થયું છે. જૈન સાહિત્યના સમૃદ્ધ શ્રુત વારસાના અભ્યાસ અને અધ્યયન માટે આવા ગ્રંથો ઉપયોગી છે. ડૉ. ભાનુબેન કવિ ઋષભદાસના અપ્રગટ અન્ય રાસ અંગે લિપિકરણનું કાર્ય કરી રહ્યાં છે. એમની આ સંશોધન પ્રવૃત્તિ શ્રુતભક્તિ અને જ્ઞાન પિપાસાની દ્યોતક છે. શ્રુત વારસાના કાર્યમાં એમની અજરામર સંપ્રદાયની પાઠશાળાની સેવા, બૃહદ્ મુંબઈ ધાર્મિક શિક્ષણ બોર્ડની સેવાનો સહયોગ પણ ફળદાયી નીવડ્યો છે. ડૉ. ભાનુબેને આ સુકૃતને માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના શુભ હસ્તે શ્રુત જ્ઞાનનો ભવ્ય વારસો વધુ પ્રકાશપુંજ પામે અને તે માટે ગુરુ અને સરસ્વતીની કૃપાપાત્ર બની (I))))))))))))))))))))))))) For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ( 990999999999999999999999) શું સાહિત્ય સેવાથી આત્માના જ્ઞાન ગુણનાં વિકાસમાં શુભ પ્રેરક નિમિત્ત બને એવી શુભેચ્છા વ્યક્ત હું કરું છું. ડૉ. કવિન શાહ શ્રાવણ સુદ-૧, સં. ૨૦૬૭ બીલીમોરા, રાસ સાહિત્યનો રસપૂર્ણ સ્વાધ્યાય ખંભાતના વાસી, સરસ્વતી કૃપા પ્રાપ્ત શ્રાવક કવિ ઋષભદાસે પોતાના જીવન કાળમાં અનેક રાસ રચનાઓ કરી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ રાસ રચનાઓ સરળ, ગેય, ધર્મબોધના વૈભવવાળી અને સાથે જ વેગવંત કથાપ્રવાહથી આકર્ષક છે. છેઆવી કથાત્મક રાસ-રચનાઓની સાથે જ કેટલાક તાત્ત્વિક વિષયોના પણ રાસો રચ્યા છે. આવા રાસોમાંના એક સમકિતસાર રાસ પર શ્રીમતી ડૉ. ભાનુબેન જયંતિલાલ શાહે પી.એચ.ડી. જે નિમીત્તે સંશોધન કર્યું. મૂળરૂપે ગૃહિણી એવા ભાનુબેનમાં સંશોધન અને સ્વાધ્યાયની ઉત્કટ ભૂખ હતી, સાથે છે હું જ કવિ ઋષભદાસના સાહિત્ય સાથે પણ ગાઢ પ્રીતિ બંધાઈ. તેમણે થયું કે, કવિ ઋષભદાસનું આટલું વિપુલ સાહિત્ય આજે પણ અપ્રકાશિત છે, તો તેનું યથાયોગ્ય સંપાદન કરી સાહિત્યરસિક છે વર્ગને ઉપલબ્ધ કરી આપવું. તેમણે કવિ ઋષભદાસના રાસોની ઉપલબ્ધ હસ્તપ્રતો મેળવી અને કેટલાક રાસોના હું સંશોધનનો પ્રારંભ કર્યો. તેમણે જે વિવિધ રાસો સંપાદિત કરવાની યોજના બનાવી, તેના પ્રથમ ઉજ્જવળ ફળ રૂપે શ્રી શ્રેણિક રાસ’ અને ‘શ્રી અભયકુમાર રાસ' રૂપી રાસયની આપણા સૌને શું સંપ્રાપ્તિ થઈ રહી છે. આમાં આશરે ત્રણ હજાર કડી પ્રમાણ રાસ-સાહિત્ય સંપાદિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. પીએચ.ડી. બાદ બે વર્ષ જેવા ગાળામાં આ કાર્ય પૂર્ણ થયું છે, તે તેમની શોધનિષ્ઠાનું ઉત્તમ પરિણામ ગણાવી શકાય. જૈન આગમોમાં ઉપલબ્ધ અને ઐતિહાસિક તથ્યોવાળા આ રાસના નાયકો પિતાપુત્રની જોડી હોવાથી આ રાસોનું સંયુક્તરૂપે થતું પ્રકાશન યોગ્ય જ છે. આ બંને રાસોમાં કથા છે. છે અત્યંત રસિક છે. “શ્રેણિક રાસ'ના પ્રારંભે શ્રેણિકના પિતા દ્વારા થતી તેની વિવિધ બુદ્ધિ છે હું પરીક્ષાઓ અનેરું આકર્ષણ જગાવે છે. એ જ રીતે આ બંને રાસોમાં અભયકુમારની બુદ્ધિ હું ચાતુરીની રસમય કથા વાચકોને રસતરબોળ કરાવવા સમક્ષ છે. આ સાથે જ મહારાજા શ્રેણિકની પરમાત્મા મહાવીર પ્રત્યેની દઢ ભક્તિ, ચેડારાજાની વચનનિષ્ઠા, અભયકુમારનો હું વૈરાગ્ય આદિતત્ત્વો ઉત્તમ ધર્મબોધને ઉપલબ્ધ કરાવી આપે છે. 99999999999999999999999 For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રેણિક રાસને અંતે શ્રેણિક રાજાના તીર્થકર તરીકેના ભવનું વર્ણન અન્યત્ર ભાગ્યે જ હું છે ઉપલબ્ધ થાય છે. તેમના દેવસેન અને વિમલવાહન જેવા બે અપર નામ હોવા જેવી વિગતો હું ખરેખર જ રસપ્રદ છે. એ જ રીતે શ્રેણિક, અભયકુમાર(પરિશિષ્ટ વિભાગ) અને કોણિકનો છું પૂર્વભવ, દિવ્યહારની પ્રાપ્તિ, દિવ્ય હારનું વાનર દ્વારા હરણ, તેની પુનઃપ્રાપ્તિ આદિ અનેક $ રસમય કથાઓનું આલેખન આરાસકૃતિઓમાં થયું છે. શ્રીમતી ભાનુબહેને કેવળ રાસોનું સંપાદન જ નથી કર્યું, સાથે સાથે ભગવતી આદિ મૂળ આગમ ગ્રંથો, ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, ભરતેશ્વર કથા, કથાકોશપ્રકરણમૂઆદિમાં આ છે. કથાઓ ઉપલબ્ધ હોય તેનો સંદર્ભ દર્શાવ્યો છે. તેમણે આ બંને રાસોમાં પ્રયોજાયેલી વિવિધ કે દેશીઓની યાદી કરી છે, વળી રાસનો સરળ ગુજરાતીમાં ભાવાર્થ ઉપલબ્ધ કરી આપ્યો છે. સાથે હું જ અધરા શબ્દોની યાદી અને વિવિધ પરિશિષ્ટોથી આ અભ્યાસને સમૃદ્ધ કર્યો છે. આ સર્વને કારણે શ્રીમતી ભાનુબેન શાહનો આ બંને રાસોનું અધ્યયન કથાનુયોગના અંગ સમા રાસસાહિત્યનો રસપૂર્ણ સ્વાધ્યાય બની રહ્યો છે. ભવિષ્યમાં પણ તેમના હાથે વધુ અને હું વધુ મહત્ત્વપૂર્ણ ઉપક્રમો થતા રહે એ શુભેચ્છા. તા. ૦૧-૦–૨૦૦૧. સાન્તાક્રુઝ, મુંબઈ. અભય દોશી (એસોસિયેટ પ્રોફેસર, મુંબઈ યુનિવર્સિટી) ગુજરાતી વિભાગ. $ $999999999999999999999999999999É009 છે) એજી એલ્બોદ્ધ બ્રહ્ન હોદ્ધ)બૂ બંધૂછે છેલ્લે છે For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ છછછછછછછછછછછછછછછછછછછછછછછછછછે લેખિકા પરિચય ) ) ) ) : જન્મભૂમિઃ ભચાઉ (કચ્છ વાગડ) : જન્મદિન : ૨૫-૪-૧૯૫૮ ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) શ્રીમતી ભાનુબેન જયંતિલાલ શાહ (સત્રા) સાસુ-સસરા નાનબાઈ વીરજી વાલજી સત્રા (ભચાઉ-કચ્છ-વાગડ) માતા-પિતા ડાહીબેન ભારમલ મોમાયા ગાલા (ભચાઉ-કચ્છ-વાગડ) પતિદેવ શ્રી જંયતિલાલ વીરજી સત્રા પુત્રવધૂ - પુત્ર ભારતી હેમેષ સત્રા, હર્ષા અનીષ સત્રા છે. બહેન મહાસતીજી સાધ્વી રત્ન પૂ. શ્રી ઝરણાકુમારીજી મહાસતીજી પૌત્ર-પૌત્રી દેવાંશ, દશાંગી, આરના અભ્યાસ પ્રારંભ ઈ.સ. ૨૦૦૦- ૨૦૦૫ B.A., M.A. (જેન વિશ્વભારતી સંસ્થાન યુનિવર્સિટી, લાડનું, રાજસ્થાન) ધાર્મિક અભ્યાસ સોળ(૧૬) શ્રેણીનો અભ્યાસ, વિવિધ થોકડાઓ. જ્ઞાનદાતા પૂ. અલ્કશમુનિ મ.સા તથા પૂ. આદર્શચંદ્રજી મ.સા. છું Ph.D.ક્યારે થયા : ૨૫-૭-૨૦૦૯ હું પ્રથમ ગ્રંથ સમ્મત્તમ્ (કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ) શું સમ્મત્તમ્ ગ્રંથનું વિમોચન: ૦૨-૦૫-૨૦૧૦, રવિવાર, ભાઈદાસ હોલ, મુંબઈ. દ્વિતીય ગ્રંથ રાસ રસાળ (કવિ ઋષભદાસ કૃત શ્રેણિક અને અભયકુમાર રાસ) છે રાસ રસાળ ગ્રંથનું વિમોચન ૧૫-૦૮-૨૦૧૧, સોમવાર, અજરામર જન્મ જયંતી અને સ્વાતંત્ર્ય દિન. છે હવે પછી : ૧) જૂની હસ્તપ્રતોના અક્ષરો ઉકેલવાનું કાર્ય ચાલુ છે. • કવિ ઋષભદાસ કૃત સુમિત્ર રાજર્ષિ રાસ • કવિ ઋષભદાસ કૃત અજાકુમાર રાસ • કવિ ઋષભદાસ કૃત રોહિણેય રાસ ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 'S છે પ્રસ્તાવના છે છે જેમના સાનિધ્યમાં વિશ્વના અનેક જીવાત્માઓ સમ્યગ્ગદર્શતરૂપી વિધિ પ્રાપ્ત કરી મોહતા કે ફિ અંધકારથી વિમુખ થયા છે તેવા તારક તીર્થકર શ્રી ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં અવિરત હું વંદના! ( દિનેશ (સૂર્ય)ને પણ પોતાના ગુણવૃદોથી ઝાંખો કરે, સંઘવાત્સલ્યરૂપી અમૃત માટે વિધાતા હું સમાત લીંબડી અજરામર સંપ્રદાયના તેજસ્વી તાયક, એકાવતારી આચાર્ય ભગવંત પ.પૂ. હું હું અજરામરજી સ્વામીને અંતઃકરણપૂર્વકનતમસ્તકે નમસ્કાર. તેમની પાટ પરંપરાને શોભાવતા લીંબડી અજરામર સંપ્રદાયના આજ્ઞાપ્રદાતા હું પ.પૂ.ભાવચંદ્રજી મ.સા., પ.પૂ. ભાસ્કરજી મ.સા., ૫.પૂ. પ્રકાશચંદ્રજી મ.સા., પ.પૂ. તિરંજનચંદ્રજી રે ૬ મ.સા. આદિ શ્રમણ-શ્રમણીઓની સદી ભારી રહીશ. જેમના આર્શીવાદથી મારું કાર્ય પૂર્ણ થયું છે શું છે. તપ, ત્યાગ અને તિતિક્ષાથી ઓપતા, મારા કાર્યને વેગ આપી મને સતત સ્વાધ્યાયમાં રત છે રે રહેવાની ભલામણ આપતા, મને પ્રોત્સાહિત કરનારા મારા અનંત ઉપકારી લીંબડી અજરામર $ સંપ્રદાયના સાધ્વીરા પ. પૂ.ઝરણાકુમારીમહાસતીજીના આશીર્વાદ સહ આ ગ્રંથ રજૂ કરું છું. તેમના હું અનંત ઉપકારોનું મરણ થતાં હદય સમુદ્રમાં શુભભાવોની ભરતી આવે છે. તેમની કૃપાથી શ્રુતજ્ઞાન હું ભક્તિની પ્રવૃત્તિ આદરીરહું છું. વાચક ઉમાસ્વાતિજીના મતે “મોક્ષનું સ્વાથ્ય મેળવવા રત્નત્રયીનું સેવન આવશ્યક છે.” $ રાત્રયીનું સેવન એટલે મહાપુરુષોનાં જીવન ચરિત્રોનું ચિંતન, મનન અને નિદિધ્યાસન, જે શું ભવ્યજીવોને ભાવ આરોગ્ય પ્રદાન કરાવે છે. ઉપરોક્ત બન્ને રાસકૃતિઓ ધર્મકથાતુયોગી કૃતિઓ $ છે. તે મહાપુરુષોનું જીવન ઝરમર આપણા અતાદિકાળના કર્મમળોનું વિસર્જન કરે છે. વિક્રમની સત્તરમી સદીના પૂર્વાર્ધતા ખંભાત નિવાસી શ્રાવક કવિ ત્રાષભદાસે લગભગ $ બત્રીસ ઉપરાંત રાસકૃતિઓનું કર્તત કરી મધ્યકાલીન સાહિત્યને સમૃદ્ધ બતાવ્યું છે. તેમણે પ્રાયઃ $ મહાપુરુષોનાં જીવનચરિત્રોનું પોતાની હસ્તલિખિત પ્રતોમાં આલેખન કર્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં તેમની જ $ બેરાસકૃતિઓનું પ્રકાશન થયું છે. “શ્રી શ્રેણિકરાસ’ અને ‘શ્રી અભયકુમાર રાસ' આ બન્ને વીરલ $ વિભૂતિઓનું જીવન ઝરમર કવિએ રાસકૃતિમાં આલેખ્યું છે. કે તે પૂર્વે તેમની જ રસકૃતિ‘સમકિતસાર રાસ' જે અપ્રકાશિત કૃતિ હતી, તેને પ્રગટ કરવાનું જે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. “સમ્મતમ્' મહાનિબંધ પુસ્તકરૂપે પ્રગટ થયું. મુંબઈ યુનિવર્સિટી તરફથી છે. ઢ.ઊં. ની પદવી મળી. “સમ્મતમ્' ગ્રંથનું વિમોચન ઈ.સ.૨૦૧૦, મુંબઈમાં થયું. ત્યાર પછી ? કે પ્રતિભાસંપન્ન કવિ શ્રેષભદાસની અન્ય અપ્રકાશતિત કૃતિઓને પ્રકાશિત કરવાની અભિલાષા છે છે જાગી. છે સમ્યગદર્શન એ જૈનત્વનું-મોક્ષ પ્રાપ્તિનું પ્રવેશદ્વાર છે. જૈનત્વતાં મૂળમાં સદાચાર અર્થાત્ હૈ છછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછે છેલ) ) For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ( 9909999996969696969696969696969696969 માર્ગાનુસારી (મોક્ષમાર્ગને અનુસરનારો)તા પાંત્રીસ બોલ છે, જે સમ્યક્ત્વની પૂર્વ ભૂમિકા છે. હું હું સજ્જત બન્યાવિના મહાન શી રીતે થવાય? “સમ્મતમ્' ગ્રંથમાં કવિએ શ્રમણાચાર પર વિશદ વિવરણ કર્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર છે જે અનુસાર “જ્યાં મુકિપણું છે ત્યાં સમ્યગદર્શન છે', આ ભાવતે ઉપસાવવા પૂર્ણ પ્રયત્ન કર્યો છે. $ પ્રસ્તુત ગ્રંથમાં રાસાયકના ચરિત્ર દ્વારા સમ્યગદષ્ટિ આત્માના લક્ષણો પ્રગટ થાય છે. ગુણસ્થાન છે કમારોહ અનુસાર મહારાજા શ્રેણિક અવિરતિ અને મહામંત્રી અભયકુમાર દેશવિરતિ શ્રાવક હતા. હું પ્રસ્તુત ગ્રંથમાં મગધેશ શ્રેણિકતા વિવિધ પાસાઓનું દિગ્ગદર્શન થાય છે. સમ્યગ્રદર્શની $ આત્માનું એક વિશિષ્ટ લક્ષણ હોય છે, “સંયમ પ્રત્યે તિરતિશય પ્રેમ'. મહારાજા શ્રેણિકતા જીવનમાં શું $ આ ગુણ વણાયેલો હતો. તેમના જીવનનું અવલોકન કરતાં જણાય છે કે વિશિષ્ટ પ્રજ્ઞાવાન શું $ મંગધાધિપતિને વિરતિધરો પ્રત્યે અનહદ પ્રેમ હતો. નાળિયેરીના મૂળમાં સિંચાયેલા પાણીથી $ ટોચમાંથી અત્યંત મધુરપેય પ્રાપ્ત થાય છે, તેમ દેવ-ગુરુ અને ધર્મની ઉપસાતા કરવાથી મિષ્ટ $ જ્ઞાનજળરૂપી કૃપા પ્રાપ્ત થાય છે. જ્ઞાત માનવીય ચેતનાને ઉર્ધ્વગામી બતાવે છે. ભલે મગધેશ્વર શ્રેણિક અવિરતિનો અભિશાપ પામ્યા હતા પરંતુક્ષાયિક સમ્યગદર્શનની છે જ્યોત તેમના અંતરમાં અખંડપણે પ્રજવલિત હતી તેથી સર્વવિરતિધરો પ્રત્યે બેહદ અતુરણ હતો. કે “સ્વામી' શબ્દ સાંભળતાં કર્મનું દાસત્વે ફગાવી મુક્ત થવા ઝંખતા મુમુક્ષુ શાલિભદ્ર વિરાણી બન્યા છે ત્યારે તેમની પાલખી ઉપાડનારા તેઓ સેવક બન્યા. અરે! રોહિણેયકુમારની પાલખી સ્વયં ખભા છે ઉપર ઉપાડી, છડીદાર બન્યા. મેતાર્ય મુનિના હત્યારા સોનીને શ્રમણ વેશ જોઈ માફ કર્યો. છે સમ્યક્ત્વતી નિર્મળતાની પરીક્ષા કરવા આવેલા દેવે સગર્ભા સ્ત્રી અને માછલી પકડતો સાધુ જેવા છે દશ્યો વિદુર્ગા, છતાં મહારાજા શ્રેણિકતા ચહેરાની એક રેખા ન બદલાઈ. તેમણે વિચાર્યું છે “જિનશાસનની નિંદા ન થાય તે માટે તેઓની ખાનગીમાં વ્યવસ્થા કરવી જોઈએ. કેવી ઉત્કૃષ્ટ મનોવિચારણા! આજના યુગમાં લોકો કહે છે કે, “સાચા અણગાર નથી' તેમના માટે મહારાજા શ્રેણિકતું હૈ દષ્ટાંત અરીસા સમાન છે. જિનશાસન સદા જયવંતુ છે. પુષ્પથી સુવાસ, સાકરથી મીઠાશ અને છે. દૂધથી તેની ધોળાશ વિભક્ત નથી, તેમ જિનશાસનથી અણગાર જુદાં નથી. તેઓ બન્ને અન્યોન્ય છે છે. રસ નાયકે શ્રમણ સંસ્થાની વગોવણી જેવાં હલકાં કાર્યો કર્યા નથી તેથી જ “પરમહંત' છે. કહેવાયા. જીવનની સંધ્યાએ પણ કર્મના સિદ્ધાંતોને વાગોળ્યા છે પરંતુ તિમિરને દોષારોપણ નથી છે હિં કર્યું. આવતી ઉત્સર્પિણી કાળતા ચોવીસ તીર્થંકરોમાં તેઓ મોભી બનશે. અભયકુમાર મહારાજા શ્રેણિકતા પ્રતિભાસંપન્ન પુત્ર હતા. તેઓ રાજવંશી ક્ષત્રિય હતા. હિ કિ રાજગૃહી નગરીતા શિખર સમાન રક્ષક અને પથદર્શક હતા. તેમનો આત્મા સંવેગધારી હતો. તેઓ હિ ઉચ્ચકોટિતા કર્મવીર અને ધર્મવીર હતા. વસ્તુસ્થિતિને ચકાસી તેનું વિશ્લેષણ કરવાની આગવી છે હું ખૂબી તેમનામાં હતી. તેમની નૈતિકતાથી ઓતપ્રોત જીવનશૈલી હતી. મગધેશ સફળરાજેશ્વરી બન્યા છે હું તેમાં પ્રેરણાસ્ત્રોત નંદાપુત્ર અભયકુમાર હતા. અભયકુમાર પણ સમ્યગદષ્ટિ આત્મા હતા. તેમનું છે For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ફિક ) ) ) ) ) ) ) ) ) ) હું વ્યક્તિત્વ બહુ આયામી હતું. બુદ્ધિમાં તેઓ બૃહસ્પતિ સમાન હતા. તેમનું કાર્ય ફલક મગધતા હું હું સામ્રાજ્યના સંચાલન પૂરતું સીમિત ન હતું પરંતુ તેમણે ધાર્મિક, આર્થિક અને પારિવારીક ક્ષેત્રે હું હું સક્રિયપણે ગૂંચવણોનો ઉકેલ કર્યો છે. ભાગ્યે જ જોવા મળતો લક્ષ્મી અને સરસ્વતીનો સુભગ છે $ સમન્વય તેમતે થયો હતો. ‘ક્યારે હું શ્રમણધર્મ સ્વીકારી સર્વવિરતિધર બતું.” શ્રાવકતા આ બીજા $ મનોરથો પૂર્ણ કરવા તેઓ ઉત્સુક હતા. નિમિત્ત મળતાં વિચક્ષણ બુદ્ધિતિધાત મહામંત્રી મટી શું હું મહાત્મા બન્યા. તેમના જીવનનું અવલોકન કરતાં કેટલાક ગુણો ઉડીને આંખે વળગે છે. સમુદારતા, $ હું સહાનુભૂતિ, સાહસતા, સહિષ્ણુતા, ધર્મપ્રભાવતા, દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની પ્રીતિ, નીડરતા, ' સામ-દામ, દંડ અને ભેદ નીતિમાં માહિર ઈત્યાદિ અનેક ગુણોનાં દર્શન થાય છે. ‘માંસ સતું કે મોંઘું' ; $ જેવા પ્રસંગમાં તેમની પરસ્પરોપગ્રહો જીવાનામ્” સિદ્ધાંતતી તથા જીવદયા અને ધર્મ પ્રભાવતા ? શું કરવાની આગવી આવડતની અમીટ છાપ ઉપસી આવે છે. આ ઉપરાંત તેમનામાં સાધર્મિકો પ્રત્યેની $ ભક્તિ ભારોભાર હતી. આજે યુગો વ્યતીત થયા હોવા છતાં ભારતવર્ષના જૈતો આ પ્રજ્ઞાવાત $ ચેતનાને વીસર્યા નથી. આજે પણ દીપાવલી પૂજનતા પ્રસંગે લોકો પુસ્તકોમાં લખે છે કે, $ “અભયકુમાર જેવી બુદ્ધિ હોજો! મારો અ૫ક્ષયોપશમ મુજબ મેં આ રાસકૃતિઓને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. તે પૂર્વે આ રાસકૃતિઓને મેળવી આપનાર તેહી સ્વજન સમાત વિદ્ધાન સંશોધક ડૉ. કવિતભાઈ શાહને હું 3 અચૂક યાદ કરીશ. તેમનું જીવન મારા માટે એક મિશાલરૂપ છે. તેઓ સાહિત્યસેવાતા રસિક છે. સરળતા અને પરિશ્રમ તેમનો પ્રાણ છે. આ ગ્રંથની ઉપાદેયતામાં તેમને ઉપકારની શૃંખલામાં એક કે કડી જોડી છે. મારા આ કાર્યમાં તેમણે અથથી ઇતિ સુધી સંપૂર્ણ સહયોગ આપ્યો છે. “શ્રી શ્રેણિક છેરાસલી' એક હસ્તપ્રત પાટણથી બીજી બેહસ્તપ્રત સુરતથી તેમણે મંગાવી આપી હતી. તેમનો ઉપકાર અવિસ્મરણીય છે. વિધા પ્રેમી પ. પૂ. ગુરુદેવ સુયશચંદ્રવિજયજી મ.સા. (તાતા મહારાજ)ને પણ આ પ્રસંગે એ અચૂક યાદ કરીશ. તેમણે સુરતના ગોપીપુરા ગ્રંથાલયમાંથી “શ્રેણિક રસતી' એક હસ્તપ્રત છે મોકલાવી હતી. જેથી મારું કાર્ય ઘણું સુગમ બન્યું. તેનો મને ખૂબ આનંદ છે. હું તેમના ચરણોમાં વંદન કરી આભાર વ્યક્ત કરું છું. દેશ્ય શબ્દો, વર્ણન પ્રધાન પ્રાચીન શૈલીવાળા આ ગ્રંથનું ભાષાંતર કાર્ય ક્યાંક કઠીન હતું કે છે પરંતુ જેના શ્વાસે શ્વાસે જ્ઞાનનો યજ્ઞ પ્રજવલિત છે તેવા વિદુષી સાથ્વીરા શ્રી વિરાગરસાશ્રીજી, ફિ જેઓ પૂ. રાજેન્દ્રસૂરિજી મ. સા. સમુદાયના છે. તેમની સરળતા અને વિદ્વતાથી જ્યાં જ્યાં ક્લિષ્ટતા ફિ ઉત્પન્ન થઈ ત્યાં ત્યાં તેમના તરફથી તાત્કાલિક સુંદર સમાધાતો પ્રાપ્ત થયાં. વિદુષી સાધ્વીજીએ ફિ અત્યાર સુધીમાં આસરે ૫૦૦ જેટલી હસ્તપ્રતોનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. આવા સ્વાધ્યાય પ્રેમી ? ફિ સાધ્વીજીતી હું સદા ત્રણી રહીશ. આ ગ્રંથના નામકરણ તેમજ કવર પેજના પ્રેરણાદાતા લીંબડી અજરામર સંપ્રદાયના હું હું આગમ વિશારદપ.પૂ. શ્રી આદર્શચંદ્રજી મ.સા.ની હું આજીવત 2ાણી રહીશ. આ સંશોધનાત્મક ગ્રંથમાં મને માર્ગદર્શન આપનાર મારા Ph.D. ના માર્ગદર્શક ડૉ. હું ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ()))))))))))())(4)(4))))))))))) અભયભાઈ દોશીતી હું સદા આભારી રહીશ. તેમતા તરફથી સમયે સમયે મતે જરૂરી સૂચતો મળ્યા. ‘શ્રી અભયકુમાર રાસતી' હસ્તપ્રત પૂતા ભાંડારકર ઇન્સ્ટીટયૂટમાંથી મેળવી છે. આ હસ્તપ્રત મેળવવામાં પૂતા તિવાસી પોપટભાઈ ગડા અને ચંદુભાઈ છાડવાતો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. હુંતેમતી આભારીરહીશ. મારા ગ્રંથને સાકાર બતાવવામાં મારા પતિ જયંતિલાલ શાહ, પરિવારજતો તેમજ વેવાઈ રતતશીભાઇનો મતે પૂર્ણ સહયોગ મળ્યો છે તે બદલ ધન્યતાતો અનુભવ કરું છું. મારી ગ્રંથવિહારયાત્રા અને વિકાસયાત્રામાં અનેક ગ્રંથાલયોએ મને મદદ કરી છે. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાતમંદિર, શ્રી મહાવીર જૈત આરાધતા કેંદ્ર - કોબા, શ્રી શ્રેયસ્કર અંધેરી જૈત સંઘ, બાબુ અમીચંદ પુસ્તકાલય - વાલકેશ્વર, ચંદતબાળા પુસ્તકાલય - વાલકેશ્વર, શ્રીપાળ તગર પુસ્તકાલય – વાલકેશ્વર અને મતફરા જ્ઞાતભંડારતા સંચાલકો દ્વારા આ કાર્ય સુગમ બન્યું છે. - મારી મતિમંદતાતા કારણે અર્થઘટત કરવામાં ક્ષતિ રહી ગઈ હોય તેમજ જિતાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ક્ષમા યાચું છું. આ ભાષાંતરમાં કોઈ ત્રુટિ જણાય તેનું પરિમાર્જત કરવા વિતમ્ર પ્રાર્થતા છે. મારા ગ્રંથતી વ્યાકરણતી દષ્ટિએ ચિકિત્સા કરતાં કોઈ ક્ષતિ રહી હોય તો મિચ્છામિ દુક્કડં. આ પુસ્તકને પ્રગટ કરવામાં શ્રુતજ્ઞાત ભક્તિથી પ્રેરાઈને સહયોગ આપતાર મેઘજીભાઈ અને નવીતભાઈ તીસર તેમજ રમેશભાઈ ગાલાતો હાર્દિક આભાર માનું છું. આ ગ્રંથને અક્ષર દેહ આપી મૂર્ત સ્વરૂપ આપતાર વિપુલભાઈ દેઢિયા અને ખિલેતભાઈ સત્રા (અપ્સરા કોપી સેન્ટર) તેમજ રૂબીબેત (ક્વોલિટી ઝેરોક્સ)ની હુંસદા ઋણી રહીશ. આ ગ્રંથનું અધ્યયન - અધ્યાપત ભવ્યજીવોને મુક્તિ સુખતા ભાગી બતાવે તેવી શુભેચ્છા. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચારો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. પુસ્તક પ્રકાશન પ્રાપ્તિ પળે આ ગ્રંથ પુસ્તક રૂપે જન્મ લઈ રહ્યું છે ત્યારે પ્રસ્તાવના રૂપે જેમણે આશીર્વાદના ઉપહાર મોકલ્યા છે. તેના માટે હું ધન્યતાતી લાગણી અનુભવું છું. આ પુસ્તકમાં ક્ષતિ પ્રત્યે ધ્યાત દોરવા વિદ્વાનોને વિનંતી. ગ્રાંટરોડ, તાતાચોક ૧૫-૦૭-૨૦૧૧, શુક્રવાર. અષાઢ સુદ પૂતમ, સં.૨૦૬૭ ())))))))))))))))))))))))) લિ. ડૉ. ભાનુબેત શાહ(સત્રા) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ -: અનુક્રમણિકા : પૃષ્ટ ૧) ૨) વિષય શ્રી શ્રેણિક રાસ હસ્તપ્રતનો પરિચય શ્રી શ્રેણિક રાસ ખંડ - ૧ ખંડ - ૨ ખંડ - ૩ ખંડ - ૪ ૧ થી ૧૪ ૧૫ થી ૧૪ ૫૪ થી ૯૭ ૯૭ થી ૧૮૬ ૧૮૬થી ૨૨૫ ૨૨૫ થી ૨૫૮ ૨૫૯ થી ૩૦૦ ૩૧૦થી ૩૩૪ ૩૩૫ થી ૩૪૪ ૩૪૫ થી ૫૧૮ ખંડ - ૫ ખંડ - ૬ ખંડ - ૭ ૩) શ્રી અભયકુમાર રાસ હસ્તપ્રતનો પરિચય શ્રી અભયકુમાર રાસ : જીવન ચરિત્ર પરિશિષ્ટ વિભાગ : ૧) ચક્રવર્તી, બળદેવ, વાસુદેવનો પરિચય ૨) ભાવીના ચોવીસ તીર્થકરોના નામ ૩) શ્રેણિક અને અભયકુમાર રાસમાં આવતી કથાઓ ૪) રાસ કૃતિમાં આવતી દેશીઓનો પરિચય ૫) રાસ કૃતિમાં આવતા કઠિન શબ્દોની યાદી ૬) સંદર્ભ પુસ્તક સૂચિ ૫૧૮ થી પ૨૨ પર૩ પ૨૪ થી પ૨૮ પ૨૯ થી ૩૧ પ૩ર થી ૫૪૫ છે ૫૪૬ થી ૫૪૭. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only . श्री गां ऐसा नमः श्री सारदाऐ नमः श्री जयश्री किरा॥ आदिदे सदा लोग ना सड़को से विसारे दो। बाल कनिषदर मां नंदी व्हा इलियास करोपगाई एनर श्रेणिकनु रास ॥२॥ संसरति भीमनिवरून बकारी आदि नाराज अभय में विद्या शासकले सधि हो। क रावृायनिजमको काम केवल नीरा सीन नाननमानकर इको हातमान में जन पर मानो आगम मोटाक विनमोनारान मनमो गाना प आसी का दीप को ये वे बाके हे देख नगर बलात॥ ॥ प्रथवा जोजन वर्ष ऐकाली दीपजं वृदपथावरीकालाष जोग माली आका राम से पाना २] पाहीला जोजन लाघते दो मत का प्रजल हो । १७८-चार लाघः जो जन नो जाला कालो पछिको घर लाए जो जननाद्वा शिप्रा छिपकर वरदीप बच श्री श्रेणिडरासनी प्रतनुं प्रथम पृष्ट. (गोपीपुरा-सुरत) Page #19 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only इनसारिनु सामई त्यो । सं । २४। सात खंड सात मु इनप्रभ करते निस२५ सात खंडन] सुपती वातो! पुण्य प्रशमनं साधना मारामा तइंडल गुगाई | सात कटिकन गोस्वामी था। सी २७] सात इषड सुनिर राया। सद्यो जान नायक थायो । सा२०] साइड सुसाइनर जे हो । सप्त हाथी नाम ही सारा नाईमा लावता पुण्य कानुन जाई। सरत्या साधनाला काल घर एप नेपाल र सविस्तर ज्ञानी । सम होइन केवल न्यानो ३२ जेह जोडी गुहा जिन नए गाइति हनुमु एप काई लक्ष्यं न जाए जो डावनगाव करार पद्मावाचक नकही तिहन रियूती हाथ वालही काराको रासी बड़ा कदा सो सोरसिंघवा महाराज तिकताब का ३६ संघवी त जरजिनवारना दोसी) सा३७] सागासुतं विरुष नाद करना कनर रायनोरो सोनानी सुनी सारे सकल संघनिजइजर को १०३ । इति श्री श्री करास संत श्रीरख संघवी रुषन दा सन रासनीयलाई श्रीमारास શ્રી શ્રેણિકરાસની પ્રતનું અંતિમ પૃષ્ટ. કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેણિકરાસ હસ્તપ્રતનો પરિચય કાવ્ય એ સાહિત્યની અનેક વિદ્યાઓમાં સહુથી પ્રભાવશાળી અને આકર્ષક વિદ્યા છે. સંક્ષિપ્ત, સારપૂર્ણ, શ્રુતિ મધુર શબ્દો, સંગીતાત્મક તાલ-લય-પૂર્ણ છંદોથી બંધાયેલી લહેરાતી નદી જેવી તરલ અને સરળ વાક્યરચનાને કાવ્ય કહેવાય છે. મધ્યકાલીન યુગમાં વિવિધ કાવ્ય પ્રકારો ખેડાયાં છે. ઈ.સ.૧૨૫૧ થી ઈ.સ.૧૪૫૧ સુધીનો સમય ‘રાસયુગ', જૈનયુગ' અથવા 'હમયુગ” કહેવાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેન કવિઓએ વિપુલ પ્રમાણમાં રચના કરી છે તેથી શ્રી કેશવરામ શાસ્ત્રી નરસિંહ પૂર્વેના અઢી શતકના કાળને “રાસયુગ' કહે આ રાસ સાહિત્ય ચાર અનુયોગમાં વિભક્ત છે. દ્રવ્યાનુયોગમાં જૈન દર્શનના સિદ્ધાંતો છે. ગણિતાનુયોગમાં ગણિતના આધારે સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું છે. ચરણકરણાનુયોગમાં આચારની પ્રધાનતા છે અને ધર્મકથાનુયોગમાં ધાર્મિક કથાઓનો સંચય છે. જેમાં મહાપુરુષો, તીર્થકરો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, મહાસતીઓ, શ્રમણ-શ્રમણીઓના વિષયોનું સંકલન થયું છે. ચરણકરણાનુયોગ એ રોગનાશક કેસૂલ સમાન છે જ્યારે કથાનુયોગ સુગર કોટિંગ સમાન છે. બાળજીવો સિદ્ધાંતની તત્ત્વસભર વાતો મધુરતાથી સમજી શકે છે. મધ્યકાલીન કવિઓએ ધમયકથાનુયોગમાં સારી શક્તિ ખીલવી છે. ટૂંકી, મુદ્દાસર, સરળ અને ભાવવાહી શૈલીમાં તેમણે રોચક કલમ વડે પ્રચલિત રાસ કૃતિઓની રચનાઓ કરી છે. કવિ ઋષભદાસની ધર્મકથાનુયોગની એક કૃતિ “શ્રી શ્રેણિક રાસ'નો અહીં સંક્ષેપમાં પરિચય આપવાનો ઉપક્રમ જાળવ્યો છે. પ્રસ્તુત રાસમાં જૈન પરંપરનાં ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત, અનાથી મુનિ દ્વારા પ્રતિબોધિત મગધ સમ્રાટ શ્રેણિક રાજાનું જીવન ચરિત્ર છે. જેના ઈતિહાસમાં તેમનું નામ વિખ્યાત છે. મહારાણી ચેલણાના પ્રયાસો તથા અનાથીમુનિના સત્સંગથી જૈનધર્મી બન્યા. અન્ય કૃતિઓઃ મધ્યકાલીન જૈન સાધુ કવિઓ દ્વારા મહારાજા શ્રેણિક વિશે એકથી વધુ રાસકૃતિઓની રચના થઈ છે. સંભવ છે કે જૈન સાધુ કવિઓનો આ પ્રિય વિષય રહ્યો હોવો જોઈએ. આ કથા મધ્યકાલીન ગુજરાતીમાં વિવિધ કવિઓ દ્વારા રાસનો વિષય બની છે. સમરચંદ્રસૂરિ શિષ્ય કૃત શ્રેણિકરાસ (ઈ.?, ગા.૧૨૩૨), સોમવિમલસૂરિ કૃત શ્રેણિકરાસ (સં.૧૬૦૩, ગા.-૬૮૧), ભીમજી કૃત શ્રેણિક રાસ ખંડ-૧ (સં.૧૬૨૧) ખંડ-૨ (સં.૧૬૩૨) ખંડ-૩ (સં.૧૬૩૬), નારાયણ કૃત શ્રેણિકરાસ (સં.૧૬૮૪, ખંડ-૪, કડી-૫૦૫), ભુવનસોમ કૃત શ્રેણિકરાસ (સં.૧૭૮૧), ધર્મવર્ધન કૃત શ્રેણિક ચોપાઈ (સં.૧૭૧૯, કડી૭૩૧), વલ્લભકુશલ કૃત શ્રેણિક ચોપાઈ (સં.૧૭૭૫) તેમજ સ્થાનકવાસી લીંબડી અજરામર સંપ્રદાયના મુનિ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી કૃત શ્રેણિક ચરિત્ર (ઈ.સ.૧૯૮૯, કડી-૧૬૯૨). For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ પ્રસ્તુત રાસ કવિ ઋષભદાસની અપ્રકાશિત દીર્ધ રાસકૃતિ છે. આ રાસ ૮૩ ઢાળ, ૧૯ ચોપાઈ અને ૯૮ દુહામાં પથરાયેલો છે. તેમાં ૧૮૪૮ કડીઓ કંડારેલી છે. આ રાસ ઈ.સ.૧૬૮૨, આસો સુદ પાંચમ, ગુરુવારે, ખંભાત નગરીમાં રચાયો છે. આ રાસકૃતિની ત્રણ હસ્તપ્રતો વિવિધ ગ્રંથભંડારોમાંથી પ્રાપ્ત થઈ છે. એક હસ્તપ્રત આણસૂર ગચ્છ (શ્રી વિજય ને. વિ. કડી જ્ઞાનમંદિર), સુરતથી પ્રાપ્ત થઈ છે. તેની પત્ર સંખ્યા ૭૩ છે. પ્રત્યેક પત્ર ઉપર ૧૪ લાઈનમાં સુંદર અક્ષરો વડે કડીઓ આલેખાઈ છે. આ હસ્તપ્રત સં.૧૭૨૯ આસો વદ પાંચમ, કચરવાડા મુકામે પુનઃ લખાઈ છે. આ પ્રત પૂ. વિવેકવિજય મુનિના શિષ્ય કાંતિવિજય મુનિ તથા કેસરવિજય મુનિના અભ્યાસ માટે પુનઃ લખાયેલી છે. આ પ્રતની ક્રમાંક સંખ્યા ૭૯૩/૭૭૬૭ છે. પ્રતનો ડા. નં. ૧૩૨૧છે. તેમાં પત્ર નં. ૧, ઉપલબ્ધ ન હોવાથી ૧થી ૧૩ કડીઓ નથી. આ રાસકૃતિની બીજી હસ્તપ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણથી મળી છે . આ ગ્રંથનો ડા. નં. ૧૬૨ છે. ગ્રંથ ક્ર. ૬૧૩૮ છે. તેના શબ્દો સપ્રમાણ અને સુઘડ છે પરંતુ પત્ર ક્ર. ૧, ૮ અને પ૬ ઉપલ્બધ નથી. તેની પત્ર સંખ્યા ૯૬ છે . પ્રત્યેક પત્ર ઉપર ક્યાંક ૧ર તો ક્યાંક ૧૩ લીટીઓ છે. આ પ્રત સં.૧૭૮૭, શ્રાવણ વદ ૧૦ ના પુનઃ લખાઈ છે. તેમાં વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. આ રાસકૃતિની ત્રીજી હસ્તપ્રત શ્રી નેમિ વિજ્ઞાન કસ્તૂરસૂરિ, ગોપીપુરા, સુરતથી પ્રાપ્ત થઈ છે. તેની પત્ર સંખ્યા ૮૩ છે. આ પ્રત વધુ જૂની હોવાથી જર્જરિત છે. તેમાં વચ્ચે વચ્ચે ઘણા શબ્દો ન હોવાથી ઓળખવામાં મુશ્કેલી પડે છે. ત્રણે રાસકૃતિઓને મેળવીને આ રાસ તૈયાર કર્યો છે. તેની કડી સંખ્યા ૧૮૪૮ છે. સં.૧૬૯૭, મહાવદ આઠમ, રવિવારે સાં યકા વીરાના પાના લાવી તેનું પુનરોદ્વારણ થયું છે. આ પ્રત માધવ ગાંધીના પુત્ર, વર્ધમાન ગાંધી નામના લહિયાએ રામજી (સંભવ છે કે તેના પુત્ર)ના અભ્યાસ માટે પુનઃ આલેખાઈ છે. આ રાસકૃતિના અંતે કવિ ઋષભદાસ દ્વારા રચાયેલી કૃતિઓની યાદી મુકેલી છે. પ્રસ્તુત રાસકૃતિના સાત ખંડો છે. પ્રથમ ખંડમાં ૨૩૨ કડી, બીજા ખંડમાં ૨૫૫ કડી, ત્રીજા ખંડમાં ૫૦૧ કડી, ચોથા ખંડમાં ૨૨૩ કડી, પાંચમા ખંડમાં ૧૯૨ કડી, છઠ્ઠા ખંડમાં ૨૯૯ કડી, સાતમા ખંડમાં ૧૪૬ કડી છે. કુલ ૧૮૪૮ કડીઓમાં આ રાસકૃતિ પથરાયેલી છે. જૈન શ્રુત સાહિત્યમાં મહારાજા શ્રેણિકની કથા વિગતે મળે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી નિરયાવલિકા સૂત્ર, શ્રી અંતગડદશાંગ સૂત્ર, શ્રી નંદી સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર, શ્રી ઉવવાઈ સૂત્ર જેવા આગમ ગ્રંથો તેમજ હેમચંદ્રાચાર્ય રચિત ત્રિ.શ.પુ.ચ.માં તેમનું જીવન વર્ણન છે. કવિએ વિવિધ ગ્રંથોમાંથી સંકલન કરી આ રાસકૃતિનો વિસ્તાર કર્યો છે. આ રાસકૃતિનો પટ સાત ખંડમાં વિભક્ત છે. તેની સંક્ષિપ્ત ઝાંખી નીચે પ્રમાણે છે. પ્રથમ ખંડમાં કવિ કથાનો પ્રારંભ કરતાં મહારાજા શ્રેણિકનો પરિચય આપે છે. તેના સંદર્ભમાં અઢીદ્વીપ, આર્યક્ષેત્રનું જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર વર્ણન કરે છે. કમળાવતી રાણી અને પ્રસેનજિત રાજાના વિશિષ્ટ પ્રજ્ઞાવાન પુત્રની કસોટી, પ્રખર તેજસ્વીતા, અપમાનિત રાજકુમારનું પરદેશગમન, વિશિષ્ટ રત્નોની For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ, બેનાતટ નગરે ધનાવાહ શ્રેષ્ઠીની પુત્રી સુનંદા સાથે લગ્ન ઈત્યાદિ પ્રસંગો આલેખ્યાં છે. બીજા ખંડમાં પરદેશી સાર્થવાહ સાથે તેજંતુરીનો વ્યાપાર, શેઠની ઉત્તરોત્તર ચઢતી, શ્રેષ્ઠી પદ અને રાજ સન્માન પ્રાપ્ત થવું, પ્રસેનજિત રાજા દ્વારા પુત્રને આમંત્રણ, રવમાની પુત્રે આપેલો પત્રનો જવાબ, ઈત્યાદિ પ્રસંગો રોચક છે. સો પગવાળા કાનખજુરા, સો પીંછાવાળો મોર અને પિથાણ નામના પાટિયાના ઉદાહરણો નવીનતા અર્પે છે. જેના ભાવો અત્યંત ગહન છે. સુનંદાનો દોહદ શ્રેણિકની વિશિષ્ટ આવડતથી દોહદ પૂર્તિ, પિતા-પુત્રનું મિલન, અભયકુમારનો જન્મ, સુનંદાનું રાજગૃહીમાં આગમન, અભયકુમારને મળેલી મહામાત્યાની પદવી જેવા પ્રસંગો કવિએ સરળ શૈલીમાં રસિક રીતે વર્ણવ્યા છે. ત્રીજા ખંડમાં બુદ્ધિનિધાન અભયકુમારે અવંતી નરેશને છેતર્યા. ચેડારાજાની દીકરી સુજયેષ્ઠાનો તપસ્વીની સાથે ધર્મવાદ, રાજકુમારી ચેલણાનું અપહરણ, ચંદનબાળા પ્રવર્તિની પાસે સુજ્યેષ્ઠાની દીક્ષા, સત્યકીનો જન્મ, ઉમા નામની વેશ્યા દ્વારા સત્યકીનું મૃત્યુ, સતી સુભદ્રાની સમ્યકત્વની પરીક્ષા, સુલતાના બત્રીસ પુત્રોના જન્મ, ચેડારાજાના સુભટો દ્વારા બત્રીસ પુત્રોનું નિધન, ચેલણા રાણીનો દોહદ, નવજાત શિશુનો ત્યાગ, અનાથી મુનિનો સત્સંગ, શાલિભદ્ર અને મમ્મણ શ્રેષ્ઠીનો વૃત્તાંત, ધારિણી રાણીનો દોહદ, નંદીષણકુમારનો જન્મ, મેઘકુમારની પ્રવજ્યા અને તેમના પૂર્વભવોનાં વર્ણન પરમાત્માના મુખેથી કહેવાયા છે. ચોથા ખંડમાં પરમાત્માના સમવસરણમાં કુષ્ટી દેવનું આગમન, દેવનો પૂર્વભવ, શ્રેણિક રાજાના નરક નિવારણ માટેના પ્રયત્ન, દેવોએ તેમની કરેલી કસોટી, દેવોએ આપેલો દિવ્યહાર અને બે ગોળા, દિવ્યહારની ચોરી ઈત્યાદિ પ્રસંગો સુંદર રીતે વર્ણવે છે. પાંચમાં ખંડમાં ભાવધર્મના સંદર્ભમાં કવિ ઉદાયનરાજા, પ્રસનચંદ્ર રાજર્ષિ, જીરણ અને અભિનવ શ્રેષ્ઠીનાં કથાનકો આલેખે છે. મહારાજા શ્રેણિકને ચેલણા રાણીના શીલ સંબંધી શંકા, અભયકુમારને અંતઃપુર બાળવાની આપેલી આજ્ઞા, “જા ચાલ્યો જા” એવી આજ્ઞા મળતાં અભયકુમારે સ્વીકારેલો શ્રમણધર્મ, કોણિકનો રાજ્ય માટે છળકપટ, કોણિકનો પુત્ર પ્રેમ, સત્યદષ્ટિ પ્રાપ્ત થતાં કોણિકનો પ્રશ્ચાતાપ, મહારાજા શ્રેણિકનું મૃત્યુ અને તેમનો પૂર્વભવ, કાલીયાદિક રાણીઓની દીક્ષા ઈત્યાદિ પ્રસંગો પ્રસ્તુત છે. મહારાજા શ્રેણિક દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો પરમાત્માના મુખેથી વહે છે. પરમાત્માની દિવ્ય વાણી શબ્દાયમાન થતાં મહારાજા શ્રેણિકની શંકાઓનું સમાધાન થાય છે. છઠ્ઠા ખંડમાં કોણિકની પત્ની પદ્માવતીની દિવ્યહાર અને સેચનક હારતી માટેની હઠ, ચેડા અને કોણિકરાજા વચ્ચે ભીષણ યુદ્ધ, સેચનક હસ્તીનું અવસાન, હલ-વિહલ કુમારની દીક્ષા, કાલાદિ દશ સેનાપતિઓનું મૃત્યું, વરૂણનાગ શ્રાવકનું સ્વર્ગગમન, કૂળવાળુક મુનિ દ્વારા વિશાલા નગરીનો વિનાશ, ચેડારાજાનું વર્ગીગમન ઈત્યાદિ પ્રસંગો આલેખાયેલાં છે. સાતમા ખંડમાં ભાટ ચારણે કોણિક રાજાને આપેલા આશીર્વાદ, કોણિકનો ચક્રવર્તી થવાનો મિથ્યા પ્રયાસ, ઉદાયી રાજાનું મૃત્યુ, રાજ્યપરંપરા, આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકરનો પરિચય, ગુરુ પરિચય, ખંભાત નગરીનું વર્ણન, રાસકવનથી થતા લાભ અને કળશગીત ઈત્યાદિ પ્રસંગો પ્રસ્તુત થયા છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ કાવ્ય ઉન્મેષ : મધ્યકાલીન જૈન અને જૈનેત્તર સાહિત્યમાં તાલબદ્ધ રીતે ગાઈ શકાય એવી વિવિધ પ્રકારની દેશીઓ રચાઈ હોય તેવું જોવા મળે છે. સંગીતના વિવિધ રાગો અને ઢાળ વૈવિધ્ય કવિ ઋષભદાસની રચનાઓમાં પણ જોવા મળે છે. કવિને સંગીત પ્રત્યે અભિરુચિ હશે, તેવું જણાય છે. તેમની રાસકૃતિઓમાં સંગીતના વિવિધ રાગો પણ પ્રયોજાયેલા છે. તેમને તત્કાલીન પ્રચલિત દેશીઓ, ઢાળો અને ચોપાઈઓ સાહજિકતાથી પોતાની રચનામાં ગૂંથી છે. તેમની ઢાળોમાં અવનવું વૈવિધ્ય છે. દેશીઓ વિશેની યાદી આ પુસ્તકના પરિશિષ્ટ વિભાગમાં મૂકેલી છે. કવિએ પ્રસ્તુત રાસમાં આસરે ૫૮ જેટલી ભિન્ન ભિન્ન દેશીઓનો ઉપયોગ કર્યો છે, જેની સાથે વિવિધ રાગો પણ પ્રયોજ્યા છે. કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ (ઢાળ : ૪) ભીલકન્યા રાજકુમાર શ્રેણિકને જોઈ અભિભૂત થઈ. તે પ્રસંગ વર્ણન માટે કવિ મલ્હાર રાગ પ્રયોજે છે. મલ્હાર રાગ આનંદનો ઘોતક છે. (ઢાળ : ૮) કવિ ધનાવાહ શેઠની દુઃખી અવસ્થા દર્શાવવા પરજિયો રાગ પ્રયોજે છે. સામાન્યતઃ પરજિયો રાગ વિલાપ કે શોક પ્રસંગે પ્રયોજાય છે. વળી પ્રસ્તુત રાસમાં રામગ્રી રાગ પણ પ્રયોજાયેલો છે; જે કરુણતા નિરૂપણ માટે ઉપયોગમાં લેવાતો હોય છે. કવિ યુદ્ધ પ્રયોજન પ્રસંગે સિંધૂડો રાગ પ્રયોજે છે. આ રાગ ભાટ ચારણો દ્વારા શૂરાતન લાવવા માટે ગવાતો હતો. કવિએ મધ્યકાલીન પરંપરા અનુસાર કાવ્યને અંતે કળશ રચનાનો પ્રયોગ કર્યો છે, જેમાં ધન્ધાશ્રી રાગ છે. તેમની રચનામાં દુહાનો પ્રયોગ થયો છે. કવિનો ચોપાઈ તરફનો ઝોક પણ જોવા મળે છે. સંસ્કૃત ‘ચતુષ્પદી’ શબ્દ પરથી ‘ચોપાઈ’ શબ્દ બન્યો છે. છંદબદ્ધ કાવ્ય રચનાને ચોપાઈ કહે છે. ચોપાઈ માત્રામેળ છંદ છે. તેના ચાર ચરણ છે. દરેક ચરણની પંદર માત્રા છે. અહીં કાવ્ય પ્રકારના અર્થમાં ચોપાઈનો પ્રયોગ થયો છે. તેમની ઘણી રાસકૃતિઓમાં ચોપાઈનો સફળતાપૂર્વક ઉપયોગ થયો છે. તેમના સમકાલીન સમયસુંદર અને નયસુંદરની રચનાઓમાં પણ દુહા, છંદ, ચોપાઈ, ઢાળ અને ગુજરાતી ગીતો જોવા મળે છે. કવિની સંગીત વિષયક જાણકારી ઉલ્લેખનીય છે, જે તેમના ગેય ગીતોમાં સ્પષ્ટ તરી આવે છે. તેમણે ‘કવિત’ અને ‘કુંડલીઉં’ જેવા છંદો પણ યથોચિત પ્રસંગે વાપર્યા છે. હિન્દી અને રાજસ્થાની સાહિત્યમાં આ છંદોનો ઉપયોગ જોવા મળે છે. ભાષા પ્રભુત્વ કવિ ઋષભદાસની ભાષા તે સમયની લોકભાષા હોવાથી આજના વાચકને ઓછી પરિચિત હોઈ શકે. આ રાસકૃતિનું સર્જન સામાન્ય જનતાને લક્ષમાં રાખી ક૨ી હોવાથી ભાષા સરળ, સ્વાભાવિક અને સુંદર છે. કવિ ઋષભદાસે જીવંત ભાષાનો વિનિયોગ કર્યો છે. તેમણે પોતાની આવડતનું પ્રદર્શન કરવા અકારણ ભાષાનું પોત ગૂંચવ્યું નથી. તેમણે ભાવને પુષ્ટ કરે તેવાં કેટલાંક અલંકારો પ્રયોજ્યા છે. તેમણે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા તેમજ અર્થાન્તરન્યાસ અલંકારોનો પ્રયોગ કર્યો છે. આ અલંકારો પ્રાયઃ પરંપરાગત છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ તોલઈ મુઝ સુખડીનાદામ.” જિમહરી રાધા કેવો પ્રેમો, મણિરથ નઈ મણિરેહા જેમો; નારી સુનંદાણ્યું બહુનેહો, જિમ રાઘવનિ સીત સનેહો.' “તું પિથાણ જસ્યો સહી, તુજથી ચાલઈ સૂત્રો રે; પુત્રોરે, તેણેિ આવે ઉતાવલોએ.” સુપરખ ભોગ છાંડઈ સહી, જિમ કંચૂઉ સાપરે; મુરીખ મસખી પરિખુચીયા, સંસાર ચૂક માંગ્યા કરે.” કવિ ઋષભદાસની ભાષામાં વ્યંજના શક્તિનું ઉદાહરણ જોવા મળે છે. કવિને સંસ્કૃત ભાષા ઉપરનો કાબૂ અભૂતપૂર્વ છે. તેમણે લોકિક સંસ્કૃતનો વિનિયોગ કર્યો છે. “વયોધર ધાતયો વરધ, જેષ્ટ વરધીચ; બહુશ્રુતા સરોપી ધનો વરધ, ધારે દ્રવૃત કિંકર.' આમ કરવા પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યવહારભાષા અને ઉપદેશભાષાનું અંતર ઓછું થાય, જનસમુદાયને સમજવું સરળ પડે તેમજ ભાષાનો ઊંચો મોભો પણ જળવાઈ રહે. રસનિરૂપણ કાવ્યનું પ્રાણ તત્ત્વ રસ પ્રવાહ છે. કવિ ઋષભદાસે મુખ્યત્વે વીરરસનું આલેખન કર્યું છે, છતાં તેમાં હાસ્ય, કરૂણ, ભયાનક, બીભત્સ, શૃંગાર અને અદ્ભત રાસની છાંટ પણ જોવા મળે છે. કરૂણરસ સુનંદારાણીએ પતિની યાદ આવતાં ડૂસકાં ભરતાં વિરહ વ્યથા કહી તે પ્રસંગ કવિએ (ઢા.૨૨) ઉપમા આપી કરુણ રસ રસિક રીતે વર્ણવ્યો છે. જલનિ મન મૂઈ દૂબનાવઈ, મિનીક્ષણિનખમાય રે કંતા; એ નહી ઉત્તમ રીતિ, રાખો ચકવા પ્રીતિ રે કંતા; રામ હરીની નિત્ય રે કતા, કઠિણ ન કીજઈ ચીત્તરે કંતા; તુઝ વિણ સુનિ સેજ રે; દિવસ ગમાડું વાત કરતાં, પણિરયણી ન જાય.” ચેલણાથી વિખૂટી પડેલ તેની બહેન સુયેષ્ઠાનું કલ્પાંત કવિએ (ઢા.ર૬) કરુણઘેરું આલેખ્યું છે. “રુદન કરતી પડતી લવતી પ્રેમદારે, જપઈ ચિલણાનું નામ; મુઝ ઉવેખી બહિન તું મ્યું ગઈ રે, એન ઘટઈ તુઝ કામ; વલવંતી મુકી દવદંતી નલ ગયોરે, બીજો અમરકુમાર; મુઝનિ મુકી ચિલણા તું ગઈ રે, નહી તુઝ પ્રેમ લગાર; પ્રીતિ પ્રેમ મોહમુક્યો ક્ષિણમાં બહેનડીરે, બિગ પિગ કારિમો નેહ, મુઝ મુકીનઈ ગઈ તું એકલી રે, ન જાણ્યો દેતી એમ છે.' For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” (ચો.૧૬) કાલાદિક દસ પુત્રોના મૃત્યુથી માતાઓ ધરતી પર ઢળી પડી. પુત્ર વિરહથી વ્યાકુળ બની જે ઉદ્ગારો કરે છે તેમાં કરુણતા કાવ્ય બનીને વહે છે. આગિં મરણ ગયો ભરતાર, પુત્ર જતાં અમકુણ આધાર. કરઈ વિલાપનિરોતી માય, કિમ સહયાં સુત લોહના ઘાય; સોવન સેજ તણો સુનાર, પડયા ભોમિકુણ કરતા સાર. જે શરિ સખરાં ધરતા ફૂલ, તે મસ્તગ નવિ પામઈ મૂલ; બાજુબંધ તું કરિ ધરતા જેહ, પડયા ભોમિ ચંપાઈ તેહ. પગે વાણહી જસ નવ લખી, લોહધાર લાગઈ હુઆ દુખી; જાતાં દીઠા વળતાં નવિ વલ્યા, ગયા પુત્ર માતા નવિ મલ્યા.” આ ઉપરાંત શતાનીક રાજાના મૃત્યુથી ગુરણા કરતી મૃગાવતી રાણી, મહારાજા શ્રેણિકના અચાનક મૃત્યુથી દુઃખી થતા કોણિક રાજા, બત્રીસ યુવાન પુત્રોના અકાળ મૃત્યુથી બેબાકળી બનેલી સુલસાનો વલોપાત કાળજાને હચમચાવી મૂકે છે. વીરરસ કવિ ઋષભદાસની આ રાસકૃતિ વીરરસની દ્યોતક છે. વીરરસની સાથે સાથે રૌદ્રરસની છાંટ પણ જોવા મળે છે. દિવ્યહાર અને હાથી માટે થયેલા યુદ્ધમાં કવિએ (ઢા.૬૪) વીરરસનું નિરૂપણ કર્યું છે. ક્ષત્રીપાલા અતિ વિકરાલા, કોનવિ જાય ભાગી; કોણી રાય રણિ ચેડો ઝૂઝઈ, લોહકડાકડી લાગી. પાલઈ પાલા ઝૂઝ સુફલા, અબ્ધિ અશ્વ અનેકો; નાગિં નાગ રથિં રથ લડતા, અપતિ યુધ નહી એકો. હય ગય પુરૂષ પડયા રણમાંહિ, લોહીઈ ચાલ્યા પૂરો; ઋષભ કહઈ એ પાતિગ દેખી, વદન છૂપાવઈ સૂરો.' આ ઉપરાંત (ઢાળ ઃ ૬૯ અને ૭૨) રથમુશળ યુદ્ધનું વર્ણન છે. યુદ્ધવર્ણનો રૂઢિગત હોવા છતાં કવિની ચિત્રાત્મક આલેખન શક્તિના કારણે જુદાં તરી આવે છે. શાંત રસ કવિ કર્મના ફળ અને સંસારની વિચિત્રતા દર્શાવી વૈરાગ્યના શાંત રસ તરફ આપણું ચિત્ત વાળે છે. પિતૃઘાતક કોણિકરાજાના દ્રષ્ટાંત દ્વારા સંસારના સંબંધોની સ્વાર્થવૃત્તિ દર્શાવી મોહતોડાવે છે. બીભત્સ રસઃ મમ્મણ શ્રેષ્ઠીનું વર્ણન કરતાં કવિ (ચો.૧૩) ભીષણ ચિત્ર ખડું કરે છે. કાલો ઊંચો જાણે કાલ, દોરડી બાંધ્યો મહુઆલ; એક લંગોટો ઘાલ્યો હેઠિ, ખાંધિ કોહાડો કીધો સેઠિ.' રથમુસલ અને શિલાકંટક આ બે દિવસના યુદ્ધમાં એક કરોડ એસી લાખ મનુષ્યોનો ખુવાર થયો એ કવિએ (ઢા.૭૩) દર્શાવ્યું છે. જેમાં કવિ ભયાનક રસ પ્રસ્તુત કરે છે. આણી ચોવીસીઈ એ વલી રે, મોટો સંગ્રામ જ થાયરે; છ7 લાખ માનવ મુરે, હય ગય ઊંટ અનેક રે; For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વરત વિનાનરતે મુઆરે, ક્રોધિ નાઠા વિવેકરે; એક કોડી અસી લખ્ય નરારે, કઈ સંગ્રામિં સંહાર રે; એક અમર બીજો માનવીરે, મીન હુઆ દસ હજાર રે. શૃંગાર રસ : (ઢા.૪) રાજકુમાર શ્રેણિકનું અનુપમ રૂપ જોઈ કામવિકારને સંતોષવા ઝંખતી ભીલકન્યાના વર્ણનમાં શૃંગાર રાસનાં દર્શન થાય છે. જો રે ભીલડી વનિ વસઈ, મૃગનયણી કટિ ઝીણીજી; ઉરિથની અધુર પણિ રાતી, નાસિકા અતિ તસતીનીજી. પગિ નેપૂર કંચનનાં કંકણ, ગલઈ ગુંજાનો હારો જી; મોર પીછનો ચરનો પેહરયો, કરતી રાગ મલ્હારો છે.” આ ઉપરાંત (ઢાળ: ર૯) ચેલણારાણીના દેહ સોંદર્યના વર્ણનમાં શૃંગારના ચમકારા જોવા મળે છે. મૃગ નયણીનિ મોહનગારી, તે પામઈ સસી વદની નારી; મુખિ મીઠી નિંદરીસણી ગોરી, ચિલણા મન લઈ નરનું ચોરી.” રાજકુમાર શ્રેણિક અને સુનંદા વચ્ચે દૃષ્ટોદષ્ટ મળવાથી ઉપજેલ અનુરાગ કવિ (ચો.૩) રોમાંચિત રીતે કહે છે. શ્રેણિંકિ નરખી સુંદરી, જોતાં નયણાં ઊંચા કરી; નેત્રિનેત્ર મલ્યાં નરનારિ, પ્રીતિ પ્રેમ હુઈ તેણિવાર.' (ચો.૧૨) શાલિભદ્રનું શબ્દચિત્ર આલેખતાં તેમજ (ઢા.૩૬) સેચનક હસ્તિનો શણગાર વર્ણવતાં કવિ શૃંગાર રસ પીરસે છે. હાસ્ય રસ : કવિની આ કૃતિમાં જવલ્લે જ હાસ્ય રસ જોવા મળે છે. (ઢા.૧૯) શ્રેણિક કુમાર પુનઃ રાજગૃહી નગરીમાં આવ્યા ત્યારે પિતા પુત્રના મિલનથી હરખાયા. તાત હરખ્યો તિહાં અતિ ઘણું, મલ્યો વલભ પ્રાણ રે; રાય રૂદય ચાંપી રહ્યો, હું તો કિહાંઅ સુજાણ રે.” (ઢા.૧૬) સુલોચનાને દૃષ્ટિ મળતાં સૌ પ્રસન્ન થયા. ત્યાં હાસ્ય રસની છાંટ જોવા મળે છે. લેઈ સેઠ તિહાં નીર રે, લોચન છાંટતો; હોય નયણ બે નિરમાં એ; હરખઈ નરપતિ તામરે.” અદ્ભુત રસ કવિ ઋષભદાસની રચનામાં લોકોત્તર બાબતોના આલેખનમાં અદ્ભુત રસનો પ્રયોગ થયો છે. (ઢા.૩) રાજકુમાર શ્રેણિકને વનમાં જોયેલા અઢાર રનો પ્રત્યક્ષ પ્રાપ્ત થયા. દીઠો વેત વર્ણ પાષાણ, દેખઈ તરુઅરનું અહિ ધાણ; પતિ પથર લેત સુજાણ, દેવ વચન થયું પરમાણ.” For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ 10 કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” (ચો.૯) સત્યકી વિદ્યાધરના કપાળમાંથી પ્રગટતો તેજપુંજ અદ્ભુત રસનું દર્શન કરાવે છે. રોહિણી પરદત્તા સાથેહ, વેગિ વિદ્યા આવી તેહ; કહઈ મુઝ રહેવા કોહો ઠામ, શતકી સિર દેખાડઈ ઠામ વિદ્યા મતકિ રહેતિ જસિં, ત્રિલોચનતે થાય તસિં.' (ઢા.૭૨) રથમુશળ યુદ્ધનું વર્ણન અદ્ભુત અને ભયાનક રસનું સુંદર ઉદાહરણ છે. તે ખેડયા વિહુણો રથ ફરઈ, નહી અશ્વતણું તિહાં કામ રે; રથ ઉપર મુકિઉં મૂસલું તે ઉછલી મારઈ ઘાયરે.” (ઢા.૬૯) મહાશિલા કંટક યુદ્ધમાં અદ્ભુત રસની પરાકાષ્ઠા છે. ત્રણિ કાકરાકાષ્ટ જ નાખતો, કરઈ શલાકે કામ રે; ગજ અશ્વ પડયા રણમાં બહુ, વલી પુરૂષ તણો નહી પાર રે; કોણી નાખઈ સાહમુત્રીણખલું, હોઈ પાહણ તણા પ્રહાર રે.' વાત્સલ્ય રસ : (ઢા.૨૮) ચેલણા રાણીએ અશોકવનમાં દાસી દ્વારા મૂકાવેલ પોતાના નવજાત શિશુને મહારાજા શ્રેણિક લેવાદોડયા. પુત્ર પ્રત્યેના વાત્સલ્યથી પિતા બહાવરા બન્યા. સુણિ વાત ભૂપતિઉ જાય, અશોક તરૂતલિ આવ્યો રાય; ભૂંડી કાં નાખે હો, હો; લુલો ટુટોનિ સુગાલો, કોના છંડઈ પોતાનો બાલો.' આ ઉપરાંત (ઢા.૧૭,૧૮ અને ચો. ૫) મહારાજા પ્રસેનજિત પોતાના બુદ્ધિશાળી પુત્રને રાજગૃહીમાં બોલાવવા પત્ર લખી નિમંત્રણ આપે છે. તેમાં પિતાનો પુત્ર મિલનનો તરફડાટ છે. ત્યાં વત્સલની ખરલમાં કરુણ રસ ચૂંટાયેલો જોવા મળે છે. (ઢા.૫૭) કોણિકરાજાના ઉદાયીકુમાર પ્રત્યેનો વાત્સલ્ય ભાવ પ્રશંસનીય છે પરંતુ ચલણા રાણી પોતાના પુત્રને પિતાનો વાત્સલ્ય ભાવ દર્શાવે છે તે અત્યંત ઉતકૃષ્ટ કોટિનો છે. તુંહનાહનો ઘણી વેદના, વેદું તિહાંનવિચાલઈ; તુંહતો રોતો રહઈ વલી, આંગલી મુખિં ઘાલઈ; પરંઈ ખરડી તુઝ આંગલી, મુખિં કુણિ ઘલાય; સુગ થાય મુઝ અતિ ઘણી, એતો મિંન થાય; મોહ ઘણો તુઝ બાપનંઇ, ઉપાડયો સુત તિહાંઇ; પરૂ ભરી તુઝ આંગલી, મુકતો મુખમાંહિ.” ભક્તિ રસ : મધ્યકાલીન કૃતિઓનો મુખ્ય લક્ષ્ય ભક્તિનું આલેખન કરવાનું છે. તેથી તેમની રચનાઓમાં ભક્તિ રસ વહેતો જોવા મળે છે. આદિ અનાદિ અરીહંત જપું, જિમ પામું ભવ પાર; સકલસિધિ સમર્ સહી, ગણધર કરૂં પ્રણામ; For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ આરાધું ઉવઝાય નઈ, જિમ સીઝઈ મુઝ કામ; સકલ સાધુ સુપરિ નયું, કેવલન્યાની સાધ.’ કવિએ પ્રત્યેક રાસકૃતિમાં માતા સરસ્વતીની ભક્તિ કરી છે. આ રાસકૃતિના પ્રથમ દુહામાં કવિએ પંચપરમેષ્ઠીને રસિક રીતે સ્તવ્યા છે. ૧૧ વર્ણનકળા ઃ કવિની વર્ણન શક્તિ અતિશયતા વિનાની છે. જંબુદ્વીપનું વર્ણન, અઢાર રત્નોનું કાર્યઅનુસાર વર્ણન, અરણ્ય વર્ણન, ભીલડીના દેહ સૌંદર્યનું અને પહેરવેશનું વર્ણન, સુનંદા, ચેલણા અને ધારિણી રાણીનો દોહદ, સેચનક હસ્તીનો શણગાર, નગર વર્ણન, યોદ્ધાઓનો શણગાર, (ચંપાનગરી ઢા.૬૦, ખંભાતનગરી ઢા.૮૧) ઈત્યાદિ વર્ણનો રોમાંચક ચિત્રાત્મક છે. યુદ્ધના વર્ણનનો પરંપરાગત હોવા છતાં રસિક છે. ચમત્કારિક તત્વ ઃ મધ્યકાલીન સાહિત્યમાં જૈન કવિઓ પોતાની કૃતિઓમાં ચમત્કારનું પ્રયોજન પણ કર્યું છે. અંગ્રેજીમાં તેને MIRACLE કહેવાય છે. આ ચમત્કારિક તત્ત્વ પ્રયોજવાનું મુખ્ય લક્ષ્ય જન મનોરંજન ક૨વાનો છે. (ચો. ૧૦) અંબડ શ્રાવકે બ્રહ્મા-વિષ્ણુ-મહેશનાં વિવિધ રૂપો ધારણ કરી સતી સુલસાની શ્રદ્ધાની પરીક્ષા કરી. આ ઉપરાંત પંચવર્ણી મેધની વિધુર્ણા દ્વારા ધારિણી રાણીનો દોહદ પૂર્ણ ક૨વો, સત્યકી વિદ્યાધરના ખડગમાં રહેલી અમર શક્તિ, સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્રનું રથમુશળ અને શિલાકંટક યુદ્ધ, મહારાજા શ્રેણિકને દેવ તરફથી મળેલા દિવ્યહાર અને બે ગોળા ઈત્યાદિ પ્રસંગોમાં ચમત્કારિક તત્ત્વો જીવિત થઈ ઉઠે છે. ઉપદેશાત્મક તત્ત્વ ઃ કવિના કાવ્યમાં ઉપદેશાત્મક તત્ત્વ સમાયેલું છે. મહારાજા શ્રેણિકના અકાળ મૃત્યુથી દુઃખી થતા પ્રધાનો (ઢા.૫૯) સાંત્વના આપતાં ઉપદેશે છે કે, ‘જે થનારું હોય તે થઈને જ રહે છે.' કવિ સમયસુંદરે સીતારામ ચોપાઈમાં પણ આવું જ નિરૂપણ કર્યું છે. રાવણ ચંદ્રનખાને સાંત્વના આપતાં કહે છે કે, ‘હુવનહારી વાત તેહવઈ, કરમ તણઈ પરણામિ.' આવું જ કથન નાકરના રામાયણમાં છે.કુંભકર્ણ રાવણને કહે છે કે, ‘વાત હોનારી તેહજ હવી.' સમકાલીનો વચ્ચે કેટલું સામ્ય ! ચેલણા રાણી પતિને કારાવાસમાં મળવા ગયા ત્યારે રાજાના શરીર ઉપર કોરડાના ઘા જોઈ દુઃખી થયા. તે સમય મહારાજાએ તેમને સાંત્વનાના શબ્દો ઉપદેશ દ્વારા આપ્યા. કવિએ (ઢા.૬૫) તેને ઐતિહાસિક દૃષ્ટાંતો દ્વારા રજૂ કર્યો છે. સહુ દિવસ નોહઈ સારીખા, કહઈ વિબુધ મોટા જેહ; જુઉ લીલા યાદવ રાયની, દુખ પામ્યો રે અંતિં વલી તેહ. નલ ભમ્યો નારી વનિ તજી, દુખ લહઈ રાવણ રામ; હરીચંદ રાજા જલ વહઈ, પાંડવ ખોહઈ પ્રથવીનિં ગામ. બ્રહ્મદત્ત નારગિ ભોગવઈ, એક દિવસ કરતો રાજ; દિન સકલ નોહઈ સારીખા, તેણિં કીજઈ રે ધર્મનું કાજ.’ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ” પ્રસનચંદ્ર રાજર્ષિએ યુદ્ધના ભાવ છોડી ભાવધારાને અધ્યાત્મ તરફ વાળી ત્યારે કવિએ (ઢા.૫૩) ઉપદેશ તત્ત્વનું પ્રયોજન કર્યું છે. સુત કોહનો હું કોહતણો એ, મિં ઇંડિG સહુ આજતો; શત્રુ મિત્ર મહારઈ નહી એક સરખા માટી હેમ તો; કાષ્ટ નારી સારીખાં એ, નહી દ્વેષ મુઝ પ્રેમ તો.” મહારાજા પ્રસેનજિતે સંસારનો ત્યાગ કર્યો તે પ્રસંગે કવિ (ઢા.૧૯ અને દુ.૨૪) ઉપદેશ ટાંકે છે સુપરખ ભોગ છાંડઈ સહી, જિમ કંચૂક સાપ રે; મુરખ માખી પરિખુચીઆ, સંસાર લૂક માંગ્યા પરે; અંજલી જલ બીજું આઉખું, રાખ્યું નવિરહઈ તેહરે; ધર્મ આછઈ માનવ ભવે, પુરુષ ના ચેતઈ કાંય?” એક વખતના મગધાધિપતિ પુત્રના રાજ્યલોભને કારણે કારાગૃહમાં પૂરાયા, તે સંદર્ભમાં કવિ (ઢા.૫૬) ઉપદેશ આપે છે. પ્રાણીડા લાઈ મત ક્રોધ રે, ગુમાન એક અવસરિ રે.' (ચો.૧૬) કાલીયાદિક દસ રાણીઓને ઘર્મ પમાડતાં પ્રભુ મહાવીર સ્વામી ઉપદેશ છે. “વીર કહઈ મમ કરો વિલાપ, સંસાર દુખ આગર સંતાપ; કોય ન પોહતી પુરી આસ, ખરો એક મુગતિનો વાસ. પણિ સંયમ વિણ તે નવિહોય, ચેત્યાને દુખ છૂટા જોય; જે ચેતસઈ તે સિધ થઈ, જન્મ જરા મરણિ છૂટસઈ.” આ રાસકૃતિમાં વિશેષ પ્રકારે ઉપદેશ તત્ત્વ સમાયેલું છે. કવિ સનાતન સત્યોને પ્રસંગ મળતાં સહજતાથી ઉપદેશે છે. સંવાદશૈલી: આ રાસકૃતિમાં મહારાજા શ્રેણિક રવમાની પુરુષ તરીકે પ્રસ્તુત થયા છે. મહારાજા પ્રસેનજિત દ્વારા લખાયેલા પત્રો અને રાજકુમાર શ્રેણિક દ્વારા અપાયેલા ઉત્તરોને મનોમંથનમાં કવિની પત્ર લેખન શક્તિનો ઉન્મેષ જોવા મળે છે. અનાથી મુનિ અને મહારાજા શ્રેણિકનો શાસ્ત્રોક્ત સંવાદ રોચક રીતે કવિએ આલેખ્યો છે, જેમાં અનાથ અને સનાથનો ભેદ કવિએ માર્મિક રીતે વર્ણવ્યો છે. કોણિકરાજાએ ચેડા રાજાને લખેલા પત્રમાં કવિની પત્રલેખન શૈલીનો કુશળ અનુભવ થાય છે. શુકન સારા અને માઠા પ્રસંગોએ શુકનનું વર્ણન કરવું એ મધ્યકાલીન કવિઓની એક વિશેષતા છે. કવિ લાવણ્યસમયે “વિમલપ્રબંધ' નામની રાસકૃતિમાં શુકન-અપશુકનનું નિરૂપણ કર્યું છે. કવિ સમયસુંદરે મૃગાવતી ચોપાઈમાં શુભ શુકનોની યાદી આપી છે. તેમા કુંવારી કન્યા, રાશ બાંધેલ બળદ, સવચ્છી ગાય, For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દહીં ભરેલ પાત્ર, વેશ્યા, મત્સ્યયુગલ શુભ શુકન છે. પ્રસ્થાન વેળાએ શુભ મુહૂર્ત જોવાનો રીવાજ તે સમયે અત્યંત પ્રચલિત હતો. તત્કાલીન સમાજની માન્યતાઓ કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. અભયકુમાર રાજગૃહી નગરીમાં પ્રવેશ્યા ત્યારે તેમને કુંવારી કન્યાના શુકન થયા. આ રાસકૃતિમાં કુંવારી કન્યા, શ્રીફળ, કંકુ, અખાણું, નાગરવેલના પાન, સોપારી ઈત્યાદિને શુભ શુકન માન્યા છે. તવકુમારીએ શ્રીફલ ગ્રહી, આવિ કુંકુ-ઘોલિ રે; એક અખાણું કરિ કરી, માંહિ ફોફળદ્રોઅરે. સમાજ દર્શનઃ મધ્યકાળની સાહિત્યકૃતિઓમાં તત્કાલીન સમાજ, તેના રીતરિવાજોનું પ્રતિબિંબ જોવા મળે છે. • સ્ત્રીના સામાજિક મોભાનો આછો પરિચય મળે છે. • તે સમયની ખાદ્ય સામગ્રીનો ખ્યાલ આવે છે. • સ્ત્રીને શંકાની નજરે જોવામાં આવતી હતી. • દાસપણું કરતાં સ્ત્રી-પુરુષને માલીકની આજ્ઞાનું પાલન કરવું પડતું હતું. • હાર અને હાથી જોઈ પદ્માવતીરાણીની ઈર્ષા એ સ્ત્રીના નિર્બળ પાસાનું આલેખન છે. • વીર નારી પોતાના કંથને રણમાં મોકલાવતી વખતે કપાળે તિલક કરી તેનું અભિવાદન કરતી અને રણમાં લડતા કંથને જોઈ ગૌરવ અનુભવતી. • શ્વસુર ગૃહે રહેવામાં જમાઈનો મોભો નથી એવું સ્પષ્ટ થાય છે. • ઉત્તમ કન્યાની પસંદગી માટે રાજાઓ નીચલા વર્ગમાંથી ગુણિયલ કન્યા પસંદ કરતા હતા. • સ્ત્રી લક્ષ્મી કે ઈન્દ્રાણી જેટલો આદર પામતી હતી. • તે સમયે વિદાય વેળાએ કરિયાવરમાં વસ્તુઓ ભેટ અપાતી હતી જે દાયજાપ્રથા ત્યારે પણ હતી. • શકુંતલાને કણ્વઋષિએ પતિગૃહે જતા શિખામણ આપી તેમ સુનંદાને વિદાય આપતાં માતા-પિતાએ ભલામણ કરી. • મધ્યકાળમાં સમાજમાં ભેળસેળ, ઓછાતોલ, અદત લેવું, લોભ વૃત્તિ જેવાં અનિષ્ટો હતાં જે રત્નચૂડ, મમ્મણશેઠ, રોહકુમાર, કોણિક રાજા ઈત્યાદિના ચરિત્રમાં જોવા મળે છે. વેશ્યાવૃત્તિ નિંદ્ય હોવા છતા મધ્યકાળમાં તેનો પ્રસાર ઠીક ઠીક જણાય છે. રાજાઓ પણ પોતાનું કાર્ય સંપન્ન કરવા તેમનો આસરો લેતા હતા. આ પ્રમાણે કવિની રાસકૃતિમાં તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો, રીતરિવાજોનો પરિચય મળે છે. રાજનીતિઃ મહારાજા શ્રેણિક પ્રજાનું પુત્રવતુ પાલન કરતા હતા, જ્યારે ચંડપ્રદ્યોતન જેવા રાજાના દૂત લોહજંઘ લોકોને પીડતા પણ હતા. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રેણિક રાસ અને અભયકુમાર રાસમાં આવતી સમાન કડીઓ શ્રેણિક રાસની કડી અભયકુમાર રાસની કડી ૯ થી ૧૪ ૧૫ થી ૩૦ ૩૧ થી ૪૮ ૪૯ ૫૦ ૨૬૮ થી ૨૭૩ ૨૭૬ થી ૨૯૦ ૨૯૪ થી ૩૧૧ ૩૧૩ ૩૨૦ ૩૮૩ ૩૮૫ થી ૩૯૦ ૩૯૫ થી ૩૯૮ ૪૧૦,૪૧૧ ૪૧૮ ૪૨૦ થી ૪૨૨ ૪૩૧ થી ૪૩૩ ૪૩૫ થી ૪૩૭ ૪૪૦ થી ૪૪૩ ૪૬૨ થી ૪૭૨ ૪૭૫ થી ૭૮૨ ૪૮૪ થી ૪૮૬.૧ ૪૮૮ થી ૪૯૧ ૪૯૨ થી ૫૦૫ ૫૦૭ થી ૫૦૯ ૬૮૧ ૬૮૭.૧ ૬૮૯,૬૯૦ ૮૩૦ ૮૩૨ ૮૩૪ થી ૮૪૧.૧ ૮૪૪ ૮૪૬, ૮૪૭ ૮૪૯.૧ ૯૦૪ થી ૧૦૬ ૯૦૯ ૧૧પ૧,૧૧પર ૧૨૧૫ થી ૧૨૨૩ ૧૨૫૫ થી ૧૨૬૦ ૧૨૬૪,૧૨૬૫ ૧૨૬૯ ૧૨૭૦ થી ૧૨૯૦ ૧૨૯૨ થી ૧૨૯૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ For Personal & Private Use Only ૫૧ પર થી ૫૭ ૫૮ થી ૬૧ ૬૨,૬૩ ૬૪ ૬૫ થી ૬૭ ૬૮ થી ૭૦ ૭૧ થી ૭૩ ૭૪ થી ૭૮ ૭૮ થી ૮૮ ૮૯ થી ૯૬ ૯૭ થી ૯૯.૧ ૧૦૦ થી ૧૦૩ ૧૦૪ થી ૧૨૬ ૭૪૬ થી ૭૪૮ ૭૫૪ ૭૫૫.૧ ૭૫૭,૭૫૮ ૭૬૭ ૭૬૮ ૭૬૯ થી ૭૭૬.૧ 666 ૭૭૮,૭૭૯ કુલ બંને રાસની ૧૮૯.૪ કડીઓ સમાન છે. નોંધ :-.૧ એટલે કે બે પંક્તિમાંથી એક પંક્તિ સમાન છે. (નોંધ ઃ સંભવ છે કે કવિ દ્વારા મુળમાં શ્રેણિક રાસ રચાયો હશે ત્યાર પછી અભયકુમાર રાસ સાંભળવાની ઈચકા થઈ હોય જેથી તેમણે સ્વતંત્ર અભયકુમાર રાસ રચ્યો હોવો જોઈએ, જેથી ઘણી કડીઓ સમાન છે.) ૭૮૦.૧ ૮૫૦ થી ૮૫૨ ૮૫૩ ૮૫૫,૮૫૬ ૯૪૮ થી ૯૫૬ ૯૫૭ થી ૯૬૩ ૯૬૫,૯૬૬ ૯૬૭ ટ ધી ટર ૯૮૯ થી ૯૯૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેણિક રાસ ખંડઃ ૧ દુહા : ૧ મંગલાચરણ આદિ અનાદિ સરસતી, સદાલગંઈ તુઝ માન; સહુ કો સેવઈ સારદા, બાલ કરાઈ તુઝ ધ્યાન ષટુ દરીસણમાં તું સહી, તાહરો સઘલઈ વાસ; કરો કૃપા જો ગાઈઈ, નર શ્રેણિકનો રાસ સમર્ સરસ્વતી ભગવતી, ધ્યાન ધરું નવકાર; આદિ અનાદિ અરીહંત જપું, જિમ પામું ભવપાર સકલ સિધિ સમર્ સહી, ગણધર કરૂં પ્રણામ; આરાધૂ વિઝાય નઈ, જિમ સીઝઈ મુઝ કામ સકલ સાધુ સુપરિ નમું, કેવલજાની સાધ; સીલવંત મુનિ નઈ નમું, ન કરઈ કહો બાધ ત્રિવિધિ તપીયા મુનિ નમું, જિન પઢવાનો જાપ; આગમ મોટા વાદિ નમું, નાસઈ પૂરવ પાપ એણઈ ધ્યાનિ મતિ નીરમલી, મુખિ સારદાનો વાસ; પઢમ તીર્થંકર એહસઈ, કહું શ્રેણિકનો રાસ અર્થ - હે શ્રુતદેવી! તારું અસ્તિત્વ અનાદિ કાળથી શાશ્વત છે. તારો મોભો (અસ્તિત્વ) ત્રણે કાળમાં સદા છે. હે શારદા! સૌ કોઈ તારી ઉપાસના કરે છે. અબુધજન તારું ધ્યાન કરે છે. ...૧ ભારતના છ દર્શનોમાં તું ખરી શ્રુતદેવી છે. તારો ચતુર્ગતિમાં સર્વત્ર વાસ છે. તે માતા! મારા પર કૃપા કરો તો હું શ્રેણિક રાજાનો રાસ ગાઉં. હે વિદ્યાની દેવી શારદા! તમારું સ્મરણ કરું છું. હું પંચપરમેષ્ઠીમંત્રનું ચિંતન કરું છું. હું ત્રણે કાળના સર્વ અરિહંત પરમાત્માનું નામ સ્મરણ કરું છું, જેથી ભવ સમુદ્ર પાર કરી શકું હું સિદ્ધાલયમાં વસતા અનંત સિદ્ધ પરમાત્માનું સ્મરણ કરું છું. (તીર્થકરોની વાણીને સૂત્રરૂપે ગૂંથનારા, ગણનું નેતૃત્વ કરનાર) ગણધર ભગવંતોનું સ્મરણ કરું છું. (શ્રી સંઘમાં પઠન-પાઠન કરાવનાર) ઉપાધ્યાય ભગવંતોનું આરાધન કરું છું જેથી મારા સર્વકાર્યો નિર્વિબપણે પૂર્ણ થાય. ... ૪ (અઢીદ્વીપમાં રહેલા) સર્વ સાધુ ભગવંતોને મનના ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરું છું. કેવળજ્ઞાની અને શીલવંત મુનિ ભગવંતોને નમસ્કાર કરું છું, જેથી મારા કાર્યમાં કોઈ બાધા-પીડા ન આવે. . ૫ (મન, વચન અને કાયાના ત્રણે યોગ પર નિયંત્રણ કરનારા) હું તપાવી મુનિરાજોને નમું છું. જ્ઞાનાર્જન કરી રહેલા અભ્યાસી સંતોને, આગમ વિશારદો, અને મોટા મોટા વાદી મહાત્માઓને હું વંદન કરું For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' છું, જેથી મારા પૂર્વ સંચિત પાપ કર્મનો ક્ષય થશે. પૂર્વાચાર્યોનું સ્મરણ કરવાથી બુદ્ધિ નિર્મળ બને છે, મુખમાં માતા સરસ્વતીનો વાસ થવાથી અનુપમ વાણી ઉપજે છે. માતા સરસ્વતી સૌ પ્રથમ તીર્થંકરના મુખે વસે છે તેથી સૌ પ્રથમ તીર્થકરોને પ્રણામ કરી હું શ્રેણિકરાજાની રાસ કૃતિનું કવન કરું છું. ચોપાઈઃ ૧ જૈન ભૂગોળ - અઢીદ્વીપ વર્ણન નૃપશ્રેનિકને ગાસિ૬ રાસ, ભણતાં ગુણતાં પોહચઈ આસ; કવણ દ્વીપ કુણા ખેત્રિ વાસ, કહે સું દેસ નગર વલી તાસ પ્રથવી યોજન લાખ પિસ્તાલ, માનવ ખેત્ર સદાય કાલ; અઢી દ્વીપમાં માનવ રહઈ, જંબૂદ્વીપથી વિવરી કહઈ લાખ જોયણ થાલી આકાર, લવણ સમુદ્ર તે પાછલિ સાર; પોહલો જોયણ લાખ તે દોય, ખંડ ઘાતકી આગલિ હોય ચાર લાખ જોયણનું જાણિ, કાલોદધિ પછઈ સમુદ્ર વખાંણિ; આઠ લાખ જોયનનો ઘારિ, પછઈ પુષ્કરવર દ્વીપ વિચારી સોલ લાખ યોજનનું સોય, માનષોત્તર વચિ ફરતું હોય; તેણેિ કરી અરધ દ્વીપમાં વાસ, આઠ લાખ યોજન કહું તાસ પૂર્વ થકી કો પશ્ચિમ જાય, લાખ પિસ્તાલીસ યોજન થાય; અકરમ ભોમિ કહુ અહીંઅ ત્રીસ, કરમ ભોંમિં તે પનર કહીશ માનવ ખેત્રની એહ કથાય, કુણ થાનકિ હુઉ શ્રેણિક રાય; જંબુદ્વીપ અનોપમ જેહ, અસંખ્ય દ્વાર્ષિ વીટિઉં તેહ અસંખ્ય સાયર પાછલિ ફરિયા, વિવિધ વર્ણ વારિ તે ભરાયા; જંબુદ્વીપ તે વચિમાં હોય, ચ્યાર પોલિ જતીઢું જોય વચિમાં મેર સોવન મઈ કહું, ભરત ખેત્ર દક્ષણા દસિ લહું; જોયણ પાંચસંઈ નઈ છવીસ, છકલા ઉપર ભાખઈ ઈસ ધનુષ તણો અહીઈ આકાર, વિચિ વૈતાઢચ રૂપાનો સાર; જોયણ પંચવીસ ઊંવા તેહ, પંચાસ યોજન પોહોલો જેહ મૂર્લિ દોય ગુફા કહેવાય, તહી ચક્રી દલચાલ્યાં જાય; ત્રણિ ખંડ ઉત્તર દસિ જેહ, સાધી પાછા આવઈ તેહ ઉત્તર ભારત સહુ એહ નઈ કહઈ, દહિણ ભરત આણિ ગમ રહઈ; ત્રણ ખંડ તે માંહિ હોય, છ ખંડનો વિવરો જોય અર્થ - હું મહારાજા શ્રેણિકનો રાસ ગાવું છું. આ રાસ કૃતિ ભણતાં, ગણતાં સર્વ અભિલાષાઓ પૂર્ણ થશે. . ૧૯ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જમ્બુદ્વીપ ઈવર વલંધર UTTA કુલ ૨ ઉત્તર અપરાજિત દ્વાર hich h132b fee T E Pbal પ્રભાસ ખંડ૬ ખંડ ૧ અંતરકીપ Sન PRODE 32 દીધ વતાય ખંડ પ ઐરવત ક્ષેત્ર what - રાહ the US ઉત્તર ખંડ ૩ શિખર પર્વત શિખરી પર્વજ * $1}sh | //// //////////////// પ્રવૃત્તવૈતાઢય મોઘવત્પર્યાય જ નથી છે પરણ્યવત ક્ષેત્ર મહા પુંડરી કે દ્રહ | રુક્ષ્મી પર્વત - વૃત્તવૈતાઢય ગધાપાતી રખ્યક ક્ષેત્ર અંરતદ્વીપ નારી કાન્તા નદી ] Phક ટી નીલવચત પર્વત કેશરી દ્રહ નીલવયત પર્વત સૂર્યદ્વીપો ૨૫. વ. વિજય ૧૬ સુધી દ્વિજય ૨૭ મહાવપ્ર વિજય ૨૮, ૧૫ કાવતી વિજય R, ૧ ગુવિજય ૩. સુવષ્ણુવિજય ૩૨, માધિલોવતી વિ . મેં 7 %b] p]k 'f વેલંધર ગંધમાદને માલ્યવંત ૧, કચ્છ વિજય ૨, સુકજી વિજય Y, ઉપકાવતી વિજય કે, મહા કચ્છ વિજય ૬, મંગલાવર્ત જિજય ૫. આવત વિજય હ, બુધ કરાવતું વિજય ૮, પુલકુલાયતી વિજય) વિદેહ પૂર્વ ht G DSbપાતાલ ' કલે રે , / ભદ્રશાલ વન પાતાલ કલર ANDE સીતાદા નદી સીધી નદી અપર રૂ| સૂર્યદ્વીપ - ૨૩. કુમુદ વિજય t૨. નલિન વિજય ૨૪ શાખ વિજય સલિલાવતી ોિ s, પક્ષપા વિસા ર૪, પર્બગાવતી વિ ', વિદ્યભ | ૧૭, પધવિજય ૮. સુપડા વિજયી કચનગિરિ સોમનસ 000 ૧૫, મંગલાષની વિચાર ૧૫, રમણીય વિજયી ૧૪, એ વિજયે. ૧૩, રામ વિજય ૨ ૪ ૧૨ ધન્સ કંઘિતી પિચર ૧૧. પહાવાસ વિજય ૧૦, સુવઃવિજયા વેલંધર ગૌતમદ્વીપ નિષધ પર્વત તિબિંછ દ્રહ નિષધ પર્વત હરિકાતા નદી રિવર્ષ તેનું વૃત્તવૈતાઢ્ય વિકટાપાતી - હરિ સલિલા નદીમાહિમવત પર્વત મહાવિંત પર્વત મહા પાહ રોહિતાણા નદી A. હિમવત ક્ષેત્ર ઘુ હિમવંત પર્વત ખંડ ૩ ઉત્તર પી - વૃત્તવૈતાઢય શબ્દાપાતી લૉ ડમવત પર્વત શષભ કુરે ભરત ક્ષેત્ર ખંડ ૫ ? SY સમિU પડપાતા અનુવેલંધર દીઘ વતાર્થ | ખંડ ૨ ખંડ ૬ ભરત ક્ષેત્ર પ્રભાસ - અયોધ્યા વરદા પધ દક્ષિણ વિજયંતહાય અંતરકીપ કુલ રશી D]BE વલંધર કિયુપ For Personal & Private Use Only www.ainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ ભુ ર ત ક્ષે ત્રા લઘુ હિમવંત પર્વત સિંધુખંડ ૩ પદ્મ કહે છે મધ્યખંડ ૪ ઉત્તરાર્ધ ભરત ગંગાખંડ ૫ For Personal & Private Use Only and Daniel સિંધુખંડ ૨ ગંગ્રાખંડ ૬) દક્ષિણાઈ ભૂરતા મધ્યખંડ ૧ અષ્ટાપદ ૫. જાણીતી નિયા ગંગા નદી Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક મહારાજા કયા દ્વીપમાં, કયા ક્ષેત્રમાં રહેતા હતા ? તેમના દેશ નગર વિશેની માહિતી હું કહીશ... ૮ ૪૫ લાખ યોજનના વિસ્તારવાળી આ પૃથ્વી ઉપર સદાકાળ માનવોનું અસ્તિત્વ છે. ૪૫ લાખ યોજનના વિસ્તારવાળી આ પૃથ્વીને અઢીદ્વીપ કહેવાય છે. ત્યાં માનવોનો (કાયમ) વસવાટ છે. આ અઢી દ્વીપની મધ્યમાં જંબુદ્વીપ છે. તેનું વિવરણ કહું છું. (જુઓ ચિત્રમાં) ... ૯ જંબુદ્વીપ એક લાખ યોજનનો છે. તે થાળી આકારે ગોળ છે. જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે. તે બે લાખ યોજનનો પહોળો છે, ત્યાર પછી ધાતકી ખંડદ્વીપ છે. ... ૧૦ તે ચાર લાખ યોજનનો છે, તે જાણો. ત્યાર પછી કાલોદધિ સમુદ્ર છે. તે સમુદ્ર આઠ લાખ યોજનનો ફરતો ચારે તરફ છે. ત્યાર પછી પુષ્કરવરદ્વીપનો વિચાર છે. ૧૧ પુષ્કરવરદ્વીપ સોળ લાખ યોજનનો છે. તેનાં મધ્યમાં ફરતો માનુષોત્તર પર્વત છે તેથી અર્ધ પુષ્કરવ૨દ્વીપમાં જ મનુષ્યનો વસવાટ છે. તેનો આઠ લાખ યોજનનો વિસ્તાર છે. ૧૨ આ રીતે પૂર્વથી પશ્ચિમ જતાં અઢીદ્વીપનો વિસ્તાર પિસ્તાલીસ લાખ યોજનનો થાય છે. જંબુદ્વીપમાં ત્રીસ અકર્મભૂમિ છે તેમજ ત્યાં પંદર કર્મભૂમિ છે. ક ૧૩ આ અઢીદ્વીપના મનુષ્ય ક્ષેત્રની કથા છે. મહારાજા શ્રેણિક મનુષ્ય ક્ષેત્રમાં કયા સ્થાને હતા તે કહું છું. અઢીદ્વીપમાં જંબુદ્વીપ અનુપમ છે. તે અસંખ્યાતા દ્વીપોથી વીંટળાયેલો છે. ... ૧૪ આ જંબુદ્વીપને ફરતા પાછળ અસંખ્યાતા સમુદ્રો છે. આ સમુદ્રો વિવિધ રંગના જળોથી ભરેલા છે. આ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં જંબુદ્વીપ છે. આ જંબુદ્વીપને ફરતો કોટ-કિલ્લો છે, તેને જગતી કહેવાય. તેની પહોળાઈ ચાર યોજન છે. ૧૫ જંબુદ્વીપની વચમાં મંદર-મેરૂ પર્વત છે. તે સંપૂર્ણ સુવર્ણમય(સ્વચ્છ અને મનોહર) છે. મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં ભરતક્ષેત્ર છે. તેનો વિસ્તાર પાંચસો છવ્વીસ યોજન અને ૬ કલા(પર૬ ૬/૧૯ યોજન)નો છે ; તેવું જિનેશ્વર દેવ કહે છે. ૧૭ ભરતક્ષેત્રનો આકાર (અર્ધચંદ્ર) ધનુષ્ય જેવો છે. ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં વૈતાઢય પર્વત છે. તે પૂર્ણતયા રજતમય છે. તે પચ્ચીસ યોજન ઊંચો છે અને ૫૦ યોજન પહોળો છે. (જુઓ ચિત્રમાં) ... ૧૬ વૈતાઢચ પર્વતની તળેટીમાં તમિશ્રા અને ખંડપ્રપાત નામની બે ગુફાઓ છે. ત્યાં ચક્રવર્તીનું સૈન્ય જાય છે. ત્રણ ખંડ જે ઉત્તર દિશામાં છે, તેના પર ચક્રવર્તી વિજય મેળવે છે. ••• ૧૭ ૧૮ ... ઉત્તર દિશાના ત્રણ ખંડને ઉત્તર ભારત કહેવાય છે. ત્યાર પછી ચક્રવર્તી દક્ષિણ ભારત ઉપર વિજય મેળવે છે. ત્યાનાં રાજાઓ ચક્રવર્તીની આજ્ઞામાં રહે છે . તેના ત્રણ ખંડ છે . આ છ ખંડનું વર્ણન જોઈએ....૧૯ (૨) શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, પક્ષ પ્રથમ વક્ષકાર, સૂત્ર-૧૧, પૃ.-૧૧/૧૨ (૩) શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, છઠ્ઠો વક્ષકાર, પૃ.-૪૩૯ (૪) ચક્રવર્તી : વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ વિભાગ (૧) જંબુદ્વીપનું વિવરણ – શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂત્ર-૩, પૃ.-૪. આ ઉપરાંત લધુસંગ્રહણી, ક્ષેત્રસમાસ, બૃહત્સેત્રસમાસ લોકપ્રકાશ ગ્રંથમાં છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” આર્ય દેશ એ ષટ ખંડ તણો વિસ્તાર, વસઈ બત્રીસ હજાર; આરય દેસ સાઢ પંચવીસ, બીજા અનારય કહઈ જત્તદીસ દાદિણ ભરત મધિ ખંડ મઝારિ, અનેક દેસ વસઈ તેણઈ ઠારિ; આરય દેસ સાઢા પંચવીસ, વસઈ તિહાં તે વિવરી કહીસ મગધ દેસ દસ વલી અંગ, કાસી કોસલ બંગ ડુલિકિંગ; કુર્કસ્માદ જંગલ પંચાલ, સોરઠ દેસમાં દેશમાં નર સુકુમાલ કછ વિદેહ અનિ સંદર્ભ, શાંડિલ્યગ દેસમાં ધર્મ સુલભ; સિંધુ સૂરસેન વરનાટ, ચાંચ દેસ નર નહી ઉચાટ દેશ દશાર્ણ ભંગી લાટ, કુણાલ કુંડ માંહા ઘર જહ; ચંડાલ અરધો કેકઈ દેસ, જિહાં પાતિગનો નહી લવલેસ ... ૨૪ અર્થ :- આ છ ખંડનો વિસ્તાર કહું છું. છ ખંડમાં પ્રત્યેકના ૩૨,૦૦૦ દેશો રહેલા છે. તેમાં સાડા પચ્ચીસ આર્ય દેશ છે. બીજા અનાર્ય દેશ છે; એવું જિનેશ કહે છે. ... ૨૦ દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં તે સ્થાને અનેક દેશ વસેલા છે. ત્યાં સાડા પચ્ચીસ આર્ય દેશો રહેલા છે. તેના હું નામ કહું છું. (છ ખંડમાં ૧,૯૨,૦૦૦ દેશો છે. તેમાંથી ફક્ત ૨પા આર્ય દેશ છે. બાકીના ૩૧,૯૭૪ અનાર્ય દેશ છે.) મગધ દેશ, અંગદેશ, કાશી દેશ, કોશલ દેશ, બંગદેશ, કલિંગદેશ, કુરૂદેશ, કુશાવર્ત દેશ, જંગલ દેશ, પાંચાલ દેશ, સૌરાષ્ટ્ર દેશમાં ધાર્મિક અને સુકોમળ હૃદયના જીવો રહે છે. ... રર કૌશાંબી દેશ, વિદેહ દેશ, વત્સ દેશ અને શાંડિલ્ય દેશમાં ધર્મ સુલભ છે. સિંધુ દેશ, મલય દેશ, સોવીર દેશ, વરણ દેશ, ચેદિદેશમાં કોઈ મનુષ્યને ઉચાટ-ચિંતા નથી. દશાર્ણ દેશ, ભંગ દેશ, લાટ દેશ, કુણાલ દેશ, ચંડ દેશ અને અડધા કેકયાર્ફ દેશના નગરજનો ધાર્મિક વૃત્તિવાળા હોવાથી ત્યાં પાપકર્મ બિલકુલ નથી. રાજગૃહી નગરીનું ભૌગોલિક વર્ણન સાઢા પંચવીસ દેસ એ જોય, ઉત્તમ માનવ એ માંહિ હોય; મગધ દેસ રાજગ્રહી જાંહિ, શ્રેણિકરાય નર હુઉ ત્યાKિ ગઢ નગરી સબલો વિસ્તાર, લંબ પણઈ યોજનHવાર; નવ યોજન તે પોહલી સહી,લંકા નગરી ઉપમ કરી (૨) શ્રી બ્રહ્દ જૈન થોક સંગ્રહ, બોલ નં.-૨૫, પૃ.-૭૯/૮૦. નોંધ :આદેશો – જંબુદ્વીપનો દક્ષિણ છેડાનો ભૂખંડ ભરતક્ષેત્રના નામથી વિખ્યાત છે. તે અર્ધચંદ્રાકાર છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્ર છે. ઉત્તર દિશામાં ચુલહિમવંત પર્વત છે. ચુલહિમવંત પર્વતથી નીકળતી ગંગા અને સિંધુનદીના કારણે ભરતક્ષેત્રનાં છ ભાગ પડે છે. પ્રથમ ખંડ આર્ય ખંડ છે. ૨,૩,૪,૫,૬ અનાર્ય ખંડ છે. પ્રથમ ખંડને મધ્યખંડ કહેવાય છે. તેમાં સાડા પચ્ચીસ આર્ય દેશ છે. •. ૨૪ रह For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વૈભારગિરિ પરવત યાંહિ, વિપુલગિરિ બીજો છઈ ત્યાંહિ; રત્નાગિરિ સોવન ગિરિ સાર, રૂપગિરિ સબલો વિસ્તાર જંત્રઢીંગલી તિહાં જઈ નાલિ, ત્રસૂલ ગોલા તિહાં નિહાલ; વિષમ ડુંગરા વિષમો માર, એ રાજહીનો શિણગાર ... ૨૮ અર્થ :- ઉપરોક્ત સાડા પચ્ચીસ આર્ય દેશ છે. તેમાં ઉચ્ચ જાતિ અને ગુણોમાં શ્રેષ્ઠ હોય તેવા આર્ય લોકો વસે છે. મગધદેશમાં રાજગૃહી નગરી હતી. આ નગરીમાં મહારાજા શ્રેણિક જન્મ્યા હતા. ... ૨૫ રાજગૃહી નગરીને ફરતો સુરક્ષિત મજબૂત કિલ્લો હતો. રાજગૃહી નગરી વિશાળ હતી. તે એક યોજન લાંબી અને નવ યોજન પહોળા વિસ્તારની હતી. તેની શોભા લંકા નગરી જેવી અનુપમ હતી.... ર૬ નગરીની એક બાજુ વૈભારગિરિ પર્વત હતો. બીજી બાજુ વિપુલગિરિ તો ત્રીજી બાજુ રત્નગિરિ અને સુવર્ણગિરિ પર્વત હતા. રૂપગિરિ પર્વતનો વિસ્તાર ઘણો મોટો હતો. મગધ દેશ વિશાળ પર્વતોની હારમાળથી ચારે તરફ સુરક્ષિત હતો.' .. ૨૭ રાજગૃહી નગરીમાં જંત્ર, ઢીંકલી (હથેળીથી વાગતું વાઘ) જેવા સંગીતના વાદ્ય હતા. વળી ત્યાં તોપ, ત્રિશુળ, દારુગોળો પણ નજરે પડતો હતો. રાજગૃહી નગરીને ફરતાં વિષમ રળિયામણા પર્વતો અને સખ્ત મારની ઘાંટી(અડચણ) હતા, જે રાજગૃહી નગરીનો શણગાર હતો. રાસનાયકનો જન્મ પ્રસેનિજત કરઈ તિહાં રાય, અકર અન્યાય કરયા તેણઈ ત્યાગ; લાત લાંપડા ચાબક લાકડી, એ ચ્યારઈ નઈ વેલા પડી રાજિ નિકંટક રાજા કરઈ, સો કન્યા સુંદર જોઈ વરઈ; કલાવતી પટરાણી સહી, સુક ભોગવતી ગૃ૫ ગહઈ નહી અનુકરમિં સો બેટા થાય, કલાવતી સુત શ્રેણિક રાય; વિદ્યા ચઉદ ભણ્યો નર તેહ, શસ્ત્ર ભેદ જાણઈ નર જેહ પ્રથમ વઈ નવિ શિખ્યો જ્ઞાન, બીજી વઈ નવી મેલું ધાન; ત્રીજી વઈ શ્રેય નવિ સાધેય, ચોથી વઈ તે કરયું કરેહ તેહિં શ્રેણિકાદિક સુત જેહ, સકલ કલા નર સીખ્યા તેહ; પ્રસેનજીત દેખી હરખંત, ઋષભ કહઈ સુત નઈ નિરખંત ... ૨૮ ... ૩૩ (૧) વિપુલ, ર, ઉદય, સ્વર્ગ અને વૈભારગિરિ. આ પાંચ પહાડોથી ઘેરાયેલું હોવાથી રાજગૃહીને ગિરિત્રજ કહે છે. બૌદ્ધિક અને વૈદિક પરંપરામાં તેનાં જુદાં નામો છે. વૈદિક પરંપરા - વહાર, બારહ, વૃષભ, ઋષિગિરિ, ચૈત્યક, બૌદ્ધ પરંપરા – ચંદન, મિક્ઝફુટ, વેભાર, ઈસમિતિ, વેમુન્ન. આ પહાડો આજે પણ રાજગૃહીમાં છે. મગધની રાજધાની રાજગૃહ વિવિધ નામોથી ઓળખાતી હતી. જેમકે મગધપુર, ક્ષતિપ્રતિષ્ઠિત, ચણકપુર, કુશાગ્રપુર. અહીં ભગવાન મહાવીરે સૌથી વધુ ચાતુર્માસ કર્યા હતાં. તે રાજગિરિના નામથી વિશ્રત છે. તે બિહાર પ્રાંતના પટણાથી પૂર્વ અને ગયાથી પૂર્વોત્તરમાં અવસ્થિત છે. (શ્રી અંતગડસૂત્ર પૃ. ૨૨૦-૨૨૧.) For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' અર્થ:- ત્યાં (પ્રજાવત્સલ અને ધર્મપરાયણ) પ્રસેનજિત નામના એવા શિશુનાગ વંશીય રાજા રાજ્ય કરતા હતા. તેમણે કરવેરો અને દંડનીતિનો ત્યાગ કર્યો હતો. તેમના રાજ્યમાં સર્વત્ર શાંતિ હતી તેથી) લાતોનો પ્રહાર, તમાચો મારવો, કોરડાના માર મારવા, સોટી વીંઝવા જેવી ચાર પ્રકારની શિક્ષા કરવાનો અવસર જન આવ્યો. ... ર૯ રાજા નિષ્કટક રીતે રાજ્ય કરતા હતા. તેઓ સ્વરૂપવાન અને ગુણવાન હોવાથી તેમને સો સુંદર કન્યાઓ પરણી હતી. આ સો રાણીઓમાં કલાવતી નામની તેમની મુખ્ય પટરાણી હતી. મહારાજા પ્રસેનજિત પોતાની રાણીઓ સાથે ઈન્દ્ર જેવા દિવ્ય સુખો ભોગવતા હતા. ... ૩૦ મહારાણી કલાવતીને સો પુત્રોની પ્રાપ્તિ થઈ. (આ રાસકૃતિના નાયક) રાજકુમાર શ્રેણિક (બિંબસાર)એ મહારાણી કલાવતીના પુત્ર હતા. યોગ્ય વય થતાં તેમને પાઠશાળામાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. તેઓ ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમણે કુશાગ્ર બુદ્ધિના કારણે તેમણે શાસ્ત્રના સર્વ ભેદો-પ્રભેદોને અલ્પ સમયમાં જાણી લીધા. ...૩૧ જે વ્યકિત જીવનની પ્રથમ અવસ્થામાં જ્ઞાનાર્જન ન કરે, બીજી અવસ્થામાં ધનનું ઉપાર્જન ન કરે, ત્રીજી અવસ્થામાં ધર્મનું આચરણ કરી આત્મશ્રેય ન કરે તેવી વ્યકિત પોતાના આયુષ્યની ચોથી(અંતિમ) અવસ્થામાં શું કરી શકે? .. ૩૨ મહારાજા પ્રસેનજિતે પોતાના શ્રેણિકાદિ સર્વ પુત્રોને વિદ્યાભ્યાસ શીખવ્યો. તેઓ પોતાના વિદ્યાવંત પુત્રોને જોઈ ખુશ થયા. કવિ ઋષભદાસ કહે છે કે, મહારાજા પોતાના પુત્રનું નિરીક્ષણ કરવા લાગ્યા.... ૩૩ દુહા : ૨ રમણિ કંચન કનક ધરિ, આંગણિ સૂત સપૂત; પરમ પુરુષ પૂજ્યા વિના ન લહઈ એ ઘર સૂત નૃપ સુતો નિજ માલીઈ, એક દિન ચિંતઈ એહ; સુત કેતા ઉછાંછલા, આજ્ઞાન માનિ તેહ કરું પરિક્ષા પૂતની, કોહોની બુધિ સુસાર; રાજ્ય જોગિ જાણી કરી, સોપું ઘરનો ભાર ... ૩૬ અર્થ - સુંદર અને મનોહરભર્યા, ધનદોલત, સુવર્ણ તેમજ કુટુંબની આબરુ વધારે તેવા વિનયવંત પુત્રો જે ઘરના આંગણામાં હોય, તે ઘર ધન્ય છે. ઉત્તમ પુરુષોની સેવા-ભક્તિ કર્યા વિના કોઈ ઘરમાં આવો શ્રેષ્ઠ સુયોગ પ્રાપ્ત ન થાય. ... ૩૪ એક દિવસ મહારાજા પ્રસેનજિત પોતાના મહેલમાં આરામ કરતા હતા ત્યારે તેમને એક વિચાર આવ્યો કે “મારા પુત્રો તો ઘણા છે. તેઓ જ્ઞાન અને શક્તિમાં સમાન કક્ષાના છે પરંતુ કેટલાક પુત્રો ઉછાછળાં અને અવિનયી હોવાથી તેઓ મારી આજ્ઞાનું પાલન નહીં કરે. ... ૩૫ (મગધ દેશના ઉત્તરાધિકારી બનવાનું સામર્થ્ય કોણ ધરાવે છે, તે માટે) હું પુત્રોની પરીક્ષા કરું. કયો For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પુત્ર બુદ્ધિશાળી છે? જે બુદ્ધિમાન, વિનીત અને પ્રજાપ્રિય હશે તે રાજ્યનું સંચાલન કરવાની યોગ્યતા ધરાવશે. રાજ્યની ધુરા તેવા પુત્રને સોંપી હું નિવૃત બનીશ.” ... ૩૬ ઉત્તરાધિકારીની ચકાસણી ઢાળ : ૧ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ મલ્હાર. ઘર તણોભાર સુત નઈદીઉં, કરઈ આપ પરીષ્યાય રે; કુમર મેલ્યા સવિ એકઠા, બોલ્યો બુધિ સ્યુ રાય રે ••• ૩૭ પુત્ર પરીક્ષા તિહાં નૃપ કરઈ... આંચલી. મહિરા કામ કરૂં કારણિ, બેસો ઉરડા માંહઈ રે; સુખડી કંડીઆ જલિ ભરી, મુંકઈ રાય વલી તિહાંય રે •.. ૩૮ ૫૦ મમ છોડો કંડી ઢાંકણું, ખાયો સુખડી વીર રે; કુંભ મુખ પોર મ ખેસવો, પીઉ સીતલ નીર રે ૩૯ પુત્ર ભુખ લાગી તવ ઉઠીઆ, ખાધું કાંઈ નવિ જાય રે; સકલ શ્રેણિક નઈ પૂછતા, કસ્યો છે જ ઉપાય રે ••• ૪૦ ૫૦ બુધિ શ્રેણિક તિહાં આપતો, તલઈ પથરોચીર રે; સબલ ખંખેરયો કંડીઆ, ભૂકો વાવરો વીટુ રે •.. ૪૧૫૦ મારતા પાટુઉ કંડીઈ, ધાંધાલઈ તિહાં ધીર રે; પેટ ભરી ખાઈ સુખડી, પણિ કિમ પીઈ નીર રે ... ૪૨૫૦ સાલુ તણીય પછેડીલ, વીંટઈ કુંભ નઈ તિહાં રે; જલ ભરયાં વસ્ત્ર લેઈ કરી, નીચોઈ મુખ માંહરે ૪૩ પુત્ર તાત ઉઘાડઈ ઉરડો, પૂછઈ ભૂખની વાત રે; સુત કરઈ શ્રેણિક ભ્રાતથી, સુખી સહુ અતિ થાત રે .. ૪૪ ૫૦ માંડ શ્રેણિક વખોડિઉ, ખંખેરી કહ્યું ખાત રે; તુમ સુત આણ ન લોપતા, નવિ દૂહવતા તાત રે .. ૪૫ પુત્ર એક દિન ભોજન કારણિ, બઈ સારયા સો વીર રે; કનકના થાલમાં પ્રીસતાં, છૂત ખાંડ નઈ ખીર રે ... ૪૬ પુત્ર રવાંન શકારી મૂકતા, નાઠા મુકિય થાલ રે; શ્રેણિક બુધિ વિચારતો, દેખી કૂતરા કાલ રે થાલ થકી એક કોલીઉં, મુકઈ આપ મુખમાંહિ રે; પાત્ર ઉડાડી નાખતો, સ્વાન તિહાં વલગે રે •.. ૪૮ પુત્ર ૪૭ પુત્ર For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••• ૫ર ૫૦ ••• પ૩ ૫૦ વાન ન લગઈ તેણી થાલીઈ, શ્રેણિક કોલીયા લેહ રે; થાલ બીજું વલી નાખતો, વાન તિહાં વલગે રે .. ૪૯ ૫૦ અકેક કવલ લઈ થાલથી, લઈ પછ ઈહ નાખેહ રે; પ્રસેનજિત રાય જાણીઉઇ, રાય જોગિ છઈ એહ રે . ૫૦ ૫૦ માંડ મોહડઈય વખોડીઉં, ભિખારીઆ શ્રેણિક રે; પુત્ર નવાણુંઅ તુમે ભલા, ધરી રવાનની બીક રે એક દિન મંદિર લગાડી, ભાખઈ ઈમ રાય રે; જેહ લુટાઈ નર તેહનું, લેઈ મંદિરે જાય રે પુત્ર ધાયા તેવ ઘર ભણી, લીઈ હાથી બોડી રે; અશ્વ વૃષભ રથ પાલખી, લીઈ કનકની કોડિ રે જઈ ભંભા ભેરીભલી, લીઈ શ્રેણિક રાય રે; રોગ જાય ષટ માસનો, નવો છ માસ ન થાય રે . ૫૪ પુત્ર રાજ દરબારિ સઘલા મિલ્યા, પુછઈ તિહાં હ પિતાય રે; કોય ઘોડા કો પાલખી, ભંભા શ્રેણિક રે ... પપ ૫૦ માંડ શ્રેણિક વખોડિઉં, ભંભા ફૂંકતો ફિરિ રે; પુત્ર નવાણુઅ રિધિ ભલઈ, ઋષભ તે સુખી ધરિ રે .. પ૬ પુત્ર અર્થ :- (મહારાજા પ્રસેનજિત સૂક્ષ્મ બુદ્ધિના ધણી હતા.) રાજ્યના ઉત્તરાધિકારીની નિમણૂક કરવા મહારાજાએ પોતાના પુત્રોની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. તેમણે પુત્રોને આમંત્રણ આપી બોલાવ્યા. રાજકુમારો એક જગ્યાએ એકઠાં થયા ત્યારે મહારાજાએ પરીક્ષા કરતાં કહ્યું. ... ૩૭. હે પુત્રો! મારું કાર્ય કરવા માટે તમે આ ઓરડામાં બેસો.” આ ઓરડામાં શુદ્ધ ઘીની બનાવેલી મીઠાઈનાં કરંડિયા અને પાણીનાં ભરેલાં ઝમતાં માટલાં ત્યાં મૂકાવ્યા હતા. ... ૩૮ રાજાએ કહ્યું, “હે પુત્રો! આ કરંડિયાનું ઢાંકણું ખોલ્યા વિના તમે મીઠાઈ ખાજો તેમજ ઘડાનું મોટું છોડડ્યા વિના શીતળ પાણી પીજો.” (રાજકુમારોને ખંડમાં બેસાડી રાજાએ દરવાજા બંધ કરાવ્યા.... ૩૯ સમય જતાં રાજકુમારોને ભૂખ લાગી. ખાવાનું સામે હોવા છતાં તેને છોડયા વિના ખાવું શી રીતે? કોઈ ઉપાય ન સૂઝક્યો, ત્યારે તેમણે રાજકુમાર શ્રેણિકને પૂછ્યું, “(આ કેવી મજાક છે? શું આરીતે ખાવું પીવું સંભવ છે?) ભાઈ ! કોઈ ઉપાય છે?' ... ૪૦ રાજકુમાર શ્રેણિકે ઉપાય બતાવતા બાંધવોને કહ્યું, “તમે જમીન પર એક વસ્ત્ર પાથરો. મીઠાઈના કરંડિયાને ખૂબ ઝડકો, પટકો, હલાવો, મીઠાઈનો ભૂક્કો થશે. વાંસના કરડિયામાંથી આ ભૂક્કો છિદ્ર વાટે ચારે બાજુથી બહાર આવશે તે ખાવાના ઉપયોગમાં લેજો. (૧) ઢાળ - ૧ની કથા ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૬, પૃ.૧૦૩-૧૦૪. ... ૪૧ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સર્વ રાજકુમારો મીઠાઈના કરંડિયાને પાદ પ્રહાર કરવા લાગ્યા તેમજ ખૂબ હલબલાવવા માંડયા. મીઠાઈનો ભૂક્કો થતાં તે વાસના કરંડિયાના છિદ્રમાંથી બહાર આવ્યો. રાજકુમારોએ પેટ ભરીને સુખડી ખાધી પરંતુ હવે પાણી શી રીતે પીવું? ... ૪૨ (રાજકુમાર શ્રેણિકે બતાવેલા ઉપાય અનુસાર) રાજકુમારોએ પોતાના ખભે રહેલી મલમલની પછેડી (દુપટ્ટો કે ખેસ) પાણીના ઘડાને ફરતી વીંટી દીધી. (નવા કોરા ઘડામાંથી પાણી ઝમતા) પાતળું કપડું ભીનું થયું, તેને મુખમાં નિચોવી રાજકુમારોએ પાણી પીધું. ... ૪૩ પિતાજીએ થોડા સમય પછી ઓરડો ખોલ્યો. તેમણે પૂછયું, “વત્સો !ખાઈ-પીને તમે તૃપ્ત થયા કે નહીં?'' પુત્રોએ પિતાને રાજકુમાર શ્રેણિકની હોંશિયારી અને ચતુરાઈની વાત કરી. તેના કારણે અમારી સુધા અને તૃષા શાંત થઈ. અમે સુખેથી ખાધું અને ઠંડુ પાણી પીધું. .. ૪૪ મહારાજા પ્રસેનજિતે (મોઢું મચકોળતાં) બળપૂર્વક રાજકુમાર શ્રેણિકની આ યુક્તિને વખોડી નાંખી. તેમણે ઠપકો આપતાં કહ્યું, “તેં ચતુર બનીને ચૂરો કરીને(ખંખેરીને) ખાધું અને ગંદુ પાણી પીધું? તારા ભાઈઓ કદી મારી આજ્ઞાનું ઉથાપન કરતા નથી. તેઓ મારા હૃદયને કદીઠેસ પહોંચાડતા નથી.... ૪૫ એક દિવસ ફરી બધા રાજકુમારોને એકત્રિત કરી પ્રસેનજિત રાજાએ ભોજન કરવા બેસાડયા. સોનાની થાળીમાં સ્વાદિષ્ટ અને ખુબુદાર ઘી અને ખાંડ નાખી બનાવેલી ખીર પીરસાઈ. ...૪૬ જેવા રાજકુમારો જમવા બેઠા ખીરનો એકાદ ઘૂંટડો પીધો જ હતો ત્યાં તો ઈરાદાપૂર્વક પ્રસેનજિત રાજાએ છોડેલા શિકારી કૂતરાઓ આવીને ઝપટયા. અચાનક કૂતરાઓના ધસી આવવાથી અને ભસવાના અવાજથી ડરીને રાજકુમારો થાળી ત્યાં જ મૂકી ભાગ્યા. બુદ્ધિશાળી રાજકુમાર શ્રેણિક ત્યાં જ રહ્યા. તેમણે વિકરાળ કૂતરાઓને જોયા. જેવા શિકારી કૂતરાઓ નજીક આવ્યા તેવા જ રાજકુમાર શ્રેણિકે આજુબાજુની ખીરની થાળીઓ કૂતરાઓની સામે ધરી દીધી. કૂતરાઓ ખાવામાં મસ્ત હતા. બીજી બાજુ રાજકુમાર શ્રેણિકે પોતાની થાળીમાંથી આનંદપૂર્વક શાંતિથી ખીર ખાધી. ... ૪૮ જેવા શિકારી કૂતરાઓ નજીક આવતા તેવા જ રાજકુમાર શ્રેણિક તેમને તરત જ બીજી થાળી ધરી દેતા, જેથી સર્વ શ્વાનને થાળીને વળગી રહ્યા. તેઓ રાજકુમાર શ્રેણિકની થાળી સુધી ન પહોંચ્યા. ... ૪૯ રાજકુમાર શ્રેણિક સ્વયં એક એક કવલ પોતાની થાળીમાંથી લઈ ખાતા જતા અને પછી કૂતરાઓને અન્ય રાજકુમારોની થાળીઓ ધરતા જતા. મહારાજા પ્રસેનજિતે જાણ્યું કે, “રાજકુમાર શ્રેણિક જ રાજગૃહીનો ઉત્તરાધિકારી થઈ શકે તેવી તેનામાં યોગ્યાતા છે.” ...૫૦ મહારાજા પ્રસેનજિતે આ પ્રસંગે પણ રાજકુમાર શ્રેણિકની પ્રશંસા ન કરી. તેમણે ખોટો ગુસ્સો (૧) દિવસો પછી મહારાજાએ ફરી રાજકુમારોને બોલાવી હેમકુંભમાં જળ ભરી લાવી પોતાના ચરણોનું પ્રક્ષાલન કરવાનું કહ્યું. નવાણું રાજકુમારોએ મજૂરની જેમ ખભા પર કળશ લાવી રાજાના ચરણોનું પ્રક્ષાલન કર્યું. રાજકુમાર શ્રેણિકે મંત્રી પુત્રના ખભા ઉપર કળશ ઉપડાવી પોતાના પિતા પાસે આવી ચરણોનું પ્રક્ષાલન કર્યું. (ત્રિ.શે.પુ.ચ. ૫.-૧૦, સ.-૬, પૃ.૧૦૩-૧૦૪ અને કથાભારતી પૃ. ૨૩). For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કરતાં કહ્યું, ‘‘શ્રેણિક ! તું ભિખારી (ગમાર) છે. તું કૂતરાઓ સાથે જમ્યો ? તારા ૯૯ ભાઈઓ તારા કરતાં ઘણાં સમજદાર અને સંસ્કારી છે. તેઓ શ્વાનની બીકે તેમની સાથે ન જમ્યા, તે સમજદારીનું કાર્ય કર્યું.''.. ૫૧ રાજાએ ફરી એકવાર પરીક્ષા કરવા મહેલમાં આગ લગાડી. તેમણે કુમારોને કહ્યું, ‘જેટલી વસ્તુઓ મહેલમાંથી લઈ જવાય તેટલી વસ્તુઓ લઈ જાવ તેને તે વસ્તુઓ હું ભેટ આપીશ. પર બધા રાજકુમારો બળતા ઘરમાં પ્રવેશ્યા. કોઈએ હાથીની અંબાડી લીધી, તો કોઈએ જાતિવાન અશ્વો, બળદ, રથ અને પાલખી લીધાં. કોઈએ વળી મણિરત્ન, સુવર્ણહાર અને સુવર્ણમુદ્રાઓ લીધી...પ૩ (રાજકુમાર શ્રેણિકે ગોદડીને પાણીથી ભીની કરી ઓઢી લીધી ત્યાર પછી બળતા ઘરમાં પ્રવેશ્યા.) રાજકુમાર શ્રેણિકે ભંભા નામનું વાજિંત્ર(છત્ર-ચામર) અને ભેરી લીધી. આ વાજિંત્રના નાદથી છ માસનો જૂનો રોગ નષ્ટ થાય છે તેમજ છ માસ સુધીમાં નવો રોગ ઉત્પન્ન થતો નથી. ...૫૪ મહારાજા પ્રસેનજિતે ફરી પોતાના પુત્રોને રાજ દરબારમાં બોલાવ્યા. બધા પુત્રો રાજસભામાં આવ્યા. પિતાજીએ પુત્રોને શું શું લઈને આવ્યા તે વિશે પૂછ્યું. જેણે જે વસ્તુ ઘરમાંથી લીધી હતી તે કહી. કોઈએ ઘોડા, હાથી, પાલખી આદિ વિશે કહ્યું. જ્યારે રાજકુમાર શ્રેણિકને પિતાજીએ પૂછ્યું કે, ‘તું શું લાવ્યો છે ?’ ત્યારે શ્રેણિકે કહ્યું, ‘ભંભા’. ૫૫ મહારાજા પ્રસેનજિતે ફરી રાજકુમાર શ્રેણિકના આ કાર્યને ખૂબ વગોવ્યું. “ઘરે ઘરે અને ગલીએ ગલીએ તું વાજિંત્રો વગાડતો રહેજે. તું ગોવાળિયા બનજે. વનમાં ગાયો ચરાવતો ભંભા વગાડતો ફરજે. તારા નવ્વાણુ ભાઈઓએ સંપત્તિ લીધી તેથી તેઓ હોંશિયાર છે, જ્યારે તું મૂર્ખ છે''. કવિ ઋષભદાસ કહે છે કે તેઓ ઘરમાં સુખી થશે. . ૫૬ દુહા : ૩ પુત્રનું અપમાન સુત શ્રેણિક વખોડિઉઇ, નાઠી તાહરી સાન; હવડાં ભંભા કરિ ગ્રહી, પહિલીં દીધું ધાન પુત્ર નવાનું નીરમલા, દીધિ સ્વાન નઈ ખીર; ભંભા છાંડી ધન ગ્રહિઉં, તે પણિ તાહરા વીર કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ બુધિ શરીર્િં ઉપજઈ, દીધિ કિંમિ ન હોય; જલ મધે કછવ વસઈ, તરી ન જાણઈ સોય For Personal & Private Use Only ૫૭ ... ૫૮ : (૧) કુશાગ્રનગરમાં અગ્નિનો ઉપદ્રવ થવા લાગ્યો. રાજાએ ઉદ્ઘોષણા કરી કે, ‘જેના ઘરમાં અગ્નિ લાગશે તેને નગરની બહાર મૂકવામાં આવશે.’ એક દિવસ રસોઈયાના પ્રમાદથી રાજાના મહેલમાં આગ લાગી. રાજાએ કુમારોને કહ્યું, ‘‘મારા મહેલમાંથી જે વસ્તુ જે કુમાર લઈ જશે, તેને તે સ્વાધીન છે.’’ રાજ આજ્ઞાથી રાજકુમાર શ્રેણિકે રાજચિન્હ એવું ભંભાવાઘ લીધું. જે રાજાઓને દિવિજયમાં મંગળકારી છે. ત્યારથી મહારાજા પ્રસેનજિતે રાજકુમાર શ્રેણિકનું નામ ‘ભંભાસાર’ પાડયું. મહારાજા પ્રસેનજિત પ્રતિજ્ઞા અનુસાર કુશાગ્રનગર છોડી એક કોશ દૂર પરિવાર સહિત આવી રહ્યા. લોકો પણ ત્યાં ગયા. લોકોએ કહ્યું, “અમે રાજાના ઘરે જઈએ છીએ.'' તે ઉપરથી રાજાએ ત્યાં રાજગૃહ નામનું નગર વસાવ્યું. (શ્રી અંતગઢ દશાંગસૂત્ર પૃ.૨૧૫-૨૧૬.) ૫૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ પેટ ભરો શ્રેણિક સહી, મોટું તાહરૂં પેટ; તું થાઈશ ગોવાલીઉં, રાખે ઢોરા નેટિ મનિ ચિંતઈ એ નૃપ થસઈ, બીજા સકલ ઉકંઠ; રખે હણઈ શ્રેણિક નઈ, મુરિખ માની કંઠ અસિઉ વિમાસી ખીજીઉં, શ્રેણિક ઉપરિ તામ; ચું ઊભો તું જાય રે, તેડું જવ મુંઝ કામ શ્રેણિક તામ વિવારતો, પગે હણી રજ જેહ; માન ધરી મસ્તકિ ચડઈ, વદની પસઈ તેહ પુરુષ પંચારયો જે રહે, ધૂલિ થકી તે હીણ; કાપ્યો તરૂઅર ઉગતાં, તે થોહર અકલી એ કાપ્યો અંબ ન ઉગતો, જે જાતિ સહકાર; પતિ ખોઈ પાણી ગયું, નિંદા ન રહઈ નર સાર કાગ કમાણસ કૂતિ રો, ચોથો ઠગ નર નામ; જો કઠેરી કાઢીઈ, તોહિ ન મુંકઈ ઠામ સીહ પચારયો નવિ ખમઈ, ગજ ઉપમાન્યો જાય; કુટક વચન કાને સુણી, ચાલ્યો શ્રેણિક રાય જાતાં નૃપ છાનું કહઈ, હોસઈ સુત પરદેસ; બંધવ લાગો તુઝ વલી, હવડાં ભલ પરદેસ ... ૬૮ અર્થ - મહારાજા પ્રસેનજિતે રાજકુમાર શ્રેણિકને કટુ વચનોથી અપમાનિત કર્યો. તેમણે કહ્યું, “તારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ છે. તું હમણાં ભંભા હાથમાંથી લઈ ઘરમાંથી બહાર આવ્યો, પૂર્વે તે મીઠાઈને ચૂરો કરી ખાધી. (ધાનને ધૂળ કરી ખાધી.) તારાં કરતાં તો તારા નવાણુ ભાઈઓ હોંશિયાર છે. તેમણે કૂતરાઓને ખીર ખવડાવી દીધી પણ પોતે કૂતરાઓ જોડે ન જમ્યા. હવે તે ધન છોડી ભંભા ગ્રહણ કરી, જ્યારે તારા ભાઈઓ ધન લઈને આવ્યા. તેઓ કેવા સમજદાર છે તે પણ તારા જ ભાઈઓ છે.(અર્થાત્ તું આવો મૂર્ખ શિરોમણી કેમ?). ...૫૮ મતિ બુદ્ધિ પ્રત્યેકના દેહમાં ઉપજે છે. તે કોઈને વેચાતી આપી શકાતી નથી. પાણીમાં રહેલા કાચબાને તરતા શીખવવું પડતું નથી. ... ૫૯ હે શ્રેણિક! તું તો પેટૂ છે. અર્થાત્ તું એકલપેટો, સ્વાર્થી છે. મોટું પેટ રાખી એકલા ખાવું યોગ્ય ન કહેવાય. તું ઢોરો ચરાવનારો ગોવાળિયો જ થઈશ.” ... ૬૦ (મહારાજા પ્રસેનજિત દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજકુમાર શ્રેણિક દરેક વખતે અવલ નંબરે પાસ થયા.) રાજાએ મનમાં વિચાર્યું કે, “ભવિષ્યમાં મગધનો સાચો વારસદાર રાજકુમાર શ્રેણિક જ બનશે. મારાં For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” ...૬૧. બીજા પુત્રો ઈર્ષાળુ છે, રખે! તેઓ રાજકુમાર શ્રેણિકને ઈર્ષાથી મારી નાખે તે હેતુથી મહારાજાએ બીજા પુત્રોની સમક્ષ તેની પ્રશંસા ન કરતાં તેને મૂર્ખ માની તેની અવહેલના કરી. આવું વિચારી મહારાજા પ્રસેનજિતે રાજકુમાર શ્રેણિક ઉપર કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું, “આટલું અપમાન થવા છતાં શું અહીં નિર્લજ્જની જેમ ઊભો છે? જ્યારે તારું કામ પડશે ત્યારે તને બોલાવીશ, અત્યારે તું ચાલ્યો જા.' ...૬૨ (મહારાજા પ્રસેનજિતે રાજકુમાર શ્રેણિકને જાકારો આપ્યો. શ્રેણિકે વિચાર્યું, પિતાજી તરફથી પુરસ્કાર મળશે, પરંતુ દરેક વખતે અપમાન જ મળ્યું.) તેમણે પિતાની ચરણરજ લઈ માન પૂર્વક મસ્તકે ચડાવી. તેમના મુખ પર ખિન્નતા હતી. અપમાનિત થવા છતાં તે સ્થાનને ન છોડનાર વ્યક્તિ પૃથ્વીની ધૂળ-રજથી પણ હલકો (તુચ્છ) છે. થોહર નામની કાંટાળી વનસ્પતિ કાપવા છતાં ફરી ફરી ઉગે છે. આંબાનું વૃક્ષ કાપ્યા પછી કદી ઉગતું નથી કારણકે આંબો ઉત્તમ જાતિનો છે. જે ઉત્તમ સ્ત્રીએ પોતાના પતિને ગુમાવ્યો છે, જેની આબરૂ ગઈ છે, તેવી જગ્યાએ ઉત્તમ વ્યક્તિઓ કદી રહેતાં નથી...૬૫ કાગડા, કૂતરા, દુર્જન વ્યક્તિઓ અને ઠગો એ ચાર હલકી કક્ષાના હોવાથી હડધૂત, તાડન કે અપમાનિત થવા છતાં તે સ્થાન છોડતા નથી. સિંહ કદી પોતાનું અપમાન સહન કરતો નથી. હાથી અપમાનિત થતાં તે સ્થાન છોડી દે છે, તેમ પિતાજીનાં કડવાં વચનો સાંભળી અપમાનિત થયેલ શ્રેણિક કુમાર ત્યાંથી ચાલી નીકળ્યા. ૬૭ મહારાજા પ્રસેનજિત પોતાના પુત્રને જતાં જોઈ રહ્યા. તેમણે છાનાં આશીર્વાદ આપતાં કહ્યું, “વત્સ! પરદેશમાં તારી ખૂબ પ્રગતિ થશે. તારા ભાઈઓ તારું અનિષ્ટ કરે તે કરતાં તું હમણાં પરદેશમાં જાય તે જ તારા માટે વધુ શ્રેયકારક છે.” ...૬૮ પરદેશગમનથી લાભ ઢાળ : ૨ સુરસુંદરી કહઈ સિરનામી એ દેશી. રાગઃ પરજીઉં. નૃપ ચાલ્યો ચિંતઈ, તેહફરી જોરૂં પ્રથવી જેહ ફરતાં વિદ્યાહ મલેહ, હોય મંત્રી સાથે નેહ. ચિંતઈ રાયજી રે ... ૬૯ આધન ભાખા જેહ કલાય, નર નવ નવ વેસ દેખાય; હોય કર્મ તણી પરિક્ષાય, એમ ચિંતી ચાલ્યો રાય રાજકુમાર શ્રેણિકે વિચાર્યું કે, “ભાગ્યમાં હશે તો આ ધરતીનાં ફરીથી દર્શન થશે. પરદેશમાં જવાથી ઘણી વિદ્યાઓ શીખવા મળશે તેમજ અનેક લોકો સાથે મૈત્રી સંબંધ પણ થશે. ...૬૯ પરદેશમાં જવાથી અધ્યયનો (શાસ્ત્રો)માં કહેલી નવી નવી કલાઓ શીખવા મળશે. દેશ-પરદેશમાં વસતા લોકોની વિવિધ વેશભૂષાની જાણકારી થશે, તેમજ મારી બુદ્ધિની કસોટી થશે અર્થાત્ ચતુર થવાશે.” એવું વિચારી રાજકુમાર શ્રેણિક મહેલ છોડી પરદેશ જવા નીકળ્યા. મ ... ૭૦ ... ૭૦ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૭ દુહા : ૪ એક દેસનઈ સેવતો, શાસ્ત્ર સભા એક નારિ; ઋષભ કહઈ નર તે ભલંઈ, ચતુરાઈ તેભઈ ઠારિ પંડિત મિત્ર પ્રથવી ભમઈ, સુણતાં ચતુર જ થાય; એમ ચિંતિ નૃપ ચાલીઉ, ખડગ ગ્રહઈ કરિ રાય ૭૨ અર્થ : કવિ ઋષભદાસ કહે છે કે, એક જ વતન દેશ (મુલકમાં રહેનારો), એક શાસ્ત્ર, એક સભા (સમાજ, પરિષદ) અને એક નારીને સેવનારો ઉત્તમ નર કહેવાય છે પરંતુ ચતુરાઈ ત્યાં નથી. ... ૭૧ પંડિતો અને મિત્રો જે દેશ વિદેશમાં પર્યટન કરીને વિવિધ ભાષાઓ, કળાઓનું જ્ઞાન મેળવે છે. તેમની પાસે ચતુરાઈ હોય છે. અનુભવથી મેળવેલું જ્ઞાન વ્યક્તિને હોંશિયાર બનાવે છે. એવું વિચારી શ્રેણિક કુમાર હાથમાં તલવાર લઈ પરદેશ ચાલ્યા. ... ૭૨ ઢાળ : ૩ અવનવા અનુભવો – રત્ન પ્રાપ્તિ સુરસુંદરી કહઈ સિરનામી એ દેશી. રાગઃ પરજીઉ. ખડગ મુઠિ રાજા સોહઈ, વિરાગર કાંઠઈ જાય; રોહણાચલ આવ્યો રાય, પુણ્ય પરગર તિહાં પણિ થાય અષ્ટમી નર દેવતા જેહ, વેગિં દઈ સુપનાંતર તેહ; નદી તીરુિં રત્ન જ એહ, ઉઠિં વેગિં વેહલો લેહ તિહાં વૃક્ષ ભલા છઈ દોય, સમી વૃક્ષ પલાક્ષ જ હોય; વિચ ધોલો પાહણ જ જોય, શ્રુભ રનિં ભરીઉં સોય માંહિં રત્ન ભલાં જ અઢાર, એકિં ઉતરતો વિષ ભાર; બીજું અપાઈ જલનઈ આહાર, ત્રીજઈ કરતવ્ય નોહઈ લગાર ચોથું આપઈ પુત્ર સુસાર, ગુણ રૂપ તણો નહી પાર; સૂરવીર પંડિત દાતાર, કરઈ નિજ કુલનો ઉધાર રત્ન પાંચમું પરખી જોય, મલ્યા પાખિં વિદ્યા હોય; છઠઈ નહી રોગ જ કોય, સાતમું ભોગ સઘલા સોય રૂપ આઠમઈ સહી પલટાય, નોમઈ તસ્યો ઉદધિ જાય; વસ્ત દસમઈ સહી પરખાય, વિવેક અગીયારમઈ થાય બારમઈ અગનિં ઉહલાય, તેરમઈ સિંહાદિક જાય; ધાર ચઉદમઈ તે બંદાય, સહુ લાગઈ પનરમઈ પાય સોલમંઈ રીઝઈ સજાય, સ્ત્રીનિં સતરમઈ રંગ ધાય; આંધલું છઈ લોચન પાય, અઢારમું એ મહિમાય For Personal & Private Use Only ... ૭૧ ... ૭૩ ... ૭૪ ... ૭૫ ૭૬ 66 ... ૭૮ ... ૭૯ ...૮૦ ... ૮૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' .. ૭૩ રત્ન ના ગુણ રનિં લખેહ, રન ઉપરા ઉપરિ તેહ તેમની પૂજા તુંહ કરેહ, મહારું નામ રદય ધરેહ તારહી દ્રિષ્ટિ પથ ઉપરિ જાય, તિવારઈ પાહણ વિકવર થાય; વીસ વરસ રતન મહિમાય, ત્યારિ કિર્તિ બહુ પરભાવ લહી સુપન જાગ્યો નરસાર, ગણ્યા ત્રણિ સઈ નવકાર; ઉઠી ચાલ્યો તેણી વાર, સો કોસ ગયો નિરધાર દીઠો સ્વેત વર્ણ પાષાણ, દેખઈ તરુઅરનું અહિધાણ; પડિ પથર લેત સુજાણ, દેવ વચન થયું પરમાણ, કવિ ઋષભ કરઈ જ વખાણ... ૮૫ અર્થ :- રાજકુમાર શ્રેણિકના હાથમાં તલવાર શોભતી હતી. તે જંગલમાં કિનારે કિનારે ચાલતાં ચાલતાં રોહણાચલ પર્વત પાસે આવ્યા. રાજકુમાર શ્રેણિકના પુણ્યનો ઉદય થયો. તેઓ વજકર પર્વતની ગુફામાં સૂઈ ગયા. અષ્ટમીની પાછલી રાત્રિએ તેમને એક સુંદર સ્વખા આવ્યું. તેમને સ્વપ્નમાં ગુફાના અધિષ્ઠાયક દેવે ઝડપથી આવી દર્શન આપ્યાં. પુણ્યશાળી આત્મા ઉપર દેવે પ્રસન્ન થઈ કહ્યું, “વત્સ! (અહીંથી દક્ષિણ દિશામાં સો કોસ દૂર) એક નદી છે. તેના કિનારે રત્ન રહેલાં છે. તું જલ્દીથી ઉઠ, ત્યાં જઈ તું ઝડપથી રત્નો પ્રાપ્ત કર. ..૭૪ આ નદીના કિનારે બે સુંદર વૃક્ષો છે. પલાશ (કેસૂડા)નાં વૃક્ષો જોડાજોડ રહેલા છે. આ વૃક્ષોની વચમાં એક સફેદ મોટી શિલા છે. ત્યાં કલ્યાણકારી રત્નો ભર્યા છે. ... ૭૫ આ શિલાની નીચે અઢાર મંગળપ્રદ રત્નો છે. પ્રથમ વિષહર રત્નથી ગમે તેવું ઝેર ઉતરી જશે. બીજા રત્નના પ્રભાવથી અન્ન અને પાણીની સુલભતા મળશે. ત્રીજા રત્નથી સહેજ પણ આનાકાની કર્યા વિના તમારા સર્વ કાર્યો પૂર્ણ થશે. ચોથા રત્નથી સ્વરૂપવાન પુત્ર પ્રાપ્તિ થશે. તે પુત્રના રૂપ અને ગુણ અપાર હશે. તે શૂરવીર, પંડિત અને દાનવીર હશે. તે તારા કુળનો ઉદ્ધાર કરશે. .. ૭૭ પાંચમા રત્નની ચકાસણી કરવાથી વિના અભ્યાસે, ગુરુ વિના પણ વિદ્યાનું સ્મરણ થશે. છઠ્ઠા રત્નથી રોગોનો નાશ થશે. સાતમા રત્નથી ઉચિત ભોગ્ય વસ્તુઓ (દિવ્ય સુખો) પ્રાપ્ત થશે. ... ૭૮ આઠમા રત્નથી રૂપ પરિવર્તન થાય. નવમા રત્નથી ચિંતા-ઉપદ્રવ દૂર થાય. દસમા રત્નથી વસ્તુની સત્યાસત્ય પરીક્ષા કરી શકાય. અગિયારમાં રનથી વિવેકમાં વૃદ્ધિ થાય. બારમા રત્નથી (અગ્નિમાં શરીર નબળે) અગ્નિ શાંત થઈ જાય. તેરમા રત્નથી સિંહ જેવા હિંસક પશુઓનો સામનો જ ન કરવો પડે! ચૌદમા રત્નથી શરીર પર કોઈ પણ પ્રકારનો શસ્ત્રનો પ્રહાર ન થાય. પંદરમા રનથી રાજા, મંત્રી, શ્રેષ્ઠીજનો તરફથી માન સન્માન મળે. ...૮૦ સોળમા રત્નથી શત્રુ રાજા પણ શરણે આવી જાય. સત્તરમા રત્નથી વનિતા વશ થાય. અઢારમા રનથી લોચન (જન્માંધ વ્યક્તિને દૃષ્ટિ) પ્રાપ્ત થાય છે. •••૮૧ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આ અઢાર રત્નો ઉપરા ઉપરી છે. કુમાર ! તું આ રત્નો લઈ, તેના ગુણ લખી લેજે. તે રત્નો સદા તારી પાસે રાખજે. તે રત્નોની તું હંમેશા પૂજા કરજે. કામ પડે ત્યારે મારું નામ સ્મરણ કરજે. ...૮૨ (નદી કિનારે ચાલતાં તું વૃક્ષ પાસે પહોંચીશ) તે વૃક્ષની છાયામાં તું વિશ્રામ કરજે. જેવી તારી દૃષ્ટિ તે પત્થર પર પડશે, તેવો જ તે પત્થર પ્રગટ થઈ ઉપર ઉઠશે. (તેના પર શંકા ન કરીશ) વીસ વર્ષ સુધી રત્નોનો પ્રભાવ ક્રમશઃ વૃદ્ધિ પામશે. તારી પણ કીર્તિ અને પ્રભાવ વધશે.” ...૮૩ રાજકમાર શ્રેણિક સ્વપ્નમાંથી જાગૃત થયા. તેમણે ૩૦૦ નવકાર મંત્રનું સ્મરણ કર્યું. ત્યાર પછી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. તેમણે નદી કિનારે ચાલતાં ચાલતાં સો કોસ જેટલો માર્ગ કાપ્યો. ...૮૪ ત્યાં તેમણે દેવના એંધાણ અનુસાર બે વૃક્ષો જોયાં. આ બંને વૃક્ષો એકબીજા સાથે મળેલા હતા. ઝાડની ડાળી ઉપર શ્વેત વર્ણનો પર હતો. રાજકુમાર શ્રેણિકને દેવના વખ ઉપર હવે પાકો ભરોસો (પ્રમાણ) થયો. “દેવ વચન સત્ય છે' એવી કુમારને દઢ શ્રદ્ધા થઈ. કવિ ઋષભદાસ કહે છે કે, રાજકુમાર શ્રેણિકે મનથી દેવની ખૂબ પ્રશંસા કરી. ..૮૫ દુહા : ૫ વાસર વીજ રયણી ગાજ, સુપુરુષ વાણી સાર; ઋષભ દેવ દરસન વલી, નિફલ નોહઈ નિરધાર અર્થ :- દિવસે વિજળી, રાત્રિએ ગાજ વીજ, ઉત્તમ પુરુષોની સારયુક્ત વાણી(આશીર્વાદ) અને દેવ દર્શન નિશ્ચયથી કદી નિષ્ફળ જતાં નથી; એવું કવિ ઋષભદાસ કહે છે. ...૮૬ ચોપાઈ : ૨ અરણ્ય વર્ણન સફલ થયો સુર બોલ્યો જેહ, લેઈ રત્ન નઈ ચાલ્યો તેહ; નદી તીર નર આવ્યો જસિં, મહાવન મોટું આવ્યું તસઈ તાલ તમાલ અનિ વરસાગ, ચંદન નાગ અનિ પનાગ; આંબા આંબિલી બહુઉ વધી, વડ પીપલ પાડલ ગયા વધી જાંબૂ ડાડિમ ફુલ અનેક, ચંપક જાયના નાવઈ છેક; ઘણા જીવ ચોપદ તિહાં રહઈ, વાઘ સિંઘ ગજ હય ગહે ગઈ હરણ રોઝ ચીત્તર નઈ ગાય, મણિઘર મોટ રહઈ તેણઈ કાય; ઘણી વસઈ પંખીની જાતિ, પંચ વર્ણવ સઈ બહુ ભાતિ ગરુડ હંસ તીતર નઈ મોર, સમલી સારસ જીવ ચકોર; વિવિધ પંખિ આ નવ નવ સાદ, વંસયાલિ મુંકઈ તિહાં નાદ વાજઈ પરબત નાની ઝરણ, ફલ્યા વન દીસઈ બહુ વર્તા; અનેક જીવ બોલઈ વનિ તહી, નરપતિ કોથી બીહઈ નહી મનિ ચિંતઈ એ કસ્યા આવાસ, ધિન યોગી જસ વનમાં વાસ; ઋષભ કહઈ એમ ચિંતઈ રાય, એક વૃષ તલઈ બેઠો જાય For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ... ૯0 અર્થ - રાજકુમાર શ્રેણિકે વિચાર્યું, “આજે મારો અવતાર સફળ થયો. દેવનાં વચનો પ્રમાણ છે.” (કુમારે બે હાથ જોડી દેવનું સ્મરણ કરી, પાષાણને નમસ્કાર કર્યા. કુમારની સમક્ષ આવી પાષાણ પડયું. તેમાંથી રત્નો નીકળ્યાં. તેના પર અલગ અલગ નિશાની બનાવી રાજકુમાર શ્રેણિક રત્ન લઈ આગળ ચાલ્યા.) નદી કિનારે આગળ વધતાં કેટલાક સમય પછી એક મોટું ઘનઘોર જંગલ આવ્યું. આ જંગલમાં તાડ, તમાલ, વરસાગ, ચંદન, નાગચંપો, રક્તકેસર, આંબા અને આંબલીનાં ઊંચા ઊંચા વૃક્ષો હતાં તેમજ વડ, પીપળો, પાડલ(રાતા રંગનું ફૂલઝાડ) જેવાં ખૂબ ઊંચા વૃક્ષો પણ હતાં....૮૮ જાંબુ અને દાડમના ઝાડ પર ખૂબ પતરાઇ હતી. ચંપક, જાઈ, જૂઈ ઈત્યાદિ પુષ્યોનાં અપાર છોડો હતાં તેમજ વાઘ, સિંહ, હાથી અને ઘોડા જેવા અનેક પ્રાણીઓ વનમાં આનંદપૂર્વક રહેતાં હતાં. ...૮૯ આ જંગલમાં હરણ, રોઝડાં, ચિત્તા, ગાય અને વિશાળ કાય ફણિધર સર્પ પણ હતા. ત્યાં વિવિધ રંગના જુદા જુદા પક્ષીઓ પણ રહેતાં હતાં. તેઓ પંચવર્ણી વિવિધ ભાતના હતા. ગરુડ હંસ, તેતર, મોર, સમળી, સારસ અને ચકોર જેવા વિવિધ પક્ષીઓનો મધુર કલરવ થઈ રહ્યો હતો. વાંસની ઝાડીઓ પવનથી એકબીજા સાથે અથડાતી ત્યારે મધુર ધ્વનિ ઉત્પન્ન થતો હતો....૯૧ પર્વત ઉપરથી વહેતાં નાનાં નાનાં ઝરણાંઓનો ખળખળ નાદ સંભળાતો હતો. જંગલમાં ચારે તરફ સુંદર વનરાઈ ખીલી ઉઠી હતી. (નૈસર્ગિક સૌંદર્ય રળિયામણું હતું. અનેક પશુઓનો ડરામણો, ભયંકર અવાજ જંગલની એકાંતતામાં વિબ પાડતો હતો પરંતુ રાજકુમાર શ્રેણિક બિલકુલ ગભરાયા નહી....૯૨ તેમણે વિચાર્યું, “આવા ભયાનક જંગલોમાં સંસારથી વિરકત બની તપશ્ચર્યા કરી રહેલા તે નિર્ભયી તાપસીને ધન્ય છે !તેમની પાસે કેવાં આવાસ?' કવિ ઋષભદાસ કહે છે કે, એવું વિચારી રાજકુમાર શ્રેણિક એક વૃક્ષની નીચે આરામ કરવા બેઠા. ... ૯૩ દુહા : ૬ જઈ બેઠો એક વૃષતલઈ, વાય ઝીણો વાય; એણઈ અવસરિ એક ભીલડી, તિહાં કણિ પેદા થાય અર્થ - રાજકુમાર શ્રેણિક એક વૃક્ષની છાયામાં વિશ્રામ કરવા બેઠા. ત્યાં મંદ મંદ શીતળ સમીર વાતો હતો. તે સમયે રાજકુમારની દષ્ટિ એક સુંદર વરૂપવાન ભીલકન્યા ઉપર પડી. ઢાળ : ૪ ભીલકન્યા સાથે મુલાકાત આપો નેમિ મોરી ચુનડી એ દેશી. રાગ : મલ્હાર. જો રે ભીલડી વનિ વસઈ, મૃગનયણી કડિ ઝીણીજી; ઉરિ થની અધુર પણિ રાતી, નાસિકા અતિ તસ તીનીજી ... ૯૫ જોરે ભિલડી વનિ તી વસઈ એ.. આંચલી. પગિ નેપૂર કંચનનાં કંકણ, ગલઈ ગુંજાનો હારોજીં; મોર પીછનો ચરનો પેહરયો, કરતી રાગ મલ્હારોજી •. ૯૪ ...૯૪ ... ૯૬ જો. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ નવયૌવન નઈ નારિ કુંયારી, બોલઈ વચન સાસરોજી; શ્રેણિક રાય નઈ દેખી હરખાય, મલીઉ ભરથારોજી જો ઉઠી નર કર ગ્રહઈ માહરો, તો મન ગમતું થાયજી; તનનો તાપ મુઝતો ઉહલાય, જો મુઝ કંઠ વિલાપજી સુંની બરડી નારી દેખી, ગલઈ પુરુષની દાઢિજી; આ તું નર સાહમું નવિ જોઈ, અછઈ નપુંસક ગાઢોજી સરીખું રૂપ કલા પણિ સરખી, વઈ સરખી અમ દાયોજી; ઉઠે કુંવર પરણી રહઈ વનમાં, આલિં ભવ કાં ખોયોજી નહી પરણઈ નહી દેઉં જાવા, અમ વિદ્યા વિકરાલીજી; મયણા દહયો જિમ રુઠઈ ઈસિં, તિમ તુમ નાખું બાલીજી નયણા વિકાસ કરી જુઈ રાજા, કહઈ રે કુણ તું નારીજી; હું વનચર રાજાની બેટી, અછઈ પાલિ અમ્હારીજી વિદ્યા કોડિ પિતાÄિ પાસિં, તે તુઝનઈ સહુ આપઈજી; રાજ સહિત પુત્રી તુઝ દેસઈ, તુમ નઈ નૃપ કરી થાયેજી ના ન કહીશ પરણે મુઝ નઈ, ખીજઈ પિતા તવ મહારોજી; એ વિકસ્યો તુમનિં દૂખદાઈ, જીવ હણો સઈ તાહરોજી સર્વ ઉષધી વનની જાણીઈ, વિરખ છેદ કરઈ યારજી; તિ વારઈ કર નરના છેદાય, વિદ્યા અસીઅ અમરાઈજી પશુ કરું માનવ નઈ ફેડી, તરીઅ સાયર તીરોજી; સાપ સીહનઈ હાથે ઝાલુ, નાસઈ શક્તિની વીરોજી વલી ભિલડી ભય દેખાડઈ, કે વરવું કે નાથોજી; હવડાં મુઝ પ્રાક્રમ દેખાડું, જો તું આઘો જાયોજી અજગર ગજ આકસિ ભમાડું, એક અગિનીથી રંકોઈ સો જોઅણ અટવી છઈ મહારી, કિમ જાઈસિ થઈ વેંકોજી શ્રેણિક રાય વિચારઈ મનમાં, કોઈક વ્યંતરી નારયોજી; ભીલી જાતિ આચારી મેલી, નાણું તે મુઝ બારયોજી આગિં સ્વાન જિમાડિયા માટી, તાતિ ભૂંડીઉં કિધોજી; ઋષભ કહઈ જો ભીલ પરણઈ, વંસિં અગનિ જ દીધોજી અર્થ : ભીલકન્યા આ અરણ્યમાં રહેતી હતી. મૃગ જેવી ઝીણી ઝીણી આંખો હતી. તેની કેડ અત્યંત પાતળી હતી. તેની છાતી પર બે ઉન્નત ભરાવદાર સ્તન હતા. તેના હોઠ પાતળા પરવાળા જેવા લાલ રંગના ૧૧૦ જો. For Personal & Private Use Only ૯૭ જો. ... ૯૮ જો. ૯૮ જો. ૧૦૦ જો. ૧૦૧ જો. ૧૦૨ જો. ૧૦૩ જો. ૧૦૪ જો. . ૧૦૫ જો. ૧૦૬ જો. ૧૦૭ જો. ૧૦૮ જો. ૩૧ ૧૦૯ જો. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” હતા. સુંદર ચહેરા ઉપર અણિયારી પાતળી નાસિકા હતી. ... ૯૫ તેના પગમાં પાયેલ હતા. આ પાયલ ભીલકન્યાના ચાલવાથી ઇનકાર કરતા હતા. હાથમાં સોનાનાં કંકણ હતા. ગળામાં ચણોઠીનો લાલ રંગનો હાર પહેર્યો હતો. તેણે શરીરે મયૂર પંખનો ચણિયો પહેર્યો હતો. તે મલ્હાર રાગમાં મધુર કંઠે ધીમું ધીમું ગીત ગણગણતી હતી. આ ભીલકન્યા નવ યૌવના હતી. તે અવિવાહિત હતી. રાજકુમાર શ્રેણિકનું સુંદર રૂપ જોઈ ભીલ કન્યા પ્રભાવિત થઈ. તેણે મધુર સ્વરમાં હરખાતાં કહ્યું, “હે કુમાર ! આપને જોઈને હું મોહિત બની છું. મને મારા જીવનસાથી મળી ગયા છે. હું તમારી સાથે લગ્ન કરવા માંગું છું. જો આપ ઊભા થઈને મારો હાથ ગ્રહણ કરશો તો સૌ સારા વાના થશે. મારા કંઠનું રુદન ત્યારે જ અટકશે જ્યારે તમે મારી સાથે વિવાહ કરી મારા તનનો તાપ બુઝાવશો. ... ૯૮ નિર્જન બોરડી અને નારી જોઈ ભલ ભલા પુરુષો પીગળી જાય છે. તમે કેવા પુરુષ છો? મારી સામે પણ જોતા નથી. તમે તો ભારે નપુંસક છે! (તમે તો નિર્વિકારી છો.) ... ૯૯ (ભીલકન્યા આંખો નચાવતી, લટકા કરતી બોલી) આપણા બંનેનાં રૂપ, વય અને કલા સમાન જ છે તેથી આપણે બંને એકબીજા માટે સર્જાયાં છીએ. કુમાર! ચાલો ઉઠો, આપણે બંને પાણિગ્રહણ કરી આ વનમાં સુખેથી રહીએ. તમે મારા જેવી સ્વરૂપવાન કન્યાનો ત્યાગ કરી મનુષ્ય ભવ વ્યર્થ શા માટે ગુમાવો છો?” ... ૧૦૦ (ભીલ કન્યાના વિકારી વચનો સાંભળ્યા છતાં રાજકુમાર શ્રેણિક શાંત બેસી રહ્યા. ભીલકન્યાને કોઈ પ્રત્યુત્તર ન મળતાં) તેણે ગુસ્સામાં યું, “મારી પાસે વિકરાળ-ભયંકર વિદ્યા, મંત્ર-તંત્ર ઈત્યાદિ છે. મારી સાથે લગ્ન નહીં કરો તો હું વિદ્યાનો પ્રયોગ કરીશ. તમને જવા નહીં દઉં. રાજાના કોપિત થવાથી જેમ મયણા બળી (દુઃખી)ગઈ તેમ મારા રૂઠવાથી તમને પણ હું બાળી નાખીશ.” .. ૧૦૧ કુમારે શાંતિથી વિસ્મય પામી આંખો પહોળી કરી પૂછયું, “હે કન્યા! તું કોણ છે?' ભીલકન્યાએ કહ્યું, “હું આ વનના અધિપતિ વનચર રાજાની દીકરી છું. આ મલક-વિસ્તારમાં અમારો અધિકાર છે. ... ૧૦૨ મારા પિતા પાસે કરોડો વિદ્યા મંત્રો છે. જો તમે મારી સાથે લગ્ન કરશો તો તે બધી વિદ્યા તમને પ્રાપ્ત આપશે. આ ઉપરાંત આ જંગલનું રાજ્ય અને પોતાની પુત્રી પણ તમને આપશે. તમને રાજ્યધિકારી તરીકે સ્થાપશે. ... ૧૦૩ (ભીલકન્યા રાજકુમારને ડરાવતાં બોલી) હે કુમાર! ના ન કહેશો. તમે મારી સાથે વિવાહ કરો, અન્યથા મારા પિતાજી તમારા પર અત્યંત ખીજાશે. જો એ ક્રોધિત થશે તો તમને શિક્ષા કરશે, તમને દુઃખ આપશે. અરે !તમારા પ્રાણ પણ લઈ લેશે. ... ૧૦૪ હું વનની સર્વ ઔષધિઓના ગુણો જાણું છું. વૃક્ષ કાપતાં જ્યારે વ્યક્તિના હાથ પર ઘા પડે, છેદાઈ જાય ત્યારે જલ્દીથી રુઝ આવે તેવી વિદ્યા પણ અમારી પાસે છે. ... ૧૦૫ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ (ભીલકન્યા કુમારના મૌનથી અકળાઈ ઉઠી. તેણે પોતાની શક્તિ બતાવતાં કહ્યું) મારી પાસે એવી પણ ઔષધિ છે કે જો હું ધારું તો પશુને માનવ બનાવી શકું. હું વિશાળ સમુદ્રને ક્ષણમાત્રમાં તરી શકું છું. હું સાપ, સિંહ જેવા ભયંકર જાનવરોને એક હાથે પકડી વશમાં કરી શકું છું. મને જોઈને ભૂત પ્રેત અને પિશાચ પણ ભાગી જાય છે.’ ,, ... ૧૦૬ ભીલકન્યાએ રાજકુમારનો અભિપ્રાય જાણવા પૂછયું, ‘કુમાર તમે શું વિચાર કરો છો ! તમારે મારી સાથે લગ્ન કરવાં છે કે નહીં ? તમે મારાથી બચીને નહીં જઈ શકો. જો તમે અહીંથી નાસવાનો પ્રયત્ન કરશો તો હમણાં જ હું પરાક્રમ બતાવીશ. ... ૧૦૭ જો વિવાહ કરવાની ના પાડશો તો તમને અજગર, હાથી બનાવી આકાશમાં ગોળ ગોળ ફેરવી ઉછાળીશ. બસ એક અગ્નિથી હું દૂર રહું છું. તમે જે વિસ્તારમાં ઊભા છો, તે સો યોજનની લાંબી અટવી છે. આ અટવી ઉપર અમારી સત્તા છે. તમે ભાગીને ક્યાં જશો ?’’ ... ૧૦૮ રાજકુમાર શ્રેણિકે મનમાં વિચાર્યું, ‘આ કોઈ રાક્ષસી-વ્યંતરી છે, ભીલ જાતિ આચાર-વિચારમાં મેલી, ખરાબ, નીચ હોય છે. આવી પૂર્ત સ્ત્રીને પત્ની બનાવી ઘરે ન લવાય. ... ૧૦૯ આ પૂર્વે હું શ્વાન સાથે જમ્યો ત્યારે પિતાજીએ મને ભૂંડો કહ્યો. હવે જો આ ભીલકન્યા સાથે પરણું તો મારા ઉત્તમ ક્ષત્રિય કુળને કલંક લાગશે.' કવિ ઋષભદાસ કહે છે કે, રાજકુમારે વિચાર્યું ભીલકન્યાને પરણવાથી ઉત્તમ વંશમાં અગ્નિ ચાંપવાનું કાર્ય થશે. ૧૧૦ દુહા : ૬ ભીલકન્યાથી મુક્તિ ભીલી વરતાં પતન હી, ટાલઈ બંધવ મુજ; એ સાથિં કિમ ચાલસઈ, કેહી પરિ રહસઈ લજ્જા ૩૩ ... ૧૧૧ દાવાનલ દેખી કરી, કીધો આપ વિચાર; એહમાં પેસી ઉગરું, રાખું કુલ આચાર ૧૧૨ અર્થ :- રાજકુમારે વિચાર્યું ભીલકન્યા સાથે લગ્ન કરવાથી મારા કુળનું પતન થશે. મારા ભાઈઓ પણ મારી સાથે સંબંધ-વ્યવહાર તોડી નાખશે. હું પરિવાર વિનાનો થઈ જઈશ તો કેમ ચાલશે ? અધમની સાથે દોસ્તી કરવાથી લોકમાં મારા કુળની આબરૂનું શું ? ૧૧૧ (રાજકુમાર વિચાર કરતાં કરતાં આગળ ચાલ્યા. તેની પાછળ ભીલકન્યા પણ ચાલી) આગળ ચાલતાં રાજકુમારે સળગતો દાવાનળ જોયો. પોતાનો કુલાચાર જાળવવા અને ભીલકન્યાથી છૂટકારો મેળવવા રાજકુમારે અગ્નિમાં છલાંગ લગાવવાનો નિર્ણય કર્યો. ... ૧૧૨ રાગ : ઢાળ ઃ ૫ રાજકુમાર શ્રેણિકનું બેનાતટમાં આગમન સુણો મોરી સજની રજની ન જાવઈ રે એ દેશી. : કેદારો. લજા રાખી શ્રેણિક રાયો રે, અગનિ રત્ન લીધું તેણઈ ઠાયો રે; ચાલ્યો વેગિ અગનિ માંહયો રે, માન ભ્રષ્ટ થઈ ભીલડી તિહાંયો રે For Personal & Private Use Only ... ૧૧૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' કહઈ હું મોહકમ પણિ હું ઘાઠી રે, રાવણની પરિ બુધિ મુઝ નાહઠી રે; કડવું બોલી ખોયો કંત રે, ન જાણ્યો કેવલી નર ગુણવંત રે ... ૧૧૪ સોચા કરતી ગઈ આવાસિં રે, શ્રેણિક સંચરયો મન ઉહલાસિં રે; આવ્યો ગંગાનિ તે તીરિ રે, સબલ પૂર ભરી તે નીરિ રે સુકો તરુઅર મોટો એકો રે, બેઠો શ્રેણિક ધરીય વિવેકો રે; રત્ન તણો છોઈ મહિમા સારો રે, વીસ વાસરિ પામ્યો પારો રે બેનાતટિ આવ્યો નર જ્યારઈ રે, ચંદન લાકડું દીઠું ત્યારઈ રે; બેઠો નગર તણી તે વાટિ રે, મલ્યા લોક તે ચંદન માર્ટિ પૂછઈ લોક સું લેસ્યો ધનો રે, કડકાનો લેઉં લાખ સોવનો રે; ચંદન વેચી સોવન લેતો રે, કંચન આપી રત્ન જ ગ્રહઈ તો રે ચાલ્યો આવો સીમ જ માંહયો રે, શુકન પરીક્ષા કરતો ત્યાહયો રે; વૃષભ તુરંગમ રાશભ જે હોરે, બોલઈ દેવિ જિમણી તેહો રે વાન ઉતરયો જિમણો જ્યારઈ રે, સુની તે બાર ડાવી ત્યારઈ રે; ડાવી ભયરવ જમણો રાય રે, એણઈ શકુનિ લછિ થિર થાય રે નગર ભણી નૃપ ચાલ્યો જ્યારઈ રે, તોરણ ચાસિં બાંધ્યા ત્યારઈ રે; જાતો જમણો નકૂલ નઇ મોરો રે, મલીયા ધોરી હાથેદારો રે કુસમ માલનિ અશ્વ પલાણિ રે, સુભટ ભલેરો ભરયો તે બાણ રે; કુંભ એકનિ મલ્યા ગણસો રે, એણઈ શકુનિ કીધો પરસેવો રે .. ૧રર રત્ન પ્રભાવિ વાધિઉં રૂપો રે, જુઈ ચોટા તણું સરૂપો રે; પહઈલઈ હાર્ટિ બનાવો સેઠો રે. ઋષભ કહઈ કરિ નૃપસ્યું ભેટો ... ૧૨૩ અર્થ - પોતાના કુળની મર્યાદાનો ભંગ ન થાય તે માટે રાજકુમાર શ્રેણિકે અગ્નિ રત્ન હાથમાં લીધું.(અગ્નિ રત્નની સહાયતાથી અને દેવના સ્મરણથી અગ્નિ ઠરી ગયો) તેઓ જંગલ પાર કરવા માટે ઝડપથી અગ્નિમાં પ્રવેશ્યા. (કુમારે હસતાં હસતાં બૂમ મારી ભીલકન્યાને કહ્યું. “ઓ કન્યા! તને વિવાહ કરવો હોય તો જલ્દીથી અહીં અગ્નિમાં પ્રવેશ કર.'') ભીલકન્યાનો ચહેરો શ્યામ થઈ ગયો. (તે અગ્નિથી ગભરાતી હતી) તે અપમાનિત થઈ પાછી વળી. ... ૧૧૩ ભીલકન્યાએ પશ્ચાતાપ કરતાં કહ્યું, “હું કઠોર બનવા ગઈ તેમાં હું પોતે જ છેતરાઈ ગઈ. રાવણની જેમ મારી પણ વિવેક શક્તિ નાશ પામી છે. હું જેમ તેમ કડવું બોલતી રહી તેથી મેં મૂર્ખ સુંદર અને ગુણવાન પતિને ખોયો. (હું મારી બડાઈ હાંકતી રહી) મેં એ પણ ન જાણ્યું કે આ માનવ કેટલો ગુણિયલ હતો.' (આ યુવક પાસે અગ્નિમાં પ્રવેશી શકે એવી મંત્રશક્તિ હતી.) ...૧૧૪ પોતાની મૂર્ખતા પર અફસોસ કરતી ભીલકન્યા પાછી પર્વતના શિખર પર પોતાના આવાસે ચાલી For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ગઈ. રાજકુમાર શ્રેણિક દાવાનળમાંથી હેમખેમ નીકળી પ્રસન્નતા પૂર્વક આગળ વધ્યા. તેઓ કલકલ વહેતી ગંગા નદીના કિનારે આવ્યા. આ ગંગા નદીમાં અગાધ જળરાશિ હતી. ૧૧૫ ગંગા નદીના કિનારે એક ચંદનનું સુકાયેલું મોટું વૃક્ષ હતું . (કુમાર ઝડપથી તે વૃક્ષ પર ચડયા. વૃક્ષ સુકાયેલું હોવાથી તૂટીને ગંગાનદીના પ્રવાહમાં પડયું. કુમાર નદીમાં તણાવા લાગ્યા. કુમારે તરત જ જલતારક રત્નનું સ્મારક કર્યું.) કોઈ જહાજમાં બેઠા હોય તેવી નિશ્ચિંતતા સાથે તેઓ વૃક્ષની ડાળી પર બેસી ગયા. (રત્નના પ્રભાવથી ભૂખ-તરસની વ્યાધી વિના વીસ દિવસ સુધી નદીમાં પ્રવાસ કર્યો) તેઓ ચંદનવૃક્ષ સાથે વીસમા દિવસે 'બેનાતટ નગરના કિનારે આવ્યા. (હાલનું બેનપ, બનાસકાંઠામાં આવેલું છે.) ૧૧૬ બેનાતટ નગરના કિનારે જ્યારે રાજકુમાર આવ્યા ત્યારે (ચંદનની સુગંધથી આકર્ષાઈને નગરના લોકો ત્યાં આવ્યા.) નગરજનોએ નદીના કિનારે પુષ્કળ પ્રમાણમાં ચંદનનું લાકડું જોયું. રાજકુમાર શ્રેણિક ચંદનનું લાકડું લઈ રાજમાર્ગ પર બેઠા, ત્યારે પ્રજાજનો ચંદન ખરીદવા ત્યાં એકઠાં થયાં. ૧૧૭ એક શ્રીમંત નાગરિકે પૂછ્યું, ‘‘આ ચંદન વૃક્ષની શું કિંમત છે ?’’ રાજકુમારે કહ્યું, ‘‘એક ટુકડાની કિંમત લાખ સુવર્ણમુદ્રા છે.’’ થોડી જ પળોમાં રાજકુમારે ચંદનવૃક્ષ વેંચી પુષ્કળ ધન (સુવર્ણ) મેળવ્યું. તેમણે સુવર્ણનાં બદલામાં કિંમતી રત્નો ખરીદી લીધાં. ૧૧૮ રત્નોને બરાબર સાચવી તેઓ નગરની સીમમાં પ્રવેશ્યા. ત્યાં તેમણે શુકન-અપશુકનની ચકાસણી કરી. સીમમાં પ્રવેશતાં માર્ગમાં બળદ, ઘોડો, ગધેડો સામે મળ્યા. જમણી બાજુ ચીબરી=ભેરવ પક્ષી ટહુકારો કરતી હતી. ... ૧૧૯ જમણી તરફથી માર્ગમાં શ્વાન આડો ઉતર્યો, અને ડાબી તરફથી કૂતરી જતી હતી. રાજકુમાર શ્રેણિક જમણી તરફ હતા ત્યારે ડાબી તરફ ભૈરવનાથનું મંદિર હતું. આવા શુકન જેને પ્રાપ્ત થાય તે નરના ઘરે લક્ષ્મી સ્થિર થાય છે. ૧૨૦ (૧)બેનાતટનું બીજું નામ વેણાતટપુર છે. (ત્રિ.શ.પુ.ચ., સર્વ.-૧૦, સર્ગ-૬, પૃ.૧૦૪) (૨) ધનાવહ, ધનદત્ત, ભદ્રશેઠ અને ઈન્દ્રદત્ત જેવા જુદાં જુદાં નામો કૃતિઓમાં જોવાં મળે છે. ૩૫ ... તેમણે જ્યારે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને શુભ શુકન થયા. નગરજનોએ દ્વારે તોરણો બાંધ્યા હતા. નોળિયો, મોર જમણી તરફથી જતાં હતાં તેમજ બળદો અને સૈનિકો પણ સામે મળ્યા. ...૧૨૧ ફૂલોની છાબ ભરેલી માલણ, અશ્વ પલાણ કરેલો તેમજ જેની પીઠ પર બાણો ભાથામાં ભર્યા છે તેવો શૂરવીર યોદ્ધો સામે મળ્યો. એક પનિહારી(કુંભ સહિત) અને તેતરોનું ઝુંડ સામે મળ્યું. એવા શુભ મુહુર્તે (શુકને) રાજકુમારે નગરમાં પ્રવેશ કર્યો. ૧૨૨ રાજકુમારે લાખોના રત્નોની ચોરી ન થાય તે હેતુથી રૂપ પરિવર્તન કર્યું. તેઓ રત્નના પ્રભાવે પોતે અત્યંત સ્વરૂપવાન બન્યા. દર્પણમાં પોતાનું બદલાયેલું રૂપ જોયું. નગરજનના રાજમાર્ગ ઉપર ચાલતાં ચાલતાં પ્રથમ ધનાવાહ શેઠની મોટી પેઢી આવી. (ત્યાં તેમના ઓટલા પર બેઠા) કવિ ઋષભદાસ કહે છે કે ધનાવાહ શેઠનો રાજકુમાર શ્રેણિક સાથે મિલાપ થયો. ૧૨૩ For Personal & Private Use Only ... Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ દુહા : ૭ એક દીઠઈ મન ઉલસઈ, એક દીઠઈ ઉલાય; એક દૂરિ ગયા નવિ વીસરઈ, એક પાસિં ન સુહાય કીજઈ પ્રીતિ સુમાણસાં, જે જાણઈ ૨સ ભેય; સુકડિ પથર ક્યું ઘસી, તોહઈ ન આપઈ છેહ સખી સુગુણ સુમાણસાં, ફરી ન દીજઈ પુઠિ; જોધાઈ મિલીઈ નહી, તો બેઠાથી ઉઠિ ભેટચો ઉઠી પ્રેમસ્યું, હઈડઈ અતિ આણંદ; જાણું જીવ ચકોર નઈ, મલીઉઇ સગુણો ચંદ ૧૨૭ = અર્થ : કોઈ વ્યક્તિને જોઈને મન ઉલ્લાસ-આનંદ કે સદ્ભાવ અનુભવે છે, જ્યારે કોઈ વ્યક્તિને જોઈને મન બેચેન બને છે. કોઈ કોઈ વ્યક્તિ ઘણા દૂર (પરદેશમાં કે સ્વર્ગલોકમાં) ગયા હોય છતાં તેનું સ્મરણ સતત રહે છે, જ્યારે કોઈ કોઈ વ્યક્તિ નજીક હોવા છતાં અરુચિકર (અળખામણાં) બને છે. ૧૨૪ સજ્જનો સાથે મૈત્રી કરો, જે વિવેકાવિવેકની રસભિન્નતા જાણે છે. સુખડ પત્થર ઉપર ઘસાય છે, છતાં તે કોઈને દગો આપતું નથી. ૧૨૫ તેમ સજ્જનો કદી વિશ્વાસઘાત કરતા નથી. તેઓ આપેલું વચન તોડતા નથી. રાજકુમાર શ્રેણિક જેવા શેઠને મળવા ગયા તેવા જ શેઠ પેઢીએ બેઠા હતા, તે ઊભા થઈ ગયા. રાજકુમાર શ્રેણિક અત્યંત આનંદપૂર્વક શેઠને ભેટી પડચા. શેઠ પણ કુમારને પ્રેમપૂર્વક ભેટચા. જાણે જીવરૂપી ચકોરને સદ્ગુણરૂપી ચાંદનીનું મિલન ન થયું હોય ! ૧૨૬ ... ૧૨૭ ઢાળ : ૬ પુણ્યશાળીને પગલે – વ્યપાર વૃદ્ધિ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. ચંદ જમ્યો નર જાણીઉ, હુઉં અતિહિં ઉલાસ રે; આંવિ સ્વામિ મુઝ પેઠીઈ, પોહચાડો મુઝ આસ રે ચંદ જસ્યો નર જાણીઉ... આંચલી. હાટિ બેઠો નર તેહનઈ, નફો સબલ તસ થાય રે; દેખિ શ્રેણિક નઈ હરખીઉ, સહી પુરુષ મહિમાય રે મીંઢલ રોહિણીની તજા, કચૂરા ત્રિફલાય રે; સીંઘવ સુંઠિ ગલો ઘણી, લીજઈ તુમ નર રાય રે ઈંદ્રજવિં ભરયો ટોપલો, હરડાં નઈ અહિ ડાય રે; લેહ ગિર માલો ધિન વિના, વિમાસો નર કાંય રે પાપી અને પુણ્યશાળીનો પ્રભાવ For Personal & Private Use Only ... ૧૨૫ ૧૨૪ ... ૧૨૬ ... ... ... ૧૨૮ ૧૨૯ ચં. ૧૩૦ ચં. ૧૩૧ ૨. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૭. ... ૧૩૪ ચં. પુરુષ ચિંતઈએ હાર્થિ ગ્રહઉં, આવો તુમે મુઝ ઘરિ રે; સરવ તાહરું સુખિં અહી રહો, કરસિઉ ભગતિ બહુ પેરિ રે ૧૩ર ચં. કુમર કહઈ હિત અતિ ઘણું, કરો કિમ તુમ સાહિ રે; દેશ પરદેસ જોયા ઘણાં, વહિ કો નવિ જાય રે • ૧૩૩ ચં. સનેહ ઘરો સહુ ઉપરિ, કયમ વાણિક મુઝ સાથિ રે; કે કારય મુઝસ્યું પડિઉં, કિંવા મોકેલા હાથિ રે કામ વલભ નર હું સહી. થાઈ તુઝથી કામ રે; તુઝ મલઈ મહોર વાઘસઈ, વાઘઈ તુઝથી દામ રે ... ૧૩૫ ચં. અર્થ:- રાજકુમાર શ્રેણિકનો સંગ થતાં શેઠને ચંદ્રમા જેવી શીતળતાનો અનુભવ થયો. શેઠનું મન પ્રફુલ્લિત બન્યું. શેઠે આદરમાન આપતાં કહ્યું, “હે પરદેશી !તમે આ પેઢી પર આવી તેને પવિત્ર કરો.” ...૧૨૮ કુમાર પેઢીએ બેઠા.(ગ્રાહકોની અવરજવર ચાલુ થઈ ગઈ.) શેઠને તે દિવસે અત્યધિક લાભ થયો. ચકોર ધનાવાહ શેઠે જાણ્યું કે આ કોઈ ઉત્તમ પુનિત વ્યક્તિ છે. જેના આગમનથી મને ઘણો નફો થયો છે. શેઠ અતિ હરખાયા. ... ૧૨૯ ધનાવાહ શેઠે કહ્યું, “હે પરદેશી યુવાન! અહીં જુઓ. અહીં એક પાત્રમાં મીંઢળના ફળ છે, બીજામાં રોહિણી વૃક્ષની છાલ છે. ત્રીજામાં તજ અને કચૂરો છે. ચોથામાં ત્રિફલા છે. પાંચમામાં સિંધવ, સૂંઠ, ગલોસત્વ વગેરે ભરેલાં છે. કુમાર!તમને જે જોઈએ તે વિના સંકોચે લઈ શકો છો. ... ૧૩૦ મારી હાટમાં ઈન્દ્રજવથી ભરેલી છાબડી છે, તેમજ પુષ્કળ પ્રમાણમાં ડાંગર અને કરડાં છે. હે કુમાર! તમે પૈસાની ચિંતા ન કરતા. તમે કોઈ પણ વળતર(ખર્ચ) વિના ગરમાળો વગેરે વસ્તુઓ લઈ શકો છો. (રાજકુમાર મૌનપણે સાંભળતા રહ્યા ત્યારે શેઠે કહ્યું) હે કુમાર!તમે શું વિચારો છો?” ... ૧૩૧ રાજકુમાર શ્રેણિક શેઠની સામે જોઈ વિચાર કરવા લાગ્યા કે, “આ શેઠ કેટલા ઉદાર છે !' ત્યાં તો શેઠે તેમનો હાથ પકડી લીધો. શેઠે કહ્યું, “હે યુવાન! તમે મારી હવેલીએ ચાલો.(મને અતિથિ સત્કારનો અવસર આપો.) અહીં બધું જ તમારું છે. તમે સુખેથી મારે ત્યાં રહો. અમારા પરિવારજનો તમારી ખૂબ સેવા ભક્તિ કરશે.” ...૧૩૨ રાજકુમાર શ્રેણિકે કહ્યું, “શેઠજી! પરદેશી છું. એક અજાણ્યો વ્યક્તિ છું, છતાં તમે મારા પ્રત્યે આટલો સદ્ભાવ શા માટે બતાવો છો? મેંદેશ વિદેશ જોયાં પરંતુ તમારી તોલે કોઈ ન આવે. ... ૧૩૩ તમે બધા ઉપર સ્નેહ રાખતા હશો પરંતુ શેઠજી ! તમે મારા પર આટલો સ્નેહ કેમ વરસાવો છો? તમને મારું શું કામ પડ્યું? તમને મારાથી શું લાભ થશે? મારી ઉપર આટલી કૃપા શા માટે?" ... ૧૩૪ ધનાવાહ શેઠે સ્મિતપૂર્વક કહ્યું, “હે પરદેશી! હું અર્થ પ્રિય વણિક છું. તમારા થકી મારાં અનેક કાર્યો થશે. તમારાથી મારી મોટાઈ, કિર્તી વધશે. તમારાથી મને ઐશ્વર્ય અને સંપત્તિનો લાભ થશે.” ૧૩૫ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ३८ દુહા : ૮ સ્વારથ જગમાં વલ્લ હો, પર વહલો ન કોય; જેણી નારિ નર નાખીઉં, ચીર ઘરઈ સિર સોય ૧૩૬ અર્થ : આ વિશ્વમાં સૌ જીવોને સ્વાર્થ પ્રિય છે. પરમાર્થ કોઈને વલ્લભ નથી, અર્થાત્ પરમાર્થ કોઈ વિરલ વ્યક્તિને જ પ્રિય હોય છે. જે સ્ત્રીનો પતિએ ત્યાગ કર્યો છે તે સ્ત્રીને માથા પર વસ્ત્ર ઓઢવું પડે છે. ... ૧૩૬ ઢાળ : ૭ તેજંતૂરીની ઓળખ : કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. સુપન દીઠુંઅ પરદેસિઉં, મલિં લાભ હોય જામ રે; તેહની ભગતિ કરજે ઘણું, થસઈ સકલ તુઝ કામ રે પૂરવ દિસ થકી આવસઈ, વરસ વીસનો પુરૂષ રે; ઉજલાં અંબર પેહરણઈ, ઉપાસઈ તુઝ હરખ રે સાત ઘડી દિન ગયા પછી, આવઈ પુરૂષ રે; તેહથી આપદા તુઝ જસઈ, કરે તાસ યતત્ન રે શ્રેણિક ચિંતવિ સેઠિઉ, કહઈ સકલ કથાય રે; ધરત કુરણા નૃપ નિં ઘણું, બેસઈ હાટમાં જાય રે; તેજનતુરીય દેખતું, કહઈ સેઠનિં તામ રે; વસ્તુ આહવી એમ મોકલી, મુંકી કાં તુમ આમ રે સેઠ કહઈ રજ વાહણની, પડી હાટડામાંહિં રે; કામિ વરસાલઈ આવસઈ, નાખિસિ કાદવમાંહિ રે નૃપ કહઈ જાણપલું વલી, દોહિલું છઈ જગમાંહિ રે; સુત્રથી શાસ્ત્ર ભનઈ ઘણાં, ઘોડાઅ રથ લહઈ પ્રાંહિં રે ભાખઈ ઋષભ તે તાંહિ રે. ચં. ૧૩૭ ૨. For Personal & Private Use Only ૧૩૮ ચં. ૧૩૯ ચં. ... ૧૪૦ ચં. ૧૪૩ ચં. અર્થ ધનાવાહ શેઠે રાજકુમાર શ્રેણિકના પ્રશ્નોનો ઉત્તર આપતાં કહ્યું, ‘‘કુમાર ! મને ગઈ કાલે રાત્રે કોઈ દેવે સ્વપ્નમાં આવી કહ્યું કે, ‘‘ઓ શેઠ ! તમને સવારે કોઈ પરદેશી મળશે. આ પરદેશીથી તમને ખૂબ લાભ થશે. શેઠ ! તમે તેની ભકતિ કરજો તેથી તમારાં સર્વ કાર્ય પૂર્ણ થશે. ... ૧૩૭ ૧૪૧ ચં. ૧૪૨ ચં. તે પરદેશી પૂર્વ દિશામાંથી આવશે. તે વીસ વર્ષનો નવયુવાન હશે. તેણે સુંદર અને સ્વચ્છ વસ્ત્રો પહેર્યાં હશે.તેને જોઈને તમે આનંદથી પુલિકત થશો. ૧૩૮ હે શેઠ ! સૂર્યોદય પછી સાત ઘડી(૨ ૧/૨ કલાક પછી) વ્યતીત થશે ત્યારે પૂર્વ દિશા તરફથી એક યુવાન પુરુષ આવશે. તેની પાસે ઘણાં રત્નો હશે. તે યુવાન થકી તમારી સર્વ આપત્તિઓ, સંકટો ટળશે. તે તારી વિપત્તિઓ દૂર કરવા માટે ખૂબ પ્રયત્ન કરશે. "" ... ૧૩૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ રાજકુમારે શેઠની સ્વપ્નની વાત જાણી. તેમણે વિચાર્યું, ‘‘આ શેઠ ઘણાં જ ભોળા છે. તેમણે મને અજાણ્યો હોવા છતાં સ્વપ્નની બધી જ હકીકત કહી છે. તે કાંઈ છૂપાવતા નથી.'' કુમારે શેઠ પ્રત્યે મનમાં કરુણા ધરી. શેઠની ઈચ્છા અનુસાર કુમાર પેઢી પર બેઠા. ... ૧૪૦ ૧૪૧ રાજકુમારે પેઢીના એક ખૂણામાં તેજંતૂરીનો ઢગલો જોયો. તે ચકિત બન્યા. કુમારે કહ્યું, ‘“શેઠજી ! આવી અમૂલ્ય વસ્તુ આમ ખુલ્લી મૂકાય ? તેને આમ ખૂણામાં રખડતી શા માટે મૂકી છે ?’’ શેઠે કહ્યું, ‘‘યુવાન ! આ - જહાજમાં જે માટી (ધૂળ) હતી તે છે. તે નિરર્થક હોવાથી તેને દુકાનના ખૂણામાં મૂકી છે. તે માટી વર્ષા ઋતુમાં કામમાં આવશે. વર્ષા કાળે હાટની સામે કાદવ થશે ત્યારે આ માટી કાદવ પર નાખવા મદદરૂપ થશે.’ ,, ... ૧૪૨ રાજકુમારે કહ્યું, ‘“શેઠજી ! આ જગતમાં કોઈ પણ વસ્તુને ખરી રીતે પારખવી અતિ મુશ્કેલ છે. સૂત્રના જાણપણાથી ઘણાં શાસ્ત્રો ભણી શકાય છે. પ્રાયઃ ઘોડાઓ પણ રથમાં જોડાવા માટે જાણકારીપૂર્વક લેવાય છે, છતાં કોઈ પણ વસ્તુને ખરી રીતે પારખવી મુશ્કેલ છે. કવિ ઋષભદાસ તેવું કહે છે દુહા ઃ ૯ અક્ષર મંત્ર વિના નથી, ધન વિન મહી ન હોય; મૂલ નહી ઉષધ વિના, દૂર્લભ આમના સોય ...૧૪૩ પ્રથવી તો રનિં ભરી, ભૂમિં ત્રણિ મરેહ; ઉપાય ન સુઝઈ આલસુ, ભાયગ હીણા નર જેહ ૧૪૫ ચં. અર્થ :- કોઈપણ મંત્ર અક્ષર વિનાનો નથી. આ પૃથ્વીનું પેટાળ ધન-સંપત્તિ વિનાનું નથી. કોઈ પણ વૃક્ષનું મૂળ ઔષધ વિનાનું નથી. કોઈ પણ વસ્તુની કિંમત પણ ભાગ્ય વિના સમજાતી નથી. - ૧૪૪ આ પૃથ્વી રત્નોથી ભરેલી છે, છતાં ત્રણ પ્રકારના વ્યક્તિઓ સદા ભૂખે મરે છે. (૧) જેને કોઈ જાતનો ઉપાય ન સૂઝે તેવો મૂર્ખ, (૨) આળસુ, (૩) ભાગ્યહીન. ...૧૪૫ ઢાળ : ૮ ભાગ્યોદયથી પ્રાપ્તિ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. ભાયગ વિના રે સુઝઈ નહી, એહનો આમના આજ રે; સેનિં વેગિ બોલાવીઉ, સારું તુમ તણું કાજ રે તેજનતુરીય એ સહી, બહુ મૂલિ વેચાય રે; એહવી વસ્તુ જસ મંદિહિં, દૂખી તે કિમ થાય રે કુમર કહઈ ધિન આવહૂં, કિહાં થયું તુમ પાસિં રે; સેઠ કહઈ તુમ્યો નર ભલા, કરો કાં મુઝ હાંસિ રે આગિં લોક હાંસી કરઈ, લીયા રાય મુઝ દામ રે; ... For Personal & Private Use Only ... ૧૪૪ ૨. ... ૧૪૬ ચં. ૧૪૭ ૨. ઋષભ કહઈ કુંપર ઠગ કાં કરઈ, નહી તુમ તણું કામ રે અર્થ :- ભાગ્યવિના કોઈપણ વસ્તુની ખરી કિંમત સમજાતી નથી. એની જાણકારી હું આજે આપીશ. કુમારે ... ૧૪૯ ૨. ૧૪૮ ચં. Page #59 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' શેઠને જલ્દીથી બોલાવી કહ્યું, “તમે આ માટીને સાચવી રાખી છે તેથી તમે ઉત્તમ કાર્ય કર્યું છે. ...૧૪૬ શેઠજી આ માટી નથી પણ બહુમૂલ્ય તેજંતૂરી છે. આ તેજંત્રીને વેચવાથી પુષ્કળ ધન મળશે. આવી અમૂલ્ય વસ્તુ જેના ઘરમાં હોય તે વ્યક્તિ સંસારમાં દુઃખી શી રીતે થાય?” ... ૧૪૭ કુમારે પૂછ્યું, “શેઠજી! તમારી પાસે આટલું બધું ધન ક્યારથી છે?' (શેઠની આંખોમાં આંસુ આવ્યા) તેમણે કહ્યું, “હે પરદેશી !તમે તો દયાળુ છો. ભલા! તમે મારી મજાક કરો છો?' ... ૧૪૮ પૂર્વે આ નગરના લોકોએ પણ મારી હાંસી ઉડાવી છે, મને ફસાવ્યો છે. તેમજ રાજાએ પણ મારી સંપત્તિ, નગરશેઠની પદવી અને જહાજમાં રહેલી કિંમતી વસ્તુઓ છીનવી લીધી છે. તમારી આબરુ પર પાણી ફરી વળ્યું છે) કવિ ઋષભદાસ કહે છે કે (શેઠે કહ્યું), “કુમાર! દુર્જન અને બીજાને ઠગનારા બીજું શું કરી શકે ? તમે તો સજ્જન છો! મશ્કરી કરવી એ તમારું કામ નથી.' ... ૧૪૯ દુહા : ૧૦ ઉત્તમદાસી નવિકરઈ, દુખીયાં તણી વિશેષ; ચાલઈતા ચિંતા હરઈ, સુણો નર ધરી વિવેક ...૧૫૦ કુમર કહઈ કુણ કારણિ, ભૂર્ષિ લીધા દામ; વણિક કહઈ નર સાંભલો, મુઝ અવગુણનો કામ .. ૧૫૧ અર્થ - ઉત્તમ વ્યક્તિઓ કોઈની હાંસી-મજાક કરતા નથી. તેઓ વિશેષ કરીને દુઃખી અને નિર્જનોને બિલકુલ સતાવતા નથી. તેઓ હાલતાં-ચાલતાં અનેક જીવોની ચિંતા-આપત્તિઓ ગુપ્તપણે દૂર કરે છે. તે ભવ્ય જીવો! વિવેકપૂર્વક સાંભળો. કુમારે શેઠને પૂછયું, “વડીલ! એવું શું બન્યું જેના કારણે રાજાએ તમારી બધી જ સંપત્તિ લઈ લીધી.” શેઠે ઉત્તર આપતાં કહ્યું, “હેકુમાર!તમે મારા દુર્ભાગ્યને સાંભળો.' ... ૧૫૧ ઢાળ ૯ ધનાવાહ શેઠની આપવીતિ લંકામાં આવ્યા શ્રી રામ એ દેશી. રાગ : માર. જુઉં અવગુણ પુરુષ સુજાણો રે, આવ્યા પરબ્રિપિંથી વાહણો રે; લેઈ ચોરટા આવ્યા અહિં રે, વસ્ત સબલ ભરી તે માહિં રે . ૧૫ર મિ છાનું કરીયાણું લીધું રે, રાજાનિ તે દાણ ન દીધું રે; જાણી વાત તે ભૂપતી જયારઈ રે, સરવ લીધું ઝોટી ત્યારઈ રે . ૧૫૩ રન હેમ રૃપે પરવાલ રે, તે લઈ ગયા નર ભૂપાલ રે; લીધો સેઠીનો અધિકાર રે, મુક્યો રેણિકાનો શરિ ભાર રે •. ૧૫૪ તે મિં આણી ઘરમાં નાખી રે, ચોમાસાનઈ ઉપરિ રાખી રે; હાટ આગલિ કચરો થાય રે, તેણેિ ગરાધ તે આધાં જાય રે ... ૧૫૫ ... ૧૫૦ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ••• ૧૫૬ તેણેિ એ નાખિશ તિહાં એ ધૂલિ રે, ગઈ લખ્યમી તેઅહિં મૂલિ રે; તું સુપુરુષ મલિઉં આજ રે, તો સરસઈ એ મહારૂં કાજ રે જાણું નગરી તજી જાંઉં કિહાંઈ રે, કે જઈ પડું કુપ જ માંહિરે; કે રહીસઈ વન ખંડિ વાસ રે, તે કેહવું વચન પ્રકાશઈ રે •.. ૧૫૭ વાઘ ઝાઝા જહાં નહીં નીર રે, રણ જેવું સોયો તીર રે; બહું કાંટા ફલ નહીં સાર રે, વસ્ત્ર વલકલ જહાં અસાર રે ... ૧૫૮ એવા વનમાં રહેવું ભૂડું રે, ધન હીણ સગામાં કૂંડું રે; તિહાં વસતાં વિણસે કાજ રે, નવિ માનઈ કો લાજ રે ... ૧૫૯ અર્થ :- “હે સુજ્ઞ! મારા દુર્ભાગ્યની દર્દભરી કથા કહું છું તે સાંભળો. પરદેશથી કેટલાંક વહાણો માલસામાન ભરીને સમુદ્રમાં જતાં હતાં. ચોરોને તેની જાણ થતાં તેઓએ વહાણોને પકડવા. તેઓ વહાણોને નગરના કિનારે લાવ્યા. આ વહાણમાં ખૂબ કિંમતી વસ્તુઓ હતી. ... ઉપર મેં ચોરોના સરદાર સાથે અજાણતાં સોદો કરી, છૂપી રીતે પુષ્કળ ધન આપી વહાણો ખરીદ્યા. (વહાણના કેટલાક લોકો જાન બચાવી સમુદ્રમાં પડયા હતાં તેઓ રાજા પાસે પહોંચ્યા. તેમણે “ચોરીનો માલ છે' એવી રાજાને ફરીયાદ કરી. રાજાને થયું કે શેઠ ચોરો સાથે મળેલાં છે તેથી રાજા નારાજ થયા.) મેં આ ધન રાજાને ન આપ્યું. આ વાતની ખબર પડતાં તેમણે નગરશેઠનું પદ અને મારી સર્વ સંપત્તિ ઝૂંટવી લીધી. ૧૫૩ વહાણમાં રહેલાં રત્નો, સુવર્ણ, ચાંદી અને પ્રવાલ રાજાએ પોતાની તિજોરીમાં નાખ્યાં. તેમણે મારું નગરશેઠનું પદ છીનવી લીધું. તેમણે વહાણમાં રહેલી રેણુકા-માટી મારે સિરે થોપી. ... ૧૫૪ મેં તે માટી લાવી કોથળા ભરી હાટમાં મૂકી. આ માટી મેં વર્ષાકાળ માટે રાખી છે. વર્ષાકાળમાં દુકાનની સામે કાદવ થવાથી ગ્રાહકો પાછા ચાલ્યા જાય છે. તેવા સમયે આ માટી કામમાં આવશે.... ૧૫૫ વર્ષાઋતુમાં કાદવમાં નાખવા માટે આ માટી મેં સાચવી રાખી છે. તે યુવાન ! આ રીતે હું નામથી ધનાવાહ શેઠ હોવા છતાં લક્ષ્મી ચાલી જવાથી હું નિર્ધન થયો છું. હે કુમાર!દેવના વખ અનુસાર મને આજે તમારા જેવા ઉત્તમ પુરુષનો સંગ થયો છે. હવે મારા સર્વકાર્યો સિદ્ધ થશે. ... ૧૫૬ હે કુમાર! રાજા મારી પેઢી અને રહેઠાણ છીનવી લેવા માંગે છે. હું શું કરું? આ નગર છોડી ક્યાંક બીજે ચાલ્યો જાઉં કે પછી કૂવામાં પડી આત્મહત્યા કરી જીંદગી સમાપ્ત કરું? શું હું પૂર્વજોનું ગામ છોડી વનમાં વસવાટ કરું? તેવન કેવું છે તે વિશે કહું છું. .. ૧૫૭ વનમાં વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓની બહુલતા છે. તે રણપ્રદેશ સમાન હોવાથી ત્યાં પાણીની અછત છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં કાંટાળી વનસ્પતિ, નિસત્વફળો અને વલ્કલના તુચ્છ વસ્ત્રો છે.... ૧૫૮ જેવી રીતે વેરાન વનમાં રહેવું કઠીન છે, તેવી જ રીતે નિર્ધન પરિસ્થિતિમાં સ્વજનોની વચ્ચે રહેવું કઠિન છે. નિર્ધન પરિસ્થિતિમાં પરિવારના સભ્યો પણ આપણી ઈજ્જત કરતા નથી તેથી આપણાં કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી. •.. ૧પ૯ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” ... ૧૬૨ ... ૧દO. દુહા ઃ ૧૧ નિર્ધનની અવદશા લજ્જા મત સતસીલ કુલ, ઉદ્યમ વરત પલાય; ગાજા ન તેજ માંન જ વલી, એ ધન જાતાં જાય .. ૧૬૦ જો સંપે તો મીત જત્ત, રિધિ વિણ મીત ન હોય; કમલ સુર બેઈ ધન ઉલવણ વેરી હોય .. ૧૬૧ રથિ પૂંજા પાંચીએ, ધન પાખે ગુણ જાયે; ધન વિહોણાં માનવી, મરતગ સમ તાલય અહો દલિદ્રહી તુઝ નમું, હુઉં સાધિ તુમ પસાય; હું દેખું જન જગત નઈ, મુઝ ન દેખે તાય ...૧૬૩ શ્લોકઃ વયોધર ઘાતયો વરઘ, જેષ્ઠ વરધી ચ; બહુશ્રુતા સરોપી ધનો વરઘ, ધા રે દ્રવૃત કંકર •.. ૧૬૪ અર્થ :- ધન જવાથી લજ્જા (શરમાળપણું), બુદ્ધિ (અભિપ્રાય), સત્ય, શીલ (સદાચાર), કુલાચાર, ઉદ્યમ, વ્રત (નિયમ) પલાયન થાય છે. તેમની પાછળ કોઈ ગાજાવાજા ન થાય અર્થાત્ એમને કોઈ માનમોભો કે સન્માન ન મળે. ધન જતાં ઉપરોક્ત સર્વબાબતો વિદાય લે છે. વિશ્વમાં સંપત્તિ છે, તો લોકો તમારા મિત્ર છે. નિર્ધનનાં કોઈ મિત્ર ન હોય, લક્ષ્મી અને સૂર્ય બંનેની છે, છતાં તેને ઢાંકનાર વાદળ (વૈરી) આવી જાય તો તેમનો વિકાસ અટકે છે. .. ૧૬૧ રથનું પૈડું પણ લગ્ન પ્રસંગે પૂજાય છે પરંતુ નિર્ધનને કોઈ પૂછતું પણ નથી. ધન વિનાના ગુણવાનની પણ કિંમત નથી. ધન વિનાના માનવી જીવતા છતાં મરતક (મરેલા) સમાન નિરર્થક ગણાય છે. .. ૧૬૨ અહો! દરિદ્રરૂપી પુરુષ! હું તને નમસ્કાર કરું છું. તારા પસાયથી એક નવી જાતનો સિદ્ધ પુરુષ હું થઈ ગયો છું. ફરક માત્ર એટલો જ છે કે, “હું જગતને જોવું છું પણ લોકો મારી સામું જોતા નથી.” (જાણે હું સિદ્ધ પુરુષની જેમ અદશ્ય ન હોઉં? માંગવા માટે આંગણે ઊભો હોઉં તો પણ દરિદ્રતારૂપી અંજનથી હું સિદ્ધ પુરુષ નહોઉં? તેમ લોકો મને બાય બાય કરે છે.) ... ૧૬૩ અમીરોને ત્યાં ધાતુઓ વૃદ્ધિ પામે છે. ગરીબોને ત્યાં નાનાં મોટાં છોકરાઓની ઉત્પત્તિ વધે છે. ધનિકોને ત્યાં રૂપિયા ગણે ત્યારે તેનો અવાજ થાય છે જ્યારે ગરીબોને ત્યાં છોકરાઓનો(ભૂખથી રડવાનો) અવાજ થાય છે. ધનિકોને ત્યાં નોકર ચાકર હોય છે ત્યાં અમારે(ગરીબ) શું કામ કરવાનું છે? એમ પૂછવું પડે છે. ઋદ્ધિ, અવાજ અને નોકર એમ ત્રણ રીતે ધનિક અને ગરીબ સમાન છે, તેવું જણાય છે. ... ૧૬૪ દુહા : ૧૨ એક સોનું નઈ સુંદરી, પુન્ય તણઈ અધિકાર; પ્રિત પુરુષે પ્રજા વિના, નવિ લાભે સંસાર .. ૧૬૫ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ..૧૬૬ •..૧૬૫ સકલ રિધિ પાછી વલઈ, વાઘ માહારી લાજ; તું સુપરખ મઈ ભેટીયો, વંછિત ફલીયો આજ ઉત્તમ સરસી પ્રીતડી, મુઝ મન ખરી સોહાય; અલવે શું બોલાવીએ, માંણક આપી જાય ... ૧૬૭ અર્થ:- એક સોનું અને બીજી સુંદરીનો અધિકાર પુણ્યથી મળે છે. પુરુષ સાથેની પ્રીતથી સંતતિ પેદા થાય છે. સંતતિ વિના આ સંસાર ન હોય.પ્રેમાળ પુરુષ અને સંતતિ વિના સંસારમાં કોઈ લાભ નથી. ...૧૬૫ હે કુમાર! મારી સર્વ સંપત્તિ અને પાછી મળે તો જ કુટુંબમાં મારી ઈજ્જત વધે, અર્થાત્ મારી પ્રતિષ્ઠાથી મારો સંસાર સુખેથી ચાલશે. સદ્ભાગ્યથી મને તમારા જેવો સુજ્ઞ અને હોંશિયાર વ્યક્તિ મળ્યો છે. મારી મનોકામના આજે પૂર્ણ થઈ છે. તમારા જેવા ઉત્તમ વ્યક્તિ સાથે મારી મૈત્રી-પ્રીતી થઈ તેથી મારું હૃદય અતિશય આનંદ અનુભવે છે. વધુ શું કહેવું? સજ્જનો (લીલાપૂર્વક) રત્ન-માણેક આપી ચૂપચાપ ચાલ્યા જાય છે.” ...૧૬૭ ઢાળઃ ૧૦ ઉદાર ચરિત રાજકુમાર શ્રેણિક લંકામાં આવ્યા શ્રી રામ એ દેશી. રાગ ઃ મારૂ. સુણી વણિગના વચન તે રાય ૨, મનમાં બહુ ઝુરણા થાય રે; ઉત્તમ રહિદ દયા તરે, દયા દેવ પ્રજાની વાત રે દાતા દેવ વચન મુખ બોલે રે, દોષ પરનો કેમેહ ન ખોલો રે; દમ આદરતો દુઃખ ટાલે રે, કરુણાંયે નૃપ શાણને ભાલે રે નૃપ કહિ થાસે તુમ્હારું કામ રે, એનું તેજમતુરી નામ રે; વાહણમાં વલગી હોયે જેહેરે, નર આણો ઉતેડી તેહ રે . ૧૬૭ રજ લાવો બનાવો જારે રે, બોલો શ્રેણિક રાજા તારે; હું તો જઈ આવું પરદેસ રે, પછે આવીને કામ કરેસ રે તેમનિ રત્ન આપું સુસાર રે, તેણઈ કરજો તુમ વેપાર રે; તવ બોલ્યો વાણિગ તામ રે, મમ લો ચાલાનું નામ રે ૧૬૯ કહું કામ કરી દો આંહરે, કાં નાખો સાઆર માંહિ રે; માહા પુરુષનો બોલ છે એક રે, તુહો આપ્યો હઈડઈ વિવેક રે •. ૧૭૦ અર્થ - રાજકુમાર શ્રેણિકે ધનાવાહ શેઠનો દુઃખદ વૃત્તાંત સાંભળ્યો.(ધનાવાહ શેઠ ગળગળા થઈ ગયા.) રાજકુમાર શ્રેણિકનું કોમળ હૃદય દ્રવી ઉઠયું .(તેમને શેઠ પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન થઈ) જેનું ચિત્ત કોમળ છે, તેના હૃદયે દયા ઉપજે છે. દયા ભાગ્યવાન લોકોને મળે છે, તેની વાત કહે છે. ... ૧૬૮ અનુકંપા યુક્ત કોમળ ચિત્ત હોય તેવો ભાગ્યશાળી દાતાર મુખેથી મધુર વચન બોલે છે. તે બીજાના દોષ જાહેરમાં પ્રગટ ન કરે. તે પરોપકાર કરી બીજાના દુઃખો નષ્ટ કરે છે. રાજકુમાર શ્રેણિક કરુણાભરી ... ૧૬૬ . ૧૬૮ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ४४ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' દૃષ્ટિથી શેઠને જોવા લાગ્યા. ...૧૬૯ રાજકુમારે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું, “હે શેઠજી ! તમે ચિંતા ન કરો) તમારું સર્વ કાર્ય સંપન થશે. તમારી પાસે જે માટી છે તેનું નામ તેજંતૂરી છે. (તે તુચ્છ નથી પણ ખૂબ કિંમતી છે) વહાણમાં જેટલી માટી ચોંટેલી હોય તે પણ ઉખેડીને અહીં લાવો.” ...૧૭૦ ધનાવાહ શેઠ જ્યારે માટીના કોથળા લાવ્યા ત્યારે રાજકુમાર શ્રેણિકે કહ્યું, “હું પરદેશ જઈ વ્યાપાર કરીને પાછો આવું પછી આતેજંત્રી(વિશે વિચારીશું)નું કાર્ય કરશું. ... ૧૭૧ શેઠજી! હું તમને કિંમતી રત્નો આપું છું, તેનાથી તમે વ્યાપાર કરજો.” ત્યારે શેઠે ચિંતીત રવરે કહ્યું, “હે કુમાર !તમે અહીંથી ક્યાંય પણ ચાલ્યા જવાનું નામ ન લેશો. .. ૧૭૨ - તમારે જે કરવું હોય તે કાર્ય અહીં રહીને જ કરો. (તમે ચાલ્યા જશો તો આ ધૂળ ધૂળ જ રહેશે, ધન નહીંથાય). શું તમે મને દુઃખના મહાસાગરમાં ફેંકવા ઈચ્છો છો? મહાપુરુષોના બોલેલા શબ્દો અફર હોય છે તેથી હે કુમાર !તમે હૃદયે વિવેક ધરી અહીં જ રહો(વિદેશ જવાની વાત ન કરો.)'' ... ૧૭૩ દુહા : ૧૩ સજ્જન પુરુષે પડવજો, દાદુર મુખ પોયણાંયે; પહેલાં દીસે તુચ્છવલી, રીષભ પછઈ ગરૂઆંય ... ૧૭૪ ઈતર નરનું આદર્, અધમો નૃપ વસંય; રાસબ બોલિ વાઘતો, કવિ કહઈ પછિ હલ્યાંય અર્થ:- દુર્જનનાં પોચાં (જેવા તેવા) વચનો પણ જો સજ્જનોએ ગ્રહણ કર્યા હોય તો તે તુચ્છ દેખાય છે પણ પછીથી તે મોટાઈને માટે થાય છે, અથાતુ કૃપા આપનાર બને છે. ..૧૭૪ જ્યારે અધમ રાજાનનું વચન સજન માણસે આદરેલ હોય તો પણ હલકાઈને પામે છે, જેમ ગધેડો વાઘનું મહોરું પહેરી વાઘ જેવો દેખાય પણ ભૂકે ત્યારે ખ્યાલ આવી જાય કે “આ તો ગધેડો છે. આ પ્રમાણે હલકાઈ(નીચતા) પ્રગટ થાય છે. .. ૧૭૫ ઢાળ : ૧૧ ચાર પ્રકારના પુરુષ લંકામાં આવ્યા શ્રી રામ - એ દેશી. રાગ-મારૂ. એક પુરુષ જસી પરવાલી રે, રંગ દઈને દેહી વાલી રે; તે તો ન દીયે બીજાઈ રંગ રે, કીજીયે તેનો સંગ રે એક ચૂના સરિખા પુરુષ રે, તે ન દેખતાં આવે હરખ રે; રંગ હીણો દે રંગ અસાર રે, જગ ધન્ય તેનો અવતાર એક વડ સરીખા ઘરે રે, ગુણ હીણાં બેઠા રેહિ ઘરે રે; રંગ હીણો રંગ ન આપે રે, વણ દીધે જ નવિ વ્યાપ રે ... ૧૭૮ ••• ૧૭૫ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૧૭૯ તું તો કેસર સરખો કાંહાં રે, રંગ પૂરો પરખ નીધ્યાન રે; રવામી મુઝનિ રંગ આપો રે, દારિદ્રની ધોલક કાપો રે તુમ સરખા નર ગુણ રાજ રે, માહા પુજે મલીયા આજ રે; કરી સોવન મુઝનઈ દીજે રે, અરધું તમે વહેંચી લીજે રે કરે મીનત સબલી શાહ રે, હવે ઝુરણા મન માય રે; વલી ચિંતે તેણિ ઠામ રે, નવિ જઈએ વારંતાં ગામ રે તવ બોલો શ્રેણિક રાય રે, સાંભલ જે ધનાવા સાહ રે; નામ ઠામ નઈ માત પિતાય રે, નવિ પૂછો તો રહુએણઈ ડાય રે .. ૧૮૨ તવ બોલો વાણિગ એમ રે, જિમ કઈસો કરસું તોમો રે; કરી કોલ રહ્યો નર તિહાયો રે, હવઈ હરખ ઋષભ મન માંહો રે ... ૧૮૩ અર્થ :- “આ જગતમાં ચાર પ્રકારના પુરુષો છે. એક પરવાળા(પરવાલા) રત અથવા પરવાલી(પારકી બાળા) જેવા પુરુષો છે. જે તન લગાડી બાળે છે. તે બીજાને પોતાનો રંગ ન આપે. તેવી વસ્તુનો સંગ કરવાથી શું લાભ થાય? (ભાવાર્થ : પરવાળા રત્નની ભસ્મ કરવામાં આવે તો પણ તે તેનો સંગ છોડતું નથી. લાલ જ રંગ રહે છે; કાળું થતું નથી. બાળા પણ પોતાનો સંગ (પ્રેમ) બીજાને આપતી નથી. અર્થાત્ એક તરફી દેહ બળે છે – પ્રેમ કરવો પડે છે.) એક ચૂના જેવાં વ્યક્તિઓ છે. તેમને જોઈને હર્ષનો અનુભવ ન થાય. તેમના સંગથી નહીં જેવો અલ્પ રંગ લાગે. આ રંગ પણ અસાર છે. જગતમાં તેઓ પ્રમાણમાં કંઈક સારાં છે. ... ૧૭૭ એક ઘટાદાર વટવૃક્ષ સરખા વ્યક્તિઓ હોય છે. જેઓ ગુણ રહિત હોય છે. તેઓ આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે. તેઓ અલ્પ પ્રમાણમાં પણ લોકોનો સંગ કરતા નથી તેથી બીજાને તેમનો રંગ લાગતો નથી. બીજાને આપ્યા વિના યશ પ્રતિષ્ઠા પણ ક્યાંથી મળે? ... ૧૭૮ હે કુમાર! તમે તો કેસર પુરુષ છો. (જે પોતે બીજાને રંગ આપે જેના સંગથી બીજા પણ ધનવાન બને, તે ઉત્તમ છે.) તમારા સંગથી મારામાં રંગ આવશે. તમે પોતે ધનના પારખુ છો.” શેઠે ભારપૂર્વક વિનંતી કરતા કહ્યું, “તમને તમારા સંગની જરૂર છે જેથી હું મારી પ્રતિષ્ઠતા, ધન મેળવી શકું.) મને તમારો રંગ આપો. મારી દરિદ્રતાની થપાટ દૂર કરો. ... ૧૭૯ તમારા જેવા ગુણિયલ અને ભાગ્યશાળી વ્યક્તિ પ્રચુર પુણ્યના ઉદયથી મને આજે મળ્યા છે. તમે આ માટીવેચીને સુવર્ણ મેળવો, જે લાભ થશે તેમાંથી અડધો હિસ્સો તમે વહેંચી લેજો.” . ૧૮૦ ધનાવાહ શેઠે આગ્રહપૂર્વક વિનંતી કરી રાજકુમાર શ્રેણિક(પરદેશી શેઠ)ને પરદેશ ન જવા માટે રોકવા પ્રયત્ન કર્યો. શેઠ સતત મનમાં આર્ત-રૌદ્ર ધ્યાન કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે, “જો હું કુમારને પરદેશ જતાં ન રોકી શકું તો જીવીને શું ફાયદો?' (મને રત્ન ન જોઈએ, નદીમાં પડીને આત્મહત્યા કરવી ..૧૭૬ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રેયસ્કર છે.) ૧૮૧ શેઠની દર્દભરી વિનંતી સાંભળી રાજકુમાર શ્રેણિકે કહ્યું, ‘‘શેઠજી ! હું અહીં રહીશ પણ મારી એક શરત છે, તમે મારા માતા-પિતાનું નામ, મારા ગામનું નામ અને મારા કુળ વિશે ઈત્યાદિ કોઈ પણ પ્રશ્નો ક્યારે પણ નહીં પૂછો તો જ અહીં રહીશ.’’ ત્યારે ધનાવાહ શેઠે (શરત મંજૂર કરતાં) કહ્યું, ‘“હે પરદેશી યુવાન! તમે જેમ કરીશ.’’ રાજકુમાર શ્રેણિક ક૨ા૨ ક૨ીને ધનાવાહ શેઠને ત્યાં રહ્યા, કવિ ઋષભદાસ કહે છે શેઠને અત્યંત ખુશી થઈ. દુહા : ૧૪ હરખિં બેઠા હાટડઈ, વાણિગ શ્રેણિક વીર; . ' કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ દાતણ લઈ આવી સુત, પેહરણિ ચંપા ચીર ૧૮૪ અર્થ :- રાજકુમાર શ્રેણિક અને ધનાવાહ શેઠ બંને પેઢીમાં બેઠા હતા. બંને વચ્ચે હર્ષથી વાર્તા–વિનોદ થતો હતો. ત્યાં શેઠની યુવાન પુત્રી દાતણ લઈને આવી. તેણે ચંપકવર્ણી ઉત્તમ રેશમી વસ્ત્રો પહેર્યાં હતાં... ૧૮૪ ચોપાઈ : ૩ સુનંદા અને શ્રેણિક વચ્ચે પ્રણયનો ફાગ પહેરી ચીરનઈ આવી જસઈ, દોય પુરુષ તિહાં દીઠા તસઈ; ભાંજી દાતણ કડકા કીધા, તાર્તિ શ્રેણિક હાર્થિં દીધા ચિંતઈ શ્રેણિક નારિ સુસાર, રુપકલા ગુણ ન લહું પાર; દીઠી ચોઠિ કલાઈ કરી, નિરખઈ શ્રેણિક નેહનમિધરી એક કંચન બીજી સુંદરી, કવણ પુરુષ નવિ જુઈ ફરિ; પાકી બોરડી સેલડીના વાડ, દેખી નરની ગલતી દાઢ હુઈ ઈ ઈચ્છા દેખી ગુણવતી, નારિ હુઈ નર નઈ નિરખતી; દીસઈ નર લખ્યણ બત્રીસ, કે મંત્રી કે મોટો ઈસ વર સરખો એ મુઝ નિ વરયો, રૂપવંત નહી કો વર અસ્યો; મનિં ચિંતઈ એ મુઝ ભરતાર, નરખઈ નરનઈ વારો વાર શ્રેણિકિં નરખી સુંદરી, જોતાં નયણાં ઊંચા કરી; નેત્રિં નેત્ર મલ્યાં નરનારિ, પ્રિતિ પ્રેમ હુઈ તેણિવાર વચનં વચન મિનેં નમ મલઈ, કરવા પ્રીતી દોઈ દાઢો ગલઈ; કુમરીઈ કીધો નિરધાર, આણંઈ ભવિ મુઝ કુમરી કહઈ પિતા કહું તુઝ, એ વનિં પરણાવે મુઝ; પિતા કહઈ ન જાણો પેરિ જઈ, આપણ પઈ બેસી ઘેરી કહઈ માતા નઈ કુમરી જઈ, એક પરદેસી આવ્યો સહી; આપણા ઘર તેડી સ્યું આજે, તે હોસઈ મહારો વર રાજ ભરતાર For Personal & Private Use Only ... ૧૮૨ કહેશો તેમ જ કે, હવે ધનાવાહ ...૧૮૩ ... ૧૮૫ ૧૮૬ ... ૧૮૭ ૧૮૮ ... ૧૮૯ ... ... ૧૯૦ ૧૯૧ ૧૯૨ ... ૧૯૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ ४७ ૧૯૪ • ૧૯૫ ૧૯૬ ••. ૧૯૭ ••• ૧૯૮ ... ૧૯૯ મન વંછિત મલીઉં ભરતાર, નૌપાજે અતિ ભોજન સાર; માત કહઈ ગેહલી દિકરી, કિસ્યો પરહુણો જારે વરી કહ્યા વિના ગઈ સાહ નઈ હાટિ, નવિ રાખઈ ઉત્તમ કુલ વાટ; ભૂંડી ભૂંડા પગલાં આજ. લખ્યમી સહીત ગઈ ઘર લાજ કહઈ કુમરી મિં વરીઉં એહ, કે જિન હાથે દીક્ષા લેહ; તું કરતી કોસરનું કામ, તલઈ મુઝ સુખડી ના દ્રામ નીપાજે તેહની રસવતી, પિંડા ઘેવર લાડુ અતી; મોલાંગ ત્યાં કરજે પકવાન, સાલિ દાલિ સખરાં ધૃત ધાન ખાટા ખારાં તીખાં શાખ, કેલાં અંબ ખડબુજાં દ્રાક્ષ; મીઠાં મધુરાં એવા બહુ, એ વર કાંજિ આણો સહુ મા બેટી ચડબડતી જોય, એણઈ અવસરિ ઘરિ આવ્યા દોય; કહઈ નર નઈ બેટીની વાત, એણઈ અવગુણી આંજનની વાત કહઈ ધનાવો સુણિ સુંદરી, એથી લછયે મલે સઈ ફરી; એ પરનિ પુત્રી નઈ જોય, તો વલી વંછા કારય હોય ••• ૨૦૦ પુત્રી તાત નઈ કહી મન ભાવિ, એ પરબુણો મુઝ પરણાવિ; નહી કરિ સંયમ મુઝ નઈ હોય, પ્રવર પુરુષ નવિ પરણું કોય જાતિ નતિ નવિ જાણું ઠામ, માતા તાત નવિ લહઈ નામ; પણિ લખ્યણ વચનિ જોઈ રૂપ, છઈ મંત્રી કે પ્રથવી ભૂપ વચન સુણી કુમારીનું તાત, કરઈ અંઘોલ તણી તિહાં વાત; જિન પૂજી પૂણ્ય પોતઈ ભરઈ, પછઈ પુરુષ બે ભોજન કરાઈ ઘણી સજાઈ બહુ પકવાન, સાલિ દાલિ પ્રીસઈ વર ધાન; પ્રસઈ ગોરસ દેઈ બહુ માન, ઋષભ કહઈ દઈ ફોફલિપાન ... ૨૦૪ અર્થ - શેઠની પુત્રી રેશમી વસ્ત્રો પહેરી (હાથમાં દાતણ અને પાણીનો લોટો લઈ) જેવી પેઢીમાં આવી. તેણે પેઢીમાં બે પુરુષોને જોયા. “આ યુવાન કોઈ મહેમાન છે', એમ વિચારી તેણે દાતણનાં બે ટુકડા કર્યા. એક ટુકડો પિતાને અને બીજો ટુકડો કુમારને આપ્યો. ... ૧૮૫ રાજકુમાર શ્રેણિકે વિચાર્યું, આ કન્યા ઉત્તમ(વ્યવહારિક) છે. તેણે અપાર રૂ૫, કળાં અને ગુણ મેળવ્યાં છે તેમજ ચોસઠ કલામાં પ્રવિણ હોય તેવું દેખાય છે. કુમારે તે કન્યા પ્રત્યે મનમાં પ્રેમ આણી સ્નેહભરી નજરે જોયું. ... ૧૮૬ એક કંચન અને બીજી કામિનીથી લલચાઈને કયો પુરુષ પુનઃ પુનઃ જોતો નથી? અર્થાત્ ભલભલા પુરુષો પણ કંચન અને કામિનીમાં આસક્ત બને છે. પાકી બોરડી અને શેરડીની વાડ જોઈને મીઠાશ યાદ ૨o૧ ... ર0ર. ... ૨૦૩ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” ••• ૮૭ આવતાં મુખમાં પાણી આવ્યા વિના રહેતું નથી. તેવી જ રીતે કુમારને આ ગુણવંતી કન્યાને જોઈ, તેના પ્રત્યે સ્નેહ ઉત્પન થયો. કન્યા પણ રાજકુમાર શ્રેણિકને પ્રેમભરી નજરે જોવા લાગી. કન્યાએ વિચાર્યું, “આ યુવાન બત્રીસ લક્ષણથી યુક્ત હોય તેવું દેખાય છે. તેના લક્ષણ પરથી તે કોઈ રાજા કે મંત્રી હોય તેવું જણાય છે. ... ૧૮૮ આ યુવાન સુંદર છે. તે મારા મનને પ્રિય લાગે છે. તે મારા મનમાં વસી ગયો છે. એના જેવો રૂપવાન વર બીજે કોઈ નહીં મળે.” કન્યાએ મનથી જ તે યુવાનને પોતાનો પતિ માની લીધો. તે કુમાર સમક્ષ વારંવાર જોવા લાગી. (સુનંદાએ રાજકુમાર શ્રેણિકની વિવિધ રીતે ચકાસણી કરી.)' ... ૧૮૯ - રાજકુમાર શ્રેણિકે પણ આ સુંદર કન્યા સમક્ષ જોયું. બંને જણા એકબીજાની સમક્ષ જોવા લાગ્યા. બને સ્ત્રી પુરૂષનાં નેત્રો મળ્યાં ત્યારે રાજકુમાર શ્રેણિક અને શેઠની પુત્રી વચ્ચે પ્રીત બંધાણી...૧૯૦ જ્યારે વચનથી વચન અને મનથી મન મળે છે ત્યારે સ્ત્રી પુરુષ પ્રીત કરવા પ્રેરાય છે. સુનંદાએ મનથી નિશ્ચય કર્યો કે, “આ ભવમાં આ કુમાર જ મારો ભરતાર થશે.' ... ૧૯૧ સુનંદાએ પિતાને એક બાજુ લઈ જઈ કહ્યું, “તમે મારા લગ્ન આ યુવાન સાથે કરાવો.” પિતાએ કહ્યું,“તે પરદેશી છે. હું તેના વિશે કશું જાણતો નથી. આપણે ઘરે બેસી તે વિશે વિચારશું.” ... ૧૯૨ સુનંદાએ માતાને હર્ષથી કહ્યું, “આપણી પેઢી ઉપર આજે એક પરદેશી યુવાન આવ્યો છે. આપણે તેને આજે ઘરે જમવા માટે બોલાવશું. તે મારા મનને અતિશત પ્રિય લાગે છે તેથી મારા પતિ થશે.... ૧૯૩ હે માતા! મને પુણ્યથી મનગમતો પતિ મળ્યો છે. તેના માટે સુંદર, રવાદિષ્ટ ભોજન તૈયાર કરો.” માતાએ કહ્યું, “દીકરી! તું ઘેલી ન થા. ક્યા પરદેશી પુરુષને તું મનદઈ બેઠી છે? ... ૧૯૪ તું મને કહ્યા વિના પેઢીએ શા માટે ગઈ હતી? તેં ઉત્તમ કુળના સંસ્કારોનું ઉલ્લંઘન કર્યું છે. તું આજે પ્રેમમાં પાગલ બની અવિચારી પગલું ભરે છે. આ ઘરમાંથી લક્ષ્મીની જેમ આબરુએ પણ હવે વિદાય લીધી છે. લક્ષ્મીએ તો પૂર્વે જ વિદાય લીધી હતી. હવે કુળની મર્યાદાનું ઉલંઘન કરી તું આબરુ પણ ખોવા બેઠી છે?” ... ૧૯૫ માતાના આવા આક્રોશભર્યા વચનો સાંભળી સુનંદાએ કહ્યું, “હે માતા! હું પરદેશીને મનોમન વરી ચૂકી છું. જો તેની સાથે વિવાહ નહીં થાય તો હું જિનેશ્વર ભગવંત પાસે દીક્ષા લઈ સાધ્વી બનીશ. હે માતા! તમે મને અન્ય છોકરીની જેમ શું તુચ્છ સમજો છે. તમે મારી તુલના સુખડીનાદામ સાથે કરો છો. ... ૧૯૬ હે માતા! તમારા જમાઈ (મારા વર) માટે ઉત્તમ રસોઈ બનાવો. પેંડા, ઘેબર, લાડુ જેવા વિવિધ પકવાન બનાવો. તે માટે બજારમાંથી ઘી, સાકર, ડાંગર અને દાળ ખરીદી લાવો. ત્યાર પછી તેમાંથી મૂલ્યવાન, સ્વાદિષ્ટ ભોજન બનાવજો ... ૧૯૭. (૧) જુઓ - સંસાર સપના કોઈ નહિ અપના, પૃ. ૨૧થી ૨૫. (૨) માતાએ કહ્યું, “ઉત્તમ પકવાન બનાવવા માટે ઉત્તમ વસ્તુઓ જોઈશે. ઉત્તમ વસ્તુઓ ખરીદવા માટે પૈસા ક્યાં છે?' સુનંદાએ કહ્યું, માતા! તમે મને મીઠાઈ ખાવા જે પૈસા આપતા હતા તે પૈસા મેં બચાવીને રાખ્યા છે. તેમાંથી ઉત્તમ વસ્તુઓ ખરીદશું. (રાજકુમાર શ્રેણિક પૃ.૩૦) For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૯ .. ર0ર. હે માતા! પકવાન સાથે ખારાં અને ખાટાં મસાલેદાર, સ્વાદિષ્ટ શાક પણ બનાવજો. વળી કેળાં, આંબા, તરબૂચ, અને દ્રાક્ષ જેવાં મીઠાં ફળો પણ લાવજો. ... ૧૯૮ માતા અને પુત્રીની મીઠી ચડભડ(તકરાર) ચાલતી હતી તેવા સમયે રાજકુમાર શ્રેણિક અને ધનાવાહ શેઠ ઘરે આવ્યા. શેઠાણીએ શેઠને પુત્રીની સર્વ વાત કહી. શેઠાણીએ પરદેશી વ્યક્તિ સાથે લગ્ન કરતાં છળકપટ કે વિન આવવાની આશંકા વ્યક્ત કરી. ... ૧૯૯ શેઠે સહેજ મનમાં વિચાર કરી કહ્યું, “સુનંદાની મા! તમે સાંભળો. (આ શ્રેષ્ઠ વર સામેથી આપણે આંગણે આવ્યો છે. આપણી પુત્રી પણ વિવાહને યોગ્ય થઈ ગઈ છે.) આવો ઉત્તમ યોગ પ્રાપ્ત થવો દુર્લભ છે. (આ બંનેના વિવાહ રચાય તો કેવું સુંદર !) દેવી! આ યુવાન જો આપણી દીકરી સાથે લગ્ન કરે તો મારા મનની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે.” ... ૨૦૦ શેઠાણી ચૂપ રહ્યાં પરંતુ સુનંદાએ કહ્યું, “પિતાજી!(નાના મોઢે મોટી વાત કરવા બદલ ક્ષમા કરજો) મને એ પરદેશી મનથી અતિશય પ્રિય છે. તેની સાથે મારા વેવિશાળ કરાવો. અન્યથા હું સંયમ લઈ સાધ્વી બનીશ પણ અન્ય કોઈ પુરુષ સાથે નહીં પરણું. ... ૨૦૧ હું તે પરદેશી યુવાનની જ્ઞાતિ, જાતિ, રહેઠાણ, નામ, માતા-પિતા અને કુળગોત્ર સંબંધી કાંઈ જાણતી નથી પણ તે યુવાનના લક્ષણો, તેની બોલવા-ચાલવાની ઢબ, તેના રૂપ-રંગ ઈત્યાદિ પરથી મને જણાય છે કે તે મંત્રી અથવા રાજા હશે.”(કેટલી બુદ્ધિશાળી હશે સુનંદા!) પુત્રીનું વચન સાંભળી પિતાએ કહ્યું, “હું અને અતિથિ અમે બંને સ્નાન કરી લઈએ. ત્યાર પછી આરામથી બેસી વાતો કરશું.” બંનેએ સ્નાન કર્યું. ત્યાર પછી દેવપૂજા દ્વારા પુણ્ય ઉપાર્જન કરી બંને ભોજન કરવા બેઠા. ... ૨૦૩ શેઠાણીએ બે થાળીમાં ઘણી બધી રસવતી મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ પીરસી તેમજ દૂધ, દહીં ઈત્યાદિ ભાવતા ગોરસ પણ પીરસ્યા. કુમારને ખૂબ આગ્રહ કરીને શેઠ-શેઠાણીએ જમાડ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, જમી લીધા પછી શેઠે કુમારને પાન-સોપારી મુખવાસ ખાવા આપ્યાં. ... ૨૦૪ ' દુહા : ૧૫ પાન લેઈનર વાપરઈ, કરતા વાત વિચાર; સેઠ ધનાવો કુમાર ચું, બોલ્યો તેણી વાર ••• ૨૦૫ અર્થ:- પાન-સોપારીનો મુખવાસ વાપરી બને (ચિત્રશાળામાં) બેસી વાતો કરવા લાગ્યા. ધનાવાહ શેઠે કહ્યું, “કુમાર ! તમે મારે ત્યાં આવી મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે.” ... ૨૦૫ ઢાળ : ૧૨ સુનંદા સાથે પાણિગ્રહણ જિન જનની હરખ અપાર એ દેશી. રાગ : માલવી, ગોડી. બોલઈ સેઠ ધનાવો સાહય, એક વચન માનો નર રાય; મુઝ ધરિ કુમારી સુનંદા, તસ પરણી કરો આનંદા •.. ૨૦૬ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ તવ બોલ્યો શ્રેણિક રાય, કસી આંસ્યા આભની છાંય; કસ્યો નદી તીરનો વાસો, કસી પરદેસીની આસો સહારી નાતિ ન જાણો નામો, સુતા દીધાનો કુણ ઠામો; નીતિ શાસ્ત્રિ ભાષિંઉ એહો, ષટ ઠામિ ન દીજઈ ધેહો દરિદ્રી મુરીખ અસુરો, તિહાં સુખ ન પામઈ ભૂરો; જિ મોક્ષ તણો અભિલાષી, તિહાં પુત્રી ન દેવી ભાખી વરસ કન્યા થકી તું જોયો, ઉત્કૃષ્ટાં ત્રગણાં હોયો; વર ગરઢો નાવઈ કામ્યો, તજો દૂરિ વસંતો ગામ્યો કહઈ કુમર હું તો પરદેસી, કિમ પુત્રી દેવું કરેસી; નીત શાસ્ત્રિ કહિઉ છઈ એહો, સુણિ સેઠ કહું તુમ તેહો જેહનું કુલ ઉત્તમ હોય, નર રિદ્ધિ પૂરો સોય; જેહનો હોય ભલો આચરો, રોગ અંગિં નહી લગારો વરત રણપણું જોઈ જઈ, વિદ્યાવંત નઈ કન્યા દીજઈ; જેહ નઈ સિરિ હોય નાથો, તિહાં દીજઈ કુમરી હાથો કિમ પરણાવીશ નીજ જાતો, મુઝ મસ્તકિ કુણ છઈ નાથો; સેઠ કહઈ સીદ કરઈ જ બાપો, ઉત્તમ નરનિં દઈ આપો જો માનીશ પરણવું ધેય, તો ભોજન કાલિ કરેય; આજ લગન ભલું છઈ સારો, તુમ માનો એહ કુમારો નવિ માનઈ પરણેવું જિ વારઈ, બોલી કુમરી લજ્જા તજી તિ વારઈ; મિં જાણી તુમારી જાત્યો, ઢાંકી ન રહઈ ચાંદણી રાત્યો કિમ ઢાંક્યો રહઈ સુર તરી, લછી ઢાંકી ન રહઈ દુખ હરણિ; મિં ઉલખિયું નરનુ સારો, આણઈ ભવિ તો તું ભરતારો નવિ પરણો તો સંયમ લેવું, માયા મૂકી નઈ કરિ પરણેવું; બોલ્યો રાય સુણો રે નારી, હું પરદેસી વ્યાપારી મુઝ પરિણ કવણ ગતિ તાહરી, કાંઈ ચિતનિ આપ બિચારી; તું વિર કો આહાંનો વાસી, પરદેસી જાસઈ નાહસી કહઈ કુમરી સુણિ રે સુજાણો, રત્ન એક કશા બહુ પાહણો; થોડું ઈ કંચન સારો, સ્યું કીજઈ લોઢું ભારો ચંદનનો કટકો સારો, સ્યું કીજઈ ઈધણ ભારો; સુપુરુ સ્યું મલઈ લગારો, તવ સફલ હોય અવતારો For Personal & Private Use Only ... ૨૦૭ ૨૦૮ ... ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ... ૨૧૩ *. ૨૧૪ ... ૨૧૫ ૨૧૬ ... ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ... 222 Page #70 -------------------------------------------------------------------------- ________________ મુરખ સાથિં ભવ જાય, પ્રેમ પ્રીતિ સિંહા નવિ થાય; થોડિ વાત કરી તુમ સાથિં, હુઈ શાતા બહુ નીજ જાતિ તુમ્યો સ્વામી મુઝ પરણ્યો જ્યો, મન માનઈ તિહાં લગી રહેયો; પછઈ જાયો તુમારઈ ગામ્યો, સુખ ભોગવ્યો તેણઈ ઠામ્યો જાણી નિશ્ચલ કુમરી મનો, છાનો તિહાં પરણીશ જાનો; કીધો મંદીર ચાલીઈ વાસો, ભોગવઈ તિહાં ભોગ વિલાસો ઉષ્ણ કાલિં ચંદન ચીરો, કૂલિં વાશાં નિરમલ નીરો; ગલઈ ચંપક કેરા હારો, સુંદર માલીઉં ચતુર દુયારો ચતુરાં સ્ત્રી તિહાં સુનંદા, નૃપ શ્રેણિક ક૨ઈ આનંદા; વાય ઝીણા મધુરા વાય, રાગ કેદારો કરી ગાય વરસા કાલ જ જવ આવઈ, નારિ મેઘ મલ્હાર બનાવઈ; પય સાકર ભેલી ખાવઈ, દેવની પરિ દાડા જાવઈ પેહરઈ પિતાંબર મુખિ પાનો, ઘર દેવ તણુંઅ વિમાનો; પાક નવ નવા તિહાં અરોગી, સુખ વિલસઈ શ્રેણિક ભોગી પછઈ આવઈ જવ સીત કાલો, તેલ ચોલાવઈ ભૂપાલો; સોવન ઢોલીઉ ધૂપ તલાઈ, તાપઈ તાપણિ અગર લગાઈ લાગઈ તરણીનાં તિહાં કર્તા, ચલકઈ નારી આભરણ; ચાંપઈ નારી નરના પાયો, સુખ વિલસઈ શ્રેણિક રાયો તપઈ આહારનિં તાન તંબોલો, તરણી શું કરત કલોલો; વેઢ મુદ્રકી કંઠિ હારો, જાણું દેવ તણો અવતારો એમ સુખ ભરિ કાલ ગમાવઈ, એતલઈ એક ખંડ તે થાવઈ; સાંગણ સુત ઋષભદાસો, બીજા ખંડનો કરત પ્રકાસો ••• ૨૩૨ અર્થ :- શેઠે કહ્યું, “કુમાર ! તમે મારા પર હજી એક ઉપકાર કરો. મારું એક વચન તમે માન્ય રાખો. મારી પુત્રી સુનંદા, જે કુંવારી છે. (તે વિવાહ યોગ્ય થઈ ગઈ છે . તે તમને મનથી વરી ચૂકી છે.) તેની સાથે લગ્ન કરી તમે સુખી થાવ.’’ ૨૦૬ (સુનંદા પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ હોવા છતાં પોતાના મનોભાવોને છુપાવતાં) રાજકુમાર શ્રેણિકે કહ્યું, ‘“શેઠજી ! મારું મળવું એ તો વાદળોના છાયડાં સમાન ક્ષણિક અને અસ્થિર છે. નદી કિનારે વસતા લોકોનો કાયમ વસવાટ નથી હોતો. તેમના રહેઠાણનો શો ભરોસો ? તેવી જ રીતે મારા જેવા પરદેશી પર કેવો વિશ્વાસ ? ...૨૦૭ (તમે કેવા પિતા છો ?) તમે મારી જ્ઞાતિ, મારું નામ-ઠામ કંઈ પણ જાણતા નથી ? તમે પુત્રીનાં For Personal & Private Use Only * ૨૨૨ ૨૨૩ . ૨૨૪ ૨૨૫ ... ૨૬ ૨૨૭ ... ૨૨૮ ૨૨૯ ... ૨૩૦ ૫૧ *. ૨૩૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ પર કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' વિવાહ કરવા યોગ્ય સ્થાન વિશે જાણો છો? નીતિ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ષ સ્થાનમાં દીકરીનાં વિવાહન કરવા જોઈએ. ... ૨૦૮ દરિદ્રી, મૂર્ખ, અસુર(દૈત્ય-રાક્ષસ) ને ત્યાં દીકરીને કદી ઘણું સુખ પ્રાપ્ત ન થાય. જેને મોક્ષની તીવ્ર અભિલાષા છે, તેવા વૈરાગ્યવાન પુરુષને ત્યાં દીકરી ન આપવી. ... ૨૦૯ કન્યાથી વરની ઉંમર વધુમાં વધુ ત્રણ વર્ષ મોટી હોવી જોઈએ. તેનાથી વધુ ઉંમરવાળાને કન્યા ન આપવી. મોટી ઉંમરનાં વૃદ્ધ પુરુષને તેમજ પરદેશમાં રહેતા પુરુષને કન્યાન આપવી.” ... ૨૧૦ શેઠજી! હું તો પરદેશી છું, તેથી તમારી પુત્રીના વિવાહ મારી સાથે શા માટે કરો છો? નીતિશાસ્ત્રમાં પણ પરદેશી વ્યક્તિના હાથમાં દીકરીનો હાથ આપવાની ના પાડી છે, તે સાંભળીને જ હું તમને કહું છું. ... ૨૧૧ હે મહાનુભવ! જેનું ઉત્તમ કુળ હોય, જે શ્રીમંત હોય, જે સદાચારી હોય, જેનાં શરીરમાં નખમાં પણ રોગ ન હોય તેવા નિરોગીને કન્યાનો હાથ સોંપવો જોઈએ. ... ૨૧ર જે શૂરવીર, વરૂપવાન અને વિદ્યાવંત હોય તેને કન્યા આપવી જોઈએ તેમજ જેના મસ્તકે માતાપિતાની છત્રછાયા હોય તેવા વ્યક્તિને કુંવારી કન્યાનો હાથ આપવો જોઈએ. .. ૨૧૩ શેઠજી! મારા મસ્તકે માતા-પિતાની કૃપા, આશીર્વાદ કે છત્રછાયા નથી છતાં તમે તમારી સુંદર અને બુદ્ધિશાળી પુત્રી મારા જેવા અનાથ સાથે શા માટે પરણાવવા તૈયાર થયા છો?” શેઠે કહ્યું, “કુમાર! તમે શા માટે જીદ કરો છો? હવે પ્રશ્નોત્તર કરવાનું છોડો. હું ઉત્તમ પુરુષના હાથમાં મારી પુત્રીનો હાથ સોપું છું, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ... ૨૧૪ જો તમે મારી પુત્રી સાથે વિવાહ કરવા હા પાડશો તો હું યોગ્ય સમયે ભોજન કરીશ, નહીં તો ભોજનનો ત્યાગ કરીશ. કુમાર! લગ્ન કરવાની હા પાડી દો. આજે લગ્ન યોગનું શુભ મુહૂર્ત છે. તમે આ વાત માન્ય કરો.” ...૨૧૫ (એટલામાં સુનંદા તેની માતા સાથે ચિત્રશાળા (Drawing Room)માં પ્રવેશી. તેણે કુમારની બધી વાત સાંભળી હતી, જ્યારે કુમારે લગ્ન સંબંધમાં કોઈ નિર્ણય ન લીધો ત્યારે સુનંદાએ સ્ત્રી મર્યાદાનો ભંગ કરી કહ્યું, “હે પરદેશી ! જેમ ચાંદની રાતમાં ચંદ્રમાં ઢાંક્યો રહેતો નથી, તેમ તમારા વર્તણૂક પરથી તમારી જ્ઞાતિ અજ્ઞાત રહી શકતી નથી. ... ૨૧૬ - સૂર્યની તેજસ્વિતા કદી ઢાંકેલી રહે છે ખરી? શું દરિદ્રતા દૂર કરનારી લક્ષ્મી કદી ઢાંકી રહી શકે ખરી? મેં તમારા જેવા ઉત્તમ પુરુષને ઓળખી લીધા છે. આ ભવમાં તો તમે જ મારા ભરથાર છો. (રાજહંસ જેવા તમે શ્રેષ્ઠ છો. તમારી ભાષા અને આકૃતિ ઉત્તમતાના સૂચક છે.) ... ર૧૭ આ ભવમાં જો તમે મારી સાથે લગ્નગ્રંથિથી નહીં જોડાવો તો હું સંયમ લઈશ. હું તમને વિનંતી કરું છું કે તમે હવે માયા ત્યજી મારી સાથે વિવાહ કરો.” ત્યારે રાજકુમાર શ્રેણિકે સુનંદાની પરીક્ષા કરવા કહ્યું, “હું અજાણ્યો પરદેશી વ્યાપારી છું. •.. ૨૧૮ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મારી સાથે વિવાહ કરી તારી શી દશા થશે? (હું વણજારાની જેમ ભટકતો રહીશ) તે સ્થિતિ વિશે તે કદી વિચાર કર્યો છે? તું આ નગરીના કોઈ યોગ્ય પુરુષને પરણી સુખી થા.(પરદેશી તો વાદળાની છાયા જેવા અસ્થિર હોય છે) થોડા દિવસમાં હું અહીંથી પરદેશ કમાવવા જતો રહીશ. (મારી સાથે લગ્ન કરી તને શું સુખ મળશે?)'' ... ૨૧૯ સુનંદાએ દઢપણે કહ્યું, “હે સુજાણ! તમે સાંભળો. પત્થરનો ઢગલો હોઈ શકે પણ રત્ન તો એક જ હોય છે. સોનું પ્રમાણમાં થોડું હોવા છતાં ઉત્તમ છે, જ્યારે લોઢું પ્રમાણમાં વધુ હોવાથી શું સરે? (રત્ન એક હોય પણ પત્થર ઘણાં હોય તેથી શું?) ... ૨૨૦ ચંદનનો નાનો ટુકડો અતિ કિંમતી છે, જ્યારે બળતણનો મોટો ભારો શું કરીએ? સજ્જનોનો ક્ષણવારનો સંગાથ માનવ જન્મને સફળ બનાવે છે. ... ર૨૧ મૂર્ખ સાથે જીવનભરનો સહવાસ મળે, છતાં તેની પ્રત્યે નો પ્રેમ આવે કેન પ્રીતિ ઉપજે. મેં તમારી સાથે થોડી જ ક્ષણે વાર્તાલાપ કર્યો તેમાં જ મારા ચિત્તને અપૂર્વ આનંદ પ્રાપ્ત થયો છે. ... રરર હે સ્વામી! જો મારી સાથે વિવાહ કરો તો જ્યાં સુધી આપનું મન માને ત્યાં સુધી અહીં રહેજો. (હું તમારા માર્ગમાં અંતરાયભૂત નહીં બનું) પછી તમે અહીંથી પરદેશ અથવા તમારા દેશમાં જજો. તે સ્થાનમાં તમે સુખ ભોગવજો. (હું તમારી યાદમાં જીવન પસાર કરીશ)” .. રર૩ સુનંદાનો અડગ નિર્ણય અને દઢ સંકલ્પ જોઈ રાજકુમાર મનોમન પ્રસન્ન થયા. તેમણે પણ રાજહંસી જેવી સુનંદાને મનોમન પરણવાનો છાનો નિશ્ચય કર્યો.(શેઠે ઉત્તમ મુહૂર્ત જાણી લગ્નોત્સવ કર્યો. રાજકુમાર શ્રેણિક અને સુનંદા લગ્નગ્રંથિએ જોડાયા.) તેઓ ધનાવાહ શેઠની હવેલીમાં સુખપૂર્વક ભોગવિલાસ ભોગવતાં દિવસો પસાર કરવા લાગ્યા. ...૨૨૪ તેઓ ગ્રીષ્મ ઋતુમાં ગરમી હોવાથી ચંદન જેવાં શીતળ, મુલાયમ વસ્ત્રો પહેરતાં હતાં. તેઓ સુગંધી પુષ્પયુક્ત નિર્મળ નીરથી સ્નાન કરતા હતા. તેઓ ગળામાં સુગંધી ચંપક પુષ્પોનો હાર પહેરતાં હતાં. ધનાવાહ શેઠની સુંદર હવેલીમાં બને ચતુર પતિ-પત્ની આનંદથી રહેતાં હતાં. .. ર૨૫ સુનંદા પણ હોંશિયાર અને પતિવ્રતા નારી હતી. તે રાજકુમાર શ્રેણિકની ઈચ્છાને અનુસરતી હતી. રાજકુમાર શ્રેણિક પણ ખુશ હતા. હવેલીના શયનખંડમાં મંદ મંદ શીતળ વાયુ વાતો હતો. સુનંદા મધુર કંઠે કેદારો રાગમાં ગીત ગાતી. . રર૬ જ્યારે વર્ષાઋતુ આવી ત્યારે સુનંદાએ મેઘ મલ્હાર રાગની સરગમ છેડી. તેઓ વર્ષાઋતુમાં ઋતુ અનુસાર દૂધ અને સાકર મિશ્રિત મધુર આહાર કરતા હતા. તેઓ વર્ગના દેવો જેવાં દિવ્ય સુખો ભોગવતાં હતાં. ... ર૨૭ તેઓ પોતાના મોભા અનુસાર પીળાં રેશમી વસ્ત્રો પહેરતાં હતાં તેમજ મુખમાં નાગરવેલનાં પાન ચાવતાં હતા. તેમનો શયનખંડ જાણે દેવનું વિમાન જોઈ લો! તેઓ નિત્ય ઘી થી બનાવેલા વિવિધ પકવાનો આરોગતાં હતાં. આ રીતે કુમાર વર્ષાકાળમાં ભોગીની જેમ સુખો ભોગવતાં હતાં ... ર૨૮ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' જ્યારે શીત ઋતુ આવતી ત્યારે સખત ઠંડી હોવાથી રાજકુમાર શ્રેણિક શરીરે તેલ ચોળાવી માલિશ કરાવતા હતા. તેઓ સોનાના ઢોલિયામાં પોઢતા હતા. ઢોલિયાના તળિયે લોબાન ઈત્યાદિ સુગંધી પદાર્થોનો ધૂપ થતો હતો. તેઓ અતિશય ઠંડીમાં અગરનું સુગંધી લાકડું સળગાવી તાપણીતપતા હતા. .. ર૨૯ ત્યારે ત્યાં સૂર્યની ગરમી જેવો તાપ તપતો હતો. સુનંદા પણ સુંદર આભૂષણોથી પોતાના દેહને શણગારતી તેમજ નિત્ય પતિનાં પગ દબાવી સેવા કરતી હતી. આ રીતે રાજકુમાર શ્રેણિક સંસારના ઉત્તમ સુખો ભોગવતાં હતાં. ... ૨૩૦ તેઓ ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન આરોગતાં હતાં. ભોજન બાદ મુખવાસમાં નાગરવેલના પાન ખાતા હતાં. કુમાર પોતાના કહ્યાગરી પત્ની સુનંદા સાથે કલ્લોલ કરતા હતા, તેમણે દશે આંગળીઓમાં રત્નજડિત વીંટીઓ પહેરી હતી. તેમના કંઠમાં રત્નનો હાર હતો. કુમારના શરીરનો શણગાર અને તેમનું અનુપમ રૂપ જોઈ લાગતું કે જાણે સ્વર્ગના દેવનો અવતાર નહોય! ... ૨૩૧ રાજકુમાર શ્રેણિક અને સુનંદા દિવ્ય સુખમાં રાચતાં હતાં. અહીં પ્રથમ ખંડ પૂર્ણ થયો. સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ હવે બીજા ખંડ પર પ્રકાશ પાડે છે. ... ૨૩૨ ખંડ- ૨ દુહા : ૧૬ બીજા ખંડની વારતા, સુણો ધરીય નર કાન; હવઈ અધર રસ પરજીઉ, કરિ કરઈ કવિ ગાન ••• ૨૩૩ અર્થ - હે ભવ્ય જીવો! તમે બીજા ખંડની કથા એકાગ્ર ચિત્તે, કાન માંડીને શ્રવણ કરો. હવે કવિ બીજા ખંડની રચના કરે છે. તેને પરજીઓ રસમાં ગાય છે. ... ૨૩૩ ઢાળઃ ૧૩ કુશળ વ્યાપારી – રાજકુમાર શ્રેણિક તુંગીયા ગીરિ સિખર સોહઈ એ દેશી. કરઈ ગાન કવિ સુણો ભાઈ, સેઠ ધનાવો રાય રે; જઈ ચોહeઈ હાર્ટિસિંઈ, કરઈ સબલ વિવસાય રે •. ૨૩૪ સુણો શ્રેણિક રાસપંગિ... એ આંચલી એક દિવસ તે નગરમાંહિ, પઢો વાજઈ એક રે; શ્રક સંબોધન નાયક આવ્યો, લિઈ વરૂ અનેક રે •.. ૨૩૫ સુ. ષટ માસ તસ આવતાં હુઆ, સવા લાખ તસ પોઠિ રે; અશ્વ ગજ તસ આવતાં હુઆ, નથી કાંઈ તસ ખોટિ રે •.. ૨૩૬ સુ. છઠઈ માસિ શુક દેવદત્રા કહઈ, સુખિં આવ્યો અહિ રે; બેનાતટિ છઈ તેજનતુરી, લીઉ જઈ તુમ તિહાં રે ... ૨૩૭ સુ. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ નાયક નૃપનઈ મલ્યો આવી, કરી ભેટિ અનેક રે; નગર તાહરઈ તેજનતુરી, મલઈ તો રાજ વિશેક રે નૃષિં મંત્રી તણંઈ પુછિઉં તેજનતુરી કાંહિ રે; સોય કહઈ નવિ લહું રાજા, પડો વજાવું આંહિ રે પડો ફેરવઈ તામ રાજા, તેજનતુરી દેહ રે; નગરસેઠી તામ આપું, જસ ઘણાં વાધેહ રે અસ્યો પડહો સુણ્યો શ્રવણે, બોલ્યો શ્રેણિક રાય રે; નગરસેઠી તુમ અપાવું, ઉઠો ધનાવા સાહ રે પડો બજાવઈ સેઠિ પાસિં, કરઈ લોક સહુ હાશ રે; ગહેલો થયો ગુણ હિણ વાણિક, મલઈ ધૂલિ એ પાશ રે રાય તણઈ મનેિં વસ્યું કોતિગ, તેડાવ્યો તેણી વાર રે; વણિક કહઈ યામાતા માહર, કરો કાંઈ તેણી વાર રે રાજ મોહન રત્ન લેઈ, બાંધિઉં સેઠ નઈ સીશ રે; રાજસભામાં ગયા બેહુઈ, મોહત બહુ ઈશ રે સીસ નામી સેઠ પુછઈ, કવણ પડો વાજેહ રે; રાય કહઈ દેઉં તામ સેઠી, તેજનતુરી દેહ રે સકલ વસ્તુ થઈ નાયક પાસિં, તેજનતુરી નહી રે; નવિ મલઈ તો જાય આઘો, સોભા રહઈ કિમ આહી રે તે માટિ માંડવી મુહ લિં, જઈ બેસો તુમ્યો સાહિ રે; સકલ વસ્ત સોઝીઅ લાવો, તેજતુરી એણઈ ઠાહિ રે રત્ન પ્રભાવિ થયો નૃપ વશ, સેઠ કહઈ સુણિં રાય રે; જે જોઈ તે દેઉં એહનઈ, વધઈ તુમ મહિમાય રે સેટિં સારથવાહ તેડયો, માગો ચાહીઈ જેહ રે; નાયક કહઈ મુઝ તેજન તુરી, હોય તો આણી દેહ રે કુમર સેઠિ સાર્થિ નાયક, આવઈ હાટિં તેહ રે; ... For Personal & Private Use Only ૨૩૮ ૩. ૨૩૯ સુ. ... ૨૪૦ સુ. ૨૪૧ સુ. ૨૪૨ ૩. ... ૨૪૩ સુ. ૨૪૪ ૩. ... ૨૪૫ સુ. ૨૪૬ સુ ૨૪૭ સુ ૨૪૮ સુ. .. ૨૪૯ સુ. સાંગણ સુત કહઈ તેજનતુરી, કિમ નાયક નઈ દેહ રે ૨૫૦ સુ. અર્થ :- હે બંધુઓ ! કવિ રાસ ગાય છે, તે તમે ઉમંગથી સાંભળો. ધનાવાહ શેઠે રાજકુમાર શ્રેણિકના પ્રયાસથી બજારના ચોકમાં રહેલી હાટ પર બેસી ખૂબ વ્યાપાર કર્યો. ...૨૩૪ એક દિવસ નગરમાં રાજા દ્વારા એક ઢંઢેરો પીટાયો. આ નગરમાં શ્રુક સંબોધન(અથવા દેવનંદી) નામનો એક મોટો વ્યાપારી આવ્યો હતો, જે અનેક કિંમતી વસ્તુઓ લાવ્યો હતો. ૨૩૫ ૫૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' તેને નગરમાં પહોંચતાછ માસ થયા. તે પોતાનાં સવાલાખ પોઠિયાં(વણજારા)ને સાથે લાવ્યો હતો. તેની સાથે અશ્વ, હાથી, ઘોડા અને પાડાઓ જેવા બહુલ સંખ્યામાં પશુઓ પણ હતા. તેને કોઈ વાતની કમી ન હતી. (શ્રીમંત વ્યાપારી પોઠિયાં પર બહુમૂલ્ય વસ્તુઓ લાવ્યો હતો.) ... ર૩૬ આ શ્રક સંબોધન પાસે એક દેવતાઈ પોપટ હતો, જે છ-છ માસના અંતરે બોલતો હતો.(એક દિવસ શ્રક સંબોધને પોપટને પૂછયું, “તોતાજી! હવે તેજંત્રી કયાંથી મળશે?'') પોપટે કહ્યું, “બેનાતટ નામના નગરમાં તેજંતૂરી છે તે લઈ આવો.” તેવું સાંભળી વેપારી અહીં આવ્યો હતો. ... ર૩૭ શ્રક સંબોધને પોપટની વાત પર વિશ્વાસ મૂક્યો. તે સવાલાખ પોઠિયાઓની સાથે રાજદરબારમાં જઈ રાજાને મળ્યો. તેણે રાજાને અનેક કિંમતી વસ્તુઓ ભેટ ધરી.(રાજાએ ખુશ થઈ “સોદાગરને કહ્યું, આ નગરમાં કેમ આવવાનું થયું? શ્રુક સંબોધનેકહ્યું, “રાજનું! તમારાં નગરમાંથી હું તેજંત્રી લેવા આવ્યો છું. તમારું રાજ્ય વિશેષ પ્રકારે ધનાઢય હોવાથી અહીંથી મળશે એવી આશા સાથે આવ્યો છું.” ... ૨૩૮ રાજાએ મંત્રીને પૂછયું, “મંત્રીજી! આપણા નગરમાં તેજંત્રી કોની પાસે છે?' મંત્રીએ કહ્યું, “મહારાજ! આપણા રાજ્યમાં તેજંત્રી ક્યાંથી પ્રાપ્ત થશે તે ચોક્કસ કહી ન શકાય પરંતુ નગરમાં પડહ વગાડતાં સંભવ છે કે તે જંતૂરી મળી શકે.' ... ર૩૯ રાજાની આજ્ઞાથી મહામંત્રીએ ઢંઢેરો પીટાવ્યો. જેની પાસે તેજંતૂરી હોય તે રાજાને આપો. રાજા તેને નગર શ્રેષ્ઠીનું બિરુદ આપશે તેમજ તેની નગરમાં યશ, પ્રતિષ્ઠા વધશે.” ... ૨૪૦ રાજાનો આવો ઢંઢેરો કાને સાંભળીને રાજકુમાર શ્રેણિકે તરત જ ધનાવાહ શેઠને કહ્યું, “શેઠજી ! તમે ઉઠો. આજે તમારું ભાગ્ય ખૂલી ગયું છે. હું તમને તમારું શ્રેષ્ઠીપદ અને સંપત્તિ પાછી અપાવીશ. (તમારી યશ-પ્રતિષ્ઠા રવયં તમારી પાસે આવશે. તમે આ ઢંઢેરાની શરત સ્વીકાર કરો.') ... ૨૪૧ (શેઠે નવકાર મંત્રનું સ્મરણ કર્યું.) શેઠ ચાર રસ્તા પર પડહ વગાડનારા પાસે આવ્યા. શેઠે ઢંઢેરો સ્વીકાર કર્યો. નગરવાસીઓ આશ્ચર્યચકિત બન્યા. તેમણે કહ્યું, “આ વાણિયો ગુણહીન(નિર્ધન) બની ઘેલો તો નથી થયો ને? રાજાએ તેનું બધું ધન તો જપ્ત કરી લીધું છે. તેની પાસે ક્યાંથી તેજંતૂરી હોય? તેની પાસેથી તો ધૂળ મળશે ધૂળ!” .. ૨૪૨ ધનાવાહ શેઠે ઢંઢેરો સ્વીકાર કર્યો છે, એવું જાણી રાજાને કૌતુક થયું. તેમણે તરતજ શેઠને પ્રથમ રાજ દરબારમાં બોલાવ્યા.(રાજાને થયું, “સંપત્તિ જવાથી ધનાવાહ શેઠ મતિભ્રમ થયા છે. તેની પાસે પત્થર પણ નહીં હોય! હશે તો કદાચ માટી હશે!) રાજાના મનમાં કુતૂહલ થયું તેથી રાજાએ પ્રથમ પોતાની પાસે શેઠને બોલાવ્યા. રાજ સેવકો જ્યારે પેઢી તરફ આવતા હતા ત્યારે તેમને જોઈ ધનાવાહ શેઠે કહ્યું, “કુમાર! તમે મારા જમાઈ છો હવે તમેજ કંઈક મારું ઈષ્ટ કરો.(તમે જ મને બચાવો)'' .. ૨૪૩ રાજકુમારે પોતાની પાસે રહેલું રાજ વશીકરણ રત્ન હાથમાં લીધું. શેઠના મસ્તકે રહેલી પાઘડીમાં રત્ન બાંધી દીધું.(શેઠને રસ્તામાં રત્નનું સ્મરણ કરવાની ભલામણ આપી) બંને જણા રાજસભામાં આવ્યા. રાજાને પ્રણામ કર્યા. (શેઠે રત્નનો થાળ રાજાને નજરાણા તરીકે ભેટ ધર્યો) રાજા વશીકરણ રનના પ્રભાવે For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મોહિત થયા. (શેઠ પાસે આ સંપત્તિ ક્યાંથી આવીને પૂછવાનું જ રાજા ભૂલી ગયા) ... ૨૪૪ રાજાને નમસ્કાર કરતાં શેઠે પૂછયું, “હે રાજનું! પહડ વગાડવાનું શું પ્રયોજન છે.” રાજાએ કહ્યું, “જો તમે તેજંતૂરી આપશો તો તમારું શ્રેષ્ઠીપદ હું તમને પાછું આપીશ. ... ૨૪૫ શ્રક સંબોધન નામના વ્યાપારી પાસે ઘણી બહુમૂલ્ય વસ્તુઓ છે પરંતુ તેની પાસે તેજંતૂરી નથી. જો તેને આપણા રાજ્યમાંથી તેજંતૂરી નહીં મળે તો તે આ નગરમાંથી ખાલી હાથે પાછો જશે. જો એવું થશે તો આપણા નગરની ધનાઢય તરીકેની નામના કેમ રહેશે?” .. ૨૪૬ ધનાવાહ શેઠે કહ્યું, “હે રાજનું! મેં તેજંતૂરી બજારમાં રહેલી મારી પેઢીએ મૂકી છે.” રાજાએ કહ્યું, “શેઠજી ! તમે વ્યાપારી સાથે પેઢીએ જઈ બેસો. (તમને તેની સાથે વ્યાપાર કરવા મંજૂરી આપું છું). વ્યાપારી પણ જ્યાં તેજંતૂરી છે, તે સ્થાને સર્વ વસ્તુ લઈ આવે.” .. ૨૪૭ રત્નના પ્રભાવથી રાજા વશ થયા. શેઠની બધીજ વાતો રાજાએ બરાબર સાંભળી. રાજાએ કહ્યું, “શેઠજી વ્યાપારીને જેટલી તેજંત્રી જોઈએ તેટલી આપજો. તમારી યશ, પ્રતિષ્ઠા ખૂબ વધશે.'... ૨૪૮ શેઠે શ્રક સંબોધન નામના સાર્થવાહને સેવકો દ્વારા તેડાવ્યો. શેઠે કહ્યું, “હે પરદેશી વ્યાપારી! તમને જે જોઈએ છે તે માંગો?” વ્યાપારીએ કહ્યું, “શેઠજી ! મને તેજંતૂરી જોઈએ છે. તે તમારી પાસે હોય તો મને લાવી આપો.' ... ૨૪૯ રાજકુમાર શ્રેણિક, ધનાવાહ શેઠ અને સાર્થવાહ સાથે પેઢીએ આવ્યા. સંઘવી સાંગણનાં પુત્ર કહે છે, કે રાજકુમાર શ્રેણિક સાર્થવાહને તેજંત્રી કેવી રીતે આપશે તે સાંભળો. .. ર૫૦ દુહા : ૧૭ રાસ સુણો રંગ કરીહો સઈ, રાસ સુણો રંગિ કરી, નાયક બેઠો પેઢીઈ, બોલઈ મધુરી ભાષ. ... રપ૧ કનક તણું બીજોરડું, મુંકઈ સાહ નઈ ભેટિ; વણિક કહઈ દિઉં કુમર નઈ, અછઈ સહુનો સેઠ ••• ૨પર અર્થ - હે ભવ્ય જીવો! તમે રાસ રસપૂર્વક ઉત્સાહથી સાંભળો. સાર્થવાહ વ્યાપાર કરવા માટે શેઠની પેઢીએ આવ્યો. તે શેઠ સાથે મધુર ભાષામાં વાર્તાલાપ કરવા લાગ્યો. ... રપ૧ (શ્રુક સંબોધન સાર્થવાહ ખૂબ ચતુર વ્યાપારી હતો.) તેણે ધનાવાહ શેઠ સમક્ષ સોનાનું બિજોરું કાઢી ભેટ ધર્યું. ધનાવાહ શેઠે કહ્યું, “મહાનુભવ! આ ભેટ કુમારને આપો.(મારો બધોજ કારભાર આ કુમાર સંભાળે છે. તેજંત્રીના જાણકાર પણ આ કુમાર જ છે !) અમારા બધાના તેઓ શેઠ છે' .. રપર (સાર્થવાહે કહ્યું, “મેં તમારી બંનેની પાસે એક એક સુવર્ણ બિજોરું મૂક્યું છે. સાર્થવાહે બીજું બિજોરું લઈ રાજકુમાર શ્રેણિકને ભેટ ધર્યું) સાર્થવાહ શેઠના વચનોથી પ્રભાવિત થયો.(તેણે વિચાર્યું, “ધનાવાહ શેઠ ખરેખર વિનમ્ર અને વિવેકી છે. તેઓ ચતુર છે, પોતાનાથી નાના વ્યક્તિ માટે કેટલું બહુમાન છે ! જે નગરમાં આવા શ્રેષ્ઠીઓ હોય તે નગર ધન્ય છે !') સાર્થવાહને શેઠ અને કુમાર પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયો.”.. ૨૫૩ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ઢાળ : ૧૪ તેજંતુરીની બહુમૂલ્યતા સુણિ નીજ સુરુપ ચીત લાવિઉં એ દેશી. રાગ : દેશાખ. આવ્યો નાયક સેઠ નઈ, હાટિ જિ વારંઈ, દીઠી તેજનતુરી સબલ તિવારઈ; વાર વાર નમતો સબલ નર રીઝયો, લેઈ કનક કૂલિં નૃપત્નિ જ પૂજ્યો સુનો શ્રેણિક રાસ... આંચલી ૨૫૫ સુ. ૨૫૮ સુ. બેઠો નાયક તિહાં તે સબલ હરખી, બોલ્યો સારથ કુમરનું રૂપ તે નિરખી; સ્વામિં તુમ દીઠા છોહ ક્યાંહિં, મગધ દેસ રાજગ્રહી નગરમાંહિં ખીજ્યો શ્રેણિક આંખી તે કરઈ કરડી, સિઉ બોલો જો સર્વ તું જાય ભરડી; અણસમઝિઉં વચન કહઈ, કિમ મુહનિં, ઉઠિ તેજનતુરી નહી દેઉં તુહિનં... ૨૫૬ સુ. તુમ્યો હજી વાત કરસ્યો નગર માહિ, પ્રસેનજિત રાજા બેઠો છય જ્યાંહિ; ઉઠો નાયક જાઉ રાઉલા વાટિં, મમ બેસયો ખિણ એક અમ હાિ શ્રુક સંબોધન નાયક કહઈ ઈમ, હવઈ વાત કરેવા મુઝ સાત નીમ; લીઉં દ્રવ્યનઈ વસ્તુ મુઝહી આલો, અણસમઝિઉં બોલ્યો હું અઠાલો કહઈ કુંમર મણ એક તે સોવન દીજઈ, તેજનતુરી ગદીઆણો એક તે લીજઈ; એ વસ્ત્ર પામઈ મહા ભાયગદારો, ત્રાંબું ગાલીઈ આપણ એક ભારો એક ચાપટી તેજનતુરીઅ ધરિઅ, સાઠતોલું અ સોવન તેય કરી ઈ; ન જાણો તુમે નાયક એ માંહિ, બહુ દેસ ઢુંઢઈ ન લહીઈ જ ક્યાંહિ તવ નાયક કુમરના પ્રણામઈ જ પાય, પરમેશ્વર સાખિ છઈ એણઈ ઠાય; આણઈ રત્ન રૂરૂં વલી સોવન સારો, કરઈ નાયક કુમર આગલિ અંબારો... ૨૬૧ સુ. ચંદન મોતી વસ્ત પરવાલી લીજઈ, તેહની તેજનતુરી મુઝ દીજઈ; આણ્યા પોઠીઆ અગર કપૂર સારો, કરયા સેઠનઈ બારિ તે અંબારો અતિ ન્યાયનીર્તિ કરી કુમર લેતો, તેજનતુરી નાયક નઈ જ દેતો; ૨૫૯ સુ ૨૬૦ સુ. ગયો નાયક રાયનઈ પાસિં ત્યારઈ, તાહરા નગરમાં વસ્ત મલી જ મહારઈ... ૨૬૩ સુ. તાહરા નગરનું મંડણસેઠ એહો, કરી મંત્રીય થાપીઈ પુરુષ તેહો; -- અસ્સું કહી વણજારો વેગિ ચાલઈ, કહઈ ૠષભ સેઠિઅ વણિગ આલઈ... ૨૬૪ સુ. અર્થ : સાર્થવાહ જ્યારે શેઠની પેઢીએ આવ્યો ત્યારે તેણે તેજંતૂરીનો મોટો ઢગલો જોયો. સાર્થવાહ અત્યંત ખુશ થયો. તે વારંવાર પ્રણામ કરવા લાગ્યો. ‘પોતાનું કાર્ય પૂર્ણ થશે', તેવું જાણી સાર્થવાહે રાજાને સુવર્ણ પુષ્પોથી વધાવ્યા. (રાજાની સંમતિથી વ્યાપાર થઈ શકે) ...૨૫૪ ... ... ... ... ૨૫૩ ૨૫૭ સુ. ૨૬૨ ૩. સાર્થવાહ અત્યંત હરખતો પેઢીમાં બેઠો. તેણે રાજકુમાર શ્રેણિક તરફ દૃષ્ટિ કરી. રાજકુમારનો ચહેરો કંઈક પરિચિત જણાયો. તેણે તરત જ કહ્યું,‘‘કુમાર ! મેં તમને ક્યાંક જોયો છે. સંભવ છે કે તમે મગધ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૯ . ૨૫૭ દેશની રાજગૃહી નગરીના (રાજા) છો?'' •.. ૨૫૫ આ સાંભળી રાજકુમારે ચાલાકીથી ભ્રમર ઊંચી કરી ત્રાંસી આંખ કરી કૃત્રિમ ગુસ્સો કરી કહ્યું, “તમે શું બોલો છો? જેમ ફાવે તેમ શું ભરડો(બોલો) છો? તમે સમજ્યા વિના ગમે તેવા શબ્દો મને શા માટે કહો છો? તમે ઉઠો, તમને હું તેજંતુરી નહીં આપું.(જો તમારે આવી વાતો કરવી હોય તો તમે બીજી દુકાને ચાલ્યા જાવ, ત્યાંથી માલ ખરીદી લેજો) ... રપ૬, તમે હજી મહારાજા પ્રસેનજીત જ્યાં વસે છે તે રાજગૃહીમાં જઈ મારી વાત કરશો. હે સાર્થવાહ! આ રાજ્ય છોડી તમે ચાલવા માંડો. એક ક્ષણ પણ અમારી પેઢીએ ન બેસશો.” શ્રક સંબોધક સાર્થવાહે ગભરાતાં, પગે પડતાં કહ્યું, “કુમાર! હવેથી હું અણસમક્યું ન બોલવાનાં નિયમ-પ્રત્યાખ્યાન કરું છું. તમે તેજંતૂરી આપો અને તેના બદલામાં હું તમને દ્રવ્ય આપીશ. હું નાદાન! તમારી સમક્ષ નિરર્થક વચન બોલ્યો.” . ૨૫૮ રાજકુમારે(હસીને) કહ્યું, “(શ્રુક શેઠ ! આ તો ક્ષણવારની મજાક હતી. હું તમને તેજંતૂરી બતાવું છું.) તમે એક મણ સોનું આપો અને તેના બદલામાં એક ગાદીયાણો (ચપટી) તેજંતૂરી લો. (કુમારે તેજંતૂરીમાંથી સુવર્ણ બનાવવાની રીત બતાવતાં કહ્યું, “એક ગદીયાણો તેજંતૂરી આગમાં નાખો. તેમાં એક ભાર(વીસ તોલા) તાંબુ ગાળો (તેજંત્રીના સંયોગથી તાંબુ સુવર્ણમાં પરિવર્તન પામે છે). આવી કિંમતી તેજંતૂરી મહાભાગ્યશાળી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. .. ૨૫૯ એક ચપટી તેજંતૂરીમાંથી ૬૦તોલા સુવર્ણ મેળવી શકાય છે. સાર્થવાહ તમે જાણતા નથી એ મળવી દુર્લભ છે. ઘણાં દેશ-વિદેશમાં શોધવાં છતાં તે ક્યાંથી પણ પ્રાપ્ત થશે નહીં.” ... ર૬૦ સાર્થવાહે ત્યારે ઉભા થઈ રાજકુમારના ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા. તેણે કહ્યું, “આપની વાત સત્ય છે ! પરમેશ્વરની સાક્ષીએ કહું છું કે તેજંતૂરી ફક્ત આ રાજ્યમાં જ છે.” સાર્થવાહે પોઠિયા પાસે રહેલી કિંમતી રત્નો, સુવર્ણો, ચાંદી વગેરે બધી જ) વસ્તુઓ મંગાવી. તેણે રાજકુમાર સમક્ષ કિંમતી વસ્તુઓનો અંબાર લગાવ્યો. ... ર૬૧ સાર્થવાહે કહ્યું, “કુમાર! ચંદન સાચાં મોતી, કસ્તૂરી, પરવાળા ઈત્યાદિ જે જોઈએ તે લઈ લો. તેના બદલામાં મને તેજંતૂરી આપો. ત્યાર પછી પોઠિયાઓ અગર, સુખડ, કપૂર ઈત્યાદિ સુગંધી પદાર્થો લાવ્યા. તેમણે શેઠની પેઢીના દ્વારે સુગંધી વસ્તુઓનો મોટો ઢગલો કર્યો. ... ર૬૨ કુમારે પ્રામાણિકપણે અને નીતિપૂર્વક સાર્થવાહને તેજંતૂરી આપી અને તેના મૂલ્ય બરોબર કિંમતી વસ્તુઓ મેળવી. સાર્થવાહ ખુશ થતો રાજા પાસે ગયો. તેણે રાજાને પ્રણામ કરી કહ્યું, “મહારાજ ! આપના રાજ્યમાંથી મને ઘણી માત્રામાં તેજંત્રી પ્રાપ્ત થઈ છે.” .. ર૬૩ રાજનું! ધનાવાહ શેઠ તમારા રાજ્યના કોઈ સામાન્ય શ્રેષ્ઠી નથી. તમારા રાજ્યની શોભા છે, એમના જેવો વ્યાપારી મેં ક્યાંય નથી જોયો. રાજનું! હું વિનમ્રભાવે કહું છું કે તેઓ તમારા રાજ્યમાં મંત્રી પદે સ્થાપવા યોગ્ય પુરુષ છે,” એમ કહી સાર્થવાહ રાજાનો આભાર માની ઝડપથી દેશાવર જવા નીકળ્યો. કવિ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' •• ૨૬૭ ... ૨૬૮ ઋષભદાસ કહે છે કે રાજાએ ધનાવાહ શેઠને નગરશ્રેષ્ઠીનું પદ પાછું આપ્યું. ... ર૬૪ દુહા : ૧૮ શ્રેણિક રાસ સુપરિ સુણો, મુંકિ ઊંઘ કથાય; કેદારો ગોડી કરી, સેઠ તણા ગુણ ગાય ... ર૬૫ અર્થ - હે ભવ્યજનો ! શ્રેણિક રાજાનો રાસ નીદ્રા અને વિકથા છોડી સારી રીતે સાંભળો. કેદારો અને ગોડી રાગમાં કવિ કાવ્ય રચી ધનાવાહ શેઠના ગુણગ્રામ ગાય છે. ... ર૬૫ ઢાળ : ૧૫ સુનંદાનો દોહદ ચંદયાણિની એ દેશી. સેઠ ધનાવા નઈ સેઠી આપઈ, જસ મહિમા જગમાંહિ વ્યાપઈ; પૂરવ શત્રુ હુતા જેહો, આવી પાય નમ્યા નર તેહો ... ર૬૬ ગજ રથ ઘોડા બહુઅ અવાસો, પોહચાડઈ મન કેરી આસો; શ્રેણિક નામ ઠવ્યું ગોપાલો, સુખ વિલસઈ જિમ સુર સુકમાલો નારી સુનંદામ્યું બહુ નહો, જિમ રાઘવનિ સીત સનેહો; જિમ હરી રાધા કેરો પ્રેમ, મણિરથ નઈ મણિરેહા જેમો મૃગાવતી નીજ પતીની વાહલી, ઉમિયા વિણ ઈસ ન સકઈ ચાલી; તિમ શ્રેણિક સુનંદા સાથિં, તન મન સોપ્યું નારી હાર્થિ અનુકરમિં હોય આધાનો, નારી સુનંદા વાળો વાનો; ત્રીજઈ માસિ ડોહલો તે ધરતી, નિજ મનમાંહિ ચિંતા કરતી ધરી લાજ ન કહેવાય જ્યારઈ, નારી દુબલી હુઈ ત્યારઈ; મોહડઈ ફેફરિ પીલી અંગિં, રૂપ ગયું હુઈ કાલઈ રંગ એક દિન કુમારી દીઠી નારી, કવણ દુખિ હુઈ એમ બિચ્ચારી; આખડતી પડતી હીંડતી, ઘણો સાસ મોઢઈ નાંખતી મરવા સરખી દીઠી જામો, મનિ ઉચાટ થયો નૃપ તામો; સાસૂ નઈ પૂછઈ ભૂપાલો, કાં દીસઈ એહવી વિકરાલો સાસુ કહઈ નવિ સમઝું મરમો, ગર્ભ દોષ કે પૂરવ કરો; કે ડોહલો કુમરી મનિ હોયો, હું નવિ જાણું તે પણિ સોયો કહઈ શ્રેણિક પૂછયો આજો, લાજિં વણસઈ સઘલાં કાજો; કુમરી પાસિં ગઈ તવ માતો, કુણ ચિંતા કહઈ મહારી જાતો ભણઈ સુનંદા મારી માતો, એ ડોહલાની મોટી વાતો; સિબકાંઈ બેઠી નૃપ ઘેહો, મુઝ સાથિં આવઈ વલી તેહો •.. ૨૭૬ ••• ૨૬૯ •.. ર૭૦ .. ૨૭૧ ... ૨૭૨ • ૨૭૩ •.. ૨૭૪ ... ૨૭૫ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ નગરમાંહિ વરતી જઈ અમારયો, ગજ ખંધિ ચઢી જાઉં જિન બારયો; એ ડોહલો ઉપનો મુઝો, ભાખું વાત એ મનની તુઝો ... ૨૭૭ સાસઈ શ્રેણિક નઈ જણાવિઉં, કુમર તણાઈ મનિ દુખ બહુ આવિવું; વિષમ ડોહલો પૂરેઢું કેમો, શ્રેણિક રાજા ચિંતઈ એનો . ૨૭૮ સેઠ ધનાવા નઈ ડહઈ રાય, આલસ તજો તમે એણઈ ઠાય; તુમ પુત્રીનો ડોહલો જેહો, પૂરયો જોઈ ઈ નિશ્ચિઈ તેવો ૨૭૯ ભણઈ સુણિ શ્રેણિક રાય, એ ડોહલાનો એ ઉપાય; સાંગણ સુત કહઈ બોલ્યો સેઠો, પુત્રી ડોહલો કરી બેઠો ... ૨૮૦ અર્થ:- ધનાવાહ શેઠનું ભાગ્ય બદલાઈ ગયું. રાજાએ તેમને નગર શ્રેષ્ઠીનું પદ આપ્યું. નગરમાં ચારે તરફ શેઠની ખ્યાતિ ફેલાઈ. પૂર્વે જે શેઠના શત્રુઓ હતા, તેઓ પણ તેમને નમસ્કાર કરી પગે પડવા લાગ્યા. (પૂર્વે જે તેમની મજાક ઉડાળતાં હતાં તેઓ શેઠની ચાપલુસી કરવા લાગ્યા) શેઠની હવેલીમાં હાથી, ઘોડા, રથ જેવી સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં વધી. (શ્રેણિક જેવા જમાઈ, શ્રેષ્ઠીપદ અને સંપત્તિ મળતાં) શેઠની મનની સર્વ અભિલાષાઓ પૂર્ણ થઈ. રાજકુમાર શ્રેણિકે પોતાનું નામ ગોપાલ' રાખ્યું. તેઓ સુનંદા સાથે વર્ગીય મનોહર અને રમણીય સુખો ભોગવતાં હતાં. ... ર૬૭ જેવો સૂર્યવંશી રામને પોતાની ભાર્યા સીતા પ્રત્યે, કૃષ્ણને પોતાની સખી રાધા પ્રત્યે, મણિરથ રાજાને પોતાની રાણી મયણરેહાપ્રત્યે નેહ હતો, તેવો રાજકુમાર શ્રેણિકને સુનંદા પ્રત્યે નેહ હતો. ... ૨૬૮ જેમ મૃગાવતી પોતાના પતિને વહાલી હતી, પાર્વતી વિના શંકર એક પગલું પણ ભરતા ન હતા (અર્થાત્ શંકરને પાર્વતી અતિ પ્રિય હતી), તેમ રાજકુમાર શ્રેણિકને સુનંદા પ્રત્યે અતિ સ્નેહ હતો. કુમારે પોતાનું તન અને મન સુનંદાને સોંપી દીધું હતું. ... ર૬૯ સંસારના સુખો ભોગવતા સુનંદા ગર્ભવતી બની. (સુનંદાએ સ્વપ્નમાં ઐરાવતને મુખમાં પ્રવેશતાં જોયો.) તેનું રૂપ-લાવણ્ય દિન-પ્રતિદિન ખીલવા માંડયું. ત્રીજા માસે તેને દોહદ ઉત્પન થયો. એ દોહદ અકથ્ય હોવાથી સુનંદા મનમાં જ ચિંતા કરી ઉદાસ બની જતી. ... ૨૭૦ સુનંદા લજ્જાના કારણે કોઈને દોહદની વાત ન કહી શકી ત્યારે તે દુબળી થવા લાગી. તેનું મુખ અને શરીર પીળું (નિસ્તેજ) બન્યું. તેનું સૌંદર્ય ઢળવા લાગ્યું. તેના શરીરનો વર્ણ કાળો બન્યો. ... ર૭૧ એક દિવસ કુમારે સુનંદાને જોઈ(તેની આંખોમાં અશ્રુ હતા. તે પતિ સમક્ષ પરાણે હસવાનો પ્રયત્ન કરતી હતી) કુમારે મનમાં વિચાર્યું, ‘તે આવી કેમ થઈ ગઈ છે? તેને શું દુઃખ છે?' સુનંદા અથડાતી, પડતી આમતેમ ફરતી, ઊંડો શ્વાસ લઈ નિસાસો નાંખતી હતી. ... ૨૭૨ સુનંદાને મૃત પ્રાયઃ સમાન જોઈને રાજકુમાર શ્રેણિકનું મન બેચેન બન્યું. (હું પૂછીશ તો મને નહીં બતાવે તેથી) તેમણે સાસુને જઈ પૂછયું, “તમારી પુત્રી પ્રતિદિન કેમ સુકાતી જાય છે ? તે આવી વિકરાળરૂપવિહોણી કેમ દેખાય છે?' ... ૨૭૩ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સાસુએ કહ્યું, “તેની આવી નાજુક અવસ્થા થઈ તેમાં જવાબદાર ગર્ભદોષ અથવા પૂર્વ કૃત કર્મ હોઈ શકે. સંભવ છે કે સુનંદાના મનમાં કોઈ દોહદ હોય, જે તે કહેતી નથી. હું તેની આવી કોઈ પરિસ્થિતી વિશે જાણતી નથી”. .. ર૭૪ કુમારે કહ્યું, “સાસુજી! તમે હમણાં જ સુનંદાને પૂછજો કારણ કે શરમ રાખવાથી સમય જતાં સર્વ કાર્યો નષ્ટ થાય છે.' શેઠાણી પોતાની પુત્રી સુનંદા પાસે આવ્યા. તેમણે દીકરીના મસ્તકે હાથ ફેરવતાં પ્યારથી પૂછયું, “મારી વ્હાલી પુત્રી !તને કઈ બાબતની ચિંતા છે?” સુનંદાએ કહ્યું, “માતા!મારા મનમાં જે દોહદ ઉત્પન્ન થયો છે તેને કોઈ પૂર્ણ કરી શકે તેમ નથી. એ દોહદની વાત અસાધ્ય હોવાથી કરવા જેવી નથી” માતાના આગ્રહથી સુનંદાએ કહ્યું, “હું રાજરાણીની જેમ શિબિકામાં બેસું તેમજ રાજાની પુત્રી અને રાજા પણ મારી સાથે આવી બેસે. ..૨૭૬ નગરમાં તે દિવસે સર્વત્ર અમારિ પ્રવર્તન થાય. હું હાથીની અંબાડી ઉપર બેસી જિનેશ્વર દેવના દર્શન કરવા જાઉં. એ દોહદ-મનોરથ મને ઉત્પન્ન થયો છે. માતા!મારા મનની વાત મેં તમને જણાવી દીધી.” ... ... ૨૭૫ સુનંદાને આશ્વાસન આપી માતા જમાઈ પાસે આવી. સાસુએ જમાઈને સુનંદાના દોહદની વાત કહી. રાજકુમાર શ્રેણિકને ચિંતા થઈ કે “આ વિષમ દોહદ શી રીતે પૂર્ણ કરવો?” તેઓ દોહદપૂતિના વિચારો ચિંતવવા લાગ્યા. ... ૨૭૮ રાજકુમાર શ્રેણિકે ધનાવાહ શેઠને વાત કરતાં કહ્યું, “(ધર્મ કાર્યની ઈચ્છા મહાન પુણ્યોદયથી થાય છે.) શેઠજી! તમે આળસ ત્યજી આ મનોરથ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારી પુત્રીનો દોહદ દર્શાવે છે કે તેના ઉદરમાં કોઈ ભાગ્યશાળી જીવ છે તેથી તેની આ ઈચ્છાઓ પૂર્ણ કરવી જ પડશે.” ... ૨૭૯ શેઠે તરત જ કહ્યું, “કુમાર! સાંભળો મારી પુત્રીનો દોહદ પૂર્ણ કરવાનો એક જ ઉપાય છે.” સાંગણના પુત્ર કવિ ઋષભદાસ કહે છે કે, શેઠે કહ્યું, “હું મારી પુત્રીનો દોહદ જરૂર પૂર્ણ કરીશ' ... ૨૮૦ દુહા : ૧૯ સેઠિ કહઈ સુણિકુમર તૂએક ઉપાય એહ, નૃપ ધરિ બેટી લાકડી, આંખિં આંધિ તેહ .. ૨૮૧ અર્થ - શેઠે કહ્યું, “કુમાર! સાંભળો મારી પુત્રીનો દોહદ પૂર્ણ કરવાનો એક ઉપાય છે. રાજમહેલમાં રાજાની (સુલોચના નામની) એક વહાલી પુત્રી છે. તે જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. ... ૨૮૧ ઢાળ ઃ ૧૬ દોહદપૂર્તિ એણી પરિ રાજ કરતા એ દેશી. રાગ : ગોડી. કુમરી નયણ વિશાલ રે, પણિ નવિ દેખતી; મનઈ આણિ સહુ તેહની એ. •.. ૨૮૨ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ••• ૨૮૩ ... ૨૮૪ ૨૮૫ ... ૨૮૬ ••• ૨૮૭ • ૨૮૮ ૨૮૯ કુમર કહઈ સુણિ સેઠ રે, રત્ન દેઉં તુઝ; જઈ કરિ કુમરી દેખતી એ. આપઈ વર જવ રાય રે, નવિ લેયો કસ્યુ; કુમરી ડોહલો પૂરયો એ. રત્ન નવણનું નીરે, વાણીગ લેઈ કરી; રાજ સભામાં આવી છે. કિહાં કુમરી રાય રે, તેડો અઇહાં સરી; કીજઈ નયણે દેખતી એ. દીજઈ માનવ બહુ રાય રે, આસણ આપતો; વચનિ બહુ સંતોષતો એ. તેડી પુત્રી તામ રે, નામ સુલોચના; રૂપિ સુરની સુંદરી એ. લેઈ સેઠ તિહાં નીર રે, લોચન છાંટતો; હોય નયણ બે નિરમલાં એ. હરખઈ નરપતિ તામ રે, માગિ વાણિગ બહુ જે માગઈ તે દેઉં સહુ એ. વણિગ કહઈ સુણિ રાય રે, ડોહલો અમ કુમરી; કેહિતાં લજા ઉપજઈ એ. નૃપ કહઈ મુંકી લાજ રે, કાજ કહો સહી; વિષમ કાજ કરવું સહી એ. વરતાવીય અમારિ રે, પુત્રી ગજ ચડઈ; તુમ બેઠી પુઠિ સહી એ. . નૃપ કહઈ થોડું કાજ રે, ચિંતા તુમ કસી; જંત જીવાડયા થઈ ખુસી એ. તેડી સુનંદા તામ રે, ગજ ગંધિં ધરી; આપ સુતા પુષ્ઠિ કરી એ. નરપતિ ચઢી પુહિં રે, ભંભા વાજતિ; જઈ જિન મંદિર જુહારીયા એ. પૂજી જિનવર પાય, પુત્રી તવ વલી; સકલ મનોરથ તસ ફિલઈ એ. •.. ૨૯૦ ••• ૨૯૧ ••• ૨૯૨. • ૨૯૩ • ૨૯૪ •• ૨૯૫ ••• ૨૯૬ ••. ૨૯૭. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” રહ ••• ૩૦૦ ••• ૩૦૨ ... ૩૦૩ ... ૩૦૪ હરખ્યો સાહિ શ્રેણિક રે, તામ સુત નંદા રે; સુલોચના સહીઅર કરી રે દીઈ સાધનિ દાન રે, જિન પૂજા કરઈ; નવપદ હઈડામાં ધરઈ એ કરિઉં ધૃતનું લહેણ રે, ચીવર બહુ દીઈ; શુભ ધ્યાનિ નારી રમઈ એ એક દિન શ્રેણિક રાય રે, બેઠો માલઈ; નારી પ્રીતિ નૃપ એમ કહઈ એ હોસઈ તાહરઈ પુત્ર રે, નામ ધરૂં તદા; અભયકુમાર હુઉ રૂડો એ પુછઈ પ્રેમિં તામ રે, કહો કંતા મુઝ; વાસ તુમારો કિહાં વલી એ નગર રાજગ્રહી જ્યાંહિ રે, હું તસ ગોપાલ; ધોલે ટોડે હું રહું રે સુણી વચન તિહાં નારિ, મન હરખાઈ ઘણું; મન રંજઈ ભરતારનું એ સુખિં રહઈ શ્રેણિક કરે, ત્રષભ કહઈ સુણો; પ્રસેનજીત તણી કથાય . ૩૦૬ અર્થ - રાજકુંવરી સુલોચનાના સુંદર, વિશાળ નયનો છે પરંતુ તે જોઈ શકતી નથી.(રાજાને તેની ખૂબ ચિંતા થાય છે) રાજાને તે પ્રિય હોવાથી બધાજ તેની આજ્ઞા માને છે.” ... ૨૮૨ રાજકુમારે તરત જ કહ્યું, “શેઠજી ! રાજકુમારીની દૃષ્ટિ પાછી લાવવા હું તમને એક રત્ન આપું છું. તે રત્ન લઈ તમે રાજા પાસે જાવ.(સોનાના પ્યાલામાં પાણી ભરી તેમાં રનને ડુબાડજો, તે પાણી રાજકુમારીની આંખે ચોપડજો) તમે રાજકુમારીને દૃષ્ટિ આપો. ... ૨૮૩ રાજા જ્યારે ખુશ થઈ કોઈ બક્ષીસ આપે ત્યારે તેનલેતાં, તેના બદલામાં તમારી પુત્રીનો દોહદ પૂર્ણ કરવાની વાત કરજો.” ... ૨૮૪ શેઠ રન નવાણનું નીર લઈને રાજ્યસભામાં આવ્યા.(રાજાએ શેઠનું સ્વાગત કર્યું) . ૨૮૫ શેઠે કહ્યું, “રાજ! આપની પુત્રી સુલોચના ક્યાં છે? તેને અહીં લઈ આવો(પરમેશ્વરની કૃપાથી) તેને આજે દષ્ટિ મળશે.” .. ૨૮૬ રાજાએ શેઠને ખૂબ સન્માનપૂર્વક ગાદી પર બેસાડ્યા. રાજા શેઠ સાથે આત્મિયતાપૂર્વક વાતો કરવા લાગ્યા. શેઠે રાજાને સંતોષકારક વચનો કહ્યાં. •••૨૮૭ •.. ૩૦૫ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ હતી. ત્યાં રાજકુમારી સુલોચનાદાસીઓ સાથે રાજસભામાં આવી. તે વર્ગની દેવાંગના જેવી સ્વરૂપવાન .. ૨૮૮ શેઠે રન નવાણનું નીર લીધું.(નવકારમંત્રનું સ્મરણ કરી) તે પાણી રાજકુમારીની આંખો પર ચોપડવું. (ત્યાં તો ચમત્કાર થયો !) રાજકુમારીના બને નયનો નિર્મળ થતાં તેને દૃષ્ટિ મળી. ...૨૮૯ રાજાના હરખનો પાર ન રહ્યો.(રાજકુમારી પણ ખુશીથી નાચવા લાગી. રાજા ઊભા થઈ ધનાવાહ શેઠને ભેટી પડવા) રાજાએ કહ્યું, “શેઠજી!(તમે મારા પરિવાર પર ઘણો ઉપકાર કર્યો છે.) તમે જે માંગશો તે હું આપીશ. તમે માંગો તમને શું જોઈએ છે?' શેઠે કહ્યું, “મારી પુત્રી સુનંદાને એક દોહદ ઉત્પન થયો છે પરંતુ તે દોહદ કહેતાં મારી જીભ ઉપડતી નથી. મને લજ્જા-સંકોચ થાય છે.” . ૨૯૧ રાજાએ કહ્યું, “શેઠજી! તમારી પુત્રી એ મારી પુત્રી છે તેથી તમે બોલો તેની શી ઈચ્છા છે? તમે શરમ છોડી જે હોય તે કહો. વિષમ કાર્ય હશે તો પણ તમારી પુત્રીની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે.”... ર૯૨ શેઠે કહ્યું, “રાજ્યમાં અમારિ પ્રવર્તન થાય. મારી પુત્રી સુનંદા હાથીની અંબાડી પર બેસે. તેની સાથે તમારી પુત્રી પણ પાછળ બેસે.” ... ર૯૩ રાજાએ કહ્યું, “અરે ! આટલા નજીવા કાર્ય માટે તમે આટલી ચિંતા કરો છો? તેનો દોહદ અતિ ઉત્તમ છે. અમારિ પ્રવર્તન કરી જીવ જંતુઓને બચાવવાની ભાવનાથી હું ખુશ થયો છું.” ... ર૯૪ રાજાએ ધનાવાહ શેઠની પુત્રી સુનંદાને બોલાવી પટ્ટહસ્તિ પર રાજરાણીની જેમ અંબાડીમાં બેસાડી તેની પાછળ પોતાની પુત્રી સુલોચનાને પણ બેસાડી. ... ર૯૫ પટ્ટહસ્તિ પર સુલોચનાની પાછળ રાજા પણ બેઠા. તેમણે માર્ગમાં ભંભા વગાડી.(મંત્રી, સેનાપતિ અને હજારો સ્ત્રી-પુરુષોનું સરઘસ સાથે ચાલ્યું. સુનંદા અને સુલોચનાએ ગરીબોને મુક્ત હાથે દાન આપ્યું) તેમની સવારી જિનમંદિર પાસે આવી. સુનંદાએ જિનમંદિરોમાં જઈ જિન દર્શન કર્યા. .. ૨૯૬ સુનંદા અને સુલોચનાએ જિનચરણોની પૂજા કરી. સુનંદાની સર્વ મનોરથો પૂર્ણ થયા.... ૨૯૭ ધનાવાહ શેઠ અને રાજકુમાર શ્રેણિક પણ સુનંદાનો વિષમ દોહદ પૂર્ણ થવાથી ખુશ થયા. સુનંદા પણ આનંદિત થઈ. સુનંદાએ સુલોચનાને પોતાની સહિયર બનાવી. ... ર૯૮ સુલોચના નિત્ય અનેક સાધુ-સાધ્વીજીને આમંત્રિત કરી સુપાત્રદાન આપતી. તે નિત્ય જિન પૂજા કરતી. તે નમસ્કાર મહામંત્રનું સદા સ્મરણ કરતી. ... ર૯૯ તેણે રાજ્યમાં ઘીનાં ડબ્બાની લહાણી પ્રભાવના કરી તેમજ ઘણાં ગરીબોને વસ્ત્રો વગેરે દાનમાં આપ્યા. તે સદા શુભ ધ્યાનમાં રહી પુણ્યનાં કાર્યો કરતી રહી. ... ૩૦૦ એક દિવસ રાજકુમાર શ્રેણિક હવેલીના શયનખંડમાં બેઠા હતા. ત્યારે તેમણે સુનંદાને પ્રેમપૂર્વક .. ૩૦૧ દેવી! તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તેને અભયકુમાર જેવું અર્થસભર સુંદર નામ આપશું કહ્યું. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ...૩૦૨ કારણકે તમને ગર્ભ સમયે સર્વ જીવોને અભયદાન આપવાની ઈચ્છા થઈ હતી.’’ પતિનો આનંદિત ચહેરો જોઈ સુનંદાએ અવસર જોઈ પ્રેમથી પૂછ્યું, “હે સ્વામી! તમે ક્યાંના રહેવાસી છો ? તે મને કહો.’ ...૩૦૩ કુમારે કહ્યું, “દેવી! હું જ્યાં રાજગૃહી નગરી છે ત્યાંનો ગોપાલ છું. સૌથી ઊંચા, સફેદ દીવાલોવાળા ભવનમાં રહું છું.'' (પાક્કુર યા ગોપાના વયં રાનગૃહે પુરે) સુનંદા પતિના વચનોથી સમજી ગઈ કે તેઓ કોઈ મંત્રી કે રાજાના પુત્ર હોવા જોઈએ. સુનંદાનું મન પ્રસન્ન થયું. સુનંદા સદા પતિનું મન આનંદમાં રહે તેવું પ્રિય કાર્ય જ કરતી. ... ૩૦૪ ... ૩૦૫ ધનાવાહ શેઠની હવેલીમાં રાજકુમાર શ્રેણિક આનંદથી રહેતા હતા. કવિ ઋષભદાસ કહે છે કે, હવે રાજગૃહી નગરીના મહારાજા પ્રસેનજિતની કથા સાંભળો. ... ૩૦૬ દુહા : ૨૦ પ્રસેનજીત પ્રથવી ઘણી, કરતો અસ્યો વિચાર; શ્રેણિક સૂત પરદેસ ગયો, કહોનિં દેસ્યુંભાર ૩૦૭ : અર્થ - રાજગૃહીનગરીના ધણી પ્રસેનજિત રાજાએ એક દિવસ મહેલમાં બેઠાં બેઠાં વિચાર કર્યો કે, ‘મારો બુદ્ધિશાળી અને ચતુર પુત્ર શ્રેણિક તો આ રાજ્ય છોડી પરદેશમાં ગયો છે.(તેના કોઈ પાછા આવવાના સમાચાર નથી.) આ રાજ્યનું ઉત્તરદાયિત્વ હું કોને સોપું ? કોને યુવરાજ બનાવું ?’ ચોપાઈ : ૪ પુત્ર વિરહનો ખેદ ...૩૦૭ અસિઉં ચિંતવઈ પ્રથવીરાય, દિલ સિઉં બહુ ચિંતાતુર થાય; કવણ દેસ ગયો મુઝ પુત્ર, કવણ સોપ્યું ઘરનું સૂત્ર પુત્ર નવાણું નહી ગુણવંતા, તે પરજાનિં નવિ પાણંતિ; અસિÎ વિમાસઈ રાજા જસંઈ, શ્રુક સંબોધન આવ્યો તસંઈ મલ્યો રાયનિં કીધી ભેટી, વણજારો એમ બોલઈ નેટી; પુત્ર એકસો હુંતા આંય, નવાણું દીસઈ તે કાંય તવ નર પતિ બોલઈ તસ ઠારિ, રત્ન રહઈ કિમ મહારઈ બારિ; મહારી બુધિ તે મુઝનઈ ફલી, જગ મોહન સુત ચાલ્યો વલી પરીક્ષા તેહની કોધી ઘણી, મુઝ આગન્યા ધરતો સિર ભણી; મહારઈ કુવચનં તે ગયો, વલતો તે પરગટ નવિ થયો ક્ષુક સંબોધન બોલ્યો તામ, સુણિ શ્રેણિક રહેવાનો ઠામ; બેનાતિટ રહે ધનાવો સાહ, રહઈ સુનંદા સિંઉં તિહાં રાય રાય કહઈ નવિ માનૂં ત્યાંહિં, મુઝ નયણે ન દેખ્ખું જ્યાંહિ; મીઠે વચને બહુ મુઝ કહઈ, સુતની સુધિ કો નવિ લહઈ ન For Personal & Private Use Only ૩૦૮ ૩૦૯ ... ૩૧૦ ...૩૧૧ ૩૧૨ ૩૧૩ ... ૩૧૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ ••. ૩૧૬ ... ૩૧૭ ••• ૩૮ • ૩૧૯ કઈ વનિ વાયડૂ ખાધો એહ, કઈ પરમંદિર પેટ ભરે; ભૂખ તરસ કિમ ખમતો હસઈ, ગયો ક્યાંહિ મ્યું પરગટ થઈ .. ૩૧૫ તવ નાયક બોલ્યો નિરધાર, તુમ બેટઈ કીધો વ્યાપાર; ગુણ કિધો તેણિ અમ ઘણો, પાર નહી તેહની બુધિ તણો મિં ભાખિઉં જવ તેનું નામ, તું શ્રેણિક રાજગ્રહી ઠાંમ; એણઈ વચની તે ખીજ્યો તામ, કાં ન રાખી મહારી મામ મુઝ વારયો મિં ખાધી નીમ, હું બોલ્યો તે લાજી સીમ; બેનાટિમાં તો નિરધાર, ખુસી કરઈ તિહાં રાજ કુમાર એહમાં જો કાંઈ જુદું હોય, બાલહત્યાદિક પાતિક જોય; નૃપ કહઈ કોહનિ કેહસ્ય મ વાત, વાંચી સમસ્યા આવસઈ જાત શુદ્ધ વાત જાણી તિહાં સહુ, વધામણી તસ આપી બહુ સંગણ સુત કહઈ લખતો રાય, કિમ શ્રેણિલ લાગઈ નૃપ પાય અડલ આદિ અક્ષર વિણ માલવલધો, મધ્ય અક્ષર વિણ જગ સહિં ખધો; અંતિ અક્ષર વિણ પંથ પ્રસિધો, ચિહુ દસયાલિ વાય બધો .૩૨૧ અર્થ:- “આ રાજ્યના ઉત્તરાધિકારી કોને બનાવું? આ રાજ્યનો ભાર કોને સો? શ્રેણિક કુમાર કયા દેશમાં ગયો હશે?' આવા વિચારોથી મહારાજા પ્રસેનજિતનું દિલ ખૂબ ચિંતાતુર રહેતું હતું. ... ૩૦૮ મારા ભલે બીજા નવાણુ પુત્ર હોય પરંતુ તેઓ અવિનીત હોવાથી (પ્રજાનું પુત્રની જેમ) પાલનપોષણ યોગ્ય રીતે નહીં કરી શકે.” રાજા સતત આવા વિચારોથી ગહેરી ચિંતામાં ડૂબેલા હતા. તે સમયે શ્રુક સંબોધન સાર્થવાહદેશ-વિદેશમાં ફરતો ફરતો રાજગૃહી નગરીમાં આવ્યો. ... ૩૦૯ સાર્થવાહ રાજાને મળવા રાજદરબારમાં આવ્યો. તેણે રાજાને કિંમતી વસ્તુઓનું નજરાણું ભેટ ધર્યું. તેણે રાજાની કુશળતા પૂછી. (સાર્થવાહે જોયું કે રાજાના નવાણુ પુત્રો ઝઘડી રહ્યાં હતાં.) ચતુર સાર્થવાહે તરત જ પુછયું, “રાજન ! આપના સો પુત્રોમાંથી નવાણુ પુત્રો જ કેમ દેખાય છે?” . ૩૧૦ ત્યારે મહારાજા પ્રસેનજિત તરત જ બોલ્યા, “રત્ન જેવો મારો પુત્ર દુર્ભાગ્યથી મારા મહેલે ક્યાંથી રહે? મારી જ અવળી મતિ અને ભારે પડી. મારા કટુવચનોએ તેનું હૃદય વીંધી નાખ્યું તેથી સૌને પ્રિય અને મનમોહક એવો વિનયી પુત્ર નગર છોડી પરદેશ ચાલ્યો ગયો. ... ૩૧૧ મેં અનેક રીતે તેની બુદ્ધિની પરીક્ષાઓ કરી. તે પરીક્ષામાં નિપુણ ઉતર્યો. તે સદા મારી આજ્ઞા માનનારો આજ્ઞાંકિત પુત્ર હતો. મારા કુવચનોથી તે રાજ્ય છોડીને ગયો તે ગયો ત્યાર પછી આજ દિવસ સુધી પાછો નથી આવ્યો.” .. ૩૧ર મહારાજા પ્રસેનજિતની પુત્રવિરહની વ્યથા સાંભળી સાર્થવાહે તરત જ કહ્યું, “રાજનું! મેં આપના પુત્ર શ્રેણિક કુમારને જોયો છે. તે બેનાતટ નગરમાં ધનાવાહ શેઠને ત્યાં રહે છે. આપનો પુત્ર ધનાવાહ શેઠની For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પુત્રી સુનંદા સાથે વિવાહ કરી ત્યાં સુખેથી રહે છે.’' ૩૧૩ મહારાજાએ કહ્યું, ‘‘સાર્થવાહ ! તારી વાત પર હું ભરોસો કેવી રીતે કરું ? જ્યાં સુધી હું સ્વયં મારા પુત્રને ન જોઉં, ત્યાં સુધી બીજાની વાતો પર વિશ્વાસ કેમ કરું ? વળી સાર્થવાહ ! તું મને સારું લગાડવા મીઠું મીઠું. બોલે છે પણ આજ દિવસ સુધી મારા પુત્રના કોઈએ સમાચાર કેમ ન આપ્યા’' ... ૩૧૪ રાજાએ(સાર્થવાહની વાતોમાં સત્યતાનો અંશ પારખવા) કહ્યું, “તે કયા વનમાં રહ્યો હતો ? ત્યાં તેણે શું વાયડું(ગેસ ઉત્પન્ન કરે તેવું) ભોજન ખાધું ? તેણે કયા અજાણ્યા ઘરે પેટ ભર્યું ? રાજમહેલમાં રહેનારા મારા પુત્રે ભૂખ-તરસની પીડા કેવી રીતે સહન કરી હશે ? તે દેશ-પરદેશમાં ક્યાં ક્યાં ફર્યો ? સાર્થવાહ ! શું આ સર્વ માહિતી તું મને આપી શકીશ ?’’ . ૩૧૫ સાર્થવાહે મક્કમતાપૂર્વક કહ્યું, “મહારાજ! હું જૂઠું નથી બોલતો. તમારા પુત્ર સાથે મેં બેનાતટ નગરે વ્યાપાર કર્યો છે. તેણે મારા પણ ઘણો ઉપકાર કર્યો છે. (તેની કુશાગ્ર બુદ્ધિની પ્રશંસા શું કરું !) તેની બુદ્ધિ સાગર સમાન અપાર છે. ૩૧૬ (ધનાવાહ શેઠને ત્યાં મેં તેને ઓળખી લીધો)મેં જ્યારે તેમનું નામ લઈને પૂછ્યું કે, કુમાર ! તમે રાજગૃહી નગરીમાં રહો છો. તમારું નામ શ્રેણિક છે ? મારાં આ વચનો સાંભળી રાજકુમાર મારા પર ખૂબ ખીજાયો. તેમણે મારી પ્રતિષ્ઠાનો કોઈ પણ વિચાર ન કર્યો. ૩૧૭ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ કુમારે મને પોતાનો પરિચય આપતાં અટકાવ્યો. મેં તે સમયે કોઈને ન કહેવાનો નિયમ લીધો. આપની દયનીય સ્થિતી જોઈ મેં કુમારની જાણકારી આપી. મેં મારી મર્યાદાનો ભંગ કર્યો છે. બેનાતટ નગરમાં ધનાવાહ શેઠને ત્યાં તે આનંદથી રહે છે. તે ચોક્કસ રાજકુમાર શ્રેણિક જ છે. ... ૩૧૮ મહારાજા ! (આ વાત તદ્દન સત્ય છે) જો હું કાંઈ જુંઠું બોલતો હોઉં તો મને બાલહત્યા, ગૌહત્યા આદિનું પાપ લાગશે !'' (પુત્રના સમાચારથી મહારાજાની આંખોમાં ઝળહળિયાં આવ્યાં.) મહારાજાએ અગત્યની સૂચના આપતાં સાર્થવાહને કહ્યું, ‘‘આ વાત બીજા કોઈને ન કહેજે. હું એક પત્ર બેનાતટ નગરે મોકલીશ. વાસ્તવમાં જો એ શ્રેણિક હશે તો મારી સમસ્યા વાંચી તે સ્વંય આવશે.’' ન ૩૧૯ મહારાજાએ પુત્રની વધામણીનાં સારા સમાચાર સાંભળી સાર્થવાહને ખુશાલી નિમિત્તે કિંમતી વસ્તુઓ ભેટ આપી ખુશ કર્યો. કવિ કહે છે કે મહારાજા સમસ્યાની ભાષામાં કુમારને પત્ર લખે છે. હવે રાજકુમાર શ્રેણિક પોતાના પિતાનો કેવો વિનય કરશે (પગે લાગશે) તે સાંભળો. ૩૨૦ આદિ અક્ષર, જેના વિના માનવ જીવન શક્ય નથી. મધ્યમ અક્ષર વિના જગતનો આધાર શક્ય નથી. અંતિમ અક્ષર વિના પંથ પર ચાલવું શક્ય નથી.(અર્થાત્ શ્રેણાંજ = ડાંગર, તેનું બીજ = ચાવલ. તેનો પ્રથમ અને અંત્ય અક્ષર = ચાલ થાય. દેહનો આધાર = પ્રાણ થાય, તેનો અંત્ય અક્ષર = ણ એટલે ચાલણ થયું. હે બુદ્ધિમાન ! ઉતાવળથી આ તરફ પ્રયાણ કરજો.) ચારે દિશાઓમાં વાયુ ફુંકાય છે, અર્થાત્ તારા વિના રાજ્ય વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ૩૨૧ For Personal & Private Use Only ... Page #88 -------------------------------------------------------------------------- ________________ ઢાળ : ૧૭ પુત્રને નિમંત્રણ ગુરુ ગીતારથ મારગ જોતાં એ દેશી શ્રેણિક નઈ સમસ્યા મોકલતો, વાહી સ્વાન લઈ ખીરો; જલ ખાય મયહી ભાત સંતોષા, તે ન રહઈ અહી વીરો હો પૂતા વેગિં આવો આહીં, મુઝ અવગુણ નઈ વચન વેગીલાં; મત રાખો મનમાંહિ હો પૂતા, વેગિં આવો આંહી ભંભાસાર ગ્રહી જેણિં પુરષ્ટિ, તે નવિ ભમઈ પરદેસ્યો; માતા પિતા મૂકી વણિક ઘરિ, ન રહઈ તે લવ લેસ્યો હો કુત્ચર કહેતાં ઈહાં કણિ ખીજ્યો, રહિં સાસરામાંહિ; એ તો હીણ પદ મોટું તુઝ, ઉત્તમ ન રહઈ પ્રાંäિ શ્રેણિક નઈ કાગલ પાઠવીઉ, લખીઉ લેખ અપારો; ગેહ જમાઈ કુકરઈ જો, એ બેહમાં કુણ સારો પ્રસેનજીત કહઈ પૂત વિચારો, કુંતો છઈ અગેન્યાનો; ગેહ જમાઈબ તેથી ભૂંડો, ખાય પચારયો ધાનો લખી લેખ મોકલીઉં ત્યાહિં, આવ્યો શ્રેણિક જ્યાંહી કાગલ કુમર તણઈ કરિ દીધો, અતિ હરખ્યો મન માંહિ અખ્યર તાત તણા ઉલખતો, વાંચતાં બહુ નેહો; નયણે નીર વહઈ તિહાં પ્રેમિં, જિમ આસાઢી મેહો વાંચી સીસ ધૂણાવઈ શ્રેણિક, સ્વાન થકી કસ્યો હીણો; કઠિણ વચન સ્યું લખીઈ પાછું, ચિંતઈ એમ સુઝ લીણો માત તાત ગુરૂ બંધવ મોટો, સેઠ તણઈ સિર નામો; કવિ કહઈ કઠિણ વચન તેણેિ ભાખિઉં, તિહાં નવિ થાય શ્રેણિક લેખ લખઈ તિહાં પાછો, નૃપ અપમાન્યો જેહો; ઠેઠેરચો જે ઠામ ન છાંડઈ, હીણ સ્વાનથી તેહો રે સ્વામી એહ લેખ વાંચવો... આંચલી ઘર જમાઈ સ્વાન મંદિરનો, તે પૂર હોંસ કરેસઈ; તે પણિ ઉપમાન્યાં છોરૂં રાજા, મરઈ કે જાય પરદેસઈ રે કરઈ ત્રજના મારઈ મોહકમ, જે હોઈ વલભ પ્રાણો; પણિ અભ જેહવા ભુંડઈ વચને, ન રહઈ પુરુષ સુજાણો હો. For Personal & Private Use Only ... ૩૨૨ ... ૩૨૩ ૩૨૪ હો. પૂ ૩૨૫ હો. પૂ ૩૨૬ હો. પૂ. ૩૨૭ હો. પૂ. ૩૨૮ હો. પૂ. ૩૨૯ હો. પૂ. ... ૩૩૦ હો. પૂ. ૩૩૧ હો. પૂ. ૩૩૨ હો. પૂ. ૩૩૩ સ્વામી. ૬૯ ૩૩૪ સ્વામી. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' રાય પસાય જોઈ ઈ જેણી વેલા, તવ ઉતારો નેહો; તો સુત ન રહઈ પણિઈ થાનકિ, રીદય વિચારો એવો રે ... ૩૩૫ મવામી. એક પ્રતિ ઘો વસતુ સુખડી, એક પ્રતિ ઘો ગાલો; એમ અંતર નવિ કીજઈ સ્વામી, સરખે નયણે નિહાલો રે ... ૩૩૬ સ્વામી. પુત્ર સુપુત્ર હોઈ જે સખરો, તાત વચન નવિ લોપઈ; કુટક વચન બોલઈ ગુરૂ ક્યારઈ, ઉત્તમ શિષ્ય નવિ કોપઈ રે .. ૩૩૭ સ્વામી. માય તાત ગુરૂ ભૂપતિ કે, જવ લહીઈ અપમાનો; દેસ નગર પુર લવ ઠંડી જઈ, જો કાંઈ હઈડઈ સાનો રે ... ૩૩૮ સ્વામી. તુમ ઉપમાન હવું મુઝ ઉપરિ, તવ લીધો પરદેસો રે; તાત વચન સિર ઉપરિ ધરતાં, સકલ વસ્ત લહેસ્યો રે ... ૩૩૯ વામી. એક શત પગનો નાથ ખરજૂરો, કબી એક ત્રુટો એકો; કસિઉં કાજ અડઈ નહીં પંથિ, આણઈ પ્રથવી છેકો રે .... ૩૪૦ સ્વામી. તિમ તમ બેટા થઈ એકસો, બહુ બુધ્યવંતા રવામ્યો; એક મુરિખ શ્રેણિક અહી આવી, કસ્યઈ આવસઈ કામ્યો રે ... ૩૪૧ સ્વામી. અસ્સો લેખ લખી પાઠવતો, પ્રસેનજીત નઈ ત્યાંહિ; વાંચતો લોચન બે ઠરી, ખુશી થયો તે મનમાંહિં રે ... ૩૪ર સ્વામી. વચન તણી ચતુરાઈ દેખી, હરખ્યો પ્રથવી ભૂપો; સભામાંહિ પ્રસસ્યો સુત નઈ, દેખી વિનય સરૂપો રે ... ૩૪૩ સ્વામી. પુત્ર નવાણું એણી પરિ બોલઈ, કીજઈ અમનિ સનાથો; શ્રેણિક ભાત તણઈ તેડાવો, પેખી સખરો સાથો રે ... ૩૪૪ સ્વામી. સાંગણ સુત કહઈ નગરી નરપતિ, પુનરપિ લેખ લખતો; અંતિ પ્રભવ્યો રોસ ન રાખઈ, જે ઉત્તમ ગુણવંતો રે ... ૩૪પ રવાણી. અર્થ :- (મહારાજા પ્રસેનજિતે પુત્રને પત્ર લખ્યો. સુમંગલ નામના વિશ્વાસુ દૂત સાથે મોકલાવ્યો) તેમણે પત્રમાં સમસ્યા ઉપરાંત લખ્યું કે, “ભયાનક વિકરાળ જંગલી કૂતરાઓ ધસી આવ્યા, ત્યારે ખીરની થાળીઓ તેની સમક્ષ ધરી તેં શાંતિથી ખીર ખાધી. તે રીતે બીજીવાર મીઠાઈના ભરેલા બાંધેલા કરંડિયામાંથી તેં મીઠાઈ ખાધી. તે મુખ બાંધેલા માટલાને કપડું વીંટી ઝમતું પાણી પીધું. (તેં તારા ભાઈઓને પણ ખવડાવી પીવડાવી સંતુષ્ટ કર્યા.) આવો હોંશિયાર અને શૂરવીર પુત્ર પરદેશ જશે પણ અહીં નહીં રહે એવી મને ખાતરી હતી...... ૩રર હે પુત્ર! તું મને મળવા જલ્દીથી અહીં આવ. પુત્ર મારાં કડવાં અને તીક્ષ્ણ વચનોથી તારું દિલ દુભાયું છે, તે હું જાણું છું. પુત્ર! મારા વચનોનું તું દિલમાં માઠું ન લગાવીશ. તું જેમ બને તેમ જલ્દીથી અહીં પાછો For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ આવ. ...૩૨૩ હે પુત્ર! તારા ગુણોનાં હું શું વર્ણન કરું ? ભંભાસાર ગ્રહણ કરનાર મારો બુદ્ધિશાળી પુત્ર કદી પરદેશમાં ભટકે ખરો ? પોતાના માતા-પિતાને છોડી તે વણિકને ત્યાં રહે ? ૩૨૪ ... ‘શ્વાન’ શબ્દ કહેતાં તું ગુસ્સામાં ઘરબાર છોડી ચાલ્યો ગયો. સ્વમાની એવો તું સાસરામાં જઈને વસ્યો ? આ સૌથી વધુ ખરાબ કહેવાય. ઉત્તમ મનુષ્યો મર્યાદાથી વધુ સાસરામાં રહેતા નથી. ... ૩૨૫ મહારાજા પ્રસેનજિતે પત્રમાં રાજકુમારને કડક પરંતુ થોડાં શબ્દોમાં ઘણું લખ્યું. ‘શ્વાન’ કહેતા ઘરનો ત્યાગ કરનાર તું ‘ઘરજમાઈ’ બનીને રહ્યો ?, તેમાં તેં શું સારું કાર્ય કર્યું ?’' ... ૩૨૬ મહારાજા પ્રસેનજિતે (માર્મિક બોધ આપતાં) કહ્યું, “હે વિવેકી પુત્ર! તું વિચાર કર. કૂતરો અજ્ઞાની પશુ છે તેથી હળધૂત થવા છતાં પાછો તે જ સ્થાને આવે છે.ઘરજમાઈ ભૂંડો છે કારણ કે (બીજાના છે મહેણાં ખાઈ) ત્યાં જ રહી પારકાનું ધન ખાય છે. ... ૩૨૭ પ્રસેનજિત રાજાએ પત્ર લખી વિશ્વાસુ દૂત (સુમંગલ) સાથે બેનાતટ નગરે મોકલ્યો. દૂત પૂછતાછ કરી રાજકુમાર પાસે પહોંચ્યો. દૂતે તેમના હાથમાં પત્ર આપ્યો. પિતાજીનો પત્ર મળતાં જ રાજકુમાર અત્યંત પ્રસન્ન થયા. ...૩૨૮ ‘આ પિતાજીના અક્ષરો છે', એવું જાણીને રાજકુમાર ખૂબ સ્નેહપૂર્વક પત્ર વાંચવા લાગ્યા. અષાઢ મહિનાની મૂશળધાર વર્ષાની જેમ તેમની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. ૩૨૯ (કુમારનું દિલ ભરાઈ ગયું.)કુમારે પત્ર વાંચી માથું ધૂણાવતાં મનમાં વિચાર્યું, ‘શું હું શ્વાનથી પણ હીન છું ? પિતાજીએ ફરી પાછાં કટુવચનો શા માટે લખ્યા છે ?’ સુજ્ઞ એવા રાજકુમાર શ્રેણિક ચિંતન કરવા લાગ્યા. ૭૧ For Personal & Private Use Only ... ...૩૩૦ કવિ ઋષભદાસ કહે છે કે,માતા-પિતા, ગુરુ, જ્યેષ્ઠ બાંધવ અને શેઠને સદા નમસ્કાર કરી આશીર્વાદ મેળવો. તેમણે કહેલાં કટુવચનો હિતકારક હોવાથી તેમનો વિરોધ કરી તેમનું અપમાન કરવું એ યોગ્ય નથી. ... ૩૩૧ કુમારે શાંત ચિત્તે પત્રનો વળતો ઉત્તર આપતાં લખ્યું કે, ‘પિતાજી ! શ્વાન હડધૂત થવા છતાં પોતાનું સ્થાન છોડતો નથી તેથી હીણો કહેવાય છે, તેમ રાજાના અપમાનથી અપમાનિત થયેલો હું જો તે સ્થાનને છોડું નહીં તો શ્વાનથી પણ વધુ હીણો (કનિષ્ક) બનું. ૩૩૨ પિતાજી ! સસરાના ઘરે રહેનાર ઘર જમાઈ અને ઘરનો શ્વાન સમાન છે, તે હું જાણું છું, ઘરજમાઈ રહેવાની મને કોઈ હોંશ નથી પરંતુ જ્યાં સ્વયં રાજા (પિતા) પોતાના પુત્રનું અકારણ અપમાન કરે તો તે પુત્ર (માટે બે માર્ગ છે) પરલોક જાય અથવા પરદેશ જાય. ૩૩૩ પિતાજી ! જે વિકલાંગ હોય તેને ઠપકો આપો, સખ્ત માર મારો તો તેને પોતાના પ્રાણ પ્રિય હોવાથી સહન કરી લેશે (અશક્ત પાસે અન્ય કોઈ ઉપાય નથી) પણ મારા જેવો સશક્ત અને ભણેલો પુરુષ કટાક્ષયુક્ત, અસભ્ય વચનોના બાણો વડે વીંધાઈને શું તે જ સ્થાનમાં રહે ખરો ? ...૩૩૪ ... Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' જ્યારે પિતા તરફથી પ્રશંસા મળવી જોઈએ ત્યારે પ્રેમને બદલે નફરત મળી તેથી હે પિતાજી! હું આપનાનગરને છોડી આ સ્થાને આવ્યો છું. તમે આ વાત અંત:કરણ પૂર્વક વિચારો. ...૩૩૫ પિતાજી! એક પુત્રને તમે ખાવા સુખડી આપો તો બીજા પુત્રને તમે ગાળોનો વરસાદ વરસાવો? આપ સર્વપુત્રોને સમાનદ્રષ્ટિએ જુઓ. તમે સુપુત્ર-કુપુત્ર વચ્ચે પક્ષપાત ન કરો. ... ૩૩૬ જ્યાં સુપુત્ર અને કુપુત્ર વચ્ચે સમાન દૃષ્ટિ હોય છે, ત્યાં કોઈ પુત્રો પોતાના વડીલોનાં વચનોનું ઉથાપન કરતા નથી. ગુરુદેવ પણ પોતાના શિષ્યના ઉજળા ભવિષ્ય માટે ક્યારેક કટુવચનો બોલે છે, ત્યારે ઉત્તમ શિષ્ય ગુરુ પ્રત્યે રોષ પ્રગટ કરતા નથી. ... ૩૩૭ જેના હૈયે કંઈક સ્વાભિમાન છે તેવી વ્યક્તિ માતા-પિતા,ગુરુ અને રાજા તરફથી અપમાનિત થતાં દેશ, નગર અને રાજ્ય છોડી (પરદેશ) ચાલ્યો જાય છે. ... ૩૩૮ પિતાજી! તમે વારંવાર મારું અપમાન કર્યું તેથી મેં પરદેશની વાટ પકડી. પિતાજીના વચનો મસ્તકે ધરતાં (આશીર્વાદથી) મને સર્વ વસ્તુઓ, સર્વ સુખો ઉપલબ્ધ થયાં છે. ... ૩૩૯ હતાત!એકસો પગનો સ્વામી એવો કાનખજૂરો કદી એક પગ તૂટતાં એકલો (અપંગ) બની શકે ? આ પૃથ્વીના છેડા સુધી (જ્યાં સુધી આ પૃથ્વી છે ત્યાં સુધી) કોઈ પણ વ્યક્તિ વિના કોઈનું પણ કાર્ય અટકશે નહિ. ... ૩૪૦ પિતાજી ! કાનખજુરાની જેમ તમારા એકસો પુત્રો છે. તે ઘણાં બળવાન અને વિદ્યાવંત છે. તેમાંથી એક મૂર્ખ એવો શ્રેણિક પરદેશ ગયો, તે તમને શું કામ આવશે? (તેના અભાવમાં તમારું શું કાર્ય અટકશે?) ... ૩૪૧ આ પ્રમાણે પત્ર લખી રાજકુમાર શ્રેણિકે પોતાના પિતા પ્રસેનજિત રાજાને દૂત દ્વારા મોકલ્યો. દૂતે રાજગૃહી નગરીમાં આવી પ્રસેનજિત રાજાના હાથમાં પત્ર આપ્યો. પત્ર જોઈ રાજાના નયનોઠર્યા. “આ શ્રેણિક જ છે, તેવું જાણી રાજાનું મન પ્રફુલ્લિત બન્યું. ... ૩૪૨ રાજકુમાર શ્રેણિકની વાકપટુતાથી પ્રભાવિત થયેલા મગધ દેશના મહારાજા પ્રસેનજિતના હૈયામાં હર્ષની હેલીઓ ચઢી. તેમણે પોતાના વિનયવાન પુત્રની રાજસભામાં તેની ખૂબ પ્રશંસા કરી. .. ૩૪૩ નવાણુ ભાઈઓ તરત જ બોલ્યા, “પિતાજી!ભ્રાતા શ્રેણિકને સારા સથવારા સાથે સત્વરે તેડાવો. મોટાભાઈને અહીં બોલાવી અમને સનાથ બનાવો.” ... ૩૪૪ સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ કહે છે, નગરધણીએ પોતાના સ્વામાની પુત્રને રાજગૃહી નગરીમાં બોલાવવા પુનઃ પત્ર લખ્યો. તેમણે પત્રમાં લખ્યું કે, “પુત્ર! ગુણીજનો બીજા દ્વારા દુભવ્યા છતાં હૃદયમાં કદી રોષ રાખતા નથી ... ૩૪૫ દુહા : ૨૧ ષટ પદ વાહન તાસ સુત, તથિ વાહવતાસ; મનિ કરી તુમ માનયો, હઈઈ જો તુમારઈ રકાસ, અરÉ હંસતુમ કહઈ જઈ ... ૩૪૬ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ •.. ૩૪૯ ... ૩૫૦ •• ૩૫૧ અર્થ - પર્ પગનું વાહન જેવું છે, તેનો તું પુત્ર છે. તને હું બોલાવું છું. તું મન શાંત કરી વિચારજે. મારી સલાહ માનજે. તારા હૈયામાં જ્યાં સુધી પ્રાણ છે, ત્યાં સુધી તું મારી આજ્ઞા માનજે. તું હંસપુત્ર છે. તેને હું હંસ શબ્દનો અર્થ કહું છું. • ૩૪૬ ચોપાઈઃ ૫ મહારાજા પ્રસેનજિત દ્વારા વિનંતીભર્યો પત્ર હંસ અહીં સુણ જેનર સાર, તું પ્રભવ્યો કરજે ઉપગાર; અગર દાંતો આપઈ વાસ, દીઈ પાન મુખિ સખરો સાસ • ૩૪૭ ચંદન રત્ન સરીખો પૂત, તુઝ આવિ રહેસઈ ઘર સૂત્ર; પુત્ર નવાણું મુઝ ઘર હોય, પણિ તુમ નવિ દીસઈ કોય . ૩૪૮ મલ્યા વંસ વલી વનવાસ, સંગ વિના નવિ હોય આવાસ; મલ્યો ગોલ ધૃત આટો સાર, તોહઈ જલેબી સ્વાદ અપાર નવિ જોઈય તે પુરુષ અનેક, જોઈઈ તે નર ન મલઈ એક; એક કરઈ નર લખ્યનું કામ, લખિ ન રાખઈ એકનો ઠામ તેણિ કારણિ તું આવે વહી, જલ નવિ પીવું ઊભા રહી; મલવા સબલો સનેહ, જો આવીશ તો તુઝ નઈ નેહ નહીતર બાપીઆનિ પરિ, પી પી કરતો બહુ બલ ધરઈ; મનમાં કાંઈ ન ધરતો મેહ, ધિગ ધિગ એક પક્ષો જ સનેહ ચક્રવાક ચકવી પંખિણી, એહની પ્રીતિ તે સાચી સુણી; બહુ મલવા નઈ ધરઈ સનેહ, પુત્ર તસ્યો તું ધરજે નેહ મિં તુઝ બોલીઉં સભા મઝારિ, માન ઉપમાન તે ફૂદય વિચાર; હિત જાણીનિ બોલિઉં તુઝ, ખમજે ચૂક પડી જે મુઝ મોર પીછ નઈ મુંકિ ગયો, તો તે પોતઈ નાગો થયો; પીછ ચઢિઉં હરિ મસ્તકિ જાય, ઉત્તમ નર સઘલઈ પૂજાય દષ્ટ લેખ આવે સુખ રાજ, જો મુઝ વિંછઈ જીવિત કાજ; લખી લેખ નઈ તિહાં પાઠવઈ, બેનાતટિ તે જાય હવઈ આપઇ લેખ વાંચઈ નરનાથ, કહઈ સનાથ હુઆ મુઝ હાથ; હઈડે હરખ ધરઈ જ અપાર, લોચન મુંબઈ જલની ધાર આણઈ નરપતિ સબલ વિવેક, કિધાં ભૂષણ તિહાં અનેક; કનક તણા કીધાં આભરણ, જયાં રન તે પંચઈ વર્ણ ... ૩૫૮ ભાઈ નવાણું નઈ તસ નારિ, માત તાત નઈ નર સંભારિ; મોકલતો ભૂષણ નરનાથ, હું આવું છું જોઈ સાથ ... ૩૫૯ ••• ૩૫૪ ••• ૩૫૫ ... ૩૫૬ • ૩૫૭ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ७४ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' લખઈ લેખ વિવેકી સોય, જે મોર નંઈ સો પીછાં હોય; એક જ તઈસ્યું અડકઈ તાસ, જો નવાણું પોતા પાસિ . ૩૬૦ લખી લખ તે આપ્યો અસ્યો, વલ્યો દૂત રાજગૃહી દસ્યો; આવી કાગલ આપ્યો રાય, ભૂષણ સહુ મુક્યાં તેણઈ ઠાય ... ૩૬૧ દેખી ભૂષણ હરખ અપાર, ધિન ધિન શ્રેણિક તું અવતાર; જય જય કાર હોયે, એહનઈ, દુહવ્યો નેહએ છઈ જેહ નઈ .. ૩૬ર તે શ્રેણિક જો આવઈ આહિ, તો વતું હોય પુરમાંહિં; સાંગણ સુત કહઈ સુણો કથાય, કિમ આવઈ હવઈ શ્રેણિક રાય .. ૩૬૩ અર્થ - હે હંસપુત્ર! સાંભળ. તું ઉત્તમ નર છે. ભલે મેં તને દુભાવ્યો, તારો તિરસ્કાર કર્યો પરંતુ તું મારા પર ઉપકાર કરજે. અગરબત્તી સ્વયં બળી બીજાને સુગંધ આપે છે તેમ નાગરવેલનું પાન મુખમાં દાંત નીચે દબાઈને પણ મુખના શ્વાસને સુગંધી બનાવે છે. ... ૩૪૭ પુત્ર! તું ચંદન જેવો શીતળ અને રત્ન સમાન કિંમતી છે. તારા આવવાથી આ રાજ્યનું સંચાલન સુચારુ ઢંગથી થશે. બેટા! મારી પાસે ભલે નવાણુ પુત્રો છે પરંતુ તારા જેવો (ચતુર) એક પણ નથી. (તું એક લાખ બરાબર છે.) ... ૩૪૮ વનમાં પુષ્કળ વાંસના વૃક્ષો હોય છે, તેથી શું સરે?(જંગલમાં વસવાટ ન થાય) સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય વિના સમાજ કે ઘરનું નિર્માણ ન થાય. ઘી, ગોળ અને લોટ પ્રમાણસર હોય તો જ સ્વાદિષ્ટ અને મધુર જલેબી બને. ... ૩૪૯ નિર્માલ્ય પુરુષોની બહુલતાથી શું સરે? બળવાન અને શૂરવીર એક જ પુરુષ બસ છે ! એક બળવાન પુરુષ લાખ પુરુષનું કાર્ય સ્વયં કરે છે. લાખ નબળા પુરુષો એક શૂરવીરનું સ્થાન કદી ન લઈ શકે.(તું લાખો પુરુષમાં એક શૂરવીર છે.) ... ૩૫૦ તે કારણથી હે પુત્ર! તું મને મળવા જલ્દીથી પગલાં ભર. તું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું જળનો ત્યાગ કરું છું. હું તારી આતુરતાથી રાહ જોતો દ્વારે ઊભો રહીશ. તારા પિતા તને (મળવા બેચેન છે) ખૂબ પ્રેમ કરે છે. જો તું પાછો આવીશ તો તને પિતાના અપાર સ્નેહનો અનુભવ થશે. ... ૩૫૧ ચાતક પક્ષી ખૂબ જોરથી પીઉ પીઉ'નો ચિત્કાર(કરી) મેઘરાજાને બોલાવે છે પરંતુ મેઘરાજા પર તેના ચિત્કારની કોઈ અસર થતી નથી. (તેમ જો તું નહી આવે તો હું શ્રેણિક શ્રેણિક કરીને તેને પોકારતો રહીશ પણ તેથી શું વળશે?) આવા એક તરફી સ્નેહને ધિક્કાર છે ! ... ઉપર ચક્રવાક અને ચક્રવાકી પક્ષીની એકબીજા પ્રત્યેની સાચી પ્રીતિ હોય છે, એવું મેં સાંભળ્યું છે. તેઓ બન્ને એકબીજા પ્રત્યે ખૂબ સ્નેહ ધરાવે છે તેથી તેઓ મળવા તત્પર હોય છે. પુત્ર! તું પણ આ પક્ષી જેવો મારા પ્રત્યે નેહરાખજે.... ૩૫૩ પુત્ર! (તું મનમાં કોઈ વિષાદન ધરજે) મેં તને રાજસભામાં બોલાવી માન આપ્યું હતું કે અપમાન? For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૫ તે હૃદયપૂર્વક વિચારજે. મેં તારા ભવિષ્યના કલ્યાણ માટે જ કડવાં વચનો કહ્યાં હતાં. (મારાથી તારા દિલને ઠેસ લાગી હોય તો) મારી ભૂલ બદલ મને માફ કરજે. ... ૩૫૪ મોરની સુંદરતા તેનાં મોરપીંછથી છે. મોર જો તેનાં પીંછાઓનો ત્યાગ કરે તો તે પોતે નગ્નબદસુરત બને છે. મોરપીંછ શ્રી કૃષ્ણ વાસુદેવના મસ્તકના મુગટે શોભતું હતું. (મોરપીંછનું સ્થાન ઉત્તમ જગ્યાએ હોય છે), તેમ ઉત્તમ પુરુષો સર્વત્ર શ્રેષ્ઠ હોવાથી પૂજનીય બને છે. ... ૩૫૫ હે વત્સ ! આ પત્ર મળતાં વાંચીને તું તરત જ તારા પિતાને મળવા આવવા પ્રણાય કરજે. જો તારાં દર્શન થશે તો મારા જીવતરની અંતિમ ઈચ્છા પૂર્ણ થશે.” દૂત દ્વારા મહારાજાએ પત્ર લખી મોકલ્યો. દૂતે હવે બેનાતટ નગરી તરફ ઝડપથી પ્રયાણ કર્યું. ... ૩૫૬ દૂતે બેનાતટ નગરે જઈ રાજકુમાર શ્રેણિકના હાથમાં પત્ર આપ્યો. પત્ર વાંચી તેમણે અતિ પ્રસન્ન થઈ કહ્યું, “મારા પિતાજીનો પ્રેમ મારા માટે કાયમ છે. આજે મારા હાથ સનાથ બનયા છે !' રાજકુમાર શ્રેણિકના હૃદયમાં અતિશય આનંદ થયો. પિતાજીની યાદ આવતાં (હૃદય ગદ્ગદિત બન્યું) આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ... ૩૫૭ (“સુનંદા પુત્રને જન્મ આપે પછી રાજગૃહી તરફ પ્રણાયે કરવું,' એવા વિચારથી કુમારે પિતાને પત્ર લખો.) મહારાજા શ્રેણિકે હૃદયમાં અત્યંત વિવેક લાવી અનેક પરિવારજનો માટે સોનાના આભૂષણો બનાવડાવ્યાં. તેમાં પાંચ વર્ણના અમૂલ્ય રત્નો જડેલાં હતાં. ... ૩૫૮ તેમણે નવાણુ ભાઈઓ તથા તેમની પત્નીઓ માટે કિંમતી આભૂષણો લીધાં. તેમણે માતા-પિતા, સોને યાદ કરીને, દરેક માટે કિંમતી ભેટ દૂત સાથે મોકલી. કુમારે પિતાજીના પત્રનો જવાબ આપતાં લખ્યું કે, “હું સારા સથવારે પિતાજીને મળવા આવું છું.” ... ૩પ૯ કુમારે પિતાજીને વિવેકપૂર્વક પત્રમાં લખ્યું, “જે મોરના સો પીછાં હોય તેનું કદાચ એક પીછું ઓછું થઈ જાય તો તેમાં મોરની શોભા ઘટી જતી નથી, તેવી રીતે મારા નવવાણુ ભાઈઓ આપની પાસે છે. મારા ન રહેવાથી શું ફરક પડશે? પિતાજી! આપ બિલકુલ અફસોસ ન કરશો.” ... ૩૬૦ રાજકુમાર શ્રેણિકે પત્ર લખી દૂતને આપ્યો. દૂતે તરત જ રાજગૃહી નગરીની દિશા તરફ પ્રયાણ કર્યું. તેણે શીઘ આવીને મહારાજાને પત્ર તેમજ સાથે લાવેલાં આભૂષણો આપ્યાં. ... ૩૬૧ અભૂષણો જોઈ પ્રસેનજીત રાજાને પોતાના વિવેકી પુત્ર પ્રત્યે ખૂબ બહુમાન થયું. તેમના હૃદયમાંથી ઉદ્ગારો સરી પડયાં.“શ્રેણિક તું ધન્ય છે !તારો અવતાર ધન્ય છે ! (તેમણે કુમારને આશીર્વાદ આપતાં કહ્યું) તને મેં ધિક્કાર્યો છતાં તને મારા પ્રત્યે એટલો જ સ્નેહ છે. તારું સદા કલ્યાણ થશે. શ્રેણિક જો અહીં પાછો આવે તો જાણે નગરમાં બધી જ વસ્તુ છે! અર્થાત્ શ્રેણિકના આવવાથી નગરમાં કોઈ કમી નહીં રહે.” સંઘવી સાંગણના પુત્ર ઋષભદાસ કહે છે કે, રાજકુમાર શ્રેણિક કઈ રીતે રાજગૃહીમાં પાછા આવશે તે કથા હવે સાંભળો. .. ૩૬૩ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••• ૩૬૫ ••• ૩૬૬ દુહા : રર શ્રેણિકનિ સુપરિકરી, કિમતેડાવઈ ભૂપ; પ્રસેનજીત રાજા તણું, રોગિં ફર્યું રવરૂપ ... ૩૬૪ અર્થ - મહારાજા પ્રસેનજિતે કઈ રીતે કુમારને જલ્દીથી યુક્તિપૂર્વક તેડાવ્યો તે સાંભળો. તેમના શરીરે ભયંકર રોગ થયો. તેમના શરીરનો વાન બદલાઈ ગયો. .. ૩૬૪ ઢાળ : ૧૮ પરસ્પર મિલનની ખેવના એમ વિપરીત પૂરપતાં એ દેશી. રાગ અશાવરી સીધું. પ્રસેનજીત રાજા તણાઈ, અંગિં હુઈ વ્યાવ્યો રે; સાધ્યો રે નવિ દીસઈ, કહઈ વઈદડો એ તવ નરવર જંપઈ અમ્યું, શ્રેણિક નઈ તેડી જઈ રે; દિજઈ રે ભાર, રાજનો તેહનિ એ તવ શ્રેણિક નઈ તેડવા, ઘડીયા જોઅણ સાંઢયો રે; પલાણ્યો રે, પુરુષ ચઢી નઈ સંચરયો એ ••• ૩૬૭ દીધો લેખ શ્રેણિક તણઈ, મુખિ લાખઈ અવદાતો રે; તાતો રે તુમ નઈ તેડઈ ઉતાવલો એ ભંભો ભેરિ કરી તિહાં, મોકલતો તુમ તાતો રે; નાથે રે વજાવતા આવો અહી એ ... ૩૬૯ મોર નવાણું પીછાનો, લખ્યો ભાવ સુત જેહો રે; તેહો રે, વાંચિ નર તું સમજાવી એ પ્રવાહણિ પાટિઆં છઈ ઘણાં, પણિ પિથાણ જો ખસતો રે; ઘસતુ રે, કિમ ચાલઈ જલિ વાહણÇ એ તું પિથાણ જયો સહી, તુજથી ચાલઈ સૂત્રો રે; પુત્રો રે, તેણેિ આવે ઉતાવલો એ કલ્પવૃક્ષનું પાનડું, ઉડિઉં વાય વિશેષ રે; વિશેષ રે, જાસલ તિહાં સીતલ કરઈ એ હંસ રત્ન ગજ કેવડો, મણિ સુપુરુષનિ શંખ રે; અઢું બારે જાસઈ તિહાં ઋષિ પામસઈ એ કદાચિત ચંપક ગુણ વલી, ન લહિલે ભમરઈ કાલઈ રે નિહાલઈ રે ગુણ ન ગયા ચપક તણા એ ••• ૩૬૮ ૩૭૦ . به لي به • ૩૭૪ ••• ૩૭૫ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મોતી ભીલ નઉ લખઈ, લેઈ ગુંજા તે નાખઈ રે; ભાખઈ રે ગુણ ન ગયા મોતી તણા એ તું ચંપક મોતી જસ્યો, ગુણ નવિ લાધઈ પારો રે; સારોરે, કરવા આવે તાતની એ અસ્યો લેખ શ્રેણિક તિહાં, વાંચઈ જેણી વારો; ધિકારો રે, મુઝ મા િદુખ પ્રભૂ લહઈ એ સ્યું જીવતવ્ય તેહનું, તાત વચન લોપાયજી ; થાય જી, ઊભો શ્રેણિક ચાલવા એ જાÎિä તાત નઈ દુખતું, શ્રેણિક કહઈ સુણી નારિ રે; મનોહારી રે, કરીનેિં તાતે તેડાવીઉં એ ૩૭૬ ... ૩૭૭ ૩૭૮ ... ૩૭૯ For Personal & Private Use Only આણિ ધનાવા સેઠની, તું નિજ મસ્તકિ વેહજે રે; રહેજે રે, ઋષભ કહઈ પીહરિ વલી એ ... ૩૮૧ અર્થ :- પ્રસેનજિત રાજાને (અશાતા વેદનીય કર્મના ઉદયથી) શરીરે દાહજવર નામનો રોગ થયો. વૈદ, હકીમો દ્વારા ઈલાજ કરાવવા છતાં બીમારી કોઈ રીતે દૂર ન થઈ. વૈદોએ અનેક ઉપચારો કર્યા. અંતે તેમણે નિરાશ થઈ કહ્યું, ‘‘આ રોગનો કોઈ ઈલાજ નથી.’’ . ૩૬૫ પોતાના મૃત્યુની વેળા નજીક આવી છે, એવું જાણી મહારાજા વારંવાર કહેવા લાગ્યા કે, ‘રાજકુમાર શ્રેણિકને જલ્દીથી અહીં બોલાવો. તેને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવો. તેને રાજ્યનો કારભાર સોંપો.' ... ૩૬૬ ३८० મહારાજાની આજ્ઞા થતાં રાજકુમાર શ્રેણિકને બોલાવવા માટે થોડી જ વારમાં એક વેગવતી સાંઢણી તૈયાર કરવામાં આવી. તેના ઉપર પલાણ નાખી સાંઢણી પર બેસી એક વિશ્વાસુ પુરુષ બેનાતટ નગર તરફ ઝડપથી ચાલ્યો. . ૩૬૭ ... ૭૭ બેનાતટ નગરે આવીને દૂતે મહારાજાનો પત્ર કુમારના હાથમાં આપ્યો અને તબિયતના અહેવાલ મુખેથી કહ્યા. તેણે કહ્યું, ‘‘કુમાર ! તમારા પિતા તમને સત્વરે બોલાવે છે. તમે શીઘ્ર ચાલો.'' ... ૩૬૮ (કુમારે પત્ર ખોલી વાંચ્યો) ‘હે વત્સ ! તારા પિતા તારા માટે ભંભા અને ભેરી મોકલે છે. તે હાથમાં લઈ તેનો નાદ કરતા નગરમાં આવ. ... ... ૩૬૯ પુત્ર ! ‘નવ્વાણુ પીંછાનો મોર' આ દૃષ્ટાંત દ્વારા તેં જે ભાવ દર્શાવ્યા છે, તે વાંચીને હું તને ભાવાર્થ સમજાવું છું. ૩૭૦ પુત્ર ! વહાણમાં ઘણાં પાટિયાં હોય છે પરંતુ પિથાણ નામનું મુખ્ય પાટિયું ખસતાં ઘસમસતા પ્રબળ પાણીના પ્રવાહના ભરાવાથી વહાણ સમુદ્રમાં શી રીતે આગળ વધી શકે ? ૩૭૧ હે પુત્ર ! તું પિથાણના પાટિયા સમાન મુખ્ય અને શ્રેષ્ઠ છે. તારાથી જ રાજ્યનો કારભાર સુરક્ષિત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ચાલશે. હે પુત્ર!તેથી તને વિનંતી કરું છું કે તું ઉતાવળો અહીં આવ. ... ૩૭૨ પ્રચંડ વાયરો વાતાં કલ્પવૃક્ષનું પાંદડું ઉડે છે. આ પાંદડું જ્યાં જ્યાં જાય ત્યાં લોકોની દરિદ્રતા દૂર કરી વિશેષ પ્રકારે શીતલતા અર્પે છે. ... ૩૭૩ રાજહંસ, ચિંતામણિ રત્ન, ગંધ હસ્તિ, કેવડો, મણિ, સજ્જન પુરુષો અને શંખ જેના આવાસે જાય છે તેના ઘરે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. .. ૩૭૪ સંભવ છે કે કાળો ભ્રમર ચંપક પુષ્પ ઉપર બેસવા છતાં તેના ગુણોને ગ્રહણ કરતો નથી, છતાં ચંપક પુષ્યોના ગુણો કદી નષ્ટ થતાં નથી. ...૩૭૫ વનમાં રહેતો ભીલ-આદિવાસી સાચા મોતીને ઓળખી શક્તો નથી તેથી તે ગળામાં લાલ ચણોઠીનો હાર પહેરે છે, છતાં મોતીનાં ગુણો અંશે પણ નષ્ટ થતાં નથી. ... ૩૭૬ હે પુત્ર! તું ચંપક પુષ્પ અને મોતી જેવો ગુણવાન છે. તારા ગુણો અપાર છે. તું પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા તેમને સ્વસ્થ કરવા જલ્દીથી અહીં આવ.' ... ૩૭૭ રાજકુમાર શ્રેણિકે પિતાનો પત્ર વાંચ્યો. તે અત્યંત દુઃખી અને નિરાશ બન્યા. તેમણે વિચાર્યું; મારા જેવા પુત્રને ધિક્કાર છે! મારા માટે સતત ચિંતા કરતેં મારા પિતાજીને રોગ થયો. ... ૩૭૮ જે પિતાની આજ્ઞાનું ઉથાપન કરે છે તેવા પુત્રનું જીવતર શું કામનું?' રાજકુમાર શ્રેણિક ઊભા થઈને સુનંદાના આવાસ તરફ ચાલ્યા. ... ૩૭૯ કુમાર પોતાની પત્ની સુનંદાના શયનખંડમાં આવ્યા. તેમણે કહ્યું, “દેવી! સાંભળો રાજગૃહીથી આવેલ વ્યક્તિ અને પત્ર દ્વારા જાણ્યું કે, પિતાજી બિમાર છે. પ્રિયે!તેઓ મને જલ્દીથી ત્યાં બોલાવે છે. તમારે ત્યાં જવું પડશે.) ... ૩૮૦ દેવી ! તમે ધનાવાહ શેઠની આજ્ઞાને મસ્તકે ધરજો. અર્થાત્ તેમની આજ્ઞામાં રહેજો. તમે આ સમયે પિયરમાં રહેજો.” એમ કુમારે પત્નીને કહ્યું, એવું કવિ ઋષભદાસ કહે છે. ... ૩૮૧ દુહા : ર૩ પહરિ પનોતી તું રહે, હું ચાલીશ હવડાંય; શ્રેણિકરાય સમઝાવતો, નિજ નારી નઈ ત્યાંહિ ••• ૩૮૨ અર્થ - રાજકુમાર શ્રેણિકે પોતાની સગર્ભા સ્ત્રીને શાંતિપૂર્વક સમજાવતાં કહ્યું, “દેવી! તમે ભાગ્યશાળી છો. તમે પિયરમાં રહી સુખેથી આપણા પુત્રને જન્મ આપજો. મારે રાજગૃહી નગરી તરફ હમણાં જ પ્રયાણ કરવું પડશે.' ઢાળ : ૧૯ સુનંદાની વ્યાકુળતા ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. નારી કંઈ કહઈ વાલસું, સતી કહઈ તેણી વાર રે; તુંહ વાલઈ હું તો ગર્ભણી, મુઝ કુણ આધાર રે • ૩૮૩ ... ૩૮૨ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૯ . ૩૮૪ કે. કંત મુકી કાં સંચરઈ... આંચલી પ્રથમ તિ પ્રેમ કીધો ઘણો, પછઈ જાય ત્રછોડિ રે; તુંહ ઉત્તમ ઘણું ઢું કહું, ગુણ છઈ તુમ કોડિ રે જલ વિણ કિમ રહઈ માછલી, સુકવેલિ વિણ વારિ રે; તુમ વિના કિમ રહું એકલી, સાથિં લીજઈ નારિ રે ••• ૩૮૫ કે. શ્રેણિક કહઈ સુણો સુંદરી, મુઝ પ્રેમ પ્રીય રે; તાત સરૂપ જોયા વિના, તેડી તું નવિ જાય રે • ૩૮૬ કે. સુંદરી કહઈ તુમે સંચરો, ન જાણું તુમ ઠામ રે; કંત કહો મુઝ કાનમાં, તુમ નગરનું નામ રે .. ૩૮૭ . રાય કહઈ સુત જવ જણઈ, મોટેરો વલી હોય રે; આઅ ચીઠી વંચાવજે, સહી સમઝસઈ સો રે; ... ૩૮૮ કં. રાજગૃહી નગરી ભલી, ઘોલા તિહાં ટોડાય રે; અમ્યો ગોપાલ છું તેહના, ભાખઈ એમ તિહાં રાય રે ... ૩૮૯ કે. પૂત્ર સપૂત્ર જો એહસઈ, સમજી કાઢસઈ સોય રે; અસિઉ કહી નૃપ ચાલીલ, એલઈ કટક નર સોય રે ... ૩૯૦ કે. અર્થ - રાજકુમાર શ્રેણિકે સુનંદાને કહ્યું કે, “હું હવે જઈશ” ત્યારે આર્ય સનારી સુનંદાએ કહ્યું, “વામી! હું ગર્ભવતી છું. તમે ચાલ્યા જશો તો મારો કોણ આધાર થશે? .. ૩૮૩ હે નાથ! મને અહીં એકલા મૂકીને કેમ જાવ છો?(તમારા વિના હું એક પળ પણ નહીં રહી શકું) તમે પ્રથમ મારી સાથે પ્રેમ કર્યો અને હવે આમતરછોડીને ચાલ્યા જાવ છો? તમે તો ઉત્તમ પુરુષ છો. તમે ક્રોડો ગુણોથી યુક્ત છો તેથી તમને વધુ શું કહું? .. ૩૮૪ આર્યપુત્ર! જળ વિના માછલી કેમ રહી શકે? પાણી વિના વેલ પણ સુકાઈ જાય છે, તેમ તમારા વિના હું એકલી કેમ રહીશ? નાથ!તમારી અર્ધાગિનીને તમારી સાથે લઈ જાવ.” ... ૩૮૫ રાજકુમાર શ્રેણિકે કહ્યું, “હે દેવી! સાંભળો, તમે મારી પ્રિય પત્ની છો. પિતાજીની તબીયત જોયા વિના હું તમને શી રીતે ત્યાં લઈ જઈ શકું?” - આર્ય સનારી સુનંદાએ પતિના કર્તવ્યમાં બાધક ન બનતાં રજા આપતાં કહ્યું, “આર્યપુત્ર! હું તમારા રહેઠાણ વિશે કાંઈ નથી જાણતી. (પુત્ર મોટો થઈને પૂછશે ત્યારે હું શું કહીશ?) હવામી! તમે મારા કાનમાં તમારા નગરનું નામ કહો.” ૩૮૭ - કુમારે કહ્યું, “દેવી! તમે પુત્રને જન્મ આપશો. તે મોટો થશે ત્યારે આ ચિઠ્ઠી તેને વાંચવા આપજો તે સાચું સમજી જશે.” ... ૩૮૮ કુમારે ચિઠ્ઠીમાં લખ્યું હતું, “રાજગૃહી ગામ, ગોપાલ નામ, ધવલ ટોડે ઘર.” અર્થાતુ હું વિશાળ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' •.. ૩૯૧ કે. અને સુંદર એવી રાજગૃહી નગરીનો રહેવાસી છું. ત્યાંના મહારાજા પ્રસેનજિતનો હું ગોપાલ(પુત્ર) છું. હું સફેદ ઊંચા મહેલમાં રહું છું. ... ૩૮૯ જો એ બુદ્ધિશાળી પુત્ર હશે તો જરૂર સમજીને શોધી કાઢશે. એમ કહી રાજકુમાર શ્રેણિકે (એક હજાર શ્રેષ્ઠ અશ્વ અને હજાર શસ્ત્રસજ્જ સૈનિક લઈ) રાજગૃહી નગરી તરફ પ્રયાણ કર્યું. ... ૩૯૦ ભીલનો પરાજય ભંભા વાજતઈનીસો, આગલિ ભીલનું રાજ રે; લાખ સવા મલ્યા એકઠા, વઢવું સહી આજ રે ભાણ ચુંકઈ સવિ ભીલડા, જાણ્યું વરસતો મેહ રે; તીડ તણી પરિ પરવયા, નૃપ મ્યું જવ ઢહ રે ... ૩૯૨ કે. કુમર મલ્યો જઈ તાત નઈ... આંચલી. શ્રેણિક રાય સ્ટોભ્યો ઘણું, ઘસ્યો જિમ વનિ સીહ રે; ભીલ સીયાલ ભાગા સહી, જીત્યો રાય અબીહ રે ... ૩૯૩ કુ. ભીલ ઝાલ્યો જઈ જીવતો, કહઈ વાટ દેખાડિ રે; વનપતિ વાડ દેખાડતો, મુક્યા ડુંગરા વાડિ રે ... ૩૯૪ કુ. અર્થ - રાજકુમાર માર્ગમાં ભંભાનો નાદ કરતા નીકળ્યા. થોડા દિવસોમાં તેઓ ભીલ રાજાના વિસ્તારમાં પહોંચી આવ્યા. સવા લાખ ભીલ સૈનિકો ત્યાં એકઠાં થયાં હતાં. કુમારે વિચાર્યું, “હું તેમને આજે લડાઈ કરવા પ્રોત્સાહિત કરું.' ... ૩૯૧ (કુમારે ભંભા વગાડી. હજારો ભીલ સૈનિકો તીર-કમાન લઈ સજ્જ થયાં.) ભીલ સૈનિકો મુશળધાર વરસાદની જેમ રાજકુમાર શ્રેણિક પર તૂટી પડ્યા. તેમણે કુમાર પર તીરોનો મારો ચલાવ્યો. તેઓ તીડની જેમ કુમારને ઘેરી વળ્યા. ત્યારે કુમારના ઘણાં સૈનિકો મૃત્યુ પામ્યા. ... ૩૯૨ રાજકુમાર શ્રેણિક ક્ષોભ પામ્યા. (તેમણે અંગરક્ષક રત્નનું સ્મરણ કર્યું.) હવે કુમાર વનના સિંહની જેમ ત્રાડ પાડતા ભીલ સૈનિકો પર ત્રાટક્યા. ભીલ સૈનિકો શિયાળ બનીને કુમારને પ્રણામ કરી ભાગ્યા. (અંગરક્ષક રત્નને કારણે કુમારના શરીરની આસપાસ કવચ બની ગયું તેથી શત્રુનું એક પણ બાણ તેમને ન વાગ્યું) રાજકુમાર શ્રેણિકની જીત થઈ. .... ૩૯૩ - રાજકુમાર શ્રેણિકે ભીલ રાજાને જીવતા પકડડ્યા. તેને આકરા શબ્દોમાં કહ્યું, “ભીલરાજા! હવે આગળ ચાલી રાજગૃહી નગરીનો માર્ગ દેખાડો.”વનપતિએ જંગલની કેડીઓ ઉપર આગળ ચાલી રાજગૃહી નગરીનો માર્ગ દેખાડયો. તેમણે માર્ગમાં આવતા ડુંગર, ઘાટ, ખીણોને પાર કર્યા. ... ૩૯૪ રાજ્યાભિષેક રાજગ્રહી પૂર માંહા ગયો, સાહમા ભ્રાત આવેહરે; રાય શ્રેણિક જઈ તાત નઈ, વલી પાય લાગેહ રે. ... ૩૯૫ કુ. (૧) રાજકુમાર શ્રેણિક પૃ.-૭૧ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ તાત હરખ્યો તિહાં અતિ ઘણું, મલ્યો વલભ પ્રાણ રે; રાય રૂદય ચાંપી રહ્યો, હું તો કિહાંઅ સુજાણ રે •.. ૩૯૬ કુ. બેનાતટિ હું તો વલી, જપતો તુમ નામ રે, આજ દરસણ પ્રભુ પામીઉં, સીધાં સઘલીડાં કાજ રે ... ૩૯૭ કુ. અર્થ - કેટલાક દિવસો બાદ કુમાર રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યા. નવાણુ ભાઈઓને સમાચાર મળતાં તેઓ પણ કુમારને લેવા સામે આવ્યા. કુમાર પ્રથમ સીધા મહારાજા પ્રસેનજિતના શયનકક્ષમાં ગયા. તેમણે પિતાની ક્ષેમકુશળતા પૂછી તેમના ચરણ સ્પર્શ કરી નમસ્કાર કર્યા. ... ૩૯૫ મહારાજા પ્રસેનજિત પુત્રને જોઈ હર્ષ વિભોર બન્યા. તેમણે કુમારને હૃદય સરસો ચાંપ્યો. તેમને આજે પ્રાણથી પણ પ્રિય પુત્ર મળ્યો હતો. તેની ખુશી હતી. તેમણે કુમારને પૂછ્યું, “બુદ્ધિશાળી પુત્ર! આટલા દિવસ તું ક્યાં હતો?” •.. ૩૯૬ કુમારે કહ્યું, “પિતાજી! બેનાતટ નગરે રહેતો હતો ત્યારે પણ તમને નિત્ય યાદ કરી તમારા નામની માળા જપતો હતો. આજે મને તમે મળ્યા જાણે પ્રભુ દર્શન થયા! મારાં સર્વ કાર્યો આજે સિદ્ધ થયાં.” (પ્રસેનજિત રાજાએ નવાણુ પુત્રોને બોલાવ્યા. શ્રેણિકને યુવરાજની પદવી આપી પોતે હવે નિવૃત્ત થવા માંગે છે, તેવું પુત્રોને જણાવ્યું. સર્વપુત્રોએ પોતાની સહમતિ દર્શાવી.) ... ૩૯૭ મહારાજા પ્રસેનજિતની દીક્ષા રાજ શ્રેણિક નઈ આપતો, બીજાનઈદઈ દેસરે; આપ સંયમ લઈ તાતજી, મુક્યા સકલ કલેસ રે ... ૩૯૮ કુ. રાય રમણિ ઋધિ મુકતો... આંચલી સુપરખ ભોગ છાંડઈ સહી, જિમ કંચૂઉ સાપ રે; મુરખ માખી પરિ ખુશીઆ, સંસાર ચૂક માંગ્યા પરે ... ૩૯૯ કુ. અંજલી જલ બીજું આઉખું, રાખ્યું નવિ રહઈ તેહ રે; જા તૂ મૂઢ જાણઈ નહી, આવઈ ટપ તસ છેહ રે . ૪૦૦ રા. આતમા એક નઈ કરસિં, મારઈ જીવ કઈ લાખ રે; નરગિ પડસઈ તુઝ જીવડો, હોસઈ દેહડી રાખ રે ... ૪૦૧ રા. એહ સરુપ છઈ જીવનું, આરાધઈ નહી ધર્મ રે; અંતિ સમઈ રે ચેતઈ નહી, પૂર્વ ચીકણાં કર્મો રે ... ૪૦૨ ૨. તન ધન યોવન બલ છતાં, પુણ્ય જે ન કરંત રે; સબલ હીણ અંતિ વલી, સુતા હાથ ઘસંત રે ... ૪૦૩ રા. અર્થ - મહારાજા પ્રસેનજિતે શુભ મુહૂર્ત શ્રેણિકને રાજ્ય સોંપ્યું. અન્ય ભાઈઓને પણ બીજા દેશો વહેંચી આપ્યા. મહારાજાએ ઘરબાર, પુત્ર-પરિવાર અને રાજ્યનો મોહ ત્યજી સર્વવિરતી ધર્મ સ્વીકાર્યો.... ૩૯૮ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ કવિ કહે છે કે સાપ જેમ પોતાના શરીર પરથી કાંચળી ઉતારી ફેંકી દે છે, તેમ સજ્જનો આ મનુષ્ય જન્મના ભોગ સુખોને સમય આવે ત્યારે ઘડીકમાં ત્યાગ કરે છે. મૂર્ખ લોકો બળખા પર બેઠેલી માંખીની જેમ સંસારના નાશવંત સુખોમાં ખૂંચી જાય છે. ... ૩૯૯ અંજલિમાં રહેલું જળ અને મનુષ્યનું આયુષ્ય ગમે તેટલું સાચવાતાં સચવાતું નથી. અબુધજનો આ જાણતા નથી તેથી અચાનક આયુષ્ય પૂર્ણ થતાં તેઓ છેતરાય છે (પશ્ચાતાપ કરે છે). ૪૦૦ એક દેહના રાગના કારણે સંસારી જીવો લાખો જીવોનો કચ્ચરઘાણ કરે છે. કવિ કહે છે કે, તારો જીવ એવું કરવાથી નરકગતિમાં પડશે. તારી આ કાયા રાખ બની જશે. ...૪૦૧ આત્મા શાશ્વત છે, દેહ નહીં. તેથી શાશ્વત સુખ મેળવવા આત્મ સુરક્ષાનો ધર્મ કરો. જે જીવ ધર્મ કરતો નથી, અંત સમયે પણ જાગૃત થતો નથી, તેને પૂર્વના ચીકણાં કર્મો ઉદયમાં આવે છે. ...૪૦૨ જે વ્યક્તિઓ તનથી તંદુરસ્ત છે, શ્રીમંત છે અને યૌવન વયમાં બળવાન છે, છતાં ધર્મનાં કાર્યો કરી પુણ્ય ઉપાર્જન કરતા નથી; તેઓ ગમે તેટલા બળવાન હોવા છતાં વૃદ્ધાવસ્થામાં બળહીન બને છે. અંતે મૃત્યુના સમયે તેમની પાસે પસ્તાવા સિવાય શું રહે ? ...૪૦૩ ૮૨ : ૨૪ દુહા : અત્યુત્તમ ધર્મ પુરુષાર્થ ક્રોધ ઘણો નિદ્રા બહુ, આહાર તણો નહી પાર; ભોગિં ત્રપતિ ન પામતો, તસ દુરગિતં નિરધાર નિદ્રા ભોજન અલ્પ કથા, વચન સાર ધ્યન ત્યાગ; ૠષભ કહઈ પૂજા દયા, ઉત્તમ વહેલો રાગ સુર સૂખી, નારક દૂખી, તિર્યંચ વિવેક વિનાય; ધર્મ આછઈ માનવ ભવે, પુરુષ ન ચેતઈ કાંય કવિ કહે છે કે જે માનવ અતિશય ક્રોધી, ઊંઘણસી, ખાઉધરો, વિષયાસકત અને અસંતોષી છે; તેની નિશ્ચયથી દુર્ગતિ નિર્ધારિત છે. ૪૦૬ રા. અર્થ ૪૦૪ કવિ કહે છે કે-અલ્પ નિદ્રાવાળો, અલ્પભોજન કરનારો, વિકથાનો ત્યાગ કરનારો, અલ્પભાષી, ઉત્તમ શબ્દો બોલનારો, ધનનો પરિગ્રહ ઘટાડનારો-દાનવીર, દયાળુ, અલ્પરાગી એવો ઉત્તમ પુરુષ સર્વત્ર પૂજનીય બને છે. ...૪૦૫ દેવતાઓ જગતમાં અત્યંત સુખી છે. નરકના જીવો અત્યંત દુખી છે. તિર્યંચો વિવેક વિનાના છે. આ ત્રણે ગતિમાં ધર્મ આદરી શકતો નથી. એક માત્ર મનુષ્યભવમાં જ ધર્મનું આરાધન થઈ શકે છે. માનવ ભવ પામ્યા પછી પણ લોકો શા માટે ચેતતા નથી ? (સખેદાશ્ચર્ય છે !) .૪૦૬ : ઢાળ : ૨૦ અભયકુમારનો જન્મ અને શિક્ષણ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. આપ ચેતી નર છંડતો, રાજ રમણિ સુખ ભોગ રે; ગજ રથ અશ્વ નગરી તજી, લીધો સંયમ યોગ રે For Personal & Private Use Only ... ... ૪૦૪ રા. ૪૦૫ રા. ... ૪૦૭ રા. Page #102 -------------------------------------------------------------------------- ________________ ભીલ પલીપત્તિ મુકીઉં, લાજ્યો તે મનમાંહિ રે; તાપસ થઈ વનમાં રહ્યો, તપ તપઈ બહુ ત્યાંહિં રે તેહના પુત્ર નઈ આપીઉં, પાછો તેહનો દેસ રે; આણ માનીય શ્રેણિકની, બલ નહી લવ લેશ રે રાજ શ્રેણિક સુપĒિ કરઈ, પાછો તેહનો દેસ રે; નારિ સુનંદાનો વિલ, હવઈ કહું અધિકાર રે સુત જનમ્યો બહુ સુખ કરૂ, નામ અભય કુમાર રે; સાત વરસ થયો તે વલી, ભણાવઈ તેણી વાર રે અષ્ટમી દિવસ વિદ્યા ભણઈ, હોય ગુરૂ સિર ભાર રે; ચઉદિસિં શિખ્ય દોય પંચમી, પડવઈ ભણિત પ્રહોર રે આદિત્ય શ્રુક મધ્યમ સહી, મંગલ શની દીઈ મર્ણ રે; બુધ સોમિં નહી આવડઈ, વિદ્યા ગુરુ શ્રુભ કર્ણ રે મંદ બુધી નર આલસુ, સુખ કામીઆ જેહ રે; ઉંધણ રોગીઉ સ્યું ભણઈ, વિદ્યાંઈ તજ્યા તેહ રે ગીત ભણઈ જ ઉતાવલું, થોડી બુધિ તુચ્છ કંઠ રે; જસ્યુંઅ લખ્યું તસ્યું તે ભણઈ તસ્યું, સિર કેંપ ઉલંઠ રે વિગત અક્ષર મધુરો લવઈ, પદ છેહ લહે અરે; ઘણું જ ભણઈ નહી આકલો, વિદ્યા યોગ છઈ એહ રે અર્થ :મહારાજા પ્રસેનજિતે સંસારનું બિહામણું અને અસ્થિર સ્વરૂપ જોઈ જાગૃત થયા. તેમણે રાજ્ય, સમૃદ્ધિ, હાથી, ઘોડા, રથ તેમજ રાણીઓના સુખોનો ત્યાગ કરી સંયમનો યોગ સ્વીકાર્યો. ૪૦૭ મહારાજાએ ભીલ પલ્લીપતિને (પુત્ર આગમનની ખુશીથી) તેનું રાજ્ય પાછું આપ્યું. ભીલ રાજાને શરમ આવી. તે આ સંસારનો ત્યાગ કરી સંન્યાસી બન્યો. તેણે ખૂબ તપશ્ચર્યા કરી ૪૧૬ રા. ૪૦૮ રાજકુમાર શ્રેણિકે વનપ્રદેશના ઉત્તરાધિકારી તરીકે ભીલરાજાના પુત્રનો રાજ્યાભિષેક કર્યો. તેનો પ્રદેશ તેને પાછો સોંપ્યો. ભીલકુમારે અત્યંત શાંત બની રાજગૃહીના આજ્ઞાંકિત રાજા થવાનું સ્વીકાર્યું. (રાજકુમાર શ્રેણિકનો તે મિત્ર બન્યો.) ...૪૦૯ For Personal & Private Use Only ૪૦૮ ૨. ૪૦૯ ૨ા. ... ૪૧૦ રા. ... ૪૧૧ રા. ... ૪૧૨ રા. ૪૧૩ રા. ૪૧૪ ૨ા. ૪૧૫ રા. ૮૩ .... મહારાજા શ્રેણિકે રાજગૃહી નગરીનું શાસન ખૂબ સુંદર રીતે કર્યું. તેઓ રાજગૃહી નગરીના શણગાર હતા. કવિ કહે છે કે, હવે મહારાજા શ્રેણિકની પત્ની સુનંદાનો અધિકાર કહું છું. ...૪૧૦ બેનાતટ નગરના ધનાવાહ શેઠની પુત્રી સુનંદાએ યોગ્ય સમયે સુખેથી પુત્રને જન્મ આપ્યો. (શેઠે તેનો ભવ્ય રીતે જન્મોત્સવ ઉજવ્યો) સુનંદાએ પતિના કહેવા અનુસાર પોતાના પુત્રનું નામ ‘અભયકુમાર’ રાખ્યું. તે સાત વર્ષનો થયો ત્યારે તેને શિક્ષણ મેળવવા માટે પાઠશાળામાં મોકલ્યો. ૪૧૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' અભયકુમારે અષ્ટમી (આઠમ)ની તિથિ અને ગુરુવારના દિવસે ગુરુ પાસે વિદ્યાભ્યાસ મેળવવાના શ્રી ગણેશ કર્યા. (કવિ શિક્ષા પ્રદાન કરવાના સંદર્ભમાં કહે છે) ચૌદસ તેમજ સુદ અને વદ પાંચમના એક પ્રહર સુધી શિક્ષા મેળવનાર જ્ઞાન પામે છે. ... ૪૧૨ કવિ કહે છે કે રવિવાર અને શુક્રવાર વિદ્યા પ્રાપ્તિનો મધ્યમ યોગ હોય છે. મંગળવાર અને શનિવારે વિદ્યા પ્રારંભ કરવાથી તે અલ્પ સમયમાં વીસરાઈ જાય છે. બુધવાર અને સોમવારે વિદ્યા પ્રારંભ કરવાથી તે આવડતી નથી તેથી ગુરુવારે વિદ્યા પ્રાપ્તિની શરૂઆત કરવી તે ઉત્તમ શુભયોગ છે. . ૪૧૩ મંદ બુદ્ધિ, આળસુ, વિષય સુખોમાં અતિ આસકત, ઊંઘણશી-એદી, અને રોગી શું વિદ્યા ભણશે? તેઓ વિદ્યાથી વંચિત રહે છે. અર્થાતુતે અજ્ઞાની રહે છે. ..૪૧૪ ઉતાવળમાં ઝડપથી ગીત શીખવાવાળો, અલ્પ સમયમાં તે રાગ ભૂલી જાય છે. અલ્પબુદ્ધિ વાળો, કર્કશ સ્વરવાળો, અસ્થિર અને ઉછાંછળો વ્યક્તિ જેવું લખ્યું હોય તેવું જ શીખે છે. અર્થાત્ તે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શક્તો નથી. ... ૪૧૫ જ્યારે અસ્પષ્ટ અક્ષર ઉચ્ચારનારો, પ્રિય અને મધુર ભાષા ન બોલનારો વ્યક્તિ અવશ્ય અંતિમ પદ સુધી પહોંચી વિદ્યા સંપાદન ન કરી શકે. જે સ્વભાવે આકરો એટલે કે ક્રોધી છે તેવી વ્યક્તિ પણ વિદ્વાન બની શકતો નથી. ઉપરોક્ત દર્શાવેલ સર્વને વિદ્યા યોગનો સુમેળ નથી. ... ૪૧૬ દુહા : ૨૫ વિદ્યા પ્રાપ્તિનો યોગ કુડલીઉં? વિણ બુધિ ઉદ્યમ ઘણો, શાસ્ત્ર ઉપર રાગ; આરોગપણું નિજ દેહનિ, વલી પુસ્તગનો લાગ; વલી પુસ્તગનો લાગ, રહેવા સખરો ઠામ; આચારય ગુરુ સાર, સાહજ્ય વિણ નોહઈ કામ; વિદ્યા ભણઈ તે વલી યોગ લઈ ભોજન તણો; કવિ ઋષભ એણી પરિ ઉચરઈ, વિનય બુધિ ઉદ્યમ તણો ... ૪૧૭ અર્થ - અલ્પ બુદ્ધિવાળો હોય પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવા ખૂબ ઉદ્યમ કરનાર, શાસ્ત્ર પ્રત્યે અનુરાગ ધરાવનાર, પોતાના શરીરનું સારું આરોગ્ય ધરાવનાર, પુસ્તકોની સુલભતા પ્રાપ્ત કરનારા વિદ્યા મેળવી શકે છે. વળી રહેવા માટે શાંતિકારી સ્થળ ઉત્તમ આચાર્ય અથવા સદ્દગુરુનો સુયોગ, જ્ઞાની દ્વારા જ્ઞાનનો સહયોગ, પૌષ્ટિક ભોજનની સુવિધા હોય ત્યારે વિનયપૂર્વક ભણનાર વ્યક્તિને વિદ્યાનો સુયોગ સાંપડે છે; એવું કવિ 28ષભદાસ કહે છે. ••. ૪૧૭ ઢાળઃ ૨૧ અભયકુમારની જિજ્ઞાસા ચાલ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર ઉદ્યમ કરી સુત તિહાં ભણઈ, સિખો સબલ વિદ્યારે; ચંચલ છોકરા તિહાં ઘણાં, વઢવું પણિ થાય રે ... ૪૧૮ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અડયલ : કુમર ભણી ઘર આવીઉં, આંચલી... વૃષભ તુરંગમ પંડીઆ, રાસભ બાલ જુઆર રે; એ કર વિણ ચાલઈ નહી, મલઈ પ્રીતિ અસાર રે વઢતાં તિહાં નેસાલીયા, કહઈ મારસ્યો માંય રે; એહ નબાપો છોકરો, આવઈ છઈ વલી આંહિં રે છોકરઈ પુંછીઉં માય નઈ, દેખાડો જ પિતાય રે; એવડું ઉં સહી મુઝ તણો, કિહાં માહરો બાપ રે માય રૂઈ તિહું ધ્રુસકઈ, સંભારયો નિજ કંત રે; પુરુષ પરદેસી સિદાવિઉ, વાહલો સોય અત્યંત રે ડુંગર સિર કુકુઠ જિમ શલ્લઈ, ગાજવીજ કેસરી શિર શલ્લઈ; ચુકો બાણ જિમ ચૈત્રી શલઈ, ગયો નાહ સકલેણી શલ્લઈ ગયું ગાન ગલા રસ ૫ખંઈ, નાખ્યું બાણ ગણું પર પખંઈ; બેઠો હંસ સરોવર પખંઈ, સુની સેજિ રહઈ નર પખઈ ૪૨૩ કુ. ૪૨૪ કું. અર્થ : અભયકુમારે વિદ્યાગુરુનો વિનય કરી, ઉદ્યમ કરી અલ્પવયમાં ઘણી વિદ્યાઓમાં પ્રવીણ બન્યો. પાઠશાળામાં કેટલાક તોફાની વિદ્યાર્થીઓ હતાં. તેમની સાથે રમતાં રમતાં એક દિવસ અભયકુમારનો ઝઘડો થયો. ... ૪૧૯ કુ. ૪૨૦ કુ. For Personal & Private Use Only ૪૨૧૩. ૮૫ ... ૪૨૨ કુ. , ૪૧૮ કવિ કહે છે કે, બળદ, ઘોડો, ઘંટીનું પડ, ગધેડો, બાળક અને જુગારી બદલો (વસૂલ) લીધા વિના રહેતા નથી. તેમની દોસ્તી અસાર છે. ...૪૧૯ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતની તકરાર થઈ. એક વિદ્યાર્થીએ કહ્યું, “અરે! અભયકુમારને મારશો નહીં કારણકે એ ‘નબાપો' છે. તેની માતા સાથે અહીં રહે છે તેથી આ શાળામાં ભણવા આવે છે. ...૪૨૦ (અભયકુમારને ‘નબાપો’ શબ્દ સાંભળતાં ગુસ્સો આવ્યો. તે ઉદાસ ચહેરે ઘરે પાછો ફર્યો.) તેણે માતાને રડતાં રડતાં પૂછ્યું, ‘‘મા ! તું મને સાચું કહે, મારા પિતાજી ક્યાં છે ? મને મારા પિતાજી વિશે કહે. મારી શાળાના વિદ્યાર્થીઓ મને ‘નબાપો’ કહીને ચીડાવે છે. મારા પિતાજી કોણ છે ?’’ . ૪૨૧ બાળકની વાત સાંભળી સુનંદા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સુનંદાને પતિની યાદ આવી. તેણે (બાળકને ખોળામાં બેસાડી વાત્સલ્યથી તેના માથે હાથ ફેરવતાં) કહ્યું, ‘“બેટા ! તારા પિતા પરદેશ ગયા છે. તેઓ રાજકુમાર જેવા સ્વરૂપવાન અને અત્યંત પ્રેમાળ છે’ ૪૨૨ જેમ ડુંગરના શિખરે અશોભનીય કુકઠ ખૂંચે છે, વાદળાંઓના ગડગડાટ અને વીજળીના ચમકારા વનરાજ (કેસરી) સિંહને પીડે છે, ધનુષ્યમાંથી નીકળેલું બાણ નિશાન ચૂકતાં ક્ષત્રિયને પીડે છે, તેમ જેનો પતિ પરદેશ ગયો હોય તેની પત્નીને તેનો વિરહ સાલે (પીડે) છે. ...૪૨૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ સુંદર ગીત પણ મધુર કંઠ વિના રસહીન લાગે છે, લક્ષ્ય વિનાનું બાણ ગમે તેને વીંધી નાખે છે તેથી તે પણ વ્યર્થ છે, માનસરોવરનો વસવાટ કરનારો હંસ ખાબોચિયામાં બેસે તે અશોભનીય છે; તેમ પતિ વિના આ ઢોલિયા, સાજ-શણગાર પણ શૂન્ય (અશોભનીય) છે. ... ૪૨૪ ઢાળ : રર સુનંદાની મનોવ્યથા આંગણિ થૂલભદ્ર આવ્યા રે બહેની એ દેશી. રાગ ઃ અશાવરી. સુનિ દેલી કરી નર ચાલ્યો, વલતો પ્રગટ ન થાય; જેહર્યું નેહ ઘણોરો રે, આગિં તે વિના કિમ રહેવાય સનેહ ... ૪૨૫ સું કિધું તમે એહ, ખિણ રસાલઈ સનેહ; સ0 તુમ વિણ દુર્બલ દેહ સ, જિમ વેલી વિણા મેહ, સું આવી નિહાલો નાહિ... ૪ર૬ જે જગમાંહિ સતલ હતાં, તે કરઈ મુઝ તાપ; ચંદો ચંદન વન તનુ દહતાં, પવન કરઈ સંતોપ પનોતા; અગ્નિ સ્વાહઈ નીર, ન ધોઉં કંચુક ચીર, પનોતા, ન કરું સાર શરીર. ૫૦ તું ન લહઈ પર પીર, ૫૦ ચો તાહરો જસ નેહ ••• ૪૨૭ ૫૦ બાલિ એકોંગોનેહ નાહો લીઆ, પ્રીતિ તણી પતિ જાય; જલનિ મીન મૂઈ દૂખ નાવઈ, મિંની ક્ષણિ ન ખમાય રે કંતા; એ નહી ઉત્તમ રીતિ, રાખો ચકવા પ્રીતિ રે કંતા, રામ હરીની નિત્ય રે કંતા, કઠિણ ન કીજઈ ચીત્ત રે કંતા, તુઝ વિણ સુનિ સે જ રે દિવસ ગમાડું વાત કરતાં, પણિ રયણી ન જાય; અણુરાગી નઈ બીજો રોગી, નિદ્રા નાસી જાય સોભાગી; એક ન લખીએ લેખ, સનેહ ન રાખઈ રેખ, સોભાગી, સ્ત્રી ઉપરિ સ્યો દ્વેષ, સો૦ સુત કાં નાખ્યો ઉવેખ, સો. ઋષભ કહઈ નેહ રાખ્ય . ૪ર૯ અર્થ - “(તું ગર્ભમાં હતો. તારા પિતાજીને અચાનક જવાનું થયું) પુત્ર! તારા પિતાજી આ ઘર, આંગણાં (ડેલી) સૂનાં મૂકી ચાલ્યાં ગયાં. તેઓ આજ સુધી પાછા ફર્યા નથી. મને તારા પિતા પ્રત્યે ખૂબ પ્રેમ છે. હવે તેમના વિના બાકીનું જીવન હું કેવી રીતે જીવીશ? ...૪૨૫ સુનંદાએ કરુણ કલ્પાંત કરતાં કહ્યું, “હે નાથ! તમે આ શું કર્યું? આપની મારા પ્રત્યેની અનહદ પ્રીતી શું ક્ષીણ થઈ ગઈ? જેમ વરસાદ વિના વેલ સૂકાઈ જાય છે તેમ તમારા વિના મારો દેહ દુર્બળ બન્યો છે. હે સ્વામી! શું તમે એક વાર આવીને તમારી કાંતાને જોશો નહીં? ...૪ર૬ જગતમાં તમે મારા માટે શીતલ અને પ્રિયકર હતા. આજ તમે જ મને વિરહનો સંતાપ આપી તાપ પમાડો છો? ચંદ્ર, ચંદન અને શીતળ પવન ભલે મંગળકારી, શાતાકારી હોય છતાં જ્યારે શરીરમાં વ્યાધિ (જવર રોગ) થયો હોય ત્યારે તે ઉદ્વેગ, દુઃખ ઉપજાવે છે. અગ્નિ સર્વનાશ કરે છે, તેમ તમારા વિરહમાં હું For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ખાવા, પીવાનું, પહેરવા ઓઢવાનું કે સાજ-શણગાર કરવાનું ભૂલી ગઈ છું.(અર્થાત્ આપના વિરહમાં મારા અસ્તિત્વનો જ નાશ થયો છે.) શું તમારો આવો પીડાકારી સ્નેહ છે? હવામી! તમે કેવા નિષ્ફર થઈ ગયા છો કે બીજાની વિરહ વેદના પણ સમજતા નથી. મને પ્રેમ રોગની અગ્નિમાં બાળી તમે એકપણ વાંક-ગુનો તમારા સિરે નથી લીધો? હે નાથ! આવી રીતે અળગાં રહેશો તો પિયુ પ્રત્યેનો પ્રેમ નષ્ટ થશે. જળની માછલી પાણી વિના ક્ષણવારમાં મૃત્યુ પામે છે, તેને વધુ દુઃખ ભોગવવું નથી પડતું પણ હું તમારા વિના ક્ષણવાર પણ રહી શકતી નથી. તમારો વિરહ ખમાતો નથી. પત્નીને આવી લાંબી જુદાઈ આપવી, તેનાથી દીર્ધકાળ સુધી દૂર રહેવું એ ઉત્તમ રીત નથી. તમે ચક્રવાક પક્ષીની જેમ મારી સાથે અખંડ પ્રીતિ રાખો. રઘુવંશી રામ અને કેલાસ પતિ શંકર ભગવાને પ્રતિકૂળતામાં પણ પત્નીને સદા સાથે રાખી છે. હે નાથ ! આ રીતે તમારી પત્ની પ્રત્યે હૃદય પત્થર જેવું કઠણ ન કરો. હે આર્યપુત્ર! તમારા વિના આ ઘર, આંગણ અને ઢોલિયાં સૂનાં પડ્યાં છે. ... ૪૨૮ આર્યપુત્ર! દિવસ તો કામકાજ અને સખીઓ સાથે વાર્તાલાપ કરવામાં પસાર થઈ જાય છે પણ આ રાત્રિની વેળા કોઈ રીતે વ્યતીત થતી નથી. એક અનુરાગી (પ્રેમી) અને બીજો રોગી આ બન્નેની નિદ્રા હરામ બને છે. હે પ્રાણેશ્વર ! તમે મને એક પણ પત્ર ન લખ્યો? (શું મારા પ્રેમમાં કોઈ ખોટ હતી કે, તમે મારી સાથે કોઈ પણ જાતનો સંબંધ (સ્નેહ) ન રાખ્યો. પોતાની પત્ની ઉપર ભલા કેવો દ્વેષ? અરે! પુત્રનો શું ગુનો હતો કે તેની પણ ઉપેક્ષા કરી?' કવિ ઋષભદાસ કહે છે કે સુનંદાએ વિલાપ કરતાં પતિને સ્નેહ અખંડ રાખવાની વિનંતી કરી. ... ૪૨૯ દુહા : ર૬ અસ્યાં વચન મુખિ ચિરઈ, અભયકુમારની માય; રુદન કરંતિ ભાખતી, નીજ પીઉ તણી કથાય ••• ૪૩૦ અર્થ - અભયકુમારની માતા સુનંદા પતિની યાદ આવતાં કરુણ વચનો ઉચ્ચારતી વિલાપ કરવા લાગી, તેણે રડતાં રડતાં બાળકને પોતાના પતિનો વૃતાંત કહ્યો. (સુનંદાની આંખમાંથી ચોધાર અશ્રુ વરસતા હતા. અભયકુમારે પોતાના નાનકડા હાથો વડે માતાના આંસુ લૂછડ્યા.) ... ૪૩૦ ઢાળઃ ર૩ રાજગૃહી નગરી તરફ પ્રયાણ ચાલિ ચતુર ચંદ્રાનની એ દેશી. પૂત પરદેસિઅ તેહનો, ગયો પરણી નઈ મુઝ રે; લખીએ ચીઠી એક આપતો, અપાવીય છઈ તુઝરે ... ૪૩૧ પૂ. વાંચીય માયનઈ સુત કહઈ, જઈઈ ચાલિ જિહાં તાત રે; બાપ પૃથવી પતિ રાજીઉં, બેઉ સજ થઈ જાત રે ••• ૪૩૨ પૂ. સેઠ ધનાવા માયનિ, જઈ લાગતાં પાય રે; સીખ માગઈ બેહુ સંચરઈ, માત ગલગલી થાય રે ••• ૪૩૩ પૂ. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' પુત્રીનો મોહ મનિ ધરઈ, રૂઈ તાત નઈ માત રે; કિહાં મિલવું હવઈ તુમ તણઈ, વિસારી મમ જાત રે ... ૪૩૪ પૂ. રથ બેસી બેઉ સંચરયાં, સહુ જાય રે; કુમર પુત્રી માગઈ, લાગઈ સજનનિ પાય રે » ૪૩૫ પૂ. રાજગૃહી ઉદ્યાનમાં, મુંકી આપણી માય રે; સાથ શકુન જોઈ સંચરઈ, વલઈ બાપ નઈ માય રે ... ૪૩૬ પૂ. કેતઈ સુત માંડલી, નગર ટૂંકડાં થાય રે; કુમર કહઈ જોઉં જઈ નગરમાં, અહાં કુણી છઈ રાય રે ...૪૩૭ પૂ. જનની કહઈ એ નગરમાં, બાંહ ધરત ધૂતાર રે; હું વનમાં તું તો નાહનડો, કરઈ કુણ મુઝ સાર રે ... ૪૩૮ પૂ. પૂત્ર કહઈ મમ બીહ તું, અહી હસઈ રંગ રોલ રે; આપણ નઈ અહી આવતાં, મલઈ પાન તંબોલ રે • ૪૩૯ પૂ. અસ્યુઅ કહી સુત સંચરયો, પોહતો નગરની પોલિ રે; તવ કુમરીએ શ્રીફલ ગ્રહી, આવિ કંકુ ઘોલિ રે .. ૪૪૦ પૂ. એક અવ્વાણું કરિ કરી, માંહિ ફોકલ દ્રોઅ રે; આવિ રે આવિ ઉતાવલો, જિમ વંછિત હોઈ રે . ૪૪૧ પૂ. એમ ભણંતિ તિહાં કામિની, સુણી નગરમાં જાય રે; પાંચસઈ એક ઊણા નૃપિં, પરધાન મેલાય રે ... ૪૪૨ પૂ. અર્થ:- માતાએ પુત્રને કહ્યું, “(હે પુત્ર!તારા મિત્રોનું માઠું લગાડ) તારા પિતાજી પરદેશથી એક દિવસ અહીં આવ્યા હતા. તેમણે મારી સાથે લગ્ન કર્યા.(તેઓ બે વર્ષ અહીં રોકાયા) પરદેશ જતાં પહેલાં તેમણે મને એક ચિઠ્ઠી આપી છે. આચિઠ્ઠી તેમણે તારા માટે લખી છે.” ..૪૩૧ (માતાએ પત્ર અભયકુમારના હાથમાં આપ્યો.) અભયકુમારે પત્ર વાંચ્યો. પોતાની બુદ્ધિથી એક ક્ષણમાં તે બધું સમજી ગયા. તેણે માતા સમક્ષ(ચપટી વગાડતાં) કહ્યું, “મા! મારા પિતાજી ક્યાં છે? તેની મને ખબર છે. ચાલો! આપણે પિતાજી પાસે જઈએ. મારા પિતા રાજગૃહી નગરીના રાજા છે.” માતા અને પુત્ર બંને મહારાજા શ્રેણિક પાસે જવા તૈયાર થઈ ગયા. ...૪૩૨ સુનંદા અને અભયકુમારે ધનાવાહ શેઠ અને શેઠાણીને પ્રણામ કર્યા. બંનેએ મહારાજા શ્રેણિકને મળવા જવાની પરવાનગી માંગી. પુત્રીની વિદાયથી માતાનો કંઠ ભરાઈ જતાં ગળગળાં બન્યા....૪૩૩ પુત્રી અને દોહિત્રના વિદાયથી ધનાવાહ શેઠ મોહવશ આંસુ સારવા લાગ્યા. શેઠ અને શેઠાણીએ (૧) શ્રેણિકે પત્ર ન લખતાં ચિત્રશાળાની દિવાલ પર લખ્યું કે, “રાજગૃહી ગામ, ગોપાલ નામ, ધવલ ટોડે ઘર' (રાજકુમાર શ્રેણિક (હિન્દી), પૃ.-૭૦) For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૯ રડતાં કહ્યું, “તમે હવે અમને ક્યારે અને ક્યાં મળશો? દીકરી!અમને ભૂલી નહીં જતી.” ... ૪૩૪ (અભયકુમારે નાના-નાનીનાં આશીર્વાદ મેળવ્યાં. શેઠ-શેઠાણીએ માર્ગમાં જતાં જરૂરી સૂચનાઓ આપી વિદાય કર્યા.) માતા અને પુત્રએ રથમાં બેસી રાજગૃહી નગરી તરફ જવા પ્રયાણ કર્યું ત્યારે ગામના પાદર સુધી કુટુંબીજનો વળાવવા ગયા. અભયકુમાર અને સુનંદાએ છેવટે માતા-પિતાની અને વજનોની રજા લીધી. સૌને પગે લાગી માતા પુત્ર રથમાં બેસી ચાલ્યા. ..૪૩૫ સુનંદાના માતા પિતા રથને જતાં જોઈ રહ્યાં. રથ દેખાતો બંધ થતાં તેઓ પાછા વળ્યા. માતા અને પુત્રએ શુકન-અપશુકન જોઈ યાત્રા પ્રારંભ કરી. કેટલાક દિવસોના પ્રવાસ પછી માતા અને પુત્ર રાજગૃહી નગરીની સમીપમાં પહોંચ્યા. ...૪૩૬ અભયકુમાર પોતાની માતા સાથે રાજગૃહી નગરીના બહારના ઉદ્યાનમાં આવ્યા. તેમણે રથને પાછો વાળ્યો. માતાને કહ્યું, “હું નગરના રાજા કોણ છે તેની તપાસ કરી આવું.' ...૪૩૭. સુનંદાએ પુત્રને શીખામણ આપતાં કહ્યું, “બેટા!રાજગૃહી નગરી ઘણી મોટી છે. આ નગરીથી તું અજાણ છે. અહીં તને કોઈ ધુતારાઓ હાથ પકડી ઠગી ન જાય તેનું ધ્યાન રાખજે. તું હજી બાળક છે. તેને કોઈ પકડી જશે તો મારી દેખરેખ કોણ કરશે?” ...૪૩૮ અભયકુમારે કહ્યું, “માતા! તમે ડરશો નહીં. તેમને કોઈ તકલીફ નહીં થાય.) તમે જો જો અહીં વિલાસ અને આનંદની છોળો ઉડશે કારણ કે આપણને અહીં આવ્યા ત્યારે માર્ગમાં નાગરવેલનાં પાન (તંબોલ)નાં શુકન થયાં છે.” ... ૪૩૯ અભયકુમાર માતાના આશીર્વાદ મેળવી નગર તરફ ગયા. તેમને નગરની પોળમાં પ્રવેશતાં શુભ શુકન થયાં. એક કુંવારી કન્યાહાથમાં થાળી લઈને આવી. આ થાળીમાં શ્રીફળ અને કુમકુમ હતા....૪૪૦ કન્યાના હાથમાં અવ્વાણું (મંગળ પ્રસંગે ભરવામાં આવતું એક અખંડ અનાજનું પાત્ર) હતું. તેમાં સોપારી, દુર્વા(દરો) હતી. અભયકુમાર શુભ શુકન જોઈ ઉતાવળા ચાલતા નગરમાં પ્રવેશ્યા. જાણે કોઈ મનોવાંછિત શુભ ન થવાનું હોય! ... ૪૪૧ નગરના ચૌટા પર સ્ત્રીઓ એકબીજાને સાદ કરી કહેતી હતી. સ્ત્રીઓની વાત સાંભળી અભયકુમાર જ્યાં લોકોનું ટોળું એકઠું થયું હતું ત્યાં ગયા. રાજાના ચારસો નવાણું (૪૯૯) મંત્રીઓ હતા. રાજાને એક પ્રધાનમંત્રીની જરૂર હતી. .. ૪૪૨ મહામંત્રીની નિમણૂંક એક પરધાન જોઈઈ વડો, જોવાતાસ પરીખ્યાય રે; વારિ હિણો કૂઉ જોઈ કરી, નાંખી તિહાં મુદ્રાય રે • ૪૪૩ પૂ. નૃપ કહઈ કુપ કંઠઈ રહી, લીઈ કોય મુદ્રાય રે; પ્રધાન પણું સહી તેહ લઈ, દીય શ્રેણિક રાય રે ... ૪૪૪ પૂ. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' લોક મલ્યાં તિહાં અતિ ઘણા, લીઈ કુણ મુદ્રાય રે; જાણ નઈ બુધિ ઉપજઈ, લાજી મંદિર જાય રે . ૪૪૫ પૂ. સેઠ સૂતા જઈ ઉરડઈ, મહિતા મુંકતા માન રે; સુભટ સહુ તિહાંઉ સરઈ, માંડઈ કો નવિ કાન રે ... ૪૪૬ પૂ. બુધિ વિના સહું સ્યુ કરઈ, ઊભા ટગમગ જોય રે; ઋષભ કહઈ બુધિ ઉપજઈ, રૂડી પરિ સુખ હોય રે .. ૪૪૭ પૂ. અર્થ:- મહારાજાએ મુખ્યમંત્રીની નિમણૂંક કરવા એક યોજના કરી હતી. તેમણે નિર્જળ કૂવામાં પોતાની એક મુદ્રિકા (વીટી) નાખી હતી. ...૪૪૩ રાજાએ ઉદ્ઘોષણા કરી હતી કે, “કૂવાનાં કાંઠે ઊભા રહી, કૂવામાં પડેલી મુદ્રિકા લઈ જે કોઈ વ્યક્તિ પહેરશે તેને રાજા પ્રધાનપણું તેમજ પોતાની વીંટી આપશે.” ... ૪૪૪ ઉદ્ઘોષણા સાંભળી અનેક લોકો મુખ્યમંત્રી થવાની મહત્ત્વાકાંક્ષાથી એકત્રિત થયાં હતાં. સૌ વિચારવા લાગ્યા કે આ કૂવામાંથી વીંટી બહાર કાઢી કોણ મેળવશે? જ્ઞાની, ચતુર, હોંશિયાર અને બુદ્ધિ જીવી લોકોને પણ કોઈ ઉપાય ન જડ્યો. તેઓ શરમાઈને ઘર ભેગાં થયાં. ...૪૪૫ નગર શ્રેષ્ઠીઓ પણ કોઈ યુક્તિ ન સૂઝવાથી નિરાશ થઈ પોતાના આવાસે જતાં રહ્યાં. મંત્રી અને પ્રધાનોનું ગર્વ ઉતરી ગયું. સુભટો પણ તે સ્થાન છોડી લજ્જાના માર્યા હળવેથી ત્યાંથી સરકી ગયાં. (કોઈએ પણ બુદ્ધિનો ઉપયોગ જ ન કર્યો.) નગરજનો કાન માંડીને સાંભળવા ઉત્સુક હતા (કે આ વીંટી કૂવામાંથી બહાર કોણ કાઢશે?) ...૪૪૬ સાચી વાત એ છે કે બુદ્ધિ વિના સહુ શું કરે? તેઓ ઊભા ઊભા એકબીજાની સામે ટગર ટગર જોતા રહ્યાં. કવિ કહે છે કે જેની પાસે તીવ્ર બુદ્ધિ છે, તે ચારે બાજુનું ઘણું સુખ પ્રાપ્ત કરે છે. ..૪૪૭ દુહા : ૨૭ ભરત નટાવાનો વલી, રોહો દિકરો હોય; ઉજેણિ પાસિં વલી, પુરુષ વસંતી હોય ... ૪૪૮ અર્થ:- ભરત નામના નૃત્યકારનો રોહકુમાર નામનો બુદ્ધિશાળી દીકરો હતો. તે ઉજ્જૈની નગરીની પાસે એક ગામમાં રહેતો હતો. ઉજ્જૈની નગરીમાં લોકો વસંતોત્સવ ઉજવતા હતા. ચોપાઈઃ ૬ વિચક્ષણ બુદ્ધિના સ્વામી રોહકુમાર એક દિન તાત બરાબરિ હુઉં, ઉજેણી આવ્યો છઈ રોઉં; સિપ્રા નદી નઈ કાંઠઈ જઈ, ઉજેણી આલેખી સહી નગર ઘણીઈ દીઠી જસિં, રોહા ઉપરિ તુઠો તસિં; હરખી નઈ આપિલું એક ગામ, રોહો તિહાં રહેવાનું કામ ... ૪૫૦ એક દિન અજ નૃપ તિહાં મોકલેહ, ભારે હલકો મમ કરી એહ; વાઘ પાસિ બાંધ્યો ખડ ખાય, તોલ્યો તામ બરાબર થાય ... ૪પ૧ ... ૪૪૮ • ૪૪૯ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૧ •••૪૫ર ••• ૪૫૬ ... ૪૫૮ તિલ ગાડું મોકલીઉં કરી, ઊધઈ માપઈ લેયો ભરી; સમઈ માપિ મુઝ દેયો તેલ, રોહો કરયો આરીસઈ ખેલ વલી ગજાદિક બોલ બહુ થયા, તેહના પટઉતર તિહાં કહ્યાં; થાપી રાઈ કરયો પ્રધાન, રોહો નાનડો બુધિ નિધાન ... ૪પ૩ જયમ ઘંટાનિ બુદ્ધિ કરી, રચૂડ ધન લેતો ફરી; કુટકટા દ્વીપિં તે જાય, ધૂતારા મલીઆ તેણઈ ઠાય ૪૫૪ પ્યાર સેઠ ધન લઈ ઈમ કહી, વાહણ ભરી તુમ દેસ્ડ સહી; માંગ્યા તિહાં મસાનાં હાડ, તવ તે ચ્યારઈ હારયા સાંડ ૪૫૫ કાણો પંચસિં સોવન ખોય, આંખિ ગરહેણઈ મુંકી સોય; રત્નચૂડ કહઈ બીજી દેઅ, તેહ બરાબરિ તોલિ લેબ માલી ચોસર તિહાં આપેહ, કહઈ મુઝનઈ તું કાં એક દેહ; ધરઈ દેડકો ધડમાં તિહાં, કાઢતાં કાં એક પોચેહ ૪૫૭ કાષ્ટ પાવડી દેઈ સુતાર, રલીયાત કરસો નર સાર; રાજાનઈ ધરિ આવ્યો દૂત, સૂત્રધાર રલીયાત દૂત ધૂતારા વાણિગ આવેહ, ઉદધિ જલ સંખ્યા કરી દેવ; નદી નીર નઈ બાંધો તુમ્યો, મધુ નીર સાયરનાં અમ્યો રાજ સભાઈ હારયાં સહુ, ભરી માલનિ આવ્યો નઉ; 28ષભ કહઈ જગિ બુધિ પ્રમાણ, મુદ્રા કાજિ નર હુઆ અજાણ ... ૪૬૦ અર્થ:- એક દિવસ રોહકુમાર પોતાના પિતા સાથે ઉજ્જૈની નગરી આવ્યો. તે સમયે ઉજ્જૈનીમાં વસંતોત્સવ ઉજવાતો હતો. (આ વસંતોત્સવમાં નગરના રાજા પણ આવ્યા હતા.) રોહકુમાર સિપ્રા નદીના કિનારે ગયો. ત્યાં સફેદ રેતી પર તેણે ઉજ્જૈની નગરીનો આબેહૂબ નકશો દોર્યો. ...૪૪૯ રાજાએ નકશો જોયો. તે રોહકુમારની કલાકૃતિ જોઈ ખુશ થઈ ગયા. રાજાએ ખુશ થઈ તેને એક ગામ ભેટ આપ્યું. રોહકુમાર હવે તે ગામમાં રહેવા લાગ્યો. .. ૪૫૦ એક દિવસ રાજાએ રોહકુમારની બુદ્ધિની પરીક્ષા કરવા એક બકરો (અજ) મોકલ્યો. રાજાએ કહ્યું, “રોહકુમાર! (પંદર દિવસ પછી આ બકરાને મોકલી આપજે પણ એક શરત છે.) આ બકરો ભારે કે હળવો ન થવો જોઈએ.(અર્થાતું તેનું વજન વધવું કે ઘટવું ન જોઈએ.)” રોહકુમાર ખૂબ બુદ્ધિશાળી હતો. તેણે વિચાર્યું, “જો ખાવાનું આપીશ તો બકરો ભારે થશે અને જો ખાવાનું ઓછું આપીશ તો તેનું વજન ઘટી જતાં હલકો-દુર્બળ બનશે.') રોહકુમારે એક યુક્તિ કરી તેને દિવસે ખડ ખાવા આપી પુષ્ટ કર્યો. અને રાત્રે વાઘના પાંજરાની બાજુમાં બાંધ્યો. વાઘના ડરથી બકરો ફફડતો રહ્યો તેથી તેનું વજન ન વધ્યું કે ઘટયું. (૧) રોહકુમારની કથા : શ્રી નંદીસૂત્ર, પૃ. ૧૧૦ થી ૧૧૫ •.. ૪૫૯ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ બકરાને જ્યારે તોલવામાં આવ્યો ત્યારે તેનું વજન જેટલું હતું તેટલું જ રહ્યું. ...૪૫૧ રાજાએ રોહકુમારની કસોટી કરવા પુનઃ ફરી થોડા દિવસ પછી એક તલનું ભરેલું ગાડું મોકલ્યું. રાજાએ કહ્યું, “રોહકુમાર ! તારે ઊંધા માપથી ભરીને લેવું અને સીધા માપથી માપીને આપવું.’’ કુશાગ્ર બુદ્ધિશાળી રોહાએ તરત જ એક અરીસો મંગાવ્યો. તે ક્રિયા અરીસામાં પ્રતિક્રિયારૂપે દેખાઈ. ૪૫૨ ત્યાર પછી રાજાએ ગજાદિક વિશે તે બાબતમાં ઘણાં પ્રશ્નો પૂછ્યા. રોહકુમારે ઔત્પાતિકી બુદ્ધિથી બીરબલની જેમ તરત જ પ્રત્યુત્તર આપ્યાં. રોહકુમાર નાનકડો હોવા છતાં તીવ્ર બુદ્ધિશાળી અને હાજરજવાબી હોવાથી રાજાએ તેને પ્રધાનપદે સ્થાપિત કર્યો. કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ... ૪૫૩ રત્નચૂડ નામનો એક તીવ્ર બુદ્ધિશાળી વણિક હતો. તે ઠગારાઓ પાસેથી ચોરેલું ધન પાછું મેળવતો હતો. એકવાર તે કુટકટા દ્વીપે ગયો ત્યારે માર્ગમાં તેને ચાર ઠગારાઓ મળ્યા. ૪૫૪ એક શેઠ ધન લઈને પોતાના દેશમાં આવતા હતા ત્યારે ચાર ઠગારાઓ માર્ગમાં મળ્યા. તેમણે કહ્યું, ‘‘તમે અમને વહાણમાં માલ ભરી આપજો. અમે તેનું મૂલ્ય આપી દઈએ છીએ.’’ (શેઠ ખૂબ ભોળા હતા. તેમણે મૂલ્ય પ્રમાણે કિંમતી વસ્તુઓ વહાણમાં ભરી. વહાણ થોડું જ ભરાયું. ઠગોએ કહ્યું, ‘‘શેઠજી ! આખું વહાણ ભરવાની આપણી વચ્ચે વાત થઈ છે. હવે શું કરવું ?’' શેઠે રત્નચૂડની સલાહ લીધી.) બુદ્ધિશાળી રત્નચૂડે કહ્યું, “મશાનમાંથી હાડકાં મંગાવી આખું વહાણ ભરી આપ. આ પ્રમાણે કરતાં ચારે ઠગારાઓ હારી ગયા. ... ૪૫૫ એક આંખે કાણો` ઠગ પુરુષ શેઠને કહે છે કે, ‘હું તમારે ત્યાં આંખ ગીરવી મૂકીને પાંચસો સુવર્ણમુદ્રા લઈ ગયેલો.'’ (હકીકતમાં આ વાત ધૂતારાઓએ ઉપજાવી કાઢેલી હતી. શેઠ કશું જાણતા ન હતા. ઠગે ખૂબ જીદ કરી.) ત્યારે રત્નચૂડ વેપારીએ કહ્યું, ‘મારે ત્યાં ઘણા માણસોની આંખ ગીરવે મૂકેલી પડી છે. તેમાં તમારી આંખ કઈ છે તે શી રીતે જાણવું ? તેથી તમારી બીજી આંખ કાઢી આપો તો તે પ્રમાણે વજન કરીને તમારી આંખ શોધી આપું.’’ (બિચારો ઠગ સમજી ગયો કે આ તો શેરના માથે સવા શેર જેવો છે તેથી ત્યાંથી જતો રહ્યો.) ૪૫૬ માળી ચોરસ હાર રત્નચૂડને આપે છે. માળી તેને પૂછે છે કે તું મને શું આપીશ ? રત્નચૂડ કહે છે કે કંઈક આપીશ ? (ગણિકાએ માળીને શીખવ્યું) માળીએ ઘડામાં દેડકો નાખી આપ્યો, કાઢતાં તેમાંથી કંઈક મળ્યું. (શઠમ્ પ્રતિ શાઠયમ્). ... ૪૫૭ સુથારે રત્નચૂડને લાકડાની ચાખડી આપી. તેણે કહ્યું ‘‘હું તને ખુશ કરીશ.’’ રાજાના ઘરે ધૂર્ત આવ્યો. સુથારે તેને કહ્યું, ‘‘તું ખુશ છે ને ?’’ ( જો ખુશ નથી એમ કહે તો રાજા દ્વારા વધ થાય.)... ૪૫૮ એક નગરમાં ધૂતારા વાણિયા આવ્યા. તેમણે કહ્યું, ‘‘સમુદ્રના જળની સંખ્યા ગણીને કહો.’’ ત્યારે રત્નચૂડે કહ્યું, “પ્રથમ તમે સર્વ નદીઓનાં જળને સમુદ્રમાં જતાં રોકી દો, પછી હું ગણી આપું કારણકે નદીનું નીર મીઠું અને સાગરનું નીર ખારું છે. બંને ભેગા થવાથી જળરાશિની સંખ્યા ગણવામાં ભૂલ પડે.’' ધૂતારાઓ (૧) કાણા ધૂર્તની કથા : કથારત્નમંજૂષા ભાગ-૧, પૃ.૨૪૬ થી ૨૫૨ For Personal & Private Use Only ... ... Page #112 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી હારીને ત્યાંથી પાછા ફર્યા. ...૪પ૯ ધૂતારાઓ રાજસભામાં હારી ગયા. રચૂડ કિંમતી વસ્તુઓ વહાણમાં ભરી લઈ આવ્યો. કવિ ઋષભદાસ કહે છે કે, જગતમાં બુદ્ધિ જ પ્રમાણ છે. રાજગૃહી નગરીમાં કૂવામાંથી વીંટી પ્રાપ્ત કરવા માટે લોકો અસમર્થ બન્યા. ... ૪૬૦ દુહા-૨૮ મુદ્રા પહેરી નવિ સકઈ, મલયાલોક અનેક; અભયકુમાર તિહાં આવીઉં, મુરતવંત વિવેક ... ૪૬૧ અર્થ - રાજગૃહી નગરીમાં એક પણ વિશિષ્ટ પ્રજ્ઞાધારી વ્યક્તિ ન હતો જે કૂવામાંથી મુદ્રિકા કાઢી પહેરી શકે. (અભયકુમારને લાગ્યું કે આ સારી તક છે.) ત્યારે તેજસ્વી, ગંભીર અને વિવેકી અભયકુમાર લોકોના સમૂહની વચ્ચે આવ્યા. .. ૪૬૧ ઢાળ : ૨૪ પિતા પુત્રનું મિલન - મહામંત્રી અભયકુમાર ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ મલ્હાર. અભયકુમાર પૂછાઈ તહી, કહ્યું લોક મિલાય રે; પુરુષ લેવી મુદ્રિકા બેઠા એણઈ ઠાય રે અભય આંચલી... ૪૬ર શ્રેણિક અહી રાજીઉં, જેનિં બહું મંત્રીસ રે; એક અધિપતિ કરવા ભણી, જુઈ નગરમાં ઈસ રે ••• ૪૬૩ અ૦ કોઉ પરદેસી પહેરસઈ, લેઈ મુદ્રીકા એહ રે; તોહ પરધાન વટી નૃપો, પૂછી તેહનિ દેહ રે • ૪૬૪ અ૦ રાયનિ પૂછીઉં સેઠી ઈ, બોલ્યો શ્રેણિકરાય રે; જેહવાલઈ નર ગાયનિ, આજ તેહગોવાલ રે ... ૪૬૫ અ૦ વેગિ તેડો જઈ કુમર નઈ, બોલ્યો શ્રેણિકરાય રે કુમર લઈ કુપથી મુદ્રિકા, મંત્રી તું જિમ થાય રે • ૪૬૬ અ૦ વચન સુણી નર હરબીઉં, ચડ્યો કુપ છઈ જ્યાંહિ રે; અભયકુમાર અણાવતો, ગાઢું છાણ તે ત્યાહિં રે ૪૬૭ અ૦ નરખી નર તું અ નાખીઉં, ચાંપી મુદ્રિકા છાણિ રે; અગનિ પૂલા તિહાં બાલીઆ, રેડિઉં પાણીઅ આણિ રે ••• ૪૬૮ ૦ કુપ ભરયો જ કંઠ લગઈ, તરી આવીઉં છાણ રે; લેઈઅ વીટીઅ કરિ ઘાલતો, કરતી લોક વખાણ રે •.. ૪૬૯ ૪૦ રાય મલ્યો કુણ કુમરઉં, લાઘો સકલ તસ અવદાત રે; કહઈ બેનાતટિ હું હતો, લાઘો સકલ અવદાત રે ... ૪૭૦ અ૦ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ८४ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” •.. ૪૭૧ અ૦ ... ૪૭૨ અ. ••. ૪૭૩ અ૦ ••• ૪૭૪ અ૦ ... ૪૭૫ અ૦ ••• ૪૭૬ અ૦. •.. ૪૭૭ અ૦ નૃપ કહઈ તિહાં વિવારીઉં, બનાવો જ અત્યંત રે; એક પુત્રી જ તસ સગર્ભણી, મુંકી ગયો તસ કંત રે તેહની સુધિ જો તુ લઈ, તું કહઈ મુઝ વાત રે; કવણ રૂપંઈ તે સુંદરી, કાસિઉ તેહનું જાત રે તેહ વલભ મુઝ જીવથી, કરી તિ તસ યાત્ર રે; તેહની માતા દીઠી વલી, મુઝ પ્રેમનું પાત્ર રે તેહ વાહલી મુઝનિ ઘણું, જપઈ તે મુઝ નામ રે; રોહિણી વલભ ચંદ્રમાં, સીતા મનિ જયમ રામ રે કુમર કહઈ ચિં દીઠી સહી, દીઠો તેહનો પૂત રે; તેહ મીત્રી અછઈ મહારઈ, મહારઈ પ્રીતિ અદભૂત રે રાય પૂછઈ કસ્યો કુમર તે, કલા વકસ્યું રૂપ રે; મુઝનઈ દેખતાં જાણયો, તિમ સકલ સરૂ૫ રે રાય કહઈ મુઝ કિમ લઈ, તેહ કુમર સુજાણ રે; મુઝ મિલતાં તે મલ્યો, આલગા નહી ત: પ્રાણ રે તેહનિ તિહાં મુકી કરી, આવ્યો તું કુણ કામિ રે; કુમર કહઈ તસ માય ચું, આવ્યો છું એણઈ ગામિ રે આ રથ સહિત તે સુંદરી, મૂકી મિં પૂર બાહરિ રે; ભૂપ શ્રેણિક હરખ્યો ઘણું, દેખાડો તેહ નારિ રે મુઝનઈ દીઠઈ તે દીઠી સહી, જે કઈ માહરી માત રે; ઉઠીય આનંગતો, જાણ્યો આપણો જાત રે એમ કુશલ છઈ તુમ તણાઈ, નિરોગી તુઝ માત રે; હરખ ધરઈ દલિ લેઈ કરી, સાતમો સ્ત્રીનિ જાત રે સતીય દીઠી દ્યણી ઘણું, અંગિ નહિ જ શિણગાર રે; તેલ નઈ તિલક ચંદન નહી, નહી સરસ સુભ આહાર રે ચીર ચરણા અનિ કંચઉં, નહી નિરખેલા તેહ રે; પાનનઈ પુફ ભૂષણ નહી, દીસઈ ડૂબેલો દેહ રે દેખીય રાય રંજ્યો ઘણું, સતી કુમરની માય રે; આપ મંદિર લેઉ આવી, પૂરઈ સકલ ઈછાય રે પુત્ર પ્રધાન તું થાસહી, સોપ્યો ઘરતણો ભાર રે; રાય શ્રેણિક કરતો તિહાં, વરત્યો જયજયકાર •.. ૪૭૮ અ. ••• ૪૭૯ અ૦ • ૪૮૦ અ૦ ૪૮૧ અ૦ • ૪૮૨ ૪૦ ••• ૪૮૩ અ૦ ... ૪૮૪ અ. ... ૪૮૫ અ૦ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય યોગિં મલ્યો દિકરયો, સુનિં વલી માય રે; દેવ તણાં સુખ ભોગવઈ, સાચો શ્રેણિકરાય રે ૪૮૬ અ૦ ... ૪૮૭ અ શ્રેણિક રાસ ખંડ જ વલી, બીજો એટલઈ હોય રે; ઋષભ કહઈ નર સાંભલો, કથા આગલિં સોય રે અર્થ : - અભયકુમારે ટોળા વચ્ચે જઈને પૂછ્યું, “ભાઈ ! અહીં આટલા બધા લોકો શા માટે ભેગાં થયાં છે ?’’ લોકોએ કહ્યું, ‘‘અહીં નગરજનો કૂવામાંથી રાજાની નાખેલી મુદ્રિકા કાઢી તે પહેરવા એકત્રિત થયાં છે . ...૪૬૨ (ભાઈ ! તમે કોઈ પરદેશી લાગો છો) આ નગરીના મહારાજા શ્રેણિક છે. તેમના ઘણાં મંત્રીઓ છે. તેમને એક મુખ્યમંત્રીની જરૂર છે. તેમણે મહામાત્યાની નિમણૂંક કરવા માટે નગરમાં આ પરીક્ષા ગોઠવી છે.(જે પ્રધાન મંત્રી બનશે તેને અડધું રાજ્ય રાજા આપશે)’’ ...૪૬૩ (અભયકુમાર કૂવા પાસે આવ્યા. તેણે કૂવામાં પડેલી હીરાની વીંટી જોઈ) અભયકુમારે પૂછ્યું, “શ્રેષ્ઠીવર્ય ! કોઈ પરદેશી આ કૂવામાંથી મુદ્રિકા લઈ પોતે પહેરે તો તેને રાજા પ્રધાનપદ આપશે ? તમારા રાજાને જઈને પૂછો.’’ ...૪૬૪ શેઠે જઈ રાજાની સમક્ષ પરદેશીનું વર્ણન કર્યું તેમજ સર્વ વિગત કહી ત્યારે રાજાએ કહ્યું, ‘“જે ઢોરોને ચરાવવા લઈ જાય તે ગોવાળિયાને પણ આજે ભાગ્ય અજમાવવા મળશે. શેઠજી તમે જલ્દીથી પરદેશી કુમારને બોલાવો.’’ ...૪૬૫ મહારાજા શ્રેણિકે તરત જ અભયકુમારને રાજસભામાં બોલાવ્યો.( તેની તેજસ્વીતા જોઈ રાજા ખુશ થયા.) રાજાએ કહ્યું, ‘‘કુમાર ! કૂવામાંથી મુદ્રિકા લઈ તું મંત્રીપદ મેળવ.’’ ૪૬૬ (અભયકુમારે આજ્ઞા મળતાં જ રાજાને પ્રણામ કર્યા. પોતાની બુદ્ધિ અને ચાતુર્યનું પ્રદર્શન ક૨વાનો મોકો મળ્યો તેથી) અભયકુમાર ખુશ થયા. તે કૂવાની કાંઠે ચડચા. ત્યારપછી તેમણે બાજુની પોળ માંથી જ્યાં ગાય ભેંશનાં વાડામાંથી તાજું અને કઠણ છાણ મંગાવ્યું. ...૪૬૭ તેમણે કૂવામાં રહેલી મુદ્રિકા પર બરાબર નિશાન તાકી છાણ તેના પર ફેંક્યું (ગોબર બરાબર મુદ્રિકા પર પડયું.) મુદ્રિકા તેમાં ચોંટી ગઈ. ત્યાર પછી તેમણે સૂકા ઘાસના પૂળા મંગાવી તેને સળગાવી ગોબર ઉપર ફેંક્યાં. અગ્નિની ગરમીથી ગોબર સૂકાઈ ગયું) ત્યાર પછી પાસે રહેલા કૂવામાંથી તેનું પાણી યંત્રની નીક વાટે ખાલી કૂવામાં ભરવામાં આવ્યું. ૪૬૮ કૂવો પાણીથી કાંઠા સુધી છલોછલ ભરાઈ ગયો. હલકું છાણું પાણીની ઉપર તરવા લાગ્યું. અભયકુમારે પોતાના હાથે છાણું બહાર કાઢયું. તેમણે છાણામાંથી વીંટી કાઢી પોતાની આંગળીમાં પહેરી લીધી. લોકો તેમની ચતુરાઈની પ્રશંસા કરવા લાગ્યા. ૪૬૯ મહારાજા શ્રેણિક અભયકુમારની પ્રખર બુદ્ધિ ચાતુર્યથી પ્રભાવિત થયા. રાજાએ કહ્યું, ‘“હે કુમાર તમે કોણ છો ? તમારો સર્વ વૃત્તાંત પ્રકાશો.'' અભયકુમારે કહ્યું, ‘‘હું બેનાતટ નગરનો રહેવાસી છું. હું ત્યાંની For Personal & Private Use Only ૯૫ ... .. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સર્વ વાત જાણું છું. ’ ...૪૭૦ રાજાએ બેનાતટ નગરનું નામ સાંભળી તરત જ ચોંકીને કહ્યું, “બેનાતટ નગર ! ત્યાં ધનાવાહ નામના ધનાઢચ શ્રેષ્ઠી રહે છે. તેમની એક અતિ સ્વરૂપવાન અને ચતુર કન્યા છે. જે ગર્ભવતી હતી ત્યારે તેનો પતિ તેને છોડી પરદેશ જતો રહ્યો હતો. ...૪૭૧ તેના સમાચાર જો તું જાણતો હોય તો બધી વાત વિગતવાર કહે. (રાજાને પોતાની પત્ની સુનંદાના સમાચાર સાંભળવાની ઉત્સુકતા તીવ્ર બની. તેમણે અભયકુમારને પૂછ્યું), ‘“તે સુંદરીનું રૂપ કેવું છે ? તેનો પુત્ર કોના જેવો છે ? ...૪૭૨ તે પુત્ર મને પ્રાણથી પણ પ્યારો છે. શું તું તેને મળ્યો છે ?’’ અભયકુમારે કહ્યું, ‘“મેં તેની માતાને જોઈ છે, મને તે ખૂબ પ્રેમ કરે છે. ...૪૭૩ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ મને પણ માતા અત્યંત પ્રિય છે. તે આખો દિવસ મારા નામનું જ રટણ કરે છે. રોહિણીને ચંદ્રમા પ્રત્યે લગાવ છે, સીતાને રામ અત્યંત પ્રિય છે; તેમ તેને મારા પ્રત્યે અત્યધિક રાગ છે.’’ ૪૭૪ અભયકુમારે આગળ કહ્યું, ‘‘રાજન્ ! મેં માતાને જોઈ છે તેમજ તેના પુત્રને પણ સારી રીતે જાણું છું. તે મારો જીગરી દોસ્ત છે, અમારા બન્ને વચ્ચે ગાઢ મૈત્રી છે.’’ ...૪૭૫ રાજાને પુત્ર વિશે જાણવાની ઉત્કંઠા થતાં અભયકુમારને પૂછયું, ‘“તે પુત્ર કેવો છે ? તેની કલા, વય અને તેનાં રૂપ કેવાં છે ?’’ અભયકુમારે (ગંભીરતાપૂર્વક) કહ્યું, ‘“મહારાજ ! તે એકદમ મારા જેવો જ છે. વળી મારા જેવું જ રૂપ, રંગ, વય અને કલા છે.’’ (અમારા બંનેમાં ખૂબ સામ્યતા છે .) ...૪૭૬ રાજાએ કહ્યું, “મારો પુત્ર મને કેવી રીતે મળશે ?’’ અભયકુમારે કહ્યું, ‘‘મને મળ્યા એટલે સમજી લો કે એને મળ્યા જ ! મારા અને મારા મિત્રના પ્રાણ એક જ છે.’’ ...૪૭૭ મહારાજા શ્રેણિકે પૂછ્યું, “વત્સ ! તું તેમને ત્યાં મૂકીને અહીં શું કાર્ય કરવા આવ્યો છે ? ’’ અભયકુમારે કહ્યું, ‘‘હું મિત્રની માતા સાથે આ ગામમાં આવ્યો છું.'' ...૪૭૮ હું રથમાં બેસાડી તેની માતાને અહીં લાવ્યો છું. તેને મેં નગરની બહારના ઉદ્યાનમાં વિશ્રામ કરવાનું કહ્યું છે.’’ મહારાજા શ્રેણિક આ વાત સાંભળી ખુશ થયા. તેમણે કહ્યું, ‘‘વત્સ ! મને જલ્દીથી તે સુંદરી પાસે લઈ જા’’ ૪૭૯ અભયકુમારે કહ્યું, ‘“રાજન્ ! મને જોઈ લો એટલે તેને જોયા બરાબર થશે. મારા જેવી જ મારી માતા છે.’’ અભયકુમારના વર્તાલાપથી મહારાજા શ્રેણિક સમજી ગયા કે આ મારો જ પુત્ર છે.(પુત્રની બુદ્ધિમતા અને વાક્પટુતાથી રાજા ખુશ થયા. પિતાથી પુત્ર સવાયો નીકળ્યો.) રાજા હર્ષભેર ઉઠચાં અને અભયકુમારને ભેટી પડચા. ૪૮૦ રાજાએ કહ્યું, ‘“તારી માતા તારી જેમ જ ક્ષેમકુશળ છે ? તે સ્વસ્થ છે ?’’ મહારાજા શ્રેણિક હર્ષભેર, રાજ પરિવાર સહિત પોતાની પત્ની સુનંદાને મળવા સામેથી ઉદ્યાનમાં આવ્યા. મહારાજા શ્રેણિકે સતી સુનંદાને જોઈ. તે ખૂબ દુઃખી હતી. તેના શરીરે કોઈ શણગાર ન હતો. તેના ...૪૮૧ For Personal & Private Use Only ... Page #116 -------------------------------------------------------------------------- ________________ વાળમાં તેલ ન હતું. કપાળે કંકુનો ચાંદલો ન હતો. શરીરે સુગંધી ચંદનનું વિલેપન ન હતું. તેના શરીરની દુર્બળતા પરથી જણાતું હતું કે સુનંદાએ પતિના ગયા પછી સરસ, મિષ્ટ ભોજનનો ત્યાગ કર્યો હશે...૪૮૨ સુનંદાએ પોતાના શીલની રક્ષા માટે) ઉજળાં વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. તેના શરીરે પહેરેલાં વસ્ત્રો, ચણિયો અને કાંચળી પણ મેલાં હતાં. તેણે પાન તંબોલનો ત્યાગ કર્યો હતો. માથાના અંબોડા પર ફૂલની વેણી કે શરીરે આભૂષણોનો શણગાર ન હતો. સુનંદાની કાયાકુશ બની હતી. ... ૪૮૩ સુનંદાની દયનીય સ્થિતી જોઈને મહારાજા શ્રેણિકને મનમાં ખૂબ જ રંજ થયો. બીજી બાજુ સુનંદા અભયકુમારની માતા છે, એવું જાણી મહારાજા ખુશ થયા. તેઓ પોતાની પત્ની અને પુત્રને હાથીની અંબાડી પર બેસાડી રાજમહેલમાં લાવ્યા. તેમની સર્વ ઈચ્છાઓ મહારાજા શ્રેણિકે પૂર્ણ કરી. પોતાની બહેન સુસેનાની પુત્રી સાથે અભયકુમારના વેવિશાળ નક્કી કર્યા.) ... ૪૮૪ મહારાજાએ અભયકુમારને કહ્યું, “પુત્ર! હું તને મહામાત્યાની પદવીથી પ્રતિષ્ઠિત કરું છું તેમજ રાજ્યનું ઉત્તરદાયિત્વ તને સોપું છું.” અભયકુમારે રાજ્ય વ્યવસ્થા કુશળતાપૂર્વક સંભાળી. મગધદેશમાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. મહામંત્રી અભયકુમારની કીર્તિ સર્વત્ર પ્રસરી. ... ૪૮૫ મહારાજા શ્રેણિકને પ્રચુર પુણ્યના પ્રભાવે અભયકુમાર જેવા બુદ્ધિનિધાન પુત્ર અને સુનંદા રાણી જેવી સ્વરૂપવાન તેમજ ગુણીયલ પત્ની પ્રાપ્ત થઈ. હવે મહારાજા શ્રેણિક રાજ્યની જવાબદારી પુત્રને સોંપી પોતાના અંતઃપુર સાથે દેવી સુખો ભોગવવા લાગ્યા. ... ૪૮૬ શ્રેણિકરાસ કૃતિનો આ બીજો ખંડ પૂર્ણ થયો. બીજો ખંડ આટલા સુધી હતો. કવિ ઋષભદાસ કહે છે કે, “હે ભવ્ય જીવો! તમે હવે આગળની કથા સાંભળો.” ... ૪૮૭ ખંડ : ૩ દુહા ઃ ૨૯ જૈન દર્શનના મહાપુરુષો અભયકુમાર બુધેિવડો, લબધિંગૌતમ સ્વામી, દશાનભદ્ર માની ખરો, જિન વાંદેવા કામિ . ૪૮૮ સાલિભદ્ર સમ ઋધિ નહી, જંબૂ સમ વયરાગ; કયવનાના સારિખો, કુણ લહઈ સઈ સોભાગ •.. ૪૮૯ નંદીષેણની દેસના, સનતકુમાર સરૂપ; કુમારપાલ સરીખો વલી, કો નવિ હુઉ ભૂપ ... ૪૯૦ યૂલિભદ્ર સમ નવિ હવો, જગમાં જોગી જાણો; તિમ વલી અભયકુમાર સમ, કોય નવિ બુધિ ખાણિ ... ૪૯૧ અર્થ :- બુદ્ધિમાં અભયકુમાર સૌથી શ્રેષ્ઠ હતા. ગૌતમ સ્વામી શ્રેષ્ઠ લબ્લિનિધાન હતા. દશાર્ણભદ્ર રાજા (૧) મોટી સાધુવંદના : ભાગ-૪, લે.-ડૉ. પદ્મચંદ્રજી મહારાજ સાહેબ. પૃ.-૩૪, પ્ર.-શ્રી જયમલ જૈન પાર્શ્વ પદ્ધોદય ફા., ચેન્નઈ, ઈ.૨૦૦૬ (૨-૩) ગૌતમ સ્વામી અને દશાર્ણભદ્ર રાજા જુઓ પરિષ્ટિ વિભાગ. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' અભિમાનમાં શ્રેષ્ઠ હતા. તેઓ વીર પ્રભુના વંદન કરવા ગયા ત્યારે ઈન્દ્ર મહારાજા સાથે હોડ કરી....૪૮૮ આ જગતમાં શાલિભદ્ર સમાન કોઈ ઋદ્ધિવંત નથી. જંબુકુમાર જેવો કોઈનો શ્રેષ્ઠ કોટિનો વૈરાગ્ય નથી અને કયવનાકુમાર જેવું સૌભાગ્ય પણ કોને પ્રાપ્ત થયું છે? ••• ૪૮૯ 'નંદીષેણ મુનિની પ્રખર દેશના અને સનકુમાર ચક્રવર્તીનું રૂપ જગતમાં વિખ્યાત છે. કુમારપાળ રાજા જેવો ધર્મપ્રેમી અને જીવદયા પ્રેમી રાજા આજ દિવસ સુધી કોઈ થયો નથી. ...૪૯૦ આ જગતમાં સ્થૂલિભદ્ર જેવો ઈન્દ્રિય વિજેતા યોગી (મહાત્મા) કોઈ થયો જ નથી, તેવી જ રીતે અભયકુમાર જેવો બુદ્ધિ નિધાન પણ બીજો કોઈ થયો નથી. .. ૪૯૧ ચોપાઈઃ ૭ બુદ્ધિનો અદ્ભુત ચમત્કાર ચંડપ્રદ્યોતન રાજા ઠગાયા એક દિન ચંડપ્રદ્યોતન રાય, ચઢી રાજગૃહી ઉપરિ જાય; સબલ સેના લઈ વિટિ૬ ગામ, અભયકુમાર નઈ પૂછઈ તામ ... ૪૯૨ અભયકુમારિ તિહાં બુધિ કરી, ચ્ચાર કલસ સોનઈ ભરી; ચંડપ્રદ્યોતનના નર જ્યોહિં, ડાટયા ડેરા પુઠાલિ ... ૪૯૩ ખોટા કાગલ લખિઆ અતી, વારું છું તુમ માયાવતી; સુભટ સહૂ પતલ્યા ધન ગ્રહી, માસા તુમનઈ ઝાલાઈ સહી ... ૪૯૪ નવિ માનો તો જોયો ત્યાંહિ, વડા સુભટના ડેરા જ્યાંહિ; સોવન કલસ ડાટયા છઈ તહી,ચેતે રાજા તુમનિ અહી અશા લેખ લખી દે હાથિ, માંડ વઢયો નૃપ શ્રેણિક સાથિ; ચંડપ્રદ્યોતન જાણઈ સંઈ, મનસ્યું, સાચું સમઝયો તiઈ ••• ૪૯૬ ચંડપ્રદ્યોતન બીહતો ત્યાતિ, વડા સુભટના ડેરા જ્યાંહિ; સોવન કલસ પ્રગટયા તિહાં ચાર, ભૂપ કહઈ નર નઈ ધિકાર ... ૪૯૭ લુણહરામ તણા કરણહાર, નૃપ દ્રોહિનું પાપ અપાર; ફટો મૂઢ દ્રવિર્યું વલ્યા, તજી તાથ શ્રેણિકનઈ મલ્યા ૪૯૮ ધૂર્યો રાય બોલ્યો નવિ ફરી, હઈડઈ બીહીક મરણની ધરી; ગણઈ અવ્યા રે માલવરાય, ભાંગુ કટક તે કેડિ થાય •.. ૪૯૯ પંઠિથી પુછઈ સહુ કોય, નાસઈ રાય ફરી નવિ જોય; ઉજેણીમાં આવ્યો ભૂપ, પૂછઈ નાઠા તણું સરૂપ ••• ૫૦૦ (૧) શાલીભદ્ર ચરિત્ર - કથારત્ન મંજૂષા, ભા.-૧, પૃ.-૨૪૧ થી ૨૫૫ (૨) જંબુસ્વામી – ભરફેસરની કથાઓ, પૃ.- ૬૨ થી ૬૫ (૩) કવન્ના કુમાર - ભરતેસરની કથાઓ, પૃ.૩૯ થી ૪૩ (૪) નંદીષેણ મુનિ - ભરફેસરની કથાઓ, પૃ. ૩૪ થી ૩૬ (૫) સનકુમાર ચક્રવર્તી – ઉત્તરાધ્યયન સૂત્ર, એ.-૧૮, ગા.-૩૬. (૬) સ્થૂલિભદ્ર – ભરફેસરની કથાઓ, પૃ. ૨૧ થી ૨૬ ••. ૪૯૫ . . . 9 For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ••. ૫૦૧ ••. ૫૦૨ જાઉ દુષ્ટ સું પૂછો વાત, ધિગ તુમ જનની ધિગ તુમ તાત; કનક કોલી લીઈ પોસ્યા બહુ, ધન લેઈનિ ફરીયા સહુ રાય અઢાર વદઈ તિહાં હસી, ભૂપતિ વાત કરો છો કસી; અનેક ઠામિં કિધાં સંગ્રામ, તિહાં ન કરયાં અમ્યો લુણહરામ આજ કર્યું તુમ આપત્ત પુઠિ, જે અણસમઝેિ નાઠા ઉઠિ; ખોયું તુમ્યો અહા નામ, એ સહુ અભયકુમારનાં કામ .. ૫૦૩ આવ્યો હઈડઈ ખરો વિચાર, એ ખોટારો અભયકુમાર; લખી મોકલયો ખોટો લેખ, હું નાઠો મતિ નહી મુઝ રેખ ... ૫૦૪ હવઈ અભયકુમાર નઈ જોય, ઝાલી લાવઈ નર વલી કોય; તો મુઝ નઈ સુખ શાતા હોય, ઋષભ કહઈ વાત ઘણી સોય ... ૫૦૫ અર્થ - એક દિવસ ચંડપ્રદ્યતન રાજાએ રાજગૃહી નગરી પર ચડાઈ કરી. તેની પાસે વિશાળ સૈન્ય હતું. તેણે રાજગૃહી નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. મહારાજા શ્રેણિકે આવી પડેલા સંકટમાંથી ઉગરવા માટે અભયકુમારને તરત જ બોલાવી તેનો ઉપાય પૂછયો. ... ૪૯૨ | (ચંડપ્રદ્યોતન જેવા પ્રતાપી શત્રુની સાથે બળથી નહીં પરંતુ કળથી કામ લેવા) અભયકુમારે એક યુક્તિ કરી. અડધી રાતે ગુપ્તચરો દ્વારા ચંડપ્રદ્યોતન રાજાના સૈનિકોની છાવણીઓની પાછળ ચાર ખૂણામાં ચાર સોનામહોરોના ભરેલા કળશો દટાવ્યા. ત્યારપછી અભયકુમારે ચંડપ્રદ્યોતન રાજાને ખોટો પત્ર લખ્યો. “માસા! હું આપનો હિતેચ્છું છું. તમે મારા માસા છો તેથી તમને વારું (રોકું) છું. મારા પિતાજીએ આપના મુખ્ય સેનાપતિઓને પૈસા આપી ફોડી નાખ્યાં છે. તેમને ધનની લાલચ આપી ખરીદી લીધાં છે. અવસર આવશે ત્યારે તમને પણ તેઓ પકડીને બંદીવાન બનાવશે. ... ૪૯૪ તમને વિશ્વાસ ન હોય તો જ્યાં સેનાપતિના તંબુ છે, ત્યાં જજો. તે તંબુના ચારે ખૂણામાં સુવર્ણ કળશો દાટેલાં છે. હે રાજન્!તમે અહીંચેતી જાવ.” ...૪૯૫ અભયકુમારે પત્ર લખી દૂત મારફતે ચંડપ્રદ્યોતન રાજાને મોકલ્યો. મહારાજા શ્રેણિક સાથે તમે યુદ્ધ માંડી વાળો; એવું અભયકુમારનું મંતવ્ય ચંડપ્રદ્યોતન રાજાએ જાણ્યું. અભયકુમારના વચનો મનથી સાચા સમજી ઉજ્જયિની નરેશે તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો. (યુદ્ધ થતાં અટકી ગયું.) ...૪૯૬ ઉજ્જયિની નરેશે ખાતરી કરવા છૂપી રીતે સેનાપતિની છાવણીના ચારે ખૂણાઓ ખોદાવ્યા. તેમાંથી ચાર સુવર્ણ કળશો નીકળ્યા.(જેમાં મગધ દેશની ચમકતી સુવર્ણમુદ્રા હતી) ચંડપ્રદ્યોતન રાજાએ (૧) ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતન રાજાએ પોતાના સાઢુભાઈ શ્રેણિકને દૂત દ્વારા કહેવડાવ્યું કે તમારું કલ્યાણ ઈચ્છતા હોતો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને રાણી ચેલણાને વિના વિલંભે મોકલી આપો. આ સાંભળી ક્રોધિત થયેલા શ્રેણિક રાજાએ કહેવડાવ્યું કે તમે તમારી કુશળતા ઈચ્છતા હો તો અગ્નિરથ, અનિલગિરિ હાથી, વજર્જા દૂત અને શિવાદેવી રાણી શીધ્રાતિશીધ્ર મોકલો. આ સમાચાર સાંભળી બદલો લેવા ચંડપ્રદ્યોતન રાજાએ મોટી સેના લઈ રાજગૃહી પર ચડાઈ કરી. (શ્રી નંદીસૂત્ર પૃ. ૧૪૮ થી ૧૫૧.) For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સેનાપતિઓને મનથી ધિક્કાર્યા. ... ૪૯૭ તેઓ નમકહરામ છે! રાજદ્રોહ (રાજા સાથે વિશ્વાસઘાત)નું પાપ ભયંકર છે. તેમને ધિક્કાર છે!' તેઓ મૂઢ બની ધનના લોભથી લલચાઈને મને છોડી મારાજ શત્રુ શ્રેણિક રાજાને મળ્યા. ... ૪૯૮ ચંડપ્રદ્યોતન રાજા શત્રુઓ વડે પકડાઈ જવાના બીકે ઊભી પૂંછડીએ નાઠા. તેમનાં હૈયામાં મરણની બીક હતી. માલવપતિ પાછા વળ્યા. નાયક વિના સેચમાં ભંગાણ પડયું. ...૪૯૯ સુભટોએ પાછળથી એકબીજાને ચંડપ્રદ્યોતન રાજાના નાસી જવાની અને ફરી ન દેખાવાની વાતો કરી. ચંડપ્રદ્યોતન રાજા ઉજ્જયિની નગરીમાં પાછા આવ્યા. સેનાપતિ બધું સમેટી પાછા ફર્યા. તેમણે રાજાને અચાનક પાછા ફરવાનું કારણ પૂછ્યું. ... ૫૦૦ ચંડપ્રદ્યતન રાજાએ કહ્યું, “હે દુષ્ટો!તમે નમકહરામ છો. રાજદ્રોહનું મોટું પાપ કરીહવે તમે મને પાછા ફરવાની વાત પૂછો છો? ધિક્કાર છે તમારા માતા-પિતાને! સોનાની અસંખ્ય સોના મહોરો આપી તમારું પોષણ કર્યું, છતાં લાંચરુશ્વત લઈ દગાબાજી કરી?” ... ૫૦૧ ત્યારે અઢાર દેશના રાજાઓએ હસીને ચંડપ્રદ્યોતન રાજાને કહ્યું, “મહારાજ! તમે શું વાત કરો છો? અમે અનેક યુદ્ધ કર્યા છે પરંતુ ક્યાંય કૃતજ્ઞતા નથી કરી. ... ૫૦૨ આજ તમને પાછળથી શું આપત્તિ આવી કે સમજ્યા વિના જ ત્યાંથી ઊભા થઈ નાશી આવ્યા? તમે અમારું પણ નામ બદનામ કર્યું છે.” ચંડપ્રદ્યોત રાજાએ વિચાર્યું, (તમે જો લાંચ લીધી નથી તો....) આ નક્કી અભયકુમારનું જષäત્ર છે. ...૫૦૩ ચંડપ્રદ્યોતન રાજાને ખાત્રી થઈ કે, “અભયકુમાર જૂઠો છે. તેણે મને ખોટો પત્ર લખ્યો હતો. મારી બુદ્ધિ ભ્રષ્ટ થવાથી હું લેશ માત્ર વિચાર કર્યા વિના ત્યાંથી નાસી આવ્યો.” ... ૫૦૪ હવે અભયકુમારને પકડીને જો કોઈ વ્યક્તિ અહીં લાવે તો મારા મનને શાંતિ – સમાધિ ઉપજે. કવિ ઋષભદાસ કહે છે કે, તે ઘણી મોટી કથા છે. ... ૫૦૫ દુહા : ૩૦ બુધિ વખાણી કુમરની, એ સમ અવર ન કોય; વલી બુધિ પરધાનની, નર સુણયો સહુ કોય ... ૫૦૬ અર્થ - અભયકુમારની બદ્ધિની ચારે તરફ મુક્ત કંઠે પ્રશંસા થવા લાગી. એમના જેવો બુદ્ધિશાળી બીજો કોઈ નથી. હે માનવો! મહામંત્રી અભયકુમારની બુદ્ધિ વિશે તમે સાંભળો. ઢાળઃ ૨૫ સુજ્યેષ્ઠાનો વાદ વિજય કાદૂ વજાવઈ વાંસલી એ દેશી. રાગઃ અશાવરી સીધુ સુણો પુરુષ નર આગલિ, શ્રેણિક સુત વાતો; મહારાય ચેડા તેણઈ છઈ પુત્રી સાતો, પભાવઈ પોગાવઈ; એ સીતા જેહવી, જેઠ સુજીઠ, મિગાવઈ, સતી ચિલણા દેવી ...૫૦૭ ... ૫૦૬ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ •.. ૧૦૮ ... ૫૦૯ •.. ૫૧૦ સીવા દેવી તે સાતમી, રૂપ સુંદર નારી; પરણી પાંચ છઈ ભૂપનિ વલી દોય કુમારી નારી સુજેષ્ઠાચિલણા, જે કન્યા દોય; એક વાર એક તાપસી, તિહાં આવી આવી જાય કુમારી સુધિ શ્રાવિકા, તસ નવિ બોલાવઈ; ચરચા કીધી ધર્મની, તવ તે દુખ પાવઈ; હરી હર બ્રહ્મા થાપતી, સીતા પતી રામો, જગ સઘલઈ વ્યાપી રહ્યો, પરમેશ્વર નામો કુમરી કહઈ સુણિ તાપસી, જો સઘલઈ સોઈ; અસુચ્ય વસ્તમાં તે થયો, એકન મલઈ કાંઈ, જો સહુ નઈ સાઈઈ ઘડવા, ચા નાહના મોટા; એક સુખીય સરજ્યા કસિં, એકનિ નહી રોટા સરજ્યા સીદ કસાઈનિ સીદ કસાઈનિં, જે હણતા ગાય; હાથે દેઈ તિ ઘડ્યા સહી, પછઈ હણવા જાય; ન સકયો રાખી નારિનિ, વલીધીજ કરાવઈ, લખમણ મૂખ્યો નવિ લહ્યો, અનિં જ્ઞાની કહાવઈ બ્રહ્મા સિષ્ટિ નીપાવતો, ઉલપતો કાનો; ખબરિ ન પામ્યો તેહની, તો કિહાં ગયું જ્ઞાનો, ઈસિં નારી ન ઉલખી, વર આપી ભાગો; સુતનું સીસ વિડારીઉં, સિર હાથ ન લાગ બલી દ્વારીકા કાહની ગોપી લુટાઈ; બાલિક પરિ વાલી તણાં, ચીવર લેઈ જાઈ, સોઝી કાઢિઉ કાહનઈ, કહઈ નાથું કાઢી; કર જોડી વંદન કરો, તો આપું સાડી એ પરમેસર તાહરો, મુઝ જિનવર દેવો; અનંત જ્ઞાન નારી નહી, સુર કરતા સેવો, કરતા થાપઈ કર્મ નઈ, તું ન લહઈ મર્મ; માન ભ્રષ્ટ થઈ તાપસી, કાં ન રહઈ સર્મ દ્વેષ ધરઈ તિહાં ચિંતવઈ, જોગણિ ધૂતારી; હું પરણાવું એહનિ, જિહાં હોય બહુ નારી, ••• ૫૧૧ •.. ૫૧ર ••• ૫૧૩ •.. ૫૧૪ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ૧૦૨ ... ૫૧૫ ... પ૧૬ •• ૫૧૭ ...૫૧૮ કુમરી રૂપ પટિ લખિ, ગઈ શ્રેણિક પાસિં; અવસર લહી દેખાડતી, પટ તિહાં ઉહલાસિં નારિ રૂપ દેખી કરી, નરપતિ ઈમ બોલાઈ; કવણ રૂપ એ તાપસી, અમરી નઈ તોલઈ, સુનિ શ્રેણિક કહઈ, તાપસી ચેડાની બેટી; એ રૂપથી કઈ ભલી, બહુ ગુણની પેટી સુણિ વાત પટ દેખતાં ભજઈ રાય વિકારો, કનક કામિની; પેખતાં સહુકો નિ પ્યારો, જે સૂરા જે સુભ મતી જે પીયા ધ્યાન, નારિ તેહ નચાવી આજે મુનીવર ગ્યાની નારિ બોરડી આંબલી, સેલડીના વાડો, દેખી ઈછા ઉપજઈ ગલઈ નરની દાઢો નયણાં ભૂંડા લાલચી, વારતા જાય, નરખતા નેહ ઉપજઈ કોહો નઈ ન કહેવાય તે નારી નવિ વિસરાઈ જે દેખી હરબિં, ચીત થકી નવિ ઉતરઈ સુપનાંતર નિરખાઈ; શ્રેણિકનિ ન વિસરાઈ,જોયું રૂપ અપારો, બુધિ પૂછેવા, તેડીઉં સુત અભયકુમારો કહઈ શ્રેણિક સુત સાંભલે, બુધિ હઈડઈ લાવો, ચેડા રાયની દિકરી, તે મુઝ પરણાવો; અભયકુમાર કાગળ લખઈ, સુણિ ચેડો ભૂપો, દઈ પુત્રી શ્રેણિકનિ, જેહનું સુંદર રૂપો વાંચી લેખ ચેડો કહઈ, સુણિ ભોલો દૂતો; તુઝમંત્રી શ્રેણિક નઈ, લાગું છઈ ભૂતો, લોક નિતી એહવી અછઈ, કન્યા વર વરતી, વરકન્યાનિ કહી વરઈ તે વાત જનિ રતી જા જઈ કહઈ શ્રેણિક નંઈ, કાં હુઉ ગહેલો, મુઝ પુત્રી તુઝનવિ દિઉં, નૃપ આશા મેહલો; દૂત જઈ નઈ વીનવઈ, સુણિ મંત્રી ભોલા; મિ માંગી કન્યા તહી, તવ કાઢચા ડોલા ••.૫૧૯ •.. પર૦ •.. પર૧ ... પરર For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ નાઠો પાછે પાઉલઈ, આહી આવ્યો દાસો; કહો શ્રેણિક મુકિઈ, કન્યાની આસો; દૂત વચને શ્રવણે સુણિ, નપ ધરતો શોકો; આસ રહિત ઈમ ચીંતવઈ, થયું સહુઈ ફોક •.. પર૩ વદન વિરૂપ શ્રેણિકનું, નવિ ભાવઈ અનો; કાયા જીવ દહો દશ ભમઈ, કન્યા કિ મનો; મોટાઈ માન જ તજઈ, જગિ દુર્જય કામો, ચતુર સાધ સ્ત્રી આગલિં હોય નર નામો •.. પર૪ રહનેમિ ઋષિ ખલભલ્યો, મુનિ આદ્ર કુમારો; નંદિષેણ આરણિક મુનિ ખોઈ સંયમ સારો; ઈદ્ર ચંદ્ર જખ્ય શિષ્યનાં, ઉતારયાં નીરો, શ્રેણિક કન્યા કારણિ, હુંઉં દલગીરો •.. પર૫ અભયકુમાર કહઈ રાયનિ, મ ભમી મન સુનઈ; એ અરતિ તુમે કાં કરો, એ ચિંતા મુહનિ, અભયકુમારની બુદ્ધિ જુઉ, કિમ પૂરઈ આસો, સાંગણ સુત બુધિ કેલવઈ, કવિ ઋષભદાસો •.. પર૬ અર્થ:- હે માનવો! હવે તમે મહારાજા શ્રેણિકના પુત્ર મહામંત્રી અભયકુમારની વાતો આગળ સાંભળો. (સિંધુ દેશની વિશાલા નગરીમાં) મહારાજા ચેટક(જેઓ જૈન ધર્મના ચુસ્ત અનુરાગી હતા.) તેમની સાત પુત્રીઓ હતી. પ્રભાવતી અને પદ્માવતી સીતા જેવી પવિત્ર હતી. જ્યેષ્ઠા, સુયેષ્ઠા, મૃગાવતી અને ચલણા દેવી શીલવાન હતી. ... ૫૦૭ સાતમી પુત્રીનું નામ શીવાદેવી હતું. આ સાતે પુત્રીઓ સ્વરૂપવાન હતી. તેમાંથી પાંચ પુત્રીઓનાં લગ્ન પ્રતાપી રાજાઓ સાથે થયાં હતાં. સુચેષ્ઠા અને ચેલણા આ બને કન્યાઓ કુંવારી હતી. એકવાર વિશાલા નગરીમાં એક સ્થવિરા તાપસી આવી. ... પ૦૮ રાજકુંવરી સુયેષ્ઠા શુદ્ધ શ્રાવિકા હતી. તેણે તાપસીને આદરમાન ન આપ્યું તેમજ બોલાવી પણ નહીં. તાપસીએ કન્યા સાથે ધર્મચર્ચા કરી. તેમાં તે પરાજિત થઈ. રાજકુંવરી દ્વારા અપમાનિત થવાથી તેને ઘણું દુઃખ થયું. તાપસીએ પોતાનો મત દર્શાવતાં કહ્યું, “હરીહર, બ્રહ્મા, સિયારામ જેવા વિવિધ નામો ધારણ કરી પરમેશ્વર જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. પરમેશ્વરનાં અનેક નામો છે.” .. ૫૦૯ તાપસીની વાત સાંભળી સુજ્યેષ્ઠા બોલી, “જો તમારો ભગવાન સર્વત્ર છે તો અશુચિમાં કે દુષ્ટ વસ્તુમાં પણ હશે ખરું? શું તમારા ઈશ્વરને રહેવા માટે અન્ય કોઈ સ્થાન ન મળ્યું? (જેથી અશુચિમાં પણ રહ્યા.) જો ઈશ્વરે જગતમાં સર્વને બનાવ્યા છે તો જગતમાં નાના-મોટા જેવા ભેદ શા માટે? એક સુખી વ્યક્તિ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ” મેવા મીઠાઈ ખાય છે, જ્યારે બીજાને ખાવા સૂકી રોટલી પણ નહીં? ... પ૧૦ ઈશ્વરે કસાઈની જાતિ શા માટે સર્જી? તેઓ ગરીબ ગાયને પણ હણે છે. ઈશ્વરે હાથઆપ્યા તેથી તે હણવા જાય છે. એના કરતાં હાથ જ નહોતા આપવા. જો કે સંસારમાં બધું ઊંધું જ ચાલે છે. લક્ષ્મણનું કહેવું પણ રામે ન માન્યું. સ્ત્રીને (સીતાને) ઘરે રાખી નહીં અને ધીજ (અગ્નિ પરીક્ષા) કરી! છતાં રામ ભગવાન જ્ઞાની કહેવાયા...! ... ૫૧૧ બ્રહ્મા સૃષ્ટિનું વિસર્જન કરે છે, શ્રી કૃષ્ણ સૃષ્ટિને ઉલેચે છે. બંને એક જ કાર્ય કરે છે, છતાં તે બને એકબીજાના કાર્યથી અજાણ છે. આ તે કેવું જ્ઞાન? ઈશ્વરે(શંકર) પોતાની પત્નીને ન ઓળખી. તેને વરદાન આપીને સ્વયં પોતે જ તેનો ભંગ કર્યો. ઈશ્વરે પોતાના હાથે પોતાના પુત્રનું મસ્તક કાપ્યું. આશ્ચર્ય એ છે કે તે મસ્તક હરિના હાથમાં જ ન આવ્યું! .. ૫૧ર ત્રણ ખંડના અધિપતિ ભગવાન કૃષ્ણ સર્વશક્તિમાન હોવા છતાં તેમની દ્વારીકા નગરી બળી ગઈ? ઈશ્વરના હોવા છતાં દ્વારિકાની ગોપીઓ લૂંટાઈ ગઈ? ઈશ્વરની લીલા તો જુઓ! તેઓ બાળકની જેમ ગોપીઓના વસ્ત્ર ચોરી જાય! ગોપીઓના વસ્ત્ર લઈને શ્રી કૃષ્ણ સંતાઈ જાય ત્યારે ગોપીઓ શ્રીકૃષ્ણને શોધી કાઢે. વળી ગોપીઓ પોતાના વસ્ત્ર પાછા મેળવવા શ્રી કૃષ્ણને કાલાવાલા કરે ત્યારે શ્રી કૃષ્ણએ તેમને કહ્યું, “જો તમે બે હાથ જોડી વંદન કરો તો હું તમારા વસ્ત્રો પાછા આપું!” ... પ૧૩ - “હે તાપસી! આવો તમારો રાગી પરમેશ્વર છે. મારો તો વિતરાગી જિનેશ્વર દેવ છે; જે અનંત જ્ઞાન, અનંત દર્શનનો ધારક છે. મારા અરિહંત પરમાત્માની સેવા કોઈ નારીઓ નથી કરતી પરંતુ સ્વયં સ્વર્ગ લોકના દેવેન્દ્રો કરે છે. આ સૃષ્ટિની વિષમતાનું કારણ કર્મ છે. તેમણે કર્મવાદની સ્થાપના કરી છે. આ કર્મવાદનું રહસ્ય તું પામી શકે એમ નથી. (કર્મવાદ અતિ ગહન છે.)'' આ રીતે તાપસી રાજકુમારી સુજ્યેષ્ઠા દ્વારા વાદ-વિવાદમાં હારી જતાં અપમાનિત થઈ. તેની કોઈ ઈજ્જત ન રહી. તે યોગિની ધૂતારી હતી. તેણે કુંવરી પર મનમાં દેહ રાખ્યો. તેણે બદલો લેવા એવો વિચાર કર્યો કે, ચેડારાજાની આ રાજકુંવરીને એવા ઘરે પરણાવું જ્યાં ઘણી નારીઓ હોય, જેથી તેનું માન સન્માન ન રહે.” તેણે રાજકુંવરીનું પટ ઉપર ચિત્ર બનાવ્યું. યોગિની રાજકુંવરીનું રૂપ આલેખી ચિત્ર લઈ શ્રેણિક રાજાના દરબારમાં આવી. તેણે મોકો મળતાં જ અતિ આનંદથી સુયેષ્ઠાનું ચિત્ર રાજાને પ્રસ્તુત કર્યું. ... ૫૧૫ (ચિત્ર જોઈને રાજાની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ) આવી સ્વરૂપવાન સ્ત્રી જોઈ મહારાજા શ્રેણિક તરત જ બોલ્યા, “યોગિની ! આ મૃગાંક્ષીના સૌંદર્યની બરાબરી વર્ગનીદેવાંગના પણ ન કરી શકે. શું તેનું મનોહર રૂપ છે!” તાપસીએ કહ્યું, “મહારાજા શ્રેણિક! સાંભળો. આ રાજકુમારી સુજ્યેષ્ઠા છે. હૈહયવંશના ચેટક (ચેડા) રાજાની પુત્રી છે. તે કુંવારી છે. સર્વ કળાનો ભંડાર છે. ગુણ અને રૂપનો ભંડાર છે. ચેડારાજાની પુત્રી અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન નારી છે.” (આકચાથી આપનું અંતઃપુર શોભી ઉઠશે) ... ૫૧૬, યોગિનીની વાત સાંભળી અને રાજકુમારીનું ચિત્ર જોઈ મહારાજા શ્રેણિકને તે સુંદરી પ્રત્યે અત્યંત મોહ ઉત્પન્ન થયો. મહારાજા વારંવાર ચિત્રને જોવા લાગ્યા. તેમની દષ્ટિ ચિત્ર ઉપર સ્થિર થઈ ગઈ. કનક .... ૫૧૪ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અને કામિનીને જોતાં ભલભલાં મોહિત થયાં છે. દેવો, યોગીઓ, તપસ્વીઓ અને ધ્યાની મુનિઓને તેમજ જ્ઞાનીઓને પણ નારીએ આજ દિવસ સુધી નચાવ્યા છે. .. ૫૧૭ સ્વરૂપવાન સ્ત્રી, મીઠી બોરડી, પાકેલી આંબલી અને મધુર શેરડીની વાડ જોઈને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. ભલભલા નરવીર પણ નારીને જોઈ પીગળી જાય છે. આ નયનો ખૂબ વિકારી અને લાલચી છે. તેને રોકવા છતાં તે ઘણાં પ્રયત્નો પછી પણ રોકાતાં નથી. રાજકુમારી સુજાનું ચિત્ર વારંવાર જોવાથી મહારાજાને નેહ ઉપજ્યો પરંતુ આ વાત કોઈને કહેવાય તેમ નહતી. .. ૫૧૮ રાજકુંવરીનું અદ્ભુત સૌંદર્ય તેમના ચિત્તને પ્રસન્ન કરી ગયું. વનમાં પણ તેમના અપાર સૌદર્યને રાજા ભૂલી શકતા ન હતા. મહારાજા શ્રેણિકના ચિત્તમાં રાજકુમારીને મેળવવાની પ્રબળ ઈચ્છા થઈ તેથી તેમણે મહામંત્રી અભયકુમારને વિચાર વિમર્શ કરવા બોલાવ્યા. ... ૧૧૯ અભયકુમારે પિતાજીની બધી જ વાત શાંતિથી સાંભળી. અંતે મહારાજા શ્રેણિકે કહ્યું, “વત્સ! ચેડારાજાની પુત્રીના મારી સાથે લગ્ન થાય તે માટે કોઈ ઉપાય વિચાર.” મહામંત્રી અભયકુમારે તરત જ ચેડારાજાને એક પત્ર લખ્યો. તેમાં લખ્યું કે, “હે ચેડારાજા! તમારી પુત્રીને રાજગૃહી નગરીના રાજા શ્રેણિક સાથે પરણાવો. તેઓ કામદેવ જેવા સ્વરૂપવાન છે.” પત્ર લઈ દૂત ચેડારાજા પાસે આવ્યો. ચેડારાજાએ પત્ર વાંચ્યો. ચેડારાજાએ દૂતને કહ્યું, “દૂત! તું તો ભોળો છે. તારા મહારાજા શ્રેણિકને ભૂત વળગ્યું છે. લોકનીતિ અનુસાર કન્યા વરને પસંદ કરે છે, વર કન્યાને નહીં. વર કન્યાને કહી લગ્ન કરે એ વાત લોકોમાં હાસ્યાસ્પદ બને છે. હે દૂત! તું જા તારા શ્રેણિક રાજાને જઈને કહેજે કે, શું એ ઘેલો થયો છે? હું મારી પુત્રી તેને પરણાવીશ એવી તેમની ઈચ્છા કદી પૂર્ણ નહીં થાય.” દૂતે રાજગૃહી આવી મહારાજાને કહ્યું, “રાજન્! મેં જ્યારે કન્યાની માંગણી કરી ત્યારે ચેડારાજાએ મારી સામે આંખો કાઢી ગુસ્સો વ્યક્ત કર્યો. ... પરર હું ત્યાંથી ડરીને જીવ લઈને નાઠો. હું અહીં જેમ તેમ કરીને પહોંચ્યો. મહારાજ ! તમે તે કન્યાને મેળવવાની આશા છોડી દો.” દૂતના વચનો સાંભળી આશા ભંગ થયેલા મહારાજા શ્રેણિક વિષાદના સાગરમાં ડૂબી ગયા. એક આશા હતી તે પણ વ્યર્થ ગઈ. એક ઉપાય હતો તે પણ નિષ્ફળ ગયો. ... પર૩ મહારાજા શ્રેણિકનું વદન દુઃખથી ગ્લાન બન્યું. મહારાજા બેચેન બન્યા. તેમને ખાવા-પીવામાં રસ ન હતો. ‘આ કન્યા શી રીતે મળશે?' એવા વિચારોમાં ચિત્ત ભમતું હતું. તેમને ક્યાંય ચેન પડતું ન હતું. મહારાજા શ્રેણિક અત્યંત શોકાતુર બન્યા. કવિ કહે છે કે જગતમાં દુર્રીય કાર્યો કરવાં પ્રતિષ્ઠા, માન ત્યજવાં જોઈએ. ચતુર અને સજ્જન પુરુષો પણ સ્ત્રીની આગળ નમે છે. ... પર૪ રહનેમિ મુનિ રાજમતિના રૂપથી ચલિત થયા. આદ્રકુમાર મુનિ, નંદીષેણ મુનિ અને અરણિક મુનિએ સ્ત્રી સંગથી શ્રેષ્ઠ સંયમ ગુમાવ્યો. ઈન્દ્ર, ચન્દ્ર, યક્ષ જેવાં શક્તિશાળી દેવોનાં પણ સ્ત્રી સામે પાણી ઉતરી ગયાં (હારી ગયાં). મહારાજા શ્રેણિક રંભા જેવી સ્વરૂપવાન કન્યા મેળવવા માટે કોઈ ઉપાય ન મળતાં (૧-૨) આદ્રકુમાર મુનિ અને અરણિક મુનિ જુઓ પરિષ્ટિ વિભાગ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' દિલગીર બન્યા. ... પર૫ અભયકુમારે મહારાજા શ્રેણિકને દિલાસો આપતાં કહ્યું, “પિતાજી ! તમે શૂન્ય મનસ્ક ન ભમો, તમે મનને શાંત કરો. તે કન્યાને કઈ રીતે લાવવી તેની જવાબદારી મારી છે. તેની ચિંતા હું કરીશ. તમે શા માટે દુઃખી થાવ છો?” સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસે કહ્યું કે, અભયકુમાર પોતાની બુદ્ધિથી પિતાની આશા શી રીતે પૂર્ણ કરશે? તે કેવી યુક્તિ રચશે?તે જુઓ. ... પર૬ દુહા : ૩૧ બુધિ કરવા સંચયો, મંત્રી અભયકુમાર; નગર વિશાલા માંહી ગયો, જિહાં ચેડો નૃપ સાર ... પર૭ અર્થ :- (વિશાલા નરેશની રાજકુંવરીને મેળવવા) મહામંત્રી અભયકુમારે એક યૂહરચના વિચારી. તેમણે વિશાલા નગરી તરફ પ્રયાણ કર્યું. તેઓ વિશાલા નગરીમાં આવ્યા, જ્યાં ચેટક નામના પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. ... પર૭ ચોપાઈઃ ૮ અભયકુમારની ભૂહરચના આવિવેગિંગૃપ દરબારિ, માંડિG હાટડું તેણઈ ઠારિ; વિવહાર સુધ પાલઈ, આવઈ લોક તિહાં તાણીક •.. પ૨૮ શ્રેણિક રૂપ તે સુરથી સાર, પટિ લખાવિઉ તેણિ વાર; લખી રૂપનિ હાથ ધરાઈ, અભય કુમાર તસ પૂજા કરાઈ ... પર૯ રાજ ભુવનથી આવઈ દાર, ધૃત લેવા વાણિગ નઈ પાશ; દેખી પટ હરખઈ મનમાંહિ, કવણ રુપ પુછઈ શ્રી ત્યાંહિ ... પ૩૦ કુમર કહઈ એ શ્રેણિક રાય, અકર ડંડ તસ નહી અન્યાય; તેણઈ કારણિ હું પંજૂ પાય, આસ્યો ભૂપ નહી દુજઈ ઠાય સુણી વચન દાસી હરખેહ, ફરી ફરી રૂપ ઘણું નિરખેહ; હરી બ્રહ્મા કે સુરનો ઈદ્રએ તો કો દીસઈ ગુણમેંદ્ર જોઈ રૂપ ગઇ મોહલ મઝારિ, વિનવઈ તિહાં સુચેષ્ટા નારિ; બહેન એક આવ્યો વાણીઉં, લખી રૂપનિ પટ આણીક •.. પ૩૩ મિ પૂઝિઉં તસ કેહનું રૂપ, તે કહઈ મુઝ નગરીનો ભૂપ; આજ નહી એહવો આકાર, જોતાં રૂપ તણો નહી પાર હુઈ ઈછા જોવા તસ તણી, તેડી વેગિં સહી આપણી; બેહની વાણીગ પાસિં જઈ, લેઉ રૂપ તુમે આવો સહી •.. પ૩૫ વાણીગ હાટિ ગઈ તવ નારિ, બોલાવ્યો સેઠ તેણી વાર; રાજકુમારી નઈ જોવા ભણી, દિસ્યો રૂપ નર વાણિગ ગુણી ... પ૩૬ ૫૩૧ • ૫૩૪ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ બોલી મીઠું આલિઉં દેખાડો કુમરીનિં ભૂપ; લેઈ પટ દેખાડચો જામ, હરખી સબલ સુજેષ્ટા તામ બોલી બેહન ત્રિહુ ભુવને જોય, અસ્તું રૂપ ન દીસઈ કોય; જો પરણું તો એહિનં વરૂં, નહી તરિ સંયમ હું આદર્યું અનેક નર વર બીજા જોય, કવી એક રૂપ ઘણેરૂં હોય; તોહઈ તે મુઝ બંધવ બાપ, એહ કુમર નઈ પરણું આપ સખી કહઈ મમ હો આકુલી, બુધિં કામ કરે સ્યું વલી; લેઉ પટ ડાહેરી એક, દીઈ વાણીગ નઈ ધરી વિવેક બેસી વચન વદઈ કામિની, તુઝ સામીનેિં મુઝ સામિની; પરણેવું વંછઈ છઈ સહી, તુમથી યોગ મલઈ કે નહી કરો ઉપાય મલઈ જિમ દોય, અભયકુમાર કુકસ મનિ હોય; કહઈ મંત્રી ચિંતા તુમ કસી, થાસઈ કામ પરિ કરસ્યું તસી અમ કો દિન અમ કી વેલાય, તુમનિ મિલસઈ મહારો રાય; સણગ દેઈ આવે સઈ ત્યાંહિ, હોસઈ ઢોલીઉં કુમરી જ્યાંહી એણિ પરિ સહિયર સાથિં સંચ, પરઠી કુમર કરતો પરપંચ; નિજ નગરી પોહતો પરદાન, મહામંત્રી એ બુધિ નિધાન માંડી વાત કહી તાનિં, હવઈ મત ઠબકો દેયો મુંનિં; રાખી સંચનિં આવ્યો આંહિં, ખની સણગ નઈ જાઉ ત્યાšિ અરથી નર સ્યું સ્યું નવિ કરઈ, નારી વચન સિર ઉપરિ ધરઈ; નાચ્યો ઈસ યોગી રાવણો, રાËિ પણિ ક્ષય કિધો ઘણો ચંડપ્રદ્યોતન પાડઈ કોટ, ઈંદ્ર બિલાડો હુઉ મોટ; કનકકેત ઋષિદત્તા કાજ, અગનિ દહી દેહ કરતો તાપ શ્રેણિક શણગ ખર્ણાવિ ત્યાંહિ, કેહિ પરિ પેસઈ નૃપ તે માંહિ; સાંગણ સુત કહઈ સુણો કથાય, ઊંઘઈ તેહનો અક્ષર જાય અર્થ :અભયકુમારનું ચેડારાજાની વિશાલા નગરીમાં આગમન થયું. (અભયકુમારે વિણકનું રૂપ ધારણ કર્યું.) તેમણે ચેડારાજાના મહેલની બાજુમાં જ હાટ(પેઢી) માંડી. તેમનો વ્યવહાર શુદ્ધ અને પ્રમાણિક હતો તેથી ખેંચાઈને પણ ઘણા લોકો તેમની પેઢીમાં ખરીદી કરવા આવતા. ૫૪૮ રૂપ, ૧૦૭ For Personal & Private Use Only ૫૩૭ ... ૫૩૮ ... ૫૩૯ ૫૪૦ ... ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ... પરદ મહારાજા શ્રેણિક કામદેવથી પણ અધિક સ્વરૂપવાન હતાં. અભયકુમારે મહારાજાનું સુંદર ચિત્ર પટ ઉપર દોરાવ્યું. આ ચિત્રને હાટમાં લટકાવ્યું. અભયકુમાર તેની પૂજા કરવા લાગ્યા. પર૯ તેવા સમયે રાજભવનમાંથી એક દાસી ઘી લેવા અભયકુમારની હાટે આવી. દાસીએ મહારાજા ... ૫૪૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' શ્રેણિકનું પટ ઉપર ચિત્ર જોયું. દાસી ચિત્ર જોઈ મનમાં ખુશ થઈ ગઈ. તેણે પૂછયું, “આ સ્વરૂપવાન પુરુષ કોણ છે? '' અભયકુમારે કહ્યું, “આ રાજગૃહી નગરીના(ધર્મપ્રેમી અને ન્યાય સંપન) મહારાજા શ્રેણિક છે. તેઓ કર, દંડ અને અન્યાયના વિરોધી છે તેથી હું તેમના ચરણોનું પૂજન કરું છું. આવા ગુણવાન રાજા દુનિયામાં બીજે કોઈ સ્થળે નહીં મળે.' ... પ૩૧ અભયકુમારના વચનો સાંભળી દાસી આનંદિત થઈ ગઈ. તે વારંવાર ચિત્રને ધારી ધારીને જોવા લાગી. દાસી મનોમન બોલી “રવર્ગના દેવો જેવાંકે બ્રહ્મા, વિષ્ણુ અને સુરેંદ્ર પણ મહારાજાના રૂપ અને ગુણ પાસે અધૂરાં લાગે.' ... પ૩ર દાસી પણ મહારાજા શ્રેણિકના સૌંદર્યથી મોહિત થઈ ગઈ. તેણે ઝડપથી રાજકુમારી સુજ્યેષ્ઠા પાસે આવી વિનંતી કરતાં કહ્યું, “કુંવરી બા! આપણા રાજમહેલની બાજુમાં એક વણિકે હાટ માંડી છે. તેની હાટમાં કામદેવથી પણ વધુ સુંદર એક નવયુવાનનું ચિત્ર દોરેલું છે.” ... પ૩૩ મેં વણિકને પૂછયું, “આ સ્વરૂપવાન પુરુષ કોણ છે?” વણિકે ઉત્તર આપતાં કહ્યું, “મારી રાજગૃહી નગરીના રાજા છે. કુંવરીબા!મેં આજ દિવસ સુધી આવો સુંદર આકૃતિવાળો અને સ્વરૂપવાન પુરુષ ક્યાંય જોયો નથી. તે અપાર સૌંદર્યવાન છે.” ... પ૩૪ (સુયેષ્ઠાએ દાસીના મુખેથી પરદેશી પુરુષના રૂપની પ્રશંસા સાંભળી) સુજ્યેષ્ઠાને પણ ચિત્ર જોવાની ઉત્કંઠા જાગી. તેણે સહિયર દાસીને બોલાવીને કહ્યું, “બહેન! જલ્દીથી હાટે જઈ વણિક પાસેથી તે સુંદર યુવકનું ચિત્ર લઈ આવ.” ... પ૩૫ દાસી તરત જ અભયકુમાર(વણિક)ની પેઢીએ આવી. તેણે અભયકુમારને બોલાવીને કહ્યું, “શેઠજી ! અમારી રાજકુમારીને જોવા આ સ્વરૂપવાન અને ગુણવાન રાજાનું ચિત્ર આપશો?''... ૫૩૬ (અભયકુમારે જોયું કે પોતાની યુક્તિ અનુસાર સર્વ કાર્યો અત્યાર સુધી સાંગોપાંગ ઉતર્યા છે.) અભયકુમારે મીઠા શબ્દોમાં કહ્યું, “જરૂર!” અભયકુમારે દાસીના હાથમાં મહારાજા શ્રેણિકનું ચિત્ર આપતાં કહ્યું. “રાજાનું આ ચિત્ર તમારી રાજકુમારીને બતાવજો."દાસી ચિત્ર લઈ સીધી રાજકુમારી સુજ્યેષ્ઠા પાસે આવી. સુજ્યેષ્ઠાએ ચિત્ર જોયું. સુજ્યેષ્ઠાના આનંદનો પાર નહતો. ... પ૩૭ સુજ્યેષ્ઠાએ કહ્યું, “બહેન! સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણે લોકમાં ફરવા છતાં આવો સ્વરૂપવાન પુરુષ મળવો મુશ્કેલ છે.” સુયેષ્ઠાને મહારાજા શ્રેણિક પ્રત્યે અનુરાગ જાગ્યો. તેણે નિશ્ચય કર્યો કે, “પરણવું તો શ્રેણિકને જનહીંતર સંયમનો સ્વીકાર કરવો'. ... પ૩૮ દુનિયામાં બીજા કોઈ પુરુષ રૂપમાં અધિક હોઈ શકે પરંતુ તેઓ બધા મારા-માટે ભાઈ-બાપ સમાન છે. મેં કેટલાય પુરુષો જોયાં પણ આ કુમારનું રૂપ જ કંઈક અનોખું છે.(એક રાજકુમાર શ્રેણિક જ આ ભવમાં મારા સ્વામી બનશે) તેમને જ હું પરણીશ. .. ૫૩૯ દાસીએ કહ્યું, “બહેન! આવો ઉતાવળો નિર્ણય ન કરો. બુદ્ધિપૂર્વક વિચાર કરી પછી કાર્ય For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ કરશું.”દાસીએ વિવેક દર્શાવવા ચિત્ર લઈ એક સોનામહોર વણિક(અભયકુમાર)ને આપી... ૫૪૦ દાસીએ અભયકુમાર પાસે આવીને કહ્યું, “તમારા રાજા સાથે મારી રાજકુંવરી પરણવા ઈચ્છે છે. તમારાથી તેમનું મિલન થઈ શકશે કે નહીં?” ... ૫૪૧ તમે કોઈ યુક્તિ કરો જેથી બન્નેના વિવાહ થઈ શકે. (અભયકુમારને પૂર્વયોજીત વિચારણા અનુસાર થતાં મનમાં આનંદ થયો.) અભયકુમારે દાસીને કહ્યું, “તમે ચિંતા ન કરો. તમારી સખીના મનોરથ હું કોઈ પણ પ્રકારે પૂર્ણ કરીશ. ... ૫૪૨ અમુક દિવસે, અમુક વેળાએ રાજકુંવરીને રાજા મળશે. રાજાના મહેલથી રાજકુમારીના ઢોલિયા સુધી કારીગરો દ્વારા સુરંગ ખોદાવીશ. રાજા સુરંગ દ્વારા રાજકુમારીના શયનખંડ સુધી પહોંચશે.... ૫૪૩ આ રીતે તમારી સહિયરને લઈ રાજા સાથે નગરમાં આવજો. અભયકુમાર યુક્તિ સફળ કરવા પ્રપંચ કરતા રહ્યા. તેઓ પોતાના નગરમાં આવ્યા. મહામંત્રી અભયકુમાર બુદ્ધિનિધાન હતા. ...૫૪૪ રાજકુમારે પોતાના પિતાની પાસે જઈ સર્વ હકીકત કહી. તેમણે કહ્યું, “પિતાજી ! હું બધી કરામત કરીને અહીં આવ્યો છું. હવે તમે મને ઠપકો ન આપશો. હું જવાની બધી વ્યવસ્થા કરીને આવ્યો છું. તમે સુરંગ ખોદાવી રાજકુમારી પાસે પહોંચો.” .. ૫૪૫ કવિ કહે છે કે અભિલાષી વ્યક્તિ શું શું કરવા તૈયાર થાય? તે સ્ત્રીનું અયોગ્ય વચન પણ આજ્ઞાંકિત બની માન્ય કરે છે. ઈશ્વર(શંકર) પાર્વતી માટે નાચ્યા. રાવણે સીતાને મેળવવા યોગીપણું સ્વીકાર્યું. રામે પોતાની ભાર્યા સીતા માટે રાવણ સાથે યુદ્ધ કરી તેનો વધ કર્યો. .. પ૪૬ ચંડપ્રદ્યોતન રાજાએ મૃગાવતીને મેળવવા માટે નગરને ફરતો કોટ બનાવ્યો. ઈન્દ્ર મહારાજાએ ઈન્દ્રાણીને મેળવવાં મોટા બિલાડાનું રૂપ ધારણ કર્યું. ઋષિદત્તાને મેળવવા કનકકેતુ રાજાએ પોતાનો દેહ બાળ્યો. ... ૫૪૭ તેમ સુજ્યેષ્ઠાને મેળવવા મહારાજા શ્રેણિકે એક સુરંગ ખોદાવી.(આ સુરંગનું કાર્ય અત્યંત ગુપ્ત રીતે રીતે થયું. તેમણે પોતાના નગરથી સુચેષ્ઠાના મહેલ સુધી સુરંગ ખોદાવી.) કોઈ પણ રીતે સુરંગ વાટે રાજકુંવરીના મહેલ સુધી પહોંચવા રાજા તૈયાર થયા. સંઘવી સાંગણનાં પુત્ર કવિ ઋષભદાસ કહે છે કે, હવે પછીની કથા ધ્યાનથી સાંભળો. આ કથા સાંભળતાં ઊંઘ આવશે તો નસીબ(ભાગ્ય) જશે. ... ૫૪૮ દુહા : ૩૨ અક્ષર ઉપરિમન ધરી, સુણો ચતુર સુજાતા; શ્રેણિક રથિ બેસી કરી, ચાલ્યો કરિ ગ્રહી બાણ •.. ૫૪૯ (૧) સતી સીતા : ભરફેસરની કથા, પૃ. ૧૭૬ થી ૧૭૮ (૨) ઋષિદત્તા : હેમરથ રાજાની સુદશા રાણી હતી. તેમને કનકરથ નામનો રાજપુત્ર હતો. તેની સગાઈ રૂકિમણી નામની કન્યા સાથે થઈ. તેને પરણવા જતાં માર્ગમાં તાપસ યુગલથી જન્મેલી ઋષિદત્તાને તે પરણ્યો. રૂકિમણીએ પોતાના તરફ મન આકર્ષવા સુલસા નામની યોગિની દ્વારા ઋષિદત્તાને રાક્ષસી ઠરાવી. તેને નગરમાંથી બહાર કાઢી મૂકી. ત્યારપછી રાજકુમાર રૂકિમણીને પરણ્યો. રૂકિમણીએ પ્રથમ રાત્રિએ જ કુમારને પોતે કેવી રીતે પરણી તે વાત કહી. રાજકુમારને ક્રોધ આવ્યો. તેણે અગ્નિ પ્રવેશ કરવાની તૈયારી કરી. (ભરડેસરની કથા, પૃ. ૧૮૨ થી ૧૮૪.) For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ૫૫૩ છે. અર્થ - હે ચતુર! જ્ઞાનીજનો! તમે ભાગ્ય પર પૂર્ણ ભરોસો રાખી કથા સાંભળો. મહારાજા શ્રેણિક હાથમાં ધનુષ્ય બાણ લઈ રથમાં બેસી સુરંગ માર્ગે રાજકુમારી સુચેષ્ઠાને લેવા ચાલ્યા. •.. ૫૪૯ ઢાળ-ર૬ ચેલણાનું અપહરણ રાગઃ અશાવરી સિંધુ શ્રેણિક શણગ કરાવી સંચરઈ રે, ગયો વિશભાઈ ઈશ; સાથિં લીધા સુલસા કેરડા રે, બેટા જેહ બત્રીસ ... ૫૫૦ શ્રેણિક શણગ કરાવી સંચરઈ રે ... આંચલી વસમું મંદિર વિસહર વાડિલ્યું રે, રખવાલા ગજ સીહ; જો યમ બેસઈ તેહનિ બારણઈ રે, રત્ના મિલિ નીસ દીહ .. ૫૫૧ છે. જાણ કરયું સુજેષ્ઠાનિ વલી રે, હરખી હઈડારિ માંહિ; વેગિં તેડી ચિલ્લણા બહિની રે, અલગાં ન રહઈ તે પ્રાંતિ .. પ૫ર શ્રે. ચિલ્લણા આવી શ્રેણિક કિં રહી રે, સુજેષ્ઠા લઈ શિણગાર; તવ શ્રેણિકનો સેવક ઈમ કહઈ રે, કાં થયા રાય ગુમાર શત્રુ તણઈ ઘરિ બેસીચું રહ્યો રે, હોસઈ બંધન પાસ; કુમારી કન્યાનિ લેઈ સંચરો રે, પોહતી આપણી આસ .. ૫૫૪ શ્રે. રથિ બેસારી ચિલ્લણા સુંદરી રે, લેઈ ગયો શણગ મઝારી; ભૂષણ કંડીલ લેઈ આવતી રે, પુઠિ સુજેષ્ઠા રે નારિ . ૫૫૫ શ્રે. નવિ દેખઈ નર નારી કોયનિ વલી રે, વલખી હુઈ તવ નારિ; જુથભ્રષ્ટ જિમ મૃગલી નૂરઈ એકલી રે, તિમ અબલા તેણઈ ઠારિ ... ૫૫૬ છે. રુદન કરતી પડતી લવતી પ્રેમદા રે, જાઈ ચિલણાનું નામ; મુઝ ઉવેખી બહિન તું મ્યું ગઈ રે, એ ન ઘટઈ તુઝ કામ .. ૫૫૭ છે. વલવંતી મુકી દવદંતી નલ ગયો રે, બીજો અમરકુમાર; મુઝનિ મુકી ચિલણા તું ગઈ રે, નહી તુઝ પ્રેમ લગાર ... ૫૫૮ છે. પ્રીતિ પ્રેમ મોહ મૂક્યો ક્ષિણમાં બહેનડી રે, ધિગ ધિગ કારિમો રે નેહ; મુઝ મુંકી નઈ ગઈ એકલી રે, ન જાણ્યો દેતી એમ છેહ ... ૫૫૯ છે. વલવલ કરતી દીઠી સખીઈ સુંદરી રે, હુઉં કોલાહલ ત્યાંહિ; વાત હતી તવ રાજસભા વચિં રે, બેઠો નરપતિ ત્યાંહિ .. પ૬૦ છે. ક્રોધિ ધરી સુભટાદિક નિ તેડાવીઉં રે, બાંધો તુમ હથીઆર; વેગિં જઈનઈ વેરી નઈ હણો રે, ન કરઈ બીજીઅ વાર ... પ૬૧ છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ••• ૫૬૨ ... પ૬૩ શ્રે. સીસ નમાવી સુભટ તે સંચરયો રે, લેઈ ધનુષ નર ધાય; આવી પેઠો વેગિ સણગમાં રે, કિહાં ગયો ચોરટો રાય જઈ મલ્યો નર શણગનિ બારણઈ રે, મુક્યું એક તિહાં બાણ; બત્રીસ બેટા તુલસાના હતા રે, લીધા તેહના પ્રાણ શબ પડીઆં સહુ શણગ નઈ બારણઈ રે, વાત જણાવી હો રાય; જઈ ન સકઈ તે પાછો આવીઉં રે, વાત જણાવી હો રાય ... ૫૬૪ છે. તામ સુજેષ્ઠા મનમાં ચિંતવઈ રે, એ મુઝ સિર હતયાય; ચારિત્ર લઈ તપ કિધા વિના રે, એ પાતિક નવિ જાય ... પ૬૫ શ્રે. મોહબંધન પણિ ટલીઉં બહેનીનું રે, તે મુઝ મુંકી નઈ જાય; કો કેહનો દીસઈ નહી જગમાં વલી રે, તેણિ હું લેઉ દીખ્યાય ... પ૬૬ શ્રે. લીધો સંયમ વય રાત્રેિ વલી રે, એક દિન ઊભી રે ધ્યાનિ; 28ષભ કહઈ નવ યૌવન નરપતિ સુંદરી રે, રૂપિં તે અમરિ સમાનિ ... પ૬૭ છે. અર્થ - મહારાજા શ્રેણિકે સુરંગ ખોદાવી. તેઓ સુરંગ વાટે સંચર્યા. તેઓ ચેડારાજાની વિશાલા નગરીમાં પહોંચ્યા. તેમણે પોતાની સાથે સતી સુલસાના ૩ર યુવાન પુત્રોને સાથે લીધાં. .. ૫૫૦ વિષધર સર્પને ઘરમાં રાખવો મુશ્કેલ છે. હાથી અને સિંહ જેવા જંગલી પશુઓનું વાડથી રખોપું કરવું મુશ્કેલ છે. જો તેના દ્વારે બેસીએ તો આપણને નિત્ય રત્નની પ્રાપ્તિ થઈ શકે. ... પપ૧ ચોકીદારો દ્વારા સુજ્યેષ્ઠાને જાણ કરવામાં આવી કે, “શ્રેણિક મહારાજા આવી રહ્યાં છે.” સુજ્યેષ્ઠાના હૈયામાં મહારાજા શ્રેણિકને મળવાનો અત્યંત ઉત્સાહ હતો. સુચેષ્ઠાએ હર્ષના અતિરેકમાં ચેલણાને પણ ત્યાં બોલાવી. બન્ને બહેનો (પુનર્વસુ નક્ષત્રની જેમ) સદા અવિયોગી રહેતી હતી. ... પપર મહારાજા શ્રેણિક જ્યારે સુજ્યેષ્ઠાના મહેલમાં પહોંચ્યા ત્યારે ત્યાં રાજકુંવરી ચેલણા હતી. અચાનક સુજ્યેષ્ઠાને પોતાનો દાગિનાની પેટી યાદ આવી. સુજ્યેષ્ઠા દાબડો લેવા મહેલમાં ગઈ ત્યારે મહારાજા શ્રેણિકના સેવકોએ કહ્યું, “રાજન ! તમે અહીં ઊભા રહેવાની મૂર્ખતા ન કરો. ...૫૫૩ તમે શત્રુઓના ઘરમાં વધુ સમય શામાટે રોકાયા છો? જો આપણે પકડાઈ જશું તો બંધન-ફાંસી થશે. રાજકુમારીને લઈ અહીંથી જલ્દીથી પ્રણાય કરો જેથી આપણી અભિલાષા પૂર્ણ થાય.” ... ૫૫૪ સેવકના વચનો સાંભળી મહારાજા શ્રેણિકે રાજકુમારીને ઝડપથી રથમાં બેસાડી રથ રાજગૃહી નગરી તરફ સુરંગ માર્ગે પુરપાટ જોશમાં દોડાવ્યો. થોડીવારમાં પાછળ આભૂષણની પેટી લઈ સુજ્યેષ્ઠા પોતાના મહેલમાં પાછી આવી. ... ૫૫૫ (૧) સુજયેષ્ઠા અને ચિલ્લણા (ચેલા) સુરંગમાં શ્રેણિક રાજાની પાછળ ચાલવા લાગી. ચેલણાએ વિચાર્યું, ‘સુયેષ્ઠા મારાથી વધુ સ્વરૂપવાન છે. મહારાજા તેને વધુ ચાહશે.’ષબુદ્ધિથી પ્રેરાઈને તેણે સુયેષ્ઠાને કહ્યું, “બહેન આપણા રત્નની પેટી મહેલમાં રહી ગઈ છે.' સુજ્યેષ્ઠા તે લેવા મહેલમાં ગઈ ત્યારે ત્યાં ઊભા રહેવું યોગ્ય ન હોવાથી શ્રેણિક અને ચેલણા ભાગી છૂટયા. (સંસાર સપના કોઈ નહી અપના - પૃ.૭૧) For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” (તે પૂર્વે જ મહારાજા શ્રેણિક રથ ઉપર બેસી જતા રહ્યા હતા.) સુયેષ્ઠાએ કોઈ સ્ત્રી-પુરુષને ત્યાંના જોયા ત્યારે તે ગભરાઈ ગઈ. જેમ મૃગલી ટોળામાંથી એકલી પડવાથી રુદન કરે, તેમ સુજ્યેષ્ઠા પોતાની પ્રિય બહેનથી વિખૂટી પડતાં દિમૂઢ બની વિલાપ કરવા લાગી. સુજ્યેષ્ઠાને ચેલણાના વિરહથી આઘાત લાગ્યો. તે જમીન પર ઢળી પડી. શીતળ વાયુનાં ઉપચારથી તેની મૂછ વળી. તે ફરી પાછી રુદન કરતી ચેલણાને યાદ કરવા લાગી. તેણે કલ્પાંત કરતાં કહ્યું, “ચલણા! આપણે સાથે રહ્યાં અને સાથે મોટાં થયાં, છતાં તું આજે મારી ઉપેક્ષા કરી ચાલી ગઈ? બહેન! તેં અઘટિત કાર્ય કર્યું છે. ... પપ૭ 'નળરાજાએ ગાઢ જંગલોમાં પોતાની પત્ની દમયંતીને એકલી છોડી દીધી. અમરકુમારને બાળ વયમાં તેની માતાએ ધન માટે રાજાને સોંપી દીધો, તેમ હે પ્રિય ભગિની ! તું પણ મને એકલી મૂકીને મહારાજા શ્રેણિક સાથે ચાલી ગઈ? શું તને મારા પ્રત્યે ક્ષણિક પણ નેહ નથી? ... પ૫૮ મારા વિના એક પળ પણ દૂર ન રહેનારી તું ક્ષણવારમાં મને એકલી છોડી જતી રહી? બહેન તું તો નિર્મોહી છે તેથી જ પલભરમાં તું આપણી વચ્ચે પ્રીતિ, મોહ, પ્રેમ વીસરી ગઈ. ધિક્કાર છે! આવા બનાવટી કૃત્રિમ પ્રેમને !તારી અને મારી અખંડ પ્રિતી હતી પરંતુ તું આજે મને છોડી ચાલી ગઈ. મને ખબર ન હતી કે તું મને આ રીતે દગો દઈશ.” ... ૫૫૯ સુયેષ્ઠા કલ્પાંત કરતી હતી ત્યારે તેની સખી દાસીએ જોયું. (દાસીએ સમજાવવાનાં ઘણાં પ્રયત્નો કર્યા, છતાં સુચેષ્ઠા કોઈ રીતે શાંત ન થઈ.) સુજયેષ્ઠાના આક્રંદથી કોલાહલ થયો. ચલણાના અપહરણની વાત રાજ દરબારની વચ્ચે થઈ. તે સમયે ચેડારાજા ત્યાં બેઠા હતા. ... પ૬૦ ચેડારાજાએ ગુસ્સામાં સુભટોને આજ્ઞા કરી, “તમે હથિયાર બાંધી તૈયાર થાવ. મારી દીકરીને લઈ જનાર શત્રુનો પીછો કરી પકડો. તમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેમનો સંહાર કરો.” ... ૫૬૧ સુભટોએ મતક નમાવી રાજાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેઓ ધનુષ્ય બાણ લઈ શત્રુઓની પાછળ દોડયા. તેઓ ઝડપથી સુરંગમાં પ્રવેશ્યા. તેમણે શત્રુઓને પડકાર ફેંકતા કહ્યું, “ક્યાં ગયો એ ચોર રાજા? રાજકન્યાનું અપહરણ કરનારને પકડો.' ... પ૬ર સુરંગના દ્વારે એક યોદ્ધો ચોકી કરતો ઊભો હતો. (મહારાજાની સુરક્ષા કરવા અને શત્રુ સૈન્યને રોકવા દ્વારે ઊભો હતો.) સુભટો તેના પર તૂટી પડયાં. એક સુભટે બાણથી તેને વીંધી નાખ્યો. (ચેડારાજાએ સુભટોને શત્રુની પાછળ દોડાવ્યા.) સુરંગમાં રહેલા સુલસા શ્રાવિકાના બત્રીસ પુત્રો સુભટો સાથેની ઝપાઝપીમાં બાણ વડે વીંધાતા મૃત્યુ પામ્યા. .. પ૬૩ મહારાજા શ્રેણિકના બત્રીસ અંગરક્ષકોના મૃતદેહો સુરંગના દ્વારે પડયા. આ બત્રીસ અંગરક્ષકોએ શત્રુઓનો માર્ગ રોકી રાખ્યો હતો તેથી સુભટો સુરંગમાં પ્રવેશી ન શક્યા. સુભટો નિરાશ થઈ પાછા વળ્યા (૧) નળરાજા અને કૂબેર જુગાર રમ્યા. નળરાજા જુગારમાં સર્વવ હારી ગયા. કૂબેર રાજ્યના અધિપતિ થયો. નળ-દમયંતી વનમાં જવા નીકળ્યા. દમયંતીએ વિદર્ભ તરફ રથ હંકારાવ્યો. નળરાજાને સસરાના ઘરે જવું પસંદ ન હતું. વનમાં રાત્રિ રોકાણ થયું. પોતાનું અડધું વસ્ત્ર ફાડી દમયંતીને વનમાં છોડી નળરાજા ચાલ્યા ગયા. (ભરડેસરની કથા, પૃ. ૧૬૧થી ૧૬૨.) For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ તેમણે ચેડારાજાને આ વાતની જાણ કરી. ૫૬૪ સુજ્યેષ્ઠાએ જ્યારે સાંભળ્યું કે બત્રીસ અંગરક્ષકોનું સુરંગના દ્વારે મૃત્યુ થયું છે ત્યારે તે પાપના ડરથી ભયભીત બની ગઈ. તેણે વિચાર્યું, ‘મારા થકી આ હત્યા થઈ છે તેથી આ હત્યાનું પાપ મારા આત્માને લાગશે. ચારિત્ર્ય ધર્મ સ્વીકાર કરી તપશ્ચર્યા કર્યા વિના આ પાપ દૂર નહીં થાય. ૫૬૫ મારે પણ મારી બહેનોનો મોહ ત્યજી દેવો જોઈએ. તે પણ મને એકલી મૂકીને જતી જ રહી. ખરેખર આ જગતમાં કોઈ કોઈનું નથી. તેથી હું પણ દીક્ષા લઈ વિતરાગ માર્ગે પ્રયાણ કરું.' ... ૫૬૬ સુજ્યેષ્ઠાને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો. (સુજ્યેષ્ઠાએ બહેનની મમતા છોડી દીધી) તેમણે દીક્ષા લીધી. એક દિવસ સુજ્યેષ્ઠા સાધ્વી ધ્યાનમાં ઊભાં હતાં. કવિ ઋષભદાસ કહે છે કે, ચેડારાજાની પુત્રી સુજ્યેષ્ઠા સાધ્વીએ યૌવનવયમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દેવાંગનાઓ જેવાં સ્વરૂપવાન હતાં. ૫૬૭ દુહા ઃ ૩૩ ઋષભ કહઈ યૌવન જદા, પ્રભુતા ધન વિવેક; એ ગ્યાર અનરથ કરઈ, એકઈ ઠામિ વિસેક રૂપિં રલી સુકુમાલિકા, જો લઈ સંયમ ભાર; તેહ ન છુટી સાધવી, યૌવન રૂપાધિકાર ૫૬૯ : અર્થ કવિ ઋષભદાસ કહે છે કે, “જ્યારે યૌવન, પ્રભુતા-માલિકી, ધન-દોલત અને વિવેક એ ચારે એક સ્થાને અતિરેક માત્રામાં હોય છે ત્યારે અનર્થ કરે છે.’ ૫૬૮ અમરી સરીખું તેહનું રૂપ, પેઢાલિ દીઠું જસ રૂપ; મન સ્યું કીધો અસ્યો વિચાર, એહનો ગરભ હોઈ નર સાર એક કુમર મુઝ જોઈઈ સહી, તે વિણ વિદ્યા ઉદરિ રહી; અસ્તું વિચારી નિં સાધવી, ભમર થઈનેિં તિહાં ભોગવી ન કરયો પાતિક તણો વિચાર, મુક્યો ઉત્તમ કુલ આચાર; ધિગ ધિગ પાપી કામ વિકાર, પંડિત નર જેણં કરયો ખોઆર મણિરથ નિંજ બંધવનિ હણઈ, ડાંભ્યો ચંડપ્રદ્યોતન તણઈ; નંદિષણ નિયાણું કરઈ, અષાઢો અબલા આદરઈ ... ... 'સુકુમાલિકા સાધ્વી અતિશય રૂપના કારણે સંસારમાં અટવાયા. તેમણે સંયમ સ્વીકાર્યો પરંતુ પોતાના રૂપના કારણે હ્રદયમાંથી સંસાર છૂટી ન શક્યો. અત્યાધિક યૌવન, રૂપ તને ધિક્કાર છે !... ૫૬૯ ચોપાઈ ઃ ૯ સત્યકી ચરિત્ર For Personal & Private Use Only ૫૬૮ ૧૧૩ ૫૭૦ ૫૭૧ ૫૭૨ ૫૭૩ (૧) ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સુભદ્રા નામની પત્નીની કુક્ષિએ સુકુમાલિકા (દ્રૌપદીનો પૂર્વભવ) જન્મી. તે સ્વરૂપવાન હતી પરંતુ તેનો સ્પર્શ અંગારા સમાન હોવાથી કોઈ પુરુષ તેનો સંગ કરવા તૈયાર ન થયા. તેણે આખરે દિક્ષા લીધી. ગુરુણીની ઈચ્છા વિરુદ્ધ વનમાં જઈ તપશ્ચર્યા કરી. તેવામાં એક વેશ્યાને પાંચ પુરુષોથી સેવાતા જોઈ તેણે નિયાણું કર્યું. પહેલા દેવલોકમાંથી ચ્યવી તે દ્રૌપદીપણે જન્મી. નિયાણાના બળે તેને પાંચ પતિ મળ્યા. (ભરહેસ૨ની કથા, પૃ. ૧૯૬) Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' • ૫૭૪ • ૫૭૫ પ૭૬ ૫૭૭ ••. ૫૭૮ • ૫૭૯ ૫૮૦ એ દુર્જય નવિ જીત્યો જાય, પેઢાલ ચુકો તેણઈ ઠાય; કીધું જાણવી સાથિં પાપ, લાગો ગર્ભ તણો સંતાપ વડી સાધવી જાણી જસિં, તામ સુજેષ્ઠા પુછી તસઈ; તું સુગુણીનિ તું સાધવી, ગર્ભ તણી પ્રાપતિ કહાં હવી હું નવિ જાણું ગુરુણી આપ, મન વચનિ નવિ લાગું પાપ; કાયાઈ કિમ કીજઈ પાત, જ્ઞાનવંત એ જાણઈ વાત આવ્યા એહવઈ જિનવર રાય, વડી સાધવી વંદન જાય; પુછઈ પ્રેમિં મનની વાત, ગર્ભ સાધવી નઈ કિમ થાત કહઈ જિનવર અજિઆનિ ફરી, ચેડા સાતઈ દીકરી; સીલવંતી નિ એ સુકુમાલ, ભમર થઈ વિલસઈ પેઢાલ સુણી વચનનિ કરયો વિચાર, શ્રાવક ઘરિ રાખી તેણી વાર; પૂરે માસે જનમ્યો પૂત, રૂપ કાંતિ કલા અદભૂત સતકી વિદ્યાધર તસ નામ, મિથ્યાત્વનું તે ટાઈલ ઠામ; વાંદી વીરનિં બોલ્યો ત્યાંહિ, મિથ્યા બોલું સાયરમાંહિ વીર કહઈ તુઝથી ચાલસઈ, મિથ્યાધર્મ જગમાં દિપસઈ; સુણી વચન હુઉ દલગીર, જુઠું કાંઈ ન બોલઈ વીર જઈ ચિંતાતુર ઉઠયો જસિં, પેઢાલ વિદ્યા આપઈ તસિં; અનેક વિદ્યા બીજી રહી, રોહિણી પરદત્તા તે રહી રોહિણી પરદત્તા સાતેહ, વેગિ વિદ્યા આવી તેહ; કહઈ મુઝ રહેવા કોહો ઠામ, શતકી સિર દેખાડઈ ઠામ વિદ્યા મસ્તકિ રહેતિ જસિં, ત્રિલોચન તે થાય તસિં; ત્રિલોચન હોય તસ નામ, કરઈ વિદ્યાધર વિરૂઆં કામ પ્રથમિં મારયો પોતઈ તાત, એહિં કિધી અન્યાયની વાત; કીધું સાધવી સાથિં પાપ, એમ જાણીનિ મારયો બાય દીઠિ નારિ ન મુંકઈ પ્રાંહિ, જઈ પઈસઈ નૃપ મંદિરમાંહિ; વલી અંતેવર ઘરમાં જાય, કરઈ ભોગ સ્ત્રીસ્યું તેણિ ઠાય વેશ ગમન કરતો તે સહી, નારિ વિના તે ન સકઈ રહી; રૂપવંત નઈ ઘરિ સંચરિ, દપ્તિ ભોગ ગજઈ તેહ સ્યુ કરાઈ ઢાંકીઉં ન રહઈ છાનું પાપ, ખાધું લસણ ગંદાય આપ; જાણી વાત રાજાઈ જસિં, કરઈ ઉપાય મારેવા તસઈ • ૧૮૧ ૧૮૨ •.. ૫૮૩ ••• ૫૮૪ •.. ૫૮૫ • ૫૮૬ •• ૫૮૭ •.. ૫૮૮ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મારયો નવિ જાય તે જસિં, પઢો વજડાવ્યો રાઈ તસિં; એ સતકી નઈ જે મારેહ, મોહ માંગ્યું તસ રાજા દેઆ • ૫૮૯ ઉમિયા નામિ ગુણિકા જેહ, આવી પઢો છબતી તેહ; સતકી વિદ્યાધરનિ હણું, વચન પ્રમાણ કરું નૃપ તણું પ૯૦ તેડી રાયકનિ તસ જાય, બોલી ગુણિકા તેણઈ ઠાય; સતકી મિ મારેવો સહી, તવ રાજા બોલ્યો ગહઈ ગહી .. ૫૯૧ જા તું જઈ સતકીનિ મારી, આપું ગજરથ હયવર હારિ; લેઉ બિડુ ગણિકા ઘરિ જાય, ઋષભ કહઈ નર સુણો કથાય .. પ૯૨ અર્થ:- સુજ્યેષ્ઠા સાધ્વીજી દેવાંગના જેવા સ્વરૂપવાન હતાં. (તેઓ ધ્યાનમાં ઊભા હતા ત્યારે) એક પેઢાલે તેમને જોયા. પેઢાલે વિચાર્યું, “જો આ સાધ્વીજીને ગર્ભ રહે તો તેનું બાળક સાત્ત્વિક અને બળવાન થશે. ૫૭૦ મને એક ઉત્તમ બાળકની જરૂર છે, જેને હું મારી વિદ્યા શીખવી શકું. અન્યથા (મારી પાસે રહેલી શ્રેષ્ઠ વિદ્યાઓ હું કોને આપીશ?) મારી વિદ્યાઓ બધી મારા ઉદરમાં મારી પાસે જ રહેશે.(મારા મૃત્યુ બાદ એ વિદ્યાઓનું શું?)'' એવું વિચારી તેણે વિદ્યાના બળે ભ્રમરનું રૂપ લીધું. તેણે ભ્રમર બનીને (યોનિ પ્રવેશ કરી) સાધ્વીજી સાથે ભોગ ભોગવ્યો. ... ૫૭૧ પેઢાલે સાધ્વીજી સાથે અકૃત્ય કરી પાપકર્મ બાંધ્યું. તે પાપીએ પાપ કર્મનો વિચાર પણ ન કર્યો. તેણે પોતાના ઉત્તમ કુલાચાર અને મર્યાદાનો ત્યાગ કર્યો. ધિક્કાર છે ! આવા કામ વિકારને. બુદ્ધિમાન વ્યક્તિઓને પણ વિષય વાસનાએ ખુવાર કર્યો છે ! ... ૫૭૨ (પ્રસંગોપાત કવિ વિવિધ દ્રષ્ટાંતો પ્રસ્તુત કરે છે) મણિરથ રાજાએ(પોતાના ભાઈની પત્ની મદનરેખા પ્રત્યે અનુરાગ થતાં) પોતાના સગા બાંધવ યુગબાહુને હણ્યો. રાજા ચંડપ્રદ્યોતન માથે “મારી દાસીનો પતિ' તેવો ડામ દેવાયો. નંદીષેણ મુનિએ સ્ત્રીવલ્લભ થવાનું નિયાણું કર્યું. 'અષાઢાભૂતિ મુનિ વેશ્યાને વશ પડયાં. ... પ૭૩ કામ વિકારને જીતવો અત્યંત દુર્લભ છે. પેઢાલે પણ ભૂલ કરી. તેણે કામી અને વિલાસી બની પોતાના ઉત્તમ કુલાચારને કલંક લગાવી સાધ્વીજીના બ્રહ્મચર્યનો ભંગ કર્યો. સાધ્વીને ગર્ભનું કલંક આપ્યું... ૫૭૪ સુજ્યેષ્ઠા સાધ્વીજીના મોટા ગુરુણીએ આ વાત જાણી. તેમણે સુજ્યેષ્ઠા સાધ્વીજીને શાંતિથી પૂછ્યું, “સાધ્વીજી ! તમે તો સદ્ગુણી અને બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા છો. તમને આ ગર્ભની પ્રાપ્તિ કેવી રીતે અને ક્યાંથી થઈ?' ••• ૫૭૫ (૧) સુયેષ્ઠા ચરિત્ર: ભરોસરની કથાઓ, પૃ. ૧૮૭ થી ૧૮૯ (૨) મહાસતી મદનરેખા મિથિલા નગરીના નમિ રાજર્ષિની માતા હતી. તેમના લગ્ન મણિરથ રાજાના નાના ભાઈ યુગબાહુ સાથે થયા હતા. મણિરથ રાજાની મહાસતી ઉપર દાનત બગડી. વસંતત્રતુમાં લતામંડપમાં સૂતેલા યુગબાહુને તલવારના ઝાટકે મણિરથ રાજાએ મારી નાખ્યો. (ભરડેસરની કથાઓ, પૃ. ૧૫૪) (૩) નંદીષેણ મુનિ એજ, પૃ.૩૬. (૪) અષાઢાભૂતિ : એજ, પૃ. ૧૩૪ થી ૧૩૬. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સુયેષ્ઠા સાધ્વીજી બોલ્યા, “ગુરુણી ! હું આ વાત જાણતી નથી. મેં મન અને વચનથી પણ પાપ કર્યું નથી તો કાયાથી હું શી રીત પાપ કરી શકું? કેવળજ્ઞાની ભગવંતો જ આ વાત કહી શકે.” ...૫૭૬ તે સમયમાં ભગવાન મહાવીર સ્વામી નગરમાં પધાર્યા. મોટા સાધ્વીજી તેમના દર્શન કરવા ગયા. સાધ્વીજીએ વંદન કરી (યોગ્ય સ્થાને ઊભા રહી) પ્રભુ મહાવીરને પોતાના મનની વાત(સંશય ટાળવા) પૂછી, “પ્રભુ! સુજ્યેષ્ઠા સાધ્વીએ સંયમ લીધો છે, છતાં તેમને ગર્ભ શી રીતે રહ્યો?' .. પ૭૭. કેવળજ્ઞાની જિનેશ્વર ભગવંતે કહ્યું, “ચેડારાજાની સાત પુત્રીઓ છે. સાત પુત્રીઓ શીલવંત અને સુકુમાર છે. પેઢાલે ભ્રમર બની તેમની સાથે ભોગ ભોગવ્યો છે.” ... ૫૭૮ જિનેશ્વવર ભગવંતોના વચનો સાંભળી ગુરુણીએ સાધ્વીજીને થોડા સમય માટે કોઈ શ્રાવકના ઘરે રાખવાનો વિચાર કર્યો. સવા નવ માસે સાધ્વીજીએ પુત્રને જન્મ આપ્યો. તે બાળકનું અનુપમ રૂપ હતું. તેના શરીરની તેજસ્વી કાંતિ હતી. તેનો દેખાવ અત્યંત સુંદર હતો. ... પ૭૯ સત્યકી વિદ્યાધર જેનું નામ હતું, તેણે મિથ્યાત્વ ટાળી સમ્યકત્વ મેળવ્યું. તેણે વીર પ્રભુને વંદન કરી કહ્યું કે, “જો હું હવે અસત્ય બોલું તો પાતાળ (સાગર) માં પેસી જાઉં.” ... ૫૮૦. કેવળજ્ઞાની જિનેશ્વર ભગવંતે કહ્યું, “બાળક ! તારાથી મિથ્યાત્વ ધર્મ દીપશે. તું મિથ્યાત્વ ધર્મનો પ્રચારક બનીશ.' સત્યકી આવું સાંભળી દિલગીર થયો. પ્રભુ મહાવીર કદી જૂઠું ન બોલે. ... પ૮૧ સત્યની ચિંતાતુર થયો. પિતાએ તેની ચિંતા ટાળવા માટે તેને વિવિધ વિદ્યાઓ શીખવી. સત્યકીએ અનેક વિદ્યાઓ ગ્રહણ કરી. રોહિણી અને પરદત્તા જેવી વિદ્યાઓ તેના કપાળમાં રહી. ..૫૮૨ સત્યની તીવ્ર બુદ્ધિશાળી અને તેજસ્વી હતો. રોહિણી, પરદત્તા જેવી વિદ્યાઓની સાથે સાથે બીજી અનેક વિદ્યાઓ પણ તત્કાલ શીખ્યો. વિદ્યાદેવીએ આવીને કહ્યું, “મને રહેવાનું ક્યું સ્થાન છે?" સત્યકીએ વિદ્યાદેવીને મસ્તકે રહેવાનો ઈશારો કર્યો. ... ૫૮૩ સત્યકીના મસ્તકે વિદ્યા રહી તેવું જ વિદ્યાના તેજથી તેનું ત્યાં ત્રીજું લોચન ખૂલ્યું. હવે સત્યકીનું નામ ‘ત્રિલોચન' પડ્યું. વિદ્યાના મદમાં સત્યકી વિદ્યાધરે ભયંકર નઠારાં કાર્યો પ્રારંભ કર્યા. .. ૫૮૪ તેણે સૌ પ્રથમ વિદ્યાદાતા પોતાના પિતા પેઢાલને જ માર્યો કારણકે પિતાજીએ સાધ્વીજી સાથે ભ્રમરનું રૂપ લઈ અબ્રહ્મનું સેવન કરી પાપ કર્યું હતું. પિતાએ અન્યાય કર્યો છે એમ સમજી તેણે વધ કર્યો. (તેણે કાળસંદીપન નામના વિદ્યાધરને સમુદ્રમાંથી પકડી માર્યો તેથી તેનું નામ ‘ત્રિપુરારિ' પડ્યું.)... ૫૮૫ સત્યની વ્યાભિચારી હતો. સ્ત્રીને જોઈ તે કામાતુર બની જતો. કોઈ સ્ત્રીને તેણે પોતાની વાસનાનો શિકાર બનાવી છોડી ન હતી. રાજાના અંતઃપુરમાં વિદ્યાના બળે(શિવાદેવી સિવાય અન્ય) રાણીઓ પાસે પહોંચી જતો. ત્યાં જઈ પોતાની વાસના સંતોષતો. ... ૫૮૬ તે વેશ પરિવર્તન કરી પરસ્ત્રીગમનનું પાપ કરતો. તે અત્યંત વિલાસી હતો. તે મારી સાથે ભોગ ભોગવ્યા વિના રહી શકતો ન હતો. તે સ્વરૂપવાન સ્ત્રીઓને ઘરે ગુપ્તપણે જઈ મેઘની જેમ ખૂબ ભોગ ભોગવતો. ... ૫૮૭ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જેમ લસણ ખાવું હોય તો તેની ગંધ છાની રહેતી નથી તેમ ઢાંકી રાખેલું છાનું પાપ પણ પ્રગટ થયા વિના રહેતું નથી. સત્યકીના આવા ત્રાસથી છૂટવા તેને મારવાના ઉજ્જયિની નરેશે અનેક ઉપાય કર્યા.. ૫૮૮ જ્યારે સત્યકી કોઈ રીતે માર્યો ન ગયો ત્યારે ચંડપ્રદ્યોતન રાજાએ નગરમાં પડહ વગાડ્યો. “જે વ્યક્તિ સત્યકી વિદ્યાધરને મારશે તેને રાજા તરફથી મોં માગ્યું ઈનામ મળશે.' ... ૫૮૯ ઉમિયા નામની રાજનર્તકીએ આ ઢંઢેરો સાંભળ્યો. તેણે સેવકો પાસે આવીને પડહને સ્પર્શ કર્યો. તેણે સત્યકીને મારવાનું બીડું ઝડપ્યું. તેણે કહ્યું “હું સત્યકી વિદ્યાધરને મારી રાજાને આપેલું વચન પૂર્ણ કરીશ.' ... ૫૯૦ પડહ વગાડનારા સેવકો ઉમિયાને રાજા પાસે લાવ્યા. ત્યારે ગણિકાએ રાજાને કહ્યું, “હું સત્યકીનો જરૂર વધ કરીશ.” ગણિકાના વચનો સાંભળી રાજાના હૈયે આનંદ છવાઈ ગયો. ... ૫૯૧ - રાજાએ ગદ્ગદિત થઈ ગણિકાને કહ્યું, “જો તું સત્યકીને મારીશ, તો હું તને શ્રેષ્ઠ ગજ, રથ, અશ્વ અને રત્નજડિત હાર આપીશ.” ગણિકાએ પ્રસન્નતાપૂર્વક બીડું સ્વીકાર્યું. તે પોતાના આવાસે આવી. કવિ ઋષભદાસ કહે છે કે, હવે તમે આગળની કથા સાંભળો. ... પ૯૨ દુહા : ૩૪ કથા કહેનર કેવલી, મારૂ રાગ કરે; ઉમિયા ગુણિકા છલ કરઈ, નર સુણયો સહુ કોઈ ... પ૯૩ અર્થ - હે ભવ્ય જીવો! આ કથા જિનેશ્વર ભગવંતે મારૂ રાગમાં કહી છે. ઉમિયા ગણિકા છળકપટ કરીને કેવી રીતે સત્યકી વિદ્યાધરને પકડશે તેની કથા સૌ કોઈ સાંભળો. ... પ૯૩ ઢાળ : ૨૭ સત્યકી વધ પધરથ રાજા વિતશોકા એ દેશી. રાગ: મારુણી. એક દિન બેઠી ગુણિકા મંદિર આપણઈ રે, કરતી શોલ શણગાર; હાથે કમલ તે દેખઈ સતકી સુંદરી રે, માગઈ તેણી વાર ગુણિકા નેહ કસ્યો રે.. આંચલી કહઈ ગુણિકા તું બહુ મંદિરનો પાહુણો રે, તુઝ મુઝ કસ્યો સનેહ; તું ન રહઈ મુઝ મંદિર બાંધી કરી રે, કિમ દેઉં મન જ એહ •. ૫૯૫ ગુ. રૂપ કલાનિ ચીવર ભૂષણ દેખતાં રે, વનિ મોહ્યો ત્યાંહિ; મિં મન બાંધિઉં તુઝ મ્યું શામા સુંદરી રે, રહું તાહરા ઘરમાંહિ ... પ૯૬ ગુ. તવ સતકીનિ તેડી મંદિરમાં ગઈ રે, મૂક્યા મેવા થાલ; સોવન ઢોલીઈ પોઢઈ નારી પુરુષ સ્યું રે, વિલસઈ ભોગ વિશાલ ... ૫૯૭ શું. એક દિન રુદન કરતી વારઈ પુરુષનિં રે, પરઘરિ કંત ન જાય; તુઝનિ હણસઈ કંતા કો એક પુરુષને રે, તવ વિરહ ખમ્યો ન જાય ... ૫૯૮ ગું * ૨૯૪ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ઈ ચંદ્રનિ કૈચક રાવણ ઋષિ વડા રે, એણિં વ્યસનિ વિણસેહ; પુરુષ થઈનિ મુંજ સરીખો નરપતી રે, બહુ દુખ પામ્યો તેહ .. ૫૯૯ ગું કહઈ શતકી સુણિ રે શામા બાપડી રે, મુઝ નવિ મારઈ કોય; સર્ગ મૃત પાતાલિ પેલું એકલો રે, સાતમું કોય ન જોય ... ૬૦૦ ગું. ભોગ ભજું હું તુઝક્યું ઉમયા જવ વલી રે, કરઈ કો તિવારઈ પ્રહાર; તવ નવિ ચાલઈ માહરું માનો મચની રે, બાકી બલ અપાર ... ૬૦૧ ગું. એણઈ વચને આણંદિ મિયા એમ કહઈ રે, સુખિં રહો મુઝ વેરિ; ભાવ વિહુણી ભગતિ કરઈ તે ભામિની રે, કરઈ કપટ બહુ પરિ ... ૬૦૨ ગુ. ચંડપ્રદ્યોતન રાજાનિ આવી કહઈ રે, હણવા કેરો ભેદ; ભોગ ભજઈ તવ એહનિ આવી મારયો રે, મુઝ હણવુંઅ નિષેદ . ૬૦૩ ગું. સુર સુભટ તેડવા તહિં રાઈ આપણા રે, દેખાડઈ બાણ કલાય; બાલ ઉદરિ તે ઉપરિ મુક્યાં પાનડાં રે, કહઈ તેટલાં વિંધાય ... ૬૦૪ મું. એહ કલા દેખી તું ઉમિયા રીઝજે રે, તુઝ નવિ હણસે વેદ; સુભટ અમારો આવઈ સતકી કેવલી રે, સિર કરઈ તસ છેદ ... ૬૦૫ મું. સુણિ વચનનિ વકતી કોશા મંદિરિ રે, સુભટ મોકલાઈ રાય; એહનિ નવિ હુઈ સ્યું હોઈ આપણી રે, બેહું નિ થાય ...૬૦૬ વિરવાસઘાતી કૃતઘન ગુરૂનો દ્રોહ કરઈ રે, કરઈ ધણીની ઘાત; બાલચંદ ગોશાલો સુરીલંતા દુખી રે, મંત્રી અમાતી પરિવાત ૬૦૭ ગુ. વિરવાસઘાત કરતાં ઉમયા દુખ લહઈ રે, શાસ્ત્રિ સુધ જબાપ; જે કો તણાઈ વાડિ પરાઈ જઈ કરી રે, તો કિમ રહે તિ આપ . ૬૦૮ સજ થઈનિ સાઝિં સુભટ જ આવીઉં રે, નિશિ ભરિ થયો હુંસીઆર; ભોગ ભજંતાં બેહુનિ સુભટિ મારીયાં રે, નરગ લહઈ નિરધાર ... ૬૦૯ શું. કુવિસન સેવિ આગલિ સુખ ન પામીઈ રે, જાય લાજ સિર ખોય; વરરુચી બ્રાહ્મણ વેશાથી દુખ પામી રે, વિસન મ સેવો કોય .. ૬૧૦ ગું. કુરિસન પડીઉં ગયો સતકી નરગ માંહી રે, એ જિન દસમો થાય; એ શતકીર્તિ જિન તે નામ ધરાવસઈ રે, તેણેિ હું પ્રણમું પાય .. ૬૧૧ ગું. નંદી ઈશ્વર ચેલા બે સતકી તણા રે, કોપ્યા તેણીવાર; મરગી તે વિકરવી તે નગરીમાં વલી રે, કરઈ પુરુષનિ પ્રહાર » ૬૧૨ ગું. કહઈ અમ સામી રાય કાંય મરાવીઉં રે, તેણેિ અમે કરું ઉતપાત; મરગી ટાલું માગ્યું પુરૂં પુરનિ રે, જો એક માનો વાત ... ૬૧૩ મું. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ કરો.” દેહરૂં કરાવી માંડો ગુરૂ તણી રે, પૂજ કરો વિણ કાલ; સકલ લોક તિહાં આવઈ રાજાણ્યું વલી રે, ટાલું રોગ તતકાલ ... ૬૧૪ મું. સુનિ કરાવી માંડી મુરતિ દોયની રે, કરતાં ભોગ સંભોગ; તેણેિ આકારિ દીસઈ પ્રતિમા તિહાં વલી રે, દીઠઈ નાસઈ રોગ .. ૬૧૫ ગં. ઈશ્વર ત્રિલોક નામ ધરાવીઉં રે, એહ સુચેષ્ટા પૂત; ઋષભ કહઈ હવઈ ચેલણા શ્રેણિકરાયનો રે, જોયો તુમ ઘર સૂત ... ૬૧૬ ગું. અર્થ:- એક દિવસ ઉમિયા ગણિકા સોળે શણગાર સજી પોતાના મહેલના ઝરૂખામાં બેઠી હતી. તેના હાથમાં કમળનું પુખ હતું. સત્યકીએ જોયું કે એક સ્વરૂપવાન સુંદરી હાથમાં કમળ લઈ મહેલના ગોખે બેઠી છે. તે તરત જ ત્યાં પહોંચી ગયો. સત્યકીએ કમળનું પુષ્પ ગણિકા પાસેથી માંગતાં કહ્યું, “તમે મારી સાથે પ્રીત ... ૫૯૪ ગણિકાએ કહ્યું, “તમે તો મારા અતિથિ છો હું તમારી સાથે કેવી રીતે પ્રીત કરી શકું? તમે તો અતિથિ (પરોણા) હોવાથી થોડા સમયમાં અહીંથી જતાં રહેશો. તમે મન નિશ્ચલ કરી એક સ્થાને ન રહો તો હું તમને મારું દિલ કઈ રીતે આપું? હું તમારી સાથે પ્રીત શા માટે બાંધું?' ... ૫૯૫ ઉમિયા ગણિકાના રૂપ-રંગ, તેની આવડત, તેના લટકા-મટકા, તેના સુંદર વસ્ત્રો અને આભૂષણો જોઈ સત્યની ખૂબ પ્રભાવિત થયો. ગણિકાએ તેને પ્રેમભર્યા વચનોથી મોહિત કર્યો.(સત્યકી ગણિકાના કામબાણોથી વધાયો) તેણે કહ્યું, “સુંદરી! મેં મારું મન તારી સાથે જોડી દીધું છે. શ્યામા! હું તારા ઘરમાં જ ... ૫૯૬ | (ગણિકાએ જાણ્યું કે હવે સત્યકી તેની જાળમાં ફસાયો છે.) ઉમિયા ગણિકા તેને લઈ પોતાના શયનગૃહમાં આવી. તેણે સત્યની સમક્ષ ખાવા માટે મેવા-મીઠાઈઓના થાળ મૂક્યા, ત્યાર પછી ગણિકાએ સત્યની સાથે સુવર્ણ ઢોલિયા પર શયન કર્યું. તેઓ બંને વિવિધ પ્રકારના ખૂબ ભોગ વિલાસ ભોગવવા લાગ્યા.(તે ઉમાપતિ તરીકે જાહેર થયો.) ...૫૯૭. એક દિવસ ઉમિયા ગણિકાએ રડતાં રડતાં સત્યકીને રોકતાં કહ્યું, “નાથ! તમે બીજાના ઘરે (પરઘરે) ન જશો. સ્વામી! તમને કોઈ એક પુરુષ મારી નાખશે. મારાથી તમારો વિરહ સહન નહીં થાય.' (ઉમાને કોઈપણ રીતે વિશ્વાસમાં લઈ સત્યકી પાસેથી મૃત્યુનું રહસ્ય જાણવું હતું.) ... ૫૯૮ ઈન્દ્ર, ચંદ્ર, કેચક, રાવણ અને મોટા મોટા ઋષિઓનો વિષયાભિલાષાની આસક્તિના કારણે નાશ થયો છે. 'માલવપતિ મુંજ પરાક્રમી પુરુષ હોવા છતાં મૃણાલિનીના કારણે ખૂબ દુઃખી થયા... ૫૯૯ રહીશ.” (૧) માલવપતિ મુંજે વૃદ્ધમંત્રી રદ્રાદિત્યની વાત ન માનતાં તેલંગ દેશ પર ચડાઈ કરી. તૈલપ રાજાએ તેને કેદી બનાવ્યો. મુંજના ભોજનનો પ્રબંધ તેની તલપ રાજાની બહેન મૃણાલિની કરતી હતી. બન્ને વચ્ચે પ્રીત બંધાણી. મુંજે સુરંગ વાટે ભાગી છૂટવાની યોજના કરી. મૃણાલિનીએ વિચાર્યું, “મુંજની ઘણી રાણીઓ છે. ભવિષ્યમાં મારો ત્યાગ કરશે. હું ભાઈ અને પતિ વિનાની થઈશ.' તેણીએ સુરંગની વાત તૈલપને કરી. તૈલપે દોરડા વડે બાંધી મુંજને રાજમાર્ગ પર ભિખારીની જેમ ઘેર ઘેર ભિક્ષા મંગાવી. (શ્રી જૈનકથા રત્ન મંજૂષા, પૃ. ૪૩૯ થી ૪૪૪.). For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” સત્યકીએ ઉમિયાની વાત ગણકાર્યા વિના અભિમાનપૂર્વક કહ્યું, “પ્રિયે ! તું સાંભળ. તું ખૂબ ભોળી છે. આ જગતમાં મને કોઈ મૃત્યુ દંડ આપી શકે તેમ નથી. હું રવર્ગ, મૃત્યુ અને પાતાળમાં કોઈની પણ સહાયતા વિના એકલો પ્રવેશી શકું છું. મારો કોઈ પ્રતિકાર કરી શકતા નથી. મારી સામે પણ કોઈ જોતા નથી.”૬૦૦ સત્યકીએ ગર્વથી મૃત્યુનું રહસ્ય બતાવતાં કહ્યું, “ઉમિયા! હું જ્યારે તારી સાથે ભોગ ભોગવું ત્યારે કોઈ મને પાછળથી પ્રહાર કરે તો તે સમયે મારા મનનું કાંઈ ન ચાલે. (વિષય ભોગવતાં વિદ્યાને હું તલવારમાં મૂકું છું. તે તલવાર મારી પાસે ન હોવાથી હું વિદ્યાવિનાનો બનું છું.) અન્યથા મારું બળ અપાર છે.”... ૬૦૧ (ઉમિયાએ સત્યકીની નબળાઈ જાણી લીધી. પોતાને જે કાર્ય કરવાનું છે, તેમાં સફળતા મળતી જોઈ) ઉમિયા ખુશ થતી બોલી, “વામી ! તમે મારા મહેલમાં સુખેથી રહો.”(ગણિકા ધનની લાલચી હતી) તે ભામિની બની ભાવ વિનાની ભક્તિ કરતી હતી. હવે ગણિકાએ કપટ વિદ્યા આદરી. ...૬૦૨ ગણિકા ચંડપ્રદ્યોતન રાજા પાસે આવી. તેણે રાજાને સત્યકીના મૃત્યુ વિશેની ગુપ્ત માહિતી આપી. ગણિકાએ કહ્યું, “રાજનું! જ્યારે સત્યકી મારી સાથે ભોગ ભોગવતો હોય ત્યારે પાછળથી આવીને તેને મારજો. તમે મને મારતા નહિ.” રાજા ચંડપ્રદ્યોતને પોતાના નિશાનબાજ સુભટને બોલાવ્યો. તેણે પોતાની કુશળ બાણ વિદ્યાની કળા દેખાડી. એક બાળકનાં પેટ ઉપર વૃક્ષનાં પુષ્કળ પાંદડાઓ મૂક્યાં. રાજાએ જેટલા પાંદડાઓ વીંધવાનું કહ્યું તેટલા બધા જ પાંદડાઓ તે સુભટે વીંધ્યા. ... ૬૦૪ રાજાએ ગણિકાને કહ્યું, “આ કુશળ પત્રછેદ બાણાવળીની કળા જોઈ ઉમિયા તું ખુશ થજે. મારો સુભટ આવી સત્યકીનો શિરચ્છેદ કરશે પણ તે નિશ્ચિંત રહેજે તને આંચ પણ નહીં આવે.' ... ૬૦૫ રાજાના વચનો સાંભળી ખુશ થતી ગણિકા પોતાના આવાસે આવી. રાજાએ ગણિકાના ઘરે સુભટ મોકલ્યો. ત્યાં સુભટને વિચાર આવ્યો કે, “જે સ્ત્રી પોતાના પતિની ન થઈ તે આપણી શું થશે? તેથી બંનેને મારી નાખવા જ યોગ્ય છે.” વિશ્વાસઘાતી, કૃતબી, ગુરુદ્રોહી અને પોતાના પતિની હત્યા કરનાર જગતમાં દુઃખી થાય છે. બાલચંદ્ર (હીરવિજયસૂરિના શિષ્ય), સુરિકતા (પ્રદેશી રાજાની પત્ની), ગોશાળો વિશ્વાસઘાત કરી દુઃખ પામ્યા. મહામાત્ય (શડકાલ)મંત્રીનું વિશ્વાસઘાતના કારણે અકાળે મૃત્યુ થયું. ...૬૦૭ તેમ ઉમિયા ગણિકાએ વિશ્વાસઘાત કરી પતિનો ઘાત કરવા જતાં સ્વયં દુઃખ મેળવ્યું.(સુભટના હાથે તેનું મૃત્યુ થયું.) શાસ્ત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, જે વ્યક્તિ પરાઈ વસ્તુને ખેંચીને બળજબરીથી પોતાની કરે છે, તે પોતાનું અસ્તિત્વ ગુમાવે છે.” ..૬૦૮ સંધ્યા સમયે સુભટ સજ્જ બનીને ગણિકાના ગૃહે આવ્યો. તે રાત્રિના અંધકારમાં બાણ લઈ સાવધાન બની ઊભો રહ્યો. (સત્યકીએ વિદ્યાને ખગ્નમાં મૂકી.) ઉમિયા ગણિકા અને સત્યકીને ભોગ ભોગવતાં જોઈ સુભટે તરત જ પાછળથી બાણ છોડ્યું. સુભટના બાણ વડે બંને વીંધાયા. બંનેનું મૃત્યુ થયું. (કુવ્યસનથી અને વિશ્વાસઘાતથી) તેઓ નરકમાં ગયાં. ... ૬૦૯ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ કુવ્યસનના સેવનથી સત્યકી ત્યાર પછીના(નરકના) ભવમાં પણ દુઃખ પામ્યો. કુવ્યસનના સેવનથી દુઃખ મળે, લોકોમાં બેઆબરુ થવાય, ઈજ્જત જાય તેમજ નાની વયમાં મૃત્યુ થાય છે. વરરુચિ બ્રાહ્મણ વેશ્યાના સંગથી મૃત્યુ પામ્યા. હે ભવ્યજીવો! તેવું જાણી કદી કુવ્યસનનું સેવન ન કરો. ...૬૧૦ કુવ્યસનના સેવનથી સત્યકી નરકગતિમાં પટકાયો. તે ઉત્સર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં શતકીર્તિ' નામના દશમા તીર્થંકર થશે. તે તીર્થકરના આત્માને હું પ્રણામ કરું છું. ... ૬૧૧ સત્યકીનું અકાળે મૃત્યુ થયું તે સાંભળી તેના નંદી અને ઈશ્વર નામના બે શિષ્યો ખૂબ ગુસ્સે થયા. તેમણે નગરમાં મરકીનો રોગ વિકુ તેમજ નગરના પુરુષોને તેઓ પ્રહાર કરવા લાગ્યા. ...૬૧ર લોકોએ પ્રહાર કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “અમારા(રાજા) વામીને તમારા રાજાએ શા માટે મરાવ્યા? તેથી અમે આ નગરમાં ઉત્પાત મચાવશું (શિલાથી ચગદાવશું.) જો તમે મારી એક વાત માનીતે પૂર્ણ કરો તો આખા નગરમાંથી મરકીનો રોગ દૂર કરીશ. ..૬૧૩ આ નગરમાં એક મંદિર બનાવી તેમાં અમારા ગુરુ(રાજા)ની સંભોગ કરતી મૂર્તિ પધરાવો. આ મૂર્તિની નગરજનો ત્રણે કાળ પૂજા કરે તેમજ રાજા સહિત નગરજનો તે મંદિરમાં આવે તો હું મરકીનો રોગ તત્કાલ મટાડીશ.' ...૬૧૪ રાજાએ સોનાની બે મૂર્તિઓ કરાવી. આ મૂર્તિઓ જાણે પતિ-પત્નીની જેમ સંભોગ કરતી હોય તેવા આકારની બનાવી સ્થાપિત કરી. આ પ્રમાણે કરતાં નગરમાંથી રોગ દૂર થયો. ...૬૧૫ સુષ્ઠાનો પુત્ર જગતમાં “ઈશ્વર ત્રિલોક' નામથી વિખ્યાત થયો. (સત્યકી અગિયારમા રુદ્ર ગણાયા.) કવિ કહે છે કે, હવે ચલણા રાણી અને મહારાજા શ્રેણિકનો ઘર સંસાર જુઓ. ... ૬૧૬ દુહા ઃ ૩૫ ગુણિકાનેહ છાંડિ કરી, કરઈ સુપુરૂષની સેવ; શ્રેણિકરાસ સુપરિ સુણો, હોસઈ જિનવર દેવ ... ૬૧૭ અર્થ - પરસ્ત્રીગમન (ગણિકનો સંગ)નો દોષ(કુવ્યસન) છોડી સપુરુષની સેવા કરો. હે ભવ્યજીવો! તમે શ્રેણિકરાસને સારી રીતે શ્રવણ કરી તેનું ચિંતન કરો. આ રાસનું શ્રવણ, મનન અને ચિંતન પરમાત્મા બનવાનો સુયોગ પ્રાપ્ત કરાવશે...૬૧૭ ચોપાઈઃ૧૦ મહાસતી સુલસાનું ચરિત્ર શ્રેણિકરાય સ્ત્રીનિ લેઈ જાય, હઈડઈ હરખ ઘણેરો થાય; બોલાવી સુજેષ્ટા જસંઈ, કહઈ ચેલણા હું આવી તસિં શ્રેણિકરાય વિચારઈ તામ, ફોકટ ન થયું આરંભિલું કામ; ભોહડી બેહનિ સુચેષ્ટા તણી, બાંધું પ્રિતી હવઈ ચિલણા ભણી શ્રુભ લગનિ આવઈ પુરમાંહિ, પુરજન લોક વધાવઈ ત્યાંહિ; વેગિં ગાંધર્વ વિવાહ કરઈ, ચેલણા સું નેહ સબલો ધરઈ •.. ૬૨૦ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' . ૬૨૧ . ૬રર ... ૬૨૩ •.. ૬૨૪ • ૬ર૫ ••. ૬ર૬ •.. ૬ર૭ સુલસા નાગ સુણઈ પછઈ વાત, બત્રીસઈ બેટાની ઘાત; માંડી તેહ કહું અવદાત, સાથિં જગ્યા બત્રીસઈ ભાત એક દિન વિર જિણોસર રાય, રાજગ્રહીના વનમાં જાય; સમેસરણ રચીલું તિહા સહી, વંદન લોક ગયા ગેહ ગહી અંબઇ તાપસ શ્રાવક થયો, વીર તણિ તે વંદનિ ગયો; સાતસિંચેલા તાપસ હોય, સમોશરણે જઈ બેઠા સોય સુનિ વખાણ અંબડ ઉઠંતિ, વીર તણાઈ વેગિં પુષંતિ; જાઉં સ્વામી રાજગૃહી માંહિ, કહો કામ હોય વલી ત્યાંહિ વીર કહઈ સુલસા ઘરિ જઈ, વલજે ધર્મલાભ મુઝ કહી અંબડ આપ વિચારઈ અઢું, સુલસા સંભારી તેને કહ્યું અનેક શ્રાવક નગર મઝાર, પ્રથમ સંભારી સુલસા નારિ; કરૂં પરીક્ષા એહની હિં, કવણ વશેષાઈ એ માંહિ પ્રથમ પૂરવ પોલિં ગયો, પોતઈ બ્રહ્મા રૂપિ થયો; નગરીમાંહિં જાણિઉ જસિં, સકલ લોક વંદન ગયો તસિં એક ન ગઈ વંદનિ સુલતાય, તવ અંબડ દખ્યણ દસિ જાય; કરયું રૂપ શંકરનું સહી, સકલ ગયા સુલતા નવિ ગઈ અંબડ પછિમ પોલિં સંચરઈ, કૃષ્ણ રૂપ તે પોતઈ ધરઈ; સકલ લોક ગયા વંદિવા, સુલસા મન ન થયું જાણવા તવ અંબડ ઉત્તર દિસિ જઈ, જિનનું રૂપ કરઈ ગઈ ગાહી; પંચવીસમો તીર્થંકર નામ, અંબડ આપ ધરાવઈ તામ અનેક વંદન ગયા લોક, સુલસા કહઈ એ સહુ ઈ ફોક; જિન ચોવીસ જ થાય સોય, પંચવીસમો નવિ હુંઉં કોય ઈદ્ર જાણીઉં દીસઈ કોય, સાચો વીર જિણસર સોય; જિન વિણ અવર ના નામું સીસ, કુણ બ્રહ્મા કુણ માધવ ઈસ સમકિત દ્રઢ જાણિઉ સુલતાય, તવ અંબડ ચાલી ઘરિ જાય; શન્યાસી દીઠો તેણી વાર, ઊભી ન થઈ તે લગાર જાણી દ્રઢ અંબઇ બોલીઉં, ધર્મલાભ વરિ તુમ દીઉં તતખિણ ઊઠી ઊભી થઈ, જિનવરની સુધિ પુછી સહી આવ્યા જાણી વંદણ કરઈ, સબલ હરખ હઈઆમાં ધરઈ; અંબડ કહઈ ચિહું રૂપ જ ઘરી, મિં તુમ સમકિત પરીક્ષા કરી •• ૬૨૮ ... ૬ર૯ .. ૬૩૦ •.. ૬૩ •. ૬૩૨ ...૬૩૩ •• ૬૩૪ ... ૬૩૫ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ તું નવિ અમાનઈ હરીહર બ્રહમ, તું સમઝી જિનશાસન મર્મ; માનઈ સક્તિ તણઈ કેતલા, જાવઈ પીર તણઈ રોટલા યોગી શન્યાસીનિં નમઈ, વાત ફરંગીની મને ગમઈ; જાઈ લાગઈ જિનવર ભણી, એ સમકીત ઢીલાના ઘણી સુધું સમકિત સુલસામાંહિ, જિન વિણ સીસન નામઈ ક્યાંહિ; ઋષભ કહઈ સુર ઈંદ્ર સુજાણ, કરતો સુલસા તણુ જ વખાણ ૬૩૮ અર્થ :મહારાજા શ્રેણિક ચેડારાજાની સુકન્યાને પોતાની સાથે લાવ્યા. (સ્વરૂપવાન અને ગુણિયલ) કન્યાને મેળવીને રાજાનું મન પુલિકત બન્યું. તેમણે કન્યાને ‘સુજ્યેષ્ઠાના’ નામથી સંબોધન કર્યું. ત્યાં કુંવરીએ રાજાને કહ્યું, ‘‘હું ચેલણા છું. હું વિશાલા નગરીથી આપની સાથે આવી છું.’’ ...૬૧૮ (મહારાજાએ ચેલણાને જોઈ. તે સુજ્યેષ્ઠા જેવી જ રૂપવાન હતી.) મહારાજા શ્રેણિકે ત્યારે વિચાર્યું, ‘મેં જે કામ પ્રારંભ કર્યું હતું તે વ્યર્થ નથી ગયું. ભલે સુજ્યેષ્ઠા ન આવી પણ ચેલણા પણ એવી જ સુંદર અને સુશીલ કન્યા છે . સુજ્યેષ્ઠાની આ નિર્દોષ અને ભોળી બહેન છે. હવે હું ચેલણા સાથે પ્રીતી બાંધીશ.’... ૬૧૯ મહારાજા શ્રેણિક અને ચેલણા રાણીએ શુભ મુહૂર્તે નગરમાં પ્રવેશ કર્યો. નગરજનોએ આનંદથી તેમને વધાવ્યા. તેમના ઝડપથી ગાંધર્વ લગ્ન લેવાયા. મહારાજા શ્રેણિક હવે ચેલણા રાણી પ્રત્યે અનુરાગ ધરાવવા લાગ્યા. ૬૨૦ ૧૨૩ For Personal & Private Use Only ૬૩૬ (રાજગૃહી નગરીની દઢ શ્રદ્ધાવાન) 'સતી સુલસા અને ધર્મપ્રિય શ્રાવક નાગ ગાથાપતિના બત્રીસ પુત્રોનું મહારાજા શ્રેણિકની સુરક્ષા કરતાં મૃત્યુ થયું. હવે તેની કથા વિગતે કહું છું. આ બત્રીસ ભાઈઓ એક સાથે જન્મ્યા હતા. ૬ર૧ એકવાર ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવ્યા. રાજગૃહીના ઉદ્યાનમાં તે સમયે દેવો દ્વારા સમવસરણની રચના થઈ. નગરજનો પ્રસન્ન થઈ જિનેશ્વર ભગવંતના દર્શન કરવા ગયા. . ૬૨૨ આ સમવસરણમાં(પરમાત્માના દર્શન અને જિનવાણીના શ્રવણથી) અંબડ નામના તાપસે શ્રાવક ધર્મ(આગાર ધર્મ) સ્વીકાર્યો. અંબડ સંન્યાસીના સાતસો તાપસ શિષ્યો હતા. તેમણે જિનવાણીનું શ્રવણ કરવા સમવસરણમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. ૬૨૩ જિનવાણીનું શ્રવણ કરી અંબડ સંન્યાસી પ્રભુ મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે વંદન કરી કહ્યું, “હે દેવાધિદેવ ! હું રાજગ્રહી નગરીમાં જઈ રહ્યો છું, ત્યાં કંઈ કામ હોય તો કહો.' ...૬૨૪ પ્રભુ મહાવીરે કહ્યું, ‘‘તમે સુલસા શ્રાવિકાના ઘરે જઈ મારા તરફથી ‘ધર્મલાભ' કહેજો.'' અંબડ સંન્યાસીએ સ્વયં મનોમન વિચાર્યું, ‘પ્રભુએ સુલસા શ્રાવિકાને શા માટે યાદ કર્યા હશે ? ...૬૨૫ આ રાજગૃહી નગરી ઘણી મોટી છે. ત્યાં અનેક શ્રાવકો રહે છે, છતાં પરમાત્મા મહાવીર પ્રભુએ (૧) સતી સુલસા : ત્રિ.પુ.શ.ચ. પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.૧૭૭ થી ૧૮૦. અને કથાભારતી સામયિક ક્ર. ૧૯, વર્ષ-૪, અંક-૧, પૃ. ૫ થી ૮. ઈ.સ. ૧૯૫૯. ૬૩૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” પ્રથમ સુલસા શ્રાવિકાને જ શા માટે યાદ કરી? તેમનામાં એવી કઈ વિશેષતા છે તેની હું પરીક્ષા કરું.’..૬૨૬ અંબડ સંન્યાસી પ્રથમ રાજગૃહી નગરીની પૂર્વ દિશાના દરવાજે ગયા. તેમણે બ્રહ્માજીનું રૂપ લીધું નગરજનોએ જાણ્યું કે બ્રહ્માજી સ્વયં સ્વર્ગમાંથી ધરતી પર આવ્યા છે. લોકો તેમના દર્શન કરવા ઉમટયા. આખા નગરનાં લોકો બ્રહ્માજીને વંદન કરવા ગયા. એક માત્ર સતી સુલસા બ્રહ્માજીના દર્શન કરવા ન ગયા. ત્યાર પછી અંબડ સંન્યાસી રાજગૃહી નગરીની દક્ષિણ દિશામાં ગયા. ત્યાં જઈ તેમણે શંકર ભગવાનનું રૂપ લીધું. નગરજનો પુનઃ શંકર ભગવાનનાં દર્શન કરવા ઉમટયા પરંતુ સતી સુલતા ત્યાં ન ગયા. ...૬૨૮ - ત્યાર પછી અંબડ સંન્યાસી રાજગૃહી નગરીની પશ્ચિમ દિશામાં ગયા. ત્યાં તેમણે શ્રી કૃષ્ણનું રૂપ લીધું. નગરજનોએ સમાચાર સાંભાળ્યા. સતી સુલસા સિવાય સંપૂર્ણ નગરના લોકો શ્રી કૃષ્ણનાં દર્શન કરવા ગયા. સતી સુલસાએ મનથી પણ તેમને જાણવાની(વંદન) રુચિ પ્રગટ કરી. ..૬૨૯ ત્યાર પછી અંબડ સંન્યાસીએ રાજગૃહી નગરીના ઉત્તર દિશાના દ્વારે જઈ તીર્થંકર પરમાત્માનું રૂપ ધારણ કર્યું. હું પચ્ચીસમો તીર્થકર છું.” એવું અંબડ સંન્યાસીએ જાહેર કર્યું. ...૬૩૦ રાજગૃહી નગરીના અનેક લોકો તીર્થકરનું નામ સાંભળી દર્શન કરવા ગયા. સતી સુલસાએ મનમાં વિચાર્યું, “આ અવસર્પિણી કાળના ભરત ક્ષેત્રમાં તીર્થકર હંમેશા ચોવીસ જ થાય છે, પચ્ચીસમા તીર્થંકર ન હોય તેથી આમિથ્યા છે. આજ સુધીમાં કોઈ પચ્ચીસમા તીર્થંકર થયા નથી. ...૬૩૧ આ કોઈ તીર્થકર નથી પરંતુ કોઈ ઈન્દ્રજાલીયો હોય તેવું લાગે છે. અત્યારે સાચા તીર્થકર તો ભગવાન મહાવીર સ્વામી છે. હું જિનેશ્વર ભગવંત સિવાય અન્ય કોઈને મસ્તક નમાવતી નથી. કોણ બ્રહ્મા? કોણ શંકર? કોણ માધવ?(આ બધા સરાગી દેવો છે. મારા તીર્થકર વીતરાગી છે.)' ...૬૩૨ અંબડ સંન્યાસીએ જાણ્યું કે “સતી સુલસા શુદ્ધ સમકિતી છે. તેના સમકિતમાં ક્યાંય મલિનતા નથી.” અંબડ સંન્યાસી સતી સુલતાના ઘરે આવ્યા. સંન્યાસીને જોઈ સતી સુલસા તેનો આદર-સત્કાર કરવા ઊભા ન થયા. ...૬૩૩ સુલસાની પોતાના ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા જોઈ અંબડ સંન્યાસીએ કહ્યું, “તમને પ્રભુ મહાવીરે ધર્મલાભ' કહ્યા છે.” (તીર્થંકર પરમાત્મા સ્વયં પોતાના મુખે મારા જેવી શ્રાવિકા માટે “ધર્મલાભ મોકલાવે એવું સાંભળી સતી સુલતાના સાડા ત્રણ કરોડ રોમરાય પુલકિત થયાં.) સતી સુલસા પ્રભુનો સંદેશો સાંભળી તે જ ક્ષણે ઉક્યા. તેમણે જિનેશ્વર ભગવંતની ક્ષેમકુશળતા પૂછી. ..૬૩૪ અંબડ સંન્યાસી એક શ્રાવક છે', એવું જાણી સતી સુલસાએ પ્રસનતાપૂર્વક સાધર્મિક બંધુને વંદન કર્યા. તેનું માન-સન્માન આપી રવાગત કર્યું. અંબડ સંન્યાસીએ ખુલાસો કરતાં સતી સુલતાને કહ્યું, “બહેન! મેં રૂપ પરિવર્તન કરી તમારી શ્રદ્ધાની પરીક્ષા કરી હતી. ..૬૩૫ તમે હરિહર, બ્રહ્મા આદિ લૌકિક દેવોને મનથી પણ નમસ્કાર ન કર્યા. ધન્ય છે તમને! તમે જિનશાસનના મર્મને બરાબર સમજ્યા છો. (હરિહર આદિલૌકિક દેવોને નમસ્કાર કરવાથી આપણું સમકિત For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ મલિન બને છે. લૌકિક દેવો પાસે સ્ત્રી, પશુ-પક્ષીનું વાહન, ધન-સંપત્તિ, હથિયાર ઈત્યાદિ છે. તેઓ કોઈના પર ખુશ-નાખુશ પણ થાય છે. વીતરાગી દેવ પાસે કોઈ ભૌતિક સંપત્તિ નથી. તેઓ વીતરાગી છે. તેમની પાસે આત્મિક સંપત્તિ છે. તેઓ ન કોઈના પર ખુશ થાય, ન કોઈના પર નાખુશ થાય. જગતમાં આખ પુરુષ શ્રી મહાવીર પ્રભુને જોયા પછી અન્ય દેવને જોવાનું મન ન થાય.) લોકો ભૌતિક શક્તિ પ્રાપ્ત કરવા અનેક દેવદેવીઓનું પૂજન કરે છે. કેટલાક જીવો આજીવિકા માટે પીર અને પયગંબરો પાસે જાય છે. ...૬૩૬ સંસારી જીવો(પોતાના પુણ્ય-પાપ પર ભરોસો ન હોવાથી) યોગી-સંન્યાસીઓની પાછળ ભટકે છે, તેમને વંદન કરે છે. તેમને(અન્ય ધર્મી) ફિરંગીઓની વાતો, તેમના ચમત્કારો રસપ્રદ લાગે છે. તેઓનું સમકિત ઢીલું-માયકાંગલું છે. તેઓ ધર્મશ્રદ્ધામાં પાંગળા છે.” ...૬૩૭ સતી સુલસા પાસે શ્રેષ્ઠ કોટીનું શુદ્ધ સમકિત હતું. સતી સુલતાનું મસ્તક તીર્થંકર પરમાત્માના ચરણો સિવાય ક્યાંય નમતું ન હતું, કવિ ઋષભદાસ કહે છે કે દેવ, દેવેન્દ્ર અને જ્ઞાનીજનો પણ સતી સુલસાની દઢ શ્રદ્ધાની પ્રશંસા કરતા હતા. ...૬૩૮ દુહા ઃ ૩૬ સુલસા ઉચિત સાચવઈ, ગુણિઆ ઉપરિને; મધ્યશ વરતિ અવગુણઈ, જિનનાં વચન ધરેહ ... ૬૩૯ અર્થ:- સતી સુલસા હંમેશાં ઉચિત-યોગ્ય(ઘટિત) સાચવતા હતા. તેઓ ગુણિજનો પ્રત્યે નેહ ધરાવતા હતા. તેમનાં ગુણકીર્તન કરતા હતા. તેઓ અજ્ઞાની અને અવગુણી વ્યક્તિ પ્રત્યે માધ્યસ્થ (તટસ્થ) ભાવ રાખતા હતા. તેઓ જિનેશ્વર ભગવંતોના વચનો ઉપર શ્રદ્ધા કરી તેને આત્મસાત કરતા હતા. ...૬૩૯ ઢાળ ઃ ૨૮ સતી સુલસાના સમ્યકત્વની પરીક્ષા પુન્યવંતા જગિં તે નરા અને ડુંગરીઉ જાડો એ દેશી. આજ સુલસા સમિ શ્રાવિકા, નથી કો જગમાંહિ રે; એક મિથ્યા મતિ દેવતા, ન માનિ વલી ત્યાંહિ રે .. ૬૪૦ આ. મુનિવર થઈ તિહાં આવીઉં, ધર્મલાભ કહઈ ત્યાંહિ રે; તેલ લક્ષીપાક જે રૂઅડું, અછઈ તુમ ઘરમાંહિ રે ... ૬૪૧ આ. હરખીય તેલ વહરાવતી, આવી ઊંબર બારિ રે; વેગિં સીસો તિહાં છટકલ્યો, ભાંગો તે તેણઈ કારિ રે મુનિવર કરઈ તહાં ખરખરો, દુખ નહી સુલતાય રે; વેગિ સીસો લેઈ આવતી, ભાગો તે તેણઈ થાય રે મુનિવર કહઈ હવે નવિ લીઉં, શ્રાવિકા કહઈ લીઉં સ્વામી રે; બહુએ સીસા મુઝ મંદિરિ, વિગર તુંહ કુણ કામિ રે ••• ૬૪૪ આ. ••• ૬૪૨ આ. ••. ૬૪૩ આ. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••• ૬૪૫ આ. •.. ૬૪૬ આ. ... ૬૪૭ આ. • ૬૪૮ આ, ૬૪૯ આ. . ૬૫૦ આ. ... ૬૫૧ આ. સાત સીસા ઈમ ભાંજતો, કરઈ દેવ પરીક્ષાય રે; મન વચન કાયાઈ કરી, રીસ નહી સુલતાય રે કારણિ જેહ કોપઈ નહી, દઈ દરિદ્રમાં દાન રે; કષ્ટ પડિ વ્રત રાખતો, દઈ દેવ તસ માન રે પાય પ્રણમી જ સુલસા તણા, કરઈ દેવનો વેષ રે; ઈદ્ર પ્રસંસતો તુઝ ઘણું, તેથી ગુણ હવિ વિશેષ રે માગિ તુઠો તુઝ હું સહી, બોલઈ તામ સુલતાય રે; સકલ પદારથ મુઝ ધરિ, માંગું નહી સુરરાય રે જેહ પરદોષ ન દેખતા, જેહનું થિર હોય મન રે; જેહ આપ્યું નર નવિ લઈ, ત્રણે પુરુષ રન રે રત્ન સુલસા સુધી શ્રાવિકા, ન માગઈ સુર પાશ રે; તામ બોલ્યો સુર તિહાં ફરી, મન નિજ ઉલાશ રે વાસ ગવરી ગજ દ્રો દહી, ભલો ભૂપ નર સાર રે; દેવ દરીસણ હવું જેહનિ, નિષ્ફલ નહી લગાર રે માગિ સુલસા કહઈ દેવતા, બોલઈ શ્રાવિકા તામ રે; ઋષિ ઘણી મુઝ મંદિરિ, મહારઈ પુત્રનું કામ રે બત્રીસ ગોલિયાં આપતો, ખાજે અવસરિ એક રે; બત્રીસ પુત્ર હોસઈ ભલા, ગુણનો નહી છેજ રે અચ્યુંઅ કહી સુર ઊતપત્યો, વિચારઈ સુલતાય રે; બત્રીસ સુઆયડિ કુણ કરઈ, ધર્મધ્યાન સિદાય રે બત્રીસ ગોલિકા સામટી, ખાધી એકોટિ વાર રે; બત્રીસ બાલ તિહાં ઉપના, વેદના હુઈ અપાર રે સમરતાં આવ્યો દેવતા, કહિઉં ઉહ સ્યું કીધરે; કહેબ સુલસા સમઝી નહીં, ગોલી સહુ મુખ્ય દીધરે જેહ અણ સમઝિલું આદરઈ, પુછઈ જલ રહી જાતિ રે; તેહ મૂરિખ જગિ જીવડા, દૂખ લહઈ દિન રાતિ રે કહઈ સુલસા હું તો ચાઉલી, અજાણિઉં કરયું કાજ રે; વેદના ખમીસ જાય નહી, કૃપા કરો સુર રાજ રે સુર તિહાં વેદના ટાલતો, ગયો નામીય સીસી રે; કાલ પાકઈ સતી પ્રસવતી, કુમાર જેહ બત્રીસ રે •.. ૬૫ર આ. •.. ૬૫૩ આ. •.. ૬૫૪ આ. •.. ૬પપ આ. •. ૬૫૬ આ. ... ૬૫૭ આ. •.. ૬૫૮ આ. •.. ૬પ૯ આ. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ કરીત શ્રેણિકની ચાકરી, સાથિં લેઈ ગયો ઈસ રે; નાગ સુલસા તણા દિકરા, મુઆ તેહ બત્રીસ રે ... ૬૬૦ આ. અર્થ :- આ જગતમાં વર્તમાન કાળે સતી સુલસા સમાન દઢ સમકિતી શ્રાવિકા કોઈ નથી; એવું સુધર્મા સભામાં ઈન્દ્ર મહારાજાએ અન્ય દેવોની સમક્ષ કહ્યું. એક મિથ્યાત્વી દેવતાને ઈન્દ્ર મહારાજાના વચનો પર વિશ્વાસ ન આવ્યો. ... ૬૪૦ મિથ્યાત્વી દેવતા સતી સુલસાની શ્રદ્ધાની પરીક્ષા કરવા આ ધરતી પર આવ્યા. તેમણે જૈન સાધુનું રૂપ લીધું. મુનિવરે “ધર્મલાભ' કહી ઘરમાં પ્રવેશ કર્યો. તેમણે કહ્યું, “અતિ ગુણકારી એવું લક્ષપાક તેલ (ઘણા રોગોની સારવારમાં ઉપયોગી તેલ) આપના ઘરમાં સૂઘતું, નિર્દોષ છે?” (સુપાત્ર દાન આપવાનો આજે સુંદર અવસર પ્રાપ્ત થયો છે એવું સમજી) સતી સુલસા હરખભેર લક્ષપાક તેલનો બાટલો લઈ વહોરાવવા ઓરડામાંથી દોડતી દોડતી બહાર આવી. ઓરડાના બારણાના ઊંબારામાં ઉતાવળમાં આવવાથી ઠેસ લાગી. તેલનો બાટલો હાથમાંથી છટક્યો અને ત્યાંજ ફૂટી ગયો. ...૬૪૨ મુનિવર શોક વ્યક્ત કરતાં કહ્યું, “અરે રે! કિંમતી લક્ષપાક તેલનો બાટલો ફૂટી ગયો.” સતી સુલતાના મનમાં લેશ માત્ર દુઃખ ન થયું. (તે જાણતી હતી કે પુગલનો રવભાવ જ ગલન, પડન અને સડન છે. તે એક દિવસ તો તૂટવા, ફૂટવાનો છે જ!) (સતી સુલસા તરત જ દોટની અંદર ઓરડામાં ગઈ.) તેણે કબાટમાંથી બીજો બાટલો લીધો. તે ઝડપથી ચાલતી બારણાના દ્વાર પાસે આવી. પુનઃ ઠેસ વાગતાં બીજો બાટલો પણ તૂટી ગયો. ...૬૪૩ મુનિવરે કહ્યું, “રહેવા દો. બહુ નુકશાન થયું છે. હવે હું લપાક તેલ નહીં લઉં” સતી સુલસાએ કહ્યું, “મુનિવર ! આપ સંકોચ ન કરો. તમારે લક્ષપાક તેલ લેવું જ પડશે. મારા ઘરમાં લક્ષપાક તેલના ઘણા બાટલા છે. આપના જેવા સંયમી આત્માઓને ઉપયોગમાં ન આવે તો શું ફાયદો ?(સુપાત્રદાન જેવું શ્રેષ્ઠ અન્ય કોઈ દાન નથી)” ...૬૪૪ સતી સુલસા એક પછી એક એમ સાત બાટલાઓ ઘરમાંથી લાવી. દેવની માયાજાળથી તેમના હાથે કિંમતી લક્ષપાક તેલના બાટલાઓ તૂટી ગયા. દેવ સતી સુલસાની દઢ શ્રદ્ધાની પરીક્ષા કરતા હતા. ઘણું નુકશાન થવા છતાં મન, વચન અને કાયાથી સતી સુલસાને અંશ માત્ર ગુસ્સો, અફસોસ કે દુઃખ ન થયું. ૬૪૫ જે વ્યક્તિ કારણ હોવા છતાં ગુસ્સો-ક્રોધ ન કરે, ગરીબોને દાન આપે, આપત્તિ આવે છતાં વ્રતનું ખંડન ન કરે તેનું દેવો પણ સન્માન કરે છે. તે દેવોને પ્રિય બને છે. . ૬૪૬ સતી સુલસા ઘેર્યવાન અને શ્રદ્ધાવાન છે'; એવું જાણી દેવે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. દેવે પણ ધર્મ પ્રિય સુલતાના ચરણે નમસ્કાર કરી કહ્યું, “ઈન્દ્ર મહારાજાએ સુધર્મા સભામાં તમારી ધર્મશ્રદ્ધાની ખૂબ પ્રશંસા કરી કરી, તમે તો તેનાથી પણ અધિક શ્રદ્ધાવાન છો.” ...૬૪૭ દેવે કહ્યું, “હું તમારા પર પ્રસન્ન થયો છું. તમે વરદાન માંગો.” સતી સુલતાએ કહ્યું “હે સૂરરાય! (૧) સુલસાની દઢ શ્રદ્ધા : ભરફેસરની કથાઓ, પૃ. ૧૪૦ થી ૧૪૪. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' •••૬૪૮ મારા ઘરે સર્વ પદાર્થોની સુલભતા છે તેથી હું આપની પાસેથી શું માંગું?” જે વ્યક્તિ સ્વદોષ દર્શન કરે છે, જેમનું મન પર્વત જેવું સ્થિર અચલ છે, જેઓ સાગરની જેમ સંતોષી છે; તેવા ત્રણ પ્રકારના પુરુષો રત્ન સમાન શ્રેષ્ઠ છે. ...૬૪૯ સતી સુલસા શુદ્ધ શ્રાવિકારત્ન હતા. તેમણે દેવ પાસેથી કોઈ વરદાન ન માંગ્યું. સતી સુલસાની નિર્લોભતા પર દેવ પ્રસન્ન થયા. તેમણે સતી સુલસાને ઉલ્લાસપૂર્વક ફરી કહ્યું. .. ૬૫૦ આ જગતમાં વાસક્ષેપ, ગાય, હાથી, દુર્વા, દહીં, દયાળુ રાજા, સંતોષી નર આ બધી વસ્તુઓ ઉત્તમ છે. જે વ્યક્તિને દેવ દર્શન થાય છે, તે દર્શન કદી નિષ્ફળ જતું નથી. ...૬૫૧ દેવે ફરીથી સુલસાને કહ્યું, “દેવ દર્શન કદી નિષ્ફળ ન જાય તેથી સતી સુલતા તમે કંઈક માંગો!” ત્યારે સુલતાએ કહ્યું, “મારા ઘરે સુખ-સંપત્તિ તો ઘણી છે પરંતુ તેને ભોગવનાર સવાશેર માટીની ખોટ છે. મને પુત્ર જોઈએ છે.” ..૬૫ર - દેવે સતી સુલતાના હાથમાં બત્રીસ ગોળીઓ આપી. દેવે કહ્યું, “તમે અવસરે એક એક ગોળી ખાજો. તમને સુંદર બત્રીસ પુત્રો થશે. તે અપાર ગુણવાન થશે.” ...૬૫૩ એમ કહી (ઈન્દ્રના સેનાપતિ હરિણગમેષી) દેવ અદશ્ય થઈ ગયા. સતી સુલસાએ ગોળીઓ જોઈ વિચાર્યું, “બત્રીસ સુવાવડો કરવાથી એટલો સમય ધર્મધ્યાનમાં વિક્ષેપ પડે તે કરતાં બત્રીસ ગોળીઓ એક સાથે ખાઈ જાઉં(જેથી બત્રીસ લક્ષણવાળો પુત્ર થાય.)'' ... ૬૫૪ સતી સુલસા એવું વિચારી એક સાથે બત્રીસ ગોળીઓ ગળી ગયા. તેમના ગર્ભમાં બત્રીસ બાળકો ઉત્પન થયાં. સતી સુલતાને ખૂબ પીડા ઉપડી. ...૬૫૫ સતી સુલસાએ દેવનું સ્મરણ કર્યું. દેવ તરત જ હાજર થયા. દેવે સતી સુલસાના મુખેથી સર્વ વાત જાણી. દેવે ઠપકો આપતાં કહ્યું, “તમે આ શું કર્યું?(એકના મરણથી હવે બત્રીસનું મરણ થશે)” સતી સુલતાએ કહ્યું, “સુરદેવ! હું કાંઈ સમજી નહીં, તેથી મેં એક સાથે બધી ગોળીઓ ખાધી.' ... ૬૫૬ જગતમાં જે અણસમજ્યા કાર્ય પ્રારંભ કરે છે, જે પ્રથમ કોઈ ઘરનું પાણી પીને પછી જાતિ પૂછે છે; તેવા જીવો મૂર્ખ કહેવાય છે. પોતાની મૂર્ખતાને કારણે મળેલી નિષ્ફળતાથી તેવા જીવો દિવસ-રાત દુઃખો ભોગવે છે. ..૬૫૭ સતી સુલતાએ કહ્યું, “સૂરરાજ! હું અયોગ્ય રીતે બત્રીસ ગોળીઓ ખાઈ ગઈ. મેં અજાણતાં આવું અયોગ્ય કાર્ય કર્યું છે. મને ભયંકર વેદના થાય છે. મારાથી આ ભયંકર પીડા અસહ્ય છે. તમે મારા પર કૃપા કરો (મારી પીડા શાંત થઈ શકે તો કરો.) ..૬૫૮ દેવે સતી સુલસાની વેદના દૂર કરી. દેવે પોતાનું કાર્ય પૂર્ણ થતાં સતી સુલતાને નમસ્કાર કરી ત્યાંથી પ્રસ્થાન કર્યું. સતી સુલસાને યોગ્ય સમયે પ્રસુતિ થઈ. તેમણે બત્રીસ પુત્રોને સુખેથી જન્મ આપ્યો.... ૬૫૯ સતી સુલસાના આ બત્રીસ પુત્રો મોટાં થયાં. તેઓ મહારાજા શ્રેણિકના અંગરક્ષક બન્યા. તેઓ મહારાજાની સેવા ચાકરી કરતા હતા.(સુરંગ મારફતે સુજ્યેષ્ઠાને લેવા બત્રીસ યુવાનો સાથે ગયા.) નાગસારથી અને સતી સુલતાના આ લાડકવાયા બત્રીસ પુત્રો(ચેડારાજા દ્વારા) મૃત્યુ પામ્યા. ... ૬૬૦ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ માતૃ હ્રદયની કરુણ વ્યથા રુદન કરઈ પડઈ દુખ ધરઈ, ગયા કુમર તે કિંહાંઈ રે; એહ વધ કાલ મુઝ પાલસઈ, હુતિ આસ મન માંહિ રે જીવ અનેરૂંઅ ચીંતવઈ, હોય છઈ વલી અન્ય રે; ઉજડ પ્રથવીઅ ફરી વસઈ, વસતી હોય વન રે કહઈ સુલસા કર્યું ચિંતવ્યું, થયું સ્યું મુઝ બારિ રે; પુત્ર વિના ઘર તે કહ્યું, જીવીત સ્યું જ સંસાર રે રુદન કરતી રહઈ નહી યદા, ૠષભ હઈ તવ રાય રે; અભયકુમાર આવી ક૨ી, વારઈ કુમરની માય રે સુલસા સમ નહી શ્રાવિકા, સમકીત સીલ અપાર; પુત્ર મરણ દુખ પામતી, વારઈ અભયકુમાર ચોપાઈ ઃ ૧૧ આયુષ્યની ક્ષણભંગુરતા વારઈ સુલસા તે શ્રાવિકા, અમર પડઈ છઈ સરગહ થકા; જિન ચક્રી બલદેવ જેહ, આયુ ખૂટઈ ચાલ્યા તેહ ૬૬૧ આ. ... ૬૬ર આ. For Personal & Private Use Only ... ૬૬૫ આ. અર્થ:- બત્રીસ યુવાન પુત્રોનાં મૃત્યુના સમાચાર સાંભળી સતી સુલસા કલ્પાંત કરવા લાગ્યા. તેમણે દુઃખી હ્રદયે કહ્યું, “મારા કાળજાના કટકા જેવા વહાલાં કુમારો ક્યાં ગયા ? પુત્રો !(તમે તો અમારી વૃદ્ધાવસ્થાના આધાર હતા.) મને મનમાં આશા હતી કે વૃદ્ધાવસ્થામાં તમે અમારી સાર-સંભાળ લેશો. (ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થશે ?)’’ ૬૬૧ સાચું જ કહ્યું છે કે, ‘મનુષ્ય વિચારે છે કંઈક અને થાય છે કંઈક અન્ય ! (કુદરતી આફતોને કારણે) આ પૃથ્વી ઉપર જ્યાં આજે વેરાન પ્રદેશો દેખાય છે ત્યાં સમય જતાં લોકોનો વસવાટ પણ થઈ શકે છે અને જ્યાં આજે ખૂબ ગીચ વસ્તી છે ત્યાં ભવિષ્યમાં ઉજ્જડ વન સર્જાય છે.’ ... 552 " સુલસાએ વલોપાત કરતાં કહ્યું, “મેં શું વિચાર્યું હતું અને મારા ઘરે શું થયું ? (પુત્ર વિનાનું ઘર એટલે ઉજ્જડ ધરતી. પુત્ર વિનાનું જીવન એટલે વનની ભેંકાર શાંતિ !) પુત્ર વિનાનું ઘર કેવું ? પુત્ર વિના સંસારમાં શું જીવવું?’' ૬૬૩ આ. ૬૬૪ આ. ...૬૬૩ સતી સુલસા એક સાથે બત્રીસ પુત્રો યમલોક પહોંચ્યાના આઘાતથી ડુસકાં ભરી ભરીને રડતાં રહ્યા, ત્યારે મહામંત્રી અભયકુમાર સતી સુલસા પાસે આવ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, તેમણે બત્રીસ કુમારોની માતા સતી સુલસાને સાંત્વના આપી, રુદન કરતાં અટકાવ્યાં. ...૬૬૪ સતી સુલસા જેવી આ જગતમાં કોઈ દઢધર્મ શ્રાવિકા નથી. તે શુદ્ધ સમકિતધારી અને અપાર શીલવંત સન્નારી હતી. પુત્રોના અકાળ મૃત્યુથી માતા શોકાતુર બની કલ્પાંત કરતી હતી. ત્યારે તેમને સમજાવવા મહામંત્રી અભયકુમાર આવ્યા. ૬૬૫ ૧૨૯ ... ૬૬૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' •• ૬૭૧ થિર થઈ કોઈ રહઈ નહી શરિ, વૈદ મરઈ રોગી પણિ મરઈ; મરઈ ઉડાપણહારા જેહ, રોવણહાર મરતા તેહ અથિર દેહ થિર કોહની રહી, હરી રાવણ બલિ ચાલ્યા વલી; કોય ન પોહતી પૂરી આસ, જાતા દીસઈ પુરુષ નિરાસ » ૬૬૮ ગયા કુમર ગજા સઈ સહી, કુણ રહેસાઈ જગમાં સ્થિર થઈ; અસ્યાં વચન કહઈ અભયકુમાર, સુલસા કી જઈ ધર્મ વિચાર જિન દલ વાડું પણિ લહી, પનરમો તીર્થકર સહી; નિરમમ નામિ તું જિનરાજ, સુલસા ખેદ ન કીજઈ આજ ..... ૬૭૦ એકસો સુત ગંધારી પેટિ, મર્ણા લહઈ મન વાલિઉં નેટિ; સગર તણા સુત સાઠિ હજાર, મરણ લહઈ તે એકણિ વાર પડયો ભુમિ મૂરછાં ગતિ થયો, ઈદ્ર તણો તે વારયો રહ્યો; એ મારગ વહઈ જઈ જ સદીવ, ઘણું ન ઝૂરઈ ઉત્તમ જીવ અભયકુમારની વાણી સુણી, વાત નિવારી પુત્ર જ તણી; ધર્મધ્યાન કરઈ સુવસાય, ઋષભ કહઈ પુ િજય થાય ••• ૬૭૩ અર્થ - પુત્રના અવસાનથી ભાંગી પડેલી સુલસા શ્રાવિકાને મહામંત્રી અભયકુમારે સાંત્વના આપતાં કહ્યું, “માતા તમારા પુત્રો રાજાનું રક્ષણ કરતાં મૃત્યુને ભેટયા છે. તેઓ અમર બની ગયાં છે. તેઓ સ્વર્ગવાસી થયાં છે. (તમે તો સુજ્ઞ છો. વધુ શું કહું?) જિનેશ્વરદેવ, છ ખંડના અધિપતિ એવા ચક્રવર્તી, બલદેવ(વાસુદેવ જેવા ત્રિષષ્ટિ શલાકા) પુરુષો પણ આયુષ્ય ખૂટતાં આ પૃથ્વી છોડી ચાલ્યાં જાય છે. . ૬૬૬ મૃત્યુલોકમાં કોઈ શાશ્વત રહેતા નથી. આ શરીર પણ નાશવંત છે. આ જગતમાં રોગના પારખુ એવા વેદો અને હકીમો પણ મૃત્યુ પામે છે તેમજ રોગીઓ પણ પરલોક સિધાવે છે. મૃતદેહને ઉપાડનાર ડાઘુઓ તેમજ શબની પાછળ આક્રંદ કરનારા સ્વજનો પણ યમલોકે પહોંચે છે. દેહનો સ્વભાવ જ અસ્થિર છે. ભલા! દેહ કોનો શાશ્વત રહ્યો છે? રામ, રાવણ અને બલિરાજા જેવા બળવાન પુરુષો આયુષ્ય પૂર્ણ થતાં આ જગત છોડી ચાલ્યા ગયા.(જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.) કોઈની અમર રહેવાની આશા અહીં પૂર્ણ થતી નથી. ડાઘુઓ શબને સ્મશાને લઈ જાય છે. ત્યારે માનવ નિરાશ બની જોતાં રહે છે. (તે શું કરી શકે?). કેટલાય રાજા જેવા રાજાઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા તો કુંવરનું શું ગજું! (અર્થાત્ આ જગતમાં દેવો, મનુષ્યો, પશુ-પક્ષીઓ, નારકો સર્વ આયુષ્ય પૂર્ણ થતાં પરલોકે જાય છે.) આ મૃત્યુલોકમાં કોણ સ્થિર રહ્યું છે?'' અભયકુમારે આ પ્રમાણે જગતની અસ્થિરતા, આયુષ્યની ક્ષણભંગુરતા બતાવી સતી સુલાસાને આશ્વાસન આપ્યું. સતી સુલસાએ ચિત્તને શાંત કર્યું. જે થવાનું હતું તે થઈ ગયું. ભાવિભાવને કોણ મિથ્યા કરી શક્યું છે?) સતી સુલસાએ ધર્મધ્યાનનો વિચાર કર્યો. •••૬૬૯ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ “હે માતા! તમે આગામી કાળમાં જિનધર્મ પ્રાપ્ત કરશો. તમે ઉત્સર્પિણી કાળમાં પંદરમા તીર્થંકર તરીકે જગતમાં વિખ્યાત થશો. તમારું નામ “નિર્મમ' જિન હશે. સતી સુલતા તમે મનમાં ખેદન કરો...૬૭૦ ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીને એકસો પુત્રો હતા. તેઓ મહાભારતની લડાઈમાં મૃત્યુ પામ્યા ત્યારે ગાંધારીએ પોતાનું મન વાળી જલીધું. સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા...૬૭૧ પુત્રોના અવસાનના સમાચાર સાંભળી સગર ચક્રવર્તી મૂછિત થઈ ધરતી પર ઢળી પડયા. તે સમયે સ્વર્ગમાંથી દેવેન્દ્ર આવી ચક્રવર્તીને સાંત્વના આપી હતી. જગતના સર્વ પ્રાણીઓને મૃત્યુના પંથે જવાનું છે તેથી જ ઉત્તમ જીવો કદી સ્વજનોની પાછળ કલ્પાંત, ખેદ કે ઝૂરણા કરતા નથી. ...૬૭૨ મહામંત્રી અભયકુમારની સંસારની વાસ્તવિકતા દર્શાવતી વાણી સાંભળી સતી સુલસાએ પણ પુત્ર મોહનો ત્યાગ કર્યો. હવે સતી સુલસા ધર્મધ્યાનમાં દિવસો પસાર કરવા લાગ્યા. કવિ ઋષભદાસ કહે છે કે ધર્મધ્યાન કરવાથી પુણ્યનો સંચય થાય છે. (પુણ્યના સંચયથી પાપ નષ્ટ થાય છે.) તેથી તે જીવ સર્વત્ર સન્માનિત થાય છે. ... ૬૭૩ દુહા ઃ ૭૩ પુષ્યિ સુખ બહુ ભોગવઈ, શ્રેણિક રાય સુજાણ; ચિલણાનિ પરણ્યો સહી, અભય બુધિ પ્રમાણ ... ૬૭૪ અભયકુમાર મંત્રી થકી, ચાલઈ સુપરિ રાજ; ચિંતા નહી શ્રેણિકનિ, કરતો મંત્રી કાજ •.. ૬૭૫ અર્થ:- ચતુર અને જ્ઞાની શ્રેણિક મહારાજા પુણ્યથી ખૂબ સુખો ભોગવતા હતા. બુદ્ધિનિધાન અભયકુમારની ભૂહરચનાથી મહારાજા શ્રેણિક ચેલણાને પરણ્યા. ...૬૭૪ (ઓત્પાતિક બુદ્ધિના સવામી એવા) અભયકુમાર જેવા મહામંત્રીની સહાયતાથી મગધ દેશનું સંચાલન સુચારુ રીતે ચાલતું હતું. રાજ્યનું દરેક કાર્ય મંત્રી દ્વારા વ્યવસ્થિત રીતે થતું હતું તેથી મહારાજા શ્રેણિક ચિંતામુક્ત બન્યા હતા. ...૬૭૫ ઢાળ : ર૯ ચેલણાનો દોહદ ત્રિપદીનો એ દેશી. કાજ કરઈ મંત્રીસર ત્યાહિં, રાજ કરઈ શ્રેણિક પુરમાંહિં; અકર અન્યાય નહિ, હો રાજન. ઈન્દ્ર સરીખુ રાજ કરતો, ચિલણા સ્યું બહુ નેહ ધરતો; કામ ભોગ વિલસંતો,હો રાત્ર મૃગનયણીનિ મોહનગારી, તે પામઈ સસી વદની નારી; પુજયો દેવમુરારી, હો રાત્ર ...૬૭૮ ••.૬૭૬ ..૬૭૭ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ૬૮૨ ••૬૮૪ ૬૮૫ પુણ્યઈ પદમની લહઈ નારય, રમઝમ કરતી ઉભી બારી; કરતી મુખ મનોહારી, હો રાત્ર ...૬૭૯ મુખિ મીઠીનિ દરીસણી ગોરી, ચિલણા મન લઈ નરનું ચોરી; નેહ ચકવા ચકોરી, હો રાત્ર ..૬૮૦ હવું ચિલણાનિ આધાનો, ભંડો દોહલો મેલું ધ્યાનો; ગયો દોહનો વાનો, હો રા. ...૬૮૧ એક દિન શ્રેણિક દષ્ટિ થાય,હૂબલ દેહ ચાલી ન સકાય; ચિંતાતુર હુઉ રાય, હો રા. દાસી પિં પૂછાવિહું રાજ, કાં દુબેલડી નારી આજ; કહ્યું કરેલું કાજ, હો રા. ૬૮૩ પૂછઈ દાસી પ્રેમિં ત્યાંહિ, અતી દુબલાં ચિલણા દે કાંય; ડોહલો કવન મનમાંહિ, હો. રાત્રે કહઈ ચિલણા ડોહલો જ અસારે, “રગત મંશ ભખું ભરતાર' ઉપનો શ કુમારો, હો રાત્ર સુણી વાતનિ દાસી વલતી, શ્રેણિક આગલિ વાત કરતી; તાહર્ અંશ ઈઝંતી, હો રાત્રે તવ ચિંતા નૃપ હુઈ અપારો, વેગિં તેડયો અભયકુમારો; ભાખ્યો સહુ અધિકારો રે, હો રાત્ર ...૬૮૭ કુમર કહઈ મ કરો ચિંતાય, એહ ઉપાય કરું હું રાય; ઉઠિયું તેાઈ ઠાય, હો રા ચિલણાનિ પાસિં બેસારી, સેવક એક પાલી લઈ સારી; કાપઈ મંશ ભખઈ નારી, હો રાત્ર કપટિ શ્રેણિક કરઈ પોકરો, વેદન ખમી ન જાય અપારો; પુરયો ડોહલો અપારો, હો રાત્ર અર્થ :- રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમની આજ્ઞા અનુસાર મહામંત્રી અભયકુમાર રાજ્યનું કાર્ય કરતા હતા. તેમના રાજ્યમાં સર્વત્ર શાંતિ હતી. કોઇને દંડ કે કરવેરો ભરવો પડતો નહતો. ...૬૭૬ મહારાજા શ્રેણિક વર્ગલોકના ઈન્દ્ર મહારાજાની જેમ કુશળતાપૂર્વક રાજ્ય કરતા હતા. મહારાજા શ્રેણિકને ચેલણા રાણી પ્રત્યે પ્રગાઢ અનુરાગ હતો. (તેમને પટરાણી બનાવી હતી.) દોગંદક દેવોની જેમ સુખો ભોગવતાં સમય પસાર કરવા લાગ્યાં. •..૬૭૭ • ૬૮૬ ••• ૬૮૮ ••• ૬૮૯ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ચેલણા રાણી નવયુવતી હતા. તેમનું સૌંદર્ય અદ્ભુત હતું. મૃગના નયન જેવી તેની ઝીણી અને વિશાળ આંખો હતી. તેમની સૌમ્ય અને પૂર્ણિમાના ચંદ્ર જેવી ગોળ મુખાકૃતિ હતી. (સુગઠિત અંગોપાંગ. જાણે રતિનો અવતાર જોઈ લો!) ચેલણા રાણીએ પૂર્વે આ સૃષ્ટિના સર્જક એવા વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી હશે તેથી દેવે તેમને અપાર સૌંદર્ય બક્યું હતું. ...૬૭૮ મહારાજા શ્રેણિકને પ્રચુર પુણ્યના ઉદયથી આવી પદ્મિની જેવી મહારાણી મળી હતી. ચેલણા રાણી ગજગામિનીની ચાલે, ઝાંઝરના રૂમઝૂમ નાદે મંદ મંદ હસતાં, મનોહર મૃખાકૃતિ સાથે મહારાજા શ્રેણિકના મહેલે આવ્યા. ચેલણા રાણીનું નિર્દોષ હસતું મુખડું અને ગૌરવર્ણ જેવું દેહ સૌંદર્ય કોઈ પણ પુરુષને આકર્ષિત કરે તેવું હતું. મહારાજા શ્રેણિક અને ચેલણારાણીને ચક્રવાક અને ચક્રવાકી જેવો પરસ્પર અતૂટ પ્રેમ હતો.. ૬૮૦ ચેલણા રાણી સગર્ભા બન્યા. તેમને (ત્રીજે મહીને) વિચિત્ર દોહદ ઉત્પન થયો તેથી રાણીનાં મનમાં ધૃણાજનક વિચારો આવવાં લાગ્યાં. (તેઓ ઉદાસીન રહેવા લાગ્યાં) તેમના શરીરનું સૌદર્ય નષ્ટ થયું.(કમળ જેવા મુખ પર કાલિમા છવાઈ ગઈ. આંખોનું તેજ લુપ્ત થયું. શરીર કુશ બન્યું.) ...૬૮૧ એકવાર મહારાજા શ્રેણિકની દષ્ટિ ચલણા રાણી પર પડી. રાણીનું શરીર અત્યંત દુર્બળ બન્યું હતું. (તે ચાલી પણ શકતાં ન હતાં) મહારાજા શ્રેણિક ચિંતિત થયા.(મહારાજા શ્રેણિકે જ્યારે કારણ પૂછ્યું ત્યારે રાણીએ “કહેવાય નહીં અને સહેવાય નહીં એવી સ્થિતિ હોવાથી વાતને ટાળી દીધી.) ..૬૮૨ મહારાજા શ્રેણિકે રાણીની અંગત પરિચારિકાને બોલાવી પૂછ્યું, “તમારી રાણીનું શરીર દુર્બળ કેમ બન્યું છે? તેમની તબીયત નાજુક કેમ છે? તેમને કયું કાર્ય કરવું છે?” ...૬૮૩ પરિચારિકા તરત જ ચલણા રાણી પાસે આવી. તેણે અત્યંત પ્રેમથી પૂછયું, “ચલણાદેવી! તમે અત્યંત નાજુક-દુર્બળ શામાટે દેખાવ છો? તમારા મનમાં કોઈ દોહદ ઉત્પન્ન થયો છે? તમે કેમ કંઈ કહેતા નથી?” ..૬૮૪ ચેલણા રાણીએ કહ્યું, “(જૈન કુળમાં જન્મી, અહિંસા અને દયાના સંસ્કારો ગળથૂથીમાંથી મળ્યા. ધર્મના પવિત્ર વાતાવરણમાં મોટી થઈ, છતાં મને અપવિત્ર અને ધૃણાજનક વિચારો આવે છે. રાક્ષસી વૃત્તિવાળા વિચારો મને મૂંઝવે છે) પતિના કલેજાનું લોહી અને માંસ ખાવાનો દુષ્ટ અને અસાર દોહદ ઉત્પન થયો છે. સખી! મારી કુક્ષિમાં પિતાનો શત્રુ હોય તેવો ગર્ભ ઉત્પન થયો છે.” ...૬૮૫ ચેલણા રાણીની વાત સાંભળી પરિચારિકા તરત જ મહારાજા શ્રેણિક પાસે આવી. તેણે મહારાજાને કહ્યું, “મહારાણીને તમારું કાળજાનું માંસ ખાવાની ઈચ્છા ઉત્પન થઈ છે.” ... ૬૮૬ ચેલણા રાણીનો વિચિત્ર દોહદ પૂર્ણ થવાની અશક્યતાની ચિંતાથી મહારાજા ઉદાસ બન્યા. (દરરોજના નિયમ અનુસાર અભયકુમાર પિતાજીને પ્રણામ કરવા રાજસભામાં આવ્યા. પિતાજીની અકથ્ય વેદનાને વિનીત અને પ્રાજ્ઞ પુત્ર સમજી ગયો. પિતાજીને મનોવ્યથાનું કારણ પૂછ્યું. મહારાજાએ ચેલણા (૧) ચલણા રાણીનો દોહદ - શ્રેણિક રાજાના કાળજાનું માસ તવા ઉપર શેકી, તેલમાં તળી કે અગ્નિમાં શેકીને દારૂ સાથે સ્વાદ લેતી અને પરસ્પર સખીઓને આપી પોતે ખાય. (શ્રી નિરયાવલિકા સૂત્ર - વર્ગ-૧, અ.૧, સૂ.૧૪, પૃ.૧૭/૧૮). For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' રાણીના દોહદની વાત કરી - શ્રી નિરિયાવલિકા સૂત્ર અનુસાર.) તેમણે તરત મહામંત્રી અભયકુમારને બોલાવી દોહદની સર્વ વાત કહી. ...૬૮૭ પિતાજીની વિકટ વાત સાંભળીને અભયકુમારે આશ્વાસન આપતાં કહ્યું, “પિતાજી! આપ બિલકુલ ચિંતા ન કરશો. ચલણા માતાનો દોહદ પૂર્ણ કરવા હું શીઘ કોઈ ઉપાય કરું છું. અભયકુમાર તરત જ ત્યાંથી ઊઠ્યા.” ...૬૮૮ '(અભયકુમારે બુદ્ધિપૂર્વકની વ્યવસ્થિત યોજના રચી.) અભયકુમારે એક અંધારા ઓરડામાં મહારાજાને શય્યા પર સુવડાવ્યા. ચેલણા રાણીને બાજુમાં બેસાડ્યા. સેવક એક ફળોની પાલી લઈ બેઠો. (ગુપ્તચરો દ્વારા જંગલમાંથી માંસ જેવા વર્ણના ફળો મંગાવ્યા.) ફળો સુધાર્યા અને રાજાની છાતી પર મૂક્યાં. આ ફળો રસદાર હતા. ગુપ્ત માણસોએ છરીથી ફળોના ટુકડા કાપીને મહારાણીને આપ્યા. રાણીને મહારાજાના કાળજાનું માંસ અને લોહી ખાધું હોય તેવી તૃપ્તિ થઈ. જેમ જેમ ફળોના ટુકડા થતા ગયા તેમ તેમ મહારાજાએ જોર જોરથી ખોટી બૂમો પાડતાં કહ્યું, મને અસહ્ય વેદના થાય છે. મને છોડી દો.” મહારાજા જેમ જેમ વધુ આક્રંદ કરતા તેમ તેમ ચેલણારાણી ખુશ થતાં. આ રીતે આગવી બુદ્ધિથી અભયકુમારે દુર્લભ દોહદની પૂર્તિ કરી. ...૬૯૦ રાજકુમાર કોણિકનો જન્મ નવ મહિના નઈ દાઢાસાતો, જાતઈ જાયો કુમર વિખ્યાતો; તામ વિચારઈ માતો, હો રાત્ર ઉદર થકી દુખ દાઈ જેહો, ઢું સુખ દેસઈ નૃપનિ હો; અસ્યું કસ્યો સનેહ, હો રાત્રે આપ્યો દાસીનિ મનિ ભાવિ, એ પાપી નિ નાખી આવી, પાછો ઘરિ મમ લાવિં, હો રા. લેઈ દાસી ચાલી વનમાંહિ, મુક્યો અસ્પોક વનની છ હિં કો એ ન દેખઈ ત્યાંહિ, હો રાત્ર •.. ૬૯૪ ઘસમસતિ ચેટી ગઈ વારિ, શ્રેણિકિ સ્ત્રી દીઠી ત્યાર; તેડી વેગિ તિ વારિ, હો રા. •.૬૯૫ કહઈ દાસી તું ગઈ થિ કિહાંઈ, સાચું બોલી અબલા તિહાંઈ; સુત મુક્યો વનમાહિં, હો રાવ ••• ૬૯૬ (૧)અભયકુમારે વિશ્વાસુ માણસો દ્વારા કસાઈખાનેથી તાજું રક્તમય માંસ અને બસ્તિપુટક મંગાવ્યા. શ્રેણિકરાજાને એકાંતમાં શય્યા ઉપર સીધા સુવડાવી તેમના ઉદર પર રક્તમય માંસના ટુકડા રાખ્યા. તેને બસ્તિપુટકથી ઢાંકી દીધા. રાણીને ઉપરના માળમાં એવા સ્થાને રાખ્યા જેથી તે દૃશ્યને જોઈ શકે. કાતરથી શ્રેણિક રાજાના પેટ પર રાખેલું માંસ કાપી રાણીને આપ્યું. ત્યારે શ્રેણિક રાજા મૂર્શિત થવાનો ખોટો દેખાવ કરવા લાગ્યા. (શ્રી નિરયાવલિકા સૂત્ર, વર્ગ-૧, અ.૧, સૂ.રર, પૃ.૨૩) For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ••• ૬૯૮ ૬૯૯ • ૭૦ર ••• ૭૦૩ સુણિ વાત ભૂપતિઉ જાય, અશોકતરૂ તલિ આવ્યો રાય; લીધો સુત તેણો કાય, હો રાત્ર ૬૯૭ ચંદ્ર બિંબ સરીખો સુત જેહો, આણી ચિલણાનિ તે દેહો; ભૂંડી કાં નાખે હો, હો રા લુલો ટુટો નિ સુગાલો, કો ન ઇંડઈ પોતાનો બાલો; અસિવું કહઈ ભૂપાલો, હો રા. કહઈ ચિલણા સુણિ મહારા કંતો, ઉદર થકી દુખદાયી અત્યંતો; ચું સુખ અંતિ દિસંતો, હો રાત્ર ૭૦૦ મુઝ ભરતાર તણો જે વયરી, નાખ્યો રૂડો તેહન મેહરી; લાવ્યા શાહનિ ફેરી, હો રાત્ર ... ૭૦૧ તવ બોલ્યો શ્રેણિક ભૂપાલો, વંશ વધારણ હોસઈ બાલો; ઉછેરે થઈ કૃપાલો હો રાણી પ્રીઉના વચન થકી આદરતી, અહીનિ દૂધ પાવું મનિ ધરતી; સુતની સાર કરતી હો માતા અશોક વૃષ તલઈ નાખ્યો જાયો, અશોકચંદ તવ દીધું નામ; વધઈ કુમર ગુણ ગ્રામો ... ૭૦૪ કુરકટ અંગુલી કરડી જાય, તેણેિ નામ કોણી પણિ થાય; દેખી રીઝઈ રાય, હો. ... ૭૦૫ વલી ચિલણા સુત જનમ્યા દોય, હલ વિહલ તેના નામ જ જોય; ઋષભ સંબંધ એ હો ... ૭૦૬ અર્થ :- સવા નવ માસે ચેલણા રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્રને જોઈ રાણીએ વિચાર્યું, ‘ઉત્પન થતાં જ આ પુત્રનાં લક્ષણો પ્રગટ થયાં છે. ભવિષ્યમાં આ બાળક પિતાના પ્રાણનો વધ કરનાર તરીકે વિખ્યાત થશે. ... ૬૯૧ જેને ગર્ભમાં આવતાં જ પિતાના કલેજાનું માંસ ખાવાની અભિલાષા થઈ તે મોટો થઈને પિતાને શું સુખ આપશે? (સર્પને કદી દૂધ ન પીવડાવાય) કુપુત્ર પ્રત્યે કેવો સ્નેહ?' મહારાણીએ હૃદયને કઠણ બનાવી બાળકને પોતાની ખાસ પરિચારિકાના હાથમાં સોંપ્યો. મહારાણીએ કહ્યું, “દાસી ! આ પાપીને તું વનમાં અશોક વૃક્ષની છાયા (ઉકરડે) મૂકી આવ. તું તેને બાળક સમજી પાછી ઘરે નહીં લાવતી.” ..૬૯૩ દાસી નાનકડા બાળકને છુપાવતી, ઝડપથી વન તરફ ચાલી. તેણે બાળકને અશોકવૃક્ષની છાયામાં કોઈન જુએ તેમ મૂક્યો.(દાસી ઝડપથી મહેલમાં પાછી ફરી). ...૬૯૪ •••૬૯૨ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' દાસી દોડતી દોડતી ચોર નજરે મહેલમાં પ્રવેશી. મહારાજા શ્રેણિકે દાસીને જોઈ. તેમની ચતુર નજરથી કાંઈ અજાણ્યું ન રહ્યું. (કંઈક રહસ્ય છે) એવું જાણી તેમણે દાસીને તરત જ બોલાવી. ....૬૫ મહારાજાએ (ઉગ્ર સ્વરમાં) કહ્યું, “દાસી! તું ક્યાં ગઈ હતી?'' દાસીએ (ભયથી કંપતા) રાજાને સત્ય બતાવતાં કહ્યું, “મહારાણીના કહેવાથી મેં બાળકને જંગલમાં અશોકવૃક્ષની નીચે મૂક્યો છે.” ... ૬૯૬ દાસીની વાત સાંભળી મહારાજા શ્રેણિકનું પિતૃહૃદય દ્રવી ઉઠ્યું. મહારાજા વન તરફ દોડવા. તેઓ અશોકવૃક્ષની નીચે આવ્યા. રાજાએ પોતાના પુત્રને ઉપાડી હૃદય સરસો ચાંપ્યો. મહારાજા શ્રેણિક ચંદ્રના બિંબ જેવા તેજસ્વી પુત્રને જોઈ રહ્યા. (પુત્રને જોઈ પિતાના હૃદયમાં સાગર જેવો વહાલ ઊભરાયો.) તેઓ પુત્રને ઘરે લાવ્યા. તેમણે ચેલણા રાણીને પુત્ર સોંપી ઠપકો આપતાં કહ્યું, “નિર્દયી! આવા ફૂલ જેવા કોમળ બાળકને વનમાં કેમ મૂકાવ્યો? ...૬૯૮ દેવી! તમે કેવી જનેતા છો? બાળક ભલે લૂલો, લંગડો, કદરૂપો કે વાંકા અંગ વાળો હોય તો પણ કોઈ જનેતા પોતાના બાળકને ત્યજી દેતી નથી.” ...૬૯૯ ચેલણાં રાણીએ કહ્યું, “નાથ! તમે સાંભળો, મને બાળક પ્રિય છે, પરંતુ આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી તમારા માટે અત્યંત દુઃખદાયી બન્યો છે.(જો અત્યારથી આ સ્થિતિ છે તો) તે ભવિષ્યમાં શું સુખ આપશે? .. ૭૦૦ જે મારા પ્રાણનાથનો વૈરી હોય તેના ઉપર કેવી મહેર કરવી? તેને તો દૂર કરવો જ યોગ્ય છે. તમે તેને પાછો મહેલમાં શા માટે લાવ્યા?' ... ૭૦૧ મહારાજા શ્રેણિકે કહ્યું, “દેવી! આ બાળકથી આપણી વંશવૃદ્ધિ થશે.(આ આપણું પ્રથમ બાળક છે. તે કુલદીપક છે.) રાણી !તમે તેનું વાત્સલ્યપૂર્વક પોષણ કરી તેનો ઉછેર કરો.” ... ૭૦૨ પતિની આજ્ઞાથી, તેમના વચન અનુસાર ચેલણા રાણીએ પુત્રનું લાલન પાલન કર્યું પરંતુ રાણીના મનમાં સતત વિચાર આવતાં કે, “સર્પને દૂધ પીવડાવી મારું જ અહીત કરું છું.' ... ૭૦૩ આ બાળકને દાસીએ અશોકવૃક્ષની નીચે મૂક્યો હતો તેથી તે બાળકનું નામકરણ “અશોકચંદ પડયું. નગરજનો તેજસ્વી બાળકને જોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા. .. ૭૦૪ અશોકવૃક્ષની નીચે મૂકેલા નવજાત શિશુની આંગળીને કૂકડાએ ચાંચ મારી કરડી ખાધી તેથી (ધૂલ ક્રીડા કરનારા બાળકોએ) તેનું નામ “કોણિ (કોણિક | કુણિક) પણ પડયું. આ બાળકને જોઈ મહારાજા શ્રેણિક અત્યંત ખુશ થયા. .. ૭૦૫ ત્યાર પછી સમય જતાં ચેલણા રાણીએ હલ-વિહલ નામના બે પુત્રોને જન્મ આપ્યો. કવિ ઋષભદાસ કહે છે કે તે કોણિકના સગા ભાઈઓ હતા. .. ૭૦૬ દુહા : ૩૮ એહસંબંધ કોણી તણો, આગલિઅવર કથાય; અભયકુમાર બુધિં કરી, સુખ ભોગવતો રાય ••• ૭૦૭ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અર્થ:- હલ-વિહલ કુમાર અને કોણિકકુમાર વચ્ચે સગા ભાઈઓનો સંબંધ હતો. હવે પછી આગળ બીજી અવાંતર કથા કહું છું. મહામંત્રી અભયકુમારની બુદ્ધિમત્તા વડે મહારાજા શ્રેણિક સંસારના સર્વોત્કૃષ્ટ સુખો ભોગવતા હતા. ••• ૭૦૭ ઢાળઃ ૩૦ અનાથી મુનિ ચરિત્ર - સમ્યકત્વની પ્રાપ્તિ બોલાઈ રે કમલાવતી એ દેશી. રાગ : ગોડી. રાય રહેવાડી સંચરયો, હય ગય રથ નહી પાર; ચંપાવનમાંહિ આવતાં, તિહાં દીઠો હો એક મુનિવર સાર • ૭૦૮ પૂછઈ રે નર નરપતિ, નર અશો રે તાહરો વેશ; તુમ આપું રે પ્રથવિ દેશ, નવિ કીજઈ રે કાયક્લેશ તું નાહનો રે નર યોવન વેશ, પૂછઈ રે નરપતિ.... આંચલી દેખી શ્રેણિક હરખતો, અહો રૂપ અપાર; અહો નવ યૌવન મુનિ વરુ, નૃપ ભાખઈ હો કોઈ સુર અવતાર ... ૭૦૯ પૂર અહો ખિમા નિરલોભતા, નહિ મુનિ માયા માન; અહો વચરાગ આતમ વશો, અહો ધરતા હો મુનિ નિરમલ ધ્યાન ... ૭૧૦ પૂ. અશ્વ થકી નૃપ ઉતરઈ, દીઈ પરદખ્યણા ત્યાંહિં; વાંદી પૂછઈ સાધનઈ, અસંભમ હો મુઝ મન માહિ ... ૭૧૧ પૂ૦ રૂપ યૌવન ગુણ આગલો, જેહવો ભદ્રક નાગ; પ્રથમ વય ધન શ્રી તજી, કિમ પામ્યો હો તું વયરાગ તવ મુનિવર મુખિ બોલીઉં, નાથ નહી મુઝ આજ; મગધાધિપ વલતું કહઈ, નાથ હું તુમહો આપું પ્રથવીરાજ ... ૭૧૩ પૂ૦ નાથ નહી નૃપ તુઝ સિરિ, કિમ હોઈશ અમ નાથ; નૃપ કહઈ હું પ્રથવી ધણી, કમ ભાખઈ હો મુઝનિં જ અનાથ ... ૭૧૪ પૂ૦ ધર્મ ન પામ્યો જિન તણો, પામી નવિ પાલેહ; ગજ રથ ધન સ્ત્રી પુર વલી, નરગિં જાતાં હો ન રાખઈ તેહ ... ૭૧૫ પૂ૦ પરભાવિ જાતાં તો કોઈ નહી સાથ, તેણઈ કારણિ હો ચેતો નાથ; શ્રેય આદરી હો નૃપ થયો સનાથ, ભાખઈ રે મુo... આંચલી હય ગય રથ સ્ત્રી મુઝ બહુ, તેણેિ ન થયો હું નાથ કોસંબી નગરી વસું, નૃપ સાંભલિ હિ તે અવદાત ••• ૭૧૬ ભાવ ૭૧૨ પૂ (૧) અનાથી મુનિ ચરિત્ર - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા.૧, અ.૨૦, પૃ.૪૧૩ થી ૪૩૬. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કવિ ત્રઢષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ... ૭૧૭ ભા. ... ૭૧૮ ભાવ ... ૭૧૯ ભાવ ... ૭૨૦ ભાવ ... ૭૨૧ ભાવ ••• ૭૨૨ ભાવ ... ૭૨ ભા૦૩ પ્રથમ વયરોગ ઉપનો, વેદન ખમી ન જાય, ભૂખ ગઈ ત્રસ વીસરી, વેલી નાવી હો નયણે નિદ્રાય ઉષધ ભેષધ બહુ કરઈ, મંત્રિ રોગ ન જાત; કરિ સમાધિ બહુ ધન દઉં, એમ ભાખઈ હો ધન સંચઈ તાત જનની મુઝ જાઈ રહી, જેહનિ પ્રેમ અપાર, હું ત્રાડું દુખ તે ધરઈ, નવિ લેતી હો વેદના જ લગાર ભ્રાત સગાં સઘલાં સૂઈ,ભગિની નિ બહુ પ્રેમ; કહઈ તુમ દુખ આવ્યો અમ, પણિ જાય હો નૃપ દુખ કેમ મુઝ સુખિ સુખ અને નારિ તિ, મુઝ દુખિં દુખ હોય; અન પાન પુફ પરિહરઈ, જલ વહેતાં હો નયણાં દોય હાથ હઈઈ ઘણું ફેરવઈ, ન લઈ દુખ લગાર; તવ મન માહિં ચીતવીઉં, હું એકલો હો કેહનો પરિવાર પાપ કરમ જીવિં કરયાં, જીવ ભોગવ સઈ આપ; વિહચી ન લીઈ કો વલી, સામું જોતાં હો જનની બાપ ધર્મ વિના ધંધ જ સહુ, ઘર્મિ સહુ સંયોગ; મનિ ચિંત્યું પરમ આદર્, જો જાય રે મુઝ દેહનો રોગ શુભ ધ્યાનિ ગઈ વેદના, લીધી નવ દીક્ષાય; લાખ ચોરાસી યોનિના, જીવ તેહની તો હું કરૂં રક્ષાય મૃષા ન મુખ્યથી ઉચરું, અદત નહી સ્ત્રી ભોગ; પરીગ્રહ નીશિ ભોજન નહી, બીજા મુંક્યા હો સઘલાં સયોગ ધ્યાન ધરૂં અરીહંતનું, મુગતિ તણો ભજનાર; સાધનો પંથ મિં આદરયો, મારગ વીરિ હો કહ્યો જે સારા સાધુ કથા શ્રવણે સુણી, પામ્યો સમકિત સાર; શ્રેણિક શ્રેય અનુમોદતો, પ્રસંસઈ હો સાધનિ વારંવાર શ્રેણિક સીસ નમાવતો, સુણિ તું ઉત્તમ સાધ; પૂછી ધ્યાન ઝંડાવીઉં, મુનિ ખમ જે હો અપરાધ નાથ સકલ તું જંતુનો, ઇંડિક થઈઅ નિશંક; કામ ભોગ વિષ શલ સમા, કિમ ઠંડઈ હો મુઝ જેહવા રંક વાંદી પૂજી ગુણ સ્તવી, વલીઉં શ્રેણિક રાય; નારી પુત્રનિં ભાત સિવું, વલી લાગો હો જઈ મુનિવર પાર ... ૭૨૪ ભાઇ ૭૨૫ ભા. .. ૭૨૬ ભાઇ ... ૭૨૭ ભા. •. ૭૨૮ ભાવ ... ૭૨૯ ભાવ ... ૭૩૦ ભા. ... ૭૩૧ ભા. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ તે મુનિવર મુગતી ગિયો, સમઝાવ્યો નૃપ ધર્મ; શ્રી જિન કહઈ શ્રેણિકનાં, પડ્યા પાતલા હો પૂરવ કર્મ ... ૭૩૨ ભાવ ઉત્તરાધયનિ વલી વીસમઈ, ભાખી એહ કથાય; ઋષભ કહઈ સંભારતા, પાપ પૂરવ રે સઘલાં જાય ... ૭૩૩ ભાવે અર્થ :- મગધ નરેશ શ્રેણિક એકવાર ઉદ્યાનમાં ફરવા નીકળ્યા. તેમની સાથે અપાર હાથી, ઘોડા રથ હતાં. તેઓ ફરતાં ફરતાં નંદનવન સમાન ચંપાવનમાં (અથવા મંડિકુક્ષિ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમણે એક વૃક્ષની નીચે (સમાધિવંત, સુકુમાર તેમજ સંયમી) શ્રમણને જોયા. ... ૭૦૮ મહારાજાએ મુનિને હાથ જોડી પૂછ્યું, “હે આર્ય! (આપ તરુણ છો. આ ઉંમરમાં શ્રમણ ધર્મ પાલન કરવા કેમ તત્પર થયા છો?) આવો તમારો વેશ? તરુણ ઉંમરમાં સાધુપણું શા માટે? હું તમને આ પૃથ્વીનું રાજ્ય આપીશ. હે સંયત ! (પરિષદો અને ઉપસર્ગોને સહન કરી) આ સુકુમાર કાયાને કષ્ટ ન આપો. તમે હજુ યુવાનીના ઊંબરે પગ મૂક્યો છે, ત્યાં આટલી નાની વયમાં પ્રવજિત કેમ થયા છો? મહારાજા શ્રેણિક મુનિવરને જોઈ ખૂબ હરખાયા. તેમનાં મુખમાંથી ઉદ્ગારો નીકળ્યા. અહો! આપનું રૂપ અમાપ છે. અહો! આપ યુવાન છો. આપ કોઈ દેવના અવતાર લાગો છો. ... ૭૦૯ અહો મુનિવર ! કેવી આપની ક્ષમા અને નિર્લોભતા છે. આપનામાં માયા કે અહંકાર નથી. અહો! શું આપનો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે ! શું આપ આત્મ નિયંત્રણ, નિર્મળ ધ્યાન ધરો છો!'' ... ૭૧૦ (મુનિવરના બાહ્ય અને આંતરિક ગુણોથી પ્રભાવિત બનેલા) મગધ નરેશ શ્રેણિક અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. તેમણે મુનિવરને પ્રદક્ષિણા કરી, વંદન કર્યા. તેમણે ઊભા રહી મુનિવરને પૂછ્યું, “હે મુનિવર ! મારા મનમાં આશ્ચર્ય થાય છે, તેનું સમાધાન કરો.” ... ૭૧૧ રાજાએ પ્રશ્નાવલીની શરૂઆત કરી, “જેવી રીતે મણિધર નાગ સ્વરૂપવાન હોય છે, તેમ આપનું રૂપ, યોવન અને ગુણ શ્રેષ્ઠ છે, છતાં આપે યુવાન અવસ્થામાં ગૃહસ્થાશ્રમ (સ્ત્રી અને સંપત્તિ)નો ત્યાગ શા માટે કર્યો છે? આપને વૈરાગ્ય ઉત્પન થવાનું કારણ શું?' ... ૭૧૨ મુનિવરે ઉત્તર આપ્યો, “મહારાજ મારે માથે કોઈ નાથ ન હતો અર્થાત્ હું અનાથ હતો!' આ સાંભળી મહારાજા શ્રેણિક હસી પડ્યા. તેઓ બોલ્યા, “હે ભદંત! શું આપને કોઈ નાથ ન મળ્યા? તો હું નાથ થવા તૈયાર છું. હે સંયતમુનિ! હું તમને પૃથ્વીનું રાજ્ય આપી નાથ બનાવીશ.” મુનિએ ગંભીર બની કહ્યું, “હે પૃથ્વીપતિ નરેશ! તમારા પોતાના માથે જ નાથ નથી, તમે સ્વયં અનાથ છો. જે પોતે અનાથ હોય તે બીજાના નાથ કેવી રીતે થઈ શકે?” રાજાએ અત્યંત નવાઈ પામતાં કહ્યું, “હે મુનિવર! (તમે ભૂલ કરી રહ્યા છો) હું મગધેશ્વર આ પૃથ્વીનો અધિપતિ છું, છતાં તમે મને કેમ અનાથ કહી રહ્યા છો?'' ... ૭૧૪ (સનાથ અને અનાથનો મર્મ સમજાવતાં) મુનિવરે કહ્યું, “હે મહારાજ! અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં જિનધર્મ મળવો દુર્લભ છે. જિનધર્મ મળ્યા પછી જિનધર્મનું વિધિવત્ પાલન કરતો નથી તે ... ૭૧૩ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ અનાથ છે. હે રાજન્ ! હાથી, ઘોડા, રથ, ધન અંતઃપુર, નગર આદિ સત્તા અને સંપત્તિનો ભોગવટો તમને નરકમાં જતાં નહીં રોકી શકે.’’(ક્ષમા, નિલોભતા આદિ આંતરિક વૈભવ મોક્ષપુરીમાં લઈ જશે. આંતરિક વૈભવની શ્રેષ્ઠતા એ સનાથતા છે.) ૧૪૦ ... ૭૧૫ હે મગધેશ્વર ! તમે અનાથ છો. પરભવમાં દુર્ગતિમાં જતાં તમને બાહ્ય સંપત્તિની શ્રેષ્ઠતા નહીં રોકી શકે. મહારાજ! મારા આત્માના કલ્યાણ માટે મેં સંયમનો સ્વીકાર કર્યો તેથી હું સનાથ થયો. મારી પાસે પુષ્કળ સંપત્તિ હતી. હાથી, ઘોડા, રથ અને સુંદર અંતઃપુર હતું. તેનાથી હું સનાથ ન બન્યો. હું કૌશાંબી નગરીનો રહેવાસી હતો. રાજન્ ! (જીવ કેવી રીતે અનાથ બને છે.) તે વૃત્તાંત તમે સાંભળો. ... ૭૧૬ ‘તરુણ અવસ્થામાં મને એકાએક આંખની પીડા ઉત્પન્ન થઈ. મને ખૂબ બળતરા થતી હતી. અસહ્ય વેદનાથી હું પરેશાન હતો.(ઈન્દ્રના વજ્ર પ્રહાર જેવી ભયંકર વેદના મારી કમ્મર, છાતી અને માથાને પીડિત કરતી હતી) અસહ્ય પીડાના કારણે હું ભૂખ-તરસ ભૂલી ગયો. મારી રાત્રિના સમયે નયનો ઉપરથી નિદ્રા પણ ઉડી ગઈ. ૭૧૭ (મારા ઈલાજ માટે પારંગત આયુર્વેદાચાર્યો, માંત્રિકો, તાંત્રિકો, ભુવાઓ બોલાવ્યા) ચિકિત્સકોએ મને દુઃખ મુક્ત કરવા અનેક ઉપાયો કર્યા. અનેક મંત્રોચ્ચાર અને જડીબુટ્ટીઓનાં સેવન કર્યા પછી પણ મારો રોગ દૂર ન થયો.(એ મારી અનાથતા હતી) પિતાજીએ ચિકિત્સકોને કહ્યું, “મારા પુત્રને દુઃખ મુક્ત કરી સમાધિ આપો. હું તમને સર્વ સંપત્તિ આપવા તૈયાર છું.'’ (તેઓ દુઃખમુક્ત ન કરી શક્યા તે મારી અનાથતા હતી.) ...૭૧૮ મારી માતા શોકાતુર બની મને જોઈ રહી. તેને મારા ઉપર અપાર પ્રેમ હતો. હું એક ચીસ પાડું તો તેનો જીવ દ્રવી ઉઠતો. તે ખૂબ દુ:ખી હોવા છતાં મારી વેદના સહેજ પણ આઓછી ન કરી શકી. (એ મારી અનાથતા હતી.) ... ૭૧૯ મારા પ્રત્યે અનુરાગ ધરાવતા મારા બાંધવો અને સ્વજનો મારી દશા જોઈ રડી પડતા. મારી પ્રત્યે વાત્સલ્ય ધરાવનાર મારી બહેનો કહેતી, ‘‘વીરા ! તારું દુઃખ અમને મળે, પણ તું સ્વસ્થ થઈ જા. રાજન્ ! આ દુઃખ કોઈ દૂર ન કરી શક્યું.( આ મારી અનાથતા હતી). ... ૭૨૦ મારા સુખે સુખી અને મારા દુઃખે દુઃખી એવી મારા પ્રત્યે અનુરાગ ધરાવતી મારી પતિવ્રતા પત્ની અન્ન, પાન, સુગંધિત પુષ્પમાલા આદિ વિલેપનનું સેવન કરતી નહીં. તેની આંખોમાંથી સતત આંસુઓની ધારા વહેતી હતી. ... ૭૨૧ તે મારાથી ક્ષણવાર પણ અળગી ન થતી. તે મારી છાતી ઉપર હાથ ફેરવી મને શાતા ઉપજાવવાનો પ્રયત્ન કરતી પરંતુ તે મારી પીડા ન લઈ શકી.(આ મારી અનાથતા હતી) ચારે બાજુથી અસહાયતા અનુભવતાં મેં વિચાર કર્યો,‘ મારો બહોળો પરિવાર હોવા છતાં હું એકલો ?’ . ૭૨૨ મારા આત્માએ અનંત સંસારમાં જે પાપ કર્મ કર્યાં છે. તે મારા જીવે એકલાએ જ ભોગવવા પડશે. આવી વેદનાઓ જીવે અનંતીવાર અનુભવી છે. આ વેદનામાં કોઈ ભાગ પડાવી ન શકે. માબાપ પણ (અસહ્ય વેદનાને) મારી સામે જોઈ રહ્યાં. ... ૭૨૩ ... For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ધર્મ વિના બધું બંદ્ધ છે. ધર્મથી જ શુભ સંયોગો પ્રાપ્ત થાય છે. ત્યારે મારા મનમાં એક કુરણા થઈ, આ તીવ્ર વેદનામાંથી જો એકવાર છૂટકારો થાય તો હું સંયમ ધર્મ ગ્રહણ કરું.” ... ૭૨૪ હે નરપતિ! શુભ ધ્યાનનું ચિંતન કરતાં(હું સૂઈ ગયો, મારી તીવ્ર વેદના ક્ષીણ થતી ગઈ. હું નીરોગી બન્યો.(બીજે દિવસે પ્રાતઃકાળે) મેં અણગાર ધર્મ અંગીકાર કર્યો. હું મુનિ બન્યો. હું ચોર્યાશી લાખ જીવાયોનિના જીવોનો રક્ષણહાર બન્યો.(આ મારી સનાથતા હતી). ... ૭૨૫ હું અસત્ય બોલતો નથી. હું અદત્ત વસ્તુ ગ્રહણ કરતો નથી. હું સ્ત્રી સંગ અને ભોગોનો પરિહારક છું. હું પરિગ્રહનો તેમજ રાત્રિભોજનનો ત્યાગી છું. બીજા અનેક સંયોગો જે મારા આત્માના વિઘાતક છે, તેનો મેં ત્યાગ કર્યો છે. ... ૭૨૬ હું (મંત્ર-તંત્ર વિદ્યા વડે આશ્રવના દ્વારોનું સેવન વર્જી) અરિહંત પરમાત્માનું જ ધ્યાન કરું છું. ચારિત્રાચારના ગુણોથી યુક્ત અરિહંતનો માર્ગ સર્વોત્તમ, શાશ્વત અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. હે રાજનું! સનાથ થવા માટે મેં અણગાર ધર્મ અપનાવ્યો છે. આ નિગ્રંથ પ્રવચનના સંસ્થાપક પ્રભુ મહાવીર છે.... ૭૨૭ (મહારાજાને અનાથતા અને સનાથતાનું રહસ્ય સમજાયું.) તેમણે મુનિવરની વાણી શ્રવણ કરી મિથ્યાત્વ છોડી સમકિત આદર્યું. (આત્મા સ્વયં દુઃખોના કર્તા-વિકર્તા છે. સત્યવૃત્તિમાં સ્થિત આત્મા પોતાનો મિત્ર છે, દુષ્પવૃત્તિમાં સ્થિત આત્મા પોતાનો શત્રુ છે.) તેઓ અનાથી મુનિની યથાર્થ સંયમ પરિચર્યાની અનુમોદના કરી વારંવાર પ્રશંસા કરતા રહ્યા. .. ૭૨૮ તેમણે કહ્યું, “મહર્ષિ! તમે સાચા સંત છો. મેં આપને પ્રશ્નો પૂછી આપના ધ્યાનમાં વિક્ષેપ કર્યો છે, તે સર્વ પાપોને આપ ક્ષમા કરજો. ... ૭૨૯ હે મુનિવર! તમે જગતના સર્વ પ્રાણીઓના રક્ષણહાર છો. તમે નિઃશંક થઈ સંસારનો ત્યાગ કર્યો છે. કામભોગ વિષ અને શલ્ય તુલ્ય છે. તેને મારા જેવો નિર્બળ કઈ રીતે છોડી શકશે?” ... ૭૩૦ મહારાજા શ્રેણિક અનાથી મુનિને પ્રદક્ષિણા કરી, મસ્તક નમાવી, વંદન કરી, તેમની ગુણ સ્તવના કરી પાછા પોતાના સ્થાને આવ્યા. મહારાણી તેમજ તેમના પુત્રો હલ-વિહલાદિ રાજકુમારોએ અનાથી મુનિને ચરણ સ્પર્શ કરી નમસ્કાર કર્યા. ... ૭૩૧ અનાથી મુનિ શુદ્ધ સંયમનું પાલન કરી કાળક્રમે સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિશિલાએ પહોંચ્યા. તેમણે મહારાજા શ્રેણિકને સાચો ધર્મ સમજાવ્યો. જિનેશ્વર ભગવંતે કહ્યું કે “મહારાજા શ્રેણિકનાં પૂર્વકૃત સંચિત ઘણાં કર્મો ક્ષીણ થયાં.” ... ૭૩૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ અધ્યયનમાં પરમાત્મા મહાવીર સ્વામી દ્વારા આ કથા કહેવાઈ છે. આ કથાનું શ્રવણ કરતાં પૂર્વકૃત પાપ કર્મોનો ક્ષય થાય છે. એવું કવિ ઋષભદાસ કહે છે. . ૭૩૩ દુહા : ૩૯ નરપતિ સમકિત પામીઉં, ત્રણ વર્ગ સાહ; અકર અન્યાય બંધન નહી, નીજ પરજા પાલેહ ... ૭૩૪ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ... ૭૩૫ ••• ૭૩૭ ... ૭૩૮ .. ૭૩૯ ••. ૭૪o અર્થ - મહારાજા શ્રેણિકે સમકિત પ્રાપ્ત કર્યું. તેમણે સંસાર પરિત બનાવી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોક પર વિજય પ્રાપ્ત કર્યો. તેમના રાજ્યમાં પરમ શાંતિ હતી. પ્રજાજનો પર આકરો કરવેરો અને દંડ ન હતા. તેમના શાસનમાં પ્રજા ખૂબ સુખી હતી. તેઓ પ્રજાનું પુત્રની જેમ જતન કરતા હતા. ... ૭૩૪ ચોપાઈઃ ૧ર શાલિભદ્ર ચરિત્ર પાલઈ સાધનિ શ્રેણિક રાય, દસઈ એક ઘડી આલઈ ઘાય; બંધન ફૂલિ નહી નર કોય, કર પીડા વિવાહિં હોય ગલાપાશ ન પાસઈ ચોર, કુંભ કંઠિ કામિની નઈ દોર; મારિ શબ્દ દિસઈ સોગઠઈ, દંડ ભલો નૃપ છત્રિ ઘટઈ પાટુ પ્રહાર વારઈ મહારાજા, શ્રાવ સુંપટ ચાંપઈ વરરાજ; ન કરઈ નર કો કરની ચોટિ, સીમંત કાય શ્રી મોઢઈ ઘોટિ ચાપી ન દીઈ બલદનિ આરિ, હું સઈ નાક વીંધાવઈ નારિ; નવિ ઝાલઈ નૃપ નિરધાર, ચૂડા કાજિ કરગ્રહઈ મણિઆર અસિંઉં રાજ શ્રેણિકનું સાર, વસઈ લોક જિહાં વરણ અઢાર; વડાઈ ભવ સઈ નર ત્યાંહિ, ગોયભદ્ર સરીખા નર જ્યાંહિ સાલિભદ્ર સરખા નર રહઈ, બત્રીસ નારિ આજ્ઞા સિરિ વહઈ; દેવ તણાં સુખ વિલસઈ તહી, અસ્યા ભોગ નરપતિનિ નહી એક દિવસ પરદેસી ત્યાંહિ, રત્નકંબલ લાવ્યો પુર માંહિ; રાજ ભુવનિ દેખાડઈ જઈ, મૂલ સવા લાખ ભાખઈ સહી રાય કહઈ નવિ જાય લીઉં, સવા લાખ કાંઈ હું ન દિઉં; વલ્યો નિરાસ થઈ તે જસિં પુરજન સિંખ્યા દેતા તસિં જા તું સાલિભદ્ર ઘરી સહી, રત્નકંબલ લેસઈ ગયે ગહી; સુણિ વચન આવ્યો નર ત્યાંહિ, સાલિભદ્ર ઘર સુંદર યાંહિ કહઈ વણિક કો છઈ અહી, નગરનાથ તો દીસઈ દુખી; લોકિ મોકલ્યો મુઝનિ અહીં, રત્નકંબલ લેસ્યો કે નહી કહઈ સુભદ્રા મન ઉલાસિ, રત્નકંબલ કેતાં તુમ પાસિ; વણિક કહઈ કિહાં લેસ્યો એક, જે પૂછો છો તુમ અનેક ... ૭૪૬ રત્નકંબલ મુઝ સોલ અમૂલ, સવા લાખ કઈ એવું મૂલ; બોલી માત ન અટકઈ દામિ, સોલ રત્ન મુઝ નાવઈ કામિ ••• ૭૪૧ ... ૭૪૨ ••• ૭૪૩ • ૭૪૪ ••• ૭૪૫ • ૭૪૭ (૧) શાલિભદ્ર ચરિત્ર : કથાકોષ પ્રકરણ, કથા નં. ૧૦, પૃ. ૧૫૪ થી ૧૮૧. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ .. ૭૪૮ • ૭૪૯ ... ૭૫૦ • ૭૫૧ ... ૭૫૨ • ૭૫૩ ... ૭૫૪ બત્રીસ રન હોય તો લઉં, બત્રીસ બહુનિ વિંહિંચી દીઉં તાહરાં સોલ લીલું તે વતી, આવ્યો હરખ ધરી તું અતી વીસ લાખ સોવન દેઈ કરી, રન સોલ લીધા મનિ ધરિ; ખંડ દોય કરી કરી દીઆ, તન લૂહી વહૂઈ નાખી અચિરજ પામ્યો વેચણહાર, ધિન ધિન સાલિભદ્ર અવતાર; રત્નકંબલ ઈમ નાખી દીઆ, નગરના એક નવિ લઈ શ્રેણિક ઘરી ચિલણા રૂએસ, બોલાવી નવઈ બોલઈ તેઅ; જાઉં પરહ તુમ કસ્યો વિવેક, રત્નકંબલ નવિ લીધું એક જાણિ શ્રેણિક તેણીવાર, વેગિ તેડડ્યો અભયકુમાર; રત્નકંબલ જોઈઈ ઘરિ નાર, જુઉ વેચાયા કેણઈ ઠારિ રત્નકંબલનો જાણી કામ, સાલિભદ્ર ઘરિ આવ્યો તામ; કુમર સુભદ્રા પાસિં માગિ, રત્નકંબલ આપો મૂલ લાગિ કહઈ સુભદ્રા મ કરીસ રીસ, ફાડી સોલ કરયાં બત્રીસ વહુઈ તનું લુછી નાખી, હુઆ ચિર માલિન જાય દી કુપ માંહિ નર જુઈ જસિં, ભરયો ગિરિણી દીઠો તસિં; પૂછિઉં ભૂષણ કિશાં વિસાલ, કહઈ સુભદ્રા સહુ નિરમાલ વસ્ત્ર ભૂષણ બહું પહેરમાં આજ, નાખઈ કાલિ નહી તેહનું કાજ; અભય કુમાર મનિ હરખ્યો ઘણું, કહ્યું સુખ નર દેવહ તણું આવી તાત કિં ભાખી વાત, રત્નકંબલ નિરમાલિ જ થાત; નિતિ ભૂષણ નાખી દઈ યાંહિં, રત્નકંબલ નાખ્યાં તેમાંહિ અગિરિજ પામ્યો શ્રેણિક રાય, ઘર જોવા હુઈ ઈછાય; અભયકુમાર ભાખઈ જઈ તહી, શ્રેણિક તાત પધારઈ અહી સબલ સજાઈ કીધી ઘણી, આવ્યો તિહાં રાજગૃહી ધણી; સાત પોલિ મુકિનિ ગયો, મંદિરમાં જઈ ઉભો રહ્યો રૂપા તણી બાંધી પીઠિકા, જોઈ આઘા ચાલ્યા તિહાં થકા; કનક ભોમિ દેખઈ ભૂપતિ, આરીસઈ ભીત્યો શોભતી આગલિ ચાલ્યો શ્રેણિક રાય, ઢાલ્યો કાચ અછઈ જેણઈ ઠાય; શ્રેણિક વસ્ત્ર ઉઘોરાં કરઈ, મનમાં જલની શંકા ધરઈ અભયકુમાર નાખઈ મુદ્રિકા, ધણધણાટ ઉઠઈ તિહાં થકાં; શ્રેણિક તાત ખુસી સિંહા થાય. સિંઘાસણિ જઈ બેઠો રાય •...૭૫૫ ૭૫૬ ••• ૭૫૭ ••• ૭૫૮ ૭૫૯ • ૭૬૦ ••• ૭૬૧ • ૭૬૨ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••• ૭૬૩ ••• ૭૬૪ ••. ૭૬૫ ••• ૭૬૭ ••• ૭૬૮ અનેક મિહિંતા દેખી કરી શ્રેણિક રાજા પૂછઈ ફરી; સાલિભદ્ર એહમાં કુણ હોય, કહઈ માતા એહમાં નહી કોય વેગિ સુભદ્રા તેડણિ ગઈ, સપ્ત ભોમિ તે આવી સહી; સાલિભદ્રનિ કહઈ ઉતરો, શ્રેણિક અહીઆ કણિ આવ્યો ખરે શ્રેણિક ભરો વખારિ જઈ, લાભ જઈ તવ વેચો સહી; માય કહઈ સ્યું બોલઈ બાલ, ઘરિ આવ્યો શ્રેણિક ભૂપાલ ઉતરયો સાલિભદ્ર તેણિ વાર, મુગટ કુંડલ મોતીનો હાર; જાયું કલ્પદ્રુમ એ ફલ્યો, દેવ રૂપ શ્રેણિક નિ મલ્યો દેખી હરખાઈ નર ભૂપાલમ હુંફિ આકલો હોય સુકુમાલ; શ્રેણિક કહઈ તુમે જાઉ ઠામિ, વસઈ રન અમારઈ ગામિ શ્રેણિક વખાણી પાછા ફરઈ, સાલિભદ્ર તવ સ્ત્રી પરિહરઈ; એહ વયરોગનું કારણ જોય, મુઝ મસ્તકિ વલી રાજા હોય અધમ જીવ હવડાં કે તાય, ચઢઈ રાશભનિ ઘોદા ખાય; જન્મ દરિદ્રી દાસ પારકા, નોઈ ઉભગા નર સિંહા થકા સાલિભદ્ર ઉત્તમ સંસારિ, છંડઈ નિત્ય અકેકી નારિ; એક દિન સિર સંચારઈ તેલ, ધના મસ્તકિ હુઈ જલ રેલિ પૂછઈ પુરુષ ફરી તેણી વાર, કવણ દૂષિં સૂઈ ઘર નારિ; કહઈ અબલા મુઝ બંધવ જેહ, નારિ એકએકી છેડઈ તેહ ધનો કહઈ હજી ન કરઈ ત્યાગ, હજી ન વસીઉં સુધ વયરાગ; વિલંબ કસ્યો જો છેટે છાંડવું, એ તો ડંબકપણું માંડવું નારિ કહઈ નર રણની વાત, લાગઈ રસ કહઈતાં અવદાત; આદરતાં તે નહી સોહિલું, તિમ નારી તજતાં દોહિલું ધનો કહઈ મિં મુકી આઠ, નારિ કહઈ છાંડો સ્યામાટ; હસ્તાં એમ કહિઉં તુમ ભણી, મુકી નવિ જઈય ધરધણી સીહ પચારયો ન વસઈ વાસિ, ધનો ગયો સાલીનિં પાસિ; સાલિભદ્રનિ તેડી કરી, વીર પાસી જઈ દિક્ષા વરી માસખમણ માંહિ નવિ જમાઈ, પાંચઈ ઈદ્રી પુરાં દમઈ; ફરતા ભમતા આવ્યા ધીર, રાજગૃહી વનમાંહિં વીર સાલિભદ્ર ધનો છઈ પુંઠિ, પુછઈ વીરનિ વેગિ ઉઠી; આજ પારણું કિહાં અમ હસઈ, જિન કહઈ તુમ માતા કરિ થઈ .. ૭૭૦ •.. ૭૭૧ • ૭૭ર ••• ૭૭૩ ... ૭૭૪ ૭૭૫ ... ૭૭૭ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ... ૭૩૯ સાલિભદ્ર ગયો નિજ ઘરિ, દ્વારપાલ બેઠાં બેહુ પરિ; દેખી દુબલો ઠલ્યો ત્યાંહીં, પઈસી ન સક્યો નિજ ઘરમાંહિ ... ૭૭૮ અર્થ - રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણિક સાધુ-સંતોની ખૂબ ધ્યાન રાખતા હતા. નગરમાં એક પળ પણ પ્રહાર-ઘા જેવા પ્રસંગો ઊભા થાય તો રાજા નિષ્ફળ કરતા. નગરજનોને કોઈ બંધન ન હતું. બધાં સ્વતંત્ર હતાં. લગ્ન પ્રસંગે હસ્તમિલાપ (હાથબંધન)નો પ્રસંગ આવતો. ... ૭૩૫ ચોરને ગળે ફાંસીનું બંધન ન બંધાતું. ફક્ત પનિહારીઓ પાણી ભરવા જતી ત્યારે ઘડાનાં કાંઠે દોરડાનું બંધન બાંધતી. સોગઠાબાજીમાં મારી’ શબ્દ બોલે તો તેને ઘણો દંડ ભરવો પડતો. . ૭૩૭ મહારાજા શ્રેણિકના રાજયમાં ગુનેગારને ચાંપવાની કે પાટુપ્રહાર કરી ઈજા પહોંચાડવાની મનાઈ હતી પરંતુ વરરાજા લગ્નપ્રસંગે ચોરીમાં પ્રવેશતાં માટીનાં કોડિયાંની જોડ(સંપુટ) પગ નીચે ચાંપીને જ પરણવા જતા. તેમના રાજ્યમાં સ્ત્રીઓ પર પતિ કદી હાથ ઉપાડતા નહીં. કોઈ ગર્ભવતી સ્ત્રી આત્મહત્યા (મોટું ઘટવું) કરતી નહીં. .. ૭૩૮ લોકો પશુધનનું પણ જતન કરતા. તેઓ બળદનાં શરીરે આરિ કે તીક્ષ્ણ હથિયાર ચાંપતા નહીં પણ સ્ત્રીઓ હોશેથી નાક, કાન આદિ વધવતી હતી. રાજા નિરાધાર અબળા નારીને હાથ પકડી રંજાડતા ન હતા. ફક્ત મણિયારો સ્ત્રીઓના હાથમાં ચૂડો પહેરાવવા તેમનો હાથ પકડતો હતો. રામ રાજ્ય જેવું સુખ મહારાજા શ્રેણિકના શાસનમાં હતું. ત્યાં અઢારે વર્ણના વિવિધ જ્ઞાતિના લોકો વસતા હતા. તેઓ જન્મથી જગૌરવશાળી હતા. ત્યાં ગોભદ્ર નામના શ્રેષ્ઠીવર્ય રહેતા હતા. ..૭૪૦ રાજગૃહી નગરીમાં (ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીના પુત્ર) શાલિભદ્ર નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની બત્રીસ આજ્ઞાંકિત નારીઓ હતી, જે પતિની આજ્ઞા અનુસાર કાર્ય કરતી હતી. શાલિભદ્ર પોતાની સાત માળની હવેલીમાં બત્રીસ સ્ત્રીઓ સાથે સ્વર્ગીય સુખો ભોગવતા હતા. ... ૭૪૧ એક દિવસ એક પરદેશી વેપારી રત્નકંબલ વેચવા નગરમાં આવ્યો. આ રત્નકંબલ અતિ કિંમતી હતા. “બહુમૂલ્ય રત્નકંબલ રાજા સિવાય કોણ વેચાતું લેશે.' એવું વિચારી વેપારી રત્નકંબલ લઈ સીધો રાજભવનમાં આવ્યો. તેણે પ્રત્યેક રત્નકંબલની કિંમત સવા લાખ રૂપિયા કહી.(એક રત્નકંબલ બનાવતાં બાર વર્ષ લાગતા હતા.) ... ૭૪૨ રત્નકંબલની આકરી કિંમત સાંભળી મહારાજા શ્રેણિકે ચેલણા રાણીને કહ્યું, “દેવી! આવું કિંમતી રત્નકંબલ આપણાથી ન લેવાય. (રાજ ભંડારમાં જે ધન છે તે પ્રજાનું ધન છે, તેના પર મારો કોઈ અધિકાર નથી) હું સવા લાખ રૂપિયા નહીં આપી શકું.” (આજના સત્તાધીશો શ્રેણિકરાજાને અનુસરી શકશે?) પરદેશી વેપારી નિરાશ થઈ રાજમહેલમાંથી પાછો વળ્યો. તે નગરની સડક ઉપર નિરાશ વદને જતો હતો ત્યારે નગરવાસીઓએ તેને શિખામણ આપી. .. ૭૪૩ નગરજનોએ વેપારીને કહ્યું, “તમે આ નગરના શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની હવેલીમાં જાવ. તે પ્રેમથી તમારી બધી રત્નકંબલો લઈ લેશે.” વેપારી ભાગ્ય અજમાવવા શાલિભદ્ર નામના ધનાઢય શ્રેષ્ઠીની હવેલીએ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' આવ્યો. તેની હવેલી (સાત માળની ઊંચી, વિશાળ) સુંદર હતી. ... ૭૪૪ પરદેશી વેપારી સુભદ્રા માતા પાસે આવ્યો. તેણે કહ્યું, “માતા! આ નગરમાં કોણ સુખી છે? નગરનાથ શ્રેણિક તો દુઃખી દેખાય છે. નગરજનોએ મને આપણી પાસે મોકલ્યો છે. હું ઘણી આશા લઈને અહીં આવ્યો છું. તમે રત્નકંબલ ખરીદશો કે નહીં?” .. ૭૪૫ સુભદ્રા માતાએ કહ્યું, “તારી પાસે કેટલાં રત્નકંબલો છે?” પરદેશી વેપારીએ તરત જ કહ્યું, “માતા!તમે વધુમાં વધુ એક રત્નકંબલ લેશો. તમે અનેક રત્નકંબલો માટે શા માટે પૂછો છો?... ૭૪૬ માતા! મારી પાસે સોળ રત્નકંબલો છે. એક રત્નકંબલની કિંમત સવા લાખ રૂપિયા છે.” (સુભદ્રા માતાને રત્નકંબલની કિંમત સાંભળી કોઈ આશ્ચર્ય ન થયું.) તેમણે વેપારીને કહ્યું, “હું પૈસાની ફિકર કરી અટકતી નથી પરંતુ સોળ રત્નકંબલો મને ઓછાં પડશે.” ... ૭૪૭ વેપારી! તારી પાસે બત્રીસ રત્નકંબલો હોય તો હું લઈ લઉં. મારી બત્રીસ પુત્રવધૂઓ છે. તે દરેકને એક એક વહેંચી આપીશ. તું અતિ હર્ષભેર આશા સહિત અહીં આવ્યો છે તો હું તને નિરાશ નહીં કરું. તારી પાસે રહેલા સોળ રત્નકંબલો તું મને આપ.” ... ૭૪૮ સુભદ્રા માતાએ વીસ લાખ રૂપિયા વેપારીને આપ્યા. તેમણે પ્રસન્નતાપૂર્વક વેપારી પાસેથી સોળ રત્નકંબલો ખરીદ્યાં. સુભદ્રા માતાએ પ્રત્યેક રત્નકંબલના બે ખંડ કરી પુત્રવધૂઓને વહેંચી આપ્યા. તેમણે આ રત્નકંબલો વડે શરીર લૂછયું. ત્યાર પછી રત્નકંબલો ફેંકી દીધાં. .. ૭૪૯ પરદેશી વેપારી આ જોઈને આશ્ચર્ય પામ્યો. (કિંમતી રત્નકંબલનો ફક્ત એક જ વાર ઉપયોગ કરી ફેંકી દેનાર આ શ્રેષ્ઠી કેવો શ્રીમંત હશે!) શાલિભદ્ર જેવા શ્રેષ્ઠી પુરુષનાં અવતારને ધન્ય છે ! નગરનાથે એક પણ રત્નકંબલ ન લીધું જ્યારે શાલિભદ્રની પત્નીઓએ શરીર (પગ) લૂછીને રત્નકંબલ ફેંકી દીધું.... ૭૫૦ મહારાજા શ્રેણિક એક પણ રત્નકંબલ ન લીધું તેથી રાજમહેલમાં ચલણા રાણી રીસાયા. રાજાએ તેમને મનાવવા ઘણાં પ્રયત્નો કર્યા, છતાં તે રાજા સાથે બોલવા તૈયાર જ ન હતા. રાણીએ છણકો કરતાં કહ્યું, “તમે મારાથી દૂર જાવ. તમે મગધેશ્વર થઈને પણ એક રત્નકંબલ ન લઈ શક્યાં? તમે પત્નીની એક ઈચ્છા પણ પૂર્ણ ન કરી શક્યા? શું તમારામાં આટલો વિવેક પણ નથી?' .. ૭૫૧ મહારાજા શ્રેણિકે ચેલણા રાણીના રીસાવાનું કારણ જ્યારે જાણ્યું ત્યારે તેમણે મહામંત્રી અભય કુમારને તેડાવી કહ્યું, “અભયકુમાર ! ચલણા રાણીને રત્નકંબલ જોઈએ છે. નગરમાં એક વેપારી રત્નકંબલ વેચવા આવ્યો છે. તે વેપારી રત્નકંબલ વેચવા નગરમાં ક્યાં ગયો છે?તેની તપાસ કરો.” .. ૭પર (સેવક દ્વારા તપાસ કરતાં) અભયકુમારે જાણ્યું કે રત્નકંબલો શાલિભદ્ર નામના શ્રેષ્ઠીવર્યને ત્યાં વેંચાયા છે. અભયકુમાર શાલિભદ્રના ઘરે આવ્યા. અભયકુમારે સુભદ્રામાતા પાસેથી રત્નકંબલ માંગતાં કહ્યું, “માતા ! રત્નકંબલની જે કિંમત હોય, તે કિંમત લઈને મને એક રત્નકંબલ આપો.” .. ૭૫૩ સુભદ્રા માતા બોલ્યા, “મહામંત્રીજી! તમે ખોટું ન લગાડશો. પરદેશી વેપારી પાસે ફક્ત સોળ જ રત્નકંબલો હતાં. મેં દરેક રત્નકંબલમાંથી બે-બે ટુકડા કરી મારી બત્રીસ પુત્રવધૂઓને આપી દીધાં છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ તેઓએ દેહ લૂછી ખાળમાં નાખી દીધાં છે. આ ત્યજાયેલાં વસ્ત્રો મહેતરાણીને આપવામાં આવે છે.” (અભયકુમારને આશ્ચર્ય થયું. આટલા કિંમતી વસ્ત્રો એક વખત તન લૂંછી ફેંકી દીધાં!) ... ૭૫૪ | (સુભદ્રમાતાએ ત્યજાયેલાં આભૂષણોના કૂવા તરફ જોવાનો સંકેત કર્યો) અભયકુમારે જોયું તો આખો કૂવો ઘરેણાંથી ભરેલો હતો. અભયકુમારે સુભદ્રા માતાને પૂછયું, “આટલાં બધાં કિંમતી આભૂષણો ક્યાંથી?'' સુભદ્રા માતાએ કહ્યું, “મંત્રીશ્વર ! આ બધાં આભૂષણો પુત્રવધૂઓ દ્વારા ત્યજાયેલાં છે.” ૭૫૫ આજે પહેરેલાં વસ્ત્રો, આભૂષણો બહુ પહેર્યા સમજી બીજે દિવસે (તેને નિરર્થક સમજી) ત્યજી દેવામાં આવે છે. મહામંત્રી અભયકુમાર શાલિભદ્રની સમૃદ્ધિ જોઈ મનમાં અત્યંત ખુશ થયા. તેમણે વિચાર્યું, કેવું અનુપમ સુખ ભોગવો છે, શાલિભદ્ર !' ... ૭૫૬ મહામંત્રી અભયકુમાર મહારાજા શ્રેણિક પાસે આવ્યા. તેમણે મહારાજાને બધી વાત કરી. અભયકુમારે કહ્યું. “પિતાજી! રત્નકંબલો નિરર્થક સમજી ત્યજી દેવામાં આવ્યા છે. જે કૂવામાં રત્નકંબલ ફેંકી દીધાં છે, ત્યાં નિત્ય પહેરેલાં આભૂષણો પણ બીજે દેવસે ફેંકી દેવામાં આવે છે.” ... ૭૫૭ મહારાજા શ્રેણિક આશ્ચર્યચકિત થયા. રાજગૃહીના શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની હવેલી જોવાની રાજાને ઉત્કંઠા થઈ. અભયકુમારે શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની હવેલીએ જઈ સુભદ્રા માતાને કહ્યું કે, “મહારાજા શ્રેણિક તમારી હવેલીએ પધારશે.” .. ૭૫૮ મગધેશ્વર શ્રેણિક રાજા આપણા ઘરે પધારે છે; એવું જાણી સુભદ્રા માતાએ સેવકો દ્વારા ઘરની સુંદર સજાવટ કરાવી. રાજગૃહીના મહારાજા હવેલીમાં આવી પહોંચ્યા. મહારાજા સાત પોળ છોડી શાલિભદ્રની હવેલીમાં જઈ ઊભા રહ્યા. .. ૭૫૯ હવેલીની પીઠિકા રૂપાથી બનાવેલી હતી. તે પારદર્શક હોવાથી મહારાજા દૂર ચાલ્યા. હવેલીનું ભોંયતળિયું સુવર્ણનું બનેલું હતું. હવેલીની દિવાલો કાચના અરીસાથી શોભતી હતી. ... ૭૬૦ મહારાજા શ્રેણિકે હવેલીમાં પ્રવેશ કર્યો. તેઓ આગળ ચાલ્યા. તેમની પાછળ મહામંત્રી અભયકુમાર ચાલ્યા. તે સ્થાનમાં નીચે કાચ ઢાળેલો હતો. મહારાજા શ્રેણિકને મનમાં શંકા થઈ કે “અહીં પાણી છે. તેથી તેમણે વસ્ત્રો ભીનાં ન થાય તે હેતુથી ઊંચા પકડવાં. બુદ્ધિનિધાન અભયકુમારે ચોકસાઈ કરવા પોતાની આંગળીમાંથી વીંટી ઉતારી નીચે ફેંકી. વીંટીના પડવાથી ખણખણાટનો અવાજ ઉત્પન થયો તેથી ખબર પડી કે “આ ભૂમિ છે.' મહારાજા શ્રેણિક અભયકુમારની આ ચેષ્ટા જોઈ ખુશ થયાં. તેઓ હવેલીના ચોથા માળે સિંહાસન ઉપર જઈ બેઠા.... ૭૬૨ હવેલીમાં અનેક લોકોને જોઈ મહારાજા શ્રેણિકે પૂછયું, “આ સર્વમાં શાલિભદ્ર કોણ છે?” સુભદ્રા માતાએ કહ્યું “અહીંશાલિભદ્ર નથી.” (મહારાજા શ્રેણિક શાલિભદ્રને મળવા માંગે છે એવું જાણી માતા સુભદ્રાએ તરત જ સાદ પાડી શાલિભદ્રને બોલાવ્યા. શાલિભદ્ર હવેલીના સાતમે માળેથી બહાર આવ્યા.) મહારાજા શ્રેણિક શાલિભદ્રને જોવા ઉત્સુક છે એવું જાણી માતા સુભદ્રા સ્વયં તેડવા ગયા. તેઓ હવેલીના સાતમે માળે પહોંચ્યા. તેમણે કહ્યું, ... ૭૬૧ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' .... ૭૬૪ “પુત્રશાલિભદ્ર ! નીચે ઉતરો. આપણા ઘરે (મગધના નાથ) શ્રેણિક આવ્યા છે.” દુન્યવી જ્ઞાનથી અનભિજ્ઞ શાલિભદ્રે કહ્યું, “માતા ! (મને શા માટે પૂછો છો?) શ્રેણિક(માલસામાન) આવ્યો છે તો તેને વખારમાં નાખો. જ્યારે વસ્તુના ભાવ વધશે, આપણને લાભ થશે ત્યારે તે બજારમાં વહેંચી દેશું.” માતાએ કહ્યું, “વત્સ! તું શુ બોલે છે? આપણા ઘરે મગધના નાથ, આપણા નાથ (૨વામી) પ્રજાપાલક મહારાજા શ્રેણિક આવ્યા છે.” ... ૭૬૫ (શાલિભદ્ર “નાથ', સ્વામી શબ્દથી ચોંક્યા.) તેઓ તરત જ નીચે આવ્યા. (કવિ શાલિભદ્રનાં સૌંદર્યનું વર્ણન કરે છે.) શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રના મસ્તકે સુંદર મુગટ હતો. કાનમાં રત્નજડિત કુંડળો હતાં. ગળામાં નવસરી સાચા મોતીની માળા શોભતી હતી. કલ્પવૃક્ષ જેમ વિકસિત થયું હોય તેમ શાલિભદ્રનું યૌવન સોળે કળાએ ખીલી ઉઠયું હતું. સ્વર્ગના કામદેવ સમાન શાલિભદ્ર મગધેશ્વરને મળ્યા. ...૭૬૬ શાલિભદ્રને જોઈ મહારાજા શ્રેણિક અતિ પ્રસન્ન થયા. મહારાજાએ શાલિભદ્રને પ્રેમથી આલિંગન કર્યું. શાલિભદ્ર અતિ સુકોમળ હોવાથી તે હૂંફથી આકુળવ્યાકુળ થઈ ઊઠયા. મહારાજા શ્રેણિકે આ જોયું. તેમણે તરત જ કહ્યું, “શાલિભદ્ર ! તમે તમારા આવાસ પાછા જઈ શકો છો. અમારા નગરમાં તમારા જેવા શ્રેષ્ઠી રત્ન વસે છે તે અમારા માટે ગૌરવનું સ્થાન છે.” ... ૭૬૭ મહારાજા શ્રેણિક શાલિભદ્રની શ્રીમંતાઈની પ્રશંસા કરતા રાજમહેલમાં પાછા ફર્યા. બીજી બાજુ મારા માથે નાથ(સ્વામી)? આ શબ્દો સાંભળી શાલિભદ્રએ પોતાના આત્માના માલિક બનવા સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો તેથી પોતાની એક-એક પત્નીનો તેમણે પ્રતિદિન ત્યાગ કર્યો. મારા મસ્તકે “નાથ” હોય? “નાથ” શબ્દ શાલિભદ્રના વેરાગ્યનો કારણ બન્યો. ... ૭૬૮ વર્તમાન કાળે કેટલાંક અધમ-નઠારાં જીવો છે, જેઓ ગધેડા પર ચઢી ઠોંસા ખાય છે. તેઓ જન્મથી જ દરીદ્રી, સેવક બની અપમાનિત, હડધૂત કે ડફણાં ખાવા છતાં ત્યાંથી ઊભા થતા નથી.... ૭૬૯ શાલિભદ્ર આ સંસારમાં ઉત્તમ પ્રકારના માનવ હતા. તેમણે નિત્ય એક એક સ્ત્રીનો ત્યાગ કર્યો. એક દિવસ કાકંદી નગરીમાં વસતા(શાલીભદ્રના બનેવી) ધના શ્રેષ્ઠીને તેમની પત્ની સુભદ્રા માથામાં તેલ નાખી માલિશ કરતી હતી. ત્યાં અચાનક ધનાજીના માથામાંથી પાણીની ધારા વહી. ... ૭૭૦ ધનાજીએ માથું ઊંચું કરી પાછળ ફરી જોયું તો પોતાની પત્ની સુભદ્રાની આંખોમાં અશ્રુની ધારાઓ વહેતી હતી. તેમણે પત્નીને પૂછયું, “વામિની! તમને શું દુ:ખ પડ્યું? તમે શા માટે રડો છો?" સુભદ્રાએ કહ્યું, “આર્યપુત્ર! શું કહું મારો એકનો એક બાંધવ જેને વૈરાગ્ય ઉત્પન થયો છે તે રોજ એક-એક પત્નીનો ત્યાગ કરે છે. તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરશે.” ..૭૭૧ ધનાજીએ કહ્યું, “દેવી! તમારા ભાઈને હજી સાચો વૈરાગ્ય ઉત્પન થયો નથી. જો પ્રબળ વેરાગ્ય જાગે તો વિલંબ શાનો? એક એક કરીને છોડવું એ તો નર્યો દંભ કે ઢોંગાણું કરવા સમાન છે. (જેને છોડવું જ છે તો એક ઝાટકે જ છોડી દેવું જોઈએ. ધીરે ધીરે છોડવું એ કાયરતા છે.)” સુભદ્રાએ પતિને મહેણું મારતાં કહ્યું, “આર્યપુત્ર! સ્ત્રીનો ત્યાગ કરી સંયમિત થવું રણમાં જઈ યુદ્ધ કરવા સમાન મર્દાનગીની વાત છે. નાથ ! કથા કહેતાં રસ ઉત્પન્ન થાય છે પરંતુ આચરણ કરવું અતિ કઠિન ... ૭૭૨ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ••. ૭૭૩ છે, તેમ પત્નીનો ત્યાગ કરવો પણ દુષ્કર છે.” ધનાજીએ પત્નીને પડકાર ફેંકતા કહ્યું, “દેવી! મેં આજથી તમારા સહિત આઠે નારીઓનો આ ક્ષણે જ ત્યાગ કર્યો બસ!” (સુભદ્રાને પોતાની ભૂલ સમજાઈ) તેમણે પતિને વિનંતી કરતાં કહ્યું, “વામી! તમે અમને શા માટે ત્યાગો છો? નાથ! મેં તમને વાર્તા-વિનોદ કરતાં હસતાં હસતાં કહ્યું છે. હવામી! તમે માઠું લગાડી અમને છોડીને ન જાવ.” .. ૭૭૪ જેમ સિંહ અપમાનિત થતાં તે સ્થાનમાં રહેતો નથી, તેમ ધનાજી પણ સુભદ્રાના મહેણાથી (જાગૃત બની) ક્ષણવારમાં મહેલ, સ્ત્રી ઈત્યાદિ છોડી ચાલ્યા. તેઓ શાલિભદ્રની હવેલીએ આવ્યા. તેમણે શાલિભદ્રને બૂમ પાડી) શાલિભદ્રને સાથે લઈ ધનાજી ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમની પાસે પ્રવજિત થયા. (મહારાજા શ્રેણિક રવયં શાલિભદ્રના રથના છડીદાર બન્યા!) .. ૭૭૫ તેમણે માસક્ષમણની તપશ્ચર્યા કરી હોવાથી ભોજનનો ત્યાગ કર્યો તેમજ પાંચે ઈન્દ્રિયો પર નિયંત્રણ કર્યું. તપસ્વી અને ધૈર્યવાન મુનિઓ ગ્રામાનુગ્રામ વિહાર કરી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં જ્યાં ભગવાન મહાવીર સ્વામી હતાં ત્યા પધાર્યા. ... ૭૭૬ શાલિભદ્ર મુનિ અને તેમની પાછળ ધનાજી મુનિ આ બંને શ્રમણોએ ભગવાન મહાવીર સ્વામીને ઊભા થઈ બે હાથ જોડી પૂછયું, “ભંતે! અમારું આજે માસક્ષમણનું પારણું ક્યાં થશે?” ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “તમારી માતાના હાથે તમારું પારણું થશે.” .. ૭૭૭ શાલિભદ્રમુનિ માસક્ષમણના ઉપવાસના પારણા માટે ગોચરી વહોરવા પોતાની હવેલીએ આવ્યા. હવેલીના બારણે ચારે બાજુ ઘણા દ્વારપાળો ચોકી કરતા હતા. શાલિભદ્ર મુનિનું શરીર અત્યંત દુર્બળ બન્યું હતું તેથી દ્વારપાળો તેમને ઓળખી ન શક્યા. તેમણે મુનિને હડસેલ્યા. શાલિભદ્ર પોતાની હવેલીમાં પ્રવેશી ન શક્યા. (શ્રી વીર પ્રભુ, શાલિભદ્ર અને ધન્ય મુનિ અહીં પધાર્યા છે તેથી વંદન કરવા જવાની ઉતાવળમાં સુભદ્રા માતાનું ધ્યાન ગયું નહીં. પત્નીઓ તૈયાર થતી હતી.) •.. ૭૭૮ દુહા ઃ ૪૦ મણિ કંચન રનિંભરયું, સાલિભદ્ર ઘર સાર; સિર ઠાકુર જાણી કરી, મુકઈ નિજ પરિવાર તપ સંયમ નવિ આદરઈ, સાલિભદ્ર કહઈ તાપ; તુલ પાણિ પગ સારિખા, નરના દાસ જ થાય ... ૭૮૦ સાલિભદ્ર સુંદર સુખિ, તાપ ખમ્યો નવિ જાત; અસઈ અસ્યો તપ આદરયો, નવિ લિખતી માત ••• ૭૮૧ અર્થ - શાલિભદ્રની હવેલીમાં ઉત્તમ ચિંતામણિ રત્ન, સુવર્ણ, હીરા આદિ હતા. પોતાના માથે ઠાકુરનાથ છે' એવા શબ્દોથી તેમણે પરિવાર, ઘર, કુટુંબ આદિનો ત્યાગ કર્યો. ... ૭૭૯ શાલિભદ્ર સંસારમાં હતા ત્યાં સુધી કદી તપશ્ચર્યા કે યમ-નિયમ કર્યા ન હતા. તેઓ કદી પોતાની (૧) કથા પ્રબોધિકાઃ પૃ. ૧૨૭. • ૭૭૯ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” ... ૭૮૨ હવેલીમાંથી બહાર નીકાળ્યા ન હતા તેથી દુઃખ, તાપ કેવાં? તેની સમજ ન હતી. તેમના પગ ગાદી જેવા પોચાં અને નરમ હતાં. તેમની આસપાસ અનેક નોકરો ફરતા હતા. . ૭૮૦ શાલિભદ્ર સોહામણા, સુકોમળ અને સુખી હતા. સંયમના પરિષહો તેમનાથી સહન થતાં ન હતાં. તેમાં પણ માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યાના કારણે તપના તાપથી દેહ કાંતિ કરમાઈ ગઈ. શરીરે દુર્બળતા આવી, કાયાકુશ બની ગઈ તેથી માતા પણ પુત્રને ઓળખી શકી નહીં. ... ૭૮૧ ઢાળ : ૩૧ શાલિભદ્રનો પૂર્વભવ : સંગમ સાલિભદ્ર મોહ્યો સિધિ રમણી રસિં એ દેશી. નવિ ઉલખતી માતા પૂતનિ રે, પાછો લઈ ઋષીરાય; મલતી સાતમી એક મહીઆરડી રે, પૂરવ ભવની તે માય નવી ઉલખતી માતા પૂતનિ ... એ આંચલી સાલિભદ્ર દેખી માતા મોહ ધરઈ રે, લ્યો હવામી મહી દૂધ; ભાવ લહીનિં વિહરઈ યુનિવર્ રે, કરતો આહાર તે સુધ .. ૭૮૩ નવિ. વિર જિનિ વાંદી સાલિભદ્ર પૂછતો રે, મુઝનિ ન દીઉં કાંઈ માય; જિન કહઈ મહીડું તુઝનિ જ દીઈ રે, પુરવ ભવ જનની તે થાય ... ૭૮૪ નવિ. પૂરવ ભવિ તું હુંતો નાનડો રે, ચારતો વનમાંહિ ગાય; વાત સુણતાં અન્ય ગોવાલિયાનિ રે, હુઈ તુઝ ખીર ઈછાય ૭૮૫ નવિ. જઈ જાચંતો જનની કિં વલી રે, રુદન કરઈ તવ માય; ઉનડું દીઠાં માસ થયા ઘણા રે, પુરૂં કિમ ખીર ઈછાય ... ૭૮૬ નવિ. ચાર પડોસણિ તુઝનિ તિહાં દીઈ રે, ચોખા ધૃત ખંડ દૂધ; ખીરની પાઈ થાલ ભરી દીઈ રે, તવ મનિ હુઈ તુઝ યુધ .. ૭૮૭ નવિ. કોઈક અતીથી જો આવઈ ઈહાંસરો રે, હું દેઈ જમું ખીર; કરમ યોગિ તવ પુરું થયું આઉખું રે, છૂટું તાહરું શરીર . ૭૮૯ નવિ. ગોઈભદ્ર સેઠ તણાઈ ધરિ ઉપનો રે, સાલિભદ્ર તાહર્રે નામ; બત્રીસ નારિ નવલી વરયો રે, રૂપિં હરાવઈ રે કામ ...૭૯૦ નવિ. ગોઈભદ્ર મરણ લહી હુઈ દેવતા રે, તેહનિ તુઝ પરિ નેહ; નિત્ય નવાણું પેટી સુર દીઈ રે, પૂરવ પુચ તુઝ એહ . ૭૯૧ નવિ. તેત્રિસ પેટી ભૂષણ આભારણિ ભરી રે, તેત્રીસ પેટી રે ચીર; તેતરીસ પેટી તિહાં ખાયમ ભરી રે, વાવરી સાલિભદ્ર વીર . ૭૯૨ નવિ. સિરી ઠાકુર જાણીનિ તું પણિ નીસરયો રે, ગોચરી નગરમાં જાય; સનેહ ધરી તુઝ મહીડું આપીઉં રે, એ તુઝ પૂરવ માય. ... ૭૯૩ ૧૦ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ •. ૭૯૪ ૧૦ વીર વચન સાંભળતાં વયરાગ આવીઉં રે, દુખીઆ જીવ સંસારિ; સાલિભદ્ર ધનો વૈભારગિરિ રે, અણસણ કરઈ તેણેિ હારિ. સાલિભદ્ર માતા બત્રીસ વહુ સ્યું રે, વંદઈ આવી રે વીર; પ્રેમ કરીનિ પૂછઈ તિહાં કણિ પ્રેમદા રે, કિહાં ગયો સાલિભદ્ર ધીર.... ૭૯૫ ૧૦ વીર કહઈ તેણેિ બેહુઈ અણસણ આદરયું રે, વૈભારગિરિ જ્યહિં; વેગિં ચાલી તિહાં કણિ આવતાં રે, સાલિભદ્ર વંધો હો તાંહિ. ... ૭૯૬ ૧૦ નયણ વિકાસી નિરખઈ તિહાં કણિ મયનિ રે, ધરયો કાંઈ નારિનો નેહ; ગયો સરવારથસિદ્ધિ વિમાનિ તે સહી રે, ધનો પણિ તિહાં પોહચેહ.... ૭૯૭ ૧૦ ધન્ય સાલિભદ્ર સરીખા તિહાં વિવહારીયા રે, વસઈ રાજગૃહીમાંહિં; ઋષભ કહઈ બીજા લોક વસઈ બહુ રે, રાજા શ્રેણિક ત્યાંહિ. ... ૭૯૮ ના અર્થ:- ઉગ્ર તપસ્વી શાલિભદ્ર મુનિને દેહકાંતિના વિલયથી ભદ્રામાતા ઓળખી શક્યા નહીં. શાલિભદ્ર મુનિ પાછા વળ્યા. રાજ માર્ગ પર (ઈરિયા સમિતિનું પાલન કરતા) શાલિભદ્ર મુનિ જઈ રહ્યા હતા. ત્યારે તેમને સામે એક મહિયારી મળી; જે તેમની પૂર્વભવની માતા હતી. ... ૭૮૨ માતા પુત્રને ઓળખતી ન હતી પણ શાલિભદ્ર મુનિને (પૂર્વભવના સ્નેહ સંબંધથી) મહિયારીને મુનિરાજ પ્રત્યે પ્રેમ ઉતપન થયો. મહિયારીએ મુનિરાજને ભાવપૂર્વક નિર્દોષ અને સુઝતાં દૂધ અને દહીં વહોરાવ્યા. શાલિભદ્ર મુનિએ ઉપાશ્રયમાં જઈ નિર્દોષ આહાર વાપરી માસક્ષમણનું પારણું કર્યું.... ૭૮૩ ત્યાર પછી શાલિભદ્ર મુનિ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમને વંદન-નમસ્કાર કરી (પોતાની શંકાનું સમાધાન કરવા) પૂછ્યું, “ભંતે! આજે હું વહોરવા માટે સુભદ્રા માતાના ઘરે ગયો ત્યારે માતાએ મને આળખ્યો નહીં તેથી મને આહારાદિ કાંઈ ન આપ્યું.' ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “જેમણે તને દહીં-દૂધ વહોરાવ્યા તે જ તારી પૂર્વભવની માતા છે. ... ૭૮૪ પૂર્વ ભવમાં તું નાનો હતો ત્યારે વનમાં ગાયો ચરાવવા જતો હતો. તારી સાથે તારા મિત્રો પણ હતા.(કોઈ તહેવારનો દિવસ હોવાથી મિત્રોના ઘરે ખીર બની હતી. તેઓ ખીરના ભોજનની વાતો કરતા હતા) અન્ય ગોવાળિયાઓની વાતો સાંભળી તને પણ ખીર ખાવાની ઈચ્છા થઈ. ... ૭૮૫ તે માતા પાસે જઈ ખીરની માંગણી કરી. (માતાએ તેને સમજાવ્યો. તું નાનો હોવાથી હઠ કરી વારંવાર ખીરની માંગણી કરવા લાગ્યો.) ગરીબ બિચારી માતા ક્યાંથી ખીર લાવે? તેથી તે રડવા લાગી. માતાએ પોતાની વ્યથા દર્શાવતાં કહ્યું, “દીકરા! ગરમ સાદી રસોઈ બનાવ્યાને પણ ઘણા મહિનાઓ વીતી ગયાં છે, ત્યાં તારી ખીર ખાવાની ઈચ્છા હું કેવી રીતે પૂર્ણ કરું?" ... ૭૮૬ (બાળક પણ રડવા લાગ્યું. બાળકના રડવાનો અવાજ સાંભળી) આસપાસની પડોશણો ભેગી થઈ ગઈ. તેમણે ચોખા, ખાંડ, ઘી અને દૂધ આપ્યાં. માતાએ ખીર બનાવી. એક થાળીમાં ખીર ભરી ઠારી. ત્યારે અચાનક તને મનમાં એક શુદ્ધ વિચાર આવ્યો. ... ૭૮૭ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' જો કોઈ અતિથિ-સાધુ મહાત્મા અત્યારે અહીં પધારે તો હું તેમને પ્રથમ વહોરાવીને પછી ખીર જમું.” તારી સાચી ભાવનાથી (મનોરથ પૂર્ણ થતાં) તે સમયે માસક્ષમણના તપસ્વી મુનિરાજે તારા ઘરે ધર્મલાભ કહ્યો. ... ૭૮૮ તું હર્ષભેર ઊભો થયો. તે તેમનો ખૂબ વિનય કરી આદર સત્કાર કર્યો. તે તપાવી શ્રમણને ભાવપૂર્વક ખીર વહોરાવી. (તેં સુકૃતની ખૂબ અનુમોદના કરી.) ભાગ્ય યોગે તારું આયુષ્ય પૂરું થયું. તારો જીવ આ દેહ છોડી ચાલ્યો ગયો. .. ૭૮૯ બીજા ભવમાં તું રાજગૃહી નગરીના ગોભદ્ર શેઠને ત્યાં જન્મ્યો. તારા માતા પિતાએ તારું નામ શાલિભદ્ર” રાખ્યું. દેવાંગનાઓ જેવી સૌંદર્યવાન બત્રીસ કન્યાઓ સાથે તારું પાણિગ્રહણ થયું. તેને કામદેવના રૂપને હરાવે તેવું અપાર સૌંદર્ય પ્રાપ્ત થયું. ... ૭૯૦ થોડા સમયમાં તારા પિતા ગોભદ્ર શેઠનું અવસાન થયું. તેઓ સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમને તારા પ્રત્યે અતિશય અનુરાગ હતો. તે દેવ નેહવશ નિત્ય નવાણુ પેટી સ્વર્ગમાંથી આ ધરતી ઉપર તારી હવેલીમાં મોકલતા હતા. તેનું મુખ્ય કારણ તારું પૂર્વભવનું પુણ્ય હતું. .. ૭૯૧ દેવતને નિત્ય તેત્રીસ પેટી દિવ્ય રેશમી વસ્ત્રોની, તેત્રીસ પેટી કિંમતી આભૂષણોની અને તેત્રીસ પેટી મેવા-મીઠાઈઓની ભરી સ્વર્ગમાંથી મોકલતા હતા. તે પરાક્રમી શાલિભદ્ર! તું નિત્ય તેનો ઉપયોગ કરતો હતો. ... ૭૯૨ તારી પાસે કુબેર જેવી સમૃદ્ધિ હતી પરંતુ “ઠાકુર-નાથ' શબ્દ સાંભળીને તું સાવધાન થયો. તે સ્વયંના નાથ બનવા આ અપાર વૈભવને ક્ષણવારમાં લાત મારી ત્યાગ કર્યો. તું ભિક્ષા લેવા નગરમાં ગયો ત્યારે તને નેહપૂર્વક મહી વહોરનાર તારી પોતાની પૂર્વભવની જનેતા હતી.” પ્રભુનાં મુખેથી પોતાની આપવિતી સાંભળી શાલિભદ્ર મુનિનો વૈરાગ્ય વધુ દઢ બન્યો. આ જગતના સર્વ જીવો (કર્મ સત્તાથી) લાચાર અને દુઃખી છે. (મારે કર્મ સત્તાને જીતી મારા આત્માને સર્વ શ્રેષ્ઠ ઠાકુર=સિદ્ધ ભગવંત બનાવવો છે.) કર્મ સત્તાને તોડવા શાલિભદ્રમુનિ અને ધન્યમુનિએ વૈભારગિરિ પર્વત ઉપર આવી ત્યાં અનશન વ્રત ગ્રહણ કર્યું. ... ૭૯૪ શાલિભદ્ર મુનિની માતા સુભદ્રા પોતાની બત્રીસ પુત્રવધૂઓની સાથે ભગવાન મહાવીર સ્વામીના દર્શન-વંદન કરવા આવ્યા. શાલિભદ્રની યુવાન પત્નીઓએ પ્રભુને વંદન કરી વિનયપૂર્વક પ્રેમથી પૂછ્યું, પ્રભુ! પૈર્યવાન અને પરાક્રમી એવા શાલિભદ્ર મુનિ ક્યાં છે?' ... ૭૯૫ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “શાલિભદ્ર મુનિ અને ધનાજી મુનિએ વૈભારગિરિ પર્વત ઉપર જઈ અનશન વ્રત આદર્યું છે.” સુભદ્રા માતા પોતાની બત્રીસ પુત્રવધૂઓ સાથે ઝડપથી વૈભારગિરિ પર્વત પર આવ્યા. તેમણે ગિરિરાજ પર પહોંચી બંને શ્રમણોને ભાવપૂર્વક વંદના કરી. ... ૭૯૬ (શાલિભદ્ર મુનિની માતાએ તથા પત્નીઓએ રડતાં રડતાં તેમને શાતા પૂછી) શાલિભદ્ર મુનિએ પરિચિત સ્વર સંભળાતાં નયનો ખોલ્યાં. માતા સહિત પત્નીઓને જોઈ મનમાં પત્નીઓ પ્રત્યે કંઈક અનુરાગ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ઉત્પન થયો તેથી શાલિભદ્ર મુનિ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ધનાજી અણગાર પણ સંથારો પૂર્ણ થતાં તે જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. . ૭૯૭ ધન્ય છે પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી શાલિભદ્ર મુનિને! રાજગૃહી નગરીમાં તે સમયે શાલિભદ્ર જેવા અપાર ઐશ્વર્યવાન શ્રેષ્ઠી વર્થ રહેતા હતા. કવિ ઋષભદાસ કહે છે કે, રાજગૃહી નગરીમાં જ્યાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા ત્યાં શાલિભદ્ર જેવા બીજા પણ શ્રેષ્ઠીઓ પણ રહેતા હતા. . ૭૯૮ દુહા : ૪૧ રાજ કરઈ શ્રેણિક તિહાં, નહી ભઈ કસ્યો લગાર; વસઈ લોક ગુણવંતા તિહાં, નરનારી નહી પાર. ... ૭૯૯ ૧૦ અર્થ - આવી અઢળક સંપત્તિ હોવા છતાં મહારાજા શ્રેણિકની નગરીમાં વસતા શ્રેષ્ઠીવર્યો નિર્ભય હતા. ત્યાં કોઈ પણ પ્રકારનો ભય ન હતો. તે નગરીના લોકો ગુણવાન હતા. રાજગૃહી નગરીમાં પ્રાય:શાંતિ હોવાથી તે સમયે ગીચ વસ્તી હતી. ... ૭૯૯ ચોપાઈ : ૧૩ મહાકપણ મમ્મણશેઠ પાર ન પામું પુરજન તણો, નગરી વાસકહું અતિ ઘણો; એક નાલિંદા પાડામાંહિ, સાઢી બાર કુલ કોડિ ઘર ત્યાંહિ ... ૮૦૦ એક વ્યાપાર તણા કરણાર, જેહ નંઈ ઘરિ સો નર સાર; એહનિ કુલ કહીઈ છઈ જોય, કહઈ ત્રણ પેઢી જસ ઘરિ હોય એ નાલંદા પાડો યાંહિ, વલી કહું રાજગૃહી માંહિં; બહુ ઠામ થઈનિ કહઈ, ચઉદ ચોમાસાં જિનવર રહઈ .. ૮૦૨ વલી શ્રેણિકના નગર મઝારિ, મુમણ સેઠ વસઈ તેણઈ ઠારિ; એક સહસઈ વાણોત્તર સહી, ઘરની ઋષી ન જાય કહી ... ૮૦૩ દાન્ય પુન્ય નહી વસ્ત્ર સુસાર, ચોલા બરટીનો કરઈ આહાર; લોભી તે લખ લખતો ફરઈ, એક દિન તઈ પુરિ સંચરઈ ગાઈ મેઘ ગરજઈ વરસાત, અતિ વીજલી તિહાં બહુ થાત; ગોખિં ચિલણા બેઠી તસિં, શ્રેણિક આગલિં બોલઈ અહિં રવાની તાહરા નગર મઝારિ, દુખીઆં બહુ દીસઈ નરનાર; આણી વેલાં દુખીઉં કોય, જલમાં નગન ફરતો જાય ભૂíિ જણ દોડાવ્યા સહી. મુમણનિં તવ આહ્યો રહી; કાલો ઊંચો જાણે કાલ, દો રડીઈ બાંધ્યો મહુઆલ •.• ૮૦૭ એક લંગોટો ઘાલ્યો હેઠિ, ખાંધિ કોહાડો કીધો સેઠિ; શ્રેણિકિં બોલાવ્યો ત્યાંહિ, કુણિ પેઠો જલમાંહિ ••• ૮૦૮ • ૮૦૪ • ૮૦૫ • ૮૦૬ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સ્વામી મુઝ જોઈઈ બલદીયા, શ્રેણિક કહઈ મિં જા તુઝ દિયા; સખરા હોય તે છોડી લીઉ, પણિ આતનિં દુખ મય દીઉ સેવક કહઈ એસ્યા બલદીયા, મિં મુઝ મંદિર કંચનના કીયા; જડિયાં રત્ન લાધઈ પાર, હું મુમણ મુઝ ઋષિ અપાર શ્રેણિક કહઈ તું ઈમ કાં ફરઈ, ભલાં વસ્ત્ર કાં નવિ આદરઈ; મુમણ કહઈ જવ પહેરૢ વસ્ત્ર, જાણું દીલિં લાગાં શસ્ત્ર ચોખા દાલિ જમું જો ઘીઅ, દુખઈ પેટ તો આખઈ દીહ; સપ્યા લાગઈ કાંટા જસી, માહરઈ ભોમિ તે મનમાં વાસી મુઝને લેવો તણો સભાવ, રનિં ડોલીઆ જડીઆ સાવ; એક રત્ન જોઈઈ પુરધણી, તેણે કારણિ પેડો જલ ભણી કહઈ રાય રયણ તુઝ દીઉં, સએઠ કહઈ હું નવિ લીઉં; મહારા રતન અમૂલિક બહુ, આવો થિર દેખાડું સહુ શ્રેણિક સેઠ તણઈ ઘરિ ગયો, સાત પોલિ દેખી ગહે ગહ્યો; આરીસા દીસઈ બહુ પાશ, જાણે શાલિભદ્ર આવાસ ભોમિઁ ભુહિરું હુઉં જ્યાંહિ, શ્રેણિક સેઠ ઉતરીયા ત્યાંહી; વૃષભ ચ્યાર સોનાના ઘડચા, દીઠા સાવ રયણ મઈ જડચા અરિચ પામી વલીએ રાય, વાંધા વીર જિજ્ઞેસર જાય; પુછિ મુમણ સેઠની વાત, ધન ઝાતૂં એ કાં નવિ ખાત વીર કહઈ પુરવ ભવ જ્યાંહિ, મુમણ શ્રાવક હું તો ત્યાંહિં; લહેણઈ લાડુ આવ્યો જસઈ, ઘરમાં સાધુ પોહતા તસઈ ભાવિં લાડુ આખો દીધ, આપી પશયાતાપ તે કીધ; પાડોસી ખાતાં જવ વખાંણિ, તિ વારઈ મન વણઠું તસ જાણિ હાય હાય મતિ મહારી બલી, આખો લાડુ આપ્યો વલી; કરમનો કાઢ્યો આવ્યો યતી, દેતાં મુઝ તે ન રહિઉ રતી પામી મરણ મુમણ તે થાય, પામ્યો ધન તે ખાધું નવિ જાય; મેલિ મરસી જાસિ હેઠિ, નરગ પડેસે મુમણ સેઠિ પુછિ શ્રેણિક પાછો વલઈ, મન ચિંતવ્યા જ મનોરથ ફલઈ; રાજગ્રહી નગરીનો વાસ, વરણવતો કવિ ઋષભદાસ અર્થ :મહારાજા શ્રેણિકના સમયમાં રાજગૃહી નગરી વૈભવશાળી હતી. મહારાજા પણ ધર્મપ્રિય હતા. તેથી સ્વાભાવિક જ લોકોની અપાર વસ્તી ત્યાં હતી. (નગરમાં બહારગામથી આવીને પણ ઘણા લોકોએ ૮૨૨ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ For Personal & Private Use Only .. ૮૦૯ ... ૮૧૧ ૮૧૦ .... ... ૮૧૩ ૮૧૨ ... ૮૧૪ ૮૧૫ ... ૮૧૬ ... ૮૧૭ ૮૧૮ ... ૮૧૯ ... ૮૨૦ ... ૮૨૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ વસવાટ કર્યો હોવાથી) અહીં વિપુલ જનસંખ્યા હતી. કવિ ત્યાંની વસ્તી વિશે કહે છે કે, રાજગૃહી નગરીના એક નાલંદાપાડા વિસ્તારમાં જ સાડાબાર ક્રોડ ઘરો હતા. ...૮૦૦ નાલંદાપાડાના કોઈ એક વ્યાપાર કરનારના ઘરમાં એકસો માણસો સાથે રહેતા હતા. (અહીં પરિવારજનો પ્રત્યે સંપ, સહકાર અને સંયુક્ત ભાવનાના દર્શન થાય છે.) એમની ત્રણ પેઢીઓ સંપથી એક જ ઘરમાં એકત્રિત રહેતી હતી. ... ૮૦૧ આવી ગીચ વસ્તીવાળું નાલંદાપાડા ક્ષેત્ર અને વૈભવશાળી રાજગૃહી નગરી આ બને સ્થાનોમાં મળીને ચૌદ ચાતુર્માસ ભગવાન મહાવીર સ્વામી રહ્યા હતા. ... ૮૦૨ મહારાજા શ્રેણિકની રાજગૃહી નગરી વિવિધતાઓથી ભરપૂર હતી. આ રાજગૃહી નગરીમાં મમ્મણ શેઠ નામના કંજૂસ શિરોમણિ ધનાઢય શ્રેષ્ઠી પણ રહેતો હતો. તેના ઘરે એક હજાર વાણોત્તર (ગુમાસ્તા) હતા. તેના ઘરની સમૃદ્ધિ કહી ન શકાય તેટલી અપાર હતી. ..૮૦૩ તેની પાસે અપાર સંપત્તિ હોવા છતાં ન કદી દાન-પુણ્ય કરતો કે ન કદી સારાં વસ્ત્રો પહેરતો. તે દરરોજ ચોળા અને બરટી જેવો તુચ્છ અસાર આહાર કરતો. તે અતિશય લોભી હોવાથી અને મન અસંતુ રહેવાથી બબળાટ કરતો ફરતો રહેતો. એક દિવસ નદીમાં મોટું પૂર આવ્યું ત્યારે તે લાકડાં લેવા ગયો..૮૦૪ તે સમયે આકાશમાં ભયંકર મેઘ ગર્જના થતી હતી. ગગનમાં ભારે વીજળી ચમકતી હતી. અનરાધાર વરસાદ વરસતો હતો. તેવા સમયે મહેલના ઝરૂખામાં ચલણા રાણી અને મહારાજા શ્રેણિક બેઠાં હતા. રાણીએ વીજળીના ચમકારામાં નદી તરફ જતાં કોઈ વ્યક્તિને જોયો. રાણીને દુ:ખ થયું. તેમણે મહારાજાને કહ્યું. ...૮૦૫ રવામીનાથ! તમારા રાજ્યમાં ઘણા લોકો દુઃખી હોય તેવું દેખાય છે (મેઘગર્જના અને વીજળીના ચમકારા થઈ રહ્યા છે, મુશળધાર વરસાદ વરસે છે, નદીમાં ભયંકર પૂર આવ્યું છે.) આવી ભયંકર વેળાએ મેં કોઈ દીન-દુઃખી વ્યક્તિને નદીના પૂરમાં અલ્પવસ્ત્રમાં ફરતો જોયો.” ..૮૦૬ રાજાનું કોમળ હૃદય દ્રવી ઉઠયું. તેમણે તરત જ સેવકોને તે વ્યક્તિને લઈ આવવા માટે દોડાવ્યા. સેવકોએ નદી કાંઠે જઈ મમ્મણ શેઠને પકડયા. શેઠને મહારાજા સમક્ષ લાવવામાં આવ્યા. શેઠ દેખાવે મહાકાળ જેવો ઊંચો અને પડછંદ હતો. જાણે મધપૂડાને દોરડા વડે બાંધ્યો હોય તેમ શેઠને બાંધીને સેવકો રાજા પાસે લાવ્યા. ..૮૦૭ તેણે કમ્મરમાં ફક્ત એક લંગોટી (અલ્પ વસ્ત્રો પહેરી હતી. તેના ખભા ઉપર લાકડા કાપવાનો કુહાડો હતો. મહારાજા શ્રેણિકે તેને પાસે બોલાવી કહ્યું, “એવું શું દુઃખ આવી પડયું કે જેથી તને નદીના પૂરમાં જવું પડયું?' ...૮૦૮ મમ્મણ શેઠે કહ્યું, “મહારાજ! મને બળદની જોડ જોઈએ છે.” મહારાજા શ્રેણિકે કહ્યું, “બળદની જોડ હું તને આપું છું. મારી બળદ શાળામાં ઘણા બળદો છે. તેમાંથી જે સરસ બળદ હોય તે તું છોડી લે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં વિકટ કામ કરી તારા આત્માને દુઃખી ન કર.” ...૮૦૯ મમ્મણ શેઠે કહ્યું, “મહરાજા! મને આવા બળદો નથી જોઈતા. આવા બળદોને હું શું કરું? મારા For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ઘરે સુવર્ણનાં બળદ છે. તેમાં કિંમતી રત્નો જડેલાં છે. હું રાજગૃહી નગરીનો મમ્મણ શ્રેષ્ઠી છું. મારી પાસે અપાર સમૃદ્ધિ છે.” મહારાજા શ્રેણિકને આશ્ચર્ય થયું. તેમણે નવાઈ પામતાં કહ્યું, “શેઠ! તારી પાસે આટલી સંપત્તિ હોવા છતાં તું વિષમ કાળે નદીના પ્રવાહમાં શું કરે છે? તું સારો પોશાક કેમ નથી પહેરતો?” શેઠે કહ્યું, “મહારાજ! હું કિંમતી વસ્ત્રો પહેરું છું ત્યારે શરીરે શસ્ત્રની ધાર ભોંકાય એવો અનુભવ થાય છે....૮૧૧ મહારાજ ! ચોખા, દાળ, અને ધી જેવું પૌષ્ટીક ભોજન જમું ત્યારે મને આખો દિવસ પેટમાં દુઃખે છે. મને સુંવાળી શય્યા, કાંટા જેવી તીક્ષ્ણ ધારદાર વાગતી હોય તેવો અનુભવ થાય છે તેથી ભોંય પરની પથારી જ મારા મનને વધુ પ્રિય લાગે છે. ..૮૧૨ મહારાજ! મને સંગ્રહ કરવાનો સ્વભાવ છે. મારી પાસે રત્નજડિત બળદોની જોડો છે. તે નગર નાથ! મને હવે ફક્ત એક જ રત્ન જોઈએ છે. તે માટે હું નદીના પૂરના પ્રવાહમાં તણાતાં લાકડાં પકડી કિનારે એકઠાં કરું છું.” ...૮૧૩ મહારાજા શ્રેણિકે ઉદારતા દર્શાવતાં કહ્યું, “શેઠ! હું તને રત્ન આપું છું.” મમ્મણ શેઠે કહ્યું, “રાજન્!તમારા રત્નને હું શું કરું? મને એ રત્ન ન જોઈએ. મારી પાસે કિંમતી અમૂલ્ય રત્નો છે. મને તેવું રત્ન જોઈએ છે. તમે મારા ઘરે પધારો તો હું તમને એ રત્ન બતાવું.” ...૮૧૪ મહારાજા શ્રેણિક મમ્મણ શેઠના ઘરે ગયા. તેની સાત માળની ઉંચી હવેલી જોઈ મહારાજા આશ્ચર્યચકિત થયા. હવેલીની દિવાલો બંને બાજુ અરીસાથી જડેલી હતી. જાણે શાલિભદ્રનો સુંદર આવાસ જોઈ લ્યો! ..૮૧૫ હવેલીના ભોંયતળિયાની નીચે એક ભોંયરું હતું. મહારાજા શ્રેણિક શેઠની સાથે ભોંયરામાં નીચે ઉતર્યા. મહારાજાએ જોયું કે શેઠે સુવર્ણના ચાર બળદો બનાવ્યા હતા. તેમાં સાચા રત્નો જડયાં હતાં...૮૧૬ આટલો શ્રીમંત છતાં આટલો લોભી!' એવા વિચારો કરતાં મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર સ્વામી પાસે પહોંચ્યા. પ્રભુને વંદન કરી, હાથ જોડી મમ્મણ શેઠની કથા કહેતાં પૂછયું, “પ્રભુ! મમ્મણ શેઠ શ્રીમંત હોવા છતાં ઝાઝું (સારું) ભોજન કેમ નથી જમતો?” ...૮૧૭. ભગવાન મહાવીરે ઉત્તર આપતાં કહ્યું, “મગધેશ્વર! મમ્મણશેઠ પૂર્વ ભવમાં શ્રાવક હતો. કોઈના ઘરે શુભ પ્રસંગે હોવાથી ગામમાં કેસરીયા મોદકની લ્હાણી થઈ. મમ્મણ શ્રાવકના ઘરે લ્હાણામાં લાડુ આવ્યો. તે જ સમયે એક તપસ્વી મુનિરાજ તેના ઘરે વહોરવા પધાર્યા.” ... ૮૧૮ સાધુ મહાત્માને જોઈ તેણે અહોભાવપૂર્વક આખો લાડુ વહોરાવ્યો. થોડીવારમાં પાડોશીઓએ લહાણામાં મળેલો લાડુ ખાઈને તેના સ્વાદની ખૂબ પ્રશંસા કરી. હવે મમ્મણ શેઠના મનમાં પસ્તાવો થયો. મુનિને સુપાત્રદાન આપવાનો તેનો આનંદ જતો રહ્યો. તેને ખૂબ ખેદ થયો. ...૮૧૯ તેણે વિચાર્યું, “મારી બુદ્ધિ જ નાશ પામી છે. હાય હાય ! મેં આખો લાડુ મુનિરાજને આપી દીધો થોડો પણ મારી માટે ન રાખ્યો. હું કેવો બદનસીબ છું કે લાડુ આવ્યા તે જ સમયે મુનિને વહોરવા આવવાનું For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ...૮૨૨ ••• ૮૨૩ થયું.” મમ્મણ શ્રાવકે વહોરાવવાની શુભ ક્રિયા કરી પરંતુ મનનો ઉકળાટ વધી ગયો. તેનો વહોરાવવાનો આનંદ છીનવાઈ ગયો. ..૮૨૦ તે મરણ પામી મમ્મણ શેઠ બન્યો. સુપાત્રદાનની ક્રિયા કરી તેથી તે શ્રીમંત બન્યો પરંતુ કચવાટ અને હિયમાન પરિણામોને કારણે પુષ્કળ ધન મળ્યા છતાં સરસ આહાર કરી શકતો નથી. તે સંપતિની આસકિતના કારણે દુર્ગાનમાં મરીને નરકમાં જશે. ...૮૨૧ મહારાજા શ્રેણિકે પ્રશ્ન પૂછી ભગવાન મહાવીર સ્વામી પાસેથી સમાધાન મેળવ્યું. તેઓ પરમાત્માને વંદન કરી નગરમાં પધાર્યા. કવિ ઋષભદાસે રાજગૃહી નગરીના નગરજનો વિશે જણાવતાં ઉપરોક્ત કથા તેના સંદર્ભમાં કહી છે. દુહા – ૪ર અમ્યું નગર રાજગ્રહી, જિહાં નહીં કોહની બીહક; નગરીજન સુખિઆ બાહુ, રાજ કરઈ શ્રેણિક અર્થ - રાજગૃહી નગરી અનેક વૈભવશાળી અને શ્રીમંત શ્રેષ્ઠીઓથી સંપન હતી. ત્યાનાં લોકો નિર્ભયી હતા. મહારાજા શ્રેણિકનાં શાસનકાળમાં પ્રજાજનો સર્વપ્રકરે સુખી હતા. .. ૮૨૩ ઢાળ : ૩૨ ધારિણી રાણીનો દોહદ સાહેલડીની એ દેશી. રાગ : રામગિરિ નૃપ શ્રેણિક તણી હવઈ, સાહેલડી એ, રાણી ધારણી જેહ, ગુણ વેલડી એ સુખ વિલસઈ સંસારનાં, સાવ હવી ગર્ભણી તે, ગુરુ સુપનિ હસ્તિ દેખતી, સાવ ડોહલો મેઘનો હોય, ગુરુ કોહનિ વાત કહઈ નહી, સા. હુઈ દુર્બલી સોય, ગુરુ એક દિન શ્રેણિક દેખતો, સા.પુછિઉં પ્રેમિં તામ, ગુ. કુણ ડોહલો તુમ ઉપનો, સા હુઈ દુબલી આમ, ગુ. નવિ બોલઈ મુખી ધારિણિ, સારા સમ દય શ્રેણિક રાય, ગુરુ કહઈ ડહલો મુઝ મેઘનો, સા. તે કિમ પુરો થાય, ગુરુ વિધર હુઉ તવ નર, સાવ બેઠો પુરી સભાય, ગુરુ અભયકુમાર તિહાં આવીઉં, સારુ ન જુઈ સાતમું રાય, ગુરુ અભયકુમાર હઈ તાતજી, સા. સિં નવિ બોલો નાથ, ગુરુ નિત્સ્યિ ખોલી બેસારતા, સારા મસ્તિકે ધરતા હાથ, ગુરુ શ્રેણિક કહઈ સુત સાંભલો, સા. ચિંતા ઉપની મુઝ, ગુરુ મેઘ તણી ડોહલો હઉ, સાવ જે ચિલણા માતા તુઝ, ગુરુ • ૮૩૦ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' ... ૩૧ ••• ૮૩૨ ... ૮૩૩ ••• ૮૩૪ ••. ૮૩૫ ••• ૮૩૬ ... ૮૩૭ સુત કહઈ તુમ ચિંતા કસી, સાવ એમિં કરવું કામ કાં, ગુરુ પાય નમીનિ ઉઠીઉં, સાવ બુધિ વિચારઈ તામ, ગુ. અઠમ કરી પૌષધ કરઈ, સા૦ ધાયો સુર મનમાંહિ, ગુરુ સુધર્મા સ્વર્ગે થકી, સાવ આવ્યો વેગિં ત્યાંહી, ગુ. પૂરવ મિત્ર સુર બોલીઉં, સાકહો નર ઈછા જેહ, ગુરુ ડોહલો દેવ મુઝ માયનિ, સાઠ આણ્યો જોઈઈ મેહ, ગુ. વેગિ મેહ વિક્રવી ઉં, સાવ ગાજ વિજ ઘન ઘોર, ગુરુ પંચવરણ થઈ વરસતો, સારા બોલઈ ચાતુક મોર, ગુરુ ફરઈ ધારણી ગય ચઢી, સારા સાથિં શ્રેણિક રાય, ગુરુ વઈભાર ગીરિવર ગયાં, સાવ જાણો સુર અવતાર, ગુરુ પુરે દિવસે સુત જ જાયો, સારા નામ તણિ તે મેઘકુમાર, ગુરુ રૂપ કલા ગુણ વાધતો, સાવ જાણે સુર અવતાર, ગુરુ શ્રેણિકરાય પ્રસંસતો, સા. ધિન તું અભયકુમાર, ગુરુ વિષમ ડોહલો પૂરીઉં, સાવ ખરી બુધિ તુઝ ચાર, ગુરુ ઉતપાતકી બુધિ ઉપજઈ, સા. વેણુકી બુધિ જેહ, ગુરુ પરિણામકી બુધિ તુઝ સહી, સા. કારમણીકી તેહ, ગુરુ વિધિં પુછિઉં મુનિ તણાઈ, સા. માનવ ઠાણ સવાદ, ગુરુ કડવો જાણ્યો તવ વલી, સારા વાહરા ભવિ વિખવાદ, ગુરુ વેણુકી બુધિનો ધણી, સા. કહઈ હાથણી ની વાત, ગુરુ ડાબી આંખી આંધલી, સા. રાણી ચઢીનિ જાત, ગુ. તે છઈ ગર્ભણી સુત જાણઈ, સાટ કોઢી તસ કુંતાર, ગુરુ જાણઈ હાથિણી માંતરી, સા. માતનો એહ વિચાર, ગુરુ ડાબી વાડિ સાંબતી વતી, સાટ જાણી હાથિણી અંધ, ગુરુ ફાડિ રાતા તાંતણા, સા. સ્ત્રી જાણઈ તસ ખંધ, ગુરુ કટકવતી રાણી લહી, સારા થંભિ ગર્ભ લહેઅ, ગુ. જમણો પગ ઊંડો જ તઈ, સાજાણ્યું પુત્ર જણેહ, ગુરુ પરિણામની બુધિ સાંભલો, સાટ સૂત્ર દડો લાવેહ, ગુરુ ઉપરિ મીણ તિહાં ચોપડીઉં, સા કહઈ છેહડો કાઢેહ, ગુરુ વંસ પતલી લાવતો, સા. કુણ છેડો ઘર એહ, ગુરુ જાણ પુરુષ જલમાં ઘરઈ, સાવ નઈ તે ઘર જાણેહ, ગુરુ •• ૮૩૮ ... ૮૩૯ • ૮૪૦ •.૮૪૧ ••• ૮૪૨ •.. ૮૪૩ ... ૮૪૪ ••• ૮૪૫ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ૮૪૬ દડો ધરયો ઉનહીં જલઈ, સાગલિઉં મીણ લહ્યો તાર, ગુરુ કારમણકિ હવઈ બુધિ સુણો, સા રત્ન તણો અધિકાર, ગુ. ચાર રત્ન ઘરિ મોકલ્યાં, સાવ નાપઈ લાવણહાર, ગુરુ આપણ હારિ ઘરિ આવીઉ, સારા પુછયો રત્ન વિચાર, ગુરુ ८४७ મિત્ર કહઈ મિં ઘરિ દિd, સાવ ખોટો કિઉ ગોહાય, ગુરુ કણક તણી ગોલી કરી, સાવલીઈ રત્ન કરિ ન્યાય, ગુ. .... ૮૪૮ ચ્યાર બુધિ તણો ધણી, સા. મંત્રી અભયકુમાર, ગુરુ નંદીષેણ તસ બંધવો, સા. 28ષભ કહઈ અધિકાર, ગુરુ ... ૮૪૯ અર્થ - હવે મહારાજા શ્રેણિકની બીજી ધારિણી નામની રાણી વિશેની કથા સાંભળો. મહારાજા શ્રેણિકની ઘણી રાણીઓ હતી તેમાં ત્રણ મુખ્ય રાણીઓ હતી. ચેલણા, નંદા અને ધારિણી.) ધારિણી રાણી સ્વરૂપવાન, ગુણવાન અને પતિવ્રતા નારી હતી. મહારાજા શ્રેણિક અને ધારિણી રાણી સંસારના વિપુલ સુખો ભોગવતાં હતાં. ધારિણી રાણી ગર્ભવતી બની. ...૮૨૪ તેમણે સ્વપનમાં મધ્યરાત્રીએ અર્ધનિદ્રાવસ્થામાં એક મોટા શ્વેત હાથીને (મુખમાં પ્રવેશતાં) જોયો. (4ખ પાઠકોએ કહ્યું, “આપને ત્યાં કુલદીપકનો જન્મ થશે. તે પંચમહાવ્રતધારી બનશે) ધારિણી રાણીને ત્રીજે માસે અકાલ મેઘનો દોહદ ઉત્પન થયો.દોહદ પૂર્તિ ન થવાથી રાણીનું શરીર ફીકું પડી ગયું....૮૨૫ એક દિવસ મહારાજા શ્રેણિકે ધારિણી રાણીને જોયા. તેમણે રાણીની નાજુક સ્થિતિ જોઈ પ્રેમથી પૂછયું, “હે દેવી! (તમારા મનમાં રહેલી માનસિક ચિંતાને છુપાવ્યા વિના તમે કહો) તમને કઈ અભિલાષા ઉત્પન થઈ છે? તમારી કાયા આવી દુર્બળ કેમ દેખાય છે?' ...૮૨૬ ધારિણી રાણી મૌન રહ્યા મહારાજા શ્રેણિકે બે-ત્રણ વાર પૂછયું, છતાં રાણીએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. જ્યારે મહારાજા શ્રેણિકે સોગંદ આપ્યા ત્યારે ધારિણી રાણીએ રાજાને કહ્યું, “હે સ્વામી! મને અકાળ મેધનો દોહદ ઉત્પન થયો છે. અકાળે મેઘવર્ષા ન થવાથી મારો દોહદ શી રીતે પૂર્ણ થાય?''... ૮૨૭ મહારાજા ચિંતાતુર બન્યા. તેઓ રાજસભામાં બેઠા હતા. ત્યારે મહામંત્રી અભયકુમાર રાજાને વંદન કરવા આવ્યા. મહારાજા શ્રેણિકે પુત્રની સામે પણ ન જોયું. તેમને આદર પણ ન આપ્યો. મહારાજા આજે હતોત્સાહદેખાયા. ..૮૨૮ મહામંત્રી અભયકુમારે જાણ્યું કે, પિતાજી આજે કોઈ ચિંતામાં છે. તેમણે કહ્યું, “પિતાજી ! તમે કેમ કાંઈ આલાપ-સંલાપ કરતા નથી. તમે મને નિત્ય તમારા ખોળામાં (અર્ધા આસન પર) બેસવા માટે (૧) ધારિણી રાણીનો દોહદ - લાલ, પીળી, કાળી, નીલી અને સફેદ એમ પચરંગી આભા આકાશમાં ફેલાયેલી હોય, ગાજ વીજના ચમકારા થતા હોય, ઝરમર વરસાદ વરસતો હોય, નાના નાના સુંદર અંકૂરાઓ ફૂટી નીકળ્યા હોય, પાણીનાં ઝરણાં કલકલ વહેતાં હોય, ચારે બાજુ માર્ગમાં ઘટાદાર વૃક્ષો હોય તેવા માર્ગથી રાજાની સવારી નીકળે. આગળ વિવિધ વાજિંત્રો વાગતાં હોય ત્યારે વૈભારગિરિ પર્વતની સહેલ કરવા નીકળું એવો દોહદ ઉત્પન્ન થયો. (શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્ર, અ.૧, પૃ.૨૨ થી ૩૮.). For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ” આમંત્રણ આપતા અને મારા મસ્તકે તમારો હાથ મૂકી આર્શીવાદ આપતા હતા.” મહારાજા શ્રેણિકે કહ્યું, “હે પુત્ર! સાંભળ ચેલણા રાણીની જેમ તારી નાની માતા ધારિણી રાણીને અકાળે મેઘનો દોહદ ઉત્પન્ન થયો છે. દોહદ પૂર્તિનો કોઈ ઉપાય મને ધ્યાનમાં આવતો નથી. હું ચિંતા મગ્ન હોવાથી તારું આગમન જાણી શક્યો નહીં.” ...૮૩૦ અભયકુમારે મહારાજા શ્રેણિકને કહ્યું, “પિતાજી! (તમે દુઃખી ન થાવ) તમે કોઈપણ જાતની ચિંતા ન કરશો. હું એવો કોઈ ઉપાય કરીશ જેથી મારી નાની માતાનો અકાલ મેઘ સંબંધી દોહદના મનોરથની પૂર્તિ થશે. અભયકુમાર પિતાને વંદન કરી ત્યાંથી નીકળ્યા. પોતાના ભવનમાં આવી (સિંહાસન પર બેસી) દોહદ પૂર્તિનો ઉપાય વિચારવા લાગ્યા.' ..૮૩૧ (આ દોહદ માનવીય શક્તિથી અશક્ય હોવાથી) અભયકુમારે પૌષધશાળામાં જઈ પૌષધ કર્યો. તેમણે અઠ્ઠમતપનો રવીકાર કર્યો. અઠ્ઠમતપના પ્રભાવે અભયકુમારના પૂર્વભવના સૌધર્મ કલ્પવાસી મહર્દિક દેવ દોડતાં-ઝડપથી ત્યાં આવ્યા. ...૮૩૨ દેવે કહ્યું, “હે દેવાનુ પ્રિય! તમારો પૂર્વ ભવનો મિત્ર છું. કહો, હું તમારું શું કાર્ય કરું? તમારો મનોરથ શું છે?” અભયકુમારે કહ્યું, “દેવાનુપ્રિય! મારી નાની માતાને અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો છે. તમે વર્ષા વરસાવી તેમના દોહદની પૂર્તિ કરો.” ...૮૩૩ દેવ વડે (વૈભારગિરિ પર્વત ઉપર) વૈક્રિય સમુદ્ધાત કરી ગર્જનાથી યુક્ત, વિજળીથી યુક્ત, જલબિંદુઓથી યુક્ત પંચવર્ણવાળા વાદળાઓના ધ્વનિથી શોભિત દિવ્ય વર્ષા કાળની શોભા પ્રગટ થઈ. ચાતક અને મોર પક્ષીઓ વર્ષના આગમનથી ટહુકવા માંડયા. ..૮૩૪ મહારાજા શ્રેણિક ધારિણી રાણી સાથે સેચનક નામના ગંધ હસ્તિ પર આરૂઢ થઈ વૈભારગિરિ પર્વતની તળેટીમાં દોહદની પૂર્તિ કરવા માટે ઝરમર વરસતા વરસાદમાં ફરવા લાગ્યા. ધારિણી રાણીએ પોતાનો દોહદ પૂર્ણ કર્યો. મહારાજા અને મહારાણી ઈન્દ્ર-ઈન્દ્રાણી જેવાં શોભતાં હતાં. ...૮૩૫ ધારિણી રાણીએ નવમાસ અને સાડા સાત રાત્રિ વ્યતીત થઈ ગયા પછી મધ્યરાત્રિએ પુત્રને જન્મ આપ્યો. ગર્ભકાળમાં માતાને અકાલમેઘ સંબંધી દોહદ થવાથી તે પુત્રનું નામ “મેઘકુમાર” રાખ્યું. આઠ વર્ષની ઉંમરે તેને કલાચાર્ય પાસે ભણવા બેસાડયો. મેઘકુમાર બહોતેર કળાઓમાં પારંગત થયા. તેમનું રૂપ દેવા જેવું અત્યંત મનોહર હતું. ...૮૩૬ મહારાજા શ્રેણિકે અભયકુમારની ખૂબ ખૂબ પ્રશંસા કરતાં કહ્યું. ધન્ય છે અભયકુમાર તારી બુદ્ધિને! તેં અશક્ય, વિષમ દોહદની પૂર્તિ કરી. ખરેખર! તું ચાર બુદ્ધિનો સ્વામી છે. (મહારાજા શ્રેણિક કૌટુંબિક કાર્યોમાં, ગુપ્ત મંત્રણાઓમાં અનેક વાર અભયકુમારની સલાહ લેતા હતા.) ...૮૩૭ (૧) સમસ્યા ઉત્પન થતાં તક્ષણ ઉત્પન થતી બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ છે. (૨) ગુરુજનો, વડીલોના વિનયથી પ્રાપ્ત થતી બુદ્ધિને વૈયિકી બુદ્ધિ કહે છે. (૩) લાંબા કાળના અભ્યાસથી કાર્યમાં જે કુશળતા પ્રાપ્ત થાય તે કાર્મિકી બુદ્ધિ કહેવાય. (૪) ઉંમરના પરિપાકથી, અનુભવોના આધારે પ્રાપ્ત થતી For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ બુદ્ધિને પરિણામિકીબુદ્ધિ કહેવાય. અભયકુમાર આ પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા. ...૮૩૮ વિધિ(બ્રહ્મા)એ એક મુનિને પૂછ્યું, “મનુષ્ય જન્મનાં સ્થાનનો સ્વાદ કેવો?' મુનિએ કહ્યું, “તે શરીર પાસેથી કામ લેતાં ન આવડે તો કડવો રવાદ જાણવો. કડવો જાણ્યા પછી પણ એનાથી જ મુક્તિ મળે છે. આ રીતે મુનિએ જીવોનો સંદેહ દૂર કર્યો. આ તાત્કાલિક જવાબતે ઔયાતિકી બુદ્ધિ છે...૮૩૯ વૈનાયિકી બુદ્ધિનો માલિક બધી વાત જોયા વિના કહી શકે છે. બે શિષ્ય ભણતાં હતાં. તેમાંથી એક શિષ્ય કહ્યું, “આગળહાથિણી જાય છે. તે ડાબી આંખે આંધળી છે. તેનાં ઉપર રાણી બેઠેલી છે....૮૪૦ તે રાણી ગર્ભવતી છે. તે પુત્રને જન્મ આપશે. તે કુંવર કોઢી હશે.” આવું તે કેવી રીતે જાણ્યું. તેણે કહ્યું, “હાથિણી મૂતરી હતી કેમકે તેનાં રેલા નીકળ્યાં હતાં તે હાથી કરતાં જુદાં હતાં. ...૮૪૧ વળી ડાબી બાજુ જે પત્તાવાળી વાડી હતી, તે એમ જ રહી (જમણી બાજુનાં પત્તા ખાધેલાં) તેથી જાણ્યું કે તે ડાબી આંખે આંધળી હશે. વળી સ્ત્રીએ તેનાં ખભા ઉપર લાલ વસ્ત્ર નાંખેલ છે. (સ્ત્રીએ લાલ સાડી પહેરી છે.) ...૮૪ર રસ્તામાં કાંટાવાળા નાના વૃક્ષ ઉપર રાતા તાંતણા હતાં. સાડીનો છેડો ભરાવવાથી ત્યાં તાંતણા લાગેલાં હતાં. વળી જ્યારે તે લઘુશંકા કરીને ઉઠી ત્યારે તે બે હાથે થંભી દીધી હતી. તેથી નજીકમાં જ પ્રસવ કરશે અને માર્ગમાં તે થોડીવાર ચાલી ત્યારે જમણો પગ રેતીમાં ઊંડો ગયો હતો તેથી તે પુત્રને જન્મ આપશે તેમ કહ્યું.” આ બધી વાત સાચી નીકળી. ..૮૪૩ હવે પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત સાંભળો. એકવાર સૂતરનો દડો લાવીને તેના ઉપર મીણ ચોપડવામાં આવ્યું, જેથી તેનો છેડો જડે નહીં. ત્યાર પછી છેડો શોધવા કહ્યું. ઉષ્ણ જલમાં તે દડો નાંખીને સ્ટેજ છેડો ઊંચો થતાં છેડો શોધી કાઢયો. ..૮૪૪ એક વખત બંને બાજુથી છોલીને પાતળો કરેલો વાંસ લાવીને પૂછવામાં આવ્યું કે, “આનો છેડો ક્યાં છે?” તે એક જાણ પુરુષને લઈને નદીએ ગયો અને નદીમાં તે વાંસ ઊભો રાખ્યો. જે બાજુ વાંસ નમે તે તેનો છેડો (નીચેનો ભાગ) છે; એવું જાણવું. ...૮૪૫ અભયકુમારે દડાને ગરમ પાણીમાં બોળ્યો. ગરમીના કારણે મીણ ઓગળી ગયું. મીણ દૂર થતાં દડામાં સૂત્રનો છેડો મળી ગયો. હવે કાર્મિકી બુદ્ધિ વિશે સાંભળો. તેમાં રત્નનો અધિકાર કહ્યો છે.... ૮૪૬ એક શેઠે વિશ્વાસુ(મિત્ર) નોકર સાથે ચાર રત્નો ઘરે મોકલ્યાં. રત્ન લાવનાર નોકરની દાનત બગડી. તેણે અસલી રત્નાહારને બદલે બનાવટી રત્નહાર શેઠને ત્યાં આપ્યો. થોડા દિવસ પછી શેઠે તેને પૂછ્યું, “મેં તને રત્નાહાર આપ્યો હતો તે ઘરે મોકલ્યો કે નહીં? તે રત્નાહાર ક્યાં છે?” ...૮૪૭ નોકરે કહ્યું, “મેં તો રહાર ઘરે આપી દીધો છે. તમે મને ખોટાં શા માટે ગૂંચવો છો?” (શેઠે જોયું કે રનહાર બનાવટી છે. હવે સાચા ખોટાનો નિર્ણય શી રીતે થાય? શેઠ અભયકુમાર પાસે આવ્યા. અભયકુમારે રનો પાછાં મેળવવાં યુક્તિ કરી.) તેમણે લોટની કણક બનાવી થાળીમાં રત્નોની આસપાસ મૂકી. જો રત્ન સાચા હશે તો પક્ષી તેનાથી દૂર રહેશે. ખોટાં હશે તો કણેકની ગોળીઓ ખાઈ જશે. પક્ષીઓ તે For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ૮૫૧ સો. કણેકની ગોળીઓ ખાઈ ગયાં તેથી બનાવટી નો છે એવું સાબિત થયું. અભયકુમારે ન્યાય કરી રનો પાછાં મેળવ્યાં. તે પારિણામિકી બુદ્ધિ જાણવી. ...૮૪૮ મહામંત્રી અભયકુમાર ચાર બુદ્ધિના સ્વામી ધણી હતા. નંદીષેણ તેમના ભાઈ હતા. કવિ ઋષભદાસ હવે નંદીષેણ કુમારનો અધિકાર કહે છે. .૮૪૯ ઢાળ : ૩૩ નંદીષેણકુમાર ચરિત્ર પ્રણમું તુમ સીમંધરૂ જી : એ દેશી નંદીષેણ પછઈ ઉપનોજી, સુણયો તામ કથાય; દાન સુપાત્રિ દેવતાજી, શ્રેણિકનો સુત થાય •.. ૮૫૦ સોભાગી એ શ્રેણિક સુત હોય... આંચલી. નગર પ્રથવી ભૂષણ વિષઈ જી, વિપ્ર વસઈ તિહાં એક; લક્ષ ભોજન તિહાં આદરઈજી, મલ્યા વિપ્ર અનેક કામ કરેવા કારણિ , જોઈ નર વલી ત્યાંહિ; મુખિ માગિઉં ધન આપીઈ જી, કરઈ પ્રીસણાં આંહિ એક પુરુષ તિહાં બોલીવું જી, લેઉં ઉગરતું રે અન; લેઉં લાડૂ લેહૂ ખાજલાં છે, જો તુમ માનઈ મન પરઠી પુરુષ તિહાં રહઈજી, કરઈ સજાઈ રે સાર; વિધ્યિસિ6 વિપ્ર જમાડતો જી, ઉગરતો લહઈ આહાર આપઈ તપીયા સાધનિ જી, અતિ અનુમોઈ રે દેહ; માનવ ભવ પૂરો કરી જી, પામ્યો સુરની દેહ થોડુંઈ હરખિ દીઈ જી, ભેલીમાંહિ વિવેક; સખર સાધ પ્રતિ લાભતાં જી, પામઈ ઋધિ અનેક સંગમ જીવ નયસારનું જી, નથી ઘણું કાંઈ દાન; ભાવિ સાધુ સંતોષતાં જી, પામ્યા સકલ નિધાન ચંદનબાલા બાકુલા જી, થોડા તે તુછ ધાન; ભાવિ જિનનિ આપતાં જી, પાગ્યું કેવલ જ્ઞાન ઘણું દીઈ કુપાત્રનિ જી, તોહિ ન પામઈ રે પાર; થોડું બંભ દેઈ કરી જી, પામ્યો સુર અવતાર સુરનાં સુખ પૂરાં કરી જી, શ્રેણિક ઘરી હુઉ પૂત; નંદીષેણ નામ જ થયું છે, વાધિયું બહુ ઘર સૂત ... ૮૬૦ સો. (૧) નંદીષેણ કુમાર ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૬, પૃ.૧૧૩ •• ૮૫૩ સો. • ૮૫૫ સો. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ..૮૬ર સો. ..૮૬૩ સો. લક્ષભાજી બાંભણ મરી જી, નહી સુભ ગતિનો લાગ; પાંચ સાત ભવ તું બકરી જી. હુઉં વનમાંહિ નાગ ૮૬૧ સો. માતા તેહની હાથિણી જી, ધરતિ ગરભ જી વારી; રખે હણે પતી હાથિલજી, કરતી આપ વિચાર જૂથભ્રષ્ટ થઈ હાથિણી જી, ગઈ તાપસનિ રે સંગી; કરી પ્રણામ સંજ્ઞા કરી છે, એક બાલક મુઝ અંગિ તે રહઈ તુમથી જીવતો જી, જો કરો રે સંભાલ; તાપસ કહઈ આવજે જી, રહીનિ પ્રસવે બાલ ...૮૬૪ સો. ઉપગારી પરધન તજઈ જી, નહી પર સ્ત્રીનો રે સંગ; તે થોડા જત્તમાં વલી જી, ન કરઈ યાચના ભંગ . ૮૬૫ સો. યાચી વસ્ત દઈ તાપણા જી, કરતા પર ઉપગાર; ઋષભ કહઈ નર સાંભલો જી, હસ્તિનો વિસ્તાર . ૮૬૬ સો. અર્થ :- પૂર્વ ભવમાં નંદીષેણ કુમારના આત્માએ સુપાત્ર દાન આપ્યું હતું. તેથી તેઓ ત્યાંથી મૃત્યુ પામી પુણ્યના યોગે મહારાજા શ્રેણિકને ત્યાં રાજકુમારપણે અવતર્યા. હે ભવ્ય જીવો! આ નંદીષેણ કુમારની કથા તમે સાંભળો. ... ૮૫૦ પૃથ્વીભૂષણ નામના નગરમાં ઘણાં લોકો રહેતાં હતાં. ત્યાં એક મુખપ્રિય નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેણે લક્ષભોજનનું આયોજન કર્યું. આ પ્રસંગે અનેક બ્રાહ્મણો આવ્યા. ..૮૫૧ શ્રેષ્ઠીને કામ કરવા માટે તેમજ સાર સંભાળ કરવા માટે એક મહેનતુ નોકરની જરૂર હતી. તેણે જાહેરાત કરી કરી કે જે, “વ્યક્તિ આવનાર મહેમાનોની મહેમાનગતિ કરશે, તેમજ ભોજન પીરસશે, તેને ઘણું ધન આપીશ.” ... ૮પર એક (ભીમ નામના) ગરીબ વ્યક્તિએ આ કાર્ય કરવા માટે હા પાડી. તેણે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય જો આપની અનુમતિ હશે, તો સગા સંબંધી જમી રહ્યા પછી લાડુ અને ખાજા જેવી વધેલી મીઠાઈ હું લઈશ.”(તેનો ઉપયોગ હું મારી મરજી પ્રમાણે કરીશ. શેઠે અનુમતિ આપી.) ...૮૫૩ એવો ઠરાવ કરી તે નોકર બ્રાહ્મણને ત્યાં રહ્યો. તે નિત્ય મહેમાનોનું સારી રીતે સ્વાગત કરતો તેમજ બ્રાહ્મણોને વિધિપૂર્વક પ્રેમથી ભોજન જમાડતો અને બચેલી રસોઈ પોતે લેતો. ...૮૫૪ આ આહાર તે નિત્ય પંચમહાવ્રતધારી અને તપસ્વી શ્રમણોને ગામમાંથી લઈ આવી વહોરાવતો. તે પુણ્યનું કાર્ય કરી મનોમન ખુશ થઈ ખૂબ અનુમોદના કરતો હતો. તે નોકર માનવભવનું આયુષ્ય પૂર્ણ કરી મરીને દેવગતિમાં દેવનો અવતાર પામ્યો. ...૮૫૫ થોડું અન અતિ હર્ષોલ્લાસથી, વિધિપૂર્વક, તપસ્વી સંતો અને મહાત્માઓને વહોરાવીને અનેક જીવો ઋદ્ધિ-સમૃદ્ધિ પામ્યા છે. ...૮૫૬ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સંગમ (શાલિભદ્રનો પૂર્વભવ) અને નયસારે (ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વ ભવ) ઘણું દાન નથી આપ્યું પરંતુ ભાવપૂર્વક પંચ મહાવ્રતધારી સંતોને આહારદાન આપી તેમના આત્માને સંતોષ પમાડ્યો છે. તેથી તેમને સકલ નિધાન પ્રાપ્ત થયાં. ...૮૫૭ ચંદનબાળાએ ભગવાન મહાવીર સ્વામીને ઘોડાને ખવડાવવામાં આવતાં તુચ્છ બાકુળા વહોરાવ્યાં હતાં. ચંદનબાળાની ભાવપૂર્વક પ્રભુને વહોરાવવાની ઉત્કૃષ્ટ ભાવનાએ તેમને કેવળજ્ઞાન અપાવ્યું....૮૫૮ કુપાત્રને શ્રેષ્ઠ કોટિનું આહાર દાન આપવા છતાં સંસાર સમુદ્ર પાર કરી શકાય નહીં. શેઠને ત્યાં રહેલનોકરે ભાવપૂર્વક, થોડું ભોજન સંતોને આપ્યું તેથી તે દેવનો અવતાર પામ્યો. ... ૮૫૯ દેવભવનાં વર્ગનાં સુખો ભોગવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે નોકરનો આત્મા શ્રેણિક મહારાજાને ત્યાં પુત્રપણે જન્મ્યો. તેનું નંદીષેણ કુમાર નામ પાડયું. તે બાળકના આગમનથી મહારાજાનો વંશ વધ્યો. ૮૬૦ લક્ષ ભોજક બ્રાહ્મણ ઈર્ષાના કારણે(વિવેક અને ભક્તિના અભાવમાં) મરીને તિર્યંચમાં ગયો. તેને શુભ ગતિનો અવસર પ્રાપ્ત ન થયો. તેણે પાંચ થી સાત ભવ બકરીના કર્યા. ત્યાર પછી તે વનમાં હાથિણીની કુક્ષિમાં હાથીપણે જન્મ્યો. હાથણી તેની માતા હતી. (જે હાથણી ગર્ભ ધારણ કરે તેને શક્તિમાન યૂથપતિ મારી નાખતો.) હાથણી જ્યારે ગર્ભવતી બની ત્યારે તેણે વિચાર્યું, “રખે! નિર્દયી ચૂથપતિ પોતાના બાળકને મારી નાખે.” હાથણીના માતૃવાત્સલ્ય બાળકને ગમે તેમ કરી બચાવવા ઉપાયો વિચારવા વિવશ કર્યું. ... ૮૬ર પોતાના ગર્ભને બચાવવા હાથણી ટોળામાંથી ધીમે ધીમે છૂટી પડી. તે તાપસીના આશ્રમમનાં ગઈ. તેણે તાપસોને ઈશારાપૂર્વક બે પગ જોડીને વિનંતી કરી કે, “મારા ગર્ભમાં એક બાળક છે. . ૮૬૩ જો તમે મને સહારો આપશો અને સુરક્ષા કરશો તો મારું બાળક જીવતું રહેશે. (અન્યથા યૂથપતિના હાથે આ હસ્તિ-શાવકનું મૃત્યુ થશે.)” (તાપસોના દિલમાં અનુકંપા ઉપજી) તાપસોએ કહ્યું, “તું પ્રસવ વેળાએ અહીં આવી બાળકને જન્મ આપજે.” જગતમાં પરોપકારી, બીજાના ધનનો ત્યાગ કરનારા, પરસ્ત્રીગમનનો ત્યાગ કરનારા લોકો ઘણાં ઓછાં હોય છે. તેઓ આપેલું વચન ભંગ કરતા નથી.... ૮૬૫ સંતો-મહંતો ભલે બીજા પાસેથી યાચના કરી વસ્તુ લે છે પરંતુ તેઓ નિઃસ્વાર્થ ભાવે લોકોનું કલ્યાણ કરી જગતમાં પરોપકાર કરે છે. કવિ ઋષભદાસ કહે છે કે હવે સેચનક હસ્તિનો અધિકાર સાંભળો....૮૬૬ દુહા ઃ ૪૩ શ્રેણિક સુત તણી કથા, હસ્તિનો અધિકાર; તાપસ વચને હાથિણી, ધરતી હરખ અપાર ... ૮૬૭ અર્થ - મહારાજા શ્રેણિકના પુત્ર નંદીષેણ કુમારની કથામાં સેચનક હસ્તિનો અધિકાર છે. તાપસીના (૧) નયસાર : પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક ગામનો મુખી હતો. તે મધુરભાષી અને પરોપકારી હતો. શત્રુમર્દન રાજાએ પ્રાસાદ અને રથ બનાવવા માટે કાષ્ઠ લેવા તેને જંગલમાં મોકલ્યો. મધ્યાન સમયે ભોજનનો સમય થતાં તેણે વિચાર્યું કોઈ ભિક્ષુક અતિથિ તરીકે આવે તો તેમને ભિક્ષા આપી પછી ભોજન કર્યું. એવામાં સાર્થથી વિખૂટા પડેલા, થાકી ગયેલા, ક્ષઘાથી પીડિત એક તપસ્વી મુનિરાજ ત્યાં આવ્યા. તેમને ભોજન-પાણી વહોરાવ્યા. મુનિએ તેને સમ્યકધર્મથી પરિચિત કર્યો.(શ્રી મહાવીર ચરિત : પ્રથમ પ્રસ્તાવ, પૃ. ૪ થી ૧૧.) For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ••• ૮૬૮ વચનોથી (તેમજ તેમની સહાયતા કરવાની ભાવનાથી) હાથિણી અપાર હર્ષ અનુભવતી હતી. ... ૮૬૭ ઢાળઃ ૩૪ મે કુમારનો પૂર્વ ભવઃ સેચનક હસ્તિ તે તરીયા ભાઈ તે તરીયા એ દેશી. વલી હાથિણી વચન સુણીનિં, જુથમાંહિ જઈ મલતી રે; હસ્તિ જૂથ ચાલઈ વનિ ચરવા, એ હીંડઈ તવ ટલતી રે એ ગજ ઉતપત્તિ, એ ગજ ઉતપત્તિ... આંચલી પાછલિ પડતી ખોડી હિંડઈ, વાહણઈ પતિ કિં જાય રે; એમ કરતાં દિન કેતે હાથિણી, પ્રશવ સમઈ તિહાં થાય રે ... ૮૬૯ એ ગજ. જઈ આષ્ટમિનિ બાલક પ્રસવઈ, ગજિં ન જાણિઉં ત્યાંહિં રે; દેહ પખાલી સાફિ હાથિણી, આવઈ જૂથ તે માંહિ .. ૮૭૦ એ ગજ. નિયિં તાપસ ઉડવ લઈ આવઈ, બાલિકનિ ઉછેરે રે; તાપસ પુત્ર તણિ પરિ પાલઈ, લેઈ જાય ઠામિ અનેરઈ રે ... ૮૭૧ એ ગજ. નદી નીર ગંગામાં મુંકઈ, હસ્તિ તિહાં ઝીલતો રે; સુઢિમાંહિ લઈ નીર ભરતો, તાપસ વન સીંચતો રે ... ૮૭૨ એ ગજ. નામ સેચનક તાપસ પાડઈ, વન સીંચતો જાણી રે; અનેક વનમાં વનફલ સારાં, આપઈ ગજનિ આણી રે ... ૮૭૩ એ ગજ. એક દિન જઈ જૂથાધિપ મારયો, સેચનક હુઉ તસ ઠાઈ રે; વનમાં ક્રીડા બહુ પરિ કરતો, હાથિણી સહે સપરીવાર રે. .૮૭૪ એ. ગજ ચિંતવતો હું ઉછરીઉં, તાપસનઈ મહિમાઈ રે; રખે હાથિણી બીજો કો જઈ, અહી બાલિકનિ જાઈ રે. . ૮૭૫ એ. તે ગજ આવી મુઝનિ મારઈ, ઘણી જૂથનો થાય રે; તેણઈ કારણિ આશ્રમ લાજુ, ચિંતી ઈમ ગજ ધાય રે. આવિ ઉડવલા તિહાં પાડયા, તાપસ દોહ દસિ જાય રે; કૃતધન પાપી મ્યું એ કીધું, એ ઉછેરી કીધો મોટો. વિહિં બલંતો રાખ્યો પાપી, ફરી વિરનિ બાલઈ રે; હાય હાય એ કૃતધન મોટો, કીધું ગોસાલઈ રે. જુઉં જમાલિં વીર જમાઈ, દેઈ દીખ સીખવી રે; એ કૃતધન જગમાં મોટો, જિનવર સાહસો લવીઉં રે. • ૮૭૯ એ. કૃતઘન ગજ આશ્રમનિ ભાઈ, તાપસ કેરો પાલ્યો રે; પુત્ર તણી પરિ ઉછેરયો તે, તેણેિ એ થાનક ટાલ્યો રે. ... ૮૮૦ એ. (૧) સેચનક હસ્તિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમ્ - ભા.-૧, પૃ. ૧૧ - ૧૨. .. ૮૭૬ એa For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' તો એહનિ આપણ દુખ દીજઈ, જન્મ લગિં સંભારઈ રે; ઋષભ કહઈ હવઈ તાપસ સઘલા, કેહી પરિ બુધિ વિચારઈ રે. ... ૮૮૧ એ. અર્થ:- હાથિણી તાપસોના વચનો સંભળી ખુશ થતી ત્યાંથી પાછી વળી પોતાના ટોળામાં આવી મળી ગઈ. હાથી-હાથિણીઓનું જૂથ નિત્ય જંગલમાં ચરવા માટે જતું ત્યારે હાથિણી તેમની સાથે ચાલવાનું ટાળતી. ૮૬૮ તે ધીરે ધીરે લંગડી ચાલી ટોળા (જૂથ)ની પાછળ રહી પતિને છેતરતી હતી. હાથિણી હળવે હળવે ચાલી કેટલાક દિવસે હાથીને મળતી. (હાથીના પૂછવા પર તે કહેતી કે મને પગમાં વાગી ગયું છે. તેથી જલ્દી ચલાતું નથી. ધીરે ધીરે ચાલવાથી હું મોડી આવી. ચૂથપતિને તેના પર શંકા ન ગઈ.) તેમ કરતાં પ્રસવ સમય નજીક આવ્યો. ...૮૬૯ (તાપસોના આશ્રમની પાછળ સઘન વટ-વૃક્ષોનું ઝુંડ હતું. આ સ્થળ સુરક્ષિત હતું.) હાથિણી તાપસીના આશ્રમની આસપાસ રહેવા લાગી. તેણે અષ્ટમીના દિવસે પોતાના બાળકને જન્મ આપ્યો. ગજરાજને (ચૂથપતિ) કોઈ વાતની ખબર ન પડી. હાથિણીએ સરોવરમાં જઈ પોતાનું શરીર સાફ કર્યું. ત્યારપછી હાથિણી પુનઃજૂથમાં આવી મળી ગઈ. ... ૮૭૦ તાપસી નિત્ય હાથીના શાવકને (બચ્ચા) પર્ણશાળામાં લઈ જતા. તેઓ બાળકની જેમ તેનું જતન કરતા હતા. તાપસોએ તેને પુત્રની જેમ ઉછેર્યો. તેને વિવિધ સ્થળોએ ફરવા લઈ જતા. ...૮૭૧ તાપસો તેને ગંગાનદીમાં લઈ જતાં જ્યાં તે સૂંઢમાં પાણી ભરી નાન કરતો. હસ્તિ શાવક સૂંઢમાં પાણી ભરી આશ્રમના વૃક્ષો, પધાઓ પર પાણી સીંચતો. ...૮૭૨ આ હસ્તિનું તાપસો દ્વારા સ્નેહ અને વાત્સલ્યથી પાલન પોષણ થતું હતું. હસ્તિ પોતાની સૂંઢમાં પાણી ભરી વનમાં વૃક્ષો પર સીંચતો તેથી તાપસોએ આ હસ્તિ-શાવકનું નામ “સેચનક' રાખ્યું. તાપસો વન માંથી ફળો લાવી તેને ખાવા આપતાં.(તે હૃષ્ટપુષ્ટ બળવાન હાથી બચો.) ... ૮૭૩ (કાળક્રમે તે જુવાન બન્યો. એક દિવસ સેચનક હસ્તિ સરોવરમાં પાણી પીવા ગયો. ત્યાં યૂથપતિ હાથી પણ આવ્યો. સેચનક હસ્તિએ યૂથપતિ હાથીને જોયો. યૂથપતિએ પોતાનો બીજો પ્રતિકંઠી હતિ જાણી તેના પર હુમલો કર્યો. ચૂથપતિ વૃદ્ધ થયો હોવાથી યુવાન સેચનક હસ્તિને મારી ન શક્યો.) એક દિવસ બળવાન અને યુવાન સેચનકે દંતપ્રહારો વડે ચૂથપતિને માર્યો. સેચનક યૂથપતિ બન્યો. તે હાથિણીઓના પરિવાર સાથે વનમાં રહી વિવિધ ક્રીડાઓ કરવા લાગ્યો. ...૮૭૪ (પોતાની જન્મદાત્રી હાથિણી દ્વારા સેચનક હસ્તિને ખબર પડી કે યૂથપતિના ભયથી તેણે તાપસીના આશ્રમમાં પોતાને જન્મ આપ્યો હતો.) સેચનક હસ્તિએ વિચાર્યું કે, “હું તાપસો વચ્ચે ઉછર્યો છું. રખે! ભવિષ્યમાં મારી માતાની જેમ અન્ય કોઈ હથિણી તાપસ આશ્રમમાં જઈ બાળકને જન્મ આપે. તે બાળ હસ્તિનો તાપસો દ્વારા ગુપ્તપણે ઉછેર થાય. ...૮૭૫ ભવિષ્યમાં મારો પ્રતિદ્વન્દ્રી હાથી ઉત્પન થશે. તે મને મારી ચૂથનો સ્વામી બને તેથી (ન રહે બાંસ ન બજે બાંસૂરી) તાપસીના આશ્રમની વગોવણી થશે; એવું વિચારી સેચનક હસ્તિ આશ્રમમાં ગાંડોતુર બની For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ દોડવા લાગ્યો. ...૮૭૬ સેચનક હસ્તિએ આશ્રમમાં પ્રલય મચાવ્યો. તેણે તાપસીનાં ઝૂપડાંઓ કચડી નાખ્યાં. તાપસી ચારે બાજુનાસભાગ કરવા લાગ્યાં. તાપસો સેચનક હરિતને ધિક્કારતાં બોલ્યાં, “હે દુષ્ટ!તેં આશુ કર્યું? જેણે તને ઉછેરીને મોટો કર્યો તેને જાઁદગો દીધો?” ...૮૭૭ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને તેજોલેશ્યાથી બળતો બચાવ્યો, તે ગોશાલકે વીર પ્રભુને જ બાળ્યા. અરે ! ગોશાલક તું સૌથી મોટો કૃતની નીકળ્યો. તેં પરમાત્માને કેવો બદલો આપ્યો?... ૮૭૮ જુઓ! ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલિ મુનિને, ભગવાન મહાવીર સ્વામીએ તેમને દીક્ષા આપી અગિયાર અંગ સૂત્રનું જ્ઞાન આપ્યું. તેઓ દીક્ષાદાતા કેવળજ્ઞાની જિનેશ્વર ભગવંતની જ ભૂલ કાઢવા તૈયાર થયા. કેવા કૃતની નીકળ્યા! જગતમાં જે જિનેશ્વર ભગવંતની સામે ગમે તેમ બોલી આશાતના કરે છે તે સૌથી મોટો કૃતની છે. ...૮૭૯ સેચનક હતિએ કૃતળી બની તાપસીના આશ્રમોને ભાંગી નાખ્યાં. જે તાપસોએ તેને પુત્રની જેમ ઉછેરી મોટો કર્યો, તેમનાં જ રહેઠાણો નષ્ટ કરી તેમને ઘરબાર વિનાનાં કરી નાખ્યા. ...૮૮૦ જેણે આપણને જન્મથી ઉછેરી મોટાં કર્યા હોય, આપણી સાર સંભાળ લીધી હોય તેને શું આપણે દુઃખ આપી શકીએ? કવિ ઋષભદાસ કહે છે કે, હવે સર્વ તાપસો એકઠાં થઈ શું વિચાર કરશે? તે હવે કહું છે . ...૮૮૧ દુહા -૪૪ બુધિ વિચારઈ તાપસા, લેવું પાછું વઈર; એ ગજનિ દુખ દેઈતાં, કોઉ મ આણો મહર. . ૮૮૨ જેહના વયરી વહી ગયા, માગણ ગયા નિરાસ; તેહની જનુણી ભારિ મૂઈ, ઉદરિ વહયો દસ માસ. ••• ૮૮૩ અર્થ :- તાપસોએ વિચાર્યું, ‘જેવા સાથે તેવા') આપણે તેની સાથે કોઈ પણ રીતે વેર-બદલો લેવો જોઈએ. હવે આ કૃતની હસ્તિ ઉપર દુઃખ આવે તો કોઈએ તેના ઉપર દયા-અનુકંપા ન કરવી (ફતબી હાથીને કડક સજા થવી જોઈએ.). ...૮૮૨ જેમના વિપુલ પ્રમાણમાં શત્રુઓ છે, જેઓ મોટા દેવાદાર બન્યા છે તેથી લેણદારો નિરાશ થઈ દ્વારેથી પાછા વળે છે), તેવા પુત્રની માતાએ ભલે ગર્ભમાં દશ માસ સુધી પુત્રનું પોષણ કર્યું હોય પરંતુ અપમાનના બોજથી તે લજ્જિત બને છે. .. ૮૮૩ ઢાળઃ ૩૫ સેચનક હસ્તિનું દમન આખ્યાનની એ દેશી. રાગ : રામગિરિ. અઢું વિચારી તાપસા, આવિતા શ્રેણિક પાશ; સામી ગજ એક નવો વનમાં, આણીઈ આવાશ. ... ૮૮૪ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' •• ૮૮૫ ... ૮૮૯ • ૮૯૦ . ૮૯૧ સપ્ત અંગ તસ ભોમિં લાગઈ, વેત વરણો વાન; તે હસ્તિ હનિ ઘરિ આવઈ, વધઈ તાસ નિધાન. સુણી વચન તે શ્રેણિક રાજા, કરિ એહવી પઈરિ; હસ્તિનિ વન થકી આણી, બાંધિઉ નિજ ધરિ. જુથભ્રષ્ટ તે થયો હાથી, રુબન કરતો આપ; તાપસી આવી તિહાં પચારઈ, લાગું કેહવું પાપ. કીધો ગુણ નવિ જાણીઉ, તો પડિઉ સંકટમાંહિ; સાંકલાં બેડી ભોગવો, ગજ તુમે જીવો યાંહિ. પચારઈ બહુ તાપસા, ગજ ઘૂરતો મનમાંહિં; ભૂંડું કરતાં ભલું નોહઈ, અસિહં દીસઈ પ્રાંહિં. બાંભણિં વનમાં નાગ મારયો, નાગિ ખાધો તેહ; ચાલઈતો કાંઈ ભલું કીજઈ, ભુંડી તે દુખીઉ દેહ. પડયો તે દુખમાં હાથીઉં, બાંધ્યો રહઈ દરબારી; ભખઈ લાડુનિ સેલડી, એક દિન કરઈ મદ વારિ. ત્રોડી સંકલ છૂટતો, આવી ચઉટામાંહિં; ઢોલઈ મંદિર માલી, ગઢ પોલિ પાડઈ ત્યાંહિં. સુભટ સુરા બહુ ધસઈ, સાહી સકઈ નહી કોય; નંદિષેણ ઘર થકી આવીઉં, જુઈ ગજનિ સોય. હાથીઈ કુંવર નિરખીઉં, ઉપનો સબલો નેહ, જાતિસમરણ પામીલ, ભવ પૂરવ દેખઈ તેહ. મદ વારી જાય ઉતરી, ગજ હુઉ સબલો જામ; આવી મલ્યો નંદિષેણ નઈ, વહઈ કુમર કેરી આણ. પટ હસ્તિ તેહનિ કરયો, વલી કરઈ સખરા આહાર; 22ષભ કહઈ સહુ સાંભલો, ગજરાજનો સિણગાર. ... ૮૯૬ અર્થ :- (‘સેચનક હસ્તિએ આપણને દુઃખી કર્યા છે માટે તે દુષ્ટનું દમન થવું જ જોઈએ') એવું વિચારી તાપસી મહારાજા શ્રેણિક પાસે આવ્યા. તાપસીએ કહ્યું, “મહારાજ! વનમાં એક નવો ભીમકાય હાથી આવ્યો છે. તેને તમે રાજમહેલમાં લઈ આવો. ...૮૮૪ તે હસ્તિનો વર્ણ શ્વેત છે. તેના સાતે અંગોપાંગ અતિ ઉત્તમ લક્ષણોવાળા છે. તે હસ્તિ જેના દ્વારે આવશે તેના દ્વારે નિધિ વધશે. ... ૮૮૫ તાપસીના હસ્તિ સંબંધીના અભિપ્રાયો સાંભળી મહારાજા શ્રેણિકે મદોન્મત્ત હાથીઓને વશ કરી ... ૮૯૨ •• ૮૯૩ • ૮૯૪ • ૮૯૫ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શકે એવી કળામાં નિપુણ શૂરવીરોને આશ્રમ તરફ મોકલ્યા. તેમણે સેચનક હસ્તિને ઘેરી લીધો. તેને વનમાંથી લઈ આવ્યા. સેચનક હાથીને હસ્તિશાળામાં બાંધવામાં આવ્યો. •••૮૮૬ યૂથથી છૂટો પડેલો સેચનક હસ્તિ રવજનોના વિરહથી રુદન કરવા લાગ્યો. તાપસીએ ત્યાં આવી હાથીને મહેણાં મારતાં કહ્યું, “જોયું! ઉપકારી ઉપર અપકાર કરતાં તેને કેવું દુઃખ આવી પડયું? (અમારા આશ્રમો ભાંગ્યા તેથી તેને બંધનરૂપ ફળ મળ્યું.) ...૮૮૭ હે ગજરાજ! કોઈના ઉપકારો ઓળવતાં તું રવયં સંકટમાં પડયો. હવે જીવો ત્યાં સુધી સાંકળબેડીઓના બંધનો ભોગવો. ...૮૮૮ તાપસોના ધુત્કાર, મહેણાથી સેચનક હસ્તિને મનમાં ખૂબજ ખેદ થયો. જગતમાં એવું જ દેખાય છે કે બીજાનું બૂરું કરનારનું કદી કલ્યાણ થતું નથી. ...૮૮૯ બ્રાહ્મણે વનમાં એક નાગને માર્યો. બીજા નાગે તેને ડંખ મારી વેર લીધું. બ્રાહ્મણનું મૃત્યુ થયું. માનવે સત્કાર્યો કરી પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ, દુષ્કૃત્યો કરવાથી જીવ સ્વયં દુઃખ પામે છે. ...૮૯૦ હાથના કર્યા હૈયે વાગ્યા.' હાથી પોતે જ દુઃખી થયો. તે રાજદરબારે એલાનખંભમાં બંધાયો. તે લાડુ અને શેરડીનો આહાર કરતો હતો. એક દિવસ તેણે આવેશમાં આવી જોરથી ઝાટકો માર્યો.... ૮૯૧ સેચનક હસ્તિ સાંકળ તોડી મુક્ત બન્યો. તે એલાનસ્તંભ ઉખેડી દોડતો ચોકમાં આવ્યો. તે તોફાને ચડ્યો. તેણે ઘર, મંદિર, પોળો અને ગઢ તોડી પાડયાં. ... ૮૯૨ શૂરવીર સુભટો સેચનક હસ્તિને પકડવા દોડયા. તેના બળને રોકી શકે એવું કોઈ ન હતું. અચાનક નંદીષેણ કુમાર રાજમહેલમાંથી બહાર આવ્યા. તોફાને ચડેલા ગજને તેમણે જોયો. મેચનક હસ્તિએ પણ નિંદીષેણ કુમારને જોયા. ... ૮૯૩ રાજકુમારને જોઈ સેચનક હસ્તિને તેમની પ્રત્યે પ્રીતિ ઉત્પન થઈ. સેચનક હસ્તિ રાજકુમાર તરફ ધારી ધારીને જોવા લાગ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. સેચનક હતિએ પોતાના પૂર્વભવ જોયો. (પૂર્વે પોતે મુખપ્રિય બ્રાહ્મણ હતો અને લલકારવાવાળો નંદીષેણ કુમાર તેનો ત્યારનો પાડોશી ભીમ હતો.).. ૮૯૪ સેચનક હસ્તિએ પોતાના પૂર્વભવ જોયો. તેનું અભિમાન ઓગળી ગયું. તેણે મદનો ત્યાગ કર્યો. તે અત્યંત ડાહ્યો થઇ ગયો. તે નંદીષેણ કુમાર પાસે આવ્યો. તેણે કુમારની આજ્ઞાનું પાલન કર્યું. ... ૮૯૫ સેચનક હસ્તિ રત્ન છે,” એવું જાણી તેનો સર્વેએ આદર કર્યો. તેને પટ્ટહસ્તિ તરીકે પ્રસ્થાપિત કર્યો. હવે સેચનક હાથી સારો આહાર કરી હષ્ટપુષ્ટ બન્યો. ... ૮૯૬ દુહા - ૪૫ ગજસિણગારિ શોભતો, ગજગજમાંહિ સેઠ; ગજિં કરી નૃપ ગાજતો, કર ફેરી ગજ પેટિ. ... ૮૯૭ અર્થ :- સેચનક હસ્તિ પટ્ટહસ્તિ હોવાથી તેને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. તે ગજરાજ બન્યો હતો. ગજરાજ ઉપર આરૂઢ થઈ મહારાજા શ્રેણિક શોભતા હતા. મહારાજા શ્રેણિક નિત્ય તેના પેટ પર હાથ ફેરવી For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' તેને વહાલ કરતા. •.. ૮૯૭ ઢાળઃ ૩૬ સેચનક હસ્તિનો શણગાર પ્રણમું તુમ સીમંધરુ એ દેશી. ગજ સિણગારિ રહે ભરયો, ગજ ઈષ કંદ ખાય; ગજનિ સોવન ઘૂઘરાજી, ગજના રંગ્યા પાય. ... ૮૯૮ ગચંદો રે તું ગજમાંહિ રે સેઠિ....આંચલી. ગજ સિંધુરિ શોભતો જી, ગજના તીખા રે દંત; ગજ દંતૂસૂલ હેમ મઈજી, ગજ ઉજલો અત્યંત. ... ૮૯૯ ગ. ગજનિ સોવિન સંકલાં જી, ગજનિ સોવિન ઘાંટ; ગજિં દેસ લીધા ઘણાજી, ગજિં કરયા વશ પાટ. ... ૯૦૦ ગ0 ગજ મસ્તકિ પટ હેમનો જી, ગજનિ સોવિન ઝૂલ; ગલ માલા મોતી તણી જી, ગજનિ વધાવઈ ફૂલિ. ૯૦૧ ગઇ ગજનિ નેવર બાજતાંજી, ગજનિ નિત્યઈ અંઘોલ; ગજની કુંઠિ હાથિની જી, ગજ કરતો કલોલ. ... ૯૦૨ ગ0 ગજ ત્રણિ કાલિ આરતી જી, ગજનિ માનઈ રે રાય; ગજ હીંડઈ વાજિત્ર મ્યું જી, ગજના ગુણ સહુ ગાય. ••• ૯૦૩ ગ૦ અર્થ - પટ્ટહતિ સેચનકના અંગે અંગે શણગાર કરેલો હતો. તેનું ખૂબ જ માન હતું. તે શેરડી અને કંદનો આહાર કરતો હતો. તેના પગમાં સુવર્ણના નેપુર-ઘૂઘરા બાંધ્યા હતા. મેચનક હસ્તિના પગ રંગોથી રંગાયેલા •••૮૯૮ સેચનક હસ્તિ સર્વ ગજોમાં ગજેન્દ્ર હતો. તેના કપાળે લાલ સિંદુરનું મોટું તિલક હતું. તેના તીક્ષ્ણ, અણીદાર, લાંબા દંતશૂળો હતાં. આ દંતશૂળો સુવર્ણથી મઢેલા હતા. તેનો ઉજળો શ્વેત વર્ણ હતો.... ૮૯૯ તેને બાંધવા માટે સુવર્ણની મોટી અને મજબૂત સાંકળ હતી. તેના ગળામાં સોનાની ઘંટડી બાંધેલી હતી. સેચનક હસ્તિ પરાક્રમી અને શૂરવીર હતો. મહારાજા શ્રેણિકે સેચનક હસ્તિના બળથી ઘણા રાજાઓને જીતી લીધાં હતાં તેમજ રાજ્યનો ઘણો વિસ્તાર કર્યો હતો. .. ૯૦૦ સેચનક હસ્તિના મસ્તકે સોનાનો પટ હતો. તેની પીઠ ઉપર સુવર્ણની ઘૂઘરીવાળી ઝૂલો હતી. તેના ગળામાં સાચા મોતીની માળા હતી. નગરજનો તેને પુષ્પોથી વધાવી સત્કારતા હતા. ...૯૦૧ સેચનક હસ્તિના ચાલવાથી પગના નુપૂરો (ઘૂઘરાઓ) રુમઝુમ રુમઝુમ નાદ કરતા હતા. સેવકો તેને નિત્ય નદી કિનારે સ્નાન કરવા લઈ જતા. તેની પાછળ હાથિણી ચાલતી. ગજરાજ નિત્યહાથિણી સાથે કલ્લોલ કરતો. ...૯૦૨ સેચનક હસ્તિની દેવની જેમ ત્રણે કાળે આરતી થતી હતી. મહારાજા શ્રેણિકની ગજરાજના કારણે હતા. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ નામના વધી તેથી રાજા સેચનક હસ્તિને ખૂબ માન આપતા હતા. ગજરાજ વાજિંત્રોના નાદ સાથે ઠાઠમાઠપૂર્વક ચાલતો. નગરજનો ગુણિયલ ગજરાજના ગુણગાન ગાતા હતા. ... ૯૦૩ જેવો સંગ તેવો રંગ ગજ એક દિન પરવશ થયો જી, ગજનવિ માનઈ રે કોણિ; ગજ કરણિ રાય તેડીઉં જી, અભયકુમારનિ એણિ. •. ૯૦૪ ગ૦ ગજનિ કુમારિ બાંધીજી, જિહાં મુનિ પૌષધ શાલ; ગજ દેખઈ મુનિ પુંજતા જી, ગજ હુલે સુકુમાલ. ... ૯૦૫ ગ૦ ગજનૂ કામ પડિઉં યદા જી, ગજ ન કરઈ સંગ્રામ; ગજ અનુકંપા આણતો જી, ગજ નવિ લઈ કુણ નામ. .. ૯૦૬ ગ. ગજ જયણાંઈ સંચરઈ જી, ગજનિ સબલ દયાય; ગજ ધરમિં વાસિત હુઉ જી, ગજ ન કરઈ કથાય ... ૯૦૭ ગ. ગજ કારણિ સુત તેડીક જી, કહી ગજ કેરી રે વાત; ગજ ગઢનિ ભૂલઈ નહી જી, ગજ એ પરમી થાત ••• ૯૦૮ ગ. ગજ પાપી ઘરિ બાંધીઉં જી, ગજ દેખત પશુ ઘાત; ગજ લોહી બહુ દેખતો જી, ગજ દૂરદાંત જ થાત ... ૯૦૯ ગ. ગજ કારિજ વિષમાં કરઈજી, ગજ આગલિ સહુ રંક; ગજ વરણવ આગલિ થઈ જી, ગજ ચડસઈ નિશંક •.. ૯૧૦ ગ. નંદિષેણ ગજની કથાજી, ઋષભિં ભાખી રે જોય; કાલાદિક સુત વલી ઘણાજી, શ્રેણિકનિ પણિ હોય ... ૯૧૧ ગ. અર્થ:- એક દિવસ સેચનક હસ્તિ પરાવલંબી-પરાધીન થયો. તે તોફાને ચડયો. સેવકોએ ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ સેચનક હસ્તિ અન્ય કોઈ રીતે શાંત થયો નહિ. મહારાજાએ ચિંતિત થઈ મહામંત્રી અભયકુમારને બોલાવ્યા. ...૯૦૪ બુદ્ધિનિધાન અભયકુમારે સેચનક હસ્તિને જોયો. સેચનક હસ્તિમાં રહેલા ઝનૂનને શાંત કરવા તેમણે તેને પૌષધ શાળાની નજીક બાંધ્યો. પંચ મહાવ્રતધારી સંતોની પડિલેહણાની સંવર કરણી જોઈને તેના હૃદયમાં જીવદયાના ભાવ ઉત્પન્ન થયા. તે અહિંસક અને કોમળ બન્યો. •.. ૯૦૫ એકવાર સંગ્રામમાં જવાનો અવસર આવ્યો ત્યારે સેચનક હસ્તિનું કામ પડયું. મહારાજા તેને રણ સંગ્રામમાં લઈ આવ્યા. સેચનક હસ્તિમાં અનુકંપાનો ગુણ પ્રગટયો હતો તેથી તેણે નતો કોઈની સાથે યુદ્ધ કર્યું કેનકોઈને હાનિ પહોંચાડી. ...૯૦૬ સેચનક હસ્તિમાં દયા-અનુકંપા ગુણનો સંચાર થયો હતો. તેના હૃદયમાં કરુણા આદ્રતાના ઉત્કૃષ્ટ ભાવો ઉત્પન થયા હતા. ગજરાજ પંચમહાવ્રતધારી સંતોના સંગથી ધર્મી બન્યો હતો. ગજરાજ હવે શાંત અને For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કવિ ઋષભદાસ કૃત શ્રી શ્રેણિક રાસ' દયાળુ બન્યો હતો. તે હવે કોઈનું નામ લેતો ન હતો. (કોઈને હેરાન કરતો ન હતો.). ... ૯૦૭ સેચનક હસ્તિમાં આવેલા એકાએક પરિવર્તનથી મહારાજા પરેશાન થઈ ગયા. મહારાજા શ્રેણિકે મહામંત્રી અભયકુમારને ગજરાજની દશા વિશે વાત કરી. મહારાજા શ્રેણિકે કહ્યું, “પુત્ર! (આ ગજરાજને શું થયું છે?) ગજરાજ કોઈ કોટ-કિલ્લાને તોડતો નથી કે શત્રુઓ સાથે યુદ્ધ કરતો નથી. આ ગજરાજ ધર્મિષ્ઠ થયો છે.” ...૯૦૮ (અભયકુમારે વિચાર્યું, “કાંટાથી કાંટો ટળે' એ યુક્તિ અનુસાર તેને અધર્મીના ઘરે બાંધવાથી તેનામાં અધર્મના સંસ્કારો પડશે.) મહામંત્રી અભયકુમારે તેને ખાટકીના ઘરે બાંધ્યો. સેચનક હસ્તિએ પશુઘાત, રક્તની ઘારા, (પશુઓની ચિચિયારી અને ખાટકી દ્વારા પશુઓનો વધ) જેવા દૂર દશ્યો સતત જોયા તેથી તે દુષ્પરિણામી બન્યો. ... ૯૦૯ ગજરાજ હવે શૂરવીરતા બતાવી, તોફાન મચાવી સંગ્રામમાં દુશ્મનો સાથે લડવા લાગ્યો. ગજરાજની શક્તિનું વર્ણન આગળ કરવામાં આવશે. ખરેખર! સર્વ હાથીઓમાં સેચનક હસ્તિ શ્રેષ્ઠ અને ઉત્તમ હતો. ... ૯૧૦ નંદિષેણ કુમાર અને ગજરાજ સેચનકની કથા કવિ ઋષભદાસ દ્વારા અહીં કહેલી છે. મહારાજા શ્રેણિકના નંદિષેણ કુમારની જેમ કાલાદિક ઘણા પુત્રો હતા. •.. ૯૧૧ દુહા : ૪૬ શ્રેણિક સુત સુખ ભોગવઈ, જાતો ન જાણઈ કાલ; એણઈ અવસરિ જિન આવીઆ, જીવદયા પ્રતિપાલ ... ૯૧૨ અર્થ :- મહારાજા શ્રેણિક સુખેથી દિવસો પસાર કરે છે. સુખના દિવસો ક્યાં પસાર થઈ જાય છે, તેની ખબર પડતી નથી. રાજગૃહી નગરીમાં તે સમયે (છ કાય જીવોના રક્ષક, અહિંસા પ્રેમી) ભગવાન મહાવીર સ્વામીનું પદાર્પણ થયું. .. ૯૧ર ઢાળ - ૩૭ મેઘકુમારની પ્રવજ્યા અને કસોટી' ઈમ બોલઈ કમલાવતી એ દેશી. રાગ : ગોડી જીવ સકલનિં રાખતા, સ્વામી વીર નિણંદ; સુણી શ્રેણિક જાય વાંદવા, મનિ ધરતો હો અતિ આણંદ ... ૯૧૩ બો. બોલઈ રે જિન જગ ગુરુ.. એ આંચલી સ્તવતો હરખ ધરઈ ઘણો, ભલિ આવ્યા શ્રી જિન વીર; તુમ દરીસણ લોચન ઠરયાં, વલી વચનિ તો થયું શીતલ શરીર ... ૯૧૪ બો. જિન દીઈ મધુરી દેશના, ઝંડો ભોગ કષાય; હિંશા અશતિ ન આદરઈ, લેઈ સંયમ હો જીવ મુગતિ જાય .. ૯૧૫ બો. સુણતાં શ્રેણિક પામીઇ, ગાયક સમકિત સાર; (૧) મેઘકુમાર ચરિત્ર : શ્રી જ્ઞાતાસૂત્ર, અ. ૧, પૃ. ૪૯ થી ૯૫. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ •.. ૯૧૬ બો. ... ૯૧૯ બો. ... ૯૨૦ બો. ... ૯રર બો. ઘણા જીવ શ્રેય પામીયા, વ્રત બારહ હો અભયકુમાર શ્રેણિક નૃપ વાંદી વલ્યો, ઉઠિ6 મેઘકુમાર; સ્વામી મુઝ સંયમ દીઉં, મુઝ લાગઈ હો કડુઉ સંસાર હવામી કહઈ યથા સુખ તનિ, અહી પ્રતિબંધ ન કરે; અનુમતિ વિણ સંયમ નહી, સુણી પાછો હો તુમ વલેહ. માત તાત ચરણે નમી, કહઈ દીખ્યાની વાત; ધરણી ઢલઈ તવ ધારણી, દુખ લાગું હો શ્રેણિક તાત છાંટી નીર કરઈ વાયરો, ચેતન વાલિઉં જાય; વછ વછ કરતી વીનવઈ, સુત મ લીઉં સંયમ નામ મહારઈ સુત એક તું સહી, જાતાં કુણ આધાર; સંયમ લેઈ કિમ મુંકસ્યો, માતા એકલી હો આહાં નિરધાર સુત સંયમ અતિ દોહિલું, ભોગવિ રાજકુમાર; તુઝ આઠઈ અંતે ઉરી, કિમ મુકીશ હો તે પરીવાર તું નવ યોવન નાહનડો, નારી રૂપ અદભૂત; સુખ તે સ્યું તમે ભોગવો, યોવન વીતઈ હો લેજે દીક્ષ પુત મેઘ કહઈ જાય આઉખું, મરણ ન જાણું માત; જરા લગિં યમ પડ ખસઈ, તે નહી નિશ્ચય હો જગમાંહિ વાત રુદન કરઈ અંતેઉરી, મુંકો કાંઈ અનાથ; સુપુરુષ સાર તજઇ નહી, જેહનો ઝાલ્યો હો જમણો હાથ કુમર કહઈ રાખો મરણથી, તો રહું એણઈ ઠારિ; નહી કે સ્ત્રી મુઝ વોસિરઈ, દેસ પ્રથવી હો નાવઈ મુઝ કામિ નીર પીઈ નવિ અન ભખઈ, ન કરઈ દેહની સાર; દેખી અનુમતિ આપતાં, મેદિં મુક્યો હો નિજ પરીવાર લાખ દોઈ દઈ રોકડા, ઊઘો પડઘો લેહ; કૂંપ ભરઈ શિર સોભતો, લાખ ટંકા હો નાવનિ દેહ બેઠો શિબિકામાં જઈ, મુકઈ કામ કષાય; બહુ વાજિત્ર વજાવતઈ, શ્રેણિક પ્રમુખ હો સહુ પુંઠિ જાય માતા પિતા જિન કઈ જઈ, આપઈ સુત ભિખ્યાય; પંચ મુષ્ટિ લોચ જ કરી, વસ્ત્ર પાથરઈ હો ધારણી માય ૯૨૩ બો. ... ૯૨૪ બો. ૯૨૫ બો. ૯૨૬ બો. » ૯૨૭ બો. ... ૯૨૮ બો. .. ૯૨૯ બો. ... ૩૦ બો. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ૯૩૫ બો. વીર હાર્થિ વ્રત આદરઈ, જિન દઈ શિવર જ હાર્થિ; વિવિધ વિદ્યા જ ભણાવતો, એમ કરતા હો પડી તિહાં રાત્ય ... ૯૩૧ બો. ઉતરાધયન તણઈ વિષઈ, મુનિવરનો આચાર; પહેલઈ પોહરિ વાંચઈ ભણઈ, ધ્યાન બીજઈ હો ત્રીજઈ ગોચરી સાર ... ૯૩રબો. સઝાય કરઈ ચોથઈ પાંચમઈ, છઠઈ પોહરિ ધ્યાન; સાતમઈ પોહરિ નિદ્રા કરઈ, આઠમઈ પોહરિ હો સઝાની ધ્યાન . ૯૩૩ બો. પડીકમણું મુનિવર કરી, કરતા સકલ સઝાય; બીજઈ ધ્યાન કરી સહી, ત્રીજઈ પોહરિ તો સહુ ઋષિરાય ૯૩૪ બો. મેઘકુમાર પણિ પોઢતો, પોષધ શાલા બારિ; નહી પાથરણું ઉઢણું, નિદ્રા નાવઈ હો તેણઈ ઠારિ પ્રહાર હોય પગના બહુ, ચાંપી મુનિ વૃધ બાલ, ધરનાં સુખ તવ સાંભરયાં, આતો દુઃખ ઘણું હો વેઠવું બહુ કાલ ... ૯૩૬ બો. હજી મુઝ કાંઈ વણઠું નથી, વંદુ વાહણાઈ વીર; પાછો દિઉં ઊઘો મોહપતી, સંયમ નહી લેવું હો ન ખમઈ શરીર .. ૯૩૭ બો. સુપ્રભાતિ ઉઠી કરી, વંદ્યા જિનના પાય; આપઈ ઊઘો મોહપતી, તિવાર પહિલાં હો બોલઈ જિનરાય ... ૯૩૮ બોલાવ્યો સુપરિ કરી, સાંભલિ મેઘકુમાર; રાતિ થયો તું રેવણી, ધરિ જાવા હો કીધો વિચાર તજી સાકર ખાય એલીઉ, તે તો પુરુષ ગમાર; વ્રત ખંડવાથી વિષ ભલું, નવિ મુકીશ હો સંયમ ભાર ભમતાં બહુ દુખ ભોગવ્યાં, જીવિ અનંતી વાર; છેદન ભેદન તિ ખમ્યો, આજ રાતિનું તો દુઃખ મ ધરિ કુમાર ... ૯૪૧ બો. ઈમાંથી ભવિ ત્રીજઈ તુનિ, વેદના હુઈ જ અપાર; વીર કહઈ વછ સાંભલો, ઋષભ કવિ હો કરઈ વિસ્તાર ... ૯૪ર બો. અર્થ - તીર્થકર ભગવાન મહાવીર સ્વામી સર્વ જીવોને પોતાના આત્મા સમાન ગણતા હતા. તેમના આગમનના સમાચાર સાંભળી મહારાજા શ્રેણિક મનમાં અત્યંત હર્ષિત થતાં દર્શન કરવા ગયા. ... ૯૧૩ મહાવીર શ્રેણિકે હૈયાના હરખ સાથે ભક્તિપૂર્વક પરમાત્માની પર્યુપાસના કરતાં કહ્યું, “હે દેવાધિ દેવ! તમારાં દર્શનથી આજે મારાં નયનો પવિત્ર બન્યાં છે અને આપનાં શીતલ વચનોથી મારી આધિ-વ્યાધિ અને ઉપાધિ નષ્ટ થઈ છે. હે પરમાત્મા!તમે આવ્યા તે ઉત્તમ થયું.' ..૯૧૪ ભગવાન મહાવીર સ્વામીએ અમૃત જેવી મીઠી અને મધુર દેશના આપતાં કહ્યું, “હે દેવાનુપ્રિય! ... ૯૩૯ બો. ૯૪૦ બો. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ તમે વિષય કષાયને છોડો. તમે જીવહિંસા અને અસત્ય વચનનો ત્યાગ કરો. સંયમ એ મુક્તિનું દ્વાર છે. જીવ સંયમ લઈ મુક્તિલક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે.” ... ૯૧૫ ભગવાન મહાવીરની દેશના સાંભળી મહારાજા શ્રેણિકને ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધા ઉત્પન થઈ. તેઓ ક્ષાયિક સમકિતના રવામી બન્યા. આ દેશના સાંભળી ઘણા જીવોનું કલ્યાણ થયું. મહામંત્રી અભયકુમારે શ્રાવકના બાર વ્રતો સ્વીકાર્યા. ... ૯૧૬ મહારાજા શ્રેણિક પરમાત્માને વંદન કરી નગરમાં પાછા વાળ્યા. તે સમયે મહારાજા શ્રેણિકના પુત્ર મેઘકુમાર પણ જિનવાણી સાંભળવા આવ્યા હતા. તેમણે ઉભા થઈ ભગવાન મહાવીરને કહ્યું, “હે ભગવંત મને આ સંસારના સુખો કડવાં ઝેર જેવાં લાગે છે. મને સંયમનું દાન આપો.” ... ૯૧૭ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “જેમ તમને સુખ ઉપજે તેમ કરો. સારાં કાર્ય કરવામાં વિલંબ ન કરો. અહીં કોઈ પ્રતિબંધ નથી પરંતુ માતા પિતાની અનુમતિ વિના સંયમનું દાન ન આપી શકાય.” પ્રભુના વચનો સાંભળી મેઘકુમાર તરત જ રાજમહેલમાં આવ્યા. .. ૯૧૮ મેઘકુમાર માતા-પિતાની પાસે આવ્યા. તેમને ચરણે નમસ્કાર કરી વિનયપૂર્વક કહ્યું, “હે માતાપિતા! હું આપની આજ્ઞા મેળવી પ્રભુ મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું. આપ મને પ્રેમથી રજા આપો.” પોતાના પ્રિય પુત્રનાં વચનો સાંભળી ધારિણી માતા જમીન પર મૂચ્છિત થઈ ઢળી પડ્યાં. મહારાજા શ્રેણિક પણ ઉદાસ થયા. .. ૯૧૯ દાસી સોનાના પાત્રમાં શીતળ જળ લઈ આવી. તેણે મહારાણી ઉપર જળ છાંટયું અને વીંઝણાથી હવા નાંખી શીતળ પાણી અને વાયુના કારણે મહારાણીની મૂચ્છ દૂર થઈ. મહારાણી સચેતન થયાં. મહારાણી સંતપ્ત થઈ આક્રંદ કરતા બોલ્યા, “વત્સ!વત્સ! તું સંયમનું નામ ન લઈશ. ...૯૨૦ વત્સ! મારો તું એક જ પુત્ર છે. તું અમારો આધાર છે. પુત્ર! તું જઈશ તો (વૃધ્ધાવસ્થામાં) અમારો કોણ આધાર થશે? તારી માતા તારા વિના અહીં એકલી થઈ જશે. પુત્ર! માતાને તું આ રીતે નિરાઘાર મૂકીને શી રીતે સંયમ લઈશ?' ... ૨૧ ધારિણી રાણી મેઘકુમારને સંયમની કઠોરતા સમજાવતા કહે છે, “પુત્ર! (સંયમ એ લોઢાના ચણા ચાવવા બરાબર કઠીન છે.) સંયમનું પાલન કરવું અતિ દુર્લભ છે. કોઈ શૂરવીર વીરલા જ તેનું પાલન કરી શકે.” હે પુત્ર! તું અત્યારે રાજ સુખો ભોગવ. (વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે.) તારી આઠ-આઠ યુવાન અને સૌંદર્યવાન પત્નીઓ છે. આવી આજ્ઞાંકિત પત્નીઓ સહિત પરિવારનો ત્યાગ તું શી રીતે કરીશ?... ૯૨૨ પુત્ર! આ ઉંમર કોઈ દીક્ષા લેવાની નથી. તું તો હજી વયમાં નાનો છે. તે યુવાન છે. તેં તારી કહ્યાગરી અને દેવાંગના જેવી નારીઓ સાથે હજી શું સંસારના સુખો ભોગવ્યા છે? યૌવન વય પૂર્ણ થયા પછી તું દીક્ષા લેજે.” ...૯૨૩ મેઘકુમારે કહ્યું, “માતા-પિતા! આ આયુષ્યનો કોઈ ભરોસો નથી. ક્ષણે ક્ષણે મારું આયુષ્ય તૂટે છે. હું મારા મૃત્યુની પળને જાણતો નથી. મારું શરીર પ્રત્યેક પળે વૃધાવસ્થા તરફ ખસે છે. મારું મૃત્યુ નિશ્ચિત છે For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” પણ તે જગતમાં કયા સમયે આવશે તે ચોક્કસ નથી." ... ૯૨૪ મેઘકુમારની પત્નીઓએ પોતાના સ્વામીની દીક્ષાની વાત સાંભળી ત્યારે તેઓ ઘુસકે ધ્રુસકે રડવા લાગી. પત્નીઓએ દુઃખી હૃદયે કહ્યું, “રવામીનાથ! અમને આ રીતે અનાથ છોડી ન જાવ. સજજનો કદી પોતાની સારપતા ત્યજતા નથી. જે પત્નીની સાથે હસ્તમિલાપ થયો છે, જેનો જમણો હાથ પકડયો છે; તેને આ રીતે છોડી જતાં નથી.' ..૯૨૫ મેઘકુમારે દઢતાપૂર્વક કહ્યું, “જો તમે મને મરણથી બચાવો તો હું સંસારમાં રહું. જ્યારે મૃત્યુ આવશે ત્યારે મને પત્નીઓ, દેશ, રાજપાટ કોઈ નહીં બચાવી શકે. મને કોઈ કામ નહીં આવે.”...૯૨૬ મેઘકુમારને વડીલો અને પત્નીઓની અનુમતિ ન મળી ત્યારે તેમણે અન-પાણીનો ત્યાગ કર્યો. તેમણે દેહની સાર-સંભાળ છોડી દીધી. વડીલો અને સ્ત્રી પરિવારે જાણ્યું કે, “મેઘકુમારનો વૈરાગ્ય પ્રબળ છે' ત્યારે તેમણે અનુમતિ આપી. (મેઘકુમારની કસોટી કરવા માતા પિતાએ તેને એક દિવસનો રાજ્યભિષેક કર્યો. મેઘકુમારે રાજા બન્યા પછી આજ્ઞા કરી.) મેઘકુમારે દીક્ષા લેવા સર્વ પરિવારનો ત્યાગ કર્યો...૯૨૭ બે લાખ સોનામહોરો રોકડા આપીને ઓધો(અને પાત્રા) ખરીદ્યા. એક લાખ સોનામહોરો વાણંદને રોકડી આપી. મેઘકુમારે કિંમતી વસ્ત્રો પહેર્યા તેમજ માથા પર શહેરો બાંધ્યો. ... ૯૨૮ મેઘકુમાર (સેકડો થાંભલાવાળી) સુશોભિત શિબિકામાં બેઠા. તેમણે વિષય વાસનાઓને વિદાય આપી. (એક હજાર પુરુષોએ શિબિકા ઉપાડી) ચતુરંગિણી સેના સહિત વાજિંત્રોના નાદ સાથે દીક્ષાયાત્રા નીકળી. શિબિકાની પાછળ મહારાજા શ્રેણિક અને લાખો પ્રજાજનો ગુણશીલ ઉદ્યાન તરફ ચાલ્યા....૯૨૯ (ગુણશીલ ઉદ્યાન પાસે આવીને મેઘકુમાર પાલખીમાંથી નીચે ઉતર્યા) મહારાજા શ્રેણિક અને ધારિણી રાણીએ ભગવાન મહાવીરને કહ્યું, “હે ભગવન! આ મેઘકુમાર અમારો પુત્ર છે. તે પ્રવ્રજિત થવા ઈચ્છે છે. અમે આપને શિષ્ય ભિક્ષા આપીએ છીએ. તેનો સ્વીકાર કરો.” મેઘકુમારે સ્વયં પંચમુષ્ટિ લોચ કર્યો. ત્યારે પુત્રના વાળ લેવા માટે માતાએ ખોળો પાથર્યો. ...૯૩૦ ત્યાર પછી મેઘકુમારે વિધિવત્ વંદન કરી ભગવાન મહાવીર સ્વામી પાસેથી પાંચ મહાવ્રત ધારણ કર્યા. નવદીક્ષિતને જ્ઞાન આપના સંયમની આચાર પાલના શીખવવા પ્રભુ મહાવીરે સ્થવર મુનિવરોને સોંપ્યા. સંયમના આચાર ધર્મના વિવિધ નિયમો અને વિદ્યાઓ ભણાવતાં રાત પડી ગઈ. ...૯૩૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં તીર્થકર ભગવંતે અણગાર ઘર્મનો આચાર દર્શાવેલ છે. પ્રથમ પહોરે મુનિએ ભણવું અર્થાત્ સ્વાધ્યાય કરવો. બીજા પહોરે ધ્યાન, ત્રીજા પહોરે ગોચરી કરવી. ...૯૩૨ ચોથા પહોરે સજઝાય, પાંચમા અને છઠ્ઠા પહોરે ધ્યાન, સાતમા પહોરે નિદ્રા કરવી અને આઠમા પહોરે સ્વાધ્યાય કરવો. આ સાધુનો આચાર છે. ... ૯૩૩ મેઘકુમાર સહિત સર્વ મુનિઓએ દેવસીય પ્રતિક્રમણ કર્યું. ત્યાર પછી સંતો સ્વાધ્યાય કરવા લાગ્યા. બીજા પહોરે મુનિવરોએ ધ્યાન કર્યું. રાત્રિના ત્રીજા પહોરે મુનિવરોએ સૂવા માટે સંથારો પાથર્યો....૯૩૪ મેઘકુમાર મુનિએ સૂવા માટે પોતાનો સંથારો પાથર્યો. (શ્રમણ નિગ્રંથોના પર્યાયના કાલ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ક્રમાનુસાર) મેઘકુમારની શય્યા સંતારક ઉપાશ્રય (પૌષધશાળા) ના દ્વાર પાસે આવી. મેઘકુમાર મુનિ સંથારા પર સૂતા પરંતુ સંથારા પર ઓઢવાકે પાથરવાનું કાંઈ નહતું (મખમલી શય્યામાં પોઢનારા) મેઘમુનિને (જમીન પર સૂવાથી) ઊંઘ શી રીતે આવે? મેઘમુનિ લાંબી રાત્રિ દરમ્યાન ઊંધી ન શક્યા. ...૯૩૫ (પૌષધશાળાના દ્વાર પાસે પથારી હોવાથી) પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના સમયે નાના-મોટા સાધુઓની થતી આવનજાવનથી, તેમના પગના પ્રહાર થવાથી, પગની ધૂળ પોતાના ઉપર પડવાથી, તેમજ પોતાને ઓળંગીને મુનિઓને જવાથી મેઘમુનિ એક ક્ષણ પણ ઊંધી ન શક્યા. ત્યારે મેઘમુનિને રાજ સુખો યાદ આવ્યાં. તેમણે વિચાર્યું, “હું બહુકાળ સુધી આવું આકરું દુઃખ શી રીતે સહન થશે? .. ૯૩૬ હજુ કાંઈ બહુ ખરાબ થયું નથી. સૂર્યોદય થતાં જ ભગવાન મહાવીર પાસે જઈ વંદન કરી તેમને વિનંતી કરીશ. તેમને આ ઓઘો અને મુહપત્તિ પાછો સોંપી હું સંસારમાં ચાલ્યો જઈશ. મારું આ સુકોમળ શરીર સંયમના કઠીન ઉપસર્ગો અને પરિષદોને સહન નહીં કરી શકે.” ... ૯૩૭ સૂર્યોદય થતાં જ મેઘમુનિ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તિખુતોના પાઠથી વિધિવત્ વંદન કરી પર્યુપાસના કરી. ઓઘો અને મુહપત્તિ પાછા આપવાની વેળા આવે તે પહેલાં જ ભગવાન મહાવીર સ્વામી બોલ્યા. હે મેઘમુનિ! સાંભળો. રાત્રીના સમયે વૃદ્ધ અને બાળમુનિઓના ચરણ સ્પર્શથી તમને જે હેરાનગતિ થઈ છે તેથી તમારું મન ચલિત થયું છે? તમે સંયમ છોડી ઘરે જવાનો વિચાર કર્યો છે?'' ભગવાન મહાવીર સ્વામીએ મેઘકુમારને વાત્સલ્યભાવે પૂછયું. .. ૯૩૯ “દેવાનુપ્રિય! સાકરની મીઠાશ છોડી એલચીની તુરાશનું સેવન કરનારા મૂર્ખ કહેવાય છે. વ્રત ભંગ કરવા કરતાં વિષ ખાઈ મૃત્યુને ભેટવું શ્રેષ્ઠ છે. તમે તો જ્ઞાની છો. તમે સંયમનો ત્યાગ ન કરશો....૯૪૦ આ સંસાર અટવીમાં જીવે અનંતી અવંતીવાર દુઃખ ભોગવ્યાં છે. છેદન, ભેદન, તાડનની પ્રક્રિયાઓ અનંતીવાર સહન કરી છે. તેની સમક્ષ રાત્રિનું દુઃખ કંઈ જ નથી. હે મુનિવર ! આવા નાનકડા દુઃખોને હૃદયે ન ધરો. ..૯૪૧ હે મુનિવર ! આ ભવથી પૂર્વના ત્રીજા ભવે તમે અસહ્ય વેદના સહન કરી છે. તે તમે યાદ કરો. હે વત્સ! તમે તે સંભારો(સ્મરણ કરો).” કવિ ઋષભદાસ હવે તે કથાનો વિસ્તાર કરે છે. ...૯૪૨ દુહા : ૪૭ મેઘ તણા ભવ પાછલા, ભાખઈ વીરણંદ; કુમાર રહિલ તિહા સાંભલઈ, મનિ ધરી અતિ આણંદ . ૯૪૩ બો. અર્થ - ભગવાને મેઘમુનિને પ્રતિબોધ પમાડવા તેના પશ્વાદનુપૂર્વીથી ત્રીજા ભવની કથા કહી. મેઘમુનિ ભગવાનના શ્રી મુખેથી પોતાની પૂર્વ ભવની કથા અતિશય આનંદપૂર્વક સાંભળી રહ્યા હતા. ... ૯૪૩ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ઢાળ : ૪૭ સુમેરૂપ્રભ હાથીની ઉત્કૃષ્ટ અનુકંપા રાગ : મલ્હાર. ચાલિ ચતુર ચંદ્રાનની-એ દેશી. સેલ વૈતાઢિ વાસિં વસઈ, ગોરો ગજ ષટદંત રે; નામ સુમેરુ પ્રભ તેહનું, સહેસ હાથિણી કંત રે ચેત નર વછ વલી ..આંચલી એક દિન વન અતિ દાઝતું, દેખઈ ગજ ગુણવંત રે; અતિહિં ભયંકર તે થયો, થયો તે ત્રિષાવંત રે પંકિલ સરોવરિ પેસતો, ગલિઉં કાદવમાંહિ રે; દુરજન નાગ આવી કરી, હણઈ તેહનિં ત્યાંહિ રે વાણીઉ સીનેિં સ્વાન કો, પડયો પંડિત જેહ રે; જાતિ ખોયો હોઈ હાથી ઇં, નાળિં નાગ હણેહ રે સાત દિવસ દુખ ભોગવી, ગજ પામીઉં મરણ રે; ક૨મ યોગિ થયો હાથીઉ, હવો રાતડો વરણ રે નામ સુમેરુપ્રભ તેહનું, ગજાંત સુલ ચાર રે; સાતસયાં તસ હાથિણી, પોતાનો પરિવાર રે. જાતિસમરણ ઉપનું, દેખી દવ વિકરાલ રે; પૂરવ ભવ તવ સાંભરયો, ચેત્યો ગજ તતકાલ રે. યોજન ભોમિનું માંડલું, કરઈ ગજ મનિ ખંતિ રે; વેલડી વૃષ ઉન મૂલતો, કીધી ભોમિ અત્યંત રે. એક દિન દાવાનલ વલી, દેખી ગજહ પલાય રે; યોજન મંડલઈ આવીઉં, બીજાં પશૂય ભરાય રે. હરણ સીયાલ નિં શૂકરાં, રીછાં તે નવિ માય રે; એક સસલો અતિ આકલો, ગજ પગ તલઈ જાય રે. ખાજિ ખણી ગજ પગ ઠવઈ, પડયો અંત એક દ્રીષ્ટ રે; એહનિં ગજ કહઈ કિમ હણું, કરૂં કિમ મન દુષ્ટ રે. અતિ અનુકંપા આણતો, ખરી દયા જિંગ એહ રે; અઢી દીવસ દુખ ભોગવી, પડયો ભોમિ ગજ તેહ રે. અણસણ પાલીઅ ઉપનો, થયો મેઘકુમાર રે; વરત લેઈ હવઈ ખંડવા, થયો તું હંસીયા ૨ રે. એ ભવ વછ તુમ ફાછિલા, હવી તિહાંઈ ખિમાય રે; આંહ વિવેક તુઝ કિહાં ગયો, લીધી જોઅ દીખ્યાય રે For Personal & Private Use Only ... ૯૪૪ ચે. ૯૪૫ ચે. ૯૪૬ ૨. ૯૪૭ ચે. . ૯૪૮ ચે. ... ૯૪૯ ચે. . ૯૫૦ ચે. ૯૫૧ ચે. . ૯૫૨ ચે. ૯૫૩ ૨. .. ૯૫૪ ચે. ૯૫૫ ચે. ૯૫૬ . ૯૫૭ ચે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ નાગ મુંનું સુણી નાગનું, વિષ જિમ વલી જાય રે; જેહનો નિપુણ ગોવાલી ઉં, પશુ રહઈ તસ ઠાય રે. .. ૯૫૮ ચે. સુણીય વચન નર જાગીહ, જાતિસમરણ થાય રે; હવઈ જિન દેહ મુઝ વોસિરે, કરૂં સંજય રખાય રે. .. ૯૫૯ ચે. મેઘકુમાર બુઝાયો સહી, પાલઈ સંયમ સાર રે; અવસરિ અણસણ આદરઈ, પામ્યો સુર અવતાર રે. ... ૯૬૦ ૨. એક અવતાર છઈ તેનિ, આવી મહાવિદેમાંહિ રે; સંયમ રહી મુગતિ જસઈ ઋષભ તસ પાય રે. .. ૯૬૧ ચે. અર્થ - હે મેઘકુમાર!તમે આ ભવથી પૂર્વે ત્રીજા ભવમાં વેતાઢય પર્વતની તળેટીમાં રહેતા હતા. ત્યારે તમારું નામ સુમેરૂપ્રભ હતું. તમારો વર્ણ શંખના ચૂર્ણ જેવો સફેદ હતો. તમને અતિશય સુંદર છ ગજદંત હતા. તમે એક હજાર હાથિણીઓના સ્વામી હતા. (હે વત્સ!તમે ચેતી જાવ.) ...૯૪૪ એકવાર જંગલમાં મહાભયંકર આગ લાગી. (અગ્નિની જવાળાઓથી આખું વન સળગી ઉઠયું.) મહાવાયુના કારણે અગ્નિ પ્રસરવા લાગ્યો. નદીઓનું પાણી સૂકાવા લાગ્યું. ગ્રીષ્મઋતુની ઉણતા અને પ્રચંડ અગ્નિના તાપથી વનચરો સંતપ્ત હતા. આ પ્રચંડ આગને જોઈ તમે નાસભાગ કરવા લાગ્યા. તેમને પાણીની અતિશય તરસ લાગી. ... ૯૪૫ ગરમી, ભૂખ અને તૃષાથી પીડિત તમે પાણી પીવા એક મોટા કાદવવાળા તળાવમાં ઊધે રસ્તેથી ઉતર્યા. તમે તળાવના કાદવમાં ફસાયા. (વૃદ્ધાવસ્થાના કારણે તમે દુર્બળ બન્યા હોવાથી કાદવમાં ખેંચી ગયા.) ત્યાં એક નવયુવાન હાથી આવ્યો. પૂર્વ ભવના વેરના કારણે (જેને પૂર્વે સુમેરૂ પ્રત્યે બાળક અવસ્થામાં જ કાઢી મૂક્યો હતો, તે અત્યારે યુવાન થયો. તેને પૂર્વ ભવનું વેર યાદ આવ્યું) તેણે પોતાના તીણ દંતશૂળો વડે તમારી પીઠ ઉપર ત્રણવાર પ્રહાર કર્યો. તમે પ્રબળ બળતરાની વેદના અનુભવતા મૃત્યુ પામ્યા. ...૯૪૬ કવિ કહે છે કે વણિક, સિંહ, શ્વાન અને બુદ્ધિ વિનાનો પંડિત તેમજ જાતિ વિનાનો હાથી હોય તો તે હણાય છે. (મદ ઝરી ગયેલ હાથી જલ્દીથી પકડાય છે. હાથીને પકડવો મુશ્કેલ છે પણ તેને પકડવા એક ખાડો કરવામાં આવે છે. પછી માટીની હાથિણીને આભૂષણ પહેરાવીને ખાડા ઉપર ઊભી રાખવામાં આવે છે. હાથીને શલ્લકી વૃક્ષની ડાળી ખવડાવવામાં આવે છે. હાથી હાથિણીને ભેટવા જાય છે ત્યારે ખાડામાં પડે છે. શિકારીઓ તેને પકડી લે છે.) આ રીતે હાથિણીથી હાથી બંધાય છે. તે પોતાનું સર્વસ્વ ગુમાવે છે....૯૪૭ ત્યાર પછી આયુષ્ય પૂર્ણ થતાં તમારું મૃત્યુ થયું. કર્મસંયોગે તમે હાથી થયા.(જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગાનદીના કિનારે, વિંધ્યગિરિ પાસે મદોન્મત ગંધ હસ્તિ દ્વારા હાથિણીના ગર્ભમાં જન્મ્યા, ત્યાં તમારા દેહનો વર્ણ કમળ જેવો લાલ અને સુકોમળ હતો. ...૯૪૮ પુનઃ તમારું નામ વનચરોએ સુમેરુપ્રભ પાડયું. તમારી પાસે ચાર ગજદંતશૂલ હતા. તમારો પોતાનો ૭૦૦ હાથિણીઓનો પરિવાર હતો. ...૯૪૯ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ એક દિવસ જંગલમાં ભયંકર દાવાગ્નિ પ્રગટયો. (આખું વન પ્રજવલિત થઈ ઉઠયું. અગ્નિના ધૂમાળાથી દશે દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ. તે વખતે તમે વંટોળિયાની જેમ જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા.) અગ્નિને જોઈ તમે વિચાર્યું, ‘મેં પૂર્વે આવો પ્રચંડ દાવાગ્નિ જોયો છે'. આ પ્રમાણે વિચારતાં મનમાં ઉહાપોહ થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તમને તમારો પૂર્વનો ભવ યાદ આવ્યો. તમે અગ્નિથી બચવા માટે તત્ક્ષણ ચેતી ગયા. ૧૮૦ ... ૯૫૦ તમે મનથી અગ્નિથી રક્ષણ મેળવવા માટે એક હજાર યોજનનું વિશાળ નિરુપદ્રવી સ્થાન ખૂબ ખંતથી બનાવ્યું. આ ભૂમિમાં રહેલા વૃક્ષો વેલા, તૃણ, લતાઓને તમારી સૂંઢ વડે ઉખેડી માંડલાથી દૂર ફેંકી દીધાં. જેથી આગ લાગે ત્યારે તેટલા સ્થાનમાં અગ્નિને બળવા માટે જોઈતી સામગ્રી જ ન મળે. ... ૯૫૧ એકવાર તે જંગલમાં ફરી આગ લાગી. (ચારે બાજુ ભયંકર જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જોઈ પ્રાણીઓ ભયભીત બન્યા. તેઓ દોડવા લાગ્યા.) અગ્નિને જોઈ તમે (સુમેરૂપ્રભ) પણ માંડલા તરફ દોડયા. તમારી સાથે જંગલનાં કેટલાંય પશુઓએ ભયંત્રસ્ત થઈ આ માંડલામાં આશરો લીધો. ... ૯પર આ માંડલામાં હરણ, શિયાળ, સૂવર અને રીંછ જેવા પશુઓ અગ્નિના ભયથી ગભરાઈને પહેલેથી જ પ્રવેશ્યાં હતાં. આખું માંડલું પશુઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. તમે શરીરને ખંજવાળવા પગ ઉપાડયો. પગ ઊંચો થવાથી ખાલી પડેલી જગ્યામાં (બીજા બળવાન પ્રાણીઓથી આમ તેમ હડસેલાતું) એક વ્યાકુળ સસલું આવીને તમારા પગ નીચે બેસી ગયું. ... ૯૫૩ શરીરને ખંજવાળી પગ નીચે મૂકવા જતાં તમે નીચે સસલા જેવા તુચ્છ પાણીને જોયું. તેને જોઈને તમને થયું કે, ‘હું આટલા નાના પ્રાણીને શા માટે મારું ? હું દુર્બાન કરી મારું મન ખરાબ શા માટે કરું ?' એમ વિચારી તમે તમારો પગ અધ્ધર જ રાખ્યો. ...૯૫૪ તમને સસલા જેવા ક્ષુદ્ર પશુ માટે અત્યંત અનુકંપા ઉત્પન્ન થઈ. (સુમેરૂપ્રભ હાથીએ સમકિતની સ્પર્શના કરી.) પ્રાણ-ભૂત-જીવ અને સત્વની અનુકંપા એ જ ખરી જીવદયા છે. અઢી દિવસ પછી દાવાનળ સમાપ્ત થયો. (બધા પશુઓ પોત પોતાના સ્થાને ગયા.) ‘હું પણ અહીંથી જાઉં' એવો વિચાર કરી તમે પગ ઉપાડયો. પગ જકડાઈ જવાથી નીચે ન મૂકી શક્યા તેથી તમે ધરતી પર ઢળી પડયા. ...૯૫૫ અઢી દિવસનું અનશન વ્રત કરી તમે દયા-અનુકંપાના પરિણામોથી મેઘકુમાર રૂપે જન્મ્યા. હે મેઘ મુનિ ! તમે વ્રત લઈને ખંડન કરવા તૈયાર થયા છો? (આત્મકલ્યાણ માટે જીવનમાં આવતા ઉપસર્ગોપરિષહોને સમભાવે સહન કરવાં જોઈએ.) ... ૯૫૬ હે વત્સ ! આ તમારા પૂર્વના ભવો હતાં. તમે તિર્યંચના ભવોમાં ઉત્કૃષ્ટ કોટિની અનુકંપા રાખી મરણાંત કષ્ટો સહન કર્યાં છે. અહીં મનુષ્યના ભવમાં દીક્ષા અંગીકાર કરી તમારો વિવેક ક્યાં ગયો ?’’ ૯૫૭ ભગવાન મહાવીર સ્વામીની મધુર વાણી સાંભળી વિષધરનું વિષ જેમ ઉતરી જાય છે, તેમ મેઘમુનિ ઉપશાંત થયા. જ્યાં ઢોરોની રખવાળી કરનારો કુશળ ગોવાળિયો હોય ત્યાં કોઈ ઢોર સીમમાં રખડતું રહી શકે ખરું ? ભગવાન મહાવીર જેવા કુશળ ગોવાળિયા વડે મેઘમુનિ સંયમ સ્થાનમાં સ્થિર થયાં. ... ૯૫૮ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ભગવાન મહાવીર સ્વામીના વચનો શ્રવણ કરી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પ્રતિજ્ઞા કરી કે, “હવે હું સંયમ ધર્મની રક્ષા કરવા દેહના સુખનો ત્યાગ કરું છું'. .. ૯૫૯ મેઘકુમારને સમ્યબોધ થતો. (તેમણે અગિયાર અંગ સૂત્રોનું જ્ઞાન મેળવ્યું તેમજ ઘણી તપશ્ચર્યા કરી.) તેમણે સંયમ ધર્મમાં ઉદ્યમ કરી તેનું સારી રીતે પાલન કર્યું. અંત સમયે એક માસનો સંલેખના તપ કરી (વિજય નામના અનુત્તર વિમાનમાં) દેવનો અવતાર પામ્યા. ... ૯૬૦ તેમનો હવે એક જ આવતાર બાકી છે. તેઓ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન થશે. તે ભવમાં સંયમ ગ્રહણ કરી, સાધના કરી, સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિ મેળવશે. કવિ ઋષભદાસ તેમને ચરણે નમસ્કાર કરે છે. ... ૯૬૧ દુહા : ૪૮ જિનવચનિ વછ બુઝીઉં, નાખ્યો નહીંવત ભાર; જ્ઞાતા ધરમ કથાગમાં, મેઘ તણો અધિકાર. •.. ૯૬૨ વલી વઈરાગ જ પામીઉં, નંદીષેણ નર જેહ; શ્રેણિક રાય મનાવીઉં, સંયમ લેતો તેહ. ••. ૯૬૩ અર્થ:- મેઘમુનિ જિનવચનથી પ્રતિબોઘ પામ્યા. તેમણે પંચ મહાવ્રતનું પાલન કર્યું. શ્રી જ્ઞાતાઘર્મકથા નામના અંગ સૂત્રમાં મેઘકુમારનો અધિકાર છે. ... ૯૬૨ મેઘકુમારની જેમ મહારાજા શ્રેણિક અને ચેલણા રાણીના પુત્ર નંદીષેણ કુમાર પણ જિનવચનથી પ્રતિબોધ પામ્યા. મહારાજા શ્રેણિકે સંયમની કઠોરતા અનેક રીતે સમજાવી છતાં પ્રબળ વૈરાગ્ય અને આયુષ્યની ક્ષણભંગુરતા જાણી નંદીષેણ કુમાર અણગાર ધર્મ સ્વીકારવા તૈયાર થયા. ...૯૬૩ ઢાળ : ૩૯ મહાત્મા નંદીષણ કાયા વાડી કારમી એ દેશી. સંયમ લેવા સંચરયો, વીર જિનવર પાશ; વારઈ વાટિ દેવતા, મ કરાવીશ હાશ •. ૯૬૪ સંયમ લેવા સંચરતો ... આંચલી. ભોગ કરમ તાહરઈ ઘણું, નથી સંયમ કાલ; દ્દઢનિ ભોગ કરઈ કસિઉં, દેવ જંપઈ આલ. વીર હાર્થિ થયો સંયમી, દીધો શિવરનિ હાથિ; સૂત્ર અરથ સવી સીખીલ, ચાલઈ ગુરનિ સાથિ. એક દિન જિન કિં જઈ કરી, માગ્યો આદેશ; વિહાર કરઈ નર એકલો, ચાલ્યો પરદેશ. ... ૯૬૭ સે. (૧) મહાત્મા નંદીષેણ : કથા પ્રબોધિકા, પૃ.૧૭૭ થી ૧૯૩. ૯૬૫ . ૯૬૬ સં. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' . ૯૬૮ સં. ૯૬૯ સં. •.. ૯૭૦ સં. ... ૯૭૧ સં. ... ૯૭૨ સે. ... ૯૭૩ સે. ૯૭૪ સં. એક દિન ગણિકા ઘરિ ગયો, ધર્મલાભ કહેત; અરથ લાભ જોઈ અહી, જેથી સુખીઉ જંત. મુનિ અભિમાન આણી કરી, તાણિ6 નેવનું તરણ; કનક કોડી જુઠી બહુ, લેરે કોશા સુવર્ણ. માનિ મસ્તગ ખોયતો, માનિ ખોતા દામ; માનિ ધર્મ પામઈ નહી, માની વિણસઈ કામ. માની જ્ઞાન પામઈ નહી, માની તે ન તરંત; નંદીષેણ માનિ કરી, સોવન વિષ્ટ કરત. કર જોડી ગણિકા કહઈ, સ્યુ કરું એ ધન; રહો તો તુમ સિંહ વિલસીઈ, સોપું તન મન. હાવભાવ મુખ મટકલો, ન રહિક થિર ચિંત; અલગો ઊધો મોહપતી, મુકઈ માહત. રણ સંગ્રામિં જે ઘસઈ, ઘાલઈ સીહનિ નાથ; નારિ આગલિ તે વલી, જોડઈ બેહ હાથ. વિલસઈ વેશાસિતું વલી, નિત્ય નવલા ભોગ; ચિંતઈ યૌવન દાઢ લઈ, કોશા સંયમ યોગ. દમિ ચિંતિ રહયો મંદિરિ, દીઈ સંયમ સાર; નટ વટ કુંટ ખરડેનિ, પ્રતિબોધ અપાર . દહાડીના દસ બૂઝવઈ, મોકલઈ વીર પારા. સંયમ સુધું આદરઈ, મન નઈ ઉહાલિસ. બારે વરસે બૂઝવઈ, મોકલઈ વીર પારા; સંયમ સુધું આદરઈ, મન નઈ ઉહાલિસ. બારે વરસે બૂઝવઈ, ત્રેહતાલીસ હજાર; પુરુષ બઈસિ અધિકા સહી, ઉતરાયા પાર. એક દિન નવ નર બુઝવ્યા, દસમો મલ્યો કંઠ; સમઝાવ્યો સમઝઈ નહી, વઢી ધાય કુલંક. સહસ કિરણ સિરથી ઢલ્યો, નાવઈ તોહિ કંત; તતખિણ ચિઠી મોકલી, જઈ નર તેડુંત. ઉઠાડયો ઉઠઈ નહી, બોલ્યો મધુરી વાણી; દસમો નર બુઝયા વિના, ભોજન નહી જાણી. ... ૯૭૫ સે. ... ૯૭૬ સં. ... ૯૭૭ સં. .. ૯૭૭ સં. •.. ૯૭૮ સં. ૯૭૯ સં. •.. ૯૮૦ સં. .. ૯૮૧ સં. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ આવી વેશા ઉતાવલી, બોલઈ મુકી લાજ; ઉઠો દસમા તુમે સહી, જાણો બુઝયા આજ. ૯૮૨ સં. ઉછલનિ ઉતાવલો, વણ સાડઈ કાજ; દૂધથી માખણ કિમ લહઈ, જો જોઈઈ આજ. ૯૮૩ સં. અવસર દેખી બોલીઈ, એક અક્ષર સાર; અવસર પાખિં બોલીઈ, સહુ કો કહઈ ગુમાર. . ૯૮૪ સં. અણ સમઝિઉં ડ્યુક આદરઈ, કરે હરડે આહાર; રેચ લાગો ઠંડલિ ગયો, વારસિં બે ચ્યાર. ... ૯૮૫ સં. અણસમઝી ગુણિકા બોલી, ઉતાવલી થાય; પ્રત્યગના પુરી થઈ, જા કહઈતાં જાય. ... ૯૮૬ સં. ભોગ કરમ ગુરૃ તદા, ઊધો મિહાતી લેહ; પુનરપિ આવ્યો વીર કિ, ફરી સંયમ લેહ. . ૯૮૭ સં. જ્ઞાની પડયો પાછો વલઈ, મુરખ બેઠો ન થાય; સૂત્ર સહીત સૂઈ કરિ જડઈ, દોરા વિહુણી જાય. . ૯૮૮ સં. નંદીષેણ જ્ઞાની ભલો, લીઈ સંયમ સાર; આરાધી સુરતે થયો, જિહાં ઋધિ અપાર. ... ૯૮૯ સં. શ્રેણિક નરવર રાસનો, ખઇડ ત્રીજો હોય; ચોથા ખંડમાં રસ ઘણો, કઈ ઋષભ સોય. ... ૯૯૦ સં. અર્થ:- નંદીષણકુમાર માતા-પિતાની આજ્ઞા લઈ ભગવાન પાસે પ્રવ્રજિત થવા આવ્યા. તેમને રસ્તામાં કુળદેવીએ આવીને ચેતવણી આપતાં કહ્યું, “હે નંદીષેણ!તમે સંયમ લેવાની ઉતાવળ ન કરો. ... ૯૬૪ તમારા ભોગાવલિ કર્મો પ્રબળ છે. તે ભોગવ્યા વિના તમને સંયમમાં સફળતા નહીં મળે.” સંયમના ઉત્કૃષ્ટ ભાવોને કારણે નંદીષેણકુમારે વિચાર્યું, “જેનું મન સંયમમાં દઢ છે. તેને ભોગો શું કરી શકે? દેવ વ્યર્થ બોલે છે.” ... ૯૬૫ સંયમના વર્ધમાન પરિણામ હોવાથી નંદીષેણકુમારે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી. ત્યાર પછી ભગવાને તેમને આચાર ધર્મની અને જ્ઞાનની શિક્ષા માટે સ્થવીર ભગવંતોને સોંપ્યા. તેમણે ગુરુની સાથે રહી અગિયાર અંગ સૂત્રોનું અર્થ સહિત જ્ઞાન પ્રાપ્ત કર્યું. ... ૯૬૬ એક દિવસ તેઓ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે વંદન કરી, પ્રભુ પાસે પ્રામાનુગ્રામ એકલા વિચરણ કરવાની આજ્ઞા માંગી. (આ પ્રમાણે કરવા પાછળનો તેમનો આશય એ હતો કે ભોગાવલી (૧) નંદીષેણકુમારે ભગવાનને દીક્ષા આપવાની વિનંતી કરી ત્યારે ભગવાન મૌન રહ્યા. એક બાજુ પોતાની સંયમની તીવ્ર અભિલાષા અને બીજી બાજુ પ્રભુનું મૌન જોઈ નંદીકુમાર દ્વીધામાં પડયા. તેમણે અંતે સ્વયં દીક્ષા લીધી. (સંસાર સપના કોઈ નહિ અપના. પૃ. ૧૯૩.) For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' કર્મ ઉદયમાં આવે તે પહેલાં જ શરીરને ક્ષીણ કરવું જેથી સંયમમાં કલંક ન લાગે.) ભગવાન મૌન રહ્યા. નંદીષેણ મુનિએ મૌનને ભગવાનની અનુમતિ માની બીજા ગામમાં વિહાર કર્યો. ... ૯૬૭ તેઓ વિહાર કરતાં બીજા ગામમાં આવ્યા. ત્યાં ગોચરી માટે નીકળ્યા. તેમણે અજાણતાં ગણિકાના દ્વારે જઈ “ધર્મલાભ' કહ્યો. ગણિકાએ કહ્યું, “મુનિવર! આ શ્રાવકનું ઘર નથી. અહીં અર્થ લાભ કરે તે જ આવી શકે. અર્થ લાભથી જ સુખી થવાય છે.” (ગણિકાએ મુનિને મહેણું મારતાં કહ્યું, “તમે યુવાનીમાં સંયમ લીધો છે? શું તમારામાં કમાવવાની ત્રેવડ ન હતી? ધન વિનાનો નર પશુ સમાન છે. ધનથી જ પ્રાણી સુખી થાય છે.' મુનિનું લોહી ઉકળી ઉઠયું.) .. ૯૬૮ “નંદીષેણ મુનિએ પોતે ભિખારી નથી પણ એક સંત છે,” એવો ગર્વ કરી પોતાની શક્તિ દર્શાવવા ગણિકાની સમક્ષ (લબ્ધિનો પ્રયોગ કરવા) હવેલીના નેવે રહેલું તણખલું ખેંચ્યું. (તણખલું ખેંચી મંત્રોચ્ચાર કર્યો.) ત્યાં તો ગણિકાની હવેલીમાં સોના મહોરોની વૃષ્ટિ થઈ. મુનિ બોલ્યા, “કોશા! તને પૈસા જોઈએ છે ને? લે આ રહ્યા પૈસા.' આ જગતમાં અભિમાન બહુ ભયંકર છે. અભિમાનથી મસ્તક અને ધન ગુમાવાય છે. અભિમાન કરવાથી ધર્મ પણ દૂર હડસેલાય છે. અભિમાન કરવાથી ઉત્તમ કાર્યો નષ્ટ થાય છે. ...૯૭૦ અભિમાની વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. તેઓ સંસાર સાગર પાર ન કરી શકે. નંદીષેણ મુનિએ પોતાની સંયમની તાકાત દર્શાવવા અભિમાન કર્યું. તેમણે લોભી ગણિકાને સુવર્ણ વૃષ્ટિ કરી પોતાની શક્તિનો પરિચય આપ્યો. (કામલતા ગણિકા અવાક બની ગઈ. જ્યાં મુનિએ જવા માટે પગ ઉપાડડ્યો ત્યાં) ... ૯૭૧ ચાલાક ગણિકાએ હાથ જોડી પગે પડી નંદીષેણ મુનિને વિનંતી કરતાં કહ્યું, “અરે! આ ધનને હું શું કરું? જો તમે અહીં રહો તો આપણે બંને દુનિયાના સુખો ભોગવીએ. હું તમને મારું તન-મન સમર્પિત કરીશ.”(હું તમને બારણાંની બહાર નહીં જવા દઉં) ...૯૭૨ ગણિકાના મુખના હાવભાવ, લટકા મટકા તેમજ મિષ્ટ વચનોથી નંદીષેણ મુનિનું મન લપસી ગયું. તેઓ વિચલિત થયા. ઉગ્ર તપસ્વી નંદીષેણ મુનિએ પ્રબળ ભોગાવલિ કર્મોના ઉદયના કારણે સંયમના ઉપકરણો - ઓઘો, મુહપત્તિ ખીંટીએ લટકાવ્યા. તેમણે ગૃહસ્થનો વેશ પહેર્યો. (દશવૈકાલિક સૂ. ના અ. ૫ માં શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યનો ભંગ થવાની આશંકાથી વેશ્યાના ઘરમાં ગોચરી માટે જવાની ના પાડી છે.) રણ સંગ્રામમાં શત્રુઓની સામે દોડી જનારા શૂરવીર યોદ્ધાઓ, જંગલના પશુઓને પોતાના આધિપત્યમાં રાખનારો સિંહણનો સ્વામી સિંહ પણ નારી સમક્ષ બે હાથ જોડી નમી પડે છે. ...૯૭૪ (નંદીષેણ મુનિનું ભોગાવલિ કર્મ નિકાચિત હોવાથી, તેમને મનમાં પસ્તાવો થવા છતાં તેઓ કાંઈ ન કરી શક્યા.) તેઓ હવે ગણિકાના ઘરે રહી, નિત્ય વિવિધ પ્રકારના ભોગ સુખો ભોગવતા રહ્યા. “યૌવનકાળ કોશા (ગણિકા) સાથે વીતાવ્યા પછી હું અને કોશા સાથે સંયમ ગ્રહણ કરીશું.” 1 ..૯૭૫ આ પ્રમાણે વિચાર કરી નંદીષેણ મુનિએ સંયમના ઉપકરણોનો ત્યાગ કરી કોશાના આવાસે રહ્યા. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ તેઓ રોજ જિનવાણીનું શ્રવણ કરાવી સંયમ ધર્મની પ્રભાવના કરતા હતા. તેમણે અનેક આત્માનેએ પ્રતિબોધ્યા હતા. તેમણે નૃત્યકારો, વ્યાભિચારી અને હલકી જાતિના મનુષ્યોને પ્રતિબોધ્યા. ...૯૭૬ તેઓ નિત્ય કોશાના ઘરમાં આવતા દેશ વ્યક્તિઓને પ્રતિબોધિ ભગવાન મહાવીર સ્વામી પાસે ૧૮૫ સંયમિત થવા મોકલતા હતા. આ વ્યક્તિઓ ઉત્કૃષ્ટ ભાવે શુદ્ધ સંયમ અંગીકાર કરતા હતા. (નંદીષેણ મુનિ ચારિત્રથી ભ્રષ્ટ થયા હતા પરંતુ દર્શન-શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા ન હતા. ) તેમણે બાર વર્ષમાં તેતાલીસ હજાર અને બસો (૪૩,૨૦૦) થી પણ વધુ વ્યક્તિઓને સંયમની મહત્તા સમજાવી ઉલ્લાસપૂર્વક પ્રતિબોધ્યા. (તેમણે ભીષણ પુરુષાર્થ કરી) તે સર્વને વીર પ્રભુ પાસે મોકલ્યા. તેઓ સર્વેએ સંયમ લઈ આત્માનું કલ્યાણકર્યું. 662*** ...૯૭૮ એક દિવસ નંદીષેણ મુનિની ધર્મ સભામાં નવ આત્માઓ બોધ પામ્યા. દસમો ધૂર્ત વ્યક્તિ મળ્યો જે અનેક ઉપાયો કરવા છતાં ન સમજ્યો. તે અનેક કુતર્ક કરી આખરે ઝઘડો કરી ત્યાંથી ભાગ્યો. ૯૭૯ સૂર્યના સહસ્ત્ર કિરણો માથા પરથી ઢળ્યા (અર્થાત્ બે પ્રહર પૂર્ણ થયાં) છતાં (પતિદેવ) નંદીષેણ કુમાર જમવા ન આવ્યા. ત્યારે ગણિકાએ એક પત્ર લખ્યો. તે પત્ર નોકર (પુત્ર) ના હાથમાં આપી જલ્દીથી ભોજન કરવા આવવા માટે આમંત્રણ મોકલ્યું. ...૯૮૦ નંદીષેણકુમારની દશ વ્યક્તિઓની પ્રતિબોધિ પછી જ જમવું એવી પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી તે જમવા ઉઠયા નહિ. તેમણે નોકરને મધુર વાણીમાં કહ્યું, ‘ દશમો પ્રતિબોધ ન પામે ત્યાં સુધી હું ભોજન ગ્રહણ નહીં કરું.'' ...૯૮૧ સેવકના વચનો સાંભળી કોશા ઉતાવળી પતિદેવ પાસે આવી. તેણે શરમ છોડી મજાકમાં કહ્યું, ‘હવે ઉઠો સ્વામી ! તમે રોજ બીજાને પ્રતિબોધો છો, આજે એમ સમજો કે હું પોતે જ દશમો છું.''.. ૯૮૨ ( ‘તેજીને ટકોરો બસ’ એ ન્યાયે તેમનો આત્મા જાગી ગયો.) નંદીષેણકુમાર બગડેલું કાર્ય સુધારવા તરત ઉતાવળા ત્યાંથી ઉઠયા. આજે જ દૂધમાંથી માખણ મેળવવું હોય તો શી રીતે મળી શકે ? (ઉતાવળે આંબા ન પાકે.) ...૯૮૩ મનુષ્યએ અવસર જોઈને એકાએક સારાં શબ્દો બોલવાં જોઈએ. અવસર વિના ગમે તેમ બોલનારને લોકો મૂઢ-ગમાર કહે છે. ...૯૮૪ સમજ્યા વિના પોપટીયા જ્ઞાનથી ક્યારેક નુકસાન થાય છે. (પોપટ ‘બિલાડી આવે ત્યારે ઉડી જવું એવો જાપ કરતો રહ્યો પરંતુ જ્યારે ખરેખર બિલાડી આવી ત્યારે પોતે ઉડચો જ નહીં તેથી બિલાડીએ તેનું ભક્ષણ કર્યું’) એક મૂર્ખાએ ક્યાંક સાંભળ્યું કે, ‘‘હરડેનો આહાર ખાવાથી નિરોગી રહેવાય. તે નિત્ય હરડે લેતો તેથી દિવસમાં બે-ચાર વાર સ્થંડિલે જવું પડતું.તેને ઝાડા થવાથી અસક્તિથી રોગ થયો.’’... ૯૮૫ (૧) નંદીષેણની દિનચર્યા ઃ તેઓ સવારે પ્રતિક્રમણ, દશ વ્યક્તિઓને પ્રતિબોધ પમાડવા, ત્યાર પછી ભોજન, આરામ, હળવો વાર્તા વિનોદ, શાસ્ત્ર સ્વાધ્યાય, સાંજનું પ્રતિક્રમણ, બાર ભાવનાઓનું ચિંતન કરતાં કરતાં નિદ્રાવશ થતા. કામલતા નંદીષેણની પ્રિયતમા બની. (૨) કામલતાએ પુત્ર દ્વારા પતિને જમવા બોલાવ્યા. (સંસાર સપના કોઈ નહિ અપના, પૃ.૧૯૬) For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ગણિકા વગર વિચાર્યું ઉતાવળમાં ગમે તેમ બોલી ગઈ. (તેણે મુનિને ચાનક મારી જગાડવા) તેમની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. તેમણે કહ્યું, “મારી પ્રતિજ્ઞા હતી કે જે દિવસે તું મને “જા કહેશે ત્યારે હું આ હવેલી છોડી જતો રહીશ. મારી આ પ્રતિજ્ઞા આજે પૂર્ણ થાય છે.” ...૯૮૬ નંદીષેણ મુનિની ભોગાવલી કર્મોની અવધિ પૂર્ણ થઈ. તેમણે ખીંટીએ રહેલા સંયમના ઉપકરણો ઉતારી તે પહેર્યા. તેઓ ઓઘો લઈ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે સંયમનો પુનઃ રવીકાર કર્યો.(સુવર્ણ પિંજરનું દ્વાર ખૂલી જતાં પોપટ ઉડી ગયો.) જ્ઞાની વ્યક્તિ કર્મના ઉદયથી પતિત થવા છતાં નિમિત્ત મળતાં પુનઃ જાગૃત થાય છે, જ્યારે મૂર્ખ વ્યક્તિ સમજણના અભાવને કારણે જાગૃત થતાં જ નથી. દોરા સહિતની સોય કચરામાંથી પણ મળી જાય છે પરંતુ દોરા વિનાની સોય કચરામાં ખોવાઈ જાય છે. ...૯૮૮ નંદીષેણ મુનિ જ્ઞાની હતા. તેમણે દુષ્કર સંયમ ગ્રહણ કરી તેનું શુદ્ધપણે આરાધના કર્યું. ઉગ્ર તપશ્ચર્યા કરી, અંતે અનશન કરી તેઓ પ્રથમ સુધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન થયા. ત્યાં તેઓ અપાર સંપત્તિથી સંપન્ન બન્યા. ... ૯૮૯ શ્રેણિક રાસનો આ ત્રીજો ખંડ પૂર્ણ થયો. કવિ ઋષભદાસ કહે છે કે હવે ચોથા ખંડમાં ઘણો સુંદર કથારસ છે. ... ૯૯૦ ૪થો ખંડ દુહા : ૪૯ નંદીષણ નરની કથા, હુઈ સંપૂરણ સાર; ડાહા વેધક સાંભલ, શ્રેણિકનો અધિકાર •.. ૯૯૧ અર્થ:- સંયમમાં પરાક્રમી નંદીષેણકુમારની કથા અહીં પૂર્ણ થઈ. હે ડાહ્યા અને ચતુર જીવો! હવે તમે મગધેશ્વર શ્રેણિક રાજાની કથા આગળ સાંભળો. ...૯૯૧ ઢાળ : ૪૦ દુર્દરાંક દેવાગમન - ચાર છીંક રાગ : અશાવરી સિંધુ શ્રેણિક સૂરતરૂ કંદો રે, આણંદો રે ધુણતા આજ; સામકિત ધારી હોય મહારાજ, જેજની માનઈ હો સુરવર લાજ જોહનિ નામિં હો સીઝઈ કાજ, શ્રેણિક સુરતરૂ કંદોરો. એ આંચલી . ૯૯૨ છે. એક દિન વીર જિPસરુ, આવ્યા રે રાજગૃહીમાંહિ; સમોસરણ સુર સહી રચઈ, દીઈ દેસના હો બેઠી ત્યાંહિં. ... ૯૯૩ છે. (૧) ગણિકાએ ઘણી વિનંતી કરી માફી માંગી. નાનો પુત્ર નંદીષેણના પગ પાસે ક્રીડા કરતો હતો. માતા-પિતાની વાતચીત સાંભળી પિતાના પગ દોરીથી વીંટાળવા લાગ્યો. તેણે કહ્યું, “પિતાજી હું તમને નહીં જવા દઉં! ' બાળપુત્રના વચન સાંભળી ગણિકાએ દોરાના આંટા જેટલા વર્ષ ઘરમાં રાખ્યા. નંદીષેણ પણ હજી ભોગાવલિ કર્મ બાકી છે તેમ સમજી બીજા સાત વર્ષ, કુલ બાર વર્ષ સંસારમાં રહ્યા. (સંસાર સપના કોઈ નહીં અપના-પૃ.૧૯૭.) (૨-૩) ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.૧૬૭ થી ૧૭૨. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સુરવર નરવર આવીઆ, વાઘ ચીતર હો ગયંવર ગાય; બાર પરિષદા તિહાં મલી, બેઠો શ્રેણિક હો નરવર રાય. ••• ૯૯૪ છે. કુષ્ટિ એક તિહાં આવીઉં, જઈ બેઠો હો સુરવરમાં હિં; રસી ચોપડઈ જિન પગે, દેખઈ શ્રેણિક હો દૃષ્ટિ ત્યાંહિ. •.. ૯૯૫ શ્રે. જિન ભગતો શ્રેણિક સહી, અતિ હઈડઈ હો કોપ ધરંત; એણઈ અવસરિ જિન વીરજી, પ્રતિગાઢિ હો તિહાં છી કંત. .. ૯૯૬ શ્રે. ચીરંજીવિ સહુ કો કહઈ, કહઈ કોષ્ટી મારી જિન આજ; શ્રેણિક નરપતિ સાંભલી, અતિ કોપ્યો તિહાં મહારાજ. ... ૯૯૭ શ્રે. ઐણઈ અવસરિ નૃપ છીકીઉં, ચીરંજીવિ તો કહે સુરરાય; શ્રેણિક આપ વિચારતો, નર બીપીતો હો એણઈ ઠાય. . ૯૯૮ અભયકુમાર છીકયો સહી, મરિ ભાવઈ હો સુપુરુષ જીવિ; તું સુખીલ વિનવિ સહી, પર ઉપગારી હો અછય સચિવ. ૯૯૯ છે. કાલકસુરીલ છીકીઉં, મમ મરજે હો, સુર કહઈ તામ; મમ જીવે જગમાં વલી, નર છે અભવિ હો નહી તુઝ ઠામ. . ૧૦૦૦ છે. સુણી રાય કહઈ સુભટનિ, ઝાલયો હો કુષ્ટી હાથ; સભા વિસરજી તવ વલી, ઝાલેવા હો ધાયો નરપતિ સાથ. ... ૧૦૦૧ શ્રે. સુર આકાસિં ઉતપત્યો, નર ઝાંખો હો તિહાં કણી થાય; આવી કહઈ નરપતિ તણઈ, એ દસઈ હો કોઈ સર રાય. . ૧૦૦ર શ્રે. શ્રેણિક તવ સંસય પડયો, તવ પૂછઈ હો જિન કિં જાય; કુણ કુષ્ટી એ અહીં હતો, પરુ ચોપડઈ હો તુમારઈ પાય. .. ૧૦૦૩ છે. વીર કહઈ દેવતા, ચંદન ચરચઈ હો મહારઈ પાય; ઋષભ કહઈ શ્રેણિક સુણો, જિન ભાખઈ હો સુર કથાય. ... ૧૦૦૪ શ્રે. અર્થ - પૃથ્વીલોકમાં મહારાજા શ્રેણિક કલ્પદ્રુમ અને કામદેવ સમાન આનંદથી રહે છે. મહારાજા શ્રેણિક સમકિત ધારી થયા. દેવોની સભામાં ઈન્દ્ર મહારાજા સહિત અન્ય દેવો પણ મહારાજા શ્રેણિકની પ્રશંસા કરવા લાગ્યા. જેમના નામથી અનેક કાર્યો સરળતાથી સંપન્ન થતા હતા. ...૯૯૨ એકવાર ભગવાન મહાવીર સ્વામી મગધ દેશની રાજગૃહી નગરીમાં પધાર્યા. દેવોએ તે સમયે સમવસરણની રચના કરી. તેઓ ફટીક રત્નના સિંહાસન પર બેસી દેશના આપતા હતા. ...૯૯૩ ભગવાનની વાણી સાંભળવા સમવસરણમાં દેવો, માનવો તથા વાઘ, ચિત્તા, કદાવર હાથી, ગાય જેવા તિર્યંચો પણ આવ્યા. સમવસરણમાં બાર પ્રકારની પર્ષદા જિનવાણીનું શ્રવણ કરવા આવી હતી. ત્યાં નરપતિ મહારાજા શ્રેણિક પણ પ્રભુની દેશના સાંભળવા બેઠા. ... ૯૯૪ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સમવસરણમાં એક કોઢિયો આવ્યો. તે સમવસરણમાં જ્યાં દેવોને બેસવાની બેઠક હતી ત્યાં જઈને બેઠો. (તેના શરીરમાંથી પરુ વહી રહ્યું હતું.) તેણે ભગવાન મહાવીર સ્વામીના પગમાં પોતાના શરીરમાંથી નીકળતું પરુ (રસી) ચોપડયું. મહારાજા શ્રેણિકે આ જોયું. તેમની દૃષ્ટિ ત્યાં જ હતી. ... ૯૯૫ મહારાજા શ્રેણિક પ્રભુ મહાવીરના પરમ ભક્ત હતા. કોઢિયાને રસી ચોપડતો જોઈ તેમને મનમાં ખૂબ ગુસ્સો આવ્યો. તે જ સમયે જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામીને ખૂબ મોટેથી છીંક આવી.... ૯૯૬ | સર્વ લોકોએ “ચિરંજીવ રહો” એવું કહ્યું, જ્યારે કોઢિયો બોલ્યો, “મરો મરો વર્ધમાન આજ!” કોઢિયાના વચનો મહારાજા શ્રેણિકે સાંભળ્યા. કોઢિયાના અભદ્ર આચરણ અને અનિષ્ટ પ્રલાપ સાંભળી મહારાજા શ્રેણિક અત્યંત ક્રોધિત થયા. .. ૯૯૭ આ સમયે થોડીવારમાં મહારાજા શ્રેણિકને છીંક આવી. કોઢિયો તરત જ બોલ્યો, “ચિરાયુ હો રાજનું!” મહારાજા શ્રેણિકે વિચાર્યું, “આ કોઢિયો મારાથી ડરીને મારે માટે સારું બોલ્યો છે.'... ૯૯૮ તે જ સમયે એકાએક મહામંત્રી અભયકુમારને છીંક આવી. કોઢિયાએ કહ્યું, “ભલે મરે, ભલે જીવે સજ્જન પુરુષ! ” રાજાએ વિચાર્યું, “અભયકુમાર સુખી, વૈભવશાળી અને સદા પરોપકારી છે તેથી આ કોઢિયો તેવું બોલ્યો છે.” ... ૯૯૯ ત્યાં કાલસૂરી કસાઈ છીંક્યો. કોઢિયાએ કહ્યું, “મત મરો તો કાલસૂરી. તું આ જગતમાં જીવતો રહેશે. તું અભવી જીવ છે. તારું બીજે ક્યાંય સ્થાન નથી.” ... ૧૦૦૦ મહારાજા શ્રેણિકે કુષ્ટિના વચનો સાંભળી સુભટોને કહ્યું, “આ અવિનયી અને અવિવેકી એવા ઉદ્ધત કોઢિયાને જલ્દીથી પકડો.” સભાનું વિસર્જન થયું ત્યારે મહારાજા શ્રેણિક ઉઠીને સ્વયં સુભટોની સાથે તે કોઢિયાને પકડવા દોડયા. ... ૧૦૦૧ તે દેવ આકાશમાં અદશ્ય થઈ ગયો તેથી રાજા ઝંખવાણા પડી ગયા. સુભટોએ રાજાને આવીને કહ્યું, “મહારાજા ! આતો કોઈ દેવ હોય તેવું દેખાય છે.” .. ૧૦૦૨ મહારાજા શ્રેણિકને સંશય થયો કે, “આ કોઢિયો કોણ હતો ?” મહારાજા (પોતાની શંકાનું નિવારણ કરવા) ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે ભગવાનને (વંદન કરી વિનયપૂર્વક) પૂછયું પ્રભુ! આપના સમવસરણમાં આવેલો (માયાવી) કોઢિયો કોણ હતો? તેણે તમારા ચરણોમાં પરુ કેમ ચોપડયું?” . ૧૦૦૩ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “દેવાનુપ્રિય! એ દેવતા છે. તે મારા ચરણોમાં ચંદનનું વિલેપન કરતો હતો.” કવિ ઋષભદાસ કહે છે કે, ભગવાન મહાવીર સ્વામી તે સુરરાયનની કથા કહે છે. મહારાજા શ્રેણિક સાંભળે છે. ... ૧૦૦૪ દુહા : ૫૦ સુણિ શ્રેણિક જિનવર કહઈ, સુરવર તણી કથાય; પૂર્વ ચરીત્ર સહુ સાંભલો, ભાખઈ જિનવર રાય. .. ૧૦૦૫ શ્રે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ . ૧૦૧૦ અર્થ - જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામી કુષ્ઠી (દેવ)ની કથા કહે છે. મહારાજા શ્રેણિક સાંભળે છે. જિનેશ્વર દેવતે સુરરાયનું પૂર્વ ચરિત્ર કહે છે. તે સૌ જીવો સાંભળો. ... ૧૦૦૫ ઢાળ : ૪૧ દુર્દરાંક દેવનો પૂર્વભવ - એક બ્રાહ્મણ ઉલાલાની એ દેશી. રાગ ઃ ઘન્યાસી. ભાખઈ વીર વિચારો, નગરી કોસંબીય સારો; ભૂપ શતાનિક જયહિં, વિપ્ર સેતુક વસઈ ત્યાંહિં. . ૧૦૦૬ દારીદ્રી નર તેહો, મુરિખમાં મુખિ જેહો; રૂ૫ રહિત વિકરાલો, નવિ માનઈ વૃધ બાલો. ... ૧૦૦૭ વિદ્યા રૂપ નિધાન, ત્રિહો કરી નરનિ માન; નહીતર કાષ્ટ કહેવો, સેડૂક બાંભણ એહવો. ... ૧૦૦૮ એક દિન તેહની નારી, હુઈ ગર્ભધર નારી; પ્રસવ સમઈ જવ થાતો, બોલાવ્યો સુત તાતો. ... ૧૦૦૯ જોઈ ઈ કોપરાં સુઠિઉં, ગુલ ધૃત કારણિ ઉઠિ6; સેડૂક કહઈ સુણિ નારી, કિહાંથી લાવું બેય્યારી. હુઉં નર બાલ અનાથો, ન ઝાલ્યો એક સ્ત્રીનો હાથો; સદા લગિં પર દાસો, નિત્ય પર ભોજન આસો. યોવન વઈ ધન હીણો, સખરૂં પામઈ ન મરણો; સેતુક કહઈ ધિગ આજો, ન કરૂં નારીનું કાજો. ૧૦૧ર સ્ત્રી કહઈ જઈ જાચો રાય, સેડૂક ઊભોઅ ઠાય; ફલનિ ફૂલ તે લેઈ, મૂંકિ રાય મલેઈ. •.. ૧૦૧૩ ઉદધી સેવ્યો દઈ રયણો, તે દુખ દારિદ્ર હરણો; નૃપ સોવ્યો દઈ મહીઉં, ત્રષભ કહઈ સુખ સહીઉં. ... ૧૦૧૪ અર્થ - તીર્થંકર પરમાત્મા કુષ્ટીની કથા કહે છે. કૌશાંબી નામની વિખ્યાત નગરીમાં શતાનીક નામના ધર્મપ્રિય રાજા રહેતા હતા. આ નગરમાં એડુક નામનો નિર્ધન વિપ્ર (બ્રાહ્મણ) રહેતો હતો. ... ૧૦૦૬ સેતુક બ્રાહ્મણ દરિદ્રી અને મૂર્ખ શિરોમણી હતો. તે દેખાવમાં અત્યંત કદરૂપો, ભયંકર તેમજ વિકરાળ હતો. તે સૌંદર્યહીન અને મૂર્ખ હોવાના કારણે લોકોમાં અપ્રિય બન્યો. (અનાદેય નામના કર્મના ઉદયથી) તેનું વચન બાળક કે વૃદ્ધ કોઈ માનતું નહતું. ... ૧૦૦૭. ખરેખર! વિદ્યા, રૂપ અને સંપત્તિ આ ત્રણ વસ્તુના કારણે વ્યક્તિનું જગતમાં માન-સન્માન વધે છે. અન્યથા આ ત્રણ વસ્તુ વિનાનો વ્યક્તિ કાષ્ટ સમાન નિરર્થક ગણાય છે. સેતુક બ્રાહ્મણ પણ નિર્ધન, કદરૂપો અને મૂર્ખ હોવાથી તેનું ક્યાંય સન્માન થતું નહતું. ... ૧૦૦૮ ૧૦૧૧ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' એકવાર એડુક બ્રાહ્મણની પત્ની (ખરમુખી)'ગર્ભવતી બની. પોતાનો પ્રસવકાળ નજીક આવ્યો છે; એવું જાણી બ્રાહ્મણીએ બાળકના પિતા પોતાના પતિ)ને કંઈક કહેવા પોતાની પાસે બોલાવ્યા.... ૧૦૦૦ બ્રાહ્મણીએ કહ્યું, “પ્રસુતિ માટે મને કોપરા, સૂંઠ, ગોળ, ધી, લોટ ઈત્યાદિ સુવાવડમાં ખાવા યોગ્ય સામગ્રી જોઈશે. તે માટે તમે કોઈ પ્રયત્ન કરી જોગવાઈ કરો. સેડુક બ્રાહ્મણે કહ્યું, “હે રાંકડી નારી! હું આ બધું ક્યાંથી લાવી આપું?''તમારામાં એવી કોઈ કળા કે કુશળતા નથી જેથી મને કાંઈ પ્રાપ્ત થાય)... ૧૦૧૦ કવિ કહે છે, “જે નર સ્ત્રીની અવસરે સંભાળ રાખતો નથી તે નાની વયમાં જ વિધુર બને છે. તે સદાકાળ બીજાનો દાસ બની રહે છે. તેને નિત્ય ભોજન માટે બીજા પર અવલંબિત રહેવું પડે છે.... ૧૦૧૧ જે વ્યક્તિ યોવન વયમાં નિર્ધન હોય, તેને મૃત્યુ સમયે શાંતિ પ્રાપ્ત ન થઈ શકે. (તેને નિર્ધન હોવાથી પરિવારની ચિંતા, તેના ભરણપોષણની ચિંતા સતાવે છે.) એડુક બ્રાહ્મણે કહ્યું, “ધિક્કાર છે મને! આજે હું મારી (પ્રિય) પત્ની માટે કોઈ કાર્ય કરી શકતો નથી.” ... ૧૦૧ર બ્રાહ્મણીએ ઉપાય બતાવતાં કહ્યું, “નાથ! (તમે પ્રાત:કાળે સૌ પ્રથમ આપણા નગરના મહારાજા પાસે જઈ તેમને આર્શીવચનથી ખુશ કરો'. રાજા પ્રસન્ન થાય ત્યારે) તમે આપણા નગરના મહારાજા પાસેથી ભોજનની યાચના કરજો. સેડુક ઊભો થયો. તેણે રાજાને ભેટ આપવા ઉદ્યાનમાંથી સુંદર પુષ્પો અને ફળો લીધાં. તેણે રાજદરબારમાં જઈ રાજાને પુષ્પો, ફળો વગેરે ભેટ ધર્યા. ... ૧૦૧૩ કવિ ઋષભદાસ કહે છે કે, “સમુદ્રનું ખેડાણ કરનારો રત્ન મેળવે છે, જેથી ભવોભવની દુઃખ દરિદ્રતા દૂર થાય છે. રાજાની સેવા ચાકરી કરનારો પૃથ્વીપતિ બને છે. (રાજા એ કલ્પવૃક્ષ છે.) તે સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ... ૧૦૧૪ દુહા : ૫૧ દાનની મહત્તા ઋષભ કહઈ જે સરસ્વતી, લખ્યમી મેઘદાતાર; ઠામ કુઠામ ન એ જુએ, ન જુએ કુલ આચાર. કેણી કેણી ન નામીએ સીસ, કેણિ કેણિ ન ભાખીએ દીન; કેણી કેણી ન સેવીના ચરણેતોહિ પાપી ઉદર સહીણું. •.. ૧૦૧૬ કિ કીજઈ અરહટે, વહઈ તે બારઈ માસ; જલહર વરસઈ એક ખિણ, પુર) જનની આસ. ૧૦૧૭ જે દિજઈ કરિ આપણઈ, તે લેહસઈ પરલોએ; દીજંતા ધન સંપજઈ, હુઇ વહેતો જોએ. .. ૧૦૧૮ થોડું દાણ સોહામણું, જે દીજઈ હરીસેણ; પછી કાલિ વિલંબઈ, કિ કીજઈ સહિ સેણ. ... ૧૦૧૯ ૧૦૧૫ (૧) શ્રી ગુણસેનસૂરિ કૃત શ્રી મહાવીર ચરિત્ર : પૃ.-૫૦૩ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ દાતા હીતું ઉર્યું કરઈ, કર્મ નહી તુટું યાંહિ; રાજ બિભીષણ ભોગવઈ, લંગોટો હિસુ યાંઈ. ... ૧૦૨૦. અર્થ - કવિ ઋષભદાસ કહે છે કે, સરસ્વતી, લક્ષ્મી, મેઘરાજા અને દાનવીર જ્યારે પ્રસન થાય છે ત્યારે તે સુસ્થાન કે કુસ્થાન જોતાં નથી. તેઓ યોગ્ય, અયોગ્ય કે કુલાચાર જોયા વિના જ બધું આપી દે છે.... ૧૦૧૫ કોને કોને મસ્તક નમાવીએ? કોને કોને દીન વચન ન કહીએ? કોના કોના ચરણોનું સેવન ન કરીએ? અરે! આ પાપી પેટના કારણે ઉપરોક્ત સર્વબાબતો કમને પણ કરવી પડે છે. .. ૧૦૧૬ રહેંટ ભલે બારેમાસ વહે છે, તેને શું કરીએ? (તેનું પાણી મર્યાદિત ક્ષેત્રમાં જ વાપરી શકાય) જલધર ભલે એક જ ક્ષણ વરસે, છતાં ઘણી જગ્યાએ વરસવાથી ઘણા લોકોની આશા પૂર્ણ કરે છે.... ૧૦૧૭ જે મનુષ્ય પોતાના હાથે દાન આપે છે, તે પરલોકમાં પુણ્યથી ધન-સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ધન આપવાથી દોલત વૃદ્ધિ પામે છે કારણ કે જે વહે છે તે વધે છે. ... ૧૦૧૮ હરિફેણ રાજાએ ભલે થોડું જ દાન આપ્યું પરંતુ મુનિભગવંતને નિર્દોષ અને પ્રાસુક આહાર વહોરાવ્યું. તેમણે ભાવપૂર્વક સુપાત્રદાન આપ્યું તેથી સોહામણું બન્યું. જ્યારે શ્રીષેણ રાજાએ ઘણું દાન આપી પસ્તાવો અને વિલાપ કર્યો તેથી શું સર્યું? ... ૧૦૧૯ જ્યાં કર્મ બળવાન હોય ત્યાં દાતા ગમે તેટલું આપે તો પણ શું? રામે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું તેથી તે રાજ્ય ભોગવવા લાગ્યો કેમ કે પુણ્યકર્મ બળવાન હતું. જ્યારે રાજ્ય આપનાર રામ લંગોટી પહેરીને વનમાં ફરતા હતા. • ૧૦૨૦ ઢાળઃ ૪૨ કૌશાંબી નરેશ અને ચંપા નરેશ વચ્ચે વૈમનસ્વ ઉલાલાની એ દેશી કાસિઉં કરઈ નર રાય, દત વિણ દીધું ન જાય; જઉં સદામો એ વિપ્રો, ન દીઈ કૃણિ એ મિત્રો. • ૧૦૨૧ કનક કોહોલિઉ દીઈ રાય, દત વિણ વેચણ જાય; પુણ્ય હીણો જિહાં જાયો, તિહાં કાંઈ અનરથ થાય. ... ૧૦૨૨ ઘરિ વિવાહ હોય જાવો, ચઢાઈ દત હીણનિ તાવો; ન દઈ જવ રાયો, દત હીણો કિહાં જાયો. .. ૧૦૨૩ વીર દઈ જવ દાનો, વિપ્ર તજઈ તવ ઠામો; સેતુક યાચતો જિ વારઈ, ભય અતિ ઉપનો તિવારઈ. ૧૦૨૪ ચંપાનગરીનો રાય, કોસંબી ભણી જાય; વિટી નગરી તે ત્યાંહિ, રહ્યો સેતાનિક માંહિ. હોય વરસાતનો કાલો, પાછો વલીઉં ભૂપાલો; કટક તે થોડલાં થાય, રહ્યો સરોવર રાય. .. ૧૦૨૬ ૧૦૨૫ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' એક દિન સેડૂક ત્યાંહિ, ગયો તે કટક જો માહિ; જાણ્યો ઠો છો એ સાચો, વિનવિલ કોસંબી નાથો. .. ૧૦૨૭ કહેણ અમારું એ કીજઈ, વેગિં જાય વઢી જઈ; કટક નહી તસ પાસ્યો, તે સહી જાસઈ એ નાસ્યો. •.• ૧૦૨૮ ભૂપ શતાનીક સારો, કીધો દીરા વિચારો; પ્રથમ તે ઘરમનિ કામિં, મ કરિ વિલંબ તસ ઠાંમિ. • ૧૦૨૯ ધિ આગ મરણ છેદો, વિલંબ ન કીજઈ વેદો; અગનિ રોગ કન્યાઈ, સુભાષિત તપ કવ ફલાઈ. ... ૧૦૩૦ હુઉ રાય પસાઉ, અજર નહી તસ ડાહ્યો; કરવા શત્રુનો ઘાતો, મ કરિ વિલંબની વાતો. ૧૦૩૧ ચઢિઉં કોસંબીઅ રાયો, કટક લેઈ તિહાં જાયો; દેખાયો રાય હાથો, નાઠો ચંપાનો નાથો. ... ૧૦૩૨ ઋષભ કહઈ નૃપ જોઈ, માન મકરસ્યો એ કોઈ; એક એકથી બલવંતો, માનઈ મૂરખ જંતો. •. ૧૦૩૩ કુંડલીઉ : મહિ મનમિં મોટિ મ ધર, ધન કહઈ મુઝ પસાય; સાયર કહઈ જલમિં દીઉં, તો તું વરસઈ આંય; તો તું વરસઈ આંય, તામ અંગ સતિ આપ્યો; મિલેઈ પીધો તામ, કરી માતરૂં જ નાખ્યો, આકાશ વિણ તું કિહાં રહઈ, ઋષભ સુર સઘલઈ ફલઈ, કરવું ફોકટ ગુમાન, મહી મનમાં મોટિ મ ધરઈ. ... ૧૦૩૪ અર્થ:- મહારાજા શું કરશે? આપ્યા વિના (ભાગ્ય વિના) કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સુદામા બ્રાહ્મણને જુઓ. તેના મિત્ર દ્વારિકાધીશ કૃષ્ણ અત્યંત વૈભવશાળી હોવા છતાં તેને હાથમાં કંઈ ન આપ્યું.... ૧૦૨૧ તેમ સેડુક બ્રાહ્મણ પણ રાજા દ્વારા સોનામહોર આપ્યા વિના શું મેળવી શકે? પુણ્યહીન વ્યક્તિઓ જ્યાં જાય ત્યાં કોઈને કોઈ અનર્થ તો થાય જ! .. ૧૦૨૨ લોભી વ્યક્તિને ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ હોય ત્યારે દાન આપવું પડે તો ટાઢિયો તાવ ચડે છે (અત્યંત અણગમો થાય છે). જ્યારે નગરનાથ સ્વયં દાન ન આપે તો ભાગ્યહીન ક્યાં જાય? ... ૧૦૨૩ ભગવાન મહાવીર સ્વામીની પાછળ પાછળ ભમતા બ્રાહ્મણને જ્યારે પ્રભુએ દ્રવ્ય (દિવ્યવસ્ત્ર) દાન આપ્યું ત્યારે તેણે ભગવાન પાસેથી સ્થાન છોડયું. એક બ્રાહ્મણ જ્યારે મહારાજા પાસે યાચક બનીને ગયો (૧) સિદ્ધાર્થ રાજાનો બાળમિત્ર સોમ નામનો બ્રાહ્મણ જુગારના વ્યસનથી નિર્ધન બન્યો. તે વ્યાપાર માટે પરદેશ ગયો. પ્રભુએ દીક્ષા પૂર્વે એક વર્ષ વરસીદાન આપ્યું. તે સમયે તે ગેરહાજર હતો તેથી તેને કંઈ ન મળ્યું. પોતાની પત્નીનાં કહેવાથી તે પરદેશથી પાછો આવી પ્રભુની પાછળ ફરતો રહ્યો. તે દીનતાથી યાચના કરતો રહ્યો. પ્રભુ નિષ્પરિગ્રહી હતા. તેમણે ઈન્દ્રએ આપેલું દિવ્ય વસ્ત્ર તેને દાનમાં આપ્યું. (શ્રી મહાવીર ચરિત્ર, પ્રસ્તાવ-૫, પૃ.૨૧૦ થી ૨૧૧.) For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ત્યારે કૌશાંબી નગરી ઉપર અચાનક સંકટ આવી પડયું. ૧૦૨૪ ચંપાનગરીના દધિવાહન રાજા અચાનક આક્રમણ કરવા કૌશાંબી નગરી તરફ આવ્યા. તેમણે નગરને ચારે બાજુથી ઘેરી લીધું. કૌશાંબીના શતાનીક રાજાએ નગરના દરવાજાઓ બંધ કરાવી દીધાં. તેઓ કિલ્લામાં જ રહ્યા. ૧૦૨૫ (દધિવાહન રાજા ઘણાં દિવસો સુધી કિલ્લાને ઘેરીને જ રહ્યા.) તેવામાં વર્ષાઋતુની મૌસમ આવી. ભોજન સામગ્રી ખૂટતાં દધિવાહન રાજા પાછા ફર્યા. ધીમે ધીમે સૈન્ય પણ નિરાશ થઈ પાછું વળ્યું. દધિવાહન રાજા એક સરોવરના કિનારે રહ્યા. ૧૦૨૬ એક દિવસ સેડુક બ્રાહ્મણ (પુષ્પો અને ફળો લેવા) સરોવરના કિનારે ગયો. ત્યાં તેણે શત્રુ સૈન્યને પાછું જતાં જોયું. તેણે શતાનીક રાજા પાસે જઈ વિનંતી કરતાં કહ્યું, ‘“મહારાજ ! દધિવાહન રાજાના હતાશ સૈન્યને પાછળથી લપડાક મારી પરાજિત કરવાનો આ સુવર્ણ અવસર છે. ...૧૦૨૭ રાજન્ ! મારું કહ્યું માનો, આવી તક નહીં મળે. શત્રુઓ પાછાં જઈ રહ્યાં છે. તમે તેનો પીછો કરો. તેમની પાસે અલ્પ પ્રમાણમાં લશ્કર છે. તેઓ જરૂર અચાનક આક્રમણથી ડરીને ભાગી જશે.’’... ૧૦૨૮ ‘આ તક ઉત્તમ છે’, એવો દીર્ઘ વિચાર કરી શતાનીક રાજાએ સેડુક બ્રાહ્મણની સલાહ માની. કવિ કહે છે કે, ધર્મના કાર્યો પ્રારંભ કરવા માટે વિચાર કરો પરંતુ ધર્મ કાર્યો કરવાનું પ્રારંભ કરો પછી ક્ષણવાર પણ વિલંબ ન કરો. ૧૦૨૯ ગર્વ-અભિમાન, અગ્નિ અને મૃત્યુ આવે ત્યારે તેને દૂર કરવા પ્રબળ પ્રયત્ન કરો. જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહેજ પણ વિલંબ-આળસ ન કરો. અગ્નિ, રોગ, કન્યાની ઊંચાઈ, સુવચનો અને તપ ક્યારે વધે (ફેલાય, વિસ્તરે) છે; તે નિશ્ચિત નથી. ... ૧૦૩૦ તેમ રાજા ક્યારે અને ક્યાં પ્રસન્ન થશે ? તે સ્થાન નિશ્ચિત નથી. શત્રુનો સંહાર કરવા માટે તત્ક્ષણ તૈયાર થવું જોઈએ. ત્યાં વિલંબ ન કરાય. ... ૧૦૩૧ કૌશાંબી નરેશ શતાનીક પોતાના સૈન્ય સાથે ચઢાઈ કરવા નીકળ્યા. તેમણે ચંપાનગરીના દધિવાહન રાજાના સૈન્યનો પીછો કર્યો. શતાનીક રાજાનું શૂરાતન જોઈ ચંપાનગરીનું સૈન્ય અહીં તહીં ભાગવા માંડયું. ચંપાનરેશ દધિવાહન પલાયન થઈ ગયા. ... ૧૦૩૨ કવિ ઋષભદાસ કહે છે કે, કદી દુર્બળ-નબળા રાજાને જોઈ કોઈ મનમાં અભિમાન ન કરશો. હું સર્વથી શ્રેષ્ઠ-બળવાન છું; એવું મૂર્ખ પ્રાણીઓ જ માને છે. ૧૯૩ ... ૧૦૩૩ કુંડલીઉં – કવિ કહે છે કે, ‘‘હે વાદળ ! તું મનમાં મોટાઈ ધારણ ન કરીશ કે મારાં પસાયથી મેઘ વરસે છે કારણ કે સમુદ્ર કહે છે કે મારાં પાણીની વરાળ ઉપર (આકાશમાં) ગઈ તેથી વાદળ બંધાયા, માટે પાણી તો મેં જ આપ્યું છે ; જેથી તું વરસે છે.’’ હવે સમુદ્રને ઉદ્દેશીને કવિ ઋષભદાસ કહે છે કે,‘હે સમુદ્ર ! તું પણ મિથ્યા અભિમાન કરે છે. તને તો અગત્સ્ય ઋષિ આખોને આખો પી ગયા છે, તેથી ચાંગળું જેટલું પાણી રહ્યું. વળી દેવોએ તારું મંથન કર્યું. તેમાંથી અમૃત નીકળ્યું. તે દેવલોકમાં દેવો લઈ ગયા. તું આકાશ વિના ક્યાં For Personal & Private Use Only ... Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” રહીશ? માટે બધે ભાગ્ય બળવાન છે. ફોગટ અભિમાન મનમાં ન કરવું.” ... ૧૦૩૪ દુહા : પર પીલ વંકા નવિ ચાલીઉ, વંકાં લાગઈ ખોડિ; વંકાનિ ચુકાં મિલઈ, જાય જોબન ત્રોડિ. ... ૧૦૩૫ અર્થ - પ્રિયતમ! વાંકા ન ચાલવું. વાંકા ચાલવાથી હંમેશાં ખોડ (ક્ષતિ) વાળા હોય તેવું લાગે છે. જો વાંકાને ચૂંકો (ભૂલ ભરેલો, ખામીવાળો, માર્ગ ભૂલેલો) મળી જાય તો તેનું આખું યૌવન તૂટી જાય છે, ઝૂરતા પસાર થાય છે. તેના કરતાં સીધા ચાલવું. ... ૧૦૩૫ ઢાળ ઃ ૪૩ ભાગ્યહીન સેડુક ઉલાલાની એ દેશી. શતાનિક જીતીનિ આવ્યો, વિપ્રનિંવેગિં બોલાવ્યો; માગિ સેડૂક તુઠો નાથો, વાવરિ જીભનિ હાથો. ... ૧૦૩૬ પણિ સેડૂક નિર ભાગ્યો, નાવઈ માગતાં લાગ્યો; કહઈ નૃપનિ અવધારો, કરૂં ઘરિ જઈ વિચારો. ... ૧૦૩૭ પછઈ આવું તુમ પાસ્યો, પૂરજ્યો મન તણી આસો; ઋષભ કહઈ ઘરિ આવી, વિપ્રીં નારિ બોલાવી. ... ૧૦૩૮ અર્થ - કૌશાંબીના શતાનીક રાજા વિજય મેળવી પાછા આવ્યા. તેમણે સેતુક બ્રાહ્મણને જલ્દીથી રાજદરબારમાં બોલાવ્યો. શતાનીક રાજા બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા. તેણે રાજાને યોગ્ય સલાહ આપી મદદ કરી તેથી રાજાએ તેને ઈચ્છિત વરદાન માંગવાનું કહ્યું. .. ૧૦૩૬ સેતુક બ્રાહ્મણ દુર્ભાગ્યશાળી હતો. તેણે ખૂબ વિચાર કર્યો. પરંતુ તેને પ્રસંગે માંગતા ન આવડવું. તેણે અંતે વિચાર કરીને કહ્યું, “રાજનું! હું ઘરે જઈ (પત્નીને પૂછી) વિચારીને પછી તમને કહીશ.... ૧૦૩૭ હું ત્યાર પછી તમારી પાસે આવીશ. તમે મારા મનની અભિલાષા પૂર્ણ કરજો. (રાજનું!તે માટે મને થોડી મુદત આપો.) સેતુક બ્રાહ્મણ રાજાની આજ્ઞા મળતાં ઘરે આવ્યો. કવિ ત્રઋષભદાસ કહે છે કે, બ્રાહ્મણે ઘરે જઈ(સલાહ લેવા) પોતાની પત્નીને બોલાવી. ... ૧૦૩૮ દુહા : પ૩ વિપ્ર કહઈ નારી સુણો, તુઠો નરપતિ આજ; ગજ રથ ઘોડા આપતો, દેતો પ્રથવી રાજ. •.. ૧૦૩૯ નારી મનસ્ય ચિંતવઈ, નર વાવ્યો દુખ દેએ; સ્ત્રી ઘર મંત્રી પાછિલા, તે સિર સહી પડે. ... ૧૦૪૦. અર્થ - સંડુક બ્રાહ્મણે કહ્યું, “દેવી! મારા ઉપર આજે મહારાજા પ્રસન્ન થયા છે. તેઓ મને હાથી, ઘોડા અને રથ બક્ષીસમાં આપતા હતા. મેં તે ન લીધાં.) તેઓ મને તેમના રાજ્યમાંથી એક દેશ ભેટમાં આપતા For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ હતા. "" ... ૧૦૩૯ (સેડુક બ્રાહ્મણે કહ્યું, “આપણું આજે ભાગ્ય ખૂલી ગયું છે. બોલ શું માંગવું છે ?’’) બ્રાહ્મણી અલ્પમતિ અને સ્વાર્થી હતી. તેણે વિચાર્યું, “જો પતિદેવ ધન અને ગામ (ગરાસ) માંગશે તો લક્ષ્મી અને સત્તાના નશામાં તે મને જ છોડી દેશે.'' જે ઘરમાં સ્ત્રીને પ્રધાનતા આપવામાં આવી હોય, તે ઘરમાં સ્ત્રીઓની સર્વોપરી સત્તાના કારણે ઘણું નુકશાન વેઠવું પડે છે. ૧૦૪૦ ચોપાઈ : ૧૪ નારી સાથે મંત્રણા અસિ ં વિચારઈ નારિ કુનારિ, સાપણિ વાઘણિ સરખી વારિ; ધૂરત નારી અનરથ કરઈ, મારી વાઘ નદી ઉતરઈ પંખી ધૂરત વાયસ હોય, તિહનિં છેતરઈ કોયલ સોય; નાખી બાલિક વાયસ તણાં, પાસિં મુંકઈ પોતાતણાં. નારી ચરીત્ર ન જાણઈ કોય, જે ધીરયી તે યોગી હોય; ઠગ્યો ભોજ ભમ્યો ભ૨તરી, છુટો પરદેસી નૃપ મરી. જમ દગધ મુઉં ફરસરામ, મુંજ રાજનો ટાલ્યો ઠામ; કાણાનિ લોચન ચૂબેહ, નારી ચરિત્ર કહ્યાં મિં એહ. જે વિસ્વાસ કરઈ એંહનો, ફલઈ મનોરથ નહી તેહનો; મહિલા મંત્રણુ સેડુક કરઈ, નર પ્રતિ નારી ઉંચરઈ. રખે લીઉં કાંઈઈ અધિકાર, તિં ઉતરતી નહી હો પલગાર; ઘરિ ઘરિ ભોજનનિં દિનાર, જઈ જાચો મહારા ભરતાર. મુરિખ ગયો રાજાનેિં પાશ, દખ્યણા ભોજન દયો ઉલાશ; દેશ તુમ્હારામાં ઘર યાંહિં, ભોજન દખ્યણા લેઉં ત્યાંહિં. રાય કહઈ સ્યું માંગ્યું એહ, ગામ નગર પુર પાટણ લેહ; બાંભણ કહઈ મુઝ ભોજન સાર, નાર્િં વારયો મુઝ અધિકાર. ઘેર ઘેર ભોજન બાંભણ ક૨ઈ, લેઈ દિનાર નારિ કરિ ઘરઈ; નારિ લોભ્યણી કરતી બુધિ, બહુ રિ જમતાં વાધઈ ઋધિ. બાંભણ સીખવ્યો નાખઈ અન્ન, બહુ ઘરિ જિમતાં વાઘઈ ધન્ન; નિતિ નાંખતો વણઠો દેહ, ગલ કુષ્ટીઉં થાય તેહ. વારયો લોક તેણઈ ઠારિ, તું મમ આવીશ અમ ઘરિ બારિ; પુત્ર મોકલે કરસઈ આહાર, દેસ્યું તેહનિં એક દિનાર. પુત્ર કુટુંબ નારી ચિંતવઈ, એ સંગતિ રૂડી નહી હવઈ; ઘર પાસિં ઘર બીજું કરઈ, કુષ્ટી મંચક તિહાં કણિ ઘરઈ. For Personal & Private Use Only ... ૧૦૪૧ ... ૧૯૫ ... ... ૧૦૪૩ ૧૦૪૨ ... ૧૦૪૪ ૧૦૪૫ ૧૦૪૬ ૧૦૪૭ ... ૧૦૪૮ ૧૦૪૯ ૧૦૫૦ ૧૦૫૧ ૧૦૫૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” હોય વેદના કરઈ પુકાર, ઘરનાં માણસ ન કરઈ સાર; તવ સેતુક મનમાં ચીંતવઈ, કરૂં કુટુંબનિ દુખીઉં હવઈ. •.. ૧૦૫૩ લાવ્યો બોકડો નિજ ઘરબારિ, ખરડી પશુ ચરાવઈ ચારિ; રોગી થયો જ્યારઈ બોકડો, પછઈ વિચાર કરઈ તિહાં વડો. ... ૧૦૫૪ માયા કરી બોલ્યો તેણઈ ઠાય, મિં તો વેદન ખમી ન જાય; ભગતિ કરું કુટુંબની ઘણી, પછઈ જાઉં છું તીરથ ભણી. ... ૧૦૫૫ તેડી કુટુંબ મારી અજાય, મલી એકઠાં સહુ કો ખાય; સજન સાથિ પછઈ બોલાવેહ, પુર મુકી આઘે ચાલેહ. ... ૧૦૫૬ જતાં વાર્ટિ તરસ્યો થાય, નીર કાજિ તે દહો દેસિ જાય; સરોવર એક વનમાં હિં, તરસ્યો નીર પીઈ જઈ ત્યાંહિ. ૧૦૫૭ તે જલ હતાં પરબત તણાં, ઉષધ તિહાં ધોવાણાં ઘણાં; રેચ સબલ તરસ લાગો સહી, રોગ સકલ તસ ચાલ્યો વહી. ... ૧૦૫૮ લાગી ભૂખ ગયો પુરમાંહિ, પુછઈ લોક ઘણો રે તયંહિં; રોગ રહિત કેમ હુઆ દેવ, કેમિં દેવ આરાધ્યા સવે. ૧૦૫૯ અનુકરમિં ધરિ આવ્યો સોય, રોગ રહિત દીઠું સહુ કોય; કઈ ગરઢાનિ જે અવગણઈ, તે દુખ પામઈ રોગિં ઘણઈ. • ૧૦૬૦ પુત્ર કહઈ સુણિ પાપી બાપ, તિ કીધું જગિ મોટું પાપ; મારયો અજ કરી વિશ્વાસઘાત, કુષ્ટિ મંસિ કોઢિ થાત. .... ૧૦૬૧ માનભ્રષ્ટ કરયો તેણઈ ઠારિ, પોહતો નગરી કેરઈ બારિ; એતલઈ આવ્યો વીર નિણંદ, ઋષભ કહઈ હુઉં આણંદ. ... ૧૦૬૨ અર્થ - જે સ્ત્રીઓ પોતાના પતિ માટે દુષ્ટ વિચાર કરે છે, તે સ્ત્રીઓ ‘કુનારી' કહેવાય છે. આવી નારીઓ સર્પિણી અને વાઘણી સાથે તુલનીય છે. આવી ધૂર્ત, માયાવી સ્ત્રીઓ પોતાના પતિનું જ અનિષ્ટ કરે છે. પોતાના પતિને યમસદન પહોંચાડી વિલાસ કરે છે ... ૧૦૪૧ પક્ષીઓમાં કાગડો ધૂર્ત છે. તેને કોયલ છેતરે છે. તે કાગડાના માળામાં જઈ પોતાના ઈડા ત્યાં મૂકી આવે છે અને કાગડાના ઈડાઓ ફેંકી દે છે. બંનેના ઈડાઓ સમાન હોવાથી કાગડો છેતરાઈ જાય છે. તે કોયલના ઈડાઓનું સેવન કરે છે. ..૧૦૪૨ આજ દિવસ સુધી સ્ત્રીચરિત્ર કોઈ ઓળખી શક્યું નથી. જે ઘેર્યવાન (અડગ) હોય તે સ્ત્રીનો ત્યાગ કરી યોગી બને છે. નારીથી ભોજરાજા અને ભરથરી રાજા ઠગાયા. પ્રદેશ રાજાને પોતાની જ સ્ત્રીએ વિષ આપ્યું. તેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા. ... ૧૦૪૩ પરશુરામ સ્ત્રીના કારણે બળીને મૃત્યુ પામ્યા. મુંજ રાજાએ સ્ત્રીના કારણે પોતાનું રાજ્ય ગુમાવ્યું. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ કવિ ઋષભદાસ કહે છે કે, એક આંખવાળાને લોચન ન મળવાથી કોઈ તેને કાણો' કહે તે તેના હૃદયને ખેંચે છે, તેમ લોક લજ્જાનો ત્યાગ કરનારી કેટલીક સ્ત્રીઓના ચરિત્ર ઈતિહાસના પાને ખટકે છે. ... ૧૦૪૪ જગતમાં જે વ્યક્તિઓ સ્ત્રીનો અતિશય વિશ્વાસ કરે છે, તેનાં સઘળાં મનોરથો (કાર્યો) નિષ્ફળ જાય છે. સેતુક બ્રાહ્મણે પોતાની પત્ની સાથે “રાજા પાસેથી શું માંગવું?' એ વિશે મંત્રણા-વાતચીત કરી. બ્રાહ્મણીએ ખૂબ વિચાર કરી પોતાના પતિ સમક્ષ કહ્યું. ... ૧૦૪૫ હે સ્વામી! રખે, તમે અધિકાર કાંઈ માંગતા. તમે અધિકાર માંગશો તો તમને પળભરની પણ નવરાશ નહીં મળે. દરેક ઘરે (આપણું પેટ ભરાય તેટલું સારું) પ્રતિદિન ભોજન અને દક્ષિણામાં એક સુવર્ણ મળે એવું માંગી લેજો.” ... ૧૦૪૬ સેતુક બ્રાહ્મણ મૂર્ખ હતો. તેણે પત્નીના વચનો પર વિશ્વાસ કર્યો. તે રાજા પાસે પહોંચ્યો. તેણે કહ્યું, “રાજનું! મને દક્ષિણા અને ભોજન મળે તેવી વ્યવસ્થા કરો. તમારા રાજ્યમાં જેટલાં ઘરો છે ત્યાંથી હું ભોજન અને દક્ષિણા લઈશ.”(ગાગર સાગરમાં જાય તો પોતાની યોગ્યતા પ્રમાણે જળ મેળવે છે.) ... ૧૦૪૭ રાજા બ્રાહ્મણની મૂર્ખતા પર હસ્યા. રાજાએ કહ્યું, “વિખ!તે માંગીને શું માંગ્યું? દેશ, ગામ, નગર કે રાજ્ય માંગવું હતું?” બ્રાહ્મણે કહ્યું “રાજનું! મારી પત્નીએ મને અધિકાર લેવાની ના પાડી છે તેથી મારા માટે ભોજન જ શ્રેષ્ઠ છે.” ... ૧૦૪૮ - હવે સેતુક બ્રાહ્મણ નિત્ય આમંત્રિત ઘરે જઈ ઠાંસીઠાંસીને ભોજન કરતો તેમજ રોજ સોનામહોર મળતી તે પત્નીને આપતો. સેડૂકની પત્ની ખૂબ લોભી હતી. તેણે વિચાર્યું. “જો પતિદેવ નિત્ય એકથી વધુ ઘેર જમે તો વધુ સોનામહોર મળશે અને તેથી ઘરમાં સંપત્તિ વધશે.' ... ૧૦૪૯ બ્રાહ્મણીએ પોતાના પતિને આ વાત કહી. સેડુક બ્રાહ્મણ સ્ત્રીના કહ્યા પ્રમાણે નિત્ય ઘણાં ઘરોમાં જઈ જમવા લાગ્યો. તેમ કરવાથી તેના ઘરે સોનામહોરોની વૃદ્ધિ થઈ પરંતુ નિત્ય વધુ ખોરાક ખાવાથી અજીર્ણ થતાં તેનો દેહ વણસી ગયો.તેને (ત્વચાદુષિત થવાથી) કુષ્ઠ રોગ થયો. .. ૧૦૫૦ નગરજનોએ સંપર્કથી રોગ ફેલાશે તેવા હેતુથી તેને આમંત્રણ આપવાનું બંધ કર્યું) નગરજનોએ તેને અટકાવતાં કહયું, “તમે અમારા ઘરના દ્વારે ન આવશો. તમે તમારા પુત્રને ભોજન કરવા મોકલજો. અમે તેને ભોજન સાથે સોનામહોર આપશું.” ... ૧૦૫૧ પુત્રવધૂએ વિચાર્યું, ‘આ કુષ્ઠ રોગીની સાથે રહેવું યોગ્ય નથી. તેમની સંગતિથી આપણને પણ રોગ થવાની સંભાવના છે. આ પ્રમાણે વિચારી પુત્રએ ઘરની બાજુમાં જ બીજું ઘર બનાવ્યું. ત્યાં કોઢિયા (કુષ્ઠ રોગી)નો ખાટલો રાખ્યો. (પુત્રવધૂઓ જુગુપ્સાપૂર્વક ખવડાવતી અને મોટું વાંકું કરી ઘૂંકતી હતી પુત્રો પણ તેની આજ્ઞા માનતા નહતા.) ... ૧૦પર સેતુક બ્રાહ્મણ કુષ્ઠ રોગની વેદનાથી કણસતો હતો. તે પીડાથી બૂમો પાડતો હતો પરંતુ ઘરનાં સભ્યો તેની દેખભાળ કરતાં ન હતાં. તેણે વિચાર્યું, “મેં પુત્રોને શ્રીમંત બનાવ્યા પરંતુ પરિવારજનો મારી સેવા નથી કરતા માટે હવે હું તેમને દુઃખી કરું (તેણે પુત્રને કહ્યું, “હું મૃત્યુ પૂર્વે આપણી કુળપરંપરા પ્રમાણે એક મંત્રેલો For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' પશુ કુટુંબને આપવા માગું છું.') ... ૧૦૫૩ એક બોકડાને પુત્રો ઘરે લાવ્યા. એક બ્રાહ્મણે પોતાના અંગ પરથી પરૂ લઈને તેના ચારા સાથે ચોળીને તે પશુને ખવડાવ્યું. તે પશુને પણ કુછી રોગ થયો. ત્યાર પછી ઘરના મોભી એવા સેતુક બ્રાહ્મણે એક વિચાર કર્યો. ... ૧૦૫૪ તેણે માયા કરી મોટે મોટેથી બૂમો પાડતાં કહ્યું, “મારાથી વેદના સહન થતી નથી. મારી કોઈ સારવાર કરો. હું કુટુંબની ખૂબ ભક્તિ કરી ત્યાર પછી તીર્થયાત્રાએ જવા માંગું છું. ... ૧૦૫૫ તીર્થયાત્રાએ જતાં પહેલાં સંડુક બ્રાહ્મણે કુટુંબના બધા સભ્યોને બોલાવ્યા. તેણે કુષ્ઠી બકરાને મારી તેનું માંસ રાંધીને કુટુંબીજનોને ખવડાવ્યું. ત્યાર પછી સ્વજનો અને મિત્રોને આમંત્રણ આપી બોલાવ્યા. તેઓ સહુસેડુક બ્રાહ્મણને વળાવવા ગયા. તે નગર છોડી તીર્થયાત્રાએ ચાલ્યો.' ... ૧૦૫૬ તેને માર્ગમાં ચાલતાં ચાલતાં તરસ લાગી. પાણીની શોધમાં તે ચારે દિશાઓ ફરી વળ્યો. તેણે જંગલમાં દૂર એક સરોવર જોયું. અત્યંત તૃષાતુર હોવાથી સરોવરમાં જઈ તેણે પાણી પીધું. ...૧૦૫૭ આ સરોવરમાં પર્વત ઉપરથી ઝરણાંઓ વાટે જળ આવવાનું હતું. તેમાં વિવિધ વનસ્પતિઓના ધોવાણવાળું ઔષધયુક્ત પાણી હતું. તે પાણી પીવાથી એક બ્રાહ્મણને રેચ થયો. તેનો બધોજ રોગ ચાલ્યો ગયો. તે નિરોગી બન્યો. (તે હર્ષિત થતો ઘર તરફ પાછો વળ્યો) ... ૧૦૫૮ હવે તેને ભૂખ લાગી. તે ખોરાકની શોધમાં નગરમાં ગયો. ત્યાં ઘણાં નગરજનોએ તેને પૂછયું, “હે વિપ્ર! તમે રોગ રહિત શી રીતે થયા?” ત્યારે સંડુક બ્રાહ્મણે કહ્યું, “દેવતાની આરાધનાથી હું નિરોગી થયો ... ૧૦૫૯ નગરમાં ફરતાં ફરતાં સંડુક બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો. તેણે પરિવારજનોને કુછી રોગવાળા જોયા એટલે હર્ષ પામીને કહ્યું, “જે વૃદ્ધોની (અવજ્ઞા) અવગણના કે અવહેલના કરે છે, તેને ઘણા રોગ થાય છે. તેઓ ઘણું દુઃખ પામે છે.” ... ૧૦૬૦ સેતુક બ્રાહ્મણના પુત્રોએ કહ્યું, “પાપી પિતા! તમે સાંભળો. તમે જગતમાં સૌથી મોટું પાપ કર્યું છે. તમે પરિવારજનોનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમે કુષ્ઠી બકરાનું માંસ ખવડાવ્યું છે તેથી અમને કોઢનો રોગ થયો છે. તમને ધિક્કાર છે!” .. ૧૦૬૧ આ રીતે પુત્રોએ પિતાનું અપમાન કરી ઘરમાંથી બહાર કાઢયો. તે ભટકતો ભટકતો નગરના મુખ્ય દરવાજે દ્વારપાળ પાસે પહોંચ્યો. એટલામાં ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. કવિ ઋષભદાસ કહે છે કે, પરમાત્માના આગમનથી દ્વારપાળને ખૂબ આનંદ થયો. દુહા : ૫૪ આણંદિનર ઉઠીઉં, દ્વારપાલ નર જેહ; સડક પોલિં મુકીઉં, વંદન પોહતો તેહ. ... ૧૦૬૩ અર્થ:- દ્વારપાળ, જે કૌશાંબી નગરીના મુખ્ય દ્વાર પર બેઠો હતો તે આનંદથી ઉઠયો. તેણે સેતુક બ્રાહ્મણને - ૧૦૬ર For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ચોકી કરવા માટે પોતાની જગ્યાએ નિયુક્ત કર્યો. ત્યારપછી તે પ્રભુને વંદન કરવા પહોંચ્યો. ... ૧૦૬૩ ઢાળ : ૪૪ સેતુકનો પશ્ચાત્ ભવ – દેડકો એક દિન સારથપતિ ભાઈ એ દેશી. વાંદી સુણતો દેસના રે, વીર વચન રસ સાર; રસ મુક્યો જાય નહી રે, તતખિણ લાગી તે વારો રે. ... ૧૦૬૪ ભાખઈ જિનવર્... આંચલી પોલિં દેહટૂંદીપતું રે, દૂરગા દેવી રે માંહિ; પરચા પુરઈ લોકના રે, પૂજા દિવસ છે ત્યાંહો રે. ••• ૧૦૬૫ ભા. દેહરઈ લોક આવ્યા બહુ રે, બાકુલ પુડા રે લેહ; ખીર ખાંડ છૂત લાપસી રે, નીવેદ સિંહા મુકે હો રે. ••. ૧૦૬૬ ભા. જઈ ખાતો પેટ જ ભરી રે, અકલાણો નર ત્યાંહિ; આછી સાલુ કોથળી રે, ખીલા રહઈ કિમ માંહિ રે. ... ૧૦૬૭ ભા. નબલ દેહ સબલો જમ્યો રે, લાગી તામ ત્રિખાય; આકુલ વ્યાકુલ થાયતો રે, પણિ હકી ન સકાયો રે. . ૧૦૬૮ ભા. નીર વિના સેતુક મુઉં રે, કરતો જલનું રે ધ્યાન; વાવમાં દેડકો થયો રે, કરતો સિંહા જલ પાનો રે. ... ૧૦૬૯ ભા. એકઈ અવસરિ જિન આવીઆરે, હુઈ નગરીમાંહિ જાણ; જલ ભરતી નારી સિંહા રે, કરતી વીર વખાણો રે. .. ૧૦૭૦ ભા. ચાલો જઈઈ વાંદવા રે, ધોઈઈ પૂરવ પાપ; સુણી વચન સિંહા દેડકો રે, જાગ્યો માનમાંહિં આપો રે. ... ૧૦૭૧ ભા. પૂરવિ એ વાત જ સુણી રે, સુણીઈ આજ અપાર; અહી આપો કરતાં લહઈ રે, જાતીસમરણ સારો રે. ... ૧૦૭૨ ભા. પછયાતાપ કરઈ ઘણો રે, હું હારયો ભવ આપ; હવઈ જિનવર વાંદી કરી રે, ટાલું સકલ સંતાપો રે. ... ૧૦૭૩ ભા. ભાવિ ચાલ્યો વાંદવા રે, નૃપ પણિ વંદન જાય; તુઝ ઘોડો તવ દડબદિઉં રે, દેડકો તિહાં ચંપાયો રે. ... ૧૦૭૪ ભા. શુભ ધ્યાનિ થયો દેવતા રે, ધ્યાન સમુ નહી સાર; મરૂદેવ્યા ભરતેસરૂ રે, વલ્કલચીરી લહઈ પારો રે. ... ૧૦૭૫ ભા. દેડક થાય દેવતા રે, કરતો આપ વિચાર; કુણ પુષ્યિ અહી ઉપનો રે, પુરવ કુણ અવતારો રે. .. ૧૦૭૬ ભા. (૧) શ્રી શાતાધર્મ કથા : અધ્યયન-૧૩. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨00 કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' વીર વંદન જાતાં વલી રે, પુરું થયું તવ આય; શુભ ધ્યાનિ થયો દેવતા રે, જિનવર તણોઅ પસાયો રે. ... ૧૦૭૭ ભા. પ્રેમિં આવ્યો વાંદવા રે, ધરતો કુષ્ટી રે રૂપ; બાવન ચંદન ચરચતો રે, સહુ લહઈ રસીઆ સરૂપો રે. ... ૧૦૭૮ ભા. એ માયા સહુ દેવની રે, ન લહઈ કોય વિચાર; ઋષભ કહઈ નૃપ પૂછતો રે, છીંક તણો અધિકારો રે. ... ૧૦૭૯ ભા. અર્થ - ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી દ્વારપાળ ધર્મદેશના શ્રવણ કરવા બેઠો. જિનવાણી મધુર અને ઉત્તમ છે. તેનો રસ સાકરથી પણ વધુ મીઠો છે. જે એકવાર જિનવાણીના રસનો આસ્વાદ કરે છે તે આ રસને ફરી ફરી પીવા મથે છે. આ રસ કોઈ રીતે છૂટયો છૂટતો નથી. ભગવાન મહાવીર સ્વામી કહે છે કે ભવ્ય જીવોને તે જ સમયે તત્ક્ષણ તેનો રંગ લાગે છે. તેની કથા સાંભળો. .. ૧૦૬૪ તે નગરની પોળમાં એક દુર્ગાદેવીનું મંદિર હતું. તે દેવી લોકોનાં પરચા પૂરી તેમનાં મનોરથો પૂર્ણ કરતાં હતાં. એકવાર ત્યાં દુર્ગાપૂજાનો અવસર હતો. ... ૧૦૬૫ દુર્ગામંદિરમાં પૂજા હોવાથી દૂર દૂરથી ઘણા લોકો આવ્યા હતા. તેઓ બાફેલા કઠોળના પુડલા, ખીર, ખાંડ, ધી અને લાપસી જેવી મીઠાઈઓ નૈવેદ તરીકે ધરાવવા લાવ્યા હતા. લોકોએ આ નૈવેદ દેવીને ભોગ ધરાવવા મંદિરમાં મૂક્યો. ... ૧૦૬૬ દેવીના મંદિરમાં લોકોએ મૂકેલાં નૈવેદ, લોકોના ગયા પછી સંડુક બ્રાહ્મણે અકરાંતિયા બની ખાધા. પાતળી કાગળની કોથળીમાં અણીદાર ખીલા ક્યાંથી રહી શકે? ... ૧૦૬૭ (અર્થાત્ થોડી જ ક્ષણમાં કોથળી ફાટી જાય) તેમ નબળી કાયાવાળો ભારે આહાર કેમ પચાવી શકે? સંડુક બ્રાહ્મણે મીઠાઈ આદિ ભારે ખોરાક ઠાંસી ઠાંસીને ખાધો, પછી તેને તીવ્ર પાણીની તરસ લાગી. તેને ક્યાંય પાણી ન મળ્યું. તે પાની વિના આકુળ-વ્યાકુળ થયો. તે દ્વારપાળના ભયથી સ્થાન છોડી ક્યાંય પાણી પીવા ન જઈ શક્યો. ... ૧૦૬૮ સેડુક બ્રાહ્મણ પાણી વિના તરફડતો મૃત્યુ પામ્યો. પાણીના ધ્યાનમાં તૃષાર્તપણે મૃત્યુ પામી (નગરના દ્વાર પાસેના) કૂવામાં દેડકો થયો. દેડકો હવે કૂવામાં રહી જલપાન કરતો રહ્યો ... ૧૦૬૯ એક વખત નગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. તીર્થંકર પરમાત્માના આગમનની જાણ નગરજનોને થઈ. કૂવાના કાંઠે પાણી ભરતી પનિહારીઓએ ત્યાં ભગવાન મહાવીર સ્વામીની પ્રશંસા અને આગમનની વાત કરી. ... ૧૦૭૦ પનિહારીઓએ કહ્યું, “ચાલો, ચાલો! આપણે ભગવાન મહાવીર સ્વામીનાં દર્શન કરી આપણા પાપ કર્મોને ધોઈ નાખીએ.” કૂવામાં રહેલા પંચેન્દ્રિય દેડકાએ આ વચનો સાંભળ્યા. તેનું અંતઃકરણ જાગૃત ... ૧૦૭૧ પૂર્વે પણ મેં પરમાત્માની ઉત્તમ વાતો સાંભળી છે અને આજે પણ મેં પરમાત્મા વિશે ઘણી ઉત્તમ થયું. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ વાતો સાંભળી છે.' આ પ્રમાણે ઉહાપોહ-ચિંતન કરતાં દેડકાને જાતિસ્મરણ જ્ઞાન થયું. (જેમાં તેને પોતાના પૂર્વભવનું ભૂતકાળનું જ્ઞાન થયું.) ... ૧૦૭૨ દેડકો પોતાનો પૂર્વભવ (સંડુક બ્રાહ્મણો જોઈ ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યો. તેને થયું કે હું મારા સ્વભાવથી જ મનુષ્ય ભવ હારી ગયો. હવે તિર્યંચના ભાવમાં પણ હું જિનેશ્વર દેવને વંદન કરી મારા સર્વ દુઃખોનો સંતાપ દૂર કરું. ... ૧૦૭૩ દેડકો (પરમાત્માના દર્શન કરવાની અભિલાષા સાથે) જિનેશ્વરનું સ્મરણ કરતો ભાવપૂર્વક વંદન કરવા ચાલ્યો. મહારાજા શ્રેણિક પણ (પોતાના પરિવાર અને ચતુરંગી સેના સાથે) પ્રભુના વંદન કરવા ચાલ્યા. ભગવાન મહાવીર સ્વામી મહારાજા શ્રેણિકને કહ્યું, “હે રાજન! તમારો ઘોડો (કિશોર) દોડયો. માર્ગમાં ચાલતો દેડકો ઘોડાના ડાબા પગ નીચે આવી ચગદાઈ ગયો.” ... ૧૦૭૪ દેડકો આલોચના, ભાવવંદન કરી શુભ ભાવમાં મૃત્યુ પામ્યો તેથી તે મરીને (દુર્દરાવતુંસક નામના વિમાનમાં દુર્દરાંક નામનો દેવતા થયો. આ જગતમાં શુભ ધ્યાન જેવું શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. મરૂદેવી માતા, ભરત ચક્રવર્તી, વલ્કલચિરિ' જેવા શુભધ્યાનથી સંસારનો પાર પામ્યા. ... ૧૦૭૫ દેડકો મૃત્યુ પામી દુર્દરાંક દેવ બન્યો. તેણે દેવ બની વિચાર્યું, “હું કયા પુણ્યથી અહીં રવર્ગલોકમાં દેવ બન્યો ? મારો પૂર્વ ભવ કયો હતો?' ... ૧૦૭૬ (દેવે ઉપયોગ મૂકી પોતાના પૂર્વભવ જોયો.) પૂર્વે હું દેડકો હતો. ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા જતાં હું રાજાના ઘોડાના પગ નીચે ચગદાયો. મારું આયુષ્ય પૂર્ણ થયું. હું શુભધ્યાનમાં મૃત્યુ પામી દેવનો અવતાર પામ્યો. આ બધો પરમાત્મા મહાવીર સ્વામીનો પ્રભાવ છે ! ... ૧૦૭૭ તેથી હે શ્રેણિક મહારાજા! આ દેવ અહોભાવપૂર્વક મને વંદન કરવા અહીં આવ્યો છે. તેણે કોઢિયાનું રૂપ લીધું હતું. તે સુગંધી, શ્રેષ્ઠ પ્રકારનું બાવના ચંદન મને પગે ચોપડતો હતો. ત્યારે સર્વને રસી ચોપડતો હોય તેવું લાગતું હતું. ... ૧૦૭૮ આ બધી દેવની માયાજાળ હતી. તેને કોઈ પામી શકતું નથી.” કવિ ઋષભદાસ કહે છે કે, મહારાજા શ્રેણિક હવે ઉત્સુક બની પ્રભુ મહાવીર સ્વામીને છીંક વિશેનો અધિકાર પૂછે છે. .... ૧૦૭૯ દુહા : પપ છીંક્યો વીર જિણસરૂ, બોલ્યો તામ એ સાર; વીર કહઈ બોલ્યો ખરૂં, સુખ સંસાર અસાર. .. ૧૦૮૦ ભા. અર્થ - જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીને જ્યારે છીંક આવી ત્યારે કોઢિયો બોલ્યો કે, “જલ્દી મરો” કોઢિયાનું આ વચન ઉત્તમ છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “હે રાજનું! તે કોઢિયાનું વચન સત્ય છે. આ સંસારના સુખો અસાર, નશવંત, ક્ષણિક છે.” ... ૧૦૮૦ (૧) તાપસ ઉપકરણોની રજનું પ્રમાર્જન કરતાં કરતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભાઈ વલ્કલચિરિએ ઊંડા આધ્યાત્મમાં ઉતરી કર્મરજનું પ્રમાર્જન કર્યું. તેમણે કૈવલ્ય મેળવ્યું. તેમણે પિતા સોમચંદ્રને શ્રમણ બનાવ્યા અને પ્રસન્નચંદ્રને અણુવ્રતધારી (શ્રાવક) બનાવ્યા. (શ્રી જૈન કથા રત્ન મંજૂષા, પૃ.૯૧). For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ઢાળ : ૪૫ રાગ ઃ મારૂ ચાર છીંકનું રહસ્ય' ગીરીમાં ગોરો ગિરિ મેરૂ વડો એ દેશી. મુગતિ તણાં સુખ સબલ શ્રેણિક જાણજે રે, જન્મ જરા નહી મરણ; રોગો રે, સ્યોગો રે ભુખ તરસ નહી વેદના રે. તેણઈ કારણિં સુર મુનિ, મરિ કહઈ વલી રે, સીદ રહ્યાં સંસારી; સ્વામી રે, પામી રે, પિંડા કુણ કુકસ ભખઈ રે. ચીરંજીવી તુઝ ભાખઈ તેણિં કારણિ રે, જામ્યો નરગ મઝારિ; ભૂપતિ રે, નરપતિ રે, આગલિ તીર્થંકર થસ્યો રે. અભયકુમાર મરીનિં અસઈ દેવતારે, કરતો અહી ઉપગાર; જગનિં રે, તેના રે, જીવ મરણ બેહુ ભલાં રે. જીવ હણઈ અહી પાપી કાલગ સૂરીઉ રે, મરી નરગમાં જાય; જીવો રે, સદીવો રે, જીવ મરણ બેહુ નહી ભલું રે. સુણી વચનનિં યો શ્રેણિક રાજીઉં રે, રુદન કરતો રાય; ભાખઈ રે, રાખઈ રે, નરિગ પડતાં કો નિં રે. સ્વામી કાંઈ કહો તે હું પણિ આદરૂં રે, નરગ તણાં દુખ વારિ; મુનિં રે, પુĒિ રે, કરમ નિકાચિત જિન કહઈ રે. મારી હરણીનિં સગરભા નિ જઈ રે, ભુજા વખાણી આપ; માનૢિ રે, ધ્યાનિં રે, કરમ નિકાચિત બાંધિઉ રે. તેણિં કારણિં તિં નરગિં જાવું સહી વલી રે, તવ બોલ્યો ભૂપાલ; એહવું રે, કરવું રે, શરણ તુમ્હારું સ્યા ભણિ રે. તું જયવંતો જિનવર પામ્યો પુણ્યિ ઘણઈ રે, નરગિ જાતાં તુ જ લાજ; હોઈ રે, કોઈ રે, બુધિ કરી મુઝ રાખીઈ રે. ઉઠયો જિનનિં વાંદિ હરખ ધરી ઘણો રે, હવઈ ન જાઉ હેઠિ; નરગિં રે, સમિં રે, જાવું સોય વિનાં કરી રે. કાલિગસૂરીઉ દાસી વશ છઈ મુઝ તાઈ રે, અસ્તું વિમાસી રાય; વલીઉં રે, મલીઉં રે, ઋષભ કહઈ એક દેવતા રે. (૧) ચાર છીંકનું રહસ્ય : ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.૧૭૧-૧૭૨ For Personal & Private Use Only ... ૧૦૮૧ ... ૧૦૮૨ ૧૦૮૩ ... ૧૦૮૪ ૧૦૮૫ ... ૧૦૮૬ ૧૦૮૭ ૧૦૮૮ ... ૧૦૮૯ ૧૦૯૦ ૧૦૯૧ ૧૦૯૨ અર્થ :- ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, ‘“હે દેવાનુપ્રિય ! મહારાજા શ્રેણિક તમે જાણો. આ સંસારનાં સુખો અસાર છે. મુક્તિપુરીનાં સુખો શાશ્વત અને સબલ છે. મુક્તિપુરીમાં જન્મ, જરા, મરણ, રોગ, શોક, ભૂખ, તરસ અને વેદના નથી. ... ૧૦૮૧ આ કારણે દેવે મને કહ્યું, ‘મરો મરો વર્ધમાન, તમે શા માટે આ સંસારમાં રહ્યા છો ?’ (તેણે મને Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ મોક્ષ પ્રાપ્તિનો સંકેત કર્યો છે. જેમાં અઘાતિ કર્મનો જલ્દી ક્ષય થાય તેવું મંગલકામનાનું રહસ્ય છુપાયેલું છે.) હે દેવાનુપ્રિય! પેડા મેળવીને તેને છોડી ફોતરાં કોણ ખાય? ... ૧૦૮૨ હે રાજનું!તમને ‘ચિરંજીવ રહેવાનું કહ્યું તેની પાછળ રહસ્ય છે. અત્યારે તમે મનુષ્ય ભવના સુખો ભોગવો છો પરંતુ મૃત્યુ પામી નરક ગતિમાં જશો. હે મગધેશ્વર! નરકનું આયુષ્ય પૂર્ણ થયા પછી તમે ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થકર થશો. .. ૧૦૮૩ અભયકુમાર સમ્યકત્ત્વ સહિત વ્રતધારી શ્રાવક છે. તે મૃત્યુ પામીને દેવતા થશે. તે જગતમાં પરોપકારના કાર્ય કરે છે. તેમના આ લોક અને પરલોક બંને સુખમય છે તેથી તેમને ‘ભલે મરે ભલે જીવે” એમ ... ૧૦૮૪ કાલસીરિક કસાઈ રાત-દિવસ અહીંજૂર હિંસાના પરિણામ કરી જીવોનો ઘાત કરે છે. એ અહીંથી મૃત્યુ પામી સાતમી નરકમાં ઉત્પન થશે. ત્યાં અનંત દુઃખો છે તેથી તેનું જીવન અને મૃત્યુ બંને નિરર્થક છે તેથી દેવે તેને “સદાજીવો' એવું કહ્યું.” ... ૧૦૮૫ (ચાર છીંકનો ખુલાસો મહારાજા શ્રેણિકે સાંભળ્યો) હું નરકમાં જઈશ એવાં વચનોથી મહારાજા શ્રેણિક ધ્રુજી ઉઠયા. તેઓ બાળકની જેમ રુદન કરતાં બોલ્યા, “નરકમાં પડતાં મને કોઈ ઉગારો.... ૧૦૮૬ હે દેવાધિદેવ! તમે કોઈ ઉપાય બતાવો. જે કહેશો તે હું કરીશ. મારા નરકગતિનાં દુઃખોનું નિવારણ કરો.” (મહારાજા શ્રેણિક પુનઃ પુનઃ બોલવા લાગ્યા ત્યારે) ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “દેવાનુપ્રિય!તમે નિકાચિત કર્મ બાંધ્યું છે તેથી નરકમાં તો જવું જ પડશે. ... ૧૦૮૭ મગધેશ્વર! તમે શિકારના શોખમાં એક સગર્ભા હરણીને વનમાં વીંધી નાખી. એક જ બાણથી હરણી અને તેના બચ્ચાને વીંધી, તમે તમારી ભુજા બળનું અભિમાન કર્યું તેથી તમે નરકમાં જવા યોગ્ય નિકાચિત કર્મ બાંધ્યું છે. ... ૧૦૮૮ તે શિકારના પાપે તમારે પ્રથમ નરકમાં જવું પડશે.” ત્યારે મહારાજા શ્રેણિકે કહ્યું, “હે પ્રભુ! જો એમ જ થવાનું હોય તો તમારું શરણું સ્વીકાર્યું તેનું શું? ... ૧૦૮૯ ઘણાં પુણ્યથી તમારા જેવા કલ્યાણકારી જિનેશ્વરદેવ મળ્યા. તમારો ભક્ત થઈને જો હું નરકમાં જાઉં તો તમારી લાજ જશે. પ્રભુ! મને કોઈ ઉપાય બતાવી નરકમાં પડતો બચાવો.” ... ૧૦૯૦ મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી ખુશ થતાં ઉઠયાં. “હવે હું નીચે નરકમાં નહીં જાઉં. પરમાત્માએ જે કહ્યું છે તે કરીને હું સ્વર્ગમાં જઈશ પણ નરકમાં નહિ જાઉં. ... ૧૦૯૧ કાલસીરિક કસાઈ અને કપિલા દાસી ઉપર મારો અધિકાર છે. તેઓ મારું કહ્યું જરૂર માનશે.” એ પ્રમાણે વિચાર કરતાં મહારાજા શ્રેણિક પ્રભુ મહાવીર સ્વામીનાં દર્શન કરી પાછાં વળ્યાં. કવિ ઋષભદાસ કહે છે કે ત્યારે મહારાજા શ્રેણિકને રસ્તામાં એક દેવતા મુનિવરનું રૂપ લઈ મળ્યા. ... ૧૦૯૨ દુહા : પ૬ દદૂર દેવ આવી કરી, કીધું મુનિવર રૂપ; શ્રેણિક સમકિત પરખીઈ, ચલઈ કઈ ન ચલઈ ભૂપ ••• ૧૦૯૩ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ ૨૦૪ • ૧૦૯૪ અર્થ :- દૂઈર નામના એક દેવ સ્વર્ગલોકમાંથી મહારાજા શ્રેણિકની પરીક્ષા કરવા આવ્યા. તેમણે મુનિવરનું રૂ૫ લીધું હતું. તેઓ મહારાજા શ્રેણિકની સમકિત (દેવ-ગુરુ-ધર્મ)ની શ્રદ્ધા સ્થિર છે કે અસ્થિર તેની પરબ કરવા આવ્યા હતા. ... ૧૦૯૩ ઢાળ : ૪૬ મહારાજા શ્રેણિકના અહેતુપણાની પરીક્ષા સુણો મોરી સજની એ દેશી. રાગ કેદારી ભૂપતિ નજરિ મુનિવર થાય રે, જાલ લેઈનિ જલમાં જાય રે; ભરી મીન નીકલીલ પારે રે, ભૂર્ષિ હાથે સાહ્યો ત્યારઈ રે. પૂછઈ ઋષિનિ સિંહા નરસો રે, કહો મુનિ મછનિ કર્યું કરેસ્યો રે; ખાસું એહનિ મદિરા સાથિં રે, મધ પીઉં વલી પૂછિઉં નાથિં રે. ... ૧૦૯૫ ન પીઉ એકલો ગુણિકા સાથિં રે, પુછઈ ભૂપતિ ધન તુઝ કિહાંથી રે; છોડું ગાંઠડી ખાતર દેઉં રે, કપટ કરીનિ પરધન લેઉં રે. ••• ૧૦૯૬ અમે દિવસ તે કિમ નીગમીઈ રે, કે પરનારી કે જૂ રમીઈ રે; કરઈ ચાડીનિ પરદ્રોહ રે, કંચન કામિની ઉપરિ મોહ રે. ... ૧૦૯૭. કહઈ શ્રેણિક આપું ધન ધ્યાનો રે, ધરો તુમે વેષ વારૂ પરધાનો રે; હિંસા વેશાગમન નિવારો રે, બોલ ન મનાઈ તેહ લગારો રે. ચાલ્યો મારગ તણી તે વાઢિ રે, જઈ બેઠો ઉઘાડઈ હાટિ રે; માંહિ મહાસતી ગર્ભ સંઘાતિ રે, દીઠો અન્યાય સઘલો નાથઈ રે. ... ૧૦૯૯ ન ચલિઉં સમકિતથી તિહાં રાયો રે, ન કરઈ સાધ જગમાં અચાયો રે; અસ્તું વિચારી ઋષિ કિં જાયો રે, રખે વીરનો ધરમ ફેલાયો રે. ... ૧૧૦૦ ઋષિ ન ઘટઈ તુમ અસ્યુ કરેવું રે, મુનિ કહઈ જગમાં છઈ સહુ એહવું રે; શ્રેણિક કહઈ હું એ નવિ માનું રે, મુનિ પાતિક પરગટ નહી છાનું રે. .. ૧૧૦૧ ભાખિઉં ઋષિનિ કહિઉં કરી જઈ રે, આવો તુમનિ સબલ દીજઈ રે; આપું રહેવા ઘર એક સારૂં રે, કહો તે કામ કરેં તુમારું રે. ... ૧૧૦ર વાટિ હાટમાં લાગ) વાયો રે, તેણં તુમ રોગ ઘણેરો થાયો રે; એમ કરતો મુનિવરની સારો રે, ન ચાલ્યો ધર્મ થકી જ લગારો રે. મુરિખ કેતલા ધરતા રોષો રે, દેખી સાધુનો થોડો દોષો રે; હેલી સાધ નઈ સમકિત હાઈ રે, શ્રેણિક સરિખા આતમ તારઈ રે. દદુર દેવતા જોતો જ્ઞાનિ રે, ન ચલ્યો નરપતિ ચોખઈ ધ્યાનિ રે; હરખ્યો સુર તિહાં નૃપનિ જોઈ રે, ખ્યાયક સમકિત સુધુ હોઈ રે. ... ૧૧૦૫ (૧) શ્રી નિરયાપલિકા સૂત્ર, અ.૧, પૃ.૪૪-૪૫ અને કથાકોષ પ્રકરણમ્ પૃ.૨૯૫ થી ૨૯૯. ૧૦૯૮ •.. ૧૧૦૩ ... ૧૧૦૪ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ગાયક સમકિત પામઈ તેહો રે, સાત બોલ પાલઈ નર જેહો રે; ક્રોધ માન માયોનિ લોભો રે, હનિ આવતાં ન દીઈ થોલો રે. ... ૧૧૦૬ અનંતાનુબંધીયા એ ચ્યારો રે, સમકીત મોહનીનો પરિહારો રે; મિથ્યાત્વ મોહની મિશ્ર તજી જઈ રે, ગાયક સમકિત એમ ભજી જઈ રે... ૧૧૦૭ એ સમકિત સઘલાંમાં સારો રે, પામઈ જીવ તે એક જ વારો રે; આણઈ ભવિ તો એ પણિ પારો રે, શ્રેણિક લહઈ સઈ જિન અવતારો રે.... ૧૧૦૮ એમ કહી સુર તિહાં પરગટ થાય રે, ધિન ધિન સમકિત શ્રેણિક રાય રે; ઈદ્રિ વાત કહી મુઝ જેહવી રે, દીસઈ ચઢતી નહી કાંઈ તેહવી રે. ... ૧૧૦૯ માટી ગોલા સુર દઈ સારો રે, શ્રેણિકનિ દીધો એક હારો રે; ત્રુટો હાર પરોસઈ જેઠો રે, નિર્થિ ભવ ચૂકેસે તેડો રે. ... ૧૧૧૦ ઈમ કહી સુર ચાલ્યો જિ વારઈ રે, નૃપના ગુણ બોલઈ હરી પાસિં રે; શ્રેણિક નિજ ઘરિ આવ્યો જિ વારઈ રે, તેડી ચિલણા દેવી તિવારઈ રે. ... ૧૧૧૧ અર્થ - મહારાજા શ્રેણિક રાજમહેલ તરફ જઈ રહ્યાં હતાં. મહારાજાની નજર એક મુનિવર ઉપર પડી. તેમના ખભા ઉપર માછલાં પકડવાની જાળ હતી. તેમણે જાળ લઈને સમુદ્રના પાણીમાં નાખી. થોડીવારમાં માછલીઓને જાળમાં ભરી બહાર આવ્યા. મહારાજાએ તેમને પકડયા. .. ૧૦૯૪ મહારાજાએ મહાત્માને પૂછયું, “હે મુનિવર ! કહો તમે આ માછલાનું શું કરશો?' મુનિએ કહ્યું, “હું તેને મદિરા સાથે ખાવાના ઉપયોગમાં લઈશ.” મહારાજાએ પૂછ્યું, “શું તમે મદીરા પણ પીઓ છો?' ૧૦૯૫ મુનિએ કહ્યું, “હું એકલો નથી પીતો. મારી સાથે ગણિકા હશે. તેની સાથે હું પીશ.” મહારાજાને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, “ગણિકાને આપવા માટે ધન ક્યાંથી લાવો છો?” મુનિએ કહ્યું, “હું ખાતર પાડી, ગાંઠડી છોડી, કપટ કરી, બીજાનું ધન જપ્ત કરું છું. .. ૧૦૯૬ વળી આખો દિવસ કેમ વ્યતીત થાય? તેથી પરસ્ત્રીગમન કરું અથવા જુગાર રમું છું. તેમજ ચાડી ચાડી ચુગલી કરવામાં, બીજાનાં દોષ દર્શનમાં અને બીજાને કલંક લગાડવામાં મને ખૂબ આનંદ આવે છે. મને કંચન અને કામિની પર અત્યંત અનુરાગ છે.” (અહીં કવિએ બધા વ્યસનોને કથાના માધ્યમે આવરી લીધા .. ૧૦૯૭ મહારાજા શ્રેણિકે કહ્યું, “હું તમને ધન અને ધાન્ય આપું પણ તમે શ્રેષ્ઠ એવા સંયમનું યથાર્થ પાલન કરો. તમે હિંસા, વૈશ્યાગમનથી નિવૃત થાવ.” મહારાજા શ્રેણિકના વચનોથી મુનિવર પર કોઈ અસર ન થઈ. મુનિવર પુનઃ પોતાના કાર્યમાં વ્યસ્ત થયાં. ... ૧૦૯૮ મહારાજા શ્રેણિક માર્ગમાં ચાલતાં ચાલતાં બજારમાં એક ખુલ્લી દુકાન ઉપર જઈ બેઠા. ત્યાં તેમણે એક ગર્ભવતી સાધ્વીજીને કોડીયો માંગતા જોયા. મહારાજાએ જોયું કે કોઈએ સાધ્વીજી સાથે અન્યાય કર્યો ... ૧૦૯૯ છે.) છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ’. મહારાજા શ્રેણિકના મનમાં એવો વિચાર ન આવ્યો કે “સાધ્વીજી ખરાબ છે. તેમની શ્રદ્ધા દઢ હતી. તેથી તેમનું સમકિત અવિચલ રહ્યું. “સાધ્વીજી જગતમાં કદી અકાર્ય ન કરે'; એવું વિચારી મહારાજાએ પ્રસુતિની ઔષધિ લેવા આવેલ સાધ્વીજીને પૂછયું, “શ્રમણીજી! તમે પુત્ર જન્મ કેવી રીતે આપશો? આપના આ અપકૃત્યથી નિગ્રંથ પ્રવચનને કલંક લાગશે, ધર્મની અપભાજના (નિંદા) થશે. ... ૧૧૦૦ હે સાધ્વીજી ! તમે આવું અપકૃત્ય કરવું યોગ્ય નથી.” સાધ્વીજીએ કહ્યું, “શું હું એકલી જ આવું કાર્ય કરું છું? (ભગવાન મહાવીરના ચંદનબાળા આદિ) સાધ્વીજીઓ ગુપ્ત પણે દુરાચાર સેવે છે. જગતમાં બધી જગ્યાએ આવું જ ચાલે છે.” મહારાજા શ્રેણિકે કહ્યું, “હું એ નથી માનતો. સાધ્વીજી ! પાપ કદી ઢાંકેલું. રહેતું નથી. તે અવશ્ય પ્રગટ થાય છે.” ... ૧૧/૧ મહારાજા શ્રેણિકે સાધ્વીજીને કહ્યું, “શ્રમણીજી! આવો હું તમને બધી વ્યવસ્થા = સગવડ કરી આપું. તમને રહેવા માટે એક સરસ મકાન આપું. તમે કહો તે તમારું કાર્ય કરી આપું. ... ૧૧૦૨ સાધ્વીજી ! આ પ્રમાણે રસ્તામાં ખુલ્લી દુકાનમાં બેસવું તમારે માટે યોગ્ય નથી. અતિશય ઠંડા પવનથી તમને ઘણી બીમારી આવશે.” આ પ્રમાણે મહારાજા શ્રેણિકે સાધ્વીજીને ભલામણ કરી તેમની સારસંભાળ કરી (જિનશાસનની ચિંતાથી રાજાએ સાધ્વીજીનું સૂતિકર્મ સ્વયં કર્યું.) પરંતુ સાધુ-સાધ્વીજી પ્રત્યે તેમના મનમાં અંશમાત્ર અણગમો ન થયો. તેઓ ધર્મમાં અચલ રહ્યા. ... ૧૧૦૩ વર્તમાન કાળે ધર્મ પ્રત્યે દ્વેષી એવા મૂર્ખ માનવો સાધુ-સાધ્વીજીના અલ્પ દોષો જોઈને તેમના દ્વેષઅણગમો કે સુગ ધરાવી અવહેલના કરે છે. તે જીવો સમકિતરૂપી રત્ન પ્રાપ્ત કરી પાછું ગુમાવે છે. મહારાજા શ્રેણિક જેવા વિવેકી જીવો ધર્મમાં અવિચલ રહી સમકિતને સુરક્ષિત રાખે છે. આવા જીવો સંસારરૂપી ભવસાગરમાંથી પોતાના આત્માને તારે છે. ... ૧૧૦૪ (મહારાજા શ્રેણિકની ધર્મ શ્રદ્ધાની પરખ કરવા આવેલા) સ્વર્ગલોકના દુર્દર નામના દેવે અવધિજ્ઞાનથી જોયું કે મહારાજા શ્રેણિકની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અવિહડ છે.) તેમનું શુભ ધ્યાન સ્વચ્છ અને અવિચલિત છે. તેઓ શુદ્ધ ક્ષાયિક સમકિત સંપન્ન છે. (સ્વર્ગવાસી દુર્દર દેવ મહારાજાના ક્ષાયિક સમકિતને જોઈ અતિ પ્રસન્ન થયા.) ... ૧૧૦૫ (ભવચક્રમાં પરિભ્રમણ કરતાં) જે જીવાત્મા સાત બોલનો ત્યાગ કરે છે તેને ક્ષાયિક સમકિત મળે છે. અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને જીવાત્મા અંશમાત્ર પણ પોતાની પાસે ન આવવાદે. ...૧૧૦૬ અનંતાનુબંધી ચતુર્કની સાથે સમકિત મોહનીયનો ત્યાગ કરે છે તેમજ મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયને પણ ત્યાગ કરે છે. આ સાત બોલનો ક્ષય થવાથી જીવાત્મા ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે.... ૧૧૦૦ સાયિક સમકિત સર્વ શ્રેષ્ઠ છે. (ઉપશમ અને ક્ષયોપશમ સમકિત કરતાં શ્રેષ્ઠ છે.) તે ભવ્ય જીવને ભવાંતરમાં ફક્ત એકજ વાર પ્રાપ્ત થાય છે. આવું શાશ્વત સમકિત જે જીવાત્મા પ્રાપ્ત કરે છે તે સંસાર અટવી For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ઓળંગી જાય છે. મહારાજા શ્રેણિકે ક્ષાયિક સમકિત મેળવ્યું. તેઓ આગામી ભવમાં ઉત્સર્પિણી કાળના પ્રથમ તીર્થંકરનો (જિનપદ) અવતાર પ્રાપ્ત કરશે. ૧૧૦૮ આ પ્રમાણે કહી દેવે પોતાનું વાસ્તવિક રૂપ પ્રગટ કર્યું. દેવે પ્રશંસા કરતાં કહ્યું, ‘‘ધન્ય છે ! ક્ષાયિક સમકિતના ધણી મહારાજા શ્રેણિકને ! સૌધર્મેન્દ્રે જેવી ધર્મ શ્રદ્ધાની પ્રશંસા કરી હતી તેના કરતાં પણ આપની શ્રદ્ધા કંઈક વિશેષ શ્રેષ્ઠ અને ચઢિયાતી છે.’’ ૧૧૦૯ દુર્દર દેવે પ્રસન્ન થઈ મહારાજા શ્રેણિકને સુંદર માટીના (બે) ગોળા અને (અઢારસરો વંકચૂલ નામનો) દિવ્યહાર પરિહારમાં આપ્યો. આ હારની વિશિષ્ટતા બતાવતાં દેવે કહ્યું, ‘‘જો હાર તૂટી જાય તો તેને સાંધવાવાળો નહીં મળે. સંભવ છે કે કદાચ સાંધવાવાળો મળે, તે પ્રયત્ન કરી હાર પરોવશે તો તેનું તત્કાળ મૃત્યુ થશે. ૧૧૧૦ આ પ્રમાણે કહી સુરરાજ પોતાના સ્થાને આકાશ (સ્વર્ગ)માં ચાલ્યા ગયા. સુ૨૨ાજે સૌધર્મેન્દ્ર દેવ પાસે જઈ પૃથ્વીલોકના ક્ષાયિક સમકિતી મહારાજા શ્રેણિકના ગુણગ્રામ કર્યા. જ્યારે મહારાજા શ્રેણિક રાજમહેલમાં પાછા ફર્યા ત્યારે તેમણે પોતાની પ્રિય પટરાણી ચેલણા રાણીને બોલાવ્યા. ૧૧૧૧ ચેલણા રાણીનો આપઘાત પ્રયાસ આપ્યો તેહનિં પ્રેમિ હારો રે, ગોલા સુણંદાનિં તેણી વારો રે; ખીજી નિજ મતિ ભોલી ભંજઈ રે, કુંડલ દોય દેખીનિં રંજઈ રે. ઘાલઈ કુંડલ કાને રાણી રે, ભાંજઈ ગોલો બીજો આણી રે; વસ્ત્ર નીકલ્યાં તિહાંથી દોયો રે, રંજઈ રાણી ફરી જોયો રે. પેહરઈ વસ્ત્રનિં ક૨ઈ સિણગારો રે, હરખઈ શ્રેણિક તેણી વારો રે; ખીજી ચેલણા અતિહિં અપારો રે, મુઝનિં સ્યું દીધો તુમ્યો હીરો રે. ચીવર કુંડલ અપાવો હારો રે, શ્રેણીક કહઈ તું ભોલી અત્યંતો રે; લહી અમુલિક આપ્યો હારો રે, ખીજી સોકિં તુઝ તામ અપારો રે. હવઈ બોલતાં લાગઈ નર તું રે, ખીજી ચિલણા ભાખઈ વલતું રે; કુંડલ વસ્ત્ર ન આપો આણી રે, તો મરસઈ સહી ચિલણા રાણી રે. નૃપ કહઈ મેિં આપિઉં જેહ જેહિનેં રે, કરમિં ભાગું તે વલી તેહિનં રે; સુપુરૂષ બોલ્યો ફરીય ન જાય રે, રાત્રિં થાપ્યો બંભીષણ રાય રે. અસ્તું કહીનઈ શ્રેણિક જાય રે, ચિલણા ગોખિ ચઢી મરવાય રે; નીચી દૃષ્ટિ કરી વલી જેવારઈ રે, દેખઈ આલોચ કરતાં વલી તિવારઈ નૃપ શ્રેણિક તણો કુતારો રે, માગધસેના ગુણિકા સારો રે; તે બેહુ વાત કરતાં પ્રેમિં રે, ઋષભ કહઈ તે સુણયો ખેમિં રે. (૧) જુઓ પરિશિષ્ટ વિભાગ - આગામી ઉત્સપિર્ણી કાળના ચોવીસ તીર્થંકરોના નામ. For Personal & Private Use Only ૨૦૭ ... ... ૧૧૧૩ ... ૧૧૧૨ ૧૧૧૪ ૧૧૧૫ ૧૧૧૬ ૧૧૧૭ ૧૧૧૮ ૧૧૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” અર્થ - મહારાજાએ પ્રેમપૂર્વક ચલણા રાણીને સુરરાજે આપેલ દિવ્યહાર આપ્યો તેમજ સુનંદા રાણીને બોલાવી માટીનો ગોળો આપ્યો. મહારાજાના આવા પક્ષપાત ભર્યા વર્તનથી ભોળી સુનંદા રાણીને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે ગુસ્સામાં માટીનો ગોળો હાથમાં લઈ દીવાલ પર ફેંક્યો. માટીનો ગોળો ભાંગી ગયો. તેમાંથી કુંડળની જોડ નીકળી. તે જોઈ સુનંદા રાણી રાજી રાજી થઈ ગયા. ..૧૧૧ર સુનંદા રાણીએ તે દિવ્ય કુંડલો કાનમાં પહેર્યા. ત્યાર પછી બીજો ગોળો લાવીને પછાડયો. ગોળો તૂટતાં તેમાંથી દિવ્ય વસ્ત્રોની જોડી નીકળી. સુનંદારાણી હવે ફરીથી ખુશ થયાં. . ૧૧૧૩ સુનંદા રાણીએ આ દિવ્ય વસ્ત્રો શરીરે પરિધાન કર્યા. તેમણે સોળ શણગાર સજ્યા. (તેઓ અત્યંત સુંદર દેખાતાં હતાં.) તેમને જોઈ મહારાજા શ્રેણિક તે વખતે હરખાયા. તે સમયે ચેલણા રાણીના ક્રોધનો કોઈ પાર ન રહ્યો. ચલણા રાણી ક્રોધથી બોલ્યા, “વામી! તમે મને ફક્ત એક જ હાર આપ્યો? (શું તમને મારા પ્રત્યે સ્નેહ નથી?) ... ૧૧૧૪ હે નાથ! (હું તમારી પટરાણી છું.) મને દિવ્ય વસ્ત્રો અને કુંડલ અપાવો.” મહારાજા શ્રેણિકે કહ્યું, દેવી! તમે અત્યંત ભોળાં-સાલસ છો. તમને તો મેં અત્યંત અમૂલ્ય હાર આપ્યો છે. તમને ખબર નથી, આ હારને જોઈ તમારી શોક્યો તમારી ઈર્ષા કરશે.' .. ૧૧૧૫ ચેલણા રાણીએ ગુસ્સાથી છણકો કરતાં વળતો જવાબ આપતાં કહ્યું, “મહારાજા! રહેવા દો, તમે મને સારું લગાડવા આ પ્રમાણે બોલો છો. જો તમે મને કુંડલ અને દિવ્ય વસ્ત્રો નહીં લાવી આપો તો, આ ચેલણા હવે જીવતી નહીં રહે, તે મરી જશે.” ...૧૧૧૬ મહારાજા શ્રેણિકે ચેલણા રાણીને સમજાવતાં કહ્યું, “મહારાણી! જેનાં ભાગ્યનું હતું તેને મેં આપી દીધું. ભાગ્યયોગે તેને તે તે વસ્તુઓ મળી. સજ્જન પુરુષો બોલેલાં વચનો ફોક કરતાં નથી. શ્રી રામે આપેલ વચન અનુસાર રાવણના મૃત્યુ પછી લંકાનું રાજ્ય વિભીષણને જ આપ્યું.” ...૧૧૧૭ આ પ્રમાણે ચેલણા રાણીને સમજાવી મહારાજા શ્રેણિક ત્યાંથી ચાલ્યા ગયા.ચેલણા રાણી સ્ત્રીહઠે ચડયા. પોતાની ઈચ્છા અનુસાર ન થતાં રાણી મહેલનાં ગોખ પર આપઘાત કરવા માટે ચઢયા. જેવી તેમણે નીચે દૃષ્ટિ કરી તેવી તેમણે કોઈને નીચે વાર્તાલાપ કરતાં જોયાં. .. ૧૧૧૮ મહારાજા શ્રેણિકનો મહાવત અને મગધસેના નામની ગણિકા પરસ્પર પ્રેમથી વાતો કરતાં હતાં. કવિ ઋષભદાસ કહે છે કે, તેને કુશળતાપૂર્વક સાંભળો. . ૧૧૧૯ દુહા : ૫૭ કહઈ ગુણિકાકુંતાર તું, દઈ હસ્તિ આભર્ણ; અમ હસ્તિ પેહરાવ મ્યું, વાલું તેહનો વર્ણ. ... ૧૧૨૦ અર્થ - ગણિકાએ વિનંતી કરતાં મહાવતને કહ્યું, “તમે તમારા રાજાના હાથીના આભૂષણો મને આપો. આપણે આપણા હાથીને આ આભૂષણો પહેરાવશું તેથી આપણા હાથીનું સૌદર્યદીપી ઉઠશે.”... ૧૧૨૦ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ . ૧૧રપ હો. ઢાળ : ૪૭ ચેલણા રાણી ઉપશાંત થયા ધિન ધિન તુમ અવતાર અને સરસતી ભગવતી ઘો મતિ ચંગી એ દેશી કહઈ કુંતાર ગુણિકા તું ભોલી, નૃપ ગજ ન દઉં આર્ણિ; તવ ગુણિકા કહઈ તુઝનિ છાંડું, કે પામઈ વેશા મર્ણ. •.. ૧૧ર૧ હો માગધસેના નવિ કીજઈ આપઘાત ... આંચલી નર કહઈ તાઢે વચને નહી રહઈ, તે માની લઈ ધૂલિ; ફૂલ્યો પલાસ બહુઆનો ગુણિકા, અગનિ લગાડી મુલિ. ... ૧૧રર હો. બ્રહ્મદા વનિ પોહતો એકદા, ખેલી આવ્યો નિજ ધરિ; સ્ત્રી કહઈ વાત નવી કાંઈ દીઠી, ભાખો તે રસ ભરિ. . ૧૧ર૩ હો. સરોવરિ બેઠાં સુંદરી આવી, કહઈ મુઝ ભોગવિ રાય; મિ હાકી તવ આઘી નાઠી, વિલસતી નાગણ્યું જાય. ... ૧૧૨૪ હો. મિં મારી તવ ગઈ રીસાવી, એ અચરીત જ વાત; અઢું કહીનિ બાહિર આવ્યો, તવ દ્રષ્ટિ સુર થાત. કહઈ દેવતા માગો રાજા, ભૂપ કહઈ સ્યામાટિ; સરોવર નારી માહરી આવી, જેહનિ મારી તિ સ્થાટિ. નારી કહઈ મુઝ રાજા વલગો, આવ્યો કરવા ઘાત; જાણી નારી ખોટી તિહારાઈ, કાને સુણી સુઝ વાત. તેણેિ તુઝનિ તુઠો હું રાજા, ભૂપ કહઈ દઉ એહ; સરવ જીવ બોલઈ જે ભાષા, સમઝૂ સુપરિ તેહ. ... ૧૧૨૮ હો. દેઈ વર વલીઉ સુર જિહાંરઈ, કહઈ કુણનિ ન કહેય; ચંદન કચોલું દેખઈ પેલી, નર મુઝ આણી દેય. કહઈ ગિરોલો રાજા મારઈ, સુણતાં હુઈ નૃપ હાશ; રાણી કહઈ સઈ કારણિ હસીયા, નૃપ કહઈ ન કહું પ્રકાશ. ... ૧૧૩૦ હો. કહઈતાં મરણ હોય રાજાનો, રાણી કહઈ મુઝ પુઠિ; તવ રાજાઈ ચેહ ખડકાવી, ચાલિઉં તિહાંથી ઉઠિ. ... ૧૧૩૧ હો. વાટિ બોકડી કહઈ બોકડાનિ, જવ અંણી મુઝ દેહ; ભુંડી રાંડ એ જવ રાજાના, લાવતાં મુઝ મારેહ. તુમથી બ્રહ્મદર તે રૂડો, સ્ત્રી કાજિ મહ; બોકડ કહઈ એ મુરખ મોટો, સ્ત્રીનિ શિક્ષા નવિ દેહ. ૧૧૨૬ ૧૧ર૭ હો. . ૧૧ર૯ હો. ... ૧૧૩ર હો. ... ૧૧૩૩ હો. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સુણી રાય ચાલ્યો તવ પાછો, પુછતા દઈ બહુ લાત; મુંકો ચોટલો મહારો સ્વામી, હવઈ નહી પૂર્ણ વાત. ... ૧૧૩૪ હો. વચન સુહાલઈ જે નવિ માનઈ, તેહનિ એ વિધિ હોય; ઋષભ કહઈ સમઝી તિહાં ગુણિકા, ચિલણા ન મરઈ સોય. ... ૧૧૩૫ હો. અર્થ - મહાવતે ગણિકાને કહ્યું, “મગધસેના! તું ત ભોળી છો. રાજાના હાથીનાં આભૂષણો કદી કોઈને ન આપી શકાય.” ગણિકાએ ગુસ્સે થઈને કહ્યું, “તો હું તમને છોડી ચાલી જઈશ અથવા હું આપઘાત કરી મરણ પામીશ.' . ૧૧ર૧ મહાવતે કોશાને સમજાવતાં કહ્યું, “મગધસેના! આવું અવિચારી પગલું ન ભરાય. જે ક્રોધથી અવિચારી પગલું ભરી મૃત્યુ પામે છે, તે અભિમાનીનું જીવન ધૂળમાં મળી જાય છે. ફૂલ ચૂંટનાર બટુક સ્વયં કેસુડાના ખીલેલા ફૂલને ચૂંટી વૃક્ષના મૂળમાં આગ ચાંપી, વૃક્ષને જ નષ્ટ કરી નાંખે છે.” ... ૧૧રર એકવાર 'બ્રહ્મદત્ત નામના રાજા જંગલમાં (શિકાર કરવા) ગયા. તેઓ શિકાર કરી જ્યારે પોતાના રાજમહેલમાં પાછા આવ્યા ત્યારે તેમની રાણીએ કહ્યું, “નાથ! કોઈ આશ્ચર્યકારી ઘટના જોઈ હોય તો તે રોમાંચક કથા કહો.” ... ૧૧૨૩ બ્રહ્મદર રાજાએ રસિકતાપૂર્વક કહ્યું, “હું સરોવરની કિનારે (નાન કરી) બેઠો હતો. ત્યાં એક ખૂબસૂરત દેવકન્યા જેવી સુંદરી આવી. (તે નાગકન્યા હતી.) તેણે મને કહ્યું, “રાજનું! (હું તમને પ્રેમ કરું છું) તમે મારી સાથે સંસારના સુખો ભોગવો.” (મને થયું આવી નિર્લજ્જ વાતો કરનાર આ કોઈ કુલટા સ્ત્રી છે', એવું જાણી) મેં તેને હડસેલી મૂકી. તે દૂર ભાગી ગઈ ત્યારે તે નાગિણીનું રૂપ લઈનાગ સાથે ક્રીડા કરવા લાગી. (આવી સૌંદર્યવાન હોવા છતાં નીચ સર્પ સાથે વિષય ભોગ!) ... ૧૧ર૪ મેં તેને ચાબુકથી ફટકારી ત્યારે તે રીસાઈને ચાલી ગઈ. આ આશ્ચર્યકારી વાત છે. મહારાણીને આ પ્રમાણે વાત કરી બ્રહ્મદત્ત રાજા રાજમહેલમાંથી બહાર આવ્યા ત્યાં તેમની દષ્ટિ કોઈ દેવ ઉપર પડી... ૧૧૨૫ દેવે આવીને બ્રહ્મદત્ત રાજાને કહ્યું, “રાજનું! (હું તમારા પર પ્રસન્ન થયો છું) તમે કોઈ વરદાન માંગો.” રાજાએ કહ્યું, “હે દેવી! તમે શા માટે વરદાન માંગવાનું કહો છો?” દેવે કહ્યું, “રાજનું! તમે જંગલમાં સરોવરના કિનારે બેઠા હતા, ત્યારે ત્યાં મારી પત્ની આવી હતી. (તેની વ્યભિચારી વર્તણૂક જોઈ) તમે તેને માર મારી શિક્ષા આપી હતી તેથી હું ખુશ થયો છું. ... ૧૧૨૬ હે રાજન્! મારી પત્નીએ અસત્ય બોલતાં મને કહ્યું, “નાથ! મને બચાવો. જંગલમાં કોઈ વ્યાભિચારી રાજા છે, જે મને બળજબરીપૂર્વક પકડી સંભોગ કરવા ઈચ્છે છે. તે મારા પ્રાણ હરણ કરશે.” (હું તમને મારવા માટે આવ્યો હતો પરંતુ તમે જ્યારે તમારી પત્નીને જંગલમાં બનેલી આશ્ચર્યકારી ઘટના વિશે કહેતા હતા ત્યારે) તમારી વાત મે સાંભળી. મેં જાણ્યું કે, મારી પત્ની મારી સમક્ષ જૂઠું બોલી છે.... ૧૧૨૭ હે રાજનું! તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. તમને વરદાન આપવા આવ્યો છું.” રાજાએ કહ્યું, “હું સર્વ પ્રાણીઓની ભાષાને સારી રીતે) સ્પષ્ટ રીતે સમજી શકું, એવું વરદાન આપો.” ... ૧૧૨૮ (૧) બ્રહ્મદર રાજાની કથા : ત્રિ.શ.પુ.ચ. પર્વ-૯, સર્ગ-૧, પૃ.૪૪૬ થી ૪૪૭ , For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ દેવ વરદાન આપીને પાછા વળ્યા ત્યારે તેમણે રાજાને સૂચના આપતાં કહ્યું, ‘રાજન્ ! આ વરદાન વિશેની વાત તમે કોઈને ન કહેશો. (જો તમે બીજાને કહેશો તો તમારા મસ્તકના સાતભાગ થઈ જશે.)'' એકવાર બ્રહ્મદત્ત રાજા પોતાની રાણી સાથે શૃંગાર ગૃહમાં ગયા. ત્યાં ગરોળીએ કહ્યું, “હે પ્રિયા ! રાનજાા વિલેપનમાંથી થોડું ચંદન લાવી આપો. જેથી મારો દોહદ પૂર્ણ થાય.’ "" ૧૧૨૯ ભીંત ઉપરની ગરોળી (ગૃહગોધ)એ કહ્યું, “ચંદનનો પ્યાલો લેવા જતાં મારું મૃત્યુ થશે.'' ગરોળીની ભાષા સમજી રાજા હસી પડયા. રાણીએ તરત જ કહ્યું, ‘‘સ્વામીનાથ ! તમે એકાએક શા માટે હસી પડયા ? તમારા હસવાનું કારણ મને કહો. નહીં તો હું મૃત્યુ પામીશ.'' રાજાએ કહ્યું, ‘‘મહારાણી ! આ વાતનો પ્રકાશ હું નહીં પાડું. ૧૧૩૦ જો આ વાતનું રહસ્ય પ્રગટ કરીશ તો મારું મૃત્યું થશે.’' બીજી બાજુ રાણીએ હઠ પકડી. રાણીએ કહ્યું, ‘‘આપણે બન્ને સાથે મરીશું, જેથી બન્નેની ગતિ સરખી થશે.'' ત્યારે રાજાએ (કંટાળીને) ચિતા ખડકાવી અને રાણીને કહ્યું કે, ‘“ચિતા પાસે મૃત્યુ સમયે વાત કહીશ.’ ... ૧૧૩૧ (બ્રહ્મદત્ત રાજા ચિતા પાસે આવ્યા. ત્યારે કુળદેવીએ બોકડા અને સગર્ભા બોકડીનું રૂપ વીકુવ્વુ.) બોકડીએ બોકડાને માર્ગમાં કહ્યું,‘‘મને જવનો પુળો લાવી આપો.'' બોકડાએ કહ્યું,‘“અરે નાદાન ભૂંડી ! આ જવ તો રાજાના ઘોડા માટે છે. તે લેવા જતાં મારું મૃત્યુ થશે.’’ ૧૧૩૨ ... બોકડીએ કહ્યું, ‘“તમારાથી તો બ્રહ્મદત્ત રાજા ઉત્તમ હતો, જેણે પોતાની સ્ત્રી પાછળ પોતાનું જીવન કુરબાન કર્યું.’’ બોકડાએ કહ્યું, ‘‘બ્રહ્મદત્ત રાજા જગતમાં સૌથી મોટો મૂર્ખ હતો. તેણે સ્ત્રી હઠ સામે (પોતાની અનેક રાણીઓ હોવા છતાં) પોતાનું જીવન હોડમાં મૂક્યું. તેણે (નિર્દયી અને જીદ્દી) સ્ત્રીને શિક્ષા ન કરી તે તેની સૌથી મોટી ભૂલ હતી.’’ ૧૧૩૩ ... બ્રહ્મદત્ત રાજા બોકડાની વાત સાંભળીને ગુસ્સે થઈને રાજમહેલમાં પાછા આવ્યા. રાણીએ પુનઃ રાજાને હસવાનું કારણ પૂછ્યું ત્યારે મહારાજાએ ગુસ્સો થઈને રાણીનો ચોટલો પકડી તેને ખૂબ લાતો મારી. રાણીએ બૂમો પાડતાં રડતાં રડતાં કહ્યું, “સ્વામીનાથ ! મારો ચોટલો છોડો, હવેથી હું ક્યારે પણ ગુપ્ત વાતો નહીં પૂછું.'' ૧૧૩૪ દુહા : ૫૮ ચિલણા પાછી ઉતરી, આણી મનિ સંતોષ; ૨૧૧ જે સ્ત્રી પોતાના પતિના પ્રેમાળ વચનોને સાંભળતી નથી, તે સ્ત્રીની ઉપરોક્ત વિધિ (દશા) થાય છે. કવિ ઋષભદાસ કહે છે કે, મગધસેના કોશાએ મરવાનો વિચાર માંડી વાળ્યો. મહાવત અને મગધસેનાની વાતો દ્વારા ચેલણા રાણીએ પણ સમજીને આત્મહત્યા ન કરી. ... ૧૧૩૫ For Personal & Private Use Only ... ત્રુટી હાર તેહ જ વલી, ધરતી મનસ્યું શોખ. ૧૧૩૬ હો. અર્થ :- ચેલણા રાણી મહેલના ગોખેથી નીચે ઉતર્યા. ‘જે ભાગ્યમાં હોય તે જ મળે છે.' એ યુક્તિને હ્રદયે ધરી તેમણે મનમાં સંતોષ આણ્યો. થોડા દિવસ પછી અચાનક અસાવધાનીથી ચેલણા રાણીનો હાર તૂટી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ” •.. ૧૧૩૬ ... ૧૧૩૭ .. ૧૧૩૮ હો. .. ૧૧૩૯ હો. ... ૧૧૪૦ હો. ... ૧૧૪૧ હો. ગયો. રાણીને મનમાં અત્યંત દુઃખ થયું. ઢાળઃ ૪૮ દિવ્યહાર સાંધનાર મણિકારની કથા મગધ દેસ કો રાજ રાજેસર એ દેશી. શ્રેણિક રાય તિહાં સાદ પડાવઈ, બોલઈ એવી ભાખો; ગુટો હાર પરાઈ જેકો, આપું સોવન લાખો. હો રાજન પરોઆવઈ તિહાં હારો.. આંચલી મણિકારિ તિહાં સાદ સુણિનિ, તેડયો આપણો પૂતો; લાખ લેઈ તિહાં હાર પરોઉં, જિમ વાધઈ ઘર સૂત્રો. પુત્ર કહઈ જે હાર પરોઈ, જાસઈ તસ પરાણો; તાત કહઈ આયુ નહી ઝાઝૂં, એમ કહી ચાલ્યો સુજાણો. શ્રેણિકનિ કહઈ લાખ અપાવો, વેગિં પરોઉં હારો; અધ લાખ સોવન રોક અપાવો, બાકી પછઈ નિરધાર. નાહની કીડી નગરાં મુઝઈ, મુંક્યાં મોતી આણી; લેપ ખડીનો દોરો મધનો, ગઈ કીડી તે તાણી. હાર પરોયો તાણી લીધો, દીધી ગાંઠિ જિ વારઈ; સેઠ મુઉ તે વાનર હુઉ, સુત લઈ હાર તિવારઈ. શ્રેણિકનિ જઈ હાર સોપ્યો, માગ્યો સહેલ પંચાસ; જેહિં પરોયો તે ધન લેસઈ, ચાલ્યો પુત્ર નિરાસ. શ્રેણિક સરખો લોભિં પતલ્યો, કોણ ભરોસો રાયો; જે ધન સ્ત્રી દેખી નવિ ચલીયા, કવિ લાગઈ તસ પાયો. એણઈ અવસરિ હુઉ વાણિગ વાનર, તે વાડીમાં હોયો; માલી કહઈ સ્ત્રીને શું શેઠ, નૃપનો હાર પરોયો. સુણતાં જાતીસમરણ થાય, ધરિ પોતાનઈ જાય; અગર લખી કહઈ અધ લખિ આપ્યા, પુત્ર કહઈ તિહાં નાય. કોપી નૃપની વાડી આવઈ, ચિલણા તિહાં કણિ જાવઈ; મુંકી ભૂષણ જલમાં ઝીલઈ, વાનર હેઠો ધાવઈ. હેઠિ ડાલી વાનર આવ્યો, હાલઈ નહી જ લગારો; દાસી મસ્તગિ કંઠી હુંતી, લીધો તિહાંથી હારો. હાર દીઈ સુતનિ જઈ વાનર, રાણી ન દેખાઈ હારો; શ્રેણિકનિ કહઈ હાર ગયો મુઝ, કો નહી પાશ નિરધાર. . ૧૧૪ર હો. ૧૧૪૩ હો. ... ૧૧૪૪ હો. ૧૧૪૫ હો. .. ૧૧૪૬ હો. .. ૧૧૪૭ હો. .. ૧૧૪૮ હો. . ૧૧૪૯ હો. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ઋષભ કહઈ રાઈ સુત તેડીઉં, પેદા કરો તુમે હારો; સાત દિવસમાંહિ હૂં લાવીશ, બોલ્યો અભયકુમાર. અર્થ :- મગધેશ્વર શ્રેણિકનરેશે રાજગૃહી નગરીમાં પહડ વગડાવ્યો. પહડ વગાડનારાઓએ કહ્યું, “જે કોઈ તૂટેલા દિવ્યહારને સાંધી આપશે તેને રાજા લાખો સુવર્ણમુદ્રાઓ આપશે.'' ૧૧૫૦ હો. ... ૧૧૩૭ એક વૃદ્ધ ગરીબ મણિયારા (સોની)એ પોતાના પુત્રને બોલાવીને કહ્યું, “બેટા ! (આપણે નિર્ધન છીએ) જો હું હાર પરોવીશ તો મને લાખ સુવર્ણમુદ્રા મળશે. આપણા ઘરમાં સંપત્તિ વઘશે.આપણે શ્રીમંત થઈશું.'’ ... ... ૧૧૩૮ પુત્રએ કહ્યું, ‘‘પિતાજી ! જે હાર પરોવશે તેનું અવશ્ય મૃત્યુ થશે, તેની તમને ખબર છે ?’’ પિતાએ કહ્યું, ‘‘વત્સ ! હું વૃદ્ધાસ્થાના ઉંબરે ઊભો છું. હું હવે વધુ વર્ષ સુધી જીવી શકું એવું મારું લાંબું આયુષ્ય નથી.’’ એમ કહી વૃદ્ધ સોની મહારાજા શ્રેણિક પાસે જવા તૈયાર થયો. ૨૧૩ . ૧૧૩૯ તેણે મહારાજા શ્રેણિકને કહ્યું, ‘‘રાજન્ ! તમે મને એક લાખ સુવર્ણમુદ્રાઓ આપો. હું તમને તરત જ દિવ્યહાર સાંધી આપું. તમે ૫૦,૦૦૦ સોનામહોર હમણાં રોકડી આપો. બાકીની ૫૦,૦૦૦ સોનામહોર પછી આપજો.’' ... ૧૧૪૦ (સોનીએ હાર પરોવવાના પ્રયત્ન કર્યા પરંતુ તેમાં સફળતા ન મળી. રત્નના મોતીમાં એક બાજુ છિદ્ર બરાબર હતું પરંતુ બીજી બાજુ છિદ્ર એકદમ સાંકડું હતું તેથી દોરો પરોવાતો ન હતો. વૃદ્ધ સોની અનુભવી અને બુદ્ધશાળી હતો.) સોનીએ દોરાના અગ્રભાગે મધ લગાડયું. મોતીના એક છિદ્રમાં સાકરનો કણ રાખ્યો. મોતીને લાઈનમાં ગોઠવ્યાં. થોડી વારમાં કીડીઓ ઉભરાણી. કીડીઓ મધવાળો દોરો મુખમાં લઈ રત્નના છિદ્રમાં પ્રવેશી. ૧૧૪૧ જેવો હાર પરોવાઈ ગયો તેવો સોનીએ દોરો ખેંચી લીધો. વૃદ્ધ સોનીએ જ્યાં દોરાની ગાંઠ વાળી, ત્યાં તેનું મૃત્યુ થયું. સોની ૫૦,૦૦૦ સોનામહોર લેવાની બાકી હતી, તેના ધ્યાનમાં મૃત્યુ પામી વાનર બન્યો. સોનીના પુત્રએ તે સમયે તે દિવ્યહાર લઈ લીધો. ... ... ૧૧૪૨ સોનીના પુત્રએ દિવ્ય હાર જઈને મહારાજા શ્રેણિકને સોંપતા બાકીની ૫૦,૦૦૦ સોનામહોરની માંગણી કરી. (મહારાજાનું મન બદલાઈ ગયું) રાજાએ કહ્યું, “જેણે આ દિવ્ય હાર પરોવ્યો છે (તે જ ધનનો સાચો હકદાર હોવાથી) તેને જ ધન આપીશ.'' સોની પુત્ર નિરાશ થઈ ત્યાંથી ચાલ્યો ગયો. ... ૧૧૪૩ મહારાજા શ્રેણિક જેવા વૈભવશાળી રાજાના દિલમાં લોભ પ્રવેશ્યો. પ્રજાજનો રાજાનો વિશ્વાસ કઈ રીતે કરી શકે ? કવિ કહે છે કે, જે વ્યક્તિઓ ધન, સ્ત્રી આદિને જોઈ પણ ચલિત થતા નથી, તેવા સંતોષી વ્યક્તિઓને હું નમસ્કાર કરું છું. ૧૧૪૪ વૃદ્ધ સુવર્ણકાર મૃત્યુ પામી વ્યંતર (વાનર) દેવ થયો. તે ઉદ્યાનમાં પ્રવેશ્યો. તે સમયે માળીએ તેની પત્નીને કહ્યું, ‘“દેવી ! વૃદ્ધ મણિકારે રાજાનો તૂટેલો દિવ્ય હાર પરોવ્યો તેથી શું ફાયદો થયો.’’ ૧૧૪૫ વાનરે માળીના આ શબ્દો સાંભળ્યા. તેને જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. તે પોતાના (સોનીના) ઘરે આવ્યો. તેણે પુત્રને અક્ષર લખીને સંકેતપૂર્વક જણાવ્યું કે, ‘‘શું તને રાજાએ ૫૦,૦૦૦ સોનામહોર બાકી હતા For Personal & Private Use Only ... Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” તે આપ્યા?'પુત્ર પણ વાનરના અક્ષરોની ભાષા સમજી ગયો. તેણે ના પાડી. .. ૧૧૪૬ વાનર રૂપી વ્યંતરદેવ અત્યંત કોપાયમાન થયો. તે રાજાના ઉદ્યાનમાં આવી વૃક્ષ ઉપર બેઠો. ચેલણા રાણી તે સમયે સ્નાન કરવા આવ્યા હતા. તેમણે દિવ્યહાર આદિ આભૂષણ ઉતારી સુરક્ષિત જગ્યાએ મૂક્યા. ત્યાર પછી હોજમાં સ્નાન કરવા ગયા. ત્યાં વૃક્ષની ડાળ ઉપરથી વાનરદોડતો નીચે આવ્યો. ... ૧૧૪૭ - વાનરે વૃક્ષની ડાળ નીચે કરી. તેણે દાસીના મસ્તકની ઉપર જે દિવ્યહાર હતો તે અત્યંત સાવધાનીપૂર્વક ચૂપચાપ ક્ષણવારમાં (દાસીને ખબર ન પડે તેમ) ઉંચકી લીધો. ... ૧૧૪૮ વાનર હાર લઈને પોતાના પુત્ર પાસે આવ્યો. વાનરે કહ્યું, “હું તમારો પિતા છું. આર્તધ્યાનનાં કારણે મરીને વાનર અવતાર પામ્યો છું. રાજાએ નિર્ધારિત પૂર્ણ ધન ન આપ્યું તેથી આ દિવ્યહાર ત્યાંથી હું ચોરી લાવ્યો છું.'') સ્નાન કરીને રાણી બહાર આવ્યા ત્યારે તેમણે પોતાનો દિવ્યહાર ત્યાં ન જોયો. ચલણ રાણીએ તરત જ રાજા પાસે આવી કહ્યું, “મારો દિવ્યહાર ખોવાઈ ગયો છે. ઉદ્યાનમાં નિશ્ચિત આસપાસ કોઈ નહતું.” ..૧૧૪૯ કવિ ઋષભદાસ કહે છે કે મહારાજા શ્રેણિકે અભયકુમારને બોલાવીને કહ્યું કે, “પુત્ર! ચલણા રાણીનો દિવ્યહાર ચોરાઈ ગયો છે. કોઈ પણ રીતે આ હાર શોધી આપ.” મહામંત્રી અભયકુમારે કહ્યું, “પિતાજી ! હું સાત દિવસમાં હાર શોધી આપીશ.” ...૧૧૫૦ દુહા : ૫૯ હાર ન લાભઈ રાયનો, દિવસ થયા તવ સાત; અભયકુમાર પોસો કરી, ગુરુનિ વંદનિ જાત. .. ૧૧૫૧ હો. નગરિ વસાવ્યો ડાંગરો, જવિ જાણઈ એ વાત; વાહણઈ નામ કહીશ સહી, હોસઈ તેહની ઘાત. ... ૧૧૫ર હો. અર્થ - મહામંત્રી અભયકુમારે ઘણાં પ્રયત્નો કર્યા. સાત દિવસ વ્યતીત થવા છતાં દિવ્યહાર ન મળ્યો. એક દિવસ અભયકુમારે (તિથિ હોવાથી) પૌષધ વ્રત કર્યું હતું. બીજે દિવસે પ્રાત:કાળે પૌષધ વ્રત પૂર્ણ થતાં અભયકુમાર ગુરુને વંદન કરવા ગયા. ... ૧૧પ૧ અભયકુમારે નગરમાં પહડ વગડાવ્યો કે, “જેની પાસે રાજાનો દિવ્યહાર હોય તે આપી જાય. આ હાર દેવનો આપેલ છે. જેનાં ઘરમાંથી દિવ્યહાર મળશે તેને દેહાંત દંડની સજા કરવામાં આવશે... ૧૧૫ર ઢાળ : ૪૯ 'દિવ્યહાર આચાર્યના કંઠમાં હમચીની તથા સાસો કીધો સામલીઈ એ દેશી. મણિકાર તણો સુત સુણતો, ગયો તાત કિ ત્યારઈ; રસ્વામી હાર લીઉ તુમ પાછો, લુટી રાય મુઝ મારઈ રે. ••• ૧૧૫૩ હ. સુસ્થિત સૂરિ રહ્યો તિહાં ધ્યાનિ, ઘાલઈ વાનર હારો; ગુરુની ભગતિ કરેવા આવ્યો, શિષ્ય સુંદર તિહાં રો રે. ... ૧૧૫૪ હ. (૧) ઢાળ ૪૯ની કથા સંસાર સપના કોઈ નહિ અપના, પૃ.૧૨૩-૧૫૧ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ... ૧૧૫૫ હ. ... ૧૧૫૬ હ. ... ૧૧પ૭ હ. ... ૧૧૫૮ હ. ... ૧૧૫૯ હ. ... ૧૧૬૦ હ. ... ૧૧૬૧ હ. પહિલઈ પોહરિ વિસામણ કરતો, શિવ ઋષિ સહી તસ નામો; ગુરૂ ગલઈ હાર દેખિનિ બિહનો, પાછો વલિક કરી કામો રે. નિસહી કામિ ભઈ ભઈ ઉચરતો, પુછઈ અભયકુમારો; તુમ્યો સાપ તુમનિ ભય શાહનો, અનુભવી અપારો રે. ઉજેણી નગરીના વાસી, હું લોઢોસિચ નામો; શિવદત્ત સોય વડેરો ભાઈ, ન લઈ પાસિં દામો રે. સરરઠ દેશ જઈ ધન લાવ્યા, આગલિ અનરથ થાઈ; ચુલેતરઈ બેહનિ નિ મારી, પછઈ હુઆ ઋષિરાય રે. અનુભવીઉ ભય આવ્યો મુઢઈ, નીસહી અમ વિસરતી અભયકુમાર કહઈ મુનિવર સાચો, વાત પ્રકાસઈ નર તીરે. બીજઈ પોહરિ વેયાવચ કરતો, શિવદત્ત મુનિવર સારો; ગુરૂ દેખીનિં બીહનો સબલો, કસ્યો કંઠિ એ હારો રે. ત્રીજઈ પોહરિ વલઈ તે પાછો, મહાભયે મહાભય કરતો; અભયકુમાર કહઈ તુમ ભય શાહનો, મુનિવર ફરતો રહેતો રે. સાધ કહઈ અનુભવિલું આગિં, ઝહસ્તપણઈ ભય હો; નીસહી તણઈ વરાંસઈ સ્વામી મુઝ, મુખિં આવ્યો તેહો. અભયકુમાર કહઈ સ્ત્રો અનુભવીલ, મુનિવર ભાખઈ તામો; અંગદ દેશ તણો હું કણબી, મહારું સુગ્રીવ નામો રે. આવી ધાડી પલીની જ્યારઈ, સ્ત્રી પુઠિ ગઈ ત્યારઈ; મિં જઈ ભીલ પલીપતિ મારયો, હુઉ વયરાગ મનમાંહિ રે. મોઢઈ કથા માંડીનિ ભાખી, સમઝયો અભયકુમાર; ત્રીજઈ પોહરિ જિણ ઋષિ આવ્યો, તેણેિ પણિ દીઠો હારો રે. કિંતો ભય ભાગો વ્રત લીધો, તેહ જ ભય આ અહીઉ; ઉપાસરઈ પેસતાં ભાખઈ, અતી ભય વરત તહીઉં રે. અભયકુમાર કહઈ શો ભય તુમનિ, મુનિવર કહઈ સુણિ વાતો; ઉજેણી પાસિં અમ રહેવું, ગુણ સુંદર મુઝ તાતો રે. ઉજેણીમાં હું પરણાવ્યો, ગયો તે આણું કરવાનું મુઝ નારીઈ મુઝ પગ કાપ્યો, નાઠો નર હું મરવા રે. વયરાગિ મિં સંયમ લીધું, પૂરવ ભવ સાંભરીઉં; નિસહી તણઈ વરસઈ શ્રાવક, અતિ ભય મુખિ ઉચરીઉ રે. . ૧૧૬ર હ. ૧૧૬૩ હ. .. ૧૧૬૪ હ. ... ૧૧૬૫ હ. ... ૧૧૬૬ હ. ... ૧૧૬૭ હ. ... ૧૧૬૮ હ. ... ૧૧૬૯ હ. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ધરણ ત્રષિ ચોથઈ પોહરિ આવ્યો, દેખઈ હાર ત્રષિરાય; ઉપાસરાનિ મોઢઈ આવઈ, ભયાન ભય કહઈ ઠાય રે. ... ૧૧૭૦ હ. અભયકુમારિ પુછઉં ઋષિજી, તુમનિ ભય સ્યો વાગ્યો; અનુભવિલું ઉચરીઉં તેહવો, કથા કહી તસ ઠામ્યો રે. ... ૧૧૭૧ હ. ઉજેણી નગરીનો વાણિક, પિતા તે ધનદત સેઠ; માતા મહારી નામિ સુભદ્રા, ગુણ સઘલાની પેટી રે. ૧૧૭ર હ. ધરણ પુત્ર હું તેહનો બેટો, માહરઈ શ્રીમતિ નારી; તેહનાં ચરિત્ર દેખીનિ શ્રાવક, હું થયો સંયમ ધારી રે. ... ૧૧૭૩ હ. માથઈ તોલડું મારિઉં હૂઉં, તે મુઝ નઈ સાંભરીઉં; ભયાનભય વરતઈ તે ઈહાં, મોઢઈથી ઉચરીઉં રે. • ૧૧૭૪ હ. સુર્ણિ કથાનિ પોસો પાયો, વંદન ગયો કુમારો; અચરજ વાત હુઈ મનિ મંત્રી, ગુરૂ કંઠિ સ્યો હારો રે. ••• ૧૧૭૫ હ. સુણી ડાંગરો ન રહીઉં ધીર, ચોરિ ઘાલ્યો હારો; સાધ ન લઈ કોહની કોડી, ચિંતઈ અભયકુમારો રે. .. ૧૧૭૬ હ. દેખઈ હાર થતી એ ચ્યારઈ, પણિ ન કહી તેણેિ વાતો; પોતાનાં તેણેિ છીદ્ર પ્રકાશ્યો, ધિન મુનિ માતા તાતો રે. ... ૧૧૭૭ હ. લેઈ હાર શ્રેણિકનિ દીધો, વરણવ્યો અભયકુમાર; 28ષભ કહઈ પછઈ કપિલા, દાસી તેડી લેણી વારો રે. ... ૧૧૭૮ હ. અર્થ - સુવર્ણકારના પુત્રએ આ પહડ સાંભળ્યો. તે ઉદ્યાનમાં પોતાના પિતા વ્યંતર (વાનર) દેવ પાસે ગયો. તેણે કહ્યું, “હે સ્વામી! તમે મારા ઉપર મહેર કરી આ હાર તમે પાછો લઈ લો. મહારાજા શ્રેણિક આ દિવ્યહારને જોશે તો મારી પાસેથી ઝૂંટવી લેશે અને મને મૃત્યુદંડ આપશે.” . ૧૧૫૩ એક ઘટાદાર વૃક્ષની નીચે આચાર્ય સુસ્થિતસૂરિ કાઉસગ્નમાં સ્થિત હતા. તે વૃક્ષ ઉપર બેઠેલા વાનરે દિવ્યહાર મુનિના કંઠમાં પહેરાવ્યો. (તે દિવસે અભયકુમારે પૌષધ વ્રત કર્યો હતો.) આચાર્ય ભગવંતની ભક્તિ કરવા માટે ત્યાં ચાર વિનીત શિષ્યો હતા. .. ૧૧૫૪ પ્રથમ પહોરે શિવ નામના મુનિ આચાર્ય ભગવંતની વૈયાવચ્ચ કરવા આવ્યા. આચાર્ય ભગવંતના કંઠમાં દિવ્યહાર જોઈને શિવમુનિ ગભરાઈ ગયા. જ્યારે તે પોતાનું કાર્ય પૂર્ણ કરીને પાછા વળ્યા ત્યારે તેમણે આચાર્યના કંઠમાં દિવ્યહાર જોયો. તેઓ ડરી ગયા. ... ૧૧૫૫ શિવમુનિના મુખમાંથી ‘નિસ્સહી'ના સ્થાને “ભયં ભયં” શબ્દ નીકળ્યા. મહામંત્રી અભયકુમારે તે શબ્દો સાંભળ્યા. તેમને આશ્ચર્ય થયું. તેમણે શિવમુનિને પૂછયું, “મુનિવર! (તમે સાત ભયને જીતનારા છો) તમને ભય શેનો ?' શિવમુનિએ કહ્યું, “મહામંત્રી ! પૂર્વાવસ્થામાં ભયનો અનુભવ કર્યો છે. (તે યાદ આવી For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭. જતાં મારા મુખમાંથી આવાં શબ્દો નીકળ્યા છે.) ... ૧૧૫૬ હું ઉજ્જયિની નગરીનો રહેવાસી હતો. મારું નામ લોઢોસિચ હતું. મારો એક મોટો ભાઈ હતો, જેનું નામ શિવદત્ત હતું. અમે બંને ભાઈઓ નિર્ધન હતા. ... ૧૧૫૭ અમે પૈસા કમાવા સોરઠ દેશમાં ગયા. ત્યાં અનેક જાતના વ્યાપાર કરી અમે ઘણું ધન કમાયા. ત્યારપછી અમે અમારા દેશમાં પાછા આવ્યા. આ ધનથી આગળ જતાં ઘણું આશ્ચર્ય થયું. (ધન એક વાંસની નળીમાં ભર્યું. બંને ભાઈઓ નગરની બહાર પાણીના ધરા પાસે આવ્યા. મને (લોઢાસિચ) ખરાબ વિચાર આવ્યો કે, “મોટા ભાઈને ધરામાં ફેંકી તેનું દ્રવ્ય હું લઈ લઉં.” થોડીવારમાં મને થયું કે, “આ પાપરૂપી દ્રવ્યથી સગા ભાઈને મારવાનો વિચાર આવે છે તે કરતાં આ દ્રવ્યને જ હું ફેકી દઉં.' ધન ભરેલી વાંસ ધરામાં ફેંકી દીધી. મોટાભાઈએ આ જોયું. તેમણે કહ્યું, “ભાઈ ! આ શું કર્યું?” મેંધનના કારણે આવેલો અનિષ્ટ વિચાર મોટાભાઈને જણાવ્યો. મોટાભાઈએ કહ્યું, “મને પણ ખરાબ વિચાર આવ્યો છે તેથી હું પણ ધન ફેંકી દઉં છું.” અમે બંને ભાઈઓ પુનઃ નિર્ધન બન્યા. અમે સંયમ સ્વીકાર્યો.) આ ધનના કારણે અમે સાવકી બહેનોને મારી નાખી. ત્યાર પછી પશ્ચાતાપ થતાં, વૈરાગ્ય ઉત્પન થયો. અમે મુનિધર્મ સ્વીકાર્યો. ... ૧૧૫૮ હે! મંત્રીશ્વર આ પ્રમાણે પૂર્વે અનુભવેલું યાદ આવતાં ભૂલથી “નિસહી'ને સ્થાને “ભયં ભયં' શબ્દનો પ્રયોગ થયો.” મહામંત્રી અભયકુમારે કહ્યું, “આ મુનિવર સાચા છે. તેમણે સંસારમાં રહેતાં ધનથી જે અનર્થ થયાતે વાત પ્રકાશી છે.” ... ૧૧૫૯ બીજા પ્રહરે વિનયી એવા શિવદત્ત મુનિવર વૈયાવચ્ચ કરવા ઉઠયા. આચાર્ય ભગવંતના કંઠમાં દિવ્યહાર જોઈને તે ગભરાયા. તેમણે વિચાર્યું, ‘આચાર્ય ભગવંતના કંઠમાં દિવ્યહાર ક્યાંથી?”..૧૧૬૦ તેઓ પોતાનું કાર્ય સંપન્ન કરી જ્યારે ત્રીજા પહોરે પાછા વળ્યા, ત્યારે મહાભયમ્ મહાભયમ્' શબ્દ તેમના મુખમાંથી સરી પડયાં. મહામંત્રી અભયકુમારે કહ્યું, “મુનિવર તમે તો સદા ભ્રમરની જેમ ભમતા રહો છો, પછી તમારા મુખમાંથી આવા શબ્દો કેમ નીકળ્યા?” ... ૧૧૬૧ મુનિવરે કહ્યું, “મંત્રીશ્વર! ગૃહસ્થપણામાં ભય અનુભવ્યો છે તેથી ‘નિસહી'ના સ્થાને ભૂલથી મહાભયમ્' શબ્દ નીકળી પડયા.” ... ૧૧૬૨ મહામંત્રી અભયકુમારે કહ્યું, “મુનિવર! તમે પૂર્વે જે ભય અનુભવ્યો છે તેનો વૃત્તાંત કહો.” મુનિવરે કહ્યું, “હું અંગદેશમાં એક કણબી હતો. મારું નામ સુગ્રીવ હતું. ... ૧૧૬૩ એકવાર ઘરમાં ચોરોએ ધાડ પાડી. તેઓ મારું ધન ચોરીને લઈ ગયા. મારી પત્ની તેમની પાછળ પાછળ ચોર પલ્લીમાં ગઈ. (પલ્લીપતિએ તેને પત્ની બનાવી હતી) મેં ભીલ પલ્લી પતિને મારી નાંખ્યો. તે મંત્રીશ્વર!પત્નીનું દુષ્ટ ચરિત્ર જોઈ મને વૈરાગ્ય ઉત્પન થયો.” .. ૧૧૬૪ મુનિવરે પૂર્વે અનુભવેલી હકીકત યાદ આવવાથી મુખમાંથી “મહાભયમ્ શબ્દ નીકળ્યા છે, એવું અભયકુમાર સમજ્યા. રાત્રિના ત્રીજા પહોરે વૈયાવચ્ચ કરવા જિનમુનિ આવ્યા. તેમણે આચાર્યના કંઠમાં દિવ્યહાર જોયો. ... ૧૧૬૫ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' હાર જોઈને મુનિને ભય ઉત્પન્ન થયો કે, “શું વ્રત લઈને ભાંગી નાખ્યું?' તેવા ભયથી જિનમુનિ ઉપાશ્રયમાં પ્રવેશતાં ભૂલથી નિસ્સહી'ના સ્થાને “અતિભયં” શબ્દ બોલ્યા. અભયકુમારે કહ્યું, “હે મુનિવર ! તમને શું ભય છે?” જિનમુનિએ કહ્યું, “હે મંત્રીશ્વર! સાંભળો. ... ૧૧૬૬ હું ઉજ્જયિની નગરીની પાસે રહેતો હતો. મારા પિતાનું નામ ગુણસુંદર હતું. હું ઉજ્જયિની નગરીને શ્રેષ્ઠીવર્યની પુત્રીને પરણ્યો હતો. ... ૧૧૬૭ હું મારી પત્નીનું આણું કરવા સાસરે ગયો. (ત્યાં મારી પત્ની કોઈ પરપુરુષ સાથે હતી. મેં તેના પર ગુસ્સો કર્યો.) મારી પત્નીએ ગુસ્સામાં મારો જ પગ કાપી નાખ્યો. હું આપઘાત કરવા માટે દોડયો... ૧૧૬૮ મને વૈરાગ્ય ઉત્પન થયો. મેં સંયમ સ્વીકાર્યો. મને મારો ભૂતકાળ યાદ આવ્યો તેથી હે શ્રાવકજી! ઉપાશ્રયમાં પ્રવેશતાં નિસહીના સ્થાને ભૂલથી “અતિભયમ્' શબ્દ મુખમાંથી ઉચ્ચારાયો.” ... ૧૧૬૯ રાત્રિના ચોથા પ્રહરે ધરણ મુનિવર આચાર્યની સેવા કરવા આવ્યા. આચાર્યના કંઠમાં રત્નોનો હાર જોઈ ઉપાશ્રયના દ્વારમાં પ્રવેશતાં મુનિ નિસહી' ના સ્થાને ભયાભયમ્' શબ્દ બોલ્યા. .. ૧૧૭૦ મહામંત્રી અભયકુમારે પૂછયું, “મુનિવર ! આપને શેનો ભય?” ધરણ મુનિએ કહ્યું, “જેવું પૂર્વે અનુભવેલું છે, તેવું કહેવા આ સ્થાને કથા કહું છું. ... ૧૧૭૧ હું ઉજ્જયિની નગરીનો શ્રેષ્ઠીપુત્ર હતો. મારા પિતાજીનું નામ ધનદત્ત શ્રેષ્ઠી હતું. મારી માતાનું નામ સુભદ્રા હતું. તે અત્યંત સંસ્કારી અને ગુણવાન હતી પરંતુ મારી મારી પત્ની શ્રીમતી દુરાચારી હતી. તે શ્રાવકજી!તેનું કલંકિત ચરિત્ર જોઈ હું સંયમધારી બન્યો. ... ૧૧૭૩ મારી પત્નીને ખબર પડી જવાથી મને મારી નાખવા માથામાં તોલડીનો ઘા કર્યો. તે મને યાદ આવી જતાં હું ઉપાશ્રયમાં પ્રવેશતાં “નિસ્સહી' શબ્દને બદલે “ભયાદ્ભયમ્' શબ્દ મુખેથી બોલ્યો....... ૧૧૭૪ અભયકુમારે આ કથાઓ સાંભળી. તેમણે પૌષધવ્રત પાળ્યું. અભયકુમાર આચાર્ય ભગવંતને વંદન કરવા ગયા. આચાર્યના ગળામાં દિવ્યહાર જોઈ મહામંત્રી અભયકુમારના મનમાં આશ્ચર્ય થયું. તેમણે આચાર્યને પૂછ્યું, “ગુરુભગવંત! આપના કંઠમાં આહાર કેવો?” .. ૧૧૭૫ સુસ્થિતસૂરિએ અભયકુમારને કહ્યું, “ચોરે (વ્યંતરે, રાજાનો ઢંઢેરો સાંભળ્યો. તે ભયભીત બન્યો. તેણે મરણના ભયથી અહીં આવી દિવ્યહાર મારા કંઠમાં પહેરાવી દીધો. મંત્રીશ્વર! સાધુઓ કદી કોઈની ફરી કોડી પણ લેતા નથી.” અભયકુમાર ચારે મુનિવરોનો વૃત્તાંત સાંભળી વિચાર કરવા લાગ્યા. ... ૧૧૭૬ આ ચારે શ્રમણોએ આચાર્ય ભગવંતના કંઠમાં દિવ્યહાર જોયો, છતાં તેમણે આ વાત કોઈને ન કહી. આ શ્રમણોએ આચાર્ય ભગવંતના દોષ ન જોતાં પોતાના જ દોષો જોયાં. આવા ઉત્તમ કોટિના સપૂતોને જન્મ આપનાર તેમની જનની અને તાતને ધન્ય છે !' ... ૧૧૭૭ મહામંત્રી અભયકુમારે આચાર્ય ભગવંત પાસેથી દિવ્યહાર લઈ મહારાજા શ્રેણિકને આપ્યો. અભયકુમારે પૌષધશાળામાં બનેલી ઘટનાનું વર્ણન મહારાજા સમક્ષ કર્યું. કવિ ઋષભદાસ કહે છે કે, મહારાજા શ્રેણિકે ત્યાર પછી કપિલાદાસીને રાજસભામાં બોલાવી. ... ૧૧૭૮ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ • ૧૮૦ દુહા : ૬૦ ભૂપતિ કહઈ મુઝ કારર્ણિ, દઈ તું દાસીદાન; જિમ શ્રેણિક સુર ગતિ લહઈ, પામઈ અમર વિમાન. . ૧૧૭૦ અર્થ :- મહારાજા શ્રેણિકે આજ્ઞા સાથે વિનંતી કરતાં કપિલાદાસીને કહ્યું, “હે ! કપિલા! તારે મારા માટે દાન કરવાનું છે. જો તું દાન આપીશ તો હું નરકમાં નહીં જાઉં. તારા એક દિવસના દાન આપવાથી આ મહારાજા શ્રેણિક સ્વર્ગલોકના અમર વિમાનમાં દેવગતિ પ્રાપ્ત કરશે.” ... ૧૧૭૯ ઢાળ ૫૦ નરક નિવારણના પ્રયત્ન - કૃપણ કપિલા દાસી મૃગાંક લેખાની એ દેશી. કહઈ દાસી સુણિ નરપતિ, હું ન દિઉં દાનો; જન્મ લગિં દીધું નહી, દીધઈ રૂચઈ ન ધાનો. તવ રાજા કોપ્યો ઘણું, તું કોહનું ખાય; કુણ દેસઈ અન લુગડાં, એમ બોલ્યો રાય. . ૧૮૧ દાસી કહઈ હું નવિ દીઉં, દેતાં હોય રોગ; વિર વચન સાચું થયું, નૃપ ધરતો શોગ. . ૧૧૮૨ બાંધ્યો હાથે ચાટૂલ, મુખિ ભીડયો પાટો; હાથ સાહી દેવરાવતાં, તવ કાઢિ ઘાંટો. .. ૧૧૮૩ હું ન દેઉં દીઈ ચાકૂલ, મુઝ કર તિ મ કરસ્યો; એમ દીધઈ પણિ સું હસઈ, રાજા રયું તરસ્યો. ... ૧૧૮૪ અર્થ - મહારાજા શ્રેણિકની વાત સાંભળી કપિલા દાસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હે નરપતિ! તમે સાંભળો, આ જન્મમાં મેં ક્યારે પણ દાન આપ્યું જ નથી તેથી હું દાન નહીં આપી શકું. તમારી દાનશાળમાં ગરીબોને દાન આપવાની મને બિલકુલ રુચિ નથી.” (મને બધી સુવર્ણમય કરો અથવા મારી નાખો તો પણ હું દાન નહીં આપું.) ...૧૧૮૦ મહારાજા શ્રેણિકને કપિલાદાસીના આવા ઉદ્ધતાઈભર્યા જવાબથી ખૂબ ક્રોધ ચડયો. તેમણે કહ્યું, “અરે કપિલા! તું કોનું અન ખાય છે? (તું મારી આજ્ઞા માનતી નથી)તને વસ્ત્ર આભૂષણો, ભોજન ઈત્યાદિ કોણ આપે છે? (અર્થાત્ તું કોના આધારે જીવે છે?)" ... ૧૧૮૧ કપિલાદાસીએ કહ્યું, “મહારાજા! તમે ભલે ગમે તે કહો પરંતુ મને દાન આપતાં રોગ-પીડા થશે.” મહારાજા શ્રેણિકે વિચાર્યું, ‘જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીનું વચન ત સત્ય છે !' કપિલા દાસી કોઈ રીતે ન સમજી ત્યારે મહારાજા શ્રેણિક (નિરાસ બની) શોક કરવા લાગ્યા. ... ૧૧૮૨ તેમણે અંતિમ ઉપાય કરવા કપિલાદાસી પાસેથી પરાણે દાન અપાવવા તેના હાથે ચાટૂવો (ચમચા) (૧) કપિલાદાસી : ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.-૧૭૨ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' • ૧૧૮૫ બાંધ્યો. તેના મુખને કપડાંથી ઢાંકી દીધું (મુખ પર કપડું બાંધ્યું) કપિલાદાસીનો હાથ પકડી સેવક જેવો દાન આપવા ગયો તેવી જ કપિલા દાસીએ જોરથી ખિજાઈને (બૂમ) ઘાંટો પાડયો. ...૧૧૮૩ આ દાન હું નથી આપતી, આ દાન રાજાનો ચમચો આપે છે.” તેણે પોતાના કરને સંબોધન કરતાં કહ્યું, “મારા બે કર!તમે આ કાર્ય ન કરશો અર્થાત્ મારા હાથ વડે ઈચ્છા વિના જબરદસ્તીથી આદાન દેવાય છે.” ભાવ વિના આપેલું દાન તેથી શું ફલિત થાય? મહારાજા શ્રેણિકની ઈચ્છા અપૂર્ણ રહી. તેઓ નરકનું નિવારણ કરવા તલસતા રહ્યા. ...૧૧૮૪ દુહા ઃ ૬૧ ભાવ વિહોણું કાર્ય ગજવિ ઘોર તડકાકરઈ, કજલ હોય મન વન; એણી પરિ બuઈ આલઈ, જલોં તે જલઘર દીન. કાલ મુહ કરી વંક મુહ, રત્ન મુહ કરી જાસ; તેણેિ દિનિ એ કવણ ગુણ, ક્યું ફલ દીઈ પલાસ. ૧૧૮૬ સખી એ બાવન અક્ષરી, ભણ્યો એકાવન કંત; એકઈ દદા બાહિરા, ગયા ઝખંત ઝખંત. ... ૧૧૮૭ ના નથી નહી દીજીઈ, ન નો કરઈ નકાર; નરગિ તણઈ ઘરિ થાપિઉં, કૃપણનિ નિરધાર. •.. ૧૧૮૮ મગ્નણ જણ કીરતિ કરઈ, કિરપી વચ્ચઈ બાણ; હા કહેતાં હેબત હુઈ, આસણિ ગયા પરાણ. ... ૧૧૮૯ ભોજન તણઈ વલી અવસરિ, સાધ પોહતો બારિ; અણ દીધઈ આપ્યાં જમઈ, ગયો તે બે ભવ હારિ. ૧૧૯૦ વારઈ લધઈ આપણઈ, વાહો તે ઝડફડ હથ; બલિ હરીચંદહ પાંડવા, જોય ન હુઈ અવથ. ... ૧૧૯૧ હુંતઈ મુરખ વેચિ ધન, મઘરીશ છાનો રંક; સોવન કોડિસ તોરણી, રાવણિ મુંકી લંક. ... ૧૧૯૨ રાજપ્રશ્ની કેસી ઋષિ, વારયો પરદેસી રાય; રમણિક થઈઅ પછઈ વલી, અવરમણીક મ થાય. .. ૧૧૯૩ અર્થ:- હે મેઘ! તું ગાજે છે, ભયંકર ગાજવીજ સાથે તડાકા કરે છે, કાળો મેંશ જેવો થાય છે કારણ કે તું. લલચાવીને આપે છે. તેના કરતાં તું ઉદાર થઈને વરસ, તેમ બપૈયો (ચાતક) પક્ષી કહે છે. (કૃપણ મનુષ્ય પણ આવા લક્ષણોવાળા હોય છે, તું ઉદારતા રાખ.) ... ૧૧૮૫ મોટું કાળું કરી, વાંકુ કરી કે રત્નમુહ=લાલચોળ મુખ કરીને જે દાન આપે છે, તેવું દાન આપવાથી શું લાભ થાય? જેમ પલાસ (કેસુડા)નાં ફળો નિષ્ફળ જાય છે તેમ તે દાન પણ નિષ્ફળ જાય છે. ... ૧૧૮૬ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ હે સખી! બારાખડી બાવન અક્ષરની છે. મારા પતિદેવ એકાવન અક્ષર ભણ્યા છે. એક જ “દ' અક્ષર ભણ્યા નથી તેથીદાનદીધાં વિના નૂરી ઝૂરીને મરશે. તેદુર્ગતિમાં જશે. ... ૧૧૮૭ ના, હું નહીં આપું, મારી પાસે નથી, ન આપવું, આ રીતે ના, નથી અને નહીં આપવું એવો જે નકાર વલણ કરે છે, તેવા કૃપણને નિશ્ચયથી નરકગતિનાં નારકાવાસમાં જવું પડે છે. .. ૧૧૮૮ માંગણ લોકો કૃપણની પાસે માંગે છે અને બદલામાં તેની કીર્તિ ગાય છે. ત્યારે કૃપણને તે બાણ જેવાં વચન લાગે છે. તેઓ ગભરાઈને પરાણે ‘હા' આપીશ એમ કહે છે, ત્યાં જલ્દીથી તેનાં પ્રાણ પરલોક જાય છે. ... ૧૧૮૯ કૃપણના ઘરે ભોજનની વેળાએ કોઈ સંત-મહાત્મા ગોચરી માટે પધારે, ત્યારે જમવાનો સમય હોવા છતાં તે સંતને પોતાનામાંથી ભોજન આપી શકતો નથી. આ પ્રમાણે સુપાત્ર દાન આપ્યા વિના તેના આ ભવ અને પરભવ એમ બને ભવ નિષ્ફળ જાય છે. .. ૧૧૯૦ પોતાની શક્તિ વિચાર્યા વિના બલિરાજા, હરિશ્ચંદ્ર રાજા અને પાંડવોએ દાન આપ્યું. તેમણે જમણા હાથે દાન આપ્યું પરંતુ ડાબા હાથને પણ ખબર ન પડી.(ગુપ્તદાન કર્યું.) ... ૧૧૯૧ જે પોતાના! ધનને વેચે છે અર્થાત્ ભારે વ્યાજ લે છે તે બીજા ભવમાં મૂર્ખ બને છે. તેવી વ્યાજની લાલચે ધન બીજાને ન આપશો. ગરીબ નિર્ધનને ગુપ્તદાન કરજો.લંકાપતિ રાવણના રાજમહેલમાં કરોડો સુવર્ણમહોરો હતી. તેમની પાસે સુવર્ણની લંકાનગરી હતી, છતાં તે નગરી છોડીને તેમને એક દિવસ આ વિશ્વ છોડી જવું જ પડયું. ... ૧૧૯૨ શ્રી રાયપરોણીય સૂત્રમાં કેશી શ્રમણે ક્રૂર એવા પ્રદેશી રાજાને હિંસા કરતાં અટકાવ્યા. પ્રદેશી રાજાનો આત્મા સુંદર, રમણીય અને કોમળ બન્યો પછી ક્યારેય અરમણીય ન બન્યો. ... ૧૧૯૩ ઢાળ : પ૧ દાનધર્મ મૃગાંકલેખાની એ દેશી તુંગીયા નગરી શ્રાવક ઘણા, અવંગદુઆર કહેવાય; ઉત્તમ મધ્યમ સિંહા લીઈ, દેતાં નવિ શકાય. 28ષભ કહઈ જે સરસ્વતી, લખ્યમી મેઘ દાતાર; ઠામ કુઠામ એ જુએ, ન જુએ કુલ આચાર. .. ૧૧૯૫ દો કરિ કરી જીવત દીઈ, નવિ દેવાય દેહ; ભગવતીસુત્ર માંહિ કહીઉં, દુરલભ વસ્ત પામે. ૧૧૯૬ ઈમ ગુણ ભાખ્યા દાનના, ઉત્તમ વાહલો એહ; કિરપી મનિ અલખામણું, જિમ કપિલા નવિ દેહ, ... ૧૧૯૭ શ્રેણિક બહુપરિ બૂઝવઈ, સમઝઈ નહી લગાર; ચિંતઈ નૃપ કરગરી, જો ચાલું સો વાર. ... ૧૧૯૮ • ૧૧૯૪ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સીપ શંખ લોહ લીંબઈ, વાયસ વેલૂ વેણિ; કાલિ કંબલિ કુમાણ, સારંગ ન લાગઈ તેણિ. •. ૧૧૯૯ અભાવી દાસી સમઝઈ નહી, મુંકઈ ખસતી ભૂપ; સુલસ પિતા તેડાવીઉં, જોઈઈ તાસ સરૂપ. ... ૧૨૦૦ અર્થ - તુંગિયા નગરીમાં ઘણાં જિનોપાસક શ્રાવકો હતા. તેઓ ચોવીસે કલાક ઘરનાં દ્વારો(યાચકો માટે) ખુલ્લાં રાખતાં હતાં તેથી તે નગરીને ‘અભંગદ્વાર' વાળી નગરી કહેવાતી હતી. તે નગરીમાં ઉત્તમ શ્રેષ્ઠીઓ તેમજ મધ્યમ વર્ગના સાધારણ લોકો દાન આપતાં ખચકાતાં ન હતાં. .. ૧૧૯૪ કવિ ઋષભદાસ કહે છે કે, સરસ્વતી, લક્ષ્મીદેવી, મેઘરાજા (વાદળો) અને દાનવીરો દાન આપતી વખતે સ્થાન કે કુસ્થાન કે કુલાચાર વગેરેની તપાસ કર્યા વિના દાનની ગંગા વહાવે છે. .. ૧૧૯૫ બે હાથ વડે આપણે કોઈને મદદ કરી જીવન આપી શકીએ છીએ (અર્થાત્ પરોપકારનાં કાર્યો વડે કોઈ ગરીબને આર્થિક સહાયતા કરી મદદરૂપ થઈ શકાય છે, પરંતુ મૃત્યુ પામેલાને આપણે જીવનદાન આપી શકતા નથી. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, “દાન આપવાથી દુર્લભ વસ્તુ સુલભ બને છે.” ... ૧૧૯૬ ઉપરોક્ત દાનધર્મના ગુણો કહ્યા. જગતમાં દાન એ ઉત્તમ અને વલ્લભ (પ્રિય) છે. કૃપણ માનવોને અતિ અપ્રિય, અળખામણું લાગે છે. તેઓ કપિલાદાસીની જેમ (રાજાની સંપત્તિ હોવા છતાં) પોતાના હાથે દાન આપી શકતા નથી. ... ૧૧૯૭ મહારાજા શ્રેણિકે અનેક રીતે કપિલાદાસીને અત્યંત દીનતાપૂર્વક, કાલાવાલા કરી વિનંતી કરી. તેને અનેક રીતે સમજાવી પણ મૂઢ એવી કપિલાદાસી કંઈ પણ સમજવા તૈયાર ન હતી. મહારાજાએ અંતે વિચાર્યું, આ કૃપણ નારી છે, તેના ઉપર સત્તા ચલાવવાથી કે વિનંતી કરવાથી શું ફાયદો?' ... ૧૧૯૮ છીપ, શંખ, લોખંડ, કાગડો, રેતી, વેણિ, કાળી કાંબડી, ખરાબ માણસ, આ સર્વને સારો રંગ ચડતો નથી. અર્થાત્ સત્સંગથી તેઓ બદલાતાં નથી. .. ૧૧૯૯ - કપિલાદાસી અભવી હોવાથી મહારાજા શ્રેણિકની વાત તેણે કોઈ રીતે ન માની. ત્યારે મહારાજાએ અંતે હારીને તેને પડતી મૂકી. મહારાજાએ ત્યાર પછી અભયકુમારના મિત્ર સુલસના પિતા કાલસીરિક કસાઈને બોલાવ્યા. હવે આપણે તેનું સ્વરૂપ જોઈએ. ... ૧૨૦૦ ઢાળઃ પર કૃપણ કાલસીરિક કસાઈ મૃગાંક લેખાની એ દેશી કાલગસૂરીલું તેડીઉં, તજો પાતિક વાતો; તે ન રહઈ વારયો વલી, કરઈ જીવની ઘાતો. •.. ૧૨૦૧ બાંધી મંચિં બેસારીઉં, કુપમાંહિ ઉતારઈ; પાપી પાપ ન મુંકતો, મન વચનિ મારઈ. ... ૧૨૦૨ (૧) સુલસની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ (૨) કાલસોરિક (કાલસૌકરિક) કસાઈ : ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.-૧૭૨ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ રાય ગયો પછઈ વાંદવા, કરી વીનતી ત્યાંહિં; તુઝ નામિં જાવું નહી, મુઝનિ નરગહમાંહિ. ... ૧૨૦૩ વીર કહઈ નૃપ કવણ વિશેષ, નહી જાઉં નરગિં; જિન તુમ કહેણ કીધું સહી, હવઈ જાસિઉ સરગિં. ... ૧૨૦૪ વીર કહઈ નવિ આદરયુ, એણી દાસઈ દાન; કાલિગ સુરીઈ નવિ તર્યું, જીવ દાતાનું ધ્યાન. •.. ૧૨૦૫ બેહુનિ તેડી પૂછીઉં, કહી સાચી વાત; દાન દઈ મુઝ ચાટૂઉં, નવી ઠંડી ઘાત. ... ૧૨૦૬ તવ શ્રેણિક દુખ પામતો, ન જાય કૃત કર્મ; રાવણ લખમણ નારકી, કરઈ સોય અધર્મ. ૧૨૦૭ જરાસંધિ નરગિં ગયો, મણિરથ રાજાય; સુભમ રાય નરગિં પડયો, બ્રહ્મદત્ત પણિ જાય. ૧૨૦૮ નરગિ પડયો નર સતકી, વલી શામા રાણી; નરગિ જવુ શ્રેણિકનિં, જો બાંહિ વખાણી. ... ૧૨૦૯ દુખ ધરતી ઉકિંઉં યદા, બોલઈ ત્રિભુવન વામી; મુઝ સરીખો તું જિનવરૂ, તું સિવ ગતિ ગામી. • ૧૨૧૦ પ્રથમ તીર્થકર તું સહી, પદમનાભ પરમાણ; સુર નર કેતા નરપતી, માનઈ તુઝ આણ. *. ૧૪૧૧ સુધી વાત લહી કરી, હરખ્યો નર રાય; આણંદિ ઉઠી કરી, વાંદઈ જિન પાય. ... ૧ર૧ર વિર વિહાર કરઈ તદા, શ્રેણિક ઘરિ આવઈ; સંગણ સુત કહઈ ઋષભદાસ, ખંડ ચોથો બનાવઈ. ... ૧૨૧૩ અર્થ - મહારાજા શ્રેણિકે નરકગતિનું નિવારણ કરવા માટે પોતાના રાજ્યમાં રહેતા કાલસીરિક કસાઈને રાજ દરબારમાં બોલાવ્યો. મહારાજાએ કહ્યું, “હે કાલસૌરિક! તમે એક દિવસ માટે પશુહત્યાનું પાપ બંધ કરી અમારિ પ્રવર્તન કરો.” (પોતાના કુળ પરંપરાના ધંધાને છોડવા) કાલસીરિક કસાઈ કોઈ રીતે તૈયાર ન થયો. તેણે કહ્યું, “મહારાજા! જીવદયાનું કાર્ય મારાથી નહીં થશે. હું તો જીવ હિંસા કરીશ જ!''... ૧૨૦૧ મહારાજાએ (અનેક રીતે સમજાવ્યા છતાં જ્યારે તે કોઈ રીતે ન માન્યો ત્યારે સેવકોએ) તેને ખાટલા પર બેસાડી મજબૂત દોરડાથી બાંધી કૂવામાં ઉતાર્યો. (ત્યાં એક દિવસ રાખ્યો.) ત્યાં પણ ઘાતકી એવો કાલસીરિક કસાઈ પાપથી મુક્ત ન થયો. (કાલસૌરિકે કૂવામાં હાથથી પાડા ચિતર્યા. તે કાલ્પનિક પાડાઓનો વચનથી વધ કર્યો.) તેણે પાંચસો પાડા ચીતરી એક પછી એકને મન અને વચનથી માર્યા. ... ૧૨૦૦ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ (મહારાજા શ્રેણિક આ ઘટનાથી અજ્ઞાત હતા. કાલસૌરિક કસાઈને કૂવામાં ઉતાર્યો છે તેથી એક દિવસ તેણે હિંસા નથી કરી. હવે પોતાની નરકગતિનું જરૂર નિવારણ થશે એ આશાપૂર્વક) તેઓ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા ગયા. તેમણે ભગવાનને ખુશ થતાં કહ્યું, ‘“પ્રભુ ! તમારા કહેવા પ્રમાણે મારો ઉપાય સફળ થયો છે. હવે હું તમારા કહ્યા પ્રમાણે નરક ગતિમાં નહીં જાઉં.' ' ૧૨૦૩ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું “દેવાનુપ્રિય ! એવું શું વિશેષ કાર્ય થયું કે તમારી નરકગતિનું નિવારણ થયું.'' મહારાજાએ કહ્યું, ‘‘ભંતે ! હું તમારા વચનનોને અનુસર્યો છું તેથી હવે હું નક્કી સ્વર્ગલોકમાં જ જઈશ.’’ ... ૧૨૦૪ ભગવાન મહાવીર સ્વામીએ ખુલાસો કરતાં કહ્યું, ‘“દેવાનુપ્રિય ! નથી કપિલાદાસીએ દાન આપ્યું કે નથી કાલસૌરિક કસાઈએ જીવહિંસાનું પાપનું ચિંતન ત્યજ્યું !' ' ૧૨૦૫ મેં કપિલાદાસી અને કાલસૌરિક કસાઈને બોલાવવામાં આવ્યા. કપિલાદાસીએ સત્ય વાત કરતાં કહ્યું કે, ‘‘આ દાન મેં નથી આપ્યું પણ રાજાના ચાટવા (ચમચા)એ આપ્યું છે.’’કાલસૌરિક કસાઈએ પણ કહ્યું, ‘ મેં પણ (કૂવામાં પાંચસો (૫૦૦) પાડાઓના ચિત્ર દોરી તેના પર ચોકડી કરી) ‘માર’ શબ્દ દ્વારા જીવઘાત કર્યો છે.'' ૧૨૦૬ મહારાજ શ્રેણિકે કપિલાદાસી અને કાલસોરિક કસાઈના વચનો સાંભળ્યા. તેઓ હતપ્રભ બન્યા. ‘ખરેખર! કરેલું નિકાચીત કર્મ કદી નિષ્ફળ જતું નથી.’ પ્રતિવાસુદેવ રાવણ અને વાસુદેવ લક્ષ્મણ જેવા નરવીરો પણ અધર્મ કરવાથી નરકમાં ગયા છે. ... ૧૨૦૭ પ્રતિવાસુદેવ જરાસંઘ મણિરથ રાજા, સુભૂમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા નરવીરો પણ નરકગતિમાં ગયા છે. ૧૨૦૮ ૨૨૪ સુજ્યેષ્ઠનો પુત્ર સત્યકી અને ચક્રવર્તીની રાણી શ્યામા પણ નરકમાં ગયા છે, તેમ મગધેશ્વર શ્રેણિક પણ શિકાર કરી બાહુબળ(શારીરિક બળ)નું અભિમાન કરી નરકમાં જશે. ૧૨૦૯ મહારાજા શ્રેણિક જ્યારે હતાશ-નિરાશ થઈ દુઃખી મને ભગવાન મહાવીર સ્વામી પાસેથી ઉઠયા ત્યારે ત્રિભુવનપતિ તીર્થંકર દેવે કહ્યું, “દેવાનુપ્રિય ! ખેદ ન કરો. નરકનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી ભવિષ્યમાં તમે મારા જેવા જ જિનેશ્વર દેવ બનશો. તમે શિવગતિ પ્રાપ્ત કરશો. ૧૨૧૦ ... તમે આવતી ચોવીસીમાં ભરતક્ષેત્રના ઉત્સર્પિણી કાળના (મારા જેવા )જ પ્રથમ તીર્થંકર થશો. તમારું નામ ‘પદ્મનાભ’ જિન હશે. તમને દેવેન્દ્ર, નરેન્દ્ર અને મોટા મોટા મહારાજાઓ વંદન ક૨શે. તેઓ તમારી આજ્ઞાનું પાલન કરશે.’’ ૧૨૧૧ ‘પોતે જિનદેવ બનશે’ એવા શુભ સમાચાર સાંભળી મહારાજા શ્રેણિક પુલકિત બન્યા. તેઓ પ્રસન્ન વદને ઉઠયા. તેમણે ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન કર્યા. ૧૨૧૨ (૧) ઉત્સર્પિણી કાળના બીજા આરાના અંતે આ ભારતવર્ષની ભૂમિ ઉપર સાત કુલક૨ો થશે. વિમલવાહન, સુદામ, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ, સંમુચિ. સંમુચિ રાજાની રાણી ભદ્રાદેવીને ત્યાં શ્રેણિકનો જીવ પુત્રપણે અવતરશે; જે પદ્મનાભ નામના પ્રથમ તીર્થંક૨ થશે. (ત્રિ.શ.૫.ચ. પર્વ-૧૦, સર્ગ-૧૩, પૃ.૨૪૮) For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ રર૫ • ૧ર૧૬ જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીએ રાજગૃહી નગરીમાંથી વિહાર કર્યો. મહારાજા શ્રેણિક રાજમહેલમાં પાછા આવ્યા. સંઘવી સાંગણના પુત્ર, આપણી રાસકૃતિના રચયિતા કવિ ઋષભદાસ કહે છે કે આ ચોથો ખંડ બનાવ્યો છે. (તે સંપૂર્ણ થયો.) •.. ૧૨૧૩ ખંડ- ૫ દુહા ૬૨ અંતિમ મોક્ષગામી રાજા કોણ? રાયરમાં નિત માલીઈ, વિલસઈ સુખ અપાર; વલી જિન આવ્યા વિચરતા, વંદઈ અભયકુમાર. •. ૧૨૧૪ ચઉદ સહેસ મુનિ વંદતા, દીઠો મુનિવર સાર; રૂપ વિનય ગુણ દેખનાં, હરખ્યો અભયકુમાર. ... ૧૨૧૫ પુછીઉં પ્રેમિં વીરનિ, એ કુણ ઋષિ કહેવાય; જિન કહઈ પશ્ચિમ દિસિ ધણી, વિભા પાટણ રાય. ઉદાઈ ઈ મુઝ સમરયો સહી, હું પોહોતો તેણઈ ગામિં; સુણતાં સમઝયો નરપતિ, દીક્ષા ગ્રહી તેણઈ ઠામિ. ... ૧૨૧૭ છેહલો રાજ ઋષિ સહી, હવઈ ન લીઈ કો દીક્ષ; એણઈ સંસાર કડૂઉં લહી, હુઉં અમારો શિષ્ય. ... ૧૨૧૮ તપ ઉપશમનો કુંપલો, મુગતિ તણો ભજનાર; સુણી વરાગ જ પામીઉં, મંત્રી અભયકુમાર. . ૧૨૧૯ અભયકુમાર ચિંતવ્યું, જો લેઉં પ્રથવી રાજ; તો સંયમ મુઝનિ નહી, વિણસઈ પરભવિ કાજ. .. ૧૨૦ અર્થ:- મહારાજા શ્રેણિક રાજમહેલમાં રાણીઓ સાથે આનંદ પ્રમોદમાં દિવસો વ્યતીત કરે છે. એકવાર ગ્રામાનુગ્રામ વિચરતાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યારે મહામંત્રી અભયકુમાર તેમના વંદન કરવા ગયા. . ૧૨૧૪ મહામંત્રી અભયકુમારે ચૌદ હજાર(૧૪૦૦૦) મુનિવરોને વંદન કર્યા. તેમણે એક ઉત્તમ મહામુનિને જોયાં. તેમનું અનુપમ રૂપ, વિનય અને ગુણ જોઈ અભયકુમાર પ્રસન્ન થયા. ... ૧૨૧૫ મહામંત્રી અભયકુમારે ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું, “ભંતે! આ મહામુનિ કોણ છે?' ભગવાને કહ્યું, “તે પશ્ચિમ દિશાના વીતભયપાટણ નગરીના સ્વામી ઉદાયન રાજા છે. ... ૧૨૧૬ (તેમને મારી દેશના સાંભળી, વૈરાગ્ય ઉત્પન થયો. તેમણે શ્રાવકપણું અંગીકાર કર્યું. એકવાર તેમને સંયમ લેવાની અભિલાષા જાગી) ઉદાયન રાજાએ સંયમિત થવા મનમાં ભાવના ભાવી (જો પ્રભુ વીર પધારે તો હું દીક્ષા લઈશ.) મારું સ્મરણ કર્યું. (તેમના ઉત્કૃષ્ટ ભાવોને જાણી) હું તે સ્થાને પહોંચ્યો. તેમણે જિનવાણીનાં શ્રવણથી બોધમેળવ્યો. ઉદાયન રાજાએ દીક્ષા ગ્રહણ કરી શ્રમણધર્મ સ્વીકાર્યો. ... ૧૨૧૭ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' હે મંત્રીશ્વર ! આ ઉદાયન રાજા, છેલ્લા રાજા છે, જેમણે સંયમ સ્વીકાર્યો છે. હવે કોઈ રાજા દીક્ષા નહીં લેશે. તેમને આ સંસાર કડવો-ખારો લાગ્યો તેથી તેમણે મારું શિષ્યત્વ સ્વીકાર કર્યું છે. ... ૧૨૧૮ ઉદાયન રાજા તપ અને ઉપશમ ભાવરૂપી કૂપથી ભરેલા છે. (તેઓ ઉગ્ર તપસ્વી અને ઉપશાંત કષાયી છે.) તેઓ આ જન્મમાં જ મુક્તિ પદને પ્રાપ્ત કરશે. તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી આવાં મધુર શબ્દો સાંભળી મહામંત્રી અભયકુમારને વૈરાગ્ય ઉત્પન થયો. ... ૧૨૧૯ ચતુર એવા મહામંત્રી અભયકુમારે મનોમન વિચાર્યું, ‘જો હું પૃથ્વીનો રાજા થઈશ તો મને સંયમ નહીં મળે. મારો પરભવ નિષ્ફળ જશે. તેથી મારે રાજા ન બનતાં સંયમ પુરુષાર્થ કરવો જોઈએ.)' ... ૧૨૨૦ ઢાળ : પ૩ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચરિત્ર તો ચડીઉં ઘણમાણ ગજે એ દેશી. અભયકુમાર અનુમતિ વલીએ, માગઈ જેણી વાર તો; ભાખઈ ભૂપતિ ના વલીએ, વારઈ ભંભાસાર તો. ... ૧રર૧ બુધિ નિધાન મંત્રી કહઈ એ, કહીંઈ અનુમતિ થાય તો; જા જપું તવ જઈ કરીય, લે જે તું દિક્ષાય તો. •.. ૧રરર અભયકુમારિ બુધિ બહુ કરી એ, પણિ નોહઈ આદેશ તો; એણઈ અવસરિ જિન આવિઆ એ, વંદન ગયો નરેશ તો. જાતાં દીઠો મુનિવરૂ એ, રહીઉ એકઈ ધ્યાનિ તો; નવિ બોલઈ હાલઈ ચલઈ એ, જાણ્યો મેર સમાનિ તો. ૧૨૨૪ વાંદી પૂજી સંચરયો એ, આવ્યો જિનવર પાશ તો; વંદી પૂછઈ પ્રેમર્યું એ, મનહ તણઈ ઉલાસિ તો. .. ૧રર૫ પ્રસેનચંદ ધ્યાનિ રહિઉં એ, કબી એક કરઈ એ કાલતો; કુણ થાનકિ જઈ ઉપજઈ એ, ભાખઈ જિન ભૂપાલ તો. ... ૧રર૬ વિર કહઈ સુણો નરપતી એ, હવડાં હોય જો મરણ તો; પહેલી નરગિં ઉપજઈ એ, જિહાં નહી કોઈનૂ શરણ તો. વલી પૂછિઉં જિનવર તણાઈ એ, મરઈ તો કો હો કિયાં જાય તો; બીજી નરગિં નારકી એ, પ્રસેનચંદ મુનિ થાય તો. ક્ષિણ ક્ષિણ રહીનિ પૂછતો એ, નરગ વાધંતાં જાય તો; ત્રીજી ચોથી પાંચમી એ, છઠ્ઠી સાતમી થાય તો. ૧. ૧રર૯ શ્રેણિક અચંબઈ થઈ રહ્યો એ, કહ્યું કહઈ જિનરાજ તો; કે મુઝ દોસ છઈ કાનનો એ, પુરૂં નવિ સમઝાય તો. ... ૧૨૩૦ (૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિ : શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૧, પૃ. ૪ થી ૧૮. • ૧રર૩ • ૧રર૭ ૧રર૮ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ *. ૧ર૩૧ ... ૧૨૩૨ ૧ર૩૩ ૧૨૩૪ ૧૨૩૫ • ૧૨૩૬ ... ૧૨૩૭ વલી પૂછઈ જિનવર તણાઈ એ, કુણ ગતિ મુનીની હોય તો; છઠી પાંચમી ભાખતા એ, ચોથી ત્રીજી હોય તો. અનુકરમિં પેહલી કહી એ, પછઈ બાર દેવલોક તે; નવગ્રેવેકિં જાય સહી એ, જિહાં નહી રોગનિ શોગ તો. ફરી ફરી પૂછઈ ભૂપતી એ, ચઢતા જિનવર જાય તો; સર્વારથસીધિં સહી એ, હવડાં કેવલ થાય તો. દેવ દુંદુભિ વાજતી એ, મલીઆ દેવ અનેક તો; શ્રેણિક પૂછઈ વીરનિ એ, ભાખો કવણ વિશેષ તો. સુણી શ્રેણિક નરની કથા એ, એણિ સારિવું નિજ કાજ તો; પોતઈ સંયમ આદર્ એ, આલું સુતનિ રાજ તો. સુમુખ દુમુખ છઈ બંધવા એ, જાતાં દીઠો સાધ તો; સુમુખિં વીલ બહુ પરિ એ, ન કરઈ કોહનિ બાધ તો. દુમુખ સભાવ ભુંડો સહી એ, બોલઈ અછતાં આલ તો; રાજ દોઈ સુત બાલનિ એ, સિંહ અહી રહ્યો ભૂપાલ તો. સુતનિ વિટયો વાયરીંઈ એ, હવડા લેસઈ રાજ તો; પ્રસનચંદ તિ સિવું કરવું એ, ખોઈ ક્ષત્રી લાજ તો. અસ્યાં વચન ત્રષિ સાંભલી એ, યુકો ધ્યાન અત્યંત સો; મુઝ જીવંતા પુત્રનિ એ, કુણ વયરી વીતંત તો. ક્રોધ દાવાનલ પરજલ્યો એ, કીધો ચારિત્ર બાહાર તો; મનિ વઢઈ નૃપ સુભટ સિઉ એ, મુકઈ શસ્ત્ર પ્રહાર તો. મેલઈ દલ તવ નરગનાં એ, હેઠો હેઠો જાય તો; તીર તોબર તરૂઆરિના એ, કરઈ કટારી થાય . સહુ હથીઆર નાખ્યાં સહી એ, પણિ ન સમજ્યો નૃપ કોપતો; વેરી મુખમાં મારવા એ, લઈ મગથી ટોપ તો. સિર બોડું જાણઈ યદા એ, તવ જાગ્યો ઋષિરાય તો; મિં સંયમ સુધ આદરયું એ, કીધો ફોક કષાય તો. સકલ દેશમિં ઇંડિયા એ, કોહ– પ્રથવીરાજ તો; સુત કોહનો હું કોઈ તણો એ, મિં ઍડિG સહુ આજતો. શત્રુ મિત્ર મહારઈ નહી એક સરખા માટી હેમ તો; કાષ્ટ નારી સારીખાં એ, નહી દ્વેષ મુઝ પ્રેમ તો. ૧ર૩૮ ... ૧૨૩૯ • ૧૨૪૦ • ૧૨૪૧. ૧૨૪૨ ... ૧૨૪૩ ... ૧૨૪૪ • ૧૨૪૫ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••• ૧૨૪ સમભાવ મુનિ ભાવતાં એ, પાડયાં પાતલાં પાપ તો; શુભ ધ્યાનિ ચઢતો ગયો એ, હુઉં કેવલી આપ તો. ••• ૧૨૪૬ સમઝયો શ્રેણિક રાજીઉં એ, વંદ્યા પ્રભુના પાય તો; બેકર જોડી પુછતો એ, પ્રશ્ન એક તેણઈ ઠાય તો. ••• ૧૨૪૭ અર્થ - મહામંત્રી અભયકુમારે જ્યારે જ્યારે દીક્ષાની અનુમતિ માંગી ત્યારે ત્યારે મગધ નરેશ ભંભાસાર શ્રેણિકે તેમને કોઈ પણ રીતે અટકાવીને ના પાડી. ... ૧૨૨૧ બુદ્ધિનિધાન મહામંત્રી અભયકુમારે છેવટે એક દિવસ મહારાજા શ્રેણિકને પૂછ્યું. “પિતાજી ! તમે મને દીક્ષા લેવાની ઈચ્છા થાય તો અનુમતિ ક્યારે આપશો?' મહારાજા શ્રેણિકે કહ્યું, “વત્સ ! હું તને જ્યારે જા, જા' કહું ત્યારે તું જઈને દીક્ષા લેજે.” અભયકુમારે અનેક પ્રકારના ઉપાયો કર્યા પરંતુ તેમને સફળતા પ્રાપ્ત ન થઈ. એવા સમયમાં ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે તેમને વંદન કરવા મહારાજા શ્રેણિક પણ ગયા. ... ૧૨૨૩ મહારાજા શ્રેણિકે ભગવાનના વંદન કરવા જતાં રસ્તામાં એક પ્રતિમાધારી અણગારને જોયા. તે મુનવિર ધ્યાનસ્થ અવસ્થામાં એક જગ્યાએ ઊભા હતા. તે મુનિવર મેરૂ પર્વતની જેમ સ્થિર અચલ, મૌનપણે, ધ્યાનમાં ઊભા હતા. તેમને વંદન નમસ્કાર કરી મહારાજા શ્રેણિક ત્યાંથી નીકળ્યા. તેઓ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે ભગવાનને વંદન કરી પ્રેમથી પૂછયું. તેમને મનમાં અત્યંત ઉત્સુકતા હતી. ... ૧રર૫ પ્રભુ! પ્રસનચંદ્ર નામના મુનિ ધ્યાનમાં ઉભા છે. એ મુનિ અચાનક કાળધર્મ પામે તો અત્યારે કયા સ્થાનમાં ઉત્પન્ન થાય?” ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ રાજાને ઉત્તર આપતાં કહ્યું. ... ૧૧ર૬ રાજનું! તમે સાંભળો. જો પ્રસન્નચંદ્ર મુનિવર હમણાં કાળધર્મ પામે તો તે મરીને પ્રથમ નરકમાં જાય. (ત્યાં ભયંકર દુઃખ છે.) નરકમાં આદુઃખથી બચાવનાર કોઈનું શરણ ન મળે.” ... ૧રર૭ થોડીવાર પછી ફરી મહારાજા શ્રેણિકે પૂછયું, “ભગવન્! તે મુનિવર હમણાં કાળધર્મ પામે તો મરીને કઈ ગતિ થાય?' ભગવાન મહાવીર સ્વામી બોલ્યા, “રાજન્ ! હમણાં જ પ્રસન્નચંદ્ર મુનિવર કાળધર્મ પામે તો બીજી નરકમાં નારકી થશે?' ... ૧રર૮ આ પ્રમાણે થોડી થોડી વારે ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછતાં ઉત્તરોત્તર ક્રમથી નરકો વધતી જગઈ. પ્રભુ મહાવીરે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકે જવાની વાત કરી. ... ૧રર૯ ભગવાન મહાવીર સ્વામીનો આવો જવાબ સાંભળી મહારાજા શ્રેણિકને અચંભો થયો. “આ જિનેશ્વર દેવ શું કહે છે? કાંઈ સમજાતું નથી. આ જરૂર મારા કાનનો દોષ છે કે મને બરાબર સંભળાતું નથી? હું પૂરું કંઈ સમજ્યો નથી.” ... ૧ર૩૦ (મહારાજા શ્રેણિકના ચિત્તમાં સતત પ્રશ્નોની હારમાળા સર્જાણી. પોતાની શંકાઓનું સમાધાન For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ •. ૧૨૩૧ કરવા) તેમણે ભગવાન મહાવીર સ્વામીને ફરી પ્રશ્ન પૂછયો, “પરમાત્મા! હમણાં જો પ્રસન્નચંદ્ર મુનિવર કાળધર્મ પામે તો કઈ ગતિમાં જાય?” ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “અનુક્રમે છઠ્ઠી, પાંચમી, ચોથી, ત્રીજી નરકે જાય.' (ભગવાને ઉત્તર આપતાં આગળ કહ્યું કે, પ્રસન્નચંદ્ર મુનિવરનો આત્મા કાળ કરે તો અનુક્રમે યાવત્ પ્રથમ નરકમાં જાય. ત્યાર પછી અનુક્રમે બીજા, ત્રીજા, યાવતું બારમા દેવલોક અને નવગ્રેવેયકમાં ચડતો ચડતો જાય. નવગ્રેવેયકમાં રોગ કે શોક નથી. ... ૧૨૩૨ મહારાજા શ્રેણિકે થોડી થોડી વારે ફરી ફરીને ભગવાન મહાવીર સ્વામીને પ્રસન્નચંદ્ર મુનિવરની ગતિ પૂછી. ભગવાને હવે તેનો ઉત્તર ચઢતા ક્રમમાં આપ્યો. તેમણે કહ્યું, “મુનિવર હમણાં કાળ કરે તો સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં જાય. તેમને હમણાં જ કેવળજ્ઞાન થશે.” ... ૧ર૩૩ ક્ષણવારમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન થયું. દેવદુંદુભિનો નાદ સંભળાયો. ત્યાં અનેક દેવો પૃથ્વી ઉપર આવ્યા. મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીર સ્વામીને કહ્યું, “દેવાધિદેવ! આવાં વિચિત્ર ભાવોની શી વિશેષતા છે, તે પ્રકાશો.” ... ૧૨૩૪ ભગવાને તેમની જિજ્ઞાસા માટે રહસ્યનું ઉદ્દઘાટન કરતાં કહ્યું, “હે રાજનું! પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પોતાના સર્વ કાર્યો સંપન્ન કરી લીધાં છે. એવા પ્રસન્નચંદ્ર મુનિવરની કથા તમે સાંભળો. મુનિવર પૂર્વે પોતાનપુર નગરના રાજા હતા. તેમણે પુત્રને રાજ્ય સોંપી સ્વયં પ્રવજ્યા અંગીકાર કરી. ... ૧ર૩૫ સુમુખ અને દુમુખ નામના રાજાના બે મંત્રીઓ હતા. બંને સગાભાઈઓ હતા. (દુમુખ મિથ્યાદૃષ્ટિ હતો.) પ્રસન્નચંદ્ર રાજાએ સંયમ અંગીકાર કર્યો ત્યારે સુમુખ નામના મંત્રીએ આ કાર્યની ખૂબ પ્રશંસા કરી. તે સ્વભાવે સારો હોવાથી કોઈને અંતરાયભૂત થવા માંગતો ન હતો. દુમુખ સ્વભાવે દુષ્ટ હતો. પ્રસન્નચંદ્ર રાજર્ષિના આ કાર્યથી તે ખૂબ નારાજ હોવાથી મિથ્યા પ્રલાપ કરવા લાગ્યો. (તેણે રાજાને કહ્યું હતું કે, “તમારો પુત્ર હજુ નાનો છે. તેને આ રીતે એકલો મૂકીને સંયમ ન સ્વીકારો. રાજાનો વૈરાગ્ય દઢ હોવાથી તેમણે કોઈની વાત ન માની.) તેણે કહ્યું, “નાનકડા બાળકને રાજ્ય સોંપી, આ રાજા શું જોઈને અહીંધ્યાનમાં ઊભા રહ્યા છે? ... ૧૨૩૭ બાળક સમજી શત્રુસેનાએ રાજ્યને ઘેરી લીધું છે. શત્રુ રાજા હમણાં બાળકને હરાવી રાજ્ય લઈ લેશે. પ્રસનચંદ્ર રાજા! તમે આ શું કર્યું? તમે તો ક્ષત્રિયોની આબરૂ પર પાણી ફેરવી લીધું છે.”. ૧૨૩૮ પ્રસનચંદ્ર રાજર્ષિએ દુમુખ મંત્રીના મુખેથી આવાં વચનો સાંભળ્યા. તેમનું ધ્યાન ભંગ થયું. પુત્ર પ્રત્યેનો વાત્સલ્યભાવ જાગૃત થતાં તેમણે વિચાર્યું, મારા જીવતાં મારા પુત્રને કયા શત્રુએ વીંટયો છે... ૧ર૩૯ શત્રુ પ્રત્યે ક્રોધરૂપી દાવાનળ પ્રજ્વલિત થયો. તેઓ સંયમની પર્યાયથી પડિવાઈ થયા. પ્રસેનચંદ્ર રાજર્ષિએ હવે ક્રોધના ભાવથી, મનથી શત્રુ સૈન્યના સુભટો સાથે યુદ્ધ શરૂ કર્યું. તેમણે ઉગ્ર હિંસાકારી પરિણામો વડે વિવિધ પ્રકારના શસ્ત્રોથી શત્રુ સૈન્યો ઉપર ઘણાં પ્રહારો કર્યો. ... ૧૨૪૦ તે સમયે રાજર્ષિએ નરકમાં જવા યોગ્ય દલિકો એકત્રિત કર્યા. જેમ જેમ પરિણામોમાં કષાયોની For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' તીવ્રતા આવતી ગઈ તેમ તેમ રાજર્ષિ એક પછી એક નરક નીચે ઉતરતા ગયા. તેમણે મનથી શત્રુઓ ઉપર તીર, તલવારો, કટારી, તોપગોળા જેવા હથિયારો વડે ઘા કર્યા. ... ૧૨૪૧ યુદ્ધના સર્વ હથિયારો વડે યુદ્ધ કર્યા છતાં રાજર્ષિનો ક્રોધ ઉપશાંત ન થયો. છેવટે શત્રુઓને મુખ પર મારવા પોતાનું મુગટ ઉતારવા તેમણે મસ્તકે હાથ મૂક્યો. . ૧૨૪૨ રાજર્ષિનો હાથ મસ્તકે ગયો ત્યારે તેમણે જાણ્યું કે, “માથે મુગટ નથી પરંતુ માથે મુંડન છે.” હવે રાજર્ષિ જાગૃત થયા. તેમણે વિચાર કર્યો “મેં ભગવતી દીક્ષા અંગીકાર કરી છે. મેં વ્યર્થ શત્રુઓ પ્રત્યે ભયંકર કષાય કર્યા છે. ... ૧૨૪૩ મેં સર્વસ્વનો ત્યાગ કર્યો છે. મેં રાજપાટ, નગર, સર્વ પરિવારજનોને છોડયાં છે. કોનું રાજ્ય? કોનો પુત્ર? મારે એમની સાથે શું સંબંધ? મેં તો આજે સર્વ સંબંધોનો ત્યાગ કર્યો છે. ... ૧૨૪૪ નથી મારા કોઈ શત્રુ કે નથી મારા કોઈ મિત્ર. મારા માટે સુવર્ણ હોય કે માટી હોય બંને સમાન છે. પરિવારજનોએ કાષ્ટની નારી સમાન છે. તેમની પ્રત્યે નથી મને રાગ કે નથી મને દ્વેષ.” ... ૧૨૪૫ આ પ્રમાણે ઉપશમ ભાવની વૃદ્ધિ થતાં મુનિનાં સર્વ કર્મો ક્ષીણ થયાં. તેઓ શુભ ધ્યાનની શ્રેણીએ ચઢયા. ઉત્તરોત્તર વર્ધમાન પરિણામ થતાં તેઓ સર્વ ઘાતી કર્મના પડળોને કાપી કેવળી બન્યા.... ૧૨૪૬ મહારાજા શ્રેણિકને પ્રસનચંદ્ર રાજર્ષિના મનોગત ભાવોની વૃદ્ધિ અને હાનિ સમજાઈ ગઈ. (હીયમાન પરિણામથી દુર્ગતિ મળે છે. વર્ધમાન પરિણામથી સદ્ગતિ મળે છે.) ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન કરી, બે હાથ જોડી નમસ્કાર કરી મહારાજા શ્રેણિકે પુનઃ એક પ્રશ્ન પૂછયો. ... ૧૨૪૭ ભાવધર્મની શ્રેષ્ઠતા: ‘જીરણ શ્રેષ્ઠી અને અભિનવ શ્રેષ્ઠી જીરણ સેઠ તુમ વંદતો એ, કરત નિમંત્રણ સારતો; ચ્ચાર માસ નઈ પારણઈ એ, લેયો મુઝ ધરિ આહાર તો. ૧ર૪૮ તુમો ગયા અભિનવ ઘરિ એ, હવું પારણું ત્યાહિં તો; જીરણ લાભ કાંઈ હવો એ, મુઝ સંદેહ મનમાંહિદ તો. .. ૧૨૪૯ વીર કહઈ ઈહલોકનું એ, ફલ હવું અભિનવ સાહિ તો; સોવિન વૃષ્ટિ હવી બારણાઈ એ, દાન તણો મહિમાય તો. . ૧૨૫૦ જીરણ સેઠ ભાવિ ચઢયો એ, આવઈ જિન હવડાય તો; બાંધિઉં ઊંચું આઉખું એ, ભાવ વડો જગમાંહિ તો. • ૧૨૫૧ ભાવિ જીંરણ બહુ ચઢયો એ, કેવલ ન્યાય ઉપાંત તો; દુંદુભિ નાદ કાને સુણ્યો એ, તવ રસ ઉછો થાત તો. •.. ૧રપર તેણઈ કારણિ નૃપ સાંભલો એ, ભાવ વડો સંસારિ તો; પુત્ર એલાચી કેશરી એ, પોહતો મુગતિ મઝારિતો. (૧) કથાકોશ પ્રકરણમ્ ભા.-૧, પૃ.ર૧૧ થી ર૧૭ .. ૧૫૩ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ હરખ્યો શ્રેણિક રાજીઉં એ, વિન તું વીર નિણંદ તો; સંસય સઘલા ટાલીઆ એ, જ્ઞાન ઊજલું ચંદ તો. ... ૧૨૫૪ અર્થ :- “હે પ્રભુ! જીરણશેઠ (નામના વિશાલપુરીના પરમ શ્રાવક) નિત્ય આપને વંદન કરી આહારપાણી માટે નિમંત્રણ આપી કહેતા હતા કે, “ચાર ચાર માસના ઉપવાસ પછી પારણાના દિવસે મારા ઘરેથી ગોચરી લઈ મને આહાર-પાણીનો લાભ આપજો.” .. ૧૨૪૮ તમે અભિનવ શેઠના ઘરે પારણાના દિવસે ગયા. ત્યાં તમારું પારણું થયું. પ્રભુ! તેથી જીરણશેઠને કાંઈ લાભ થયો? પ્રભુ! મારા મનનો આ સંશય ટાળી સમાધાન કરો.” ... ૧૨૪૯ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “દેવાનુપ્રિય! અભિનવ શેઠને સુપાત્રદાન વહોરાવવાથી આ લોકનું ફળ મળ્યું. અભિનવ શેઠના ઘરે દાનના ફળ સ્વરૂપે દેવોએ બાર ક્રોડ સોનામહોરોની વૃષ્ટિ કરી; જે તીર્થકરોને અપાયેલ દાનનો મહિમા છે. ... ૧૨૫૦ જીરણશેઠ “હમણાં પ્રભુ આવશે' એમ આતુરતાથી પ્રભુની પ્રતીક્ષા કરતાં એવાં તો શુભ ધ્યાનની શ્રેણીએ ચડયા કે તેમણે દેવગતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધ્યું. આ વિશ્વમાં ભાવ ધર્મ સૌથી શ્રેષ્ઠ છે...૧૨૫૧ જીરણશેઠના ઉત્તરોત્તર વર્ધમાન પરિણામ હતા. તેઓ કેવળજ્ઞાની સમીપમાં પહોંચી ગયા હતા. ત્યાં અભિનવ શેઠના ઘરે તીર્થકરનું પારણું થતાં દેવોએ દુંદુભીનો નાદ કર્યો. દેવદુંદુભીનો નાદ સાંભળી જીરણ શેઠના ભાવોમાં વિક્ષેપ પડયો. તેમના ભાવોમાં ઉણપ આવી. .. ૧રપર મહારાજા શ્રેણિક તેથી કહું છું તમે ભાવધર્મ સર્વ શ્રેષ્ઠ છે. કેસરી સિંહ જેવા ઈલાતી પુત્રએ શુભધ્યાન વડે દોરડા પર નાચતાં નાચતાં મુક્તિપુરીનાં સુખો મેળવ્યાં.” ... ૧રપ૩ ભાવધર્મની શ્રેષ્ઠતા અને મહત્તા સાંભળી મહારાજા શ્રેણિક ખુશ થયાં. તેમના મુખમાંથી ઉગારો નીકળ્યાં, “હે જિનેન્દ્ર દેવ! તમને ધન્ય છે.” જિનેશ્વર ભગવંતે મહારાજા શ્રેણિકના સર્વ સંશયોનું સમાધાન કર્યું. (તેનું મુખ્ય કારણ હતું) પરમાત્મા વીર પ્રભુ પાસે સ્ફટિક જેવું ઉજળું કેવળજ્ઞાન હતું. ... ૧૨૫૪ સર્વવિરતિધરના પ્રેમી ચેલણા રાણી જિન વાંદી પાછો વલ્યો એ, આવ્યો શરોવર પાલિતો; તિહાં મુનિવર કાઉસગિ રહ્યો છે, ક્રોધ માન મદ ટાલિ તો. શ્રેણિક જઈ તસ વંદતો એ, ચિલણા પણિ વાંદેહ તો; દેઈ પ્રદખ્યણ મુનિ સ્તવ્યો એ, પછઈ નગરી આવેહ તો. ..... ૧રપ૬ ••• ૧૨૫૫ (૧) ઈલાતી પુત્રની કથા : ઈલાવર્ધન નગરના ઈભ્ય શ્રેષ્ઠી અને ધારિણી માતાના પુત્ર ઈલાતી કુમાર હતા. તે યુવાન બન્યા પરંતુ સ્ત્રીસંગથી નિર્લેપ રહ્યા. પિતાએ તેમને કોશાને ત્યાં લઈ જવા મિત્રોને ભલામણ કરી. એક દિવસ વસંતોત્સવ ઉજવવા તેઓ ઉદ્યાનમાં ગયા. લંખિકા નામની નટ કન્યાના નૃત્યથી પ્રભાવિત થયા. ઈલાતી પુત્ર તેના પ્રેમમાં પાગલ બન્યા. પિતાએ ઘણો સમજાવ્યો પરંતુ તેઓ ન માન્યા. અંતે નટ મંડળીમાં રહી નૃત્યકળા શીખ્યા. બેનાતટ નગરના રાજાને નૃત્યકળા દેખાડી. રાજા પણ નટ કન્યા પાછળ આસક્ત બન્યા. રાજા નટડીને મેળવવા વારંવાર ઈલાતી પુત્ર પાસેથી વાંસ પર ચડાવી નૃત્ય કરાવવા લાગ્યા. ઈલાતી પુત્ર રાજાના મનોભાવ પામી ગયા. દોરડા નૃત્ય કરતાં તેમની નજર એક મહાશ્રેષ્ઠીના ઘરે ભિક્ષાર્થે પધારેલ મુનિ પર પડી. મુનિરાજ રંભા જેવી શેઠની પુત્રવધૂ તરફ આંખ ઊંચી કરી જોતા પણ ન હતા. તેઓ મુનિરાજના ઈન્દ્રિય વિજેતા ગુણની અનુમોદના અને પોતાની આત્મનિંદા કરતાં કેવળી બન્યા. (કથા અને કથા પ્રસંગો : ભાગ.-૧, પૃ.૭૬ થી ૧૧૧) For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ નિસ ભરિ સુતી ચિલણા એ, રહિઉ ઉઘાડો હાથ તો; તાઢિ ઠરી થયો કાષ્ટમઈ એ, વાલ્યો કિમહી ન જાત તો. જાગી તતક્ષિણ ચેલણા એ, વેદન ખમીય ન જાય તો; તવ મુનિવર તસ સાંભરયો એ, પાäિ રહિઉં ઋષિરાય તો. ભોલી ભાખઈ ભગતિ સ્યું, સી હોસઈ પેરિ તો; ટાઢિ વરસઈ બાપડો એ, નહી પોતાનઈ ઘેરિ તો. વસ્ત્ર હીણ ટૂં ટૂં કરઈ એ, ટાઢિ ગલસઈ આજ તો; દયાધરી ઈમ બોલતી એ, સુણતો તવ મહારાજ તો. શ્રેણિક આપ વિચારતો એ, નહી એહનું મન ઠારિ તો; કો એક પુરૂષ સાથિં વલી એ, એહ વિલૂધી નારિ તો. ક્ષત્રી કુલની ઉપની એ, છત્રપતીની નારિ તો; મન વંછિત સુખ ભોગવઈ એ, તોહઈ મન નહી ઠારિ તો. સાયર બાપ શશી ભ્રાતડો એ, કૃષ્ણ સરીખો કંત તો નીચ સભાવ મહિલા તણો એ, ઘર ઘર લછિ કૃદંત તો. સ્ત્રી કેહનિ ન હુઈ હસઈ એ, ભોગવ્યા પુરૂષ અનેક તો; ગુણ વિણ મુંકી ભરતરી એ, સાચો ધરો વિવેક તો. હું મુકું સ્ત્રી પરિહરી એ, નહી અંતેઉર સાર તો; અસતી નારી એ સહી એ, કીધો એણ વિચાર તો. ૠષભરાય કોપ્યો ઘણું એ, કરૂં ચિલણાનો ઘાત તો; ક્રોધ વાઘ જવ જાગીઉં એ, વિવેક વછ તવ જાત તો. અર્થ :- એકવાર મહારાજા શ્રેણિક (અને ચેલણા રાણી) ભગવાન મહાવીર સ્વામીનાં દર્શન કરી પાછાં ફરતાં હતાં ત્યારે તેમણે સરોવરની પાળે એક મુનિવરને કાઉસગ્ગ ધ્યાનમાં ઊભેલા જોયા. આ મુનિવરે ક્રોધ, મદ અને અભિમાન જેવા કષાયોનો ક્ષય કર્યો હતો. ૧૨૬૫ ૧૨૫૫ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ For Personal & Private Use Only ... ૧૨૫૮ ... ... ... ૧૨૫૬ ૧૨૫૭ ... ૧૨૬૨ ... ૧૨૫૯ ... ૧૨૬૦ ૧૨૬૧ મહારાજા શ્રેણિક અને ચેલણા રાણીએ પાસે જઈ મુનિવરને ભાવપૂર્વક વંદન કર્યા. તેમને પ્રદક્ષિણા આપી, તેમની સ્તુતિ કરી. મહારાજા અને મહારાણી રાજમહેલમાં પાછાં આવ્યાં. . ૧૨૫૬ તે શિશિર ઋતુ હોવાથી કડકડતી ઠંડી પડતી હતી. રાત્રિના સમયે (ચેલણા રાણી અને મહારાજા ગરમ વસ્ત્ર પહેરીને સૂતા હતા.) ઊંઘમાં મહારાણીનો હાથ કામળીની બહાર રહી ગયો. તીવ્ર ઠંડીના કારણે હાથ ઠરીને લાકડા જેવો અક્કડ થઈ ગયો. તે હાથ જકડાઈ જવાથી કોઈ રીતે વળતો ન હતો. ૧૨૫૭ ભોળાં ચેલણા રાણી મુનિવર પ્રત્યેની ભક્તિથી બોલ્યા, “તેમની બિચારાની આજે શું હાલત થશે ? ભયંકર ઠંડી પડે છે. તેમની પાસે રહેવા માટે પોતાનું ઘર પણ નથી તેથી તેમનું શું થશે ? ૧૨૫૮ ૧૨૬૩ ૧૨૬૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ તેમના શરીર પર જીર્ણ શીર્ણ ટૂંકા વસ્ત્રો છે. આજે તો આ તીવ્ર ઠંડીમાં તેઓ ઓગળી જશે.'' અણગાર ધર્મના કઠીન પરિષહોને યાદ કરતાં મનમાં દયા ભાવ આણતાં ચેલણા રાણી આ પ્રમાણે બોલ્યા. તે સમયે મહારાજા શ્રેણિકે આ શબ્દો સાંભળ્યા. ... ૧૨૫૯ મહારાજા શ્રેણિકે મનમાં વિચાર કર્યો, “ચેલણા રાણીનું મન સ્થિર નથી. તે નક્કી કોઈ બીજા પુરુષને પ્રેમ કરે છે. ચેલણા રાણી કોઈના પ્રેમમાં વિલુબ્ધ બની છે. ૧૨૬૦ ચેલણા રાણી ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થઈ છે. શહેનશાહની રાણી થઈને મનોવાંછિત સુખો ભોગવે છે, છતાં પણ તેનું મન (એક પતિથી) શાંત ન થયું ? ૧૨૬૧ સાગર જેવા વિશાળ અને ગંભીર પિતા, ચંદ્ર જેવા શીતળ બાંધવ, કૃષ્ણ જેવા પ્રેમાળ અને સ્વરૂપવાન પતિ મળવા છતાં ચંચળ અને દુષ્ટ સ્વભાવવાળી વિકારી મહિલા પોતાની વાસનાઓ સંતોષવા ઘરે ઘરે લક્ષ્મીની જેમ ફરે છે. ૧૨૬૨ આ જગતમાં સ્ત્રી કોઈની થઈ નથી અને થશે પણ નહીં. તેણે અનેક પુરુષોને ફસાવ્યા છે. ભરથરી રાજાએ દુરાચારી એવી રાણી પિંગલાનો ત્યાગ કર્યો. રાજાનો આ ઉત્તમ નિર્ણય હતો. ૨૩૩ ... ... ૧૨૬૩ ‘હું પણ મારી રાણીનો ત્યાગ કરું કારણકે મારું અંતઃપુર કલંકિત અને દુરાચારી છે. મારી રાણી પણ સતી સ્ત્રી નથી.’ આ પ્રમાણે મહારાજા આવેશમાં આવી વિચાર કરવા લાગ્યા. ૧૨૬૪ For Personal & Private Use Only કવિ ઋષભદાસ કહે છે ( ‘રાજા, વાજા અને વાંદરા’ કોપે તો અત્યંત બૂરું થાય) મહારાજા શ્રેણિક અત્યંત કોપાયમાન થયા. તેમણે પોતાની પ્રિય રાણીનો ઘાત કરવાનો વિચાર કર્યો. જ્યારે ક્રોધરૂપી વાઘ પ્રગટ થાય છે ત્યારે વિવેકરૂપી વત્સ (બાળક)નો નાશ થાય છે. ૧૨૬૫ દુહા ઃ ૬૩ ક્રોધનું ફળ કોહ પઈઠો દેહ ઘરિ, તિત્તિ વિકાર કરેઅ; આપ તપાવઈ પર તપઈ, પરતહ હાણિ કરેઅ. જિમ અગનિ આપિં તપઈ, છઈ તપાવઈ લોહ; લોહ બાલઈ વલી અગ્યર્નિ, તિમ એ પાપી કોહ. લાગઈ કોહ પલેવલઈ, દાઝઈ ગુણ તરીણાંઈ; ઉપશમ લિં નઉ લવઈ, પામઈ દુખ સિહિયાંઈ. ઋષભ કહઈ નર સાંભલો, ક્રોધ કરે નર કાંઈ; પૂરવ કોડિ ચારિત્ર ભલૂં, તે બાલઈ ક્ષિણમાંહિં. અર્થ :- ક્રોધરૂપી ધમધમાટ જ્યારે આ દેહરૂપી આવાસમાં પ્રવેશે છે ત્યારે શારીરિક અને માનસિક વિકાર વધે છે. ક્રોધ કરનાર વ્યક્તિ સ્વયં તપે છે, અન્યને પણ માર્મિક વચનો બોલી તપાવે છે. ક્રોધ કરનાર પરસ્પર બંનેનું અહીત કરે છે. ૧૨૬૬ ૧૨૬૯ જેમ અગ્નિ સ્વયં તપે છે. તેની સાથે રહેલા લોખંડને પણ લાલચોડ કરી તપાવે છે. વળી અગ્નિ ... ૧૨૬૬ ૧૨૬૭ ૧૨૬૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' ••. ૧૨૬૭ ••. ૧ર૬૯ લોખંડને બાળે છે. પાપી એવા ક્રોધથી પણ તેવું જ થાય છે. ક્રોધરૂપી અગ્નિનો સ્પર્શ થતાં જીવાત્મા બળે છે. ક્રોધ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણને દઝાડે છે. જ્યાં સુધી ક્રોધ ઉપર ઉપશમ જળનું પાણી ન સીંચીએ ત્યાં સુધી આત્મા સહેજે દુઃખ પામે છે.... ૧ર૬૮ કવિ ઋષભદાસ કહે છે કે, હે માનવો! તમે સાંભળો. તમે અલ્પ પણ ક્રોધ ન કરો. પૂર્વ ક્રિોડ વર્ષનું દીર્ધ ચારિત્ર પણ ક્રોધના પ્રભાવથી ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જાય છે. ઢાળઃ ૫૪ મગધાધિપતિ સંદેહના ઘેરામાં તો ચડીઉ ઘણમાન ગજિં એ દેશી. ક્રોધિ શ્રેણિક ઉઠીઉં એ, તેડ્યો અભયકુમાર તો; અંતેઉર તું બાલજે એ, મ કરીશ કસ્યો વિચાર તો. ... ૧ર૭૦ દેઈ સીખ ગયો વાંદવા એ, પૂછઈ પ્રશ્ન જ એહ તો; પુત્રી ચેડા રાયની એ, સતી કે અસતી તેહ તો. ૧૨૭૧ ભાખઈ વીર જિPસરૂ એ, સાતઈ સતીઉં સાર તો; ચીતિ ન આવઈ રાયનિ એ, પુછઈ ફરીય વિચારતો. . ૧ર૭ર રસ્વામી મુઝ ધરિ કામિની એ, કુણની કરઈ ચિંતાય તો; જિન કહઈ મુનવિર સાંભરયો એ, શર તીરિ ઋષિરાય તો. ... ૧૨૭૩ અર્થ - ક્રોધના આવેશમાં મહારાજા શ્રેણિક ઉઠયા. તેમણે તરત જ મહામંત્રી અભયકુમારને બોલાવ્યા. મહારાજાએ અભયકુમારને આજ્ઞા કરી કે, “તું અંતર (ચેલણા રાણીનું લાક્ષાગૃહ)ને હમણાં જ આગ ચાંપી બાળી નાખ. વત્સ! તું કોઈપણ જાતનો સંકલ્પ-વિકલ્પ ન કરીશ.' ... ૧૨૭૦ મહારાજા શ્રેણિક શિખામણ (આજ્ઞા) આપી ઉદ્વિગ્ન મને ભગવાન મહાવીર સ્વામીના વંદન કરવા ગયા. તેમણે ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછતાં કહ્યું, “પ્રભુ! ચેડારાજાની પુત્રીઓ સતી છે કે અસતી?” જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીએ કહ્યું, “ચેડારાજાની સાત પુત્રીઓ સતીઓ છે.” મહારાજાનું હૃદય હચમચી ઊઠયું. મહારાજાને પ્રભુના વચનોનું મર્મ ચિત્તમાં ન સમજાયું તેથી તેમણે ફરીથી વિચાર કરીને પૂછયું. .. ૧૨૭૨ “પ્રભુ! મારા મહેલમાં રહેલી મારી રાણી ચેલણા આજે રાત્રિના સમયે કોની ચિંતા કરતી હતી?” ભગવાન મહાવીર સ્વામીએ મહારાજા શ્રેણિકના મનનું સમાધાન કરતાં કહ્યું, “શેલણારાણી સરોવરના કાંઠે ધ્યાનમાં ઉભેલા મુનિવરને યાદ કરતાં હતાં.' ... ૧૨૭૩ દુહા ઃ ૬૪ કાલે તું વાંદી વલ્યો, સરોવરદીઠો સાધ; તે સાંભરયો રાણીઈ, જવ હુઈ હાથે બાધ. ••• ૧૨૭૪ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અર્થ:- “દેવાનુપ્રિય! ગઈ કાલે તમે મને વંદન કરી પાછા વળ્યા ત્યારે રાણીએ સરોવરના કિનારે એક મહાત્માને જોયાં. જ્યારે રાણીના હાથમાં વેદના થઈ, ત્યારે તેમને ધ્યાનમાં ઉભેલા તે મુનિવર યાદ આવ્યા.” .. ૧ર૭૪ ઢાળ : પપ અમંગલ વચન, મંગલ ભાવ છાનો છપી કંતા એ દેશી. રાગઃ રામગિરિ હાથ ઉઘાડો રહિઉં રાતિરિ રે, ટાઢિ હુઈ પીડાય રે; તવ ચિલણાનિ સાંભરયો રે, કસિઉં કરસઈ ઋષિરાય રે. ... ૧૨૭૫ વિર વચન સુણી હરખીઉ રે ... આંચલી સુખીઆં બહુ સુખ ભોગવઈ રે, કરઈ મનિ ગમતા આહાર રે; તે વિરલી નૃપ જાણજે, કરઈ પરની સાર રે. .. ૧૨૭૬ વી. સાર કરઈ સતી ઋષિ તણી રે, ધર્મ સનેહી એહ રે; તુઝ અંતેઉર નિરમૂલ રે, મ ધરીશ મનિ સંદેહ રે. ... ૧૨૭૭ વી. વચન સુણી હરખી ઉઠીઉં રે, હીડઈ સબલ ભૂપાલ રે; ધૂમ તણી ઝાલા દેખતો રે, તવ હુઈ ઉદરિ ફાલ રે. ... ૧૨૭૮ વી. અંતેઉર અલગું કરી રે, મંત્રી કરઈ પરજાલ રે; અભયકુમાર ગયો વાંદવા રે, સાતમો મલ્યો ભૂપાલ રે. ... ૧૨૭૯ વી. નયણ કરી રાઈ રાતડાં રે, નિરભંછયો પરધાન રે; હસતાં અંતેરિ બાલીઉં રે, તું નહી બુધિનિધાન રે. ... ૧૨૮૦ વી. અરે નિરબુધિ એ સ્યુ કરયું રે, ન કરયો કાંઈ વિચાર રે; હવઈ મુખ લેઈ સ્યું ઊભો રહ્યો રે, ન કરયો કાંઈ વિચાર રે. માની વયણ અઘો સંચરયો રે, લીધી જિન કઈ દિક્ષાય રે; શ્રેણિક ગયો નિજ મંદિરિ રે, રાણી દેખી રીઝયો રાય રે. ... ૧૨૮ર વી. તાત વચનિ ઘર બાલીઆં રે, કીધી અંતર સાર રે; ચ્યાર બુધિ તણો ધણી રે, ધિન ધિન અભયકુમાર રે. ... ૧૨૮૩ વી. અર્થ - ભગવાન મહાવીર સ્વામીએ ખુલાસો કરતાં મહારાજાને કહ્યું, “રાજનું! રાત્રિના સમયે કાતિલ ઠંડીના કારણે ઊંઘમાં રાણીનો હાથ બહાર રહી ગયો ત્યારે તે અક્કડ થઈ ગયો. રાણીને ખૂબ પીડા થઈ, ત્યારે રાણીને મુનિવરની યાદ આવી કે આવી અતિશય ઠંડીમાં ખુલ્લામાં ઉભેલા, અલ્પ વસ્ત્રવાળા તે મુનિવર શું કરશે? (તેમની પરિસ્થિતી કેવી હશે?) મહારાજા શ્રેણિક પ્રભુના વચન સાંભળી સ્તબ્ધ બન્યા.... ૧૨૭૫ સુખી લોકો વિવિધ પ્રકારના સુખો ભોગવે છે. તેઓ મનગમતો આહાર કરે છે પરંતુ હે રાજનું! જે બીજાનો વિચાર કરે છે, તે જ સાચા વીરલ કહેવાય છે. ... ૧૨૭૬ ... ૧૨૮૧ વી. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સતી ચેલણા રાણી મુનિવરને સંભારતા હતા. તેઓ ધર્મપ્રેમી છે. તેઓ સાધર્મિક છે. તમારું અંતઃપુર નિર્મળ છે. તેમના માટે સંદેહ ન કરશો.’ . ૧૨૭૭ ભગવાન મહાવીર સ્વામીના વચનો સાંભળી મહારાજા શ્રેણિક પ્રસન્નતાપૂર્વક ઉઠયા. તેમના હ્રદયમાં અત્યંત પ્રશ્ચાતાપ થયો (મહારાજા શીઘ્ર રાજમહેલ તરફ દોડયા) તેમણે દૂરથી આકાશમાં ધૂમાળાના ગોટા જોયા. મહારાજાના હ્રદયમાં ફાળ પડી. (રખે ! ચેલણારાણી આગમાં બળી ન જાય) ... ૧૨૭૮ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ મહામંત્રી અભયકુમારે ચેલણારાણીને મહેલમાંથી કાઢીને ભોંયરામાં બેસાડયાં. ત્યાર પછી લાક્ષાગૃહને આગ ચાંપી. ત્યાર પછી મહામંત્રી અભયકુમાર ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા ગયા. ત્યારે રાજમાર્ગ પર તેમને મહારાજા શ્રેણિક સામે મળ્યા. રાજન્! ૧૨૭૯ ધૂમાડાના ગોટે ગોટા જોઈને મહારાજા શ્રેણિકે લાલચોળ આંખો કરી અભયકુમાર સામે જોયું. મહામંત્રી અભયકુમારને ઉપાલંભ આપતાં મહારાજાએ કહ્યું, “અરે પાપી ! મૂર્ખ તને એટલી પણ બુદ્ધિ નથી કે હસતાં હસતાં મારું પ્રિય અંતઃપુર બાળી નાખ્યું. તું બુદ્ધિનિધાન નથી. ... ૧૨૮૦ અરે મૂર્ખ ! તેં આ શુ કર્યું ? તેં કોઈ વિચાર પણ ન કર્યો ? હવે શું મોઢું લઈને ઊભો રહ્યો છે ? જા દૂર ચાલ્યો જા અહીંથી.'' ... ૧૨૮૧ ... (મહારાજા શ્રેણિકે ક્રોધના આવેશમાં અભયકુમારને આક્રોશ વચનો કહ્યાં.) પિતાજીની આજ્ઞાનું પાલન ક૨વા અભયકુમાર તરત જ ચાલ્યા ગયા. (અભયકુમારને શરત અનુસાર ‘જાકારો’ મળતાં મહારાજા તરફથી દીક્ષાની અનુમતિ મળી ગઈ.) અભયકુમારે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં ઉપસ્થિત થઈ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. બીજી બાજુ મહારાજા શ્રેણિક લાક્ષાગૃહ તરફ ગયા. (ભોંયરામાં રાણી નવકાર મંત્રનું સ્મરણ કરતા હતા.) ચેલણા રાણીને ક્ષેમકુશળ જોઈ રાજા ખુશ થયા. ... ૧૨૮૨ For Personal & Private Use Only મહામંત્રી અભયકુમારે પિતાના વચન અનુસાર ચેલણા રાણીનો મહેલ બાળ્યો પરંતુ તેમને ઉગારી લીઘાં. ઔત્તપાતિકી આદિ ચાર બુદ્ધિના સ્વામી અભયકુમારને ધન્ય છે ! ૧૨૮૩ અભયકુમારની પ્રવ્રજ્યા અને મહારાજાનો વિષાદ વાટ જુઈ નૃપ સુત તણી રે, નાવઈ અભયકુમાર રે; સંયમ લીધું જવ સાંભલિઉં રે, હોય નૃપ ચિંતા અપાર રે. રત્ન ગયું મુઝ બારિથી રે, એહથી હું તું રાજ રે; સુર નર નરપતિ મુનિ વડા રે, ધરતા એહની લાજ રે. નાહાન પણઈ તુઝ બુધિ ઘણી રે, પ્રથમ પેહરી મુદ્રાય રે; (૧) પરંપરા અનુસાર જાકારો મળતાં અભયકુમારે દીક્ષા લીધી. પરંતુ ત્રિ.શ.પુ.ચ. અનુસાર અભયકુમારે ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું કે ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ છે. તેથી ભવ દુઃખનો છેદ ક૨વા તેમણે મહારાજા શ્રેણિકને સર્વ વાત કરી. મહારાજા શ્રેણિકે રાજ્ય લેવા આગ્રહ કર્યો પરંતુ છેવટે હર્ષથી અભયકુમારને દીક્ષા લેવાની અનુમતિ આપી. (પર્વ-૧૦, સર્ગ૧૨, પૃ.૨૨૩) ૧૨૮૪ વી. ૧૨૮૫ વી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ચંડપ્રદ્યોતન લાજીઉં રે, ઝાલી આપ્યો તે રાય રે. ... ૧૨૮૬ વી. ઘુઅ ચેડા પરણાવતો રે, વિષમ ડોહલો પૂરયો ત્યાંહિં રે; મેઘ તણી છટા આણતો રે, ગજ સુકુમાલ કરયો અહિં રે. . ૧૨૮૭ વી. હાર ગયો તિ વાલીઉં રે, પૂરી કઈવના આસ રે; મેતારય સમઝાવીઉં રે, કીધિ બુદ્ધિ પ્રકાસ રે. ... ૧૨૮૮ વી. કુમરી પરણાવી રાયકા તણી રે, રહીઉં આંબાનો ચોર રે; બુધિ સાગર સુત કાં ગયો રે, સમર્ જિમ મેઘ મોર રે. ... ૧૨૮૯ વી. જેણી રોહણીઉં ઝાલીઉં રે, ટાલી મુનિવર નંદ્યાય રે; રૂપ ખરો જેણિ સાહીઉ રે, રત્ન કાઢયાં કરી જાય રે. . ૧૨૯૦ વી. રાજ કસિ૬ સુત તુઝ વિના રે, પ્રાણ વિન જિમ દેહ રે; લોચન વિના નર નવિ ભજઈ રે, તિમ સુત વિણ ઘર એહ રે. .... ૧ર૯૧ વી. હું અણ સમઝિઉં બોલીઉં રે, નો લહણ્યો જિમ નારિ રે; પશ્યાતાપ કરઈ પછઈ રે, નૃપ દુખ હઈડા મઝારિ રે. ... ૧ર૯૨ વી. શ્રેણિક શોકાતર થયો રે, જાણઈ સુનંદા નારિ રે; પુત્ર ગયો મુઝ અણ કહઈ રે, હુઈ મૂર્છા તેણઈ ઠારિ રે. ... ૧ર૯૩ વી. શીતલ નીરિ ગ્રુધ વાલતાં રે, કહઈ નર હું સંસારિ રે; એણઈ અંતિ નેહ ઝંડીઉં રે, હું ન મુકું સુવિચાર રે. ... ૧ર૯૪ વી. સંયમ લીઈ સુનંદા વાલી રે, અભયકુમારની માય રે; ચીવર કુંડલ દઈ પુતનિં રે, હલ વિહલ કહઈવાય રે. અભયકુમાર તપ બહુ તપઈ રે, અનુતર વિમાનિ જાય રે; એક અવતાર ધરિ અતિ ભલો રે, સીધિગતિ તેહની થાય રે. .. ૧૨૯૬ વી. શ્રેણિક કરઈ ચિંતા રાજની રે, કુણની દેર્યું ભાર રે; અભયકુમાર યોગિ રાયનિ રે, તેણેિ લીધો સંયમ ભાર રે. ... ૧૨૯૭ વી. બીજા કુંવર સવિ આકરા રે, કોય ન માનઈ લાજ રે; તેણઈ કારણિ કોણીનિ વલી રે, આલું પ્રથવી રાજ રે. શ્રેણિક રાય અચ્છું ચિંતવે રે, તેડયો હલ-વિહલ રે; સેચનક ગજ તેહનિ અપીઉં રે, તેહિં હવો બલ ભલ રે. સુતનિ રાજ્ય દેવા તણો રે, કરતો રાય વિચાર રે; 20ષભ કહઈ નર સાંભલો રે, કોણીનો અધિકાર. ... ૧૩૦૦ વી. અર્થ - મહારાજા શ્રેણિક અભયકુમારની રાહ જોતા બેઠા રહ્યા. (જ્યારે) અભયકુમાર ન આવ્યા. ત્યારે .. ૧૨૯૫ વી. • ૧૨૯૮ વી. .. ૧૨૯૯ વી. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' મહારાજાએ તપાસ કરાવી.) મહામંત્રી અભયકુમાર મહામુનિ બન્યા છે, તેવું સાંભળીને મહારાજા શ્રેણિકને અપાર ચિંતા થઈ ગઈ. ... ૧૨૮૪ મહારાજા શ્રેણિકે દુઃખી હૃદયે નિસાસો નાખતાં કહ્યું, “મારા રાજમહેલમાંથી બુદ્ધિરૂપી અમૂલ્ય રત્ન આજે ચાલ્યું ગયું! તેની બુદ્ધિ વડે નિર્વિનપણે રાજ્ય ચાલતું હતું. દેશ-વિદેશના રાજા-મહારાજાઓ, મહર્ષિઓ અને વર્ગના દેવો પણ જેમની બુદ્ધિ ચાતુર્યની પ્રશંસા કરતા હતા.' ..... ૧૨૮૫ મહારાજા શ્રેણિકે પોતાના બુદ્ધિનિધાન પુત્રનાં કાર્યોનું સ્મરણ કરતાં કહ્યું, “હે વત્સ! નાનપણમાં તું તીવ્ર બુદ્ધિશાળી હતો. તે અનેક કાર્યો કર્યા છે. પ્રથમ તે કૂવામાંથી રાજાની વીંટી કાઢી પહેરી લીધી. ચંડપ્રદ્યોતનરાજાને યુક્તિપૂર્વક લજ્જિત કર્યો અને તેને જાતે પકડી લાવ્યો. ... ૧૨૮૬ તે યુક્તિપૂર્વક ચેડારાજાની દીકરીનાં મારી સાથે વિવાહ કરાવ્યા. તેં ધારિણી રાણીનો વિષમ દોહદ પૂર્ણ કર્યો. તે દેવને પ્રસન્ન કરી અકાળે મેઘ વર્ષા કરી. પુત્ર! સેચનક હસ્તિને પૌષધશાળાના દ્વારે બાંધી તેને વિનમ્ર બનાવ્યો. ... ૧૨૮૭ તે ચેલણારાણીનો ચોરાયેલો દિવ્યહાર પાછો મેળવ્યો. કયવનાકુમારની આશા પૂર્ણ કરી. મેતાર્ય કુમારને તારી બુદ્ધિથી સમજાવ્યો. હે પુત્ર!તેંતારી કુશળ બુદ્ધિ વડે ઘણાં કાર્યો કર્યા છે. .. ૧૨૮૮ - વત્સ! રાયકા (રબારી)ની કન્યાને મારી સાથે પરણાવી. આંબાના ફળની ચોરી કરનાર ચોરને પકડયો. હે બુદ્ધિસાગર! તું ક્યાં ગયો? ચાતક પક્ષી અને મયુર જેમ મેઘની આતુરતાથી રાહ જુએ છે તેમ હું તારી પાછા આવવાની પ્રતીક્ષા કરી રહ્યો છું. ... ૧૨૮૯ હે વત્સ! તે રોહણિયા ચોરને પકડયો. તે નગરજનોને મુનિની નિંદા કરતા રોક્યા. મેં રૂપખરા નામના શ્રેષ્ઠી પાસેથી ન્યાય કરી રત્નો પાછાં મેળવ્યાં. હે પુત્ર! જેમ પ્રાણ વિના દેહ નિરર્થક છે તેમ તારા વિના આ રાજ્ય નિરર્થક છે. જેમ મનુષ્ય આંખ વિના શોભતો નથી, તેમ પુત્ર! આ રાજમહેલ તારા વિના શોભતો નથી. ... ૧૨૯૧ હે વત્સ! હું આવેશમાં આવી જેમ તેમ નિરર્થક બોલી ગયો. જેમ પતિવ્રતા સ્ત્રી પતિના શબ્દોનું અવળું લેતી નથી તેમ તું પણ એ શબ્દોને હૃદયે ન ધરજે.” મહારાજા શ્રેણિક ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. મહારાજા શ્રેણિકનું હૃદય દુઃખથી ભારી બન્યું. .. ૧ર૯૨ મહારાજા શ્રેણિક શોકાતુર બન્યા. સુનંદા રાણીને પોતાના પુત્ર અભયકુમારની દીક્ષાની વાતની જાણ થઈ. રાણી વિલાપ કરતાં બોલ્યાં, “મારો પુત્ર મને કહ્યા વિના જ જતો રહ્યો!” પુત્રનો વિરહ સહન ન થતાં રાણી ધરતી પર ઢળી પડયાં. તેઓ મૂર્છાગત થયા. ... ૧૨૯૩ શીતળ નીરના છંટકારથી સુનંદા રાણીને શુદ્ધિ વળી. સુનંદા રાણીએ મહારાજાને કહ્યું, “સ્વામી! હું તો સંસારી છું. તેથી મને પુત્રનો મોહ છે પરંતુ મારા બુદ્ધિશાળી પુત્રએ માતા-પિતા આદિ પરિવારના અંતે મોહ છોડી જ દીધો. હું પણ આ સુવિચારને અમલમાં કેમ ન મૂકું?” ... ૧૨૯૪ અભયકુમારની માતા સુનંદાએ પણ પુત્રના પંથનું અનુસરણ કર્યું. તેમણે સંયમ સ્વીકાર કર્યો. તેમણે ..૧૨૦૦ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ પોતાની પાસે રહેલા દિવ્ય વસ્ત્ર અને કુંડલો હલ-વિહલ નામના પોતાના રાજકુમારોને સોંપ્યા.... ૧૨૯૫ અભયકુમારે અણગાર ધર્મ અંગીકાર કરી ખૂબ તપશ્ચર્યા કરી. તેઓ (એક માસની સંખના કરી પાદોપગમન અનશનપૂર્વક કાળધર્મ પામી) સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. તેઓ હવે એક મનુષ્યનો ઉત્તમ અવતાર પ્રાપ્ત કરશે. તે ભવમાં સર્વ કર્મો ક્ષય કરી સિદ્ધ ગતિ પ્રાપ્ત કરશે.... ૧૨૯૬ મહારાજા શ્રેણિક હવે રાજ્ય કારભારની ચિંતા કરવા લાગ્યા. આ રાજ્યની ધુરા કોના હાથમાં સોંપવી? રાજ્યના ઉત્તરાધિકારી કોને બનાવવો? મહામંત્રી અભયકુમારમાં રાજ્યના ઉત્તરાધિકારી બનવાની સંપૂર્ણ યોગ્યતા હતી પરંતુ તેણે તો સંયમ સ્વીકારી લીધો. .. ૧૨૯૭ બીજા બધા રાજકુંવરો ઉદ્દંડ-આકરા છે. તેઓ કોઈની આજ્ઞા માનતા નથી તેથી આ પૃથ્વીનું રાજ્ય હું કોણિક(કૂણિક)કુમારને સોપું. ... ૧ર૯૮ મહારાજા શ્રેણિક કોણિકકુમારને રાજ્યની ધુરા સોપવાનું વિચારતા હતા. તેમણે હલ-વિહલ બને કુમારોને બોલાવ્યા. તેમણે હલ-વિહલ કુમારને સેચનક ગંધ હસ્તિ સોંપ્યો તેથી બંને રાજકુમારો વધુ શક્તિશાળી બન્યા. ... ૧૨૯૯ કોણિકકુમારને રાજ્યના વારસદાર બનાવવાનો મહારાજા શ્રેણિક વિચાર કરતા હતા. કવિ ઋષભદાસ કહે છે કે હવે તમે કોણિકરાજાનો અધિકાર સાંભળો. .. ૧૩૦૦ દુહા : ૬૫ કોણી આપ વિચારતો, નદીઈ મુહનિ રાજ; રાજ લીલું જોરિ કરી, મુકું મનની લાજ. ... ૧૩૦૧ અર્થ :- (કોણિકે વિચાર્યું) “પિતા વૃદ્ધ થયા છે, છતાં તેઓ રાજ્યનો કારભાર મને કેમ સોંપતા નથી?' કોણિક કુમારે કંટાળીને અંતે સ્વયં નિર્ણય કર્યો કે, પિતા અને રાજ્ય નહીં સોપે તેથી હું પિતાજી પાસેથી બળજબરીથી આ રાજ્ય લઈ (પરિવારજનો, નગરજનો કે ભાઈઓની) મનની શરમ છોડી રાજ્યાધિકારી બની જાઉં.' ઢાળ : ૫૬ પુણ્ય પરવારે ત્યારે – મહારાજા બંદીવાન અતિ દુખ દેખી કામિની એ દેશી. રાગ કેદારો. તજી લાજ કોણી સજ થયો, મલ્યો કાલાદિક સ્યું ત્યાંહિં; એક દિવસ શ્રેણિક બાંધીઉં, કોપ ધરતો રે વલી મનમાંહિં, ... ૧૩૦૨ પ્રાણીડા લાઈ મત ક્રોધરો રે, ગુમાન એક અવસરિ રે; ન લહઈ નૃપ ધ્યાન, પ્રાણી... આંચલી. પગિ લોહ બેડી ઘાલતો, વલી કરઈ નાડી પ્રહાર; કઠ પંજરમાંહિ ઘાલિઉં, કોણી ન કરઈ હો ભોજન સાર. ... ૧૩૦૩ પ્રા. શ્રેણિક બાંધ્યો સાંભલ્યો, ચિલણા રૂઈ જલધાર; (૧) ત્રિ. શ. પુ. ચ. પર્વ-૧૦, સર્ગ-૧૨, પૃ. ર૨૩,૨૨૪. ... ૧૩૦૧ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' • ૧૩૦૭ પ્રા. પુષ્કહાર હોઈ ખુંચતો, કિમ સહેછDરે પ્રીઉડો મુઝ માર. •• ૧૩૦૪ પ્રા. ઉદર થકી પાપી એ લહયો, સુત નખાવ્યો વનમાં હિં; મોહ ધરી સ્વામી લાવીલ, સાય આણ્યો રે નિજ ઘરમાંહિં. ... ૧૩૦૫ પ્રા. ચિલણા કહઈ કોણી તણાઈ, એમ ન કીજઈ મુઝ બાલ; દેસ નગરપુર તુમે ભોગવો, છોડી મુંકો રે તાત સુકુમાલ. ... ૧૩૦૬ પ્રા. દુષ્ટી કહિઉં માનઈ નહી, ચિલણા કરઈ સંચ ત્યાંહિં; કરઈ અડદ કેરાં ઢોકલાં, તે તો ઘાલઈ રે નિજ વેણીમાંહિં. મદિરા પાનિ વેણેિ ચોપડઈ, જાય જોવા કારણિ તેહ; ધોઈ વેણી પાય ભૂપનિ, તેણેિ સબલી રે હોય નૃપ દેહ. ... ૧૩૦૮ પ્રા. ખાવા દઈ સ્ત્રી ઢોકલાં, દુખિં ગમાડઈ કાલ; ચિલણા સૂઈ તિહાં ધ્રુસકઈ, દુખ આણ્યું રે શ્રેણિક ભૂપાલ. .. ૧૩૦૯ પ્રા. સહુ દિવસ નોહઈ સારીખા, કહઈ વિબુધ મોટા જેહ; જુઉ લીલા યાદવ રાયની, દુખ પામ્યો રે અંતિં વલી તેહ. ... ૧૩૧૦ પ્રા. નલ ભમ્યો નારી વનિ તજી, દુખ લહઈ રાવણ રામ; હરીચંદ રાજા જલ વહઈ, પાંડવ ખોઈ પ્રથવીમિં ગામ. ... ૧૩૧૧ પ્રા. બ્રહ્મદત્ત નારગિ ભોગવઈ, એક દિવસ કરતો રાજ; દિન સકલ નોહઈ સારીખા, તેણેિ કીજઈ રે ધર્મનૂ કાજ. ... ૧૩૧૨ પ્રા. શ્રેણિક રમતો માલીઈ, દેવ વસ્ત્ર અમૃત આહાર; તે પડયો નૃપ કઠ પંજરઈ, ઉપર ખમતો રે વલી નાડીનો માર. .. ૧૩૧૩ પ્રા. સંસારનાં સુખ અતિ ભલાં, અંતિ તે કડુક અસાર; મેઘકુમાર તો મુકી ગયો, નંદીષેણ રે અભયકુમાર. ... ૧૩૧૪ પ્રા. કો કોહોનો નહી સંસારમાં, વાહલો તે આતમ એક; કનકકેત મારઈ પૂતનિ, ઈમ નાઠો રે સુલણી વિવેક. ... ૧૩૧૫ પ્રા. કિંસિં હણ્યો ઉગ્રસેનનિ, ફરસરામિં મારી માય; સૂરીલંતા મારી કંતનિ, નવિ પોહતી રે ભોગની ઈછાય. ... ૧૩૧૬ પ્રા. મણિરથિં મારયો ભ્રાતનિ, નવિ રહયો મન તસ ઠામિ; ભરત બાહુબલિ બેવ ચઢયા, તે તો પ્રથવી હો સવારથ કામિ. .. ૧૩૧૭ પ્રા. કોણી તે રાજ સવારથી, બાંધીઉ પોતઈ તાત; કઈ ઋષભ સહુઈ સાંભલો, નૃપ કોણી તણો અવદાત. .. ૧૩૮ પ્રા. અર્થ - કોણિકકુમારે રાજ્યના લોભથી પ્રેરાઈને પિતાજીની વિરુદ્ધ પયંત્ર રચ્યું. પોતાના કાલાદિક દસે For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ભાઈઓને તે રાજમહેલમાં મળ્યા. (પોતાની કૂટ યોજના ભાઈઓને સમજાવી. કાલાદિક દસે રાણીઓએ પણ તેમાં મદદ કરી.) પોતાના જ પિતાને નિર્દયતાપૂર્વક બાંધીને જેલમાં પૂર્યા. એટલું જ નહીં તેમણે પિતા પ્રત્યે મનમાં અત્યંત ધૃણા ભાવ રાખ્યો. કવિ કહે છે કે, ‘હે ભવ્યાત્માઓ ! તમે એક પણ પ્રસંગમાં ક્રોધ કે ગુમાન ન કરો.’મહારાજા શ્રેણિકે પોતાના પુત્ર કોણિક પ્રત્યે સહેજ પણ રોષ ન કર્યો. ... ૧૩૦૨ કોણિક૨ાજા અત્યંત નિષ્ઠુર બન્યા. તેમણે પિતાના પગમાં લોખંડની બેડીઓ પહેરાવી. તેમણે છડીથી પ્રહાર કર્યા. સો સો કોરડાઓ દેહ પર વીંઝયા. તેમણે પિતાને લાકડાના પાંજરામાં પૂર્યા. તેમણે ભોજન-પાણીની વ્યવસ્થા પણ બંધ કરી દીધી. ૧૩૦૩ પોતાના પતિદેવને કોણિકે સામ્રાજ્યના મોહમાં જેલમાં પૂર્યા છે એવું સાંભળી ચેલણા રાણીનું હ્રદય દ્રવી ઊઠયું. તેઓ ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમને અંબોડામાં નાખેલી ફૂલની વેણી અને કંઠમાં પહેરેલો દિવ્યહાર ખીલા(શૂળ)ની જેમ ખૂંચવા લાગ્યો. ચેલણા રાણી વિલાપ કરતાં બોલ્યાં, ‘‘મારા પ્રાણ પ્યારા પ્રિયતમ ! છડીના પ્રહાર શી રીતે સહન કરશો ? ... ૧૩૦૪ પાપી કોણિક મારા ઉદરમાં આવ્યો ત્યારથી પિતૃપીડક બન્યો હતો. સ્વામીનાથ ! તેથી જ મેં તેને દાસી દ્વારા વનમાં નખાવી મારાથી દૂર કર્યો હતો. (તમારું પિતૃ વાત્સલ્ય છલકાયું) તમે દયા કરી તેને પાછો રાજમહેલમાં લાવ્યા. નાથ ! તમે આવા કપૂતને શા માટે રાજમહેલમાં પાછા લાવ્યા ?’’ ૧૩૦૫ ચેલણા રાણીએ કોણિકને સમજાવતાં કહ્યું, ‘‘વત્સ ! તું પિતાને જેલમાં બંધ કરવાનું અકાર્ય ન કર. મારા રાજકુંવર તને આ શોભતું નથી. પુત્ર ! તું દેશ, નગર, રાજપાટ લઈને ભોગવ પરંતુ તારા પિતાજીને છોડી દે ! તારા પિતાજી અત્યંત કોમળ છે. (તે છડીના પ્રહાર સહન નહીં કરી શકે) ૧૩૦૬ ચેલણા રાણીએ ઘણી વિનંતી કરી પરંતુ નરાધમ કોણિકે માતાની એક પણ વાત ન માની. કોણિક ઉપર માતાના શબ્દોની કોઈ અસર ન થઈ ત્યારે ચેલણારાણી ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. મહારાણી ચેલણાએ (કુલ્માષનો પિંડ) અડદના બાકુડા (ઢોકળાં) બનાવ્યા. તેને ડબ્બામાં મૂક્યા. ડબ્બો પોતાની અંબોડાની વેણીમાં સંતાડયો. ... For Personal & Private Use Only ૨૪૧ ... ... ૧૩૦૭ મહારાજા શ્રેણિક જેલમાં હતા ત્યારે ચેલણા રાણીએ મદિરાનાં પાણીથી સ્નાન કર્યું. માથાની વેણી (વાળ) બાંધી, નીતરતા માથે મહારાજા શ્રેણિક પાસે જેલમાં મળવાના બહાને ગયા. વેણી (વાળ) છોડતાં તેમાંથી મદિરાવાળું પાણી ટપકવા માંડયું. જે રાજાના શરીરે છાંટયું. જેથી શરીરે લાગેલાં કોરડાના ઘામાં દુઃખાવો ઓછો થતાં શરીર મજબૂત બન્યું. ... ૧૩૦૮ ચેલણા રાણીએ ડબ્બામાં લાવેલા અડદના ઢોકળા મહારાજાને ખાવા માટે આપ્યા. મહારાજાએ દુઃખના સમયમાં પણ તેને પ્રેમપૂર્વક આરોગ્યા. મહારાજાના શરીર પર નાડીના પ્રહારોના ઘા જોઈને મહારાણી ચેલણાએ થ્રુસકે થ્રુસકે રડતાં રડતાં કહ્યું, ‘પ્રાણેશ્વર ! વૃદ્ધાવસ્થામાં આ તે કેવું અસહ્ય દુઃખ (૧) નિરયાવલિકાસૂત્ર : (મૂળ અને મૂળ તથા ટીકાના અર્થ સહિત), પૂર્વાચાર્ય, શ્રી જે.ઘ.પ્ર.સ. ભાવનગર, સં-૧૯૯૦, પૃ.૮,૧૦ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' આવી પડયું.' ... ૧૩૦૯ મહારાજા શ્રેણિકે કહ્યું, “દેવી ! વિદ્વાનો અને જ્ઞાનીજનો એ સત્ય જ કહ્યું છે કે, બધાના દિવસો એક સરખાં નથી આવતાં. જુઓ! યાદવ કુળના મહારાજા શ્રીકૃષ્ણને ત્યાં એક સમયે લીલા લહેર હતી. છતાં સોનાની દ્વારિકા નગરી બળી ગઈ. તેઓ અંતે વનમાં ભટકતાં અત્યંત દુઃખ પામ્યા. ...૧૩૧૦ દમયંતી રાણીને જંગલમાં એકલી ત્યજીને નળરાજા વનમાં દુઃખી થતા ભટકવા લાગ્યા. લંકાપતિ રાવણ પણ રામના હાથે મૃત્યુ પામ્યા. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને કર્મના કારણે ચાંડાલના ઘરે પાણી ભરવું પડ્યું. પાંડવોએ પોતાનું રાજ્ય ખોયું તેમને તેર વરસ સુધી નિરાધાર બની જંગલમાં રહેવું પડ્યું.... ૧૩૧૧ એક દિવસ સમસ્ત દક્ષિણ ભરતક્ષેત્ર પર રાજ્ય કરનાર, છ ખંડના અધિપતિ બ્રહ્મદત્ત ચક્રવર્તન સર્વ સંપત્તિ છોડી નરકમાં નવું પડયું તેથી કહું છું મહારાણી ! તમે દુઃખી ન થાવ (સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે) બધાં દિવસો સરખાં નથી હોતાં. તમે આર્ત-રૌદ્રધ્યાન છોડી ધર્મધ્યાન કરો.' ... ૧૩૧૨ એક દિવસ જે મગધેશ્વર રાજમહેલમાં સ્વર્ગના દેવો જેવાં દિવ્ય સુખો ભોગવતાં હતાં, જેમના શરીર પર કિંમતી વસ્ત્રો અને આભૂષણો સુશોભિત હતાં, જેમની થાળીમાં વિવિધ પકવાનો અને રસવતી પીરસાતી હતી તે જ મહારાજા શ્રેણિક કાષ્ઠના પાંજરામાં કેદ થયા. એટલું જ નહીં તેઓ ઉઘાડા શરીર પર કોરડાને પ્રહારો સહન કરતાં હતાં. ... ૧૩૧૩ કવિ કહે છે કે સંસારના સુખો પુણ્યના ઉદયમાં ભલે મીઠાં લાગે પરંતુ પાપનો ઉદય થતાં તે સુખો અંતે તો કડવાં જ લાગે છે. મહારાજા શ્રેણિકના સુપુત્ર મેઘકુમારે સંસારના સુખોને દુઃખરૂપ જાણી તેનો ત્યાગ કર્યો તેમજ નંદીષણકુમાર અને અભયકુમારે પણ સંસારના નાશવંત સુખોનો ત્યાગ કર્યો. ... ૧૩૧૪ આ સ્વાર્થી સંસારમાં સગાં, સ્વજનો, પિતા કે પત્ની કોઈ કોઈનું નથી. જગતમાં સર્વ સંબંધો સ્વાર્થના છે. એક પોતાનો આત્મા જ રવજન (વહાલો, પ્રિય) છે. કનકકેતુ રાજાએ રાજ્યના મોહથી પુત્રને જ મારી નાખ્યો, તેવી જ રીતે વ્યાભિચારીણી ચલણી માતાએ પર પુરુષના પ્રેમમાં વિવેક ગુમાવી પોતાના જ પુત્રને યમલોક પહોંચાડયો. ... ૧૩૧૫ કંસરાજાએ પોતાના જ પિતા ઉગ્રસેન રાજાને રાજ્યના લોભથી મૃત્યુદંડ આપ્યો. પરશુરામે પણ મોહને વશ થઈ માતાનું ખૂન કર્યું. સૂરિકતાએ ભોગની ઈચ્છા પૂર્ણ ન થવાથી પોતાના જ પતિ પ્રદેશી રાજાને વિષ પીવડાવી મારી નાખ્યા. .. ૧૩૧૬ કામાતુર અને વિષયાંધ એવા મણિરથ રાજાનું મન વિકારે ઘેરાયું. તેણે પોતાના જ ભાઈની સ્વરૂપવાન પત્નીને મેળવવા સદોહર ભાઈને મારી નાખ્યો. ભગવાન ઋષભદેવના બંને પુત્રો ભરત અને (૧) બ્રહ્મ રાજાનો બ્રહ્મદત્ત નામનો પુત્ર અને ચલણી નામની પત્ની હતી. તેમના કટક, કણેરૂદત્ત, દીર્થ અને પુષ્પચૂલ નામના ચાર મિત્રો હતા. આ પાંચે મિત્રો પોતાના અંતઃપુર સહિત એક એક વર્ષ એક એક નગરમાં રહેતા હતા. તેઓ ક્રમ અનુસાર બ્રહ્મરાજાના નગરમાં વસ્યા. તે સમયમાં બ્રહ્મરાજાનું મૃત્યુ થયું. બ્રહ્મદત્ત હજુ બાળક હતો તેથી તેના રક્ષણ માટે અહીં રહેવું એવું મિત્રોએ નક્કી કર્યું. પ્રથમ દીર્ધ રાજા રાજ્યનું રક્ષણ કરવા રહ્યા. તેણે ચલણી રાણી સાથે દુરાચારનું સેવન કર્યું. પોતાના માર્ગમાં અડચણ રૂપ ન બને તે માટે માતાએ પોતાના જ પુત્રનું કાસળ કાઢી નાખ્યું. (ત્રિ.શ.પુ.ચ., પર્વ-૯, સર્ગ-૧, પૃ.૪૨૬ થી ૪૨૮.) For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ બાહુબલી પણ રાજ્યના લોભથી પ્રેરાઈ સામસામે યુદ્ધ કરવા તૈયાર થયા. ... ૧૩૧૭ કોણિકે પણ તેવી જ રીતે રાજ્યના વારસદાર બનવા પોતાના જ પિતાને સ્વયં બાંધીને પાંજરામાં પૂર્યા. કવિ ઋષભદાસ કહે છે કે, હે જીવો ! તમે સૌ હવે કોણિક રાજાની કથા સાંભળો. ... ૧૩૧૮ દુહા ઃ ૬૬ કોણી રાજ કરઈ તેહી, જાત ન જાણે કાલ; ૨૪૩ પુણ્ય યોગિ પ્રશવઈ વલી, પામ્યો દીઠી બાલ. ... ૧૩૧૯ અર્થ : હવે કોણિકરાજા રાજગૃહી નગરીનો રાજ્યાધિકારી બન્યા. કોણિકરાજા પોતાની રાણીઓ સાથે સંસારના સુખો ભોગવતાં ન જાણે કેટલોય સમય વ્યતીત થઈ ગયો. કોણિકરાજાની રાણીને પુણ્યયોગથી પ્રસવ થયો. તેમણે પુત્ર(ઉદાયી)ને જન્મ આપ્યો. ન ... ૧૩૧૯ ઢાળ ઃ ૫૭ કોણિકને મળેલી સત્યદૃષ્ટિ વીર માતા પ્રીતિ કારણ એ દેશી. બાલનો જન્મ હુઉ તસિં, વધામણી તિહાં આવઈ; હારનિં ચીવર કંકણાં, કોણી રાય પહેરાવઈ. જન્મ મહોત્સવ કરિ પુતનો, હઈઈ હરખ ન માવઈ; મોહ ઘણો નૃપ પુતનો, અલગો નવિ રહિવઈ. એક દિન ભૂપ ભોજન કરઈ, બાલિક મુતરયો તિહારઈ; મૂત્ર લુહી જેમઈ ભૂપતી, હરખ બહુ મનમાં િં ચિલણા દુખ । ધરઈ મનિ ઘણું, કોણી કહઈ સુણો માઈ; પુત્રનો મોહ મુઝ અતિ ઘણો, જિમ નીર મછાઈ. કવિય કલોલ પઅ ગઉ તણું, ઈલ્લું રસ સહકાર; ચપલ નયણી બોલ બાલનાં, સગિં દુરભ નિરધાર. તેણિં મુઝ બાલ વાહલો સહી, વાહલું માતરું એહનું; એહનું વચન વાહલું સહી, તસ્યું નહીઅ જો કહેનં. ચેલણા કહઈ તુઝ નેહ કસ્યો, સાચો સ્વામિનિં હત; મિં તુઝ વનિ લેઈ નાખીઉં, બાર્ષિં આણીઉં પુત. કુમર તુઝ કર તણી અંગુલી, ચરણ આઉÜિ કરડી; તેહ પાકી પરૂ બહુ વહઈ, ઉઠઈ દેહ તું મરડી. તુંહ નાહનો ઘણી વેદના, વૈદું તિહાં નવિ ચાલઈ; તુંહ તો રોતો રહઈ વલી, આંગલી મુખિં ઘાલઈ. પરૂંઈ ખરડી તુઝ આંગલી, મુખિં કુણિ ઘલાય; (૧) ઢાળ – ૫૭-૫૮ની કથા : કથા પ્રબોધિકા, પૃ. ૧૬૨ થી ૧૭૬. For Personal & Private Use Only ૧૩૨૦ બા. ૧૩૨૧ બા. ... ૧૩૨૨ બા. ૧૩૨૩ બા. ... ૧૩૨૪ બા. ૧૩૨૫ બા. ૧૩૨૬ બા. ૧૩૨૭ બા. ૧૩૨૮ બા. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' સુગ થાય મુઝ અતિ ઘણી, એ તો મિં ન થાય. ... ૧૩૨૯ બા. મોહ ઘણો તુઝ બાપનંઇ, ઉપાડ્યો સુત તિહાંઈ; પર્મ ભરી તુઝ આંગલી, મુકતો મુખમાંહિ. .. ૧૩૩૦ બા. તુઅ રોતો સુત તિહાં રહયો, હોઈ આંગુલી ટાઢી; પર્અ ચાટઈ તુઝ તાતજી, નવિ આંગુલી કાઢી. ૧૩૩૧ બા. અસ્યો સનેહ તુઝ ઉપરિ, એહવું તિ નવિ થાય; કુમર તાહરા તણી આંગુલી, કાંઈ તિ ન ચટાય. ૩ર બા. સનેહ ઘણો તુઝ તાતનિ, તુઝ આપત રાજ; - ધીરય ખમી નવિ તું સકયો, કરયું એહ તિ કાજ. ... ૧૩૩૩ બા. કોણી કહઈ ગુલ લાડૂઆ, મુનિ મોકલ્યા કાંઈ; બીજા કુમર ખાઈ મોદિકા, ઘાલી ખાંડ તે માંહિં. ... ૧૩૩૪ બા. ઋષભ તિહાં માય સુતનિ કહઈ, એ તો મુઝ અપરાધ; તાનિ નેહ ધરતી સદા, ખવરાવિનિ ખાધ. .. ૧૩૩પ બા. અર્થ - કોણિકરાજા પાસે “પુત્રનો જન્મ થયો છે' એવી વધામણી લઈ દાસી જ્યારે આવી ત્યારે રાજાએ વધામણી આપવા આવેલી દાસીને હાર, વસ્ત્ર, કંકણ આદિ કિંમતી ભેટથી વિભૂષિત કરી. ... ૧૩૨૦ કોણિકરાજાએ પુત્રનો ભવ્ય રીતે જન્મ મહોત્સવ ઉજવ્યો. રાજાના હૈયે પુત્ર જન્મની ખુશાલીનો અતિ આનંદ હતો. કોણિકરાજાને પોતાના બાળક પ્રત્યે અપાર હેત હતું. રાજા આ બાળક વિના ક્ષણવાર પણ અળગા ન રહી શકતા. ... ૧૩૨૧ એક દિવસ કોણિકરાજા ભોજનકક્ષમાં ભોજન કરતા હતા. તેમના ખોળામાં (ડાબા સાથળ ઉપર)બાળક હતો. અચાનક બાળકે તે સમયે પેશાબ કર્યો. તેના છાંટા થાળીમાં ઉડયા. પુત્ર પ્રત્યેના અતિશય નેહને કારણે કોણિકરાજાએ થાળીમાંથી પેશાબ લૂછી લઈને આનંદિત મને પુનઃ ભોજન કર્યું. (મૂત્રથી આર્ટ બનેલું અન દૂર કરી તેજ થાળીમાં તેઓખાવા લાગ્યા) ... ૧૩૨૨ (કોશિકરાજા ખુશ હતા.) ચેલણા રાણીનું મન પતિના વિયોગથી ખૂબ દુઃખી હતું. કોણિકરાજાએ માતાને કહ્યું, “માતા! તમે સાંભળો. જેમ માછલીને પાણી સાથે અતિશય પ્રીત છે, તેમ મને મારા પુત્ર પ્રત્યે અતિશય સ્નેહ છે. .. ૧૩ર૩ કવિત, કવિજન, સમુદ્રની છોળો-મોજાં, ગાયનું દૂધ, ઈશુરસ, આંબો, આંખના પલકારા, બાળકોની કાલીઘેલી ભાષા સ્વર્ગલોકમાં મળવી મુશ્કેલ છે. .. ૧૩૨૪ તે કારણે મને મારો પુત્ર ખૂબ વહાલો છે. તેનું મૂત્ર પણ અશુચિ હોવા છતાં પ્રિયકર છે. મને મારા બાળકની કાલી ઘેલી ભાષા પ્રત્યે અનુરાગ છે. મારા જેટલો પ્રેમ કોઈ પિતાને તેના સંતાન પ્રત્યે ભાગ્યે જ હશે!” •.. ૧૩૨૫ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ચેલણા રાણીએ તરત જ કહ્યું, “પુત્ર!તારો સ્નેહ તો કાંઈ જ નથી (તને તારા પુત્ર ઉપર જેટલો પ્રેમ છે તે કરતાં અનેક ગણો પ્રેમ તારા પિતાને તારા ઉપર હતો.) તારા પિતાનો પ્રેમ સાચો પ્રેમ હતો. (એટલો પ્રેમ ભાગ્યે જ કોઈ પિતા પોતાના પુત્રને આપી શકે) મેંદુષ્ટ દોહદના કારણે તને વનમાં નખાવી દીધો. પુત્ર!તારા પિતાજી દોડીને તને વનમાંથી રાજમહેલમાં લાવ્યા. .. ૧૩ર૬ વત્સ! તારી કુમળી હાથની આંગળી મૂકડાએ કરડી ખાધી. તે (વચલી)આંગળી પાકી ગઈ. તેમાંથી ઘણું પરુ વહેતું હતું. તારું શરીર અતિશય વેદનાથી આમળાતું (મરડાતું) હતું. ... ૧૩૨૭ પુત્ર! તું નાનકડો બાળ હતો. આ વયમાં વેદની દવા કામ ન આવે. તું વેદનાથી સતત ચીસો પાડી રડતો રહ્યો. ત્યારે તારા પિતાએ તને ખોળામાં બેસાડી તારી પરુ ઝરતી આંગળી પોતના મુખમાં મૂકી. (જ્યાં સુધી મુખમાં આંગળી રાખતા ત્યાં સુધી તને ખૂબ શાંતિ થતી.) ... ૧૩૨૮ - વત્સ! તું વિચાર કર. આવી દુર્ગધી, પરુથી ખરડાયેલી આંગળી પોતાના મુખમાં કયો પિતા મૂકે? પુત્ર! મને તારા પ્રત્યે પ્રેમ હતો પણ તારી પરુવાળી આંગળી જોઈને મને ઘણી દુર્ગછા થઈ. તારા પિતાને અંશ માત્ર સુગ ન આવી. .. ૧૩૨૯ પુત્ર! તારા પિતાને તારા પ્રત્યે ખૂબ નેહ હતો તેથી તેમણે તેને પ્રેમથી ઉપાડી લીધો. તેમણે પરુ ભરેલી, દુર્ગધ મારતી આંગળી મોઢામાં મૂકી દીધી. ... ૧૩૩૦ પુત્ર! તું અસહ્ય પીડાથી રડતો જ રહ્યો. જ્યારે પરુ ચૂસાઈ ગયું ત્યારે તારી આંગળીની વેદના મટી ગઈ. તું રડતો શાંત થયો. વત્સ! તારા પિતાએ તારી પાકેલી આંગળીનું પરુ ચાટી લીધું પણ તારી આંગળી કાપી ન નાખી! ... ૧૩૩૧ વત્સ! તારા પિતાનો આવો નિઃરવાર્થભર્યો તારા ઉપર સ્નેહ હતો. તેવો પ્રેમ તારી પાસે નથી. પુત્ર! તારાથી આવી પરુ ભરેલી આંગળી નહીં ચટાય. ... ૧૩૩૨ વત્સ! તારા પિતાનો તારા ઉપર અપાર પ્રેમ હતો. (આવો પ્રેમ તું નહીં કરી શકે, તેઓ તને અવશ્ય રાજ્ય સોંપવાના જ હતા. તું થોડી પણ ધીરજ ધરી ન શક્યો. તારી અધીરાઈના કારણે તે જન્મદાતા પિતાને જેલમાં પૂરી અકૃત્ય કર્યું.” ... ૧૩૩૩ કોણિકરાજાએ માતાને પૂછયું, “માતા! પિતાજીએ મને ગોળના લાડુ મોકલાવ્યા? જ્યારે બીજા રાજકુમારોને ખાંડવાળા ઘીથી લથપથ મોદક આપ્યા. આવો પક્ષપાત શા માટે?' (ચેલણારાણીએ ખુલાસો કરતાં કહ્યું, “હે મૂઢ ! તું પિતાનો દ્વેષી છે એવું જાણી મેં તને ગોળના મોદક મોકલ્યા હતા.)'... ૧૩૩૪ કવિ ઋષભદાસ કહે છે કે, માતાએ પુત્રને કહ્યું, “પુત્ર! એ તો મારો દોષ છે. તારા પિતાને સૌથી વધુ પ્રેમ તારા ઉપર જ રહ્યો છે. તેઓ તને જમાડીને પછી જ જમતા હતા.' ...૧૩૩૫ દુહા ઃ ૬૭ કોણિકનો પશ્ચાતાપ જનુની વચને જાગીઉં, કહઈ મુઝ ધિગ અવતાર; જેણિ પિતાઈ પાલીઉં, તે સિર કરૂં પ્રહાર. •.. ૧૩૩૬ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' • ૧૩૪૧ અંબે લહી ઉછેરીઉં, હવો તે વિષનો છોડ; સુત ફીટી વયરી થયો, તાત ન પોહતું કોડ ... ૧૩૩૭ માતા માન રંજિઉં નહી, પીતા ન પૂજયા ચર્ણ; જન્મ ગયો આલિં વહી, જિમ વનિ ચરતા હરણ. •.. ૧૩૩૮ હરણ ભલો જે ગુણ બહુ, આવઈ દેહી કામિ; કૃતધન ભુંડો બેહુ ભવિ, પુજ ન એકઈ ઠામિ. ...૧૩૩૯ સેચનક હસ્તિ પરિ કર્યું, સીહ સરીખો રાય; આંખિકીધો દેખતો, તેહ જ વેદનિ ખાય. . ૧૩૪૦ પાયું રગત નિજ નારિનિં, દીધું મંશ નિજ કાય; નારિ નર જલિ નાખીઉં, કૃતઘન સુકુમાલિકાય. હું કૃતઘન હુઉં તસ્યો, પિતાનો મારણહાર; અપજસ જગમાં વિસ્તરો, પરભાવિ નહી જયકાર. .. ૧૩૪૨ શ્રેણિક પિતાનિ છોડવું, આપું પાછું રાજ; દુખિં ઉછેરયો દિકરો, ફલ દેખાડું આજ. ... ૧૩૪૩ અર્થ:- ચેલણા માતાના વચનોથી કોણિકરાજા જાગૃત થયા. તેમને પોતાના નીચ કૃત્ય બદલ પ્રશ્ચાતાપ થયો. તેમણે તરત જ માતાને કહ્યું, “હે માતા! ધિક્કાર છે મારા જેવા પિતૃદ્રોહી પુત્રને! હું કેવો અધમાધમ છું. જે પિતાએ મને જીવન આપ્યું તેમના જ મસ્તકે મેં પ્રહાર કર્યા. ... ૧૩૩૬ તેમણે મને આંબાના વૃક્ષની જેમ નેહપૂર્વક માવજત કરી ઉછેર્યો પરંતુ હું લીમડાના વૃક્ષ જેવો કડવો થયો. હું પુત્ર મટીને વૈરી-શત્રુ બન્યો. મેં વૃદ્ધાવસ્થામાં પિતાની કોઈ અભિલાષાઓ પૂર્ણ ન કરી.... ૧૩૩૭ મેં જન્મદાતા માતાનું મન પ્રફુલ્લિત ન કર્યું તેમજ પિતાજીના ચરણ પણ ન પૂજ્યા. હું મારું કર્તવ્ય ભૂલ્યો છું. વનમાં ભટકતા હરણની જેમ મારું જીવતર નિરર્થક ગયું. .. ૧૩૩૮ અરે ! વનમાં રહેતો હરણ પણ મારા કરતાં શ્રેષ્ઠ છે. તેનો દેહ બહુ ગુણકારી હોવાથી ઘણાં કાર્યોમાં ઉપયોગી થાય છે, જ્યારે હું તો કૃતની અને નાલાયક છું. આ ભવ અને પરભવ બંને ભવ હારી ગયો છું. હું અપજશનો ધણી બન્યો છું. ... ૧૩૩૯ હું સર્વત્ર ધિક્કારને પાત્ર બન્યો છું. મેં સેચનક હાથીની જેમ જીવન આપનારનું જીવન છીનવી લઈ કૃતજ્ઞતા કરી છે. મારા પિતા સિંહ સમાન શૂરવીર રાજા છે. જેણે મને આંખો આપી દૃષ્ટિ આપી તે પિતારૂપી વૈદ્યને જ હું ભરખી ગયો. (મારા જેવો અધમ કોણ હશે?) ... ૧૩૪૦ જે પતિએ પોતાની વહાલી પત્નીને પોતાના શરીરનું લોહી પીવડાવ્યું તેમજ માંસ ખવડાવ્યું તે જ પત્નીએ વિશ્વાસઘાત કરી પોતાના પતિને પાણીમાં ધક્કો માર્યો. તે કૃતળી સ્ત્રી સુકુમાલિકા હતી... ૧૩૪૧ હું પણ તેવો જ કૃતની છું. હું પિતાનો મારણહાર બન્યો છું. મારા થકી જગતમાં અપશય વિસ્તૃત For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ••• ૧૩૪૪ થયો છે. મને પરભવે પણ અપયશ જ મળશે. મારા નામનો કોઈ જયજયકાર નહીં કરે. ... ૧૩૪૨ માતા ! હવે હું ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જલ્દીથી પિતાને મુક્ત કરું છું. હું તેમનું રાજ્ય તેમને પાછું સોંપીશ. જે પિતાએ દુઃખમાં મને શાતા પમાડી, ઉછેરી મોટો કર્યો છે, તેમને હું આજે પુત્રનું કર્તવ્ય નિભાવી અવશ્ય ફળ બતાવું. ... ૧૩૪૩ ઢાળઃ ૫૮ મગધાધિશનું અવસાન જીવ જાત્ય જાત્યમાં ભમતો એ દેશી. રાગ ઃ સોમેરી. શ્રેણિકનિ મુકવા જાય રે, અને અધવચિં મુકઈ રાય; લીધી અડગલા લોહ ઉપાડી રે, ભાજી પાંજર લાવું કાઢી. આવ્યો લોહ દંડનિ લેઈ રે, શ્રેણિક સેવક જંપેઈ; કાંઈ કારણ કહિઉં ન જાવઈ રે, લોહ દંડ લેઈ સુત આવઈ. ... ૧૩૪૫ સુણી બીહનો શ્રેણિક તિહારઈ, આગિ માર નાડીનો મારઈ; નખમાઈ દંડનો પ્રહારો રે, વિષ વાવેરીઉં તેણી વારો. ... ૧૩૪૬ મરણ પામ્યો શ્રેણિક રાય રે, કોણી રોતો મંદિર જાય; લાગો ચિલણા નઈ પાય રે, વહઈ તાતનો મિં ન ખમાય. .. ૧૩૪૭ ધરઈ નર શોક અપાર રે, ન કરઈ નૃપ રાજાની સાર રે; ન ધરઈ ચીવર હથીઆર રે, ન કરઈ નર સબરો આહાર. ... ૧૩૪૮ વારઈ કોણી કેરા ભ્રાતો રે, નહી જીવઈ મુઉં હવ તાત; જિન ચક્રીની એ વાટો રે, ગૃપ મુકો તુમે ઉચાટો. ... ૧૩૪૯ મુગતિ પંથ અભવિ ન પાવઈ રે, સિધ મુકિત થકી અહીં ના વઈ; હરી સુરગતિ કહીઈ ન હોયો રે, તિમ મુઉ ન જીવઈ કોયો. ... ૧૩૫૦ તુમે અતિ ઉપગાર કરવા રે, ધાયા નૃપનિ તુમ્યો છોડેવા; ભલું કરતાં ભુંડું થાય રે, તિહાં વાંક કસ્યો તુમ રાય. .. ૧૩૫૧ એ સમઝાવઈ પરધાનો રે, નૃપ કીજઈ હઈડઈ જ્ઞાનો; આવ્યો શ્રેણિક આયુનો આંકો રે, કહઈ ઋષભ નહી નૃપ વાંકો. ... ૧૩૫ર અર્થ - કોણિકરાજા વિહ્વળ હૃદયે પિતાને છોડાવવા દોડયા. તેમણે ભોજન અધવચ્ચે જ છોડી દીધું. તેમણે હાથમાં લોખંડની અર્ગલા લીધી. “આ લોખંડની અર્ગલાથી કાષ્ટનું પાંજરું તોડી પિતાજીનાં સર્વ બંધનો છેદી તેમને હું મુક્ત કરું.' ... ૧૩૪૪ કોણિકરાના હાથમાં લોહદંડ લઈને દોડતા કારાવાસ તરફ આવ્યા ત્યારે મહારાજા શ્રેણિકના પૂર્વના પહેરગીરોને અજંપો થયો. સેવકે મહારાજાને ચેતવણી આપતાં કહ્યું, “મહારાજ! તમારો પુત્ર કોણિક (યમરાજની જેમ) લોહદંડ લઈને આ તરફ દોડતો આવે છે. શું કારણ હશે તે કાંઈ કહી ન શકાય. કોઈ અનર્થ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' થવાનું છે.” ... ૧૩૪૫ મહારાજા શ્રેણિક સેવકની વાત સાંભળી ગભરાઈ ગયા. તેમણે વિચાર્યું, કોણિકે પ્રથમ કોરડાનો માર મરાવ્યો. શું હવે તે દંડથી મારશે? કોરડાનો માર પણ હવે મારાથી સહન થતો નથી તો લોખંડના દંડનો પ્રહાર મારાથી શી રીતે સહન થશે. (હું તેને પિતૃઘાતક નહીં બનવા દઉં). તેમણે આ પ્રમાણે વિચાર કરી પોતાના હાથમાં પહેરેલી વીંટીમાં જે તાલપુટ વિષ (હીરાકણી)હતું તે ચૂસી લીધું. ... ૧૩૪૬ મહારાજા શ્રેણિકનું મૃત્યુ થયું. (કોણિકરાજાને ખૂબ અફસોસ થયો. પિતાના પાર્થિવ દેહને જોઈ છાતીફાટ રુદન કર્યું.) કોણિક રાજા રડતાં રડતાં રાજમહેલમાં પાછા આવ્યા. તેમણે ચેલણા માતાને વંદન કરી રુદન કરતાં કહ્યું, “હે માતા! મારા પિતાજીનું મૃત્યુ થયું છે. તેમનો વિરહ અસહ્ય છે'' ... ૧૩૪૭ કોણિકરાજાના શોકનો કોઈ પાર ન હતો. (કોણિકરાજાએ રાજ્યની દેખભાળ-સંચાલન કાર્ય છોડી દીધું.) તેમણે પોતાના દેહની સાર સંભાળ કરવાનું પણ છોડી દીધું. તેમણે સુંદર વસ્ત્રો અને આભૂષણો છોડયાં. તેમણે રાજાને યોગ્ય તલવાર આદિ શસ્ત્રો પણ ધારણ ન કર્યા. તેમણે સુંદર, પૌષ્ટીક આહાર છોડયાં. (પિતાના અકસ્માત મૃત્યુથી આઘાત લાગતાં કોણિકરાજાની મનઃસ્થિતિ નાજુક બની.)... ૧૩૪૮ કોણિકરાજા સદા શોકમગ્ન રહેવા લાગ્યા ત્યારે તેમના બીજા ભાઈઓને તેમને દિલાસો આપતાં કહ્યું, “ભ્રાતા! જે બનવાનું હતું તે બની ગયું. પિતાજીનું મૃત્યુ થયું છે. તેઓ હવે જીવતા નહીં થાય. જિનેશ્વર ભગવંતો અને નરવીર એવા ચક્રવર્તીઓ પણ આ માર્ગે જાય છે. (અર્થાત્ જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે.) તમે હવે શાંત બનો, મનમાં ઉચાટ (ખેદ) ન કરો. .. ૧૩૪૯ અભવીને કદી મુક્તિ પ્રાપ્ત ન થાય. સિદ્ધ ભગવંતો કદી મુક્તિશિલા ઉપરથી પાછા ન આવે દેવ મરીને ફરી દેવગતિ પ્રાપ્ત ન કરે, તેમ મૃત્યુ પામેલા પ્રાણીઓ કદી જીવતાંન થાય. ... ૧૩૫૦ ભ્રાતા!તમે પિતા ઉપર ઉપકાર કરવા માટે તેમને છોડાવવા દોડયા હતા પરંતુ ભલું કરવા જતાં ભૂરું થયું. તેમાં મોટાભાઈ તમારો શું દોષ?'' ... ૧૩પ૧ કોણિકરાજાને તેમના પ્રધાન મંત્રીઓએ સમજાવતાં કહ્યું, “રાજનું! તમે હૃદયમાં વિવેક ધારણ કરો. તમારા પિતાનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હતું તેથી તેમનું મૃત્યુ થયું છે. કવિ ઋષભ કહે છે, તેમાં રાજા કોણિકનો કોઈ ગુનો નહતો. ... ૧૩પર દુહા : ૬૮ વાંક તુમારો નહી કસ્યો, ચિંતિઉં કરઈનકોય; નિસિ ભાવટ લઈ નહી, હોનારું તે હોય ... ૧૩૫૩ અર્થ - પ્રધાનમંત્રીએ કહ્યું, “રાજન! તમારો કોઈ અપરાધ નથી. તમે કોઈ જાતની ચિંતા ન કરો. નિશ્ચયથી ભાવિને કોઈ બદલી શકતું નથી. જે થનારું હોય તે થઈને જ રહે છે.” .. ૧૩પ૩ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ •. ૧૩૫૪ • ૧૩૫૫ જે. ... ૧૩૫૬ જે. ૧૩૫૭ જે. .. ૧૩૫૮ જે. ઢાળઃ ૫૯ નિયતિની પ્રધાનતા તુંગિયાગિરિ એ દેશી. રાગ : પરજીઉં જે હોનારું તે જ હોય, ઉદ્યમ તે વિવહાર રે; દેવશર્માનિ મલ્યો ગૌતમ, તોહઈ કીટ અવતાર રે. જે હોનારું તે હોઈ.... આંચલી. પનરસિં પરીવાર સાથિં, મુંકઈ રાજ જમાલ રે; વિર હાર્થિ લઈ દીક્ષા, ન છૂટો જાંજલ રે. ગોસાલઈ જિન વીર બાલ્યો, બેઠી પરષદા બાર રે; સુર સકલ તે રહ્યા રે જોઈ, ચાલિઉ નહી લગાર રે. ગજસુકુમાલતૂ સીસ બાલી, બારીઈ વહી જાય રે; આવીઉં હરી તેહ વાર્ટિ, સોમલ મુઉં તેણઈ ઠાય રે. કછ મહાકછ દૃઢ થઈનિ, લીઈ સંયમ ભાર રે; ઋષભ સાથિ નવિ રહ્યા અંતિ, પડયા ચ્યાર હજાર રે. જરાકુમાર વનિ ગયો નાસિ, કુણ કરઈ હરી ઘાત રે; તો તેણઈ વનિ કૃષ્ણ આવ્યો, મારયો બાëિ ભાત રે. દ્વારાવતી મદિ થકી બલસઈ, તેણેિ નખાવી તેહ રે; અંતિ ટાલી તેહ ન સકયા, અવશ્ય ભાવી એહ રે. આદ્રકુમાર નંદીષેણ નીકલી, છતાં ઠંડી ભોગ રે; થોડઈ કામિં પડયા પાછા, ન છૂટઈ કર્મ રોગ રે. હનુ ગયો સુધિ સીત કાર્જિ, લેઈ ન આવ્યો આહિં રે; મુઝ રાવણ પુરૂષ બીજા, કરયો અનરથ કાંય રે. સીદ ગયા વીર વિભા પાટણિ, ઉદાઈ સંયમ કાજિ રે; ચઉદસિં મુનિ મુઆ વાટિ, નોહઈ નિશ્ચય તાય રે. દઈ દેસના વીર જિણવર, ન બુઝઈ એક જંત રે; અવશ્ય ભાવી કો છૂટઈ, કહ્યું કરઈ ભગવંત રે. કોણી તાતનિ ગયો છોડણિ, જાણ્યું આપું રાજ રે; સરજયા વિના સુખ નહઈ નિશ્ચય, તજો શોક મહારાજ રે. ભ્રાત મંત્રી મલી વારઈ, ન મુંકઈ નૃપ ખેદ રે; તામ મંત્રી બુધિ કરતાં, કહઈ 2ષભ તુમ ભેદ રે. •.. ૧૩૫૯ જે. .. ૧૩૬૦ જે. .. ૧૩૬૧ જે. ૧૩૬ર જે. ૧૩૬૩ જે. . ૧૩૬૪ જે. ... ૧૩૬૫ જે. ... ૧૩૬૬ જે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ અર્થ :- “હે રાજન્ ! ભાવી ભાવને કોણ મિથ્યા કરી શક્યું છે. જે થવાનું હોય તે થાય જ છે. નિયતિ એ નિશ્ચય ધર્મ છે. ઉદ્યમ એ વ્યવહાર ધર્મ છે. ગૌતમ સ્વામી દેવશર્માને પ્રતિબોધવા ગયા તેથી પરમાત્મા પ્રત્યેની રાગની ગાંઠ તૂટી. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જીવન સાર્થક થયું.’’ ... ૧૩૫૪ ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલીએ ૧૫૦૦ વ્યક્તિઓ સાથે રાજપાટ આદિ સંસારની ૨૫૦ જંજાળ છોડી પરમાત્મા પાસે દીક્ષા લીધી; પરંતુ હ્રદયમાંથી મિથ્યાત્વની જાંજળ ન છૂટી. ૧૩૫૫ (ભગવાન મહાવીર સ્વામીનો છદ્મસ્થ કાળનો શિષ્ય) ગોશાલક, જેણે ભગવાન મહાવીર સ્વામી ઉપર તેજોલેશ્યા છોડી. ત્યારે બાર પ્રકારની પર્ષદા બેઠી હતી, છતાં કોઈ કાંઈ ન કરી શક્યા. સર્વ શક્તિશાળી દેવો આ દશ્ય જોતા રહ્યા. તેમનું પણ અંશમાત્ર (જોર) ન ચાલ્યું. ૧૩૫૬ ‘ગજસુકુમારના મસ્તકે અંગારા મૂકી સોમિલ બ્રાહ્મણ સ્મશાનની બહાર ચાલ્યો ગયો. ત્યારે તેને રસ્તામાં શ્રી કૃષ્ણ મહારાજ સામે મળ્યા. તેમને જોઈને દંડના ભયથી ગભરાઈ સોમિલ બ્રાહ્મણનું તે સ્થળે જ મૃત્યુ થયું. ૧૩૫૭ કચ્છ અને મહાકચ્છ રાજઓએ ઉત્કૃષ્ઠ ભાવે, દઢતાપૂર્વક ભગવાન ઋષભદેવ સાથે પાંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. અણગાર ધર્મના કષ્ટો સહન ન થવાથી તેઓએ ભગવાન ઋષભદેવનો સાથ છોડી દીધો. ભગવાન ઋષભદેવ સાથે દીક્ષિત થયેલા ૪૦૦૦ શ્રમણો ગચ્છથી છૂટા પડયા. ૧૩૫૮ (દ્વારિકા નગરીના નાશમાં પોતે નિમિત્ત બનશે એવું જાણી) જરાકુમારે વનમાં જઈને વસવાટ કર્યો છતાં શ્રી કૃષ્ણ વાસુદેવની ઘાત કોણે કરી ? અરે ! કર્મસંયોગે તે જ વનમાં શ્રી કૃષ્ણ વાસુદેવ આવ્યા. તેઓ ભ્રાતા જરાકુમારના બાણથી વિંધાયા. (ભાઈથી ભાઈનું મૃત્યુ થયું.) ૧૩૫૯ દ્વારકા નગરી મદિરાના વ્યસનથી બળશે; એવું તીર્થંકર પરમાત્મા નેમનાથના મુખેથી સાંભળીને મદિરાને નગરની બહાર ખાઈમાં નંખાવી. (આટલા ઉપાયો કરવા છતાં)અંતે દ્વારકા નગરીનું દહન કોઈ ન ટાળી શક્યું. નિયતિમાં અવશ્ય એવું જ હતું. ૧૩૬૦ ... (૧) દેવશર્મા : ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામીને અત્યધિક રાગ હતો. પોતાનાથી લઘુ-શ્રમણોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે જોઈને તેમણે ભગવાનને પૂછ્યું, “બંન્ને! મને કેવળજ્ઞાન કેમ ન થયું?'' ભગવાને કેવળજ્ઞાનની અનુપલબ્ધિનું કારણ દર્શાવતાં કહ્યું,‘ગૌતમ! ચિરકાળથી તું મારા સ્નેહમાં બંધાયેલો છે. અનેક દેવ અને મનુષ્યનાં ભવમાં આપણે સાથે રહેતા હતા. અહીંનું આયુષ્ય પૂર્ણ કરી આપણે બંને એક જ સ્થાને જઈશું.'' પ્રભુનું સમાધાન મેળવી ગૌતમ સ્વામી આહ્લાદિત થયા. પરિનિર્વાણ પૂર્વે ભગવાને તેમને પાસેના ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ આપવા મોકલ્યા. સંધ્યા થવાથી તેઓ ત્યાં જ રોકયા. જ રાત્રે ભગવાન નિર્વાણ પધાર્યા. ગૌતમ સ્વામી મોહનો ત્યાગ કરી શુક્લધ્યાનની સીડીએ ચડ્યા. તેમણે ઘાતી કર્મના પડળો ચીરી નાખ્યા. કારતક અમાવાસ્યાની મધ્ય રાત્રિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ તેથી તે દિવસને ગૌતમ પ્રતિપદા (પડવો) અથવા નૂતન વર્ષ કહેવાય છે. (શ્રી કલ્પસૂત્ર, પૃ. ૨૨૧, ૨૨૨) (૨) જમાલી મુનિ : ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૮, પૃ.૧૩૯) (૩) ગોશાલક : ભવભાવના પ્રક૨ણ : ભાગ – ૨, પૃ. ૨૨૨ થી ૨૨૫. (૪) ગજસુકુમાર : ભરહેસરની કથાઓ, પૃ. ૬૭, ૬૮. (૫) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૮, સર્ગ-૧૧, પૃ. ૪૧૧. For Personal & Private Use Only ... Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ આદ્રકુમાર અને નંદીષેણ બંને રાજકુમારો પુષ્કળ સંપત્તિ અને વિષયભોગોની સુવિધાઓ મળવા છતાં તેને સ્વેચ્છાએ છોડી સંયમ રવીકાર્યો હતો. તેઓ અલ્પ વિષય ભોગોમાં આસક્ત બની સંયમને હારી ગયા. ખરેખર!નિકાચિત કર્મ રોગથી મુક્ત થવું દુર્લભ છે. ... ૧૩૬૧ રામના પરમભક્ત હનુમાનજી સીતાજીને શોધવા માટે લંકામાં ગયા હતા, છતાં આશ્ચર્ય એ છે કે સીતાજી તેમને ન મળ્યા અને રાવણ સાથે યુદ્ધ થયું. એમાં ઘણો અનર્થ થયો પરંતુ જે થવાનું હોય તે થાય છે. (અર્થાત્ રામ અને રાવણનું સીતાજી માટે યુદ્ધ થવાનું હતું તે નિયત હતું.) ... ૧૩૬૨ નહીં તો પરમાત્મા વીર પ્રભુ ઉદાયનને દીક્ષા દેવા વિતિભય પાટણ નગરીમાં શા માટે ગયાં? માર્ગમાં ચૌદ મુનિઓ કાળધર્મ પામ્યાં. નિશ્ચયથી નિયતિમાં તેમજ નિર્ધારિત હતું. ... ૧૩૬૩ ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થતાં તેમણે દેશના આપી. તેમની પ્રથમ દેશનામાં એક પણ જીવ બોધ ન પામ્યા. (તીર્થકરની દેશના કદી ખાલી ન જાય) નિયતિને કોણ બદલી શકે છે? અરિહંત પરમાત્મા પણ શું કરે? (નિયતિને બદલવા અરિહંત પરમાત્મા પણ સમર્થ નથી.) ... ૧૩૬૪ કોણિક રાજા પોતાના પિતાને બંધનમાંથી મુક્તિ અપાવવા ગયા. તેમને થયું હું મારા પિતાનું રાજ્ય પાછું સોંપી દઉં પરંતુ ભાગ્ય વિના નિશ્ચયથી સુખ પણ ક્યાંથી મળે? તેથી હે રાજનું! તમે હવે મહારાજા શ્રેણિકનો શોક છોડી, સ્વસ્થ બનો." ... ૧૩૬૫ કોણિકરાજાને તેમના ભાઈઓ અને મંત્રીઓએ ઘણા સમજાવ્યા પરંતુ કોણિકરાજાનો શોક કોઈ રીતે ઓછો ન થયો. (અત્યંત શોકથી રાજાનું મૃત્યુ થશે એવી આશંકાથી) રાજા પુનઃ રવસ્થ બને તે હેતુથી મંત્રીઓએ એક યુક્તિ કરી. કવિ ત્રષભદાસ તેનો ભેદ તમને કહે છે. ... ૧૩૬૬ દુહા ઃ ૬૯ શોગનિવારણ કારર્ણિ, મંત્રી બુધિ કરંત; ત્રાંબા પત્ર અણાવતાં, અક્ષર લેખ લખત. ... ૧૩૬૭ અર્થ - કોણિકરાજાનો વિષાદ દૂર કરવા માટે મંત્રીઓએ એક ઉપાય શોધ્યો. તેમણે જીર્ણ તામ્રપત્ર મંગાવ્યું. આ તામ્રપત્ર ઉપર અક્ષરો કોતરાવી લેખ લખાવ્યો ૧૩૬૭ ઢાળ ઃ ૬૦ ચંપાપુરીમાં વસાહત સાસો કીધો સામલિઈ એ દેશી. લખી લેખ આપ્યો રાજાનિ, વાંચ્યો ભૂપતિ તેહ; પિતા દિવંગત હોઈ જેહનો, પિંડિ દાન સુત દેહ; ૧૩૬૮ એકોતર સો પરીઆ કેરો, હોઈ ઈમ ઉધાર; એ મારગ બેટાઈ સાચવવો, જિમ હોય જય જય કાર. ... ૧૩૬૯ (૧) ચંપાનગરી અંગ દેશની રાજધાની હતી. અત્યારે ભાગલપુરથી ત્રણ માઈલ દૂર પશ્ચિમમાં છે. ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી ઘણીવાર પધાર્યા હતા. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨પર કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' મંત્રી કહેણી થકી રાજાંઈ, પિંડ દાન તિહા દેઈ; શોક નિવારણ કાજિં ભૂપઈ, રાજન પોષ કરેઈ. • ૧૩૭૦ રાજગૃહીમાં રહઈતાં રાજા, અંગિં આશાતા હોઈ; શ્રેણિક સોય સભાનિ દેખી, કોણી રાજા રોઈ. . ૧૩૭૧ કહઈ વાસો એક નગરી બીજી, જુઈ ભોમી નર ત્યાંહિં; ચંપક ઉપરિ ચાસ બેઠો, પડઈ ભખ્ય મુખમાંઈ. ૧૩૭૨ સૂત્રધાર સહુ મિલી વિચારઈ, બેઠો ચાસ ભ લેહ; દેસ દેશના રાજા આવી, નૃપનિં આંય નમેહ.. •.. ૧૩૭૩ તવ તિહાં ચંપાનગરી, ગઢ મઠ મંદિર પોલિં; ચોરાસી ચોટાં તિહાં કીધાં, હાટ તણી તિહાં બહુલી. - ૧૩૭૪ રાજ કરઈ તિહાં કોણી રાજા, નહી નૃપ અકર અન્યાય; એણઈ અવસરિ તિહાં જિનવર આવ્યા, નરપતિ વંદનિ જાય. ... ૧૩૭૫ ગજ રથ ઘોડા બહુ સિણગારયા, પાયકનો નહી પાર; ઢોલ દમાંમાં ઘણી ન ફેરી, ભંભા ભેરી સાર. .. ૧૩૭૬ અભિગમ દસ તિહાં સાચવતો, સચિત વસ્ત છાંડેઈ; ભૂષણ ચીવર નીરમલ રાખઈ, મન એકાંત કરેઈ. .. ૧૩૭૭ એક સાઢીઉં ઉતરાસણ ઘાલઈ, કર જોડઈ જિન દેખી; ચામર છત્ર ખડગનિ વાણહી, મુંડઈ મુગટ ઉવેખી. ... ૧૩૭૮ ત્રણ્ય પ્રદક્ષણા દેઈનિ વંદઈ, સુણઈ દેસના સાર; ઋષભ કહઈ કોણી રાજા, પૂછઈ એક વિચાર. ... ૧૭૭૯ અર્થ - મંત્રીઓએ તામ્રપત્ર ઉપર લેખ લખીને કોણિકરાજાને આપ્યો. રાજાએ તે લેખ વાંચ્યો. તે લેખમાં લખ્યું હતું કે, “જેના પૂર્વજો દિવંગત થયા છે, તેમના પુત્રો વડીલોને પિતૃ તર્પણ (પિંડદાન) આપે છે. (પુત્રના પિંડાદિક મૃત પિતા મેળવી શકે છે.)' ... ૧૩૬૮ પિતૃતર્પણ આપવાથી તેમની ઈક્કોતેર(૭૧) પેઢીઓનો ઉદ્ધાર (સદ્ગતિ) થાય છે. આ કાર્ય ફક્ત પુત્ર જ પરંપરાથી સાચવે છે. તેમ કરવાથી કુળની યશ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ વધે છે તેમજ તેનો સર્વત્ર જય જયકાર થાય છે. ... ૧૩૬૯ કોણિકરાજાએ મંત્રીઓના કહેવાથી પોતાના પિતાને સંતુષ્ટ કરવા પિંડદાન આપ્યું. પિતાની યાદોને ભૂલવા તેમજ શોકનું નિવારણ કરવા કોણિકરાજાએ રાજધાનીની સ્થાપના બીજી જગ્યાએ કરવાનો વિચાર કર્યો. ...૧૩૭૦ રાજગૃહી નગરીમાં રહેવાથી કોણિકરાજાને સતત પિતાની યાદ આવતી હતી તેથી તેમનું મન For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ચિંતાતુર રહેતું હતું. મહારાજા શ્રેણિકની રાજસભા જોઈ પિતૃશોકથી સંતપ્ત તેમનું દિલ રડી પડતું... ૧૩૭૧ કડવી વાતોને ભૂલવા માટે કોણિકરાજાએ મંત્રીઓને કહ્યું, “એક સુંદર જગ્યા જોઈને બીજી નગરી વસાવો.” મંત્રીઓએ(વાસ્તુવેત્તાઓની મદદથી) ઉત્તમ ભૂમિ શોધી કાઢી. તેમણે એક સ્થાને અદ્ભુત રમણીય વિશાળ પત્ર લતાવાળું ખીલેલું સુગંધી ચંપક પુખ જોયું. તેના ઉપર ચાસ પક્ષી બેઠું હતું. તેના મુખમાં ભક્ષ્ય સામેથી આવીને પડતું હતું. ...૧૩૭ર આ જોઈને સૂત્રધારે વિચાર્યું, ‘આ ચાસ પક્ષી અહીં બેઠો બેઠો નિરાંતે ખાય છે તેવી જ રીતે દેશપરદેશના રાજાઓ પણ અહીં આવી કોણિકરાજાને નમન કરી તેમની આજ્ઞામાં રહેશે.) આ રાજા પણ બેઠાં બેઠાં સંપત્તિ મેળવશે. ચંપક વૃક્ષના નામથી ચંપાપુરી નગરી કહેવાઈ. ...૧૩૭૩ કોણિકરાજાએ રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં વસવાટ કર્યો. તેમણે ચંપાનગરીને રાજધાની બનાવી. ચંપાનગરીને ફરતો કોટ (ગઢ) હતો. આ નગરીમાં સાધુઓને રહેવાના તથા વિદ્યાના સ્થાનો તરીકે મઠ હતા. આ નગરીમાં ઘણાં મંદિરો અને પોળો હતી. ત્યાં ચોર્યાસી (૮૪) જેટલી બજારો અને બહુલ સંખ્યામાં દુકાનો-હાટો હતી. ... ૧૩૭૪ આવી વૈભવશાળી નગરીમાં કોણિકરાજા રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં કરવેરો ન હતો. વળી કોઈને દંડના પ્રહાર જેવી શિક્ષા પણ ન અપાતી. એકવાર ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીમાં પધાર્યા. ચંપાપતિ કોણિકરાજા તેમના અંતઃપુર સાથે મહાવીર પ્રભુને વંદન કરવા ગયા. ... ૧૩૭૫ તેમની સાથે શણગારેલા ઘણા ગજ, રથ અને અશ્વો તેમજ અપાર પાયદળ હતું. તેઓ ઢોલના ગડગડાટ, નોબતના સૂર, ભંભા તેમજ ભેરી જેવા મુખવાદ્યોના સૂર સાથે ચતુરંગી સેના સહિત પ્રભુનાં દર્શન કરવા ગયા. ... ૧૩૭૬ રાજાએ પ્રભુને વંદન કરવા જતાં દસ અભિગમ (શ્રાવકના શિષ્ટાચાર) સાચવ્યા. ૧) સચેત વસ્તુનો ત્યાગ કર્યો. ૨-૩) વસ્ત્ર- આભૂષણ શુદ્ધ અને નિર્મળ રાખ્યા. ૪) મનની એકાગ્રતા કરી. ...૧૩૭૭ ૫) ખભે ઉત્તરાસન રાખ્યું (જેથી મુખ પર રાખી તીર્થંકર પરમાત્મા સાથે વાર્તાલાપ કરી શકાય.) ૬) તીર્થંકર પરમાત્માને જોઈને તેમણે બે હાથ જોડી વંદન કર્યા. ૭-૮) છત્ર, ચામર, તલવાર, પગરખાં અને મુગટ એ પાંચ રાજચિહનો ત્યાગ કર્યો. ... ૧૩૭૮ ૯) જિનેશ્વર દેવને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યા. ૧૦) એકાગ્ર ચિત્તે પ્રભુની દેશના શ્રવણ કરી. કવિ ઋષભદાસ કહે છે કે કોણિકરાજાએ પોતાના સંશયનું નિવારણ કરવા ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂગ્યો. ... ૧૩૭૯ દુહા ઃ ૭૦ પૂછઈ પ્રેમિં વીરનિં, શ્રેણિકનો અવદાત; પિતા સનેહ મુઝ ઉપરિ, મિં કિમ દૂહવ્યો તાત. (૧) દસ અભિગમ : શ્રી ઉવવાઈ સૂત્ર, વિભાગ - ૧, પૃ. ૧૦૧. ૧૩૮૦ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” ••• ૧૩૮૯ ••• ૧૩૮૪ અર્થ :- કોણિકરાજાએ ભગવાન મહાવીર સ્વામીને પોતાના પિતાના સંદર્ભમાં પ્રશ્ન પૂછયો, “હે દેવાધિદેવ! મારા પિતાને મારા પ્રત્યે અત્યંત પ્રેમ હોવા છતાં મેં તેમને શા માટે દુભવ્યા?” ... ૧૩૮૦ ચોપાઈઃ ૧૫ મહારાજા શ્રેણિકનો પૂર્વભવ – સુમંગલ રાજા વીર કહઈ મુઝ સુણો કથાય, વસંતપુરિ સુમંગલા રાય; સેચનગ તાપસ તિહાં કણિ જેહ, માસખમણ એક પચખઈ તેહ. .. ૧૩૮૧ સુમંગલ રાઈ નોહતરયો, પારણા વેલા તે વિસરયો; માસખમણ તેણેિ બીજું કરવું, તપ વાળો એમ મનમાં ઘરિઉં. ... ૧૩૮ર રાય તણાઈ સાંભરીઉં જામ, તપસીનિ તેડાવ્યો તામ; તાપસ કહઈ પચખ્યા ઉપવાસ, માસિ મુઝ પારણાની આસ. દીધું નોહતરું બીજી વાર, રાય ન કીધિ તેહની સાર; ઘર આવીને પાછો ફરઈ, ત્રીજું મા ખમણ તે કરઈ. નેત્ર નાકનિ કાન શરીર, એહનિ જીતઈ તે બહુ વીર; પણિ જિહાનિ જીતઈ જેહ, જગમાં વિરલા દીસઈ તેહ. ૧૩૮૫ દુખ દુખ લહી તાપસ નોહતરયો, વિનય કરી નૃપ પાછો ફરયો; પારણા વેલા પ્રગટિલું કામ, નવિ સંભારયો તાપસ તા. .. ૧૩૮૬ ભોજન કાલ ગયો જવ વહી, તવ ભૂપતિ સંભારઈ સહી; બોલાવ્યો તાપસ જેણી વાર, કહઈ પાપી જા ધિગ અવતાર. ... ૧૩૮૭ નહી તું ક્ષત્રી અંત્યજ શરિ, તાપસ મ્યું ઠગ વિદ્યા કરિ; જો મહારા તપનું ફલ હોઈ, તો નૃપનો દુખદાઈ જોઈ. • ૧૩૮૮ પાણી શીતલ ટાઢુ શરિ, અગનિ તેલિ તથું ઉહનૂ કરઈ; તાપસ તાપવ્યો ક્રોધેિ ચઢયો, તિવારઈ તપથી પાછો પડયો. ૧૩૮૯ કુરડ અનિ અતિ કુરડ યતી, ક્રોધિં દુખ પામ્યો તે અતી; માસખમણ મુનિ કોધિં કરી, નરગ તણી ગતિ પોતઈ વરી. .. ૧૩૯૦ ચિત્ર સંભુતિ બાલઈ પુર રાય, હુઈ વાઘણિ સકોલસ રાય; સબલ વાયર મનમાંહિં ઘરઈ, તાપસ તિહાં નિઆણું કરઈ. ૧૩૯૧ કાલિં તાપસ નરપતિ દોય, મરણ લહીનિ સુર સહી હોય; ભૂપતિ જીવ સૂર શ્રેણિકરાય, તાપસ દેવ તે કોણી થાય. ••• ૧૭૯૨ પુરવ કેષવતી દુખ દેઅ, શ્રેણિંકનિ મનિ સબલ સનેહ; વઈર ટાલી સુખ દેવા જાય, લહેણ વિણ તે કિમ લેવાય. • ૧૩૯૩ (૧) ત્રિ.શ.પ.ચ. પર્વ-૧૦, સર્ગ-૬, પૃ. ૯૯, ૧૦૦. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સુણી વચન કોણી હરખીલ, નેહ ધરી સ્વામી નીરખીઉં; પૂજી પાયનિ પાછો ફરઈ, ઋષભરાય કોણિ હવઈ કરઈ. •.. ૧૩૯૪ અર્થ - ભગવાન મહાવીર સ્વામીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, “રાજન! તમે પૂર્વ ભવની કથા સાંભળો. (એકબીજાના પ્રેમના કે વેરના સંબંધો ભવાંતરમાં સાથે આવે છે તેથી શુભાશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.) વસંતપુર નામના નગરમાં (જીતશત્રુ રાજા પુત્ર) સુમંગલ નામના રાજા રાજ્ય કરતા હતા. ત્યાં સેનક નામના એક તપસ્વી મહાત્મા પધાર્યા. તેમણે માસક્ષમણ(ઉષ્ટિકાવત)ના પ્રત્યાખ્યાન કર્યા હતા. (તેમને પારણાના દિવસે એક જ ઘરેથી ભિક્ષા વહોરવાનો નિયમ હતો.) ... ૧૩૮૧ (તપસ્વી મહાત્માના તપના પ્રભાવથી) મહારાજા સુમંગલે(મહારાજા શ્રેણિકનો પૂર્વભવ) તપસ્વી મુનિને પોતાને ત્યાં વહોરવા આવવાનું આમંત્રણ આપ્યું. (પારણાના દિવસે મહાત્મા રાજમહેલમાં ગોચરી વહોરવા આવ્યા.) મહારાજા રાજ્યના કાર્યોમાં પારણાની વાત ભૂલી ગયા. મહાત્માએ પાછા જઈ બીજા માસક્ષમણના પ્રત્યાખ્યાન કર્યા. મહાત્માએ વિચાર્યું, “સારું થયું મારું તપ વધ્યું.' ... ૧૩૮ર મહારાજા સુમંગલને તપસ્વીના પારણાની વાત જ્યારે યાદ આવી ત્યારે તેમણે મહાત્માને બોલાવ્યા. મહાત્માએ કહ્યું, “રાજન્! બીજા માસક્ષમણના ઉપવાસના પ્રત્યાખ્યાન કરી લીધા છે. હવે એક માસ પછી મારા પારણાની અભિલાષા રાખજો.” ... ૧૩૮૩ મહારાજા સુમંગલે બીજી વાર માસક્ષમણ પુરું થવાનું હતું ત્યારે તપસ્વી મુનિને પારણાનો લાભ આપવાની ભાવપૂર્વક વિનંતી કરી. (રાજાના ઘરે પુત્ર જન્મનો મહોત્સવ ઉજવવામાં બધા રોકાયેલા હોવાથી મહાત્મા ઘરે આવી જ્યારે ચાલ્યા ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો.) મહારાજા સુમંગલે આ વખતે પણ મહાત્માના પારણાની કોઈ સંભાળ ન રાખી. મહાત્મા રાજમહેલમાં આવીને પાછા જતા રહ્યા. તેમણે તરત જ ત્રીજા માસક્ષમણના પ્રત્યાખ્યાન કર્યા. ... ૧૩૮૪ કવિ કહે છે કે, આંખ, કાન, નાક અને શરીરને જીતનાર વીર કહેવાય છે પરંતુ જે જીભને જીતે છે તે જગતમાં મહાવીર કહેવાય છે. (રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમને પોતાની ભૂલ માટે ખૂબ અફસોસ થયો. તેમણે પારણા માટે મહાત્માને લળી લળી વિનંતી કરી. (‘હવે ફરીથી આવી ભૂલ નહીં કરું એમ માફી માંગતાં કહ્યું, મહાત્માનો ખૂબ વિનય કરી મહારાજા પાછા ફર્યા. (મહાત્માએ વિશાળ મન રાખી રાજાની વિનંતી સ્વીકારી.) ત્રીજા માસક્ષમણના પારણાના દિવસે રાજ્યનું કોઈ કાર્ય આવી પડતાં (અથવા પૂર્વની જેમ રાજાનું શરીર વ્યાધિગ્રસ્ત થતાં) મહાત્માના પારણાની યાદ જ ન રહી. .. ૧૩૮૬ મહારાજા સુમંગલને ભોજનકાળ પસાર થઈ ગયા પછી તારવી મહાત્માની યાદ આવી. મહારાજાએ તરત જ તપસ્વી મહાત્માને ભોજન માટે બોલાવ્યા. મહાત્મા રાજમહેલમાં આવ્યા. (રાજાના સેવકોએ વિચાર્યું કે, “આ તપસ્વી જ્યારે આવે છે ત્યારે રાજાનું અહીત થાય છે.” સેવકોએ એ તપસ્વીને બહાર કાઢયા.) મહાત્માએ ક્રોધિત બની કહ્યું, “હે પાપી! (તું મારી સાથે છેતરપિંડી કરે છે.) તારા ૧૩૮૫ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અવતારને ધિક્કાર છે ! ... ૧૩૮૭ તું ક્ષત્રિય નથી પરંતુ અંત્યજ જેવો છે. તેં શ્રમણ સાથે કપટ વિદ્યા આદરી છે.’’ મહાત્માએ ક્રોધના આવેશમાં નિયાણું કરતાં કહ્યું, ‘જો મારા તપનું બળ હોત તો આવતા ભવમાં હું તને (પીડનારો, મારનારો) દુઃખ આપનારો બનું.’ (મહાત્માએ ઉત્કૃષ્ટ તપરૂપી કેસરને નિયાણારૂપી ગારામાં મેળવી જીવન નષ્ટ કર્યું. તપસ્વી મૃત્યુ પામી અલ્ય ઋદ્ધિવાળા વાણવ્યંતર દેવ થયા) ... ૧૩૮૮ શીતળ પાણી અગ્નિના તાપના સંગથી ઉષ્ણ બને છે. ઠંડા શરીરને તેલની માલિશના સંગથી ગરમાવો મળે છે તેવી જ રીતે ક્રોધની ગરમીના સંગથી તાપસ ધૂવાં ફૂવાં થયા. તેમણે નિયાણું કર્યું. તેઓ ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કર્યા છતાં ક્રોધ કષાયથી પડિવાઈ થયા. ૧૩૮૯ મહાત્માના મનના પરિણામ ક્રૂર અને અતિ નિર્દયી બન્યા. ભયંકર કોટિનો ક્રોધ કરી તેઓ સ્વયં અત્યંત દુઃખ પામ્યા. તેમણે ક્રોધના ભાવાવેશમાં રૌદ્રધ્યાનપૂર્વક માસક્ષમણ કર્યું. તેમણે કષાયોની તીવ્રતાથી પોતાના હાથે જ નરકગતિ મેળવી. ... ૧૩૯૦ `ચિત્ર અને સંભૂતિ મુનિઓ હતા. તેમાંથી સંભૂતિ મુનિએ ક્રોધના આવેશમાં આવી નગરજનો ઉપર તેજોલેશ્યા છોડી બાળી નાખ્યા. સુકોશલ મુનિ નિયાણું કરી તિર્યંચગતિમાં વાઘ બન્યા. માસક્ષમણનાં તપસ્વી મહાત્માએ મહારાજા સુમંગલ પ્રત્યે તીવ્ર વૈરભાવ રાખી નિયાણું કરી પોતાના તપને વેચી નાખ્યું.... ૧૩૯૧ કાળક્રમે સેનક તપસ્વી અને સુમંગલ રાજાનું મૃત્યુ થયું. (રાજા પણ તાપસ બની દેવ થયા)બંને મરીને દેવ બન્યા. ત્યાંથી ચ્યવી સુમંગલ રાજાનો આત્મા તે મહારાજા શ્રેણિક (પ્રસેનજિત રાજા અને કમળાવતીરાણીનો પુત્ર)થયો અને સેનક તપસ્વીનો આત્મા કોણિકરાજા થયો. (બંને પિતા અને પુત્ર તરીકે જન્મ્યા.) ... ૧૩૯૨ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ પૂર્વ ભવના દ્વેષના પ્રભાવથી પુત્ર કોણિકે પોતાના પિતાને દુઃખ આપ્યું. પૂર્વ ભવમાં સુમંગલ રાજાને મનમાં તપસ્વી પ્રત્યે ખૂબ સ્નેહ હતો તેથી આ જન્મમાં મહારાજા શ્રેણિકને પુત્ર કોણિક પ્રત્યે ખૂબ સ્નેહ હતો. હે કોણિક ! તમે વૈરનો ત્યાગ કરી પિતાને સુખ આપવા છોડાવવા ગયા પરંતુ લેણા વિના તે સુખ શી રીતે મળે ?’’ ... ૧૩૯૩ કોણિકરાજાએ ભગવાન મહાવીર સ્વામીના મુખેથી પોતાનો પૂર્વભવ સાંભળ્યો. પરમાત્માના વચનો સાંભળી કોણિકરાજા તેમને સ્નેહ નીતરતી આંખે જોવા લાગ્યા. તેઓ પ્રભુના ચરણોમાં વંદન, પૂજન કરી નગરમાં પાછા ફર્યા. કવિ ઋષભદાસ કહે છે કે હવે કોણિકરાજા સુખપૂર્વક રાજ્ય કરે છે.... ૧૩૯૪ દુહા ઃ ૭૧ રાજ કરઈ કોણી તહી, શ્રેણિક લહઈ પરલોક; અંતેવર ઝાંખું થયું, સબલ ધરઈ નિ શોક. (૧) ચિત્ર અને સંભૂતિ મુનિ : ત્રિ.શ.પુ.ચ. પર્વ-૯, સર્ગ-૧, પૃ. ૪૨૨ થી ૪૨૫. (૨) સુકોશલ મુનિ : ભરહેસરની કથાઓ, પૃ. ૪૩,૪૪. For Personal & Private Use Only ... ૧૩૯૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ અર્થ - કોણિકરાજા ચંપાનગરીમાં સુખેથી રાજ્ય કરતા હતા. તેમના પિતા મહારાજા શ્રેણિક સ્વર્ગવાસી થયા. મહારાજા શ્રેણિકનું નિધન થતાં તેમનું અંતઃપુર ઉદાસ, ગમગીન અને નિસ્તેજ બન્યું. પતિદેવના વિયોગથી રાણીઓ કરુણ કલ્પાંત કરવા લાગી. ... ૧૩૯૫ ઢાળઃ ૬૧ વિલાપમાંથી પ્રગટેલું સમ્યકજ્ઞાન માંગઈ મહીનું દાણ કાંહાનજી કાલો રે એ દેશી. રાગ રામગિરિ ધરઈ શોક નૃપ નારિ રુદન કરતી રે, ત્રોડઈ કંઠનો હાર ભોમી પડતી રે; કિહાં ગયો ભરતાર અમનિ ઝંડી રે, કુણ નિરખઈ અમ રૂપ નયણાં મંડી રે... ૧૩૯૬ સુનાં હુ શરીર સ્વામી પાખી રે, કુણ બોલાવેહ મધુરું ભાખી રે; ન કરયો વિચાર જાતાં કંતો રે, ક્ષિણમાં ટાલ્યો તામ પ્રેમ અત્યંત રે. ... ૧૩૯૭ નહી અમ સાચો નેહ કીજઈ માયા રે, નોઈ અલગાં દોય જીવનિ કાયા રે; ખરી પ્રીતિ જલ મન જલ જાય રે, આપઈ મીન પરાણ તેણેિ ન રેવાય રે.... ૧૩૯૮ જો નહી એહવો નેહ તો સું રોઈ ઈ રે, ન સરઈ એક કાજ ભવ બેઉ ખોઈઈ રે; લહ્યું સંસાર સર્પ, ઈદ્રનું જાલો રે, લખી સાયર તરંગ હોય વિસરાલ રે.... ૧૩૯૯ યોવન નદીનું પૂર વેહતું જાય રે, આયુ તે પાકું પાન કિમ ગયો રાય રે; દીઠાં દુઘ અનેક કેતાં કહઈ રે, ગયો નાહ ઈદ્ર સમાન મ્યું હવઈ રહઈ રે.. ૧૪૦૦ આવઈ જિનનિ પાશ વીર વંદેતી રે, અંતેવરીઉ તેર સંયમ લેતી રે; નંદા નંદવતી અનંદરૂ મર્તા રે, મરૂદેવી લઈ દીક્ષ પામઈ ગુર્તા રે. ... ૧૪૦૧ સિવા સુમેરૂતા જેહ, સુમણા ભદ્રારે, ભૂતદીના લઈ દીય નહી તસ છીદ્રો રે; સુભદ્રાનંદ સેનાય નારિ સુજાતા રે, મુકિત પંથ લહઈ તેર સુરગુણ ગાતાં રે...૧૪૦૨ અર્થ - મહારાજાનાં વિરહમાં રાણીઓ આક્રંદ કરવા લાગી. તેમણે પોતાના ગળાનો હાર તોડી નાંખ્યો. (મહારાજાના આકસ્મિક મૃત્યુથી રાણીઓને માથે જાણે આભ તૂટી પડયું.) અસહ્ય આઘાત સહન ન થવાથી તેઓ વારંવાર મૂચ્છિત થઈને ઢળી પડતી. રાણીઓએ વિલાપ કરતાં કહ્યું, “પ્રાણનાથ ! અમને છોડીને ક્યાં ગયા છો? અમારા આ રૂપ, રંગ ને તમારા સિવાય નયનો માંડીને કોણ જોશે? ... ૧૩૯૬ સ્વામીનાથ! તમારા વિના શરીરના આ શણગાર સૂનાં થયાં છે. હે નાથ! તમારા વિના અમારી સાથે મધુર વાર્તાલાપ કોણ કરશે? હે આર્યપુત્ર! તમે અમને એકલા મૂકીને પરલોક ચાલ્યા ગયા તે પૂર્વે તમારી પત્નીઓનો થોડો વિચાર પણ ન કર્યો? તમે ક્ષણવારમાં જ આપણી ગાઢ પ્રીતડી તોડી નાંખી?... ૧૩૯૭. સ્વામી! તમે અમારી સાથે ખરો પ્રેમ નહોતો કર્યો. તમારો માયાવી પ્રેમ હતો. સાચો પ્રેમ હોય ત્યાં ભલે ખોડિયાં અલગ હોય પરંતુ આત્મા તો એક જ હોય. તેવા પ્રેમીઓ એકબીજાથી કદી વિખૂટાં પડતાં નથી. ખરી પ્રીત તો જળની માછલી કરે છે. જળ વિના માછલી તરત જ પોતાનાં પ્રાણ ખોઈ નાખે છે. તે જળ વિના રહી શકતી નથી. .. ૧૩૯૮ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' હે નાથ! આપનો જો એવો સાચો સ્નેહ ન હોય તો શું સર્યું? આપના વિરહમાં વિલાપ કરવાથી કે રુદન કરવાથી એક પણ કાર્ય નહીં સરે? અર્થાત્ માયાવી પ્રેમથી તો આ ભવ અને પરભવ બંને ભવ ખોઈ બેસશું. (રાણીઓની વિચારધારાએ વળાંક લીધો.) હવે અમે આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું છે. આ સંસાર એ તો ઈન્દ્રજાળ સમાન છે. લક્ષ્મીએ તો સાગરના તરંગ સમાન ચંચળ અને ક્ષણિક છે. તે ગમે ત્યારે વિસરાળ થઈ જાય છે. ... ૧૩૯૯ યૌવન નદીના પૂરની જેમ અલ્પ સમયમાં આવીને ચાલ્યું જાય છે. આ આયુષ્ય એ તો પાકી ગયેલા પીળા પાન જેવું છે. (આયુષ્ય ખૂટતાં ક્ષણવારમાં દેહ છોડી આત્મા ચાલ્યો જાય છે.) હે નાથ! તમે અમને નિરાધાર મૂકી કેમ ચાલ્યા ગયા? આ સંસાર અનેક મથામણોથી ભરેલો છે. તેમાં કહી ન શકાય એટલી અપદાઓ જોઈ છે. હવે આદુઃખમય સંસારમાં જ્યારે ઈન્દ્ર સમાન અમારા સ્વામી જ નથી રહ્યા તો અમે અહીં રહીશું કરીએ? ... ૧૪૦૦ મહારાજા શ્રેણિકની કાલીયાદિક તેર રાણીઓને વૈરાગ્ય ઉત્પન થયો. તેઓ ભગવાન મહાવીર સ્વામી પાસે આવી. તેમણે ભગવાનને વંદન કરી સંયમ સ્વીકાર્યો. નંદા, નંદવતી, અનંદા, મરૂતા, મરૂદેવાએ દીક્ષા લઈ ગૌરવ મેળવ્યું. ... ૧૪૦૧ સિવા, સુમેરૂતા, સુમણા, ભદ્રા, ભૂતદિના(ભૂતદત્તા)એ દીક્ષા લઈ અણિશુદ્ધ સંયમનું પાલન કર્યું. સુભદ્રા, સેનાય અને સુજાતા એમ તેર રાણીઓએ સંયમ લઈ સિદ્ધપુરમાં વાસ કર્યો. તેઓનાં દેવો પણ ગુણકીર્તન ગાય છે. .. ૧૪૦૨ દુહા ઃ ૭૨ નૃપનારી મુગતિ ગઈ, સારઈ આતમ કાજ; શ્રેણિક પટિ કોણી હવો, સબલ વધ્યું તસ રાજ. ••• ૧૪૦૩ શ્રેણિક રાસ તણો વલી, ખંડ પાંચમો થાય; 2ષભ કહઈ હવઈ સાંભલો, કોણી તણી કથાય. ••• ૧૪૦૪ અર્થ - મહારાજા શ્રેણિકની રાણીઓ (સંયમનું શુદ્ધપણે પાલન કરી) શિવપુરમાં પહોંચી. તેમનાં આત્માનાં સર્વ કાર્યો સિદ્ધ થયાં. (તેમણે આત્માને કૃતકૃતાર્થ કર્યો.) મહારાજા શ્રેણિક પછી તેમની રાજગાદીએ તેમનો પુત્ર કોણિક આવ્યો. તેમના સમયમાં રાજ્યની સીમાઓ ખૂબ વધી. ... ૧૪૦૩ આ શ્રેણિક રાસનો પાંચમો ખંડ થયો. કવિ ઋષભદાસ કહે છે કે, હે ભવ્યાત્માઓ! હવે પછી તમે ચંપાપતિ કોણિકરાજાની કથા આગળ સાંભળો. ... ૧૪૦૪ (૧) શ્રી અંતગડ સૂત્ર અનુસાર શ્રેણિકરાજાની તેર રાણીઓનાં નામમાં થોડો ફેરફાર છે. નંદા, નંદવતી, નંદોત્તરા, નંદશ્રેણિકા, મરૂતા, સુમરૂતા, મહામરૂતા, મરૂદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમનાયિકા, ભૂતદત્તા.(વર્ગ-૭, પૃ.૫૫.) For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ખંડ- છઠ્ઠો ૧૪૦૫ ... ૧૪૦૬ કો. . ૧૪૦૭ કો. ... ૧૪૦૮ કો. ... ૧૪૦૯ કો. ઢાળઃ ૬ર હાર અને હાથીને કારણે વિગ્રહ કહેણી કરણી એ દેશી. રાગ : ધન્યાસી કોણી રાજ જરઈ ચંપામાં, સુરનાં સુખ ભોગવતોજી; સોવિન માલીઈ રંગ ભરિ, રમતો નિજ નારી મુખ જોતોજી. કોણી રાજ કરઈ ચંપામાં... આંચલી. હલ વિહલ ચઢઈ ગજ ઉપર, કંઠિ રયણનો હારીજી; દેવ વસ્ત્ર ઊંઢીનઈ ચાલઈ, કાને કુંડલ સારોજી. એક દિન પદ્માવતીઈ દીઠા, કોધ ઘણો તવ હોયોજી; રાજ કરઈ છઈ પ્રીઉડો મહારો, ફલ લઈ જઈ એ દોયોજી. જઈ રાણી કોણીનિ ભાખઈ, તુમ ઘરિ ઋધિ નહી સારોજી; રાજ તણી સોભા તો વાઘઈ, જો તુમ રત્ન સુચ્ચારોજી. નહી ગજ રત્ન કુમાર મંદિરિ, હાર રત્ન નહી હાથિજી; કુંડલ રન નહી તુમ કાને, વસ્ત્ર રત્ન નહી સાથિંજી. તે ચારે તુમ બંધવ હાર્થિ, જેહ રાજનું સારીજી; હાર વસ્ત્ર ગજ કુંડલ પાખિં, આલિં ગયો અવતારોજી. લિઉં ઉદાલી નરપતિ ચ્યારઈ, તુમ્યો ધણી સહુ કેરાંજી; તુમ બેઠા ઠકુરાઈ ઠાંસઈ, કેહી પરિ પુરૂષ અનેરાજી. કોણી રાય કહઈ સાંભલિ અબલા, ન કરૂં લજયા લોપજી; લઘુ બંધવ એ જનૂની જાયા, કસ્યો કરૂં તિહાં કોપજી. બાપિ રાજ આપણનિ આપ્યું, ગજ એહનિં તે સાટિંજી; કુંડલ વસ્ત્ર સુનંદા આપઈ, હાર માય મોહ માટિજી. તો હું ન લઉં એહમૂંઝોંટી, નથી ધંધનો કાજજી; આપ હાણિ જેણઈ હાંસી હોઈ, તે ન કરે જસ લાજજી. વાડિ કાકડી જયારઈ ચોરઈ, હણાઈ બાલનિ માયોજી; આપ સહોદર સાથિં વઢતાં, ધર્મ નિત્ય લોપાયોજી. શામ વલઈ જિમ સોના ઉપરિ, વિણસઈ ગંગા પાણીજી; બીલર વારિ હંસો ઝીલઈ, અનરથની ઈધાણીજી. હાર ન ત્રોડઈ દોરા કાજિં, ખીલા કાજિ મ વાહણાજી; લિહાલા કાજિં ને ચંદન બાલઈ, જે નર હોય સુજાણજી. ... ૧૪૧૦ કો. . ૧૪૧૧ કો. ... ૧૪૧ર કો. . ૧૪૧૩ કો. .. ૧૪૧૪ કો. .. ૧૪૧૫ કો. . ૧૪૧૬ કો. ... ૧૪૧૭ કો. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ’ કાલી કિવલી ગાય કરાઈ, સરખી મતિ નવિ ધરીઈજી; અન્ય હોય તો લેઉં વઢીનિ, બંધવનિ શું કરીઈજી. ... ૧૪૧૮ કો. મહારી ઋધિ સહુ કઈ એહની, એહની ઋધિ છઈ મહારીજી; જણુની જાયામાં સ્યો અંતર, જો તું નારિ વિચારીજી. ... ૧૪૧૯ કો. નારિ કહઈ જે જેણેિ ગ્રહીઉં, તેથી હોય તસ કામજી; આપઈ માગ્યું તોહઈ પચારઈ, ખરા ગાંઠિ જે દામજી. ૧૪૨૦ કો. પરિક્ષા કારણિ તુમે મગાવો, રાખઈ કેટલી લાજજી; વાર વાર નારી કહઈ પાછું, ચ્યાર વિના મ્યું રાજજી. ૧૪૨૧ કો. જલ તાઢું પણિ અગનિ મયંતિ, થયું ઉનડું બાલઈજી; ઋષભ કહઈ સ્ત્રી અગ્નિ સરિખી, પ્રેમ પ્રીતી પરજાલઈજી. ... ૧૪રર કો. અર્થ:- મગધદેશની ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતા હતા. તેઓ પોતાની રાણીઓ સાથે સ્વર્ગલોકનાં સુરદેવ જેવાં દિવ્ય સુખો ભોગવતાં હતાં. તેઓ સુવર્ણમય રાજમહેલમાં પોતાની રાણીઓના સુખ સૌંદર્યને નિહાળતાં તેમની સાથે વિવિધ ક્રીડાઓ કરતાં, રંગ રાગમાં દિવસો પસાર કરતાં હતાં....૧૪૦૫ એકવાર કોણિકરાજાના નાના ભાઈઓ હલ-વિહલ કુમાર (પોતાની રાણીઓ સાથે) સેચનક હસ્તિ પર બેસી ચંપાનગરીમાં ફરવા નીકળ્યા. તેમણે શરીરે દિવ્ય વસ્ત્રો, કંઠમાં દિવ્ય હાર હતો તેમજ કાનમાં દિવ્ય કુંડળો પહેર્યા હતાં. ... ૧૪૦૬ કોણિકરાજાની પટ્ટરાણી પદ્માવતીએ આ દૃશ્ય જોયું. તેઓ સ્ત્રી સહજ ઈર્ષાથી બળી ગયા. તેમને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે મનમાં વિચાર કર્યો કે, “મારા પતિદેવ રાજ્ય કરે છે અને તેનું ફળ આ બંને ભાઈઓને મળે છે અર્થાત્ બાદશાહી હલ-વિહલકુમાર ભોગવે છે.” ..૧૪૦૭ પદ્માવતી રાણીથી હલ-વિહલકુમારનું સુખ જોવાતું ન હતું. તેમણે તરત જ કોણિકરાજા પાસે આવી કાન ભંભેરતાં કહ્યું, “(તમે કેવા રાજા છો?) તમારા રાજમહેલમાં કોઈ ઉત્તમ વસ્તુઓ નથી. તમારી પાસે કોઈ વિશેષ પ્રકારની સંપત્તિ નથી. તમારી પાસે જો ચાર દિવ્ય રત્ન હોય તો તમારા રાજ્યની શોભામાં અભિવૃદ્ધિ થાય.” ...૧૪૦૮ હે નાથ! (તમે ફક્ત નામના જ રાજા છો) નથી તમારી પાસે સેચનક હસ્તિ જેવું ગજરત્ન ! દિવ્ય હાર પણ તમારા અધિકારમાં નથી. તમારા કાનમાં દિવ્ય કુંડળો પણ નથી તેમજ દિવ્ય વસ્ત્રો પણ તમારી પાસે ...૧૪૦૯ પદ્માવતી રાણીએ પોતાના પતિને ઉશ્કેરતાં કહ્યું, “દિવ્યહાર, દિવ્ય વસ્ત્રો, ગજ રત્ન અને દિવ્ય કુંડળ વિના આ અવતાર નિરર્થક છે.(હલ-વિહલ કુમાર સત્તાધારી ન હોવાં છતાં) આ ચારે રત્નો તમારા ભાઈઓ પાસે છે. આ વસ્તુઓથી રાજ્યના ઉત્કર્ષ થશે અને આપનો મોભો શોભી ઉઠશે. ... ૧૪૧૦ હે સ્વામીનાથ! આ ચારે રત્નો પર તમે અધિકાર મેળવો. આ ચારે રત્નો તમે ભાઈઓ પાસેથી નથી.” For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૬૧ . ૧૪૧૫ પાછા મેળવો. તમે આ રાજ્યના રાજા છો તેથી આ સર્વ વસ્તુઓના તમે જ અધિકારી છો. તમે ‘ઠાકુર’ થઈ અહીં બેઠા છો અને કોઈ અન્ય વ્યક્તિઓ સાહેબી (ઠકુરાઈ) ભોગવી બડાઈ હાંકે છે.” ... ૧૪૧૧ પદ્માવતી રાણીના વચનો સાંભળી કોણિકરાજાએ કહ્યું, “દેવી! તમે સાંભળો. આપણે આપણી મર્યાદા ઓળંગવી ન જોઈએ. ભલે તે વસ્તુઓ મારા નાના ભાઈઓ ભોગવે. અમે એક જ માતાના સંતાનો છીએ, ત્યાં કેવો ક્રોધ કરવો? ...૧૪૧ર મહારાણી ! મારા પિતાજીએ મને રાજ્ય આપ્યું છે. તેના બદલામાં હલ-વિહલ કુમારોને સેચનક હસ્તિ આપ્યો છે. સુનંદામાતાએ દીક્ષા લેતાં પૂર્વે પોતાના પુત્રોને દિવ્ય કુંડલો અને દિવ્ય વસ્ત્રો આપ્યાં છે. ચેલણા માતાએ દિવ્યહાર આપ્યો છે. તેમાં મોહ-ઈર્ષા કરવી એ અશોભનીય છે. ... ૧૪૧૩ તેમની વસ્તુઓને આંચકી હું મારો હક્ક ન જમાવી શકું. આ પ્રમાણે કરવાથી સંભવ છે કે ધાંધલ કે અંધાધૂંધી સર્જાય. અણહક્કનું લેવાથી રવયંની પણ પાયમાલી થશે તેમજ જગતમાં સર્વત્ર મારી ફજેતી થશે. હું એવું અપયશનું કાર્ય કરી લજ્જિત થવા માંગતો નથી. ... ૧૪૧૪ દેવી! જ્યારે વાડ સ્વયં જ કાકડી ચોરી લે છે, જ્યારે જનની સ્વયં જ પોતાના બાળકનું ભક્ષણ કરે છે. જ્યારે સદોહર જન્મેલા ભાઈઓ વચ્ચે આપસમાં સંઘર્ષ થાય છે, ત્યારે હંમેશા સદાચાર ધર્મનો જ લોપ થાય છે. સુવર્ણની ચકળાટ ઉપર કાળાશ આવવી, પવિત્ર ગંગા નદીનું પાણી વિણસી જવું, માનસરોવરના હંસનું બંધિયાર પાણીમાં ઝીલવું તે અનર્થના એંધાણ છે. ... ૧૪૧૬ જ્ઞાની વ્યક્તિ એક ધાગા-દોરા માટે અખંડ હારને તોડતો નથી. તે એક લોખંડના ખીલા માટે વાહનને ભાંગતો નથી. તે એક કોલસાના ટુકડા માટે ચંદનને બાળતો નથી. (હું અણહકની વસ્તુઓ લેવા માટે પરિવારજનો સાથે સંઘર્ષ કરી સંબંધ તોડવા માંગતો નથી.) ... ૧૪૧૭ કાળી કાબરચિતરી ગાય ચોરાઈ ગઈ પરંતુ તેનાં જેવાં આપણાથી ન થવાય. બીજો કોઈ વ્યક્તિ ચોરી ગયો હોય તો કદાચ ઝઘડીને પણ પાછી લેવાય પરંતુ પોતાનાં ભાઈઓને શું કહેવાય? ... ૧૪૧૮ મારી સંપત્તિ એ એમની જ છે અને તેમની સંપત્તિ છે એ મારી છે. એક જ માતાના જન્મેલા પુત્રોમાં શું અંતર? મહારાણી તમે જ વિચાર કરી જુઓ.” ... ૧૪ ૧૯ પાવતી રાણીએ મહેણું મારતાં કહ્યું, “જેણે જે મેળવ્યું હોય તેનાથી તે કાર્ય થાય. જો ખીસામાં દામ હોય તો જ ખરા પૈસાદાર કહેવાય. (ચાર દિવ્ય વસ્તુઓ હોય તો જ રાજા કહેવાય) હે નાથ! તમે માંગો અને તેઓ તમને આપે તો ખરા બાંધવ કહેવાય. ..૧૪૨૦ સ્વામીનાથ ! તમે તદ્ન ભોળાં છો. તમે તેમની પરીક્ષા કરવા માટે ઉપરોક્ત ચાર વસ્તુઓ મંગાવો. તેઓ તમારી કેટલી ઈજ્જત કરે છે. તેની ખબર પડી જશે.” પદ્માવતી રાણીએ વારંવાર કોણિકરાજાને એક જવાત કરતાં કહ્યું, “પતિદેવ! આ ચાર વસ્તુઓ વિના કેવું રાજ્ય સુખ?' ... ૧૪૨૧ જળ ભલે ઠંડુ હોય પણ અગ્નિના સંગથી તે ગરમ બને છે, ત્યારે તે બીજાને બાળે છે. કવિ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ', ઋષભદાસ કહે છે કે ઈર્ષાળુ સ્ત્રી અગ્નિ સમાન છે, જે પ્રીતિને પ્રજાળે છે. .. ૧૪રર દુહા ઃ ૭૩ સ્ત્રી ચરિત્ર કુડ કપટની કોથલી, સ્ત્રી હોઈનીઠુર જાત્ય; દેખી ન સકઈ ર્અ, કરઈ પીઆરી તાતિ. •.. ૧૪૨૩ કપટ કામ કુકમ વલી, કજલ કુટલ સાર; ઋષભ કહઈ કલહ વલી, લાગઈ નારિ રસાલ. . ૧૪૨૪ જસ ઘરિ મહિલા મંત્રણ, દુર્જન કેરી સીખ; સજન સાથિં રૂસણું, ત્રણે માગઈ ભીખ. ... ૧૪૨૫ કંત કોહાડો મણિ, તુઝ ધરિ છું એ કુહાડિ; પ્રીઉ પરોણો આવતો, માંડઈ પહેલી રાઢિ. ... ૧૪૨૬ અર્થ - ઈર્ષાળુ સ્ત્રીઓ કૂળ-કપટ (માયા)ની કોથળી જેવી છે. તેવી સ્ત્રીઓ અત્યંત નિષ્ફર હ્રદયની હોય છે. તેઓ બીજાનું રૂડું જોઈ શકતી નથી તેથી નિંદા કરી સ્વજનો વચ્ચે જુદાઈ કરાવે છે. ... ૧૪૨૩ કવિ ઋષભદાસ કહે છે કે, ઈર્ષાળુ સ્ત્રીઓને કપટનીતિ, કામ (વિષય ભોગ વિલાસ), કુકર્મ (દુષ્કર્મ), કાજલ, કુટનીતિ ઉત્તમ લાગે છે. તેમને કલહમાં ખૂબ રસ પડે છે. ...૧૪૨૪ સ્ત્રીઓની ખાનગી મંત્રણા, અહિતકારી અને દુરાચારી શિક્ષા અને પ્રિયતમ સાથે રિસામણાં જેવાં ત્રણે દોષ જે ઘરમાં હોય તે ઘર ભીખ માંગે છે. (તેવા ઘરની દુર્દશા થાય છે.) પદ્માવતી રાણીએ આગ્રહ કરી કોણિકરાજાને કહ્યું, “નાથ! શા માટે કોહીનૂર રત્ન જેવી કિંમતી વસ્તુઓ ફોગટ ગુમાવો છો? તમારી પાસે ફક્ત કુહાડી જેવી અલ્પ કિંમતી તુચ્છ વસ્તુઓ છે.” પદ્માવતી રાણીએ પોતાના પ્રિયતમ પાસે પ્રથમ હાર અને હાથી મેળવવાની રઢ (જીદ) કરી. ... ૧૪૨૬ - ચોપાઈ : ૧૬ કોણિકનો આક્રોશ લઈ રાઢિ રહી કોણી નારિ, તવ નરપતિ ફરીઉ તેણઈ ઠારિ; તેડી ભ્રાતનિ માગઈ હાર, ગજ કુંડલીનિ વસ્ત્ર સુસાર. ... ૧૪૨૭ બંધવ હોય વિચારી કરી, માયા વચન કહઈ તે ફરી; સર્વ તુમારુ સ્વામી અછઈ, એમ કહી મંદિર આવ્યા પછઈ. ... ૧૪૨૮ કરી સજાઈનિં તે ગયા, આવી વડુઆ પાસિં રહયા; કોણી ભૂમ્પિં જાણીઉ જસઈ, સબલ ક્રોધ ધરયો મનિ તસઈ. ૧૪૨૯ રાણી તામ વિચારઈ ઘણું, કહેણ ન માન્યું કાંઈ તુમ તણું; કરી કુડનિ સહુ લેઈ ગયા, બંધવ હુતા કૃતઘન થયા. ... ૧૪૩૦ કોણી ક્રોધ ધરઈ અદભૂત, લખી લેખ મોકલીઉ દૂત; તુમ મનિ સહુ સરીખા હોય, રાખેવા નવિ આવઈ દોય. •.. ૧૪૩૧ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ર૬૩ કાઢો ઠેલી ઘો મુજ હાથિ, નહી તરિ વઢસ્ય વહૂઆ સાથિ; યારો ન રહઈ તાહરઈ પેટિ, બહેચર કુકડો બોલઈ નેટિ. ૧૪૩૨ અછઈ અનરથ કેરૂં મૂલ, ચોલી પેટ ઉપાયું સૂલ; મોભ લગઈ જયાહરઈ લાગસઈ, ત્યારઈ ઉલવ્યું કેહીપરિ જસઈ. ... ૧૪૩૩ કેદાર લગિ જાઈશ મારતો, કુણ બલીઉ મુઝ કરિ ઝાલતો; પડસઈ કટક તુઝ ઉપરિ મલી, કાલઈ કાંબલિ જિમ વીજલી. •.. ૧૪૩૪ તેણઈ કારણિ વારૂં તુઝ નાથ, સીદક બોલિં ઠાહ હાથ; સૂતો સીહ જગવઈ ભૂપાલ, કાંધિ કરી કાં આગઈ કાલ. ૧૪૩૫ ચઢી આવસઈ ચંપારાય, તિહારઈ ફૂલ ડાંગિ કુટાય; વઢતાં તિ નહી ચાલઈ શરિ, લોઢું પેટમાં નહી તુઝ જરઈ. .. ૧૪૩૬ તું રાખિ પુત્રી સુત કરી, પેટિમ ઘાલો સોવન છુરી; છેઢઈ દુખ દેસઈ તુમ ફરી, અતિ તું છુટિશ સહી કરી. ૧૪૩૭ અંતિ હું લઈશ ગજ હાર, નજરઈ ચીવર કુડલ સાર; રત્ન ન સોહઈ ભંડઈ ઠારિ, ગજ બંધી સઈ નૃપ દરબારિ. .. ૧૪૩૮ કાગ કંઠિ નવિ શોભઈ હાર, ગરઢી ગાય કસ્યો સિણગાર; વાર્ વહૂઆ બે કર જોડી, કોડી કાજિ પછઈ ખોઈશ કોડિ. સુકું બલતાં નીલું બલઈ, બંધવ બાંધતાં તુઝ રીધિ તલઈ; આંગણ સોહણ હલ વિહલ, ડુંગર દૂરિથી દીસઈ ભલ. ... ૧૪૪૦ તાહરા જે અઢાર) રાય, અહી ભારાની પરિ થાય; તું પણિ નાસી પહિલો જાય, જિમ પાનÇ પોઢઈ વાય. •.. ૧૪૪૧ કમલ વેલડી નહી બલ સાર, ગજનિ ઉનમેલતાં નહી વાર; અસ્સો લેખ લખીલ ઉલાસિ, આવ્યો દૂત તે ચેડા પાસિ. ... ૧૪૪૨ અર્થ - કોણિકરાજાની રાણી પદ્માવતી હઠ પકડી બેસી રહી, ત્યારે કોણિકરાજાનું મન બદલાયું. તેમણે હલ-વિહલ કુમારોને રાજસભામાં બોલાવ્યા. તેમણે ભાઈઓ પાસેથી દિવ્યહાર, સેચનક હસ્તિ, દિવ્ય કુંડલો અને દિવ્ય વસ્ત્રો માંગ્યા. ... ૧૪૨૭ હલ-વિહલકુમાર આ વાત સાંભળી વિચારમાં પડ્યા. તેમણે માયાકારી શબ્દો દ્વારા કોણિક રાજાને કહ્યું, “હે ભ્રાતા ! બધું તમારું જ છે.” ત્યાર પછી બંને ભાઈઓ રાજમહેલમાં પાછા આવ્યા. .. ૧૪૨૮ (બુદ્ધિમાન હલ-વિહલ કુમારે વિચાર્યું, “કોણિક મોટોભાઈ હોવા છતાં આપણા હકનું છીનવી (૧) પરંપરામાં આ ઘટના પ્રસંગે વેહલ્લ અને વેહાયશ બે ભાઈઓ ચેડારાજાના શરણમાં ગયા, તેવો ઉલ્લેખ મળે છે. પરંતુ શ્રી નિરયાવલિકા સૂત્રમાં સ્પષ્ટરૂપે ફક્ત એક જ વેહલકુમારનું વર્ણન છે. (વર્ગ-૧, અ.૧, સૂ.૪૫, પૃ. ૪૦.). • ૧૪૩૯ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' લેવા માંગે છે. તેથી આપણે અન્ય સ્થાને જતા રહીએ.') હલ-વિહલ કુમાર સજ્જ થઈને વિશાલા નગરીમાં ગયા. તેઓ પોતાના વડીલ સમાન નાના ચેડારાજા પાસે જઈને રહ્યા. ત્યારે કોણિકરાજાએ જાણ્યું કે, બંને ભાઈઓ (મને છેતરીને ગજાદિક લઈને) નાનાના ઘરે ગયા છે. ત્યારે તેમને ભાઈઓ પ્રત્યે મનમાં ખૂબ રોષ ઉત્પન થયો. ... ૧૪ર૯ પદ્માવતી રાણીએ ખૂબ વિચાર કરી મોકો જોઈને કોણિકરાજાને વ્યંગમાં કહ્યું, “(જોયું!) તમારા ભાઈઓએ તમારું એક પણ વચન ન માન્યું. તેઓ કપટ કરી બધું લઈ ચેડારાજા પાસે પહોંચી ગયા. તમારા સગા બાંધવ હોવા છતાં કૃતની બન્યા?” ••.૧૪૩૦ કોણિકરાજા આ સાંભળી બહુ ક્રોધિત બન્યા. તેમણે રાજદૂત દ્વારા એક પત્ર લખી વિશાલા નગરીમાં મોકલ્યો. કોણિકે પત્રમાં લખ્યું કે, “નાનાજી! તમારા માટે તો બધા રાજકુમારો સરખાં જ હોય. હલ-વિહલ કુમારને તમારી પાસે ન રાખતાં તમે મને સોંપી દો. ...૧૪૩૧ હે નાનાજી! હલ-વિહલ કુમારને તમે ત્યાંથી શીધ્ર ધકેલી મૂકો. તે બંને ભાઈઓને મારા હાથમાં સોપો. અન્યથા વડીલ સાથે યુદ્ધ થશે. નાનાજી! જો યુદ્ધ થશે તો નિશ્ચયથી આપણી વચ્ચે મૈત્રી નહીં રહે. બહુચરાદેવીનો કૂકડો પ્રભાત થતાં અવશ્ય બોલે છે. (ભાઈઓને સહાય કરવાથી યુદ્ધ થશે.)૧૪૩૨ જ્યારે પ્રસવ સમયનું શૂળ ઉપડે ત્યારે પેટ ચોળવું તે અનર્થનું મૂળ છે. જ્યારે મકાનના એકદમ ઉપરના છાપરા સુધી આગ વિસ્તરી ગઈ હોય ત્યારે તેને કેવી રીતે બૂઝાવી શકાય? ... ૧૪૩૩ હું હિમાલયના ઊંચા શિખર કેદારનાથ સુધી શત્રુઓને મારતો મારતો લઈ જઈશ ત્યારે કોણ બળવાન, પરાક્રમી વ્યક્તિ મારા હાથ પકડી રોકી શકશે? હે નાનાજી! મારું બળવાન સૈન્ય તમને ચારેબાજુથી ઘેરી વળશે. તમારા ઉપર એકસાથે હુમલો કરશે. તેઓ કાળી કાંબળી ઓઢેલી વીજળીની જેમ તમારા ઉપર ત્રાટકશે. ..૧૪૩૪ હે વડીલ! (તમારા પ્રાણ ચાલ્યા જશે) તેથી હું તમને અટકાવું છું, રોકું છું. નાનાજી! આપ આપની મોટાઈ છોડી, વચન આપી, હાથ હેઠા પાડી ગીરવતા શા માટે ગુમાવો છો? હે ભૂપાલ! તમે સૂતેલા સિંહને શા માટે જગાડો છો? તમે યમરાજને ખભા પર બેસાડી સામેથી શા માટે લાવો છો? ... ૧૪૩૫ ચંપાનરેશ કોણિક જ્યારે તમારી સાથે યુદ્ધ કરશે ત્યારે નાહકના તોપોના તણખા અને ડાંગથી કૂટાશો. તે સમયે યુદ્ધ કરવા માટે તમારા આબાણો નકામાં થશે. તમારું પેટ કાંઈ લોઢાનું નથી બન્યું. (અર્થાત્ અમારી શક્તિ પાસે તમે વામણાં દેખાશો.) ... ૧૪૩૬ હે ચેડારાજા! તમે દોહિત્રોને સાચવ્યા છે. તમે તમારા હાથે જ તમારા પેટમાં સુવર્ણની કટાર ભોકો છો. (જાણી જોઈને ઉપાધિ ન વહોરો.) છેવટે તેઓ તમને પુનઃ પુનઃ દુઃખ જ આપશે અંતે તમારું મૃત્યુ થશે. ત્યારે જ છૂટકારો થશે. (હલ-વિહલ કુમારને મદદ કરવાથી તમારું અસ્તિત્વ નષ્ટ થશે.) ... ૧૪૩૭ હેનાનાજી! અંતે મારો જ વિજય થશે. હું દિવ્યહાર અને સેચનક હસ્તિ લઈને જ જંપીશ. તમને દિવ્ય વસ્ત્રો અને દિવ્ય કુંડલની જોડ નહીં પચશે. (તે પણ હું જ મેળવીશ) કિંમતી વસ્તુઓ કદી હલકા અને અયોગ્ય For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ સ્થાનમાં શોભતી નથી. હું સેચનક હસ્તિને મારી હસ્તિશાળામાં જ બાંધીશ. ... ૧૪૩૮ કાગડાના કંઠમાં કદી નવસરો હાર ન શોભે. વૃદ્ધ ગાયને કેવો શણગાર ? હે વડીલ ! તમને બે હાથ જોડી નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે ક્યાંય ક્રોડોની મિલકત મેળવવા જતાં ક્રોડો ગુમાવી ન બેસો. (જેટલું છે તેટલું બધું જ લૂંટાઈ ન જાય.) ...૧૪૩૯ હે વિશાલા નરેશ ! આગ લાગે ત્યારે સૂકા ઘાસની સાથે લીલું ઘાસ પણ બળે છે. (અર્થાત્ યુદ્ધ થશે તો નિર્દોષ વ્યક્તિઓ પણ મરશે) હલ-વિહલ કુમાર જેવા વિદ્રોહી બંધવોને સહકાર આપીને તમે તમારી રિદ્ધિ-સિદ્ધિ ગુમાવશો. તેઓ ભલે આજે તમારા રાજમહેલમાં શોભે છે પરંતુ ડુંગર તો દૂરથી જ રળિયામણો લાગે ! (સમય જતાં મારા ભાઈઓ પોતાનું અસલી સ્વરૂપ તમને જરૂર દેખાડશે.) ... ૧૪૪૦ ચેડારાય ! તમારા અઢાર દેશના રાજાઓ ક્ષણવારમાં ઘાસના પૂડાના ભારાના અગ્નિની જેમ ખત્મ થઈ જશે. મારી શૂરવીરતા સામે સૌ પ્રથમ રણમેદાનમાંથી નાશી જશો. જેમ હવાની લહેરકીથી વૃક્ષ ઉપરનું પાંદડું નીચે પડે છે તેમ તમે પણ મારા પરાક્રમથી રણમેદાનમાં પોઢી જશો. ૧૪૪૧ તળાવમાં રહેલી કમળવેલ અત્યંત નાજુક અને કૃશ હોય છે. હાથીના ઝુંડને તેને ઉખેડતાં વાર નથી લાગતી. (તેમ મારા બહાદુર યોદ્ધાઓની સામે તમે નિર્બળો ટકી નહીં શકો.)'' કોણિકરાજાએ આ પ્રમાણે પત્ર લખી રાજદૂતના હાથમાં આપ્યો. દૂત પત્ર લઈ ચેડારાજા પાસે આવ્યો. , ૧૪૪૨ ચેડારાજાનો સચોટ ઉત્તર નામી સીસ રહયો તેણઈ ઠામિ, હું આવ્યો છું કોણી કામિ; લ્યો કાગલ વાંચો મુઝ સ્વામિ, હલ વિહલ રાખ્યા કુણ કામિ. જો રાખ્યા તો કાઢો આજ, કોણી રાય ન રાખઈ લાજ; તુમસ્યું વઢસઈ ચોપટ થાય, ત્યારઈ પરિકસી તુંમ થાય. તુમે નબલા કોણી બલવંત, વઢી આણસ્યો આતમ અંત; જરાસંથિ ગાઢો જૂઝાર, નેટિ હણ્યો કાહનિ નિરધાર. ફરસરામ બલીઉ બહુ લાજ, સુભગં મારી લીધું રાજ; ઘણા રાય બાંધ્યા રાવણં, પણિ તેનેિં મારયો લખમણિં ગાઢું બલ તુમ સબલું હસઈ, પણિ કોણીસ્યું નવિ ચાલસઈ; બાહુબલ જિમ બહુ રુઠીઉં, અંતિ દીખ લેઈ છુટીઉં. નમી વિનમી વિદ્યાધર રાય, વઢયા ભરતસ્યું ચોપટ થાય; અંતિ આવી લાગો પાય, લેઈ દીખ્ય શિષ્ય જિન ના થાય. ગાઢા સુર બલીયા છઈ બહુ, હરી આગલિ તે હારઈ સહુ; ત્રિખંડ ભોકતા કોણી રાય, તે આગલિ કુણ જીતી જાય. For Personal & Private Use Only ૨૬૫ ... ૧૪૪૩ ૧૪૪૪ ૧૪૪૫ ૧૪૪૬ ... ૧૪૪૭ ૧૪૪૮ ... ૧૪૪૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ સ્યાનિ વાત વધારઈ આજ, વડુઆ મા િરાખઈ લાજ; માનો બોલ કરો એ કાજ, આપી એહનં રાખો રાજ. બોલંતો નવિ પાછો ટલઈ, તવ ક્ષત્રી બીજા કલ કલઈ; પીસઈ દાંત મરડઈ મુખ હોઠ, કોહોતો સામી કીજઈ લોટ. ચેડો કહઈ મમ મારો કોય, દૂત પાહણીયા સરીખો હોય; પથરિનં કરડઈ કૂતરો, ન જૂઈ સાહમું સીહ જે ખરો. સીહ મારઈ જેણિં મુકયું બાણ, સુણી સુભટ હોયો નર જાણ; આપણ વઢવું કોણી સાથિ, સ્યું બોલો દુતડાની વાતિ. સ્વાન તણઈ દીધું હોય અન્ન, તો તે રાખઈ તેહનું મન; ખાય દૂતડો કોણી તણું, કરઈ વખાણ કાં નહી તસ તણું. એતલું ચુકઈ મુરીખ બાલ, વરણવઈ માં આગલિ મોસાલ; મુઝ બેટીનો જે દિકરો, બહુ કીરતિ તેહની ચું કરો. માય જણી નાખ્યો ઘરબારિ, કરડી આંગુલી તેણઈ ઠારિ; મારી બાનેિં લીધૂં રાજ, કસ્યું વખાણ કરઈ તું આજ. આગિં ઉદરથી ખાધો બાપ, હવઈ લાગસઈ તેહનું પાપ; ઝૂઝ કરઈ વલી બંધવ સાથિ, કાપઈ જિમણો છઈ હાથિ. જે ડાકિણ હોઈ પાંગલી, ઘરનાં માહાસ ખાય વલી; સૂની ભુખી અતિ વિકરાલ, તે ભખઈ પોતાનાં બાલ. અંતિં જઈ નોહઈ તસ ઠેઠિ, દરયોધન ખપાવ્યો નેઠિ; માની બલિ ચાંપ્યો પઈઆલિ, સનતકુમાર િરોગ નિહાલી. અસ્તું વચન દુતડાનિ કહી, ભૂષિં કાગલ વાંચ્યો સહી; કરડી કોની તણા જબાપ, વાંચી કોપ્યો ચેડો આપ. ભાખઇ પાછું ચેડો રાય, પીંડી માંસ તું કો નવિ ખાય; લોચન સહીત હુઉ આંધલો, પગ સુંદર પણિ કહુ પાંગલો. જાણતો એ હુઉ અજાણ, પડઈ દંત કરડતા પાહાણ; કુંજર કાને સાહયો ન જાય, સાયરમાં એ સાણું થાય. પણિ અંધો જિહાં નવિ અથડીય, તવ લિંગ પાછો ન દીઈ પાય; પુગલ પ્રથવી કેહી પરિ ફરઈ, કીડીઈ કુંજર નવ જરઈ. કાંકીડો સીંહનિં સ્યું કરઈ, માછી બલીયાથી છિ મરઈ; દેડકો નઈ નવિ તરઈ, ખીર ખાંડ કુતર નવ જરઈ. For Personal & Private Use Only ૧૪૫૦ ૧૪૫૧ ... ૧૪૫૩ ... ૧૪૫૨ ... ... ૧૪૫૫ ૧૪૫૪ ૧૪૫૬ ... ૧૪૫૮ ૧૪૫૭ ૧૪૫૯ ૧૪૬૦ ૧૪૬૧ ૧૪૬૨ ૧૪૬૩ ૧૪૬૪ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ન બેસી રહઈ નીજ મંદિર આપ, મહી ખણતાં નીકલસઈ સાપ; મણિધર મણિ નવિ લીધી જાય, કસ્યું કરાંઝી કોણીરાય. કાણી આખિં જાગી તો કસ્યું, જો સુતી તોહઈ પણિ તસ્યું; રીઝયો રંક કસ્યું નર દેહ રીસાવ્યો, તો કસ્યું ક૨ેહ. ઘણું લાવ્યો તું કોણી વીર, જુ લાગું કો ન તજઈ ચીર; બીહાવતો મુનિં બહુ વેર, હડસેલ્યો નવિ હાલઈ મેર. કગર બલઈ નહી અગનિં કદા, સુર પ્રતાપી જાતો સદા; વાઈ કોઠ પડઈ નહી આજ, લખઈ લેખ ચેડો મહારાજ. મુરીખ કાંઈ હુઉં વાઉંલી, બુડંતો વલગઈ બાઉલી; અહી ડેંસિં આઉલ ચાવતો, તે મુરીખ ન રહઈ જીવતો. માન કરઈ કોણી છોકરો, લાગઈ હીઈ એહનો આફરો; માગઈ હસ્તિ હોસિં કરી, નરનારી બે ચઢસઈ ફ્રી. કાને કુંડલ હઈઈ હાર, વસ્ત્ર તણો ક૨સઈ સિહગારા; સ્ત્રી વચને રટિ લાગી રાય, પણિ તે પુરી દોહલી થાય. ભીખારીનિં અમૃત આહાર, યોગનિ વંછઈ બહુ સિણગાર; અંધ ચંદની ઈછા ક૨ઈ, એહની હોંસ મનમાંહિં મરઈ. હોંસ કરઈ કોણી જેતલી, મનમાં રહસઈ સહી તેટલી; ન લહઈ ગજ કુંડલ આભર્ણ, હાર વસ્ત્ર સાટઇં લઈ મરણ. કાગલીઆ ઉઘાડો કાન, કાં નાઠી મુરીખ તુઝ સાન; માગઈ પાછાં હલ વિહલ, કોણી પરિ તુઝ ગઈ અકલ. ઘર રાખઈ કાલી ચીથરી, રાખઈ અન નીરખ્યા કરી; પંચક પુરૂષ અજીવ જેહ, રાખઈ નિજ ખેતરનિં તેહ. સિરૂં પોસાઈ વનનું તરણ, કરઈ પુરુષ જે તેહનું શરણ; દંતિ દીધું રાખઈ મરણ, વિવેક ધરઈ વનનું આભરણ. તુલસી તર્ણનિં જનિં તીરય, વલગઈ પુરૂષ તણાઈ નીરય; રાખઈ કે સાથિં સંચરઈ, હાથિ ગ્રહયાની લજા કરઈ. નર ક્ષત્રી પ્રથવી પોતે જેહ, રાખઈ શર્ણ કે પાછો લેહ; કોણી મૂઢ વિમાસઈ નહી, દુતડા બુધિ ગઈ તુઝ કહી. પણિ ફોકટ તુઝ નિંદ્યા કરું, તિ તાહરૂં કીધું વહોતરૂં; જા હવઈ તાહરા સામી પાશ, સુણી વાત તે તિહાં પ્રકાશ. For Personal & Private Use Only ૧૪૬૫ ૧૪૬૬ ૧૪૬૭ ... ૧૪૬૮ ૧૪૬૯ ૧૪૭૦ ૧૪૭૧ ... ૧૪૭૨ ૧૪૭૩ ૧૪૭૪ ૧૪૭૫ . ૧૪૭૬ ૧૪૭૭ ... ૧૪૭૮ ૧૪૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••• ૧૪૮૦ હાક્યો દુત ગયો નૃપ ભણી, વાત સુણાવી ચેડા તણી; શરણિ રાખ્યાનિ કિમ દેહ, તુમનિ તરણ સમા જ ગણેહ. ભિખારી હત્યાનાં આલ, એક જીમિં લખ્ય દીધી ગાલિ; સઘલી મિં મુખ કહી લજાય, મહા દુરદાંત એ ચેડો રાય. ... ૧૪૮૧ એકો નહી દુતડાનું કામ, ગ્રહી લંકા જો પોહતો રામ; વિષમ ઠામ વિષયો રાજાય, ઋષભ કહઈ તુમથી જ થાય. .. ૧૪૮૨ અર્થ:- દૂત મસ્તક નમાવી ચેડારાજા સમક્ષ રાજસભામાં ઊભો રહ્યો. તેણે કહ્યું, “હું કોણિકરાજાનો દૂત છું. રાજાના કાર્ય માટે અહીં આવ્યો છું. તમે મારા રાજાનો આ કાગળ વાંચો. તમે હલ-વિહલ કુમારને કયા કાર્ય માટે અહીં રાખ્યા છે? ... ૧૪૪૩ જો તમે હલ-વિહલ કુમારને સહારો આપી રાખ્યા હોય તો તેમને બહાર કાઢો. કોણિકરાજા કોઈની પણ શરમ નહીં રાખે. કોણિક રાજા બહુ શૂરવીર છે. તે તમારી સાથે યુદ્ધ કરશે તો સર્વનાશ થશે. તમારી શૂરવીરતાની પરીક્ષા ત્યારે યુદ્ધમાં જ થશે. .. ૧૪૪૪ તમે અત્યંત દુર્બળ, શક્તિહીન છો, જ્યારે કોણિકરાજા બળવાન અને પરાક્રમી છે. તમે તેમની સાથે યુદ્ધ કરી તમારા જીવનનો અંત લાવશો. જરાસંઘ ભારે બળવાન હતા છતાં અંતે તો શ્રી કૃષ્ણના હાથે નિશ્ચયથી મૃત્યુ પામ્યા. ... ૧૪૪૫ પરશુરામ પરાક્રમી અને પ્રતિષ્ઠિત હતા છતાં સુભૂમ ચક્રવર્તીએ તેમને મારીને તેમનું રાજ્ય જીતી લીધું. લંકાપતિ રાવણે ઘણા રાજાઓને જીત્યા હતા પરંતુ લક્ષ્મણના હાથે તેમનું મૃત્યુ થયું. .. ૧૪૪૬ સંભવ છે કે તમે બળવાન હશો પણ કોણિકરાજાની શૂરવીરતા પાસે તમારું કાંઈ નહીં ચાલે. ભલે બાહુબલિ રાજા ખૂબ બળવાન હતા છતાં અંતે રિસાઈને દીક્ષા લઈ સર્વ કર્મોથી મુક્તિ મેળવી.... ૧૪૪૭ નમિ અને વિનમી વિદ્યાધર રાજાઓએ ચક્રવર્તી ભરત મહારાજા સાથે યુદ્ધ કર્યું. તેઓ જ હારી ગયા. અંતે તેમણે ભગવાન ઋષભદેવ પાસે આવી તેમના ચરણે નમસ્કાર કર્યા. તેમનું શરણ સ્વીકારી, દીક્ષા લઈ જિનેશ્વર ભગવંતના શિષ્ય થયા. .. ૧૪૪૮ અત્યંત શૂરવીર અને બળવાન ઘણા વ્યક્તિઓ પણ ઈશ્વરની શક્તિ પાસે હારી જાય છે. ત્રણ ખંડના અધિપતિ પરાક્રમી કોણિકરાજાની આગળ કોઈ જીતીને જઈ શકે ખરું? ...૧૪૪૯ કોણિકરાજા તમારી ઈજ્જત કરે છે. તમે તેમનું વચન માન્ય રાખી કાર્ય કરો. તેમને હાર અને હાથી આપી તમે તમારું રાજ્ય સુરક્ષિત રાખો.” ... ૧૪૫૦ દૂતનો બડબડાટ ચાલુ હતો. તે બોલતો બંધ ન થયો ત્યારે બીજા ક્ષત્રિય રાજાઓ દાંત પીસી, મુખહોઠ મરડી, કોલાહલ કરવા લાગ્યા. તેમનું લોહી ગરમ થઈ ગયું) તેમણે ચેડારાજાને કહ્યું, “હે સ્વામી ! તમે આજ્ઞા આપો તો અમે તેને લોટની જેમ મસળી નાંખીએ.” ... ૧૪૫૧ ચેડારાજાએ કહ્યું, “હે નરવીરો! તમે એના પર ક્રોધ ન કરો. દૂત તો પત્થર સમાન છે. કૂતરો પત્થર For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૬૯ ફેંકનાર વ્યક્તિને ન જોતાં પત્થરને કરડવા જાય છે, જ્યારે સિંહ જેવા શૂરવીર વ્યક્તિઓ પત્થર તરફ નજર પણ કરતા નથી. ...૧૪પર સિંહની નજર બાણ મારનાર વ્યક્તિ તરફ હોય છે. હે સુભટો! આપણે કોણિક રાજા સાથે યુદ્ધ કરવું છે. તમે દૂતની વાતો તરફ ધ્યાન ન આપો. તે ચિઠ્ઠીનો ચાકર છે. તેને શું કહેવું? ... ૧૪૫૩ હે સુભટો! જેમ શ્વાનને કોઈએ ખાવા માટે અન આપ્યું હોય તો તે શ્વાન તે વ્યક્તિને સંપૂર્ણ વફાદાર રહે છે, તેમ આ રાજદૂત કોણિકરાજાનું અન ખાય છે તેથી પોતાના રાજાની પ્રશંસા કેમ ન કરે?... ૧૪૫૪ આ મૂર્ણ દૂત એટલું ભૂલી ગયો છે કે તે માતા પાસે મોસાળની વાત કરે છે. તે દૂત! કોણિક મારી પુત્રીનો જપુત્ર છે. તેને હું બરાબર ઓળખું છું. તેની કીર્તિની પ્રશંસા વધારે શું કરું? . ૧૪૫૫ માતાએ તેને જન્મ આપી અળગો કરી વનમાં નાખ્યો. કૂકડાએ તેની આંગળી કરડી નાખી. તેણે પોતાના જ પિતાને મારીને રાજ્ય ઝૂટવી લીધું. તેની તું આજે મારી સમક્ષ શું પ્રશંસા કરે છે? ... ૧૪૫૬ પૂર્વે ગર્ભમાં આવતાં જ પિતાના કલેજાનું માંસ ખાવાનું મન થયું. ત્યાર પછી મોટા થઈને પિતાને માર્યા. અત્યારે તે સગા ભાઈઓ સાથે યુદ્ધ કરશે. તેનું પાપ તેને લાગશે. તે પોતાના જ અંગ સમાન જમણા હાથ (બાંધવો)ને કાપવા તૈયાર થયો છે. .. ૧૪પ૭ જે ડાકણ પાગલ બને છે, તે (વિવેકાવિવેકના અભાવમાં) ડાકણ ઘરનાં સભ્યોને જ ખાય છે. પ્રસવ સમયે ભૂખી કૂતરી વિકરાળ બની પોતાના જ બચ્ચાઓને ખાય છે. (તેમ કોણિક રાજા આજે શાન-ભાન ભૂલીને સ્વજનો સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે.) ... ૧૪૫૮ અંતે કોઈ રીતે દુર્યોધનની ઈર્ષાનો અંત ન આવ્યો ત્યારે તેણે છેવટે પોતાનું જીવન જ ગુમાવ્યું. અભિમાની અને ઉદંડ એવા બલિરાજા નીચે પાતાળ લોકમાં ચંપાયા. પોતાના રૂપનો ગર્વ કરનાર સનસ્કુમાર ચક્રવર્તીએ સોળ-સોળ મહારોગો શરીરમાં જોયાં.(ગર્વિષ્ઠ બની બળનું અભિમાન કરનાર કોણિક રાજા પોતાનું જીવન સ્વયં નષ્ટ કરશે.)'' ...૧૪પ૯ ચેડારાજાએ રાજદૂતને કઠોર શબ્દો કહ્યાં. ત્યાર પછી પોતાના હાથમાં રહેલો પત્ર વાંચ્યો. કોણિકરાજાના ડંખીલા શબ્દો વાંચીને ચેડારાજા ભારે ગુસ્સે થયા. ... ૧૪૬૦ તેઓ ફરી દૂતને સંભળાવતાં બોલ્યા, “દૂત! તારો રાજા પીંડીનું માસ ખાય છે?(પાછળથી નિંદા કરે છે, તેથી તું નયન હોવા છતાં દષ્ટિહીન થયો છે અને સુંદર પગ હોવા છતાં પાંગળો થયો છે.... ૧૪૬૧ હે કોણિક ! તું સમજદાર હોવાં છતાં આજ અણસમજુ, અતિમૂઢ બન્યો છે. પત્થર ચાવતાં પોતાના જદાંત પડે છે. હાથીના કાનમાં કંઈ પડે તો, તેના કાન સતત ફરકતા હોવાથી તે વસ્તુ બહાર ફેંકાય છે. સાગર પણ પોતાની અંદર પડેલી વસ્તુને પાછી ઠેલે છે. (અણહકની વસ્તુઓ સંઘરાય નહીં.) ... ૧૪૬ર આંધળો વ્યક્તિ જ્યાં સુધી થાંભલા સાથે અથડાય નહીં ત્યાં સુધી પાછો પગ વાળતો નથી પરંતુ પાંગળો વ્યક્તિ પૃથ્વી ઉપર પ્રવાસ શી રીતે કરી શકે? કીડી જેવા નાનકડા જંતુથી હાથી જેવું મહાકાય પ્રાણી શી રીતે મૃત્યુ પામે? ... ૧૪૬૩ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' (ક્યાં કાંકીડો અને ક્યાં સિંહ !) કાંકીડો સિંહને શું કરી શકે? નાની માછલીઓ મહાકાય વહેલ માછલીઓનું શું બગાડી શકે ? દેડકો વિશાળ પટવાળી નદીને નતરી શકે. શ્વાનને ખીર ખાંડનું મિષ્ટ ભોજનન પચે. (નિર્બળ બળવાનનું શું બગાડી શકે?) .. ૧૪૬૪ હે કોણિકરાજા! તમે તમારા ઘરમાં ચૂપચાપ બેસી રહેજો. પૃથ્વી ખણવા જશો તો દરમાંથી સાપ નીકળશે. (તમારું પોતાનું જ અનિષ્ટ થશે.) મણિધર નાગ પોતાના મણિને લીધા વિના કદી પાછો ફરતો નથી. (તેમ કોણિકરાજાને હરાવ્યા વિના અમે પાછા નહીં ફરીએ) હે દૂત! તારો કોણિકરાજા આટલું અભિમાન શીદ કરે છે? .. ૧૪૬૫ કાંણી આંખ રાખી જાગતા રહેવાથી શું ફાયદો? કાણી આંખ રાખી સૂતા તો પણ શું ફાયદો? ગરીબને પ્રસન્ન કરવાથી શું વળે? ગરીબને નારાજ કરવાથી પણ તેઓ આપણું શું અનિષ્ટ કરી શકે? (વિકલાંગ અને નિર્ધન પ્રસન્ન થાય કે નાખુશ થાય તેથી કોઈ લાભ ન થાય.) ... ૧૪૬૬ હે દૂત! પશુઓ જ્યાં સુધી કોઈ પાછળ ન પડે ત્યાં સુધી વસ્ત્રો છોડતાં નથી, તેમ તું પણ હું બોલતો નથી ત્યાં સુધી કોણિક રાજા શૂરવીર છે' એવો બડબડાટ ચાલુ રાખે છે. તું મને દુશ્મનોનો ભય દેખાડી ડરાવે છે. શું મેરૂપર્વત ધક્કો મારવાથી કદી પાછો ખસે ખરો? (અમે મરજીવા બની રણમાં લડશું.)...૧૪૬૭ ધાતુ અગ્નિમાં કદી બળતી નથી, તેમ દેવોનું સામર્થ્ય-પ્રભાવ પણ સદા અખંડ રહે છે. શું પવનના ઝપાટાથી કોઠાનું ફળ પડી જાય ખરું? (તેમ હું પણ તારા આ પત્રથી વિચલિત થઈશ નહીં.)” આ પ્રમાણે ચેડારાજાએ કોણિકરાજાને પત્રમાં લખ્યું. ... ૧૪૬૮ ચેડારાજાએ દૂતને કડક શબ્દમાં કહ્યું, “હે મૂર્ખ!તારો કોણિકરાજા આજે ઉન્મત્ત બન્યો છે. જ્યારે પાણીમાં ડૂબીએ ત્યારે બાવળના બટકણા ઝાડને બાથ ન ભીડાય. સાપે ડંખે ત્યારે આવળા(ખાટું) ચાવનારો જીવતો ન રહે. આ નાદાન કોણિક છોકરો આજે અભિમાની બન્યો છે. તેના હૈયે સત્તાનો ઉન્માદ (આફરો) ચઢયો છે. તેણે ભાઈઓ પાસેથી સેચનક હતિ મેળવવાની જીદ કરી છે. કોણિક રાજા અને પદ્માવતી રાણી આ હાથી ઉપર સવારી કરી નગરમાં ફરવા માંગે છે. કાનમાં કુંડલ, ગળામાં દિવ્યહાર અને દિવ્ય વસ્ત્રોનો શણગાર કરી પદ્માવતી રાણી સાથે રાજા ગજ પર આરૂઢ થવા માંગે છે. પદ્માવતી રાણીની હઠના કારણે કોણિકરાજાને હાર અને હાથી મેળવવાની ઈચ્છા થઈ છે પરંતુ તે પૂર્ણ થવી દુર્લભ છે. ••• ૧૪૭૧ ભિખારી અમૃતના આહારની અભિલાષા કરે, યોગિની નવોઢા સ્ત્રી જેવા સોળ શણગારની ઈચ્છા કરે, પ્રજ્ઞાચક્ષુ પૂનમની રાત્રિએ ચાંદની જોવાની મનોકામના કરે તો, તેમની આ હોંશ મનમાં જ મૃત્યુ પામે છે અર્થાત્ કદી પૂર્ણ થતી નથી. ... ૧૪૭૨ કોણિકરાના હાર અને હાથી મેળવવાની જેમ જેમ પ્રબળ મનોકામના કરશે તેમ તેમ તેની અભિલાષા અપૂર્ણ જ રહેશે. તેને સેચનક હસ્તિ, દિવ્ય કુંડલ, દિવ્ય વસ્ત્રો અને દિવ્ય હાર કાંઈ જ નહીં મળે. . ૧૪૬૯ •. ૧૪૭૦ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ આ વસ્તુઓ પ્રાપ્ત કરવા જતાં તેને ફક્ત મૃત્યુ જ મળશે. ...૧૪૭૩ હે દૂતડા! તું કાન ખોલીને સાંભળજે. તારી શાન (બુદ્ધિ) કેમ ઠેકાણે નથી? તું પણ તારા કોણિકરાજાની જેમ મારી પાસેથી હલ-વિહલ કુમારને પાછાં માંગે છે? કોણિકરાજાની જેમ તારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. ... ૧૪૭૪ લોકો ઘરમાં કાળાં ચીથરા જેવી તુચ્છ વસ્તુઓ પણ ક્યારેક કામમાં આવશે તેવું સમજી સાચવીને રાખે છે. ખેડૂત, શઠ એવા અજીવ ચાડિયાને ખેતરમાં અનાજનું રક્ષણ કરવા માટે ઊભો રાખે છે... ૧૪૭૫ વનનું તરણું તુચ્છ હોવા છતાં, જે પુરુષ તેનું શરણું સ્વીકારે છે, તેનું તે પોષણ (રક્ષણ)કરે છે. ચણોઠી દાંત નીચે દબાવીને ચાવવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે, જ્યારે તે ચણોઠીની માળાનો ઘરેણા તરીકે ઉપયોગ કરવાથી શોભી ઉઠે છે. એ માટે વિવેક ધરવો જોઈએ. ...૧૪૭૬ સંકટ સમયે પાણીના વેગીલા પ્રવાહમાં તણાતા વ્યક્તિએ બચવા માટે તુલસીના નાજુક તરણાનો સહારો લેવો કે વૃક્ષના મૂળને હાથથી વળગીને રહેવું અથવા છોડી દેવું તેનો વિવેક તેણે સ્વયં કરવાનો હોય છે. કોણિકને અણહકનું લેવા માટે શરમ આવવી જોઈએ. ... ૧૪૭૭ જે ક્ષત્રિય છે, જે સ્વયં પૃથ્વીપતિ છે; એવો વ્યક્તિ બીજાને શરણ આપે છે કે બીજાનું આપેલું ધન પાછું મેળવે છે. કોણિક આજે મતિમૂઢ બન્યો છે તેથી સારાસારનો કોઈ વિચાર કરતો નથી. તે દૂત! તારી વિવેક બુદ્ધિ ક્યાં ગઈ છે? .. ૧૪૭૮ અરે! હું નિરર્થક તારી નિંદા કરું છું. તેં તારી ફરજ અનુસાર કર્યું. જા હવે તારા હવામી પાસે જઈ આપણી જે વાત થઈ છે તે ત્યાં જઈ કહેજે.” ..૧૪૭૯ ચેડારાજાએ દૂતને ધમકાવીને પાછો મોકલ્યો. તે કોણિકરાજા પાસે આવ્યો. તે રાજસભામાં ચેડારાજા સમક્ષ જે વાતો થઈ તે રાજાને કહી સંભળાવી. દૂતે કહ્યું, “રાજનું! ચેડારાજા કહે છે કે શરણાગતને હું પાછો કઈ રીતે સોંપી શકું? તેઓ તમને વનના તૃણ સમાન તુચ્છ ગણે છે. ... ૧૪૮૦ જો હું ખોટું બોલું તો મને ભિખારી હત્યાનું પાપ લાગશે. તમને ચેડારાજાએ એક જીભ વડે લાખો અભદ્ર શબ્દો કહ્યાં છે. એવાં શબ્દો બોલતાં મને શરમ આવે છે. આ ચેડારાજા દુષ્ટ પરિણામી છે... ૧૪૮૧ ત્યાં મારા જેવા એકલા દૂતનું કોઈ કામ નથી. સીતાને મેળવવા રામ સ્વયં લંકામાં ગયા હતા તેમ આ પ્રતિકૂળ સ્થાન અને આકરા એવા ચેડારાજાને આપ જ વશ કરી શકશો.” દુહા : ૭૪ જો ચાલઈ તો તમે ચઢો, એ છઈ વાંકોઠામ; બહુ સંગ્રામ તહી હોસઈ, નહી કાયરનું કામ. ... ૧૪૮૩ અર્થ:- જો કાર્ય પૂર્ણ થવાનું હોય તો તમે ઘોડે ચઢો. (સફળતા પ્રાપ્ત થવાની હોત યો તે કાર્ય શીઘ કરો) આ સ્થાન (કાર્ય) અટપટું અને દુર્ગમ છે. આ કાર્ય કરતાં ભયંકર સંગ્રામ થશે. આ કાર્ય શૂરવીરનું છે, કાયરનું નહીં. ... ૧૪૮૩ ... ૧૪૮૨ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” •. ૧૪૮૪ ... ૧૪૮૫ ... ૧૪૮૬ આ. .. ૧૪૮૭ આ. ... ૧૪૮૮ આ. ઢાળ ઃ ૬૩ યુદ્ધની સામગ્રી મુકાવો રે મુઝ ઘર નારિ એ દેશી. રાગ : મારુ દુત તણો વચને નૃપ ખીજયો, પ્રયાણ ભંભા વજડાવઈ રે; સુભ મૂરત લેઈ નૃપ ચઢીલ, હઈડઈ હરખ ન માવઈ રે. આવઈ હો કોણી રાય, કટક તણો નહી પારો રે; ખેહિ ડુંગર તે નવિ દસઈ, ન ખમઈ ધરતી ભારો રે. આવઈ કોણી રાય... આંચલી અંજનગિરિ પરબતથી અધિકા, ગજ તેત્રીસ હજારો રે; દંતૂસલ મુસલથી મોટાં, અંબાડીઉં જ અપારો રે. તેત્રીસ સહેસ તિહાં રથ જોતરીઆ, ભરીયા તોબર તીરો રે; નાલિ હવાઈ ગોલા ગોફિણ, લેઈ બેઠા તિહાં વીરો રે. નીલા પીલા રાતા ધોલા, સારંગા હિ કાલા રે; તેત્રીસ લાખ તેજી તિહાં ચાલઈ, ચઢિયા પુરૂષ વિકરાલ રે. જાંબૂ પરિ કાલા વિકરાલા, હસબી હીડઈ સાથિં રે; રાતા રોમી ભૂગલ માતા, લીઈ સીંગણિ હાર્થિ રે. વડા વજીર રાજાના કેતા, સલઈ ટોપ સજાઈ રે; સુભટ કોય રહઈ નહી સાધા, આગલિ થાય ધાઈ રે. સાયર નીર પરિ તે પસરયા, કોણી કટંક નહી પારો રે; નગર વિશાલા પાસિં આવઈ, હોઈ ચેડો હું સીઆરો રે. દુત મોકલીનિ તેડાવઈ, મોટા રાય અઢારો રે; હલ વિહલ હુઆ તિહાં મોરિ, કટક તણો નહી પારો રે. હલ વિહલ અનિં નૃપ ચેડો, જે પણિ રાય અઢાર રે; સહસ સતાવન ગયંવર ગાઈસકલ રાય પરીવારો રે. સહસ સતાવન રથ ઝણઝણતા, સુર સાથી ભલેરા રે; વાય ચોવટા વિશમા દીસઈ, જાણું રથ રવિ કેરા રે. લાખ સતાવન હઈવર હીસઈ, સોવન ઝૂલિ ગલઈ હારો રે; કોડિ સતાવન પાયક પુંઠિ, હાથિ ભલાં હથીઆરો રે. કરી અંધાલ તિલક સિર ધરતા, પૂજઈ આયુધ તામો રે; ઋષભ કહઈ પછઈ સૂરય ઉગ્યો, જોવા રણ સંગ્રામો રે. ... ૧૪૮૯ આ. •.. ૧૪૯૦ આ. ... ૧૪૯૧ આ. ... ૧૪૯૨ આ. • ૧૪૯૩ આ. ... ૧૪૯૪ આ. .. ૧૪૯૫ આ. ... ૧૪૯૬ આ. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ હતી. અર્થ:- દૂતના વચનો સાંભળી કોણિક રાજા ખીજાયા. તેમણે યુદ્ધના પ્રયાણ માટે ભંભા વગડાવી. તેમણે શુભ મુહૂર્તે યુદ્ધ માટે પ્રયાણ કર્યું. (હાર અને હાથી મેળવવાની અભિલાષાથી) તેમના હૈયે હરખ સમાતો ન હતો. ... ૧૪૮૪ તેમની પાસે વિશાળ સૈન્ય હતું. વિશાળ લશ્કરના ચાલવાથી ધૂળની ડમરીઓ આકાશમાં ઉડવા લાગી, તેથી ડુંગરો પણ દેખાતાં અદશ્ય થયાં. વિશાળ સૈન્યનો આજે ભાર ધરતી પણ સહન કરી શકતી ન ... ૧૪૮૫ કોણિક રાજા પાસે અંજનગિરિ પર્વતથી પણ અધિક કાળા અને મહાકાય ૩૩,૦૦૦ હાથીઓનું દળ હતું. તેમના મૂશળથી પણ જાડા અને વિશાળ દંતશૂળ હતા. પ્રત્યેક હાથી અંબાડી સહિત શોભતો હતો. ... ૧૪૮૬ કોણિકરાજાના લશ્કરમાં ૩૩,૦૦૦ રથો જોડેલાં હતાં. જેમાં ઘોડાઓને ચંદી ખવડાવવાની ચામડાની કોથળીઓ અને તીર-બાણ ભર્યા હતા. અનેક શૂરવીર યોદ્ધાઓ તોપ, હવાઈ ગોળા, ગોફણ, જેવાં શસ્ત્રો લઈ શત્રુઓને સામનો કરવા તૈયાર થયા હતા. ... ૧૪૮૭ સેચમાં નીલા, પીળા, લાલ, સફેદ અને કાળા રંગના તેત્રીસ લાખ અશ્વો હતા તેમજ તેઓ વેગિલી ગતિથી ચાલતાં હતાં. તેના ઉપર બેઠેલા સૈનિકો ભયંકરડરામણા લાગતાં હતાં. .. ૧૪૮૮ તેઓ જાંબુના ફળ જેવા કાળા રંગના અને વિકરાળ હતા. આફ્રીકાના આદિવાસી, હબસી જેવા કાળા રંગના ભયાનક સૈનિકો પણ સાથે ચાલતાં હતાં. તેઓ રાતી કેશવાળી, ભુગલ અને ભેરી સહિત હાથમાં ધનુષ્ય લઈ સજ્જ હતાં. ... ૧૪૮૯ કોણિકરાજાના કેટલાક મોટા વજીરો શિરસ્ત્રાણ પહેરી યુદ્ધ કરવા આતુર થયાં હતાં. કોઈ પણ સુભટો યુદ્ધના હથિયાર વિનાના સાદા ન હતાં. તેઓ યુદ્ધ કરવા માટે પ્રથમ હરોળમાં દોડીને આગળ ઊભા હતા. ... ૧૪૯૦ સાગરમાં જેમ નીર દૂર દૂર સુધી પ્રસરેલું હોય છે તેમ રણમોનમાં દૂર દૂર સુધી કોણિકરાજાનું સેન્ચ ગોઠવાયેલું હતું. કોણિકરાજાનું લશ્કર વિશાળ હતું. આ લશ્કર વિશાલા નગરી પાસે આવીને ઊભું રહ્યું. વિશાલા નરેશ ચેડારાજાને સમાચાર મળતાં તેઓ પણ યુદ્ધ કરવા સાવધાન-હોંશિયાર બન્યા.... ૧૪૯૧ ચેડારાજાએ અઢાર દેશના મુખ્ય (નવમલ્લી અને નવ લિચ્છવી જાતિના)રાજાઓને દૂત દ્વારા સંદેશ મોકલાવી તેડાવ્યા. (અઢાર દેશના રાજાઓ પોતાના સૈન્ય સાથે ત્યાં આવ્યા.) હલ-વિહલ કુમાર સૈન્યની મોખરે રહ્યા. તેમનું પણ અપાર સૈન્ય હતું. ... ૧૪૯૨ હલ-વિહલ કુમાર, ચેડારાજા અને અઢાર દેશના રાજાઓનું સૈન્ય યુદ્ધ ભૂમિ પર આવ્યું. ત્યાં ૫૭,૦૦૦ ઉત્તમ ગજેન્દ્રો ગર્જતા હતા તેમજ ચેડારાજાના સર્વ સુભટો યુદ્ધ કરવા થનગનતા હતા.. ૧૪૯૩ યુદ્ધના મેદાનમાં ૫૭,૦૦૦ ચમકતા રથો હતા. જેમાં શૂરવીર યોદ્ધાઓ પોતાના ઉત્તમ સાથીઓ સહિત આરુઢ થયા હતા. આ રથની ધ્વજા ભયંકર વાયુના ફૂંકાવાથી લહેરાતી હતી. આ રથો જાણે સૂર્યનું For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' વિમાન ન હોય તેવાં ચમકતાં હતાં! ... ૧૪૯૪ લશ્કરમાં પ૭ લાખ ઘોડેસવારો હતાં. પ્રત્યેક અશ્વના કંઠમાં સુવર્ણના હાર અને પીઠ પર સુવર્ણની ઝૂલો ઝૂલતી હતી. ૫૭ ક્રોડ પાયદળ તેમની પાછળ પાછળ ચાલતું હતું. તે સૈનિકોના હાથમાં ઉત્તમ પ્રકારના શસ્ત્રો હતા. ... ૧૪૯૫ સુભટોએ નાન કરી યુદ્ધનો પોશાક પહેર્યો હતો. ત્યારે ક્ષત્રિયાણીઓએ તેમના કપાળે કંકુનું તિલક કર્યું. ત્યાર પછી સુભટોએ પોતાના શસ્ત્રોની પૂજા કરી. કવિ ઋષભદાસ કહે છે કે, ત્યારપછી આજનો સૂર્યોદય પણ જાણે રણસંગ્રામ જોવા જ ઉગ્યો હતો. ... ૧૪૯૬ દુહા ઃ ૭૫ - રવિ સંગ્રામ જુઈ તહી, વાગાં તિરણ તૂર; બે સેન મલી એગઠી, જિઉં નઈ સાયર પૂર. ... ૧૪૯૭ કટક ચેડાનું ઉતરયું, શકટ તણાઈ આકાર; કોણી કટક તે ઉતરયું, ગુરૂડ તણી પરિ ધારિ. ... ૧૪૯૮ અર્થ:- સૂર્યદેવ આજે આ શૂરવીર યોદ્ધાઓની લડાઈ જોવા રણસંગ્રામમાં આવ્યા હતા. (રવિનો ઉદય થતાં પોરસ ચડાવવા) ત્યાં શંખાદિ વાજિંત્રો વગાડવામાં આવ્યા. જેમ નદી અને સાગરના પાણીનું મિલન થાય તેમ, બને પક્ષની શત્રુ સેનાઓનું સમરાંગણમાં મિલન થયું. ... ૧૪૯૭ ( વિશાલા નરેશ ચેડારાજાનું સૈન્ય યુદ્ધ ભૂમિમાં શકદાકારે(આગળ થોડું પાછળ ઘણું સૈન્ય હોય તેવી ગોઠવણી)ગોઠવાઈ ગયું. ચંપાનરેશ કોણિકરાજાએ ગરુડાકારે સૈન્યની ભૂહરચના કરી. ... ૧૪૯૮ ઢાળઃ ૬૪ કાલાદિ દસ યોદ્ધાઓનું વર્ણન વેલીની એ દેશી. રાગ ઃ અશાવરી બેહુ કટક મલીયાં તિહાં ભેલાં, શબ્દ ઘોર તિહાં હોય; જાણું ડુંગરા વજિંત્ર ચૂરઈ, જાણું સાયર વેલ્યો. ••• ૧૪૯૯ પરભઈ કાલિ મેહ ગાજી વરસઈ, તસ્યા શબદ રણિ થાય; સોવન સહુ ગજ ગાજી પેહરઈ, મોઢઈ મોગરા સાહય. ... ૧૫૦૦ ગાડાં શસ્ત્ર ભરી ત્યાહાં રાખિ, રાખ્યા રથ બહુ આણી; હઈગઈ ઠાલા પાસઈ રાખ્યા, રાખ્યા ભિંસા પાણી. .. ૧૫૦૧ સંરોહિણી ઉષધી પણિ રાખી, આંગાં ટોપ સમારઈ; વઢવા રર્ણિ કાઢિ તરૂઆરયો, બહુ ગમ ભાટ વિકારઈ. .. ૧૫૦૨ કોણી ઇદેવ પૂજા માંડી, કરઈ આરતી ધૂપો; સોવન સનાહ તિહાં પેહરી, ટોપ ધરઈ સિંહા ભૂપો. ... ૧૫૦૩ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ • ૧૫૦૪ ... ૧૫૦૫ • ૧૫૦૬ . ૧૫૦૭ ... ૧૫૦૮ ••• ૧૫૦૯ ... ૧૫૧૦ ભીડયા ભાથડા ધનુષ ચઢાવી, તવ ગજ ઉપરિ બેઠો; મોતી થાલ વધાવઈ અબલા, આવી રણમાં પેઠો ચેડો પૂજા કરી રણિ ચઢિલ, સલહ ટોપ સજાઈ; ધનુષ બાણ લેઈ કરી રાજા, પિઠો રણમાં ઘાઈ ઉગ્રસેન અંગો અંગિ અલીઆ, થાય બહુ સંગ્રામો; સુભટ કહઈ નૃપ ચેડા કેરું, ન કરૂં લોણ હરામો. બાણ વછૂટઈ આગાં તૂટઈ, રહ્યા પુરૂષ રહિમાંડી; કોણી રાય તણાં નર કોપ્યા, કિમ જઈઈ રણિ છાંડી. હબસી હબસ દેસ કેરા ધાવઈ, કુણ હીંડૂ એ ચેરા; પકડી પાય જંજીરૂં બાહું, ન ચલઈ હમસૂતેરા. મુગલ કાબલી ન ની કંકે, તીખે તીર ચલાવઈ; અવગીદી ચેરેકું પકરિ, હમ આગિં કાહાં જાવઈ; રૂડી રાંતે રણ મિં ધાતે, કુણ હીંડૂ અમ આગિં; હમ લડતે પીછે કિઉં ફરીઈ, સો તરૂઆરિલાનિં. કાલ કુમર ઉઠયો રણિ હાકિ, હાર્થિ લાલ કમાણ્યો; રણથી ટલવા પાછા વલવા, કોણી ભ્રાતની આણ્યો. પછઈ સુકાલ કુંવર તે ઉઠયો, મહાકાલિ રણિ ધાઈ; કૃષ્ણકુમાર શ્રેણિકનો બેટો, રણમાં ચલી જાય. કુમર સુકૃષ્ણ રહઈ નહી સાહ્યો, મહાકુષ્ણ પછઈ ધાઉં; વિરકૃષ્ણ ઉઠયો પછઈ વેગિં, રામકૃષણ કરઈ ળાયો. કુમર પીઉસેનકૃષ્ણ હકારઈ, ચેડા ન જીવત જાય; મહાસેનકુષ્ણ સિંહા કોપ્યો, અશ્વ ચઢી રક્ષિ ધાય. દસ પુત્ર એ શ્રેણિક કેરા, કોણીના સેનાની; બંધવ કાજિ વઢઈ રણમાંહિ, અતિ સૂરા અભિમાની. ક્ષત્રીપાલા અતિ વિકરાલા, કો નવિ જાય ભાગી; કોણી રાય રણિ ચેડો ઝૂઝઈ, લોહ કડાકડી લાગી. પાલઈ પાલા ઝૂઝ સુફાલા, અશ્વિ અશ્વ અનેકો; નાગિ નાગ રથિ રથ લડતા, અપતિ યુધ નહી એકો. હય ગય પુરૂષ પડયા રણમાંહિ, લોહીઈ ચાલ્યા પૂરો; ઋષભ કહઈ એ પાતિગ દેખી, વદન છૂપાવઈ સૂરો. •.. ૧૫૧૧ ... ૧૫૧ર ૧૫૧૩ . ૧૫૧૪ ... ૧૫૧૫ ... ૧૫૧૬ ... ૧૫૧૭ ... ૧૫૧૮ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” અર્થ - બંને પક્ષનું સૈન્ય યુદ્ધ ભૂમિમાં સામસામે એકત્રિત થયું. ત્યાં યુદ્ધની તૈયારી માટેની ભયંકર જય ભંભાનો નાદ થયો. આ અવાજ અતિશય મોટો હતો. જાણે પર્વતના ટુકડે ટુકડા ન થતા હોય! જાણે સાગરમાં ભયંકર લહેરો ઉછળી ન રહી હોય! ... ૧૪૯૯ મેઘગર્જના સાથે અનરાધાર વર્ષા ન થઈ રહી હોય, તેવા ભયંકર અવાજો રણભૂમિમાં સંભળાતા હતા. હાથીઓએ સુવર્ણ ગંજીપો પહેર્યો હતો. હાથીઓની સૂંઢમાં મુગરો શોભતી હતી. ... ૧૫૦૦ બંને દળોએ શસ્ત્રના ભરેલા ગાડાં અને રથો રણભૂમિમાં એક સ્થાને રાખ્યા હતા. તેમણે ઘોડાઓને કપાસિયા પાસે બાંધ્યા અને તેમને પાણી નીયું. .. ૧૫૦૧ સંગ્રામમાં યુદ્ધ કરતાં ઘાયલ થયેલા યોદ્ધઓના જન્મ રૂઝવવા માટે સંરોહિણી ઓષધિ પણ રાખવામાં આવી હતી. સૈનિકોએ પોતાના અંગ ઉપર પહેરવાના બખ્તર ઠીક કર્યા. તેમણે યુદ્ધ કરવા મ્યાનમાંથી તલવારો કાઢી. સૈન્યમાં પોરસ ચઢાવવા ભાટ-ચારણો પણ આવ્યા હતા. ... ૧૫૦૦ કોણિકરાજાએ યુદ્ધના દેવ ઈન્દ્ર મહારાજાની આરતી, ધૂપ-દીપ કરી પૂજા કરી. ત્યાર પછી તેમણે સુવર્ણનું બખ્તર અને અંગે સુરક્ષા કવચ પહેર્યું. .. ૧૫૦૩ કોણિક રાજાએ પીઠ ઉપર બાણ રાખવાના ભાથાઓ બાંધ્યા. ત્યાર પછી તેઓ પોતાના હાથી પર સવાર થયા. ત્યારે પદ્માવતી રાણીએ પોતાના પતિને સાચા મોતીથી વધાવ્યા. કોણિકરાજાએ યુદ્ધમાં જવા પ્રયાણ કર્યું. તેઓ રણમેદાનમાં આવ્યા. ... ૧૫૦૪ ચેડારાજાએ પણ યુદ્ધમાં જવા પૂર્વે કુળદેવીની પૂજા કરી. તેમણે રણભૂમિમાં જવા ચઢાઈ કરી. તેમણે યુદ્ધને યોગ્ય પોશાક જેમ કે બખ્તર, શિરછત્ર વગેરે પહેર્યા. તેઓ ધનુષ્ય, બાણ આદિ શસ્ત્રો લઈ રણભૂમિમાં દોડયા. ... ૧૫૦૫ ઉગ્રસેન રાજા અને ચેડારાજા પરસ્પર મળ્યા. બને યોદ્ધાઓ વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું. ચેડારાજાના સુભટોએ કહ્યું, “અમે અમારા રાજાનું નમક ખાધું છે તેથી નમકહરામ નહીં બનીએ.” ... ૧૫૦૬ ઉગ્રસેન રાજાનાં બાણ સન્ કરતાં શત્રુ પક્ષ ઉપર છૂટયાં. રણસંગ્રામમાં ઘણા શત્રુ સેનાનીઓનાં અંગોલોહીલુહાણ થયાં. ચેડારાજાના સુભટો ઘાયલ થયા હોવાછતાં યુદ્ધનું મેદાન ન છોડવું.... ૧૫૦૭ હબસ દેશના હબસીઓ શત્રુઓને મારવા દોડયા. તેમણે પડકાર ફેંકતા કહ્યું, “ખબરદાર! એ કોણ ‘દાસ’ રણભૂમિ છોડીને નાસે છે? તેમને પકડી પગમાં જંજીર બાંધો, જેથી તે “સૂતપુત્ર' ચાલી જ ન શકે.” .. ૧૫૦૮ રણભૂમિમાં ભૂંગળ, કાબલી, નેની, કંક (પીંછાળું તીર) અને તીણ જલદ તીરો વડે સુભટો લડતાં હતાં. (યુદ્ધમાં વિવિધ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થયો હતો.) તેઓ મોટેથી ત્રાડ પાડી કહેતાં હતાં કે, “કેદખાના સમાન દાસરૂપી કુંપથી બચીને તમે અમારી પાસેથી ક્યાં જશો? (અમારા પંજામાંથી તમે છટકી નહીં શકો?). .. ૧૫૦૯ અજવાળી રાતે રણમાંથી દોડીને અમારી આગળથી બચીને કોણ દોડયું? અમારી સાથે લડતાં For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ પાછાં કોણ ફરે છે ? તેઓ સૌ તલવારોથી છેદાઈ જશે.'' (યુદ્ધમૂમિને છોડી ડરપોક બનીને નાસી જવું તે કરતાં યુદ્ધના મેદાનમાં પોતાના જીવનનું બલિદાન આપવું શ્રેયસ્કર છે.) ... ૧૫૧૦ 'કાલકુમાર (શત્રુસેનાનીઓને ભગાડવા) હાંક મારીને રણમાં લડવા ઊભા થયા. ત્યાં હાથીએ તેમને લોહીલુહાણ કરી માર્યા તેથી રણમાંથી પાછા વળવા તેઓ કોણિક ભાઈની પાસે ગયા. ૧૫૧૧ ૧૫૧૨ ત્યાર પછી સુકાલ કુમાર યુદ્ધમાં જવા ઉઠયા. તેમને જોઈને મહાકાલ કુમાર પણ રણમેદાન તરફ દોડયા. મહારાજા શ્રેણિકના પુત્ર કૃષ્ણકુમાર પણ યુદ્ધ કરવા તત્પર થયા. તેમણે પણ યુદ્ધભૂમિ તરફ ઝડપથી પ્રયાણ કર્યું. (પ્રત્યેક કુમાર સાથે ત્રણ ત્રણ હજાર હાથીઓ, અશ્વો, તેટલા જ રથો અને ત્રણ કોટી પાયદળોનું સૈન્ય હતું) પોતાના ભાઈઓ જ્યારે યુદ્ધભૂમિમાં પોતાની વીરતા બતાવવા ગયા ત્યારે સુકૃષ્ણ કુમારથી આ સહન ન થયું. પોતાનું ક્ષત્રિયત્વ બતાવવા તેઓ પણ લડાઈના મેદાનમાં દોડયા. તેમને જોઈને ત્યાર પછી તેમના ભાઈ મહાકૃષ્ણ કુમાર પણ પોતાનું પાણી બતાવવા રણમેદાનમાં દોડયા. પોતાના બંધુઓને સાથ આપવા અને શત્રુઓનો સંહાર કરવા વીરકૃષ્ણ કુમાર ઉઠયા. તેમને જોઈને રામકૃષ્ણ કુમાર પણ યુદ્ધભૂમિમાં આવ્યા. તેઓ શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યા. ૧૫૧૩ પ્રિયસેનકૃષ્ણ કુમાર જુસ્સામાં હુંકારો કરતાં યુદ્ધ ભૂમિમાં પ્રવેશ્યા, ‘જો જો ચેડારાજા જીવતા ન જવા જોઇએ.’ (સર્વત્ર મારો અને કાપોના ભીષણ અવાજો થતાં હતાં.) આવા પડકારોથી મહાસેનકૃષ્ણ કુમારનું ક્ષત્રિય લોહી ગરમ થઈ ગયું. તેઓ ગુસ્સામાં અશ્વ ઉપર ચઢી શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. તેઓ પોતાના બાંધવોની રક્ષા ક૨વા યુદ્ધ ભૂમિ તરફ દોડયા. ૧૫૧૪ કાલકુમાર આદિ ઉપરોક્ત દસ રાજકુમારો મહારાજા શ્રેણિકના પુત્રો હતા. તેઓ અતિ શૂરવીર અને સ્વાભિમાની હતા. તેઓ પોતાના ભાઈ કોણિકરાજા માટે, પોતાના નાના ચેડારાજા સાથે યુદ્ધમાં ઉતર્યા હતા. તેઓ કોણિકરાજાના બાહોશ સેનાપતિઓ હતા. ૧૫૧૫ આ દશે સેનાપતિઓ ક્ષત્રિય ધર્મનું પાલન કરવામાં અતિ દઢ઼ હતા. તેઓ નીડર હતા. તેઓ યુદ્ધની ભયંકરતા જોઈ ડરીને ભાગી જાય તેવા ડરપોક ન હતા. ચંપાનરેશ કોણિકરાજા અને વિશાલા નરેશ ચેડારાજા બન્ને શૂરવીર યોદ્ધાઓ રણભૂમિમાં સામ સામે ઝઝૂમતા હતા. બંનેની તલવારો પરસ્પર ટકરાતાં ટંકારવ થયો. ... ... ૨૭૭ ... ૧૫૧૬ જેમ પાડે પાડા એકબીજા સાથે ઝઘડે તેમ બંને યોદ્ધાઓ છલાંગ લગાવીને એકબીજા સાથે બાથે વળગ્યા. યુદ્ધભૂમિમાં અશ્વથી અશ્વ પરસ્પર ટકરાયા. હાથીની સાથે હાથી અને રથની સાથે રથના યોદ્ધાઓ લડતા હતા. સૌ એકબીજા સાથે યુદ્ધ કરતા હતા. ત્યાં યુદ્ધ કર્યા વિનાનો કોઈ યોદ્ધો ન હતો. ... ૧૫૧૭ આ યુદ્ધભૂમિમાં અનેક ઘોડેસવારો ઘાયલ થઈને પડયા હતા. તેમના શરીરમાંથી લોહી વહેતું હતું. (૧) શ્રેણિક૨ાજાના દસ રાજકુમારોનાં નામ – કાલકુમાર, સુકાલકુમાર, મહાકાલકુમાર, કૃષ્ણકુમાર, સુકૃષ્ણકુમાર, મહાકૃષ્ણકુમાર, વીરકૃષ્ણકુમાર, રામકૃષ્ણકુમાર, પિતૃસૈનકૃષ્ણકુમાર, મહાસેનકૃષ્ણકુમાર. આ દસ અને કોણિક મળી અગિયાર રાજકુમારો સંયમ ગ્રહણ કર્યા વિના મૃત્યુ પામી નરકમાં ગયા. (શ્રી નિરયાવલિકા સૂત્ર : ૧/૧/૪/૭-૮.) For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' રણભૂમિમાં લોહીની નદીઓ વહેતી હતી. કવિ ઋષભદાસ કહે છે કે (યુદ્ધનું આવું દશ્ય) પાપ કર્મોની પરાકાષ્ઠા જોઈ, શરમથી સૂર્યદેવ પણ પોતાનું વદન છુપાવી અસ્તાચલ પર ચાલ્યા ગયા. ... ૧૫૧૮ દુહા ઃ ૭૬ કોતિગ ચંદજૂઈ પછઈ, બેહરણિ ઝૂઝઈ રાય; સુભટ બહુ ચેડા તણા, રવાણી કારણિ થાય. ••• ૧૫૧૯ અર્થ:- પછી રાત્રિના સમયે ચંદ્ર દેવ તે કૌતુક જોવા ઊભા રહ્યા. કોણિકરાજા અને ચેડારાજા આ બંને વીરો સંગ્રામમાં ઝઝૂમતા હતા. ત્યારે ચેડારાજાના ઘણા સુભટો પોતાના સ્વામીની મદદે દોડયા. .. ૧૫૧૯ ઢાળ : ૬૫ ભીષણ યુદ્ધ લંકામાં આવ્યા શ્રી રામ એ દેસી. રાગઃ મારૂ સ્વામી કારણિ રણમાં ધાય રે, કિહાં કોણી રાય રે; તાહરૂં પુરૂં થયું સહી આયા રે, હવઈ જીવતો તું નવિ જાય રે. ... ૧૫૨૦ એક કહઈ એ વંશ વિશ્રુધ રે, ભલિ માંડિ૯ એણિ અહીં યુધ રે; ઘણા દિવસના ખરજઈ હાથો રે, થાઉ ઉસીકલ નર નાથો રે. ... ૧૫ર૧ ઘણા દિવસના જે હથીઆર રે, કાટિ ભરયાં થયાં ખેઆર રે; તેહનિ બાહિર આજ હું કાઠું રે, વયરીનાં મસ્તગ પાડું . એ મછર છઈ સઘલા વીર રે, ઉતારચું હવઈ એહનું નીર રે; કાયર હણતાં સીએ વાર રે, કહઈ ઋષભ હસઈ જયકાર રે. .. ૧૫ર૩ અર્થ:- વિશાલા નરેશ ચેડારાજાના સુભટો તેમની મદદ કરવા યુદ્ધભૂમિમાં દોડયા. તેઓ મોટેથી બોલતા હતા કે, “કોણિકરાજા ક્યાં છે? તેમને પકડો” સુભટો પડકાર ફેંકતા બોલ્યા, “હે કોણિકરાજા! તમારું આયુષ્ય આજે પૂર્ણ થયું જ સમજો. હવે તમે રણ સંગ્રામમાંથી જીવતા પાછા નહીં ફરી શકો.” ..૧૫૨૦ એક સુભટે ગુસ્સામાં કહ્યું, “કોણિકરાજા વંશ વિશ્રુધ (કલંકિત) છે. જે થયું તે સારું થયું. તેમણે અહીં ભલે યુદ્ધના શ્રી ગણેશ કર્યા! અમારા હાથમાં ઘણા દિવસથી (યુદ્ધ કરવા માટે) ખંજવાળ-ખરજ થતી હતી. (અમે યુદ્ધ કરવા ઉત્સુક હતા.) અમે યુદ્ધ કરી અમારા સ્વામીનું આજે ઋણ ચૂકવશું. ... ૧૫૨૧ આ યુદ્ધના હથિયારો ઘણા સમયથી યુદ્ધશાળામાં નકામાં પડયાં હતાં. આ શસ્ત્રોનો ઉપયોગ ન થવાથી તેના પર કાટ ચડયો છે. કાટવાળા શસ્ત્રો બેકાર બન્યા છે. તે શસ્ત્રોને બહાર કાઢી સજાવું. તે શસ્ત્રો વડે હું શત્રુઓના મસ્તક ધડથી જુદા કરીશ.” ... ૧૫રર ચેડારાજાના સુભટોએ આહવાન આપતાં કોણિકરાજાએ કહ્યું, “તમારા પક્ષમાં બધા કાયર છે. અમે બધા શૂરવીર છીએ. પોતાની શૂરવીરતાની બડાઈ હાંકનારા સુભટોનો અમે ગર્વ ઉતારશું. કાયરોને મારતાં શું વાર લાગશે?” સુભટોએ કહ્યું, “વિજય તો અમારો જ થશે,' એમ કવિ કહે છે. .. ૧૫ર૩ ... ૧૫૨૨ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ દુહા : ૭૭ ૧૫૨૪ ૧૫૨૪ રાગ : અશાવરી સીપૂર્વ જે હોસઈ ચેડા તણઈ, ન રહઈ કોણી નૂર; અસ્તું કહીનિં ઉઠીઆ, ચેડાના ભલ સૂર. અર્થ - ચેડારાજાનો સર્વત્ર જય જયકાર થશે. કોણિક રાજાનું અભિમાન ચૂર ચૂર થઈ જશે;'' એવું કહીને ચેડારાજાના શૂરવીર સુભટો ઉઠયા. તેઓ યુદ્ધના મેદાન તરફ દોડયા. ઢાળ ઃ ૬૬ અમોઘ બાણ વડે સેનાપતિઓનું મૃત્યુ કાહન વજાવઈ વાંસલી એ દેશી. સુર લડઈ રણમાં બહુ, ઘર માયા મુંકઈ; ધનુષ ચડાવીનિં ધસઈ, નર બાણ ન ચૂકઈ. સુર ગણો તન ઉલસઈ, તવ આગા ત્રૂટઈ; ચાલો રણિં ઝંપાવીઈ, તિહાં મરવું ખૂટઈ. મસ્તગિ વેણી ઉહલસઈ, શરિ ટોપ ન આવઈ; સુર સુભટ તે આગલિં, જીવત કુણ જાવઈ. કેતા નર રણમાં ધસઈ, કાઢી તરૂઆરયો; દંડ સાંગિ લેઈ ધસઈ, થઈ મારયા મારયો. એક ભાલો ઊંચો કરી, તિહાં યમ નોંહતરતો; આવો ભષ્ય તુમ દીજઈ, રહઈ ઘર ઘેર ફરતો. અસ્યાં વચન બોલઈ મુખિં, રણિ સાહમાં આવઈ; રીંછ ચામડઈ વીટયા, શિર ટોપ બનાવઈ. કુરમ ચરમ સરખા વલી, સલહ બગતર પેહરી; ગરજ તણા ઘા બહુ કરઈ, નર સોય નમે હરી. માથા વિઠ્ઠણાં ધડ ધસઈ, નવિ જાય છાંડી; ચેડો કોણી બેહુ વઢઈ, રામાયણ માંડી. ચેડો સમકિત નો ધણી, રાખઈ વ્રત બારો; એક બાણ મુંકઈ સહી, મારઈ નિરધારો. સેનાપતિ તિહાં મારીઉં, નામેિં જે કાલો; કોણી મુખ ઝંખુ થયું, પડી ઉદર ફાલો. સુકાલ બીજઈ દિન હણ્યો, મહાકાલ જ મારયો; કૃષ્ણ પડયો રણમાં સહી, સુકૃષ્ણ જ હારયો. For Personal & Private Use Only ... ... ૨૭૯ ૧૫૨૫ ૧૫૨૬ ... ૧૫૨૭ ૧૫૨૮ ૧૫૨૯ ... ૧૫૩૦ ૧૫૩૧ ૧૫૩૨ ૧૫૩૩ ૧૫૩૪ ... ૧૫૩૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” મહાકૃષ્ણ મુઉં સહી, વિરકૃષ્ણ જ મારયો; રામકૃષ્ણ પડીઉં યદા, કોણી હડવડીઉં. •.. ૧૫૩૬ પીઉસેનકૃષ્ણ જ વલી, નોમઈ દિનિ ચડીઉં; ચેડઈ બાણ મુકિઉં તહી, તેહઈ રણિ પડીઉં. ... ૧૫૩૭ મહાસેનકૃષ્ણ જ વલી, દસમઈ દિનિ આવઈ; ચેડઈ બાણ મુકિઉં તહી, જિમ મંદિર જાવઈ. ... ૧૫૩૮ દસ દિવસ દસ જણ હણયા, કાલાદિક ભ્રાતો; ઋષભ કહઈ કોણી તણઈ, તવ ચિંતા થાતો. ... ૧૫૩૯ અર્થ:- શૂરવીર યોદ્ધાઓ ઘરબાર, પરિવારજનોની માયા મૂકી, નિર્મોહી બની પોતાના મહારાજાનું ઋણ ચૂકવવા યુદ્ધ ભૂમિમાં મરણિયા બની લડતા હતા. તેઓ ધનુષ્યની પણછ ચડાવીને શત્રુઓની પાછળ વેગથી દોડતા હતા. તે શૂરવીર બાણાવળીઓનું એક પણ બાણ ખાલી જતું ન હતું. ... ૧૫ર૫ સેનાપતિઓમાં ખમીર પ્રગટ થતાં તેઓ શત્રુ સૈન્ય ઉપર આગની જેમ તૂટી પડયાં. તેઓ શૂરવીરતા પૂર્વક લડતાં બોલ્યાં, “ચાલો સાથીઓ! રણમેદાનમાં ઝંપલાવીએ. આપણા રાજા માટે યુદ્ધ કરતાં કરતાં આયુષ્ય ખૂટશે તો ત્યાં આપણું મૃત્યુ થશે.”(આપણી સદ્ગતિ થશે.) ... ૧૫ર૬ સેનાપતિઓના વીરતાભર્યા વચનોથી સુભટોના તન વિસ્તીર્ણ થયા. તેમના માથાના વાળ વિકસ્યા (વિખેરાયા). તેમના મતકનું શિરછત્ર પણ નાનું પડયું તેથી માથા પર ન આવ્યું. આવા ખુમારીવંત સુભટો પાસેથી કયા શત્રુઓ બચીને જઈ શકે? ... ૧૫ર૭ કેટલાક વીર યોદ્ધાઓએ મ્યાનમાંથી ધારદાર તલવારો કાઢી યુદ્ધના મેદાનમાં દોટ મૂકી. કેટલાક સુભટો દંડ, બરછી, ભાલા જેવા વિવિધ તીક્ષ્ણ હથિયારો લઈ દોડયા. બંને પક્ષના શત્રુઓ વચ્ચે આક્રમક યુદ્ધ થયું. બળવાન યોદ્ધાઓ એક વાર ભાલો ઊંચો કરી શત્રુઓ ઉપર પ્રહાર કરે તો કેટલાય શત્રુ સેનાનીઓને યમસદને પહોંચાડતા હતા. શૂરવીર સુભટો શત્રુ સેનાનીઓને લલકારતાં કહેતાં હતાં કે, “તમે (ભિખારીની જેમ) ઘરે ઘરે ભિક્ષા માટે) ફરતા રહો છો તે કરતાં અહીં આવો અમે તમને ભક્ષ્ય (ભોજન) આપીએ.” ... ૧૫ર૯ - સુભટો પોતાના મુખેથી આવાં શબ્દો બોલી શત્રુપક્ષના સેનાનીઓ પાસે સામેથી જતાં હતાં. કેટલાક યોદ્ધાઓએ અંગરક્ષા માટે રીંછના ચામડાથી પોતાનું શરીર અને શિર છત્ર વીંટયું હતું. ... ૧૫૩૦ કેટલાક સેનાનીઓએ દેડકાની ચામડી જેવા વર્ણના બખ્તર પહેર્યા હતાં. તેઓ હાહાકાર કરતાં શત્રુ સેના પર મરણિયા બની પ્રહાર કરતા, આવા શૂરવીર યોદ્ધઓને દેવો પણ નમસ્કાર કરતાં હતાં.... ૧૫૩૧ રણસંગ્રામમાં કેટલાક સુભટોનાં મસ્તકો ખડગો વડે છેદાઈ ગયાં હતાં, છતાં પોતાના ધડને લડવાની આજ્ઞા કરતાં હોય તેમ જણાતું હતું. તેઓ રણભૂમિને છોડી બહાર જવા તૈયાર જ ન હતા. ચેડારાજા For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ અને કોણિકરાજા વચ્ચે યુદ્ધનાં મંડાણ થઈ ગયા હતાં. .. ૧૫૩૨ ચેડારાજા શુદ્ધ સમકિત ધારી હતા. તેઓ બાર વ્રતધારી શ્રાવક હતા. તેમનું પ્રત્યેક બાણ અમોઘ હતું. તેઓ એક બાણ છોડતા, તે બાણ શત્રુઓનો સંહાર કર્યા વિના ખાલી ન જતું. ... ૧૫૩૩ ચેડારાજાએ(ક્રોધથી કંપાયમાન થઈ) તીવ્ર વેગથી તીર છોડી કાલકુમાર નામના કોણિકરાજાના સેનાપતિને પંચત્ત પમાડી દીધો. કોણિકરાજાએ સમાચાર સાંભળ્યા. તેમનું મુખ પ્લાન થયું. તેમના પેટમાં ધ્રાસ્કો પડયો. ... ૧૫૩૪ ચેડારાજાના અમોઘ બાણ વડે બીજે દિવસે સુકાલ સેનાપતિ આહત થયા. ત્યાર પછી મહાકાલ કુમારની જીવનલીલા સમાપ્ત થઈ. કૃષ્ણ સેનાપતિ રણભૂમિમાં ઢળી પડયા. સુકૃષ્ણ સેનાપતિ ચેડારાજાના હાથે જમીનદોસ્ત થયા. ... ૧૫૩૫ ત્યાર પછી મહાકૃષ્ણ સેનાપતિ જીવનથી મુક્ત થયા. ચેડારાજાએ વિરકૃષ્ણ સેનાપતિને પણ સ્વર્ગવાસી કર્યો. રામકૃષ્ણ સેનાપતિનું જ્યારે ચેડારાજાના હાથે મૃત્યુ થયું ત્યારે કોણિકરાજા હિંમત હારી ગયા. ... ૧૫૩૬ યુદ્ધના નવમા દિવસે પ્રીયસેનકૃષ્ણ સેનાપતિ ચેડારાજાની સામે યુદ્ધભૂમિમાં સંગ્રામ કરવા આવ્યા. ચેડારાજાએ બાણ ચઢાવી તેમને નિશાન બનાવ્યા. તેમના બાણ વડે ક્ષણવારમાં પ્રીયસેનકૃષ્ણકુમારનો મૃતદેહ રણભૂમિમાં ઢળ્યો. ... ૧૫૩૭ દસમા દિવસે મહાસેનષ્ણકુમાર યુદ્ધ કરવા ચેડારાજા સમક્ષ આવ્યા. ચેડારાજાએ તેમના પર બાણ છોડયું. જેમ કોઈ ઉતાવળથી ઘરે પહોંચે, તેમ મહાસેનકૃષ્ણકુમાર શીવ્રતાથી યમ મંદિરે પહોંચ્યા.... ૧૫૩૮ ચેડારાજાએ દસ દિવસના બીભત્સ યુદ્ધમાં કોણિકરાજાના કાલાદિક દશ ભાઈઓને માર્યા. કવિ ઋષભદાસ કહે છે કે, કોણિકરાજાને શૂરવીર સેનાપતિઓના મૃત્યુથી અત્યંત ચિંતા થઈ. .. ૧૫૩૯ દુહા : ૭૮ ચિંતાતુર કોણી થયો, મુઝ હણો સઈ હ; સેનાની સઘલા પડયા, યુધ કરતાં જેહ. ... ૧૫૪૦ અર્થ - ચેડારાજા અજોડ બાણાવળી હતા. તેમના અમોધ બાણથી કોઈ બચી શકે એમ ન હતું. ત્યારે કોણિકરાજા ચિંતાતુર બન્યા. તેમને થયું કે, “હવે ચેડારાજા મને પણ જરૂર મારશે.” જેટલા સેનાપતિઓ યુદ્ધમાં લડવા ગયા તેટલા બધા જ ચેડારાજાના હાથે મૃત્યુ પામ્યા. (દસ દિવસના યુદ્ધમાં ચેડારાજાનો વિજય થયો.) . ૧૫૪૦ ચોપાઈ : ૧૬ રાણીઓનો કરુણ કલ્પાંત યુધ કરતા પડિઆ જસઈ, જિન રાજગૃહી આવ્યા તસઈ; વંદન રાય શ્રેણિકની નારિ, કાલી કૃષ્ણાદિક દસ ધારિ. • ૧૫૪૧ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' •.. ૧૫૪૫ પુજી પ્રણમી બહુ સ્તુતિ કરઈ, પૂછઈ પ્રેમિં નેહ મનિ ધરી; કોણી વઢઈ ચેડા સિહં જયાંહિ, અમ બેટા દસ છઈ તેમાંહિ. •. ૧૫૪૨ કાલાદિક સુત અમ જીતસઈ, કિવાં તે વઢતા હારસઈ; વીર કહઈ તે પામ્યા મરણ, ચોથી નરગનું કીધું શરણ. ૧૫૪૩ પામી મરણ તે માનવ થાય, લેઈ દીક્ષાનિ મુગતિ જાય; એ કાલાદિક તણી કથાય, સુણતાં ધરણી ઢલી તસ માય. ... ૧૫૪૪ કરી વાયસ ચેતન કરઈ, પુત્ર તણું દુખ હઈડઈ ધરઈ; આગિં મરણ ગયો ભરતાર, પુત્ર જતાં અમ કુણ આધાર. કરઈ વિલાપનિ રોતી માય, કિમ સહયાં સુત લોહના ઘાય; સોવન સેજ તણો સુનાર, પડયા ભોમિ કુણ કરતા સાર. . ૧૫૪૬ જે શરિ સખરાં ધરતા ફૂલ, તે મતગ નવિ પામઈ મૂલ; બાજુબંધ તું કરિ ધરતા જેહ, પડયા ભોમિ ચંપાઈ તેહ. » ૧૫૪૭ પગે વાણહી જસ નવ લખી, લોહધાર લાગઈ હુઆ દુખી; જાતાં દીઠા વલતાં નવિ વલ્યા, ગયા પુત્ર માતા નવિ મલ્યા. ૧૫૪૮ વીર કહઈ મમ કરો વિલાપ, સંસાર દુખ આગર સંતાપ; કોય ન પોહતી પુરી આસ, ખરો એક મુગતિનો વાસ. . ૧૫૪૯ પણિ સંયમ વિણ તે નવિ હોય, ચેત્યા તે દુખ છૂટા જોય; જે ચેતસઈ તે સિધ થઈ, જન્મ જરા મરણિ છૂટસઈ. ... ૧૫૫૦ સુણી વચન હુઉ વરાગ, નહી સંસારિ રહ્યાનો લાગ; વીર હાર્થિ લઈ સંયમ ભાર, ઋષભ કહઈ સુણયો વિસ્તાર. .. ૧પપ૧ અર્થ - મહારાજા શ્રેણિકના દસે પુત્રો ચેડારાજા સાથે યુદ્ધ કરતાં રણમેદાનમાં ઢળી પડયાં. તેવા સમયમાં રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. મહારાજા શ્રેણિકની કાલી રાણી, કૃષ્ણા રાણી આદિ દસ રાણીઓ પ્રભુના વંદન કરવા ગઈ. .. ૧૫૪૧ તેમણે ભગવાન મહાવીર સ્વામીને વંદન, પૂજન અને નમસ્કાર કરી તેમની ખૂબ સ્તવના કરી. ત્યાર પછી મનમાં નેહધરી વિવેકપૂર્વક પૂછયું, “હે પ્રભુ! કોણિકરાજા અને ચેડારાજાનું જ્યાં યુદ્ધ થાય છે, ત્યાં અમારા દશ પુત્રો પણ ગયા છે. .. ૧૫૪૨ હે પ્રભુ! અમારા કાલાદિક દશ પુત્રો આ યુદ્ધમાં જીતશે કે હારશે?” ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “દેવાનુપ્રિય!તેઓ મૃત્યુ પામ્યા છે. તેઓ ચોથી પંકપ્રભા નામની નરકમાં હેમાભ નામના નરકવાસામાં નારકીપણે ઉત્પન થઈ ત્યાંનું શરણ સ્વીકાર્યું છે.' ...૧૫૪૩ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ તેઓ 'નરકનું આયુષ્ય પૂર્ણ કરી માનવ થશે. ત્યાં માનવ ભવમાં સંયમ સ્વીકારી સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિપુરીમાં જશે. કાલાદિક પોતાના દશે પુત્રોના મરણના સમાચાર સાંભળી તેમની માતાઓ મૂર્છિત બની ધરતી પર ઢળી પડી. ... ૧૫૪૪ દાસીઓએ શીતળ વાયુનો સંચાર કર્યો ત્યારે માતાઓ સચેતન બની. પુત્રના મૃત્યુનું દુઃખ તેમના હ્રદયને વિહ્વળ બનાવતું હતું. તેઓ પુત્રના શોકથી વિલાપ કરતી બોલી, ‘‘પૂર્વે અચાનક પતિનું મૃત્યું થયું. હવે પુત્રો પણ ગયા. હવે (આ વૃદ્ધાવસ્થામાં) અમારો કોણ આધાર થશે ?’’ ૧૫૪૫ માતાઓ આક્રંદ કરતાં બોલી, ‘‘હે પુત્રો ! તમે રણભૂમિમાં લોખંડના શસ્ત્રોનાં કારમાં ઘા તમારા કોમળ શરીરે કેવી રીતે સહ્યાં હશે ? તમે સુવર્ણની મખમલી શય્યા પર સૂવાવાળા આજે રણભૂમિમાં જમીન પર કેમ લેટયા છો ? કોણ તમારી સારવાર કરતા હશે ? ૧૫૪૬ જે મસ્તકે સુંદર ફૂલ ધરાતા હતા તે અમૂલ્ય મસ્તક હવે ન રહ્યું. જે બાંહે બાજુબંધ શોભતા હતા તે બાહુ આજે ભૂમિ ઉપર લોકોના પગ નીચે ચંપાય છે. ૧૫૪૭ જે પગમાં નવલખી મોજડી શોભતી હતી. તે પગના જખ્મમાંથી આજે લોહીની ધારાઓ વહી રહી છે. હે પુત્રો ! તમને અમે છેલ્લે રણભૂમિમાં જતાં જોયાં હતાં પરંતુ તમને ઘરે પાછા આવતાં ન જોયાં. હે પુત્રો ! તમે એકલા જ ચાલ્યા ગયા. તમારી માતાને પણ ન મળ્યા ?’’ ૧૫૪૮ ૨૮૩ ... મહારાજા શ્રેણિકની રાણીઓ પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી વલવલતી કરૂણ કલ્પાંત કરતી હતી ત્યારે પ્રભુએ કહ્યું, “હે દેવાનુપ્રિય ! તમે વિલાપ ન કરો. સંસાર સાગર એ તો દુઃખનો સમૂહ છે. કોઈ પણ વ્યક્તિની આજ સુધી અહીં ઈચ્છાઓ પૂર્ણ થઈ નથી. મુક્તિ એજ શાશ્વત સુખ છે. ૧૫૪૯ મુક્તિ પણ સંયમ વિના ન મળે. જે વિશુદ્ધ સંયમ સ્વીકારે છે, તે સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. જે ડાહ્યા માણસો ચેતી જાય છે તેના કર્મો આત્મપ્રદશથી છૂટાં થાય છે. જે જાગૃત થશે તે સિદ્ધગતિ પ્રાપ્ત કરશે. તેના જન્મ, જરા અને મરણના ત્રિવિધ દુઃખો છૂટશે.'' ૧૫૫૦ ભગવાન મહાવીર સ્વામીના શીતળ વચનો સાંભળી રાણીઓનો વિરહનો અગ્નિ શાંત થયો. તેમના મનમાં વૈરાગ્ય ભાવ જાગૃત થયો. ‘દુઃખભર્યા સંસારમાં રહેવું અસાર છે', એવું વિચારી રાણીઓએ ભગવાન પાસે સંયમ સ્વીકાર્યો. કવિ ઋષભદાસ હવે તે વિસ્તારપૂર્વક કહે છે, તે સાંભળો ૧૫૫૧ દુહા ઃ ૭૯ વિસ્તારિ સંયમ લીઈ, સુતના સુત સંઘાતિ; ઉપશમ ૨સ અંગિં ધરઈ, કષ્ટ કરઈ દિન રાતિ. For Personal & Private Use Only ... ૧૫૫૨ (૧) આગમમાં શ્રેણિક રાજાના છત્રીસ પુત્રોનો ઉલ્લેખ મળે છે. શ્રી નિરયાવલિકા સૂત્ર અનુસાર કાલાદિક દસ અને કોણિક નરકમાં ગયા. જ્યારે બાકીના પચ્ચીસ પુત્રો જાલી, મયાલી, ઉવયાલી, પુરિષસેણ, વારિસેણ, દીદંત, લષ્ટદંત, વેહલ્લ, વેહાયસ, અભયકુમાર, દીર્ધસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત. શુદ્ધદંત, હલ્લ, દુમ, દુમસેન, મહાસેન, સીહ, સિંહસેન, મહાસિંહસેન, પુણ્યસેન, મેઘકુમાર, નંદીષેણ. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર અનુસાર જાલી આદિ ત્રેવીસ રાજકુમારો સંયમિત થઈ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. જ્ઞાતાસૂત્ર અનુસાર મેઘકુમાર અંતે અનુત્તર વિમાનમાં ગયા. નંદીસૂત્રની ટીકા અનુસાર નંદીષેણ સંયમી બની સાધના માર્ગે આગળ વધ્યા. Page #303 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ... ૧૫૫ર ઢાળ ઃ ૬૭ અર્થ:- મહારાજા શ્રેણિકની કાલિયાદિક દસ રાણીઓ અને તેમના પૌત્રો સહિત બહોળા પરિવારે ભગવાન મહાવીર સ્વામી પાસે સંયમ અંગીકાર કર્યો. તેમણે સંયમિત થઈ સમતા રસ ધારણ કર્યો. તેમણે સંયમમાં ઉદ્યમ કરવા દિન-રાત આવતા પરિગ્રહો અને ઉપસર્ગોને સમતા ભાવે સહન કર્યા. શ્રેણિક રાજાની કાલીયાદિક રાણીઓનો તપ માગિ મહીનું દાણ કાહન ગોવાલા રે એ દેશી કષ્ટિ આતમ આપ કાલિ કૃષ્ણ રે, મહાકાલી લઈ દીક્ષ મુંકઈ ત્રીષ્ણા રે; કૃષ્ણાદેવી દિક્ષ અનેિં સુકાલી રે, મહાકૃષ્ણ મુંકઈ પાતિગ ટાલી રે. વીરસુકૃષ્ણા વંદઈ, રામસુકૃષ્ણા રે, પીતુકૃષ્ણાજેહ, મહાસેનકૃષ્ણા રે; રત્નાવલી માહાસી લઘુસીહ સારો રે, સપ્તમિ અષ્ટમી પ્રતિમા તપ ખોવારો રે. ૨૮૪ કનકાવલી કરઈ લઘુસર્વભદ્રા રે, મહાભદ્રા તપ, નહીં તિહાં છિદ્રો રે; ભદ્રાંતર પ્રતિમા તપ તપતી રે, મુકતાવલી ધરઈ પાતિગ ખપતી રે. તપ આંબિલ વર્ધમાન દસમ ધરતી રે, શ્રેણિકની ધર નારિ આપ ઉધરતી રે; ... ... ૧૫૫૩ For Personal & Private Use Only ૧૫૫૪ ટાલી કર્મ ચીકણાં મુગતિ સિધાવઈ રે, દસઈ કુઅર હુઆ દેવ ૠષભ હુણ ગાવઈ રે. ૧૫૫૬ અથઃ- કાલીકૃષ્ણ રાણીએ સંયમ લઈ ઉગ્ર તપશ્ચર્યા કરી પોતાના દેહને કષ્ટ આપ્યું. મહાકાલી રાણીએ દીક્ષા લઈ તૃષ્ણાનો ત્યાગ કર્યો. કૃષ્ણાદેવી, સુકાલીદેવી અને મહાકૃષ્ણા રાણીએ ઉગ્ર તપશ્ચર્યા કરી શુદ્ધ સંયમના અનુપાલનથી પાપકર્મોનો ક્ષય કર્યો. ૧૫૫૩ ૧૫૫૫ વીરકૃષ્ણા રાણી, રામકૃષ્ણા, પીતૃસેનકૃષ્ણા તેમજ મહાસેનકૃષ્ણાએ રત્નાવલી, મહાસિંહ, લઘુસિંહ આદિ વિવિધ તપ કર્યાં. તેમણે ભિક્ષુની સાતમી-આઠમી અને નવમી પડિમા ધારણ કરી વિપુલ કર્મોનો ખુવાર કર્યો. ૧૫૫૪ (૧) શ્રેણિક રાજાની દસ રાણીઓના નામ - ૧) કાલી રાણી ૨) સુકાલી રાણી ૩) મહાકાલી રાણી ૪) કૃષ્ણા રાણી ૫) સુકૃષ્ણા રાણી ૬) મહાકૃષ્ણા રાણી ૭) વીરકૃષ્ણા રાણી ૮) રામકૃષ્ણા રાણી ૯) પિતૃસેનકૃષ્ણા રાણી ૧૦) મહાસેનકૃષ્ણા રાણી. (શ્રી અંતગડદશાંગ સૂત્ર, વર્ગ-૮,અ.૧થી ૧૦, પૃ.૧૫૬ થી ૧૯૩) (૨) શ્રેણિક રાજાના દસ પૌત્રૌ : આ દસે ભાઈઓના નામ તેમની માતાના નામના આધારે છે. ૧) પદ્મ ૨) મહાપદ્મ ૩) ભદ્ર ૪) સુભદ્ર ૫) પદ્મભદ્ર ૬) પદ્મસેન ૭) પદ્મગુલ્મ ૮) નલિનીગુલ્મ ૯) આનંદ ૧૦) નંદન. આ દસે આત્માઓએ એક મહિનાનો સંથારો કર્યો. નવમા આનત અને અગિયારમા આરણ તે બે દેવલોક સિવાય દસે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી બારમા કલ્પોપન્ન દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતીએ ઉત્પન્ન થયાં. (શ્રી નિરયાવલિકા સૂત્ર, વર્ગ - ૨, અ. ૧, સૂત્ર - ૧, પૃ. ૬૦-૬૧.) (૩) શ્રી અંતગડદશાંગ સૂત્ર, પરિશિષ્ટ - ૨, પૃ. ૨૦૨. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ રાણીઓએ કનકાવલી તપ કર્યું, તેમજ લઘુસર્વતોભદ્રા અને મહાસર્વતોભદ્રા તપ પણ કોઈ પણ જાતના દોષ લગાડ્યા વિના શુદ્ધપણે કર્યું. આ ઉપરાંત ભદ્રોતર પ્રતિમા કરી કર્મોને તેમણે તપાવ્યા તેમજ મુક્તાવલી તપ દ્વારા પાપ કર્મોનો ક્ષય કર્યો. મહારાજા શ્રેણિકની કાલિયાદિક દશે રાણીઓએ વર્ધમાન તપની આરાધના કરતાં ચીકણાં કર્મોનો ક્ષય કર્યો. તેમણે મુક્તિ પદ હાંસલ કર્યું. મહારાજા શ્રેણિકના પૌત્રોએ અણગાર ધર્મ સ્વીકાર્યો. તેઓ આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવ અવતાર પામ્યા. કવિ ઋષભદાસ તેમનાં ગુણગાન ગાય છે. ... ૧૫૫૬ દુહા : ૮૦ ગુણ ગાય દસ કુમરના, તેહનિ એક અવતાર; મહાવિદેહ ખેત્રમાં જઈ, પામઈ ભવનો પાર. •. ૧૫૫૭ કાલાદિક કુમર જ તણી, ભાખી એહ કથાય; સેનાની મરણિ ગયા, ચિંતા કોણી થાય. ... ૧૫૫૮ અર્થ - કવિ ઋષભદાસ મહારાજા શ્રેણિકના દશ પૌત્રોના ગુણગાન ગાય છે. તેઓનો હવે એક જ અવતાર બાકી છે. તેઓ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે. ... ૧૫૫૭ મહારાજા શ્રેણિકના કાલાદિક દશ કુમારોની કથા કહી. કોણિકરાજાના દશ સેનાપતિઓ મૃત્યુ પામ્યા, ત્યારે કોણિકરાજાની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. ... ૧૫૫૮ ઢાળ ઃ ૬૮ સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્રનું આગમન 1 ખિમા છત્રીસીની અથવા આખ્યાનની એ દેશી. કોણી મનમાં ચિંતવઈ, સહી હવઈ હારયા આજ રે; સુભટ સીસ જાતાં ભલું, નહી ભલું જાતાં લાજ રે. •.. ૧૫૫૯ તામ નૃપ પોષધ ધરઈ, અનિં કરાઈ ત્રણ ઉપવાસ રે; ચમાઁદ સુર આરાધીઉં, પૂરો તે મારી આસ રે. ... ૧૫૬૦ પાતાલવાસી આવીઉં, હું કરૂં અહી સંગ્રામ રે; ચેડાનિ મારૂં નહી, ટાઢું સુભટનો ઠામ રે. ૧૫૬૧ વિમાનવાસી આવીઉં, સુધર્મ તેણી વાર રે; રખ્યા કરું તુમ દેહની, નવિ કર્નૃપ પ્રહારિ રે. ૧૫૬૨ કાર્તિક સેઠ તણાઈ ભવિ, મંત્રી તે કોણી જીવ રે; સનેહ સબલો હતો પૂરવિ, તેણેિ પ્રીતિ અહી સદીવ રે. ... ૧૫૬૩ અમરેંદ પૂરવિ પૂરણ હતો, કોણી જીવસ્યું પ્રીતિ રે; તેણેિ ધરઈ અહી સનેહ સબલો, એ ઉતમની રીતિ રે. • ૧૫૬૪ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' અર્થ - કોણિકરાજાએ મનમાં ચિંતન કરતાં કહ્યું, “આજે મારી હાર નિશ્ચિત છે.” સાચો સુભટ પોતાના પ્રાણની આહુતિ આપી શકે પરંતુ રણમેદાન છોડી નાશી જવા જેવી નિર્લજ્જતા કદી ન કરે. ... ૧૫૫૯ (કોણિકરાજાએ પોતાને વિજયી બનાવવા દેવોની સહાયતા લીધી.) કોણિક રાજાએ પૌષધ વ્રત કર્યું, તેમજ ત્રણ ઉપવાસની આરાધના કરી. કોણિકરાજાએ અઠ્ઠમ તપની તપશ્ચર્યા કરી દેવને પ્રસન્ન કર્યા. તેમણે દેવને વિનંતી કરી કહ્યું, “મને યુદ્ધમાં વિજયી બનાવી મારી આશા પૂર્ણ કરો.” ..૧૫૬૦ પાતાળવાસી ચમરેન્દ્ર દેવ પ્રસન્ન થઈ કોણિકરાજા પાસે આવ્યા. દેવે કહ્યું, “રાજનું! હું અહીં યુદ્ધ કરીશ પરંતુ ચેડારાજા શુદ્ધ સમકિતધારી હોવાથી તેમને હું મારીશ નહીં. અન્ય સુભટોનું સ્થાન હું જરૂર છેદીશ. ...૧૫૬૧ સૌધર્મ નામના વૈમાનિક દેવલોકમાંથી સૌધર્મેન્દ્ર આવ્યા. તેમણે કહ્યું, “હે રાજન્! હું તમારા દેહની અવશ્ય રક્ષા કરીશ પરંતુ ચેડારાજાને પ્રહાર નહીં કરું. (કાર્તિક શેઠનો જીવ શકેન્દ્ર દેવ થયો.)” ... ૧૫૬ર કાર્તિક શેઠના સમયમાં કોણિકરાજાનો જીવ તે નગરમાં પ્રધાન મંત્રી હતો. તેને પૂર્વ ભવમાં કાર્તિક શેઠ પ્રત્યે અપાર સ્નેહહતો. તેમની પૂર્વના આગળના ભવની પ્રીતિ અહીં પણ કાયમ રહી. ... ૧૫૬૩ ચમરેન્દ્ર અને શકેન્દ્ર કોશિકરાજાની આગળ પાછળ ગોઠવાયા. સંગ્રામ શરૂ થયો. હલ-વિહલ કુમાર સેચનક હસ્તિ પર આરૂઢ થઈ યુદ્ધ ભૂમિમાં આવ્યા. તેઓ નિત્ય રાતના યુદ્ધ ચર્યાનું દૃશ્ય નિહાળવા રણસંગ્રામમાં જતા. ... ૧પ૬૪ સેચનક હસ્તિનું મૃત્યુ કોણી નઈ પાસિં થયાતે, સંગ્રામ નીતિ થાય રે; હલ વિહલ ગજ ઉપર બેસી, કરી રણિ તે જાય રે. •.. ૧૫૬૫ રાતે વારા તે તિ દીઈ, આવઈ તે કટક જ માંહિ રે; કોણીના નરસિં હણાઈ, નૃપ પાછો વલઈ ત્યાંહિ રે. કોણી કટક વલખું થયું, કરઈ એક વિચાર રે; ખાઈ ખણઈ ફરતી તિહાં, ભરયા તે માંહિ અંગાર રે. ••• ૧૫૬૭. રાતિ દોય ચડીનિ ગયા, ગજ ઉપરિ નર રાય રે; ખાઈ લગઈ ગજ આવીઉં, આઘો ન મુંકઈ પાય રે. •.. ૧૫૬૮ હલ વિહલ કહઈ કુણ વેલી, પીઠિઉ ગજ એહ રે; તુનિ ન ધરઈ મિત્ર માહરા, મિત્ર દેવો છેહ રે. •.. ૧૫૬૯ જાતિવંત તુ સદા જાણ્યો, જ્ઞાની તું ગુણ ધીર રે; ચાલઈ આઘો ચતુર ચમક્કી, કાયર નોહઈ વીર રે. .. ૧૫૭૦ . ૧૫૬૬ (૧) સેચનક હસ્તિ અને હલ-વિહલની કથા : શ્રી ભગવતીજી સૂત્ર, ભાગ - ૨, પરિશિષ્ટ - ૧, પૃ. ૪૨૭. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ • ૧૫૭૪ તાહરઈ કાજિં અમ્યો વઢીયા, તાહર્બલ અને આજ રે; તું છઈ નાયક કટક કેરો, તાહરી ગજમાં લાજ રે. •.. ૧૫૭૧ ગજ ન હાલઈ કિમઈ આદ્યો, તો ખીજયા નર દોય રે; ધિક્કાર ગિરધવ ગજ નહીં તું, આજ કૃતઘન હોય રે. •.. ૧૫૭૨ સાહિબની સંકટિ મુંકી, આપિ અવલો જાય રે; રવાન તસ સુંઘઈ નહી, કાગડા મંશ ન ખાય રે. •.. ૧૫૭૩ સાહિબનિ જે હોય સાહમો, તેહ ન પામઈ જય રે; ઉદાઈ નિ અમાતિ પીઢયો, નેઢિ પામ્યો ક્ષય રે. તું પઈઠયો ગજ રાજ અમનિ, હુઉં અંતિ વાન રે; પચારયો ગજ ઘણું ત્યારઈ, તવ હુઉ અભિમાન રે. ... ૧૫૭૫ તોહિ લૂણ હરામ ન કરું, ન લહઈ સાહિબ મર્મ રે; વચન વિણ કર્યું બોલું, ઉદય આવું કર્મ રે. ... ૧૫૭૬ હલ વિહલનિ ગ્રહ્યા સુંઢિ, ઉતારયા તવ હેઠિ રે; પોત ખાઈમાંહિ બલીઉં, ગયો નરગ નેઠિ રે. ... ૧૫૭૭ પહિલી નરગિં તે ઉપનો, નવિ કરયું લૂણ હરામ રે; 22ષભ કહઈ રણિ હોય ભાઈ, જપઈ ગજનું નામ રે. •.. ૧૫૭૮ અર્થ - ચમરેન્દ્ર પૂર્વે પૂરણશેઠ હતો. તેણે કોણિકરાજાના આત્મા પ્રત્યે ઘણી પ્રીતિ હતી. પૂર્વનો અખૂટ નેહભાવ હોવાથી બંને દેવોએ પ્રીતિધર્મ ધારણ કરી કોણિકરાજાની સહાયતા કરી. પ્રીતિ ધર્મને નિભાવવોએ ઉત્તમ પુરુષોની રીત છે. ... ૧૫૬૫ તેઓ બંને ભાઈઓદરરોજ રાત્રે સેચનક હાથી પર બેસી યુદ્ધ ભૂમિમાં જતા હતા. એક દિવસ તેઓ શત્રુ પક્ષના લશ્કર (છાવણી)માં આવ્યા. તેમણે કોણિકરાજાના ઘણાં યોદ્ધાઓને માર્યા. તેઓ બંને રાજકુમારો ત્યાંથી ઝડપથી નાઠા. ... ૧૫૬૬ કોણિકરાજાનું સૈન્ય ગભરાયું. (કોણિકરાજાને હલ-વિહલ કુમારના અનીતિભર્યા કૃત્યથી ખૂબ ગુસ્સો આવ્યો.) તેમણે હલ-વિહલ કુમારને મારવાની એક તરકીબ વિચારી. તેમણે (સેચનક હાથીનો નાશ કરવા માટે) નગરની ફરતે આવવાના માર્ગ પર મોટી ખાઈ ખોદાવી. આ ખાઈમાં ખેરના અંગારા ભર્યા. (તેના ઉપર માટી પાથરી દીધી.) ... ૧૫૬૭ એક દિવસ રાતના હલ-વિહલ કુમાર ગર્વથી સેચનક હસ્તિ ઉપર બેસી યુદ્ધચર્યાનું દશ્ય નિહાળવા નગરની બહાર આવ્યા. સેચનક હસ્તિ ખાઈની નજીક આવ્યો. તે ત્યાંજ ઊભો રહી ગયો. તે એક પગલું પણ આગળ મૂકવા તૈયાર નહતો. (સેચનક હસ્તિને વિર્ભાગજ્ઞાન હતું. તેને શત્રુના પયંત્રની જાણ થઈ ગઈ.) ... ૧૫૬૮ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ સેચનક હસ્તિ ખાઈની નજીક આવીને ઊભો રહી ગયો ત્યારે હલ-વિહલ કુમારે કહ્યું, “હે ગજરાજ! તને શું આપત્તિ આવી પડી? તું આગળ પ્રવેશતો (વધતો) કેમ નથી ? હે મિત્ર! આ પ્રમાણે અચાનક ઊભા રહી જવું તે તને શોભતું નથી. તું મિત્ર થઈને અમારી સાથે વિશ્વાસઘાત કરે છે ?... ૧૫૬૯ ૨૮૮ અમે તો તને સદા ઉત્તમ જાતિવાન જાણ્યો છે. તું જ્ઞાની, ગુણવાન અને ધીર-ગંભીર છે. આજે અમને આશ્ચર્ય થાય છે કે, તું ખરેખર પશુ થયો છે તેથી કાયર બની ઊભો રહી ગયો છે. હે ચતુર ! તું આગળ પ્રયાણ કર. હે મિત્ર કાયર કદી શૂરવીર ન હોય. ૧૫૭૦ હે ગજરાજ ! તારા માટે થઈને અમે(પિતાની નગરી છોડી) ભાઈઓ સાથે આપસમાં યુદ્ધ કર્યું. તારું પરાક્રમ(બળ) અમારી સાથે છે. અર્થાત્ તારા થકી અમે આજે ઉજળાં છીએ. તું હયદળ સૈન્યના ગજનો નાયક છે. તારી સર્વ ગજોમાં ભારે ઈજ્જત છે.’’ ૧૫૭૧ (હલ-વિહલ કુમારે ગજરાજની ઘણી પ્રશંસા કરી પરંતુ ગજરાજ પર કોઈ અસર ન થઈ.) હાથી કોઈ પણ રીતે આગળ ન વધ્યો ત્યારે બન્ને રાજકુમારો સેચનક હસ્તિ પર ખીજાયા. તેમણે ઠપકો આપતાં કહ્યું, ‘હે કાયર ! તને ધિક્કાર છે. તું આજે નિમકહલાલ નથી રહ્યો પરંતુ નિમકહરામ ગજ બન્યો છે. .. ૧૫૭૨ પોતાના માલિકને સંકટમાં મૂકીને તું હવે પાછો ફરે છે ? ક્યાં ગઈ તારી મર્દાનગી ? જે વિશ્વાસઘાત કરે છે તેને શ્વાન પણ સૂંઘતો નથી. અરે ! કાગડા જેવા પક્ષીઓ પણ તેનું માંસ ખાતા નથી. ... ૧૫૭૩ જે માલિકનો અવિનય કરી તેને છેતરે છે, તેનો કદી વિજય થતો નથી. ઉદાયનરાજાને અમાત્યએ ખૂબ દુઃખ આપ્યું તો છેવટે તેનું મૃત્યુ જ થયું. ૧૫૭૪ હે ગજરાજ ! તું અમને અહીં મુશ્કેલીમાં મૂકે છે ? તું અંતે પશુ(શ્વાન) જેવો જ રહ્યો. અર્થાત્ તને હળધૂત કરવા છતાં તું તારું સ્થાન છોડતો નથી.’' હલ-વિહલ કુમારે સેચનક હસ્તિને ઘણાં મહેણાં મારી કઠોર શબ્દો કહ્યાં. ત્યારે વફાદાર સેચનક હસ્તિને માઠું લાગ્યું. (તેણે વિચાર્યું, ‘હલ-વિહલ કુમાર ગુપ્ત ભેદ જાણતા નથી. મારા ઉપર ઉલટું દોષારોપણ કરે છે, છતાં તેઓ મારા ઉપકારી છે.)’ ... ૧૫૭૫ હું મારા માલિકનું લૂણહરામ નહીં કરું. હું કૃતઘ્ની નહીં બનું. હું મારા માલિકને રહસ્ય મર્મ વ્યક્ત કરી શકતો નથી કારણકે તિર્યંચ ભવમાં હોવાથી એવું કર્મ ઉદયમાં આવ્યું છે. ૧૫૭૬ સેચનક હસ્તિએ બંને રાજકુમારોને બચાવવા તેમને પોતાની પીઠ પરથી સૂંઢ વડે નીચે ઉતાર્યા. તે સ્વયં ખાઈમાં પડી બળી ગયો. સેચનક હસ્તિ મરીને પ્રથમ નરકમાં ગયો. (સેચનક હસ્તિ અનશન કરી, અગ્નિના ખાડામાં કૂદી પડયો. તે શુભ ભાવ સહિત સમાધિમરણ પામી દેવલોકમાં ગયો–સંસાર સપના કોઈ નહીં અપના–પૃ. ૨૭૦) ૧૫૭૭ સેચનક હસ્તિ પહેલી નરકે ઉત્પન્ન થયો. તેણે પોતાના માલિકનું લૂણહરામ ન કર્યું. કવિ ઋષભદાસ કહે છે કે બંને ભાઈઓ સેચનક હસ્તિની વફાદારી અને શૂરવીતાની પ્રશંસા કરી તેનું રણસંગ્રામમાં સ્મરણ કરતા રહ્યા. ... ૧૫૭૮ For Personal & Private Use Only ... ... ... Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ દુહા : ૮૧ ગજબલતો દેખી કરી, નૂરઈ દોય કુમાર; અહો મુરખ આપણ સહી, ન લહયો કસ્યો વિચાર. •. ૧૫૭૯ આપણિ ફોક પચારીઉં, બાલ્યો ગજ ગુણવંત; દુહવ્યો પણિ ખીજ્યો નહી, આપણનિ રાખંતિ. •. ૧૫૮૦ આપણિ બાલ્યો એહનિ, એહ રાજનું સાર; રાજ કર્યું હવઈ ગજ વિના, ગજ હુતો આધાર. ... ૧૫૮૧ ગજ છૂટો મરણ જ લહી, આપણ છૂટઢું કેમ; હય ગય નર બહુ મારીયા, ચક્રી સુભમ જેમ. .. ૧૫૮૨ સુભમ સોય નરગિં ગયો, આપણે જાણ્યું નરગિ; અહો બુડારે બંધવા, સહી નવિ જાવું સરગિ. ••• ૧૫૮૩ અર્થ- સેચનક હસ્તિને અગ્નિમાં બળતો જોઈ હલ-વિહલ કુમારે પશ્ચાતાપ કરતાં કહ્યું, “આપણે કેવાં મૂર્ખ છીએ!આપણે વિચાર પણ ન કર્યો કે ગજરાજ શા માટે આગળ વધતો નથી? ... ૧૫૭૯ આપણે આપણા મિત્ર જેવા ગજરાજને નિરર્થક મહેણાં માર્યા. આપણે જ આપણા ગુણવાના ગજરાજને બાળી નાંખ્યો. આપણે તેને મહેણાં મારી અપમાનિત કર્યો, છતાં તે ખીજાયો નહીં. તેણે મિત્રધર્મ નિભાવી આપણી સુરક્ષા કરી છે. ... ૧૫૮૦ આપણે તેને કટુવચનોના ઉપાલંભ આપી બાળ્યો છે. ખરેખર! સેચનક હસ્તિ રાજ્યની શોભા હતો. આવા બળવાન અને શૂરવીર ગજરાજ વિનાનું રાજ્ય કેવું? આ ગજરાજ તો આપણો આધાર (પીઠબળ) હતો. ... ૧૫૮૧ ગજરાજ અંતે મૃત્યુ પામી આપણાથી છૂટયો પરંતુ આપણે પાપકર્મથી ક્યારે અને કેવી રીતે છૂટશું? સુભૂમ ચક્રવર્તીની જેમ આપણે પણ ઘણાં પ્રાણીઓ અને માનવોનો આ યુદ્ધમાં સંહાર કર્યો છે.... ૧૫૮૨ જેવી રીતે સુભૂમ ચક્રવર્તી નરકમાં ગયા તેમ આપણે પણ નરકમાં જઈશું.અહો! આ યુદ્ધમાં આપણા બાંધવો મૃત્યુ પામ્યા. તેઓ પણ મનુષ્ય ભવ પામીને સંસાર સાગરમાં ડૂબી ગયા. નિશ્ચયથી યુદ્ધમાં મૃત્યુ પામનાર કોઈ સ્વર્ગમાં ન જાય. ...૧૫૮૩ ચોપાઈ : ૧૭ હલ્લ-વિહલ કુમાર સર્વવિરતિના પંથે સરગિન જાવું બંધવ, આપ રાજ્ય કાર્યો કીધાં બહુ પાપ; કુંડલ હાર ચીવરનિ કામિ, બહુ માનવ મારયા રણિ કામિ. ... ૧૫૮૪ એક લોભનિં બીજું માન, ત્રીજઈ ક્રોધિ નાઠી સાન; રાજ ઋધિ પ્રથવી કાય, કરી પાપનિ આવ્યા ઠાય. ... ૧૫૮૫ (૧) સુભૂમ ચક્રવર્તી અહંકાર કરી સાતમો ખંડ સાધવા જતાં લવણ સમુદ્રમાં મૃત્યુ પામ્યા. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' પ્રથવી કુણ સાથિં નવિ ગઈ, લંકા રાવણ સાથિં નવિ વહી; નંદિ મેલ્યું પાપિ કરી, ન ગઈ સાથિં સોવન ફૂંગરી. ... ૧૫૮૬ દરયોધન વઢીલ અતિ બહુ, અતિ ચાલ્યો મુંકી સહી; હલ વિહલ વિમાસ્યું અમ્યું, આપ વઢીને કહ્યું કર્યું. ••• ૧૫૮૭ અગનિમાંહિં પડત જો દોય, તો નરગિં નારક સહી હોય; ગજ બંધવ ઉગારઈ અહી, તો બંધવ ચેતેવું સહી. ... ૧૫૮૮ લીજઈ સંયમ જિનવર પાશ, જિમ નવિ વસીઈ નÍવાશ; કરી પોકાર બોલ્યા એક મના, અમ્યો શિષ્ય સહી વીરના. •. ૧૫૮૯ શાસન દેવી ઉપાડયા સહી, વીર પાશ મુંકયા ગહઈ નહી જિન હાર્થિ લીધી દીખાય, કાલિં ગતિ સૂરપતિની થાય. ... ૧૫૯૦ હલ જયંત વિમાનિ ગયો, વિહલ અપરાજિતમાં રહ્યો; હલ વિહલની એ કથાય, કોણિ રાય ફરી નવિ જાય. ... ૧૫૯૧ તામ વિશાલા લેવા જાય, ગઢ ભૂલેવા કરઈ ઉપાય; ગઢ લીધો નવિ જાય રાય, કોણી કટક તે ઉછું થાય. • ૧૫૯૨ તવ કોણી ચિંતઈ મનિ ખરૂં, લીધા વિણ નવિ પાછો ફર; વરિ અગનિ કરવો પરવેશ, કે લેવો ચેડાનો દેશ. •.. ૧૫૯૩ અગંધ કુલના જે છઈ અહી, બલિ અગનિ વિષ ન લઈ સહી; તિમ હું લીધા વિણ નવિ કર્, ચેડાનિ માર્કે મરું. •.. ૧૫૯૪ ખિણ કેદ કોણી જવ થાય, ચમહેંદો તવ કરઈ રખ્યાય; સુધર્મદેવ હુઉ હોસીઆર, ઋષભ કહઈ સુણયો નર સાર. ... ૧૫૯૫ અર્થ:- હે બાંધવ! આપણે રાજ્યના કાર્યો કરતાં બહુલ પાપકૃત્યો કર્યા છે, તેથી સ્વર્ગમાં નહીં જઈએ. આ રણસંગ્રામમાં દિવ્ય કુંડલ, દિવ્યહાર, દિવ્ય વસ્ત્ર માટે થઈને ઘણા મનુષ્યોનું મૃત્યુ થયું છે.” ... ૧૫૮૪ એક લોભ કષાય, બીજું માન કષાય, ત્રીજું ક્રોધ કષાય જેનાથી સુબુદ્ધિ ભાગી જાય છે. ધન, સમૃદ્ધિ-સંપત્તિ એ પૃથ્વીકાય (માટી) છે. આપણે પૃથ્વીકાય મેળવવા માટે પાપ કર્મ કરીને અહીં આવ્યા છીએ. ... ૧૫૮૫ રાજ્ય સમૃદ્ધિ આજ દિવસ સુધી કદી મૃતદેહ સાથે પરલોકમાં ગઈ નથી. સોનાની લંકા પણ લંકાપતિ રાવણની સાથે ગઈ નથી. નંદરાજાએ પાપ કર્મ કરી સુવર્ણનાં ડુંગરો રચી બહુ ઐશ્વર્ય મેળવ્યું પરંતુ મૃત્યુ સમયે તે સર્વ અહીંજ છોડી ખાલી હાથે પરલોકમાં ચાલ્યો ગયો. ... ૧૫૮૬ દુર્યોધને રાજ્યના લોભ માટે પાંડવો સાથે યુદ્ધ કર્યું, છતાં અંતે સર્વ સમૃદ્ધિ છોડીને ખાલી હાથે આ જગતમાંથી ચાલ્યો ગયો. હલ-વિહલકુમારે વિચાર્યું, “આપણે લડાઈ કરીને અંતે શું મેળવ્યું?”. ૧૫૮૭ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ જો આપણે અગ્નિ ખીણમાં પડયા હોત તો મૃત્યુ પામી ચોક્કસ નરકમાં જ પહોંચત. આપણને આપણા મિત્ર ગજરાજે અહીંઉગાર્યા છે, તો હવે આપણે ચેતી જઈએ. ... ૧૫૮૮ હે બાંધવ! જો નરકમાં ન જવું હોય તો આપણે ભગવાન મહાવીર સ્વામીની પાસે સંયમ લઈએ.” બને ભાઈઓએ મન દઢ કરી, સંકલ્પ કરતાં કહ્યું કે, “અમો વીર પ્રભુના શિષ્ય છીએ!' ... ૧૫૮૯ તે સમયે (ભાવ યતિઓને) શાસન રક્ષક દેવીએ આવીને પ્રસન્નતાપૂર્વક તેમને ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં મૂક્યા. તેમણે ભગવાન મહાવીર સ્વામી પાસે પ્રવજ્યા અંગીકાર કરી (શુદ્ધ સંયમની આરાધના કરી, તપશ્ચર્યા કરી, તેમણે કાળક્રમે દેવલોકમાં દેવ ગતિ પ્રાપ્ત કરી. ... ૧૫૯૦ હલકુમારનો આત્મા જયંત દેવલોકમાં ગયો. વિહલકુમારનો આત્મા અપરાજિત દેવલોકમાં ઉત્પન થયો. (હલ અને વિહલ કુમાર કલ્યાતિત દેવ બન્યા.) આ હલ અને વિહલ કુમારની કથા અહીં સંપૂર્ણ થઈ. કોણિકરાજા યુદ્ધના મેદાનમાંથી પાછા ફર્યા નહીં. ... ૧૫૯૧ કોણિકરાજાની તૃષ્ણા શાંત ન થઈ. અતિ લોભી કોણિકરાજા વિશાલાનગરી લૂંટવા ચાલ્યા. તેમણે ગઢ તોડવાના અનેક ઉપાય કર્યા પરંતુ કોઈ રીતે (દેવ રક્ષિત) ગઢ જીતી શક્યા નહીં. કોણિકરાજાનું લશ્કર આ કાર્ય કરવા માટે ઓછું પડતું હતું. ... ૧૫૯૨ કોણિકરાજાએ મનમાં દઢ સંકલ્પ કર્યો, ‘હું ચેડારાજાનો દેશ લીધા વિના પાછો નહીં ફરું. અગ્નિમાં પ્રવેશ કરીશ પણ ચેડારાજાનો ગઢ લઈને જ રહીશ. ... ૧૫૯૩ અગંધન કુળના સર્પો અગ્નિમાં પડી બળી જાય છે પરંતુ વિષ છોડતા નથી, તેમ હું પણ ગઢ લીધા વિના પાછો નહીં ફરું. હવે તો હું ચેડારાજાને મારીશ અથવા હું પોતે મરીશ.' .. ૧પ૯૪ કોણિકરાજા ગઢ મેળવવાનો ઉપાય ન મળતાં ખેદ કરતા હતા તે જ ક્ષણે ચમરેન્દ્ર તેમની રક્ષા કરવા આવ્યા. સૌધર્મદેવ પણ કોણિકરાજાને મદદ કરવા તૈયાર થયા. કવિ ઋષભદાસ કહે છે કે, હે ઉત્તમ જીવો! હવે પછીનો વૃત્તાંત સાંભળો ... ૧૫૯૫ દુહા : ૮૨ સાર કરઈ નરપતિ તણી, ઈદ્ર કરઈ સંગ્રામ; ચેડો રાય ગૂઝઈ ઘણું, પડઈ સુભટ બહુ તા. ... ૧૫૯૬ અર્થ - દેવો દ્વારા પરાક્રમી કોણિકરાજાની સુરક્ષા થતી હતી. હવે ઈન્દ્ર મહારાજાએ સંગ્રામ શરૂ કર્યો. ચેડારાજા બહાદુર લડવૈયાની જેમ રણસંગ્રામમાં કોણિક રાજાના સુભટો સાથે ઝઝૂમતા હતા. તેમના અમોઘ બાણથી ઘણા સુભટો માર્યા ગયા. ૧૫૯૬ ઢાળઃ ૬૯ મહાશિલાકંટક યુદ્ધ ખિમા છત્રીસીની અથવા આખ્યાનની એ દેશી. પડઈ સુભટ બહુ રણમાં જસઈ, ઉઠયો કોણી રાજા તામ રે; ગજ ઉપર જઈ બિસતો, ઉદાઈ હસ્તિનું નામ રે. ••• ૧૫૯૭ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કવિ શ ષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' ••• ૧૫૯૮ લડઈ શેડો નિવાસો દોય રે, ચમરેંદો તિહાં સજ હોય રે; રણિ સહુકો કોતિગ જોય રે, લડઈ ચેડો નિવાસો દોય રે... આંચલી. ચમદિ ઉઠી માંડીઉં, મહાસિલા કંટિક સંગ્રામ રે; ત્રણિ કાકરા કાષ્ટ જ નાખતો, કરઈ શલા કેરું કામ રે. લડઈ ચડો ચમરિંદો દોય રે, કોણી નૃપ લડતો જોય રે; લ૦ ગજ અશ્વ પડયા રણમાં બહુ, વલી પુરૂષ તણો નહી પાર રે; કોણી નાખઈ સાહ! ત્રણખલું, હોઈ પાહણ તણા પ્રહાર રે. ••• ૧૫૯૯ અર્થ - જ્યારે રણભૂમિમાં ઘણા સુભટોના મૃતદેહો પડેલા જોયા ત્યારે કોણિકરાજા તરત જ ઉઠયા. તેઓ હાથી પર આરૂઢ થયા. તેમના હાથીનું નામ ઉદાયી' હતું. ... ૧૫૯૭ ચેડારાજા અને કોણિકરાજા વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું. કોણિકરાજાના કહેવાથી ચમરેન્દ્ર દેવ પણ લડાઈ કરવા સજજ થયા. રણભૂમિમાં સર્વ લોકો કૌતુક જોતા હતા. અમરેન્દ્ર દેવ ઉઠયા. તેમણે મહાશિલા કંટક સંગ્રામ શરૂ કર્યું. ચમરેન્દ્ર દેવ ઘાસનું તણખલું, કાંકરા-રેતી કે લાકડી જેવી વસ્તુઓ શત્રુ સૈન્ય પર ફેંકતા ત્યારે તે શિલા જેવું કાર્ય કરતી. ... ૧૫૯૮ ચેડારાજા અને ચમરેન્દ્ર બન્ને યુદ્ધ ભૂમિમાં લડતા હતા. કોણિકરાજા આ યુદ્ધને જોતા હતા. રણમેદાનમાં ચારે બાજુ બહુલ સંખ્યામાં હાથી, ઘોડાનાં મૃતદેહો પડયા હતા. વળી અગણિત માનવો રણસંગ્રામમાં લડતાં લડતાં મૃત્યુ પામ્યા હતા. કોણિક રાજા શત્રુ પક્ષના સુભટો પર એક તણખલું નાખતા, તે તણખલાનો પ્રહાર મોટા પત્થર (શિલા) જેટલો થતો. . ૧૫૯૯ દુહા : ૮૩ દઢ અગનિતસ સર્વપથિ, સર્વ શસ્ત્ર વાચાલ; સત પુરૂષનિ સર્વ મિત્ર, સર્વ શત્રુ ભુંજાલ. અર્થ:- રણસંગ્રામમાં સર્વત્ર પત્થરનાં પ્રહારનો અગ્નિ વ્યાપી ગયો. ત્યારે સર્વ શસ્ત્રો પણ નકામાં બન્યા. યુદ્ધભૂમિમાં સજ્જનો અને સર્વ મિત્રો પણ એકબીજાના શત્રુ બન્યા હતા. ... ૧૬૦૦ ઢાળ ઃ ૭૦ મહાશિલાકંટક યુદ્ધનું પરિણામ ખિમા છત્રીસીની અથવા આખ્યાનની એ દેશી સર્વ શસ્ત્ર થઈનિ પરગમઈ, નાખઈ કાકરો થાય તીર રે; અઢાર દેશના રાજા ઉસરયા, નાઠા ચેડાના વીર રે. •.. ૧૬૦૧ ભ૦ ચેડઈ તીર તાણીનિ મુકયો, ધરઈ સુધર્મ સેનાહિં રે; નવિ વાગઈ કોણી રાયનિ, તવ હાથ ઘસતો રાય રે. .. ૧૬૦૨ ભ૦ • ૧૬૦૦ (૧) નોંધ : કોણિક રાજાના ઉદાયી અને ભૂતાનંદ ગજ પ્રથમ રત્નપ્રભા નામની નરકમાં ગયા. (એજ ભા.૪/૧૭/૧, પૃ.૩૨૯) (૨) શ્રી ભગવતીજી સૂત્ર, ભાગ - ૨, શ. ૭, ઉં. ૯, . ૩૯૭ થી ૪૧ર. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ મહારૂં બાણ અમોધ સદા સહી, દેવતાનું આપ્યું એહ રે; તેહ તીર ન વાગો એહનિ, મહારો આવ્યો છેહ રે. •. ૧૬૦૩ ભ૦ તેણઈ ઝગડઈ ચેડો ઉસરયો, જીત્યો ચંપાનો નાથ રે; લખિ ચોરાસી માનવ મુઆ, વ્રત વિહુણા અનાથ રે. •.. ૧૬૦૪ ભ૦ મુઆ ક્રોધ કરતા બાપડા, નરગ ત્રીયંચમાં જાય રે; વલી ઋષભ કહઈ નર આગલિ, રથ મુસલ ઝગડો થાય રે. ... ૧૬૦૫ ભ૦ અર્થ - શત્રુ સેન્ચ પર એક શસ્ત્ર ફેંકતા તે ચારે બાજુથી અનેક થઈ ફેંકાતાં. એક કાંકરો નાખતાં તે તીર બની તીર્ણ પ્રહાર કરતો. આવા શિલાકંટક યુદ્ધથી (નવ મલ્લી અને નવ લિચ્છવી એમ)અઢાર દેશના રાજાઓ નગરમાં પેસી ગયાં. ચેડારાજાના પક્ષના અનેક નરવીરો પણ રણસંગ્રામ છોડી ભાગ્યા. ... ૧૬૦૧ ચેડારાજાએ હવે પોતાનું અમોઘ તીર કોણિકરાજા ઉપર છોડયું. સૌધર્મેન્દ્ર દેવે તે બાણ હાથમાં પકડી લીધું. કોણિકરાજાને અમોધ બાણ ન વાગ્યું ત્યારે ચેડારાજા હાથ ઘસતા રહી ગયા. ... ૧૬૦૨ ચેડારાજાએ જાણ્યું કે, “મારું આ અમોઘ બાણ દેવતાનું આપેલું હોવા છતાં, તે તીરથી આજે કોણિકરાજાન વિંધાયા તેથી મારું પુણ્ય આજે ખૂટયું છે. હવે મારો અંત નિશ્ચિત છે.” ... ૧૬૦૩ ચેડારાજા ચિંતિત બની રણભૂમિમાંથી પાછા ફર્યા. ચંપાનગરીના રવાની કોણિકરાજાનો વિજય થયો. એક દિવસના મહાશિલાકંટક યુદ્ધમાં ૮૪ લાખ અવિરતિધર મનુષ્યોનો સંહાર થયો. ... ૧૬૦૪ તેઓ ભયંકર કોટિનો ક્રોધ કરતાં મૃત્યુ પામ્યા તેથી તેઓ પ્રાયઃ નરક અને તિર્યંચ ગતિમાં ગયા. કવિ ઋષભદાસ કહે છે કે, હે ભવ્યાત્માઓ! ત્યાર પછી રથમુશળ યુદ્ધ થયું. ... ૧૬૦૫ દુહા : ૮૪ ચેડો નૃપ પછઈ નવિચઢયો, તેડયો સુભટ એક સાર; વર્ણનાગનતુ ભલો, દીધો તમ શિર ભાર. ... ૧૬૦૬ ભ૦ સેનાની તેહનિ કરયો, કરજે તું સંગ્રામ; હુઈ નરપતિની આગચા, કરઈ સજાઈ તામ. ... ૧૬૦૭ ભ૦ અર્થ :- બીજા દિવસે ચેડારાજા રણસંગ્રામમાં ન ગયા. તેમણે એક શૂરવીર સુભટને તેડાવ્યો. ચેડારાજાએ વરુણ-નાગ નજીઆ' નામના શૂરવીર શ્રાવક યોદ્ધાને માથે સેચનો ભાર સોંપ્યો. .. ૧૬૦૬ ચેડારાજાએ તેને સેનાપતિ બનાવ્યા. તેમણે આજ્ઞા કરતાં કહ્યું કે, “તમે આજે સંગ્રામ કરજો” પોતાના રાજાની આજ્ઞા થતાં વરૂણ-નાગ નzઆ શ્રાવકે યુદ્ધ ભૂમિમાં જવા માટે તૈયારી કરી. ... ૧૬૦૭ ઢાળ : ૭૧ વરુણ નાગ નzઆ શ્રાવકની કથા સુણો મોરી સજની એ દેશી. રાગ કેદારો તામ વિચારઈ સંગ્રામ કરવો રે, વરણ નાગનટુઉ છઈ કહેવો રે; નવઈ તત્ત્વનો છઈ જાણો રે, અરીહંત દેવની સિર વહઈ આણો રે. ... ૧૬૦૮ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમકિત ધારીનિં વ્રત બારો રે, સાધુ મુનિનિં આપઈ આહારો રે; છઠ છઠનિં પારણું જ કરેઈ રે, વીર વચનનો નહી સંદેહી રે. હુઈ આગન્યા નૃપની જયારઈ રે, છઠ પારણુ છઈ નરનિં ત્યારઈ રે; કરી અઠમનિં ઉઠયો ત્યાંહિ રે, પાપ કરેવું છઈ રણમાંહિં રે. તેણિં મુઝ અઠમનું પચખણો રે, કબી એક સુભ ગતિ લહઈ પરાણો રે; અંતી એહવું કરઈ અંઘોલો રે, આણ્યા કેસર ચંદન ઘોલ્યો રે. પુર્ફિ પૂજ્યા જિનના પાયો રે, આયુધશાલા ચાલી જાયો રે; કીધી પૂજા આયુધ કેરી રે, દીધી વઢવા તણીય ફેરી રે. ભુવન આરીસામાંહિં આવઈ રે, ભલા શોભતા શણગાર બનાવઈ રે; મુગટ કુંડલનિં કંઠિં હારો રે, એક મણિરત્ન શરિ બાંધ્યું સારો રે. સોનાહ સોવન તિં પહેરી ચાલઈ રે, કંચન કેરાં કડાં કરિ ઘાલઈ રે; બાજુબંધ જડિત બંધાવઈ રે, સોવન તણો કટિ પટો બનાવઈ રે. પહેરી મુદ્રિકા કેઉર કહીઈ રે, પગે અમુલિક વાણહિ લહીઈ રે; મસ્તકિ છત્ર સોવિન મઈ સોહઈ રે, પુફ તણી માલા મન મોહઈ રે. તીર તોબરિનેં ધનુષ તે લેઈ રે, ગુરજનિં ગુપ્તિ હાથિ કરેઈ રે; ખેડું ખડગનિં શાંગિ સોહાવઈ રે, રથિ બેસીનિં રણમાંહિં જાવઈ રે. રથ સોવન મઈ ઘંટા ચ્યારો રે, ધજા તણો નવિ લાધઈ પારો રે; જાણું સુરજય તણો રથ આણ્યો રે, એર્કિ જીભિં નવિ જાય વખાણ્યો રે. અશ્વવ તણઈ ગલઈ સોવન હારો રે, પાએ નેઉરના ઝમકારો રે; સોવિન મૂરડા સોવન ઝૂલ્યો રે, જડયાં રત્ન તિહાં બહુ અમુલો રે. એહવઈ અશ્વ રથિં નર બેઠો રે, સબલ સેન લઈ રણમાં પેઠો રે; રથમુશલ સંગ્રામિં ફરતો રે, એક અભિગ્રહ તિહાં પણિ કરતો રે. ન કરૂં પેહલો કોર્નિં થાયો રે, હણ્યા પછી હણું તે ન્યાય રે; ૧૬૨૦ રાખી રથનિં રહયો રણમાંહિ રે, ઋષભ કહઈ વઢઈ સુભટ ત્યાંહિ રે. અર્થ :- ચેડારાજાનો આદેશ થતાં 'વરૂણ-નાગ નન્નુઆ શ્રાવકે સંગ્રામ ભૂમિમાં પ્રયાણ કર્યું. આ વરૂણનાગ નન્નુઆ નામના શ્રાવક કેવા હતા? તેઓ નવતત્ત્વના જાણકાર શ્રાવક હતા. તેઓ અરિહંત દેવની કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ For Personal & Private Use Only ... ૧૬૦૯ ... ... ૧૬૧૦ ૧૬૧૧ ૧૬૧૨ ૧૬૧૩ ૧૬૧૪ ૧૬૧૫ ૧૬૧૬ ૧૬૧૭ ૧૬૧૮ આજ્ઞાના આરાધક હતા. . ૧૬૦૮ તેઓ સમકિત સહિત બાર વ્રતધારી હતા. તેઓ નિત્ય સાધુ-મહાત્માઓને અહારનું દાન આપતા હતા. તેઓ છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતા હતા. તેમને જિનેશ્વર ભગવંતના વચનો પર સંપૂર્ણ શ્રદ્ધા (૧) શ્રી ભગવતીજી સૂત્ર : ભાગ-૨, શ. ૭, ઉં. ૯, પૃ.૪૦૫ થી ૪૧૪. ૧૬૧૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ હતી. તેમને જિનવચનોનમાં અંશ માત્ર સંદેહ ન હતો. ... ૧૬૦૯ ચેડારાજાએ જ્યારે વરૂણ શ્રાવકને સેનાપતિ પદે નિયુક્ત કરી યુદ્ધ કરવા માટેની આજ્ઞા આપી ત્યારે તેમના બે ઉપવાસ થયા હતા. રણભૂમિમાં જઈ યુદ્ધ કરવું એ પાપનું કાર્ય છે તેથી વરૂણ શ્રાવક(બે ઉપવાસનું પારણું ન કરતાં, અઠ્ઠમ (ત્રણ ઉપવાસ)ના પ્રત્યાખ્યાન કરવા ત્યાં ઊભા થયા. ... ૧૬૧૦ મને આજે અઠ્ઠમ તપના પ્રત્યાખ્યાન છે તેથી યુદ્ધમાં મારા પ્રાણ છૂટે તો શુભ ગતિમાં જાય તેવું વિચારી વરૂણ શ્રાવકે અઠ્ઠમ તપ કરી એક ઉપવાસ વધાર્યો. ત્યાર પછી તેમણે સ્નાન કર્યું. તેઓ ધોળેલા કેસર અને ચંદનના ભરેલા કટોરા લાવ્યા. ... ૧૬૧૧ તેમણે કેસર અને ચંદનથી જિનદેવની પૂજા કરી તેમજ પુષ્પો વડે જિન ચરણોની પૂજા કરી. ત્યાર પછી તે આયુધશાળા તરફ ગયા. તેમણે યુદ્ધમાં ઉપયોગી શસ્ત્રોની વિધિપૂર્વક પૂજા કરી. ત્યાર પછી શસ્ત્રોની લડવા માટે આજ્ઞા લઈ તેને પ્રદક્ષિણા આપી. ... ૧૬૧ર તેઓ અરીસા ભુવનમાં આવ્યા. તેમણે સુંદર વસ્ત્રો પહેરી, શરીરે શણગાર કર્યા. તેમણે મસ્તકે મુગટ ધારણ કર્યું. તેમણે કાનમાં કુંડળ અને કંઠમાં રત્નજડિત નવસરો હાર પહેર્યો. તેમણે માથા ઉપર એક શ્રેષ્ઠ મણિરત્ન બાંધ્યું. ... ૧૬૧૩ તેઓ શરીરે સુવર્ણની સ્વચ્છ, ઉજળી સોનાહ પહેરી ચાલ્યા. તેમણે હાથમાં સુવર્ણનાં કડાં પહેર્યા હતા. તેમના બાંયે બાજુબંધ શોભતાં હતાં. તેમણે કમ્મરે સુવર્ણનો કમ્મરપટ્ટો બાંધ્યો હતો. .. ૧૬૧૪ તેમણે દશે આંગળીઓમાં સુવર્ણની અંગૂઠીઓ પહેરી હતી. તેમના પગમાં અમૂલ્ય મોજડી હતી. તેમના મસ્તકે સુવર્ણમયી છત્ર શોભતું હતું. ગળામાં મનમોહક પુષ્પની માળા શોભતી હતી. .... ૧૬૧૫ તેમણે તીર, તોબર, ધનુષ્ય અને બાણ જેવા વિવિધ શસ્ત્રો યુદ્ધ માટે લીધાં. તેમના હાથમાં ગુરજ, ગુપ્તિ, ખોડું, ખડગ અને શાંગિ જેવાં હથિયારો શોભતાં હતાં. વરૂણ સેનાપતિ પોતાના શણગારેલા સુંદર રથમાં બેસી રણસંગ્રામ તરફ ગયા. ... ૧૬૧૬ આ રથ પર સુવર્ણમયી ચાર ઘંટડીઓ તેમજ અનેક ધજાઓ લગાડેલી હતી. જાણે સૂર્યદેવનો ચમકતો રથ ન હોય!આ રથની સુંદરતાની પ્રશંસા એક જીભ વડે કરવી અશક્ય છે. .. ૧૬૧૭ આ રથને વહન કરનારા અશ્વોના ગળામાં સુવર્ણહાર હતા. અશ્વોના પગમાં નૂપુરનો ઝણકાર થતો હતો. તેમને સુવર્ણની બેઠક(મૂરડા) અને સુવર્ણની ઝુલોથી શણગારેલા હતા. તે ઝુલો ઉપર બહુમૂલ્ય રત્નો જડેલાં હતાં. ... ૧૬૧૮ એવા સુશોભિત અશ્વ સહિતના રથ ઉપર વરુણ-નાગ શ્રાવક આરૂઢ થયા. તેઓ શક્તિશાળી સેનાનીઓ સાથે યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા. દેવો દ્વારા રથમુશળ યુદ્ધભૂમિમાં ફરતો હતો. વરૂણ –નાગ શ્રાવકે યુદ્ધના પ્રારંભ પૂર્વે એક અભિગ્રહ કર્યો. ... ૧૬૧૯ હું પ્રથમ કોઈના ઉપર શસ્ત્ર ઉગામી પ્રહાર નહી કરું. મારા ઉપર કોઈ પ્રથમ પ્રહાર કરે પછી જ હું તેના ઉપર પ્રહાર કરીશ.” આ પ્રમાણે અભિગ્રહ કરી વરૂણ-નાગ શ્રાવક રથ સહિત યુદ્ધ ભૂમિમાં પ્રવૃત્ત થયા. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ ••. ૧૬૨ ••• ૧૬૨૨ કવિ ઋષભદાસ કહે છે કે, યુદ્ધભૂમિમાં સુભટો યુદ્ધ કરતા હતા. દુહા : ૮૫ સુભટ તિહાં ઝૂઝઈ ઘણા, પાછો નદીઈ પાછો પાય; ભૂતાનંદ ગજ ઉપરિ, ચઢીલું કોણી રાય. ... ૧૬૨૧ અર્થ - યુદ્ધભૂમિમાં અનેક સુભટો શૂરવીરતાપૂર્વક યુદ્ધ કરતા હતા. કોઈ પણ સુભટો એકબીજાથી ઓછા ઉતરે તેવા ન હતા તેથી કોઈ પાછી પાની કરવા તૈયાર ન હતા. ભૂતાનંદનામના ગજરાજ ઉપર બેસી ચંપાનરેશ કોણિકરાજા યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા. ... ૧૬૨૧ ઢાળ ઃ ૭૨ કોણિકરાજાનો યુદ્ધ શણગાર – રથમુશળ યુદ્ધ ક્ષત્રી વાંસલાની એ દેશી. રાગ : મારૂ કોણી મસ્તકિ મુગટ જ ઘાલીઉં, કોણી કાને કુંડલ સાર રે; કોણી સરિ ચૂડામણી બાંધી, કોણી કંઠિ રયણનો હાર રે. કોણી રાજીઆ તું મહા ભડવીર રે, રાખઈ તુઝ દેવતા શરી રે...આંચલી કોણી હાથે બાંધ્યા બેહરખાં, કોણી મસ્તગિ ધરિઉં છત્ર રે; કોણી કહેડિ કનકની મેખલા, કોણી પેહરયા વસ્ત્ર પવિત્ર રે. .. ૧૬ર૩ કો. કોણી કહેડિ ભીડયા ભાથડા, કોણી હાથમાં લાલ કમાણિ રે; કોણિ બાણ તાણીનિ મુંકતો, હોય પુરૂષ ઘણાની હાર્યા રે. . ૧૬૨૪ કો. સુધર્મો નૃપ આગલિ રહ્યો, હરિ ધરતો હાથિ સનાત રે; લોહ ખેટક લેઈનિ પાછલિ, કરઈ ચમરિદો રખાય રે. ... ૧૬૨૫ કોઇ રણિયો થઈ યોધ જ આથડઈ, જાણું દેતી વલગા દોય રે; તે પાછા કિમઈ નઉ સરઈ, શતખંડ દેહી હોય રે. ... ૧૬ર૬ કોટ પડયા સુભટ બહુ રણમાં જસઈ, રથ આણ્યો ઈદ્રિ તામ રે; તે ખેડયા વિહુણો રથ ફરઈ, નહી અશ્વતણું તિહાં કામ રે. પણ તિહાં કામ રે. .. ૧૬૨૭ કો. રથ ઉપર મુકિઉં મૂસલું તે ઉછલી મારઈ ઘાય રે; ગજ ગયંવર નર રણમાં પડઈ, ચાલઈ લોહી તણી પરવાહ રે. .. ૧૬ર૮ કો. વરુણનાગનતુ ચેડા તણો, તે વઢતો સાહિબ કામિ રે; તે સરીખો નર સહી કરી, રણિ આવ્યો તેણઈ ઠામિ રે. ... ૧૬ર૯ કો. રૂપ વસ્ત્ર કલા બલ સારીખું, સરખો રથ ભૂષણ બાણ રે; છત્ર ચામર આયુધ શારિખા, ચાલી આવ્યો ચતુર સુજાણો રે. ... ૧૬૩૦ કો. વરણનાગનતુ આવકારયો, મુંકિ મસ્તકિ પહેલો ઘાય રે; વરણનાગ કહઈ મુઝ આખડી, હણ્યા વિણ હણ્યો નવિ જાય રે. ... ૧૬૩૧ કો. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ તેણેિ પેહલી ચોટિ રણિ મુકીંઈ, પછઈ હોંસ રહેસઈ મનમાંહિ રે; તેણેિ ખીજીનિ બાણ મેહલીઉં, વરણનાગનિ મારયો ત્યાંહિ રે. ... ૧૬૩૨ કો. વરણનાગિં ધનુષ કરિ ધરી, તેણેિ તાર્યું કરણ પ્રમાણ રે; સાહમાં સુભટના પ્રાણ લીધા સહી, મારયું હઈડામાં બાણ રે. . ૧૬૩૩ કો. અર્થ :- ચંપાનરેશ કોણિકરાજાએ મસ્તકે સુવર્ણ જડિત મુગટ પહેર્યું હતું. તેમના કાનમાં સુંદર સુવર્ણના કુંડળો હતાં. તેમણે મસ્તકે અમૂલ્ય ચૂડામણિ રત્ન બાંધ્યું તેમજ ગળામાં રત્નનો હાર પહેર્યો. ... ૧૬રર કોણિક રાજા મહાભડવીર, મહા શૌર્યવાન હતા. તેમની સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્ર દેવો રક્ષા કરતા હતા. કોણિકરાજાએ બે હાથે બાજુબંધ બાંધ્યા હતા. તેમણે મસ્તકે છત્ર ધારણ કર્યું હતું. તેમની કેડમાં સુવર્ણ મેખલા(ઘૂઘરીવાળો કંદોરો) શોભતી હતી. કોણિકરાજાએ સુંદર, રેશમી, શુદ્ધ વસ્ત્રો પહેર્યા હતાં... ૧૬૨૩ કોણિકરાજાએ કેડમાં બાણ રાખવાના ભાથાઓ બાંધ્યા હતા. તેમના હાથમાં લાલ કમાન શોભતી હતી. કોણિકરાજા જ્યારે બાણ દ્વારા નિશાન તાકતા ત્યારે નિશ્ચયથી ઘણા સુભટોનું મૃત્યુ થતું.... ૧૬૨૪ (કોણિકરાજા ભૂતાનંદ ગજ ઉપર બેઠા હતા) સૌધર્મેન્દ્ર દેવ કોણિકરાજાની આગળ બેઠા. (શત્રુપક્ષમાંથી આવતા હથિયારોને) દેવ પોતાના હાથમાં પકડી કવચ બની કોણિકરાજાની સુરક્ષા કરતા હતા. લોઢાનું હથિયાર લઈને કોણિકરાજાની પાછળ ચમરેન્દ્ર દેવ સુરક્ષા કરવા માટે બેઠા. ... ૧૬૨૫ યોદ્ધાઓ રણસંગ્રામમાં ઢણી બની એકબીજા સાથે અથડાવા લાગ્યા. જેમ બે દાંત એકબીજા સાથે વળગ્યા હોય તે કોઈ રીતે છૂટા ન પડે તેમ બને પક્ષના યોદ્ધાઓ એકબીજાની સાથે બાથે વળગ્યા. તેમના દેહના હજારો ટુકડા થવા છતાં તેઓ કોઈ રીતે એકબીજાથી અળગા થતા નહતા. ... ૧૬૨૬ શત્રુપક્ષના ઘણા સુભટો રણભૂમિમાં મૃત્યુ પામ્યા, ત્યારે સૌધર્મેન્દ્ર દેવ રથ લઈ રણભૂમિમાં આવ્યા. આ રથ હાંક્યા વિના દેવી કૃપાથી (પ્રચંડ વેગથી) રણભૂમિમાં ફરતો હતો. આ દેવી રથમાં અશ્વોની કોઈ જરૂર ન હતી. ... ૧૬૨૭ આ દેવી રથ ઉપર એક મૂશળ મૂકેલું હતું. રથના ફરવાથી મુશળ ઉછળીને સુભટોના મસ્તકે પ્રહાર કરતો હતો. પ્રચંડ ઘા વાગતાં અનેક હાથી, ઘોડાઓ અને મનુષ્યોનો કચ્ચરઘાણ થયો. રણભૂમિમાં લોહીનો પ્રવાહ વહેવા માંડયો. ... ૧૬૨૮ વરૂણ-નાગ નzઆ શ્રાવક ચેડારાજાના પક્ષમાં હતા. તેઓ પોતાના સ્વામી માટે યુદ્ધ કરતા હતા. વરૂણ શ્રાવકની સામે પ્રતિરથી રૂપે તેમના જેવો જ શત્રુ પક્ષનો સામંત યુદ્ધ કરવા આવ્યો. ... ૧૬૨૯ તે સામંતનું રૂપ, વય, કળા, બળ બધું જ વરૂણ શ્રાવક જેવું હતું. તેનાં રથ, આભૂષણો, વસ્ત્રો અને ધનુષ્ય બાણ પણ સમાન જ હતાં. તેનાં છત્ર, ચામર અને શસ્ત્રોમાં પણ ઘણી બધી સામ્યતા હતી. તે ચતુર સુભટ સંગ્રામ કરવા વરૂણ-નાગ શ્રાવકની સામે આવ્યો. ... ૧૬૩૦ તેણે વરૂણ-નાગ નzઆ શ્રાવકને યુદ્ધ કરવાનું આહવાન આપતાં કહ્યું કે, “તમે પ્રથમ મારા મસ્તકે For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' પ્રહાર કરો.” ત્યારે વરૂણનાગ નzઆ શ્રાવકે કહ્યું, “મારું વ્રત છે કે મારા ઉપર જે શસ્ત્ર ઉગામશે, તેના ઉપર જ હું શસ્ત્ર ઉગામીશ. (અર્થાત્ માર્યા વિના ન મારવું.) ... ૧૬૩૧ તેથી યુદ્ધ ભૂમિમાં તમે શસ્ત્રથી પ્રથમ પ્રહાર કરો પછી તમારી યુદ્ધ કરવાની હોંશ મનમાં ન રહી જાય.' સુભટ આ વાત સાંભળી ખીજાયો. તેણે ગુસ્સામાં વરૂણ નાગ શ્રાવકને મારવા બાણ છોડયું. વરૂણ નાગ શ્રાવકને તે બાણ વાગ્યું. ... ૧૬૩૨ વરૂણ નાગ શ્રાવકે તેનો ઉત્તર આપવા (દાંત કચકચાવીને) હાથમાં ધનુષ્ય ઉપાડી તરકસમાંથી બાણ કાઢયું. તેમણે કાન સુધી ધનુષ્યની પ્રત્યંછા ખેંચી બાણ છોડ્યું. તીવ્ર શક્તિ અને વેગથી આવતા બાણે ઊભેલા સુભટના પ્રાણ લીધા. તે બાણ સુભટના હૃદયમાં વાગ્યું. ... ૧૬૩૩ વરૂણ શ્રાવકની અનશન આરાધના પોતઈ પ્રાક્રમ રહીત હુઉ જસિં, રથ વાલ્યો એકઈ પશિરે કરઈ ડાભ તણો સંથારો, પુરૂષ પૂર્વિ બેઠો ઉલાસિ રે. ... ૧૬૩૪ કો. નમોથુછું કીધું વીરનિ, માહરું તિહાં રહ્યાં માનયો રવામિ રે; પહિલા બાર વ્રત તુમ કિ લીધાં, ફરી ઉચ આણઈ ઠામિ રે. ... ૧૬૩૫ કો. કરૂં સર્વ થકી મુઝ વોસિરે, બંધેિ સાંધી કીધું જામ રે; છેહલઈ સાસિં સિર તે વોસિરે, નર અણસણ કીધું તામ રે. ... ૧૬૩૬ કો. પછઈ શલહિ મુંકી શાલ કાઢિઉં, આલોઈ સલાં પાપ રે; બહુ માનવ રણમાં મારીયા, ક્રોધિં ગજ હણીઆ અપાર રે. ... ૧૬૩૭ કો. થોડી અગનિ દુખ દીઈ ઘણું, વરણ દિણું જેહ કષાય રે; એ ચારે વાધ્યા નહી ભલા, જીવ દોહિલો એહથી થાય રે. .. ૧૯૩૮ કો. અગનિ લાગી બાલઈ નર તનુ, જીવ રહીત કરઈ એ ચરણ રે; રણ વાધિઉં દઈ દાસપણું, ક્રોધ આપઈ અનંતા મરણ રે. ... ૧૬૩૯ કો૦ મિં ક્રોધ ધરયો રણિ અતિ ઘણો, માયા લોભ નિં ચોથું માન રે; એ ચ્યારઈ મિં મુંક્યા સહી, ઘર્ વીર તણું હવઈ ધ્યાન રે. ... ૧૬૪૦ કો૦ પામી મરણ હુઉ નર દેવતા, કરઈ મહોત્સવ વિતર ત્યાંહિં; રણિ વઢતાં વરતી અવછરા, એહવું ચાલ્યું તે જગમાંહિ રે. શ્રી ગૌતમિં પુછિઉં વીરનિ, ભગવતી સૂત્ર તે માંહિ રે; વલી સાતમું શતગ સોઝજે, નવમો ઉદેસો ત્યાંહિ રે. ... ૧૬૪૨ કો. વરિ વૃતાંત માંડી કહિઉં, વરણનાગ જે નતુ સાર રે; તે અણસર્ણિ હુઉ દેવતા, હુઉ લોકમાંહિ તે વિસ્તાર રે. .. ૧૬૪૩ કો. .. ૧૬૪૧ કો. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ વરણનાગ સુઘર્મિ સુર થયો, અરુણાભ વિમાન જ માંહિ રે; પુરી ચ્યાર પલ્યોપમ આઉખું, મોક્ષ જાસઈ મહાવદમાંહિ રે. .. ૧૬૪૪ કો. વરણનાગનતુ જે અણસણી, તેહની દેવિં પૂજી દેહ રે; તેણઈ થાનકિ એક નર આવિઉં, બાલ મિત્ર ઋષભ તેહ રે. ... ૧૬૪૫ કોઇ અર્થ - વરૂણ નાગ શ્રાવક બાણ વાગવાથી ઘાયલ અને શક્તિહીન બન્યા ત્યારે તેઓ પોતાના રથને ફેરવીને રથમુશલ સંગ્રામમાંથી એક બાજુ લઈ ગયા. તેમણે દર્ભનો સંથારો પાથર્યો. તેઓ અતિશય ઉલ્લાસપૂર્વક પૂર્વ દિશા સન્મુખ મુખ કરી સંથારા ઉપર બેઠા. .. ૧૬૩૪ તેમણે ભગવાન મહાવીર સ્વામીની નમોત્થણંથી રવાના કરી કહ્યું, “હે પ્રભુ! આપ જ્યાં છો ત્યાં રહી મારી વિનંતી સ્વીકારજો. પૂર્વે મેં બાર વ્રત તમારી પાસેથી આદર્યા હતાં, તે વ્રતોને હવે હું આસ્થાને પુનઃ ઉચ્ચારું છું. .. ૧૬૩૫ હું આજે સર્વ પદાર્થોને વોસિરાવું છું. મેં લીધેલા વ્રતનું ઘણી રીતે ખંડન કર્યું હોય, લક્ષ્ય વિના કર્યું હોય તે સર્વનું આ સમયે આત્મસાક્ષીએ મિચ્છામિ દુક્કડં કરું છું.” (લશ્કરની છાવણીમાં, પ્રહર સમયે) છેલ્લા શ્વાસે તેમણે મસ્તક નમાવી દેહને વોસિરાવી અનશન આદર્યું.” ... ૧૬૩૬ ત્યાર પછી તેમણે હૃદયમાં વાગેલું બાણ સ્વયં પોતાના હાથે કાઢયું તેમજ આલોચના પ્રતિક્રમણ દ્વારા અંતઃકરણમાંથી માયા, નિદાન અને મિથ્યાત્વ રૂપી શલ્યોને દૂર કર્યા. તેમણે પોતાનાં સર્વ પાપોની આલોચના કરતાં કહ્યું, “આ રણસંગ્રામમાં મેં અનેક માનવોને માર્યા છે. ક્રોધના ભાવથી હાથી જેવા અનેક પશુઓને પણ હણ્યા છે. ... ૧૬૩૭ અગ્નિનો નાનો તણખલો પણ અતિશય દુઃખ પ્રદાન કરી શકે તેવી શક્તિ ધરાવે છે તેવી જ રીતે વરુણ (પવન) દેવું (કર્જ) અને કષાય આ ચારે વસ્તુઓ વધતાં ભયંકર હોનારત સર્જાય છે. તેનાથી જીવને ભયંકર નુકશાન થાય છે. ... ૧૬૩૮ અગ્નિ પ્રજવલિત થતાં મનુષ્યનું તન બાળે છે. ઉપરોક્ત ચારે ચરણ મનુષ્યને પ્રાણરહિત બનાવે છે. કર્જ(ઋણ) વધતાં દાસપણું સ્વીકારવું પડે છે. ક્રોધથી અનંતી જન્મ-મરણની શૃંખલાઓ વધે છે.... ૧૬૩૯ હે પ્રભુ! મેં રણસંગ્રામમાં અતિશય ક્રોધ કર્યો છે, તેમજ માન-માયા અને લોભ આ ચારે કષાય પણ વિપુલ પ્રમાણમાં કર્યા છે. આ ચારે કષાયોનો હું આજે (આત્મસાક્ષીએ) ત્યાગ કરું છું. હવે હું ફક્ત જિનેશ્વર ભગવંતનું શરણ ધરું છું.”(શ્રાવકના ત્રીજા મનોરથને તેમણે પૂર્ણ કર્યો.) .. ૧૬૪૦ વરૂણ-નાગ શ્રાવક સમાધિ મરણે મૃત્યુ પામી દેવલોકમાં દેવ બન્યા. ધર્માનુરાગી દેવોએ ત્યાં મહોત્સવ કર્યો. (આ જોઈને બધાએ અનુમાન કર્યું કે, યુદ્ધભૂમિમાં શૂરવીરતાપૂર્વક મૃત્યુ પામે તે દેવલોકમાં જઈ દેવાંગનાઓને વરે છે. આ લોકવાયકા ત્યારથી જગતમાં પ્રચલિત થઈ. ... ૧૬૪૧ પ્રથમ ગણર શ્રી ગૌત્તમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછયો. શ્રી ભગવતી સૂત્રમાં વરૂણ-નાગ નgઆ શ્રાવકની કથા છે. વળી સાતમા શતકમાં તેમનો અધિકાર છે. ત્યાં નવમો ઉદ્દેશો છે (શ્રી For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ભગવતી સૂત્ર, સાતમું શતક, નવમા ઉદ્દેશમાં વરૂણ-નાગ નજુઆનો અધિકાર છે) ... ૧૬૪૨ ભગવાન મહાવીરસવામીએ વરૂણ નાગ નતુઆ જેવા શ્રેષ્ઠ શ્રાવકનો અધિકાર ખૂબ વિસ્તારથી વર્ણવ્યો. તે શ્રાવક અનસન વ્રત કરી દેવતા થયા. તેઓ આ જગતમાં પ્રસિદ્ધ થયા. ... ૧૬૪૩ વરુણ નાગ શ્રાવક મૃત્યુ પામી સૌધર્મ નામના દેવ બન્યા. તેઓ પ્રથમ દેવલોકમાં અરુણાભ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તેમનું આયુષ્ય ચાર પલ્યોપમની સ્થિતિનું હતું. તેઓ દેવ ભવની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધાલયમાં જશે. .. ૧૬૪૪ વરુણ-નાગ શ્રાવક અનશન વ્રતધારી હોવાથી તેમના દેહની પૂજા દેવોએ કરી. કવિ ઋષભદાસ કહે છે કે, તે સમયે તે સ્થાનમાં વરૂણ-નાગ શ્રાવકનો એક નાનપણનો બાળમિત્ર આવ્યો. ... ૧૬૪૫ દુહા : ૮૬ મંત્રી વીર રણિ ઝૂઝતાં, અંગિયુઆં બહુ ઘાય; ત બલ રહીત હુઉ સહી, ચિંતઈ મરણ ઉપાય. ... ૧૬૪૬ અર્થ:- રણસંગ્રામમાં યુદ્ધ કરતાં તે શૂરવીર મંત્રીના (મિત્ર) શરીરે શસ્ત્રોના ઘણા પ્રહારો થયા હતા. જ્યારે તે અશક્ત બન્યો ત્યારે મરણ કાળ નજીક હોવાથી મૃત્યુને સુધારવાનો ઉપાય વિચારવા લાગ્યો.... ૧૬૪૬ ઢાળ ઃ ૭૩ મિત્રનું અનુકરણ – 'રથમુશળ સંગ્રામનું પરિણામ છાનો છપીનિ કં. એ દેશી. રાગ : રામગિરી મરણ સમઈ હુઉ તેહનિ રે, દીઠો મિત્રિ ત્યાંહિ રે; રથ રે મુંકી સંથારો કરઈ રે, બેઠો પૂર્વ દિસિ જ્યાંહિ રે. . ૧૬૪૭ મરણ સમઈ હુઉ તેહનિ રે...આંચલી. બે કર જોડીનિ બોલીઉં રે, જે મુઝ મિત્રીનિ નીમ રે; તે વ્રત સઘલાં મુઝ હવો રે, સર્વ હવા મુઝ તીમ રે. ... ૧૬૪૮ મ૦ અરૂં કહી સેના મુંકતો રે, શલિ કાઢિઉં તેણીવાર રે; મરણ લહી હુઉ માનવી રે, મહોશવ કરઈ સુર સાર રે. .. ૧૬૪૯ મ0 બીજઈ ભવિ દીખ્યા લેઈ કરી રે, મુગતિ પુરિમાં જાય રે; આણી ચોવીસીઈ એ વલી રે, મોટો સંગ્રામ જ થાય રે. .. ૧૯૫૦ મ0 છ7 લાખ માનવ મુરે, હય ગય ઊંટ અનેક રે; વરત વિના નર તે મુઆ રે, ક્રોધિ નાઠા વિવેક રે. ... ૧૬૫૧ મ૦ એક કોડી અસી લખ્ય નરા રે, કઈ સંગ્રામિં સંહાર રે; એક અમર બીજો માનવી રે, મીન હુઆ દસ હજાર રે. ... ૧૬પર મ૦ (૧) નોંધ : મુશળ યુક્ત એક રથ, ઘોડા કે સારથી વિના યાંત્રિક રીતે ચાલતો હતો. આ યંત્રમાં સાંબેલું ગોઠવેલું હતું, તે ભયંકર જનસંહાર કરતું હતું. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ બીજા ત્રિયંચ નિ નારકી રે, યોનિ ઉપના જંત રે; હાથ ઘસઈ સુર નર વલી રે, પાપ હોય અત્યંત રે. ••. ૧૬૫૩ મ. બાર વરસ થયાં ઝૂઝતાં રે, નગરી ન લીધી જાય રે; તવ મનિ ચિંતા કોણી કરાઈ રે, ઋષભ સુરવાણી થાય રે. ... ૧૬૫૪ મ. અર્થ - મારું શરીર હવે ટકશે નહીં એવો વિચાર કરી પોતાના મિત્રની જેમ પોતાના રથને યુદ્ધભૂમિની એક બાજુ મૂક્યો. તેણે દાભનો સંથારો કર્યો. ત્યાર પછી પૂર્વ દિશા સન્મુખ મુખ કરીને સંથારા પર બેઠો.... ૧૬૪૭ તેણે ભગવાનને બે હાથ જોડીને કહ્યું કે, તેને ધર્મનું ઊંડું જ્ઞાન ન હતું પરંતુ તેની શ્રદ્ધા અનુપમ હતી) મારા મિત્રએ જેટલાં પ્રત્યાખ્યાન કર્યા છે, તેટલાં મને પણ હોજો !” .. ૧૬૪૮ આ પ્રમાણે કહી તેણે સૈન્ય છોડયું. તેણે પોતાના હાથે પોતાના શરીરમાં વાગેલું બાણ કાઢયું. તેનું તરત જ સમાધિપૂર્વક મૃત્યુ થયું. તે મૃત્યુ પામી મનુષ્ય લોકમાં માનવ બન્યો. દેવોએ અનશનવ્રતધારી હોવાથી પુષ્પવૃષ્ટિ કરી તેનો મહોત્સવ ઉજવ્યો. .. ૧૬૪૯ તે બીજા ભવમાં દીક્ષા લઈ, સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધપુરીમાં જશે. આ ચોવીસીમાં આ સૌથી મોટો સંગ્રામ(યુદ્ધ) થયો. રથમૂશળ સંગ્રામમાં ૯૬ લાખ માણસોનું મૃત્યુ થયું તેમજ હાથી, ઘોડા અને ઊંટના મૃત્યુનો આંક અપાર હતો. તે સર્વ મનુષ્યો અવિરતિધર હતા. તેઓ એકબીજા સાથે લડતાં લડતાં અતિ ક્રોધના પરિણામે વિવેક રહિત બન્યા. ... ૧૬પ૧ (મહાશિલા કંટક અને રથમૂશળ આ બે સંગ્રામમાં મળીને કુલ) એક કરોડ અને એસી લાખ મનુષ્યોનો આ સંગ્રામમાં સંહાર થયો. એક જીવ (વરૂણ-નાગ નતુઆ) દેવલોકમાં અને એક જીવ (તેમનો મિત્ર) માનવ ભવ પામ્યો. દશ હજાર જીવો માછલીની કુક્ષિમાં ઉત્પન થયા. ... ૧૬પર બાકીના બધા જીવો નરક અને તિર્યંચ ગતિની યોનિમાં ઉત્પન્ન થયા. મનુષ્યોનો આવો હિંસક હત્યાકાંડ જોઈ દેવો અને મનુષ્યો બળાપો કરતાં રહ્યાં. આ યુદ્ધથી વિપુલ સંખ્યામાં જીવહિંસા થતાં બહુલ પ્રમાણમાં પાપકર્મો થયાં. ... ૧૬પ૩ આયુદ્ધ બાર બાર વર્ષ સુધી ચાલ્યું. અહંકારી કોણિકરાજા કોઈ રીતે વિશાલાનગરી જીતી ન શક્યા ત્યારે તે ચિંતાતુર થયા. (કોણિકરાજાએ પ્રતિજ્ઞા કરી કે, “જો હું આ નગરીને ગધેડા જોડેલા હળ વડે ન ખેડું તો મારે ભૃગુપાત કે અગ્નિપ્રવેશ કરી મરવું') તેઓ વિશાલાનગરી મેળવી શક્યા નહીં. કોણિકરાજાની ચિંતાતુર અવસ્થા જોઈ દેવે આકાશવાણી કરી (બીજો મત નિમિત્તકને બોલાવી કોણિકરાજાએ પૂછયું કે, વિશાલા નગરીના દ્વાર શી રીતે ખૂલશે?) એવું કવિ ઋષભદાસ કહે છે. ... ૧૬૫૪ દુહા ઃ ૮૭ કહઈ આકસિં દેવતા, માગધિકા વેશાય; કુલવાલૂ મુનિવર તણઈ, લાવઈ આણઈ ઠાય. ••• ૧૬૫૫ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ••. ૧૬૫૮ • ૧૬૫૯ અર્થ :- દેવો દ્વારા આકાશવાણી થઈ કે, “આપના નગરની માગધિકા કોશા દ્વારા મૂળવાળુક મુનિને ભ્રષ્ટ કરી અહલાવો. (તેમની લાતથી વિશાલા નગરીના દરવાજા ખૂલી જશે.) ... ૧૬૫૫ ચોપાઈ : ૧૮ વિશાલા નગરીના વિનાશનો પપંચ - કૂળવાળુક મુનિ તો કારજ થાય તુમ તણું, ફોકટ સીદવઢઈ છઈ ઘણું; તવ ગુણિકાંની ભાખઈ રાય, એહ કામ કાંઈ તુઝથી થાય. • ૧૬૫૬ તવ વેશા નૃપ બીડું લેહ, રાંડયાં તણો તિહાં વેશ કરે; હુઈ શ્રાવિકા સંઘ કાઢતી, અનુકરમિં આવઈ જિહાં યતી. .. ૧૬૫૭ કૂલ વાલૂ નામ તસ હોય, પહિલૂ નામ તસ બીજું જોય; ધરથકી ગુરુનો વયરી સહી, એક દિન શેત્રુજ ચાલ્યા વહી. જુહારી જિનનિ વલીયા જસિં, શિલા ખેસવી ચેલઈ તસિ; ખડખડાટ હુઉ તેણી વાર, નાઠો ગુરૂ નવિ હુઉ પ્રહાર. તવ બોલ્યો સ્વામી ગુરૂ ઋષિ, અરે અધમ ભૂંડા કુસિષ્ય; તાહરૂં પતન સહી સ્ત્રીથી હોય, મરી નરગમાં જાઈસ જોય. ... ૧૬૬૦ અર્યું કહી હાકી મુંકી, નદી તણઈ કૂલિં ટૂંકીઉં; ગુરૂ નિં ખોટો કરવા કાજિ, સ્ત્રીનું દર્શન કીધું તાજિ. •.. ૧૬૬૧ માસિં તે કઈ પારણું, કષ્ટઈ ઈદ્રી તિ અતિ ઘણું; સેવા દેવ કરઈ તે માટિ, વાલઈ નીર તે બીજી વાટિ. ૧૬૬ર ફૂલવાલૂ નામ તે થાય, માગધિકા ચાલી તિહાં જાય; ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, વાંદઈ હઈડઈ ઉલટ ધરી. ... ૧૯૬૩ હવામી તું મોટો ઋષિરાજ, આજ સરયાં અમ સઘલાં કાજ; જંગમ તીરથ સખરૂં મલ્યું, પૂરવ પુણ્ય અમ્હારું ફલ્યું. . ૧૬૬૪ કંત અમ્હારો ગયો વગેસ, નવિ આવ્યો મુઉ પરદેસ; પુત્ર ચ્યાર ગયા પરલોકિ, આવિ હુઉ ચ્યારે અવલોકિ. .... ૧૬૬૫ અમ પાંચઈ આવ્યો વચરાગ, સંસારિ રહેતાં નહી લાગ; ધિન ઝાઝું તેણેિ સંઘનણિ થઈ, ઘઉં પાપ શેત્રુજઈ જઈ નદઈ જાણ્યો તારો વાસ, વાંદી પોહચાડૂ મનિ આસ થોડા દિવસ રહી સેવા કરું, જિમ ભવ સાયર વહેલાં તરૂ. . ૧૬૬૭ હવામી હોય જવ પારણું, ત્યારઈ લેયો કાંઈ અમતણું; વરિ જિમ બાકુલ લેઈ કરી, ચંદન બાલાનિ ઉધરી. ... ૧૬૬૮ ૧૬૬૬ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ • ૧૬૬૯ .. ૧૬૭૦ •.. ૧૬૭૧ ... ૧૬૭૨ •.. ૧૬૭૩ .. ૧૬૭૪ ... ૧૬૭૫ 28ષભિં ઈષ રસ લીધો સાર, તારયો સહી શ્રેયાંસકુમાર; તિમ અમ ઉપરિ કૃપા કરી, અનપાન લેયો મનિ ધરી. અસ્તું કહી ગણિકા નીકલી, દિવસ પારણઈ આવ્યો વલી; ત્યારે ઈની પાઈ રસ વતી, લેઈ જમતાં અતિ હરખ્યો યતી. સોવન કચોલું હાથે કરી, ચંદન કેસરમાંહિ ધરી; મુનિવરનિ અંગિં ચોપડઈ, તેની રૂપ અધિકેરૂં ચઢઈ. ભલી સુખડી મેવા જેહ, શંઘ કેસરા મોદિક જેહ; વાત વિનોદ કરઈ તિહાં રહી, હાવભાવ દેખાડઈ સહી. ચંદ્રહાશ મદિરા એક વાર, નેપાલ ગોટો ધરયો સુસાર; આપ્યો મુનિવરનિ તે આહાર, લેતાં લાગો રેચ અપાર. આવિ શ્રાવિકા પાંચઈ તિહાં, ફૂઈ ઘણું હરખઈ મનમાંહિં; અડકી અંગિં ધુઈ શરીર, લાગઈ લીસાં કંચુક ચીર. અંગિ અડકી ઉષધ કરેહ, સાજો ઋષિ તે વેગિ કરેહ; પરીચય સંગ ઘણેરો કરઈ, ત્યારઈ મન મુનિવરનું ફરઈ. ભોગ તણી કરતો ઈછાય, પ્રાર્થના કીધી તેણઈ ઠાય; તવ નારી કહઈ સુણિ ઋષિરાય, હું તો કોણીની છું થાય. અંગિં કરયા સોલઈ શિણગાર, ચરણે નેવર હઈડઈ હાર; કંકણ ચુડી કાને ઝાલિ, હંસ તણી દેખાડઈ ચાલિ. ચંપક જાય કુસુમનો હાર, દેખી મુનિવર ભજ્યો વિકાર; અસી નારિ વિણ સ્યો સંસાર, આલિં ગયો મહારો અવતાર. વાર વાર પ્રાર્થઈ જસઈ, તવ ગુણિકા બોલી તિહાં તસઈ; આવો કોણીરાય કિં તુમ્યો, કહીનિ આવસ્યું તુમ ઘરિ અમ્યો. બેસારી વેહલિ નીકલી, આવી નૃપ કોણીનિ મલી; રાજાંઈ દીઠો ઋષીરાય, બેકર જોડી લાગો પાય. સવામી કહીઈ સોય ઉપાય, જિમ વિશાલાનો ક્ષય જાય; ભીખુ કહઈ જો લાગું એહ, માગધિકા જો મુઝનિ દેહ. કોણી કહઈ આપું નિરધાર, રાજ રમણિ સોવન ભંડાર; સુણી ભ્રષ્ટ તિહાંથી સંચરઈ, અબૂધ વેષ અનોપમ કરઈ. ગયો વિશાલામાંહિ જસિં, નમઈ લોક આવી િતસિં; સામી કટક કહીઈ એ જસઈ, ચેડાંનિ જય કેદી પરિ થઈ. •.. ૧૬૭૬ •.. ૧૬૭૭ • ૧૬૭૮ ... ૧૬૭૯ • ૧૬૮૦ ... ૧૬૮૧ ••• ૧૬૮૨ ... ૧૬૮૩ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” *. ૧૬૮૪ ભ્રષ્ટ કહઈ તુચ્ચો પાડો એહ, મુનિ સુવ્રતનું શુભ છઈ જેહ; પાછો વલસઈ કોણી રાય, ચેડા ભૂપ તણઈ જય થાય. શુભ પાડવું માંડિલ જસઈ, કોણીનિ કહેરાવ્યું તસઈ; નગરી લેવા કરૂં ઉપાય, તું પાછેરો વલજે રાય. ... ૧૬૮૫ કોણી કટક તવ પાછાં ફરઈ, ત્યારઈ હરખ મનમાં બહુ ઘરઈ; ખણી મુલથી પાડિઉં જસઈ, કોણી કટક ફરયું તિહાં તસઈ. ૧૬૮૬ કપટી કુલવાલૂઉ જેહ, કરી અનરથનિ ચાલ્યો તેહ; મરી મુઢ તે નરગિં જાય, ઋષભ આવીઉં કોણીરાય. ... ૧૬૮૭ અર્થ - જેથી કોણિકરાજાનું કાર્ય પૂર્ણ થશે. તમે નિરર્થક શા માટે અતિશય લડો છો?” કોણિકરાજાએ દેવવાણી સાંભળી મગાધિકા ગણિકાને બોલાવી. રાજાએ કહ્યું, “કોશા! કૂળવાળુક મુનિને અહીં લાવવાનું કાર્યતારાથી જ થઈ શકે તેમ છે.” . ૧૬૫૬ માગધિકા કોશાએ રાજાનું બીડું સ્વીકાર્યું ત્યાં કોશાએ વિધવાનો સ્વાંગ સજ્યો. તે જૈન શ્રાવિકા બની. તેણે (શત્રુંજય તીર્થયાત્રાનો) સંઘ કઢાવ્યો. આ સંઘ ગ્રામનુગ્રામ વિચરણ કરતો જ્યાં યતિ અને શિષ્ય હતા ત્યાં આવ્યો. •. ૧૬૫૭ (કોશાએ યતિને કૂળવાળુક મુનિ વિશે પૂછયું ત્યારે ખબર પડી કે) શિષ્યનું નામ મૂળવાળુક મુનિ હતું. પૂર્વે તેમનું નામ બીજું હતું. તેઓ પ્રથમથી જ અવિનીત અને ગુરુના દુશ્મન હતા. એક દિવસ તેઓ વિહાર કરી શેત્રુંજય તીર્થ તરફ ચાલ્યા. .. ૧૬૫૮ તેઓ ત્યાં પહોંચી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી પાછા વળ્યા, ત્યારે કૂળવાળુકમુનિએ પોતાના ગુરુને મારી નાખવા માટે પર્વત ઉપરથી એક મોટી શિલા ગબડાવી. શિલાના ગબડવાથી ખખડાટ થતાં ગુરુને અણસાર આવી જતાં તેઓ દૂર ભાગી ગયા. ગુરુને કોઈ ઈજા ન થઈ તેઓ બચી ગયા. ... ૧૬૫૯ ગુરુએ ત્યારે ભયંકર ગુસ્સામાં શિષ્યને શ્રાપ આપતાં કહ્યું, “અરે! દુષ્ટ નરાધમ, કુશિષ્ય! તારું પતન સ્ત્રીના સંગથી થશે. તું મરીને નરક ગતિમાં જઈશ.' .. ૧૬૬૦ કૂળવાળુક મુનિને અપમાનિત શબ્દો કહી તેમના ગુરુએ તગડી મૂક્યા. (તેઓ એકલા વિચરવા લાગ્યા.) તેઓ ચાલતાં ચાલતાં નદીના કાંઠાની નજીક પહોંચ્યા. ગુરુનાં વચનો અસત્ય સાબિત કરવા માટે તેમણે સ્ત્રીનાં (મુખના) દર્શન ન કરવાં એવો સંકલ્પ કર્યો. ... ૧૬૬૬ તેમણે માસક્ષમણના પારણે માસક્ષમણની તપશ્ચર્યા કરી. તેમણે ઈન્દ્રિયો (કાયા)ને ઘણું કષ્ટ આપ્યું. તેમની ઉગ્ર તપશ્ચર્યાથી પ્રભાવિત થઈ દેવો પણ તેમની સેવા કરવા લાગ્યા. વર્ષા ઋતુમાં નદીમાં પૂર આવ્યું. મુનિની રક્ષા કરવા દેવીએ ભક્તિથી નદીનાં નીર બીજે માર્ગે વાળ્યાં. .. ૧૬૬૨ તેથી તેમનું નામ “કુળવાલહ' (કુળવાળુક)મુનિ પડ્યું. માગધિકા કોશા (નદીના કિનારે ચાલતી ચાલતી) જ્યાં મુનિ હતા ત્યાં પહોંચી. તેણે મુનિને કપટ સહીત ત્રણ પ્રદક્ષિણા આપી વંદના કરી.... ૧૬૬૩ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ કોશાએ કહ્યું, “હે મુનિવર! તમે મોટા ઋષિરાય છો. આપનાં દર્શન થતાં આજે હું ધન્ય બની ગઈ છું. મને આજે જંગમતીર્થ સમાન સદ્દગુરુનાં દર્શન થયાં છે. મારું પૂર્વભવનું પુણ્ય આજે ફળ્યું છે.... ૧૬૬૪ હે મુનિવર ! મારા પતિદેવ પરદેશ વ્યાપાર કરવા ગયા હતા. તેઓ પાછા ન આવ્યા. તેમનું પરદેશમાં જ મૃત્યુ થયું. મારા ચાર પુત્રો પણ પરદેશ ગયા હતા. તેમણે પરદેશથી આવીને જોયું કે પિતાનું નિધન થયું છે. ... ૧૬૬૫ અમને પાંચ જણને વૈરાગ્ય ઉત્પન થયો. આ સંસાર અસાર છે. મારી પાસે સંપત્તિ પુષ્કળ છે તેથી હું સંઘનાયિકા બની છું. શેત્રુંજય તીર્થની યાત્રા માટે સંઘ કઢાવી મારા પાપોનું પ્રક્ષાલન કરું છું... ૧૬૬૬ નદી તટમાં તમે રહો છો એવું જાણી હું તમારા દર્શન-વંદન કરી મનની અભિલાષા પૂર્ણ કરવા ઈચ્છું છું. હું થોડા દિવસ અહીં રહી તમારી વૈયાવચ્ચ કર્યું જેથી જલ્દીથી ભવસાગર પાર કરી શકું. ...૧૬૬૭ જ્યારે તમારું પારણું હોય ત્યારે મારી પાસેથી નિર્દોષ આહાર વહોરી અમને લાભ આપજો. જેમ ભગવાન મહાવીર સ્વામીએ બાકુળા વહોરી ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો, તેમ મને પણ ઉગારજો.... ૧૬૬૮ ભગવાન ઋષભદેવે નિદોર્ષ ઈસુરત વહોરી શ્રેયાંસકુમારને સંસારરૂપી સમુદ્રમાંથી તાર્યા, તેમ છે મહાત્મા! મારા ઉપર કૃપા કરી ભાવપૂર્વક મારા અન્ન-પાણી વહોરી મારી ભાવના પૂર્ણ કરો.'... ૧૬૬૯ આ પ્રમાણે કહી ગણિકા ત્યાંથી ચાલી ગઈ. તેણે માસક્ષમણની તપશ્ચર્યા પૂર્ણ થતાં પારણાને દિવસે કૂળવાળુક મુનિને સ્વાદિષ્ટ રસોઈ વહોરાવી. તેઓ સ્વાદિષ્ટ રસોઈ ખાઈ અતિશય હરખાયા....૧૬૭૦. ગણિકાએ સુખડ અને ચંદનનો લેપ ઘસી સુવર્ણના કટોરામાં ભર્યો. તેણે તે લેપ મુનિવરને આપ્યો. તેમણે પોતાના દેહ પર લેપ ચોપડડ્યો. મુનિવરનું તપશ્ચર્યાથી શ્યામ બનેલું રૂ૫ અધિક ખીલી ઉઠયું.... ૧૬૭૧ ગણિકાએ મુનિવરને ખાવા માટે સ્વાદિષ્ટ સુખડી, મેવા-મીઠાઈ, સિંહ કેસરિયા મોદક જેવાં (વિકારવર્ધક) ભોજનો આપ્યાં. ગણિકા મુનિવર સાથે ઠઠ્ઠી મશ્કરી (વાર્તા-વિનોદ) કરવા લાગી. ગણિકા ધીરેધીરે મુનિવર સમક્ષ કામાતુર બનાવે તેવા હાવભાવ અને ચેનચાળા કરવા લાગી. ...૧૬૭૨ એકવાર ગણિકાએ પ્રથમ પારણાના દિવસે મુનિવરને ચંદ્રહાસ મદિરા પીવડાવી. બીજા પારણામાં મુનિવરેને નેપાળો (જુલાબ)ની ઘણી ગોળીઓ આપી. (કૂળવાળુક મુનિને આવા પ્રકારનો આહાર વાદિષ્ટ લાગ્યો) મુનિવરને આવો(ઔષધ મિશ્રિત) આહાર કરતાં અતિસાર થયા. ... ૧૬૭૩ મુનિવરના શરીરનું વાચ્ય પૂછવા પાંચ શ્રાવિકા બહેનો ત્યાં આવી. તેમણે મુનિની નાજુક તબીયત જોઈ) તેઓ કપટ પૂર્વક મોટેથી રડવા લાગી. તેઓ બહારથી રડતી હતી પરંતુ મનમાં ખૂબ હરખાતી હતી. (કોશા તકનો લાભ લઈ મુનિવરને સારવાર કરવા માટે પોતાના ઘરે લઈ આવી) તેણે મુનિવરના શરીરને સ્પર્શ કરી સાફ કર્યું. મુનિના શરીરને સાફ કરતાં કરતાં કોશાના કમખાના ઉત્તમ, મુલાયમ, રેશમી વસ્ત્રોનો સ્પર્શ થયો. .. ૧૬૭૪ ગણિકાએ મુનિવરની સારવાર કરવા ઔષધના બહાને તેમનો અંગ સ્પર્શ કર્યો. તેણે નિત્ય સેવા કરી મુનિવરને જલ્દીથી સ્વસ્થ કર્યા. ગણિકા અને કૂળવાળુક મુનિ બંનેનો ઘણો પરિચય વધ્યો. ત્યારે સ્ત્રી For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સંગથી મુનિવરનું મન વિચલિત (વિકારી) થયું. .. ૧૬૭૫ મુનિવરે પોતાની ઈન્દ્રિયો પર કાબૂ ગુમાવ્યો. તેમણે વિલાસી બની ગણિકા પાસે ભોગની માંગણી માટે પ્રાર્થના કરી. ત્યારે કોશાએ કહ્યું, “હે ઋષિમુનિ! હું તો કોણિકરાજાની ગણિકા છું.” ... ૧૬૭૬ કોશાએ પોતાના શરીરે સોળ શણગાર સજ્યા. તેણે પગમાં પાયલ, ડોકમાં સુવર્ણ હાર, હાથમાં કંગન અને ચૂડીઓ, કાને કુંડળ અને ઝાલ પહેર્યા. ગણિકાએ પોતાની હંસગતિ જેવી ચાલ ચાલીને મુનિને આકર્ષા. ... ૧૬૭૭ તેણે અંબોડામાં ચંપક, જૂઈ જેવા સુગંધી પુષ્પોની વેણી પહેરી. ગણિકાના રૂપ અને શણગારને જોઈ કૂળવાળુક મુનિ કામાંધ બન્યા. તેમણે મનમાં વિચાર્યું, ‘આવી નારી વિના શું સંસાર?' મારો આ માનવ ભવ નિષ્ફળ ગયો. ... ૧૬૭૮ મુનિએ કામાતુર બની વારંવાર ગણિકાને વિષયભોગ માટે હાથ જોડી પ્રાર્થના કરી. ત્યારે ગણિકાએ કહ્યું, “તમે કોણિકરાજા પાસે આવો. તે જો તમને કહેશે તો હું તમારા ઘરે આવીશ.”... ૧૬૭૯ ગણિકાએ મુનિવરને વહેલમાં બેસાડયા. ગણિકા મુનિવરને કોણિકરાજા પાસે ચંપા નગરીમાં લાવી. રાજાએ મુનિવરને જોયા. રાજાએ તેમને બે હાથ જોડી વંદન કરી ચરણ સ્પર્શ કર્યા. ... ૧૬૮૦. રાજાએ કહ્યું, “ભગવન્! એવો કોઈ માર્ગ બતાવો જેથી વિશાલા નગરીનો ક્ષય થાય.” મુનિએ કહ્યું, “તમે માગધિકાકોશા મને આપો તો હું વિશાલા નગરીના દ્વારને લાત મારી તોડી નાખું.”.. ૧૬૮૧ કોણિકરાજાએ કહ્યું, “હે મુનિવર ! તમે નિશ્ચિંત રહો. હું તમને રાજનર્તકી (ગણિકા) અને સુવર્ણ ભંડાર આપીશ.” આ સાંભળી સંયમ ભ્રષ્ટ, અજ્ઞાની કૂળવાળુકમુનિ ત્યાંથી વૈશાલીમાં સંચર્યા. તેમણે સંન્યાસીનો અનુપમ વેશ ધર્યો. ...૧૬૮૨ - સંન્યાસી જેવા વિશાલા નગરીમાં પ્રવેશ્યા તેવા જ નગરજનોએ આવીને તેમને વંદન કર્યા. લોકોએ પૂછયું, “સ્વામી! ચેડારાજાનો વિજય કેવી રીતે થશે? શત્રુ પક્ષનું લશ્કર અહીંથી ક્યારે જશે?'... ૧૬૮૩ ધૂર્ત મુનિવરે(અનુભવ જ્ઞાનથી જાણીને) કહ્યું, “હે પ્રજાજનો !તમે નગરમાં રહેલું મુનિસુવ્રતસ્વામીનું સૂપ જમીન દોસ્ત કરો તેથી કોણિકરાજાનું લશ્કર પાછું વળશે. ચેડારાજાનો વિજય થશે.”(કારણ કે આ સૂપમાં રહેલી પ્રતિમા ઉત્તમ હોવાથી પ્રબળપણે વિશાલા નગરીનું રક્ષણ કરતી હતી) ... ૧૬૮૪ લોકોએ વિચાર કર્યા વિના જ જેવા મુનિસુવ્રતસ્વામીનું સૂપ પાડવાની શરૂઆત કરી. (બીજીબાજુ) તેવા જ મુનિવરે કોણિકરાજાને ત્યાં સમાચાર મોકલાવ્યા કે, “હું નગરી પાછી મેળવવા ઉપાય કરું છું. હું સંકેત કરું ત્યારે તમે જલ્દીથી પાછા વળજો.” .. ૧૬૮૫ કોણિકરાજાનું સૈન્ય પાછું હટી ગયું ત્યારે વિશાલા સૈન્યમાં આનંદ છવાઈ ગયો. લોકોએ જ્યારે મુનિસુવ્રત સ્વામીનું સૂપ ખોદી તેને મૂળમાંથી પાડી નાખ્યું, ત્યારે સંકેત અનુસાર કોણિકરાજાનું લશ્કર ધૂર્ત મુનિવરના કહેવાથી પાછું ફર્યું. (કોણિકરાજાએ વૈશાલીનો કોટ ભાંગી નાખ્યો.) ... ૧૬૮૬ (કપટી કૂળવાળુક મુનિએ વિશાલાનગરીના દેવો દ્વારા રક્ષિત દ્વાર લાત મારી તોડી નાખ્યા. For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ • ૧૬૮૯ ચંપાનગરીનું સૈન્ય વિફરેલા વાઘની જેમ વિશાલા નગરીમાં ફરી વળ્યું.) કપટી કૂળવાળુક મુનિ અને માગધિકા ગણિકા દ્વારા અનર્થ સર્જાયો. ભિક્ષુક (મુનિવર) મરીને નરકગતિમાં ગયા. કવિ ઋષભદાસ કહે છે કે, વિશાલા નગરીના દ્વાર ખૂલતાં કોણિકરાજા નગરમાં પ્રવેશ્યા. (બાર વર્ષે યુદ્ધ વિરામ પામ્યું.)... ૧૬૮૭ દુહા : ૮૮ કોણી કટક પાછાં ફરયાં, ભાગો ચડોતામ; ગઢ પાડી પોલ્યો દહી, લીઈ વિશાલા ગામ. ... ૧૬૮૮ અર્થ - કોણિકરાજાનું સૈન્ય પાછું ફર્યું. (‘પોતે કમોતે મરી જશે' એવા ડરથી) ચેડારાજા ત્યાંથી ભાગ્યા. કોણિકના લશ્કરે વિશાલા નગરીનો ગઢ તોડી નાખ્યો. ત્યાંની પોળો બાળી નાખી. તેમણે વિશાલા નગરી ઉપર કળ્યો કરી પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. ... ૧૬૮૮ ઢાળ ઃ ૭૪ વિશાલા નગરીનો વિધ્વંસ જિમ સહકારિ કોયલ ટહુકઈ એ દેશી. નગરી વિશાલા ભેલી જ્યારઈ, દહો દશ લોક નાસતા ત્યારઈ; પડઈ બૂબ લૂટઈ સહુ એ. ભાગા સુભટ સબલા ઝૂઝારો, નાખી દઈ અલગ હથીઆરો; ગહેન ગફામાં જઈ વસી એ. ... ૧૬૯૦ મંદિર મોહલા ઘર હાટ વખારો, ધન ભરયા મુકયા તેણઈ ઠારયો; નાસઈ દહો દસિ નર ઘણા એ. .. ૧૬૯૧ અર્થ:- વિશાલા નગરી જ્યારે લૂંટાણી ત્યારે લોકો દશે દિશાઓમાં નાસભાગ કરવા લાગ્યા. નગરમાં ચારે બાજુલૂંટફાટના કારણે બૂમરાણ મચી ગઈ. .. ૧૬૮૯ શત્રુઓ સામે ઝઝૂમી રહેલા શૂરવીર યોદ્ધાઓ પણ પોતાના હથિયાર ફેંકી નાસી ગયા. તેઓ ઊંડી, ગહન ગુફામાં જઈ રહ્યા. ... ૧૬૯૦ અનેક લોકો ઘર, મહોલ્લા, વખાર, દુકાન, ધન-સંપત્તિ બધું જ ખૂલ્લું મૂકી પોતાનો જીવ બચાવવા ચારે દિશાઓમાં દોડયા. ... ૧૬૯૧ ચેડા રાજાનું સ્વર્ગગમન ચેડાનિ કહઈ કોણી રાય, અમે વિશાલા લીધી આપ; હવઈ ઘટઈ કરવું કર્યું એ. • ૧૬૯૨ હોઈ તવ ચેડાંનિ બહુ દુખો, ઢું દેખાડું એહનિ મુખો; જસ જાતાં ચુ જીવિવું એ. •. ૧૬૯૩ દેહરાસરિથી પ્રતિમા લાવઈ, બાંધી કોટિ કૂપ ઝંપાવઈ; મરણ તણી ગતિ સાધતો એ. ... ૧૬૯૪ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” એણઈ અવસરિ ધરણંદ જ આવઈ, ચેડા રાય તણઈ લેઈ જાવઈ; મુકયો ભુવનિ અપણઈ એ. •.. ૧૬૯૫ આદરતો અણસણ તિહાં સારો, શરણ કરયાં જે મોટા ચ્યારો; જીવ રાશિ ખમાવતો એ. ... ૧૬૯૬ અર્થ :- કોણિકરાજાએ અભિમાન પૂર્વક ચેડારાજાને કહ્યું, “જોયું! અમે તમારી વિશાલાનગરી જીતી લીધી. હવે હું તમારું શું પ્રિય કરું?” ... ૧૬૯૨ ત્યારે રવમાની ચેડારાજાને ખૂબ દુઃખ થયું. તેમણે વિચાર કર્યો કે, “હવે હું પ્રજાને શું મોટું બતાવીશ? જ્યાં યશ, પ્રતિષ્ઠા, અને ઈજજત જાય ત્યાં જીવીને શું કરવું?' .. ૧૬૯૩ (ચેડારાજાએ પલટાતી પરિસ્થિતિ જોઈ જીવનને ટૂંકાવી દેવા) દેરાસરની જિન પ્રતિમા ડોકમાં બાંધી અંધારા કૂવામાં મૃત્યુની આશામાં ઝંપલાવ્યું. તેઓ મૃત્યુની વાટ જોવા લાગ્યા. .. ૧૬૯૪ તેવા સમયે તેમના પુણ્યોદયે (સાધાર્મિક જાણીને) ધરણેન્દ્ર દેવ ત્યાં આવ્યા. તેઓ ચેડારાજાને પોતાની સાથે તેમના ભવનમાં લઈ ગયા. ... ૧૬૯૫ ચેડારાજાએ ત્યાં (પાદોપગમન) નિર્ભય બની અનશન વ્રત આદર્યું. તેમણે ચાર શ્રેષ્ઠ શરણ ગ્રહણ કર્યા. તેમણે ૮૪ લાખ જીવાયોનિની સાથે ખમતખામણા કર્યા. ... ૧૬૯૬ અશોકચંદ્ર(કોણિકરાજા)નો વિશાલામાં પ્રવેશ ચેડો રાયતવસરગિ સિધાવઈ, સતકી વિદ્યાધરતવ આવઈ; સુત સુચેષ્ટાનો વલી એ. નામ મહેસર તાસ અપારો, નગર લોકની કરતો સારો; નીલવંત પરબતિ ધરી એ. ... ૧૬૯૮ કોણી આવ્યો નગરીમાંહિં, મંદિર મોહલ હાટ પાડઈ ત્યાંહિં; ગાધેડઈ હલ ઘાલતો એ. ... ૧૬૯૯ જીતી ચંપા મંહિ આવઈ, ભરી થાલ મોતી એ વધાવઈ; ધવલ દીઈ ગુણ ગોરડી એ. ••• ૧૭૦૦. જય જય હોયો કહઈ ઘર નારયો, તલીયા તોરણ બાંધ્યા બારયો; દ્રોહાથા કુકમ તણા એ. વીર ચરીત્ર કહે હેમિં જોય, બીજા શાસ્ત્રમાંહિ પણિ હોય; એ અધિકાર કોણિ તણો. ... ૧૭૦૨ જો જે સાતમા ખંડ મઝારિ, જસ વાપ્યો નૃપ ઠારો ઠારિ; 2ષભ કહઈ ત્રશધિ વાધતી એ. *. ૧૭૦૩ (૧) શ્રી નિરયાવલિકા સૂત્ર (મૂળ અને મૂળ તથા ટીકાના અર્થ સહિત) પૂર્વાચાર્ય, શ્રી જૈન ઘ.ત્ર.સ. ભાવનગર, સં.૧૯૯૦, પૃ. ૧૩, ૧૪. •.. ૧૬૯૭ *. ૧૭૦૧ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ .. ૧૬૯૮ અર્થ - ચેડારાજા કાળ ધર્મ પામી દેવલોકમાં ગયા. ચેડારાજા જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે સત્યકી વિદ્યાધર વિશાલાનગરીમાં આવ્યા. તેઓ સુજ્યેષ્ઠના પુત્ર હતા.(માતામહની નગરીને લૂંટાતી જોઈ ન શક્યા ત્યારે નગરીના લોકોને વિદ્યાના બળે ઉપાડી નીલવાન પર્વત ઉપર લઈ ગયા) ... ૧૬૯૭ તેમણે “મહેશ્વર' નામ ધારણ કર્યું. તેમણે તે સ્થળે પ્રજાજનોની ઘણી સેવા રીતે કરી. તેમણે પ્રજાજનોની સુરક્ષા માટે નીલવંત (નીલવાન પર્વત ધર્યો. ચંપાપતિ કોણિકરાજાએ વિશાલાનગરીમાં પ્રવેશ કર્યો. તેમણે ત્યાં જઈ ઘરો, મહોલ્લાઓ અને દુકાનો તોડી પાડયાં. તેમણે ગધેડા સાથે હળને જોડી (ક્ષેત્રની જેમ) નગરીને ખેડાવીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ... ૧૬૯૯ કોણિક રાજા જ્યારે ચંપાનગરીમાં પાછા ફર્યા ત્યારે (વિજયની વધામણીના આનંદમાં) તેમની રાણીઓ થાળ ભરીને સાચાં મોતી લાવી. તેમણે પોતાના સ્વામીને સાચાં મોતીથી વધાવ્યા. તેમણે મંગળ ગીતોના ગાન સાથે પતિને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો. ... ૧૭૦૦ કોણિકરાજાની રાણીઓએ વધામણી આપતાં કહ્યું, “સ્વામીનાથનો જય હો વિજય હો!" તેમણે રાજમહેલના પ્રવેશ દ્વાર પર વિશેષ પ્રકારના લટકણિયા તોરણો બંધાવી સજાવટ કરી. તેમણે દુર્વા ઉપર કુમ કુમવાળા હાથના છાપાં કર્યા. ... ૧૭૦૧ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત શ્રી મહાવીર ચરિત્રમાં તેમજ બીજા શાસ્ત્રોમાં પણ આ કોણિકરાજાનું ચરિત્ર (અધિકાર) છે. . ૧૭૦૨ સાતમા ખંડમાં હવે તમે જોશો કે કોણિકરાજાની ખ્યાતિ ઠામઠામ (દેશવિદેશ)માં ચારે તરફ પ્રસરી. કવિ ઋષભદાસ કહે છે કે, કોણિકરાજાની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ ખૂબ વધી. ... ૧૭૦૩ ખંડ - ૭ દુહા ઃ ૮૯ ચારણના આશીર્વચન ઋધિવૃધિ કોણી ધરિ, દીઈ ભાટ આસીસ; પંકજ સુત પરિ જીવજે, તેરણી પરિ તપેઈશ. •.. ૧૭૦૪ હાલી નાલી બેલદીઆ, પશુ આલાપી ડાલ; એતાં તુમ રક્ષા કરો, મંકડ બહુ અબલાલ. ••• ૧૭૦૫ કવીતઃ સહીસ લો, કરઈ સાર, દો સહિસલો તુઠી; અષ્ટલો તુઠત, બારલો તુઝ પૂઠી; ચિંતા કરઈ ચઉંદલો, એકલો જહી અલગો; બાલો કરઈ તુઝ કામ,થાય જસ જગહ વલગી; નીલો તુઠો તુઝનિ, સયલ લો રચ્યો ઇરિ; કવિ ઋષભ કહઈ કોણી સુણો, એતલાં તૃષ્ટ તુઝ ઉપિરિ. • ૧૭૦૬ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જલઘર રિપુĒિ તાસ રીપુ, તસ રીપુ સ્વામી નારિ; એ આસીસ કીરિત સહીત, પ્રચુર હજયો તુમ લછી બહુ તુઝ મંદિરિ, દીઈ પુરૂષ આસીસ; બારિ. એણઈ અવસરિ જિન આવીઆ, વંદન ચાલ્યો ઈશ. કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ૧૭૦૮ અર્થ:- કોણિક૨ાજાના રાજભંડારમાં ખૂબ સમૃદ્ધિ વધી. એક ભાટ ચારણે તેમને આશીષ આપતાં કહ્યું, “હે રાજન્ ! તમે પંકજ પુત્ર સૂર્ય જેમ શોભાયમાન થઈ આ પૃથ્વી પર જીવશો. સૂર્યની જેમ તમારું તેજ અને શૌર્ય સર્વત્ર પ્રકાશિત થશે. (તમારી કીર્તિ સર્વત્ર વ્યાપ્ત થશે.) ... ૧૭૦૪ ગામડીયા, તોપો, બળદીયા, પશુઓ, આળની પીડા, માંકડ, બટુક, બલા આ બધાં તમારી સુરક્ષા કરશે. ...૧૭૦૫ કવિતઃ શુક્રગ્રહ તમારી રક્ષા કરે. દોષ વિના સર્વ ગ્રહો સાનુકૂળ રહે. આઠમો તુઠે અને બારમો ચંદ્ર તમારી પૂંઠે છે. ચૌદમાની ચિંતા હતી તે પણ દૂરથી ટળી ગઈ. ઉગતો સૂર્ય(બાલો) તમને યશ અપાવે . જ્યાં સુધી જીવો ત્યાં સુધી પ્રતિષ્ઠા પામો. તમારા ઘરે સર્વ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાવ. કવિ ઋષભદાસ કહે છે કે, કોણિક૨ાજા ! આટલાં તમારી ઉપર તુષ્ટ થાઓ ૧૭૦૬ જલધર રિપુ એટલે પવન, તેનો શત્રુ સર્પ, તેનો શત્રુ ગરૂડ, તેનાં સ્વામી એટલે વિષ્ણુ અને તેની સ્ત્રી એટલે લક્ષ્મી છે. હું તમને આશીષ આપું છું કે તમારે ત્યાં કીર્તિ સહિત લક્ષ્મી પ્રચુર પ્રમાણમાં હોજો... ૧૭૦૭ હે રાજન્! તમારા રાજ્યમાં લક્ષ્મીની મહેર હોજો.'' કોણિકરાજાને ભાટ ચારણ આશીર્વાદ આપ્યા. તેવા સમયમાં ચંપાનગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. કોણિકરાજા ભગવાને (દબદબાપૂર્વક) વંદન કરવા ચાલ્યા. ૧૭૦૮ ઢાળ : ૭૫ કોણિક૨ાજાનું ભવિષ્ય હવે તસથીઅ જિન મલ્યો એ દેશી. રાગ ઃ અશાવરી સીધુઉ વિધિસ્યું રે વંદતો વીરનિં, પુછઈ મન તણી વાતો રે; સામી મિં પાપ કીધાં ઘણાં, કહો મુઝ જીવ કિહાં જાતો રે. વિધિસ્યું વંદઈ વીરનિં.....આંચલી. વીર કહઈ નૃપ તુમે જસ્સો, છઠી નરગ મઝારયો રે; બાવીસ સાગર તણું આઉખું, તિહાં લગિં જાય વલી નારયો રે. કોણી કહઈ એતો નહી ભલું, જઈ ઈ નારિનિં ઠામ્યો રે. દેખતાં કુણ ખાય કુકસા, લંઘન કરી ભલી સ્વામ્યો રે. ત્રુટો શલ્યો વાંકો ખાટલો, માંકણનો નહી પારો રે; તેથી ભોમિ ભૂંડી ભલી, જિમ રહઈ આપણુ અધિકારો રે. For Personal & Private Use Only ... ... ૧૭૦૭ ... ... ૧૭૦૯ ૧૭૧૦ વિ૦ ૧૭૧૧ વિ ... ૧૭૧૨ વિ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ કાંઈ કરો એહવું આકરૂંજાઉં હું તમતમાં માંહિ રે; તમ પ્રભા છઠી મુઝ નવિ ગમઈ, જાય અબલા રંક ત્યાંહિ રે. ... ૧૭૧૩ વિ. અઢું કહી વંદી ઉઠી, આવ્યો નગરી મઝારો રે; ઋષભ કહઈ રમઈ માલીઈ, સુખ વિલસઈ સંસારો રે. .. ૧૭૧૪ વિ. અર્થ - કોણિકરાજાએ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વખત વિધિપૂર્વક વંદન કર્યા. તેમણે ભગવાનને પોતાનું ભવિષ્ય જાણવા પૂછ્યું, “હે પ્રભુ! મેં વિપુલ પ્રમાણમાં પાપકર્મો કર્યા છે. હું મરીને કઈ ગતિમાં જઈશ?” ... ૧૭૦૯ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “હે રાજન્! તમે મરીને છઠ્ઠી નરકમાં જશો. ત્યાં તમારું આયુષ્ય બાવીસ સાગરોપમનું હશે. આ છઠ્ઠી નરક સુધી સ્ત્રીઓ પણ જઈ શકે છે.” કોણિકરાજાએ ગર્વિષ્ઠ થઈ પ્રભુને કહ્યું, “ભગવન્! હું નરવીર થઈને જ્યાં સ્ત્રીઓનું સ્થાન છે ત્યાં જાઉં? પ્રભુ! આ સારું ન કહેવાય. હે પરમાત્મા! લાંઘણ ઉપવાસ કરવા ઉત્તમ છે પણ જાણી જોઈને ખરાબ વસ્તુ કોણ ખાય?” .. ૧૭૧૧ તૂટેલી શિલા, વાંકો ચૂકો ખાટલો જેમાં પુષ્કળ માંકડ છે, તેના ઉપર બેસવું તેના કરતાં ભૂમિ ઉપર શયન કરવું શું ખોટું છે? ત્યાં આપણું (અનિષ્ટ ન થતાં) અસ્તિત્વ (અધિકાર) સલામત રહે છે....... ૧૭૧ર કોણિકરાજાએ અતિ ઘમંડપૂર્વક ભગવાનને કહ્યું, “હે દેવાધિદેવ! એવો આકરો ઉપાય બતાવો જેથી હું તમ તમા(મહા તમ પ્રભા) નામની સાતમી નરકે જાઉં. મને તમ પ્રભા નામની છઠ્ઠી નરકે જવું નહીં ગમે કારણકે છઠ્ઠી નરકમાં દીન અને અબળા નારીઓ જાય છે. (હું શૂરવીર પુરુષ છું)'' ... ૧૭૧૩ કોણિકરાજા એવું કહી પ્રભુને વંદન કરી ત્યાંથી ઉઠયા. તેઓ ચંપાનગરીમાં આવ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, કોણિક રાજા રાજમહેલમાં પોતાની રાણીઓ સાથે વિવિધ ક્રીડાઓ કરી સંસારના સુખો ભોગવી રહ્યાં હતાં. ... ૧૭૧૪ દુહા : ૯૦ વીર તણા ગુણિ મનિ ધરઈ, વાધી સબલજગીસ દેસ દેસના નરપતિ, નૃપનિ નામિં સીસ. ... ૧૭૧૫ અર્થ - કોણિકરાજાએ ભગવાન મહાવીર સ્વામીના વચનો (છઠ્ઠી નરકમાં ગમન) અંતઃકરણમાં અંકિત કર્યા. કોણિકરાજાની મહત્વકાંક્ષાઓ પ્રતિદિન વધવા લાગી. દેશ વિદેશના મહારાજાઓ તેમને નમસ્કાર કરવા લાગ્યા. ... ૧૭૧૫ ઢાળ ઃ ૭૬ તીવ્ર મહત્ત્વાકાંક્ષા નંદન તુ ત્રિસલા હુલારાવઈ એ દેશી. બહુ નૃપ સીસ નમાવઈ નૃપનિ, રાજ્ય કરઈ જિમ ઈદો રે; ત્રણિ ખંડ તણો હુઉ ભોગતા, જાણે કૃષ્ણ નરિંદો રે. •.. ૧૭૧૬ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ બહુ સીસ નમાવઈ નૃપનિં... આંચલી. સોલ સહેસ નૃપ સેવા સારઈ, અવર નૃપ નહી પારો રે; ગામ નગર પુર પાટણ ઝાઝાં, દેસ તે સોલ હજાર રે. એક દિન મંત્રીનિં રાય પુછઈ, રહી કાંઈ પ્રથવી લેતાંરે; મંત્રી કહઈ મહી સઘલી લીધી, ગામ નગર પુર જેતાં રે. ગફા તિમિષ્ટા છઈ વૈતાિં, તિહાં તો ચક્રી જાય રે; ત્રણિ ખંડ તિહાં અસુર વસંતાં, તે કોણિં ન લેવાય રે. કોણી કહઈ પ્રથવી બલીયાની, જે સુરો તે ખાય રે; ગજ હયવર સહુ સેના લેઈ, ગફા ભણી તે જાય રે. અર્થ :- કોણિકરાજાનું આધિપત્ય ઘણા દેશના રાજાઓએ સ્વીકાર્યું. તેઓ સ્વર્ગલોકના મહારાજા ઈન્દ્રની જેમ સર્વ રાજાઓ ઉપર હકૂમત ચલાવતા હતા. તેઓ ત્રણ ખંડના અધિપતિ બની ભોગવટો કરતા હતા. જાણે ત્રણ ખંડના અધિપતિ શ્રી કૃષ્ણ વાસુદેવ ન હોય ! ૧૭૧૬ ૧૭૨૦ બ૦ કોણિકરાજાની પુણ્યની પ્રચુરતાથી સોળ હજાર મુખ્ય રાજાઓ તેમની સેવા કરતા હતા. અન્ય નાના નાના ખંડિયા રાજાઓનો તો કોઈ પાર ન હતો. (જેઓ તેમનો પડયો બોલ ઝીલવા તૈયાર હતા.) નાના નાના અનેક ગામો, નગરો, શહેરો (મોટાં નગરો) એમ સઘળાં મળીને સોળ હજાર દેશોએ કોણિકરાજાનું અધિપત્ય સ્વીકાર્યું હતું. કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ દુહા ઃ ૯૧ ગફા ભણી તે સંચરયો, મંત્રી વારઈ તામ; એ પ્રથવી ચક્રી તણી, એ નહી આપણું કામ. ... ૧૭૧૭ બ For Personal & Private Use Only ૧૭૧૮ બ૦ ૧૭૧૭ (પ્રચુર સંપત્તિના સ્વામી હોવા છતાં જેમ ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ' તે યુક્તિ અનુસાર લોભ વશ) કોણિકરાજાએ એક દિવસ પોતાના મુખ્ય મંત્રીને બોલાવી પૂછયું, ‘હે મંત્રીશ્વર ! હવે આ પૃથ્વી ઉપર કોઈ દેશ જીતવાનો બાકી છે ?'' મંત્રીએ ઉત્તર આપતાં કહ્યું, “મહારાજા! આ પૃથ્વી પર જેટલાં ગામ, , શહેર હતાં તેટલાં બધા પ્રદેશો કબ્જે કરી જીતી લીધાં છે. નગર, ... ૧૭૧૮ વૈતાઢય પર્વત પાસે તમિસ્રા ગુફા છે. ત્યાં ફક્ત ચક્રવર્તી જ જઈ શકે છે. વળી તે ત્રણ ખંડમાં અનાર્ય લોકો વસે છે. તે ખંડમાં ચક્રવર્તી સિવાય કોઈ ન જઈ શકે તેથી તે પ્રદેશો ઉપર શી રીતે વિજય મેળવી શકાય ’’ ૧૭૧૯ બ૦ ... ... ૧૭૧૯ કોણિકરાજાએ કહ્યું, ‘‘આ પૃથ્વી ફક્ત બળવાન અને મારા જેવા શૂરવીર પુરુષોની છે. જે પરાક્રમી છે, તે પૃથ્વી ઉપર વિજય મેળવી તેને ભોગવી શકે છે.’’ (પોતાના સામ્રાજ્યની સીમાઓ વધારવાના લોભથી કોણિકરાજાને મનમાં છ ખંડ સાધવાની ચટપટી જાગી.) કોણિકરાજા (સર્વ સત્તાધીશ ચક્રવર્તી બનવા) હયદળ, ગજદળ, રથદળ અને મહા સૈન્યને લઈ વૈતાઢય પર્વતની તમિસ્રા ગુફા તરફ સંચર્યા. ... ૧૭૨૦ ૧૭૨૧ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ચૌદ રતન પાખિ વલી, કિમ સાધેસ્યો દેશ; કોણી વારયો નવિ રહઈ, કીધો કારયમ વેશ. ... ૧૭રર અર્થ - કોણિકરાજાએ તમિત્રા ગુફા તરફ પ્રયાણ કર્યું ત્યારે તેમના મુખ્ય મંત્રીએ તેમને ત્યાં જતાં રોક્યા. મંત્રીએ કહ્યું, “મહારાજા ! તમિસ્રા ગુફા તરફની પૃથ્વી ઉપર ફક્ત ચક્રવર્તીનો અધિકાર છે. તે પૃથ્વી ઉપર જવું તે આપણું કાર્ય નથી.” . ૧૭૨૧ તમારી પાસે 'ચક્રાદિ ચૌદ રત્નોમાંથી એક પણ રન આોછું હોય તો બીજા ખંડોકઈ રીતે જીતશો. (મંત્રીની સલાહકોણિકરાજાના ગળે ન ઉતરી.) તેઓ કોઈ રીતે અટક્યાં નહીં. તેમણે યુદ્ધમાં પ્રયાણ કરવા યોગ્ય વેશભૂષા પહેરી. ...૧૭૨૨ ઢાળઃ ૭૭ કોણિકરાજાનું નરકાગમન આવઈ આવઈ 28ષભનો પુત્ર એ દેશી. ચઉદ રતન કરઈ કરિમાં એ, આવ્યો કોણી રાય, શ્રેણિક સુત એ સહી એ, પોષધ ત્રણ તિહાં કરયા એ, કૃતમાલ સુર તેણઈ ઠાય. •. ૧૭૨૩ શ્રેણિક સુત....આંચલી. કૃતમાલ સુર એમ કહઈ એ, એ નહી તાહરો ઠામ, શ્રેટ જે નરદેવ હોઈ વલી એ, એ છઈ તેહનું કામ. ... ૧૭૨૪ શ્રેટ કોણી કહઈ સુણો દેવતા એ, હું છું ચક્રી તોય , શ્રેટ ચકી બાર તો થઈ ગયા એ, સુર કહઈ નવો ન હોય. •.. ૧૭૨૫ શ્રેટ કોણી કહઈ હું તેરમો એ, વેગિં ઉઘાડો બાર. શ્રેટ એમ કહી દંડ તે મારીઉં એ, સુર થયો ક્રોધ અપાર. . ૧૭૨૬ શ્રેટ તામ ચપેટો મારીઉં એ, કોણી પામ્યો મર્ણ, શ્રેટ છઠી નરગિં ઉપનો એ, ન થયું કોહિનૂ શર્ણ. . ૧૭૨૭ શ્રેટ જેહનિ તૃણા અતિ ઘણી એ, તે નહી સુખીયા ક્યાંહિં, શ્રેટ નવ વંદન નરગિં ગયા એ, સુભમ તે સાગરમાંહિં. ૧. ૧૭૨૮ શ્રેટ સંતોષેિ તાપસ સુખી એ, ખાતા વનના કંદ; શ્રેટ પવન ભખિત પુષ્ટા અહી એ, તરણ ભખિ તટ ગયંદ. •. ૧૭૨૯ શ્રેટ તેણેિ તૃષ્ણા નર નવિ કરો એ, કોણી પરિ દુખ જોય; શ્રેટ 2ષભ કહઈ સંતોષથી એ, બહૂ સુખશાતા હોય. ... ૧૭૩૦ શ્રે૦ (૧) ત્રિ.શ.પુ.ચ. અનુસાર-કોણિકરાજાએ ભગવાનને પૂછ્યું,“ભગવનું હું ચક્રવર્તી કેમ નહીં? મારી પાસે ચતુરંગી સેના પણ છે.” પ્રભુએ કહ્યું, “તારી પાસે ચક્રાદિ રત્નો નથી.” અહંકારી કોણિકરાજાએ લોઢાના એકૅન્દ્રિય સાત મહારત્નો કરાવ્યા. પદ્માવતીને સ્ત્રીરત્ન અને હસ્તિને પંચેન્દ્રિય રત્નો કલ્પી દીધાં. ચક્રવર્તીના ૧૪ રત્નો માટે જુઓ પરિશિષ્ટ વિભાગ. (૨) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૧૨, પૃ. ૨૩૮. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” અર્થ - (ચંપાપતિને છ ખંડ સાધવાની તીવ્ર તમના જાગી) તેઓ ચૌદ રો લઈને તમિત્રા ગુફા પાસે આવી (ચક્રવર્તીની જેમ નકલ કરી) પૌષધ વ્રત સહિત ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કર્યા. ગુફાના અધિષ્ઠાયક દેવ પ્રસન થઈ પ્રગટ થયા.(કોણિકરાજાએ દેવને ગુફાના દ્વાર ખોલવાની આજ્ઞા કરી.) ... ૧૭૨૩ તમિસ્રા ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવે કહ્યું, “હે કોણિકરાજા ! આ સ્થાન તમારું નથી. આ સ્થાનના દ્વાર તમારા માટે નહીં ખૂલે.) જે ચક્રવર્તી (નરદેવ) હોય, તેનું જ આ કાર્ય છે.” ... ૧૭૨૪ કોણિકરાજાએ અભિમાનથી કહ્યું, “હે દેવતા! તમે સાંભળો. હું પણ ચક્રવર્તી છું.” દેવે કહ્યું, “મહારાજા! આ અવસર્પિણી કાળમાં બાર ચક્રવર્તીઓ થઈ ગયા છે. હવે પછી કોઈ નવા ચક્રવર્તી આ આરામાં નહીં થાય.' ... ૧૭૨પ કોણિકરાજાએ ગર્વથી ઊંચા સ્વરમાં કહ્યું, “હું તેરમો ચક્રવર્તી છું. તમે ઝડપથી તમિસ્યા ગુફાના દ્વાર ખોલો.” હઠાગ્રહી કોણિકરાજાએ (દેવનું કહ્યું ન માનતાં) દંડ રત્ન લઈ તમિસા ગુફાના દ્વાર ઉપર પ્રહાર કર્યો. કોણિકરાજાની ઉદ્ધતાઈથી કૃતમાલદેવ અત્યંત ક્રોધિત થયા. ... ૧૭૨૬ (ગુફામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળી.) અગ્નિની જ્વાળાઓએ કોણિકરાજાને ચપેટમાં લીધાં. અગ્નિ વાળાઓથી ઘેરાયેલો કોણિકરાજા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરી મૃત્યુ પામ્યા. તેઓ છઠ્ઠી નરકમાં ઉત્પન થયા. તેમને કોઈ શરણભૂત ન થયા.(અરિહંત વચન મિથ્યા ન હોય).... ૧૭૨૭ જેઓ ખૂબ મહત્વાકાંક્ષી છે, તેવા લોભી વ્યક્તિઓ જગતમાં કદી સુખી થતા નથી. (“અતિ લોભ એ પાપનું મૂળ છે.” ઈચ્છાઓ આકાશ સમાન અનંત છે.) ત્રણ ખંડના અધિપતિ નવ વસુદેવ (આ અવસર્પિણી કાળમાં) નરકમાં ગયા. (બાર ચક્રવર્તીઓમાં) સુભૂમ ચક્રવર્તી (સાતમો ખંડ જીતવાની અભિલાષાથી) લવણ સમુદ્રમાં ડૂબી ગયા. .. ૧૭૨૮ વનમાં વસવાટ કરતા તાપસી પણ વનફળો ખાઈને સંતોષ માને છે. સર્પ પણ વાયુ ભક્ષીને સંતુષ્ટ થાય છે. ગાયો પણ નદી કિનારાનું ઘાસ ખાઈ તૃપ્તિ અનુભવે છે. ... ૧૭૨૯ તેવું સમજી હે માનવો! તમે પણ તૃણાનો ત્યાગ કરો. તૃણા કરનાર કોણિકરાજાની જેમ દુઃખ પામે છે. કવિ ઋષભદાસ કહે છે કે,(અતિ લોભ તે પાપનું મૂળ છે) સંતોષથી ખૂબ સુખ શાંતિ મળે છે.... ૧૭૩૦ દુહા : ૯૨ ઉદાયીનો રાજ્યાભિષેક શ્રેણિક સુત કોણી હવો, મુઉ તે પ્રથવી કાજિ; ઉદાઈ સુત તેહનો, વેગિ બેઠો રાજિ. .. ૧૭૩૧ ચંપામાં ચિત નવિ વરઈ, દેખી પિતાનો ઠામ; પાડલીપુર વારયું તહી, ચાચર ચોક આરામ. ... ૧૭૩૨ અનિકાપુત્ર નીતું બલી, પાડલ વૃક્ષ ઉગેહ; મહિમા તેહનો અતિ ઘણો, છાહ્યા ફલ સુખ દેહ. ... ૧૭૩૩ (૧-૨) જુઓ પરિશિષ્ટ વિભાગ. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ વિરખ જીવ તે મુલગો, તેનેિં એક અવતાર; ઝાર્ડિ ચાસ બેઠો લીઈ, આફણીઈ મુખિ આહાર. તિહાં નગર તે વાસીઉં, પાટલીપુર તસ નામ; ઉદાઈ રાજ્ય કરઈ તહી, ટાલઈ રીપુનો ઠામ. અર્થ: મહારાજા શ્રેણિકના પુત્ર કોણિકરાજા હતા, જેમનું પૃથ્વી ઉપર એકચક્રી રાજ્ય સ્થાપવાના લોભથી મૃત્યુ થયું. તેમના પુત્રનું નામ ઉદાયી હતું. કોણિકરાજાના મૃત્યુ પછી (ચંપાનગરીની રાજગાદી ખાલી પડતાં પદ્માવતી રાણીનાં પુત્ર) ઉદાયી રાજા તરત જ રાજગાદીએ બેઠા. ...૧૭૩૫ ૧૭૩૧ ઉદાયી રાજાનું ચિત્ત ચંપાનગરીમાં ઉદાસ રહેવા લાગ્યું કારણકે આ સ્થાનમાં પિતાનો વૈભવ જોઈ તેમને પિતાની સ્મૃતિ થતી તેથી તેમણે પાટલિપુત્રમાં પોતાની રાજધાની સ્થાપી. તેમણે પાટલિપુત્રના ચાચર ચોકમાં પોતાનો મહેલ બનાવ્યો. ૧૭૩૨ અગ્નિકા પુત્રાચાર્યની માથાની ખોપરીની અંદર દૈવયોગે પાટલિવૃક્ષનું બીજ પડયું. તેમાં પાટલિવૃક્ષ ઉગ્યું, જે અનુક્રમે વિશાળ થયું. તે જ આ વૃક્ષ છે. મહામુનિના મસ્તમાં ઉત્પન્ન થયેલ હોવાથી તે પાટલિવૃક્ષ પવિત્ર ગણાય છે. આ વૃક્ષ પથિકોને છાયા અને ફળો આપે છે. ચોપાઈ : ૧૯ સુશ્રાવક ઉદાયીરાજા' કરઈ રાજિઉ ઉદાઈ રાય, વયરી સકલ નમાવ્યા પાય; ઘણા દેશ લીધા બલ કરી, રાજિ કરઈ જિમ સર્ગિ હરી. એક દિવસ ઉજેણી રાય, ઉદાઈ ઉપરિ કરઈ કષાય; કહઈ મારઈ જઈ કો એહનિં, મોહ માગ્યું આપું તેહિનં. કોઈક દેસનો રાજ જેહ, રાય ઉદાઈ મારયો તેહ; નાહઠો સુત તસ મરવા ભણી, આવી મલ્યો ઉજેણી ઘણી. અધમ નર ઉઠયો કહિ ત્યાંહિ, ઉદાઈનું સિર લાવું આંહિં; કહેણ તમારૂ નૃપ કીજીઈ, મહારો દેશ મુઝનિં દીજીઈ. અસ્તું કહીનઈ ચાલ્યો તેહ, ઉદાઈનિં પાસિં આવેહ; કરઈ મારવા તણો ઉપાય, પણિ છોછો નવિ લાધઈ રાય. ... ૧૭૩૪ ... (૧) ઉદાયીચરિત્ર : શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૬, પૃ. ૧૩૨ થી ૧૩૬. ૩૧૫ ... ૧૭૩૩ તેનો મૂળ જીવ એકાવતારી હોવાથી તે વિશેષ પ્રકારે પવિત્ર છે. વળી પાટલિવૃક્ષ ઉપર બેઠેલું ચાસ પક્ષી સ્વયં મુખ ખોલતાં આહાર મેળવે છે, તેમ પુણ્યવંત રાજા પણ આ ઉત્તમ સ્થાનમાં નગર વસાવતાં સ્વયં સંપત્તિ પ્રાપ્ત કરશે. ૧૭૩૪ For Personal & Private Use Only ... નૈમિત્તિકોના કહેવાથી ઉદાયી રાજાએ પાટલિવૃક્ષના પ્રભાવના આધારે અને ચાસ પક્ષીના નિમિત્તને જોઈ નગરની સ્થાપના કરી. પાટલિવૃક્ષના નામથી ‘પાટલિપુત્ર’ નગર નામ પાડવામાં આવ્યું. ત્યાં ઉદાયી રાજા રાજ્ય ક૨વા લાગ્યા. તેમણે શત્રુઓને પરાજીત કર્યાં. ... ૧૭૩૫ ... ૧૭૩૬ ૧૭૩૭ ... ૧૭૩૮ ... ૧૭૩૯ ૧૭૪૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' ••• ૧૭૪૨ •• ૧૭૪૪ ન મલઈ સંચ ન મારયો જાય, નૃપ હણવા લીધી દિખાય; બાર વરસ વચિમાં વહી જાય, પણિ મારયો નવિ જાય રાય. ... ૧૭૪૧ અધમ સાધ નિત મેલું ધ્યાન, બિગ લોચન પિગ તેહનાં કાન; દેખી સુણી ન બુઝયો કસ્યો, જાણું મીન જલમાંહિં વસ્યો. ન ગઈ ગંધ મછિના દેહની, પાપ મતિ ન ગઈ તેહની; શુક ના પાઠ પરિ થયું જ્ઞાન, એક નૃપનિ મારયાનું ધ્યાન. ... ૧૭૪૩ એક દિન ગુરૂ ચંપાઈ ગયા, ચોમાસું તેણઈ થાનકિ રહયા; ઉદાઈ રાય નિત વંદન જાય, કર જોડીનિ સુણઈ કથાય. પંચ અનુવ્રત પાલઈ સદા, જિનની ભગતિ ન ચૂકઈ કદા; દઈ દાન જિન પૂજા કરઈ, સમકિત સુધુ હઈડઈ ધરઈ; ૧૭૪૫ શ્રેણિક કુલ દીપાવ્યું સહી, વીર વચન રહયો હઈડઈ રહી; એક દિન પાખી મનમાં ધરઈ, ઉદાઈ રાય પોષધ આદરઈ. ૧૭૪૬ મંદિરમાં જઈ પોષધશાલા, તિહાં પોસો પાલઈ ભૂપાલ; ગુરૂ આવિ તિહાં કરઈ કથાય, સાથિ અધમ અછઈ ત્રષિરાય. ... ૧૭૪૭ નૃપ ગુનિ વિસામણ કરઈ, મુન્ય વરત મુખથી આદરઈ; કાંમિ ગુરૂ મ્યું બોલઈ રાય, ગણઈ ભણઈ કે કરઈ સજઝાય. ... ૧૭૪૮ દિવસિં નીદ્રા નૃપ નવિ કરઈ, સંથારા પોરસિ આદરઈ; શરણ ચાર કરી નૃપ સુઈ, અધમ સાધ બેઠો બલ જૂઈ. .. ૧૭૪૯ નૃપ નિદ્રાવસિ હુઉ જસઈ, કાઢી કંકણ લોહ પાલી તસઈ; ઉદાઈ કંઠિ મેહલઈ જેતલઈ, મસ્તક અલગું થયું તેતલઈ. ... ૧૭૫૦ લોહી તણો ચાલ્યો પરવાય, પાસિંથો જાગ્યો ઋષિરાય; નૃપનિ મારયો જાણ્યો જસઈ, મહા ભયંકર હુઉં તસ. .. ૧૭૫૧ જોયો શિષ્ય દીઠો તામ, ગુરૂનિ ચેતા પોહતા તામ; ઉદાઈનિ તે મારી ગયો, અભવ્ય જીવ એ વરિ કહ્યો. ... ૧૭પર અર્થ:- ઉદાયી રાજાએ પાટલિપુત્ર શહેરને રાજધાની બનાવી. તેમણે (પોતાના પિતાની જેમ) સર્વ શત્રુઓ ઉપર વિજય મેળવી તેમને અંકુશમાં રાખી નમાવ્યા. તેમણે પોતાના પરાક્રમથી અનેક દેશો ઉપર વિજયનો ડંકો વગાડયો. તેઓ પાટલિપુત્રમાં રહી વર્ગલોકનાદેવેન્દ્રની જેમ રાજ્ય કરતા હતા. .. ૧૭૩૬ એક દિવસ ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતને કોઈ કારણસર ઉદાયી રાજા ઉપર ખૂબ ગુસ્સો કર્યો. તેમણે બદલો લેવા માટે ઢઢેરો પીટાવ્યો કે, “જે પાટલિપુત્ર નરેશ ઉદાયી રાજાને મારશે તેને ઘણું ધન આપવામાં આવશે. ... ૧૭૩૭ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ઉદાયી રાજાએ પૂર્વે કોઈ એક દેશના રાજા ઉપર ચઢાઈ કરી હતી. તે રાજાનું મૃત્યુ ઉદાયી રાજાના હાથે થયું હતું. તેના પુત્રએ પોતાના પિતાનું વેર વાળવા માટે પડહ રવીકાર્યો. તે ઉદાયી રાજાનું કાસળ કાઢવા ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનને મળ્યો. .૧૭૩૮ તે અધમ વ્યક્તિએ કહ્યું, “હે રાજનું! ઉદાયી રાજાનો શિરચ્છેદ કરી તેને અહીં લાવીશ. જેથી આપની પ્રતિજ્ઞા પૂર્ણ થશે. તમે મને મારો દેશ પાછો આપી, આપનું વચન પણ પૂર્ણ કરજો.”... ૧૭૩૯ એવું કહી તે (ઉદાયી રાજાને મારવા માટે) ઉભો થઈ ચાલવા લાગ્યો. તે ઉદાયી રાજાની પાસે આવ્યો. તેણે ઉદાયી રાજાને મારવાની અનેક યુક્તિઓ વિચારી પરંતુ તેની કોઈ કરામત સફળ ન થઈ. ... ૧૭૪૦ તે ત્યાં જ રહ્યો. તે દુષ્ટનેકોઈ ઉપાય ન મળ્યો તેથી તે રાજાને મારી ન શક્યો. (ઉદાયી રાજા ધર્મિષ્ઠ છે. તેમના આવાસમાં ગુરુભગવંતો કોઈ પણ જાતની આજ્ઞા વિના આવાગમન કરી શકે છે, એવું જાણી) તેણે અવસરનો લાભ લઈ રાજાને મારવા (દુષ્ટ ભાવના સાથે) દીક્ષા લીધી. તેણે બાર વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. આ વચગાળામાં તે ઉદાયી રાજાને કોઈ રીતે મારી ન શક્યો. ... ૧૭૪૧ શ્રમણ બન્યા છતાં અધમવૃત્તિઓ અને મનનું દુર્થાન ન છૂટયું! (વેશ પરિવર્તન થયો પરંતુ હદય પરિવર્તન ન થયું.) ધિક્કાર છે તે દષ્ટિને જે જિનપ્રભુનાં દર્શન કરીને પાવન થતી નથી! ધિક્કાર છે તે કર્ણને જે જિન વચનોનું શ્રવણ કર્યા છતાં પ્રતિબોધ પામતા નથી. જે જીવ જોવા અને સાંભળવા છતાં બોધ પામતો નથી તેને જળમાં રહેલી માછલી સમાન સમજો. ... ૧૭૪૨ જેમ જળમાં રહેવા છતાં માછલીનાં દેહની દુર્ગધ છોડતી નથી તેમ દુષ્ટ સાધુ (વિનયરન મુનિ)એ પાપબુદ્ધિ કોઈ રીતે વિરમી નહીં. સમજ્યા વિના ઔઘ સંજ્ઞાએ રટણ કરતા પોપટના પાઠ જેવું તે મુનિનું જ્ઞાન હતું. પ્રતિદિન હર સમયે ફક્ત ઉદાયી રાજાને મારવાનું જ ધ્યાન હતું. ... ૧૭૪૩ એક દિવસ સત્યઘોષ મુનિ જેઓ વિનયરન મુનિના ગુરુ હતા; તેઓ ચંપા નગરીમાં શિષ્ય પરિવાર સાથે આવ્યા. તેઓ ત્યાં ચાર્તુમાસ રહ્યા. ઉદાયી રાજા નિત્ય ગુરુ ભગવંતને વંદન કરવા જતા હતા તેમજ જિનકથાનું શ્રવણ કરતા હતા. .. ૧૭૪૪ તેઓ અહિંસા આદિ પાંચ અણુવ્રતનું શુદ્ધપણે પાલન કરતા હતા. તેઓ કદી પણ જિન ભક્તિ ભૂલતા નહીં. તેઓ દાન આપતા, જિનપૂજા કરતા. તેઓ જિનધર્મના સિદ્ધાંતોને વિશુદ્ધ ભાવે હ્રદયમાં ધારણ કરતા હતા. ... ૧૭૪૫ તેઓ મહારાજા શ્રેણિકની જેમ દઢ સમકિતી હતા તેથી તેમણે પોતાનું કુળ દીપાવ્યું હતું. તેઓ જિનવચનોને નિઃશંકપણે હૃદયે ધારણ કરી પૂર્ણ શ્રદ્ધા કરતા હતા. એક વાર પાખી પર્વતિથિ હોવાથી ઉદાયી રાજાએ પૌષધ વ્રત કરવાની મનમાં ભાવના ભાવી. તેઓ પૌષધ વ્રત આદરવા ગયા. ... ૧૭૪૬ ઉદાયી રાજાએ રાજમહેલમાં એક પૌષધશાળા બનાવી હતી. તેઓ પર્વતિથિએ ત્યાં પૌષધવ્રત કરતા હતા. ઉદાયી રાજા પૌષધવ્રત કરવા પૌષધશાળામાં આવ્યા. તે દિવસે આચાર્ય ભગવંતે ત્યાં આવી For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કવિ ત્ર૪ષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” ધર્મકથા કરી. તેમની સાથે પેલા અધમ (વિનયન) મુનિ પણ હતા. ... ૧૭૪૭ ઉદાયી રાજાએ આચાર્ય ભગવંતને પોતાની પૌષધશાળામાં વિસામો કરાવ્યો. ત્યાર પછી આચાર્ય ભગવંતના મુખેથી પૌષધવ્રતના પ્રત્યાખ્યાન આદર્યા. ત્યાર પછી કંઈ કામ હોય ત્યારે ગુરુ ભગવંત સાથે વાતચીત કરતા, બાકી સંપૂર્ણ દિવસ તેમણે સ્વાધ્યાય, પઠન-પાઠન અને સત્સંગમાં પસાર કર્યો... ૧૭૪૮ ઉદાયી રાજાએ દિવસના નીદ્રાનો ત્યાગ કર્યો હતો તેથી શરીરના થાકને ઉતારવા રાત્રિના એક પહોર પછી સંથારો બીછાવ્યો. ઉદાયી રાજાએ પ્રથમ ચાર શ્રેષ્ઠ શરણ ગ્રહણ કર્યા પછી સંથારા ઉપર સૂતા. (રાજા નિદ્રાધીન થયા) પાપી (વિનયન) મુનિ આ અવસરની રાહ જોઈ બેઠો હતો. ... ૧૭૪૯ જેવા ઉદાયી રાજા નિદ્રાવશ થયા તેવા જ પાપી મુનિએ લોખંડની તીક્ષ્ણ ધારવાળી કટારી (છરી) કાઢી ઉદાયી રાજાના કંઠમાં ખોસી દીધી. ક્ષણવારમાં રાજાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. ... ૧૭૫૦ ત્યાં લોહીનો ધોધ વહેવા લાગ્યો. (રાજાના સંથારાની બાજુમાં આચાર્ય ભગવંતનો સંથારો હતો.) લોહીની ધારા વહેવાથી પાસે સૂતેલા (સત્યઘોષ) આચાર્યની (પથારી તેમજ વસ્ત્રો ભીનાં થવાથી, ઊંઘ ઉડી ગઈ. (ચંદ્રમાના પ્રકાશમાં) આચાર્ય ભગવંતે જોયું, કે રાજાનું ખૂન થયું છે. તેમણે વિચાર્યું, ‘અહીં ભયંકર દુર્ઘટના થઈ છે.” ... ૧૭૫૧ તેમણે ચારે બાજુ શિષ્યને જોયો. તે ન દેખાયો ત્યારે આચાર્ય પરિસ્થિતિ સમજી ગયા. ઉદાયી રાજાનું ખૂન કરી શિષ્ય નાસી ગયો છે. ભગવાન મહાવીર સ્વામીએ આ જીવને અભવી કહ્યો છે.... ૧૭પર અભવ્ય જીવો વિશે માહિતી કપિલા કાલગસૂરીઉ જેહ, પાલકૃષ્ણ તણો સુત તેહ; અંગારમદિકાનિ સંગમો, અધમ જીવ સંસારિ ભમો. ... ૧૭૫૩ પાપી પાલગ હુઉ જસિં, જેણેિ મુનિવર પીલ્લા પંચસિં; સાતમો ઉદાઈનો મારણહાર, એહના પાપ તણો નહી પાર. ... ૧૭૫૪ અભવ્ય જીવ આરાધિ કહી, ત્રેસઠ શલાકા પુરૂષમાં નહી; અનુતર વિમાન પાંચ છઈ જિહાં, અભવ્ય જીવ ઉપજઈ નહી તિહાં. .. ૧૭૫૫ ઈદ્ર ગુરૂ સૂર રત્ન ત્રય સંક, તિહાં ન ઉપજઈ મોટો વંક; પૂર્વ ચૌદ ન આવઈ ઉદય, નવ પૂરવ ભણતાં જિન વદઈ. ... ૧૭૫૬ અભવ્ય ઈદ્ર ન થાય વલી, દીક્ષા નવિ દઈ તસ કેવલી; જિનશાસનમાં યક્ષ યક્ષણી, અભવ્ય તેહ તણી ગતિ હણી. ... ૧૭૫૭ લોકાંતિક સુર તે નવિ થાય, સમકિત વિણ ભવ તેહનો જાય; પાત્ર સુસાર મિલઈ કિમ તનિ, ચારિત્ર નહી સુધા ગુરૂકનિ. ... ૧૭૫૮ અંતિ સમાધિ મરણ નવિ હોય, આરાધના વિન વણસઈ સોય; અનંતકાલ ભમવું એહનિ, મુગતિ પંથ નહી તેહનિં. ૧. ૧૭૨૯ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ અર્થ - કપિલા દાસી, કાલસીરિક કસાઈ, કૃષ્ણ મહારાજાનો પુત્ર પાલક અભવ્ય જીવો હતાં તેમજ અંગારર્દિક આચાર્ય અને ભગવાનને ઉપસર્ગ આપનાર સંગમ દેવ પણ અભવ્ય જીવ હતાં. અભવ્ય જીવો સંસાર અટવીમાં ભટક્યા કરશે. ... ૧૭પ૩ અભવી જીવ પાલક રાજા જ્યારે પાપી બન્યો ત્યારે તેણે અંધકાચાર્યના ૫૦૦ શિષ્યોને એક પછી એક પાણીમાં પીલ્યા. સાતમો અભવી જીવ ઉદાયી રાજાની હત્યા કરનારો વિનયરન મુનિ હતો. તેણે મહાપાપ કર્મ કર્યું. ... ૧૭પ૪ અભવ્ય જીવો કદી આરાધક ન હોય. તેઓ ત્રેસઠ શલાકા પુરુષમાં ન હોય. તેઓ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા નથી. ... ૧૭૫૫ - ઈન્દ્ર, તીર્થકર, અનુત્તરવાસી દેવ, રતત્રય, ત્રાયત્રિશંક દેવોમાં અભવ્ય જીવો નિઃશંકપણે ઉત્પન થતા નથી, એવું અરિહંત જિન પ્રભુ કહે છે. તેમને ચૌદ પૂર્વનું જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી. તેઓ નવ પૂર્વ સુધીનું જ્ઞાન ભણી શકે છે, એવું તીર્થંકર પરમાત્મા કહે છે. ... ૧૭પ૬ અભવ્યને ઈન્દ્ર દેવની પદવી ન મળે. તેમને કેવળીના હાથે દીક્ષા ન મળે. જિન શાસનના રક્ષક દેવ તરીકે યક્ષ-યક્ષિણીપણે પણ ઉત્પન ન થાય. અભવ્ય જીવોએ આ ગતિનો છેદ કર્યો છે. . ૧૭૫૭ તેઓ નવ લોકાંકિત દેવોમાં ઉત્પન્ન થતા નથી. સમકિત વિના તેમનો ભવ નિરર્થક જાય છે. તેમને સદ્ગુરુનો સહયોગ ન સાંપડે કારણકે તેમની આચારપાલના ગુરુ સમક્ષ શુદ્ધ ભાવે હોતી નથી.... ૧૭૫૮ તેમને જીવનના અંત સમયે સમાધિમરણ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે સાચી આરાધના વિના તેમનું જીવન નિરર્થક જાય છે. તેઓ અનંતકાળ સુધી સંસારનું પરિભ્રમણ કરે છે. તેમને મુક્તિનો પંથ પ્રાપ્ત થતો નથી. ...૧૭પ૯ ઉદાયીરાજાનું સ્વર્ગગમન અસ્યો અભવ્ય શિષ્ય જગમાં જેહ, ઉદાઈનિ મારી ગયો તેહ; ગુરિ વિચાર કરયો તિહાં અસઈ, સકલ લોક મુઝનિં હેલસઈ. ૧૭૬૦ એણઈ ગુરિ મારયો રાજાય, તવ જિનશાસન બહુ ફેલાય; શાસન ઉઢા મુઝથી થાત, તે જીવ્યાથી મરણ સનાથ. ... ૧૭૬૧ ................... (૧) અંધકાચાર્ય : શ્રાવસ્તિ નગરીના જિતશત્રુ રાજા અને ધારિણી રાણીના પુત્ર હતા. તેમની બહેન પુરંદરયશાએ દંડકારણ્યના કુંભકાર રાજા સાથે લગ્ન કર્યા હતા. કુંભકારનો પાલક મંત્રી નાસ્તિક હતો. અંધકકુમારે તેને વાદમાં નિરુત્તર કર્યો. અંધકકુમારે મોટાં થઈ દિક્ષા લીધી. તેમના ૫૦૦ શિષ્યો થયા. તેઓ મોટા આચાર્ય બન્યા. પ્રભુએ કહ્યું, “તમને દંડકારણ્ય જતાં ઉપસર્ગ થશે. તમારા સિવાય બધા આરાધક થશે.” આચાર્ય દંડકારણ્ય તરફ ગયા. પાલકને ખબર પડી. તેણે રાજાને જૂઠું કહ્યું કે, “આ લોકો રાજ્ય લેવા આવ્યા છે.” તેણે પોતે છૂપાવેલા શસ્ત્રો રાજાને બતાવ્યા. રાજાએ પાણીમાં સંતોને પીલાવ્યા. છેલ્લા શિષ્ય ઉપર ગુરુને ખૂબ રાગ હતો. તેમણે પ્રથમ પોતાને ઘાણીમાં પીલવાનું કહ્યું. દુષ્ટ રાજા આચાર્યને દુઃખી થતાં જોઈ ખુશ થયો. બાળ મુનિને પાલકે ઘાણીમાં પીલ્યા. ગુરુએ તેમને આરાધના કરાવી મોક્ષમાં મોકલ્યા. હવે આચાર્યનો વારો આવ્યો. તેમણે નિયાણું કર્યું. તેઓ મરીને અગ્નિકુમાર દેવ બન્યા. તેમણે પુરંદરયશાને ઉપાડી પ્રભુ પાસે મૂકી આખું વન બાળી નાખ્યું. પ્રભુએ તેમને શાંત કર્યા. (ભરડેસરની કથા, પૃ. ૧૨૩, ૧૨૪.). For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' એ બોલ ગુરૂ હઈડઈ ધરાઈ, અમિતખામણાં અણસણ કરઈ; ચાર સરણ મોટાં તે કરી, કંકણ લોહ પાલી ગલઈ ધરી. . ૧૭૬ર મગ છેદ હવો ગુરૂરાય, દેખઈ પુરૂષ તે અસંભઈ થાય; દીઠૂં રગત બહુ તિહાં અતી, મારો દીસઈ નરપતિ યતી. ... ૧૭૬૩ સકલ સાધ મલ્યા તિહાં અસઈ, કપટી સાધ ન દીસઈ તસઈ; ચિંત્યું એ મહા દુષ્ટી થયો, ગુરૂ રાજાનઈ મારી ગયો. ... ૧૭૬૪ હાહાકાર હુઉં પૂરમાંહિં, સોઝયો દુષ્ટ ન લાવ્યો કયાંહિં; ઉજેણી રાજા કિં ગયો, યુષ્ટ પુષ્ટ તિહાં કણિ થયો. ૧૭૬૫ સાધ થઈ ચેં કીધું કામ, હેલી નરનિ કાઢિઉ તામ; હવું મરણ ઉદાઈ રાય, તે તીર્થંકર ત્રીજો થાય. . ૧૭૬૬ શ્રી સુપાર્શ્વ જિનવરનું નામ, સમરયાં સીઝઈ સઘલાં કામ; પ્રવચન સારોઘારમાં જોય, ઉદાઈ ત્રીજો જિનવર હોય. ... ૧૭૬૭ ઉદાઈ પુઠિ હુઉં કુલનાશ, રાજિ ગયું નાવનિ પાશ; પ્રશીષ્ટ પર્વમાંહિ તે લહું, સંબંધ સોય માંડીનિ કહુ. ... ૧૭૬૮ અર્થઃ- આ જગતમાં એવો અભવ્ય શિષ્ય (વિનયન) મુનિ હતો. ઉદાયી રાજાની હત્યા કરી ત્યાંથી પલાયન થઈ ગયો. ત્યારે આચાર્યએ વિચાર કર્યો, “આ દુષ્કૃત્યથી સર્વ નગરજનો મારી અવહેલના - નિંદા કરશે. ... ૧૭૬૦ લોકોને થશે કે આ આચાર્યએ સ્વયં રાજાની હત્યા કરાવી છે. લોકો જિનશાસનની અવગણના કરશે. મારા થકી શાસન પર કલંક લાગે તેવું જીવતર જીવવું તેથી તો મરણ જ શ્રેષ્ઠ છે.” ... ૧૭૬૧ આચાર્યએ આ વિચારને હૃદયે ધરી, મૃત્યુનો વિચાર કરી સર્વ જીવો સાથે ખમતખામણા કર્યા. તેમણે અનસન વ્રત કર્યું. તેમણે શ્રેષ્ઠ એવાં ચાર શરણ ગ્રહણ કર્યા. તેમણે બાજુમાં પડેલી લોખંડની ધારદાર છરી હાથમાં લઈ પોતાના ગળામાં ખોસી દીધી. .. ૧૭૬૨ આચાર્ય ભગવંતે પોતાના હાથે પોતાના ગળા ઉપર કટારી વડે છેદ કર્યો. આવું ભયંકર દશ્ય જેણે જોયું તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. લોકોએ પ્રભાતે રાજા અને યતિનું ખૂન થયેલું જોયું. ત્યાં લોહીની ધારાઓ વહેતી હતી. .. ૧૭૬૩ પરોઢે તે સ્થળે સર્વ સાધુ મુનિઓ એકઠાં થયાં. કપટી (વિનયન) મુનિ ત્યાં દેખાયા નહીં. મુનિઓએ ચિંતન કર્યું કે, “આ કાર્ય મહાદુષ્ટ વિનયરન મુનિનું જ છે. આચાર્ય ભગવંત અને ઉદાયી રાજાને મારીને તે અહીંથી પલાયન થઈ ગયો છે.” ... ૧૭૬૪ આખા નગરમાં સર્વત્ર હાહાકાર મચી ગયો. લોકોએ મુનિની શોધ કરી પરંતુ તે ક્યાંય ન મળ્યો. તે હત્યા કરી સીધો ઉજ્જયિની નગરીમાં ચંડપ્રદ્યોત્તમરાજા પાસે ઈનામ લેવા ગયો. અવંતી પતિએ કહ્યું, “અરે For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ ••. ૧૭૬૯ ૧૭૭૦ મૂઢ!તેં આવું અકાર્ય કર્યું. ••. ૧૭૬૫ તેં અણગાર ધર્મ સ્વીકારીને શું સારું કાર્ય કર્યું?” અવંતીનરેશે તેને નગર બહાર કાઢી મૂક્યો (તે ઉદાયી નૃપ મારક' એવા નામથી પ્રસિદ્ધ થયો) ઉદાયી રાજાનું પૌષધ સહિત મૃત્યુ થયું. તેઓ પ્રથમ સૌધર્મ દેવલોકમાં દેવ થયા. તેઓ ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી આવતી ચોવીસીમાં ‘સુપાર્શ્વ' નામના ત્રીજા તીર્થકર થશે. ... ૧૭૬૬ સુપાર્શ્વ જિનનું નામ સ્મરણ કરતાં સર્વ કાર્યો નિર્વિબ પણે સિદ્ધ થશે. પ્રવચનસારોદ્વાર ગ્રંથમાં (ઠાણાંગસૂત્રમાં) જોવા મળે છે કે ઉદાયી રાજા તે ત્રીજા “સુપાર્શ્વ' નામના જિનેશ્વર ભગવંત થશે.... ૧૭૬૭ ઉદાયી રાજાના મૃત્યુ પછી તેમના કુળનો નાશ થયો. રાજ્યની ધુરા નાવિ (હજામ)ના હાથમાં ગઈ. કવિ કહે છે કે, પરિશિષ્ટ પર્વ નામના ગ્રંથમાંથી આવૃત્તાંત ઉદધૃત કરીને હું તે કથા કહું છું. ... ૧૭૬૭ નંદકુમાર ચરિત્ર નંદકુમાર એક તિહાં કણિ થાય, નાવી તાત ગુણિકાતસ માય; કુમરિ સુપન દીઠું એક તામ, નિજ આંતરડઈ વીટિલું ગામ. સુપન કહિઉં બાંભણનિ જઈ, સુણી પંડિત હરખ્યો સહી; એ થાસઈ પ્રથવીનો રાય, એમ જાણી દીધી કન્યાય. પરણીનિં બેઠો પાલખી, કન્યા ઋધિ પામ્યો થયો સુખી; વાજંતઈ ધરિ આવ્યો જસઈ, પંચ દિવ્ય હુઆં તિહાં તસઈ. .... ૧૭૭૧ મંત્રી સેઠ સેનાપતિ મલી, ગજ સિણગારો સુંદર વલી; સુંઢિ કલશ વાજઈ વાજિંત્ર, દીઠો વર સિંહા અતિ પવિત્ર. કનક કલશ ઢોલઈ શીરિતામ, નંદ રાય હવું તસ નામ; વિરથી વરસ ગયાં જવ સાઠિ, બેઠો નંદ ઉદાઈ પાટિ. ... ૧૭૭૩ કોએ ન માનઈ એહની આણ, હાસ્ય કરઈ નર નારી જાણિ; વાંકાં બોલઈ મંત્રી સોય, લેપ પૂતળાં ધાયાં દોય. .. ૧૭૭૪ લઈ ખડગ મારયા કેતાય, કેતા નર તિહાં નાસી જાય; કેતા નર તિ નૃપ લાગા પાય, રાખિ રાખિ પ્રથવીપતિ રાય. ... ૧૭૭૫ જસ વાધ્યો જગમાં બહુ, નૃપની આજ્ઞા માનઈ સહુ રાજિ કરઈ નૃપ નંદ સુજાણ, ઋષભ કહઈ કીધો પરમાણ. ••. ૧૭૭૬ અર્થ:- નંદ નામનો એક કુમાર થયો. તેના પિતા હજામ હતા અને માતા ગણિકા હતી. નંદકુમારે એકવાર એક સ્વપ્ન જોયું. પોતાના આંતરડા વડે નગર વીંટાયું હતું. ... ૧૭૬૯ ૧૭૭૨ (૧) પ્રવચનસારોદ્ધાર ભાગ-૧, દ્વા. ૪૬, ગા. ૪પ૯, પૃ.૨૦૯, ૨૧૦ (૨) શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૬, પૃ. ૧૩૪ થી ૧૩૬. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ આ સ્વપ્નની વાત નંદકુમારે એક બ્રાહ્મણ(ઉપાધ્યાય)ને કહી. તે બ્રાહ્મણ વખનો જાણકાર હોવાથી સ્વખના રહસ્યને જાણી ખુશ થયો. “આ વ્યક્તિ પૃથ્વીનો રાજા થશે.” એવું જાણી બ્રાહ્મણે પોતાની પુત્રીનો હાથ નંદકુમારના હાથમાં સોંપ્યો. ... ૧૭૭૦ નંદકુમાર બ્રાહ્મણની કન્યા સાથે પરણ્યો. તે કન્યારૂપી લક્ષ્મીને મેળવીને ખૂબ સુખી થયો. નવા જમાઈ નંદ પાલખીમાં બેસી ઘરે આવતા હતા ત્યારે પટ્ટહસ્તિ, પ્રધાન અશ્વ, છત્ર, કુંભ અને ચામર એ પાંચ દિવ્ય વસ્તુઓ નંદરાજાની પાલખી પાસે આવી. ... ૧૭૭૧ તે નગરના મંત્રી, શેઠ, સેનાપતિની સાથે એક સુંદર શણગારેલો હાથી હતો. ગજરાજની ચૂંઢમાં કળશ હતું. ગજરાજની સાથે વાજા-વાજિંત્રો વાગતાં હતાં. ગજરાજની પાછળ ચાલતાં ચાલતાં સૌ પાદરે આવ્યા. ત્યાં એક પવિત્ર પુરુષ (નંદ)ને જોયો. . ૧૭૭૨ ગજરાજે તે પુરુષના મસ્તકે સુવર્ણ કળશ ઢોળી અભિષેક કર્યો. હસ્તિએ નંદને ઉપાડી પીઠ પર બેસાડવો. તેમને નગરના રાજા બનાવવામાં આવ્યા. તેમનું નામ નંદ રાજા રાખવામાં આવ્યું. વીર નિર્વાણ પછી સાઠ વર્ષ પછી ઉદાયી રાજાની પાટે (રાજગાદીએ) નંદરાજા આવ્યા. ... ૧૭૭૩ “આ હજામ પુત્ર છે', એવું જાણી લોકોએ તેમનો અનાદર કર્યો. તેમની અવજ્ઞા કરી. લોકો તેમની ઠઠ્ઠા-મશ્કરી કરતા. મંત્રીઓ પણ નંદરાજાનું વાંકું બોલતા. ત્યારે પુણ્ય બળે કોઈ દેવી તે લેપ્યમય બંને દ્વારપાળમાં અધિષ્ઠિત થઈ. દ્વારપાળો હાથમાં તલવાર ખેંચી લોકોની પાછળ દોડયા. ... ૧૭૭૪ તેમણે ઘણાં દુર્વિનીત લોકોને માર્યા. ઘણાં મનુષ્યોને ત્યાંથી ભગાડી મૂક્યા. કેટલાક લોકો ગભરાઈને રાજાના ચરણ પકડી, માફી માંગી શરણે આવ્યા. તેમણે કહ્યું, “હવે ખમ્મા કરો, ખમ્મા કરો પૃથ્વીપતિ!અમારા ઉપર રહેમ કરો.” ... ૧૭૭૫ હવે લોકોમાં નંદ રાજાનો પ્રભાવ અને યશ વધ્યો. સર્વ પ્રજાજનોએ તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. હવે ચતુર એવા નંદરાજા સુખેથી રાજ્ય કરવા લાગ્યા. કવિ ઋષભદાસે નંદરાજાનો ચરિત્ર (જેમ હતો તેમ) પ્રમાણભૂત કહ્યો. . ૧૭૭૬ દુહા ઃ ૯૩ રાજ્ય પરંપરા પ્રગટયો મહિમા નંદનો, કપિલ પુત્ર પરધાન; કપિલ નામ તેહનું સહી, તે પણિ બુધિ નિધાન. . ૧૭૭૭ નંદ પાટિ નંદ જ હતો, અનૂકરમિં નવ પાટ; કરી કનકના ડુંગરા, લહઈ નરગની વાટ. . ૧૭૭૮ કપિલ પાટ નવ ચાલીઆ, મંત્રીપણું સદાય; છેહલો સુકડાલ હુઉ સહી, નોમો તે કહઈવાય. ગૂલીભદ્ર સૂત તેહનો, શરીઉં પણિ સુત હોય; સાત સુતા હતી તેહનિ, આગલિ વંશ ન હોય. ... ૧૭૮૦ ૧૭૭૯ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ • ૧૭૮૨ નોમો નંદ જવ જીવતો, તવ એક હવો ચાણાકિ; દંત સહીત તે જનમીઉં, વિપ્ર વંશ તસ ભાખિ. ... ૧૭૮૧ નંદિ તેહનિ દુહવ્યો, ખીજી નીકલ્યો તામ; ચંદ્રગુપતિનિ લેઈ કરી, લીધું નંદનૂ ગામ. વીરથી વરસ જ ગયાં, એકસો પંચાવન; ચંદ્રગુપતિ હુઉ તદા, લીધાં લોકનાં ધન. ૧૭૮૩ બિંદુસાર તસ ધણી, અશોક શ્રી તસ પુત્ર; કુણાલ રાય હુઉ પછઈ, સંપ્રતિ રાખઈ સુત્ર. ... ૧૭૮૪ સવા લાખ જેણિ શ્રાવકા, કીધા જિન પ્રાસાદ; સવા કોડિ બિંબ જ ભરયાં, વાજઈ ઘંટા નાદ. ... ૧૭૮૫ ચ્ચાર પાટ આગલિ હુઆ, ન લહુ તેહનાં નામ; ઉદાઈ પુંઠિ એ થયા, પરસીઝ પરવમાં ઠામ. ... ૧૭૮૬ ઉદાઈ શ્રેણિક કુલિ હવો, શ્રેણિક શ્રાવક પરમ; શ્રેણિક નૃપ મુગતિ જસઈ, ટાલી આઠઈ કર્મ. . ૧૭૮૭ અર્થ:- નંદરાજાનો મહિમા ચારે તરફ ફેલાયો. તેમનો એક પ્રધાન હતો. તેનું નામ કપિલપુત્ર હતું. તે પણ ખૂબ બુદ્ધિશાળી હતો. ... ૧૭૭૭ નંદરાજાની પાટે નંદ નામના જ રાજા થયા. નંદરાજા પછી અનુક્રમે નવ રાજાઓ રાજગાદીએ આવ્યા. તેમણે સમૃદ્ધિના લોભથી સોનાના ડુંગરો રચાય એટલી સંપત્તિ મેળવી. સંપત્તિની આસકિતથી તેમણે મૃત્યુ પામીને નરકની વાટ પકડી. ... ૧૭૭૮ કપિલ મંત્રી પછી તેમની જગ્યાએ પરંપરાગત બીજા નવા મંત્રીઓ થયા. છેલ્લા શિકડાલ મંત્રી થયા. તે નવમા નંબરના મંત્રી કહેવાયા. ... ૧૭૭૯ તેમના પુત્રનું નામ સ્થૂલિભદ્ર હતું. તેમને શ્રીયક નામનો બીજો પુત્ર પણ હતો. પકડાલ મંત્રીની સાત પુત્રીઓ (યક્ષ, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, એણિકા(સણા), વેણા અને રેણા)હતી. તેમનો ત્યાર પછી વંશવેલો ન ચાલ્યો. (શ્રીયકનું મૃત્યુ થયું, સ્થૂલિભદ્રજીએ સંયમ સ્વીકાર્યો.) ... ૧૭૮૦ નવમા નંદરાજા જ્યારે જીવતા હતા ત્યારે તેમના સમયમાં(ચણી બ્રાહ્મણ અને ચણેશ્વરી બ્રાહ્મણીનો પુત્ર) ચાણક્ય નામનો એક ચતુર અને બુદ્ધિશાળી બ્રાહ્મણ થયો. તે દાંત સહિત જન્યો હતો. બ્રાહ્મણોએ કહ્યું કે, “આ બાળક રાજા થશે.” ... ૧૭૮૧ એક વાર નંદરાજાએ તેમનું અપમાન કર્યું. (નવમા નંદ રાજાએ રાજસભામાં ચાણક્યનું હડહડતું (૧) શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૮, પૃ. ૧૪૭. (૨) ચાણક્ય મંત્રી, એજ, પૃ. ૧૬૦. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ૩૮ર. અપમાન કર્યું. ચાણક્ય પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી પાટલિપુત્રનું રાજ્ય નંદના હાથમાંથી ન લઉં ત્યાં સુધી માથાની શિખા છોડીશ નહીં.) ચાણક્યનું અપમાન થવાથી તે ખિજાઈને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે ચંદ્રગુપ્ત મોર્યની સહાયતા લઈને નંદરાજાને હરાવી પાટલિપુત્રનું રાજ્ય ઝૂંટવી લીધું. વીર નિર્વાણ પછી એકસો પંચાવન વરસ થયાં ત્યારે પાટલિપુત્રની ગાદીએ ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યો. તેણે લોકોનાં ધન-સંપત્તિ લૂંટી લીધાં. ... ૧૭૮૩ ચંદ્રગુપ્ત મૌર્ય પછી તેનો પુત્ર બિંદુસાર રાજગાદીએ આવ્યો. બિંદુસારનો પુત્ર અશોક સમ્રાટના નામે પ્રસિદ્ધ થયો. અશોક સમ્રાટ પછી તેનો પુત્ર કુણાલ રાજા બન્યો. કુણાલનો પુત્ર સંપ્રતિ નામે રાજા થયો. તેણે જૈન ધર્મની સૂત્ર પરંપરાની રક્ષા કરી. ... ૧૭૮૪ જેના રાજ્યમાં સવા લાખ જેટલા શ્રાવકો હતા. તેણે ઘણાં જિન પ્રસાદો (મંદિરો) બંધાવ્યા. સવા ક્રોડ જિનબિંબો ભરાવ્યા, જ્યાં ઘંટરાવવાગે છે. ... ૧૭૮૫ ત્યાર પછી પાટલિપુત્રની ગાદીએ બીજા ચાર વારસદાર થયાં. તેમનાં નામ પ્રાપ્ત થતાં નથી. તે સર્વ પાટ પરંપરા ઉદાયી રાજાના અવસાન પછી થઈ. શ્રી પરિશિષ્ટ પર્વમાં તેનું વિસ્તારથી વર્ણન છે.... ૧૭૮૬ ઉદાયીરાજા મહારાજા શ્રેણિકના કુળમાં અવતર્યા હતા. તેઓ મહારાજા શ્રેણિકની જેમ જૈન ધર્મના પરમ શ્રાવક હતા. મહારાજા શ્રેણિક ભવિષ્યમાં આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી મોક્ષમાં જશે. ... ૧૭૮૭ ઢાળઃ ૭૮ આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર લાલ મન મોહનાં એ દેશી. રાગ : ગોડી કર્મ ખપી મુગતિ જસઈ મન મોહનાં, એ શ્રેણિક નર સાર લાલ મન મોહનાં; સુધ સમકિત ધારી સહી, મઠ, કરઈ જિન ભગતિ અપાર, લા.. ...૧૭૮૮ કનક તણા જવ કરિ ગ્રહી, મઠ, એકસો નિ વલી આઠ, લાવે, જિન આગલિ કરઈ સાથીઉ, મ૦, સાધઈ મુગતિ વાટ, લા. ... ૧૭૮૯ શેત્રુજ ગિરિ સંઘવી થયો, મ0, પૂજ્યા 28ષભ જિણંદ, લાવે, બહુ ધિન વાર્દિ ખરચીલું, મળ, મનિધરી અતિ આણંદ, લાવે, ••• ૧૭૯૦ સંઘ ભગતિ કીધી ઘણું, મઠ, સાત ખેત્ર પોષેહ, લાઇ, જિન ગુરૂ ભગતિ કરંતડાં, મઠ, તીર્થંકર પદ લેહ, લા. વીરથી વરસ ગયાં ગણો, મળ, ચોરાસી હજાર, લા. સાત વરસ પંચ માસ રૂં, મ, જાતા જિન હોય સાર, લા. પ્રથમ નરગથી નીકલઈ, મ0, પુરૂં હોય જવ આય, લાટ વરસ ચોરાસી સહેસ તિહાં, મ, જાતાં જિનવર થાય, લા. ... ૧૭૯૩ એહ જ જંબૂઢીપ ભલું, મ, ભરત ક્ષેત્ર માંહેત, લા. વૈતાઢિ મૂલ પાસિં ભલો, મ, પૂઢર દેસ વસંત, લા. •.. ૧૭૯૪ ૧૭૯૧ *. ૧૭૯૨ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ સત્રઙૂઆર નગર ભલૂં, મ૦, સુમ તી કુલ ગુરૂ જ્યાંહિ, લા ભદ્રારાણી કુખમાં, મ૦, ઉપજઈ શ્રેણિક ત્યાંહિં, લા ત્રીજઈ આરઈ ઉપજઈ, મ૰, ભુપતિ કુલઈ અવતાર, લા૦ ચઉદ સુપન સુચિત હસઈ, મ૦, રૂપ તણો ભંડાર, લા૦ છપન કુમારી આવસઈ, મ૰, ઈંદ્ર નમઈ જિન પાય, લા૦ મરુ સંગ નવરાવસઈ, મ૦, ઉછવ અધિકો થાય, લા૦ ચીવર કુંડલ દેઈ કરી, મ૦, મુંકઈ તિહાં જિન માય, લા૦ પદમનાભ નામ જ ધરઈ, મ૦, હઈડઈ હરખ ન માય, લા૦ યોવન વઈ કુમરી વરઈ, મ૦, રાજિ ક૨ઈ જિન રાય, લા૦ ભોગ તજી દિક્ષા લીઈ, મ૦, વરસ બોહરિ આય, લા૦ કર્મ ખપી હોય કેવલી, મ૦, સમોસરણ હોય સાર, લા૦ સંઘ ચતુર્વિધ થાપસઈ, મ૦, બેસઈ પરષદા બાર, લા॰ ચોત્રીસ અતીસય જેહમાં, મ૦, વાણી ગુણ પાંત્રીસ, લા૦ દોષ અઢાર અલગા સહી, મ॰, ત્રણિ ભુવનનો ઈશ, લા૦ ચ્યાર કરમનો ક્ષય કરી, મ૦, મુતિ પુરીમાં જાય, લા૦ અનંત સુખમાં ઝીલસઈ, મ૦, અનંતજ્ઞાન તેણઈ ઠાય, લા॰ જસ બલવીર્ય અનંતસઈ, મ૦, વરવણી મુગતિ ન જાય, લા૦ જીવ શ્રેણિક સુખ પામસઈ, ૫૦, ૠષભ નમઈ તસ પાય, લા૦ અર્થ :- મહારાજા શ્રેણિક સર્વ કર્મ ક્ષય કરી મુક્તિ લક્ષ્મી પ્રદાન કરશે. તે મહારાજા શ્રેણિક ઉત્તમ હતા. તેઓ ક્ષાયિક સમકિતના સ્વામી હતા. તેઓ અપાર જિન ભક્તિ કરતા હતા. ૧૮૦૩ ... ૧૭૮૮ તેઓ સોનાના એકસો આઠ જવ હાથમાં લઈ પ્રતિદિન જિનેશ્વર જે દિશામાં હોય તે દિશામાં સાથિયો કરતા હતા. તેઓ આગામી કાળમાં મુક્તિ મંજિલ સાધશે. ... ૧૭૮૯ તેમણે ગિરિરાજ શેત્રુંજયનો સંઘ કઢાવી સંઘવી પદ હાંસલ કર્યું હતું. ત્યાં તેમણે જિનેશ્વર ભગવાન ૠષભદેવને પૂજ્યા હતા. તેમણે સંઘ કઢાવ્યો ત્યારે માર્ગમાં પુષ્કળ ધન ખર્ચીને સાધર્મિક ભક્તિ કરી હતી. તેમણે સંઘભક્તિ અતિ આનંદ પૂર્વક કરી હતી. ૩૨૫ For Personal & Private Use Only ૧૭૯૫ ૧૭૯૬ ૧૭૯૭ ... ૧૭૯૮ ૧૭૯૯ ... ૧૮૦૦ ૧૮૦૧ ... ૧૭૯૦ તેમણે ઉત્કૃષ્ટ ભાવે સંઘભક્તિ કરી.તેમણે સાત ક્ષેત્રમાં ધનનો ઉપયોગ કરી તે ક્ષેત્રોનું પોષણ કર્યું. હતું. તેમણે જિનેશ્વર દેવ અને ગુરુભગવંતોની ભાવપૂર્વક ભક્તિ કરતાં ‘તીર્થંકર પદ’ મેળવ્યું. ... ૧૭૯૧ વીર નિર્વાણથી જેટલા વર્ષ થયા તે ગણો. ચોર્યાસી હજાર સાત વર્ષ પાંચ માસ ગયા પછી મહારાજા શ્રેણિકનો આત્મા પ્રથમ જિનેશ્વર થશે. ... ૧૭૯૨ મહારાજા શ્રેણિકનો આત્મા (નરકનું આયુષ્ય પૂર્ણ થતાં) પ્રથમ નરકમાંથી ચ્યવન કરશે. તેઓ ... ૧૮૦૨ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ચોર્યાસી હજાર વર્ષ સુધી નરકમાં રહેશે. ત્યાર પછી જિન ભગવંત થશે. ... ૧૭૯૩ આ અઢીદ્વીપમાં મધ્યમાં જંબુદ્વીપ છે. જંબુદ્વીપમાં દક્ષિણ તરફ ભરત ક્ષેત્ર છે. વૈતાઢય પર્વતની તળેટીની પાસે ધનાઢય એવો પૂઢર (પુંડરિક) નામનો દેશ હશે. .. ૧૭૯૪ ત્યાં શતદ્વાર નામના સુંદર નગરમાં, સુમતી (સુમૂત) નામના કુલકર થશે. તેમની ભદ્રારાણીની કુક્ષિએ મહારાજા શ્રેણિકનો આત્મા (નરકમાંથી ચ્યવીને) ઉત્પન થશે. ... ૧૭૯૫ તેઓ ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં, ક્ષત્રિયકુળમાં અવતરશે. ત્યારે ચૌદ સુંદર અને અર્થ ગર્ભિત મહાસ્વપ્નો આવશે. ભદ્રામાતાને (સવા નવ માસે) રૂપરૂપના અંબાર જેવો પુત્ર અવતરશે.... ૧૭૯૬ બાળ તીર્થકરનો જન્મ મહોત્સવ કરવા છપ્પન દિકુમારીઓ માવશે. સ્વર્ગમાંથી ઈન્દ્ર મહારાજા બાવી બાળ પ્રભુને નમસ્કાર કરશે, પછી તેમને રવયં પોતાના હાથે ઉપાડી મેરૂપર્વત પર નાન કરાવશે. મેરૂ પર્વત ઉપર અનોખી રીતે પ્રભુનો જન્મ મહોત્સવ દેવો દ્વારા ઉજવાશે. ... ૧૭૯૭ ઈન્દ્ર મહારાજા બાળ જિનને ચીવર, કુંડલ આપશે. (તેમના અંગૂઠે અમૃતનું સિંચન કરશે.) ત્યાર પછી ઈન્દ્ર મહારાજા બાળ પ્રભુને માતા પાસે મૂકશે. ત્યારપછી રાજા પણ જન્મ મહોત્સવ ઉજવી બાળકનું નામ (જન્મ સમયે પાની વૃષ્ટિ થવાથી) “પદ્મનાભ' રાખશે. બાળકનું સુંદર રૂપ જોઈ રાજા-રાણીને હૈયે હરખ નહીં સમાય. (પૂર્ણભદ્ર અને મહાભદ્ર દેવથી સેવાતા હોવાથી તેમનું નામ દેવસેન” પડશે. શ્વેત વર્ણ વાળા હાથી પર બેસી નગરમાં લોકોને ખુશ કરશે તેથી લોકો તેમને વિમલવાહન' તરીકે સંબોધશે.) ... ૧૭૯૮ યૌવન વય થતાં પદ્મનાભ કુમારના સુંદર કન્યા સાથે (ભોગાવાલીકર્મના ઉદયથી) વિવાહ થશે. જિનરાય માબાપને લગ્ન કરી ખુશ કરશે. તેઓ યોગ્ય સમય થતાં સંસારના ભોગો ત્યજી દીક્ષા લેશે. તેમનું આયુષ્ય ૭૨ વર્ષનું હશે. ... ૧૭૯૯ તેઓ ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાની બનશે. ત્યારે ઈન્દ્ર મહારાજા આદિ દેવો દ્વારા સમવસરણની રચના થશે. તેઓ પ્રથમ દેશનામાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે. આ સમવસરણમાં બાર પ્રકારની પર્ષદા પ્રભુની વાણી સાંભળશે. ... ૧૮૦૦ “ચોત્રીસ અતિશય અને પાંત્રીસ પ્રકારના વાણીના અતિશયથી પ્રભુ સિંહાસન ઉપર શોભાયમાન થશે. તેઓ અઢાર દોષ રહિત હશે. તેઓ ઉર્વલોક, અધોલોક અને મધ્યલોક એમ ત્રણે લોકના સ્વામી બનશે. ... ૧૮૦૧ તેઓ ચાર અઘાતી કર્મનો ક્ષય કરી, સિદ્ધાલયમાં જશે. તેઓ સિદ્ધના અનંત સુખો, અનંત કાળ સુધી મહાલશે. તેમને સિદ્ધક્ષેત્રમાં અનંત જ્ઞાન-દર્શન હશે. . ૧૮૦૨ તેમનું બળવીર્ય પણ અનંત હશે. તે સિદ્ધપુરીનું સુખ અવર્ણનીય છે. મહારાજા શ્રેણિકનો આત્મા (૧) જુઓ ચિત્ર : ૧૪ મહાસ્વપ્નો (૨) આવતી ચોવીસીના નામ : જુઓ પરિશિષ્ટ વિભાગ. (૩) સંસાર સપના કોઈ નહિ અપના : પૃ.૨૮૭ (૪) સમ્મત્તમ્ : પૃ.૮૫-૮૬ For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ છુપાથી થયું નવજા 10 O બની શાળા ચંદ્ર દેવ વિમાન ચૌદ મહાસ્વપ્ન ૭. ધામ કળશ દાનરાશિ હા સિંહ ઉપરી નિમ અગ્નિ For Personal & Private Use Only ૧ શ્રી દ આ સ્વપ્ન ઐશ્વર્ય, સમૃદ્ધિ અને વિજયના સૂચક છે. ગર્ભમાં રહેલો જીવ અસીમ ઐશ્વર્યનો માલિક થશે. આટલી વિપુલ સંપત્તિનો સ્વામી એટલેકે ચક્રવર્તી થઈને જ રહે તેવું સ્વપ્નો સૂચવે છે. આ રિદ્ધિ બાહ્ય રિદ્ધિ છે. આત્માનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું એ જ સાચો વિજય છે. તીર્થંકર ભગવંતો આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવે છે તેથી તેમની માતાને ચૌદ (દિગંબર પરંપરા અનુસાર સોળ) મહાસ્વપ્નો સ્પષ્ટ દેખાય છે જ્યારે ચક્રવર્તીની માતાને આ સ્વપ્નો ઝાંખા કે ખંડિત દેખાય છે. આ સ્વપ્નોને આધ્યાત્મિક રીતે ગુણસ્થાનક ક્રમારોહ અનુસાર નીચે પ્રમાણે ઘટાડી શકાય. (૧) સફેદ હાથી : મિથ્યાત્વ મહા હસ્તિ સમાન છે. મિથ્યાત્વ પર વિજય મેળવનાર સમકિતરૂપી પ્રકાશ મેળવે છે. (૨) સફેદ વૃષભ : બળદ પૂર્વે ખાધેલું વાગોળતી વખતે તેનો સ્વાદ માણે છે, તેમ બીજા ગુણસ્થાનકે રહેલો જીવ સમકિતનો આસ્વાદ માણે છે. વૃષભ સ્વયં શિંગડા ભરાવી પોતાનું નુકશાન કરે છે તેમ અહીં નિશ્ચિત રૂપથી આત્માનું પતન થાય છે. ૩ ભાગીદેવી Page #347 -------------------------------------------------------------------------- ________________ (૩) સફેદ સિંહ : સિંહ ઉમદા પ્રકૃત્તિ ધરાવે છે, છતાં હિંસક પ્રાણી છે. તે મિશ્રભાવ ધરાવે છે, તેમ ત્રીજા ગુણસ્થાનકે રહેલા જીવને સદ્ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે એકાંત શ્રદ્ધારૂપ પ્રેમ નથી તેમ દ્વેષ પણ નથી. સિંહ છલાંગ મારે તો ઉંચો અથવા નીચે ખાડામાં પડે તેમ આ સ્થાનેથી જીવનું ઉર્ધ્વગમન પણ શકે અને પતન પણ થઈ શકે . (૪) કમળના સિંહાસન પર બિરાજેલાં લક્ષ્મી : મિથ્યાત્વનું છૂટવું અને સમ્યગ્દર્શનનું પ્રાપ્ત થવું સૌથી મોટી લક્ષ્મી છે. સમ્યગ્દર્શન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થતાં આત્મા અત્યંત બળવાન બને છે. તે અદમ્ય પુરુષાર્થ કરે તો આગળ વધી શકે . (૫) પંચવર્ણી ફૂલની સુગંધિત માળા : ચંપવર્ણી લાંબી બે પુષ્પ માળા સર્વત્ર સુગંધ ફેલાવે છે, તેમ જીવ પાંચમા ગુણસ્થાનકે અણુવ્રતરૂપી માળા ધારણ કરી અણીશુદ્ધ પાલન કરે ત્યારે શોભાયમાન બને છે. (૬) પૂનમનો ચંદ્ર : જીવનમાં અપ્રમત્તતા ઓછી થાય તો પૂનમના ચંદ્ર જેવો બની સાધક શીતળતા અનુભવે છે. ધીરે ધીરે જીવનમાંથી અંધકાર ઘટતો જાય, પ્રકાશ વધતો જાય છે. (૭) સૂર્ય : સાતમા ગુણસ્થાનકે અપ્રમત્તતા આવવાથી અંધકારનો સંપૂર્ણ નાશ થાય છે. આત્મા સૂર્ય જેવો ઉજ્જવલ અને તેજસ્વી બને છે. (૮) ધ્વજા : (દિગંબર પરંપરા પ્રમાણે બે માછલી અને ધ્વજા) જીવની વિજય યાત્રાનું સૂચક છે. જેમ સમ્રાટ દિગ્વિજય કરવા નીકળે ત્યારે સમગ્ર વિશ્વ જીતી લીધું હોય પરંતુ એક કિલ્લો જો જીતવાનો બાકી હોય અને પરાજય પામે તો તમામ ખોઈ બેસે છે, તેમ આઠમા ગુણસ્થાનક વાળો જીવ ઉપશમ શ્રેણી કરે તો છેલ્લા ગઢથી પાછો ફરી બધું જ ગુમાવે છે પણ ક્ષપક શ્રેણી કરે તો વિશ્વવિજયી બની કર્મશત્રુઓનો વિધ્વંસ કરે છે. (૯) બે સુવર્ણ કળશ : નિર્મળ નીરથી પરિપૂર્ણ, કમળથી આચ્છાદિત ચાંદીનો કળશ નિર્વિકાર, નિર્લેપ અને અનાસક્ત ભાવનું સૂચન કરે છે. નવમા ગુણસ્થાને દેહાધ્યાસ પૂરેપૂરો છૂટી ગયો છે. વેદમોહનીયનો ક્ષય કે ઉપશમ થવાથી આત્મા નિર્મળ બને છે. (૧૦) પદ્મસરોવર ઃ હજારો પાંખડીવાળા કમળોથી પદ્મસરોવર સુશોભિત છે. શરીરનો સંગભાવ છૂટી જવાથી તેમાં નિર્લિપ્ત ભાવોનાં કમળો ખીલ્યાં છે. સૂક્ષ્મ કષાયોનું ગલન કરવા આત્મા વેગવાન બન્યો છે. (૧૧) ક્ષીરસમુદ્ર : ચિત્તને આનંદ આપનાર ઉજ્જવલ ક્ષીર સમુદ્ર સૂચવે છે કે સમુદ્ર ખારો છે. આત્મબળે જીવે ખારાશને મીઠાશમાં ફેરવી નાખી છે પરંતુ ઉપશાંત થયેલા કષાયો ઉદયમાન થતાં જીવને ભવસાગરના તળીયે ખેંચી જાય છે. (૧૨) દેવવિમાન : (દિગંબર અનુસાર રત્નજડિત સિંહાસન અને દેવવિમાન)જે જીવ ક્ષીરસમુદ્રની મીઠાશમાં લેપાતો નથી અને સમુદ્ર તરવાનો પુરુષાર્થ ચાલુ રાખે છે તે વિમાન જેવી તીવ્ર ગતિથી ભવસાગર પાર કરે છે. (૧૩) રત્નરાશિનો ઢગઃ કર્મનો રાજા મોહનીયનો પરાજય થતાં તેરમે ગુણસ્થાનકે આત્મા ઘનઘાતી કર્મો જેવાંકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય પર વિજય મેળવે છે તેથી તેને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ અને વીર્યરૂપ રત્નરાશિ પ્રાપ્ત થાય છે. (૧૪) નિર્ધમ અગ્નિ : આયુષ્ય કર્મનો ક્ષય થતાં અઘાતી કર્મોનું દહન થાય છે. મન, વચન અને કાયાનો યોગ રૂપી ધૂમાડો ઉડી જતાં જીવ અયોગી, અજર, અમર, અજન્મા બને છે. તીર્થંકરોના પ્રતીક ચિહ્નોમાં પશુ પક્ષીઓ અને નૈસર્ગિક તત્ત્વનું પ્રમાણ વધુ . આ મહત્ત્વપૂર્ણ સંકેત છે કે, જૈનધર્મની મૂળભૂત ધારણા ‘પરસ્પરોપગ્રહો જીવામાન્' પર નિર્ભર છે. આ ચૌદ સ્વપ્નોમાં જૈન દર્શન સમાયેલું છે. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ સિદ્ધાલયનું શાશ્વત સુખ પામશે. કવિ ઋષભદાસ મહારાજા શ્રેણિક (ભાવિના ભગવાન)ના ચરણે નમસ્કાર કરે છે. ... ૧૮૦૩ દુહા : ૯૪ પાય નમું જિનવર તણઈ, જે શ્રેણિકનો જીવ; ક્ષાયક સમકિત તે રૂઅડું, જેહિં રાખીઉં સદીવ. ... ૧૮૦૪ અર્થ - કવિ કહે છે કે, મહારાજા શ્રેણિકનો આત્મા જે જિનેશ્વર થશે, તેમના ચરણોમાં હું નમસ્કાર કરું છું. સાયિક સમકિત સૌથી શ્રેષ્ઠ છે. એવું શ્રેષ્ઠ કોટિનું સમકિત તેમણે સદા પોતાની પાસે રાખ્યું છે....૧૮૦૪ ઢાળ : ૩૯ અતિશય દુર્લભ - સમ્યગ્દર્શન વિંછિત પૂરણ મનોહર એ દેશી. રાગ : રામગિરિ સુધુ સમકિત જે ધરાઈ, જિન પદવી તે નર વરઈ; સહી તરઈ શ્રેણિક નર વીરનિં પરિ એ. ... ૧૮૦૫ શ્રેણિક રાસ સુણી કરી, રહેયો સમકિત સુધ ધરી; ફરી કરી સમકિત દોહિલું પામીઈ એ. ૧૮૦૬ કરતો કષ્ટ અપારો રે, પણિ નવિ પામઈ પારો રે; સાર એ સમકિત પામિં સુખ વરઈ એ. . ૧૮૦૭ જયમ શ્રેણિક સુખ પામસઈ, અષ્ટ કરમનિ વામસઈ; વલી હસઈ ત્રણ ભુવનનો નાયકો એ. ... ૧૮૦૮ એ શ્રેણિક નરનો રાસો, જોડતાં પોહતી આસો; વલી વાસો કમલાનો કવિ મંદિરિ એ. ... ૧૮૦૯ અર્થ:- શુદ્ધ (ક્ષાયિક) સમકિત પ્રાપ્ત કરનાર વ્યક્તિને જ તીર્થકરની પદવી પ્રાપ્ત થઈ શકે છે. તેઓ મહાવીર પ્રભુ અને મહારાજા શ્રેણિકની જેમ આ સંસાર પાર કરશે. .. ૧૮૦૫ હે ભવ્ય જીવો! શ્રેણિક રાસ સાંભળીને પોતાનું સમકિત શુદ્ધ બનાવો. આ સંસાર અટવીમાં પરિભ્રમણ કરતાં સમકિત પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. .. ૧૮૦૬ આ જીવ ભલે ખૂબ કષ્ટો સહન કરે, છતાં સમકિત વિના ભવ અટવી પાર ન કરી શકે. શ્રેષ્ઠ એવું સમકિત પામવાથી જીવ શાશ્વત સુખ પ્રદાન કરે છે. ...૧૮૦૭ મહારાજા શ્રેણિક આઠે કર્મોનું વમન કરી, શાશ્વત સુખ પામશે. તેઓ ત્રણ ભુવનના નાયક એવા તીર્થકર ભગવાન થશે. ... ૧૮૦૮ આ મહારાજા શ્રેણિક જેવા ઉત્તમ મહાપુરુષનો રાસ રચતાં મારી આજે આશા પૂર્ણ થઈ છે તેમજ શ્રેણિક રાસ રચતાં મારા ગૃહે લક્ષ્મી દેવીનો વાસ પણ થયો છે. (કવિને ત્રણ લાભ થયા છે. (૧) રાસકૃતિની પૂર્ણાહુતિ (૨) આર્થિક સ્થિતિમાં પણ સુધાર (૩) આધ્યામિક ક્ષેત્રે કર્મ નિર્જરા.) ...૧૮૦૯ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ દુહા ઃ ૯૫ લછી વસિ તસ મંદિરિ, નહી અલછિનો વાસ; ઋષભ કહઈ તેણઈ કારણિં, સુણિ શ્રેણિકનો રાસ. ૧૮૧૦ અર્થ :- જેના ઘરે લક્ષ્મી દેવીનો વાસ છે ત્યાં આપોઆપ નિર્ધનતા દૂર થઈ જાય છે. કવિ ઋષભદાસ કહે છે, તે માટે પણ શ્રેણિક રાસનું શ્રવણ કરો. ... ૧૮૧૦ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ઢાળ : ૮૦ રાસ શ્રવણની મહત્તા લાલ મણી રે એ દેશી. રાસ સુણો રે, રાસ સુણો રે, સુણતાં ગજરથ અશ્વ મલઈ; રાજ ઋધિ સુખ શાતા અંÄિ, સુણતાં સુર તરુ બારિ ફલઈ. રાસ સુણો રે, રાસ સુણો રે....આંચલી. મુરિખ પણું જાય હોય પંડિત, વિવેક વિચાર બુધિ સકલ લહઈ; તાન માન રંગ રાગ લહંતો, ગાહા ગાથાનો અરથ કહઈ. અનેક શાસ્ત્ર સુણઈ નર બીજાં, રાસ ન સુણતો રીસ કરી; તે ચતુરાઈ કસી ન પામઈ, જિમ કુંતાર વિના જ કરી. કોકિલ કંઠ હોય તવ પરગટ, જવ આંબાનો મોર ભખઈ; સકલ ભેદ તો લહઈ સગુઢાઈ, સુણઈ રાસ વેલિ ભખઈ. કૂપ નીર પીતાં અતિ દોહલું, સરોવર પાણી સકલ પીઈ; સુગમ રાસ તે સહુ કો સમઝઈ, ૠષભ સુખી જે કાન દીઈ. અર્થ :કવિ ઋષભદાસ કહે છે, હે ભવ્યજીવો ! તમે પ્રેમથી રસપૂર્વક રાસ સાંભળો. શ્રેણિક રાસ સાંભળતાં તમને ગજ, રથ, અશ્વ જેવું પશુધન મળશે. તમારા શરીરે સુખ-શાતા (કુશળ સ્વાસ્થ્ય) થશે. તમારી રિદ્ધિસિદ્ધિ વધશે. તમારા ગૃહે કલ્પવૃક્ષ ફળશે. (સર્વ અભિલાષાઓ પૂર્ણ થશે.) ૧૮૧૫ રા૦ ... ૧૮૧૧ રાસ શ્રવણથી મૂર્ખાપણું દૂર થઈ વિદ્વતા પ્રાપ્ત થશે. વિવેક, સુવિચાર અને સત્બુદ્ધિ મળશે. સર્વ સાથે સુમેળ થશે. જીવાત્માને સર્વત્ર માન અને આનંદ પ્રાપ્ત થશે. રાસમાં છંદ અને ગાથાનો અર્થ કહેલો છે. . ૧૮૧૨ જેમ મહાવત વિનાનો નિરંકુશ હાથી જેમ તેમ ભટકે પરંતુ યોગ્ય માર્ગે ન ચાલે, તેમ કેટલાંક જીવો બીજાં ઘણાં શાસ્ત્રો શ્રવણ કરે છે પરંતુ રાસ સાંભળવાનો રોષ કરે છે. તે ચાતુર્ય પ્રાપ્ત કરી શકતાં નથી. રાસકૃતિમાં છંદ, અલંકારો ઈત્યાદિ આવે છે તેથી બુદ્ધિ પ્રતિભા ખીલે છે. ૧૮૧૩ જ્યારે કોકીલા (પક્ષી) પંચમ સ્વરે ગાય ત્યારે આંબાને(મ્હોર) મોર આવે. તે મોર કોકીલા ખાય, તેમ આ રાસરૂપી વેલીનું ભક્ષણ (મનન) તે જ માણસ કરી શકશે જેને સકલ ભેદ ગૂઢ રીતે જાણ્યાં-માણ્યાં હોય. ... ૧૮૧૪ For Personal & Private Use Only ૧૮૧૧ ૧૮૧૨ રા૦ ૧૮૧૩ ૨૨૦ ૧૮૧૪ રા૦ ... Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ કૂવાનું પાણી પીવું અત્યંત દુર્લભ છે પરંતુ સરોવરનું પાણી સુલભ હોવાથી સર્વજનો સહેલાઈથી પયપાન કરી શકે છે, તેવી જ રીતે ગૂઢ રહસ્યોને સરળ બનાવી રચેલી રાસકૃતિ સામાન્ય જનો પણ સરળતાથી સમજી શકે છે. કવિ ઋષભદાસ કહે છે કે, જે એકાગ્રતાપૂર્વક રાસ શ્રવણ કરશે તે સુખી થશે. ... ૧૮૧૫ દુહા : ૯૬ રાસ રચ્યો રંગિં કરી, નામિકવિજન સી; હું બાલિક છું તુમ તણો, તુમથી લહું જગીસ. .. ૧૮૧૬ અર્થ - કવિ કહે છે કે, મેં આ રાસકૃતિની રચના હૈયાના ઊમળકાપૂર્વક કરી છે. હું સર્વ વિદ્વાન કવિજનોને મસ્તક નમાવી પ્રણામ કરું છું. હે સરરવતી પુત્રો! આપની સમક્ષ હું એક બાળ કવિ છું. હું તમારા (આશીર્વાદ)થી જગતમાં પ્રેરણા મેળવીશ. ... ૧૮૧૬ ઢાળ ઃ ૮૧ અંતિમ મંગલાચરણ - ગુરુસ્મરણ ચંદન ભરી રે તલાવડી એ દેશી. રાગ ઃ મેવાડુ તુમ નામિં સુખ પામીઈ રે, ગુર્નામિં ગુણ હોય સોભાગી; શ્રી વિજયાણંદનિ નમું રે, તપગછ નાયક સોય સોભાગી. ... ૧૮૧૭ કરિ કરિ સેવા ગુરૂ તણી રે... આંચલી તપ નેજિં કરી દીપતો રે, વેરાગી લઘુ વેશ સોભાગી; ભવિજન લોકનિં તારવા રે, વિચરઈ દેશ વિદેશ સોભાગી. મહા ભાગય નર એહ– રે, સહુ કો નમ્યો પાય સો. 28ષભિં રાસ રચ્યો સહી રે, શ્રી ગુરૂચરણ પસાય સો. ... ૧૮૧૯ ક. ૦ અર્થ:- હું તમારા નામ સ્મરણથી સુખ પામીશ. ગુરુનાં નામ સ્મરણથી ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે. તેથી હું વિજયાનંદ ગુરુને પ્રણામ કરું છું. તેઓ તપગચ્છના નાયક છે. ... ૧૮૧૭ તેઓ તપસ્વી અણગાર હોવાથી તપના તેજ વડે ઓપે છે. તેમને નાનપણમાં જ વૈરાગ્ય ઉત્પન થયો હોવાથી તેઓ શ્રમણ બન્યા છે. તેમણે ભવ્યજનોને સંસારરૂપી સમુદ્રમાંથી તારવા (અને જૈન ધર્મની પ્રભાવના કરવા) દેશવિદેશમાં વિચરણ કર્યું છે. ... ૧૮૧૮ તેઓ મહાભાગ્યવંત છે. (તેમનો આદેયનામ કર્મનો ઉદય છે.) નાના મોટા સૌ કોઈ તેમના ચરણે નમસ્કાર કરે છે. કવિ ઋષભદાસે આવા (ગુણિયલ) ગુરુના ચરણરજની કૃપા (ગુરુકૃપા) મેળવી આ શ્રેણિક રાસકૃતિની રચના કરી છે. ... ૧૮૧૯ દુહા : ૯૭ ગુરૂ નામિંજસ પામીઉં, બ્રહ્માણી આધાર; શ્રી નવકાર મહિમા થકી, વરત્યો જય જય કાર. ... ૧૮૨૦ અર્થ - કવિ કહે છે, આવા ઉત્તમ ગુરુનું શરણ સ્વીકારવાથી હું પણ યશ, કીર્તિ પામ્યો છું. માતા ••. ૧૮૧૮ ક. ૦ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સરસ્વતીની મારા ઉપર મહેર છે. શ્રી નવકાર મહામંત્રના અચિંત્ય પ્રભાવથી સર્વત્ર જયજયકાર વર્તાય છે. (કવિએ અહીં ગુરુ, સરસ્વતી દેવી અને પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી અંતિમ મંગલાચરણ કર્યું છે.)... ૧૮૨૦ ઢાળ : ૮૨ ખંભાત નગરીનું વર્ણન હીંચરે હીંચરે એ દેશી. રાગ : ધન્યાસી કાંમ સીધાં સહી કમ સીધાં સહી, શ્રીઅ શ્રેણિક નૃપ રાસ કીધો; એહ નંબવતી મંહિ ગાયો સહી, નગર સઘલાં માંહિ જે પ્રસીધો. ... ૧૮૨૧ કામ સીધાં....આંચલી. તપન તરપોલીઉં, કોટ બિરજિં ભર્યો; સાયર વાહણ બહુ લહરિ આવઈ, વસત વિવહારીઆ કનક કોડિ ભરયા; ઉઠિ પરભાતિ જિન મંદિરિ જાવઈ, શ્રી દેવ ગુરૂ તણા ગુણ હી ગાવઈ.... ૧૮રર કાંઇ પ્રવર પ્રસાદ પંચ્યાસીએ પ્રણમીઈ, જિંહા પોસાલ બઈતાલીસ દસઈ; ગોચરી સુગમ તે સાધુનિ અહીં કણિ, અહીમાં રહેતાં મુનિ મન જ હીંસઈ, તેહ જાણો તુમ્યો વિસાજ વસઈ. ... ૧૮૨૩ કાંઇ પૌષધ પ્રાસાદ વ્યાપાર પાસિં સહી, શાક પાસઈ લીઈ સ્વાદ રસી; ઋષભ કહઈ તેહ જગમાંહિ ધન્ય સહી, જેહ ત્રંબાવતીમાંહિ વસી, શાસ્ત્ર સુણવા નર જેહ રસીયાં. ... ૧૮૨૪ કાંટ અર્થ :- (કવિ રાસ પૂર્ણાહુતિના પ્રસંગે પ્રમોદિત બન્યા છે.) મારું આ રાસ કવનનું કાર્ય સિદ્ધ થયું. મેં શ્રી શ્રેણિક રાસ રચ્યો છે. આ રાસ કવનનું કાર્ય ત્રંબાવટી નગરીમાં થયું છે. (ગુજરાત રાજ્યના) સર્વ નગરોમાં ખંભાતનગરી ધનાઢય હોવાથી વિખ્યાત છે. ... ૧૮૨૧ ખંભાત નગરીને ફરતો કિલ્લો છે. આ કિલ્લાના દ્વાર ઉપર નૈસર્ગિક (સૂર્ય, ચંદ્ર અને વૃક્ષ) ચિત્રો છે. તેના દ્વાર મજબૂત છે. ખંભાત બંદરે સાગરમાં ઘણાં વહાણો ઉતરે છે. સાગરમાં મોજાંઓ ઉછળે છે. અહીં શ્રીમંત વેપારીઓ પાસે ક્રોડો સોનામહોરો છે. ખંભાતવાસીઓ નિત્ય પરોઢિયે વહેલાં ઉઠી જિનમંદિરે જઈ દેવ અને ગુરુનાં ગુણકીર્તન કરે છે. ખંભાત નગરીમાં ૮૫ જેટલાં શ્રેષ્ઠ જિનમંદિરો છે. લોકો (પ્રભાતે ઉઠી) ત્યાં જઈ પ્રભુને નમસ્કાર કરે છે. અહીં બેતાલીસ જેટલી પૌષધશાળાઓ છે. મુનિ ભગવંતોને અહીં સુગમતાથી ગોચરી પ્રાપ્ત થાય છે. અહીં રહેતાં તેઓ મનમાં હર્ષ અનુભવે છે; એવું તમે નિશ્ચિતપણે જાણો. ...૧૮૩૩ ખંભાતમાં પૌષધશાળા, જિનમંદિર અને વ્યાપારીઓની પેઢીઓ નજીક છે. તેઓ પાસેથી જ શુદ્ધ અને તાજી શાકભાજી લઈ લે છે. ખંભાતવાસીઓ સ્વાદરસિક છે. કવિ ઋષભદાસ કહે છે કે, (આ નગરીમાં ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષમાં પુરુષાર્થ કરી શકે તેવી સુલભતા છે. જેઓ ખંભાતમાં રહે છે, તેઓ જગતમાં ધન્યતા અનુભવે છે. ખંભાતવાસીઓ સિદ્ધાંતોની વાતો સાંભળવાના રસિક છે. •.. ૧૮૨૪ • ૧૮૨૨ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ... ૧૮૩) સં ૦ દુહા : ૯૮ સકલ કાંમ સીધાં સહી, રચી શ્રેણિક રાસ; મેરુ મહી સુર ભુવન જિહાં, તવ લાગે એહનો વાસ. ••• ૧૮૨૫ અર્થ :- કવિ પુનઃ પુનઃ કહે છે કે, શ્રેણિક રાસ કૃતિનું સર્જન કાર્ય સમાપ્ત થયું છે. મારી સર્વ અભિલાષાઓ (કાય) પૂર્ણ થઈ છે. જ્યાં સુધી મેરૂપર્વત, ધરતી, દેવલોકનાં વિમાનો રહેશે ત્યાં સુધી મહારાજા શ્રેણિકનું નામ અમર રહેશે. .. ૧૮૨૫ ઢાળ : ૮૩ કળશગીત ઉતારો રે આરતી અરિહંત દેવા એ દેશી. રાગ : ધન્યાસી સંભલાવો રે નિશ દિન રાસ ર્ડા, સાંભલી બાંધયો પુણ્ય પુડા; સંભલાવો રે નિશદિન રાસ ર્ડા...આંચલી. .. ૧૮૨૬ સંવત બાહુ દિગ દરીસણ ચંદિ, માસ આસો નરખો જ આણંદિ. ... ૧૮૨૭ સં. ઉજલી પાંચમિ નિ ગુરૂવારો, શ્રેણિક રાસનો કીધો વિસ્તારો. .... ૧૮૨૮ સં. સાતઈ ખંડ સંપુરણ કીધા, આજ મનોરથ સઘલડા સીધા. .. ૧૮૨૯ સં સાતઈ ખંડ સુણઈ નર જેહો, સાત) નરગ નિવારતા તેહો. સાતઈ ખંડ સુણઈ નર નારયો, સાતઈ ભય નોહઈ તસ બારયો. ... ૧૮૩૧ સં. સાતઈ ખંડ ઉપરિ દઈ ચીત તો, તસ ઘરિ નોહઈ સાતઈ ઈ તો. ... ૧૮૩૨ સં. સાતઈ ખંડ રચઈ નર જેનિ, સાંતિ સમુદ્રનિં પ્રભવિ તેનિં. ... ૧૮૩૩ સંવ સાતઈ ખંડની સુણતા વાતો, પુણંઈ પરગમઈ તે સંઘાતો. ... ૧૮૩૪ સંવ સાતઈ ખંડ લખી ગુણ ગાયા, તાતઈ કટક તણો સવામી થાય. ... ૧૮૩૫ સં૦ .. સાતે ખંડ સુણઈ નર જેહો, સપ્ત ઘોડા તણો નાયક થાયો. સાતઈ ખંડ સુણઈ નર રાયો, સપ્ત હથી નર પામઈ દેહો. ... ૧૮૩૭ સંતુ સુણતાં ભણતાં ઈમ ગુણ થાય, લખાવતાં પુચ કહિઉં ન જાય. ... ૧૮૩૮ પરતિ લખાવી સાધ નઈ આલઈ, કાલ ઘણો પુણ્ય તે પણિ ચાલઈ. ... ૧૮૩૯ દેશ પરદેશમાં વિસ્તરઈ ચાનો, સુંગમ હોય તસ કેવલ ચાનો. ... ૧૮૪૦ જેહ જોડી ગુણ જિન તણા ગાય, તેહનું પુણ્ય કાંઈ લખ્યું ન જાઈ. ... ૧૮૪૧ સં. જોડી વીર તણા ગુણ ગાવઈ, તીર્થકર ગણધર પદ પાવઈ. .. ૧૮૪૨ ઈદ્ર ચક્રોઈ પણું જે કહીઈ, તેહની ઋધિ તો હાથમાં લહઈ. .. ૧૮૪૩ તેણઈ કારણિ શ્રેણિકનો રાસો, જોડી ગાય કવિ ઋષભ દાસો. ... ૧૮૪૪ સં. પ્રાગવંસિ સંઘવી મહિરાજો, તેહ કરતા બહુ ધર્મનાં કાજો. ... ૧૮૪૫ સંઘવી સાંગણ સુત વલી તાસો, અરિહંત પૂજઈ જિન વીરના દાસો. ૧૮૪૬ સં. ا سه ૧૮૩૬ સ0 لا For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સાંગણ સુત કવિ ઋષભદાસો, કરત શ્રેણિક નર રાયનો રાસો. ... ૧૮૪૭ સં. ગણતાં ભણતાં સુણતાં સારો, સકલ સંઘનિ જય જય કારો. .. ૧૮૪૮ સં. અર્થ - કવિ ઋષભદાસ શીખામણ આપતાં કહે છે કે, હે ભવ્યાત્માઓ! તમે પ્રતિદિન સુંદર રાસ સાંભળો. (રાસ એ ધર્મકથાનુયોગ છે. તેમાં ઉત્તમ ચારિત્રો હોય છે.) રાસ શ્રવણ કરતાં અનંત કર્મની નિર્જરા થાય છે તેમજ પુણ્યાનુબંધી પુણ્યના ભારાઓ બંધાય છે તેથી નિત્ય રાસનું શ્રવણ કરો. .. ૧૮૨૬ સંવત ૧૬૮૨ના વર્ષમાં, જ્યારે ચંદ્રમાના દર્શન થાય છે (સુદ પક્ષમાં) નાના મોટા સૌ આનંદિત દેખાય છે તેવા આસો માસમાં આ રાસ રચ્યો છે. (સંવત ૧૬૮૨, આસો સુદમાં રાસ રચ્યો છે.)... ૧૮૨૭ આ રાસ કવનનો પ્રારંભ સુદ પાંચમના દિવસે, ગુરુવારે થયો છે. કવિએ તે દિવસે શ્રેણિક રાસને આલેખન કરી પાથર્યો છે. (સં. ૧૬૮૨, આસો સુદ-૫, ગુરુવારે, ખંભાતમાં) ... ૧૮૨૮ આ રાસ સાત ખંડોમાં વિભક્ત છે. આ સાત ખંડોની રચના કરી મારા સર્વ મનોરથ આજે સિદ્ધ થયા છે. ... ૧૮૨૯ જે સ્ત્રી-પુરુષો આ સાત ખંડોનું શ્રવણ કરશે, તેઓ સાત નરકનું નિવારણ કરશે. ..૧૮૩૦ જે મનુષ્ય સાત ખંડનું જાગૃત અવસ્થામાં શ્રવણ કરશે તેને સપ્તમુખી આગ પ્રભાવિત નહીં કરી શકે. ... ૧૮૩૧ સાત ખંડો ઉપર એક દત્તચિત્ર (ધ્યાનથી) દષ્ટિ નાંખશે તેના ઘરે સાત પ્રકારની ઈતિ–ઉપદ્રવ નહીં ...૧૮૩૨ સાત ખંડ જે મનુષ્યએ રચ્યાં છે તેની કીર્તિ સાત સમુદ્ર સુધી ફેલાશે. ... ૧૮૩૩ સાત ખંડની વિવિધ કથાઓનું શ્રવણ કરતાં પુણ્ય મળશે. તે પુણ્ય તેની સાથે પરલોકમાં ગમન ... ૧૮૩૪ સાત ખંડ લખી તેનાં ગુણકીર્તન કરનાર મનુષ્ય તેજીલા અને શૂરવીર લશ્કરનો સ્વામી બને છે. .. ૧૮૩૫ સાત ખંડનું શ્રવણ કરનાર મનુષ્ય જાતિવાન સાત અશ્વોનો નાયક થાય છે. .. ૧૮૩૬ સાત ખંડનું શ્રવણ કરનાર મનુષ્ય સપ્તાંગ રાજ્ય (હાથી વગેરે.) ભોગવશે. આ શરીરે મનુષ્ય ભવમાં ઋદ્ધિ ભોગવશે. ... ૧૮૩૭ આ રાસકૃતિનું શ્રવણ, પઠન-પાઠન તેમજ લેખન કરતાં અનેકગણું (અકથ્થ) પુણ્ય ઉપાર્જન થાય છે. ... ૧૮૩૮ આ રાસકૃતિની પ્રતો લખાવી શ્રમણોને આપી છે તેથી ઘણા કાળ સુધી (વ્યાખ્યાનમાં રાસ વાંચન કાર્યથી) પુણ્યનું કાર્ય પરંપરાગત ચાલુ રહેશે. ... ૧૮૩૯ શ્રમણો દ્વારા દેશવિદેશમાં રાસકૃતિના વાંચનથી જ્ઞાનનો પ્રચાર (વિસ્તાર) થશે તેમજ (મતિ અને શ્રુતજ્ઞાન નિર્મળ થતાં) કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં સુગમતા થશે. ... ૧૮૪૦ આવે. કરશે. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ...૧૮૪૧ જે માનવ રાસ જોડી જિનેશ્વર ભગવંતના ગુણકીર્તન ગાય છે, તેમનું પુણ્ય અકથનીય છે. તેમના પુણ્યનો આંક લખી ન શકાય તેટલો છે. જે વ્યક્તિ તીર્થકરના ગુણગાન ગાય છે, તે તીર્થકર અથવા ગણધરની પદવી પ્રાપ્ત કરે છે. ૧૮૪૨ જિનભક્તિ કરવાથી દેવોમાં ઈન્દ્ર, નરદેવોમાં ચક્રવર્તીની પદવી મેળવે છે. તેઓ (પ્રચુર પુણ્યના ધણી હોવાથી) લક્ષ્મીદેવીને પોતાના હાથમાં રાખે છે. ... ૧૮૪૩ - ઉપરોક્ત કારણોથી કવિ ઋષભદાસે શ્રેણિક રાસકૃતિની રચના કરી છે. આ રાસની કડીઓ જોડી તેમનાં ગુણગાન ગાયાં છે. ... ૧૮૪૪ પ્રાગવંશના વડેરા સંઘવી મહીરાજ છે, (જેઓ કવિ ઋષભદાસના દાદા છે.) તેઓ ધર્મપ્રેમી શ્રાવક હોવાથી તેમણે પુષ્કળ ધાર્મિક કાર્યો કર્યા છે. ... ૧૮૪૫ મહીરાજના પુત્ર સંઘવી સાંગણ છે. સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ છે. તેઓ અરિહંત પરમાત્માના આરાધક છે. તેઓ પ્રભુ મહાવીરના અનુયાયી છે. .. ૧૮૪૬ સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ, જેમણે શ્રેણિક રાજાનો રાસ રચ્યો છે. ... ૧૮૪૭ આ રાસકૃતિને ભણતાં, ગણતાં, શ્રવણ કરતાં સકળ સંઘનો ઉત્કર્ષ થશે. ... ૧૮૪૮ સંઘવી ઋષભદાસ કૃત રાસની યાદી આ રાસકૃતિમાં લખી છે. શ્રી કુમારપાળ રાસ : ગા.-૪૫૦૬, શ્રી વ્રતવિચાર રાસ ગા.-૮૬૨ શ્રી કુમારપાળનો નાનો રાસ ગા.-૨૧૯૨ શ્રી સુમિત્ર રાજાનો રાસ : ગા.-રર૩ શ્રી ઋષભદેવનો રાસ : ગા.-૧ર૭૧ શ્રી ઉપદેશમાલા રાસ ગા.-૭૧૨ શ્રી ભરતેશ્વરનો રાસ : ગા.-૧૧૧૬, શ્રી શ્રાદ્ધવિધિ રાસ : ગા.-૧૬૧૬ શ્રી જીવ વિચાર રાસ : ગા.૫૦૨ શ્રી હિતશિક્ષા રાસ : ગા.-૧૮૪૫ શ્રી ક્ષેત્ર પ્રકાશ રાસ : ગા.-૫૮૪ શ્રી પૂજાવિધિ રાસ : ગા-પ૭૧ શ્રી અજપુત્રનો રાસ : ગા.-૫૫૯ શ્રી આર્દ્રકુમારનો રાસ : ગા.-૧૯૭ શ્રી શેત્રુંજય ઉદ્ધાર રાસ : ગા.-૩૦૧ શ્રી શ્રેણિક રાસ : ગા.-૧૮૪૮ શ્રી સમકિતસાર રાસ : ગા.૮૭૮ શ્રી કયવના રાસ : ગા.-પર૭ શ્રી સમયસરુપ રાસ : ગા.-૭૯૧ શ્રી રૌહિણેય રાસ : ગા.-૩૪૫ શ્રી દેવસરુપ રાસ : ગા.-૭૮૫ શ્રી જીવત સ્વામીનો રાસ : ગા.-૨૨૩ શ્રી નવતત્વ રાસ : ગા.-૮૮૧ શ્રી વીરસેન રાજાનો રાસ : ગા.-૪૨૦ શ્રી યૂલિભદ્ર રાસ : ગા.-૭૨૮ સ્તવન - ૩૩, નમસ્કાર – ૧૨, થોયો – ૭, સુભાષિત – ૩૭૯, ૨૪ તીર્થકરની કવિત For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ ઈતિશ્રી શ્રેણિક નૃપ રાસ સંપૂર્ણ, લખિતં ચ સકલ ભદારક પુરંદર પરમ ગુરૂ ભટ્ટારક શ્રી શ્રી ૨૧ શ્રી શ્રી વિજ્યાનંદ સૂરીશ્વર ચરણારવિંદ પંડિત શ્રી શાંતિ વિજયગણિ ચરણ સેવીગ વિવેક વિજયેન રવ વાચનાર્થ. શ્રુભં ભવતુ. શ્રી રસ્તુ. સંવત ૧૬૮૨વે વર્ષ આસો સુદ પદિને શ્રી કમરવાડા મધ્યે, લિખિતંગ વિવેક વિજય શ. મુ. કાંતિવિજય મુ. કેસરવિજય ઉભયો એ વાચાનર્થ. શ્રી આણસૂર ગચ્છ જ્ઞાન ભંડાર શ્રી વિજય ને.વિ.ક.જ્ઞાનમંદિર, સૂરત. આ રાસ ઢાળ - ૮૩, ચોપાઈ – ૧૯ અને દુહા - ૯૮ માં પથરાયેલો છે. For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only SAnश्रीगमनमविदकमलचंदन नमी मढीमातीतषीरावाणीद्यावागेश्वरी लगंगानीसगामिनीब्रह्मसुता ब्रह्मवादिनीनामाब्रह्मादब्रह्मचारी नियुराकज कामादिवऊमारीसारदा दनवासानीजसुषकारबिजोलियऊमारनाराम हाडाताश्रीसेनुजोतीरथसागरागदसामाप्तियऊमारनागाकरासाजिदनाजेन्छीप मादासासरतषत्रवसैनिदोसाशातेदमादेाक्त्रीसहजारावारयदशमाढापववारपणे मगधदातहमांहिंकटस्पाानगरीराजदीतिदावसंती यमरपुरीनिदानाकरतीमयानग शनायक श्रेणिकरायााध्यायकसमकीतजाससदायाजिनागराजदिकगाया यमनजी तबेतासपातायाहात्तिजयाश्रेणिकएकवारा बिनाटितवपाहातोऊमारा सिविध नविातिदावीवदारीपरपतिदनीपुत्रीसारीपाएडवाश्रपीकसमकीतधारी तिनेघरि सुनंदानारी दिघीसयरेक्षागईहाशासीलगुगिसीतावतारीमा श्रेणीकधरतासबलाना हा।जिम राघवनसातसनेही जिमदरीराधकिराधमा मणीरथनेमणारदाजमा एमृगाव तीनीजयतिनंवाली उमयाविनाशनसकंचाली तिमणिकसुनंदासाथातनमनसुषु नारीहाधरणाअनुकरमहायाधानानारिमनदादाध्यावानात्रिीडामास जोहोतिष શ્રી અભયકુમારરીસની પ્રતનું પ્રથમ પૃષ્ઠ.(પ્રત ક્ર. ૧૫૭૭, ભાંડારકર ઈન્સ્ટીટ્યૂટ-પૂના) ૩૩૫ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' पशमुणश्रावकतनासमकतधारी जिनवरपाजीपागवंशमागणमुत्त सादारीपत्तदासरामाजी॥१शमुपणासंवत्सायरदीगरधरती कार्तिक साराजीबजलपप्पदीननवमितजरीवारयरुचीतकाराजीनावामुपगत्तयऊंमार मंत्रीसरकोकोहोरासरमालाजीरीषतकदरंगजमुगमातसुषीत्राचीरकालाजार पक्याम्गतिसरामादिजालसिंगाशतिश्रीरिषदासविरवितन्त्रतयकमाररासस प्रसीलिखकपातकयार्विरंजीयावाबरहानपुसंव१श्वर्षयश्विनवदाम्लोमull શ્રી અભયકુમારરોસની પ્રતનું અંતિમ પૃષ્ટ. For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ અભયકુમાર રાસ કૃતિનો સંક્ષિપ્ત પરિચય કવિનો પરિચય: નંદાપુત્ર અભયકુમારની આશ્ચર્યકારી કાર્યદક્ષતા અને સત્કૃત્યોને વર્ણવતી સુદીર્ઘ રાસકૃતિનું સર્જન ખંભાતનિવાસી સુવિખ્યાત, જગદ્ગુરુ હીરવિજયસૂરિના પરમ ભક્ત શ્રાવક કવિ ઋષભદાસ દ્વારા થયું છે. તેમની ઉપલબ્ધ રાસકૃતિઓ પરથી તેમનો જીવનકાળ (ઈ.૧૫૭૫ થી ઈ.૧૬૩૫) આશરે ૬૦ વર્ષનો હોવાનું જણાય છે. તેમનો કવન કાળ આશરે સાડા ત્રણ દાયકા (ઈ.૧૬૦૧ થી ઈ.૧૬૩૫) વર્ષનો અનુમાની શકાય છે. તેમનું વિપુલ સાહિત્ય સર્જન જોઈ કહી શકાય કે કવિએ જીવનના અંત સુધી લેખન પ્રવૃત્તિ જાળવી રાખી હોવી જોઈએ. તેમણે ૩૪ ઉપરાંત રાસકૃતિઓનું કવન કરી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ બનાવ્યું છે. આવા બહુશ્રુત શ્રાવક રત્નએ રાસ ઉપરાંત કવિત, સ્તવન, થોય, સઝાય ઈત્યાદિ વિવિધ કાવ્ય વિષયોમાં પોતાની કલમ ચલાવી છે. અચકૃતિઓઃ “અભયકુમાર રાસ કવિ ઋષભદાસની અપ્રકાશિત રાસકૃતિ છે. કવિ ઋષભદાસની જેમ અન્ય લેખકોએ પણ આ વિષયમાં કૃતિઓ રચી છે. ખરતરગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ચંદ્રતિલકે વિ.સં.૧૩૧રમાં, ૯૦૩૬ શ્લોક, ૧૨ સર્ગમાં અભયકુમાર ચરિત્ર રચ્યું છે. જેનો પ્રારંભ તેમણે બાહડમાં અને પૂર્ણાહુતિ વીસલદેવ રાજાના રાજ્યમાં વિ.સ.૧૩૧રમાં, દીપોત્સવીના દિવસે ખંભાતમાં કરી હતી. આ કથા પ્રચલિત હોવાથી જૈન સાધુ કવિઓ દ્વારા કાવ્યનો વિષય બની છે. કવિ પધરાજ કૃત ‘અભયકુમાર ચોપાઈ' (સં.૧૬૫૦, કડી૫૦૮), જૈન સાધુ કવિ જિનહર્ષ જસરાજ કૃત ‘અભયકુમાર શ્રેણિક રાસ' (સં.૧૭૫૮), કવિ લક્ષ્મીવિનય કૃત ‘અભય મંત્રીશ્વર રાસ' (સં.૧૭૬૦), કવિ સકલકીર્તિ અને અજ્ઞાતે પણ સમાન નામની કૃતિઓ રચી છે. જેનો ઉલ્લેખ જિ.ર.કો. પૃ.૧૩માં છે. કવિ દેપાલે અભયકુમાર શ્રેણિક નામથી રાસ રચના કરી છે પ્રત પરિચય : “અભયકુમાર રાસ'ની હસ્તપ્રતભાંડારકર ઈન્સ્ટીટયૂટ, પૂનાથી મેળવી છે. જેનો ડા. નં. ૧૫૭૭ છે. આ રાસકૃતિનું કવન કવિ દ્વારા વિ.સં.૧૬૮૭, કારતક વદ નવમી, ગુરુવારે, ખંભાત બંદરે થયું છે. આ રાસકૃતિ ઈ.૧૮૯૧ થી ૧૮૯૫માં ભાંડારકર ઈન્સ્ટીટ્યૂટમાં આવી છે. તેની પ્રત સંખ્યા ૪૮ છે. પ્રત્યેક પત્ર ઉપર ૧૩ લાઈન છે. પ્રત્યેલ લાઈનમાં ૩૮ અક્ષરો છે. કડીની સંખ્યા ૧૦૧૦ છે. આ હસ્તપ્રતનું લિપ્યાંતર ચિરંજીલાલ નામના પંડિત દ્વારા બરહાનપુર મુકામે સં.૧૭૭૧માં સ્વાધ્યાય માટે થઈ છે. આ રાસકૃતિ અપ્રકાશિત છે. તે દુહા ૪૬, ઢાળ ૩૬ અને ચોપાઈ ૧૯માં વિસ્તાર પામી છે. આ પ્રતિમાં સમકિત સાર રાસની જેમ વચ્ચે ડીઝાઈન અને સરસ્વતી માતાનું ચિત્ર આલેખાયું નથી. આ પ્રતના પ્રારંભે ભલે મીંડું છે. (૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ.૪૨૧. લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્ર. શ્રી જે..કો. મું. પ્રથમવૃત્તિ ૧૯૯૩. (૨) જૈ.ગુ.કવિ, ભા.૧, પૃ.૧૩૨ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' દરેક ચરણાંતે આંકણી લખી છે જેથી કડી વિશેની જાણ થાય છે.પત્રની બંને બાજુ હાંસિયામાં બે ઉભી રેખાઓ દોરેલી છે. આ પ્રતિના અક્ષરો પ્રમાણસર, સુઘડ અને સમજાય તેવા હોવા છતાં પ્રત જર્જરિત હોવાથી ઘણા શબ્દો ઉપલબ્ધ નથી. પાત્ર પરિચય: કવિ ઋષભદાસની આ કૃતિ રસપ્રદ અને પ્રેરણાપદ પ્રસંગોથી ભરેલી છે. તેમને ચરિત્રનાયક અભયકુમારને ઉપસાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. બુદ્ધિ અને ખંતનો સુમેળ થતાં સિદ્ધિ અવશ્ય મળે છે. અભયકુમાર આ કાળના શ્રેષ્ઠ બુદ્ધિશાળી છે. મહારાજા શ્રેણિકના પાટવી કુંવર આ કથામાં પિતાથી પણ સવાયા દેખાય છે. ૫૦૦ મંત્રીઓના શિરોમણિ મહામાત્ય અભયકુમારનું જીવન હૃદયસ્પર્શી છે. તેઓ અહિંસાના પૂજારી હતા. જ્યાં અહિંસાની આરાધના છે ત્યાં સ્યાદ્વાદ છે. જ્યાં સ્યાદ્વાદ હોય ત્યાં સમ્યગુદર્શન જરૂર હોય. આ પરથી ચોક્કસ જણાય છે કે અભયકુમાર સમ્યગુદર્શની છે. જેમ પ્રગટેલા અગ્નિ સાથે પ્રકાશ અવશ્ય હોય તેમ સમ્યગ્દર્શન સાથે આસ્તિષ્પ અવશ્ય હોય. અભયકુમારના જીવનમાં ધર્મ, ધર્મગુરુ અને દેવાધિદેવ પ્રત્યે અનન્ય બહુમાન હતું. તેમને તેઓ પ્રાણથી પણ અધિક પ્રિય હતા. “માંસ સસ્તુ કે મોડ્યું!' જેવા પ્રસંગોમાં તેમણે જીવદયા અને ધર્મપ્રભાવના કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. જિનશાસનના પ્રભાવક ધર્મગુરુઓની થતી નિંદાનું નિવારણ કરવા તેમણે રચેલી ભૂહરચના લોકોના જીવનમાં સમ્યકત્વની જ્યોત જલાવવાનું મંગળ કાર્ય કરે છે. પરનિંદા અને સ્વપ્રશંસા એ હલકું કૃત્ય છે. પરગુણો જોવાનો અંધાપો એ ઈર્ષા છે. અભયકુમારના જીવનમાં આવા દુર્ગુણોને સ્થાન નથી. શ્રીમદજી કહે છે દેહ છતાં જેની દશા વર્તદેહાતીત તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત સંસાર સાગરમાં રહેલી હોડી(આત્મા)ની ચારેબાજુ વિષય કષાયના જળ ઉછળતાં હોવા છતાં હોડી ડૂબી જતી નથી. પાણીમાં થોડી રહે તેનો ભય નથી પરંતુ હોડીમાં પાણી ભરાય તે ભયાનક છે. અભયકુમાર સંસારમાં અલિપ્ત ભાવે રહ્યા. પિતા તરફથી જાકારો મળ્યો, છતાં દુઃખમાં દીન ન બન્યા. માધ્યસ્થભાવ રાખી મોક્ષ નગરના સમ્રાટ બનવા શ્રમણ બન્યા. સંપૂર્ણ રાસકૃતિ દષ્ટિપાદ કરતાં જણાય છે કે, મંત્રીશ્વર અભયકુમારને કોઈ પ્રત્યે શત્રુતા ન હતી. તેમની ગુણગ્રાહી દૃષ્ટિ હતી. તેથી આમ્રફળ ચોરનાર માતંગ ચોર પાસે રહેલી વિદ્યા શીખી લેવાની પિતાને સલાહ આપી. ચોરને ગુરુ સ્થાને સ્થાપિત કર્યા પછી તેમને શિક્ષા થાય ખરી? મેતાર્યકુમાર પાસે રહેલા દિવ્ય બોકડા મારફતે વૈભારગિરિ પર્વતથી રાજગૃહી સુધીની પાકી સડક બનાવવાની અલાયદી વ્યવસ્થા કરી જેથી પરમાત્મા મહાવીર સ્વામીના દર્શન અને સંતોના વિહાર સુગમ બને. કેવી દીર્ધદષ્ટિ ! ચંડપ્રદ્યોતનરાજાના દરબારમાં રહીને પરોપકારના કાર્યોની પરંપરાની શૃંખલા ચાલુ જ રાખી. (૧) લોહજંઘ દૂતને બચાવ્યો (૨) અનલગિરિ હાથીને ઉપશાંત કર્યો (૩) અગ્નિનો ઉપદ્રવ શાંત કર્યો (૪) મહામરકીનો ઉપદ્રવ ટાળ્યો. આ ઉપરાંત અપરમાતા ચેલ્લણા અને ધારિણીનો દોહદ પૂર્ણ કર્યો. પિતાની આજ્ઞાનું પાલન કરવા લાક્ષાગૃહને For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ આગ જરૂર ચાંપી પરંતુ ચલણા માતાને બચાવી લીધા. તેમના જીવનમાં કરુણાનો સ્ત્રોત વહેતો હતો. મેતાર્ય મુનિની હત્યા કરનારા સોનીએ જ્યારે સાધુનો વેશ ધારણ કર્યો ત્યારે તેમણે પિતાને તેને દંડ આપવાનો ઈન્કાર કર્યો. તેમણે પાપને ધિક્કાર્યા છે, વ્યક્તિને નહી. સાચો વિરાગી આત્મા સ્વઆત્માના અનંત દોષોનું દર્શન કરી તેનું ઉમૂલન કરે છે પરંતુ પારકાના દોષો પ્રત્યે મૂંગો, બહેરો અને આંધળો બને છે. પ્રસ્તુત કૃતિમાં કુલદીપક અભયકુમારની બુદ્ધિના ચમત્કાર દેખાય છે. કથાનક : • ચો.૧ઃ માતા સુનંદાને સ્વમાનભેર પિતા સુધી પહોંચાડી મહારાણી બનાવ્યા. પોતે પણ પ્રખર બુદ્ધિથી મહામંત્રી બન્યા. • ચો.૨ ઃ ચંડપ્રદ્યોતન રાજાને કુનેહ બુદ્ધિથી યુદ્ધ કરતાં અટકાવી અવંતી નગરીમાં પાછા મોકલ્યા • ચો.૩ : વેરની આગથી દાઝી ઉઠેલા ચંડપ્રદ્યોતનરાજાએ ધર્મછલથી અભયકુમારને કેદી બનાવ્યા. આ પ્રસંગમાં અભયકુમારની સાધર્મિકો પ્રત્યેની અનન્ય ભક્તિ અને વાત્સલ્યનાં દર્શન થાય છે. • ચો.૪ થી ૧૪ : અભયકુમારે મેઘાવી બુદ્ધિથી મેળવેલા ચાર વરદાન', ભરબજારમાંથી ચંડપ્રદ્યોતન રાજાને પકડી રાજગૃહી નગરીમાં લાવી અભયકુમારે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. • દુ.૩૭ કૃષ્ણ મહારાજાએ હરિણગમેલી દેવ દ્વારા માતા દેવકીના મનોરથ પૂર્ણ કર્યા તેમ અભયકુમારે મિત્રદેવની સહાયથી અકાળે પંચવર્ણ મેઘની વિકર્ણ કરી ધારિણી માતાની ઈચ્છા પૂર્ણ કરી. • ઢા.ર૭ : મદનસેનાની કથા કહીને માતંગ ચોરને પકડયો. • ચો.૧૬ઃ અદશ્ય બની ભોજન કરનારા રૂપખરા ચોરને પકડયો. • ચો.૧૭ : દિવ્યબોકડા દ્વારા નગરીને ફરતો સુરક્ષા માટે સુવર્ણ કિલ્લો બનાવ્યો. • ઢા.૨૮ ચેલ્લણા રાણીનો દિવ્યહાર પાછો મેળવ્યો. • ચો.૧૮: અપતગંધા નામની રબારીની કન્યા સાથે વિવાહ કરાવ્યા. • ઢા.૨૯ થી ૩૦ કયવનાકુમારને પરિવારજનો સાથે સુભગ મેળાપ કરાવ્યો. • ઢા.૩૧થી ૩૨ રૌહિણેય ચોરને ધર્મ તરફ વાળ્યો. • ચો.૧૯ : સાચા શેઠને સાચા શ્રાવક બનાવ્યા. • ઢા.૩૫ : અભયકુમારની સર્વવિરતિના પંથે પ્રયાણ કરવાની ભાવના પૂર્ણ થઈ. કાવ્ય ઉન્મેશ : કવિએ સંગીતના વિવિધ રાગો સાથે ઢાળોમાં પ્રચલિત દેશીઓનો પ્રયોગ કર્યો છે. તેમણે વિષય વિભાજન માટે ચોપાઈનો પ્રયોગ કર્યો છે. તેમના કાવ્યમાં ઉપમા, રૂપક, ઉભેક્ષા તેમજ અર્થાત્તર અને વ્યંજનાન્તર અલંકારો વિખરાયેલાં મોતી સમાન છૂટાછવાયા જોવા મળે છે. For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ ‘ગિરુઆ સહિ જઈ ગુણ કરે, કારણ ચિંત્ત મ જાણ; ક૨સણ સીંચે સ૨ભરે, મેઘ ન મગઈ દાણ.’ ‘ચંદમુખી મૃગનયણી નારી, સૂર સૂણતા કોયલ મેં હારી.’ ‘કમલ માલ જસી બાંહોડીઆ, જંઘા જેહની કદલીથંભો.’ ‘જાણું ચકોર મેં મલીઉં ચંદ, દેખી સૂર કમલ આનંદ; જાણો મોરનેં મલીઉં મેહ, પાંડવ કુંતી જસ્યો સનેહ. કવિએ (કડી૩૫૭) લૌકિક સંસ્કૃત ભાષાનો પ્રયોગ આ રાસ કૃતિમાં કર્યો છે. કામાર્થિં તસ કીતો લજ્જા, મંશ આહારી તસ કીતો દયા; મદિપાની તસ કીતો સૌચ, દારીદ્રી તસ કીતો કાય.’ રસનિરૂપણ ઃ આ રાસકૃતિ મુખ્યત્વે વીરરસનું નિર્દેશન કરે છે, છતાં તેમાં હાસ્ય, કરૂણ, વીર, ભયાનક, બીભત્સ, શૃંગાર અને અદ્ભૂત ૨સ ઓછા વત્તા અંશે સમાયેલો છે. વીરરસ : અભયકુમારે મુનિપુંગવોની થતી નિંદાનું નિવારણ કરવા રચેલી વ્યૂહરચના બુદ્ધિમત્તાની નિશાની છે. કવિએ આ પ્રસંગ (ચો.૧૫) ગંભીર અને માર્મિક રીતે વર્ણવ્યો છે. ‘પાંચઈ રત્ન નવી હાર્થિં ધરયાં, વિણ લીધઈ પાંચઈ પરહરયાં; કામ ભોગ જેણે પરહરયા, વણજ સકલ જેણે દૂરઈ કરયાં; તશા સાધનૅિ નંદો કાય, લોક સકલ લીયા મનમાંહિ.’ અહિંસાનું પ્રતિપાદન કરવા તેમજ રસિક અને માંસલોલુપી જીવોને શાકાહારી બનાવવા અભય કુમારે રચેલી યોજના વીરતાની નિશાની છે. ‘સઘલા મંત્રીનિં પરધાન, મંશ ન આપઈ દીઈ નીધાંન; સ્વામી મંશ સોધું કહી અતી, આપ્યો દ્રવ્ય ન દીધું રતી; આતમ પર આતમ સરખાય, તેનેિં મંશ મોઘૂ સુણિરાય; રાખે આપ આતમનેં ખાય, તેનંઈ મંશ સોથૂ એણે ઠાય.’ કરૂણરસ : મંત્રીશ્વર અભયકુમારના દીક્ષિત થવાના સમાચાર સાંભળી મગધેશ્વર ભાંગી પડયા. કવિએ (ઢા.૩૫) કરૂણ રસનું નિરૂપણ કર્યું છે . ‘રત્ન ગયું મુઝ બારથી રે, એહથી હુંતો રાજ રે; હું અણ સમઝી બોલીઉ રે, નો લહણ્યો જિમ નારિ રે.’ માતા સુનંદા પુત્રના વિયોગથી આંસુ સારે છે ત્યારે કરૂણરસ પ્રયોજાયો છે. ‘પુત્ર ગયો મુઝ અણ કહિ રે, હુઈ મુરછા તેણે ઠારિ રે. For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ શતાનીક રાજાનો વિલાપ (ઢા.૧૧, કડી ર૫૯ થી ર૬૧), મૃગાવતી રાણીનો વિલાપ (દુહા-૧૯) તેમાં કરૂણરસ પ્રયોજાયેલો છે. હાસ્યરસ : (ચો.૧૪) અભયકુમાર ચંડપ્રદ્યોતનરાજાને દોરડાથી બાંધી ઉજ્જયિની નગરીની બજારમાંથી લઈ ગયા તે પ્રસંગમાં હાસ્યરસનું નિરૂપણ કર્યું છે. ચંદપ્રદ્યોતને ઘાલ્યો ખાટિ, બાંધિ પુરષ લેઈ ચાલ્યા વાટિ; ચઉટાવચિં પૂકારેં ઘણો, કહેણ ન સૂણતા કૌતેહતણું; અરે હું ચંદપ્રદ્યોતનરાય, અભયકુમાર મુઝ ઝાલી જાય; સુભટ લોક ન ઘાંઈ કોઈ, ચંદપ્રદ્યોતન ગિહેલોય; અભયડસેઠિ તણોં એ દાસ, ગહલો સહૂઈ જાણે જાસ; વૈદતણઈ ઘરિ જાતા હસે, ઢું જોવા જઈયે વલી તસૈ.' (ઢા.૧૪) શતાનીકરાના મૃગાવતી રાણીના મિલનથી રોમાંચિત થયા. કવિએ અહીં હાસ્ય મિશ્રિત કરુણરસનું પ્રયોજન કર્યું છે. “આઈ આનંદ કેરાપૂર રે, રિદઈ વીકસે પૂર રે, વિહાણઈ જિમ સૂર રે.' બીભત્સરસઃ (ઢા.ર૬) ચેલ્લણા રાણીના દોહદપૂર્તિના પ્રસંગમાં બીભત્સરસનું પ્રયોજન થયું છે. કુંમરઈ મંશ અણાવ્યું ત્યારે, બાંધ્યું પેટ શ્રેણીકનું જ્યાં હંઈ; સુતો ઉરડામાંહઈ હો રાજન; ચીલણાને પાસે બેસારી, સેવક એક પાલી લેં સારી; કાપી મંસ લેનારી હો રાજ.” (ચો.૬) શતાનીક રાજાએ નિર્દોષ ચિત્રકારનો અંગૂઠો કપાવી નાખ્યો. લખ્યું રુપ સાચી કુબડી, પણિનૃપની મુરખાઈ વડી; છેદાવ્યો અંગુઠો તાંહિ, ચીતારો કોપ્યો મનમાંહિ.” શૃંગારરસ (ઢા.૧૫) કવિએ મૃગાવતી રાણીના દેહ વૈભવનું વર્ણન કરતાં શૃંગારરસ પીરસ્યો છે. ચંદમુખી મૃગનયણી નારી, સૂર સૂણતા કોયલ મેં હારી; ભાલતીલકને માંગ સમારી, નયણ બાણ રહીત મારી; નાસિકાનારીની અતી અણીઆલી, અધર વરણ જાણે પરવાલી; દંત પતિ ઉજલ અજુઆલી, રસના તેહની અતિ અણીઆલી; ઉંનત પયોધર ચિત્રાલંકી, દેખી મૃગ મોહ્યો વનપંખી; કમલ માલ જસી બાંહોડીઆ, બાધ્યા બિહરખા રત્નસુ જડીઆ; જંઘા જેહની કદલીથંભો, જાણોં દેવ તણી એ રંભો; ગત દેખી ગજ નગરી મુકે, જિર્ણ દીઠઈ તપસી ચૂકે.” For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' (ઢા.૧૭) કૃત્રિમ ગજનું વર્ણનમાં શૃંગારરસની છાયા મળે છે. મૂલિબનાવી સુંદર સારો રે, પહિરાવ્યાં સઘલાં શિણગારો રે; ઘંટા ચામર ઘુઘર વાલો રે, કરયાઇતુસલ અતી વીસાલો રે; સોવન સાંકલા મોતીહારો રે, પટહસ્ત્રીદી સઈ જુઝારો રે.” અદ્ભુતરસ (ચો.૪) ચંડપ્રદ્યોતનરાજા પાસે રહેલા ચાર રત્નોની વાતમાં અદ્ભુતરાસના ચમકારા છે. અનલગિરી હાથિં તે સાર, સો જાયણ ચાલે નીરધાર; ગંધિ નાસઈ ગજબીજાય, ગજરત્નઈ જીત્યા રાજાય; અગ્નભીરૂ રથ જેહને હોય, અગ્નિમાંહિ પેસંતો જોય; સીવાદેવી પટરાણી સાર, સીલવતી તેઅ છે અપાર; લોહfઘો છે દૂત વલી જેહ, સો ગાઉ પીસંતો દેહ.” મહાસતી મૃગાવતીજીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં અંધકારમાં કાળોત્તરો સર્પ દેખાણો. કવિએ અહીં અદ્ભુત અને ભયાનકરસનું સંમિશ્રિત પ્રયોજન કર્યું છે. કાલો અહીદેખી ઉપાડઈ, નીજગુરણીનો હાથો; ચંદનબાલા જાગીતાથે, કહે પરમાદ જ ઘાત; તેહ ગુરુણી કાહાથ હલાવ્યો, કહે દીઠો મિં સાપ; કાલીયો તિ તું કિમ દેખઈ, છે અતીસઈ કાઈ આપો.' ભયાનકરસ : (ચો.૧૪) શીવાદેવીરાણીએ રાત્રિના સમયે બત્રીસ મુખવાળા (વ્યંતર) શીયાળને ભાતના બાકુલા ખવડાવ્યા. અહીં ભયાનકરસનું પ્રયોજન થયું છે. રાત્રિ સીઆલ પ ઈક છેહ, ઊભો ઘડને જે બત્રિસેહ; મારયા મુખમા હાર્થિ કરી, બલિં મુકાઈ જ શવા સુંદરી; રાધાકુર બલિદેતી સહી, બલિં ભૂત ત્યારે ગહી ગહી. (ચો.૪) સેવકો દ્વારા લાડુની કોથળી છોડતાં દૃષ્ટિવિષ સર્પ નીકળ્યો. કવિએ અહીં તેની ભયાનકતા દર્શાવી છે. “ચમત્કાર કાનઈ સાંભલી, છોડાવી વેગિ કોથલી; ભાં જી લાડુ જોઈ જિસૈ, દૃષ્ટીવિષ અહી પ્રગટટ્યો સઈ; વાડીમાં વનદીધા તે સહી, પુરષ વલી નઈ આવ્યા વહી; મનમાં હિ ચિંતઈ બહૂ સહી, અભયકુમાર સાચો પરધાન; આવી રાયને કહ્યો વિચાર, સ્વામી સાચો અભયકુમાર; હુંતો તિહાં કણિદૃષ્ટીવિષ અહીં, તેણીદૃષ્ટઈ નર મરણ જ સહી.” For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ શાંત રસ : અભયકુમાર રાસકૃતિ વીરરસની ઉત્તમ કૃતિ હોવા છતાં અંતે સંસારની અસારતા, સંબંધોની સ્વાર્થતા, “રાજેશ્વરી તે નરકેશ્વરી' એવું જાણી પ્રબુદ્ધ અભયકુમાર દઢ વૈરાગી બન્યા. નિમિત્ત મળતાં તેઓ રાજપદ ન સ્વીકારતા મોક્ષના રાજવી બનવા અણગાર બન્યા. કવિ આ કૃતિ દ્વારા સર્વવિરતિ ધર્મની પ્રધાનતા દર્શાવી આત્માના શાશ્વત સુખનું નિર્દેશન કરે છે. અહીં કવિ અંતે શાંત રસની પ્રધાનતા દર્શાવે છે. ચમત્કારિક તત્ત્વ ઃ ઉદાયનકુમારે મણિધર નાગને બચાવ્યો ત્યારે મણિધર સુરદેવ બનીને પ્રગટ થયો. તે ઉદાયન કુમારને પાતાળમાં લઈ ગયો. તેણે તેને દિવ્યવાંસળી આપી. આ પ્રસંગમાં કવિ ચમત્કારિક તત્ત્વનું પ્રયોજન કરે છે. સોંઈ કિનર પૂર પાતાલઈ, તેડી ઉદયન જાય રે; ઘોષવતી દઈ વીણા તેહને, સીખવે સકલકલાયરે.' (દુ.૩૭) ધારિણી રાણીના દોહદપૂર્તિ માટે થયેલી અકાળે મેઘવર્ષામાં કવિ ચમત્કારિક તત્ત્વ દર્શાવે છે. આઠમ ધરી પોષધ ધર, ધ્યાયો સૂર મનમાંહિ; સૂધરમઈ સરગઈ થકી, આવ્યો વેગિં ત્યાંહિ; વેગ મેહ વીકરુવીઉં, ગાજવીજ ઘનઘોર; પંચ વરણ થઈ વરસતો, બોલઈ ચાતુક મોર.” (ચો.૧૬) રૂપપુરો ચોર આંખમાં અંજન આંજી અદ્રશ્ય બનતો. “ભોજનસાર કરંઈ જીવ રાય, અદૃષ્ટ રૂ૫ખરો તવ થાય; રાયનો ભોજન પોતે જીમંઈ, છાંનો આર્તે છાનોં રમઈ.” મધ્યકાલીન કૃતિઓમાં આવાં ચમત્કારો ઘણી કૃતિઓમાં આલેખાયાં છે. શુકન-અપશુકન : (ચો.૪) લોહજંઘના પાત્ર દ્વારા કવિ અપશુકન વિશે જણાવે છે. “ખાવા લાડુ માંડે જિસે, માઠા શકુન હું ઈ સહી તિસે; લાડુ દૂત તિહાં નવિખાય, પંથિં પુરુષને ચાલ્યો જાય; વૃષ છાયાઈ બૈઠો સહી, શુકને વારયો ચાલ્યો સહી; જાતાં બઈઠો વરી એક ઠામ, છોડવા લાડુ ખાવાકાંમ; શ્રુકન પંખીઆ માઠાં કરઈ, ઉઠી દૂત આધો સંચરઈ.' (ઢા.૧૨) શતાનીકરાના મૃગાવતી રાણીની શોધમાં ચંદન વનમાં ભમતા હતા. ત્યારે તેમને શુભ શુકન થયા. મહીમા બહુતાપસ તણી, દેખઈ ધેનુનાવાડારે; આડારે, મૃગલા મ્યુકન કરઈ સહીએ.” For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ३४४ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ઉદાયનરાજા રાજસભામાં બેઠા હતા ત્યારે તેમને એક કુનિમિત્ત થયું. નૃપ આગલિ છે દીવી જેહ, એકા એક ઉલાહી તેહ.' અહીં કવિએ પક્ષીઓના કેકારવ, દીવાના બુઝાઈ જવાને તથા પૃથ્વીના કંપનને અપશુકન માન્યા છે. જ્યારે મૃગલાઓનું ટોળું, ભૈરવનાથનું મંદિર, કુંવારી કન્યા, નાગરવેલનાં પાન, કુમકુમ ઈત્યાદિને શુભ શુકન માન્યા છે. કવિ જ્યોતિષ શાસ્ત્રના જાણકાર હતા એવું આ રાસ ઉપરથી જણાય છે. વર્ણનશક્તિ કવિની વર્ણનશક્તિ અતિશયોક્તિ વિનાની સરળ ભાષામાં છે. જૈન ધર્મની સાચી શ્રાવિકાનું સ્વરૂપ (ચો.૩ અને ઢા.૭), વિધવાની વેશભૂષા (દુ.૭), સુપાત્રદાનની મહત્તા (દુ.૯), માયાવી મનુષ્યોની પ્રકૃતિ (દુ.૧૦), પુણ્યનો પ્રભાવ (ઢા.૧૩), માતૃભક્તિ (દુ.રર), ચાર પ્રકારની બુદ્ધિ (દુ.૩૭), ચંડપ્રદ્યોતનરાજાની કામાંધતા (ચો.૧૪) ઈત્યાદિ પ્રસંગો કવિ કલમે સુંદર રીતે ઉપસ્યાં છે. ઉદાયન ચરિત્ર (ઢા.૯ થી ૨૪) તેની અંતગર્ત મૃગાવતી રાણીનું વિસ્તારથી વર્ણન છે. નિપુણ ચિત્રકારની કથા, સુરપ્રિય યક્ષની કથા, રાગ-રાગિણીના ભેદ-પ્રભેદ (દુ.૨૪,૨૬, ઢા.૧૯).આ કથામાં અવાંતર કથાઓ ઉમેરી કવિએ રાસકૃતિને રસપ્રદ બનાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ શ્રી અભયકુમાર રોસ દુહા : ૧ મંગલાચરણ વદ કમલ ચંદન જસી, મહી મોતી ધૃત ખીર; વાણી દ્યો વાગેશ્વરી, ઉજલ ગંગા નીર હંસગામિની બ્રહ્મસુતા, બ્રહ્મવાદિની નામ; બ્રહ્માણી બ્રહ્મચારિણી, ત્રિપુરા કરજે કામ દેવી કુમારી સારદા, વદને પૂરે વાસ; નીજ સુખ કારણિ જોડણ્યું, અભયકુમારનો રાસ ... ૩ અર્થ :- સરસ્વતી માતાનું વદન કમળ જેવું શ્વેત અને ચંદન જેવું શીતળ છે. તેઓ દહીં, મોકિતક, ધૃત (ઘી) અને ખીર સમાન ઉજજવળ છે. તે વાણીની સ્વામિની ! મને ગંગાના નીર સમાન ઉત્તમ નિર્મળ અને પવિત્ર વચનો આપો. હંસ જેનું વાહન છે તેવી હંસ ગામિની માતા, બ્રહ્મનું જ્ઞાન કરાવનારી બ્રહ્મા પુત્રી, ગાયત્રી, બાલ મનોહર રૂપવાળી હે ત્રિપુરા દેવી! મારું રાસ કવનનું કાર્ય (નિર્વિઘ્નપણે) પૂર્ણ કરજો. ...૨ હે બ્રહ્મચારી શારદા દેવી ! મારા મુખમાં વસવાટ કરજો. (જેથી રાસ કવનમાં સુંદર શબ્દોનું આયોજન કરી શકું) હું મારા આત્મકલ્યાણ માટે અભયકુમાર રાસનું કવન કરું છું. •••૩ ઢાળ : ૧ રાસનાયકનો પરિચય શ્રી સેગુંજો તીરથ સાર એ દેશી. રાગ દેશાખ. અભયકુમારનો ગાઉં રાસો, જેહનો જંબુદ્વીપમાં વાસો; ભરત ખેત્ર વર્સે જિહાં સારો, તેહમાં દેશ બત્રીસ હજારો આરય દેશ સાઢા પંચવીસ્ય, મગધ દેશ તેહ માંહિ કહેસ્યો; નગરી રાજગૃહી તિહાં વસંતી, અમરપુરીનિ હાશ કરંતી નગરી નાયક શ્રેણિક રાયો, ખાયક સમીકીત જસ સદાયો; જેહના ગુણ ઈદ્રાદિક ગાયો, પ્રસેનજિત છે તાસ પીતાયો તેણે દૂહૂવ્યો શ્રેણિક એક વારો, બેનાત્રટિ તવ પોહોતો કુમારો; સેઠિ બનાવો તિહાં વીવહારી, પરણ્યો તેહની પુત્રી સારી એહવો શ્રેણિક સમકિતધારી, તેહને ઘરિ સુનંદાનારી; દેખી રૂપ રંભા ગઈ હારી, સીલ ગુણિ સીતા અવતારી શ્રેણિક ધરતો સબલો નેહો, જિમ રાધવનઈ સીત સનેહો; જીમ હરી રાધા કેરો પ્રેમો, મણીરથને મણીરેહા જેમાં For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' મૃગાવતી નીજ પતિને વાલી, મિયા વિના ઈશન સકે ચાલી; તિમ શ્રેણિક સુનંદા સાથે, તન મન સુંઠું નારી હાથઈ અનુક્રમેં હોઈ આધાનો, નારિ સુનંદા વાળો વાનો; ત્રીજઈ માસ દોહલો તે ધરઈ, નિજ મનમાંહિ ચિંતા કરતી ધરી લાજ ન કહેવાય જ્યારઈ, નારી દુબલી હુઈ ત્યારઈ; નાઢઈ ફેફરી પીલી અંગઈ, રુપ ગયું હુઈ કાલઈ રંગઈ એક દીન ભૂપઈ દીઠી નારી, કવણ દૂખિ હુઈ એમ બીચારી; આખડતી પડતી હડતી, ઘણો સાસ મોંઢઈ નાખતી મરવા સરખી દીઠી જામો, મન ઉચાટ થયા નૃપતામો; સાસુનંઈ પૂછે ભૂપાલો, કાં દીસંઈ એવી વકરાલો પૂછે કુમરી કહે સુણી માતો, એ દોહોલાની મોટી વાતો; સિબકાંઈ બેંઠી નૃપ ઘેહો, મુઝ સાથઈ આવે વલી તેતો બેનાત્રટિ વરતે જ અમારો, ગજ ખંધેિ ચઢી જાઉં જિનબારો; એહજ ડોહલો ઉપનો મુઝો, ભાખું વાત એ મનની તુમ્યો સાસૂઈ શ્રેણિકને જઈ જણાવ્યું, શ્રેણિકનઈ મનિ દૂખ બહુ આવ્યું; વિષમો ડોહલો પુરસ્યું કેમો, શ્રેણિકરાજા ચિંતઈ એમો સેઠિ બનાવાનઈ કહઈ રા, આલસ તજો તમ્યો એણઈ ઠાયે; તુમ પુત્રીનો ડોહલો જેહો, પુરયો જોઈયે નીર્ભે તેવો સસરો કહઈઉં સુણિ નર રાય, એ ડોહલાનો એક ઉપાય; સાગણ સૂત કહઈ બોલ્યો સેડ્યો, પુત્રી ડોહલો પૂરઈ નેઠો ...૧૯ અર્થ:- જેમનો હું રાસ ગાઉં છું તે રાસનાયક અભયકુમાર જંબુદ્વીપમાં વસવાટ કરતા હતા. આ જંબુદ્વીપમાં દક્ષિણ દિશામાં સુંદર ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્રમાં બત્રીસ હજાર દેશો છે. ...૪ તેમાં સાડા પચ્ચીસ આર્ય દેશો છે. આ આર્ય દેશોમાં મગધ નામનો એક દેશ કહ્યો છે. આ મગધ દેશમાં રાજગૃહી નગરી વસેલી છે. આ રાજગૃહી નગરી અત્યંત વૈભવશાળી હોવાથી જાણે અમરાપુરી (વર્ગલોક) નો ઉપહાસ કરે છે. રાજગૃહી નગરીના સ્વામી મહાપ્રતાપી મહારાજા શ્રેણિક હતા. તેઓ શાશ્વત ક્ષાયિક સમકિતના ધણી હતા. તેમના દેવો પણ ગુણકીર્તન કરતા હતા. તેમના પિતાનું નામ મહારાજા પ્રસેનિજત હતું. ...૬ પ્રસેનજિત રાજાએ અનેક વાર પોતાના પુત્ર શ્રેણિક કુમારનું અપમાન કર્યું. અપમાનિત થયેલ પુત્ર નારાજ થઈ પિતાનું રાજ્ય છોડી બેનાતટ નગરે પહોંચ્યા. બેનાતટ નગરમાં ધનાવાહ શ્રેષ્ઠીને ત્યાં રહ્યા. તેમની પુત્રી સુનંદા સાથે વિવાહ કર્યા. •..૭ For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકરાજા શુદ્ધ સમકિતધારી હતા. તેમની હવેલીમાં સુનંદા નામની ચતુર અને સ્વરૂપવાન સ્ત્રી હતી. સુનંદારાણીના અનુપમ સૌંદર્ય પાસે દેવલોકની સુંદરી રંભા પણ પોતાના રૂપને તુચ્છ ગણતી હતી. તેઓ સતી સીતા સમાન શીલવાન હતા. .... રધુકુળના રાજા રામને પોતાની ભર્યા સીતા અત્યંત પ્રિય હતી, દ્વારકાધિશ કૃષ્ણને પોતાની સખી રાધા પ્રત્યે અપાર સ્નેહ હતો, મણિરથરાજાને પોતાની રાણી મયણરેહા પ્રત્યે અત્યંત પ્રીતિ હતી તેમ શ્રેણિક રાજાને પોતાની ચતુર પત્ની સુનંદા પ્રત્યે અત્યંત અનુરાગ હતો. ...૯ શતાનીક૨ાજાને મૃગાવતીરાણી પ્રિય હતી, શંકર ભગવાનને પાર્વતી પ્રત્યે પ્રીતિ હોવાથી તેમના વિના એક પગલું પણ ભરતા નહીં, તેમ શ્રેણિક કુમારને સુનંદા પ્રત્યે સ્નેહ હોવાથી પોતાનાં તન અને મન તેમને સોંપી દીધાં હતાં . ...૧૦ ૩૪૭ દેવો જોવાં દિવ્ય સુખો ભોગવતાં અનુક્રમે સુનંદારાણીને ગર્ભ રહ્યો. સુનંદારાણીના દેહનો વર્ણ વધુ ખીલી ઉઠયો. તેમને ગર્ભના પ્રભાવથી ત્રીજા મહિને દોહદ ઉત્પન્ન થયો. આ દોહદ વિચિત્ર હોવાથી રાણી (કોઈને કહી ન શકવાથી) મનમાં ચિંતીત થયા . ...૧૧ સુનંદારાણી જ્યારે શરમથી કોઈને દોહદ વિશે કહી ન શક્યા ત્યારે તેમનો દેહ અભિલાષા પૂર્ણ ન થવાથી દુર્બળ બન્યો. તેમનું મુખ અને દેહ નિસ્તેજ થવાથી સૌંદર્ય નષ્ટ થયું. દેહનો વર્ણ શ્યામ બન્યો ....૧૨ એક દિવસ શ્રેણિકરાજાએ પોતાની પત્ની સુનંદારાણીને અસ્વસ્થ દશામાં જોઈ તેમની દયનીય હાલત જોઈ. રાજાએ વિચાર્યું, ‘રાણીને શું દુઃખ હશે ? તે આવી દુ:ખી કેમ જણાય છે ? તે અથડાતી, પડતી આમતેમ ફરતી, ઊંડો નિઃશ્વાસ શા માટે નાખે છે ?’ ...૧૩ સુનંદારાણીને મૃત પ્રાયઃ સમાન જોઈને શ્રેણિકરાજાના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ. તેમણે સાસુજીને બોલાવીને કહ્યું, ‘‘તમારી પુત્રીને શું થયું છે. તે રૂપવિહેણી અને વિકરાળ કેમ દેખાય છે ?’’ ...૧૪ (માતાએ પુત્રીને તેના સ્વાસ્થ અંગે પ્રશ્ન પૂછયો ત્યારે) સુનંદારાણીએ કહ્યું, ‘“માતા ! મને અસાધ્ય દોહદ ઉત્પન્ન થયો છે. તે દોહદ ધણો દુર્લભ છે. હું રાજ રાણીની જેમ હાથીની અંબાડી પર શિબિકામાં બેસું, મારી સાથે રાજકુમારી પણ બેસે તેમજ રાજા પણ ત્યાં આવે. ...૧૫ તે સમયે બેનાતટ નગરમાં અમારિ પ્રવર્તન થાય. હું હાથીની અંબાડી ઉપર બેસી જિનદેવના દર્શન કરવા જાઉં. હે માતા ! મારા મનમાં આવો વિચિત્ર દોહદ ઉદ્ભવ્યો છે જે મેં તમને કહ્યો.'' ...૧૬ સુનંદાની માતા તરત જ પોતાના જમાઈ શ્રેણિક૨ાજા પાસે આવ્યા. તેમણે પુત્રીનો દોહદ જણાવ્યો. શ્રેણિકરાજા આવો વિચિત્ર મનોરથ સાંભળી ચિંતાતુર થયા. ‘આ વિષમ દોહદ શી રીતે પૂર્ણ કરવો ?’ તેનો વિચાર કરવા લાગ્યા . ...૧૭ શ્રેણિકરાજાએ અંતે શેઠને વાત કરી. તેમણે કહ્યું, ‘“શેઠજી ! તમે આ સ્થાને દોહદ પૂર્ણ કરવા પ્રમાદ ત્યજી તૈયાર થાવ. તમારી પુત્રીનો દોહદ નિશ્ચયથી પૂર્ણ થવો જ જોઈએ.’’ ...૧૮ શેઠે (સસરા)કહ્યું, ‘‘હે જમાઈરાજ ! તમે સાંભળો. આ દોહદ પૂર્ણ કરવાનો એકજ ઉપાય છે.’' For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' ૧૯ સંધવી સાંગણના પુત્ર રાસનાયક કવિ ઋષભદાસ કહે છે કે, શેઠે કહ્યું, “હું મારી પુત્રીનો દોહદ જરૂર પૂર્ણ કરીશ.' દુહા : ૨ સેઠિ કહઈ સુણિ રાયતું, એક ઉપાઈ એહ; નૃપ ઘર બેટી લાડકી, આખિં આંધી તેહ ... ૨૦ અર્થ - શેઠે કહ્યું, “કુમાર !દોહદ પૂર્ણ કરવાનો એક ઉપાય છે. રાજાના મહેલમાં તેમની એક પુત્રી છે. આ રાજકુંવરી દ્રષ્ટિ હીન છે.” .૨૦ ઢાળ : ૨ અભયકુમારનો જન્મ એણી પરિ રાય કરતા રે એ દેશી. રાગ : ગોડી કુમરી નયણ વિસાલ રે, પણિ નહુ દેખતી; માને આણ સહુ તેહની એ શ્રેણિક કહઈ સુણિ સેઠિ રે, રત દેઉં તુઝ; જો કરિ કુમરી દેખતીએ આપઈ વર જવ રાયો રે, નવિ લેસ્યો કસ્યું; નારી ડોહલો પૂરજ્યોએ રત્ન નવણનું નીર રે, વાણિગ લેઈ કરી; રાજ સભામાં આવીઉં એ કિહાં તુમ કુમારી રાય રે, તેડો આહા સરી; કીંજઈ નયણે દેખતી એ દિઈ માન બહુ રાય રે, આસન આપતો; વચનઈ બહુ સંતોષતો એ તેડી પુત્રી તામો, નામ સુલોચના; રુપિ સુરની સુંદરી એ લેઈ સેઠિ તિહાં નીર રે, લોચન છાંડતો; હોઈ નયણ બે નીરમલ એ હરખ્યો નરપતિ તામ રે, માંગ વણિક બહુ જે માંગઈ તે દેઉં સહુ એ વણિક કહે સુણિ રાય રે, ડોહલો અમ કુમરી; કેમ કરી તે પૂરીઈ એ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ નૃપ કહઈ થોડું કાજ રે, ચિંતા તુમ કીસી; જંત જીવાડવા થઈ ખુસીએ તેડી સુનંદા તામ રે, ગજ ખંધિ ધરી; આપ સૂતા પૂઠે કરીએ નરપતિ ચઢીલું પૂઠિ રે, ભંભા વાજતઈ; જઈ જિનમંદીર જુહારતી રે પુજી જિનવર પાય રે, પુત્રી તવ લઈ; સકલ મનોરથ તવ ફલઈ એ હરખો સાહ શ્રેણિક રે, તામ સુનંદા એ; સુલોચના સહીઅર કરીએ દીઈ સાધુનઈ દાનો, જિન પૂજા કરઈ; નવપદ હઈડામાં ધરઈ એ કરઈ ધૃતનું દાન રે, ચીવર બહુ દઈ; શ્રુભ ધ્યાનઈ નારી રમઈએ એક દિન શ્રેણિકરાય રે, બાંઠો માલઈ; નારી પ્રીતઈ નૃપ કોંએ હોસઈ તાહરે પુત્ર રે, નામ ધરુ તદા; અભયકુમાર સુત રુઅડો એ પૂછે પ્રેમઈ તામ રે, કહો કંતા મુઝ; વાસ તુમારા કિહાં વાલી એ નગર રાજગૃહી જ્યાહરે, હું તસ ગોપાલ; ધોલે ટોડે હું રહુંએ સુણી વચન ત્યાં નારી રે, મને હરખી ઘણો; મન રંજઈ ભરતારનું એ સૂખિ રહઈ શ્રેણિક રે, ઋષભ કહે સુણો; પ્રસેનજીત તણી કથાએ ... ૪૩ અર્થ - રાજંકુવરી અત્યંત સ્વરૂપવાન, સુંદર અને વિશાળ નયનોથી અભિભૂત છે પરંતુ તે જોઈ શક્તી નથી. આ રાજકુંવરી રાજાને પ્રાણપ્રિય હોવાથી બધાજ તેની આજ્ઞા અનુસરે છે. શ્રેણિક રાજાએ સસરાજીને કહ્યું, “શેઠજી! તમે ધ્યાનથી સાંભળો. હું તમને એક રત્ન આપું છું. (આ રત્ન લઈ તમે રાજા પાસે જાવ) આ રત્નથી રાજકુમારીને દ્રષ્ટિ મળશે. તે જોઈ શકશે. ...૨૨ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' .૨૫ આ કાર્યથી રાજા ખુશ થઈ તમને બક્ષીસ કે વરદાન આપશે ત્યારે તમે કાંઈ પણ ન લેશો. તેના બદલામાં મારી પત્ની (તમારી દીકરી સુનંદા) નો દોહદ પૂર્ણ કરજો.” ..૨૩ સોનાના પાત્રમાં પાણી ભરી તેમાં રત્ન ડુબાવી તે રત્ન નવાણનું જળ લઈ શેઠ રાજસભામાં આવ્યા. ..૨૪ શેઠે રાજાને કહ્યું, “રાજનું! આપની પુત્રી ક્યાં છે? તેમને અહીં રાસભામાં બોલાવો. તેમને આજે હું નેત્રનું તેજ આપી દેખતી કરીશ.” રાજાએ ખુશ થઈ શેઠને ખૂબ સન્માન આપ્યું. તેમને બેસવા માટે આસન આપ્યું. શેઠે રાજાને સંતોષકારક વચનો કહ્યાં. ..ર૬ રાજાએ પોતાની પુત્રીને રાજ્યસભામાં બોલાવી. તેનું નામ “સુલોચના' હતું. તે દેવકન્યા જેવી સૌંદર્યવાન હતી. ...૨૭. શેઠે રન નવાણનું જળ હાથમાં લીધું. તે જળ રાજકુમારી સુલોચનાની આંખો ઉપર ચોપડયું. રાજકુમારીની બન્ને આંખો નિર્મળ થઈ. તેને દ્રષ્ટિ મળી. ...૨૮ રાજાના આનંદની કોઈ અવધિ ન રહી.તેમણે ખુશ થઈને શેઠને ઘણી બક્ષીસ માંગવાનું કહ્યું. રાજાએ કહ્યું, “શેઠજી ! તમે મારી પુત્રીને દ્રષ્ટિ આપી છે તેથી તમે જે માંગશો તે સર્વ હું આપીશ''....ર૯ શેઠે કહ્યું, “હે રાજન! મારી પુત્રીને એક વિચિત્ર દોહદ ઉત્પન્ન થયો છે. તે આપની કૃપાથી પૂર્ણ થઈ શકે એમ છે. આપ પ્રેમપૂર્વક કંઈ આપવા ઇચ્છતા હો તો તેની ઈચ્છા પૂર્ણ કરો.” ...૩૦ રાજાએ શેઠના મુખેથી દોહદની વાત જાણી. તેમણે કહ્યું, “શેઠજી !આટલા અલ્પ (નાના) કાર્ય માટે તમે ચિંતા શા માટે કરો છો? તમારી પુત્રી એ મારી પુત્રી છે. તમારી પુત્રીને અભયદાન દેવાના કોડ જાગ્યા છે. તે જાણીને હું ખૂબ ખુશ થયો છું.” ...૩૧ રાજાએ ધનાવાહ શ્રેષ્ઠીની પુત્રી સુનંદાને રાજમહેલમાં તેડાવી. તેને ગજરાજની ખાંધ ઉપર રહેલી અંબાડીમાં બેસાડી. સુનંદાની પાછળ રાજાની પુત્રી સુલોચના પણ બેઠી. ત્યાર પછી મહારાજા હાથી ઉપર ચડયા. તેઓ બધાની પાછળ બેઠા. તેમણે માર્ગમાં ભંભા વગાડી (તેમની પાછળ નગરજનોનો સમૂહ ચાલ્યો) સુનંદારાણી સહિત સર્વ નગરવાસીઓ આનંદપૂર્વક જિનમંદિરે આવ્યા. તેમણે ભાવપૂર્વક જિનપૂજન કર્યું. ...૩૩ સુનંદારાણી જિનેશ્વર ભગવંતના ચરણોનું પૂજન કરી પાછાં વળ્યાં. સુનંદારાણીની સર્વ મનોકામનાઓ સફળ થઈ. ...૩૪ ધનાવાહશેઠ અને શ્રેણિકરાજા બન્ને ખૂબ ખુશ થયાં. બીજી બાજુ સુનંદારાણી અને રાજકુંવરી સુલોચના એકબીજાની સહિયર બની. ...૩૫ તેમણે સાધુ ભગવંતોને સુપાત્રદાન આપ્યું. તેમણે જિનેશ્વર ભગવંતની પૂજા કરી. તેમણે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી નવપદની હદયમાં શ્રદ્ધા ધારણ કરી. ...૩૬ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ ...૪૧ તેમણે ગરીબોને ઘી, વસ્ત્ર આદિ ઘણા પ્રકારનું દાન આપ્યું. સુનંદારાણીએ શુભ ધ્યાનમાં દિવસો વ્યતીત કરતાં ગર્ભનુ પાલન કર્યું. ...૩૭ એક દિવસ શ્રેણિક રાજા હવેલીના શયનકક્ષમાં બેઠા હતા. સુનંદારાણીના દેહ પરિવર્તનને જોઈ તેમણે પોતાની પત્નીને કહ્યું. ...૩૮ - “હે દેવી! તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તમને જીવોને અભયદાન દેવાની અભિલાષા જાગી હતી તેથી તે સુંદર બાળકનું નામ “અભયકુમાર' રાખશું.' ..૩૯ ચતુર સુનંદારાણીએ શ્રેણિકરાજાના ખુશમિજાજ સ્વભાવને જોઈ પ્રેમથી પૂછયું, “હે સ્વામીનાથ ! તમે ક્યા નગરના રહેવાસી છો?તે મને કહો.” ..૪) હે દેવી! જ્યાં રાજગૃહી નગરી રહેલી છે ત્યાંનો હું ગોપાલ (રાજકુંવર) છું. હું સફેદ બારણાના ટોડલાવાળા મકાનમાં રહું છું.” શ્રેણિકરાજાએ પ્રેમપૂર્વક ઉત્તર આપતાં કહ્યું. સુશીલ અને હોંશિયાર સુનંદારાણી પતિના વચનો સાંભળી મનમાં અત્યંત ખુશ થયા. તેઓ પતિવ્રતા નારીની જેમ નિત્ય પોતાના પતિનું મન ખુશ રાખતાં હતાં. ...૪૨ શ્રેણિક રાજા કહ્યાગરી સુનંદારાણી સાથે આનંદપૂર્વક રહેતા હતા. કવિ ઋષભદાસ હવે મહારાજા પ્રસેનજિતની કથા કહે છે, તે સાંભળો. ..૪૩ દુહા : ૩ પ્રસેનજીત પૃથવી ઘણી, કરતો ઈસ્યો વિચાર; શ્રેણિક સુત હાંથી ગયો, કોહોનું દેર્યું ભાર અર્થ - મહારાજા પ્રસેનજિત રાજગૃહી નગરીના રાજા હતા. તેમણે વૃધ્ધાવસ્થામાં એવો વિચાર કર્યો કે, “મારો બુદ્ધિશાળી પુત્ર શ્રેણિક મારા અયોગ્ય વર્તનથી નગર છોડી પરદેશ ચાલ્યો ગયો છે. હવે આ પૃથ્વીનો ઉત્તરાધિકારી હું કોને બનાવું?' ...૪૪ ચોપાઈ : ૧ પરદેશમાં ગયેલ પુત્રના સમાચાર અઢું ચતવે પ્રથવીરાય, દિલસું બહુ ચિંતાતુર થાય; કવણ દેશ ગયો મુઝ પુત્ર, કવણ સોંપત્યું ઘરનું સુત્ર પુત્ર નવાણું નહીં ગુણવંત, તે પરજાનેં નવી પાલત; અસ્ય વીમાસે રાજા જસઈ, શુક સંબોધન આવ્યો તસઈ મિલ્યો રાયનઈ કીધી ભેટિ, વણજારો એમ બોલ્યો નેટિ; પુત્ર એકસો દૂતા આહિ, નવાણું દીસઈ તે કાંય તવ નરપતિ બોલઈ તસ વારિ, રત્ન રહે કિમ માહરે બારિ; માહરી બુધિ તે મુઝને ફલી, જગ મોહન સુત ચાલ્યો વલી •.. ૪૪ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉપર કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ', ...૪૬ શ્રક સંબોધન બોલ્યો તામ, સુણિ શ્રેણિક રહિવાનો ઠામ; બેનાત્રટિ બનાવો સાહ, રહે સુનંદાસું તિહાં રાય ...૪૯ સુધ વાત જાણી તિહાં સહુ, વધામણી આપી નર બહુ; સાગણ સૂત કહઈ લખતો રાય, કિમ શ્રેણિક લાગઈ નૃપ પાય ... ૫૦ અર્થ:- ઉપરોક્ત વિચારથી મહારાજા પ્રસેનજિતનું હદય અત્યંત ચિંતાતુર થયું. તેઓ મનમાં વિચારવા લાગ્યા, “મારો પુત્ર શ્રેણિક ક્યા દેશમાં ગયો હશે? હું મારા રાજ્યનો ભાર ક્યા પુત્રને મસ્તકે સોપું?...૪૫ મારા નવાણુ પુત્રો ઉત્તરાધિકારી બનવા માટે અયોગ્ય અને ગુણહીન છે. તેઓ પ્રજાનું યોગ્ય રીતે પાલન પોષણ કરી શકે તેવી લાયકાત નથી. મહારાજા પ્રસેનજિત આ પ્રમાણે વિચારતા હતા ત્યારે પરદેશથી શ્રક સંબોધન નામનો એક વ્યાપારી નગરમાં આવ્યો. રાજાને મળ્યો. તેણે રાજાના ચરણે કિંમતી વસ્તુઓ ભેટ ધરી. તેણે તે સમયે રાજાની સમક્ષ બીજા નવાણુપુત્રોને જોયા. પરદેશી વેપારીએ તરત જ રાજાને પૂછયું, “મહારાજ! આપને તો સો પુત્રો હતા, અહીં નવ્વાણુ પુત્રો જ કેમ દેખાય છે?' •..૪૭ મહારાજા પ્રસેનજિતે ત્યારે ઉત્તર આપતાં કહ્યું, “(હું એવો ભાગ્યશાળી ક્યાં છું, મારા મહેલમાં આવું કિમત રત્ન ક્યાંથી રહી શકે ? મારી કુબુદ્ધિ મને જ ફળી. જગતમાં આનંદ પામડનારો મારો પુત્ર મારી દુર્બુદ્ધિથી મને છોડી પરદેશ ચાલ્યો ગયો છે.” ...૪૮ મહારાજાની મનોવ્યથા જોઈ શ્રક સંબોધને કહ્યું, “મહારાજ ! આપના પુત્ર શ્રેણિક કુમારના રહેઠાણનું સ્થાન હું જાણું , તે સાંભળો. બેનાતટ નગરમાં ધનાવાહ નામના એક શ્રેષ્ઠી રહે છે. શ્રેણિક કુમાર ધનાવાહ શ્રેષ્ઠીની પુત્રી સુનંદા સાથે લગ્ન કરી ત્યાં જ રહે છે.” ..૪૯ મહારાજા પ્રસેનજિત સહિત ત્યાં રહેલા સર્વએ શ્રેણિકકુમારના શુભ સમાચાર સાંભળ્યા. રાજાએ વધામણી આપવા બદલ શ્રક સંબોધનને ધણી કિમંતી વસ્તુઓ ભેટ આપી ખુશ કર્યો. મહારાજાએ પુત્રને બોલાવવા એક પત્ર લખ્યો. શ્રેણિકરાજા પોતાના પિતા પાસે કેવી રીતે આવીને પગે લાગશે તે સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ હવે કહે છે. •..પ0 ઢાળ : ૩ બુદ્ધિનિધાન મહામાત્યા બન્યા ચાલિ ચતુર ચંદ્રાનની એ દેશી. નારિને કહઈ નર ચાલસું, સતી કહઈ તેણી વાર રે; તું ચાલઈ હું તો ગરભણી, મુઝ કહો કુણ આધાર રે કંત મુકી કાં સંચરે... આંચલી જલ વિન કિમ રહે માછલી, સૂકઈ વેલ વિણ વાર રે; તુમ વિનાં કિમ રહું એકલી, સાથિં લીજીઈ નાર રે... કંત ... પર .. પ૧ For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ શ્રેણિક કહે સુણો સુંદરી, મુઝ પ્રેમ પીઆર રે; તાત મંડપ જોયાં વિનાં, તેડી તું નવિ જાય રે... કંત સુંદરી કહે તમ્યો સંચરો, ન જાણો તુમ ઠામ રે; કંત કહો મુઝ કાનમાં, તુમ નગરનું નામ રે.. કંત રાય કહે સૂત જવ જણે, મોટેરો વલી હોય રે; આહ ચીઠીએ વંચાવો , સહી સમઝર્સે સોય રે.. કંત રાજગૃહી નગરી ભલી, ધોલાં ત્યાંહ ટોડાય રે; અમ્યો ગોવાલ છું તેહના, ભાખઈ એમ તિહાં રાય રે... કંત પુત્ર સપુત્ર જો એહસે, સોઝી કાઢસેં સોય રે; અસ્તું ય કહી નૃપ ચાલીઉં, મેલઈ કટક નર સોય રે... કંત રાજગૃહી પૂરમાં ગયો, સાંહા ભ્રાતા આવેહ રે; રાય શ્રેણિક જઈ તાતનઈ, વલી પાય લાગેહ રે... કંત તાત હરખ્યો તીહાં ઘણો, મલ્યો વલભ પ્રાણ રે; રાય રીદય ચાંપી રહ્યો, હું તો કિહાં સુજાણ રે... કંત બેનાત્રટિ હું તો સહી, જપતો તુમ નામ રે; આજ દરસણ પ્રભુ પામીઉં, થયાં સઘલડાં કામ રે... કંત રાજ શ્રેણિકને આપીઉં, બીજાને દઈ દેશ રે; આપ સંયમ લઈ તાતજી, મુંક્યા સકલ કલેસ રે... કંત રાજ શ્રેણિક સુપર કરઈ, રાજગૃહી શિણગાર રે; નારિ સુનંદાનો વલી, હવઈ કહો અધિકાર રે...કંત સુત જનમ્યો બહુ સુખ કરુ, નામ અભયકુમાર રે; સાત વરસો થયો તે વલી, ભણાવઈ તેણી વાર રે.. કંત ઉદ્યમ કરી સુત તિહાં ભણે, સીખ્યો સબલ વિદ્યાય રે; ચંચલ છોકરા તિહાં ઘણા, વઢવ પણિ થાય રે... કંત વઢતા સબલ સાલિયા, કહઈ મારસ્યો માંય રે; એહ ન બાપો છોકરો, આવઈ છે વલી આંહ રે... કંત છોકરઈ પૂછીઉં માયને, દેખાડવો પીતા આપ રે; એવડુંઉં સહી મુઝ તણો, ક્યાહાં માહરો બાપ રે.. કંત માય રૂઈ તિહાં ધ્રુસકે, સંભારયો નીજ કંત રે; પુરષ પરદેશ સધાવીઉં, વાહલો સોય અત્યંત રે.. કંત For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ... ૬૮ ૬૯ ૭૧ ... ૭ર • ૭૩ ... ૭૪ પૂત પરદેશીએ તે હતો, ગયો વરી અને મૂઝ રે; લખીએ ચીઠી એક આપતો, અપાવીએ છઈ તુઝ રે... કંતા વાંચી માયને સુત કહે, જઈયે ચાલિ તિહાં તાત રે; બાપ પ્રથવીપતિ રાજીઉં, બેહૂ સજ થઈ જાત રે... કંત સેઠિ ધનાવા માયને, જઈ લાગતાં પાયરે; સીખ માગી બેહૂ સંચરઈ, માતા ગલગલી થાય રે... કંતા રથ બેસી બેહૂ સંચરયા, વોલાવો સહુ જાય રે; કુમર પુત્રી લઈ આગચા, લાગઈ સજનઈ પાય રે... કંત સાથ સુકન જોય સંચરે, વલંઈ બાપને માય રે; દિવસિ કેતઈ સૂત માંડલી, નગર ટૂકડા થાય રે.. કંત રાજગૃહી ઉદ્યાનમાં, મુંકી આપણી માય રે; કુમર કહઈ જોઉં નગરમાં, અહી કુંણ છે રાય રે.. કંત અચ્યુંઅ કહી સુત સંચરયો, પહોતો નગરની પોલી રે; તવ કુમારીએ શ્રીફલ ગ્રહી, આવઈ તુઉં કંકુ ઘોલિ રે... કંત એક અવ્વાણુંઅ કરિ કરી, માંહિ ફોફલ દ્રોઅ રે; આવિ રે આવિ ઉતાવલો, જિમ મન વંછિત હોય રે... કંત એમ ભણતી તિહાં ભામની, સુણી નગરમાં જાય રે; પાચ સહઈ એક ઊંણા નૃપે, પરધાન મેલ્યાય રે... કંત એક પરધાન જોઈઈ વડો, જોવા તાસ પરીખ્યાય રે; વારિ હીણો કુઉ જોઈ કરી, નાંખી ત્યાંહ મુદ્રાય રે... કંતા અભયકુમાર પૂછે તહીં, કહ્યું લોક મલ્યાય રે; પુરષ કહઈ લેવી મુદ્રિકા, બઈઠા એણઈહ હાય રે... કંત શ્રી શ્રેણિક અહીં રાજીઉં, જેહનઈ બહુઅ મંત્રીસરે; એક અધિપતિ કરવા ભણી, જુઈ નગરનો ઈસ રે.. કંત કોઉ પરદેસી પિહઈરસઈ, લેઈ મુદ્રકા એહ રે; તો પરધાન વટી ગૃપો, પુછો તેહને દેહ રે... કંત રાયને પૂછીક સેઠીઈ, બોલ્યો તામ ભૂપાલ રે; જેહ વાલઈ નર ગાયને, આજ તે ગોવાલ રે... કંત વેગિ તેડ્યો તિહાં કુંમરને, બોલ્યો શ્રેણિક રાય રે; કુમર લઈ કુપથી મૂદ્રિકા, મંત્રી તું અમ થાય રે... કંત ... ૭૫ • ૭૬ ••• ૭૭. ..... ૭૮ ,,, ૭૯ ... ૮O ૮ર. For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ વચન સુણી નર હરખીઉ, ચઢચો કુપ છિં જ્યાંહરે; અભયકુમાર અણાવતો, ગાઢું છાંણ તે ત્યાંહિ રે... કુંત નિરખીઅ નર તુંઅ નાખીઉં, ચાંપી મુદ્રિકા છાંણઈ રે; અગન પુલા તિહાં બાલીયા, રેડચો નીર તિહાં આણિ રે... કેંત કુપ ભરયો કંઠા લગઈ, તરી આવીઉં છાણ રે; લેઈજ વીંટિ કર ઘાલતો, કરે લોક વખાણ રે... કંત રાય મલ્યો કુણ કુમર તું, ભાખો સકલ અવદાત રે; કિહિં બેનાતટી હું હતો, લહ્યો સકલ તસ વાત રે... કંત નૃપ કહઈ તિહાં વીવહારીઉં, ધનાવો હોય અત્યંત રે; એક પુત્રી તસ ગરભણી, મુંકી ગયો તસ કંત રે... કંત તેહની સુધિ જો તું લહઈ, તો કહઈ મુઝ વાત રે; કવણ રુપિ તેહ સુંદરી, કસ્યો તેહનો જાત રે... કુંત કુમર કહઈજ દીઠી સહી, દીઠો તેહનો પૂત રે; તેહ મૈત્રી છે માંહિલા, મારઈ પ્રીતિ અદભુત રે... કંત રાય પૂછઈ કશો કુમરતે, કલાવઈ કસ્યું રુપ રે; મુઝને દેખતાં જાણજ્યો, તસ સકલ સરુપ રે... કંત રાય કહઈ મુઝ કિમ મલે, તેહ કુમર સુજાણ રે; મુઝહ મલંતા તે મલ્યો, અલગા નહી તસ પ્રાણ રે... કંત તેહનઈ તિહાં મુકી કરી, આવ્યો તું કુણ કાંમ રે; કુમર કહઈ તસ માંયસ્યો, આવ્યો છું એણઈ ગામ રે... કંત આ રથ સહીત તે સુંદરી, મુંકી મઈ પૂર બાહિરેં રે ભૂપ શ્રેણિક હરખ્યો ઘણો, દેખાડો તેહ નારીને રે...... અંત મુઝને દીઠેં દીઠી તે સહી, જે છઈ માહરી માત રે; ઊઠીઅ રાય આલંગતો, જાણ્યો આપણો જાત રે... કંત ખેમ કુશલઅ છઈ તુમ તણઈ, નીરોગી તુઝ માત રે; હરખ ધરી દલ લેઈ કરી, સાહમો શ્રેણિક જાત રે... કંત સતીઅ દીઠી દૂખણી ઘણો, અંગિં નહી જ શિણગાર રે; તેલ ને તીલક ચંદન નહીં, નહીં સરસ શ્રુભ આહાર રે... કંત દેખીઅ રાય રંજ્યો ઘણો, સતી કુમરની માય રે; આપ મંદીર લેઈ આવીઉં, પૂરે સકલ ઈછાય રે... કંત For Personal & Private Use Only ૩૫૫ ... ૮૩ ...૮૪ ૮૫ ... ૮૬ ૮૭ ... ૮૮ ૮૯ ... ૯૦ ૯૧ ... ૯૨ ૯૩ ... ૯૪ ... ૯૫ ... ૯૬ 62... Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' પૂત્ર પરધાન થાપ્યો સહી, સુણો ઘરતણો ભાર રે; રાય શ્રેણીક કરતો તીહાં, વરત્યો જય જયકાર રે... કંત ... ૯૮ પૂણ્ય યોગઈ મલ્યો દીકરો, સુતની વલી માય રે; અભયકુમાર તણા હવે, ગુણ રીષભ તે ગાય રે... કંત ... ૯૯ અર્થ :- મહારાજા પ્રસેનજિતનો પત્ર વાંચી શ્રેણિક રાજાએ પોતાની પત્ની સુનંદારાણીને કહ્યું, “(પિતાજીની તબીયત સારી ન હોવાથી) હું હવે અહીંથી સત્વરે પિતાજી પાસે જઈશ.” સતી સુનંદાએ કહ્યું, “નાથ! આપ મને નિરાધાર કરી જશો? હું ગર્ભવતી છું, તમે જ કહો, મારો આધાર કોણ થશે? ... ૫૧ હે પ્રિયતમ! આપ મને આ રીતે એકલી મૂકીને ક્યાં ચાલ્યા? જળ વિના શું માછલી જીવી શકે ખરી? નીર વિના વેલીઓ પણ પાંગરતી નથી (સૂકાઈ જાય છે, તેમ હું પણ તમારા વિના એકલી શી રીતે રહી શકીશ? સ્વામી !તમે તમારી અર્ધાગિનીને સાથે લઈ જાવ'' ... પર શ્રેણિકરાજાએ સાંત્વના આપતાં કહ્યું, “હે દેવી! તમે શાંત થાવ. મારા પિતાને મારા પ્રત્યે અગાધ પ્રેમ છે. તેમનું મુખ જોયા વિના હું તમને અહીંથી ન લઈ જઈ શકું. ... ૫૩ સુનંદારાણીએ કહ્યું, “નાથ ! હું આપના માર્ગમાં અવરોધક નહીં બનું. આપ અહીંથી સુખેથી સિધાવો પરંતુ નાથ ! હું આપના સ્થાન (પરિચય) થી અજાણ છું. આપ મારા કાનમાં તમારા નગરનું નામ કહો. ...૫૪ શ્રેણિક રાજાએ પત્ર લખી રાણીને આપતાં કહ્યું, “આપણા પુત્રને તમે જન્મ આપશો, તે બાળક જ્યારે મોટો થશે ત્યારે આ પત્ર તેને વંચાવજો. તે બાળક આ પત્રનો મર્મ જરૂર સમજી જશે.' ... ૫૫ શ્રેણિક રાજાએ પત્રમાં લખ્યું કે, “રાજગૃહી નગરી અત્યંત સુંદર છે. ત્યાં સફેદ રંગનું સુંદર, ઊંચું મકાન છે. ત્યાંના ગોપાલ છીએ.' ..પ૬ જો એ પુત્ર બુદ્ધિશાળી હશે, તો તરત જ તેને શોધી કાઢશે.” એ પ્રમાણે કહી શ્રેણિકરાજાએ ત્યાંથી પ્રમાણ કર્યું. શેઠે તેમના રક્ષણ માટે સાથે લશ્કર મોકલ્યું. ...૫૭ શ્રેણિક રાજા રાજગૃહી નગરીની નજીક આવ્યા ત્યારે તેમના નાના ભાઇઓ તેમને સામે મળવા ગયા. તેઓ નગરમાં પ્રવેશ કરી પ્રથમ પિતાજીના આવાસે આવ્યા તેમને ચરણ સ્પર્શ કરી પ્રમાણ કર્યા....૫૮ પિતાજી પોતાના વિનયી પુત્રને જોઈ અત્યંત હર્ષિત થયા. પોતાનો પ્રાણપ્રિય પુત્ર આજે પુનઃમળ્યો. મહારાજાએ હર્ષના અતિરેકથી પુત્રને છાતી સરસો ચાંપ્યો. પિતાએ પુત્રને મીઠો ઠપકો આપતાં કહ્યું, “સુજ્ઞ! તું મને છોડી કયાં ગયો હતો?” ..૫૯ શ્રોણિકરાજાએ કહ્યું, “પિતાજી! હું બેનાતટ નગરમાં ગયો હતો. હું નિત્ય તમને યાદ કરતો હતો. હું હરઘડી આપના નામના જાપ જપતો હતો. પિતાજી! આપના દર્શનથી આજે જાણે મને પ્રભુ દર્શનનો લાભ થયો છે ! મારા સર્વ કાર્યો આજે સિદ્ધ થયાં છે.' ...૬૦ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ મહારાજા પ્રસેનજિતે પોતાના મોટા પુત્ર શ્રેણિકને રાજ્યનો અધિકારી બનાવ્યો. નવાણુ પુત્રોને અલગ અલગ દેશો આપ્યા. ત્યાર પછી મહારાજાએ સંસારથી નિવૃત થઈ સર્વવિરતિ ધર્મ સ્વીકાર્યો. તેમણે સર્વવ્યાધિઓનો ત્યાગ કર્યો. ...૬૧ હવે રાજકુમાર શ્રેણિક રાજગૃહી નગરીના રાજા બન્યા. તેઓ સુંદર રીતે રાજ્ય કરવા લાગ્યા તેઓ બુદ્ધિશાળી અને ન્યાય સંપન્ન હોવાથી રાજગૃહી નગરીના શણગાર હતા. હવે તેમની પત્ની સુનંદારાણીનો અધિકાર કહું છું. ...૬૨ સુનંદારાણીએ સવા નવ માસે સુખપૂર્વક એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ અભયકુમાર રાખ્યું. અભયકુમાર સાત વરસના થયા ત્યારે તેમને ભણવા પાઠશાળામાં મોકલ્યા...૬૩ અભયકુમાર બાળવયમાં ખૂબ પરિશ્રમ કરી પાઠશાળામાં ભણ્યા તેઓ તીવ્ર બુદ્ધિશાળી હતા. તેથી અલ્પ સમયમાં ઘણી વિદ્યાઓ સંપાદન કરી. પાઠશાળામાં ઘણા તોફાની બાળકો હતા. તેમની વચ્ચે ક્યારેક ઝગડો પણ થતો. એક દિવસ પાઠશાળાના વિદ્યાર્થીઓ વચ્ચે બહુ મોટો વિખવાદ (ઝગડો)થયો. એક તોફાની વિદ્યાર્થીએ મહેણું મારતાં કહ્યું, “અભયકુમારને મારશો નહિ. એ તો નબાપો છે! તેના પિતા નથી (તેની માતા અહીં રહે છે.) તેથી તે અહીં ભણવા આવે છે. અભયકુમારે રડતાં રડતાં ઘરે જઈ માતાને પૂછયું, “માતા! તમે મને મારા પિતાજી કોણ છે?ક્યાં છે? તે કહો. (માતાએ ધનાવાહ શેઠ તારા પિતા છે તેમ કહ્યું, ત્યારે) બાળકે કહ્યું, “એ તો મારા નાના છે. મારા પિતાજી ક્યાં છે?' (તેઓ મને છોડીને શા માટે ચાલ્યા ગયા છે?') પુત્રની વાત સાંભળી સુનંદારાણી ઘુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમને પોતાના પતિની યાદ આવી. તેમના પતિ પરદેશ સંચર્યા હતા. તેઓ પોતાને અત્યંત વ્હાલા હતા. માતાએ (મન કઠણ કરી પુત્ર ના પ્રશ્નોનું સમાઘાન કરતાં) કહ્યું, “વત્સ! તારા પિતાજી પરદેશી હતા. તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન થયા બાદ થોડો સમય અહીં રહી ત્યાર પછી તેઓ ચાલ્યા ગયા. તેમણે એક પત્ર મને લખીને આપ્યો છે. પુત્ર! આ પત્ર તેમણે મને તને આપવાનું કહ્યું છે.” ...૬૮ અભયકુમારે પત્ર લઈ ખોલીને વાંચ્યો . પત્ર વાંચતાં જ બુદ્ધિશાળી અભયકુમાર બધું જ સમજી ગયા. તેમણે તરતજ માતાને કહ્યું, “માતા! ચાલો આપણે પિતાજી જ્યાં રહે છે ત્યાં જઈએ. મારા પિતાજી રાજગૃહી નગરીના રાજા છે.” માતા અને પુત્ર બન્નેએ રાજગૃહી નગરી જવાનો નિશ્ચય કર્યો. ....૬૯ તેઓ બન્ને ધનાવાહ શ્રેષ્ઠી અને તેમની પત્ની પાસે આવ્યા. માતા અને પુત્ર બન્નેએ શેઠ શેઠાણીના ચરણ સ્પર્શ કર્યા. તેઓએ રાજગૃહી નગરી તરફ જવા માટે વિદાય માંગી. ત્યારે નેહવશ શેઠાણી પોતાની પુત્રી અને દેહિત્રની વિદાઈના કારણે ગળગળાં થઈ ગયાં. ...૭૦ (૧) ચંદ્રશેખર મ.સા. રચિત “કથા પ્રબોધિકા’ ગ્રંથ માં શ્રેણિકરાજા સુનંદારાણી સાથે ફક્ત એકજ દિવસ રહ્યા હતા. તેવો ઉલ્લેખ જોવા મળે છે. જુઓ પૃ. ૧૬૩.). For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ધનાવાહ શેઠે પોતાની પુત્રીને ઘણો કરિયાવર આપ્યો. બંન્ને જણાએ કરીયાવર લઈ રથમાં બેસી રાજગૃહી નગરી તરફ જવા પ્રયાણ કર્યા. સુનંદારાણીએ માતા પિતાની તથા અભયકુમારે નાના-નાનીની તેમજ સ્વજનોની આજ્ઞા માંગી ચરણ સ્પર્શ કર્યા. ...૭૧ તેઓ પ્રવાસ કરતા વણજારા (વેપારીઓ) ના સમુદાય સાથે માર્ગમાં શુભ શુકન જોઈ ત્યાંથી આગળ વધ્યા. તેમને વળાવવા આવેલા શેઠ અને શેઠાણી જ્યારે રથ દેખાતો બંધ થયો ત્યારે પાછા ફર્યા. કેટલાક દિવસો પસાર થયા પછી તેઓ બન્ને રાજગૃહી નગરીની નજીકમાં આવી પહોંચ્યા. ...૭૨ અભયકુમારે રથ સહિત પોતાની માતાને રાજગૃહી નગરીની બહાર રહેલા ઉદ્યાનમાં મૂક્યા. અભયકુમારે માતાને (ભલામણ કરતાં) કહ્યું, “તમે અહીં બેસો હું નગરમાં જઈને તપાસ કરી આવું કે આ નગરીના રાજા કોણ છે?' ...૭૩ અભયકુમાર એમ કહી ત્યાંથી નીકળ્યા. તેઓ નગરની પોળમાં પ્રવેશ્યા. ત્યારે એક કુંવારી કન્યા હાથમાં થાળી લઈને આવી. તેની થાળીમાં શ્રીફળ અને ઘૂંટેલું કુમકુમ હતું. કન્યાના બીજા હાથમાં અગાણું (માંગલિક પ્રસંગો વખતે ભરવામાં આવતું અખંડ અનાજનું પાત્ર) હતું. તેમાં સોપારી અને દુર્વા (દ્રરો) હતી. અભયકુમારને જાણે મન વાંછિત સારું કાર્ય થવાનું હોય તેવા શુકનના એંધાણ થયા.તેઓ શુભ શુકન જોઈ ઝડપથી નગરમાં પ્રવેશ્યા. ...૭૫ નગરીની સ્ત્રીઓ એકબીજાને સાદ કરી ચૌટામાં બોલાવતી હતી. સ્ત્રીઓનો અવાજ સાંભળી અભયકુમાર નગરમાં તે દિશા તરફ પ્રવેશ્યા. આ નગરના રાજાને પાંચસોમાં એક ઓછો અર્થાત્ ચારસો નવાણુ પ્રધાનો મળ્યા હતા. તેમને એક મુખ્ય પ્રધાનની જરૂર હતી. મહામંત્રીની નિમણૂંક કરવા માટે રાજાએ પરીક્ષા ગોઠવી હતી. રાજાએ એક નિર્જળ સૂકો કૂવો જોઈ, તેમાં પોતાની આંગળીની મુદ્રિકા નાખી હતી. ...૭૭ અભયકુમારે નગરમાં જઈ લોકોની ભીડમાં જઈ પૂછયું “અહીં આટલા બધા લોકો શામાટે એકત્રિત થયાં છે?” એક પુરૂષે (શેઠે) ઉત્તર આપતાં કહ્યું “રાજાની મુદ્રિકા આ નિર્જળ કૂવામાં છે. તેને કૂવાના કાંઠે ઉભા રહી બહાર કાઢવાની યુક્તિ અજમાવવા લોકો આ સ્થાને આવ્યા છે. ...૭૮ (તે પુરૂષે પોતાની વાત આગળ કહેતાં કહ્યું) મગધના અધિપતિ મહારાજા શ્રેણિક છે. તેમની પાસે રાજ્યનું સંચાલન કરવા ઘણા મંત્રીઓ છે પરંતુ રાજા ને એક મુખ્ય મંત્રીની આવશ્યકતા છે. તેની પસંદગી કરવા કસોટી ગોઠવી છે. કસોટીમાંથી પાર ઉતરશે તેને રાજા મુખ્યમંત્રી બનાવશે.” ...૭૯ અભયકુમારે શેઠને પ્રશ્ન પૂછયો “આ કૂવામાંથી રાજાની વીંટી લઈ કોઈ પરદેશી તેને પોતાની આંગળીમાં પહેરે તો તેને તમારા રાજા પ્રધાનમંત્રીનું પદ આપશે? તમે જઈને રાજાને પૂછો.” ...૮૦ એક શ્રેષ્ઠીવર્યએ રાજાને જઈને અભયકુમારની વાત કહી. ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું, “જે ગાયોના ધણ ચરાવવા જાય, તે ગોવાળને પણ પોતાનું ભાગ્ય અજમાવવાનો મોકો આજે અવશ્ય મળવો જોઈએ (અર્થાત્ પરદેશી પણ કૂવામાંથી અંગૂઠી કાઢી પ્રધાનમંત્રી બની શકે છે.)'' ...૮૧ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક૨ાજાએ સત્વરે સેવકો દ્વારા અભયકુમારને તેડાવ્યા. તેમણે અભયકુમારને મંજૂરી આપતાં કહ્યું, ‘‘કુમાર ! આ નિર્જળ કૂવામાંથી મુદ્રિકા કાઢશો તો તમે આ રાજ્યના મુખ્યમંત્રી થઈ શકશો.''...૮૨ અભયકુમાર રાજાના વચનો સાંભળી ખુશ થયા. તેઓ કૂવાના કાંઠા ઉપર ચઠયા . ત્યાર પછી તેમણે બાજુની પોળમાંથી સેવકો દ્વારા તાજું કઠણ છાણ મંગાવ્યું. ...૮૩ તેમણે બરાબર નિશાન તાકીને છાણ મુદ્રિકા ઉપર ફેંક્યું. મુદ્રિકા છાણમાં દબાઈ ગઈ. ત્યાર પછી તેમણે ઘાસના પૂળા મંગાવી તેને અગ્નિ ચાંપી. (સળગતા પૂળા છાણ પર પડતાં અગ્નિથી તે સૂકું અને કડક બન્યું.) ત્યાર પછી બાજુમાં રહેલા કૂવામાંથી રહેંટ વડે નીક વાટે પાણી ખાલી કૂવામાં રેડયું. ...૮૪ કૂવો કાંઠા સુધી છલોછલ પાણીથી ભર્યો. છાણું પાણી પર તરવા લાગ્યું. અભયકુમારે છાણું લઈ તેમાંથી વીંટી કાઢી આંગળીમાં પહેરી લીધી. લોકો તેમની પ્રખર બુદ્ધિની પ્રસંશા કરવા લાગ્યા. ...૮૫ શ્રેણિક રાજાએ ખુશ થઈ પરદેશીનો પરિચય પૂછતાં કહ્યું, ‘‘કુમાર ! તમે કોણ છો તમારી સઘળી કથા કહો.’’ અભયકુમારે કહ્યું, “મહારાજ ! હું બેનાતટ નગરમાં હતો. હું ત્યાંની સર્વ વાતો જાણું છું.''...૮૬ રાજાએ બેનાતટ નગરનું નામ સાંભળી ચકિત થઈ કહ્યું, ‘“બેનાતટ નગરમાં એક વ્યાપારી રહે છે. તેમનું નામ ધનાવાહ શેઠ છે. તે અત્યંત પ્રેમાળ છે. તેમની એક પુત્રી છે. તે જ્યારે ગર્ભવતી બની ત્યારે તેને છોડીને તેનો પતિ પરદેશ જતો રહ્યો છે.’’ ...૮૭ ‘જો તમે તેમને ઓળખતા હો તો તેમના સમાચાર મને કહો. તે સુંદરીનું રૂપ કેવું છે. તેનો પુત્ર કેવો છે ?’’ ...૮૮ અભયકુમારે કહ્યું ‘“મહારાજ ! હું તે સ્વરૂપવાન સુંદરી અને તેના પુત્રને જાણું છું. મેં તેમને જોયા છે . મારે તેમની સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે. મારે તેમની સાથે અદ્ભુત મૈત્રી છે.’' ...૮૯ રાજાએ ઉત્સુકતાપૂર્વક પૂછ્યું, “તે કુમાર દેખાવમાં કોના જેવો છે ? તેની કળા, રૂપ, વય કેવાં છે ? અભયકુમારે ચતુરાઈપૂર્વક કહ્યું, ‘“મહારાજ! મને જોઈને તમે તેનું સર્વ સ્વરૂપ સમજી જજો (મારી જ પ્રતિકૃતિ છે.)'' રાજાએ કહ્યું, “કુમાર ! હું તેને શી રીતે મળી શકું ?’’ અભયકુમારે કહ્યું, ‘‘રાજન્ ! તે કુમાર તીવ્ર બુદ્ધિશાળી છે. મને મળ્યા એટલે સમજી જજો કે તેને મળ્યા ! તેના અને મારા પ્રાણ એક જ છે.’' ...૯૧ (શ્રેણિકરાજાની અધિરાઈ વધી ગઈ.) તેમણે કહ્યું, ‘કુમાર ! તેઓને ત્યાં મૂકી તમે અહીં ક્યા કાર્ય માટે આ નગરમાં આવ્યા છો?’’ અભયકુમારે કહ્યું, “મહારાજ! હું મારા મિત્રની માતાને લઈને આ નગરમાં આવ્યો છું. ...૯૨ હું રથ સહિત તે સુંદરી (માતા) ને નગરની બહારના ઉદ્યાનમાં મૂકી આવ્યો છું.’’ શ્રેણિકરાજા આ વાત સાંભળી અત્યંત હર્ષિત થયા. તેમણે કુમારને કહ્યું “મને જલ્દીથી તે સુંદરી પાસે લઈ જાવ’’ ...૯૩ અભયકુમારે ચાલાકીપૂર્વક કહ્યું, “મને જોઈ લ્યો એટલે તેમને જોયા બરાબર છે. મારા જેવી જ માતા છે.’’ (અભયકુમારના વાર્તાલાપ ઉપરથી રાજા સમજી ગયા કે) ‘આ મારો જ પુત્ર છે.’ એવું જાણી 66 ૩૫૯ For Personal & Private Use Only 02*** Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ કવિ ઋષભદાસ કૃત શ્રી રાજા ઉભા થઈ અભયકુમારને ભેટી પડયા . ...૯૪ શ્રેણિકરાજાએ સુનંદારાણીની ક્ષેમકુશળતાના સમાચાર પૂછતાં કહ્યું, ‘‘કુમાર ! તમારી જેમ તમારી માતા પણ સ્વસ્થ છે ને? તેમનું આરોગ્ય સારું છે ને?'' શ્રેણિકરાજા ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ્રસન્નતાપૂર્વક મોટા રસાલા સાથે સન્માન ભેર સુનંદારાણીને લેવા સામા ગયા . અભયકુમાર રાસ' ...૯૫ શ્રેણિકરાજાએ ઉદ્યાનમાં જઇ જોયું કે સતી સુનંદા અત્યંત દુઃખી (દુર્બળ) અસ્વસ્થામાં હતા. તેમના શરીર ઉપર કોઈ શણગાર ન હતો. તેમણે વાળમાં તેલ નાખ્યું ન હતું. કપાળે કંકુનું તિલક કે શરીરે ચંદનનું વિલેપન પણ કર્યું ન હતું. તેમના કૃશ દેહ ઉપરથી જણાતું હતું કે તેમણે ઘણા સમયથી મિષ્ટ, સરસ આહારનો ત્યાગ કર્યો હતો . ...૯૬ સુનંદારાણીની દયનીય સ્થિતિ જોઈને રાજાને ખૂબ દુ:ખ થયું. બીજી બાજુ સતી સુનંદા અભયકુમારની માતા છે. ‘એવું જાણી રાજા આનંદિત થયા રાજા સન્માનપૂર્વક માતા અને પુત્રને રાજમહેલમાં લાવ્યા. શ્રેણિકરાજાએ સુનંદારાણીની સર્વ અભિલાષાઓ પૂર્ણ કરી . ...૯૭ ...૯૮ રાજાએ પોતાના પુત્ર અભયકુમારને મુખ્યમંત્રીના સ્થાને નિયુક્ત કર્યા. રાજ્યની સર્વ જવાબદારી અભયકુમારના માથે સોંપી રાજા નિશ્ચિત બન્યા. મગધાધિપતિને સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત થઈ. શ્રેણિકરાજાને પુણ્ય પ્રભાવે બુદ્ધિનિધાન પુત્ર અને સ્વરૂપવાન સુનંદારાણી મળ્યા. કવિ ઋષભદાસ હવે અભયકુમારના ગુણોનું વર્ણન કરે છે. ...૯૯ દુહા : ૪ સજ્જનપુરુષો અભયકુમાર બુધિં વડો, લબધિં ગૌતમસ્વામિ દિશાનભદ્ર માંનિ ખરો, જિન વાંદેવા કાંમ. સાલભદ્ર સમ રીધિ નહીં, જંબૂ સમ વઈરાગ; કઈવન્નાના સારિખો, કોણ લહે સોભાગ નંદિષણની દેસના, સનતકુમાર સરુપ; કુમારપાલ સરીખો વલી, કોય ન હુઉ ભૂપ થૂલભદ્ર સમ નવિ હવો, જગમ્યાં જોગી જાંણિ; ... ૧૦૩ તિમ વલી અભયકુમાર સમ, કોય નહીં બુધિ ખાણિ અર્થ:- બુદ્ધિમાં અભયકુમાર શ્રેષ્ઠ છે. લબ્ધિમાં 'ગૌતમસ્વામી શ્રેષ્ઠ છે. અભિમાનમાં દશાર્ણભદ્રરાજા મોખરે છે. તેમણે પ્રભુ મહાવીરસ્વામીને વંદન કરવા જતાં ઈન્દ્ર મહારાજા સાથે હોડ કરી. ...૧૦૦ શાલિભદ્ર જેવી કોઈની પાસે સમૃદ્ધિ નથી. જંબુસ્વામી જેવો કોઈનો વૈરાગ્ય નથી. 'ક્યવન્ના કુમાર (૧-૨) જુઓ પરિશિષ્ટ વિભાગ. (૩) જંબુસ્વામી પરણ્યાની પ્રથમ રાત્રિએ આઠ કન્યાઓ, પ્રભવાદિ ૫૦૦ ચોરો, સાસુ-સસરા, માતા-પિતા સર્વને પ્રતિબોધિ ૫૨૭ જણાએ શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી (ભરહેસરની કથા. પૃ. ૬૪) (૪) કયવન્ના કુમારની કથા – જુઓ અભયકુમાર૨ાસ, ઢાળ –૨૯. For Personal & Private Use Only ૧૦૦ ... ૧૦૧ ૧૦૨ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ...૧૦૩ ... ૧૦૬ જેવું કોઈએ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું નથી. ...૧૦૧ નંદીષેણમુનિની પ્રખર દેશના અને સનસ્કુમાર ચક્રવર્તીનું રૂપ જગતમાં વિખ્યાત છે. આજ દિવસ સુધી કુમારપાળરાજા જેવા જીવદયાપ્રતિપાલક નરેશ કોઈ થયા નથી. ...૧૦૨ આ જગતમાં કામ વિજેતા આર્ય સ્થૂલિભદ્ર સમાન કોઇ મહર્ષિ થયા નથી, તેવી જ રીતે અભયકુમાર જેવા કોઈ બુદ્ધિનિધાન પણ થયા નથી. ચોપાઈ : ૨ અભયકુમારના સુકૃત્યોની યાદી કળથી ચંડપ્રદ્યોતનરાજાને પાછા વાળ્યા બુધિની ખાણિતે અભયકુમાર, વિષમ કામ કરતાં નહી વાર; એક દીન ચંદપ્રદ્યતન રાય, ચઢી રાજગૃહી ઉપરિ જાય ચઉદ રાય પૂઠે યુધ ભણી, પનરમો ઉજેણી ધણી; પનરઈ પરમાધામી જીસા, સકલ લોકતે દેખઈ તીસા શ્રેણિક રાય ચિંતાતુર હોય, અભયકુમાર સાહમું નૃપ જોય; ચિંતા કવણ ધરો જ પીતાય, કહે આર્વે ઉજેણી રાય અભયકુમાર નર બોલ્યો તામ, શસ્ત્ર વિના બુદ્ધિ કરું કામ; લોહ નાડા બડા કનકૅ ભરી, નગરી બાહિર આવ્યો તે ધરી ચંડપ્રદ્યોતન આવ્યો જસઈ, રાજગૃહીનેં વીંટઈ તસઈ; જંબૂઢીપ જગતિને જેમ, સાયર નીરઈ વીંટી કેમ દીધા ડેરા સુભટિ ત્યાંહિ, કનક ડાબડા ઘાલ્યા જ્યાંહિ; અભયકુમાર તિહાં કરઈ વિચાર, કાગલ લેખ લિખઈ તેણીવાર ચીલણારાણી મારી માય, શિવાદેવી તો માસી થાય; અંતર નહી મુઝ માસી માય, તિણે કારણ તું વલભરાય ખોટા કાગલ લખીયા અતી, વારૂ છું તે માસાવતી; સુભટ સહુ પતલ્યા ધન ગ્રહી, માસા તુમનેં ઝાલઈ સહી નવિ માનો તો જોઉં ત્યાંહી, વડા રાયના ડેરા યાંહિ; સોવન કલસ ડાડ્યા છે તહીં, ચેતે રાજા તેમનિ અહીં ઈસ્યા લેખ લખી દઈ હાથિ, મોકલ્યા મધુર પુરુષ નઈ સાથિ; ચંડપ્રદ્યોતન વાંચે જિસઈ, મનસ્યું સાચો જાણ્યોં તિસઈ ૧૧૦ ૧૧૧ ૧૧ર (૧) મહાત્મા સ્થૂલિભદ્રઃ ભરફેસરની કથાઓ. પૃ ૨૧ થી ૨૬. (૨) શ્રી નંદીસૂત્ર, પૃ ૧૪૮ થી ૧૫૧. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' ચંડ પ્રદ્યોતન બીહનો ત્યાંહ, જોઈ ખણી નર ડેરા માંહિ; સોવન કલસ પ્રગટયા તિહાં સાર, ભૂપ કહે નરને ધીકાર લુણ હરામતણા કરનાહાર, નૃપ દ્રોહીનું પાપ અપાર; ફટ ભૂંડો દ્રવઈ સ્ વલ્યા, તજી નાથ શ્રેણિકને મલ્યા પૂજ્યો રાય બોલ્યો નહી ફરી, હઈયે બીહીક મરણની ધરી; ગણઈ.... માધવરાય, ભાંગુ કટક તે કેડિ થાય સકલ રીધિ રાજાની જેહ, શ્રેણિક ભૂપ લ સીલે તે; સુભટ ચઉદ રાયચ્યું જેહ, છત્ર વિનાં નર નાઠા તેહ પૂઠિથી પૂછઈ સહૂ કોય, નાસઈ રાય ફરી નવિ જોય; ઉજેણીમાં આવ્યો ભૂપ, પૂછે નાઠા તણો સરુપ જાઉં દૂષ્ટ ચું પૂછો વાત, ધીગ તુમ જનની વિગ તુમ તાત; કનક કો લઈ પોશા બહુ, ધન લેઈ નઈ ફરીયા સહૂ રાજા ચઉદ વદઈ તિહાં હસી, ભૂપતિ વાત કરો છો કસી; અનેક ઠામિ કીધા સંગ્રામ, તિહાં ન કરયા અમ્યો લુણ હરામ આજ કસી તુમ આપત પુઠિ, જે અણ સમઝેિ નાઠા ઉઠી; ખોય્ તમ્યો અમારું નામ, રાય કરયો તઈ માઠાં કામ ... ૧૨૧ અર્થ:- અભયકુમાર બુદ્ધિનો ભંડાર હતા. તેઓ વિષમ અને દુર્ગમ કાર્યો પણ ક્ષણવારમાં કરતા હતા. એક દિવસ માલવ નરેશ ચંડપ્રદ્યોતનરાજાએ મોટું લશ્કર લઈ રાજગૃહી નગરી ઉપર ચઢાઈ કરી. ...૧૦૪ (તેમની સાથે) ચૌદ દેશના રાજાઓ સાથે પંદરમા માલવપતિ પણ મોટું અને બળવાન લશ્કર લઈ સાથે આવ્યા. મહાકાળ પરમધાર્મિક જેવા પંદર રાજાઓ મગધ દેશ તરફ આવ્યા. ગુપ્તચર પુરુષોએ તેમજ નગરજનોએ તેમને સમીપ આવતાં જોયાં. (ગુપ્તચરો પાસેથી રાજાએ સમાચાર સાંભળ્યા.) ...૧૦૫ શ્રેણિકરાજા અણધારી આવી પડેલી આફતથી ચિંતાતુર થયા. ભય પામેલા શ્રેણિકરાજાએ અભયકુમાર તરફ અમૃત ભરેલી નજરે જોયું. સાહસિક શિરોમણી અભયકુમારે કહ્યું, “પિતાજી ! તમે શું ચિંતા કરો છો?” શ્રેણિકરાજાએ કહ્યું, “વત્સ! ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનરાજા (મોટું લશ્કર લઈ) અહીં યુદ્ધ કરવા માટે આવે છે” અભયકુમારે કહ્યું, (સામ, દામ, દંડ અને ભેદ એમ ચાર ઉપાયથી કાર્ય થાય છે. સામ ઉપાય અપનાવવાથી પ્રતિષ્ઠાને હાનિ થશે. દામ અને દંડ ઉપાયથી સ્વામી- સેવક ભાવ પ્રગટશે તેથી માન હાની થશે.) “પિતાજી! હું શસ્ત્ર વિના બુદ્ધિથી કંઈક વિચારીને(ભેદ ઉપાયરૂપી રસાયણથી) કાર્ય કરીશ.” અભયકુમારે લોખંડના મોટા કળશાઓને સોનામહોરો વડે ભર્યા. આ કળશાઓને તેઓ નગરની બહાર લાવ્યા. ...૧૦૭ ...૧૦૬ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ જેવી રીતે જંબુદ્વીપની જગતીને લવણસમુદ્રના પાણી ફરતા વટે છે, તેમ રાજગૃહી નગરીને ચારે તરફથી ચંડપ્રદ્યોતનરાજાએ આવીને ઘેરી લીઘી. ...૧૦૮ રાજગૃહી નગરીની બહાર સુભટો તંબુઓ બાંધીને રહ્યા. મહામંત્રી અભયકુમારે ગુપ્તચરો મારફતે ચારે ખૂણાઓમાં ત્યાં સોનામહોર ભરેલા એક એક કળશ જમીન ખોદાવી દટાવ્યા. મહામંત્રી અભયકુમારે દંભપૂર્વક ત્યાર પછી એક પત્ર ચંડuધોતન રાજાને લખ્યો. ..૧૦૯ તેમણે લખ્યું કે, “હે મહારાજ!ચેલણારાણી મારી માતા છે તે સંબંધે શિવાદેવી રાણી મારી માસી થાય. મારા માટે માતા અને માસી બન્ને પૂજ્ય છે. તેમનામાં કોઈ અંતર નથી. હે રાજન્!તે સંબંધથી તમે પણ મને એટલા જ પ્રિય છો.” ...૧૧O અભયકુમારે પત્રમાં ખોટું લખ્યું કે, “હે માસા રાજા! હું તમને હિતકારી વાત કરું છું. તમે આ યુદ્ધ રોકો કારણકે (ભેદ ઉપાયમાં પ્રવીણ) મારા પિતાજીએ તમારા સુભટોને ધન આપી ખરીદી લીધાં છે. માસા: અવસર આવશે ત્યારે (પશુની જેમ) તમને બંદીવાન બનાવશે. ...૧૧૧ મહારાજ! તમને પ્રતિતી ન હોય તો જ્યાં તમારા મુખ્ય સોનાપતિના તંબુ છે ત્યાં જઈ જુઓ. તંબુના ચારે ખૂણામાં સુવર્ણ ભરેલા કળશો છે કે નહીં? તેની તપાસ કરાવો. હે મહારાજ! હું તમારા હિત માટે તમને ચેતાવણી આપું છું.' ...૧૧ર અભયકુમારે આ પ્રમાણે ખાનગી પત્ર લખીને એક વિશ્વાસુ દૂત મારફતે ચંડપ્રદ્યોતનરાજા પાસે મોકલ્યો. તેની સાથે કેટલાક વિશ્વાસુ માણસોને પણ મોકલ્યા. ચંડપ્રદ્યોતનરાજાએ આ ગુપ્ત પત્ર વાંચ્યો. તેમને અભયકુમારના વચનો મનથી સત્ય લાગ્યાં. ..૧૧૩ ચંડપ્રદ્યોતનરાજા ભયભીત બન્યા. તેમણે ખાતરી કરવા પોતાની સાથે આવેલા સેનાપતિઓના તંબુના ચારે ખૂણાઓ છૂપી રીતે ખોદાવ્યા. ત્યાંથી તે સમયના સોનામહોરના ભરેલા કળશો પ્રગટ થયા. ચંડપ્રદ્યોતનરાજાએ પોતાના સ્વામીદ્રોહ સેનાપતિઓને ધિક્કાર્યા. ..૧૧૪ તેમણે મનોમન કહ્યું, “મારા સુભટો નમકહરામ છે. રાજા સાથે વિશ્વાસધાત (રાજ દ્રોહ) કરવો એ મહા ભયંકર પાપ છે. અરે દુષ્ટો તમને ધિક્કાર છે ! તમે ધનના લોભથી શું લલચાઈ ગયા? પોતાના રાજાને છોડી શત્રુ પક્ષના શ્રેણિકરાજા સાથે ભળી ગયા?'. ચંડuધોતનરાજા હૃદયમાં મરણની બીકથી સુભટોને કહ્યા વિના જ ત્યાંથી પલાયન થઈ ગયા. (તેમને નાસી જતાં જોઈને મનમાં શંકા કરતા તેમના સુભેટો પણ નાસવા લાગ્યા) માલવપતિ પાછા ન ફર્યા તેથી તેમની સાથે આવેલા લશ્કરમાં નાયક વિના ભંગાણ પડ્યું. ..૧૧૬ અભયકુમારના કહેવાથી ચંડપ્રદ્યોતનરાજાના હાથી, અશ્વ, રથ વગેરે સંપત્તિ શ્રેણિકરાજાએ લેવાય તેટલી લઈ લીધી. ચૌદ દેશના રાજાઓના મુખ્ય સેનાપતિઓ પણ માલવપતિના નેતૃત્વ વિના છૂટા કેશ અને છત્રવિનાના મસ્તક વડે લશ્કર છોડી ભાગ્યા. ...૧૧૭ ચંડપ્રદ્યોતનરાજા અશ્વ ઉપર બેસી ત્વરિત ગતિએ ઉજ્જયિનીમાં પાછા આવ્યા સર્વ સુભેટો પરસ્પર ...૧૧૫ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” પૂછવા લાગ્યા, “મહારાજા કેમ ચાલ્યા ગયા? તેમને ફરીથી કેમ પાછા ન જોયા?' તેમણે ઉજ્જયિની નગરીમાં આવી ચંડપ્રદ્યોતનરાજાને લશ્કર છોડી ત્યાંથી નાસી આવવાનું કારણ પૂછ્યું. ...૧૧૮ ચંડપ્રદ્યોતનરાજાએ કહ્યું, “દુષ્ટો! વિશ્વાસઘાતકો! તમે મને નાસી જવાની વાત પૂછો છો? તમે ચાલ્યા જાવ. ધિક્કાર છે! તમારા માતા-પિતાને. મેં તમને અસંખ્ય સોનામહોરો આપી તમારી માવજત કરી છતાં (અલ્પ ધનના કારણે શત્રુઓના હાથે વહેંચાયા?) થોડું વધુ ધન મેળવી શત્રુ સાથે ભળી ગયા.”...૧૧૯ ત્યારે ચૌદ દેશના રાજાઓ હસીને બોલ્યા, “રાજન્! તમે કેવી વાત કરો છો? અમે પૂર્વ અનેક સ્થળોએ યુદ્ધ કર્યા છે પણ હજુ સુધી ક્યાંય છેતરપીંડી નથી કરી.” ..૧૨૦ આજ તમને એવી શું આપત્તિ આવી કે કાંઈ પણ કહ્યા વિના રાંકની જેમ ત્યાંથી ઊભા થઈને નાસી આવ્યા? તમે અમારું પણ નામ ખરાબ કર્યું છે. હે મહારાજા ! આપે આ બહુ ખોટું કાર્ય કર્યું છે.......૧૨૧ દુહા : ૫ એક પતીનઈ બીજુ પાણિધુ, રાખી સકઈ તિહાં રાખ; જે ઉતરયો અધ વાયકે, વલતું ન ચઢિ લાખ .. ૧રર સાયર સંઘઈ સો મોકલે, ચંદા પૂત જોહાર ચઢયા કલંક ન ઉતરે, તુઝ પંપણ મુઝ ખાર ... ૧૨૩ અર્થ :- એક પતિવ્રતાપણું અને બીજુ પાણીધર (નકલંક) મોતી એ બનેને જો તું સાચવી શકે તો સાચવીને રાખ. જો તે વસ્તુ ઉતરી જાય તો પુનઃ લાખ પ્રયત્ન કરવા છતાં પાછી મળતી નથી. ...૧રર સમુદ્રમાં વ્યાપાર માટે સૌ (વસ્તુ) મોકલે અને સમુદ્ર પુત્ર ચંદ્રને સહુ જુહાર કરે છે, છતાં પિતા-પુત્ર બન્નેને જે કલંક મળ્યું છે તે ઉતરતું (ધોવાતું-નષ્ટ થતું) નથી. પિતા ખારો છે, પુત્ર ચંદ્ર ખોડ ખાંપણવાળો છે. ચંદ્ર પાસે કલંક (ક્ષતિ-દોષ) છે અને સાગર પાસે ખારાશ છે. ..૧૨૩ ચોપાઈ : ૩ બુદ્ધિનિધાન છેતરાયા ખંપણરાય ચઢાવ્યો આજ, સુભટ સકલની ખોઈ લાજ; તુમ્યો રણિ ભાગા ઠંડવો ઠામ, એ સહુ અભયકુમારનું કામ આવ્યો હઈ ખરો વિચાર, એ ખોટારો અભયકુમાર; લખી મોકલ્યો ખોટો લેખ, હું નાઠો મુઝ પતિ નહી રેખ હવઈ અભયકુમારને જોય, ઝાલી લ્યર્વે નર વલી કોય; તો મુઝનું સુખ શાતા હોય, કરો ઉપાય મંત્રીસર સોય મુંહ માંગ્યો તેહને દીજઈ, તેહનિ ભગતિ ઘણી કીજીઈ; નગર નાયકા બોલિ તાંહિ, ઝાલી કમરને આણો આંહિ ••• ૧૨૭ (૧) ચંડપ્રદ્યોતનરાજા વડે અભયકુમારને પકડવા રચાયેલ પ્રપંચ, ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૧૧, પૃ.૧૯૪ થી ૧૯૬. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ ૧૨૮ ૧૩૦ ... ૧૩૧ ૧૩૨ • ૧૩૪ હરખ્યો રાય અવંતી ત્યાંહિ, શું આપું તુઝ હવડાં આંહિ; જોવનવંતી દૂગ મહ નારિ, માંગી લીધી તેણઈ વારિ ત્રણે સાધવી પાસે ભણી, વાત લહૈ નરગ સરગહ તણી; નર્ચે તત્ત્વને જીવ વિચાર, ઘણા શાસ્ત્રનો પામી પાર લેઈ દ્રવ્ય સજાઈ કરઈ, રાજગૃહી ભણી સંચરઈ; કરઈ કપટ ધૂતારી અતી, ત્રણે ત્રીજંગ તણાઈ વંચતી કીધો હઈડે એહ વિચાર, ધરમ બલૈં ઝાલઈ કુમાર; સંઘવણ નામ ધરાવિ કરી, સંઘ પાલા લેઈ સંચરી રાજગૃહી વન ડેરા દેહ, ચાલી જિન મંદીર આવેહ; બહુ આડંબર પૂઠે કરી, જુહારયા જિન મંદીર સહૂ ફરી વડ મંદીર આવ્યાં પરવરી, નીસહીત્રણિ તિહાં મિનિ ધરી; નીસહી ત્રણ મધ્ય ઠામેં કહી, વીતરાગને પૂજે સહી કેશર ચંદન કરી કપૂર, અંબર કસ્તુરી ભરપૂર; સોવન કચોલા પૂરણ ભરી, નવ અંગે જિન પૂજા કરી દમણો મરુઉં ચંપક હાર, શ્રી જિન પૂજા કરતાં સાર, આઠ પડા બાંધઈ મુખ કોશ, મૌચ પણ નહી રાગને રોસ ન વાંધો તીઆ નીરમલ દેહ, દખ્યણ કર દીવોહ કરે; વામ અંગ ધરાઈ તે ધૂપ, નિરખું પ્રેમઈ દેવ સરુપ નિસહી ત્રણિ કહી નઈ પછે, સાઠિ હાથ તે પાછા ખસે; ચેઈ વંદન.... પાન તિહાં ધરિ, માલવકેશી રાગ તિહાં કરિ .. ૧૩૭ તેણે નાદઈ મોહે બ્રહ્માય, જાણઈ કિન્નરી ગાય; ભાવે ગાન કરતી જસેં, અભયકુમાર તિહાં આવ્યો તિસેં . ૧૩૮ દેખી ધ્યાન રહ્યો નર બારિ, જાતાં હોઈઉં ચિંતિ નારિ; અચ્છું વિચારે અભયકુમાર, રીષભ સુણતો ગાન સુસાર ... ૧૩૯ અર્થ - સુભટોએ કહ્યું, “મહારાજા ! આપે અમારા ઉપર આજે ભયંકર કલંક ચઢાવ્યું છે. તમે આજે સર્વ સેનાપતિઓની આબરૂ ધૂળમાં મેળવી છે. તમે યુદ્ધભૂમિ છોડી ત્યાંથી નાસી આવ્યા તે અયોગ્ય થયું. રાજાએ પરસ્પરની વાતચીતથી વિચાર્યું કે, “આ સર્વપ્રપંચ પાછળ અભયકુમારનું જ કાર્ય છે.” ...૧૨૪ ચંડપ્રદ્યોતનરાજાના હૃદયમાં ખાતરી થઈ ગઈ કે, “મહાધૂર્ત અભયકુમારની આ કૂટયોજના છે. (તેના પયંત્રના આપણે શિકાર બન્યા છીએ) તેણે મને ખોટો પત્ર લખી મોકલ્યો. મારામાં લેશમાત્ર બુદ્ધિ ન હતી તેથી હું મૂર્ખ બની છેતરાઈને ત્યાંથી નાસી આવ્યો. • ૧૩૫ • ૧૩૬ ..૧૨૫ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' (ચંડપ્રદ્યોતનરાજાને અભયકુમાર ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. તેનો બદલો લેવા તેમણે એક દિવસ રાજસભામાં કહ્યું) ‘‘જો કોઈ વ્યક્તિ અભયકુમારને છળકપટથી પકડીને અહીં લાવશે તો મારા મનને ખુશી મળશે. હે મંત્રીશ્વર ! તમે તે માટેનો કોઈ ઉપાય કરો.’’ ...૧૨૬ ૩૬૬ રાજાએ (નગરમાં પડહ વગડાવતાં) કહ્યું, ‘‘અભયકુમારને પકડીને લાવનાર વ્યક્તિને ઘણું સન્માન પ્રાપ્ત થશે તેમજ તેને ઈચ્છિત ઈનામ આપવામાં આવશે.'' ઉજ્જયિની નગરીની (રત્નમંજરી અથવા મદનમંજરી) પ્રખ્યાત ગણિકાએ કહ્યું, “હે પૃથ્વીનાથ ! આ કાર્ય માટે મને અનુજ્ઞા આપો. હું અભયકુમારને પકડીને તમારા ચરણોમાં હાજર કરીશ.'' ...૧૨૭ અવંતીપતિ ચંડપ્રદ્યોતનરાજા પ્રસન્ન થયા. તેમણે ગણિકાને કહ્યું, “કોશા ! તને શેની સહાયની જરૂર છે ? હું તને હમણાં શું આપું ?’’ ગણિકાએ તે સમયે રાજા પાસેથી સ્વરૂપવાન બે સ્ત્રીઓ માંગી....૧૨૮ વિચક્ષણ ગણિકા અને બે સુંદરીઓએ (સુત્રતા નામના) સાધ્વીજી પાસે ધર્મ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે અલ્પ સમયમાં સ્વર્ગ અને નરકની વાતો જાણી તેમજ નવ તત્ત્વ અને જીવવિચારનું તત્ત્વજ્ઞાન મેળવ્યું. તેઓ અલ્પ સમયમાં ઘણા શાસ્ત્રોમાં ઉત્કૃષ્ટ પ્રજ્ઞાવાળી અને બહુશ્રુત બની. ...૧૨૯ મહામાયાવી ગણિકા પુષ્કળ ધન લઈ, મહાશ્રાવિકાનો વેશ પહેરી રાજગૃહી નગરી તરફ ચાલી. ત્રણે સ્ત્રીઓએ ધૂર્ત વિદ્યા આદરી (જાણે શુદ્ધ શ્રાવિકા હોય તેવો પ્રભાવ પાડતી હતી.) ત્રણે સ્ત્રીઓ જાણે જગતને છેતરનાર માયાની ત્રણ મૂર્તિઓ ન હોય ! ...૧૩૦ ગણિકાએ અભયકુમારને પકડવા હ્રદયમાં એવો વિચાર કર્યો કે, તેમને ધર્મના નામે જ જાળમાં ફસાવી પછી પકડીશ. (અભયકુમાર સાધર્મિક બંધુઓ પ્રત્યે અહોભાવ ધરાવે છે) ગણિકાએ સંધ કઢાવી ‘સંધવણ’ નામ ધારણ કર્યું. તે પગપાળા સંધ લઈ રાજગૃહી નગરી તરફ નીકળી. ...૧૩૧ રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં તંબૂ લગાવીને તેમણે ત્યાં નિવાસ કર્યો. પછી ચૈત્યપરિપાટી કરવાની ઇચ્છાથી ચાલીને તેઓ નગરમાં પ્રવેશી. તેમણે ધર્મના નામનું ખૂબ આડંબર કર્યું. તેમણે ફરતાં ફરતાં સર્વ જિનમંદિરોમાં પૂજન કર્યું. ...૧૩૨ સંધ ફરતો ફરતો મહારાજા શ્રેણિકે બનાવેલા મોટા જિનાલયમાં આવ્યો. જિનાલયમાં પ્રવેશતાં ત્રણે સ્ત્રીઓએ મનમાં ‘નિસિહી’ (સાંસારિક સાવધ વ્યાપારોનો નિષેધ) શબ્દનો ઉચ્ચાર કર્યો. ત્રણે સ્ત્રીઓ જ્યારે ગાભારાના મધ્યભાગે આવી ત્યારે પુનઃ ત્રણ વખત ‘નિસિહી’ શબ્દ બોલી. ત્યાર પછી જિનદર્શન અને પૂજન કર્યું. ...૧૩૩ ગણિકા સહિત બન્ને સુંદરીઓએ પ્રભાતે કેસર અને ચંદન વડે જિનપૂજા કરી. તેઓ કપૂર અને કસ્તૂરી જેવા ઘણા સુગંધી પૂજાનાં પદાર્થો લઈ જિન મંદિરમાં આવી. કેસર અને ચંદનના લેપથી ભરેલા સુવર્ણ કટોરાઓ લાવી. તેમણે જિનદેવના નવ અંગોની પૂજા કરી. ...૧૩૪ તેમણે દુઃખ દમન કરનારો ડમરો (મરવો), ચંપકહાર ઈત્યાદિ વડે શ્રેષ્ઠ પ્રકારે જિન પૂજા કરી. તેમણે આઠ પળવાળી મુખ વસ્ત્રિકા મુખ ઉપર બાંધી. આ પ્રમાણે ઔચિત્ય સાચવી મૌનપણે, રાગ-દ્વેષ For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ...૧૩૫ ...૧૩૯ વિના ઉપશમ ભાવે તેમણે જિનપૂજા કરી. તેમણે અપવિત્ર દેહે પૂજા ન કરતાં પ્રથમ દેહને સ્નાન વડે નિર્મળ કર્યો. તેમણે જમણા હાથે દીવો કર્યો. ડાબા અંગથી ધૂપમાળા પકડી. તેઓ પ્રેમભર્યા નયને જિનદેવનું સ્વરૂપ નીહાળવા લાગી. ...૧૩૬ તેમણે જિનપૂજા પૂર્ણ કરી ત્રીજી વારની “નિસિહી' શબ્દ દ્વારા ભાવપૂજા કરી. ત્યારપછી તેઓ સાઠ હાથ પાછળ ખસી. તેમણે જિનદેવ સમક્ષ ચૈત્યવંદન કર્યું (ત્રણ નિમિહી, ત્રણ પ્રદક્ષિણા અને ત્રણ પૂજા ઇત્યાદિ દશે ત્રિકો સાચવી) તેમજ માલકોશ રાગમાં જિનસ્તવન સ્તવ્યું. ....૧૩૭ ગણિકાનો કંઠ મધુર હતો. માલકોશ રાગથી વર્ગના દેવ બ્રહ્મા પણ આનંદિત થાય છે. કિન્નરીઓ જાણે મધુર રવરે ગીત ગુંજન કરી રહી હોય તેમ ગણિકા સાથે રહેલી બન્ને સુંદરીઓ પણ ભાવપૂર્વક સ્તવનો માલકોશ રાગમાં ગાતી હતી. તે સમયે અભયકુમાર પણ જિનદેવનાં દર્શન કરવા ચૈત્યમાં આવ્યા. ...૧૩૮ - જિનમંદિરમાં પ્રવેશતાં અભયકુમારનું તે તરફ ધ્યાન ગયું. (મારા પ્રવેશવાથી આ શ્રાવિકાઓને જિનભક્તિમાં ખલેલ થશે એવું વિચારી અભયકુમાર જિનમંદિરનાં દ્વારા પાસે જ ઊભા રહ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, તેઓ શ્રાવિકાઓના સુંદર સ્તવનો સાંભળવા લાગ્યા.) દુહા : ૬ ગાન કરી જવ ઉઠતાં, આવ્યો અભયકુમાર; ઉપશમ ગુણ દેખી કરી, હરખ્યો પુરષ અપાર .... ૧૪૦ અર્થ - ગણિકા જ્યારે સ્તવન પૂર્ણ કરી (મુક્તશુક્તિ મુદ્રાવડે પ્રણિધાન સ્તુતિ) ચૈત્યવંદના કરી બહારના રંગમંડપમાં આવી ત્યારે અભયકુમાર ત્યાં આવ્યા. શ્રાવિકાના પ્રશમ ગુણ (શાંત સ્વભાવ અને ઉચ્ચભાવના) જોઈ અભયકુમારને અપાર આનંદ થયો. (સુવણ પાત્ર તુલ્ય સાધર્મિકથી અન્ય કોઈ બંધુ નથી.) ...૧૪૦ ઢાલ : ૪ ધર્મછલ ચંદાણિની એ દેશી. રાગ કેદારો, ગોડી પૂછે કવણ દેસ કુણ ગામો, નગર નાયકા બોલી તામો; માલવ દેસ ઉજેણી વાસો, સેગુંજ જઈનંઈ પુરું આસો ... ૧૪૧ પછે અમ્યો લેય્ સંયમ ભારો, માહરા દુખતણો નદી પારો; પરલોકિં પહંતો ભરતારો, મરણ હવો પછી દોય કુમારો ૧. ૧૪૨ દેખાડી વહુરો તિહાં દોયો, નાહાંન પણે રંડાપણ હોય; ઉતરયાં અંગથી સવિ શિણગારો, દેહથી દૂરે સાત ક કારો • ૧૪૩ અર્થ - અભયકુમારે શ્રાવિક બહેનોને પૂછયું, “(વધર્મી ભગિની !) તમે ક્યા દેશ અને કયા ગામથી આવ્યા છો?” ગણિકાએ કહ્યું, “ધર્મ બંધુ! હું માલવ દેશની ઉજ્જયિની નગરીની રહેવાસી છું. અમે (૧) ધર્મછલ : કથાઓ અને કથા પ્રસંગોઃ પૃ૧૫૧ થી ૧૬૫. (૨) ગણિકાએ કહ્યું, “લોકના ઉદરરૂપી પુરમાં, ભવભ્રમણરૂપી ચતુષ્પથમાં મનુષ્યગતિ રૂપ પોળમાં, જીવ રૂપી જ્ઞાતિની છું.'' (કથારત્ન મંજૂષા, પૃ. ૨૨૮). For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ” શત્રુંજ્ય તીર્થની યાત્રા કરી અમારા મનોરથો પૂર્ણ કરશું. ...૧૪૧ ત્યાર પછી અમે સર્વવિરતિ ઘર્મ સ્વીકાર કરશું. અમારા દુઃખોનો કોઈ પાર નથી (યૌવન વયે મારા પિતા સુભદ્ર શ્રેષ્ઠીએ મને વસુદત્ત નામના ધનાઢય વેપારીના પુત્ર સાથે પરણાવી. ભોગાંતરાય કર્મના ઉદયથી) મારા પતિદેવનું મૃત્યુ થયું. ત્યાર પછી થોડા જ સમયમાં મારા યુવાન બન્ને પુત્રોનું અવસાન થયું”...૧૪૨ ગણિકાએ પોતાની સાથે લાવેલી યુવાન બે સુંદરીઓને અભયકુમારને બતાવતાં કહ્યું, “ઘર્મબંધુ! આ મારી બે વહુઓ છે જેમને નાની વયમાં વૈધવ્યપણું પ્રાપ્ત થયું છે. તેમનાં યુવાનીમાં જ શરીર પરનાં સર્વ શણગારો છીનવાઈ ગયાં છે. તેમણે સાત પ્રકારની “ક” કાર વસ્તુઓનો દેહ પરથી ત્યાગ કર્યો છે....૧૪૩ દુહા ઃ ૭ વૈધવ્યનું કારણ કંકણ કાજલ કનક કાંબ, ક્રિડા કુસુમ કુંકુમકાર; રીષભ કહે દુર્લભ તસંઈ, ગત હુઉં ભરતાર ... ૧૪૪ રુપઈ રંભા બહુલ ધન, યોવન લહરેં જાય; ઈહિં અવસરિ રંડાપણ, પગ પગ ખટકે માય ... ૧૪૫ સુગુણ સનેહો માણસા, નિસ દીન અવગુણ હત; કિં રંડા કિં વિરહણી, મેં સંતાન ન હંત અધોખંડા તપ કીયા, છતેં ન દીધું દાન; તે કિમ પામેં પ્રેમદા, યોવન ભોગ નિધન ... ૧૪૭ અર્થ - કવિ 2ષભદાસ કહે છે કે, જે સ્ત્રીને પતિ મૃત્યુ પામ્યો છે, તે વિધવા બની છે. તેમની પાસે કંકણ, કાજલ, કંચન, કાંબ (સ્ત્રીનું પગનું ઘરેણું), ક્રીડા, કુસુમ, કુમકુમનો શણગાર દુર્લભ બને છે. ...૧૪૪ પુત્રી ભલે રંભા અને ઉર્વશી સમાન સ્વરૂપવાન હોય, ખૂબ ધનવાન હોય, યૌવન પૂરબહારમાં ખીલ્યું હોય છતાં પણ તેના પતિના મૃત્યુના અવસરે માતાને પુત્રીનું વૈધવ્યપણું ડગલેને પગલે ખટકે છે.....૧૪૫ સદ્ગુણી અને સ્નેહી વ્યક્તિઓ પ્રતિદિન પોતાના દુર્ગુણોનો નાશ કરે છે. તેમના મને કેવું વૈધવ્ય? કેવો પતિનો વિરહ, કે કેવું સંતાનનું મૃત્યુ? (સદ્ગણી વ્યક્તિઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સમભાવ રાખે છે. કર્મોના ખેલ સમજી તેને સહર્ષ સ્વીકારી લે છે. તેવી સ્થિતિમાં રાગ-દ્વેષકરતા નથી.) ...૧૪૬ જેણે તપ કરીને ભાંગી નાખ્યાં હોય, સમૃદ્ધિ હોવા છતાં દાન ન આપ્યું હોય, તેવો જીવાત્મા ભવિષ્યમાં યુવાન અને સુંદર સ્ત્રીનો રહેવાસ, યુવાનીનાં ઉપભોગો અને સંપત્તિ ક્યાંથી પામી શકે?...૧૪૭ ઢાળ : ૫ સંસારની અસારતા ચંદાણિની એ દેશી. યોવન ભોગ અફલ જવ હોયો, તવ વહુરો બોલી ઈમ દોયો; એ સંસાર દીસેં જ અસારો, ત્રણે લેંર્યે સંયમ ભારો ••• ૧૪૮ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ ...૧૫O સાર્ કહે સુણિ અભયકુમારો, મેં મન કીધો એહ વિચારો; ગૃહસ્તપણાનું કાંઈ ફલ લીજે, યાત્રા કરી બહું દાન સુદેતા ••• ૧૪૯ અર્થ - ગણિકાએ કહ્યું, “ધર્મબંધુ! યૌવન વયે ભોગપભોગના સુખો જ્યારે નિષ્ફળ થયાં ત્યારે મારી બન્ને પુત્રવધૂઓએ કહ્યું, ખરેખર! આ સંસાર અસાર જ દેખાય છે. અમે ત્રણે આ સંસારનો ત્યાગ કરી અણગાર ધર્મ અંગીકાર કરશું'. ...૧૪૮ સાસુરૂપી ગણિકાની વાતો અભયકુમારે ધ્યાનથી સાંભળી. ગણિકાએ આગળ કહ્યું, “ધર્મબંધુ ! મેં મનથી વ્રત લેવાનો જ નિશ્ચય કર્યો છે પરંતુ હમણાં તીર્થયાત્રા વડે ગૃહસ્થપણાનું ફળ ગ્રહણ કરી મારી લક્ષ્મીનો દાન ધર્મમાં સંચય કરવા ઈચ્છું છું. (વ્રત લીધા પછી ભાવપૂજા થાય) ...૧૪૯ દુહા : ૮ વારિ લધઈ આપણે, વાહે ઝડપિહાથ; બલિહરી ચંદ હરાવણો, જોય ન હુઈઅ વધ ... ૧૫૦ દૂતઈ મુરખ વેચી ધન, મ ધરીશ છાનો રંક; સોવન કોડિસ તોરણી, રાવણ મુંકી લંક •. ૧૫૧ અર્થ - નદી કહે છે કે, પાણીને લઈને ઘણા હાથે વહેતી આપણે (સુમદ્રને) વધારીએ છીએ છતાંય બલિહારી ચંદ્રની છે કેમકે એવું કહેવાય છે કે, “ચંદ્રને જોઈને સમુદ્ર વધે છે.” ધન વેચીને અભિમાન ન કરીશ, નહીં તો ક્યારેક રંક દશા પણ આવશે. ક્રોડ સોનાનાં તોરણવાળી લંકાનગરી રાવણને પણ છોડવી પડી. ...૧૫૧ ઢાલ : ૬ ચંદાણિની એ દેશી. લંકા મુંકી રાવણ જાયઈ, ધણિ પુત્ર ગયા સરગ મઝારઈ; કુણ કારણિ રહઈ સંસારઈ, કરી યાત્ર દેઈ કાંઈ દાનો ત્રણે ધરણ્યે સંયમ ધ્યાનો... આંચલી માનવ વિણ સંયમ નવિ હોઈ, સંયમ વિણ ગયો મુગતિ ન કોઈ; મુગતિ વિના નવિ છૂટે ફરણ, જનમ જરાંનેચ જિહાં નહીં મરણ . ૧૫૩ ત્રણે દુખ ટાલેવા કામો, સંયમ લેમ્યું માહરા રવાંમો; ભણી ગુણી શ્રાવકની ઘેહો, વયરામેં ધન ઘર છાંડે હો અભયકુમાર ખુશી હુઉ ને ઠો, મહા પુર્વે હુઈ શામિણી ભેટો; ધઈર પધારો માહરંઈ આજો, જિન પૂજા કરો ભોજન કાજો ભગતિ સાહમીની કરવી જેહો, તીરથ યાત્રથી અધિકી તેહો; તયો પણિ જંગમ તીરથ સારો, આવો ઘઈર કરો ઉધારો ... ૧૫૬ . ૧૫ર For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ૩૭ લાગી રહ્યો નર અભયકુમારો, આવી પવિત્ર કરો મુઝ બારો; પરદેશી સંઘવણિ શ્રાવિકાઈ, તરીઈ પાત્ર સુદાનથી કાઈ ... ૧૫૭ અર્થ - ગણિકાએ કહ્યું, “મહાપ્રતાપી રાવણ પણ સુવર્ણની લંકાનગરીને છોડી પરલોક ભણી ચાલ્યા તેમ મારા પતિદેવ અને મારા પુત્રો પણ બધું જ છોડી વર્ગે સિધાવ્યા. આવા નશ્વર સંસારમાં શા માટે રહેવું જોઈએ? તેથી શત્રુંજ્ય યાત્રા કરી, પુષ્કળ દાન આપી ત્યાર પછી અમે પ્રવજ્યા અંગીકાર કરશું (તીર્થયાત્રા કરતાં સંયમ યાત્રા શ્રેષ્ઠ છે.) ••.૧પર ધર્મબંધુ! માનવભવ વિના સંયમ નથી. સંયમ વિના મુક્તિના શાશ્વત સુખ નથી. મુક્તિ વિના જન્મમરણની ઘટમાળનો અંત નથી. સિદ્ધગતિમાં જન્મ-જરા અને મરણનું પુનરાવર્તન નથી. ...૧૫૩ હે મંત્રીશ્વર! આ ત્રિવિધ દુઃખોને નષ્ટ કરવા અમે સર્વવિરતિના પંથે પ્રયાણ કરશું. ધર્મપ્રેમી શ્રાવકની આ બન્ને પુત્રીઓ પણ ખૂબ ધાર્મિક અભ્યાસ શીખીને (આયુષ્યની ક્ષણભંગુરતા જાણી) વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થવાથી ઘર અને સંપતિનો ત્યાગ કરશે.” ...૧૫૪ ગણિકાની સંયમ ભાવના અને ઉચ્ચ વિચારોથી પ્રભાવિત થયેલા અભયકુમારે છેવટે ખુશ થતાં વિચાર્યું, “મારા મહાપુણ્યોદયથી મને પવિત્ર શ્રવિકાનો મિલાપ થયો છે.” તેમણે પ્રમોદભાવે ગણિકાને આમંત્રણ આપતાં કહ્યું, “ધર્મભગિની ! આજે આપ મારા ઘરે પધારી અમારા અતિથિ બનો. આપ જિનપૂજા કરી મારા મહેલે ભોજન લેવા પધારો (સાધર્મિકોનું આતિથ્ય પાવનકારી છે.) ...૧૫૫ - સાધર્મિક ભક્તિ કરવામાં તીર્થ યાત્રાથી પણ અધિક લાભ છે. (તેમાં ધર્મ-ધર્મી ઉભયનો સત્કાર છે.) આપ પણ જંગમતીર્થ સમાન છો. (સાધર્મિકોની અવગણના તે જૈનધર્મની વગોવણી છે.) આપ મારા મહેલે આવી મારો ઉદ્ધાર કરો. (આપની ભક્તિ કરવાનો અમૂલ્ય અવસર આપો)” ...૧૫૬ મહામંત્રી અભયકુમાર શ્રાવિકા બહેનોને વારંવાર ઔચિત્ય કરી વિનંતી કરતા રહ્યા. તેમણે કહ્યું, “હે પરદેશી સંઘવણિ શ્રાવિકાજી! આપ મારા ઘરે પઘારી સાઘર્મિક દાનનો સુઅવસર આપો. મારા ઘરને આજે પવિત્ર કરો. સુપાત્રદાનથી કેટલાંય જીવો (ઈતિહાસમાં) સંસારને ઓળંગી ગયા છે.” ...૧૫૭ દુહા : ૯ સુપાત્રદાનની મહત્તા વ્યાજંદુગુણાવિણજવો, ખેત્રઈ શત ગુણાય; રીષભ કહઈ પાત્રઈ દઈ, દાન અનંતા થાઈ નવિ ખાઈ ખરચું નહીં, લાજે મલ્યો સંયોગ; તે કિમ પામેં બાપડો, રૂ૫ કલા ભલ ભોગ રીષભ કહે મહુઉરડે, કહઈ સુખ નહીં ખિણ માત્ર; પાત્ર લહુ તવ ફલ નહી, ફલ તવ ન મિલે પાત્ર તિણ કારણિ મંત્રી કહે, લખમી મલિયાં પાત્ર; ભગતિ ભલી તુમ કરું, સફલ હોઈ ભવ ગાત્ર • ૧૫૮ ૧૫૯ • ૧૬૦ ... ૧૬૧ For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ •. ૧૬૨ અર્થ - કવિઋષભદાસ કહે છે કે ધન બીજાને વ્યાજે આપવાથી બમણું થાય છે. ખેતરમાં અનાજનું વાવેતર કરવાથી સો ગણું ધન પ્રાપ્ત થાય છે પરંતુ સુપાત્રદાન આપવાથી ધન અનંતગણું વધે છે. ...૧૫૮ જે વ્યક્તિ પેટમાં પૂરતું ખાતો નથી, જે જરૂરિયાત માટે પણ ધનનો ખર્ચ કરતો નથી, જે અનુકૂળ સંજોગોમાં પણ લજ્જા અનુભવે છે, તેવો દુઃખી વ્યક્તિ કઈ રીતે સૌંદર્ય, કલા અને ઉત્તમ ભોગો પ્રાપ્ત કરી શકે? ...૧૫૯ કવિ ઋષભદાસ કહે છે કે મધુકર રડતાં કહે છે કે મને ક્ષણમાત્રનું સુખ નથી. મને સુપાત્ર મળે તો ફળ (વસ્તુ) નથી મળતું અને ફળ મળેતો સુપાત્ર નથી મળતું ...૧૬૦ તેથી મંત્રીશ્વર અભયકુમારે કહ્યું, “મને આજે લક્ષ્મી (વસ્તુ) અને સુપાત્ર (શ્રાવિકા બહેનો) બન્ને મળ્યા છે. હું તમારી એવી ઉત્તમ સાધર્મિક ભક્તિ કરું જેથી મને મળેલો માનવ દેહ પવિત્ર બને.” ...૧૬૧ ઢાલઃ ૭ સુશ્રાવિકા બનવાનો ઢોંગ સો સુત ત્રિસલા દેવી સતીનો સંઘવણિ કહે એમ કરો વાતો, ગયા પછે જમવા નવી જાતો; આજ કરયો તીથ ઉપવાસો, કરું પારણોં જિહાં અમ વાસો અભયકુમાર અધિ કેરું તાણે, હું નવી મુંકે તુમને વાંહણે; કપટે શ્રાવિકા કહે સીરામી, કુણે દીઠું છે વહાણો રવાંમી સુણતાં હરખ્યો અભયકુમારો, વઈરાગવંત દીસે જ અમારો; જાવા દીધાં તેણી વારો, વાણઈ તેડવા ગયો નર સારો મીનતિ કરે નવી મુંકે જ્યારે, કપટિ શ્રાવિકા બોલી ત્યારે; હું તો આવું તુમ ઘરિ આજો, જો આવો મુઝ ઘરિ મહારાજ અભયકુમાર કહે આવીશ સહીઉં, તેડી ગયો એહનું મુખ કહીઉં; પૂજાવ્યા નીજ ઘરના દેવો, શામણિની કીધી બહુ સેવો પ્રીસે મોકલ્યાં ગલ્યાં પકવાનો, પૂછી જિમઈ દાઢાનું માનો; પનર દિવસે કલપિં ચોમાસઈ, રખે પ્રીસતા કાંઈ વરાંસઈ સીત કાલ કલર્પ દીન ત્રીસો, ઉષ્ણ કાલઈ દાઢા તેવીસો; કઢઈ વીગઈનું જંઈ પચ્ચરકાંણો, જિમતી નીવીઆનું જ સુજાણો નીલોતરી નવી ભાંણ લેતી, મેવા ફલ તે પાછા દેતી; ભોજન મોચપણે તે કરતી, ખાતી ફોફલ પાન ન લેતી જ્ઞાન ગોષ્ટ કરી તેણે ઠારયો, પહંતી ડેરઈ ત્રણે નારયો; આવ્યાં વિહાણે મંત્રી બારો, દેઈ નહોતરું પોહોતા ઠારો ••• ૧૬૩ ••. ૧૬૪ ... ૧૬૫ .૧૬૬ ••• ૧૬૮ ... ૧૬૯ ••• ૧૭૦ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ગયો એકલો અભયકુમારો, ભોજન ભગતિ કરી તેણી વારો; પ્રસ્યા મેવા મોદીક સારો, ચંદ્રહાસ મદિરા કરે આહારે આવી લહેર લડવંડીઉ જામો, ઢાલ્યો ઢાલીઉં વેગિ તામો; સૂતો નીદ્રા આવી જ્યારઈ, રથ ઘાલી ચલાવ્યો ત્યારઈ - ૧૭૨ અશ્વ રથ થયા લટીઆ તાહો, આણ્યો કુમર અવંતી મહો; જુઈ શ્રેણિક કુંઅરની વાટો, સાંઝ સમયે કરતા ઊચાટો ... ૧૭૩ શ્રેણિક સેવક જોવા આવૈ, અભયકુમારને તિહાં બોલાવે; કહે ગણિકા અહી આવ્યા હુંત, પણ સ્વામી નીજ મંદીર પહુત .. ૧૭૪ સોળો પુરુષ ન લાધો ક્યાંહ, આણ્યો પુરષ અવંતીમાંહિ; અભયકુમારે જાણ્યો ત્યાહઈ, ગણિકા આણ્યો મુઝ અહિં ... ૧૭૫ અર્થ - સંઘવણિએ કહ્યું, “આપણે અહીં ધર્મની ચર્ચા કરીએ." અભયકુમારે આગ્રહ કરતાં કહ્યું, “તમે તીર્થયાત્રાએ જશો પછી જમવા માટે મારા આવસે નહીં આવો તેથી આજે જ ચાલો.” સંઘવણિએ કહ્યું, “આજ તીર્થોપવાસ (નૂતન તીર્થનું પ્રથમ દર્શન થાય તે દિવસે ઉપવાસ) છે.” અભયકુમારે અંજાઈ જઈને (શાતા પૂછતાં) કહ્યું, “આવતીકાલે મારા આંગણે પારણું કરવા ચોક્કસ પધારજો.” ...૧૬ર અભયકુમારે અત્યંત આગ્રહ કરીને ભારપૂર્વક આમંત્રણ આપતાં કહ્યું, “હું તમને આવતી કાલે (જમાડ્યા વિના નહીં છોડું. શ્રાવિકાએ પ્રભાવિત કરવા કપટપૂર્વક મસ્તક ઝૂકાવી કહ્યું, “મંત્રીશ્વર ! (ક્ષણ માત્રનો ભરોસો નથી તો) આવતી કાલ કોણે જોઈ છે !' .૧૬૩ અભયકુમાર તેની ગૂઢચિત્તતા અને વૈરાગ્યસભર વાતો સાંભળી દિમુઢ બન્યા. તેમણે મનમાં વિચાર્યું ખરેખર! આ આર્ય સન્નારીઓ સાચી વૈરાગ્યવંત દેખાય છે. અભયકુમારે તે દિવસે ઉપવાસ હોવાથી તેમને જવા દીધા. બીજા દિવસે તેઓ રવયં પરિવાર સાથે નિમંત્રણ કરવા તેમના ગૃહે ગયા....૧૬૪ અભયકુમારે ફરી પારણા માટે વિનંતી કરી. તેઓ કોઈપણ રીતે તેમને જમાડ્યા વિના રજા આપવા તૈયાર ન હતા ત્યારે કપટી શ્રાવિકાએ કહ્યું, “મંત્રીશ્વર! આવતી કાલે આપ મારા આવાસે જમવા આવો તો હું આજે તમારે ત્યાં જમવા આવીશ.” (સાધર્મિક ભક્તિમાં આદાન પ્રદાન હોય.) ...૧૬૫ અભયકુમારે નેહાગ્રહવશ પોતાના મુખેથી ગણિકાને કહ્યું, “ધર્મભગિની ! હું આવતી કાલે જરૂર આવીશ.” મહામંત્રી એવું કહી કપટી શ્રાવિકાઓને પોતાના મહેલમાં લાવ્યા. તેમણે ગૃહત્યની પૂજા કરાવી. તેમણે શ્રાવિકાઓની (વસ્ત્ર, ભોજન, પાણી ઈત્યાદિ વડે) ખૂબ જ ભક્તિ કરી. ...૧૬૬ અભયકુમારે મંગાવેલી રસવતી ઉદારતાથી રવયં પીરસી. તેમણે ગળ્યાં પકવાનો પણ પીરસ્યાં. શ્રાવિકાએ જમતાં પૂર્વે રસવતીના સંબંધમાં દિવસોનું પરિમાણ (કલ્ય, અકલ્ય, કાળાતિક્રમ, ભેળ-સંભેળ) વગેરે દૂષણો વિશે પૂછતાં કહ્યું, “ચાતુર્માસ! કલ્પમાં પંદર દિવસનું દળેલું અનાજ ચાલે તેથી રખે! ભૂલચૂકથી વર્ણાદિ બદલાયેલો આહાર વહોરાવશો. ...૧૬૭ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ હે સુજ્ઞ બંધુ ! શીત કાળ કલ્પમાં ત્રીસ દિવસ સુધીનો લોટ ચાલે. ઉષ્ણ કાળમાં ત્રેવીસ દિવસ સુધીનો લોટ ચાલે. વળી અમારે કઢાઈ અને છ વિગય (ધી, તેલ, દૂધ, દહીં, ફળો અને સૂકામેવા) ત્યાગના પ્રત્યાખ્યાન છે . હું સદા નીવી ભોજન જ જમું છું.'' ...૧૬૮ ગણિકા દાંભિક ધર્મબુદ્ધિ દેખાડીને પોતાની થાળીમાં લીલોતરીનું ભોજન ન લેતી. તેણે મેવા, મીઠાઈ અને ફળો પણ પાછા આપ્યા. તે મૌનપણે ભોજન કરતી હતી. જમી લીધા પછી નાગરવેલના પાન અને સોપારીનો મુખવાસ પણ લીધો. ...૧૬૯ ગણિકાએ જમી લીધા પછી અભયકુમાર સાથે ધર્મચર્ચા કરી તેમનું મન રંજીત કર્યું. ત્યાર પછી ત્રણે સ્ત્રીઓ પોતાના તંબૂ (આવાસ) માં આવી. બીજા દિવસે ગણિકા રથમાં સવાર થઈ અભયકુમારના મહેલમાં તેમને લેવા આવી. ગણિકાએ આપેલ આમંત્રણને માન આપી અભયકુમાર તેના આવાસે ગયા. ...૧૭૦ અભયકુમાર એકલા ગણિકાના આવાસે ભોજન કરવા ગયા. ગણિકાએ શ્રાવિકા બની ખૂબ સાધર્મિક ભક્તિનો ઢોંગ રચી આગ્રહ કરી ભોજન જમાડયું. તેણે સૂકામેવા, બુંદીના લાડુ જેવા ઉત્તમ પકવાનો પીરસ્યા ત્યારપછી આગ્રહ કરીને ચંદ્રહાસ મદીરા જેવું નશીલું પીણું પીવડાવ્યું . ...૧૭૧ અભયકુમારને જ્યારે નશાના પ્રભાવથી ગાઢ નિદ્રા આવી ગઈ ત્યારે તેઓ બેભાન થઈ ઢળી પડચા. ગણિકાએ તરત જ ઢોલિયો ઢાળ્યો. પૂર્વયોજિત ગાઢ નિદ્રામાં સૂતેલા જોઈ ગણિકાએ ગોઠવણ અનુસાર અભયકુમારને રથમાં સૂવડાવી પવનવેગે રથ ઉજ્જયિની નગરી તરફ દોડાવ્યો. ...૧૭૨ રથના અશ્વો પણ તે સમયે ગણિકાના પક્ષમાં થયા. તેઓ અભયકુમારને વાયુવેગે અવંતીનગરીમાં લઈ આવ્યા. (બીજી બાજુ) શ્રેણિકરાજા અભયકુમારની રાહ જોવા લાગ્યા. સંધ્યાકાળ થવા આવ્યો છતાં અભયકુમાર ન આવ્યા ત્યારે શ્રેણિકરાજાના મનમાં ચિંતા થઈ. ...૧૭૩ શ્રેણિક૨ાજાએ પોતાના વિશ્વાસુ સેવકોને ગણિકાના આવાસે મોકલ્યા. સેવકોએ ત્યાં જઈ અભયકુમારને સાદ કરી બોલાવ્યા ત્યારે ગણિકાએ કહ્યું, “મંત્રીશ્વર ! અભકુમાર અહીં આવ્યા હતા પરંતુ તેઓ અહીંથી ઘણા સમય પહેલાં જ પોતાના રાજમહેલમાં પહોંચી ગયા છે.’’ ..૧૭૪ શ્રેણિક૨ાજા તથા સેવકોએ બધી જગ્યાએ શોધ કરી પરંતુ અભયકુમારનો કોઈ પત્તો ન લાગ્યો. અભયકુમારને અવંતી નગરીમાં રાજા ચંડપ્રદ્યોતન પાસે લાવવામાં આવ્યા. હવે અભકુમારને ખબર પડી કે, ‘ધૂર્ત ગણિકા મને છેતરીને અહીં લાવી છે’. ...૧૭૫ માયાનું સ્વરૂપ ૩૭૩ દુહા : ૧૦ નયણે રુઈ મન હસે, ભાખે કલપીવત વેશ્યા રુઠીંત કરઈ, જં કઠઈ કરવત વેશ્યા મની બગલડો, જસ તાર્કિ તસ ખાય; મનને મેલા રુપઈ ભલા, કોણ પતીજૈ તાય For Personal & Private Use Only ૧૭૬ ૧૭૭ Page #395 -------------------------------------------------------------------------- ________________ 39४ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' - ૧૭૮ રીષભો રામ વખાણતો, બગલો એહ અરંભ; ભમરી પંખ પગ નવી વલે, જાણે રોપ્યો થંભ રીષભ કહે લખમણ વદે, સુણિ રઘુવંશી રામ; બગનું ભલપણ તિહા લગે, મછ નાવ્યો મુખ જામ •. ૧૭૯ નીલકંઠ મધુરો લવે, વસીહર આખો ખાય; મુછે હસે માનવી, કેમ પતી જ્યા જાય ... ૧૮૦ અર્થ - જેમ કરવત કાષ્ટને કાપે છે, તેમ વેશ્યા રિસાઈ જતાં અનિષ્ટ કરે છે. તે નયનો વડે ખોટાં અશ્રુ સારે છે પરંતુ મનથી કપટભાવે હસે છે. તે બનાવટી રીતે બોલે છે. ...૧૭૬ વેશ્યા, મની (બિલાડી) અને બગલો જેની સામે તાકીને જુએ તેને જ ખાઈ જાય. તેઓ રૂપથી સારાં પણ મનથી મેલાં છે. તેનો તાગ (પતિજે) કોણ પામી શકે? ...૧૭૭ ઋષભદાસ કવિ કહે છે કે, એક વાર રામે બગલાનાં વખાણ કર્યા. બગલો એક ભમરીની પાંખ જેટલોય પગ હલાવતો નથી. જાણે થાંભલો રોપ્યો હોય તેમ સ્થિર ઊભો રહે છે. ...૧૭૮ - કવિ ઋષભદાસ કહે છે કે રાવણે કરેલો રઘુવંશી રાજા રામનો બનાવટી અવાજ સાંભળી નાનાભાઈ લક્ષ્મણ તેમને સહાય કરવા દોડયા તેથી સંકટમાં પડયા. બગલાનું ભદ્રવ ત્યાં સુધી છે, જ્યાં સુધી તેના મુખમાં પોતાનું ભક્ષણ મત્સ્ય આવ્યું નથી. ...૧૭૯ નીલકંઠ(મયુર) મધુર સ્વરે બોલે છે પરંતુ વિષધરને સંપૂર્ણ ખાઈ જાય છે, તેમ માનિની(સ્ત્રી) મૂછમાં હસે છે પણ તેના મનનો પાર(પતિજ્યા= પાર પામવો) કોણ પામી શકે? ઢાળઃ ૮ ઉજ્જયિની નગરીમાં કેદી બનેલા મહામંત્રી રાગ : પરજીઉં જેવું રાતું બોર, તેહવું મનદુરજન તણું. તપરિ કઠિન કઠોર, ઉપરિ દીસે રલીયામણો રીષભઈ અબ અધમ કિઉં, ચાઈ સેવઈ વનરાય; મુખિ મીઠો દરસણ ભલો, હઈડે સબલ કસાય હઈયે કસા મીઠા મુખે, ગણિકા કુડી જોય; અભયકુમાર બુધિ સાગરું, બાંધિ કરી ગઈ સોય અભયકુમાર વિચારતો, કરવો નહી વિશ્વાસ, અણસમઝી પ્રીત જ કરે, પડે તેમાંથી પાસ મેં જાણી શુભ શ્રાવિકા, કીધો ઘરમ સનેહ; સાપ થયો ટલી સીધરૂં, દીધો મુઝને છેહ ...૧૮૦ For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ગણિકા હુઈ શ્રાવિકા, મુઝને પાડ્યો પાશ; હવે કુણ સંચઈ છૂટીઈ, તે કાઈ બુદ્ધિ વિનાશ ••• ૮૬ અર્થ:- જેમ લાલ રંગનું બોર દેખાવમાં સુંદર હોય છે તેમ દુર્જન વ્યક્તિનું મન બહારથી બોર જેવું સુંદર અને રળિયામણું દેખાય છે પરંતુ અંદરથી તેઓ બોરના ઠડિયા જેવા કઠણ અને નિર્દયી હોય છે. ...૧૮૧ કવિ ઋષભદાસ કહે છે કે, આ રીતે વનરાજ (સિંહ) અધર્મ (હિંસા) કરે, છતાં ચાયનું સેવન કરે છે. મોરનાં હેડે સબલ કષાય હોય, મુખે મીઠું બોલે અને તેનું દર્શન પણ સુંદર લાગે. ...૧૮૨ તેવી જ રીતે ગણિકાના મુખમાં મીઠાશ હતી પરંતુ હૈયામાં ભરપૂર કષાય હતો. ગણિકા કપટી હતી. અભયકુમાર બુદ્ધિસાગર હતા. તેઓ ગણિકાની કપટ વિદ્યાથી બંદીવાન થયા. ...૧૮૩ અભયકુમારે વિચાર કર્યો કે, “કોઈનો પણ અતિશય વિશ્વાસ કરવો જોઈએ નહી. કોઈની સાથે સમજ્યા વિના મૈત્રી કરવાથી ભયંકર બંધનમાં પડાય છે. ...૧૮૪ મેં ગણિકાને શુદ્ધ શ્રાવિકા સમજી તેની સાથે ધર્મચર્ચા કરી સ્નેહ સંબંધ બાંધ્યો પરંતુ ગણિકા તો સીંદરીમાંથી સર્પ થઈ તેણે મને જદગો આપ્યો. ..૧૮૫ ઉજ્જયિની નગરીની ગણિકા વેશ પરિવર્તન કરી જૈન શ્રાવિકા બની. તેણે મને ધર્મના નામે ફસાવી બંધનમાં નાખ્યો. હવે કઈ રીતે હું અહીંથી મુક્ત બનું તે વિશે બુદ્ધિપૂર્વક વિચાર વિમર્શ કરું.’ ..૧૮૬ ચોપાઈ : ૪ ચાર વરદાનઃ લોહજંઘ દૂતને બચાવ્યો બુધિ વિમાસું મંત્રી તાંહિ, આણ્યોતવ ઉજેણીમાંહિ; ચંડપ્રદ્યોતનને જઈ દેહ, રાજા હઈડ બહુ હરખેહ અભયકુમાર પચારયો ઘણો, કરયોં કપટ ભોગવિ આપણો; અભયકુમાર કહે ધર્મ ઠગ કરી; બુધ કરી આપ્યો જો ઘરી પ્રગટ ઝાલીને આણઈ જેહ, જગમાહા બુધિ પ્રસંસ્યો તેહ; ઈસ્યાં વચન મંત્રીનાં સુણી, લાજ્યો ઉઠયો ઉજેણી ધણી પાંજરિ ઘાલ્યો અભયકુમાર, ભોજન ભગતિ કરે નીત સાર; અનુકરમેં વર આપઈ ચ્ચાર, સુણજ્યો ભાખું સોય વીચાર ઉજેણી રાજા વરિ જોય, ચ્યાર રત્ન અમોલક હોય; અનલગિરી હાર્થિ તે સાર, સો જાયણ ચાલે નીરધાર ગંધિ નાસઈ ગજ બીજાય, ગજ રત્નઈ જીત્યા રાજાય; અગ્નિભીરુ રથ જેહને હોય, અગ્નિમાંહિ પેસંતો જોય સીવાદેવી પટરાણી સાર, સીલવતી તેઅ છે અપાર; લોહજેવો છે દૂત વલી જેહ, સો ગાઉ પલંતો દેહ •.. ૧૯૩ (૧) લોહબંધ દૂતને બચાવ્યો. ત્રિ.શ.પુ.ચ. પર્વ ૧૦, સર્ગ-૧૧, પૃ.૧૯૭ For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ૧૯૬ ૧૯૭ . ૧૯૯ એક દિવસ લોહજંઘો જાય, જઈ ભેદ તિણે ભરુચિરાય; ચંડપ્રદ્યોતન તેડઈ તુઝ, ઉતાવલો મોકલીઉં મુઝ ચિંતઈ તવ ભરુઅચનો ઘણી, એણઈ દૂતઈ કીધા રેવણી; પવન પરઈ આવઈ ને જાય, એ જીવ્યો દૂખ દાઈ થાય કહે રાયવલો નર તમ્યો, પાછલથી આવું છું અમ્યો; વિષ વિરવ્યું તે ઘાલી કરી, લાડુ કોથલિ હાથઈ ધરી ચાલ્યો દૂત પંથઈ તે જાય, નદી તરી બઈઠો થીર થાય; ખાવા લાડુ માંડે જિર્સ, માઠા શકુન હુંઈ સહી તિસે લાડુ દૂત તીહાં નવિ ખાય, પંથિં પુરુષ તે ચાલ્યો જાય; વૃષ છાયાઈ બૈઠો સહી, શ્રુકને વારયો ચાલ્યો સહી જાતાં બઈઠો વરી એક ઠામ, છોડયા લાડુ ખાવા કામ; શુકન પંખીઆ માઠાં કરઈ, ઉઠી દૂત આધો સંચરઈ ચંડપ્રદ્યોતન આગલિં ગયો, ભાવ શુકનનો સઘલો કહ્યો; ખાવા બૈઠો હું ત્રણ વાર, હવા શ્રુકનને અતિ હિંસાર રાજા મનિ તે ધરી વિચાર, વેગે તેડડ્યો અભયકુમાર; નવિ માનો તો જોઉં રાય, છોડાવો એ વન માંહાં જાય ચમત્કાર કાનઈ સાંભલી, છોડાવી વેગિં કોથલી; ભાં જી લાડુ જોઈ જિસે, દૃષ્ટી વિષ અહી પ્રગટયો સઈ વાડીમાં વન દીધા તે સહી, પુરષ વલી નઈ આવ્યા વહી; મનમાંહિ ચિંતઈ લહૂ..., અભયકુમાર સાચો પરધાન આવી રાયને કહ્યો વિચાર, સ્વામી સાચો અભયકુમાર; હુંતો તિહાં કણિ દષ્ટી વિષ અહીં, તેણી દષ્ટઈ નર મરણ જ સહી ... ૨૦૪ પર ઉપગારી અભયકુમાર, ન ધરઈ હઈડઈ રોસ લગાર; અવગુણ પુઠઈ જે ગુણ કરે, સહી ઉત્તમ નર એ પણિ શરઈ ... ૨૦૫ અર્થ:- મહામંત્રી અભયકુમાર બુદ્ધિપૂર્વક મુક્ત થવાનો વિચાર કરવા લાગ્યા. તેમને બંદીવાન બનાવી ઉજ્જયિની નગરીમાં લાવવામાં આવ્યા. તેમને ચંડપ્રદ્યોતનરાજાને સોંપવામાં આવ્યા. ચંડપ્રદ્યોતનરાજાના (તપ્ત હૃદયને બદલાની ભાવનાથી પરમ શાંતિ મળી) હૈયામાં હરખ સમાતો નહતો. ...૧૮૭ ચંડપ્રદ્યોતનરાજાએ અભયકુમારને ઘણાં મહેણાં માર્યા (રાજાએ મૂછોને વળ દેતાં) અભયકુમારને કહ્યું, “હાથના કર્યા હૈયે વાગ્યા” એ યુક્તિ અનુસાર) “તમે મારી સાથે કપટ વિદ્યા આદરી હતી તેનું હવે ફળ ભોગવો. (બુદ્ધિનિધાન એક સામાન્ય સ્ત્રીથી છેતરાયા?)'' અભયકુમારે કહ્યું, “મહારાજ ! ધર્મના નામે રO૧ For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ છળ પ્રપંચ અને અકાર્ય કરી તમે મને અહીં લાવ્યા તેમાં કેવી બુદ્ધિ ?(તમારી આવી બુદ્ધિથી રાજધર્મ વૃદ્ધિ પામે છે ?) ...૧૮૮ ૩૭૭ જે જાહેરમાં અપરાધીને પકડીને લાવે છે, તેની જ બુદ્ધિની જગતમાં પ્રશંસા થાય છે.'' મહામંત્રી અભયકુમારના આવાં કટાક્ષયુક્ત વચનો સાંભળી ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતન અત્યંત શરમિંદા બન્યા. તેઓ ત્યાંથી ઉઠી ચાલ્યા ગયા. ...૧૮૯ તેમણે અભયકુમારને (રાજહંસની જેમ) કાષ્ટના પાંજરામાં પૂર્યા. રાજા નિત્ય ભોજન – પાણી ઈત્યાદિ આવશ્યક સુવિધાઓ આપી (ભાણેજનું) ધ્યાન રાખતા હતા. ચંડપ્રદ્યોતનરાજાએ આ દરમ્યાન અભયકુમારને ચાર વરદાન આપ્યા. કવિ કહે છે કે,હવે હું તેની કથા કહું છું. તે સાંભળજો. ...૧૯૦ ચંડપ્રદ્યોતનરાજાના રાજદરબારમાં ચાર અમૂલ્ય રત્નો હતા. તેમના રાજ્યમાં અનલગિરિ નામનો ઉત્તમ ગંધ હસ્તી હતો. તે સો યોજન સુધી ચોક્કસપણે ચાલી શકે તેવો બળવાન હતો. ...૧૯૧ આ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ પણ ત્યાંથી નાસી જતા. અનલગિરિ નામના આ હસ્તીરત્ન વડે ચંડપ્રદ્યોતનરાજાએ ઘણા રાજાઓને હરાવી વિજય મેળવ્યો હતો. અગ્નિભીરૂ રથ, જેના કારણે રાજા અગ્નિમાં સહજતાથી પ્રવેશી શકતા હતા. ...૧૯૨ તેમની પાસે શિવાદેવી નામના પટરાણી હતી. તેઓ અપાર શીલવાન સન્નારી હતા. રાજા પાસે ચોથો લોહજંઘ નામનો વિશ્વાસુ દૂત હતો. (તે ક્રૂર અને કઠોર હતો.) તે સો ગાઉ (લગભગ ૩૦૦ કિ.મી.) પગે ચાલીને જઈ શકતો તેમજ લોકો ઉપર અત્યાચાર કરતો હતો. ...૧૯૩ ભરુચના એક દિવસ 'લોહજંઘ નામનો રાજાનો પ્રિય દૂત કોઈ કાર્ય માટે ભૃગુકચ્છ (ભરુચ) ગયો. તેણે રાજાને હુકમ કરતાં કહ્યું, “હે રાજન્ ! તમને ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનરાજાએ શીઘ્ર બોલાવ્યા છે. રાજાના કહેવાથી ઉતાવળો આપની પાસે કહેવા માટે આવ્યો છું. ...૧૯૪ ભરુચ નરેશે વિચાર્યું, ‘આ મહાકાય દૂતે પ્રજાની ખૂબ કનડગતિ કરી છે. તે પવનની જેમ તીવ્ર વેગથી આવીને પાછો જતો રહે છે. આ દૂત જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પ્રજાને ખૂબ રંજાડશે' ...૧૯૫ ભરુચ નરેશે કહ્યું, ‘‘દૂતરાજ ! તમે પાછા વળો. હું થોડું કાર્ય પતાવી પાછળથી તરત જ આવું છું. ભૃગુકચ્છથી જતી વખતે રાજાએ માર્ગમાં ખાવા માટે ભાતામાં લાડુની કોથળી (ડબ્બો) દૂતના હાથમાં આપી. આ સિંહ કેશરિયા લાડુમાં સુગંધી વિષ ભેળવ્યું હતું. ...૧૯૬ (૧) એક દિવસ મંગુ પાટણના મહારાજાના ઘરે પુત્ર જન્મની ખુશાલીમાં ઉપહાર મોકલવા માટે ચંડપ્રદ્યોતનરાજાના કહેવાથી લોહજંધ પાટણમાં આવ્યો. ત્યાં આવી માલવપતિનો સંદેશો અને અભિનંદન આપી રાજાના ચરણે ભેટ ધરી. પાટણ નરેશે ભેટ સ્વીકા૨ી તેમણે દૂતને ખૂબ સન્માન આપ્યું. તે ઉજ્જયિનીથી ભરુચ સુધી પગે ચાલી જતો અને છાની વાતો રાજાને કહેવા પાછો આવતો તે સમયે ભૃગુકચ્છ ઉપર ચંડપ્રદ્યોતનરાજાનું શાસન હતું. (સંસાર સપના કોઈ નહિ અપના, પૃ.૧૧પ.) (૨) લોહબંધથી અસંતુષ્ટ પ્રજાના પ્રતિનિધિ નગરશેઠના ઘરે એકઠાં થયા. તેમણે તેના અત્યાચારથી છૂટવા ઉપાય શોધ્યો. ‘લોહજંઘના નાસ્તામાં ઝેર મેળવવું! એવો વિચાર કર્યો. એક વિચક્ષણ વૈદે ક્યું, ‘‘આ મહાકાયાને સંભવ છે કે ઝેરની અસર ન પણ થાય! હું તમને એવા બે દ્રવ્ય આપું છું, જેને સિંહ કેશરિયા લાડુના ડબ્બામાં રાખી દેજો. બે દ્રવ્યના મળવાથી દ્રષ્ટિ વિષ સર્પ ઉત્પન્ન થશે. જેવો દૂત ડબ્બો ખોલશો, દ્રષ્ટિ વિષ સર્પની આંખોની દ્રષ્ટિનું વિષ તેના ઉપર પડશે તેવો જ દૂત બળીને રાખ થઈ જશે. રાજકુમાર શ્રેણિક(હિન્દી), પૃ.૧૧૪, ૧૧૫.) For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” દૂત ભાથાની કોથળી લઈ માર્ગ પર ચાલવા લાગ્યો. તેને ખૂબ ચાલ્યા પછી બપોર થતાં ભૂખ લાગી. તે નદીના તટ ઉપર એક જગ્યાએ ભાતું ખાવા બેઠો. જેવો તે ડબ્બો (કોથળી) ખોલવા જતો હતો ત્યાં તેને અપશુકન થયા. ...૧૯૭ (લોહબંધને શુકન-અપશુકનમાં અતિ વિશ્વાસ હતો.) દૂતને ત્યાં અપશુકન થવાથી તેણે ભોજન ન કર્યું. લોહજંધ કોથળી ન ખોલતાં એમને એમ મૂકી પુનઃ ભાથું લઈ અવંતી નગરી તરફ આગળ વધ્યો. (ચાર માઈલ પછી) એક ઘટાદાર વૃક્ષની શીતલ છાયામાં તેણે વિશ્રામ કર્યો. લાડવા ખાવા કોથળી ખોલવા જતો હતો ત્યાં ફરીથી તેને માઠા શુકન થયા તેથી તે અટકી ગયો. (બીજી વખત પણ) ભોજન કર્યા વિના તે આગળ ચાલ્યો. ...૧૯૮ દૂત ઘણું ચાલ્યા પછી સુધા મટાડવા પુનઃ એક સ્થાને ભોજન કરવા બેઠો. તે સિંહ કેશરિયા મોદક ખાવા કોથળી છોડવા જતો જ હતો ત્યાં પક્ષીઓએ કલરોળ કરી અપશુકન કર્યા. (ત્રીજી વખત પણ અપશુકન થતાં) દૂતે ઉઠીને ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. ..૧૯૯ દૂત ભૂખ્યા પેટે સૌ પ્રથમ ઉજ્જયિની નગરીમાં ચંડપ્રદ્યોતનરાજા પાસે આવ્યો. તેણે ચંડપ્રદ્યોતન રાજાને માર્ગમાં થયેલા અપશુકનની વાત કહી. “મહારાજા! હું માર્ગમાં ત્રણ વખત ભોજન કરવા બેઠો પરંતુ મને ત્રણ વખત ઘણાં માઠાં શુકન થયાં”. ...૨૦૦ (અપશુકન શા માટે થયા?) રાજાના મનમાં વિચાર આવ્યો, “આ ઘટનાનું રહસ્ય શું હશે?” રાજાએ અપશકુનનું રહસ્ય જાણવા અભયકુમારને શીધ્ર બોલાવ્યા. અભયકુમારે લાડુની કોથળી સુંધીને કહ્યું, “હે રાજન! જો લોહજંધે લાડુ ખાધા હોત તો તેનું મૃત્યુ ચોક્કસ થાત. તમે મારી વાત માનશો નહીં પરંતુ આ કોથળી જલ્દીથી જંગલમાં લઈ જઈ ત્યાં છોડજો”. ..૨૦૧ કોથળીમાં ફસફસાહટનો અવાજ કાને સાંભળી અભયકુમારે સેવકોને સાવધાનીપૂર્વક કોથળી જંગલમાં છોડવાનું સૂચન કર્યું. સેવકો તરત જ જંગલમાં ગયા. કોથળીમાંથી લાડુ નીચે પડતાં લાડુના બે ટુકડા થયા. તેમાંથી દ્રષ્ટિ વિષ સર્પ નીકળ્યો. ..૨૦૨ (તેની દ્રષ્ટિ વૃક્ષ ઉપર પડતાં વૃક્ષ બળીને ભસ્મ થઈ ગયું.) તે સર્પને જંગલની હદમાં મૂકી સેવકો ત્યાંથી પાછા આવ્યા. તેમણે વિચાર કર્યો, “ખરેખર! અભયકુમારનાં વચનો પ્રમાણ છે. તેઓ સાચા પ્રધાનમંત્રી છે.' ...૨૦૩ સેવકોએ આવીને રાજાને સત્ય ઘટના બની તે કહી. તેમણે કહ્યું, “મહારાજ ! અભયકુમારનાં વચનો તદ્દ્ન સત્ય હતાં. જેવાં લાડવા માંગ્યા તેવોજ તેમાંથી દ્રષ્ટિવિષ સર્પ પ્રગટ થયો. તેની દ્રષ્ટિ જો દૂત ઉપર પડી હોતતો દૂતનું મૃત્યુ ચોક્કસ થાત” ...૨૦૪ મહામંત્રી અભયકુમાર પરોપકારી હતા. તેમણે પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર ચંડપ્રદ્યોતન રાજા પ્રત્યે હૃદયમાં કોઈ વૈરભાવ ન ધર્યો. જે વ્યક્તિ અવગુણ (અપરાધ) કરનાર પ્રત્યે કૃતજ્ઞી) ગુણી બને છે, તે વ્યક્તિ જ ઉત્તમ કહેવાય છે. •..૨૦૫ For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ દુહા : ૧૨ અપકાર સામે ઉપકાર અગર દહંતો ગુણ કરઈ, ચંદન ઘાસંતાંય, સુપુરુષ દૂહaો ગુણ કરે, પાન રસ ચાવંતાંય . ૨૦૬ ગિરુઆ સહિ જઈ ગુણ કરે, કારણ ચિંત્ત મ જાણ; કરસણ સીચે સરભરે, મેઘ ન મગઈ દાણ ... ૨૦૭ ગુણ કેડિ ગુણ સહુ કરે, ઉછીનું વલ વાલ; અવગુણ પુઠિ ગુણ કરે, પ્રણમાં ત્રણ કાલ ... ૨૦૮ અર્થ - અગરબત્તી સ્વયં બળીને પણ ફોરમ પ્રસારે છે. ચંદન સ્વયં ઘસાઈને સુવાસ ફેલાવે છે, તેમ સજ્જન પુરુષો બીજાના દુભવ્યા છતાં સદા પરોપકાર કરે છે. નાગરવેલના પાન દાંત નીચે ચગદાય છે છતાં તેનો રસ મુખને સુગંધિત બનાવે છે. ...૨૦૬ ખરેખર! સજ્જન વ્યક્તિઓ કોઈ કારણ વિના(બદલાની અપેક્ષા વિના) પરોપકાર કરે છે. ખેતી (કરસણ) વખતે મેઘ પાણી પુરું પાડે છે પણ કોઈ દાણ (કર-TAx) માંગતો નથી. ... ૨૦૭ ઉપકાર પાછળ ઉપકાર કરે તે તો ઉછીનું લીધું કહેવાય પરંતુ અપકાર કરનાર પ્રત્યે પણ ઉપકાર કરનારા વ્યક્તિઓને ત્રણે કાળ વંદન હો. ...૨૦૮ ઢાલ : ૯ ઉદાયન ચરિત્ર : મૃગાવતી રાણીનો વિયોગ સુણો મોરી સજની નીંદ ન આવૈ રે એ દેશી. રાગ કેદારો ત્રણિ કાલ તે સમરું સોયો રે, અભયકુમાર સમ કો નવી હોયો રે; રંજ્યો રાજા સબલો ત્યાંહો રે, માંગો મંત્રી જે મનમાંહો રે ... ૨૦૯ એક વચનું મમ માંગીસ આજો રે, જાવા ન દેઉં અહી તુમ કાજો રે; વર ભંડારી કહે અભયકુમારો રે, માંગી શકું કરી વિચારો રે ... ૨૧૦ રહિં તિહાં સોહિલઈ અભયકુમરો, ખિણ ખિણ પુછે રાય વિચારો રે; રાયને પૂત્રી છઈ અભીરામો રે, વાસવદતા તેહનું નામો રે ...૨૧૧ અંગારવતીની ધે મન મોહકઈ રે, સાયર ઘરિ જિમ લખમી સોહઈ રે; જોવનવંતી હુઈ જ્યારઈ રે, કલા ચોસઠિ શીખી ત્યારઈ રે .. ૨૧ર પુત્રી પુત્રથી વહાલી હોયો રે, સકલ કલા સીખી ભણી સોયો રે; ગાન કલા નવી જાણઈ જ્યારઈ રે, અભયકુમારને પૂછડ્યો ત્યારઈ રે ગાંદ્રવ શાસ્ત્ર ભણાવે જેહો રે, તમ્યો કો જાણ્યો જગમાહિ તેહો રે; ભરતારને ઘર જઈ જ્યારી રે, હોઈ મોહનકલા તેહ જ ત્યારઈ રે ... ૨૧૪ અભયકુમાર નર બોલ્યો તમો રે, ઉદયન કુમરથી હોઈ કાંમો રે; ગાઈ ગીત નઈ વેણિ વજાવે રે, સુણી વન હસતી ઉહોરા આવઈ રે ... ૨૧૫ » ર૧૩ For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮) કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' ર૧૮ ૨૨૧ ૨૨૨ પડઈ અજા અરિ સનાહ લીધા રે, કેતા હતી બંધન કીધારે; અસી કલા છઈ ઉદયનમાંહિ રે, તે કિમ સીખ્યો ભાખું આંહિ રે ... શતાનીક કોસાંબી રાઈ રે, મૃગાવતી પટરાણી થાઈ રે; હુઈ ગાભણી નારી જ્યારઈ રે, ડોહલો દુલભ ઉપનો ત્યારી રે ... ૨૧૭ દીઠી દૂબલી મૃગાવતી નારી રે, કવણ દૂખિં હુઈ એમ બીચારી રે; આણી રુધીર ને વાવિ ભરાવો રે, પ્રીલ મુઝ તેહમાં ધરી ઝીલાવો રે ગરભ ભાવ વીચારે રાઈ રે, સુત બલવંત પ્રતાપી થાઈ રે; વાવિ કુસુંભ છે રાય ભરાવઈ રે, ઝીલે અબલા નારી ગાવઈ રે ... ૨૧૯ ઝીલી નીકલી જવ તે રાણી રે, મંશ પીંડિ સરીખી તે જાણી રે; ભારંડ પંખીઉં આવી ગ્રહતો રે, આકાશ મારગિં પંખી વિહેતો રે '.. ર૨૦ મૃગાવતી તવ ગાઢ રોતી રે, જઈ સતાનીક સામો જોતી રે ધાયા સુભટ નર સબલા કેંડિ રે, આકાશ ગામી ચાલ્યો વેંઢિ રે પડયો સતાનીક રુદન કરતો રે, ભારંડ પંખી ગમન કરતો રે; મણિ આચલ ભણિ ચાલ્યો જાઈ રે, ચંદન વનમાંહિં પડતી ત્યારઈ રે વિશ્વભૂતિ તાપસ કહુ જેહો રે, વન પહુતો એકદા તેહો રે; મૃગાવતી દીઠી તેણઈ ઠારો રે, છાંટયો અંગઈ સીતલ વારો રે .. રર૩ રાય રહ્યો મન દુખ ધરતો રે, તવ પુકારંઈ સોર કરતો રે; વારઈ યુગંધર તસ પરધાનો રે, રોતું રાય કરો કઈ સાનો રે ..૨૨૪ થઈ સચેતન નારી જ્યારી રે, અહિંન કહી બોલાવી ત્યારે રે; સતી કહઈ સાંભલિ નર રાજ રે, કરમ ઉદઈ આવ્યા મુઝ આજ રે ... રર૫ અર્થ:- એવા કૃતજ્ઞી વ્યક્તિઓનું હું ત્રણે કાળ સ્મરણ કરું છું. અભયકુમાર જેવા પરોપકારી વ્યક્તિઓ આ જગતમાં કોઈ નહીં હોય. ચંડપ્રદ્યોતનરાજા અભયકુમાર પ્રત્યે રંજીત થયા. તેમણે તે સમયે પ્રસન્ન થઈ અભયકુમારને કહ્યું, “મંત્રીશ્વર!તમારા મનમાં જે ઈચ્છા હોય તે માંગો' (અભયકુમારે કહ્યું, “રાજન્! મને નજરકેદમાંથી મુક્ત કરી રાજગૃહીમાં જવા દો') ...૨૦૯ ચંડપ્રદ્યોતનરાજાએ કહ્યું, “અભયકુમાર!તમે એક વચન આજે ન માંગશો. હું તમને નહીં જવા દઉં તમારું અહીં કામ છે.” અભયકુમારે કહ્યું, “તો એ વરદાન થાપણ તરીકે તમારી પાસે રહેવા દો, જ્યારે સમય આવશે ત્યારે વિચાર કરી પછી માંગીશ'' ..૨૧૦. ઉજ્જયિની નગરીમાં રહી અભયકુમારે ઘણાં અસાધ્ય કાર્યો સુગમ બનાવ્યા. ચંડપ્રદ્યોતનરાજ ક્ષણે ક્ષણે અભયકુમારને પ્રશ્નો પૂછી તેમની સલાહ લેતા હતા. રાજાની એક સુંદર અને આનંદી દીકરી હતી, જેનું નામ વાસવદત્તા હતું. ...૨૧૧ For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ અંગારવતી રાણીની આ પુત્રી મનમોહક હતી. તે સાગરના આવાસે લક્ષ્મીદેવીની જેમ શોભતી હતી તે જ્યારે યૌવનવયમાં પ્રવેશી ત્યારે ચોસઠ કળા શીખી તેમાં કુશળ બની. ....૨૧૨ (જગતમાં પુત્રથી પણ પુત્રી વધુ વહાલી હોય છે. સુંદર અને વિનયાદિ ગુણોથી યુક્ત) વાસવદત્તાને ચંડપ્રદ્યોતનરાજા પુત્રથી પણ અધિક માનતા હતા. તે સ્ત્રીઓની ચોસઠ કળામાં પ્રવીણ બની. જ્યારે (યોગ્ય ગુરુના અભાવમાં) તેને સંગીત કળાનું જ્ઞાન આવળતું ન હતું ત્યારે તે કળા શીખવા માટે રાજાએ બહુશ્રુત એવા અભયકુમારને પૂછયું. ...૨૧૩ ૩૮૧ ‘જગતમાં ગાંથર્વ શિક્ષા ભણાવે એવા કોઈ (ગુરુ) વ્યક્તિને તમે જાણો છો ? જ્યારે રાજકુમારી પતિગ્રહે જશે ત્યારે તેને ગાંધર્વ શિક્ષાની જરૂર પડશે’’ ...૨૧૪ મહામંત્રી અભયકુમારે કહ્યું, ‘‘ઉદાયનકુમારથી તમારું કાર્ય સિદ્ધ થશે. તેઓ ગાંધર્વકળામાં કુશળ છે. તેઓ જ્યારે ગીત ગાઈ વીણા વાદન કરે છે, ત્યારે વીણાના મધુર નાદથી આકર્ષિત થઈ (લોહચુંબકની જેમ) વનના ગજેન્દ્રો તેમની પાસે ખેંચાઈને આવે છે. "" ...૨૧૫ ઉદાયન રાજાના વીણાના સુરીલા સ્વરોથી કેટલીયે બકરીઓ(ગીતોનો સ્વાદિષ્ટ રસ પીતાં) શિકારીઓના પંજામાં પડે છે. વીરસનું વાદન થતાં શત્રુઓ બખ્તર પહેરી યુદ્ધમાં જવા તૈયાર થાય છે. કેટલાય ચતુર હાથીઓ વીણા વાદનના સ્વરથી શિકારીના પાશમાં બંધાયા છે. ઉદાયનરાજા પાસે મંત્ર મુગ્ધ કરનારી આવી અદ્ભુત કળા છે . તે ગાંધર્વ કળા તેઓ કેવી રીતે શીખ્યા તે હું કહું છું. ...૨૧૬ કૌશાંબી નરેશ શતાનીકરાજાની મૃગાવતી નામની પટરાણી હતી. મૃગાવતીરાણી જ્યારે ગર્ભવતી બન્યા ત્યારે તેમને ત્રીજા માસે એક વિચિત્ર દોહદ જાગ્યો. ...૨૧૭ મૃગાવતીરાણીનો વિચિત્ર દોહદ પૂર્ણ ન થવાથી તેઓ મનમાં ખૂબ દુઃખી થતાં દુર્બળ બન્યાં. શતાનીકરાજાએ રાણીની અવદશા જોઈ વિચાર્યું, ‘આ રાંકડી સ્ત્રી! શા કારણથી આવી દુઃખી – હતાશ દેખાય છે ?’ રાજાના પૂછવાથી રાણીએ પોતાની અભિલાષા બતાવતાં કહ્યું, ‘સ્વામીનાથ ! રુધિર (લોહી)ની વાવ ભરાવો. આ વાવમાં તમે મને પકડી ઝીલાવો''' ...૨૧૮ રાજા શતાનીનક મૃગાવતીરાણીના ગર્ભના ભાવોને વિચારવા લાગ્યા. ‘આ બાળક બળવાન અને પ્રતાપી થશે.’ રાજાએ (મંત્રી યુગંધરના પ્રપંચથી) દોહદ પૂર્તિ માટે રાતા રંગના કસુંબલથી વાવ સંપૂર્ણ ભરાવી. તેમાં મૃગાવતીરાણીએ ગીત ગાતાં આનંદપૂર્વક સ્નાન કર્યું. ...૨૧૯ મૃગાવતીરાણી જ્યારે વાવમાંથી નહાઈને બહાર આવ્યા ત્યારે તેમનું શરીર માંસાના પિંડ જેવું લાલ (૧) મૃગાવતીની કથા : ‘કથાસારિત્સાગર’ના કથામુખ લંબકના પહેલા તરંગમાં જોવા મળે છે. રાણીના દોહદને પૂર્ણ ક૨વા અળતાના, પતંગ વગેરેના ૨સથી વાવ ભરાવી કારણકે રાજા ઘણો ધાર્મિક હતો. (જુઓ સોમદેવ ભટ્ટ કૃત કથાસારિત્સાગર ખંડ-૧-૯, પૃ. ૧, અનુ. શામજી વાલજી શાસ્ત્રી અને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. મુંબઈ. ઈ.સ. ૧૯૦૯.) મૃગાવતી ચરિત્ર: કવિ સયમસુંદર એક અધ્યયન. પૃ૯૯ છી૧૦૨. લે. વસંતરાય બી.દવે. નોંધ :- મૃગાવતી કથાનો ઉપયોગ સોમપ્રભાચાર્ય કૃત ‘કુમારપાળ પ્રતિબોધ’માં થયેલો છે. મૂળ કથામાં ફેરફાર છે. તેમાં શીલરક્ષા વિશે મૃગાવતીનું ઉદાહરણ છે. (શ્રી કુમારપાળ પ્રતિબોધ, પૃ. ૨૩૨,૨૩૩. અનુ. પ્ર. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૮૩) For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' રંગનું બન્યું. ‘આ માંસપિંડ છે.' એવું જાણી આકાશમાં ઉડતાં ભારડ પક્ષીએ તેમને પંજામાં ઉપાડી લીધાં. પોતાનો શિકાર લઈ ભારંડ પક્ષી આકાશ માર્ગે વિહરવા લાગ્યો. ૩૮૨ ...૨૨૦ ગર્ભવતી મૃગાવતીરાણી વિરહવ્યથાથી આક્રંદ કરવા લાગ્યા. ભારંડ પક્ષી આકાશમાં ગમન કરતો ઉડતો હતો ત્યારે શતાનીકરાજા તેની સામે જોઈ રહ્યા. રાજાના ઘણા સુભટો તેની પાછળ દોડયા પરંતુ ભારેંડ પક્ષીએ આકાશ માર્ગે રાણીને બંધન-પાશમાં લઈ ગમન કર્યું. ...૨૨૧ શતાનીક૨ાજા અસહાય બની રુદન કરવા લાગ્યા. ભારંડ પક્ષી ગગનમાં ગમન કરતો તેમની સમક્ષથી ચાલ્યો ગયો. તે ઉડતો ઉડતો મલયાચલ પર્વત તરફ ગયો. તે સમયે ચંદનવનમાં મૃગાવતીરાણી તેના પંજામાંથી છૂટી નીચે પડયાં. ...૨૨૨ વનમાં વિશ્વભૂતિ નામના એક તાપસ રહેતા હતા. તેઓ એકવાર આ ચંદનવનમાં ફળફૂલ લેવા આવ્યા. તેમણે આ જંગલમાં બેભાન પડેલા મૃગાવતીરાણીના દેહ ઉપર (કમંડળમાંથી શીતળ નીર લઈ છાંટયું તેમજ) શીતળ પવન નાખ્યો. (રાણી સચેતન થયા). ...૨૨૩ બીજી બાજુ શતાનીકરાજા મૃગાવતીરાણીના અપહરણથી મનમાં ખૂબ દુઃખી થયા. તેઓ મોટેથી બૂમો પાડી રાણીને પોકારતા રહ્યા (તેમની નાજુક પરિસ્થિતિ જોઈ) યુગંધર નામના તેમના પ્રધાને રાજાને સાંત્વના આપતાં કહ્યું, “મહારાજ ! તમે રડો નહીં પરંતુ કોઈ ઉપાય વિચારો’’ ...૨૨૪ જંગલમાં મૃગાવતીરાણી સચેતન થયા ત્યારે વિશ્વભૂતિ તાપસે તેમને ‘બહેન’ના સંબોધનપૂર્વક બોલાવ્યા. (તાપસે પૂછ્યું, ‘‘તમે આ જંગલમાં શી રીતે આવ્યા ? તેવો પ્રશ્ન પૂછયો ત્યારે) સતી મૃગાવતીએ કહ્યું, ‘‘મહર્ષિ ! તમે સાંભળો મારાં પૂર્વકૃત બાંધેલા (અંતરાય) કાર્યો આજ ઉદયમાં આવ્યા છે.'' ...૨૨૫ ઉદાયનકુમારનો જન્મ ચંદાણિની ઢાલ : ૧૦ ક૨મઈ નલ દમયંતી વીયોગો, સનતકુમાર શરીરઈ રોગો; કુબેરદત્તને હુઉં કુંજોગો, બિહન વરી માતાસું ભોગો ભારડ પંખીઈ મુઝને ઝાલી, કરમઈ મહા દુખમાંહિ ઘાલી; તું બાંધવ મલીઉં મુઝ આજો, તો સહી સીધાં સઘલાં કાજો સૂણી વચન તાપસ લેઈ જાય, બ્રહ્મભૂતિ તાપસ તેણઈ ઠાઈ; માહારીષીનાં પ્રણમેં પાઈ, ઈહૈ વાત ન હોજ્યો તુઝમાઈ પુત્રીની પëિ રાખો ત્યાંહો, પુત્ર જાણ્યો પછે તે વનમાંહો; રુપ કલા દેખી અભિરામો. ચિત્તઈ નર કિસ્સું દેઉં નામો For Personal & Private Use Only ૨૨૬ • ૨૨૭ ૨૨૮ *. ૨૨૯ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ તવ આકાશી હુઈ સુરવાણી, ઉદયન નામ પાડ્યો ઉદઈ જાણી; ઉદયન નામ કહે સહુ કોયો, ચિંતઈ તાપસ એ નૃપ હોય .. ૨૩૦ વાઘઈ સુત જિમ દૂતીયા ચંદો, હસતીના બલ પાડઈ મંદો; કુલપતીને નવી માનેં તેહો, તાપસના સુતને મારે હો ... ૨૩૧ અર્થ - “પૂર્વકૃત બાંધેલા કર્મોના ઉદયથી નળરાજા અને દમયંતીરાણીનો વનમાં વિયોગ થયો. સનકુમાર ચક્રવર્તીના શરીરમાં કર્મના કારણે સોળ-સોળ મહારોગો એક સાથે ઉત્પન્ન થયા. કુબેરદત્ત રાજાને કર્મના કારણે કુસંયોગો ઉદ્ભવ્યા. તેણે બહેન સાથે લગ્ન કર્યા અને માતાની સાથે વિષય ભોગ ભોગવ્યા.'...ર૬ હે ઋષિરાય! ભાખંડ પક્ષીએ મને પોતાના પંજામાં પકડી ઊંચકી લીધી. મારા તીવ્ર અંતરાય કર્મના ઉદયથી મને મહાભયંકર દુઃખમાં નાખી. તમે મને આજે બાંધવના રૂપમાં મળ્યા તેથી હવે સૌ સારાં વાનાં થશે. ...૨૨૭ - મૃગાવતી રાણીના ધર્મસભર વચનો સાંભળી વિશ્વભૂતિ તાપસ તેમને પોતાના ગુરુ બ્રહ્મભૂતિ ઋષિના આશ્રમમાં લાવ્યા. તેમણે મહર્ષિના ચરણોમાં નમસ્કાર કર્યા. મહર્ષિએ મૃગાવતીની આપવીતી સાંભળી કહ્યું, “તમે આ આશ્રમમાં સુખેથી રહો પરંતુ તમારા આશ્રમમાં આ વાત કોઈને ન કહેશો.” ..૨૨૮ મહર્ષિએ મૃગાવતી રાણીને પુત્રીની જેમ પોતાના આશ્રમમાં (તાપસ સ્ત્રીઓની સાથે) રાખી. મૃગાવતી રાણીએ યોગ્ય સમયે વનમાં પુત્રને જન્મ આપ્યો. તેનું રૂપ અને તેનો વર્ણ અતિશય સુંદર હતાં ઋષિમુનિ વિચાર કરવા લાગ્યા કે, “આ પુત્રનું નામ શું આપવું?' ..રર૯ તે સમયે આકાશમાં દિવ્યવાણી થઈ. માતાએ કર્મના ઉદયને જાણ્યા તેથી તે બાળકનું નામ ઉદાયન' પાળો. હવે આ બાળકને આશ્રમવાસીઓ ઉદાયનના નામથી બોલાવવા લાગ્યા. મહર્ષિએ આ બાળકની જન્મ કુંડલી જાણી કહ્યું, “આ બાળક ભવિષ્યમાં રાજા થશે” ...૨૩૦ આ બાળક બીજના ચંદ્રમાની જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. તે અત્યંત બળવાન અને શૂરવીર હતો. તેણે તોફાની અને મદોન્મત્ત હાથીઓને વશ કરી તેમના બળ મંદ પાળ્યા હતા. તે કુલપતિનું માનતો ન હતો અને તેમના પુત્રોને પણ મારતો હતો. ...૨૩૧ દુહા : ૧૩ તાપસને માનઈ નહી, બહૈ નહી જિમ સીંહ; એક દીન વનિ આવ્યો અહી, જોતો તી રઈ અબીહ ... ૨૩૨ અર્થ:- ઉદાયનકુમાર તાપસીનું સહેજ પણ સાંભળતો ન હતો. તે વનના રાજા સિંહની જેમ નિર્ભય બની જંગલમાં એકલો ફરતો રહેતો. તે કોઈથી ડરતો ન હતો. એક દિવસ જંગલમાં એક મોટો સર્પ નીકળ્યો. ઉદાયનકુમાર નીડરપણે ઊભો રહી તે સર્પને જોવા લાગ્યો. ...૨૩૨ For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ જીવદયાપ્રેમી ઉદાયનકુમાર ઢાલ : ૧૦ તુંગીયા ગીર શિખરે સોહે એ દેશી. કુમર ઉદયન ફઈ વનમાં, દીઠો ચંદન ઝાડ રે; મોટા મણિઘર રહ્યો વીંટી, જાણે લાંબો તાડ રે કુમર ઉદયન ફરઈ વનમાં,... આંચલી એણઈ અવસર એક ભીલ ભીમો, આવ્યો તે વનમાંહિ રે; મણિઘરનો મણિ સોય લેવા, હણઈ અહી નઈ ત્યાંહિ રે... કુમર ઉદયન તિહાં વારે, મ મારો વન નાગરે; ફરી જોઈ તવ ભીલ દ્રષ્ટી, દીઠો નર મહા ભાગ રે...... ઈંદ્ર રુપ આકાર દીઠો, સકલ ગુણની ખાણિ રે; ભીલ ભાલો લીંઈ તાણી, સુણી અમૃત વાણિ રે... ભીલ કહઈ નાગ હણિસ્યોં, ધરઈ મણિ એ સાપ રે; ઠાંમ હું મણી તે ન લહીએ, મારી લેસ્સું આપ રે.. હાર ગુંજા નારી હઈયે, તિહાં મણી નાયક હોય રે; તિણઈ કારણિં હું તેને મુઉં, મ વારીસ નર તાંય રે... કુમર કહૈ તુઝ રત્ન આપું, પણિ મ કરસ્યો પાપ રે; ભીલ કહૈ મુઝ રત્ન આપો, પછે છોડું સાપ રે... કુમર વેગિં ગયો ધાઈ, મૃગાવતી જિંહા માય રે; કંકણથી એક રત્ન આપો, નાગ જીવીત જાય રે... મૃગાવતીઈ સુત વખાણ્યો, દયાવંત એ પુત્ર રે; લપૂવયે મતિ ધર્મ કેરી, રાખસઈ ઘર સૂત્ર રે... મહા મુરતિ થયાં પિહરસ્યાં, ભાજું કંકણ કેમ રે; આખું કંકણ દીઉં તેહવે, ઘૂંટઈ મણીધર જેમ રે... કુમર કંકણ દઈ ત્યારે, હરખ્યો ભીલ અપાર રે; મણીધરને તે દીઈ જાવા, નાઠચો કુમર તેણી વાર રે... નાગ રુપ સુર ધરી આવ્યો, બોલાવ્યો કહી મિત્ર રે; દયા પરીખ્યા કાજ આવ્યો, નહી અમુઝ તુઝ અત્ર રે... પૂરવ મીત્ર સહી હું તાહરો, રીઝ્યો દેખી દયાય રે; કૃપા થકી તુઝ રાજ હોસઈ, પૂજઈ નર વર પાય રે... રાગ : પરજીઉ For Personal & Private Use Only ... ... ... ... ૨૩૩ ૨૩૪ કુ. ૨૩૫ કું. ૨૩૬ ૩. ૨૩૭ કુ. ૨૩૮ કુ. ૨૩૯ કુ. ૨૪૦ ૩. ૨૪૧૩. ૨૪૨ કુ. ૨૪૩ કુ. ૨૪૪ કુ. ૨૪૫ કુ. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ સોંઈ કિન્નર પૂર પાતાલઈ, તેડી ઉદયન જાય રે; ઘોષવતી દઈ વીણા તેહને, સીખવે સકલ કલાય રે. ... ૨૪૬ કુ. કેતો કાલ તિહાં કુમર રાખી, મુક્યો પાછો ઠામ રે; મૃગાવતીને પાએ લાગી, ખમાવે શીર નામી રે... ... ૨૪૭ કુ. વરસ પંચે મિલઈ રાજા, કુમર વાઘઈ લાજ રે; વિર હાર્થિ તુઝ હર્ચે દીક્ષા, હોર્ચે મુગતિનોં રાજ રે... ૨૪૮ કુ. પડઈ કામે મુઝ સંભારે, કહી વલ્યો સુર રાયરે; વરસ પંચે મિલ્યો રાજા, રીષભ કહેત કથાય રે... ... ૨૪૯ કુ. અર્થ:- ઉદાયનકુમાર જ્યારે વનમાં નિર્ભય બની નિઃશંક પણે ફરી રહ્યો હતો ત્યારે તેણે ચંદનના વૃક્ષને વીંટળાઈને એક મોટો મણિધર સર્પ જોયો. તે સર્પતાડના વૃક્ષની જેમ ખૂબ લાંબો હતો. ...૨૩૩ આ અવસરે (સમયે) વનમાં એક ભીમ નામનો ભીલયુવક ત્યાં આવ્યો. આ ભીલ યુવક મણિધર સર્પના મસ્તકનું મણિ લેવા આવ્યો હતો. તેણે મણિ મેળવવા મણિધર સર્પ ઉપર ભાલો ઉગામ્યો...૨૩૪ તે સમયે તેને અટકાવતાં પાછળથી ઉદાયનકુમારે બૂમ પાડી કહ્યું, “ભીલ કુમાર ! અરણ્યમાં વસતા નિર્દોષ નાગરાજને તમે ન મારશો.” ભીલ યુવકે દ્રષ્ટિ વાળી પાછા ફરીને જોયું તો તેણે કોઈ મહાભાગ્યશાળી બાળક જોયો. ...૨૩૫ તેણે ઈન્દ્ર જેવો સ્વરૂપવાન અને સુંદર મુખાકૃતિવાળો બાળક જોયો. “આ બાળક સગુણોનો ભંડાર લાગે છે.” એવું વિચારી ભીલયુવાને ભાલો પાછો ખેંચી લીધો. તેને ઉદાયનકુમારના અહિંસાજનક વચનો અમૃત તુલ્ય મીઠાં લાગ્યાં. .૨૩૬ ભીલકુવકે કહ્યું, “આ મણિધર સર્પ છે. તેની પાસે અમૂલ્ય મણિ છે. આ સર્પને મારી હું મણિ મેળવવા માંગું છું. જો હું આ સર્પને મારીને મણિ નહીં મળવું તો તમે તે મણિ લઈ લેશો. ..૨૩૭ મારી સ્ત્રીના ગળામાં ચણોઠીનો હાર છે. તે હારમાં વચ્ચે આ શ્રેષ્ઠ મણિ જડવો છે. તે કારણથી હું આ સર્પનો ધાત કરવા ઈચ્છું છું. તમે મને આ કાર્ય માટે રોકશો નહીં.” ...૨૩૮ ઉદાયનકુમારે કહ્યું, “ભીલયુવક! હું તને રન આપીશ. તું રત્ન મેળવવા આ નિર્દોષ, મૂંગા પ્રાણીની હત્યા ન કરીશ.” ભીલયુવકે કહ્યું, “કુમાર ! પ્રથમ અને રત્ન આપો, પછી જ હું આ મણિધર સર્પને છોડીશ'. ...૨૩૯ - ઉદાયનકુમાર દોડતો દોડતો આશ્રમમાં પોતાની માતા મૃગાવતી પાસે આવ્યો. તેણે કહ્યું, “માતે! તમારા કંગનમાંથી એક રન આપો, જેથી હું મણિધર સર્પને અભયદાન આપી શકું, અન્યથા સર્ષનું જીવન સમાપ્ત થઈ જશે'. .૨૪૦ મૃગાવતી રાણીને પુત્રની જીવદયાની ભાવના જોઈ ખૂબ ગૌરવ થયું. માતાએ પુત્રની અનુકંપાની પ્રશંસા કરી. “મારો પુત્ર કરૂણાશીલ છે. બાળ વયમાં જ તેની બુદ્ધિ ધર્મના સંસ્કારોથી સંસ્કારિત છે. તે મોટો For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' થઈ જરૂર કુળનું ગૌરવ વધારશે.” ...૨૪૧ માતાએ પુત્રને કહ્યું, “વત્સ! મેં પિયરમાં મહામુશ્કેલીથી કિંમતી કંગન બનાવ્યું છે. તે કંગન રત્નજડિત છે. તે હું કઈ રીતે ભાંગું? પુત્ર! ભીલયુવકને તું અખંડ કંગન આપજે, જેથી તે મણિધર સર્પને છોડી ઉદાયનકુમારે માતાએ આપેલું કંગન લઈ ભીલયુવકને આપ્યું. રત્નજડિત કંગન જોઈ ભલયુવક અતિ આનંદિત થયો. તેણે મણિધર સર્ષને છોડી મૂક્યો. ઉદાયનકુમાર પણ ત્યાર પછી ત્યાંથી દોડીને જંગલમાં જતો રહ્યો. . ૨૪૩ દેવલોકનો કોઈ દેવ સર્પનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. તેણે ઉદાયનકુમારને “મિત્ર' કહી બોલાવ્યો. દેવે કહ્યું, “મિત્ર! હું તારી જીવદયાની પરીક્ષા કરવા માટે આવ્યો હતો. આ લોકમાં કે પરલોકમાં તારા જેવો અહિંસાપ્રેમી અહીં કોઈ નથી. ..૨૪૪ મિત્ર! હું તારો પૂર્વભવનો મિત્ર છું. તારી પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા જોઈ હું તારા ઉપર પ્રસન્ન થયો છું. મારી કૃપાથી તને રાજ્ય મળશે. ભવિષ્યમાં નાના મોટા રાજાઓ- મહારાજાઓ તારા ચરણોમાં નમસ્કાર કરશે ...૨૪૫ તે કિન્નર દેવ પાતાળ લોકમાં રહેતો હતો. તે ઉદાયનકુમારને પાતાળ લોકમાં લઈ ગયો. દેવે (મોટો ધ્વની કરતી) ઘોષવતી વીણા તેમને આપી તેમજ તેમને સમસ્ત સંગીત કળા શીખવી. ...૨૪૬ થોડા સમય સુધી દેવે ઉદાયનકુમારને પોતાને ત્યાં પાતાળ લોકમાં રાખ્યા. સંગીત કળા શીખી લીધા પછી દેવે પુનઃ ઉદાયનકુમારને પોતાના સ્થાને પાછા મૂક્યા. દેવ ત્યાં આવી મૃગાવતી રાણીના ચરણે નમ્યો તેમજ રાણીને નમસ્કાર કરી ખમાવ્યા (ક્ષમા માંગી). ...૨૪૭ દેવે મૃગાવતી રાણીને કહ્યું, “માતા! પાંચ વર્ષ પછી શતાનીકરાજા સાથે તમારું મિલન થશે. ઉદાયનકુમારની યશ-પ્રતિષ્ઠા અને કીર્તિ ખૂબ વધશે. તમારી પ્રભુ મહાવીર સ્વામીના હસ્તે દીક્ષા થશે. તમને મુક્તિપુરીનું રાજ્ય મળશે. ...૨૪૮ માતા! તમને જ્યારે પણ મારું કાર્ય પડે ત્યારે મારું સ્મરણ કરજો.” એ પ્રમાણે કહી સુરરાય ત્યાંથી પાછા વળી પાતાળ લોકમાં ચાલ્યા ગયા. દેવના કથન અનુસાર પાંચ વર્ષ પછી શતાનીકરાજાનો રાણી સાથે મિલાપ થયો. તેની કથા કવિ ઋષભદાસ હવે કહે છે. .૨૪૯ દુહા : ૧૪ ઉદયન વન ક્રીડા કરે, ભીલ પહંતોઠામ; કંકણ દીધું કામિની, કર પહિરેવા કામ ... ૨૫૦ કંકણ કણ ઢીલો પડવ્ય, મુક્યું નિજ ઘરિમાંહિ; વરસ પાંચ ગયાં પછે, બોલી નારી તાંતિ • ૨૫૧ For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- ઉદાયનકુમાર ચંદનવનમાં રહી વનક્રીડાઓ કરતા હતા. ભીલ યુવાન ખુશ થતો પોતાના ઘરે ગયો તેણે રત્નજડિત કંગન પોતાની પત્નીને હાથમાં પહેરવા માટે આપ્યું. ...૨૫૦ ભીલયુવતીના હાથમાં કંગન મોટું હોવાથી ઢીલું પડયું. તેણે તે કંગન સાચવીને પોતાના ઘર (સંદૂક) માં મૂક્યું. પાંચ વરસનો સમય વ્યતીત થયો. ત્યાર પછી એક દિવસ ભીલયુવતી બોલી. ઢાલ : ૧૧ કંકણના સથવારે રાણીના સમાચાર ...૨૫૧ રાગ : ગોડી . ઈણિ પરે રાય કરંતા રે એ દેશી. નારી કહૈ સુણિ કંત રે, તુમ જઈ કોશંબી; કંકણ વેચી અભ્યો રહીએ ધરણી વચને તેંહ ચાલ્યો નગરીમ્હા; હાટે ગયા સોની તણઈએ મુક્યું કંકણ હાથ રે, નામઈ અંકીત, વસત અપાર તવ પામીઉએ કહઈ ભીલને આવિ રે, તુઝ વેચી દેઉં તેડી ગયો તિ નૃપ કનઈ એ મુંકી ભેટિ મલેહ રે, નૃપ આનંદીઉં; કાજ કહો વણિગ કસ્યું એ તુમ આગલિ આ ભીમ રે, મિં પણિ આણીઉં; તુમ કંકણ એ લાવીઉં એ મુક્યું કંકણ હાથ રે, રાય ૨ીદઈ ધરઈ; મૃગાવતી પહિં મન વસ્યું એ નૃપ કહે કંકણ બોલ રે, તઈ કાંઈ મુકીઉં; મૃગાવતીનો હાથડો એ કોણ હણી મુઝ નારી રે, કહઈ જલમાં વહી; કઈ દાધી વાર્ષિં હણીએ કહઈ રે કંકણ વાત રે, કુણ વન તેં મુંકી; કુણ કુણ દુખ તેહનેં હવા એ કિમ મુઈ તે નારી રે, મુઝ કાંઈ સંભારયો; કિમ તુઝથી અલગી થઈએ ચિંતઈ રાજા તામ રે, કંકણ નહી બોલઈ; પૂછું પહિલાં ભીલનઈ એ For Personal & Private Use Only ૩૮૭ ... ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ... ૨૫૬ ૨૫૭ ... ૨૫૮ ૨૫૯ ... ૨૬૦ ૨૬૧ ૨૬૨ ૨૬૩ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' • ૨૬૪ ૨૬૫ ... ૨૬૬ ••• ૨૬૭ ... ૨૬૮ ૨૬૯ ... ૨૭૦ તેથી આઘો તેહરે, બીહીક તજે સહી; કંકણ વાત માંડી કહીએ બોલ્યો બે કર જોડ રે, હું છું ભીલડો; નામ ભીમ માહરું સહી એ હિંસક પાપી ભીમ રે, પાપ કરયાં ઘણાં; મારયા મૃગ ચીતર સસા એ તીતર અજગીર મોર રે, સૂઅર જંબૂક; વાઘ સિંઘ ગજ રીછડાએ કીધા પાપ અનેક, છોડઈ કુણા વલી; તુઝ દરસણ પુર્વે હવ એ મ કરીસ ચિંતા રાય રે, રાણી તુમ મિલસે; સુત મિલમ્યું તુમ સુંદરુ એ કહું તુમ પ્રેમ કથાય રે, એક દીન વન ગયો; દીઠો મણીધર મેં સહી એ ઘસ્યો મારવા કાજ રે, વારયો તવ કુમારે; કંકણ દેઈ મુકાવીઉં એ જનની સું વનમાં રે, તે નર તિહાં રહઈ; પાંચ વરસ તેહને થયા એ કંકણ વેચવા કામ રે, હું આવ્યો અહીં; તુમ દૃષ્ટિ પડીઉં સહી એ એ કંકણ અવદાત રે, સાચું માનજ્યો; વિણ અપરાધઈ મ હણો એ હરખ્યો નૃપ પરધાન રે, નગરી જન સહુ; મૃગાવતી લહી જીવતી એ ભીલ વધાવ્યો ત્યાંહરે, બહુ ધન આપીઉં; સોની વણીગ સંતિષીઉં એ નૃપ હુઉં ઉછાહરે, તે વન જાવાને; રીષભ કહે રાય સંચરઈ એ ... ર૭૭ અર્થ - ભીલયુવતીએ (કંગનના સંદર્ભમાં) પતિને કહ્યું, “વામી ! તમે સાંભળો તમે કૌશાંબી નગરીની બજારમાં જઈ આ રત્નજડિત કિંમતી કંગન વહેંચી આવો (જેથી આપણું દારિદ્રય દૂર થાય.) આપણે સુખેથી ••• ૨૭૧ ... ૨૭૨ .... ૨૭૩ •• ૨૭૪ ... ૨૭૫ •.. ૨૭૬ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ રહી શકીએ'. ...૨પર ભીલયુવક સ્ત્રીના વચનો સાંભળી કંગન લઈ ત્યાંથી નગરમાં આવ્યો. તે કૌશાંબી નગરીમાં પહોંચી સોનીની દુકાને ગયો. ...૨૫૩ ભીલયુવકે સોનીના હાથમાં રત્નજડિત કંગન મૂક્યું. આ કંગન ઉપર મૃગાવતી રાણીનું નામ અંકિત હતું. ભીલયુવકે સોનીને કહ્યું, “આ કિંમતી કંગન વેચીને હું ઘણી વસ્તુઓ મેળવીશ.” ...૨૫૪ સોનીએ ભીલને કહ્યું, “તું મારી સાથે આવ. હું તને સારી કિંમતમાં આ કંગન વેચી આપીશ.” સોની આ પ્રમાણે કહી ભીલયુવકને શતાનીકરાજા પાસે લઈ ગયો. ...૨૫૫ સોનીએ રાજદરબારમાં આવી પોતાની સાથે લાવેલ કિંમતી ભેટ-સોગાદો રાજાને ભેટ ધરી. રાજા ખૂબ પ્રસન્ન થયા. તેમણે સોનીને કહ્યું, “શેઠ! તમે ક્યા કાર્ય માટે આવ્યા છો? તે કહો.” ...૨૫૬ સોનીએ કહ્યું, “મહારાજ! આ ભીમ નામના યુવકને હું તમારી પાસે લાવ્યો છું. આ યુવક તમારું કંગન (મૃગાવતી રાણીના નામનું કંગન) મારી પાસે લાવ્યો છે.” ...૨૫૭ સોનીએ પોતાની પાસે રહેલું કંગન રાજાના હાથમાં મૂક્યું. રાજાએ મૃગાવતી રાણીનું કંગન જોઈ તેને હૃદય સરસો ચાંપ્યો. રાજાને મૃગાવતી રાણીની જેમ તેમનું કંગન પણ મનને ખૂબ પ્રિય હતું. ...૨૫૮ (કંઈક અશુભ થયાની આશંકાથી) રાજા બોલ્યા, “હે કંગન! તું કહે. મારી પ્રિય રાણીનાં કોણે પ્રાણ હરણ કર્યા છે? હે કંગન!તેં મૃગાવતી રાણીના હાથનો સથવારો શામાટે છોડી દીધો. ...૨૫૯ હે કંગન! તું કહે. મારી પ્રાણપ્રિય રાણીની કોણે હત્યા કરી ? તે પાણીમાં પડીને તણાઈ ગઈ? શું તેને જંગલના જંગલી વનચરોએ (વાધ) બચકા ભરી મારી નાખી (ફાડી ખાધી). ...ર૬૦ હે કંગન! તું મને તારો વૃત્તાંત કહે. (તું તો સદા તેની સાથે રહેતું હતું, તેને જંગલમાં એકલી કોણે મૂકી? મારી પ્રિય રાણીને કેવાં કેવાં દુઃખો સહન કરવાં પડયાં હશે? ... ર૬૧ મારી પ્રિય રાણીનું મૃત્યુ શી રીતે થયું હશે? શું તેણે મને અંતિમ પળોમાં યાદ કર્યો હતો? હે કંગન ! તે તારાથી શી રીતે અળગી (દૂર) થઈ તે કહે.” ...૨૬૨ રાજાએ વિલાપ કરતાં એકાએક વિચારધારા બદલી ચિંતન કર્યું કે, કંગન તો મૂક છે. તે નહીં બોલે તેનો વૃત્તાંત હું આ ભીલયુવકને જ પૂછું.” ...૨૬૩ શતાનીક રાજાએ ભીલયુવકને એક બાજુ બોલાવી કહ્યું, તું ભયભીત થયા વિના મને કંગનનો વૃત્તાંત કહે. ...૨૬૪ ભીલયુવકે હાથ જોડી વિનંતી કરતાં કહ્યું, રાજ! એક જંગલમાં રહેનારો ભીલ યુવક છું. મારું નામ ભીમ છે. •.૨૬૫ પશુઓનો શિકાર કરનારો હિંસક, પાપી ભીમ છું. મેં જંગલના પ્રાણીઓનાં વધ કરી અપાર પાપ કર્મો કર્યા છે. મેં મૃગ, ચિત્તા, સસલા જેવા ઘણાં પ્રાણીઓની હિંસા કરી છે. હે રાજન! મારા જીવે તેતર, અજગર, મોર, સૂવર, શિયાળ, વાઘ, સિંહ, હાથી અને રીંછ જેવા For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' પશુ-પક્ષીઓના પ્રાણઘાત કર્યા છે. ...ર૬૭ હે મહારાજ! મારા જીવે અનેક પાપકર્મો કર્યા છે. મેં કોઈ જીવને છોડયાં નથી. હું કંગન વેચવા અહીં આવ્યો ત્યારે) પુણ્યના ઉદયથી મને આપનાં દર્શન થયાં છે. ...૨૬૮ હે મહારાજ! તમે બિલકુલ ચિંતા ન કરશો. તમને મૃગાવતી રાણી અને તમારો અનુપમ સૌંદર્યવાન પુત્ર જરૂરથી મળશે. .ર૬૯ હે મહારાજ! કંગન વિશેની તમને હું પ્રેમકથા કહું છું. હું એક દિવસ ચંદન વનમાં ગયો હતો. મેં ત્યાં ચંદનના વૃક્ષ ઉપર મણિધર સર્ષને વીંટળાયેલો જોયો. ..૨૭૦ મેં તેને મારવા માટે પકડયો, ત્યારે (જીવદયા પ્રેમી) ઉદાયનકુમારે મને અટકાવ્યો. તેમણે મારા હાથમાં રત્નજડિત કંગન આપી મણિધર સને છોડાવ્યો. ...ર૭૧ આ ઉદાયનકુમાર પોતાની માતા સાથે ચંદનવન નામના જંગલમાં છેલ્લા પાંચ વર્ષથી રહે છે. ..ર૭ર ઉદાયનકુમારે આપેલુ કંગન લઈ હું કૌશાંબી નગરીની બજારમાં વેચવા માટે સોની પાસે આવ્યો. ત્યાં સોની મને તમારી પાસે અહીં લાવ્યો ત્યારે તમારી દ્રષ્ટિ મારા પર પડી. ...૨૭૩ મહારાજ! આ કંગન વિશેની સર્વ હકીકત મેં તમને કહી. હું નિરપરાધી છું. મને મારશો નહીં.' ...૨૭૪ રાજસભામાં રહેલા રાજા, પ્રધાન મંત્રીઓ અને નગરજનો સહુ મૃગાવતી રાણી અને ઉદાયનકુમાર જીવતા છે એવું જાણી ખૂબ પ્રસન્ન થયા. ...૨૭૫ શતાનીકરાજાએ ભીલ યુવકને ખુશાલીના સમાચાર આપવા બદલ ધન્યવાદ આપ્યા. તેને ખૂબ ધન આપી સન્માન કર્યું. રાજાએ સોની (વણિક) ને પણ ખુશ કર્યો. ...૨૭૬ શતાનીકરાજા, મૃગાવતી રાણી અને ઉદાયનકુમારને મળવા ચંદનવનમાં જવા ઉત્સુક બન્યા. કવિ ઋષભદાસ કહે છે કે રાજાએ ચંદનવનમાં જવા પ્રયાણ કર્યું. ...૨૭૭ દુહા : ૧૪ નૃપ બોલાવઈ ભીમનઈ, તું ઉપગારી જન; કુમરે અહી મુંકાવીઉં, તે દેખાડો વન ... ર૭૮ અર્થ - શતાનીકરાજાએ ભલયુવકને બોલાવીને તેની પ્રશંસા કરતાં કહ્યું, “હે યુવક! તું અમારા માટે પરોપકારી પુરુષ છે. ઉદાયનકુમારે મણિધર સર્પને છોડાવ્યો તેમજ તને કંગન આપ્યું અને તું અમને જંગલનો માર્ગ બતાવ.” .૨૭૮ ચોપાઈ : ૫ ચંદનવનમાં વિહરતાં તે વન વાટ દેખાડો સહી, ચાલો ભીમ આગલિ તુમ વહી; તુઝ મુઝ મલીઉં પૂણ્ય જોગ, ચઉદ વરસનો ભાગ વયોગ ... ર૭૯ For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ આગલથી દેખાડો વાટ, મુઝ મનથી ટાલો ઉંચાટ; કરો પુરુષ તુમ પર ઉપગાર, ભોજન ભીમ કરાવ્યો સાર ફોફલ પાન ભીમા ક૨ ધરઈ, કુંકુમ તીલક શિર શિખરું કરે; સુકન સાર જોઈ સંચરે, જિમણી ભઈરવ ચિંતા હરે ચાલ્યો ભીમ વન પરવત છોડિ, જોઈ કતોહલ રાજા કોડિ; મલીયાલિ તે ચાલી ગયા, ચંદન વનમાં ઉભા રહ્યા ભીમ કહે આ વન ભુપાલ, જનનીસ્યું તે દીઠો બાલ; તુજ સ્ત્રી સુત મલિસ્સે એણઈ ઠામિ, દીઉં સીખ જાઉં મુઝ ગામિ આધો હું નવિ આવું કદા, તાપસ વાસ અછઈ તિહાં સદા; તે પાપીનું મુખ નવિ જોય, શ્રાપ દીધઈ તાપસ સોય હરખ્યો તિહાં કોલંબી ધણી, આપી ભીમનેં લખમી ઘણી; ચાલ્યો કહ્યું ન મારીશ જીવ, તેણઈ તું સુખીઉં હોઈ સદીવ અર્થ : “હે ભીમ ! આ જંગલની વાટમાં તું અમને માર્ગ બતાવ. તું પ્રથમ (આગળ) ચાલ. અમે તારી પાછળ ચાલશું. મારા પ્રબળ પુણ્યથી તું મને આજ મળ્યો છે. ભાગ્યયોગે (કર્મસંયોગે) મારે રાણી સાથે ચૌદ વરસનો લાંબો વિયોગ થયો છે. • ૨૮૫ ૩૯૧ ... ૨૮૦ ... ૨૮૧ For Personal & Private Use Only ૨૮૨ ... ૨૮૩ ...૨૭૯ હે ભીમ ! તું આ દુર્ગમ જંગલનો આગળનો માર્ગ (પથ) બતાવ. તું મારા મનની ચિંતા દૂર કર. હે યુવક ! તું મારા ઉપર હજી વધુ ઉપકાર કર'' રાજાએ ભીલયુવકને સરસ ભોજન કરાવ્યું. ...૨૮૦ ભોજન કર્યા પછી શતાનીક રાજાએ ભીમકુમારના હાથમાં પાન-સોપારીનો મુખવાસ ધર્યો. રાજાએ મંગલ પ્રયાણ કર્યા પૂર્વે કપાળના મધ્ય ભાગમાં કુમકુમનું તિલક કર્યું. રાજા ઉત્તમ શુકન જોઈ ભીમકુમાર સાથે વનમાં જવા નીકળ્યા. જમણી બાજુ ભૈરવનાથનું મંદિર હતું, જેઓ (વિઘ્નહર્તા હોવાથી) સર્વના સંકટો દૂર કરે છે. ...૨૮૧ ભીમકુમાર વિશાળ જંગલો અને ઊંચા ઊંચા પર્વતો પસાર કરતો આગળ ચાલ્યો. રાજાએ માર્ગમાં અનેક (ક્રોડો)કુતૂહલો (આશ્ચર્યકારી ઘટનાઓ) જોયા. તેઓ ચાલતાં ચાલતાં મલયાચલ પર્વતના ચંદનવનમાં જઈ ઊભા રહ્યા. ... ૨૮૪ ...૨૮૨ ભીમકુમારે કહ્યું, “મહારાજ ! આ ચંદનવન છે. મેં આ વનમાં આ સ્થળે જ માતા અને બાળકને સાથે જોયા હતા. તમને તમારી પત્ની અને બાળક આ સ્થાનેથી જ મળશે. તમે મને શીખ (રજા) આપો, જેથી હું મારા દેશમાં પાછો ફરું'’ ...૨૮૩ (રાજાએ ભીમકુમારને સાથે ચાલવાનો આગ્રહ કર્યો ત્યારે) ભીમકુમારે કહ્યું, “મહારાજ! હું જંગલમાં આ સીમાથી આગળ ક્યારે પણ નહીં આવું. ત્યાં કાયમ માટે તાપસોના રહેઠાણ છે. પાપી, અધમ વ્યક્તિઓનું હું મુખ પણ જોવા માંગતો નથી. આ તાપસોએ મને એવો શ્રાપ આપ્યો છે.’’ ...૨૮૪ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” કૌશાંબી નરેશ શતાનીકરાજાએ ખુશ થઈ ભીમકુમારને પુષ્કળ ધન આપી વિદાય કર્યો. (ભીલ યુવકે રજા લેતાં કહ્યું, “હું હવે જાઉં છું.') રાજાએ તેને શિખામણ આપતાં કહ્યું, ભીમ! તું કોઈ પણ જીવની હત્યા ન કરીશ. અહિંસાનું પાલન કરનાર આત્મા સદા સુખી થાય છે.” ...૨૮૫ દુહા : ૧૫ સીખદેઈનૅચાલીઉં, ભીમન કરતો પાપ; સતાનીક નીજ મંત્રીત્યું, વનમાં ફરતો આપ ... ૨૮૬ અર્થ :- ભીમકુમાર રાજાની વિદાય લઈ ત્યાંથી ચાલ્યો ગયો. તેણે જીવહિંસાનો ત્યાગ કર્યો. શતાનીકરાજા પોતાના મંત્રીઓ સાથે જંગલમાં પોતાની રાણી અને પુત્રને શોધતા ફરવા લાગ્યા. ...૨૮૬ ઢાલ : ૧૨ તાપસ આશ્રમ દર્શન એમ વિપરીત પરુપરા એ દેશી. રાગઃ અશાવરી સીંધૂઉં સતાનીક વનમાં ભમઈ, અનેક તરુ ફલ નિરખઈ રે; નવિ હરખઈ રે, બ્રહ્મઈ દાવાનલ દાઝતો એ સુપ્રતીપ સ્યું નૃપ જૂઈ, તાપસને આશ્રમિં રે; કરમિં રે, કબી એક નારી સુત મિલે એ તાપસ ઉંડવલે ગયા, દેખઈ મૃગ સીહી ત્યાહ્યો રે; ત્યાંહ્યો રે, નીકુલ નાગ છઈ એક ઠાએ મહીમા બહુ તાપસ તણી, દેખઈ ઘેનના વાડા રે; આડા રે, મૃગલા ચુકન કરઈ સહી એ દખણ અંગ ગૃપ ફરકતો, તવ એક કૂમરસૂ દેખાઈ રે; પેખાઈ રે, પ્રેમ કરી રાજા ઘણી એ નૃપ મંત્રી પરતઈ કહઈ, જેણઈ મુકાવ્યો નાગોરે; મહાભાગો રે, સોય કુમાર નહી એકદાએ જે દેખી મન ઉલ્ટમેં, મન મિલવાનું થાય રે; રાયઈ રે, ભાખઈ પૂરવ પ્રેમડો એ એમ ચિંતીને ચાલીઆ, આવ્યા તાપસ સંગિ રે; રગિં રે, પ્રણમે તાપસ પાયો લાંગો એ તાપસને નૃપ પુછતો, આ કુણ પાસિં બાલો રે; કૃપાલો રે, એહનો તાત કોએ રાજીઉએ બ્રહ્મભુતિ ગુરુ અમ તણો, વિશ્વભુતી તસ ચેલો રે; પુણ્ય વેલો રે, એક દીન મલયાચલ ગયો એ ... ર૯૬ - ર For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ભારંડ પંખીઓ મુખ થકી, દીઠી પડી એક નારી રે; મનોહારી રે, કરી નઈ આણી ગુરુ કને એ નામ મૃગાવતી તેહનોં, સતાનીકની રાણી રે; પ્રાણી રે, પુણ્યવંત પ્રસવ્યો દિકરો એ નામ ઉદયન તેહનાં, આ બઈઠો તે બાલો રે; ભૂપાલો રે, પૂત્ર કહી તિહાં તેડ્યો એ ઉદયન તવ ખીયો ઘણો, સતાનીક વન કોઈ રે; મોઈરે, પુત્ર કહી મમ તેડડ્યો એ રહ્યો સતાનીક સાંભલી, હઈડઈ અતી હરખંતો રે; નિરખતંતો રે, રીષભ કહઈ રાણી તણે એ ... ૩૦૧ અર્થ - શતાનીકરાજા વનમાં ફરતાં હતાં. તેમણે વિવિધ પ્રકારનાં અનેક વૃક્ષો અને ફળો જોયાં પરંતુ (પોતાની રાણી અને પુત્રના વિરહમાં તેમને કોઈ વસ્તુ સારી લાગતી ન હતી) તેમના હૃદયે કોઈ હરખ ન હતો કારણકે તેમના હૃદયમાં અનંગની પીડારૂપી દાવાનળ પ્રજિવલત થયો હતો. ...૨૮૭ રાજાએ જંગલમાં ફરતાં ફરતાં દૂર દૂર તેજસ્વી પ્રકાશ જોયો. (આ પ્રકાશની દિશામાં તેઓ આગળ વધ્યા, ત્યાં તાપસોનાં આશ્રમ હતા. રાજાએ મનોમન વિચાર્યું, “મારા ભાગ્યમાં (કર્મમાં) સ્ત્રી અને પુત્રનું મિલન ક્યારે લખ્યું હશે? ..૨૮૮ શતાનીકરાના તાપસીના આશ્રમમાં આવ્યા. તાપસો તેમને આશ્રમ બતાવતાં ગાઢ જંગલમાં લઈ ગયા. ત્યાં રાજાએ હરણ, સિંહ જેવા પશુઓને ત્યાં જોયા. તાપસીએ (ઈશારો કરી બતાવતાં) કહ્યું, “મહારાજ!તે સ્થાનમાં એક ઉત્તમ જાતિનો સર્પ રહે છે” ...૨૮૯ તાપસો ખૂબ પ્રતાપી અને યશસ્વી હતા. રાજાએ આશ્રમ પાસે વાડામાં ઘણી ગાયો જોઈ. (તાપસી પાસે પુષ્કળ પ્રમાણમાં પશુધન હતું) રાજા જ્યારે આશ્રમની શોભા નીહાળતા હતા ત્યારે મૃગલાઓનું ટોળુ નિશ્ચિંત બની આડું ઉતરયું તેથી શુભ શુકન થયા. ...૨૯૦ શતાનીકરાજા વનવિહાર કરી રહ્યા હતા ત્યારે તેમનું જમણું અંગ ફરક્યું. ત્યારે તેમણે જંગલમાં એક વરૂપવાન બાળક જોયો. રાજા તે બાળકને નેહભરી નજરે (ટીકી ટીકીને) જોવા લાગ્યા. ...ર૯૧ શતાનીકરાજાએ મંત્રી તરફ જોઈને કહ્યું, “મંત્રીશ્વર ! આ બાળક તે જ હોવો જોઈએ, જેણે મણિધર સર્પને ભીલના હાથમાંથી છોડાવ્યો હતો. આ સમયે સંભવ છે કે આ કુમાર જેવો મહાભાગ્યશાળી કુમાર બીજો કોઈ દેખાતો નથી'' ••.૨૯૨ રાજાએ પૂર્વના ઋણાનુબંધના કારણે પ્રીતિ ઉપજતાં મંત્રીશ્વરને કહ્યું, “મને આ બાળક પ્રિય છે. આ બાળકને જોઈ મારું હૃદય પુલકિત બન્યું છે. મને તેને ભેટવા (મિત્રતા)નું મન થાય છે... ...૨૯૩ એ પ્રમાણે બાળકનો વિચાર કરતાં તેને મળવા રાજા આગળ ચાલ્યા. તેમની સાથે તાપસી પણ For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” આપ્યો. આવ્યા. ત્યાં બાળકે આવી સ્નેહપૂર્વક તાપસને પગે લાગી નમસ્કાર કર્યા. ...૨૯૪ રાજાએ ઉત્સુક બની તાપસને પૂછયું, મહર્ષિ! આ આપની પાસે ઊભેલું બાળક કોણ છે?” તાપસે કહ્યું, “હેપ્રજાપાલક ! આ બાળકના પિતા કોઈ નગરના રાજા છે. ...ર૯૫ અમારા ગુરુવર બ્રહ્મભૂતિ મહર્ષિ છે. તેમના શિષ્ય વિશ્વભૂતિ ઋષિ છે. તેઓ પુણ્યયોગે એક દિવસ મલયાલ પર્વત ઉપર ગયા હતા. ...ર૯૬ ત્યારે (આકાશમાં ઉડતા) એક ભાખંડ પક્ષીના મુખમાંથી એક સ્ત્રી નીચે પડી. મહર્ષિએ તે સ્ત્રીને વનમાં જોઈ. તે અત્યંત સ્વરૂપવાન હતી. તેઓ તેને ઉપાડીને પોતાના ગુરુ પાસે લાવ્યા. ...ર૯૭ તે સ્ત્રીનું નામ મૃગાવતી છે. તે શતાનીકરાજાની રાણી છે. તેણે કાળક્રમે પુણ્યવાન પુત્રને જન્મ ...૨૯૮ હે મહારાજ! આ બાળક જે બેઠો છે, તેનું નામ ઉદાયન છે.” રાજાએ તેને “પુત્રના નામથી સંબોધન કરી પોતાની પાસે બોલાવ્યો. ...ર૯૯ ઉદાયનકુમાર પુત્રના સંબોધનથી અત્યંત ખીજાયો. તેણે કહ્યું, “શતાનીકરાજા મારા પિતા છે. તેમના સિવાય આ વનમાં પણ કોઈ મને પુત્ર કહીને બોલાવતા નથી.” ..૩૦૦ શતાનીકરાજાને પુત્રની વાત સાંભળી હૃદયમાં અપાર હર્ષ થયો. રાજા પોતાના પુત્રને મન ભરીને જોવા લાગ્યા. કવિ ઋષભદાસ કહે છે કે ઉદાયનકુમાર પોતાની માતાની પ્રતિછાયા સ્વરૂપ હતો. ...૩૦૧ દુહા : ૧૬ રાણી જેહમૃગાવતી, તાપસ દરિસણ જાય; મંત્રી નૃપને કહે જુઉં, પુજઈ દરિસણ થાય ... ૩૦૨ અર્થ - મૃગાવતી રાણી મહર્ષિના દર્શન કરવા આવ્યા. (તે સમયે તાપસ રાજા અને મંત્રીને લઈને આશ્રમમાં આવ્યા.) ત્યાં મંત્રીશ્વરની નજર રાણી ઉપર પડી. તેમણે રાજાને કહ્યું, “રાજનું! મહાપુણ્યના યોગથી આજે તમને મહારાણી મૃગાવતીનાં દર્શન થશે.' ...૩૦૨ ઢાલ : ૧૩ પત્ની અને પુત્ર સાથે મિલાપ લંકામાં આવ્યા શ્રીરામ રે એ દેશી. રાગ ઃ મારુ પુણ્યઈ સહુ સીઝઈ કામ રે, પુણ્યે ઘર ઘરણી દામ રે; પુણ્યઈ હોઈ પ્રથવી રાજ રે, પુઈ જસ કરતિ લાજ એ પુણ્યઈ રાત વેલાઉલ થાય રે, પુર્વે મીલેં નીજ વાહલાય રે; પુણ્યઈ હોંઈ ભોજન ભોગ રે, પુર્વે ટલેં સકલ વિયોગ રે પુર્વે મલી રાયને રાણી રે, ઉંઢણ વલકલ અંઘોલી રે; ધરયા કંઠિ કુસુમના હાર રે, પિંહરયા સીલ રુપ શિણગાર રે ... ૩૦૫ ... ૩૦૩ ... ૩૦૪ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ • ૩૦૬ ... ૩૦૭ .. ૩૦૮ ... ૩૦૯ ••• ૩૧૦ •.. ૩૧ર કહઈ નૃપ મંત્રી નઈ એમ રે, મુઝ મુખ જોસઈ એ કેમ રે; લાર્જિનઈ મલ્યો ન જાય રે, કરો મંત્રી તુમહી ઉપાય રે મંત્રી પગિ લાગી રાય રે, કેડિ તાપસ કૌતક જોય રે; હાથ ઝાલીને બેઠો કીધો રે, મંત્રીને ઠબકો દીધો રે નૃપ બહુ નારી ભરતાર રે, તેણઈ ન કરી માહરી સાર રે; તો તિ ન કરી કાં સૂધિ રે, ભાઈ કિહાં ગઈ તુમ બુધિ રે જો મુઝ વીસરી ગઈ રે, તો સુત વીસાયો કાઈ રે; સહૂ આણઈ મુખની લાજ રે, મુખ ફેરવિ કાં કરઈ કાજ રે ફરી બોલ્યો સેનાની તામ રે, રાઈ જોયા વન આરામ રે; ઘણા દેશ વિદેશ ચલાવ્યા રે, કોઈ સુધિ લેઈ નવિ આવ્યો રે નીજ નૃપ ધરતો દુખ હરે, લહઈ કેવલચાની તેહ રે; સુણી સતીઈ નિરખ્યો નાથ રે, તવો હેઠો જુઈ રાય રે ... ૩૧૧ નારી કહે નૃપ ઉંચો જુએ રે, મુઝ કરમાઈ વિજોગ જ હુઉં રે; નથી કાઈ તુમારો વાંક રે, પુણ્ય ખુટે દુખી રાય રાંક રે એમ કહીનઈ તેડ્યો બાલ રે, મલ્યો કોસંબી ભૂપાલ રે; મિલવાઉં માહો મુઝ રે, મિલ્યો તાત ઉભો આ તુઝ રે ૩૧૩ કર જોડી લાગો પાય રે, ઉઠી આલિંગન દે રાય રે; આનંઈ આનંદ કેરા પૂર રે, રિદઈ વિકસે પૂર રે, વિહાણઈ જિમ સૂર રે ... ૩૧૪ રાય નમીઉં તાપસ પાય રે, તઈ મેળવ્યો સુતા સુતામાય રે, બ્રહ્મભૂતિ નઈ નમતો રાય રે, માંગઈ અનુમતિ તેણઈ ઠાય રે .. ૩૧૫ દિઈ તાપસ તિહાં આસીસ રે, ચાલ્યો તિહાંથી જ નરેસ રે; અનુકરમેં નગરી આર્વે રે, મંત્રી જન સાહમા જાવું રે ... ૩૧૬ રાઈ આવ્યો નગરીમાંહિ રે, બંદી જન મુક્યા તાંહિ રે; પહઈરામણી સબલાં દાન રે, હોઈ જિનપૂજા બહુ ગાંન રે ... ૩૧૭ પલઈ નગરીમાંહિં અમારિ રે, લલીઆ તોરણ ઘરબાર રે; જોઈ ઉદયનને સહુ લોક રે, રુપ દેખી મલઈ નર થોક રે . ૩૧૮ અર્થ - પ્રચુર પુણ્યના ઉદયથી સધળાં વિષમ કાર્યો પાર પડે છે. પ્રબળ પુણ્યના યોગથી ઉત્તમ ગૃહ, ગૃહિણી અને સંપત્તિ મળે છે. ઘણા પુણ્યના સંગ્રહથી જ પૃથ્વીપતિ થવાય છે. પુણ્યથી જ યશ, પ્રતિષ્ઠા અને કીર્તિ વધે ...૩૦૩ પુણ્યનાં પ્રભાવે રણ (રાન)માં પણ સમુદ્ર (વેલાઉલ) અર્થાતું પાણી પ્રગટે છે. પુણ્યથી પોતાના For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” સ્વજનો સાથે મિલાપ થાય છે. પુણ્યથી જ ભોજન અને ભોગપભોગની સામગ્રી મળે છે. પુણ્ય વિદાય લેતાં પાપના ઉદયથી સર્વ સંયોગ વિયોગમાં પરિવર્તન પામે છે. ...૩૦૪ પુષ્કળ પુણ્યનો સંચય થતાં શતાનીકરાજાને તેમની પ્રિય રાણી સાથે મિલાપ થયો. મૃગાવતી રાણીએ નાન કરી સંન્યાસીનીને યોગ્ય વસ્ત્ર (વલકલ) પરીધાન કર્યા. તેમણે માથા ઉપર સાડી ઓઢી હતી. તેમણે ગળામાં સુગંધી પુષ્પોનો હાર પહેર્યો હતો તેમજ દેહ ઉપર શીયળરૂપી શણગાર સજ્યાં હતાં. ...૩૦૫ શતાનીકરાજાએ મંત્રીને કહ્યું, “મહારાણીએ ગુસ્સામાં મુખ ફેરવી લીધું છે. મંત્રીશ્વર! હું આ મહર્ષિઓ સમક્ષ લોક લજ્જાથી મહારાણીને મળી શકતો નથી. તમે કંઈક ઉપાય - યુકિત કરો જેથી રાણીને હું મળી શકે.” ...૩૦૬ રાજા મંત્રીના પગે પડયા. તેમની સાથે રહેલા તાપસોએ આ કૌતુક જોયું. (તેમને આશ્ચર્ય થયું.) તેમણે રાજાને હાથ પકડી ઊભા કર્યા. મંત્રીને ઠપકો આપતાં રાણીએ કહ્યું. .૩૦૭ આ રાજા ઘણી સ્ત્રીઓના રવાની છે તેથી તેમણે મારી કોઈ તપાસ ન કરી. મંત્રીશ્વર ! તમે પણ મારી શોધ ન કરી? તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? ...૩૦૮ જો એ મને ભૂલી ગયા તો ઠીક છે પરંતુ પોતાના પુત્રને કેમ ભૂલી ગયા? બધા મુખ ફેરવીને શા માટે કાર્ય કરો છો.' ...૩૦૯ ત્યારે સેનાપતિ ખુલાસો કરતાં કહ્યું, “રાજાએ ઘણા ઉપવનો, જંગલો અને અનેક જગ્યાએ તમારી. તપાસ કરાવી. ઘણા દેશ પરદેશમાં સેવકો મોકલાવી તપાસ કરાવી પરંતુ કોઈ વ્યક્તિએ તમારા સમાચાર ન આપ્યા. ...૩૧૦ પોતાની રાણીના વિયોગથી રાજા રવયં અત્યંત દુઃખી છે. તેમનું દુઃખ તો કોઈ કેવળજ્ઞાની મહાત્મા જ જાણી શકે.” આ વાર્તાલાપ સાંભળી મૃગાવતી રાણીએ માઢું ફેરવી રાજા તરફ જોયું, ત્યારે રાજા અત્યંત દુઃખી ચહેરે નીચું જોવા લાગ્યા. ...૩૧૧ રાણીએ કહ્યું, “મહારાજા! તમે દુઃખી ન થાવ, તમે ઊંચુ જુઓ. તેમાં તમારો કોઈ ગુનો નથી. આતો મારા જપૂર્વકૃત અંતરાય કર્મનો ઉદય હોવાથી આપણી વચ્ચે વિયોગ થયો. ખરેખર! જ્યારે પુણ્ય ખૂટે છે ત્યારે રાજા અને રંક દુઃખ અનુભવે છે.” ...૩૧ર મહારાણી મૃગાવતીએ આ પ્રમાણે કહીને પોતાના પુત્રને ત્યાં બાલાવ્યો. કૌશાંબી નરેશ શતાનીક રાજા પોતાના પુત્રને મળ્યા. ઉદાયનકુમારે ત્યારે માતાને પૂછયું, “માતા! આ પુરુષ કોણ છે? તેમની સાથે મારો પરિચય કરાવો.' માતાએ વહાલથી પુત્રને કહ્યું, “વત્સ ! આ ઊભા છે, તે તારા પિતાજી છે. તેમને આલિંગન કર”. ...૩૧૩ ઉદાયનકુમારે વિનયપૂર્વક પિતાજીને પગે લાગી, બે હાથ જોડી નમસ્કાર કર્યા અને તરત જ દોડીને પિતાને ભેટી પડયો. પિતા અને પુત્રના મિલનથી સર્વની આંખો અશ્રુભીની થઈ. જેમ દેવવિમાનમાં દેવ તીવ્ર ઝડપથી જાય છે તેમ રાજાના હૃદયમાં પુત્ર વાત્સલ્યનું પૂર ઉભરાયું. ...૩૧૪ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ શતાનીકરાજાએ આશ્રમમાં રહેલા મહર્ષિઓના ચરણે નમસ્કાર કર્યા. તાપસ આશ્રમમાંથી તેમણે પોતાની પત્ની અને પુત્રને મેળવ્યા. રાજાએ તાપસોના વડેરા બ્રહ્મભૂતિ મહર્ષિને નમસ્કાર કર્યા તેમજ તેમની પાસેથી પાછા પોતાના સ્થાને જવાની અનુમતિ માંગી. ...૩૧૫ બ્રહ્મભૂતિ મુનિના આશીર્વાદ લઈ રાજાએ પોતાના નગર તરફ આવવા પ્રયાણ કર્યું. થોડા દિવસો પછી તેઓ નગરમાં પહોંચ્યા, ત્યારે નગરજનો તેમજ મંત્રી તેમને લેવા માટે સામે આવ્યા. ...૩૧૬ મહારાજા શતાનીકે (પુત્ર અને પત્નીના મિલનની ખુશીમાં) નગરીમાં આવી જેલમાં પૂરેલા સર્વ કેદીઓને મુક્ત કર્યા. ગરીબોને અનાજ, વસ્ત્રાદિ ઘણાં પ્રકારનાં દાન આપી સંતુષ્ટ કર્યા. નગરમાં જિનપૂજા અને ગીતોનું આયોજન થયું. નગરમાં એ દિવસે અમારી પ્રવર્તન થયું. નગરજનોએ પોતાના દ્વારે સુશોભિત તાલિયા તોરણ (વિશિષ્ટ પ્રકારના ફૂલ, પાંદડા સાથે કસબીદાર, જરિયાન કાપડના ટુકડા કે વરખ વપરાયા હોય તેવાં તોરણ) બાંધ્યા. તેઓ ઉદાયનકુમારના દેવતુલ્ય સૌંદર્યને એકીટશે જોઈ રહ્યા. (બધાના મુખમાંથી ઉગારો નીકળ્યાં કે) અપૂર્વ સૌદર્ય!બહુ અલ્પ લોકોને મળે છે. ...૩૧૮ દુહા : ૧૭ ઉદયન રુપ સુરથી ઘણો, દેખીહરખઈ રાય; એક દીન બઈઠો નરપતિ, પૂરી રાજસભાય .. ૩૧૯ અર્થ:- ઉદાયનકુમાર દેવલોકના દેવથી પણ વધુ સોંદર્યવાન હતા. શતાનીકરાજા પોતાના પુત્રને જોઈ ખૂબ હરખતા હતા. એક દિવસ તેઓ રાજસભા ભરીને બેઠા હતા. ચોપાઈ ૬ સંગીત વિશારદ ઉદાયનકુમાર - 'વરદત્ત ચિત્રકારની કથા સભા સોય પૂરી નૃપ જિસે, વિણાવાદી આવ્યો તિસે; મધૂર ગીત કરિ વીણા વાય, તેણઈ નાદે રીઝઈ નર રાય કહઈ મુઝસ્યુ લ્યો કો સંવાદ, ઘણા પુરુષ ઉતારયા નાદ; તવ ઉદયન તિહાં ખમ્યો ન જાય, ઘોષવતી વાંઈ વણાય તિણે નાદે ડોલે સુર રાય, વાદી સોય નમાવ્યો પાય; ભાખી વીણા તણી કથાય, જિર્ણો વન હૂતા સૂતાને માય મુંકાવ્યો મારતો સાપ, ટલી નાગ થયો સુર આપ; મુઝને લઈ પાતાલેં ગયો, દેઈ વીણા પાછો મુંકીયો વિણાં નાદિ ન જિતઈ કોય, સુણી વાત ખુસી રાજા હોય; યુવરાજ શુભ મુરતિ કીધ, કલા કુંવરની હોય પ્રસિદ્ધ •.. ૩૨૪ (૧) વરદત્ત ચિત્રકારની કથાઃ શ્રી ગુણચંદ ગણિકત “શ્રી મહાવીર ચરિત્ર' - અષ્ટમ પ્રસ્તાવ. પૃ. ૩૯૯. For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ... ૩૨૫ ... ૩ર૬ ... 8ર9 •૩૨૮ ૨૨૯ •.. ૩૩૦ ... ૩૩૧ એક દીન રાય સતાનીક જેહ, પુરી સભાને બેઠો તેહ; પૂછે દૂતને રાજા તહી, કહ્યું અલુણો દેખઈ અહી ચીત્રશાલ કાંતીપુરમાંહિ, અસી ન દેખોં તુમ ઘરમાંહિ; દીઠી પુફયુલ નૃપ બારિ, તસી કરાવો આણે હારિ તેડયા ચિતારા તિહાં સહી, વેંચી ભાગ દીધા ગહગહી; પાચઈ રંગ તિહાં પરગટ કરઈ, ચિતારા ભીંતો ચિતરઈ હબસી રોમી યુગલ કરયા, બૈઠા દીસૈ રોમેં ભરયાં; લખીઆં નરનારીનાં રુપ, પણીહારી જલ ભરતી કૂપ તહિં હાથી રથ પાયક કરયા, સીગણિં ભાથા તિરેં ભરયા, લખ્યાં રુપ રાઈ રાણી તણા, વાડી વાવ દીસે ઘણા વાઘ સિંઘ ચિત્રા ને હરણ, કરયા મહીષ તરુ કાલા વરણ; જોડા કસ્યા થુકવી શ્રુક તણાં, કીધા કૌતિક બીજા ઘણાં એક ચીતારાને વર અસ્યો, દેખી અંગ લીખે નર તસ્યો; દેખી અંગુઠાનોં રુપ, મૃગાવતીનું લિખ્યું સરુપ ટીપું સાલિ પડીઉં ઈસે, ચિતારો લેઈ ભુસ તિસે; પુનરપી બિંદુ પડીઉં શ્યામ, જાણી લાંછન કીધું તામ ચીત્રસાલ ચીતરતા ભણી, જોવા આવું નગરી ધણી; મૃગાવતી દેખીનેં ખસે, રુપ લખ્યું એ મંત્રી હસઈ સતાનીક નિરખતો ૫, લંછણ જોઈ ખીજ્યો ભૂપ; નરપતિ કહે મારો એહમેં, વડી વાત સૂઝે જેહને તવ ચિતારા સઘલા મલી, રાજાને વીનવીઉં વલી; સ્વામી એહને વર છે હાથિ, સુણી મારતા તેડવો નાથિ તવ ચિતારો કહઈ સુણિ ભૂપ, દેખી અંગુઠો લહ્યોં રુપ; મૃગાવતીનો દેખી અંગુષ્ટ, લખ્યું રુપ થયો જખ્ય તુષ્ટ દેવઈ વર આપ્યો મુઝ અછઈ, સાકેતપુરી નગરીને વિષઈ; સૂરપ્રીઅ જક્ષનો તિહાં ઠામ, ચીતારાનું ટાલે નામ કૌશંબીથી હું તિહાં ગયો, માસી મલવા મનિ ગહ ગયો; ચીઠી તિહાં મસીઆઈ તણી, આવી છે ચીતરવા ભણી તિeઈ ઠામે હું પહુંતો સહી, જસરાજ પ્રણમ્યો ગહગહી; વિધઈ ચિતરયો જખ્ય પ્રસાદ, મુનિપણે નહી વચનહ વાદ ... ૩૩૨ ... ૩૩૩ ••• ૩૩૪ ••.. ૩૩૫ ૩૩૬ ••• ૩૩૭. ... ૩૩૮ ... ૩૩૯ For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ 2. ૩૪૦ .. ૩૪૧ • ૩૪૨ ••. ૩૪૩ ... ૩૪૪ • ૩૪૫ ... ૩૪૬ કીધુ છઠ તણો પચકાણ, ચીવર અંગ મિં ધોયા સુજાણ; લખું ચિત્ર મનિ મુંકી રોસ, આઠ પડો બંધ્યો મુખ કોસ વિના કુંચી નીર પવિત્ર, વિનય કરીને કાઢું ચીત્ર; છીંક બગાઈનેં ઉડકાર, બું ખૂન કરું ત્યાહ લગાર લખી ચિત્રને લાગો પાય, ખમો અવજ્ઞા હો જખરાય; તુઠો જખ્ય માંગો નર તમ્યો, મ હણિ ચીતારા માગ્યોં અમ્યો ઉત્તમ કરે પરમેં ઉપગાર, મુનીસુવ્રતનો ધ્યન અવતાર; સાઠિ જોઅણ જિન ચાલ્યો સહી, હય મુકાવ્યો ભરુઅચ જઈ પરકાજે હુઉં વરધમાન, ભુજંગ ડસંતા ખોયું ધ્યાન; શકોસલ નીજ તાતહ કાય, જેણે નીજ પ્રાણ કરયા તિહાં તાપ મેઘરથ રાજા પરતગ જોય, પરકાજૅ કાયા મેં સોય; સિંઘકુમાર આવ્યો પરકામ, ગજ ત્રોતો પાય રહ્યો નીજ ઠામ તિમ મેં રાજા સુણિ ગુણવંત, કહ્યો જખ્યને ઉગારો જંત; કૃપા કરો ચિતારા તણી, ખુશી થયો જખ્ય શ્રવણે સુણી એણે કીધું બીજુ માગ, દેખોં અંગ હું એમેં ભાગિ; આખો રુપ તેહનોં ચીતરું, વર આપઈ તો તુઠો ખરું આપ્યો વર હું આવ્યો વહી, રુપ લખ્યું રાણીનું સહી; વિણ અપરાધઈ મ કરો પ્રહાર, રાજા કરજ્યો દીરઘ વિચાર અણ વિચારયાં કરતાં કામ, સોય પૂરષ ઘટીઆ ગુણ ગ્રામ; ધીજ કરાવ્યો સીતારામ, અવગુણ બોલે આખોં ગામ અવધિ જ્ઞાન હવ આનંદ, નવિ માને ગૌતમ ગુણચંદ; વીર તણાઈ વચને તો સહી, મીછા દુક્કડ દેતો જઈ ચૂકો મહિપતિ શંખ નર નાથ, કલાવતીના કાણા હાથ; અમર કુમારિ મુંકી નારી, વાણિગ ચુકો તિણાઈ ઠારિ દવદંતી જવ મુંકી રાનિ, તિહાં નલ ચૂકો નિર્ચે માનિ; અણ વિચારયો તુમ મ કરે, સતાનીક બુધિ હઈડે ધરે કહતાં રોસ હુંઉં અતી ઘણો, પગ અંગુઠો કુબડી તણો; દેખાડ્યો ચીતરા તણાઈ, લિખ્યો રુપ મુખ રાજા ભણે લખ્યું રુપ સાચી કુબડી, પણિ નૃપની મુરખાઈ વડી; છેદાવ્યો અંગુઠો તાંહિ, ચીતારો કોપ્યો મનમાંહિ ••• ૩૪૭ ... ૩૪૮ ... ૩૪૯ ... ૩૫૦ •• ૩૫૧ •• ૩૫ર *. ૩૫૩ ... ૩૫૪ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪00 કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” વિણ અપરાધઈ દીધો દંડ, કરઈ રાય કિમ એહ અખંડ; જખ્ય આરાધ્યો જઈ બહુ ભાતિ, વર દીધો તે જિમણે હાથ ... ૩૫૫ મૃગાવતીનું લખ્યું સરુપ, ભેટયો ચંદ્રપ્રદ્યોતન ભૂપ; પટ દેખાડી ઉભો રહ્યો, રાજા તવ કામાતુર થયો • ૩૫૬ શ્લોક :- કામાર્થિ તન કીતો લજ્યા, મંશ આહારી તસકતો દયા; મદિપાની તસ કીતો સૌચ, દારીશ્રી તસ કીતો કાય .... ૩પ૭ અર્થ:- શતાનીકરાજા જ્યારે રાજસભા ભરીને બેઠા હતા ત્યારે ત્યાં એક વીણા વાદક આવ્યો. તે હાથમાં વીણા પકડી મધુર ગીતો હતો. તેના મધુર વીણા વાદનના નાદથી રાજા અત્યંત પ્રસન્ન થયા. ...૩૨૦ વીણાવાદકે (ગર્વિષ્ઠ બની) રાજસભામાં લોકોને લલકારતાં કહ્યું, “મહારાજ! હું વીણાવાદન કરવામાં અવ્વલ નંબરે આવું છું. મેં ઘણા પુરુષોના અભિમાન ઉતાર્યા છે. કોઈ મારી સાથે વાદમાં ઉતરી તેની ખાતરી કરી શકે છે.” ત્યારે ઉદાયનકુમારે પ્રતિકાર કરતાં ત્યાં ઘોષવતી વીણાના નાદ છેડયાં. ...૩૨૧ ઉદાયનકુમારની વીણાનો નાદ સાંભળી દેવલોકનાં દેવો પણ ડોલવા લાગ્યા. ઉદાયનકુમારે વીણાવાદક પુરુષનો ગર્વ ઉતારી તેને ચરણે નમાવ્યો. ઉદાયનકુમારે પોતાને કઈ રીતે વીણાવાદનની વિદ્યા પ્રાપ્ત થઈ તેની વિગતવાર કથા કહેતાં કહ્યું, “હું અને મારી માતા અમે બન્ને જ્યારે મલયાચલ પર્વતના ચંદનવનમાં રહેતા હતા. ..૩રર ત્યારે એક દિવસ મેં મણિધર સર્ષને (ભીલકુવકના હાથે) મરતાં બચાવ્યો. તે સર્પ મટીને દેવ થયો. તે દેવ મારા ઉપર પ્રસન્ન થયો. તે મને પાતાળ લોકમાં લઈ ગયો. તેણે મને (વીણાવાદન શીખવી) વીણા આપી પુનઃમારા મૂળ સ્થાને મૂક્યો. ...૩૨૩ દેવે મને આશીર્વાદ આપ્યા કે, વીણાવાદનમાં તમારો કોઈ પરાજ્ય નહીં કરી શકે.” શતાનીકરાજા, પુત્રની વાત સાંભળી ખુશ થયા. મહારાજાએ શુભ મુહુર્તે ઉદાયનકુમારનો રાજ્યાભિષેક કરી યુવરાજની પદવી આપી. ઉદાયનકુમારની વીણા વાદનની કળા જગતમાં ખૂબ પ્રસિદ્ધ થઈ. ...૩૨૪ એક દિવસ શતાનીક રાજા રાજસભા ભરીને બેઠા હતા. તે સમયે પરદેશથી એક દૂત આવ્યો. રાજાએ દૂતને ત્યારે પૂછયું, “જેવું બીજા રાજાઓ પાસે હોય એવું મારે ત્યાં શું નથી? (મારા રાજ્યમાં શું ઉણપ છે?)" ... ૩૨૫ દૂતે કહ્યું, મહારાજ! કાંતીપુર નગરમાં જેવી ચિત્રશાળા છે, તેવી ચિત્રશાળા ક્યાંય જોઈ નથી તેથી પુષ્પચૂલ રાજાના રાજ્ય જેવી જચિત્રશાળા આ સ્થાને કરાવો. ...૩૨૬ - શતાનીકરાજાએ ચિત્રશાળાના નિર્માણ માટે અનેક ચિત્રકારોને આમંત્રણ આપી બોલાવ્યા. ચિત્રકારોએ આનંદપૂર્વક ચિત્ર બનાવવા માટે સભાની ભૂમિ વહેંચી લીધી. (એક યુવાન ચિત્રકારને (૧) પુખશેખર પ્રસાદમાં જે ચિત્રો અંકિત થયાં છે તે જોઈને ઈન્દ્રસભા પણ ચકિત થઈ જાય. આ ચિત્ર જાણે વિધાતાએ જ ન ચીતર્યા હોય તેવા લાગે છે! (કવિસમયસુંદર એક અ. પૃ. ૧૦૦.). For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ અંતઃપુરનો નજીકનો પ્રદેશ ભાગમાં આવ્યો, તેમણે પાંચ રંગના વિવિધ ચિત્રો પ્રગટ કર્યા. ચિત્રકારોએ સુંદર ભીંતચિત્રો દોર્યા. ...૩૨૭ તેમણે હબસી, અને યુગલોનાં ચિત્ર દોર્યા. તેઓ જાણે રોસે ભરાયાં હોય તેમ બેઠાં હતાં. તેમણે સ્ત્રી-પુરુષનાં સુંદર ચિત્રો આલેખ્યાં. તે ઉપરાંત કૂવાના કાંઠે પાણી ભરતી પનિહારીઓ પણ દોરી....૩૨૮ ચિત્રકારોએ રંગશાળીની દીવાલો ઉપર હાથી, રથ, પગપાળા સૈનિકો, ધનુષ્ય-ભાથામાં તીર ભરેલાં યોદ્ધાઓ, રાજા રાણીનાં સૌદર્ય, આકાર અને સ્વરૂપનાં વિવિધ ચિત્રો ઉપરાંત કૂવા, વાવ, નદી અને ઉદ્યાન જેવાં અનેક ચિત્રો પણ આલેખ્યાં. ...૩૨૯ તેમણે વાધ, સિંહ, ચિતા, હરણ જેવા જંગલી પ્રાણીઓ તેમજ પાડા, વૃક્ષ અને નાજુક વનસ્પતિની વેલો પણ દીવાલ ઉપર દોરી. તેમણે નર અને માદાના યુગલ જોડલાં જેવાં પશુ અને પક્ષીઓનાં સુંદર ચિત્રો પણ આલેખ્યાં. ..૩૩૦ આ ચિત્રકારોમાં એક (વરદત્ત નામનો) ચિત્રકાર અનોખો હતો. જેની પાસે દેવનું આપેલું વરદાન હતું. તે મનુષ્યનું સહેજ અંગ જોઈ તેનું સંપૂર્ણ ચિત્ર બનાવી શકતો હતો. તે ચિત્રકારે મૃગાવતી રાણીનો ફક્ત (મુદ્રીકા સહિત) પગનો અંગુઠો જોઈ તેના ઉપરથી રાણીનું આબેહૂબ (યથાર્થ) ચિત્ર આલેખ્યું. ...૩૩૧ છેવટે તેમના નેત્ર આલેખતા પીંછીમાંથી શાહીનું ટીપું રાણીના સુંદર દેહની સાથળ ઉપર પડયું. ચિત્રકારે તે ટીપું ભૂસી નાખ્યું. ત્યાં બીજી વાર પુનઃસાથળ ઉપર શ્યામ રંગની શાહીનું ટીપું. પડયું (તે પણ ભૂસી નાખ્યું. એજ પ્રમાણે ત્રીજી વખત થતાં) ચિત્રકારે વિચાર્યું કે, “મૃગાવતી રાણીના શરીર ઉપર આવું લાઈન હોવું જોઈએ,’ તેવું જાણી ચિત્રકારે બિંદુ રહેવા દીધું. ..૩૩૨ એકવાર શતાનીકરાજા ચિત્રકામ ત્યાં જોવા માટે ત્યાં આવ્યા. મૃગાવતી રાણીનું ચિત્ર જોયું. રાણીના સાથળ ઉપર લાંછન જોઈ રાજાને આંચકો લાગ્યો. મૃગાવતી રાણીના શરીરના ગુપ્ત લાંછનનું આ ચિત્રમાં આલેખન કર્યું છે તેથી ચોક્કસ આ ચિત્રકાર અને રાણી વચ્ચે કોઈ ખાનગી ક્ષેત્રી હશે. ...૩૩૩ શતાનીકરાજા શંકા-કુશંકા સહીત રાણીનું સ્વરૂપવાન ચિત્ર જોવા લાગ્યા. મહારાણીના સાથળ ઉપર રહેલા ચિહ્ન (લાંછન) જોઈ શતાનીકરાજાને ચિત્રકાર ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે આવેશમાં આવી સેવકોને આજ્ઞા કરી કે, “આ દુરાચારી ચિત્રકારને પકડી તેને મૃત્યુદંડ આપો કારણકે તેને બીજાની ગુપ્ત વાતો પ્રગટ કરવાનું સૂઝે છે.” ...૩૩૪ તે સમયે બધા ચિત્રકારોએ એકઠાં થઈ રાજાને વિનંતી કરતાં કહ્યું, “પ્રાણદાતા! આ ચિત્રકાર નિરપરાધી છે. તેના હાથમાં એક દેવનું આપેલું વરદાન છે, જેથી તે કોઈ પણ વ્યક્તિનું એક અવયવ જોઈને તેનું પૂર્ણરૂપ બનાવી શકે છે.” રાજાએ અન્ય ચિત્રકારોનું મંતવ્ય સાંભળી તે ચિત્રકારને મૃત્યુદંડમાંથી મુક્ત કર્યો. રાજાએ પોતાની પાસે બોલાવી ચિત્રકારને સત્ય જણાવવા કહ્યું. ...૩૩૫ ચિત્રકારે કહ્યું, “મહારાજ ! મેં અંગૂઠો જોઈ ચિત્ર બનાવ્યું છે. મેં ચિત્રકામ કરતાં જાળિયામાંથી મુદ્રિકા સહિત મૃગાવતી રાણીનો પગનો અંગૂઠો જોયો હતો. યક્ષ પ્રસન્ન થવાથી મેં એક અંગ જોઈને પરિપૂર્ણ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ચિત્ર બનાવ્યું છે. ... ૩૩૬ હે રાજનું! મને દેવ વરદાન મળ્યું છે. સાકેતપુર નગરમાં સુપ્રિય નામના યક્ષનું દેવાલય હતું ત્યાં પ્રતિવર્ષ પ્રતિમાને ચિત્રાવી લોકો મહોત્સવ કરતા હતા.) જે ચિત્રકાર ચિત્ર બનાવે તેને ચક્ષ મારી નાખતો. (ચિત્ર ન બનાવે તો નગરમાં યક્ષ મરકીનો રોગ ફેલાવતો. અંતે રાજાએ સર્વ સિતારાઓના નામો ચિઠ્ઠીમાં લખી ઘડામાં નાખ્યા. જેના નામની ચિઠ્ઠી નીકળે તે ચિત્રકારે યક્ષનું ચિત્ર દોરવું એવું નક્કી થયું.) ...૩૩૭ હું એકવાર કૌશાંબી નગરીમાંથી સાકેતપુર નગરમાં ગયો. ત્યાં મારા માસી રહેતા હતા. તેમને મળવા મારું મન ઉત્સુક બન્યું. ત્યાં મને મારા માસિયાઈ ભાઈનો પત્ર આવ્યો. તેણે પત્રમાં આમંત્રણ આપતાં લખ્યું કે, “તમે અહીં ચિત્ર દોરવા આવો' (તે વરસે માસીના પુત્રનો વારો આવ્યો. માસીના રુદનનું કારણ જાણ્યું. તેમનો એક જ પુત્ર હતો, જે યમરાજના મુખમાં જતો હતો.) .૩૩૮ પત્ર વાંચી સાકેતપુર નગરીમાં ગયો. મેં કહ્યું, “હું યક્ષનું ચિત્ર આલેખીશ.' મેં યક્ષરાજને ભાવપૂર્વક પ્રમાણ કર્યા. મેં ત્યાં વિધિપૂર્વક, મૌનપણે, કોઈની સાથે વાદ-વિવાદ કર્યા વિના યક્ષમંદિરનું સુંદર ચિત્ર દોર્યું. ...૩૩૯ મેં ત્યારે બે ઉપવાસ (છઠ્ઠ) ના પ્રત્યાખ્યાન કર્યા હતા. મેં સ્નાન કરી, સ્વચ્છ ધોયેલાં વસ્ત્રો પહેરી, શરીરે ચંદનનું વિલેપન કરી મનમાં દ્વેષનો ત્યાગ કરી પ્રસન્નતાપૂર્વક ચિત્ર દોરવાની શરૂઆત કરી. મેં મુખ ઉપર આઠ પડ વાળી મુખવસ્ત્રિકા બાંધી. ..૩૪૦ મેં નવીન પીંછીઓ અને સુંદર રંગોથી યક્ષદેવનો વિનય કરી તેમનું ચિત્ર દોર્યું. ચિત્ર દોરતી વખતે છીંક, બગાસું, ઓળકાર કે ખાંસી જેવા શારીરિક આગારો પણ અંશમાત્ર ત્યાંન કર્યા. ...૩૪૧ ચક્ષદેવનું ચિત્ર સંપૂર્ણ આલેખી લીધું ત્યારે મેં તેમને નમસ્કાર કર્યા.મેં કહ્યું, “હે સુરપ્રિય દેવ શ્રેષ્ઠ ! અતિ ચતુર ચિત્રકાર પણ આપનું ચિત્ર દોરવાને સમર્થ નથી તો હું તો મુગ્ધ બાળક છું. હે યક્ષરાજ! મેં મારી શક્તિ અનુસાર જે કર્યું છે, તેને સ્વીકારજો. મારાથી આવજ્ઞા થઈ હોય તો ક્ષમા કરજો.” યક્ષરાજ મારો વિનય જોઈ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, “ચિત્રકાર ! વર માંગ' કહ્યું, “હે દેવ ! હવેથી કોઈ ચિત્રકારને મારશો નહીં” ...૩૪૨ ઉત્તમ પુરુષો નિત્ય બીજાના ઉપર ઉપકાર કરે છે. વીસમા તીર્થકર મુનિસુવ્રત સ્વામીનો અવતાર ધન્ય છે ! જેમણે સાઠ જોજનનો ઉગ્ર વિહાર કર્યો. તેઓ ભરૂચ શહેરમાં પહોંચ્યા. ત્યાં જઈ તેમણે જિતશત્રુ રાજાના અશ્વને મિથ્યાત્વ છોડાવી બોધ પમાડયો. ...૩૪૩ જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીનું જીવન બીજાના ઉપર પરોપકાર કરવા માટે જ સર્જાયું હતું. ચંડકૌશિક જેવા મહાકાય સર્ષના ડંખથી તેમનું ધ્યાન વિચલિત થયું, છતાં તેને બોધ પમાડી તેના ઉપર પ્રભુએ (૧) સુરપ્રિય ચક્ષની કથા: ત્રિ.શ.પુ.ચ. પર્વઃ ૧૦, સર્ગ૭૮, પૃ.૧૪૩, ૧૪૪ (૨) મુનિસુવ્રત ચરિત્રઃ ત્રિ.શ.પુ.ચ. પર્વ ૩-૪-પ-૬ For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ४०३ ઉપકાર કર્યો. 'સુકોશલ મુનિએ પોતાના પિતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી. ...૩૪૪ મેઘરથ રાજાનો ચમત્કાર જુઓ! તેમણે શરણે આવેલા કબૂતરને બચાવવા માટે પોતાના દેહનું બલિદાન આપ્યું. શૂરવીર સિંહકુમાર નગરમાં કોઈ અન્ય કાર્ય માટે આવ્યો હતો પરંતુ ઉન્મત્ત બનેલા હાથીના ત્રણ પગ પોતાના દેહ પર ધરીને રહ્યો. ...૩૪૫ ચિત્રકારે કહ્યું, “મહારાજ! મેં પણ તેવી જ રીતે યક્ષરાજની સ્તુતિ કરી વિનંતી કરતાં કહ્યું, “હે ગુણવંતદેવ! તમે આજથી કોઈપણ મનુષ્યને મારશો નહીં. તમે ચિત્રકાર ઉપર કૃપા કરો.” યક્ષરાજ વિનંતીભર્યા નમ્ર વચનો સાંભળી અત્યંત ખુશ થયો. ..૩૪૬ યક્ષરાજે પ્રસન્ન થઈ પુનઃ બીજું વરદાન માંગવાનું કહયું. મેં કહ્યું, “યક્ષરાજ! હું કોઈ પણ વ્યક્તિ અને પશુના એક અંગને નીરખીને તેનું સંપૂર્ણ યથાર્થ ચિત્ર આલેખી શકું એવું વરદાન આપો, તો હું જાણું કે આપ મારા ઉપર તમે ખરેખર ખુશ થયાં છો?” ...૩૪૭ દેવે મને (‘તથાસ્તુ' કહી) વરદાન આપ્યું. હું ત્યાંથી નીકળી ચાલતો ચાલતો અહીં આવ્યો. મેં મૃગાવતી રાણીનો અંગૂઠો જોઈ તેમનું ચિત્ર બનાવ્યું. (હું નિર્દોષ છું.) વિના અપરાધ આપ મને મૃત્યુદંડ ન આપશો. હે મહારાજ! આપ (આવેશ છોડી) દીર્ઘદ્રષ્ટિ કરી વિચારો.” ...૩૪૮ જે પુરુષ વિચાર કર્યા વિના કાર્ય કરે છે. તે પોતાની પ્રતિષ્ઠા ગુમાવે છે. જુઓ! સતી સીતા સંબંધી શીલના વિષયમાં અવગુણ બોલાવનારા અયોધ્યાવાસીઓના વચનો સાંભળી રાજારામે પોતાની પત્નીની આકરી કસોટી કરી. તેમને અગ્નિ પ્રવેશ કરાવ્યો (પરિણામ તેમણે પોતાની પત્નીજ ગુમાવી). ...૩૪૯ આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું ત્યારે ચાર જ્ઞાનના સ્વામી ગૌતમ ગણધર આ વાત સ્વીકારવા તૈયાર ન હતા. જ્યારે ભગવાન મહાવીર સ્વામી પાસેથી સત્ય જાણ્યું ત્યારે તેમને મિચ્છામિદુક્કડ આપવા માટે આનંદ શ્રાવકના ઘરે જવું પડયું. ...૩૫૦ પૃથ્વીપતિ શંખરાજાએ વગર વિચાર્યું ભાન ભૂલી (શીલ સંબંધી અવિશ્વાસ કરી) પોતાની પત્ની કલાવતી રાણીના હાથાના કાંડા કપાવી નાખ્યા. ‘અમરકુમારે વગર વિચાર્યું ઇર્ષાની આગમાં પોતાની જ પત્ની સુરસુંદરીનો ત્યાગ કરવાની મહાભયંકર ભૂલ કરી. ...૩૫૧ ‘નળરાજાએ મૂઢપણે દમયંતીરાણીને વનમાં એકલી મૂકી, તેનો ત્યાગ કર્યો ત્યારે અભિમાની નળ રાજાએ નિશ્ચયથી ખોટો નિર્ણય કર્યો હતો. “હે રાજન! તમે પણ અવિચારી પગલું ભરી અઘટિત ન (૧) સુકોશલના માતા-પિતાનું નામ કીર્તિધર અને સહદેવીરાણી હતું કીર્તિધરરાજાએ ધર્મઘોષમુનિ પાસે દીક્ષા લીધી. મોટા થઈને સુકોશલ કુમાર પણ દીક્ષિત થયા. રાણી પતિ-પુત્રના વિયોગથી આર્તધ્યાન કરી મૃત્યુ પામી વાઘણ બની. એકવાર જંગલમાં વિહાર કરતાં વાઘણે બન્ને મુનિઓને જોયા. કીર્તિધર મુનિએ પુત્રને કહ્યું, “ઉપસર્ગ થશે.' સુકોશલમુનિ ત્યાં જ ઊભા રહ્યા. વાઘણે ઉપસર્ગ આપ્યો પરંતુ શુભધ્યાને તેઓ કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા.(ભરડેસરની કથાઓ પૃ૪૩,૪૪) (૨) ભરફેસરની કથાઓ પૃ૧૭૬. (૩) શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, અ.૧, ગા.૯૩, પૃ.૬૬,૬૭. (૪) શ્રી જૈન કથારત્ન મંજુષા- પૃ૧૧૩ થી ૧૨૪. (૫) એજ. પૃ.૩૫૫ થી ૩૬૮ (૬) ભરફેસરની સત્યકથાઓ- પૃ૧૫૭ થી ૧૭૪. For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ४०४ કવિ ત્રઢષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” કરશો.” ત્યારે શતાનીકરાજાએ ચિત્રકારના શબ્દો હદયે ધર્યા. •..૩પર રાજાનું ચિત્ત હજી શાંત થયું ન હતું. તેમને ચિત્રકાર પ્રત્યે ઘણો રોષ હતો. (ચિત્રકારની વાત સત્ય છે કે નહીં તેની ખાતરી કરવા) રાજાએ કુબડીના પગનો અંગૂઠો' ચિત્રકારને બતાવી કહ્યું, “આ ચિત્ર મને બનાવી બતાવ.” ચિત્રકારે રાજાની સન્મુખ મુખ રાખી દાસીનું ચિત્ર આલેખ્યું. ...૩૫૩ ચિત્રકારે દાસીનું યથાર્થ ચિત્ર દોર્યું પરંતુ શતાનીકરાજાએ (રાજહઠથી) મોટી મૂર્ખાઈ કરી. તેમણે નિર્દોષ ચિત્રકારનો જમણા હાથનો અંગૂઠો કપાવી નાખ્યો. નિરપરાધી ચિત્રકારને રાજા પ્રત્યે મનમાં અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો. ....૩૫૪ | ચિત્રકારે વિચાર્યું, “મહારાજાએ મને નિર્દોષ હોવા છતાં દંડ આપ્યો છે. હવે હું જોઈ લઉં છું કે તેઓ કઈ રીતે શાંતિથી રાજ્ય કરે છે?” ચિત્રકારે પુનઃ યક્ષમંદિરમાં જઈ યક્ષની ઉપવાસ ઈત્યાદિ વડે ખૂબ આરાધના કરી. યક્ષે પ્રસન્ન થઈ વામ હાથે ચિત્ર દોરી શકે એવું વરદાન આપ્યું. ...૩૫૫ હવે ચિત્રકારે બદલો લેવા પટ ઉપર પુનઃ મૃગાવતી રાણીનું ચિત્ર બનાવ્યું. આ ચિત્રપટ લઈ તે માલવપતિ ચંડપ્રદ્યોતનરાજાની રાજસભામાં જઈ ઊભો રહ્યો. તેણે રાજાને મૃગાવતી રાણીનું ચિત્ર બતાવ્યું. કામાંધ ચંડપ્રદ્યોતનરાજા મૃગાવતી રાણીનું મનોહર ચિત્ર જોઈ કામાતુર થયા. ..૩૫૬ શ્લોક : – વિષયાંધ વ્યક્તિને કેવી લાજ શરમ કે મર્યાદા? માંસ ભક્ષણના લોલુપીને કેવી જીવદયા? મદીરાપાનના વ્યસનીને કેવી પવિત્રતા? દરિદ્રીને કેવી જ્ઞાતિ? •••૩૫૭ ઢાલઃ ૧૫ મૃગાવતી રાણીનું સૌંદર્ય ચંદ્રાયણિની કસી લાજ કામાતુર થાયો, પુછે ચંદ્ર પ્રદ્યતન રાયો; કવણ રુપ ચીતારા એહો, ઉપજે દેખી સબલ સનેડો કહે ચીતારો સાંભલિ ભૂપો, મૃગાવતીનું એહ સપો; પૂરું રુપ લખ્યું નવિ જાઈ, ગુણ બોલી ન સકે બ્રહ્માઈ ચંદમુખી મૃગનયણી નારી, સૂર સૂણતા કોયલ મેં હારી; ભાલ તીલકને માંગ સમારી, નયણ બાણ રહી તે મારી નાસિકા નારીની અતી અણીઆલી, અધર વરણ જાણે પરવાલી; દંત પંક્તિ ઉજલ અજુઆલી, રસના તેહની અતિ અણીઆલી ઉંનત પયોધર ચિત્રાલંકી, દેખી મૃગ મોહ્યો વનપંખી; કમલ માલ જસી બાંહોડીઆ, બાધ્યા બિહેરખા રત્નસુ જડીઆ ... ૩૬૨ જંઘા જેની કદલીથંભો, જાણોં દેવ તણી એ રંભો; ગત દેખી ગજ નગરી મુકેં, જિણે દીઠઈ તપસી ચૂકે ... ૩૬૩ (૧) રાજાએ દાસીનું ફક્ત મુખ બતાવ્યું. જુઓ ત્રિ.શ.પુ.ચ પર્વ-૧૦, સર્ગ–૮, પૃ. ૧૪૫. . ૩૫૮ • ૩પ૯ ••• ૩૬૦ ••. ૩૬૧ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ચંદપ્રદ્યોતન આપ વિચારે, રુપવતી નારી બહુ મારે; મૃગાવતી આગલિ સહૂ હારે, નવી ચાલે સશિ ઢું બહુ તારઈ ... ૩૬૪ અર્થ :- કામાતુર વ્યક્તિને આબરૂની કેવી ચિંતા? ચંડપ્રદ્યોતનરાજાએ કામાંધ બની ચિત્રકારને કહ્યું, “આ રવરૂપવાન ચિત્ર કોનું છે? આચિત્ર જોઈને મને તેના પ્રત્યે ખૂબ સ્નેહ ઉત્પન્ન થાય છે.” ...૩૫૮ ચિત્રકારે મૃગાવતી રાણીની પ્રશંસા કરતાં કહ્યું, “ભૂપતિ! આ કૌશાંબી નરેશ શતાનીકરાજાની મહારાણી મૃગાવતી છે. તેઓ એટલાં સુંદર છે કે તેમનું સંપૂર્ણ રૂપ હું આ ચિત્રમાં આલેખી શક્યો નથી. તેમના સૌંદર્યના ગુણગ્રામ કરવા બ્રહ્મા બેસે તો તેઓ પોતાની હજાર જીભે) પણ ન કરી શકે” ...૩૫૯ ચંદ્ર જેવું તેમનું ગોળ મુખ છે. મૃગલી જેવા ચપળ તેમના નયનો છે. તેમના મધુર સ્વરો સાંભળી કોયલ પણ તેમની સામે હારી જાય. તેમના કપાળે સૌભાગ્યના પ્રતિક રૂપે કુમકુમનું તિલક છે. તેમના સેંથામાં સિંદુર છે. તેમની અણિયાણી બે આંખો દ્વારા ભલભલા વ્યક્તિઓ ઘાયલ થાય છે. ...૩૬૦ તેમની નાસિકા અત્યંત પાતળી અને અણિયાળી છે. તેમના પરવાળા જેવા લાલ રંગના પાતળા હોઠ છે. તેમની દંત પક્તિઓ સુરેખ, ઉજ્જવળ અને ચકચકિત છે. તેમની જીભ લાંબી, અણિદાર છે. ...૩૬૧ તેમના બે ઊંચા પયોધર (રતન) છે. તેમની ચિત્તા જેવી પાતળી કમ્મર છે. તેમને જોઈને વનના મૃગલાઓ અને પક્ષીઓ પણ મોહિત થાય છે. કમળના પુષ્પોની દાંડી જેવા તેમના બે લાંબા હાથ છે. તેમણે બાંહ્યના કાંડા ઉપર રત્નજડિત બાજુબંધ પહેર્યા છે. ...૩૬૨ તેમની સાથળ જાણે કેળના વૃક્ષના સ્તંભો! દેવલોકની સુંદરી રંભા જેવી તે સ્વરૂપવાન છે. તેમની ધીર, ગંભીર ચાલ ગજરાજને પણ શરમાવે તેવી છે. તેમનું રૂપ લાવણ્ય જોઈને મહાન તપસ્વીઓ પણ પોતાનું ધ્યાન ચૂકી જાય છે.” ..૩૬૩ ચંડપ્રદ્યોતનરાજાએ મનમાં વિચાર કર્યો કે, “મારી ઘણી રાણીઓ છે પરંતુ મૃગાવતી રાણીના સૌંદર્ય સમક્ષ બધીજ રાણીઓ પરાજિત થાય તેવી છે. સાચું જ છે, શશી સમક્ષ બહુલતારાનું તેજ કેવું?' ...૩૬૪ દુહા : ૧૮ તારા જસી મુઝ કામની, મૃગાવતી સસી સાર; તે નારીના ફરસ વિણ, આલેં ગયો અવતાર ... ૩૬૫ અર્થ - ચંડપ્રદ્યોતનરાજાએ ચિત્રમાં જોઈ કહ્યું, “ખરેખર! તારા જેવી સ્વરૂપવાન સ્ત્રી મારા અંતઃપુરમાં એક પણ નથી. મૃગાવતી રાણી ચંદ્ર સમાન સુંદર છે. આવી સુંદર નારીના સ્પર્શ વિના મારો અવતાર વ્યર્થ છે.” .૩૬૫ ચોપાઈ : ૭ "અવંતી નરેશનું કૌશાંબી પર આક્રમણ - શતાનીક રાજાનું મૃત્યુ એમ ચિંતઈ ઉજેણી રાય, લોહજંથો તેડ્યો તિણે ઠાય; સતાનીક કહજ્યો જે વહી, મૃગાવતી તુઝ માંગે સહી ••• ૩૬૬ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૮, પૃ. ૧૪૩ થી ૧૪૭ . For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ४०६ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' ... ૩૬૭ ••• ૩૬૮ .. ૩૬૯ ••• ૩૭૦ ૩૭૧ • ૩૭૨ ... ૩૭૩ જે સ્ત્રીરત્ન અછઈ અમ ભાગિ, તે કિમ આવસે તાહરેં ભાગિ; એતા દિવસ ઘરિ રાખી જેહ, સબલ વરાંશ્યો રાજા તેહ હવે મોકલે નિજ ધરિ નારિ, કે આવોં છું ઈ ઠારિ; ચઢતાં નહીં રહે તાહરી લાજ, નારી કોય નીગમશો રાજ સૂણી વચન નઈ ચાલ્યો દૂત, આવ્યો ઉછલતો યમદૂત; સતાનીકને કહઈ સુણિ વાત, મૃગાવતી માંગઈ અમ નાથ સુણિ રાય ફટિ ફટિ દૂત, તુઝ રાજા દી ફરે; પરનારીની ઈછા કરે, રાવણની પરિ મરમેં સરઈ ધીગ ધીગ દૂત તણો અવતાર, એણે કામિં જે જાય ગમાર; હડસેલ્યોને પાછો વલ્યો, સુણી ગાલિ મનમાં કલકલ્યો અવંતીસ નઈ ભાખઈ દૂત, મુઝ અધમ તું દાસી પૂત; ચંદપ્રદ્યોતને ઝાંખો થાય, તડફડતો યમ વાગઈ ઘાય ચઉદ રાય લઈને ચઢયો, કોસંબી વીટીને પડયો; મૃગાવતી ચિંતવતી આપ, હોસઈ યુધ મુઝ મસ્તકેં પાપ સતાનીકની નગરીમાં હિં, ઉલકાપાત હોઈ બહુ તાંહિ; ભોમી કંપ મુનીમત જ હોય, ચિંતાતુર નૃપ થાઈ સોય વૈરી સબલો જાણી કરી, સતાનીક મનિ ચિંતાધારી; આરતિમાંહિ પડયો તવ રાય, અતીસાર રાજાને થાય મરણ શમિં જાણી ભરતાર, નારીદેવ રાવઈ પુર બાર; નરને કહે મન રાખો ઠામ, કોઈ ન આવઈ તુમ પુર ગામ ઉદયન ઉઠ્યો તવ સુત સૂર, કેલેં એકલોં વેરી પૂર; સબલ પ્રતાપી નર સાસીક, તમ્યો નાથ મ આણો બીક ધર્મ ધ્યાન હઈયામાં ધરો, વઈર ભાવ સહુઢ્યું પરીહરો; આરાધન કીજે નર સાર, ભાખું તેહના દસ પ્રકાર અતીચાર આલોચો કરો, વરત બાર ફેરી ઉચરો; સકલ જીવ મ્યું ખામો આપ. વોસરાવો અઢારઈ પાપ ચ્ચાર શરણ મનમાંહિ ધરો, પાપ તણોં નદેવોં કરો; અનમોદી સુકૃતના ઠામ, સુધ ભાવ હી રાખો તામ અણસણ સરણ કરો નવકાર, આરાધના(અ) દશે પ્રકાર; શ્રાવક શ્રુધ આરાધના કરેં, બારમઈ દેવલોકિં અવતરઈ .. ૩૭૪ ... ૩૭૫ ... ૩૭૬ ... ૩૭૮ ... ૩૭૯ ... ૩૮૦ ... ૩૮૧ For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ લાર્જિ અભિમાને નવિ કહે, જ્ઞાન મર્દિ મનમાંહા શલ રહે; આલોઈ ન સકેં ગુરુ કનેં, ચોગતિના દુખ હોઈ તુનઈ તિણ્ણ કારણિ સૂસલ મ મરો, ૨૫રાયની આણો કરો; કોનો સુતનેં કોહની નારિ, ધરમ સમો નહી કો સંસારિ મૃગાવતી એમ સીખ્યા દીઈ, સાવધાન શતાનીક હોઈ; આરાધના નવકારહ શરણ, કરતા પામ્યો રાજા મરણ અર્થઃ - ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનરાજા આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યારે તેમણે આ કાર્ય માટે લોહજંઘ દૂતને બોલાવ્યો. તેમણે ચતુર મૃગાવતીરાણી દ્વારા મહાકાય દૂતને કહ્યું, “તું કૌશાંબી નગરીમાં જઈ શતાનીક રાજાને સંદેશો આપી કહેજે કે, અમારા રાજા તમારી રાણી મૃગાવતીને માંગે છે. ૩૮૪ ...૩૬૬ આ સ્ત્રી રત્ન અમારા રાજાના ભાગ્યનું છે. તે તમારા ભાગ્યમાં કયાંથી આવશે ? આટલા દિવસ સુધી તમે તમારા અંતઃપુરમાં આ સ્ત્રીરત્નને રાખીને ઘણી મોટી ભૂલ કરી છે. ...૩૬૭ હે રાજન્ ! હવે તમે તેમને તેમના પોતાના ઘરે વિદાય કરો, અથવા હું (ચંડપ્રદ્યોતનરાજા) તમારા રાજ્ય ઉપર ચઢાઈ કરી તમારી સાથે યુદ્ધ કરીશ તો તમારી કોઈ આબરૂ નહીં રહે. તમે સ્ત્રીની સાથે સાથે રાજપાટ સર્વસ્વ ગુમાવશો.’’ ... ૩૮૨ ૩૮૩ ...૩૬૮ ચંડપ્રદ્યોતનરાજાના વચનો સાંભળી લોહજંઘ દૂત સંદેશો લઈ ચાલ્યો. તે યમદૂતની જેમ સાંઢણી ઉપર બેસી તીવ્ર વેગથી ઉછળતો કૌશાંબી નગરીમાંઆવ્યો. તેણે શતાનિકરાજાને જઈને સાંભળેલી સર્વ વાત કહી. તેણે કહ્યું, ‘“અમારા રાજા ચંડપ્રદ્યોતન તમારી પાસે રહેલ મૃગાવતીરાણી માંગે છે.’’ ...૩૬૯ શતાનીકરાજાએ દૂતના શબ્દો સાંભળી ઉશ્કેરાઈને દૂતને અપમાનિત કરતાં કહ્યું, ‘“અધમ દૂત ! તને ઘિક્કાર છે. તારા રાજાના દિવસો શું ફરી ગયા છે ? તેઓ પરસ્ત્રીને પોતાની કરવા ઈચ્છે છે ? એનું પરિણામ સારું નહીં આવે. તેઓ લંકાપતિ રાવણની જેમ બાણોથી વીંધાશે. હે દૂત ! તારા આ ચાકરપણાને પણ ધિક્કાર છે, જે મૂઢ બની અધમ કૃત્ય કરવા તૈયાર થાય છે.’’ શતાનીક૨ાજાએ ઉજ્જયિની નગરીથી આવેલા દૂતનો નિર્ભયપણે તિરસ્કાર કરી, તેને ધકેલી મૂક્યો. શતાનીકરાજાના કલંકિત, કડવાં વચનો સાંભળી દૂતે મનમાં કકળાટ કર્યો. 062*** ...૩૭૧ દૂતે અવંતી (ઉજ્જયિની) નગરીમાં આવી ચંડપ્રદ્યોતનરાજાને કહ્યું, ‘“મહારાજ ! શતાનીકરાજા એ મને દુષ્ટ કહ્યો અને તમને ‘દાસીપતિનું' બિરુદ આપ્યું છે.’' આ કથન સાંભળી ચંડપ્રદ્યોતનરાજા સળગી ઉઠયા. જેમ જખમ પડતાં ભળતરા થાય તેમ ચંડપ્રદ્યોતનરાજા ઉકળી ઉઠયા ...૩૭૨ (૧) ગંધાર નામના શ્રાવક યાત્રાએ ગયા. તેઓ માંદા પડયા ત્યારે વીતભય નગરીની દેવદત્તા નાની કુબડી દાસીએ તેમની સેવા કરી. શ્રાવકે ખુશ થઈ પોતાની પાસે ચમત્કારિક ગોળીઓ દાસીને આપી. ગોળી ખાવાથી દાસી સ્વરૂપવાન બની. કોઈએ તેને કહ્યું કે, ‘તારા રૂપને યોગ્ય ઉજ્જયિની નરેશ છે.' તેણે આ સમાચાર રાજાને પહોંચાડયા. અનગિરિ હાથી ઉપર બેસાડી રાજા તેને લઈ ગયા. તેથી કૌશાંબી નરેશ અને ઉજ્જયિની નરેશ વચ્ચે યુદ્ધ થયું. ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતન હારી ગયા. શતાનીક રાજાએ તેમના મસ્તકે ‘મારી દાસીનો પતિ’ એવા અક્ષરો ડામથી પડાવ્યા. (ભરહેસરની કથાઓ –પૃ.૯૫ ૯૬) For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ४०८ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ચંડપ્રદ્યોતનરાજા ચૌદ દેશના રાજાઓને લઈ યુદ્ધ કરવા નીકળ્યા. તેમણે કૌશાંબી નગરીને ચારે તરફથી ઘેરી ત્યાં પડાવ નાખ્યો. મૃગાવતી રાણીએ વિચાર્યું, ‘આ યુદ્ધ મારા કારણે થશે, તેનું મહાપાપ મારા મસ્તકે લાગશે' .. ૯૭૩ શતાનીકરાજાની કૌશાંબી નગરીમાં ચારે તરફ લોકોમાં ગભરાટ ફેલાયો. બહુલ સંખ્યામાં નગરીમાં લોકો નાસ ભાગ કરવા લાગ્યા. પૃથ્વી કંપાયમાન (ઘરતીકંપ) જેવા અશુભ શુકનના એંધાણ થવાથી શતાનીકરાજા ચિંતાતુર થયા. ...૩૭૪ “શત્રુપક્ષ પ્રબળ અને બહુલ સંખ્યામાં છે. એવું જાણી શતાનીકરાજાએ મનમાં અપાર ચિંતા ધરી. દુઃખ ભરી મનઃસ્થિતિમાં શતાનીકરાજા બીમાર પડયા. રાજાને અતિસાર નામનો રોગ થયો. ...૩૭૫ (પ્રતિદિન રાજાની સ્થિતિ બગડતી ગઈ) મૃત્યુકાળ નજીક જાણી ચતુર મૃગાવતી રાણીએ નગરના દરવાજા બંધ કરાવ્યા. તેમણે પોતાના પતિને કહ્યું, “સ્વામીનાથ! તમે તમારું મન સ્થિર, અને શાંત રાખો. કોઈ શત્રુ આપણા નગરમાં પ્રવેશી નહીં શકે.”. ...૩૭૬ દેવપુત્ર જેવા ઉદાયનકુમાર ત્યારે ઉઠયા. તેમણે એકલાએ શત્રુઓને નગરીની બહાર ભગાડયા. ઉદાયનકુમાર બળવાન, સાહિસક અને પ્રતાપી હતા. મૃગાવતી રાણીએ રાજાને સાંત્વના આપતાં કહ્યું, “હે નાથ!તમે નિર્ભય રહેજો. ...૩૭૭ તમે હૃદયમાં ધર્મધ્યાનનું ચિંતન કરજો. તમે સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખી વેરભાવનું વિસર્જન કરજો. તમે ધર્મની ઉત્તમ આરાધના કરો. તમને હું આરાધનાના દશ પ્રકાર કહું છું. ..૩૭૮ (૧) વ્રત પાલનમાં લાગેલા અતિચારોની આલોચના કરો (૨) બાર વ્રતનું પુનઃઉચ્ચારણ કરો (૩) તમે ચોર્યાશી લાખ જીવાયોની સાથે ખમતખામણી કરો (૪) અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરો....૩૭૯ (૫) તમે ચતુદશરણ (અરિહંત , સિદ્ધ, સાધુ -સાધ્વી અને કેવલી પ્રરૂપિત ધર્મ) ની શ્રદ્ધા કરો. (૬) આ ભવમાં કરેલાં પાપ કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરો. (૭) સુકૃત્યોની અનુમોદના કરો (૮) તમે શુદ્ધભાવ રાખો. .. ૩૮૦ (૯) તમે અનશન વ્રતનું આરાધના કરો (૧૦) નવકારમંત્રનું સમરણ કરો. આ દશ પ્રકાની આરાધના છે. શ્રાવક શુદ્ધ ભાવે આ દશ પ્રકારની શુદ્ધપણે આરાધના કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં અવતરે છે. ...૩૮૧ જો તમે લજ્જનથી, અભિમાનથી પાપોનું પ્રગટીકરણ નહીં કરો, જ્ઞાનનો મદ કરી મનમાં કપટ નિદાન અને મિથ્યાત્વરૂપી શલ્ય રાખી, સુગુરુ પાસે વ્રતોની આલોચના નહીં કરો તો ચતુર્ગતિનું પરિભ્રમણ કરી ઘણું દુઃખ ભોગવશો. તમે શલ્યસહિત મૃત્યુ પામી પરલોકમાં પ્રયાણ ન કરશો. સદ્દગુરુની આજ્ઞાનું અક્ષરસઃ પાલન કરો. આ વિશ્વમાં કોનો પુત્ર? કોની પત્ની? સુધર્મ સિવાય કોઈ કોઈને શરણભૂત નથી.” ... ૩૮૩ - મૃગાવતી રાણીએ પોતાના પતિને ધર્મ અંગેની સમજણ આપી. શતાનીકરાજા મૃત્યુની અંતિમ ...૩૮૨ For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ ... ૩૮૪ • ૩૮૮ પળોમાં જાગૃત થયા. તેમણે દશ પ્રકારની આરાધના કરી, નવકાર મંત્રનું સતત સ્મરણ અને ચાર શરણ ગ્રહણ કરીને મૃત્યુ પામ્યા. દુહા ઃ ૧૯ મૃગાવતી રાણીનો વિલાપ મરણ હવો રાજા તણ, મૃગાવતી ઝૂરંત; કુણ વેલા કંતા ગયો, દઈવો દુખ કરત •.. ૩૮૫ અવલી ગતિ છઈ દઈવની, રખે પતીજો કોય; આરંભ્યા મહીયલ રહૈ, અવર અચિંત્યો હોય ... ૩૮૬ ધનવંત મ કરીસ ગારવો, નીરધન પાય મ ઠેલિ; કોઉક વાઉ વાયસેં, કિહાં તુંબડ કિહાં વેલિ ન લણી સરોવર ઘર કીઉં, દવ દાઝણા ભયણે એ; તો દાધી હેમા જલેં, પૂરવ દત્ત ફલેણ સહુ દુખી 6 જગમાંહા ભમે, કંત વિયોગી કોય; કો પુત્રે કો બંધવે, કો ધન હીણું હોય ... ૩૮૯ નયણે વયણે મન તણે, જે ઉપાયો નેહ, તસ જન કિમ વીસરે, જિહાં નવિ દાઝઈ દેહ પવન સુણો એક વાતડી, હવે હું હોઈસ છાર; તેણી દિસે તું વાયજે, જેણી દિસ મુઝ ભરતાર ... ૩૯૧ એક સસનેહી માછલી, હુ જાકારિ માસ નેહ; જબધી પાણી વડે, તબહી છોડે દેહ ... ૩૯૨ એમ વિલાપ કરિ ઘણા, સતાનીકની નારિ; સીલ રખોપા કારણઈ, નીજ મન આણે હારિ ••• ૩૯૩ અર્થ :- શતાનીકરાજા સમાધિ મરણે મૃત્યુ પામ્યા. મૃગાવતી રાણી પતિના મૃત્યુથી ગુરણા કરવા લાગ્યા. કેવી વિપત્તિની વેળાએ પતિદેવ પરલોક સિધાવ્યા છે ? અણધારી ઘટનાઓ દુઃખ આપે છે. ... ૩૮૫ નસીબની ગતિ અવળી (ચારી) છે. જે આપણું રખોપું કરનારા હોય છે તે જ સાથ છોડીને ચાલ્યા જાય છે. પ્રારંભેલું કાર્ય પૃથ્વી ઉપર જ રહે છે અને ન ચિંતવેલું કાર્ય અચાનક થઈ જાય છે. ... ૩૮૬ હે શ્રીમંતો! તમે શ્રીમંતાઈનો ગર્વ ન કરશો. તમે નિર્ધનનાં પગ પાછાં ન ઠેલશો. (તેમને અપમાનિત નકરશો.) કોઈકવાર કર્મરાજાનો ભયંકર પ્રતિકૂળ વાયુ ફૂંકાશે ત્યારે તુંબડું (મોટું ફળ) અને વેલો (નાનું ફળ) બધુંજ ઉડી જશે. (ભાગ્ય બદલાતાં નિર્ધન થવાય છે.) ... ૩૮૭ વનમાં દવ લાગવાનાં ભયથી આજુબાજુનું ઘાસ લણ્યા વિના (ઉખેડયા વિના) આસપાસ સરોવર બંધાવ્યું. પૂર્વકૃત કર્મ વડે તે વર્ષે વધુ ઠંડી પડવાથી સરોવરનું પાણી થીજીને હિમ થઈ ગયું તેથી હિમથી For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧0 કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” દાઝવાનું થયું (જે થવાનું હોય તે થઈને જ રહે છે.) ... ૩૮૮ આ સૃષ્ટિમાં સર્વ પ્રાણીઓ દુઃખથી વ્યાકુળ બની ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. કોઈ પતિ, પુત્ર કે બાંધવના વિયોગથી દુઃખી છે, તો કોઈ નિર્ધન હોવાથી દુઃખી છે. (આ સંસાર દુઃખમય છે.) ... ૩૮૯ વિશ્વના દુઃખી જીવોને નયનથી, વચનથી અને મનથી નેહપૂર્વકના વ્યવહારથી સુખ-શાંતિ આપી શકાય છે. જગતના જીવો આ ઉપાય શા માટે ભૂલી જાય છે? (ચંદન સમાન શીતલ) પ્રેમ-સ્નેહથી બીજાનું શરીર કદી દાઝતું નથી. ... ૩૯૦ પતિના મૃત્યુથી ઝરણાં કરતાં મૃગાવતી રાણીએ પવનને ઉદ્દેશીને કહ્યું, “હે પવનદેવ! એક વાત સાંભળો. હવે હું જે દિશામાં બળીને ભસ્મ થાઉં, તેની જે રખ્યા (છાર) હોય તે દિશામાં તું વાજે. જેથી મારી રખ્યા ઉડીને જ્યાં મારા પતિ (મૃત્યુ પામ્યા) છે, તે દિશામાં રાખ્યારૂપે તું મને લઈ જાય. ... ૩૯૧ હું વિશેષ સ્નેહ ધરાવતી માછલી છું. મત્સ્યરૂપી પતિદેવ મારા સ્નેહને જાકારો આપી ચાલ્યા ગયા. માછલી નીરથી વિખૂટી પડતાં તેના પ્રાણ દેહથી જુદા થાય છે. (પતિ વિના હું પ્રાણહીન થઈ છું)' ... ૩૯૨ શતાનીકરાજાની પત્ની મૃગાવતી રાણી પતિના વિરહથી ખૂબ વિલાપ કરવા લાગ્યા. અંતે પોતાના શીયળની રક્ષા કરવા તેમણે પોતાના મનને સ્થિર (શાંત) કર્યું. ૩૯૩ ઢાળ : ૧૫ ચંડપ્રદ્યોતન રાજા છેતરાયા ઈસ નગરીકા વણજારા એ દેશી. રાગ કેદારો નીજ મનમાહા ધીરજ ધરતી, નર શોક નીવારણ કરતી, મુઝને ચમએ નવિ ઝાલે, કૂદિ બુધિ એણિ નવિ ચાલે એક દાસી વેધક જેહ, મોકલી રાજા કે તે; તું કહેજે વાત વિચારી, એ મૃગાવતી છે તાહરી મરણ હવો ભૂપાલો, ઉદયન છે નાહનો બાલો; વેરી બલવંતા જેહો, આવી નગરી બેસે તેવો ••• ૩૯૬ ઈસ્યાં વચન કહઈ જઈ ચેટી, મૃગાવતી ગુણની પેટી; તેઈ છઈ છે તુમ રાય, કરો પુત્ર તણી રીખ્યાય સુણી હરખ્યો તિહાં નર નાથો, મૃગાવતી માહરી થાતો; પૂછે ઉજેણી નાથ, કિમ પુત્ર રખોપુ થાત ... ૩૯૮ બોલે મૃગાવતી તવ ફેરી, પાકી ઈટ અવંતી કેરી; તે આણી અહીં ગઢ કીજૈ, પછે મુઝ દેહ તુમ સોંપીજે કહે હા શિર વચન ચઢાવું, અવંતીનો કોટ પડાવે; ચઉદ રાય તણો દલ જેહો, એક શ્રેણેિ કીધું તેવો (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સ.-૮, પૃ.૧૪૬, ૧૪૭. ••• ૩૯૪ ૩૯૫ ••• ૩૯૭ ••• ૩૯૯ • ૪૦૦ For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ ••• ૪૦૧ •.. ૪૦૨ ૪૦૪ હથો હથિંઈ ઈટિ અણાવે, કોસંબી કોટ ચણાવે રે; નાલિ જંતર ઢીકલી ખાઈ, કોઈ નર મેં આઘો જાઈ ધન ધાનઈ નગરી ભરતો, ઉદયનની રિખ્યા કરતો; વિષ યોધ કહ્યા નર જે હો, સ્ત્રીનો સકલ કામ કરે તેવો ઈશ્વરને નાચ નચાવ્યો, બ્રહ્માનિ ધ્યાન ચુકવ્યો; દેવ ઈદ્ર લગાવ્યો પાય, માજારનિ રુપે થાય ... ૪૦૩ વિષયે કરે ભુંડા કામ, મણીરથ રાજા ખોઈ મામ; યુગબાહુ બંધવ નઈ મારિ, મુરખ પહોતો નગર મઝારિ ચું કીધો ચૂલણીઈ કામ, વંશ આપણો કીધો સામ; બ્રહ્મદત સુત્ત નઈ તે મારઈ, કામી ગુણ સઘલા હારઈ .. ૪૦૫ કાંઈ પીડો મુરખ મોટ, પાડ્યો ઉજેણીનો કોટ કોસંબી કોટ કરાવું, પછે મૃગાવતી નઈ જણાવે ... ૪૦૬ તેં જે જે કહ્યા મુઝ કાજ, તે સરવ કરયોં તજી લાજ; હવઈ ચિત્ત ધરો મુઝ આજ, કહઈ રીષભ ભણે મહારાજ ... ૪૦૭ અર્થ - મૃગાવતી રાણીએ મનમાં ઘેર્યતા ધારણ કરી. તેમના પતિના મૃત્યુનું દુઃખ હતું પરંતુ (પરિસ્થિતિવશ) તેમણે ખેદનું નિવારણ કર્યું. તેઓ શીલ રક્ષાના ઉપાયો વિચારવા લાગ્યા. ‘ચંડપ્રદ્યોતનરાજા મને સહેલાઈથી નહીં મેળવી શકે, તેની દુર્બુદ્ધિ અહીં નહીં ચાલે' ... ૩૯૪ મહારાણી મૃગાવતીની એક ચતુર દાસી હતી. રાણીએ તેને ચંડપ્રદ્યોતનરાજા પાસે મોકલી. તેમણે દાસીને સમજાવતાં કહ્યું, “બહેન! તું રાજા પાસે જઈ વિચારીને ઠાવકાઈથી વાત કહેજે કે, રાજનું! મૃગાવતી રાણી (તમારા જ વિચાર કરે છે) આપની જ રાણી છે.” ... ૩૯૫ મહારાજા શતાનીકનું મૃત્યુ થઈ ગયું છે. રાજકુમાર ઉદાયન હજુ વયમાં બાળકુંવર અને અલ્પ બળવાળો છે તેથી બળવાન શત્રુઓ આવી આક્રમણ કરી આ નગરીને પોતાના કબ્બામાં લેશે. ... ૩૯૬ (મને તમારું જ શરણું છે. “સર્પ ઓશીકે અને ઔષધીઓ હિમાલય ઉપર” એ ઉક્તિ અનુસાર દુશ્મનો નજીકમાં છે અને તમે દૂર રહો છો?) મૃગાવતી રાણીના વચનો બરાબર સાંભળી દાસી ચંડપ્રદ્યોતનરાજા પાસે પહોંચી. તેણે રાણીનો સંદેશો કહેતાં કહ્યું, “મહારાજ! મૃગાવતી રાણી સદ્ગણોનો ભંડાર છે. તે તમારી રાણી થવાની યોગ્યતા ધરાવે છે. તે તમને દિલથી ચાહે છે.) તે આપની જ રાણી છે. તમે મહારાણીના લધુવયના પુત્રની શત્રુઓથી રક્ષા કરો.” ... ૩૯૭ મૃગાવતી રાણી મારી થશે' એ સાંભળીને ચંડપ્રદ્યોતનરાજા ખૂબ હર્ષિત થયા. કામાંધ બનેલા ઉજ્જયિની નરેશદાસી મારફતે રાણીને પૂછાવ્યું કે, “પુત્રની રક્ષા હું શી રીતે કરું?” ... ૩૯૮ મૃગાવતી રાણીએ ફરીદાસી દ્વારા કહેવડાવ્યું કે, “અવંતી નગરીમાં પાકી ઈટ છે તે અહીં મંગાવો. For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” તે ઈટ વડે કૌશાંબી નગરીની ચારે બાજુ ફરતો મજબૂત ગઢ (કિલ્લો)બનાવો. આ કાર્ય પૂર્ણ થતાં હું મારું સર્વસ્વ તમને સોંપીશ” . ૩૯૯ ચંડ પ્રદ્યોતનરાજાએ હા પાડી. તેમણે મૃગાવતી રાણીના વચનોને માન્ય કરી સંપૂર્ણ જવાબદારી સ્વીકારી. રાજાએ પાકી ઈટ મેળવવા અવંતી નગરીનો કોટ કિલ્લો) તોડી નાંખ્યો. ચૌદ ગામના રાજાઓના લશ્કરે એક શ્રેણિમાં પંક્તિબદ્ધ ઊભા રહી આ ઈટ પહોંચાડવાનું કાર્ય પૂર્ણ કર્યું. ...૪૦૦ આ લશ્કર દ્વારા રાજાએ એક હાથમાંથી બીજા હાથમાં ઈટ આપી. કૌશાંબી નગરીમાં મંગાવી. અલ્પ સમયમાં રાજાએ કૌશાંબીને ફરતો કિલ્લો ચણાવી દીધો. આ કિલ્લામાં તાપ, શત્રુઓ પર પત્થર ફેંકવાના યંત્રો રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. આ કિલ્લાને ફરતી સુરક્ષા માટે ખાઈ ખોદવામાં આવી આ પ્રમાણે વ્યવસ્થા હોય ત્યાં કોઈ શત્રુ શી રીતે નાસી શકે? .. ૪૦૧ મૃગાવતી રાણીના કહેવાથી ત્યારપછી રાજાએ ઘણા સમય સુધી ચાલે તેટલું ધન-ધાન્ય(અને ઈધનાદિ) કૌશાંબી નગરીમાં ભરાવ્યું. તેમણે આ રીતે ઉદાયનકુમારની સુરક્ષા કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી. વિષયાંધ વ્યક્તિઓ તે કહેવાય જે સ્ત્રીઓનાં સર્વ કાર્યો કરે છે. . ૪૦૨ પાર્વતીએ (નટેશ્વર) મહાદેવને નૃત્ય કરાવ્યું. બ્રહ્માનું ધ્યાન ઉર્વશીએ ભંગ કર્યું. દેવ અને ઈન્દ્રને દેવીઓ પગે લગાડે છે. વળી બિલાડીરૂપે થઈ દેવ સ્ત્રીને ભોગવે છે, એવું ઈતર શાસ્ત્રમાં છે. બધે કામવાસના બળવાન છે. ...૪૦૩ વિષયભોગો નરવીરો પાસેથી પણ અનિષ્ટ કાર્યો કરાવે છે. મણિરથરાજાએ પોતાની ગીરવતા ગુમાવી, પોતાના જ લઘુ બાંધવ યુગબાહુરાજાને મારી તેની જ પત્નીમાં આસકત બન્યો. મૂર્ખ મણિરથરાજા નરકમાં પહોંચ્યો. .. ૪૦૪ બ્રહ્મદત્ત ચક્રવર્તીની પત્ની ચલણીએ શું કર્યું? તેણે પોતાના કુળને કલંકિત કર્યું વિષયોની પૂર્તિમાં નડતરરૂપ બનેલા પોતાના જ પુત્રને માતાએ સ્વયં મારી નાંખ્યો. ખરેખર!કામ વાસના સકળ ગુણોનો પરાજ્ય કરે છે. ..૪૦૫ કામવાસનાથી પીડિત મૂર્ખ શિરોમણી ચંડપ્રદ્યોતનરાજાએ ઉજ્જયિની નગરીની સુરક્ષા કરતો ગઢ પાડી નાખ્યો. તેમણે કૌશાંબી નગરીની સુરક્ષા માટે તેને ફરતો ચારે બાજુ મજબૂત ગઢ કરાવ્યો. ત્યાર પછી તેમણે મૃગાવતી રાણી પાસે જઈ કહ્યું. ... ૪૦૬ “દેવી! તમે જે જે કાર્યો કહ્યાં છે તે સર્વ કાર્યો મેં આજે મર્યાદા ત્યજી પૂર્ણ કર્યા છે. હવે તમે મારી માંગણી સ્વીકારો.” ચંડપ્રદ્યોતનરાજા આ પ્રમાણે બોલ્યા, એવું કવિ ઋષભદાસ કહે છે. (મૃગાવતી રાણીએ દૂતને કહ્યું, “હું તારા રાજાને મનથી પણ ચાહતી નથી. માત્ર અવસર ટાળવા માટે જ મેં આ પ્રમાણે ગોઠવણ (યુક્તિ) કરી હતી.'') ...૪૦૭ (૧) રાણીએ નગરને મજબૂત કિલ્લાથી સુરક્ષિત બનાવી દીધું ત્યારે દૂતે આવી રાણીને ઉજ્જયિની નગરીમાં આવવાની માંગણી કરી. રાજા ચંડપ્રદ્યોતને સ્વયં આવીને નહીં. (ભરડેસરની કથાઓ : પૃ. ૧૯૦). For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ દુહા : ૨૦ રાય ભણે સુણ સુંદરી, હવઈ તું મુઝ ઘરિ આવી; નયણે નીરખી ને હસ્ય, પ્રેમ કરી બોલાવિ .. ૪૦૮ અર્થ - ચંડપ્રદ્યોતનરાજાએ આવીને રાણી મૃગાવતીને પ્રીતિપૂર્વક હસીને કહ્યું, “હે સુંદરી! હવે તમે મારા રાજમહેલમાં ચાલો.” રાજાએ મૃગાવતી રાણીને પ્રત્યક્ષ નજરે જોઈ. ... ૪૦૮ ઢાળઃ ૧૬ નીતિશાસ્ત્રની શિક્ષા આપતા મૃગાવતી રાણી આંગણિ ભૂલભદ્ર આવ્યો રે બહેની એ દેશી. રાગ ઃ અશાવરી સીધૂઉં નૃપના વચન સુણી બોલેં, નૃપ વારઈ અચાઈ; અનાચાર પોતિ કિમ કરસ્યો, ચિત વિચારો રાઈ; જુઉં તુમ વેદ સીધાંત જ સોય, જે પરદાર જોય; જુઉં તુમ દૂરગતિ તેહને હોય, જુઉં જસ કરતિ અહી ખોય; જુઉં લોક ભણે ઉપવાદ •.. ૪૦૯ સતકી કઈચક દીરઘ દેખો, પરસ્ત્રી ગમન કરતા; એ ત્રણે બીજા દુખ પામ્યા, પરભવિ નરગિં ફરતા; અહી મણિ લીધુ કુણઈ ન જાય, સીહણિ કિમ દુહવાઈ રે; સ્વામી ચિત વીમાસો રાય રે, સ્વામી સીલ સતી ન લોપાય રે; વામી કીજૈ તત્વ વિચાર ... ૪૧૦ સુભટ બાણ ચુકો પછતાઈ, તિમ અવંતીરાઈ; મૃગાવતીનો વાહ્યો રાજા, દેશું દેશ વગોવાઈ; અવંતીસ મુંકઈ મનથી માણ, શાસ્ત્ર શસ્ત્રનો જાણ૯ રાજા; પણિ મુઝ કીધ અજાણ, હો રાજા, પણિ મુઝ કીધ અજાણ હો રાજા; હવઈ મ્યું ચાલઈ પરાણ હો રાજા, રહ્યો ગઢ વીંટી રાય ... ૪૧૧ અર્થ:- ચંડપ્રદ્યોતનરાજાના વચનો સાંભળી સતી મૃગાવતીએ કહ્યું, “રાજન! પ્રજાપાલક રાજા અન્યાયને રોકે છે, સ્વયં પોતે અનાચાર શી રીતે કરી શકે? આપ તો લોકોના રખેવાડ છો તેથી બુદ્ધિપૂર્વક વિચાર કરો. તમે વેદશાસ્ત્રોના સિદ્ધાંતો જુઓ તેમાં પણ કહ્યું છે કે, “પરસ્ત્રીનો સંગ કરનાર પરલોકમાં દુર્ગતિ પ્રાપ્ત કરે છે તેમજ આ લોકમાં પ્રતિષ્ઠા ગુમાવી નિંદનીય બને છે.” . ૪૦૯ સત્યકી, કેચક (દ્રોપદીમાં) અને દીર્ધ (ચુલનીમાં) જેવા મહાન વ્યક્તિઓએ પરસ્ત્રીગમનનું પાપ કર્યું. તેના પરિણામ સ્વરૂપે ત્રણે વ્યક્તિઓ બીજા ભવમાં ખૂબ દુઃખ પામ્યા. તેમણે પરભવમાં નરક ગતિમાં ગમન કર્યું. મણિધર નાગના મસ્તકે રહેલું મણિ કે સિંહણનું દૂધ કોઈ લઈ શકતું નથી, તેમ હે નરપતિ! સતી સ્ત્રીઓના શીલના ભંગ જેવા દુષ્કત્યો કરતાં તત્ત્વજ્ઞાનનો વિચાર કરો.” ...૪૧૦ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ••• ૪૧૩ . ૪૧૪ જેમ સુભટ બાણનું નિશાન ચૂકી જતાં પારાવાર પસ્તાવો કરે છે, તેમ અવંતીપતિ ચંડપ્રદ્યોતનરાજા મૃગાવતી રાણી પ્રાપ્ત ન થવાથી ખૂબ પસ્તાવો કરવા લાગ્યા. મૃગાવતી રાણી દ્વારા છેતરાયેલા ચંડપ્રદ્યોતનરાજા દેશ-પરદેશમાં ખૂબ અપમાનિત થઈ વગોવાયા. અવંતીપતિએ મનથી અભિમાનનો ત્યાગ કરી વિચાર્યું, “હું શાસ્ત્ર અને શસ્ત્રકળામાં પ્રવીણ હોવા છતાં આ સ્ત્રીએ મને મૂર્ખ બનાવ્યો. હવે આ પ્રાણની ગતિનું પણ શું?' કવિ ઋષભદાસ કહે છે કે ચંડપ્રદ્યોતનરાજા (વીલે મોઢે) કૌશાંબી નગરીના ગઢને ફરતા ઘેરો ઘાલીને પડી રહ્યા. .. ૪૧૧ દુહા ર૧ અવંતીપતિનો પશ્ચાતાપ રાજા ગઢવીંટી રહ્યો, ધરતો શોખ અપાર; પંડીત સુર પામેં નહી, નારી ચરિત્રનો પાર .... ૪૧૨ અત્યંતર વિષ સમ જાણીઈ, બાહિર અમૃત ઉદાર ગુંજા ફલ સમ જાણવા, સ્ત્રીના ભાવ વીકાર વાઘણિ વગડા મહિલી, જબહ મલઈ તવ ધાય; નારી વાઘણિ વશ પડયો, વસંતેં ફાડી ખાય તે અજાણ્યા માણસો, રુપઈ જે રાચંત્તિ; દિવા જ્યોતી પતંગ જિમ, સંપમાં દાઝતિ ... ૪૧૫ અર્થ:- ચંડપ્રદ્યોતનરાજાનું લશ્કર કૌશાંબી નગરીના કિલ્લાને ફરતું ગોઠવાઈને રહ્યું. (રાણીએ નગરના દ્વાર બંધ કરાવ્યા) રાજા અત્યંત શોકાતુર બન્યા. મહાન પંડિતો અને દેવલોકના દેવો પણ સ્ત્રી ચરિત્રને આજ દિવસ સુધી ઓળખી શક્યાં નથી. •.. ૪૧ર સ્ત્રીની પ્રકૃતિ (સ્વભાવ) અને પરિવર્તન (વિકાર) પણ ચણોઠીના ફળ સમાન છે. જેનું અંતર મન ચણોઠીના ફળ સમાન વિષમય ઝેરી છે પરંતુ બાહ્ય દેખાવ અમૃત જેવો મીઠો અને ઉદાર છે. ...૪૧૩ અરણ્યમાં રહેલી વાધણ જ્યારે તેને કોઈ માનવ કે પશુ મળે ત્યારે જ તેને ખાવા માટે પાછળ દોડે છે, જ્યારે નારીરૂપી વાઘણ પ્રથમ પુરુષને વશ કરી, પછી સાથે રહી તેને જ ચીરી નાખે છે. ...૪૧૪ સ્ત્રીની કૂટનીતિથી અનભિજ્ઞ વ્યક્તિઓ તેના સૌંદર્યની પાછળ પાગલ બને છે. દિવાની જ્યોતથી જેમ પતંગિયું પોતાની પાંખો દઝાડે છે, તેમ સ્ત્રીની પાછળ પાગલ બની પોતાનું સર્વરવ ગુમાવે છે.... ૪૧૫ ચોપાઈ ૮ સતિ મૃગાવતીની પ્રવજ્યા દાધો કલકલતો કહઈ રાય, નારી ચરિત્રને નવિ સમઝાય; લાજ્યો મનમાં ચિંતા ધરઈ, મૃગાવતી ગઢ રુડો કરાઈ પૂરત સુંદર સિંહા કણિ લહી, ઉદયન રાજા થાપ્યો સહી; યુગંધરાદીક જે પરધાન, થાણા સેનાની દેઈ માન For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ૪ર) • ૪૨૩ ૪૨૪ પછઈ વીરને વંદન કરઈ, તાહરું જ્ઞાન છઈ સહુમાં શિરઈ માહરા ચિત્તનો ભાવ તું સહી, કોસંબીઈ પધારો સહી કષ્ટમાંહીથી કાઢો સહી, યમ પાસિં ઉગારયો અહીં; તિમ પાસ તુઝ તારો તેમ, સાલિભદ્ર ધનાની જેમ સમઝાવ્યો સ્વામી સુર રાય, ગૌતમ હઠયઅ લગાવ્યો પાય; સૂલિપાણી સમઝાવ્યો સહી, સુર કીધો ચંડકોસીલ અહી નિંદીષેણ નઈ મેઘકુમાર, અરજનમાલી દઢપ્રહાર; ચંદનબાલા તારી જસી, મૃગાવતી નઈ તારો તસી પૂણ્યથી સંચ્યા આવ્યા વીર, વાણી જેહની ગંગા નીર; સૂણવા લોક સહૂ કો જાય, આવ્યો ચંદપ્રદ્યોતન રાય દિઈ દેસના જિનવર સોય, વૅર વિરોધ મુંકો સહૂ કોય; મોટા જગમાં ચાર કષાય, જેથી જીવ દુખી બહુ થાય પાંચે ઈદ્રીના જે ભોગ, જીવિ મુંકવા તે સંયોગ; હરિ ચક્રી બલદેવા જેહ, ભોગિં ત્રપતિ ન પામ્યા તેહ ભવિ ભવિ સ્ત્રી ભોગવતો જીવ, તોહે ભુખ્યો મુઢ સદેવ; સોવનકાર પરિ કામ મનિ ધરઈ, કુમાર નંદિ તે દૂબઈ મરે મૃગાવતી સુણતા સમય, સ્વામી જિન મુઝ દખ્યા દેય; જિન કહે અનુમતિ આપઈ રાય, સતી તોહ જ દીક્ષા થાય દિ આદેશ અવંતી ધણી, હું શિષ્યણી થાઉં જિન તણી; જિન પૂછે લાજિં કહઈ હાય, મૃગાવતી તવ હરખ ન માય અવંતીનઈ પાસઈ જઈ, ઉદયન ખોલઈ થાપ્યો સહી; દીનોધાર કરી નીસરઈ, મહોશવ સંયમ ધરઈ અંગારવતી પરમુખ આઠ નારિ, અવંતીસનિં રાણી ધારી વીર હાથિ લીધી દીખ્યાય, મૃગાવતીના ગુણ ચિત ધ્યાય ચંદનબાલા ગુરણી સાથિં, વિચરઈ પાશિં રહે દીન રાતિ; ઉદયન કોસંબી થાપીઉં, અવંતીસ નીજ મંદીર ગયો ઉદયન રાજ વધતો જાય, ત્યાવઈ ભેટી ત્યાં મોટા રાય; રાજ કરઈ જિમ સરમેં હરી, ઘણી ભોમિ કીરતિ વીસારી કરાઈ રાય પણિ સુખ નહી રાય, ખિણ ખિણ સાંભરતી નીજ માય દરસણ વંદન કામિ તાંહિ, મૃગાવતી ધરતો મનમાંહિ • ૪૨૫ • ૪૨૭ • ૪૨૮ •.. ૪૨૯ ••. ૪૯o .... ૪૩૧ .. ૪૩૨ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' ૪૩૫ જનની સમ નહી તીરથ કોય, સરગ મૃત પાતાલે જોય; જેણે માની પોતાની માય, સકલ તીરથ ઘરિ બઈઠાં તાહિં ... ૪૩૩ જેણિ માતાઈ ઉદરિ ધરયો, મલ મુત્ર ધોઈ ચોખો કરયો; તે માતા પૂજઈ પાય, ગુણ ઉસીકલ તોહિ ન થાય •.. ૪૩૪ સોવન બરાબર તોલે કોય, ખેદ ધરી કરે તીરથ કોય; ઈદ્રમાલ પહિરાવૈ માય, ગુણ ઉંસીકલ તોહિ ન થાય પગ ધોઈને પાણી પીઈ, અમૃત કવલ માતા મુખે દીઈ; દેવ ચીવર પહિરાવે જોય, ગુણ ઉંસીકલ તોહિ ન થાય .. ૪૩૬ અર્થ - ભોંઠા પડેલા (દાઝેલા) ચંડપ્રદ્યોતનરાજાએ કકળાટ કરતાં કહ્યું, “જગતમાં નારી ચરિત્ર સમજી શકાય એમ નથી.” ચંડપ્રદ્યોતનરાજા હવે ખૂબ શરમાયા. તેમણે મનમાં અફસોસ કરતાં કહ્યું, “મૃગાવતી રાણીએ મને મૂર્ખ બનાવી, પોતાની નગરીની ચારે બાજુ મજબૂત કિલ્લો બનાવી લીધો.'... ૪૧૬ (બીજી બાજુ) મૃગાવતી રાણીએ શુભ મુહૂર્ત જોઈ ઉદાયનકુમારને રાજ્યનો વારસદાર બનાવી, રાજગાદીએ બેસાડી રાજ્યાભિષેક કર્યો. યુગંધરાદિક ઘણા ઉત્તમ પુરુષોને પ્રધાનમંત્રી તેમજ સેનાપતિના પદે નિયુક્ત કર્યા તેમજ સુભટોને ખૂબ સન્માન આપ્યું. ... ૪૧૭ મૃગાવતી રાણીએ ત્યાર પછી પ્રભુ મહાવીરસવામી જે દિશામાં હતા ત્યાં વંદન કર્યા. તેમણે સંકલ્પ કરતાં) કહ્યું, “હે પરમાત્મા! આપનું જ્ઞાન આ સૃષ્ટિમાં સર્વ શ્રેષ્ઠ છે. આ જ્ઞાન મારા આત્માને ભાવિત કરે છે. આપ મારી વિનંતી શ્રવણ કરી કૌશાંબી નગરીમાં પધારો. ...૪૧૮ હે વિશ્વવંદનીય! મને આ સંકટમાંથી ઉગારો. તમે પાસે જઈ તિર્યંચગતિના ચંડકૌશિક સર્ષ પાસે જઈ તેને ઉગાર્યા, તેવી જ રીતે તમે મારી પાસે આવો. તમે ધન્નાજી અને શાલિભદ્રની જેમ મને પણ આ સંસારમાંથી ઉત્તારો. ... ૪૧૯ તમે દેવેન્દ્રને સમજાવી બોધિત કર્યો. ગૌતમ સ્વામીનો મિથ્યા આગ્રહ છોડાવ્યો. શૂલપાણિ યક્ષને અહિંસક કર્યો અને ચંડકૌશિક સર્પને ઉપશાંત બનાવી આઠમાદેવલોકનો દેવ બનાવ્યો. ... ૪૨૦ હે જગતના નાથ! તમે નંદીષેણ મુનિ, મેધમુનિ જેવા કેટલાય ધર્મથી પતિત થયેલા આત્માઓને, અર્જુન માળી અને દઢપ્રહારી જેવા ખૂની આત્માઓને તેમજ ચંદનબાળા જેવી રાજકન્યાઓને સંસાર સાગરમાંથી ઉગાર્યા છે, તેવી જ રીતે આ મૃગાવતીને પણ ભવસાગર પાર કરાવો.” ... ૪૨૧ (૧) શ્રી કલ્પસૂત્ર સં. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પૃ. ૧૭૫, ૧૭૬ (૨) કથાકોશ પ્રકરણમ્ ભા-૧. પૃ.૧૫૪ થી ૧૮૧ (૩) શ્રી કલ્પસૂત્ર સં. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી. પૃ. ૧૭૧. (૪) ભરફેસરની કથાઓ – પૃ. ૩૪, ૩૫. (૫) ભરોસરની કથાઓ - એજ પૃ ૧ર૧/૧રર (૬) શ્રી અંતગડદશાંગ સૂત્ર, વર્ગ-૯, અ.૩, પૃ ૧૧૭ થી ૧૩૫ (૭) ભરફેસરની કથાઓ – પૃ. ૧૧૮ For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ મૃગાવતી રાણીના પ્રબળ પુણ્યનો સંચય થતાં (ઘટ ઘટના ભાવો જાણનારા) ભગવાન મહાવીર સ્વામી વિહાર કરી કૌશાંબી નગરીમાં આવ્યા. પ્રભુની ગંગાના નીર સમાન મધુર અને પવિત્ર વાણી સાંભળવા બહુલ સંખ્યામાં નગરજનો ત્યાં આવ્યા. તે સમયે ચંડપ્રદ્યોતનરાજા પણ ત્યાં આવ્યા. ... ૪રર જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીએ માલકોશ રાગમાં દેશના આપી. તેમણે કહ્યું, “હે ભવ્ય જીવો! તમે સર્વ એકબીજા સાથે શત્રુતા અને કલેશનો ત્યાગ કરો. આ વિશ્વમાં ચાર ભયંકર કષાયો છે. આ કષાયોના કારણે જીવાત્મા સંસારમાં ખૂબદુઃખ પામે છે. ... ૪ર૩ આ જીવે પાંચ ઈન્દ્રિયોના વિષયભોગોનો તેમજ સર્વ સંયોગોનો ત્યાગ કરવા યોગ્ય છે. દેવેન્દ્ર, ચક્રવર્તી, બળદેવ જેવા સામર્થ્યવાન અને શક્તિશાળી જીવો પણ વિષયભોગથી સંતુષ્ટ થયા નથી.... ૪૨૪ આ જીવાત્માએ અનેક ભવોમાં સ્ત્રીઓ સાથે વિષયભોગો ભોગવ્યા છે, છતાં તે સદા મૂઢ અને અતૃપ્ત રહે છે. સુવર્ણકારનું મન સદા સુવર્ણમાં હોય છે તેમ ભોગી અને કામી વ્યક્તિનું મન વિષય વાસનામાં જ હોય છે. વિષયભોગોના અતિરેકથી નંદકુમારનું દુઃખદ મૃત્યુ થયું.” ... ૪૨૫ મૃગાવતી રાણીના હદયના ભાવો સાંભળી ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી નગરીમાં પધાર્યા ત્યારે રાણીએ કહ્યું, “હે જિનેશ્વર દેવ! મને સંયમનું દાન આપો.” પ્રભુએ કહ્યું, “હે મહાસતી! જો ચંડપ્રદ્યોતનરાજા અનુમતિ આપે તો જ આ દીક્ષા આપી શકાય.” મૃગાવતી રાણીએ ચંડપ્રદ્યોતનરાજા પાસે વિનંતી કરતાં કહ્યું, “હે અવંતીનાથ! તમે મને દીક્ષાની અનુમતિ આપો, જેથી હું જિનેશ્વર પરમાત્માના શાસનની શિષ્યા બનું.” (ચંડપ્રદ્યોતનરાજા મૌન રહ્યા) છેવટે પ્રભુએ ચંડપ્રદ્યોતનરાજાને મૃગાવતી રાણીની દીક્ષા વિશે પૂછ્યું, ત્યારે રાજાએ શરમથી હા પાડી. મૃગાવતી રાણી આ સાંભળી ખૂબ ખુશ થયાં. ...૪૨૭ મૃગાવતી રાણીએ અવંતીનરેશ ચંડપ્રદ્યોતનરાજા પાસે જઈ ઉદાયનકુમારને તેમના ખોળામાં બેસાડયો. (રાણીએ પુત્રની તમામ જવાબદારી રાજાને સોંપી.) આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી મૃગાવતી રાણીનો ઉદ્ધાર કરી ત્યાંથી વિહાર કરી ગયા. તેમનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો..૪૨૮ અવંતી નરેશ ચંડપ્રદ્યોતનરાજાની અંગારવતી આદિ આઠ મુખ્ય રાણીઓ હતી. જેમણે ભગવાન મહાવીરસ્વામી પાસે તેમના હાથે સંયમ ધર્મ અંગીકાર કર્યો. (તેઓ ચંદના સાધ્વીજીની શિષ્યાઓ બની) હવે મહાસતી મૃગાવતીજીના ગુણોનું ચિત્તમાં ધ્યાન કરો. ...૪૨૯ મૃગાવતી સાધ્વીજી પોતાના ગુરુણી ચંદનબાળા સાધ્વીજી સાથે સદા વિચારતા હતા. તેઓ નિત્ય દિવસ અને રાત પોતાના ગુરુણીની પાસે જ રહેતા હતા. ઉદાયનકુમારને કૌશાંબી નગરીમાં યુવરાજ પદે સ્થાપિત કરી અવંતીનરેશ ચંડપ્રદ્યોતને પોતાના નગરમાં પાછા આવ્યા. ઉદાયનરાજાએ પોતાના પરાક્રમથી રાજ્યની સીમાઓનો ખૂબ વિસ્તાર કર્યો. તેમની પાસે મોટા મોટા મહારાજાઓ કિમંતી ભેટો લાવવા લાગ્યા. તેઓ સ્વર્ગલોકના દેવેન્દ્રની જેમ સુખેથી રાજ્ય કરતા હતા. (૧) શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૮, પૃ.૧૪૭, For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” તેમણે ઘણી પૃથ્વી જીતીને પોતાની કીર્તિનો ધ્વજ લહેરાવ્યો. ... ૪૩૧ ઉદાયનરાજા સર્વને ત્યાં સુખની લહેરો લહેરાતી હતી પરંતુ તેઓ સદા ઉદાસ રહેતાં હતાં. તેમને પ્રત્યેક ક્ષણે પોતાની માતા મૃગાવતીજીનું સ્મરણ થતું હતું. તેઓ તેમનાં દર્શન અને વંદનની અભિલાષા ધરાવતા હતા. તેઓ નિત્ય તેમનું મનમાં ધ્યાન ધરતા હતા. કવિ કહે છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં જનની સમાન કોઈ શ્રેષ્ઠ તીર્થ સ્થાન નથી. જે પોતાની માતાને સન્માન આપે છે, તેના ઘરમાં સર્વ તીર્થસ્થાનો રહેલાં છે. ... ૪૩૩ જે માતાએ પોતાના પુત્રને નવ માસ ગર્ભમાં સાચવ્યો, તેના બાળપણમાં મળ-મૂત્ર ધોઈ રવચ્છ કર્યા. તે વ્યક્તિ માતાના ચરણોની નિત્ય પૂજા કરે, છતાં પણ તેના ઉપકારોનું ઋણ ચૂકવી શકે નહીં. ...૪૩૪ જો કોઈ વ્યક્તિ માતાની કાયાના વજન બરોબર સુવર્ણ તોલી દાનમાં આપે, મનમાં અત્યંત પશ્ચાતાપ સાથે માતાને તીર્થયાત્રા કરાવે, માતાને દિવ્ય મણિની માળા પહેરાવે, છતાં તે માતાના ઉપકારોમાંથી કદી ઋણ મુક્ત ન થઈ શકે. ...૪૩૫ માતાના ચરણોનું પ્રક્ષાલન કરી તેનું પાણી પોતે પીએ, માતાના મુખમાં પોતાના હાથે અમૃત કવલનો આહાર કરાવે, તેમને દિવ્ય વસ્ત્રો પહેરાવે, છતાં તેમના ગુણો(ઉપકારો)ની બરોબરી કદી ન કરી શકે. ...૪૩૬ દુહા ઃ રર માતૃભક્તિની શ્રેષ્ઠતા ઉત્તમ નર ચૂકે નહી, ભગતિ કરે નીજ તાત; તેહ થકી અધકી કહી, જે પોતાની માતા સઈવ કહઈ ઉવઝાયની, ભગતિ કરઈહ સદાય; એકદા આચરજ તણા, પૂરી સરીખોં થાય આચરજને પૂજતો, કો એક પૂરષ સો વાર; તાત ભગતિ એકદા કરઈ, તેહનો પુણ્ય અપાર પીતા તણી પૂજા કરઈ, ફરી ફરી વાર હજાર; માત ભગતિ એકદા કરઈ, પૂણ્ય તણો દી થાય રે ભરત જસા સૂત જેહવા, તેણઈ માત ભગતિ મોટી કરી; શત્રુંજ ગીર સંઘવી થયો, કરયો ભગતિ એ થાય પાંડવ પંચ જનમ્યા ભલા, શગુંજ ગયા સુજાણ; કરયો ઉધાર જ બારમો, માત વચન પ્રમાણ ... ૪૪૨ અર્થ :- સજ્જન અને ઉત્તમ પુરુષો માતાની ભક્તિ કરવાનું કદી વિસરતા નથી. તેઓ નિત્ય પોતાના પિતાની પણ ભક્તિ-સેવા પણ કરે છે. શાસ્ત્રકરો એ પિતાથી પણ અધિક શ્રેષ્ઠ માતાને સ્થાન આપ્યું છે....૪૩૭ ઉપાધ્યાયજીની સો વાર ભક્તિ કરવી અને બીજી તરફ ફક્ત એક જ વખત આચાર્યજીની ભક્તિસેવા કરવી એ તુલ્ય (સમાન) છે. ... ૪૩૮ ... ૪૪૦ For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ કોઈ પુરુષ આચાર્ય ભગવંતની સો વખત પૂજા-ભક્તિ કરે છે અને બીજી તરફ પોતાના પિતાની એક જ વાર સેવા કરે છે, તેમાં પિતાની ભક્તિ કરનાર અપાર પુણ્યરાશિ પ્રાપ્ત કરે છે. ... ૪૩૯ કોઈ વ્યક્તિ પિતાની પુનઃ પુનઃ સેવા-ભક્તિ કરતાં હજાર વખત તેવું કરે અને બીજી તરફ માતાની ફક્ત એક જ વખત સેવા કરે તો માતાની ભક્તિનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થવાથી તે દીપી ઉઠે છે.... ૪૪૦ ભરત ચક્રવર્તી જેવા પુત્રએ મરૂદેવા માતાને પરમાત્માના દર્શન કરાવી શ્રેષ્ઠ પ્રકારની માતૃભક્તિ કરી. તેમણે શત્રુજ્ય, ગીરનાર જેવા તીર્થસ્થાનોએ પગપાળા સંધ કઢાવી સંધવીનું બિરુદ મેળવ્યું. તેમણે સંધ કઢાવી સાધર્મિકોની ખૂબ ભક્તિ કરી. ... ૪૪૧ યુદ્ધિષ્ઠિર આદિ પાંચ પાંડવો જન્મથી જ ભદ્ર પ્રકૃતિના હતા. તેઓ માતાના વચનોથી શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા. ત્યાં માતાના ભાવ થતાં તેમણે શત્રુજ્ય તીર્થનો બારમો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૪૪૨ ચોપાઈ : ૯ સંગીત વિશારદ ઉદાયન કુમારને ઉજ્જયિનીમાં નિમંત્રણ માતા મૃગાવતીનેં કાજ, ઉદયન ચિત ન લાગે રાજ; રાજ સભા પૂરઈ નહી જિમેં, મંત્રી બુધિ વિચારઈ તિસઈ ... ૪૪૩ ગજ તુરંગ ખેલાવા તણી, રમતિ લગાવે રાજા ભણી; જાણે જનની દૂખ વીસરે, રાજ કાજની ચિંતા કરાઈ ... ૪૪૪ ઉદયન ગજ ખેલાવા ભણી, વીણા લેઈ વન આવે ગુણી; વીણા સ્ય જનની ગુણ ગાય, નાગ મૃગ તિહાં વીવલ થાય તે ઉદયન અહી આવું હવે, તો તમ પુત્રીને સીખવિં; અભય કુમારની વાણી સુણી, ચલવ્યો દૂત કોસંબી ભણી લોહજંથો તવ આવ્યો વહી, ઉદયનને કહે ચાલો સહી; તેડઈ તુમ ઉજેણી ધણી, વીણા કલા તુમ સુણવા ભણી વાસવદતા બેટી તણાઈ, કલા સીખવો આદર ઘણી; ઘોષાવતી જ વજાવા ઘણોં, કરાવો રાય શ્રવણ પારણો ... ૪૪૮ મંત્રીને પૂછે પુર ધણી, કહો તો જાઉં અવંતી ભણી; મંત્રી કહે નવિ જઈયે જોય, રાજ કાજ પણિ મેલાં હોય કંમરીને તેડાવો આહિ, વિદ્યા ગુરુ નવિ જાઈ તાંહિં; સૂણી રાય સાચૂ સદહે, લોહજંથો પરતિ નૃપ કહે જો કુમરી આવે મુઝ ભણી, વિદ્યા સકલ દેઉં આપણી; વિણ કર્યે ફલ સેવીં થાય, ગુરુનો પણિ વાધઈ ઉંછાય સૂણી વચન લોહજંથો ફરઈ, કહ્યો બોલ હઈયામાં ધરઈ; ચંડપ્રદ્યોતનને કહે દૂત, નાર્વે આંહિ સતાનીક પૂતા ... ૪૫ર ••• ૪૪૫ ••• ૪૪૬ • ૪૪૭ • ૪૫o • ૪૫૧ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ લીજૈ વીધા સાહમા જઈ, વીધા સફલ હોઈ તે સહી; ગુરુની ભગતિ કરી જેં સાર, એમ કહે ઉદયન કુમાર ૪૫૩ અર્થ :- (માતા મૃગાવતીજીએ સર્વવિરતિ ધર્મ અંગીકાર કર્યો, તેથી) માતાની સ્મૃતિમાં ઉદાયનરાજાનું ચિત્ત ખિન્ન બન્યું. તેમને રાજ્યના કાર્યોમાં કોઈ રસ ન હતો. તેઓ રાજસભા ભરાય ત્યારે ત્યાં હાજરી આપતા ન હતા. મંત્રીશ્વરે આ પરિસ્થિતીનો સુલેહ કરવા બુદ્ધિપૂર્વક વિચાર કર્યો. ...૪૪૩ ૪૪૪ મંત્રીશ્વરે હાથી, ઘોડા જેવા પ્રાણીઓને ખેલવવાની ક્રીડામાં રાજાનું મન જોડયું, જેથી રાજા આનંદ પ્રમોદમાં રહી શકે. માતાનું દુઃખ વિસ્મરણ થાય તેમજ રાજા પુનઃ રાજ્યના કાર્યોની ચિંતા કરે ...... એક દિવસ ઉદાયનરાજા હાથી ખેલવવા જંગલમાં ગયા. તેઓ દિવ્યવીણા લઈ જંગલમાં આવ્યા. તેમણે મધુર વીણાવાદન શરૂ કર્યું, જેમાં તેમણે પોતાની માતાના ગુણોનું સ્તવન કર્યું. વીણાનો મધુર આલાપ સાંભળી સર્પ, મૃગ જેવા વનચર પ્રાણીઓ બાવરા બની ડોલવા લાગ્યા. ...૪૪૫ ‘‘વીણા વાદનમાં કુશળ એવા ઉદાયનરાજા જો અહીં આવે તો તમારી પુત્રી વાસવદત્તાને સંગીતાનું જ્ઞાન શીખવી શકે,'’ એવું અભયકુમાર ચંડપ્રદ્યોતનરાજાને કહી રહ્યા હતા. અભયકુમારની વાત સાંભળી રાજાએ લોહબંધ દૂતને તરત જ કૌશાંબી નગરીમાં મોકલાવ્યો. ...૪૪૬ રાજદૂત લોહબંધ ચાલતો કૌશાંબી નગરીમાં આવ્યો. તેણે ઉદાયનરાજાને કહ્યું, “મહારાજ! તમે મારી સાથે ચાલો. તમને ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનરાજાએ બોલાવ્યા છે. તેઓ તમારી વીણાવાદનની કળા સાંભળવા માંગે છે. ....૪૪૭ મહારાજાની એક વાસવદત્તા નામની પુત્રીની પુત્રી છે. તમે તેમને પ્રીતિપૂર્વક, વીણાવાદનની કળા શીખવો. તમને ખૂબ સન્માન પ્રાપ્ત થશે. તમે ઘોષવતી રાગમાં વીણા વગાડી મહારાજાની સંગીત શ્રવણની ઉત્કંઠા પૂર્ણ કરો.'’ ... ...૪૪૮ ઉદાયનરાજાએ મંત્રીશ્વરની સામે જોયું. તેમણે સલાહ લેતાં કહ્યું, ‘‘મંત્રીશ્વર ! તમે શું કહો છો ? તમે કહો તો હું અવંતી નગરી તરફ પ્રયાણ કરું ?'' મંત્રીશ્વરે કહ્યું, “મહારાજ ! આ સમયે ત્યાં જવું યોગ્ય નથી. અહીં રાજ્યનાં ઘણા કાર્યો આપની ગેરહાજરીથી બગાડી જશે. ...૪૪૯ તમે રાજકુંવરી વાસવદત્તાને સંગીત વિદ્યા શીખવા માટે અહીં બોલાવો. વિદ્યાગુરુ કદી વિદ્યા આપવા સામે ચાલીને ત્યાં ન જાય.'' મંત્રીશ્વરનાં વચનો સાંભળી ઉદાયનરાજાએ કહ્યું, “તમે સત્ય કહો છો.’’ ત્યાર પછી લોહબંધ દૂત તરફ ફરીને રાજાએ કહ્યું. ... ૪૫૦ ‘‘રાજકુંવરી વાસવદત્તા જો મારી પાસે વિદ્યા શીખવા આવે તો હું મારી પાસે રહેલી સકળ વિદ્યા તેને શીખવીશ. કષ્ટનું સેવન કર્યા વિના ફળની પ્રાપ્તિ શી રીતે થાય ? વિનયથી વિદ્યા શીખવતાં ગુરુનો પણ ઉત્સાહ વધે છે.’’ ૪૫૧ ઉદાયનરાજાના વચનો સાંભળી સંદેશો લઈ લોહબંધ દૂત ઉજ્જયિની નગરીમાં પાછો આવ્યો. તેણે ત્યાં આવી ચંડપ્રદ્યોતનરાજાને કહ્યું, “મહારાજ ! શતાનીકરાજાના પુત્ર ઉદાયનરાજા વિદ્યા ભણાવવા અહીં For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ૪૫૫ નહીં આવે. ... ૪૫ર જો વિદ્યા મેળવવી હોયતો તમારે સામે જવું પડશે. વિદ્યા ગુરુની પાસે સામે જઈ મેળવેલી વિદ્યા જ સફળ બને છે. જે ગુરુની ભક્તિ- સેવા કરી વિદ્યા મેળવે છે, તે ઉત્તમ ફળદાયી નીવડે છે; એવો ઉદાયન રાજાએ સંદેશો કહ્યો છે.' ... ૪૫૩ દુહા : ૨૩ દૂત વદન શ્રવણે સુણી, ખીયો અવતીરાય; અભયકુમારને પૂછતો, આણવા તણો ઉપાય ... ૪૫૪ અર્થ - દૂતના મુખથી ઉદાયનરાજાનું કહેણ સાંભળી અવંતી નરેશના અંગમાં ક્રોધનો દાવાનળ પ્રગટયો. તેમણે તરત જ અભયકુમારને બોલાવી, ઉદાયન રાજાને અહીં બોલાવવાની યુક્તિ પૂછી. .. ૪૫૪ ઢાળ : ૧૭ છળકપટથી ઉદાયનરાજા સપડાયાં હું જ અકેલી નીંદ ન આવે રે એ દેશી. રાગ કેદારો બોલ્યો વેગિં અભયકુમારો રે, કરો બુધિ એક આવું સારો રે; તેણઈ આણવા તણો ઉપાઈ રે કરો વાંસનો હાથી રાઈ રે માહઈ સુભટ રહે સખરા જેહો રે, કોસંબી વનિ જાય તેહો રે; ઉદયન વેણિ વજાવઈ જ્યારઈ રે, ઝાલી ઈહાં કણિ આપ્યો ત્યારઈ રે .. ૪૫૬ કલા સકલ સીખવસે તેહો રે, ભુપઈ માન્યો સાચો તેહો રે; ગજ કીધો એક જાણે સાચો રે, સીદૂર શિરે હૈં તેહને જાયો રે ... ૪૫૭ મૂલિ બનાવી સુંદર સારો રે, પહિરાવ્યાં સઘલાં શિણગારો રે; ઘંટા ચામર ઘુઘર વાલો રે, કરયા દેતુસલ અતી વીસાલો રે .... ૪૫૮ સોવન સાંકલા મોતી હારો રે, પટહસ્ત્રી દીસઈ જુઝારો રે; મદ મત્રો મયગલ દીસે રે, દેખી એરાવણ ખીજઈ રે સુઢ ઉછાલે દંત પ્રહારો રે, ગરજારવ કરતો ગજ સારો રે; પેઠા પુરષ તે ઝુલસુ માંહિ રે, આવ્યો ગજ કોસંબી જાંહિ રે વનચર પુરષે દીઠો જ્યારઈ રે, ઉદયનનેં કહ્યો જઈ ત્યારે રે સપાષસ્યો ગજ આવ્યો એકો રે, ગજ સિણગાર દીસેં જ અનેકો રે સૂણી વચન નૃપ વનમાંહિ ધાયો રે, ઘોષાવતી વીણા કરિ સાદો રે; દીઠો હસ્તી વનમાંહિ જ્યારી રે, હરખ્યો ઉદયન રાજા ત્યારી રે મૃગ જ ઝાલ્યા આગઈ મોટા રે, તે આ જેહવા નહીં કો કોય રે; આ દસઈ કેહનો પટહસ્ત્રી રે, એહથી હોઈ નગરી વસતી રે ... ૪૬૩ (૧) ત્રિ.શ.પુ.ચ.પર્વ-૧૦, સર્ગ-૧૧ પૃ.૧૯૮ • ૪૬૧ ••• ૪૬૨ For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ઉદયન એકલો આઘો જાઈ રે, જિન જનનીના ગીત સુગાઈ રે; ઘોષાવતી વીણા તે વાઈ રે, રાજ સુણવાને સાતમો થાઈ રે .. ૪૬૪ સૂણે એક ચિતિ ડોલઈ આપો રે, મહુઅરિ સુણિ જિમ ઝુલે સાપો રે; જિમ જોગી શર ધ્યાને લીનો રે, તિમ ગજ રાજા ગાને લીનો રે ... ૪૬૫ આવે ઉહોરો સીસ નમાવું રે, વલી વન હસતી આઘો જાયેં રે; ઘોષવતી નઈ નાદે મોહ્યો રે, ઉદયનને નવિ મુંકઈ સોહ્યો રે ... ૪૬૬ ઉદયન હઈડે હરખ ન માય રે, ગાઢિ કરી ગુણ જિનના ગાર્ડે રે; દેવનું ગાન તે કીધું ત્યાહિં રે, ગજ ઊભો રહ્યો સુણે વનમાંહિ રે .. ૪૬૭ જાણ્યો કુમરેં ગજ મોહ્યો ગાને રે, કુણ નવિ મોહે માહરે તાને રે; જગમાંહિ ભાખ્યા વેદ સુચ્ચારો રે, પંચમ વેદ તે રાગ સુતારો રે ... ૪૬૮ અર્થ:- હાજરજવાબી અભયકુમારે તરત જ કહ્યું, “મહારાજ! હું એક ઉત્તમ ઉપાય બતાવું છું. તેના ઉપર તમે વિચાર કરો. આ ઉદાયનરાજાને અહીં બોલાવવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. રાજનું! તમે એક વાંસનો મદોન્મત્ત સુંદર કૃતિમ હાથી બનાવો. (સાચા હાથીની જેમ ગતિ, આસન વગેરે ક્રિયાઓ કરે.) ... ૪૫૫ રાજનું! આ વનહસ્તિની અંદર હોંશીયાર અને ચપળ (શસ્ત્રધારી) સુભટો જ રહે. તેઓ આ વનહસ્તિ સાથે કૌશાંબી નગરીના જંગલમાં જાય. જ્યારે ઉદાયન રાજા અરણ્યમાં આવી વીણા વગાડે ત્યારે વાંસના વાહસ્તિમાં રહેલા સુભટો યુક્તિપૂર્વક તેમને પકડીને અહીં ઉજ્જયિની નગરીમાં લાવે. .. ૪૫૬ - ઉદાયન રાજા આપના રાજ્યમાં બંદીવાન (શરણાર્થી) હોવાથી તેઓ બધી વિદ્યા રાજકુંવરીને શીખવશે. ચંડપ્રદ્યોતનરાજાને અભયકુમારની આ યુક્તિ સત્ય અને યોગ્ય લાગી. તેમણે વાસ્તવિક હાથી જેવો જ એક વાંસનો મહાકાય વનહસ્તિ બનાવ્યો. અરણ્યમાં જતાં પૂર્વે તેના કપાળે સિંદુરનું તિલક કર્યું....૪૫૭ તેના શરીર ઉપર સુંદર શણગાર કર્યો. તેના પગથી માથા સુધીના અંગો સારી રીતે સજાવ્યાં. તેના શરીર ઉપર સુંદર આભૂષણો પહેરાવ્યાં. આ વનહસ્તિનું શરીર ઘંટ, ચામર અને ઘુઘરાના શણગારથી યુક્ત હતું. તેના વિશાળ દંતશૂળો સુવર્ણથી મઢેલાં હતાં. ... ૪૫૮ તેના ચારે પગમાં સુવર્ણના નેપૂરો અને ગળામાં મોતીનો હાર હતો. આ વનહસ્તિ પટ્ટહસ્તી જેવો કંઈક અનોખો અને રળિયામણો હતો. આ કોઈ કપાળે મદઝરતો મદોન્મત્ત હાથી ન હોય તેવો દેખાતો હતો. તેના સૌંદર્યને જોઈને અરણ્ય ઐરાવત હાથી પણ તેના રૂપની ઈર્ષા કરે તેવો આકર્ષક હતો. ... ૪૫૯ આ વનહસ્તિ લૂંઢ ઉછાળતો, દંતશૂળો વડે પ્રહાર કરતો, ભયંકર ગર્જરવ કરતો હતો. તેના શરીર ઉપર તેને સુશોભિત કરવા માટે મૂકેલી ઝુલોમાં સુભેટો સંતાઈને રહ્યા. આ મદોન્મત્ત વનહસ્તિ ધીર, ગંભીર ચાલે ચાલતો કૌશાંબી નગરીના અરણ્ય તરફ આવ્યો. ...૪૬૦ આ અરણ્યમાં રહેતા એક આદિવાસીએ આ અનુપમ વનહસ્તિને જોયો. તેણે જઈને ઉદાયનરાજાને સમાચાર આપતાં કહ્યું, “મહારાજ ! અરણ્યમાં આજે એક અનોખો અને અદ્વિતીય હાથી આવ્યો છે. આ For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ વનહસ્તિના શરીર પર અનેક શણગાર છે.” ..૪૬૧ વનચર પુરુષના શબ્દો સાંભળી ઉદાયનરાજા તે વનહસ્તિ મેળવવા અરણ્ય તરફ દોડયા. તેમણે તેને વશ કરવા ઘોષવતી વીણા વગાડી.(ઘોષવતી વીણાનો નાદ સાંભળી વનહસ્તિ નજીક આવ્યો) ઉદાયનરાજાએ મહાકાય હસ્તીને જોયો. આવો અપૂર્વહસ્તી જોઈ ઉદાયનરાજાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ... ૪૬ર રાજાએ વિચાર્યું, “મેં પૂર્વે પણ ઘણા પશુઓને અરણ્યમાં શિકાર કરી પકડયા છે પરંતુ આ હસ્તી જેવો (અદ્વિતીય) પ્રાણી આજ દિવસ સુધી જોયો નથી. આ વનહસ્તિ કોઈ રાજાનો પટ્ટહસ્તી હોવો જોઈએ. (તેને મેળવીને જ હું રહીશ) તેનાથી કૌશાંબી નગરીની શોભામાં અભિવૃદ્ધિ થશે.” .. ૪૬૩ ઉદાયનરાજા વીણા વગાડતા વનહસ્તિની પાછળ એકલા અરણ્યમાં ઘણે દૂર સુધી ચાલ્યા ગયા. ઉદાયનરાજા જેમ જેમ પોતાની સાધ્વી માતાના સુંદર સ્તવનો સ્તવી ઘોષવતી વીણા વગાડતા રહ્યાં, તેમ તેમ વનહસ્તિ આ ઘોષવતી વીણા સાંભળવા નજીક આવતો ગયો. ... ૪૬૪ જેમ મોરલીનો નાદ સાંભળી મણિધર સર્પ ડોલવા લાગે છે, તેમ વનહસ્તિ ધોષવતી વીણાનો મધુર સ્વર એકચિતે સાંભળી ડોલવા લાગ્યો. જેમ યોગી મસ્તકના મધ્યભાગે એકાગ્રતા કેળવી ધ્યાનમાં લીન બને છે, તેમ વનહસ્તિ સંગીત સાંભળવામાં તલ્લીન બન્યો. ... ૪૬૫ વનહસ્તિ ક્યારેક પાસે આવી (ડોલતો ડોલતો) શીશ નમાવતો તો ક્યારેક તે ગાઢ અરણ્યમાં દૂર ચાલ્યો જતો. તે ઘોષવતી વીણાના સ્વરોથી મોહિત થવાનો ઢોંગ કરતો હતો. તે ઉદાયનરાજાને છોડવા કોઈ રીતે તૈયાર નહતો. ... ૪૬૬ ઉદાયનરાજાના હૈયે અપાર હર્ષ હતો. તેમણે ખૂબ ભાવપૂર્વક વિપુલ પ્રમાણમાં જિનેશ્વરનાં ગુણકીર્તનનું સ્તવન કર્યું. ત્યાં તેમણે દેવોની સ્તવના પણ કરી. વનહસ્તિ વનમાં ઊભો રહી સ્તવન સાંભળવા લાગ્યો. .. ૪૬૭ ઉદાયન રાજાએ જાણ્યું કે, વનહસ્તિ મારી વીણાના મધુર નાદથી માહિત થયો છે. આ સૃષ્ટિ ઉપર મારા વીણાવાદનથી કોણ મોહિત નથી થયું? જગતમાં ચાર પ્રકારના વેદ સુવિખ્યાત છે. સંગીત એ પાંચમો વેદ છે. તે શ્રેષ્ઠ છે. ... ૪૬૮ દુહા : ૨૪ સંગીતની કરામત રાગ સુસંતો જે મરઈ, તેહની કાંરોઈ માય; વશીવર વેઢિ આક્રમે, મૃગહ મરેવા જાય •.. ૪૬૯ સરોવર પાંણી હું ગઈ, સરસ્યો આવ્યો બાલ; ઘડા વરસે પાસીઉં સુણીઉ રાગ ભૂપાલ ४७० રાગ દેશાખ લહ્યો નહી, ખાઈ ન જાણ્યા પાન; તાસ જન અહાઁ ગયો, પાત્રે દીધું દાન •.. ૪૭૧ For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” •. ૪૭૨ ... ૪૭૩ ४७४ •.. ૪૭૫ ••• ૪૭૬ ભઈરવ રાગ ગર્ભે નહી, નદી નરગાંઠિ દામ; વિદ્યા વિબુધ્ધ પાસુ નહી, ઢું જીવ્યાનું કામ વૈરાડી જેહને મુખિ વસે, તેહને ન ભાવું અન; માન સરોવર હંસસો, ફરી ફરી ચરઈ રતન રાગિં મીઠી આસાવરી, કરસણિ મીઠી જુવાર; ભોજન મીઠોં સાલિંદાલ, પ્રીસઈ ઘરની નારી રાગ મલ્હાર જો મનિ વસ્યો, તેહને ન ગમેં અન્ય રાગ; જિમ શંકર સુર ફરી ફરી, ગર્લે ધરતો નાગ નીદ્રા ભોઅણ અલપ કસા, વચન સારા ધ્યન ભાગ; રીષભ કહે પૂજા દયા, ઉત્તમ વહઈ લો રાગ ટોડી તાન તુઝમેં નહી, ન લહે શાસ્ત્ર વિચાર; સુણતાં હરખ ન ઉપનો, આલેં ગયો અવતાર ૪૭૭ સ્ત્રી રામેં રીઝયો નહીં, ત્રિપતી નહી ખીર ખંડિ; જિન વચને સમઝયો નહી, દઈવિં મુંક્યો દંડિ ... ૪૭૮ ગાહા ગાથા નવિ રીઝીઉં, રીષભ કહે રાગેણ; રંભા રુપ ન ભેદીઉં, જોગી મેં દરિદ્ર એ હેઈ હેઈ નાદ અપરંપરા, સુણતા રીઝઈ બાલ; સરોવરિ મોહ્યા હંસલા, મૃગહ ચરતા માલ . ૪૮૦ ગજ મોહ્યો વીણા રમેં, ઉદયન સાથે જાય; દોડી ગજ ખંધિ ચઢયો, જિમ તરુઅર કંપી રહ્યો ... ૪૮૧ અર્થ :- જે સુંદર એવો રાગ સાંભળતાં મૃત્યુ પામે છે તેની માતા શામાટે રડે છે? (તેમને રડવું ન જોઈએ) કેમકે મૃગલાંને પકડવા સુંદર રાગ ગાવામાં આવે છે. તે તન્મય બને ત્યારે તેને આજુબાજુ દોરડાથી વીંટી શિકાર કરવામાં આવે છે, છતાં તેઓ રાગ સાંભળવામાં તલ્લીન બને છે. ... ૪૬૯ હું એકવાર સરોવર કાંઠે પાણી ભરવા ગઈ હતી. ત્યાં એક બાળક ખૂબ તરસ્યો થઈ પાણી પીવા આવ્યો. એટલામાં એક રાજા સુંદર ગીત ગાતો હતો. તે ગીત સાંભળવામાં ખ્યાલ ન રહેવાથી ઘડામાં જે ગાળીયો નાંખીને પાણી કાઢવાનું હતું તે ગાળીયો બાળકના ગળામાં ભૂલથી નંખાઈ ગયો. મારાથી અજાણતાં તે બાળક મરી ગયો. ... ૪૭૦. જેણે નાગરવેલના પાનનો રવાદ ચાખ્યો નથી તથા જેણે સુપાત્રદાન આપ્યું નથી, તેમ જેણે દેશાઓ નામનો રાગ ઓળખ્યો (સાંભળ્યો નથી તેવા લોકોએ મનુષ્ય અવતાર મેળવીને વ્યર્થ ગુમાવ્યો છે... ૪૭૧ જે મનુષ્યની પાસે પૈસા હોવા છતાં નિર્ધનને કંઈ આપતો નથી, જેની પાસે ચતુરાઈ હોવા છતાં વિદ્યા ૪૭૯ For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ કે પંડિતની સોબત કરતો નથી તથા જેના ગળામાં ભૈરવ રાગ નથી (ભૈરવ રાગ ગાતાં આવડતું નથી, તેવા જીવોના જીવતરનો શો ઉપયોગ? ... ૪૭૨ વૈરાડી રાગ જેના મુખમાં વસે છે તેમને ભાત-પાણી (અન) ભાવતાં નથી. (એ રાગમાં એવી મીઠાશ હોય છે કે અન ફીકું લાગે છે) માન સરોવરમાં વસવાટ કરનારો હંસલો પુનઃપુન સાચા મોતીનો જ ચારો ચરે છે. ... ૪૭૩ સર્વ રાગોમાં અશાવરી રાગ અત્યંત મીઠો અને મધુર છે. ખેતીમાં જુવારનો પાક અને ભોજનમાં ડાંગર અને દાળ મીઠાં છે અને પીરસનાર ઘરની ગૃહિણી હોય (પ્રેમથી પીરસે તેથી મીઠું લાગે.) ...૪૭૪ જેમ શંકર ભગવાન ફરી ફરી સર્પને પોતાના ગળામાં ધારણ કરે છે તેમ જેના મનમાં મલ્હાર રાગ વસી ગયો છે તે તેને ગળે વળગાડી રાખે છે. (મલ્હાર રાગ જગળામાં શોભે છે.) .. ૪૭૫ - ઉત્તમ પુરુષથી વહન કરાયેલ દરેક વસ્તુઓ સારભૂત છે. અલ્પનિદ્રા, અલ્પભોજન, અાકષાય, સુવચન, અધ્યયનનો કોઈ ભાગ, પૂજા,દયાકે રાગ બધું જ સારભૂત છે. ... ૪૭૬ જો તોડી રાગિણીથી તું અજાણ છે અને તને શાસ્ત્રનો વિચાર ન હોય તથા તે શાસ્ત્ર શ્રવણ કર્યાથી આનંદ ઉત્પન્ન થતો ન હોય તો આ મનુષ્ય જન્મ નિષ્ફળ ગયો સમજવો. ... ૪૭૭ જે વ્યક્તિ સ્ત્રીના મધુર સ્વરોથી રીઝતો નથી, ખીર-ખાંડના ભોજનથી જેને તૃપ્તિ મળતી નથી, જે જિનવચનને હૃદયમાં ઉતારતો નથી તેને દેવે (ભાગ્યયોગ) દંડ દઈને મોકલ્યો છે. ...૪૭૮ કવિ ઋષભદાસ કહે છે કે ગાથા કે શ્લોકના હાર્દથી (રાગ) થી જે રીઝતો નથી તે કાં તો જોગી હોય અથવા દરિદ્રી હોય. જેમ સ્વર્ગલોકની અપ્સરા રંભાનાં સૌંદર્યથી દરેકનાં ચિત્ત ભેદાઈ જાય, માત્ર યોગીપુરુષ કે દરિદ્રી પુરુષનું ચિત્ત જન ભેદાય. બ્રહ્મનો નાદ (થે થે કે હૈ હૈ એવો નાદ) હદયમાં ઉત્પન્ન થાય છે. તે સાંભળીને બાળક પણ ખીલખીલાટ કરે છે. સરોવરનાં પાણીમાં મોહિત બનેલા રાજહંસ મોતીનો ચારો ચરો છે, જ્યારે મૃગલાઓ મૃણાલ (કમળનાં તંતુ) ચરવામાં મશગૂલ બને છે. આ રીતે જે જેનાથી રીઝે તે તેનાં માટે યોગ્ય છે... ૪૮૦ વનહસ્તિ મધુર રસમાં બેધ્યાન બન્યો. તે ઉદાયનરાજા સાથે જવા લાગ્યો ત્યારે રાજા દોડીને હાથીની પીઠ ઉપર ચઢીને બેસી ગયા. જેમ વૃક્ષ પવનથી થર થર ધ્રુજે છે તેમ વનહસ્તિ થરથરવા લાગ્યો. ...૪૮૧ ઢાળ : ૧૮ સંગીતની વિદ્યા મેળવતી રાજકુમારી વાસવદત્તા કાંન વજાડઈ વાંસલી એ દેશી. રાજા ગજ ખંધિ ચઢયો, તવ સુભટૅ ઝાલ્યો; ચંડપ્રદ્યોતનના પાસમાં તે આંણી આલ્યો રાજસભામાં બોલાવીઉં, ઉદયન જસ નામ; વનરાજ કેમ આવ્યો, કુંઅર અભિરામ (૧) ત્રિ.શ.પુ.ચ., પવ–૧૦ સર્ગ-૧૧, પૃ.૧૯૯ ••. ૪૮૨ •.. ૪૮૩ For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ••. ૪૮૪ ૪૮૮ ••. ૪૮૯ સૂણી તામ માય દૂખીઉં, ઈસુ સરિખો હોઈ; પીલ્યો મીઠો રસ દેઈ, ઉપગારી સોઈ તુઝ માઈ તુઝને વલી, મુઝ ગોદ ધરેઈ; તિર્ણ તું રાજ તણો ધણી, મુઝ કહણ કરેઈ ... ૪૮૫ ચંડપ્રદ્યોતન બોલીઉં, સુણિ ઉદયન કુમારો; મુઝ પુત્રીને સીખવો, તુહ વેણા અમરો ••• ૪૮૬ દઈવે કાંણી તે કરી, વર ન વરઈ કોઈ; જો તુહે વીધા સીખવે, વરઈ વિદ્યા જોઈ ••. ૪૮૭ હઠ કરી વિદ્યા નવિ લઉં, તો હોશેં મરણ; કુમર ઉદયન ચિંતવે, કરુ કાલ સુહરણ અવશરિ સભા ન ઉલખું, બોલી નવિ જાણ; ગાઠો તારો તક વિનાં, નઈ સાયર ત્રાણઈ કુમરઈ અવસર ઉલેખ્યો, બોલ્યો મુખિ વાણિ; કલા ચોસઠી હું સીખવું, રાય પુત્રી જાણી ... ૪૯૦ રાય કહે દેવઈ તે કરી, આખિં કુમરી કાણી; તુહ દેખી નઈ લાજસેં, મનિ ઉછો આણી ••• ૪૯૧ રુપ કલા ધન કુલ વડો, પુરા શિણગારો; ખોડિ વનિ લાજે ઘણો, કહે મુજ ધિકારો ઉદયન કહે નૃપ સાંભલો, પરીઅચ બાંધેલું; જિમ નવિ લાજે બાલિકા, તિમ વિદ્યા દેહું • ૪૯૩ ચંડપ્રદ્યોતન હરખીઉં, તેડી નીજ બેટી; ઉદયન પાર્ગે જઈ ભણો, છે ગુણની પૈટી • ૪૯૪ એક દોષ દેવઈ કરયો, ચીત્રક તન કોઢી; કરી પટંતર તું ભણે, ઉઢી પીછોડી ••• ૪૯૫ પરીઅચ ઉંચી મમ કરે, મમ જોઈ સરુપ; એનો કોઢ તુઝ લાગસેં, તન તુઝહી કરુપ ... ૪૯૬ તહતિ કરી કુમરી ભણે, વિદ્યા લેં સારી; રુષભ કહે નર સીખવું, ઉદયન ઉપગારી ... ૪૯૭ અર્થ - ઉદાયનરાજા જ્યારે વનહસ્તિની પીઠ ઉપર ચઢીને બેઠા ત્યારે હાથીની ઝુલમાં છુપાયેલી ચતુર સુભટોએ તેમને પકડી લીધા. તેમને કેદી બનાવી ચંડપ્રદ્યોતનરાજા પાસે તેઓ લાવ્યા. ... ૪૮ર •• ૪૯૨ For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ ઉજ્જયિની નગરીની રાજસભામાં જેનું નામ ઉદાયનકુમાર હતું તેને બોલાવવામાં આવ્યા. રાજાએ પ્રશ્ન પૂછતાં કહ્યું, “હે રાજકુમાર!તમે (કૌશાંબીનું રાજ્ય છોડી) વનમાં કેમ આવ્યા? ... ૪૮૩ તમારી માતા આ વાત સાંભળી દુઃખી થશે. તમે શેરડી જેવા નાજુક અને મીઠા છો. જેમ શેરડી સંચામાં પીલવા છતાં મીઠો રસ આપે છે, તેમ તમે પણ પરોપકારી છો. .. ૪૮૪ હે કુમાર! તમને તમારી માતાએ મારી ગોદમાં બેસાડયા છે. તમે કૌશાંબી નગરીના રવામી છો. તમે મારું વચન માન્ય કરો.” ...૪૮૫ રાજાએ આજ્ઞા કરતાં કહ્યું, “કુમાર! તમે સાંભળો. મારી પુત્રીને તમે દિવ્ય વીણા વાદનની કળા શીખવો, જે વિદ્યા તમારી પાસે રહેલી છે. ..૪૮૬ કર્મયોગે મારી પુત્રી એક આંખો કાંણી છે તેથી કોઈ પુરુષ તેને પરણવા તૈયાર થતા નથી. જો તમે દિવ્ય વીણા વાદનની વિદ્યા શીખવશો તો વિદ્યાના બળે કોઈ પુરુષ તેની સાથે વિવાહ કરશે.” ...૪૮૭ ઉદાયનકુમારે વિચાર કર્યો કે, “જો હું જીદ કરી વિદ્યા નહીં શીખવું તો રાજા મને મૃત્યુદંડ આપશે. તેની અપેક્ષાએ હું (શાણપણ વાપરી) આ કાળ સારી રીતે જ નિર્ગમન કરું.” ...૪૮૮ જે પ્રસંગ આવે ત્યારે પરિષદને ઓળખી તે પ્રમાણે વર્તન કરતો નથી, જે તક મળે ત્યારે સારાં વચનો બોલી જાણતો નથી, જે ટાણું (સ્થાન) ઓળખ્યા વિના તરવા માટે પડે છે, તે કુશળ તરવૈયો હોવા છતાં બચી શકતો નથી. ... ૪૮૯ ઉદાયનકુમારે અવસરને ઓળખી તે પ્રમાણે વર્તન કરવાનું વિચાર્યું. તેમણે કહ્યું, “હે રાજનું! હું સ્ત્રીઓની ચોસઠ કળાઓ જાણું છું. હું આપની પુત્રીની યોગ્યતા જાણી તેને વિદ્યા શીખવીશ' ...૪૯૦ ચંડપ્રદ્યોતનરાજાએ (અસત્ય બોલતાં) ઉદાયનકુમારને કહ્યું, “કુમાર! નસીબ યોગે મારી પુત્રી એક આંખે કરી છે. તે તમને જોઈને શરમાઈ જશે તેમજ મનમાં ઉણપ અનુભવશે.” ...૪૯૧ કોઈ નારીના રૂપ, કળા, ધન અને કુળ શ્રેષ્ઠ હોય, તેણે શણગાર સજ્યા હોય છતાં શરીરમાં કોઈ ક્ષતિ કે ખોડખાંપણ હોય તો તે નારી ખૂબ લજજા અનુભવે છે. તે કહે છે કે, “મને ધિક્કાર છે!” .... ૪૯૨ ઉદાયનકુમારે ઉપાય બતાવતાં કહ્યું, “રાજનું! સાંભળો. અમારા બન્નેની વચ્ચે એક પડદો બાંધશું. (તમારી પુત્રીને હું મળીશ નહીં.) આપની પુત્રી લજ્જિત ન થાય તે રીતે હું તેને વિદ્યા શીખવીશ'... ૪૯૩ ચંડપ્રદ્યોતનરાજા આ યુક્તિથી અત્યંત પ્રસન્ન થયા. તેમણે અંતઃપુરમાં જઈ પુત્રીને સમજાવતાં કહ્યું કે, “પુત્રી! તું ઉદાયનકુમારે પાસે જઈ સંગીતની વિદ્યા મેળવે. તેઓ સદ્ગણોના ભંડાર છે. ... ૪૯૪ પુત્રી ! કર્મયોગે તેમનામાં એક ક્ષતિ છે. તેમના શરીરે કોઢનો રોગ પ્રસરી ગયો છે. તું પડદાની પાછળ રહી ઓઢણી ઓઢીને ગુપ્ત રીતે વિદ્યા ભણજે (વિદ્યાગુરુને પ્રત્યક્ષ જોવા નહીં). ... ૪૯૫ પુત્રી! તું ભૂલે ચૂકે પણ કદી પડદો ઊંચો કરીને તેમના સ્વરૂપને જોવાની ચેષ્ઠા ન કરીશ. અન્યથા (૧) ચંડપ્રદ્યોતનરાજા ઉદાયનકુમારનું નામ ન આપતાં ગાંધર્વ વિદ્યા શીખવનારા ગુરુ આવ્યા છે, એવું કહે છે. (ત્રિ.શ.પુ.ચ., પર્વ-૧૦, સર્ગ-૧૧, પૃ.૧૯૯) For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” તેમનો કોઢનો રોગતને પણ લાગશે. તારું સુંદર શરીર પણ કુરૂપ બનશે.” ••• ૪૯૬ રાજકુંવરી વાસવદત્તાએ ‘તહત્તિ' કહ્યું. ચતુર અને પ્રાજ્ઞ રાજકુમારી સર્વ વિદ્યાઓ સારી રીતે શીખવા લાગી. કવિ ઋષભદાસ કહે છે કે, પરોપકારી ઉદાયન રાજા રાજકુંવરીને ગાંધર્વ વિદ્યાનું દાન આપવા લાગ્યા. •.. ૪૯૭ દુહા : ૨૫ ઉપગારી ઉદયન સહી, સીખર્વે ચોંખેં ધ્યાન; રાગતાન સુર સાત જે, સખાવતો નર માન ... ૪૯૮ અર્થ:- ઉદાયનરાજા પરોપકારી હતા. તેમણે રાજકુમારી વાસવદત્તાને શુદ્ધ ધ્યાને (નિઃસ્વાર્થભાવે) વિદ્યાઓ શીખવી. તેમણે અભિમાન રહિતપણે રાજકુંવરીને સંગીતના સાત પ્રકારના સ્વર, આલાપ અને સૂર શીખવ્યાં. ... ૪૯૮ ઢાળ : ૧૯ સ્વરના સ્થાન અને ભેદ વાસપૂજ્ય જિન પૂન્ય પ્રકારો એ દેશી. સુરના ભેદ કહે સ્ત્રી આમેં, ઉપજવાના ઠામો; પડ જ રાગ ષટ થાનકિં થાઈ, નામ કહે નર નામો ... ૪૯૯ કંઠ ઉદર રસનાને તાલું, મસ્તક છઠો નાકો; પડ જ રાગ એસિં થાનકિં ઉપજે, શ્રી સારદ મુખ વાંકો રીષભ સુરો તે હોઈ રીદયથી, નાક થકી ગંધારો; મધ્યમ નાભિ પંચમ ત્રિહું ઠામિં, કંઠ હૃદય સીર સારો સિંધવત સોય નિંભાડે નિરખો, સાઁથી અનીષાદો; ઉદયન પાસે વાસવદત્તા, સીખઈ ભેદસ્ નાદો નાદે મોહ્યા રહે નરનારી, પ્રશુ પંખી જેહો; જાતો કાલ ન જાણે દેવા, નાદિ વીણા તેહો ... ૫૦૩ સુખીયા હોઈ નાદ વિનોદ, દૂખીયાનું દુખ જાયો; સકલ જીવનેં તે મનોહારી કંદ્રપ દૂત કહાયો ... ૫૦૪ નવ રસ ઉપાઈ નાદે, રાજવલભ જ નામો; પંચમવેદ કહું પણિ એહો, પંથીનો વિસામો ... ૫૦૫ અર્થ - ઉદાયનકુમાર રવરના ભેદ-પ્રભેદ તેમજ છ પ્રકારનાં રાગને ઉત્પન થવાના સ્થાનોની વિગત વાસવદત્તા સમક્ષ કહે છે. તેમણે છ રાગ જે છ સ્થાનકોમાં થાય છે, તેનાં નામ પણ હવે કહે છે. ...૪૯૯ કંઠ, ઉદર, જીભ, તાળવું, મસ્તક અને છઠ્ઠું નાક આ છ સ્થાનોમાં પ્રકારના રાગ ઉત્પન્ન થાય છે.એમ શ્રી સરસ્વતી માતા પોતાના રવમુખે કહે છે. ...પ00 • ૫oo ... 05 For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ ઋષભ નામનો સ્વર હૃદયમાંથી ઉત્પન્ન થાય છે.નાક દ્વારા ગંધાર સ્વર ઉત્પન્ન થાય છે. મધ્યમ સ્વર નાભીમાંથી પ્રગટ થાય છે. પંચમ વર કંઠ, હૃદય અને મસ્તક એમ ત્રણ સ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે..૫૦૧ સિંઘવત મસ્તકે અને સધળી જગ્યાએથી નિષાદ ઉત્પન્ન થાય છે. આ રીતે ઉદાયનકુમાર પાસે વાસવદત્તા સંગીતના વિશીષ્ટ પ્રકારનાં સ્વરોના ભેદો અને રાગો શીખે છે. ...૫૦૨ સંગીતના મધુર સ્વરો સાંભળી જે સ્ત્રી-પુરુષો, પશુ-પક્ષીઓ મોહ પામ્યા હોય તેમને સમય ક્યાં જાય છે તે ખબર પડતી નથી, તેમ વીણાના નાદમાં મસ્ત દેવોને પણ કેટલો સમય ગયો તેની જાણ થતી નથી. ... ૫૦૩ સંગીતના મધુર રવરોના ગુંજનથી સુખી લોકોને મનોરંજન મળે છે. દુઃખી લોકોનાં દુઃખો દૂર થાય છે. આ પ્રમાણે સંગીત એ સર્વ જીવોને માટે મનોહારી છે તેથી તેને કામદેવનો દૂત (જાસૂસ) કહ્યો છે. સંગીતથી કામરસ પ્રગટે છે. ... ૫૦૪ વીણાના નાદથી નવ પ્રકારનાં રસ ઉત્પન્ન થાય છે. તેનું નામ “રાજ વલ્લભ છે. તેને પાંચમો વેદ પણ કહેવાય છે. થાકેલા પંથી માટે વિશ્રામસ્થાન રૂપ છે. ...૫૦૫ દુહા ૨૬ વિવિધ રાગ આશા રાગ રલીઆમણો, સીખંઈ કુમરી તાસ; વલી ષાગ જ મૂલગા, કરતેંતસ અભ્યાસ. ...૫૦૬ ધુરિ શ્રી રાગ.. પંચમ બીજો નટ ત્રીજો; મેઘ ચોથો, વસંત પાંચમો ભેરવ ભલો છઠ્ઠો, સીખી રાગ જ ષટુ ... ૫૦૭ ગોડી માલવ કૌશવલી, કોલા હલી પૂરવીએ; કે દારા મધુ માધવી, સ્ત્રી... રાગની સ્ત્રીઅ. ... ૧૦૮ રાગ હુસેની કામ, ... મધુકરી દોષ સંભારિ; મારુ ધજા ધોરણી, પંચમ રીષભ. . ૫૦૯ ગોડી સિંધૂ તું બિકા, ગાંધારી જ મલ્હાર; ઋષભ કહે ભૂપાલ ધરિ, નટરાગ ભરતાર. મેઘ નારા અસાવરી, શામેરી કલ્યાણ; દીપક ખંભાયતી વલી, જોય વેરાડિ જાણ. ગુંડ ગિરી પઢ મંજરી, રામ ગિરી હીડોલ; દેશાખી રાગ કૌશિકી ભલો, વસંત સાથિં કલોલ. પરભાતી વેલાઉલી, કરણાટી જલલીત; જયત શિરીને ગુજરી, ભંઈરવ વસીઉં ચિત્ત. (૧) રાગ-રાગીનીની વિશેષ માહિતી શ્રીપળ રાજાના રાસમાં છે. પYO ... ૫૧૧ ••• ૫૧૩ For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' .. પ૧૫ એ છત્રીસેંરાગણી, પટ રાગ કરીનારિ; વાસવદત્તા સીખતી, કરતી ભૂપ મનોહરિ. ... પ૧૪ ત્રિણ ગ્રામને સાત સુર, મુરજના ભેદ એકવીસ; તાન માંન સીખઈ સહી, ઉંગણ પચાસ કહીસ. છપન કોડી ભેદ જ સહી, તાલ તણાવલિ હોય; વિવિધ કલા બીજી ઘણી, સીખી પુત્રી સોય. ...૫૧૬ અર્થ - અશાવરી રાગ અત્યંત રળિયામળો છે. રાજકુંવરી વાસવદત્તા આ સુંદર રાગ શીખી રહ્યા હતા. વળી છ મૂળ રાગ છે. તેનો પણ અભ્યાસ કરતા હતા. ...૫૦૬ પ્રથમ શ્રીરાગ, બીજો પંચમ રાગ, ત્રીજો નટ, ચોથો મેધ, પાંચમો વસંત અને છઠ્ઠો ભૈરવ આવાં છ રાગ રાજકુમારી વાસવદત્તા શીખી. ...૫૦૭ ગોડી, માલકોશ વળી કોલાહલી પૂરવી, કેદાર, મધુ, માધવી આ શ્રીરાગની સ્ત્રીઓ જાણવી...૫૦૮ રાગ હુસેની, કામરૂ, મધુરકરી, દોષસંભારિ, મારૂ, ધન્યા, ધોરણી, પંચમ, રિષભ....૫૦૯ મોટિકા, તોડી, સિંધુ, તુંબિકા, ગાંઘરી અને મલ્હાર આ નટ રાગનાં ભરતાર છે, એમ કવિ ઋષભદાસ કહે છે. ..૫૧૦ હવે મેધરાગની નારી કહે છે. આશાવરી, શામેરી, કલ્યાણી, દીપક, ખંભાયતી વળી વેરાડી એ છે નારી છે. ...૫૧૧ ગુંડગિરિ, પટમંજરી, રામગિરિ, હિંડોલ, દેશાણી, અને કૌશિકી આ છ વસંતરાગ સાથે કલ્લોલ કરે છે. ...૫૧ર પરભાતી, વેલાઉલી, કરણાટી, જલલીન (રાજહંસી) જયંતસિરી, ગુજરી આ ભૈરવ રાગમાં ચિત્ત વસીઉં છે. ...૫૧૩ આ રીતે ૬૪૬૪૩૬ (છત્રીસઇરાગ ૨ રાગિની) પ્રકારે વાસવદત્તા શીખે છે. ઉદાયન રાજા પણ મનોહર એવી તેણીને હૃદયમાં ધારણ કરે છે. ...૫૧૪ ગ્રામ ત્રણ છે. રવર સાત છે. મુરજનાં એકવીસ ભેદ છે. તાનના ઓગણપચાસ ભેદ છે. આવાં ભેદને રાજકુમારી વાસવદત્તા શીખે છે. ...૫૧૫ છપ્પન ક્રોડ ભેદ વળી તાલનાં બતાવ્યાં છે. આ રીતે બીજી પણ ઘણી જુદી જુદી કળાઓ ચંડપ્રદ્યોતનરાજાની પુત્રી રાજકુમારી વાસવદત્તા શીખે છે. ..૫૧૬ ઢાળઃ ૨૦ ઉદાયન અને વાસવદત્તાનો પ્રત્યક્ષ પરિચય ગજરાજને જાણજ્યો અવધિ નાણી એ દેશી. રાગ : દેશાખ. સીખંઈ પુત્રીઅહરખતી મનહમાંહિ, ભણાર્વે નૃપ ઉદયન ભેદતાંહિ; ચૂંકે ભણતીકુમરી અબુધિ પાખું, ચૂકતી કાંણીઅ કુમર ભાખે. ••• ૫૧૭ For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ ભણિં વાસવદત્તા... આંચલી. ... ૫૧૮ ભ૦ ખીજી બાલિકા પણિ રહી મનિ જાણી ભલા પુરષને એ ન ઘટઈ જ વાણી; વલી ચૂકતી તવ કહે કુમર તાણી, સ્યું સાસ્ત્ર વણસાડતી ઠુંમરી કાંણી. વારઈ કુમરીઅ કુમર તું ઈંદ્ર તોલેં, ખોટી વાતનેં કઠિન કાં વચન બોલે; જિ કો ઉત્તમ પુરુષ ઉપગારકારી તે તો બોલતા વાણી અતીહિં સારી કહે કુમરી ભણિં અકલ કીજૈ, ચૂકે તેહનેં સારદા કહીઅ દીજૈ; નવિ માનતી હાથિણી અંકુશ પાખે, કોપ્યો ઉદયન લાજ તે કાંઈ ન રાખે. વાર વાર ચૂકે નૃપ કુમરી જ્યારેં, ખીજી ઉદયન બોલીઉં અસ્યુંઅ ત્યારે; તુઝ નયણડે ખોડિ તો મિહ જાણી, વલી રીદય કુમરીઅ તું છે જ કાંણી. તવ કુમરીઅ કોપતી લાજ છોડી, હું તો નહી જ કાણી તું તો છે જ કોઢિ; તેણિં કારણિં હું ભણોં વસ્ત્ર ઉંઢી, રખે કોઢ લાગેં કવ હોય પોઢી. કુમર તેં કિમ જાંણીઅ મુઝ કાંણી, ચિંતઈ ઉદયન વાત વરામિ જાણી; કિમ કોઢીઉ મુઝને એહ ભાખઈ, ન બોલિ કુમરીઅ જાણ્યા જ પાખઈ. ચંદપ્રદ્યોતને કહી મુઝ એહ કાંણી, નવિ સાચુંઅ એહ જુઠી જ વાણી; જિસ્યો હુંઅ કોઢી તસી એહ કાંણી, નૃપે છેતરયા દોય અનરથ જાણી. સંસઈ ભાંજવા પરેઅચ તિહાં તાણી, દીઠી સુંદરી રૂપ તે રામ રાણી; રૂપ ઉદયન દેવ સરિખું જ નિરખંઈ, પાણી ગૃહણ કરવા મન દોય હરખઈ.... પરપ ભ૦ ધરી રાગ સાહમોં જુંઈ ઘૂંઘટ ખોલી, સ્વામી અણહ વિસામીઉં હૂંજ બોલી; દેવકુમરનેં કોઢીઉં કહ્યો જ આજો, ખમો એહ અપરાધ મુઝ નરહ રાજો. પીતાઈ મુઝ વંચના ક૨ી વાહી, તુઝ દરિ સણ વિન દિન અફલ જાંઈ; હૂં મૂરિખ હુઈ જ અમાવસ્ય સરખી, ન જોયો વર ચંદ્રમાં નયણિ નિરખી ... પર૭ ભ૦ ભાષિં ઉદયન વદિ તુમ હતો તેં, બોલ્યો કવિ ગાવા. વાતઈ; સ્ત્રી રત્ન તું રૂપ રંભા જ હોઈ, નર તેની પાસમાં મીણ સમસોય જોઈ. નયણ નાદ રણ નમ ના મલ્યા નરહ નારી, હુઈ વર કન્યા પરિ પ્રીતિ સારી; ગલંઈ લાખ નઈ મેંણ તે અગનિં જોગઈ, ગલઈ સત્તને સીલ નારી સંયોગઈ... પર૯ ભ૦ દાસી કંચન ચાલાઈ વાત જાણી, કરઈ વાસવદત્તા જ બીહીક આણી; ૪૩૧ For Personal & Private Use Only ૫૧૯૫૦ પર૦ ભ૦ ,૫૨૧ભ૦ ... ૫૨૨ ભ૦ ... પર૩ ભ૦ ૫૨૪ ભ૦ પર૬ ભ૦ મ કહીશો કોહી ગુઝ તુમ બહિની માહરી, સદા તુંહ ઉત્તમ ગંભીર નારી.... ૫૩૦ ભ૦ અર્થ : - ચંડપ્રદ્યોતનરાજાની પુત્રી વાસવદત્તા વિવિધ રાગો અને આલાપો શીખી મનમાં ખૂબ હરખાતી હતી. ઉદાયન રાજા તેને પ્રસન્નતાપૂર્વક સંગીતના ભેદો શીખવતા હતા. ક્યારેક રાજકુમારી ભણતાં ભણતાં કોઈ ભૂલ ૫૨૮ ભ૦ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” કરે તો ઉદાયનકુમાર તેને કહેતા, “અરે કાંણી કેમ ભૂલ કરે છે?'' ... ૫૧૭ રાજકુમારી આ સાંભળી મનમાં ખીજાણી પરંતુ તેણે મનને શાંત કરી વિચાર્યું, ‘ઉત્તમ પુરુષોને આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો અશોભનીય છે. હવે જ્યારે પણ રાજકુમારી વિદ્યાભ્યાસ કરતાં કોઈ ભૂલ કરતી ત્યારે ઉદાયનકુમાર તેને કટાક્ષ કરતાં કહેતાં, “અરે કાંણી! તું ગાંધર્વ શાસ્ત્રનો કેમ વિનાશ કરે છે? કેમ ભૂલ કરે છે?” ..૫૧૮ રાજકુમારીએ અભદ્ર વચનો સાંભળી ઉદાયનકુમારને રોકતાં કહ્યું, “તમે ઈન્દ્રની જેવા શ્રેષ્ઠ છો પરંતુ અસત્ય અને કર્કશ ભાષાનો ઉપયોગ શા માટે કરો છો? આ વિશ્વમાં સર્જન અને પરોપકારી પુરુષો સદા ઉત્તમ અને મધુર વાણી બોલે છે. ..પ૧૯ તમે વિદ્વાન થઈને બુદ્ધિથી કામ કરો. હું જ્યારે ભૂલ કરું ત્યારે તમે મને ‘શારદા' કહેજો” ઉદાયનરાજાને (માનભંગ થતાં) ક્રોધ આવ્યો. તેમણે વિચાર્યું, “હાથિણી કદી અંકુશ વિના નિયમનમાં રહેતી નથી, તેમ આ કુંવરી નિરકુંશ થઈ કોઈની માન મર્યાદા રાખતી નથી.' ...પર રાજકુમારી વારંવાર ભૂલ કરવા લાગી ત્યારે ઉદાયનકુમાર ખીજાઈને તેણીને પુનઃ પુનઃ “કાંણી’ (આંધળી) એવા સંબોધન કરવા લાગ્યા. તેમણે કહ્યું, “હે કુંવરી! (હવે તો હદ થઈ ગઈ) તારાં નયનમાં ક્ષતિ હતી તે તો હું જાણું છું પરંતુ હવે તો તું હદયથી પણ ખોડ (ક્ષતિ) વાળી છે.” ...પ૨૧ રાજકુમારી વાસવદત્તાની ક્રોધની કોઈ સીમા ન રહી. તેણે મર્યાદાનો ભંગ કરી કહ્યું, હું “કાંણી' નથી પરંતુ તમે કોઢિ' જરૂર છો તેથી જ હું માથે વસ્ત્ર ઓઢીને વિદ્યા ભણું છું. રખે! મને તમારા કોઢના રોગનો સ્પર્શ થાય અને મારા શરીરે પ્રસરે.” ...પરર અચાનક રાજકુમારીએ પૂછયું, “તમે શી રીતે જાણ્યું કે હું કોણ છું?” ઉદાયનકુમારને આ પ્રશ્ન ઉપર વિચાર કરતાં વાતનું રહસ્ય પ્રગટ થયું. રાજકુમારીએ મને “કોઢિ” શામાટે કહ્યો? રાજકુમારી સમજ્યા વિના કદી અભદ્ર ન બોલે (આ ચંડપ્રદ્યોતનરાજાની કોઈ ચાલ છે) ...પર૩ ચંડપ્રદ્યોતનરાજાએ અસત્ય બોલીને રાજકુંવરી કાંણી' છે, એવું મને કહ્યું. રાજાનું આ વચન અસત્ય છે. જેમ હું કોઢિ' નથી તેમને કાંણી' નથી. રાજાએ કોઈ અનર્થ (ખોટું કાર્ય) ન થાય તે માટે અમને બન્નેને ખોટું બોલી છેતર્યા છે.' ...પર૪ ઉદાયનકુમારે આ રીતે ચિંતન કરી એકાએક મનના સંશયનું નિવારણ કરવા પડદો ખેંચી કાઢયો. તેમણે સ્વરૂપવાન અને મનોહર સુંદરીને જોઈ. રાજકુમારી એ પણ કામદેવના રૂપ સમાન દેખાવડા ઉદાયન કુમારને જોયા. એકબીજાને જોઈને બન્ને ખુશ થયા. તેમનું મન પાણિગ્રહણ કરવા હર્ષિત થયું. ...પરપ રાજકુમારીએ નેહભરી નજરે ઘૂંઘટ ખોલીને ઉદાયનકુમારની સામે જોયું, “વામીનાથ ! હું અણવિચાર્યું (નિરર્થક) બોલી છું. મેં આજે કામદેવ જેવા સ્વરૂપવાન કુમારને કોઢિયો કહ્યો. હેનરપતિ ! મારા (૧) એક વખત વાસવદત્તાના મનમાં થયું, “હું એમને જોઉં.” એવા વિચારથી તે ભણવામાં ધ્યાન ન આપી શકી. અભ્યાસમાં શુન્યતા જોઈ ઉદાયનકુમારે તરછોડીને કહ્યું. (ત્રિ.શ.પુ.ચ. : પર્વ-૧૦, સર્ગ-૧૧, પૃ.૧૯૯) For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ આ અપરાધને ક્ષમા કરજો ...પર૬ પિતાજીએ આપણને વચનથી કન્યા છે. તમારા દર્શન વિના મારો દિવસ નિષ્ફળ ગયો છે. હું મૂર્ખ શિરોમણી છું ! જેમ અમાવાસ્યાની અંધારી રાતે ચંદ્રમાના દર્શન ન થાય તેમ મેં નયનો હોવા છતાં પતિરૂપી ચંદ્રમાને ન જોયા.’' ...પર૭ (રાજકુમારી વાસવદત્તાની મનોવ્યથા જોઈ) ઉદાયનકુમારે કહ્યું, ‘‘તે બરાબર છે. હું પણ કહેવાના શબ્દો વિદ્યા ભણાવતાં બોલ્યો છું. તમે તો રંભા સમાન સ્વરૂપવાન સ્ત્રીરત્ન છો. તમને જોતાં જ કોઈ પણ પુરૂષ મીણની જેમ પીગળી જાય.’' ...પ૮ રાજકુમાર ઉદાયન અને રાજકુમારી વાસવદત્તાનાં નયનોથી નયનો મળ્યાં. પરસ્પર દ્રષ્ટિ મળતાં બન્ને વચ્ચે પતિ-પત્ની જેવી પ્રીત બંધાણી. અગ્નિના સંયોગથી જેમ લાખ અને મીણ પીગળી જાય છે, તેમ સ્ત્રીના સંગથી શીલ અને સદાચાર ઓગળી જાય છે. ...પ૯ રાજકુમાર અને રાજકુમારીના પ્રણયની માહિતી કંચનમાલા નામની દાસીએ જાણી. તે સમયે રાજકુમારીએ ગભરાઈને દાસીને સોગંદ આપતાં કહ્યું કે, ‘‘તું તો મારી બહેન સમાન છે. મારી ગુપ્ત વાતો કોઈને ન કહીશ. તું ઉત્તમ અને ગંભીર સ્ત્રી છે. (તેં મને હંમેશા મદદ કરી છે.)'' ...૫૩૦ દુહા ઃ ૨૭ વાસવદત્તા વારતી, જોડઈ દાસી હાથ; મુઝથી અલગી નવિ પડે, નિશ્ચે મુઝની વાત. ૫૩૧ અર્થ :રાજકુમારી વાસવદત્તાએ દાસીને વિનંતી કરી વાત ક્યાંય ન કરવા સમજાવ્યું. દાસીએ હાથ જોડી કુંવરીને ખાતરી આપતાં કહ્યું કે, , ‘‘મારા મુખેથી તમારી વાત કદી જુદી નહીં પડે . ’’ ...૫૩૧ 1 ચોપાઈ : ૧૦ બીજું વરદાન – અનગિરિ હસ્તિ પર નિયંત્રણ' એણિં વચનિં હરખ્યા નાર નારિ, એક દિવસ તે નગર મઝારિ; અનલગિરિ તે છૂટો તાંહિ, રંજ સબહુ કરતો પુરમાંહિ ગઢ મઢ મંદિર નગરી પોલિ, ગજ નાંખઈ વૃક્ષ મોટા ઢોલિ; પર્વત પ્રાય મુંકે સારસી, સૂર સુભટ રહંઈ પાછા ખસી. ગજ દેખી નર નાર્સે ઘણા, પ્રાણ સહુ રાખે આપણા; ૪૩૩ નૃપ ગૃપના નર ખીત્રીના પૂત, ગજથી નાસે નર રજપૂત. કહે નૃપ ગજને ઝાલો આજ, એ ગજ કરતો વિસમા કાજ; · ગજઈ વધારી માહરી લાજ, ગજથી દીપઈ છે મુઝ રાજ. ગજ નર કોય ન ઝાલે જસિં, અભયકુમાર નઈ પુછયો તસઈ; ઉદયનથી એ કારજ થસે, વેણા નાદેં તે ઝાલિં જસે. (૧) અનલિગિર હાથીની કથા- ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ૧૧, પૃ.૧૮૮/૨૦૦ For Personal & Private Use Only • ૫૩ર ૫૩૩ ... ૫૩૪ . ૫૩૫ ... ૫૩૬ Page #455 -------------------------------------------------------------------------- ________________ ४३४ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ... પ૩૭ પ૩૮ ... પ૩૯ ... ૫૪૦ ૫૪૧ ... ૫૪૨ ... ૫૪૩ ઉદયતેયોર્ણિ થાય, તુમે સ્વામી ઝાલો ગજરાય; મહુઅરને નાદિ જિમ અહી, વેણા નાદે ગજ ઝાલો સહી. તવ ઉદયન બોલઈ સુણિ રાય, એકલાં ગજ ઝાલ્યો નવિ જાય; વાસવદતા પુઠે થાય, કરું ઝાલવા તણો ઉપાય. હવિ અગન્યાનૃપની જસે, ભદ્રવત ચઢીયાતસે; વાસવદત્તા ઉદયન રાય, નદી મેલગતીરંઈ તે જાય. જોતાં ગજ દીઠો તેણઈ ઠારિ, વીણા વજાવંઈ નરને નારિ; આકરણો ગજ આવ્યો સહી, સેવક પરંઈ રહ્યો ઊભો થઈ. ઉદયન વેણાસ્યું તિહાં ગાય, ગજ સાંભલતો પૂઠે જાય; ગજ સાલાંઈ આણ્યો જસંઈ, માહાંત વસંતક બોલ્યા તસે. અનલગિરિએ વસંતક જોય, સદાલગિં વસિતાહરેં સોય; ઉદયન નઈ કહેતું મુઝ ધણી, નૈસેવા કરવી તુમ તણી. સુણિ રાય મનહરખ્યો ઘણો, બોલ્યું વચન પાલે આપણો કરી ઝાલી ગજ બાંધ્યો ત્યાંહિ, આલાણથંભ અછે વલી જ્યાંહિ. બેલ પ્રાક્રમ નર જોઈનરી, નવિ તિહાં કુમર વખાણ્યો ફરી; તવ ઉદયન મન ઝાંખો થાય, કીધો ગુણ નવિ જાણે રાય. પૂત્રી સીખવિરાજા તણી, રોસન રાજ્યો ઝાલ્યા ભણી; ગજ અણીને બાંણે બારિ, નૃપનવિહરખ્યો તેણે હારિ. કીધાં મુખ સાહમાં સાંમલો, હવે કિસ્યું હું હરખું મિલ; માહરી કલા પ્રસંસી નહી, અભયકુમાર વખાણ્યો અહી. ગજ ઝાલ્યો મિં પુઠિ લાગિ, અભયકુમારને કહઈ વર માગિ; શ્રેણિક સુત બોલ્યો તેણિંઠારિ, રાખો રાજા વર ભંડારિ. ઉદયન આપ વિચાર્જઈ તેહ, રાંઈ રસ ધરવો મનિ જેહ; ભદ્રવતીઈ ચઢીઆદોય, રાખે રોસ ત્યાં માને સોય. બિહુમાં દીઠો સજલ પ્રેમ, નર નારીમાં હોઈ જેમ; કાણી કોઢી કુડ જે કર્યો, તે સઘલોં પાણીમાં ધસ્યો. ધીર પણ આણી ચીંતવે, એણઈ રાઈ નવિ રહેવોં હવે; નીજ ઘર જાવા ઉદયન રાય, સાજઈ પહાણ બાંધઈ તેણી ઠાય. રક્ષક નર કરહે છે તિહાં અતી, ઉદયન જઈ ન સકેં તે વતી; ચિંતાતુર મુખહુઉં જસે, વાસવદત્તા પૂછે તરો. •.. ૫૪૪ ... ૫૪૫ • ૫૪૬ •• ૫૪૭ .. ૫૪૮ ...૫૪૯ ... ૫૫૦ ૫૫૧ For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ... ૫૫૪ ૫૫૫ ••• ૫૫૬ કહો ચિંતા કોશબીનાથ, મેં તુઝ આપ્યો જિમણો હાથ; રખે મુઝને ઉવેખી જાય, મેં જીવત સોંપ્યું તુઝ રાય. સૂણિ રાય હરખ્યો મનિ જોય, એક દિન ગોખંઈ બેઠા હોય; નાચે ગાંઈ કુંદસૂઈ બ્રાહ્મણ એક દોય સાતમું જોય. ... ૫૫૩ વાસવદત્તાદેખઈ તમેં, ઉદયનને જ જણાવ્યો તસે; નૃપ જોઈ નઈ બોલ્યો અમેં, એ કોઈ એક મુઝ મંત્રી હસે. તેથી બ્રાહ્મણ લાગસ લહી, ઉદયન તે આવ્યો સહી; ઉલખ્યો પોતાનો પરધાન, મલ્યો રાયદીધું બહુમાન. કુલાદિક સહૂ પૂછે સહી, તોં કિમ આવ્યો મંત્રી વહી; છાંનો બોલ્યો તેણઈ ઠામિ, વામી પધારો આપણઈ ગામિ. વાટ ભીમપલી છે જ્યાંહિ, સિધ પુરષ એક સેવ્યો ત્યાંહિ; તુઝ નામે મુઝ ગુટિકાદીધ, અવંતીમાંહિ પીઆણોં કીધ. ... ૫૫૭ ગુટિકાતeઈ પ્રભાવું જોય, નવિ ઉલMઈ મુઝને કોય; ગૃથલ થઈ ફર્ક નગરીમાંહિ, આવો નૃપલેઈ જાઉં તાંહિ. ... ૫૫૮ તવ ઉદયન કહઈ સુણિ પરધાન, ઈમ જાતાં મુઝ ન રહે માન: વાસવદત્તા પૂઠિ સહી, પ્રગટ જઈ ભૂપતિને કહી. ... ૫૫૯ ભદ્રવતીનો જે કુંતાર, તે ભેદ મુઝને આધાર; મલી એકઠા કીજઈ વાત, રીષભ કહે આગલિ અવદાત. ... પ૬૦ અર્થ - દાસીના વચનોથી નિશ્ચિત બનેલા બન્ને પ્રેમી યુગલ ખુશ થયા. એક દિવસ ઉજ્જયિની નગરીમાં અનલગિરિ નામનો રાજાનો હાથી (આલનસ્થંભ ઉખેડી) ઉન્મત્ત બની દોડવા લાગ્યો. તેણે નગરમાં ખૂબ તોફાન મચાવ્યું. ...૫૩૨ (અનલગિરિએ વિનાશલીલા સર્જી) તેણે કિલ્લાઓ, મઠો, મંદિરો, નગરની પોળો જમીનદોસ્ત કરી. ઊંચા, વિશાળ વૃક્ષો ઉખેડી નાખ્યાં. હાથીની ગર્જનાથી બહુધા પર્વતો ધ્રુજવા લાગ્યા. તેને પકડવા માટે સુભટોદોડયા પરંતુ તેઓ નિષ્ફળ જતાં પાછા હટયા. ..૫૩૩ (પ્રચંડ કાયા અને તોફાને ચડેલા) ઉન્મત્ત હાથીને જોઈ ઘણા નગરજનો ડરીને ઘરમાં જતા રહ્યા. કેટલાક લોકો પોતાના પ્રાણ બચાવવા નાશભાગ કરવા લાગ્યા. રાજા, રાજ દરબારીઓ, રાજકુંવરો અને સેનાપતિઓ આ તોફાને ચડેલા હાથીને જોઈ ડરીને ભાગ્યા. ...૫૩૪ રાજાએ સુભટોને આજ્ઞા કરી કે, “આ ગજરાજને કોઈ વશ કરીને લાવો. આ ગજરાજે વિષમ કાર્યો પૂર્ણ કર્યા છે. તેણે મારી ઈજ્જત વધારી છે. આ ગજરાજથી જ મારું રાજ્ય શોભે છે.” ..૫૩૫ જ્યારે શૂરવીર સુભટો અને મહાવતો ગજરાજને અંકુશમાં ન કરી શક્યા ત્યારે મહારાજાએ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' અભયકુમારને બોલાવીને તેને વશમાં કરવાનો ઉપાય પૂછયો. અભયકુમારે ઉપાય બતાવતાં કહ્યું, “ઉદાયન કુમારથી આ કાર્ય થશે. તેઓ વિણાના નાદથી હાથીને પકડશે.' ...પ૩૬ ચંડપ્રદ્યોતનરાજાએ તરત જ ઉદાયનકુમારને બોલાવ્યા. તેમણે કહ્યું, “કુમાર! તમે આ અનલગિરિ ગજરાજને પકડો. જેમ ગારુડી વિણા વગાડી સર્પને પકડે છે, તેમ તમે દિવ્ય વીણાના નાદથી ગજરાજને પકડી લાવો.” ..પ૩૭ તે સમયે ઉદાયનકુમારે કહ્યું, “હે રાજનું! હું એકલો આ મહાકાય હાથીને પકડી નહીં શકું. આ કાર્ય માટે તમારી પુત્રી વાસવદત્તા મારી સાથે આવે તો હું ગજરાજને પકડવાનો પ્રયત્ન કરીશ” ...પ૩૮ ચંડપ્રદ્યોતનરાજાની આજ્ઞા થતાં ઉદાયનકુમાર અને વાસવદત્તા ભદ્રાવતી નામના હાથી ઉપર ચઢીને નદી, સરોવર આદિ પસાર કરી તીવ્ર ગતિથી હાથીની પાછળ જંગલમાં ગયા. ...પ૩૯ ગજરાજને શોધતાં તેઓ ઘણાં દૂર નીકળી ગયાં ત્યારે તેમણે હાથીને જોયો. ઉદાયનકુમાર અને વાસવદત્તાએ તેની પાસે જઈ વીણા વગાડી. વીણાના નાદના આકર્ષણથી ગજરાજ સ્તબ્ધ (શાંત) બન્યો. તે આજ્ઞાંકિત સેવકની જેમ નમ્ર બની તેમની પાસે આવીને ઊભો રહ્યો. ..૫૪૦ ઉદાયનકુમારે ત્યારે વીણાવાદન કરતાં સ્તવન ગાયું. ગજરાજ આ ગીતના રવરો સાંભળતો પાછળ પાછળ ખસવા લાગ્યો. આ રીતે ગજરાજને પકડીને તેઓ હસ્તીશાળામાં લાવ્યા. ...૫૪૧ અનલગિરિ હાથી મહાવત વસંતકને જોવા લાગ્યો. મહાવતે કહ્યું, “હે રાજનું! આ હાથી સદા તમારા દ્વારે રહેશે. તમે મારા સ્વામી છો. મારે તમારી ખૂબ સેવા કરવી છે.” આ સાંભળીને ચંડપ્રદ્યોતનરાજાનું મન પ્રસન્ન થયું. તેમણે અભયકુમારને કહ્યું, “તમે તમારું બોલેલું વચન પાડયું છે.” રાજાએ પોતાના હાથે પકડીને ગજરાજને આલાનથંભ ઉપર બાંધ્યો. ...૫૪૩ ઉદાયનરાજાના બળ, પરાક્રમ અને શૂરાતનને જોવા છતાં ચંડપ્રદ્યોતનરાજાએ તેમને પ્રશંસાનો એક શબ્દ પણ ન કહ્યો. ઉદાયનરાજાનું મન નિરાશ થયું. તેમને થયું કે, “ચંડપ્રદ્યોતનરાજા કરેલા ઉપકારોને યાદ રાખતા નથી. ...૫૪૪ મેં રાજકુમારીને સંગીતની કળા શીખવી પ્રવીણ બનાવી. મને સુભેટો છેતરીને ઉજ્જયિની નગરીમાં લઈ આવ્યા, છતાં મેં મનમાં રાજા પ્રત્યે જરા પણ ગુસ્સો ન રાખ્યો. ઉન્મત્ત બનેલા ગજરાજને પકડીને રાજમહેલના દ્વારે બાંધ્યો, છતાં ચંડપ્રદ્યોતનરાજાને ત્યારે કોઈ આનંદ થયો. ...૫૪૫ રાજા મારા ઉપર ખુશ તો ન થયા પરંતુ તેનાથી વિપરીત વાંકુ (શ્યામ) મોટું કર્યું હવે હું શું જોઈને તેમને હરખથી ભેટું? તેમણે હાથીને વશ કરવાના કાર્યમાં પણ મારી કળાની પ્રશંસા ન કરતાં અભયકુમારના જ વખાણ કર્યા. ...૫૪૬ હાથીની પાછળ ગયો અને મેં તેને પકડયો. આ કાર્ય મેં કર્યું, ત્યારે રાજાએ અભયકુમારને વરદાન માંગવાનું કહ્યું? શ્રેણિક મહારાજાના પુત્ર અભયકુમારે તે સમયે કહ્યું, “મહારાજ! આ વરદાન પણ તમારા ભંડારમાં હમણાં રાખો.” ..૫૪૨ ...૫૪૭ For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ...પપર ઉદાયનરાજા રવયં વિચારવા લાગ્યા તેમને ચંડપ્રદ્યોતનરાજા પ્રત્યે મનમાં રોષ (અણગમો) ઉત્પન્ન થયો. ઉદાયનકુમાર અને વાસવદત્તા બન્ને ભદ્રાવતી હાથિણી પર બેઠા. (તેઓ પોતાના આવાસે આવ્યા) ચંડપ્રદ્યોતનરાજાએ ગર્વિષ્ઠ બની ઉદાયનરાજા પ્રત્યે રોષ રાખ્યો. ..૫૪૮ ચંડપ્રદ્યોતનરાજાએ પોતાની પુત્રી અને ઉદાયનરાજામાં પતિ-પત્ની જેવો પરસ્પર પ્રેમ જોયો. તે જોઈ તેમણે વિચાર્યું કે, “મેં કાંણી અને કોઢિયાનું જેનાટક કર્યું હતું તે સર્વ નિષ્ફળ ગયું છે.' ..૫૪૯ ઉદાયનરાજાએ ઘેર્યતાપૂર્વક વિચાર્યું , “મારે હવે આ રાજા પાસે રહેવું નથી. તેઓ પોતાના રાજ્ય (કૌશાંબી નગરી) માં જવા તૈયાર થયા. તેમણે તરત જ ઘોડાની પીઠ ઉપર જીનનું પાલણ બાંધ્યું....૫૫૦ ત્યાં ઘણાં ચોકીદારો ચોકી કરતાં હતાં તેથી ઉદાયનરાજા ત્યાંથી કોઈ રીતે જઈ શકે એમ ન હતા. ઉદાયનરાજાનું મુખ્ય ચિંતાગ્રસ્ત બન્યું. તે જોઈને વાસવદત્તાએ તેનું કારણ પૂછ્યું. ...પપ૧ હે કૌશાંબી નરેશ! તમને શું ચિંતા છે? તમે શા માટે નિસ્તેજ બન્યા છો?) સ્વામીનાથ ! મેં તમને મારો જમણો હાથ આપ્યો છે. (હું આપની અર્ધાગિની છું) રખે! આપ મારી ઉપેક્ષા કરી મને છોડીને ન ચાલ્યા જશો. મેં મારું સમગ્ર જીવન તમારા હાથમાં સોંપ્યું છે.' વાસવદત્તાની વાત સાંભળી ઉદાયનરાજા મનમાં હરખાયા. એક દિવસ પતિ-પત્ની બન્ને મહેલના ઝરૂખામાં બેઠા હતા ત્યારે માર્ગમાં એક બ્રાહ્મણ નાચતો કૂદતો ક્યારેક રડતો ગીત ગાતો હતો. પતિ - પત્ની બન્ને તે બ્રાહ્મણની સમક્ષ જોવા લાગ્યા. ...પપ૩ વાસવદત્તાએ આ વિચિત્ર દ્રશ્ય જોયું ત્યારે ઉદાયનરાજાને જણાવ્યું. ઉદાયન રાજાએ બ્રાહ્મણને જોઈ કહ્યું, “આ પુરુષ મારો જ એક પ્રધાનમંત્રી હોવો જોઈએ.” ..૫૫૪ રાજાએ તેને પ્રધાનમંત્રી સમજી અનુરાગવશ (સેવકો દ્વારા) ત્યાં બોલાવ્યો. તે બ્રાહ્મણ ઉદાયનરાજા પાસે આવ્યો. રાજાએ તેને આળખી લીધો. એ પોતાનો જ એક પ્રધાન હતો. ઉદાયનરાજા પ્રધાનમંત્રીને ભેટી પડયા તેમજ ઘણું સન્માન આપ્યું. ...૫૫૫ ઉદાયનરાજાએ કૌશાંબી નગરીની ક્ષેમકુળતાના સમાચાર પ્રધાનમંત્રીને પૂછયા. તેમણે મંત્રીને પૂછયું, “મંત્રીશ્વર! રાજ્યમાં બધું જ બરાબર છે તો તમારું અહીં આવવાનું શું પ્રયોજન છે?” મંત્રીએ ધીમેથી કાનમાં કહ્યું, “મહારાજ ! આપણાં નગરમાં પાછાં ચાલો. ..પપ૬ મહારાજા! હું જ્યારે અહીં આવતો હતો ત્યારે માર્ગમાં ભીલ લોકોની વસ્તી જોઈ. ત્યાં મેં એક સિદ્ધ પુરુષને જોયા. તેમની મેં ભક્તિ કરી. તેમણે મને ખુશ થઈને તમારા નામથી એક ગુટિકા આપી. હે રાજનું!તમે જલ્દીથી અવંતી નગરીમાંથી પાછા જવા પ્રયાણ કરો. ...૫૫૭ આ ગુટિકાના પ્રભાવને જુઓ. મને પણ અહીં કોઈ ઓળખતું નથી. હું પાગલ બની આ નગરમાં ફરીશ. મહારાજ!તમે મારી સાથે ચાલો. હું તમને જરૂર કૌશાંબી નગરીમાં લઈ જઈશ.” ...૫૫૮ ત્યારે ઉદાયનરાજાએ કહ્યું, “હે મંત્રીશ્વર! આ રીતે છેતરીને તમારી સાથે જતાં મારું કંઈ સન્માન નહીં રહે. વળી મારી પત્ની વાસવદત્તા પણ સાથે છે. ચંડપ્રદ્યોતનરાજા પાસે જઈ તેમની સમક્ષ પ્રગટપણે કહેવું For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” જયોગ્ય રહેશે." ...પપ૯ (કૌશાંબી નગરી તરફ જવા માટે સાધન પણ જોશે) ભદ્રાવતી હાથિણીનો જે મહાવત છે, તે મને જરૂર મદદ કરશે. તેને કહેવાથી જરૂર કોઈ ઉપાય મળશે. તેથી આપણે એકઠાં મળીને તેને સર્વ વાત કહીએ. કવિ ઋષભદાસ હવે આગળની કથા કહે છે. •..પ૬૦ દુહા : ૨૮ વસંતકરૂં કરીવાયદો, કુમારી સું મતિ તાંહિ; મંત્રી ગૃથિલો થઈ પછે, ભમે અવંતીમાંહિ. •••૫૬૧ અર્થ - (મહાવત વસંતક સાથે વાતચીત કરી. તેને બધી વિગત સમજાવી) મહાવતે ઉદાયનરાજા સાથે અમુક દિવસે ઉજ્જયિની નગરી છોડી જવાનો વાયદો કર્યો. ત્યાર પછી ઉદાયનરાજા પોતાની પત્ની વાસવદત્તા પાસે ગયા. તેમને મળીને બધી હકીકત સમજાવી) બીજી બાજુ મંત્રી ઉજ્જયિનીના માર્ગ ઉપર પાગલ બનવાનો ઢોંગ કરી ફરવા લાગ્યા. ...૫૬૧ ઢાળઃ ૨૧ ઉદાયન અને વાસવદત્તા પલાયન નંદન હું ત્રિસલા હુલાવે એ દેશી. નગરી અવંતીમાંહિં ભમતો, કૅમૃગ નયણી હરસ્યો રે; કંચન માલાહસ્તિની સાથિં, નૃપકાજે લેઈ ફરહ્યું રે. ... પ૬ર નગરી આવંતીમાંહિ ભમતો- આંચલી એક દિન રાજા મુખ જઈ બોલ્યો, યુગંધરાયણતોનામિંરે; મૃગ નયણી સ્ત્રી હસ્તની દાસી, હરું રાયને કામેં રે. ••• ૫૬૩ નગરી ચંદપ્રદ્યોતન જોઈ સામો, દીઠો ગહેલો નાગો રે; એ બ્રાહ્મણ મૂરિખ મ્યું લવતો, હું બીહુએ ભાગો રે. ... પ૬૪ ૧૦ અચ્યુંઅ કહીનૃપ વનિ પહંતો, લોક સકલ વન આવે રે; નાટિક ગાન મંડાયા ત્યાંતિ, જન જોવાને જાવઈ રે. ... પ૬પ૧૦ નૃપકું મરી કુંઅરને તેjઈ, સોય રાઈ કરતારે; કોસંબી જાવાને કાજે, આલસ સિંહા પરહરતારે. ... ૫૬૬ ૧૦ મહાંત વસંત જઈ જ જણાવ્યાં, સોય હાથિણી આણઈ રે; ભદ્રવતી બોલી આજંદઈ, જવ ખંચી ગતિ તાણેરે. ...પ૬૭ ૧૦ સૂણી નિમતી નિમિત્તક ભાખઈ, મ્યું હાથિણી આયો રે; સો જોયણ જઈનેં એ મરત્યે રે, હાથિણી શબદ ઉપાયો રે. ... પ૬૮૧૦ સૂણી મહાવત ચિંતાતૂર થાઈ, આણીથી ઘડી ચ્યારો રે; ભદ્રાવતી નંઈ મૂત્રઈ ભરતો, આવ્યો. હું આરો રે. ... પ૬૯ ૧૦ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ ઉદયન રાય પ્રતિ કહે આવો, વાસવદત્તા સાથિં રે; ઘોષવતી વેણા હાથ લીધી, કોસંબી ભણી જાર્વેરે. •.. ૫૭૦ ૧૦ ની શા સમઈ નૃપેઈજા ભાખે, ભદ્રાવતી જાઉં લેઈ રે; વાસવદત્તાદાસી લીધી, બલે હઈ સો કરેઈરે. •••૫૭૧૧૦ હાથ ઘસે તવ ચંદપ્રદ્યોતન, હારયો જેમ જુઆરીરે; પાલગોપાલ સુતને કહે ઝાલો, બલઈ કરંઈ કિમ નારી રે. •..પ૭૨ ૧૦ એ યામાતા નહી જગિરૂડો, પૂરવ પાણિ એ વૅરી રે; અનલગિરી ઉપરિ ચઢી ધાયો, ચઢયો લોહસનાહ પહેરીરે. ... પ૭૩ન૮ પાલગોપાલ ગજ બેંસી ધાયો, ગયા જોયણ પંચવીસો રે; ભદ્રવતી સ્તું ઉદયન ભેટયો, મુંકે બાણ સરીસો રે. ...૫૭૪ ૧૦ પાલગોપાલ પચાસંઈ જાતું, મુકઈ બાણ ન ભેદઈ રે; બહોરિકલાઈ ઉદયન પૂરો, બાણ આવતાં છેદઈ રે. ... પ૭પર૦ ઘડી એક ફોડી ભરી માતરે, ગજ ગંધા નવિહાલેંરે; ઉદયન રાય ગયો વહી ત્યારઈ, પાલગોપાલઈ ન ચાલે રે. ... પ૭૬ ૧૦ મુકઈ બાંણ બંધવ જવ તાણી, આડા દિઈ બઈનિ હાથો રે; તવ ચિંતઈ ભગની વિધાસઈ, જોવઈ બઈની નંઈ નાથો રે. ... પ૭૭ ૧૦ પ્રીત પ્રેમ જેહમેં જિંહા લાગો, તેહિં તે બોલ આદરીઉ રે; પુત્ર ઈલાચી વાણિગનો સુત, જઈ નાટિકણી વરીઉ રે. ૫૭૮૧૦ નંદીષેણ મોહયો ગણિકા ઘરિ, અષાઢ ભૂત એમ કીધું રે; અરહણકરિષી પર રમણી મોહ્યો, દ્રપુદી ચરિત્ર પ્રસીધો રે. •.. ૫૭૯૧૦ ઉદયન તો ઉત્તમ નર જગમાંહિં, સૂરવીર દાતાઓ રે; ભગવતી મન મોહયોં જોએલ્યું, તો ભલે એ ભરતારો રે. ... ૫૮૦ ૧૦ માંહો માંહિ સમઝયા છે બંધવ, નૃપની કેડિન કીધીરે; પીતા તણે પ્રેમ સમઝાવ્યો, ઉદયન કન્યા દીધી રે. ••• ૫૮૧૦ પિતા પૂત્રી કો એકને દેવી, ઉદયન છે ગુણ ભરીઉં રે; વાસવદત્તાનો મન માન્યું, ઈચ્છાઈ વર વરીઉરે. ... ૫૮૨૧૦ ચંદપ્રદ્યોતનનાં મન માન્યોં, કોય મકરસ્યો દંડોરે; ઉદયન તવ આઘો વહી ચાલ્યો, રીષભરાય આનંદો રે. ... ૫૮૩ ૧૦ અર્થ:- મંત્રી પાગલ બની અવંતીના રાજમાર્ગ ઉપર લોકોની જ્યાં ભીડ જામી હતી ત્યાં જોર જોરથી ગાંડાની જેમ બબળાટ કરવા લાગ્યા. “હું આ નગરીમાંથી મૃગનયણી (વિશાળ લોચનવાળી) સ્ત્રીને ભગાડીને લઈ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ४४० કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” જઈશ. તેને કંચનમાલા હાથિણી ઉપર બેસાડી અમારા રાજા માટે લઈ જઈને જ રહીશ.” ...પ૬ર એક દિવસ મંત્રી પાગલ બની રાજસભામાં રાજાની સમક્ષ જઈ બોલ્યા, “મારું નામ યુગંઘરાયણ છે. હું મૃગનયની સુંદર સ્ત્રી, જે મારા સ્વામીની દાસી છે, તેનું તેમના માટે જરૂર અપહરણ કરીશ”...૫૬૩ ચંડપ્રદ્યોતનરાજાએ કટાક્ષપૂર્વક સામે જોયું. તેમણે એક પાગલ અને બેશરમ માણસ જોયો. તેમણે વિચાર્યું, “આ ઘેલો અને મૂર્ખ બ્રાહ્મણ (ભૂત વળગ્યું હોય તેમ) જેમ તેમ શું બબળાટ કરે છે? આવા ભાગ્યહીન વ્યક્તિથી શું કરવું?' ...પ૬૪ આ પ્રમાણે કહી ચંડપ્રદ્યોતનરાજા ઉદ્યાનમાં પહોંચ્યા. તે દિવસે કોઈ મહોત્સવ હોવાથી સર્વ નગરજનો પણ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં નૃત્ય, નાટક, ગીતના કાર્યક્રમોનું આયોજન થયું હતું. લોકો ત્યાં જોવા માટે આવ્યા હતા. ...પ૬૫ ચંડપ્રદ્યોતનરાજાએ પોતાની દીકરી વાસવદત્તા અને ઉદાયનરાજાને પણ ઉદ્યાનમાં આવવાનું આમંત્રણ આપ્યું. ઉદાયનરાજાએ પણ (‘આ સુંદર અવસર છે' એવું વિચારી) કૌશાંબી નગરી તરફ જવા માટે આળસ છોડી તૈયારી કરી. ...પ૬૬ તેમણે મહાવત વસંતકને (પૂર્વયોજિત સંકેત અનુસાર) જઈને જણાવ્યું કે તે ઝડપથી હાથિણીને લઈ હાજર થાય (મહાવત થોડા સમયમાં ભદ્રાવતી હાથિણીને લઈને આવ્યો. ઉદાયનરાજા અને વાસવદત્તાવાણી તેના ઉપર સવાર થયા) ભદ્રાવતી હાથિણીની ગતિ વધારવા જ્યારે મહાવત લગામ ખેંચતો ત્યારે હાથિણી જોરથી આજંદ કરતી. ...પ૬૭ હાથિણીની ગર્જના સાંભળી એક અંધ નિમિત્તકે માર્ગમાં ભવિષ્ય ભાખતાં કહ્યું, “આ હાથિણીને લઈને શું આવ્યા છો? તે સો યોજનાનો પંથ કાપી માર્ગમાં જ મૃત્યુ પામશે. હાથિણીના ખરાબ શબ્દનું નિવારણ કરવા ઉપાય કરો.” ... પ૬૮ આ વાત સાંભળી મહાવત ચિંતાતુર થયો. તેણે ઉદાયનરાજાના કહેવાથી નાના નાના ચાર ઘડાઓ મંગાવ્યા. આ ઘડાઓમાં ભદ્રાવતી હાથિણીનું મૂત્ર ભર્યું. તેના બંને પડખે બે-બે ઘડા બાંધ્યા. ...પ૬૯ મહાવતે ઉદાયન રાજા સમક્ષ ફરીને કહ્યું, “મહારાજ ! આપ વાસવદત્તા રાણીની સાથે ભદ્રાવતી હાથિણી ઉપર બેસો. ઉદાયન રાજાએ ધોષવતી વીણા પોતાના હાથમાં લીધી. તેઓ વીણા વગાડતા કૌશાંબી નગરી તરફ ચાલ્યા (હાથિણી ઉપર ઉદાયનરાજા, વાસવદત્તારાણી, ઘોષવતી, કંચનમાળા ધાત્રી અને વસંત મહાવત હતા.) ...૫૭૦ સંધ્યાકાળે ચંડપ્રદ્યોતનરાજા પાસે જઈને યુગંધરાયણ મંત્રીએ કહ્યું, “ભદ્રાવતી હાથિણી ઉપર બેસાડી, વાસવદત્તા અને દાસીને લઈને ઉદાયનરાજા પલાયન થઈ ગયા છે. રાષ્ન! પરાક્રમ હોય તો જો કરવું હોય તે કરજો.” ...પ૭૧ ચંડપ્રદ્યોતનરાજા, ઉદાયનરાજાના આવા કૃત્યોથી હાથ ઘસતા રહી ગયા. હારેલા જુગારીની જેમ વિષાદ અનુભવવા લાગ્યા. તેમણે પોતાના જયેષ્ઠ પુત્ર પાલગોપાલને આજ્ઞા કરી કે, “ઉદાયનકુમારને For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ જલ્દીથી પકડો. તે બળપૂર્વક (જબરદસ્તીથી) કોઈ સ્ત્રીને પોતાની પત્ની શી રીતે બનાવી શકે?” ...૫૭૨ આ જગતમાં તે મારો જમાઈ થવાને યોગ્ય નથી. તે ઉત્તમ પુરુષ નથી. પૂર્વે પણ તેણે મારી સાથી છળકપટ કર્યું છે.' પાલગોપાલે લોખંડનું બખ્તર પહેર્યું. શસ્ત્રો લઈ અનલગિરિ હાથી ઉપર સવાર થઈ તે ઉદાયનરાજાને પકડવા દોડયો. ...પ૭૩ પાલગોપલે અનલગિરિ હાથી ઉપર બેસી ઝડપથી ઉદાયનરાજાનો પીછો કર્યો. તેઓ પચ્ચીસ યોજન દૂર ચાલ્યા હશે ત્યાં માર્ગમાં ભદ્રાવતી હાથિણી ઉપર બેઠેલા ઉદાયનરાજા મળ્યા. પાલગોપાલે તેમને મારવા ધનુષ્યમાંથી બાણ કાઢયું. ...પ૭૪ પાલગોપાલે અહ્વાહન આપતાં કહ્યું, “તમે ચાલ્યા જાવ! તમારું છોડેલું બાણ મને વીંધી નહીં શકે. ઉદાયનરાજા પુરુષોની બહોતેર કળામાં કુશળ હતા. તેમણે દરેક બાણોને નષ્ટ કર્યા. ...૫૭૫ - ત્યાં મહાવતે હાથિણીના મૂત્રથી ભરેલો એક ઘડો ફોડયો. તેની ગંધથી હવે અનલગિરિ હાથી કોઈ રીતે આગળ વધવા તૈયાર ન થયો. આ તકનો લાભ લઈ ઉદાયનરાજા ત્યાંથી ભાગી છૂટયા. પોલગોપાલનું કાંઈ ન ચાલ્ય” (બીજી વાર નજીક આવતાં બીજો મૂત્રનો ઘડો ફોડ્યો. આ રીતે સો યોજન સુધી અનલગિરિ હાથીની ગતિ અટકાવી. ...૫૭૬ પાલગોપાલે જ્યારે ઉદાયનરાજા ઉપર બાણ તાક્યું ત્યારે તેની બહેન વાસવદત્તા પતિને બચાવવા બે હાથ આડા રાખી ઊભી રહી ગઈ. તેણે કહ્યું, “હે બાંધવ! તારા બાણથી પ્રથમ તારી બહેન વીંધાશે. તારી બહેનને તેના સ્વામીનાથ જોઈએ છે.” ...૫૭૭ જે વ્યક્તિને જેની સાથે પ્રીત બંધાય છે, તે વ્યક્તિ તેના વચનોનું અનુકરણ કરે છે. (પ્રેમી માટે કાંઈ પણ કરવા તૈયાર છે) ઈલાતીપુત્ર વણિક હોવા છતાં, એક નટ કન્યાને પરણવા તૈયાર થયા. ...૫૭૮ *નંદીષેણમુનિ મહાન સંત હોવા છતાં ગણિકાની મોહ જાળમાં સપડાયા. અષાઢાભૂતિ મુનિએ પણ તેમ જ કર્યું. અરિણક મુનિ પણ તરૂણીના મોહપાશથી ચલિત થયા તેમજ પાંડવોની પત્ની 'દ્રોપદીનું પૂર્વ ચરિત્ર (સુકુમાલિકા સાધ્વી) પણ પ્રસિદ્ધ છે. ..પ૭૯ વાસવદત્તાએ ભાઈને કહ્યું, “ઉદાયનરાજા તો જગતમાં ઉત્તમ પુરુષ છે. તેઓ શૂરવીર અને દાનવીર છે. વાસવદત્તા જેવી વરૂપવાન સુંદરીમાં તેમનું મન મોહિત થયું તેમાં ખોટું પણ શું છે ? તેઓ શ્રેષ્ઠ અને ભદ્ર સ્વભાવના પતિ છે.” ...૫૮૦ ભાઈ-બહેને પરસ્પર સમજી લીધું. પાલગોપાલે પોતાના બનેવીનો પાછો છોડી દીધો. તેણે પોતાના પિતા ચંડપ્રદ્યોતનરાજાને પોતાની કન્યા ઉદાયનરાજાને આપવા સમજાવ્યા. (૧) કથાઓ અને કથા પ્રસંગો-પૃ ૭૬ થી ૧૧૧. (૨) શ્રી ભરોસર રાજઝાયની કથાઓ. પૃ.૩૪ (૩) શ્રી ભરફેસર સજઝીયની કથાઓ પૃ.૩૪ (૪) જુઓ પરિશિષ્ટ વિભાગ. (૫) શ્રી ભરફેસર સજઝાયની કથાઓ – પૃ ૧૯૬ ••.૫૮૧ For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” .૫૮૪ પાલગોપાલે પિતાને પ્રેમથી સમજાવતાં કહ્યું, “પિતાજી! તમે તમારી પુત્રીનો હાથ કોઈક યોગ્ય પુરુષને તો જરૂર સોંપશો. ઉદાયન (વત્સરાજ) જેવો ગુણવાન અને શૂરવીર બીજો રાજા (જમાઈ) કયો હશે? વાસવદત્તા પણ દિલથી ઉદાયનકુમારને પોતાના સ્વામી તરીકે સ્વીકારે છે તેથી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ સમજો.'' ...૫૮૨ ચંડપ્રદ્યોતનરાજાને પોતાના પુત્રની વાત યોગ્ય લાગી. તેમણે પ્રેમથી સ્વીકૃતિ આપતાં કહ્યું, “હવે કોઈ ઝધડો કે વિખવાદ ન કરશો (મારું મન રાજી છે.)” ઉદાયન રાજા પોતાની પત્ની વાસવદત્તા સાથે કૌશાંબી નગરી તરફ ચાલ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, ઉદાયન રાજા ખૂબ ખુશ થયા. ...૫૮૩ દુહા : ર૯ નગરીમાંહિ મંત્રી હતો, તે પણિ ચાલ્યો સાથિ; અનુક્રમે આવી મલ્યો, ઉદયનનેં સંઘાતિ. ... ૫૮૪ અર્થ - ઉજ્જયિની નગરીમાં ઉદાયનરાજાનો મંત્રી આવ્યો હતો. તે પણ ત્યાંથી નીકળી અનુક્રમે ચાલત ચાલતો માર્ગમાં રાજાને મળ્યો. હવે તે પણ રાજાની સાથે ચાલવા લાગ્યો. ચોપાઈ : ૧૧ મહાસતી મૃગાવતીના નામ સ્મરણનો પ્રભાવ - ઉદાયન અને વાસવદત્તાના વિવાહ ઉદયન આઘો ચાલ્યો જેહ, તીન ઘડી પંથઈ ફોડેહ; સો જોયણ જબ આવ્યો રાય, ભદ્રાવતી મરતી તેણે ઠાય. ઉદયન બોલ્યો હીઅડે જસી, મંત્રી માહાંતને તેડયાતમેં; ભીમપલીપતિ કનેંતુઓ જઈ, મુઝમેં તેડી આણો સહી. ભીમકને તેડીનેં જાય, પાલો પંથઈ ચાલ્યો રાય; વાસવદત્તા થાકી બાલ, ભુપતિ કરતો સાર સંભાલ. ભુખ્યા વન ફલ આણી દોહ, પાઈ નીર નર ધરી સનેહ; પંથિ કંટાટાલેંરાય, ધરઈ વસ્ત્ર જવદાઝે પાય. વનનાફલ સહુખાંઈ જસે, ભીલ ઘાડિ આવ્યો તિહાતસેં; વાદવદત્તા પૂજે રડે, સબલતનદેખી ભોય પડે. ઉદયન કહે મમરો રે નારિ, મૃગાવતી સમરો એણિ ઠારિ; સત સીલ સજિન ગુણ ગાય, તુઝ સાસૂતે માહરી માય. ...પ૯૦ સોય સતીનો લઈઉં નામ, હવડાં ભીલનાટાલા ઠામ; આપણ જીત્યું હારઈ ભીલ, હવડાં મુંકાવું તસ મીલ. ... ૫૯૧ .. ૫૮૯ (૧) પાલગોપાલની જગ્યાએ મંત્રીએ રાજાને સમજાવ્યા (ત્રિ.શ.પુ.ચ. : પર્વ-૧૦, સર્ગ-૧૦, પૃ.-૨૦૧) For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ४४३ .. પ૯૨ વાસવદત્તા ઊભી તામ, મૃગાવતીનું જપતી નામ; ઉદયન નામ રીદયમાં ધરાઈ, ધરમી ભીલચ્છું યુદ્ધ બહૂકરઈ. ઉદયન મુંકઈ તાણી બાણ, એટલે આવ્યો ભીમ સુજાણ; તેણંઈ ભીલને વારયા સહી, ઉદયન પાય નમ્યો ગહી ગહી. . ૫૯૩ ખેમકુશલ પૂછે તિહાં રાય, ભીલ ભીમ ઘર તેડી જાય; ભોજન ભગતિ કરંઈ તેણે ઠાય, પૂછે ભીમને ઉદયન રાય. ...પ૯૪ મંત્રી મહોત મોકલી આજેહ, ગયા કિહા નવિદીસઈ તેહ; ભીમ કહે નવિદીઠા સોય, તવ ઉદયનને બહુ દુખહોય. •.. ૫૯૫ કે તેં કાલિં આવ્યા નરદોય, પૂરવ વાત પ્રકાસઈ સોય; જીતા ભીમ કઈ મલીઆ ચોર, ઉજેણી લેઈ ગયા કઠોર. ... પ૯૬ સેનાની ઉલખતો ત્યાદિ, લેઈ ગયો અવંતીસ જ્યાંહિ; ભુપતિ કંઈ સ્પં ઝાલ્યાએહ, ઉદયન ક્યું મિં કરયો સનેહ. ... ૫૯૭ પાલ ગોપાલ વખાણ્યો તેહ, ઉત્તમ જાણી લગની દેહ; સેનાની તુહ જાઉં ફરી, સહસ તુરંગ મલ્યો સજ કરી. ... પ૯૮ પુત્રી પરણાઈ જેણી વાર, ઉદયનને દેજ્યો તિણિ વાર; યુગંધરાયણ કાંઈ આશ્યાલી, અહો આવ્યા સહુ એગઠા મિલી. ••• ૫૯૯ વાટિ કર લાગી અમ જેહ, કારણ પ્રીછો રાજા તેહ; ચિંતા ધરી હiઈ મહારાજ, મુઝ વચનેંટલો સહૂ આજ. ... ૬૦૦ સૂણતાં હરખ્યો ઉદયન રાય, મંત્રી લગન હુઈ તેણઈ ઠાય; શ્રુભ મુહૂરતિ તિહાં પરણ્યો રાય, હંમર દીધા તસ ઠાય. ..૬૦૧ જે બ્રહ્મસેનાની નર જેહ, પરણાવીને વલીઉ તે; જાતા વાસવદત્તા ભણંઈ, મુઝ પ્રણામ કહેયો સડૂતણે. ...૬૦૨ પીતા ભ્રાત માતાને જઈ, માહરો જોહાર તુમ કહજયો સહી; તુમ્યો મ વીસારસ્યો મંત્રીસ, ભેટો તમો ઉજેણી ઈસ. •.. ૬૦૩ લેઈ આગિના મંત્રી જાય, કોસંબીમાં આવ્યો રાય; મોટા મહોછવ ઘરિ ઘરિ ગાય, દેહાથા તોરણ બંધાય. •••૬૦૪ વધામણા હોઈ તિહાં બહુ, સુખી આલોક હુઆ તિહાં સહુ મંત્રી રાજધૂરંધર કરયો, રીષભ કહે જગનો દુખ હરયો. ..૬૦૫ અર્થ :- ઉદાયનરાજા કૌશાંબી નગરી તરફ આગળ વધ્યા. તેમણે માર્ગમાં જુદા જુદા સ્થાને મૂત્ર ભરેલા ત્રણ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ४४४ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ઘડા ફોડયા (જેથી અનલગિરિ હાથી ઉપર બેસી રાજા તેમનો પીછો ન કરે) જ્યારે તેમણે સો યોજનાનો પંથ કાપ્યો ત્યારે નિમિત્તકના વચનાનુસાર ભદ્રાવતી હાથિણીનું ત્યાં મૃત્યુ થયું. ...૫૮૫ ઉદાયનરાજાએ પોતાના હૈયાની વાત કરવા માટે મંત્રી અને મહાવતને ત્યાં બોલાવ્યા. તેમણે કહ્યું, “તમે ભીમ નામના ભીલ પલ્લીપતિ પાસે જાવ. હું પણ રાણીને સાથે તેડીને ત્યાં આવું છું.” ...૫૮૬ ઉદાયનરાજા પોતાની રાણી વાસવદત્તાને ભીમ પલ્લીપતિ પાસે લઈ ચાલ્યા. રાજા જંગલના માર્ગમાં પગપાળા ચાલવા લાગ્યા. વાસવદત્તારાણી નાજુક હોવાથી તે ચાલતાં ચાલતાં થાકી ગયા ત્યારે તેમની સાર સંભાળ (કાળજી) રાજાએ સ્વયં કરી. ...૫૮૭ વાસવદત્તાવાણીને ભૂખ લાગી ત્યારે રાજાએ વનફળ લાવી આપ્યા. તેમને સરિતાનું ઠંડુ, નિર્મળ જળ નેહભાવ ધરીને પીવડાવ્યું. માર્ગમાં આવતા કંટકોને રાજાએ સ્વયં દૂર કર્યા તેમજ જ્યારે રાણીના પગ તડકામાં બળતા ત્યારે પગની નીચે (ખભા ઉપરનું) અંગવસ્ત્ર પાથરતા. ...૫૮૮ જ્યારે વનફળ ખાઈ સૌએ પોતાની ક્ષુધા શાંત કરી ત્યારે ભીલ સમુદાય તેમની પાસે પહોંચી આવ્યો. વાસવદત્તારાણી મહાકાય ભીલને જોઈ ભયથી ધ્રૂજતા રડવા લાગ્યા. ભીલનું ભયંકર રૂપ જોઈ રાણી મૂછિત થઈ ભૂમિ ઉપર ઢળી પડ્યા. ...૫૮૯ - ઉદાયનરાજાએ કહ્યું, “દેવી ! તમે ડરો નહીં. તમે આ સમયે સાધ્વી મૃગાવતીજીનું સ્મરણ કરો. તેમના સત્વ, શીલ-સદાચારના જિનેશ્વર દેવ સહિત સૌ ગુણગાન ગાય છે. તેઓ તમારી સાસુ છે અને મારી માતા છે. ...૫૯૦ મૃગાવતીજીનું નામ સ્મરણ અત્યંત પ્રભાવક છે. હું હમણાં જ ભીલોનાં સ્થાન નષ્ટ કરું છું. ભીલોનો પરાજ્ય થશે. હું હમણાં જ તેમનો પડાવ- મુકામ છોડાવું છું. વાસવદત્તાએ એક સ્થાને ઊભા રહી સતી મૃગાવતીજીનું નામ સ્મરણ કરતાં જાપ કર્યા. ઉદાયનરાજા પણ તેમનું નામ સ્મરણ કરવા લાગ્યા. અધર્મી ભીલો સાથે ઉદાયનરાજાનું ધમાસાણ યુદ્ધ થયું. ...૫૯૨ ઉદાયનરાજા ધનુષ્યની પણછ ખેંચી તીવ્ર વેગથી ભીલો ઉપર બાણો છોડવા લાગ્યા. તે સમયે ભીમ નામનો પલ્લીપતિ ત્યાં સમાચાર સાંભળી પહોંચી આવ્યો. (તેણે ઉદાયનકુમારને ઓળખ્યા) ભીમે આ યુદ્ધ થતું અટકાવ્યું. ભીમ પલ્લીપતિએ આનંદપૂર્વક રાજાના ચરણે નમસ્કાર કર્યા. ...૫૯૩ - ઉદાયનરાજાએ ભીમ પલ્લી પતિને ભેટીને ક્ષેમકુશળતા પૂછી. ઉદાયનરાજાને ભીમ પોતાના આવસે લઈ આવ્યો. ત્યાં તેણે રાજા અને રાણીને ભોજન-પાણી આપી તેમની ભક્તિ કરી. ત્યાર પછી ઉદાયનરાજાએ ભીમને પૂછયું. ...પ૯૪ મેં આજે મારા મંત્રી યુગંધરાયણ અને મહાવત વસંતને તમારી પાસે મોકલ્યા હતા. તેઓ કેમ અહીં દેખાતા નથી? ક્યાં ગયા હશે?” ભીમકુમારે કહ્યું, “મેં તેમને અહીં જોયા નથી.” ઉદાયન રાજાને તેમના કોઈ સમાચાર ન મળતાં તેઓ ખૂબ ચિંતીત થયા. ...પ૯૫ કેટલોક સમય પસાર થઈ ગયો ત્યારે બન્ને પુરુષો ત્યાં આવ્યા. તેમણે પોતાની પૂર્વ કથા પર પ્રકાશ ••.પ૯૧ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ પાડયો. અમે ભીલ પલ્લીપતિ ભીમને મળવા જતા હતા ત્યારે માર્ગમાં કેટલાક ચોર મળ્યા. તે નિર્દયી અમને પકડીને ઉજ્જયિની નગરીમાં લઈ ગયા. .. પ૯૬ ઉજ્જયિની નગરીના સેનાપતિએ અમને ઓળખ્યા. તેઓ અવંતી નરેશ પાસે લાવ્યા. અંવતી નરેશે કહ્યું, “સેનાપતિ! તમે કોને બંદીવાન બનાવી અહીં લાવ્યા છો?(આ ઉદાયનરાજાના મંત્રી છે.) મેં ઉદાયનરાજા સાથે મૈત્રી કરી છે. ...૫૯૭ પાલગોપાલે ઉદાયનકુમારની કીર્તિની ખૂબ પ્રશંસા કરી છે તેથી મેં ઉદાયનકુમારને ઉત્તમ જાણી મારી પુત્રીના તેમની સાથે વિવાહ કર્યા છે. મંત્રીશ્વર! તમે પુનઃ તમારા રાજા પાસે જાવ.” રાજાએ તરત જ એક વેગવાન ઘોડો તૈયાર (સજજ) કરી આપ્યો. ...૫૯૮ ચંડપ્રદ્યોતનરાજાએ હાથી ઘોડા આપતાં કહ્યું, “મારી પુત્રી જે દિવસે ઉદાયનરાજા સાથે પરણે, ત્યારે તમે તેને આ કરિયાવર આપજો.' યુગંધરાયણ મંત્રીએ ઉદાયન રાજાને કહ્યું, “મારી આશા આજે પૂર્ણ થઈ છે. અમે બધાં આજે એકઠાં મળ્યાં છીએ. ..પ૯૯ રાજનું! માર્ગમાં ચાલતાં અમને જે જકાત ભરવી પડી તેનું અમે રાજા (ચંડપ્રદ્યોતન) ને કારણ પૂછયું. ચંડપ્રદ્યોતનરાજાએ પ્રથમ વિચાર કરી પછી અચાનક હસીને કહ્યું, મારું વચન છે કે આજથી સર્વ કરવેરો માફ, (દૂર) થશે.” ..૬૦૦ આ સાંભળી ઉદાયનરાજા અત્યંત ખુશ થયા. તે સ્થાને મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્ત ઉદાયનરાજા અને વાસવદત્તારાણીના વિવાહ થયા. ચંડપ્રદ્યોતનરાજાએ મંત્રી સાથે મોકલાવેલ ઉત્તમ પ્રકારના હાથી, ઘોડાઓ દીકરીને કરિયાવરમાં આપ્યા. ...૬૦૧ ત્યાં આવેલ બ્રાહ્મણ પુરુષ, સેનાપતિ હતો. તે લગ્ન કરાવી ત્યાંથી પાછો ફર્યો ત્યારે વાસવદત્તાવાણી સૌને જતાં જોઈ રહ્યા. તેમણે સમાચાર આપતાં કહ્યું, “સૌને મારા પ્રણામ કહેજો. ...૬૦૨ તમે ઉજ્જયિની નગરીમાં જઈ માતા-પિતા અને ભાઈ પાલગોપાલને મારા નમસ્કાર કહેજો. હે મંત્રીશ્વર !તમે ભૂલી ન જતાં. તમે જલ્દી જઈને ઉજ્જયિની નરેશને મળીને મારો સંદેશો કહેજો.......૬૦૩ મંત્રીશ્વર આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા. કૌશાંબી નગરીમાં રાજા ઉદાયને પ્રવેશ કર્યો. કૌશાંબી નગરીમાં ભવ્ય મહોત્સવ ઉજવાયો. પ્રત્યેક ધરે લોકોએ મંગળ ગીતો ગાયાં. ઘરનાં દ્વારે કંકુવાળા થાપા થયા અને તોરણ બંધાયા. ...૬૦૪ ઉદાયનરાજાના આગમનની ખુશીના સમાચારથી ખૂબ વધામણાં થયા. તેમના રાજ્યમાં સર્વજનો સુખી થયા. મંત્રીએ ધુરંધર (અગ્રણી, મોવડી) રીતે રાજ્ય કર્યું. કવિ ઋષભભદાસ કહે છે કે ઉદાયનરાજાએ લોકોનાં દુઃખો દૂર કર્યા. દુહા : ૩૦ દારિદ્ર દુખ જગનોહરયો, ઉદયન મહાદાતાર; વાસવદત્તા સ્યુ વલી, સફલ કરંઈ અવતાર. ૬૦૬ ...૬૦૫. For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ” •••૬૦૭ અર્થ - ઉદાયનરાજા મહાન દાનેશ્વરી હતા. તેમણે લોકોનાં દુઃખ, દારિદ્ર દૂર કર્યા. વાસવદત્તારાણી સાથે તેમણે પોતાનો અવતાર સફળ કર્યો. ...૬૦૬ ઢાળઃ રર ધર્મપ્રેમી ઉદાયનરાજા પ્રણમી તુમ સીમંધરસ જી એ દેશી. વાસવદત્તા મ્યું વલીજી, પોહોતો વનમાંરે રાય; વાત અસંભમ સાંભલીજી, પુછે પ્રણમી પાય. નરેસર મૃગાવતી સુત સાર... આંચલી. પંથઈ થંભ્યા ચોર, જિમ ભીતિ ચિત્રામ; મૃગાવતી મંત્રંઈ કરી જી, સાધા સઘલા કામ. ••.૬૦૮૦ મૃગાવતી સાધુણિ હવી જી, ભખો તાસ કથાય; ઉદયન માંડીને કહઈ કથાય, સુણતાં હરખ ન માય. ...૬૦૯ ૧૦ ધન ધન મૃગાવતીજી, તેણે જાયો મુઝ કંત; વૅરી બીજા મહણાજી, દોય મ્યું હસીય મિલત. •.. ૬૧૦ ન ઘરમાં સાસૂ સાધવજી, જેહનું શીલ અત્યંત; તાસ શરણ વંદવાઈ જી, તું મુઝ નાહ ગુણવંત. ...૬૧૧૧૦ ઉદયન વન ખેલી વલ્યો જી, બઈઠા સભારે મઝારિ; પૂછે કિહાં જિન વીરજી રે, વંદૂ જઈ તીણી ઠારરે. ...૬૧ર ૧૦ સેવક ખાય વધામણીજી, કનકનગિરિ જિન રાય; વાસવદત્તા મ્યું તિહાંજી, ગૃપ જઈ પ્રણમેં પાય. ૬૧૩ નવ મૃગાવતીને વાંદતોજી, ઉદયન નર ભૂપાલ; વાસવદત્તા વાંદતીજી, તુઝ પ્રણમોં ત્રિણ કાલ. •..૬૧૪ ૧૦ સાસૂસતી મૃગાવતીજી, વહું નીર તાહરીરે આણ; તુઝ નામે નર થંભીયાજી, પંથઈ હોઈ કલ્યાણ. મૃગાવતી સુત વહુ તણેજી, કહતી જિનનોરે ધર્મ; દાન શીલતપ ભાવના જી, આરાધી છુટો કરમ. ...૬૧૬ ૧૦ રાજ રિધિ ધન યોવનું જી, જાતાં ન લાગે રે વાર; દયાદાન ઉપસમ ધરોજી, જિમ પામો ભવપાર. ૬૧૭ નવ સતી વચન શ્રવણે સુણી જી, વલીઆ નર નઈ રે નારિ; સાતે વીસન નીવારતો જી, પાલેં સોય અમારિ. ...૬૧૮૧૦ •.૬૧૫ ૧૦ For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ ४४७ ન્યાય નીતિ રાખઈ સદાજી, નારાણપણું પુણ્યવંત; રીષભ કહે ઉદયન ભલોજી, ઉગારિ પર જંત •..૬૧૯ ૧૦ અર્થ - એકવાર ઉદાયનરાજા વાસવદત્તારાણી સાથે અરણ્યમાં પહોંચ્યા. રાણીએ જંગલમાં હેરતભરી આશ્ચર્યજનક વાત સાંભળી પતિના ચરણે પ્રણામ કરી પૂછયું. ..૬૦૭ વામીનાથ! પગદંડીએ પ્રયાણ કરતાં મેં કેટલાક ચારોને જોયા. જેમ દિવાલ ઉપર દોરેલું ચિત્ર સ્થિર હોય છે, તેમ તેઓ માર્ગમાં થંભી ગયા હતા. (તેનું શું કારણ?)” ઉદાયનરાજાએ કહ્યું, “સતી મૃગાવતીના મંત્રનો જાપ કરવાથી સર્વ વિપત્તિઓ દૂર થાય છે તેમજ સર્વ કાર્યો પાર પડે છે.” ...૬૦૮ રાણીએ કહ્યું, “વામીનાથ! મૃગાવતી સાધ્વીજી હતા. તેમની કથા મને વિગતવાર કહો.” ઉદાયનરાજાએ પોતાની માતા મૃગાવતીજીની કથા રાણી વાસવદત્તાને કહી. વાસવદત્તા રસિક કથા શ્રવણ કરી તેના રસાસ્વાદથી આનંદિત થયા. ...૬૦૯ રાણીએ કહ્યું, “મહાસતી મૃગાવતી સાધવીજીને ધન્ય છે ! તેમણે ઉદાયનરાજા જેવા મારા પતિને જન્મ આપ્યો છે. હવે બીજાં વૈરી હોય તો પણ શું? આપણા બંનેનો શુભયોગ થયો છે' એમ કહી રાણી આનંદ પામે છે. .... ૬૧૦ વાસવદત્તાએ સાસુજીની સ્તુતિ કરતાં કહ્યું, “અમારા કુળમાં સાધ્વી મૃગાવતીજી, જે મારા સાસુ છે. તેમનું શીલ-સદાચાર અને સત્ત્વ અપરંપાર છે. હું તેમના ચરણોમાં વંદન કરું છું. તમે મારા સ્વામી છો. તમે પણ ગુણોના ભંડાર છો.” ...૬૧૧ એકવાર ઉદાયનરાજા શિકાર કરીને જંગલમાંથી પાછા ફર્યા. તેમણે રાજસભામાં આવી સેવકોને પૂછયું, “જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામી ક્યાં બીરાજે છે? મને તેમના વંદન કરવા છે.” ...૬૧ર સેવકો જ્યારે વધામણી લાવ્યા ત્યારે રાજાએ તેમને ખૂબ ધન આપી સંતુષ્ટ કર્યા. સેવકોએ કહ્યું, “જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામી કનકગિરિ પર્વત ઉપર બીરાજમાન છે.” ઉદાયનરાજા પોતાની રાણી વાસવદત્તા સાથે ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે જિનેશ્વર ભગવાનના ચરણે વિધિપૂર્વક વંદન કર્યા. ... ૬૧૩ ત્યાર પછી ઉદાયનરાજા પોતાની માતા સાધ્વીજી મૃગાવતી પાસે ગયા. ત્યાં જઈને તેમણે સાધ્વીજીને ભાવપૂર્વક ત્રણ વંદના કરી. વાસવદત્તા રાણીએ પણ સાધ્વી મૃગાવતીને ભાવપૂર્વક વંદના કરી કહ્યું, “હે મહાસતીજી ! આપને ત્રણે કાળ નમસ્કાર હોજો. ..૬૧૪ હે સાધ્વી મૃગાવતીજી! આપ મારા સાસુ છો. નિત્ય આપની આજ્ઞા માથે ચઢાવીશ. આપનાં નામ સ્મરણથી માર્ગમાં લૂંટારાઓ પણ થંભી જાય છે. લોકો નિશ્ચિત બની મુસાફરી કરી શકે છે.” ...૬૧૫ - સાધ્વી મૃગાવતીએ પોતાની પુત્રવધૂને કહ્યું, “આ જિન ધર્મનો પ્રભાવ છે. જિનનો ધર્મ કલ્યાણકારી છે. હે વાસવદત્તારાણી! દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મનું આરાધન કરી સર્વ કર્મથી છૂટકારો મેળવો. ...૬૧૬ આ રાજ્ય, સંપત્તિ, ઐશ્વર્ય અને યૌવન પસાર થતાં વાર નહીં લાગે. (આ બધી વસ્તુઓ ક્ષણિક For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ४४८ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' હોવાથી) સર્વ જીવો પ્રત્યે અનુકંપા લાવો. દાન-પુણ્યનાં કાર્યો કરો, ઉપશમ ભાવ ધારણ કરો, જેથી તમે આ ભવ અટવી પાર કરી શકશો.” ...૬૧૭ મહાસતી મૃગાવતીજીના ધર્મસભર વચનો એકાગ્ર ચિત્તે સાંભળી ઉદાયનરાજા અને વાસવદત્તા રાણી પાછા ફર્યા. રાજાએ સાત વ્યસનનો ત્યાગ કર્યો તેમજ રાજ્યમાં અમારિ પ્રવર્તન પ્રવર્તાવ્યું...૬૧૮ તેમણે સદા ચાયનીતિ અને સદાચારનું પાલન કર્યું. તેઓ વયમાં નાના હતા પરંતુ ખૂબ પુણ્યશાલી હતા. કવિ કહે છે કે ઉદાયન રાજા ભલા હતા. તેમણે અનેક જીવોને દુઃખમાંથી ઉગાર્યા હતા. ...૬૧૯ દુહા : ૩૧ મૃગાવતી સુત મોહિઉં, વાસવદત્તા સાથિ; પૂરીસભા બેસું નહીં, રહે ઘરમાં દિનરાત. .. ૬૨૦ ૧૦ અર્થ :- સતી મૃગાવતીના પુત્ર ઉદાયનરાજા, વાસવદત્તારાણી પ્રત્યે અતિ આશક્ત બન્યા. તેમણે હવે રાજસભામાં બેસવાનું છોડી દીધું. તેઓ દિવસ-રાત મહારાણી સાથે મહેલમાં જ રહેવા લાગ્યા...૬૨૦ ચોપાઈ : ૧ર અણધારી આફત રાતિ દિવસ ઘરમાં રહઈ જસે, રાજકાજ સાદાઈ તસે; જાવા લાગો જો પણિ દેશ, રાયન ચેતેં તિહાં લવ લેસ. •.. ૬ર૧૧૦ પંચાલ દેસનો રાજા જેહ, લેવાદેશ લાગો નર તેહ; પૂરી સભા બઈઠો નર રાય, બહુદીવો તવ પરગટ થાય. નૃપ આગલિ છે દીવી જેહ, એકાએક ઉલાહીતે; એક કુંનીમત દેખી કરી, પંડિત જન તિહાં બોલ્યા ફરી. ... ૬૨૩ ઉસભકીત્યું રાજાનેં હોય, કહતાં મંદિર લાગું જોય; વાસવદત્તા બલતી લહી, સાર કરે તે મંત્રી સહી. ...૬૨૪ અગનિમાંહિ ઝંપાવે જિસે, હાહાકાર હુઉં પૂરિ તિસે; વાસવદત્તા મોહયો રાય, અગનિમાંહિં ઝંપાવ્યો જાય. સેનાની બોલ્યો તેણે ઠારો, નૃપને અછે ઘણેરી નારિ; પૂરવ દિઈ તુમારી માય, વાંદો જિમ દૂખ સઘળું જાય. ઉદયન કહી તેણે પરધાન, વારંત કહેતૃપકીજે સાન; વાસવદત્તા હોસઈ યાંહિ, યુગંધરાયણિ જાણેવો તાંતિ •••૬૨૭ મંત્રી નારિનો શોક મનિ ધરે, પૂરવદેશ ચાલેવું કરંઈ; વસંત સેનાની સ્યુ રાય, થાકો એક થલિ સુતો જાય. • ૬૨૮ સીધ પુરષદીઠો એક જિસે, સેનાની જઈ પૂછે તિસે; ઉદયનને સહૂદુખનો અંત, કહો કહીઈ હોસેં ગુણવંત. ••૬૨૨ ૧૦ ...૬૨૫ ...૬ર૬ •••૬૨૯ For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ સિધ કહે એક વરસેં સહી, ધરણી સ્યું ઘરે આવેં વહી; એક અતિ મોટુ લહસેં રાજા, બહુ વાધઈ ઉદયનની લાજ. સુણી વાત મંત્રીઈ જસી, નૃપ આંગલિ જઈ ભાખી તસી; ભૂપઈ કહે નવિ માનું સોય, જગ માહા મુઉં ન જીવે કોય. ૬૩૧ અર્થ : મહારાજા ઉદાયન રાત-દિવસ રાજમહેલમાં જ રહેવા લાગ્યા તેથી રાજ્યનાં કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો. શત્રુઓ આવીને તેમનાં રાજ્યને છીનવી લેવા લાગ્યાં, છતાં ઉદાયનરાજા કોઈ રીતે તલ માત્ર ચેત્યા નહીં. ૪૪૯ ૬૨૧ પાંચાલ નરેશ ઉદાયનરાજાના રાજ્યમાંથી એક દેશ લેવા તૈયાર થઈ તૈયાર ગયા. (ઉદાયનરાજાને મંત્રીઓ દ્વારા રાજસભામાં બોલાવવામાં આવ્યા) ઉદાયન રાજા રાજ્યસભા ભરીને બેઠા હતા. ત્યાં તેમણે ઘણા દીપકની જ્યોત પ્રગટેલી જોઈ. ૬૨૨ ઉદાયનરાજાની આગળ જે પ્રગટેલા દીપકની જ્યોત એકાએક બુઝાઈ ગઈ. મંત્રીઓએ કહ્યું, ‘‘આ અપશુકન છે.’’ આ અપશુકનનું દશ્ય જોઈને રાજ્યસભામાં બેઠેલા ભાગ્યવેત્તાઓએ કહ્યું.... ૬૨૩ ‘‘રાજા તો પુણ્યશાળી છે તેમનું શું અશુભ થશે ?'' એવું પંડિતો કહેતાં હતાં ત્યાં તો રાજમહેલમાં ભયંકર અગ્નિની જ્વાલાઓ પ્રગટી. રાજાએ હતપ્રભ થઈ મંત્રીને કહ્યું, ‘‘મંત્રીશ્વર ! વાસવદત્તા રાણી તેમાં બળી રહી છે. તમે કોઈ ઉપાય કરો.’’ ૬ર૪ ...૬૩૦ મંત્રીએ વાસવદત્તારાણીને બચાવવા અગ્નિમાં ઝંપલાવ્યું. ત્યારે નગરમાં સર્વત્ર હાહાકાર મચી ગયો. વાસવદત્તારાણીની પાછળ પાગલ બનેલા ઉદાયનરાજા અગ્નિમાં પ્રવેશવા તૈયાર થયા. .૬૨૫ ત્યારે સેનાપતિએ રાજાને શાંત કરતાં કહ્યું, “મહારાજ! આપની ઘણી રાણીઓ છે. આપ અગ્નિમાં પડી બળી મરવાનું ન વિચારો. તમારી માતા મૃગાવતીજી સાધ્વીજી, જે પૂર્વ દિશા તરફ બીરાજમાન છે, તેમને તમે વંદન કરો. તમારી સર્વ આપત્તિઓ દૂર થશે.’’ ૬૨૬ ઉદાયન રાજાએ વારંવાર સેનાપતિને કહ્યું, “તમે પ્રધાનમંત્રીને અહીં તેડી લાવો.'' સેનાપતિએ રાજાને અનેક રીતે સમજાવતાં કહ્યું, “હે મહારાજ! તમે બુદ્ધિ-ચતુરાઈપૂર્વક કાર્ય કરો. જ્યાં વાસવદત્તા રાણી હશે ત્યાં તેમની સુરક્ષા માટે યુગંધરાયણ મંત્રી પણ હશે.’’ .૬૨૭ રાજાએ મનમાં મંત્રી અને રાણીનો વિષાદ ધર્યો. તેમની શોધમાં રાજાએ પૂર્વ દિશા તરફ ચાલવા પ્રયાણ કર્યું. સેનાપતિ વસંતની સાથે રાજા ઘણું ચાલ્યા. રાજા ચાલતાં ચાલતાં થાકી ગયા ત્યારે એક વૃક્ષની નીચે વિશ્રામ લેવા સૂઈ ગયા. ...૬૮ સેનાપતિ વસંતે ત્યાં એક સિદ્ધ યોગીને જોયા. તેણે સિદ્ધ મહાત્મા પાસે જઈ પૂછ્યું, “મહાત્મા ! આપ જ્ઞાની છો. અમારા ગુણવાન રાજા ઉદાયનના સર્વ દુઃખોનો અંત ક્યારે આવશે ?’’ • ૬૨૯ સિદ્ધ મહાત્માએ કહ્યું, ‘“એક વરસ પછી તેમના સર્વ દુઃખો દૂર થશે. તેમની પત્ની પણ તેમના ઘરે પાછી આવશે. તેઓ એક પ્રતિષ્ઠિત રાજા તરીકેનું સન્માન મેળવશે. તેમની ખૂબ યશ-કીર્તિ અને આબરુ For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ ...૬૩૨ વધશે. ...૬૩૦ સેનાપતિએ સિદ્ધ મહાત્માની વાત રાજા સમક્ષ આવીને કહી. ઉદાયન રાજાએ કહ્યું, “હું એ સિદ્ધ મહાત્માના વચનો પર વિશ્વાસ નથી કરતો. આ સૃષ્ટિમાં જેનું મૃત્યુ થાય છે, તે વ્યક્તિ જીવિત થઈને કદી પાછો ફરતો નથી. ...૬૩૧ દુહા ઃ ૩૨ પાણી દીવો નવી બલે, ભોપાલ ફલનહોઈ; જોવા ગયો જબાહોડઈ, મુઉંન જીવે કોઈ. ...૬૩૨ ભાગો નગરતે ફરી વસે, પૂત્ર શરણ હોય; ધન ખોયું પાછો વલે, મુઉ નજીર્વે કોય. ...૬૩૩ અર્થ - પાણીથી કદી દિપકની જ્યોત સળગતી નથી. તુંબડાને કદી ફળ ન આવે. યૌવન વય કમાવવામાં અને કુટુંબની સહાય કરવામાં પૂર્ણ થઈ ગયા પછી પાછી આવતી નથી, તેમ મૃત્યુ પામેલા કદી જીવંત થતા નથી. કુદરતી આફતોથી નારાજ બનેલા નગરોનું નવનિર્માણ થઈ શકે છે, પ્રચુર પુણ્ય હોય તો પુત્ર પણ ધર્મકાર્યોમાં શરણભૂત થઈ શકે. ગુમાવેલું ધન પણ સંભવ છે કે પાછું પુરુષાર્થ દ્વારા મેળવી શકાય છે પરંતુ આજ દિવસ સુધી અવસાન પામેલા કોઈ પુનઃ જીવિત થયા નથી. ...૬૩૩ ઢાળ : ૨૩ વાસવદત્તા રાણી સાથે મિલાપ ચુનરીની દેહો દેહો રે રંગીલે ચુનડી એ દેશી રાગ - ગોડી કિમ જીવિ નરપતિ સુંદરી, અગનિ બાલી સ્ત્રી જેહ હો; કિમ મંત્રી માહરો આવસે, અગનિ બાલી જેહની દંહ હો. ...૬૩૪ એમ ભાખે ઉદયન નરપતી... આંચલી. નૃપ મંત્રી વાત વીચારતા, ચઢયો એક પરવત શૃંગહો; શ્રી જિન મંદીર જવારતા, પૂજયા ઋષભ સુરંગહો. વિણા નાદ સુનાવીઉં, કીધૂમધૂરો ગાન હો; દીઠો ચારણ મુનીવર કેવલી, પ્રણમ્યો દેઈ બહુ માંન હો. ..૬૩૬ એમ. નૃપ પૂછે પ્રેમેં સાધને, સંકટ કહીંઈ જાય હો; નવકાર વિધેિ રિષસીખવે, એ મંત્રે સુખ થાયહો. ...૬૩૭ એમ. જિન ત્રિણ કાલ જપૂતો, ગણતો શ્રી નવકાર હો; વીર તણા ગુણ સમરતો, મૃગાવતી ગુણ સાર હો. .૬૩૮ એમ. નૃપ પંચાલ દેસનો જે ધણી, વીંટી કોસંબી જાય હો; સુણતાં ઉદયન ખરખરઈ, દૂખમાં દૂખ બહુ થાય રે. .૬૩૫ એમ. ૬૩૯ એમ. For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ વસંત સેનાની તવ કહે, એક વરસિં સુખ થાય રે; એક અપૂરવ વાતડી, કહું સૂણિ ઉદયન રાય હો. ...૬૪૦ એમ. આ વન માંહિ એક સુંદરી, ચુંટતી દીઠી ફૂલ હો; મિં પુછયોં કણ કારર્ણિ, લેતી પુફઅસૂલહો. ...૬૪૧એમ. તવતીહાં બોલી સુંદરી, મેહવતીનો રાય હો; માહાબાહુનામેં રાજાઉં, પદમાવતી 9 તાયહો. ...૬૪૨ એમ. તે ઉત્તમ વરનેં કારર્ણિ, વનમાં વસતી તેહ હો; ત્રિણ કાર્લો સુર પૂજા કરંઈ, સુંદરવર માંગહ હો. ...૬૪૩ એમ ચંપકમાલા હું સખી, પદમાવતીની જાણ હો; પુફ લેઉ તે કામનેં, સમઝે નર ગુણ ખાણિરે. ...૬૪૪ એમ. વાત કરઈ મુઝસ્ય અસી, તવતેડી કોર્ણિ નારિ હો; મુઝમેં કહેતમ્યો આવજયો, થઈઅપડૂણા બારિહો. ...૬૪૫ એમ. સુણી વાત વસંતની ભૂપતિ, વનિ પ્રસાદિ જાય હો; કતોહલ કાજિંપઈસતા, સખિ વાર તેણેઠાય હો. ૬૪૬ એમ. વસંત સેનાની બોલિઉ, કાંવારો તુમ આજ હો; તંઈ અથીત કરી તેડીઆ, સખી કહે કહો નર રાજ હો. ...૬૪૭ એમ. મુઝ સ્વામીની પાસંઈ બાંભણો, મુંકી ગયો ત્રીદોય હો; ત્રિણ નારી હઈ મુઝ નઈ અહી, આવણÈમત્ત કોયડો. ...૬૪૮ એમ. તવ વસંતસેનાની બોલીઉં, સાભલી ઉદયન રાય હો; વાસવદતા સખી અમ્યું, મંત્રી મુકે એણેઠાય હો. .૬૪૯ એમ. તવ બેઠાદેવલબારણે સુણે, મહિલી વાતો રાય હો; પદમાવતી આર્ગે નૃપત્રિીઆ, ભાખે પૂરવકથાયરે. ... ૬૫૦ એમ. પદમાવતી કહેતુમ સાંભલો, વાસવદત્તા વાત હો; એક સંકરા જોગણિ મુઝ કહે, ઉદયનના અવદાત હો. ...૬૫૧એમ. તસ કારણિ ધ્યાઉદેવને, માંહોમાંહક વાત હો; નીજનીજદુખતે કાઢતા, નીકલી જવ પરભાત હો. ...૬૫ર એમ. નર બેઠાદીઠા બારણે, મંત્રી ઉદયન રાય હો; વાસવદત્તા ઉલખઈ, રીષભ કહે સુખ થાયરે. ... ૬૫૩ એમ. અર્થ:- “રાજકુંવરી શું જીવતી હોય? જે સ્ત્રી અગ્નિમાં બળી તે કેમ જીવે? અને જેનો દેહ બળી ગયો હોય તે મારો મંત્રી શું પાછો આવે?'' આ પ્રમાણે નિસાસો નાખતાં રાજાએ કહ્યું. •..૬૩૪ For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” છે. રાજા અને મંત્રી આ પ્રમાણે વાતો કરતાં એક પર્વતના શિખરની ટોચે ચઢયા. ત્યાં જઈને તેમણે જિન મંદિરના જુહાર કર્યા. તેમણે જિનમંદિરનાં ભોયરામાં રહેલી ઋષભદેવ ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યું. ...૬૩૫ જિનમંદિરમાં તેમણે વીણાવાદન કરી મધુર સ્વરોમાં સ્તવનો ગાયાં. ત્યારે ત્યાં એક જંઘાચરણ કેવળજ્ઞાની મુનિવરને જોયા. રાજાએ મનમાં ખૂબ અહોભાવ લાવી તેમને પ્રણામ કર્યા. ..૬૩૬ રાજાએ કેવળજ્ઞાની મહાત્માને પ્રેમપૂર્વક પૂછ્યું, “હે મહર્ષિ! મારા સંકટ, વિપત્તિઓ ક્યારે દૂર થશે?' કેવળજ્ઞાની મહાત્માએ નવકાર મહામંત્રની વિધિ શીખવી. આ મંત્રના સ્મરણથી સર્વ સુખો પ્રાપ્ત થાય છે.” ...૬૩૭ હવે ઉદાયનરાજા નિત્ય ત્રણે કાળે જિનેશ્વર દેવોનું પૂજન કરતા. તેઓ નિત્ય નવકાર મંત્રનું સ્મરણ કરતા. તેઓ ભગવાન મહાવીર સ્વામીના ગુણોનું સ્મરણ કરતા તેમજ ઉત્તમ ગુણવાન સાધ્વી મૃગાવતીનું સ્મરણ કરતા. ..૬૩૮ પાંચાલ નરેશ, જેણે કૌશાંબી નગરી પર આધિપત્ય સ્થાપવા નગરીને ચારે તરફથી ઘેરી લીધી. આ સાંભળીને ઉદાયનરાજાની ઉપાધિનો પાર ન રહ્યો. જ્યારે દુઃખદ સ્થિતિ હોય ત્યારે ચારે બાજુથી દુઃખ આવે ...૬૩૯ સેનાપતિ વસંતે કહ્યું, “મહારાજ! એક વર્ષ પૂર્ણ થયા આવ્યું છે, હવે સુખનો ઉદય થશે. હું આપને એક અપૂર્વ વાત કહું છું.” ઉદાયનરાજા તેની વાત સાંભળે છે. ...૬૪૦ આ જંગલમાં મેં એક સ્વરૂપવાન કન્યાને જોઈ. તે વૃક્ષ ઉપરથી દેવપૂજન માટે પુષ્પો ચૂંટતી હતી. મેં તે સુંદરીને પૂછયું, “તમે આ કાંટાવાળા વૃક્ષ ઉપરથી પુષ્પો શા માટે ચૂંટો છો?' ...૬૪૧ ત્યારે કન્યાએ ઉત્તર આપતાં કહ્યું, “મેઘવતી નગરીમાં મહાપ્રતાપી મહાબાહુ નામનો રાજા રાજ્ય કરે છે. તેમની પદ્માવતી નામની એક દીકરી છે. ...૬૪૨ (તેણે યૌવન કાળમાં પ્રવેશ કર્યો છે) ઉત્તમ રાજકુમારને જીવનસાથી બનાવવા માટે રાજકુંવરી ત્રણે કાળદેવની પૂજા કરે છે. તે પૂજા કરી આરાધ્ય દેવ પાસેથી સુંદર વરની માંગણી કરે છે. ૬૪૩ મારું નામ ચંપકમાલા છે. હું રાજકુમારી પદ્માવતીની દાસી છું. હું રાજકુમારીના દેવપૂજાના કાર્ય માટે પુષ્પો લઈ જાઉં છું. અનંત ગુણોનો ભંડાર કોઈ ઉત્તમ રાજકુમારજ તેમને સમજી શકશે.”...૬૪૪ આ પ્રમાણે દાસી મારી સાથે જ્યારે વાત કહી રહી હતી ત્યારે કોઈ સ્ત્રી ત્યાં આવી. ચંપકમાલને બોલાવી પોતાની સાથે લઈ ગઈ. તેણે જતાં જતાં મને કહ્યું, “તમે મહેમાન-પરોણા બની અમારા દ્વારે આવજો.” ...૬૪૫ સેનાપતિ વસંતની વાત સાંભળી રાજા અરણ્યમાં તે જિનમંદિર પાસે આવ્યા. મંદિરમાં પ્રવેશ કરતાં તેમણે એક કુતૂહલ જોયું. ત્યાં ચંપકમાલા દાસી પણ આવી હતી. તેણે વસંત સેનાપતિને મંદિરમાં અંદર પ્રવેશતાં રોકયા. For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ વસંત સેનાપતિએ કહ્યું, “દેવી! તમે આજ મને મંદિરમાં પ્રવેશતાં શા માટે રોકો છો? તમે તો અતિથિ બનીને આવવાનું આમંત્રણ આપ્યું હતું. ચંપકમાલાએ કહ્યું, “હે નરપતિ! તમને તેનું કારણ કહું ...૬૪૭ મારી સ્વામીની પદ્માવતી રાજકુમારી છે. તેની પાસે એક બ્રાહ્મણ બે સ્ત્રીઓને મૂકી ગયો છે. અહીં મારી સાથે ત્રણ નારીઓ આ મંદિરમાં છે તેથી હું આ મંદિરમાં કોઈને પ્રવેશ કરવા દેતી નથી'' ... ૬૪૮ જ્યારે ચંપકમાલા દાસી સાથે સેનાપતિ વસંત વાર્તાલાપ કરતા હતા ત્યારે ઉદાયનરાજા સાંભળી રહ્યા હતા. તેમણે વિચાર્યું “આ વાસવદત્તા રાણીની સખી છે. મંત્રીએ રાણીને જરૂર આ સ્થાને મૂકી હશે.” ...૬૪૯ મંદિરના દ્વાર ઉપર બહાર બેઠેલા ઉદાયન રાજાએ મંદિરની અંદર થતી વાતો સાંભળી. પદ્માવતી રાજકુમારીની આગળ ત્રણ રાજકુમારી છે. તેઓ પોતાની પૂર્વ કથા કહે છે. ...૬૫૦ - રાજકુમારી પદ્માવતીએ કહ્યું, “તમે વાસવદત્તા રાણીનો અવદાત સાંભળો. એક કલ્યાણ કરનારી શંકરા જોગણીએ મને ઉદાયનરાજાનો વૃત્તાંત કહ્યો છે. ...૬૫૧ તેમને મેળવવા માટે હું દેવનું ધ્યાન કરું છું.” આ પ્રમાણે પરસ્પર અંદર અંદર તેઓ વાતો કરતા રહ્યા. સૌએ પોત પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એમ કરતાં પ્રભાતનો સમય થયો. ..૬૫ર પ્રભાતે મંદિરના દ્વારે રાજા અને મંત્રીને બેઠેલા જોયા. વાસવદત્તારાણી તરત જ ઉદાયનરાજાને ઓળખી ગઈ. કવિ ઋષભદાસ કહે છે કે મહારાજા ઉદાયન અને વાસવદત્તા રાણીનું પુનઃ મિલન થતાં આનંદ થયો. દુહા ઃ ૩૩ ઉદયનને દેખી નારી, પદમાવતી હરખેહ; વિંછીત વર મુઝ નઈ મિલ્યો, નેહર્યું ધરતી નેહ, અર્થ - ઉદાયનરાજાને જોઈ તેમની પત્ની વાસવદત્તા ખૂબ ખુશ થઈ. પદ્માવતી રાણી પણ ઉદાયનરાજાને જોઈ હર્ષિત બની. તેને મનગમતો વર મળ્યો. હવે તે ઉદાયનરાજા સાથે પ્રેમથી રહેવા લાગી. ... ૬૫૪ ચોપાઈ ૧૩ ઉદાયન અને પદ્માવતીના લગ્ન તે મુઝ વલભ ઉદયન રાય, તેનઈ આવ્યો એણઈ ઠાહ; મહાબાહુ પોતાનો તાત, સોય કરઈ દહીવાની વાત. પદમાવતી પરણાવી સહી, હવે રાજ આપ્યા ગિહગઈ; બહુધન રથ દિજે વિદેહ, ઉદયન બહુસેન્યા મેલેહ. ...૬૫૬ માહાબાહુનો બેટો જેહ, સૂદરસેન નામઈ કહું તે; સેનાની નઈ લેઈ કરી, કોસંબી આવ્યો પરવરી. •..૬૫૩ •••૬૫૪ •••૬૫૫ ૬પ૭ For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” • ૬૫૮ ...૬૫૯ ••૬૬૧ ચંડપ્રદ્યોતનના સુત સહી, પાલ ગોપાલતે આવ્યા વહી; કોસંબી પરિકરતા હડી, પંચાલો મારયો તિહાં ચઢી. ઉદયન રાય સુણઈ સોય વાત, જાવા હરખ ઘણેરો થાય; વાસવદતા પદમાવતી, સાથિંલેઈ ચાલ્યો નરપતિ. કોસંબીમાં આવ્યો રાય, માહા મહોશવ તિહાં કણિ થાય; વાળુ ઉદયન કેરો રાય, કરે ઘરમતણા બહુ કાજ. ...૬૬૦ યુગંધ રાયણ મંત્રી જેહ, આવી રાયને મલીઉં તેહ; કહી તેણે વાસવદત્તા વાત, હુંતસ સણગિં વાઢી જાત. સબલ પ્રસંસ્યો તિહાં પર ધ્યાન, રાજ ભાર દિધો દેઈ માંન; પાલગોપાલ સુંદરસેન જેહ, દેઈ માનનેં ચાલ્યાં તેહ. વાસવદત્તાદીઠરયો રાજ, સુખ સાતા વાધઈ નૃપ લાજ; ઉદયન કહે અહી આવઈ માય, વીર હાર્થિ વ્રત મુને થાય. વધ્યામણીદેતો વનપાલ, હરખદાન આપઈ ભૂપાલ; અંતેવર સઘલોં સજ કરી, ચંદન ચાલ્યો નૃપ પરવરી. ૬૬૪ ત્રિણ પ્રદક્ષણ દેઈ તાંતિ, સ્તવતો વીર જિનેશ્વર જાંહિ; દીઈ ખમાસણ તિહાં પંચાંગ, સૂણી રાય ધરી મન રંગ. અરધ માગધી ભાષા માહિ, દીઈ દેસના જિનવર ત્યાં હિં; આણા સહીત આરાધો ધરમ, જિમ ધોવાઈ આઠઈ કરમ. ખીમા દયાને પાત્રેદાન, સીલ ધરઈ મુકંઈ વીગન્યાન; સમકત વરત રાખે નર સાર, આરાધે શ્રાવક વ્રત બાર. સુણતો ઉદયન મન ઉલ્હાસ, દસ વરતી લેતો જિન પાશ; પ્રણમી વીર જિનેશ્વર પાય, મૃગાવતી નંઈ વાંદી જાય. •..૬૬૮ અર્થ - પદ્માવતીએ વિચાર્યું, ‘ઉદાયનરાજા મારા પ્રાણ વલ્લભ છે. તેઓ આ સ્થાને આવ્યા તે સારું થયું.” પદ્માવતીએ પોતાના પિતા મહાબાહુને દીપક વિશે વાત કરી. ...૬૫૫ મહાબાહુ રાજાએ પોતાની પુત્રી પદ્માવતીના લગ્ન ઉદાયનરાજા સાથે કરાવ્યા. હવે રાજાએ પોતાના જમાઈને ખુશ થઈ રાજ્ય આપ્યું તેમજ કરિયાવર તરીકે ખૂબ ધન, રથ અને દેશ આપ્યા. તેમણે ઉદાયનરાજા સાથે ઘણું સૈન્ય પણ મોકલ્યું. ..૬પ૬ મહાબાહુ રાજાના પુત્ર, જેનું નામ સુંદરસેન હતું. તે મોટું સૈન્ય લઈ ઉદાયન કુમારની મદદ કૌશાંબી નગરી તરફ ગયા. .. ૬પ૭ બીજી તરફ ચંડપ્રદ્યોતનરાજાના પુત્ર પાલગોપાલે પણ કૌશાંબી નગરી તરફ તીવ્ર ગતિથી દોટ મૂકી. ••.૬૬૫ » ૬૬૬ For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ તે બને રાજકુમારોએ પાંચાલનરેશ ઉપર ચઢાઈ કરી તેને યુદ્ધમાં પરાજિત કરી મારી નાખ્યો. ...૬૫૮ ઉદાયનરાજાએ આ વાત સાંભળી. તેમનું મન કૌશાંબી નગરીમાં જવા ઉત્સુક બન્યું. તેઓ વાસવદત્તા તથા પદ્માવતી એમ બન્ને પત્નીઓને સાથે લઈ પોતાના નગર તરફ ચાલ્યા. ...૬૫૯ ઉદાયનરાજા કૌશાંબી નગરીમાં આવ્યા. નગરજનોએ રાજાના આગમનની ખુશીમાં મોટા મહોત્સવનું આયોજન કર્યું. તેમની ચારેબાજુ કીર્તિ પ્રસરી. તેમણે ખૂબ ધર્મનાં કાર્યો કર્યાં. ...૬૬૦ યુગધરાયણ મંત્રી પણ ઉદાયન રાજાને મળ્યા. તેમણે વાસવદત્તા રાણીની કથા રાજાને કહી. “હું તેમને મરતાં બચાવવા ભોયરામાં લઇ ગયો.” ઉદાયનરાજાએ પ્રધાનમંત્રી યુગધરાયણની ખૂબ પ્રશંસા કરી. તેમને રાજ્યનો કારભાર સોંપી તેમનું સન્માન કર્યું. તેમના સાળાઓ પાલગોપાલ અને સુંદરસેનનો ખૂબ આદર કર્યો. તેઓ પણ પોતાના રાજ્યમાં પાછા ફર્યા. ..૬૬૨ વાસવદત્તારાણીના દુઃખના દિવસો વ્યતીત થઈ ગયાં. તેઓ સુખેથી રાજ્યમાં રહેવા લાગ્યાં. રાજ્યમાં સર્વત્ર સુખ અને શાંતિ છવાઈ ગઈ. ઉદાયનરાજાની ચારે બાજુ પ્રતિષ્ઠા વધી. ઉદાયનરાજાએ કહ્યું, અહીં મારા માતા (મૃગાવતી સાધ્વીજી) આવે તો વીર પ્રભુના હાથેથી હું બાર વ્રત અંગીકાર કરી શ્રાવક ...૬૬૩ (ઉદાયનરાજાના ભાવો જાણી પરમાત્મા મહાવીર સ્વામી કૌશાંબી નગરીમાં આવ્યા.) વનપાળે જઈને કિંમતી ભેટ દાનમાં આપી (ઉદાયનરાજાની રાણીઓએ સુંદર શણગાર સજ્યા) ચંદન જેવા ઉત્તમ ઉદાયનરાજા સાથે તેમનું સધળું અંતઃપુર પ્રભુનાં દર્શન કરવા આવ્યું. . ૬૬૪ - ઉદાયનરાજાએ સપરિવાર ત્યાં પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી. તેમણે તીર્થકર પ્રભુ મહાવીરસ્વામીની સ્તુતિ, વંદના કરી. તેમણે પ્રભુને પાંચ અંગ નમાવીને ત્રણ ખમતખામણા આપ્યા. તેઓ અંતરંગ આનંદપૂર્વક પરમાત્માની દેશના સાંભળવા લાગ્યા. ...૬૬૫ પરમાત્મા અર્ધમાગધી ભાષામાં દેશના આપતા હતા. તેમણે કહ્યું, “દેવાનુપ્રિય! જિન આજ્ઞા અનુસાર ધર્મનું આરાધન કરો, જેથી તમારા આત્મ પ્રદેશ પરથી અષ્ટ કર્મોરૂપી મળ ઘોવાઈ જાય....૬૬૬ તમે ક્ષમા અને દયા ધર્મને ધારણ કરો, સુપાત્રદાન આપો, શીલવ્રતને ધારણ કરી અજ્ઞાનનો ત્યાગ કરો. ઉત્તમ પુરુષો પોતાનું સમ્યકત્વ અખંડ રાખે છે તેમજ શ્રાવકના બાર વ્રતનું આરાધન કરે છે....... ૬૬૭ ઉદાયનરાજા મનના ઉલ્લાસપૂર્વક જિનવાણીનું શ્રવણ કરતા હતા. જિનવાણીથી પ્રભાવિત થઈ તેમણે પ્રભુ મહાવીરસ્વામી પાસેથી દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો. ત્યારપછી તીર્થંકર પરમાત્માના ચરણે નમસ્કાર કરી પોતાની માતા મૃગાવતી સાધ્વીજી પાસે વંદન કરવા ગયા. ...૬૬૮ દુહા : ૩૪ ઉદયન વાંદી ઘર ચાલ્યો, સૂરચંદ ધર જ્ઞાન; કુણ થાનિક જિન વીરજી, દેહકનકનો વાન. For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ” અર્થ :- ઉદાયનરાજા સંત-સતીજીઓના દર્શન કરી રાજમહેલમાં પાછા આવ્યા. તે સમયે જ્યોતિષી દેવ સૂર્ય અને ચંદ્રએ અવધિજ્ઞાનનો ઉપયોગ કરી જોયું કે, “સુવર્ણ જેવી દેહકાંતિ વાળા ભગવાન મહાવીર સ્વામી હમણાં ક્યા સ્થાને બીરાજમાન છે? ઢાળ : ૨૪ સતી મૃગાવતીને કેવળજ્ઞાન - સૂર્ય ચંદ્રનું મૂળ સ્વરૂપે આગમન પાટ કુસુમ જીન પૂજ પરુપઈ એ દેશી કનક વર્ણ જિન વીર જિનેસર, કોસંબી માંહિ દેખઈ; દશાર્ણભદ્ર પરઈ દોય આવ્યા, કહેદીને આજ સુલેખઈ. •.. ૬૭૦ હોભવિકા ચંદ સૂર હોય વંદઈ..આંચલી. ચોસઠિ ઈદ્ર મિલ્યા જિના આગે, દેવતણી કે કોટયો; વીર જિનેશ્વર ત્રિગડે બઈઠાં, પ્રણમેં બે કર જોડયો. ...૬૭૧હો૦ સૂણી દેસના વલીયા પાછા, તવહોઈ અંધકાર; ચંદનબાલા પરમુખ અજીઆ, વલંતા તેણી વાર હો. ...૬૭૨હો રાત પડતી જાણે અજીઆ, વસ્તી પહેલા સોય; મૃગાવતી વસારી તિહાં, અંધકાર તિહાં હોય. ... ૬૭૩ હો. પડીકમણું કરી ચંદનબાલા, વિઘંઈ કરી સંથારઈ; મૃગાવતી પગે લાગી ખમાર્વે, જાગી સતીને વારઈ. ૬૭૪ હો, મૃગાવતી તો સતીઅ શિરોમણી, ગમન ન સૌભે રાતંઈ; સૂપરિવરી સીખામણ દેતી, નીજ મમ વિજાતીત. ...૬૭૫હો. મૃગાવતી મન સુધિં ખમાવે, માહા અપરાધ જ જાણી; નીજ નંદ્યા શ્રુભ ધ્યાન વરતે, તે હુંઈ કેવલ નાણી રે. ..૬૭૬ હો૦ કાલો અહીદેખી ઉપાડઈ, નીજ ગુરણીનો હાથો; ચંદનબાલા જાગીતાથે, કહે પરમાદ જ ઘાત. ..૬૭૭ હો૦ તેહ ગુરુણી કાહાથ હલાવ્યો, કહેદીઠો મિં સાપ; કાલીયો તિ તું કિમ દેખઈ, છે અતીસઈ કાઈ આપહો. ૬૭૮ હો. મૃગાવતી કહે કેવલ પામી, ગુસણી તુમ પસાઈ; પશ્ચાતાપ કરઈ તિહાં ગુરણી, પ્રણમેં સીષ્યણી પાંઈ. ..૬૭૯ હો. મૃગાવતીના ગુણ તીહાં સમરે, ભલ ઉપસમ મને આપ્યો; કુરગડુ હુઉં કેવલનાણી, ઉપસમ તિહાં વખાણ્યો. . ૬૮૦ હો. (૧) ત્રિ. શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૮, પૃ-૧૫૪. For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ મુની મેતારજ અરજનમાલી, મુનીવર દઢપ્રહારી; ખંધક મુનીવર ઉપસમધારી, પરણ્યો મુગતિ જ નારી. મૃગાવતી ધન ઉપસમધારી, જેહો નીજ અવગુણ જાણ્યો; શુભ ધ્યાંનિં ચંદના લહે કેવલ, તેણીઈ ઉપસમ આણ્યો. અનુક્રમેં દોએ મુગતિ સિધાવે, મૃગાવતી એ ચરિત્ર; ઉદયન ચરિત્ર કહ્યોં મઈ માંડી, કહેતા રીષભ પવીત્ર હો. . . . ૬૮૩ હો ૦ અર્થ :- સુવર્ણસમાન ઉજ્જવલ દેહકાંતિ વાળા જિનેશ્વર પ્રભુ મહાવીર સ્વામીને તેમણે કૌશાંબી નગરીમાં જોયા. દશાર્ણભદ્ર રાજાની જેમ સૂર્ય અને ચંદ્ર બન્ને દેવો પોતાના મૂળ વિમાનમાં બેસી પ્રભુને વંદન કરવા ત્યાં આવ્યા. (તેમના વિમાનના તેજથી ચારે તરફ ઉદ્યોત જોઈ) લોકોએ કહ્યું, “આજે સુંદર (ભાગ્યશાળી) દિવસ ઉગ્યો છે.’’(આ એક આશ્ચર્ય હતું.) .. ...૬૭૦ ચોસઠ ઇન્દ્રો પરમાત્મા મહાવીર સ્વામી સમક્ષ એકઠાં થયાં. તેઓ દેવોના બેસવાના ગઢમાં બેઠા. પરમાત્મા મહાવીરસ્વામી ત્રિગડા ગઢમાં સિંહાસન પર બેઠા. (માનવો, તિર્યંચો, દેવો અને શ્રમણશ્રમણીઓએ) બે હાથ જોડી તેમને વંદન કર્યા. . ૬૭૧ મૃગાવતી સાધ્વીજી પરમાત્માની દેશના શ્રવણ કરી પાછા ફર્યા ત્યારે સૂર્યાસ્ત થવાથી અંધકાર થયો. ચંદનબાળા આદિ પ્રમુખ આર્યાઓ સૂર્યાસ્ત થવાથી તે પૂર્વે ઉપાશ્રયમાં પાછા ફર્યાં. ...૬૭૨ મૃગાવતી આર્યાજીએ જાણ્યું કે રાત પડી ગઈ છે. કાળાતિક્રમના ભયથી ચકિત થઈ તેઓ જલ્દી જલ્દી પોતાના સ્થાને પહોંચ્યા. મૃગાવતી આર્યાજીને સૂર્યના ઉદ્યોતના તેજ વડે દિવસ ભ્રમથી સમયનું ભાન ન રહ્યુ તેથી સમવસરણમાં બેસી રહ્યા.સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા, ત્યાં અંધકાર થયો. ....૬૭૩ ચંદનબાળા આર્યાજીએ નિત્યક્રમ પ્રમાણે પ્રતિક્રમણ કર્યું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક સંથારો કર્યો. મૃગાવતી આર્યાજીએ ઉપાશ્રયમાં આવી પોતાના ગુરુણીને પગે લાગી વારંવાર ખમાવ્યા. ચંદનબાળા આર્યાજી જાગી ગયા. તેમણે પોતાની શિષ્યાને મીઠો ઠપકો આપતાં કહ્યું. ...૬૭૪ ‘મૃગાવતી આર્યાજી ! તમે તો સતી શિરોમણિ સાધ્વીજી છો. તમને રાત્રિના સમયે ઉપાશ્રયની બહાર ફરવું ન શોભે !'' ચંદનબાળા આર્યાજી સારી રીતે પોતાની શિષ્યાને શિખામણ આપતા હતા. મૃગાવતી આર્યાજીએ પોતાના મનમાં અંશ માત્ર કલુષિતતા ન રાખી. ...૬૭૫ મૃગાવતી આર્યાજીએ મનની શુદ્ધિપૂર્વક પોતાના ગુરુણીને ખમાવ્યા. તેમણે જાણ્યું કે, ‘મેં જિનાજ્ઞાનો ભંગ કરી મહાપરાધ કર્યો છે.' તેમને પોતાના દોષોથી નિંદા કરી. શુભ ધ્યાનની વર્ધમાન શ્રેણીએ ૪૫૭ . . . ૬૮૧હો For Personal & Private Use Only (૧) દશાર્ણભદ્ર રાજા – જુઓ પરિશિષ્ટ વિભાગ. (૨) નોંધ : આ અવસરર્પિણી કાળમાં દશ આશ્ચર્યો થયા છે. (૧) અરિહંતને કેવળજ્ઞાન પછી ઉપસર્ગ (૨) ગર્ભનું સાહરણ (૩) સૂર્ય-ચંદ્રના વિમાનનું અવતરણ (૪) ચરમટેંન્દ્રનો ઉત્પાત (૫) અભવી પરિષદ, (૬) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ (૭) ધાતકીખંડની અપરકંકા નગરીમાં કૃષ્ણનું ગમન (૮) અસંયમીની પૂજા (૯) સ્ત્રી તીર્થક૨ (૧૦) હરિવંશ કુળની ઉત્પત્તિ ... ૬૮૨ હો૦ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ચઢતાં તેમણે કેવળજ્ઞાન થયું. ...૬૭૬ કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમણે એક ભયંકર કાળોતરો નાગ જે પોતાના ગુરુણીના હાથ પાસેથી જતો જોયો. તેમણે ગુરુણીનો હાથ બાજુએ કર્યો. ત્યાં ચંદનબાળા આર્યાજી જાગી ગયા.તેમણે પ્રશ્ન પૂછયો ત્યારે મૃગાવતી આર્યાજીએ કહ્યું, ‘‘પ્રમાદથી પ્રાણઘાત થાત.’’ ...૬૭૭ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ ચંદનબાળા આર્યાજીએ પૂછયું, ‘‘તમે ગુરુણીનો હાથ શા માટે હલાવ્યો ?’' મૃગાવતી આર્યાજીએ કહ્યું, ‘મેં એક સર્પ જોયો’' ચંદનબાળા આર્યાજીએ કહ્યું, ‘‘આવા ગાઢ અંધકારમાં તમે કાળો સર્પ કઈ રીતે જોઈ શક્યા ? શું તમારી પાસે કોઈ અતીશય છે.’’ ...૬૭૮ મૃગાવતી આર્યાજી બોલ્યા, “ગુરુણી તમારી કૃપાથી હું કેવળજ્ઞાન પામી છું.'' ચંદનબાળા આર્યાજીએ આ સાંભળી ખૂબ પશ્ચાતાપ કર્યો. તેમણે પોતાની શિષ્યાના ચરણોમાં નમસ્કાર કર્યા.... ૬૭૯ હે ભવ્યજીવો! મૃગાવતી આયાર્જીના ગુણોનું સ્મરણ કરો. તેમણે શ્રેષ્ઠ ઉપશમ ભાવથી મનને ભાવિત કર્યું. 'કુરગડુ મુનિ ઉપશમ ભાવથી કેવળજ્ઞાની બન્યા. પ્રશમ ભાવ સર્વત્ર પ્રશંસનીય છે !... ૬૮૦ મુનિ મેતાર્ય, મુનિ અર્જુનમાળી, મુનિ ઢંઢપ્રહારી, મુનિ બંધક ઈત્યાદિ મુનિવરો ઉપશમ ભાવધારી હતા. તેઓ સર્વે ઉપશમ રસમાં ઝીલીને મુક્તિરૂપી સ્ત્રીને પરણ્યા. ...૬૮૧ સાધ્વી મૃગાવતીજી ધન્ય છે ! તેઓ ઉપશમ ભાવના ધારક હતા. જેમણે સ્વદોષ દર્શન કર્યા. ચંદનબાળા આર્યાજી પણ શુભધ્યાનની શ્રેણીએ ચઢયા. તેમણે કેવળજ્ઞાન મેળવ્યું. તેમણે પણ સ્વદોષ દર્શન કરી પ્રશમ ભાવ પ્રગટ કર્યો. ૬૮૨ ...૬૮૩ અનુક્રમે સંયમનું પાલન કરતા તેઓ મુક્તિપુરીમાં પ્રવેશ્યા. આ મૃગાવતી સાધ્વીજીનું ચરિત્ર છે. કવિ ઋષભદાસ કહે છે કે ઉદાયનરાજાનું ચરિત્ર મેં તમને સવિસ્તાર માંડીને પૂર્વે કહ્યું છે. દુહા : ૩૪ ત્રીજું વરદાન – અગ્નિનો ઉપદ્રવ ઉપશાંત એહ કથા વિવરી કહઈ, પૂણ્યવંત અભયકુમાર; ચંદપ્રદ્યોતન પૂછતો, એક દિન અસ્યો વિચાર. વાર વાર અગની તણો, પુરમાહાં પ્રભવ જ હોય; અભયકુમાર કહો કિમ ટલે, ભાખો વચન સોય. ચ્યારે બુધિ તણો ધણી, બોલ્યો અભયકુમાર; તીતર તીતરનેં ધરઈ, મહીમેં મહીષ પ્રહાર. ... For Personal & Private Use Only ૬૮૪ ...૬૮૬ (૧) કુરગડુ મુનિ : ધર્મઘોષ આચાર્ય પાસે ધનદત્ત શેઠના નાના પુત્ર કુરઘટે(કુરગડુ) દીક્ષા લીધી. ક્ષમા તેમનો મુખ્ય ગુણ હતો. આચાર્ય મહારાજ શ્રીપુર નગરે પહોંચ્યા. તેઓ નિત્ય આચાર્ય મહારાજની ગોચરી લાવી વૈયાવચ્ચ કરતા હતા. તેઓ સ્વયં તપશ્ચર્યા કરી શકતા ન હતા. એક દિવસ તેઓ ભીક્ષા લાવી વાપરવા બેઠા. તેવામાં માસક્ષમણના તપસ્વી મુનિએ તેમને કહ્યું, મેં તારી પાસે થૂકવાનું વાસણ માગ્યું. તું તે આપ્યા વિના જ ભોજન ક૨વા બેસી ગયો ? તું ક્ષમાવંત શેનો ? તારા ભોજનમાં જ હું બળખો નાખું છું. હવે હું જોઉં છું કે તું કેવી રીતે ખાય છે?'' તપસ્વી મુનિ ભોજનમાં થૂક્યા. કુરગડુ મુનિએ કહ્યું, “મહાત્મન્ ! હું બાળક છું. મારી ભૂલ થઈ ગઈ. મારા ધનભાગ્ય કે તમારા જેવા તપસ્વીનો બળખો મારા ભોજનમાં '' પોતાના દોષોની નિંદા કરતાં બળખાવાળો આહાર વાપરતાં તેઓ કેવળી બન્યા. (ભરહેસરની કથાઓ, પૃ. ૧૨૦.) પડ્યા. ...૬૮૫ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ••૬૮૭ •••૬૮૮ •••૬૮૯ હીરઈ હીરો વીંધીઈ, મછ મછનેં ખાય; કાષ્ટ કાષ્ટનેં કાપતો, દેઈ કોહાડા ઘાય. કાંટ) કાંટો કાઢીઈ, જાતિ જાતિને ખાઈ; અગનેં અગન વીણાસીઈ, સૂણો અવંતીરાય. અગનનું ઉષધ અગની સહી, લાગઈ અગની જામ; સાતમી અગન લગાડીઈ, અગનિ ઉલાહતા. અગની લાગી જબ તીહાં, સાતમી અગન કરે; અગનિ ઉપદ્રવ વટલ્યો, પૃથવી પતિ હરખેહ. •..૬૯૦ અભયકુમાર માંગો સહી, જે તુમ રીદય મઝારિ; અભયકુમાર કહે માંગચું, હવડાં વર ભંડારિ. ...૬૯૧ અર્થ - પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી અભયકુમારે આ કથા ચંડપ્રદ્યોતનરાજાને વિસ્તારપૂર્વક કહી. ચંડપ્રદ્યોતનરાજાએ એક દિવસ એવો કોઈ વિચાર આવ્યો તેથી તેમણે અભયકુમારને પૂછયું. ...૬૮૪ ઉજ્જયિની નગરીમાં વારંવાર અગ્નિનો ઉપદ્રવ થાય છે. નગરમાં અગ્નિ જ્વાળાઓનો પ્રભાવ ચારે બાજુ ફેલાયો છે. અભયકુમાર!આ અગ્નિ કેવી રીતે શાંત થશે? તેનો કોઈ ઉપાય કહો.”...૬૮૫ ચાર પ્રકારની બુદ્ધિના જ્ઞાતા એવા મહામંત્રી અભયકુમારે કહ્યું, “એક તેતર બીજા તેતરને પકડે છે. એક પાડો બીજા પાડાને પ્રહાર કરે છે. ...૬૮૬ હીરાથી હીરો વીંધાય છે. મોટી માછલી નાની માછલીને ખાય છે. લાકડું કુહાડાના ઘા વડે લાકડાને કાપે છે. ..૬૮૭ શલ્યથી શલ્ય દૂર થાય છે. ઉત્તમ જાતિવાન કનિષ્ઠ જાતિવાનને દબાવે છે. અગ્નિથી અગ્નિ નષ્ટ થાય છે. તે અવંતીરાય !તમે સાંભળો. ...૬૮૮ તેવી જ રીતે અગ્નિને ઠારવાનું ઔષધ પણ અગ્નિ જ છે જ્યારે ભયંકર અગ્નિ લાગે ત્યારે તેની સામે આગ લગાડવી જેથી અગ્નિથી અગ્નિ ઓલવાઈ જશે.” ..૬૮૯ એકવાર નગરમાં જ્યારે અગ્નિ વાળા ભભૂકી ઉઠી ત્યારે તેની સામે બીજી અગ્નિ પ્રજાળવામાં આવી તેથી અગ્નિનો ઉપદ્રવ શાંત થયો.' ત્યારે ચંડપ્રદ્યોતનરાજા ખુશ થયા. ... ૬૯૦ ચંડપ્રદ્યોતનરાજાએ ખુશ થઈ કહ્યું, “અભયકુમાર! તમે કંઈ વરદાન માંગો. તમને જે સંપત્તિ જોઈએ તે માંગો.” અભયકુમારે કહ્યું, “હમણાં વરદાન તમારા ભંડારમાં થાપણે મૂકો.” ...૬૯૧ ચોપાઈ : ૧૪ ચોથું વરદાન - મરકીનો ઉપદ્રવ શાંત વર ભંડારિ મુક્યો જસિં, નગરી માહા મારગી હુઈ તમેં; અભયકુમારને પુછે તેહ, કેહી પરિટલમેં મારગી એહ. ...૬૯૨ (૧) મહાસતી-શિવાદેવીના સ્નાનનું જળ અગ્નિ ઉપર છાંટવામાં આવવું તેથી અગ્નિ શાંત થઈ ગયો (સંસાર સપના કોઈ નહિ અપના : પૃ.૧૧૬) For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ અર્થ : કવિ ઋષભદાસ કૃત બુધિનીધાન કહૈ અભયકુમાર, રાણી સકલ પરિહઈ શિણગાર; સકલ સભામાં એકઠી કરી, બઈસો રાય તમ્યો મન ધરી. નયણોં નયણ મેલ્યો નર નારિ, લોચન વીશાલ રહે તેણે ઠારિ; અલગી કીજે તે સુંદરી, પછે બુધિ કહું હું ખરી. ભૂષિં મેલી સઘલી નારિ, દ્રીષ્ટવાદ કરે તીણે ઠારિ; ભરત બાહુબલની પરિ સોય, નયણ વીકાશ કરી સહૂ જોય. મેખોનમેખ હુંઈ સહૂ નરિ, ભૂપતિ મૂર્કિ એણિંઠારિ; અંતિ રાજા તિહા હારેહ, સીવાદેવી રાણી જે તેહ. અભયકુમાર જણાવી વાત, તેણઈ બુધિ દીધી જગ વીખ્યાત; ક્રુર તણી બલિ ભલેહ, રાત્રિં ભૂત નઈ બલી દીજંઈ. રાત્રિં સીઆલ રુપ ઈક છેહ, ઊભો ઘડનેં જે બત્રિસેહ; મારયા મુખમા હાર્થિ કરી, બલિં મુકઈ જ શવા સુંદરી. રાધા ક્રુર બલિ દેતી સહી, બલિં ભૂત ત્યારેં ગહી ગહી; થાસઈ સાંતિ ઉપદ્રવ ટલે, અસ્સું કહીને વ્યંતર વલે. દાનિં દેવ માનવ વશ થાય, દાન ઈ વાંકા લાગઈ પાય; દાનેં કષ્ટ ચાલી સહી જાય, દાને મોહોત દીંઈ નર રાય. દાનિ રંજ્યો વ્યંતર દેવ, મરગી સિંહા ટાલે તતખેવ; ટલ્યો ઉપદ્રવ હુઉં જયકાર, માંગો વર તુમ અભયકુમાર. ‘શ્રી અભયકુમાર રાસ’ ...૬૯૩ For Personal & Private Use Only ..૬૯૪ ••• ૬૯૫ ...૬૯૭ ... ૭૦૧ રાજાએ તે વરદાન ભંડારમાં મૂક્યો. ત્યાં ઉજ્જયિની નગરીમાં મહામારી મરકીનો રોગ થયો. (પ્રતિદિન હજારો લોકોનું મૃત્યુ થતું) ચંડપ્રદ્યોતનરાજાએ પુનઃ અભયકુમારને ઉપાય પૂછયો. ‘‘આ મહામારી મરકીનો રોગ કઈ રીતે શાંત થશે ? તેનો કોઈ ઉપાય કહો.'' ૬૯૨ અભયકુમારે ઉપાય બતાવતાં કહ્યું, ‘“હે રાજન્ ! સર્વ રાણીઓ પોતાના શરીરે સોળ શણગાર કરે. ત્યાર પછી તેમને સભામાં એકત્રિત કરો. મહારાજ ! દરેક રાણીને તમારી સામે બેસાડો. ૬૯૩ રાજસભામાં રાજા અને રાણી ઉન્મેશ નયને લોચન વિસ્તીર્ણ કરી જુએ. જે સ્ત્રીના લોચન બીડાઈ જાય તેને અલગ કરવામાં આવે. (વિભૂષિત થયેલી સર્વ રાણીઓમાં જે રાણી દ્રષ્ટિથી તમને જીતી લે તેનું નામ મને આપજો.) ત્યાર પછી હું સાચો ઉપાય કહીશ.'' .૬૯૪ ૬૯૬ • ૬૯૮ ...૬૯૯ ... ... ૭૦૦ ચંડપ્રદ્યોતનરાજાએ સઘળી રાણીઓને પોતાને સામે બેસાડી. તેમની સાથે તેમની સાથે દૃષ્ટિથી વાદ (યુદ્ધ) કરવા લાગ્યા. ભરત અને બાહુબલિની જેમ બધા પોતાના નયનોને વિસ્તૃત ક૨ી એકબીજાને (અનિમેષ નજરે) જોવા લાગ્યા. ...૬૯૫ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ ...૬૯૭ બધી રાણીઓ મેખોભેખ (આંખ ઉઘાડ-બંધ કરવી) થઈ. ચંડપ્રદ્યોતનરાજાએ તેમને શરત અનુસાર બાજુ પર કરી. છેવટે રાજા પણ હારી ગયા. એક માત્ર શિવાદેવી રાણીની જ જીત થઈ... ૬૯૬ ચંડપ્રદ્યોતનરાજાએ (ઉજ્જયિની) નગરમાં મરકીના ઉપદ્રવની શાંતિ માટે અભયકુમારને વાત કરી કારણકે જગતમાં તેમની બુદ્ધિ જગ વિખ્યાત હતી. તેમણે એક જગ પ્રસિદ્ધ ઉપાય બતાવતાં કહ્યું, “ભાત (કૂર)નાં બાકુલા (બલિ) સારા પ્રમાણમાં બનાવી રાત્રિકાળે શિવાદેવીરાણી પોતાના હાથે ભૂત-પિશાચને બલિ આપી તેમની પૂજા કરે. રાત્રિકાળે જે ભૂત શિયાળાનું રૂપ લઈ આવશે, તેનું ઘડ એક પરંતુ મુખ બત્રીસ હશે. તેને શિયાળ સમજી મારશો નહીં પરંતુ શિવાદેવીરાણીના હાથે તેના મુખમાં કુર મૂકાવજો.' ...૬૯૮ શિવાદેવીએ રાત્રિના સમયે પિશાચને પોતાના હાથે કૂરબલિ તેના મુખમાં મૂક્યો. પિશાચે પણ ખુશ થઈ બલિનું ભક્ષણ કર્યું. “મહામારી (અશિવ) નો ઉપદ્રવ દૂર થશે તેમજ સર્વત્ર શાંતિ પ્રસરી જશે.” વ્યંતર દેવ એવા આર્શીવાદ આપી ચાલ્યો ગયો. દાનથી દેવ અને માનવ વશીભૂત છે. દાન આપવાથી આપણાથી વાંકા (અવળા) ચાલનારા પણ નમ્ર બની પગે પડે છે. દાન આપવાથી વિપત્તિઓ પ્રતિકૂળતાઓ દૂર થાય છે. દાનથી મોહ પામીને રાજા પણ સન્માન આપે છે. ... ૭૦૦ દાન આપવાથી વ્યંતર દેવ પણ ખુશ થયા. તે જ ક્ષણે મહામરકીના (અશિવ) રોગનું નિવારણ કર્યું. નગરમાંથી મરકીનો ઉપદ્રવ દૂર થતાં સર્વત્ર શાંતિ થઈ ગઈ. ચંડપ્રદ્યોતનરાજાએ ફરીથી અભયકુમારને વરદાન માગવાનું કહ્યું. ... ૭૦૧ પ્રતિજ્ઞા પાલક અભયકુમાર ચઢો રાય અનલગિરી જઈ, સીવાદેવી તુમ પાસે સહી; હું બેસું માસી ઉછંગિ, અગનિ ભીરુ રથ આણો રંગિ. .. ૭૦૨ તેના કષ્ટ ફાડી ચહઈ કરો, અગિન લેઈ તે માંહઈ ધરો; એણી પર્વે વિલસેં અભયકુમાર, જાસૂવરદીધી તુમ ચ્યાર. ખન ખેદ થયો મહારાજ, કેહી પરિ વર આપું છું આજ; નામુંતો બોલ જ મુઝ જાય, કુમર તણે નૃપ લાગો પાય. તુઝ સાથે નવિ ચાલ્યોં સહી, મિં મુંકયો જા ધરિ વહી; જાતો કહે નૃપ ચૂકા સહી, ધર્મ કપટંઈ મુઝ આણ્યો ગ્રહી. દિવસે લોકમલિ સમદાય, ત્યારે તુમ લેઈ જાઉં રાય; ચંદપ્રદ્યોતન લે તઈ નામિ, તોહ ખરો લેઈ જાઉં ગામિ. ૭૦૬ હસી રહ્યો ઉજેણી ધણી, અભયકુમાર ચાલ્યો ઘર ભણી; શ્રેણિક સુનંદા નઈ મલ્યો, ઘણા દીવસનો દુખહાટલ્યો. •.. ૭૦૩ ••• ૭૦૪ ••• ૭૦૫ • ૭૦૭ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ જાણું ચકોર મેં મલીઉં ચંદ, દેખી સૂર કમલ આનંદ; જાણો મોરનેં મલીઉં મેહ, પાંડવ કુંતી જસ્યો સનેહ. એણી પરુિં અભયકુમાર સ્સું નેહ, મલતા સીતલ હુઈ દેહ; શ્રેણિક તાત સમીપેંહ રહંઈ, પૂરવ વૈર હંઈઆમ્લા વહઈ. ઘણો કાલ વહી ગયો સહી, કુમરી બિ ગુણિકાની ગ્રહી; નવ જોવન સુંદર આકાર, કલા રુપ ન લાધે પાર. અસી નારી લીધી સિંહા હોય, પોતે વાણિગ વેર્સે હોય; ઉજેણી ગયો અભયકુમાર, રાજ પંથિ રહયો નર સાર. વસીઉ મંદીર અભયકુમાર, રચે કપટ નર અતિ અપાર; ગોખિં બંઈસે કુમરી હોય, મૃગનયણી ચિહું પાસા જોય. એક દીન હોય કરે શિણગાર, મહીપતિ દેખઈ તેણી વાર; નાગ કુમારી સુર સુંદરી, વિદ્યાધરી કિંનર કિંનરી. ચંદ મુખિને કટી પાતલી, દેખી રાય ગયો મન ગલી; પ્રેમ કરીને નરપતિ જોય, પ્રીતિં નિરખેં દુંદરી હોય. નેત્રઈ નેત્ર મનેિં મન મિલે, નૃપની ડાઢિ ઘણેરું ગલેં; ઘર જઈ દૂજી એક મોકલી, આ વીસ્ત લેઈ તે ભલી. આપી ભેટિનેં બોલી દાશ, તુમ આવોની રાજા પાસ; ખીજી કુંમરી ત્યારે હોય, હાકી કાઢી દૂજી સોય. ચંદ પ્રદ્યોતનનેં કહૈ વાત, એહથી કાંમ નૌઢે નર નાથ; આશા તોહેન મુંકે રાય, દૂજી પાઠવી તેણે ઠામ. આપી ભેટિ કરે વીનતી, કુમરી રહૈ દિહિલો નરપતિ; સતી સંઘાતિં વંછે ભોગ, એતો દુલહો મિલેં સંજોગ. સૂણી દાશ ગઈ પાછી વલી, નૃપ આશા એથી નવિ ફલી; સતિ નામ ધરઈ તેહ, તે સાથિં કિમ હોસઈ નેહ. નિજ જન ગણી જાતી લાજ, જાણે જિમ તિસ હોઈ કામ; દૂડી પાઠવી ત્રીજી વાર, આપી ભેટિ નિ બોલી સાર. ત્યારે કુમરી બોલી ઈસ્યું, વારંવાર કહે નૃપ કસ્યું; એ રાગી તમ અમનેં રાગ, ભાઈ ભેટે એ ન મલે લાગ. મુઝ બંધવ એ બાહિર જાય, ત્યારઈ રાજા પરગટ થાય; તો તસ સાંચ મલે સાઈ તહી, વાત જણાવો નૃપ નઅં તહી. For Personal & Private Use Only ... ૭૦૮ ... ૭૦૯ ... ૭૧૦ ... ૭૧૧ ... ૭૧૨ *** ૭૧૩ ... ૭૧૪ ... ૭૧૫ ... ૭૧૬ ... ૭૧૭ ... ૭૧૮ ... ૭૧૯ ...૭૨૦ ૭૨૧ ...૭૨૨ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ ••• ૭ર૩ . ૭૨૪ ••• ૭૫ ••• ૭ર૬ ••• ૭૨૭ ... ૭૨૮ ૭૨૯ દૂડી વાત કહઈ નૃપ જઈ, ચંદપ્રદ્યોતના હરખ્યો સહી; મુઝ બલ્યાડો દેખઈ કીર, નવિ દેખેંબુધો નઈ તીર. નરપતી હઈડ હરખ્યો જસૈ, હુમરી ઠુમર તિણે કહેતસે; ચંડપ્રદ્યોતન અહી આવસે, અભયકુમાર તમ ઝાલો અસે. અભયકુમાર બુધિ હઈડે ધરે, એક સેવક નઈ ગિહલો કરે; ચઉટે પેરણ કરતો ફરે, અભયકુમાર લેઈ ઘર સંચરે. નીત્ય કુંજા વાજાંઈ જસે, ઘણી બુખ પાડે તે અસે; મુંકાવો મુઝ સઘલાં લોક, ચંદપ્રદ્યોતન ગહલો ફોક નીતિ ગિહલાઈ કરતો બહુ, ઝોંટી ખાઈ જનનું સ સાથિં લોક ભમઈ કઈ લખ, મધપુડો યમ વીધો મખ. નીતિ એમકતોલ થાય, થાકાલોક ન જોવા જાય; ગિહલો ઉછલે કરંઈ અચાય, એમ કરતાંદીન કેતા જાય. સાત દીવસનિં અંતર જોય, ચંદપ્રદ્યોતન આવ્યો સોય; જોઈ લાગ ચઢયો માલીઈ, મૃગ નયણી પ્રમેં ભાલીઈ. વિષય અંધ વીમાસું નહી, શકટમાંહિ પડીસ્યુ કહી; જાણ પૂરષતેહઈ અજાણ, પરઘર પૈઠા હોય પરાણ. જિમ મેગલ ફરસેંદ્રી કાય, પડયો અજાણ્યે આવઈ વાવ; રસનાને રસ વાહયો મીન, ખોઈ પરાણ મછ મુરખહીન. પ્રેમલ વાહ્યો ભમરો જેહ, કમલમાંહિ બંધાઈ તેહ; આખેં વાહ્યો પડયો પતંગ, અગનમહિી પર જલે અંગ. કરણ વસે મોહઈ મૃગહરણ, સંકટ પડીઆ પામે મરણ; એતા પશુનલહી કે સાર, વિષય પુરષ તણાં ઘીકાર. જાણી દેખી કુપે પડેઈ, મૂઉં મુંઝ ઘર ઘરરડ વાઈ; ચંદ પ્રદ્યોતન આવી ચઢે, પુરષે તિહાં બાંધ્યો રાસડે. આવ્યો રાવત અલી સાંકડઈ, વિષ ધરવાં કો ઘાલ્યો ઘડે; મેંગલ પડયો અજાણ્યે માંહિ, બલપ્રક્રમનવિ ચાલે તાંહિ. ચંદપ્રદ્યોતને ઘાલ્યો ખાટિ, બાંધિ પુરષ લેઈ ચાલ્યા વાટિ; ચઉટાવચિં પૂકારેં ઘણીં, કહેણ ન સૂણતા કૌતેહ તણું. અરે હું ચંદપ્રદ્યોતન રાય, અભયકુમાર મુઝ ઝાલી જાય; સુભટ લોક ન ઘાંઈ કોઈ, ચંદપ્રદ્યોતન ગિહેલોય. ... ૭૩૦ ૭૩૧ •.. ૭૩૨. ••• ૭૩૩ ... ૭૩૪ ••• ૭૩૫ . ૭૩૬ .. ૭૩૭ For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ કવિ ઋષભદાસ કૃત શ્રી અભયડ સેષ્ઠિ તણોં એ દાસ, ગહલો સહૂંઈ જાણે જાસ; વૈદ તણઈ ઘર જાતા હસે, સ્યું જોવા જઈયે વલી તસે. ઉવેખી મુંક્યો નર જસૈ, ભૂપતિનેં લેઈ ચાલ્યો તસૈ; કોસે કોસે રથ ફેર હૈ, રાજગૃહીમાં આણ્યો હવે અભયકુમાર વચન રંઈ તહી, બોલ્યો વચન પલ્યું કે નહી; ચંદપ્રદ્યોતન કહે તેણીવાર, તાહરી બુધ્ધિ નઈ સદા અપાર. અભયકુમાર તિહાં હરખ્યો સહી, ચંદપ્રદ્યોતનનો કર ગ્રહી; શ્રેણિક આગલ આણ્યો જસેં, કાઢયો ખડગ હણેવા તસ. અભયકુમારે ઝાલ્યો હાથ, ધરિ આવ્યા નવિ હણીઈ નાથ; મુઝને તિહાં રાખ્યો શ્રુભ પરિ, ઉત્તમ ન હણે આવ્યો રિં. શ્રેણિક નઈ સમઝાવી કરી, પ્રદ્યોતો પહિરાવ્યો ફરી; તવ માન્યો પોહોતો નીજ ધરિ, ઉંછવ સિંહા હુઆ બહુ પેંરિ. અભયકુમારની બુધિ પ્રમાણ, પ્રસંસતા નર જાંણ સુજાણ; પોતઈ બુધિ ભલિ જસ ચ્યાર, રીષભ કહૈ ધન અભયકુમાર. અર્થ :- અવસર જોઈને અભયકુમારે વગદાન માંગતા કહ્યું, “હે રાજન્ ! તમે અનલિગિર હાથી ઉપર મહાવત બની સવારી કરો. શિવાદેવી રાણીને તમારી પાસે બેસાડો. હું મારી માસી શિવાદેવીના ખોળા (ઉત્સંગ) માં બેસું. તમે અગ્નિભીરૂ રથ આનંદપૂર્વક મંગાવો. ૭૪૪ અભયકુમાર રાસ’ For Personal & Private Use Only ૭૩૮ ... ૭૩૯ ... ૭૪૦ ...૭૪૧ ...૭૪૨ ...૭૪૩ ... ૭૦૨ અગ્નિભીરૂ રથને તોડાવી તેના કાષ્ટની ચિતા ખડકાવો. તે ચિતામાં અગ્નિ પ્રગટાવો. ત્યારપછી તે ચિતામાં આપણે પ્રવેશ કરીએ. તો હું જાણું કે તમે મને ચાર વરદાન પાછા આપ્યા છે'' આ પ્રમાણે અભયકુમાર ચતુરાઈપૂર્વક બોલ્યા. ... ૭૦૩ ચંડપ્રદ્યોતનરાજા આ સાંભળીને (અવાક્ બન્યા) ખેદ પામ્યા. હું આજે (ઉજ્જયિનીના પ્રાણ સમાન રત્નો) અભયકુમારને શી રીતે વરદાનમાં આપી શકું ? જો વરદાનમાં ન આપું તો મારા વચનો મિથ્યા થાય. ચંડપ્રદ્યોતનરાજા બુદ્ધિનિધાન અભયકુમારના પગે પડયા. ... ૭૦૪ ચંડપ્રદ્યોતનરાજાએ કહ્યું, ‘‘હું તમારી સાથે ન આવી શકું પણ હું તમને અહીં મુક્ત કરુ છું. તમે હવે ખુશીથી રાજગૃહી નગરીમાં જઈ શકો છો.'' અભયકુમારે કહ્યું, ‘“મહારાજ ! તમે જવાનું કહીને ભૂલ કરી રહ્યા છો. તમે મને ધર્મના નામે ઠગીને અહીં લાવ્યા છો. ૭૦૫ હે મહારાજ! ઘોળા દિવસે (ઉજ્જયિનીની બજારમાં) જ્યારે લોકોની ભીડ હશે ત્યારે નગરની વચ્ચેથી તમને ‘હું રાજા છું' એવો પોકાર કરતા હશો ત્યારે લઈ જઈશ. ચંડપ્રદ્યોતન નામના રાજાને મારા દેશમાં બંદી બનાવી લઈ જાઉં તો જ હું ખરો અભયકુમાર કહેવાઉં.'' ... ૭૦૬ ચંડપ્રદ્યોતનરાજાએ બાળક સમજી અભયકુમારની વાતને હસીને કાઢી નાખી. અભયકુમારે Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ રાજગૃહી નગરી તરફ પ્રયાણ કર્યું. અભયકુમાર નગરમાં આવી પોતાના પિતા શ્રેણિક મહારાજ અને માતા સુનંદાદેવીને મળ્યા. પુત્ર મિલનના આનંદથી માતા-પિતાનું ઘણા દિવસોનું દુઃખ દૂર થયું. ... ૭૦૭ ચકોર પક્ષીને ચંદ્રમાના મિલનથી અને કમલ પુખને સૂર્યના ઉદયથી અતિશય આનંદ થાય છે. પાંડવોને જેવો માતા કુંતી પ્રત્યે નેહ હતો, તેવો મોરને મેધરાજાના આગમન પ્રત્યે છે. ... ૭૦૮ એ જ રીતે અભયકુમાર પ્રત્યે મહારાજ શ્રેણિક અને સુનંદારાણીનો સ્નેહ હતો. તેમનું મિલન થતાં સૌના હૃદયમાં શાંતિ થઈ. અભયકુમાર પોતાના પિતા શ્રેણિક મહારાજાની સમીપમાં રહ્યા પરંતુ ચંડપ્રદ્યોતન રાજા પ્રત્યે હૃદયમાં જે વૈરભાવ હતો તે કાયમ રહ્યો. .. ૭૦૯ અનુક્રમે ઘણો સમય પસાર થઈ ગયો. અભયકુમારે બે યુવાન કન્યાઓને ગણિકા પાસેથી મેળવી. આ કન્યાઓ નવ યોવન, સ્વરૂપવાન અને સુંદર મુખાકૃતિવાળી હતી. તેઓ કલાકૌશલમાં પ્રવીણ અને અપાર સોંદર્યવાન હતી. ... ૭૧) અભયકુમારે બે (ચતુર અને સુંદર) સ્ત્રીઓને પોતાની સાથે લીધી. પોતે સ્વયં (વણિક)વ્યાપારીનો વેશ ધારણ કર્યો. તેઓ ઉજ્જયિની નગરીમાં આવ્યા. ઉજ્જયિની નગરીના રાજમાર્ગ પર સુંદર હાટ માંડીને રહ્યા. ... ૭૧૧ અભયકુમારે રહેવા માટે એક શ્વેત મહેલ ભાડેથી લીધો. તેમણે ત્યાં રહી અપાર ઠગ વિદ્યા આદરી. મહેલના ઝરૂખામાં શણગાર સજીને બન્ને યુવાન કન્યાઓ (સોના અને રૂપા) બેઠી. તેમની આંખો મૃગનયની જેવી ચંચળ અને અણિયાળી હતી. તેઓ ચારે બાજુદષ્ટિ કરી ટગર ટગર જોવા લાગી. ... ૭૧૨ એક દિવસ બન્ને કુમારિકાઓ સોળે શણગાર સજી રાજમહેલની અટારીમાં બેઠી હતી. તે સમયે રાજમાર્ગ પરથી પસાર થતાં તેમને જોઈ ચંડપ્રદ્યોતનરાજાએ ચિંતવ્યું, “શું આ કોઈ નાગકન્યાઓ છે કે પછી કોઈ સ્વર્ગલોકની સુરસુંદરીઓ છે? શું આ કોઈ વિદ્યાધર કન્યાઓ છે કે પછી કોઈ કિન્નર દેવોની પુત્રીઓ કિન્નરીઓ?' ... ૭૧૩ તેમનું મુખકમળ ચંદ્ર જેવું ગોળમટોડ હતું. તેમની કમર અત્યંત પાતળી હતી. કન્યાઓનું સૌંદર્ય જોઈ લોલુપી ચંડપ્રદ્યોતનરાજાનું મન (તેમને મેળવવા) લાલાયિત થયું. કામાંધ ચંડપ્રદ્યોતનરાજા તેમને વિકારી નજરે જોવા લાગ્યા. કન્યાઓ પણ તેમને મોહપાશમાં નાખવા પ્રીતિભરી નજરે જોવા લાગી... ૭૧૪ પરસ્પર આંખોથી આંખો અને મનથી મન મળ્યાં. (રાજા કન્યાઓને મળવા આશક્ત બન્યા) તેમનાં સૌદર્યને જોઈ રાજાની દાઢમાંથી મોહનો તીવ્ર રસ ઝરવા લાગ્યો. તેમણે શીધ્ર એક ચતુર અને વિશ્વાસુદાસીને આ કન્યાઓ પાસે મોકલી. દાસી સુંદર, કિંમતી વસ્તુઓ ભેટ લઈ ત્યાં આવી. ... ૭૧૫ દાસીએ કિંમતી વસ્તુઓ ભેટ ધરી આમંત્રણ આપતાં કહ્યું, “તમે અમારા રાજા ચંડપ્રદ્યોતન પાસે પધારો. (તેઓ તમને મહારાણી બનાવવા ઇચ્છે છે. તેઓ તમારા રૂપથી અત્યંત મુગ્ધ બન્યા છે.)” બન્ને કુમારિકાઓએ આ વાત સાંભળી કૃત્રિમ ગુસ્સો કરી દાસીને ત્યાંથી ધમકાવી કાઢી મૂકી. ... ૭૧૬ દાસી ચંડપ્રદ્યોતનરાજા પાસે આવી. તેણે સર્વવૃત્તાંત કહ્યો. તેણે કહ્યું, “મહારાજ ! આ કન્યાઓથી For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ આપનું કાર્ય સરે તેમ નથી. (આ કન્યાઓ સરળતાથી વશ થાય તેમ નથી, છતાં ચંડપ્રદ્યોતનરાજાએ કન્યાઓને મેળવવાની આશા છોડી નહીં. તેમણે બીજે દિવસે દાસીને પુનઃ ત્યાં મોકલી. ... ૭૧૭ દાસીએ કિંમતી વસ્તુઓ કન્યાઓને ભેટ આપી. તેણે વિનંતી કરતાં કહ્યું, “બહેન! તમે બન્નેએ અમારા રાજાનું દિલ જીતી લીધું છે તેથી તમે અમારા રાજા પાસે ચાલો.' કન્યાઓએ હળવો રોષ કરી કહ્યું, “દૂતી ! એક સતી સ્ત્રી પાસેથી કામભોગની ઈચ્છા કરવી શું શોભનીય છે? તેવા સંયોગો પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે.” (અભયકુમારની ડ્યૂહરચના અનુસાર પુનઃ પરિચારિકાને કન્યાઓએ ભગાડી મૂકી)... ૭૧૮ દાસી આ સાંભળીને ત્યાંથી નિરાશ વદને પાછી ફરી. તેણે આવીને રાજાને કહ્યું, “મહારાજ! આ કન્યાઓથી આપની મહારાણી બનાવવાની ઈચ્છા પૂર્ણ નહીં થશે. તેઓ પોતાને સતી સ્ત્રીઓ તરીકે ઓળખાવે છે. તેમની સાથે સ્નેહના સંબંધો શી રીતે બંધાશે? ... ૭૧૯ લોક સમુદાયમાં આપણી લાજ જશે. હે મહારાજ! આ કાર્ય અશક્ય છે તે જાણો.” રાજાએ (નિરાશ ન થતાં) પુનઃ ત્રીજીવાર દાસીને ત્યાં મોકલી. દાસીએ જઈ કન્યાઓને ઉત્તમ વસ્તુઓની ભેટ આપી રાજાની ખૂબ પ્રશંસા કરી. ... ૭૨૦ ત્યારે કન્યાઓએ કહ્યું, “રાજા વારંવાર શું એકની એક વાત કહે છે? તમારા રાજા અમારા ઉપર મોહિત છે, તેમ અમે પણ તેમના રૂપમાં મોહિત છીએ. જ્યાં સુધી અમારા સદાચારી ભાઈ રક્ષા કરે છે, ત્યાં સુધી રાજા સાથે મિલાપ નહીંથાય. ... ૭૨૧ અમારા ભાઈ જ્યારે બહારગામ જાય (પાગલભાઈ પ્રદ્યોતનને બાંધી વૈદ્ય પાસે લઈ જાય ત્યારે બપોરના સમયે તમારા રાજા ગુપ્તપણે અહીં આવેતો) ત્યારે તેમને મળવાનો અવસર પ્રાપ્ત થશે. આ વાત જઈને તમે તમારા રાજાને જણાવો. (તેઓ એકલા, સાદા વસ્ત્રોમાં અહીં આવે)'' ...૭૨૨ દાસીએ ખુશ થઈને સર્વ વાત રાજાને જણાવી. ચંડપ્રદ્યોતનરાજા આ સાંભળીને પ્રસન્ન થયા. જેમ પાળેલો બિલાડો ખીર જોઈ ખાવા લલચાય છે પરંતુ બુદ્ધિપૂર્વક (લાકડી) તીરના નિશાનને જોતો નથી. (તેમ ચંડપ્રદ્યોતનરાજા છેલછબીલી કન્યાઓની ખૂબસૂરતી પ્રત્યે લલચાયા, તેનું પરિણામ શું આવશે તેનો તેમણે વિચાર કર્યો) ... ૭૨૩ કન્યાઓની વાત સાંભળી રાજા મનમાં ખૂબ હરખાયા. ત્યારે કન્યાઓએ અભયકુમારને જણાવતાં કહ્યું, “મંત્રીશ્વર! ચંડપ્રદ્યોતનરાજા અમારાથી આકર્ષાઈને અહીં જરૂર આવશે. ત્યારે તમે તેમને જરૂરથી પકડી લેજો.” ... ૭૨૪ અભયકુમારે એક યુક્તિ હૃદયમાં વિચારી. તેમણે દેખાવમાં ચંડપ્રદ્યોતનરાજા જેવો જ એક માણસ સેવક શોધી કાઢયો તે પાગલ બનવાનો સુંદર અભિનય કરવા લાગ્યો. તેનું નામ પ્રદ્યોતકુમાર રાખ્યું. તે ઉજ્જયિની નગરીની સડકના ચોટા ઉપર ગાંડાની જેમ બૂમો મારતો ફરવા લાગ્યો. અભયકુમાર તે પુરુષને (૧) કન્યાઓએ કહ્યું, “અમારો ભાઈ સાત દિવસ પછી પરદેશ જવાનો છે. ત્યારે રાજા અહીં ગુપ્તપણે આવે, જેથી અમારો સંગ થશે.' (ત્રિ.શ.પુ.ચ. પર્વ – ૧૦, પૃ-૨૦૨) For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ (સોનામહોરો આપી) પોતાના મહેલમાં લાવ્યા. ... ૭૨૫ તેને નિત્ય મુખ્ય બજારમાં લઈ જઈ એક સેવક (પૂર્વોકત સંકેત અનુસાર) જ્યારે જોવાની માર મારતો, ત્યારે તે પાગલ (અભયકુમારના કહ્યા પ્રમાણે અભિનય કરતો) મોટેથી (“દોડો, દોડો મને અભય કુમાર મારી રહ્યો છે. હું ચંડપ્રદ્યોતનરાજા છું એ મને પકડીને રાજગૃહી નગરીમાં લઈ જાય છે. મને કોઈ બચાવો. હું તમારો ઉપકાર નહીં ભૂલું ઈત્યાદિ) બૂમો પાડીને કહેવા લાગ્યો, “અરે! નગરજનો શું જોઈ રહ્યા છો? મને કોઈ બચાવો.” લોકો જ્યારે બચાવવા જતા ત્યારે નકલી ચંડપ્રદ્યોતન ખડખડાટ હસવા લાગતો. લોકોએ જાણ્યું કે, “આ ચંડપ્રદ્યોતનરાજા નથી પણ કોઈ પાગલ માણસ છે' ... ૭ર૬ આ સેવક પ્રતિદિન ખૂબ ગાંડપણ કરવા લાગ્યો. જેમ મધપૂડો મધમાખી વડે વીંધાય છે, તેમ સેવકો વડે આ વળગાળ પામેલા માણસ જેવા ફરતો પાગલ પગરખાની મારથી વીંધાયો. નગરના લાખો લોકો તેની પાછળ (ચીડવતા) ફરવા લાગ્યા. શરૂઆતમાં લોકોને નિત્ય આ દશ્ય જોઈ કૂતુહલ થતું. થોડા દિવસો પસાર થતાં લોકો થાક્યા. “આ ગાંડો છે' એમ જાણી તેની સામે જોવાનું પણ છોડી દીધું. ગાંડો માણસ ઉછળકૂદ (ભાગાભાગ) કરતો કહેવા લાગ્યો, “મને બચાવો. આ લોકો મારી સાથે અન્યાય કરે છે.' (અભયકુમારે લોકોને કહ્યું, “આ મારો ભાઈ છે. તે અસ્થિર મગજનો છે'', આ નાટક કેટલાક દિવસો સુધી નિત્ય ચાલ્યું. ... ૭૨૮ સાત દિવસ વ્યતીત થયાં, ત્યારે ચંડપ્રદ્યોતનરાજા ત્યાં આવ્યા. તક જોઈને તેઓ શ્વેતમહેલમાં ચઢયા. ત્યા પ્રમાણે મૃગનયની કન્યાઓની સામે પ્રેમ ભરી નજરે જોયું. .. ૭૨૯ વિષયાંધ પુરુષો કદી સત્યાસત્યને વિચારતા નથી તેથી વિપત્તિમાં પડે છે. જાણકાર ચતુર પુરુષો પણ અજ્ઞાનતાથી સંકટ વહોરે છે. તેઓ પારકા ઘરમાં પ્રવેશે છે તેથી જીવનશક્તિ (પ્રાણ) ગુમાવે છે... ૭૩૦ જેમ સ્પર્શેન્દ્રિયના વિષયમાં આશક્ત બનેલો મદોન્મત્ત હાથી અજાણતાં હાથિણીને સ્પર્શ કરવા જતાં ખાડા (વાવ) માં પડે છે, રસનેન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલો મૂર્ખ શિરોમણિ મત્સ્ય રસનાના સ્વાદમાં (શિકારીની કાંટાળી જાળ તાળવે ચોંટતા) મૃત્યુને આવકારે છે. .. ૭૩૧ કમળના પુષ્પોની સુંદર પરિમલને ભોગવનારો લોભી ભમરો ધ્રાણેન્દ્રિયના વિષયમાં આસક્ત બને છે. રાત્રિ થતાં કમળપુષ્પ બીડાઈ જતાં તે સ્વયં તેમાં બંધ થઈ જાય છે. આંખ હોવા છતાં ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલો પતંગ છેતરાઈને અગ્નિની જ્યોતમાં પોતાના અંગને પ્રજાળે છે. ...૭૩૨ સંગીતના નાદમાં આસક્ત બનેલા મૃગો શ્રોતેન્દ્રિયના વિષયમાં લોલુપ થતાં શિકારની જાળમાં ફસાઈ મરણને શરણ થાય છે. ઉપરોક્ત પશુઓના દ્રષ્ટાંતમાંથી ઉત્તમ લોકો સાર પ્રાપ્ત કેમ કરતા નથી? ખરેખર! વિષયાસક્ત પુરુષોને ધિક્કાર છે. ... ૭૩૩ તેઓ જાણકારી હોવા છતાં સામે ચાલીને અંધારા કૂવામાં પડે છે. જુઓ મુંજ રાજા એક સ્ત્રીમાં આશક્ત બન્યા તેથી શત્રુઓ પડે પકડાઈ જતાં નગરજનોના દ્વારે ભીખ માંગતા ટળવળવા લાગ્યા. ચંડપ્રદ્યોતન રાજા કન્યાઓના રૂપમાં સ્તબ્ધ બન્યા તેથી શ્વેત મહેલમાં આવ્યા. (તેઓ રાજાનો વેશ બદલી કન્યાઓની પાસે For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ કવિ ત્રઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' આવ્યા.) તેઓ આનંદ પ્રમોદની વાતો કરતા હતા. ત્યારે અભયકુમારે સ્ત્રીઓની આબરૂ લેવાની કોશિશ કરી છે, એમ કહી (મહેલમાં છૂપાયેલા પાંચ સૌનિકોએ) દોરડાથી બાંધી બંદીવાન બનાવ્યા. ... ૭૩૪ ચંડપ્રદ્યોતન જેવા શૂરવીર રાજપૂત અત્યંત વિપત્તિમાં ફસાયા. જેમ વિષધરને પકડવા તેને કોઈ ઘડામાં નાખવામાં આવે છે, હાથીને અજાણ્યા ખાડામાં ફેંકવામાં આવે છે, જેથી ત્યાં શૂરવીરતા હોવા છતાં કોઈ પરાક્રમ ચાલતું નથી (તેમ ચંડપ્રદ્યોતનરાજા જંજીરોમાં જકડાઈ જવાથી નિર્માલ્ય બન્યા). ... ૭૩૫ ચંડપ્રદ્યોતનરાજાને પલંગમાં, સૂવડાવ્યા. પલંગ સાથે જ તેને દોરડા વડે બાંધી કેટલાક પુરુષો લઈને રસ્તા પર ચાલવા માંડયા. ચંડપ્રદ્યોતનરાજાએ (મુખ્ય રસ્તા) ચૌટા પર આવી બચાવ માટે ઘણી બૂમો પાડી. લોકોએ ‘આ ગાંડો છે એવું સમજી તેમના વચનો તરફ લક્ષ ન આપ્યું (રાજા પાસે રાજ પોશાક, તલવાર કે મુગટ નહતા) .. ૭૩૬ રાજાએ માર્ગમાં બૂમાબૂમ કરતાં કહ્યું, “ઓ નગરજનો! હું ચંડપ્રદ્યોતનરાજા છું. મને આ અભય કુમાર છળકપટ કરી બાંધીને અહીંથી લઈ જાય છે. તમને બચાવો. આ ધૂર્ત છે)'' રાજાના સુભટો (કેટલાય દિવસથી આ તમાશો જોતા હતા તેથી સામે જોઈને હસતા રહ્યા પરંતુ) તેમને બચાવવા ન દોડયા. લોકોએ કહ્યું, “આ તો ગાંડો છે, જે પોતાને ચંડપ્રદ્યોતનરાજા કહેવડાવે છે.” .. ૭૩૭. લોકોએ ગુસપુસ કરતાં કહ્યું, “અરે! આ તો પેલા વેપારી અભયશેઠનો નોકર (ભાઈ) છે. તે પાગલ છે. તેને વળગાડ થયો છે તે સહુ કોઈ જાણે છે. તેને ગાંડપણ ઉપડયું હશે, તેથી વૈદ્યરાજના ઘરે લઈ જતા હશે. તેમાં વળી શું જોવા ઊભા રહેવું?' ... ૭૩૮ સર્વ લોકો ઉપેક્ષા કરી ત્યાંથી જ્યારે વાઘ આવ્યો રે વાઘ જેવી દશા થઈ) પાછા જતા રહ્યા, ત્યારે અભયકુમાર રાજાને લઈને નગરની બહાર આવ્યા. ચંડપ્રદ્યોતનરાજાને રથમાં બેસાડયા. પ્રથમથી જ એક એક કોશ પર તૈયાર રાખેલા સારા અથવાળા રથો બદલાવતા રાજાને સુરક્ષિત રીતે રાજગૃહી નગરીમાં લાવવામાં આવ્યા. ... ૭૩૯ ધોળા દિવસે ઉજ્જયિનીની બજારમાંથી રાજાનું અપહરણ કરી અભયકુમારે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. તેમણે વ્યંગમાં કહ્યું, “મહારાજ! મેં મારું વચન પાળ્યું કે નહીં?” ચંડપ્રદ્યોતનરાજાએ દયામણે ચહેરે કહ્યું, “મંત્રીશ્વર અભયકુમાર! તમારી બુદ્ધિ અપાર છે''. ... ૭૪૦ અભયકુમારની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેઓ ચંડપ્રદ્યોતનરાજાને હાથ પકડી રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજ સમક્ષ લાવ્યા. (ધર્મના નામે અભયકુમારને પકડીને લઈ જનાર અપરાધી) ચંડપ્રદ્યોતનરાજાને મારવા માટે તરત જ શ્રેણિક રાજાએ મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. ... ૭૪૧ મહામંત્રી અભયકુમારે તરત જ પિતાનો હાથ પકડી રોકતાં કહ્યું, “પિતાજી! માલવપતિ દુશ્મન નથી પરંતુ મિત્ર છે. ઘરે આવેલા અતિથિને મારવો તે ક્ષત્રિય ધર્મથી વિરુદ્ધ છે. તેમણે મારો ખૂબ આદરસત્કાર કર્યો હતો. ઉત્તમ પુરુષો શરણાર્થીને મારતા નથી.' ... ૭૪૨ અભયકુમારે મહારાજ શ્રેણિકને રાજનીતિ સમજાવી શાંત કર્યા. ચંડપ્રદ્યોતનરાજાને બંધનમુક્ત For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ કર્યા. તેમને ફરીથી રાજમુગટ પહેરાવી (સુંદર વસ્ત્ર અને શસ્ત્ર ભેટ આપી) સન્માનપૂર્વક વિદાય કરવામાં આવ્યા. અભયકુમારની ઈચ્છા પૂર્ણ થઈ. તે પોતાના મહેલે આવ્યા. અભયકુમાર રાજગૃહી નગરીમાં પાછા આવ્યા તેની ખુશીમાં રાજાએ ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવ્યો. .. ૭૪૩ અભયકુમારની બુદ્ધિ કુશાગ્ર અને પ્રમાણ હતી. જ્ઞાની અને સામાન્ય સર્વ લોકો તેમની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. મહામંત્રી અભયકુમાર પાસે ચાર પ્રકારની ઉત્તમ બુદ્ધિ હતી. કવિ ઋષભદાસ કહે છે કે, બુદ્ધિનિધાન અભયકુમારને ધન્ય છે! ... ૭૪૪ દુહા : ૩૫ બુધિવખાણી કુંમરની, એ સમ અવરનકોય; વલી બુધિ પરધાનની, નર સુણયો સહૂકોય. ••• ૭૪૫ અર્થ - અભયકુમાર જેવી પ્રશંસનીય બુદ્ધિ જગતમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે નથી. હે માનવો! પ્રધાનમંત્રી અભયકુમારની બુદ્ધિ વિશે વિશેષ માહિતી હવે પછી સહુ કોઈ માનવ જાણજો. ... ૭૪૫ ઢાળઃ ૨૫ ચેલુણારાણીનું અપહરણ અને પાણિગ્રહણ કાંન વજાડઈ વાંસલી એ દેશી. રાગ ઃ અશાવરી સીંઘુઉં. સુણો પુરષ નર આગલે, શ્રેણીક સુત વાતો, માહારાય ચેડાતણે, છઈ પૂત્રી સાતો; પ્રભાવતી પોમાવઈ, એ સીતા જેહવી, જીઠ સુજીઠ ગીગાવઈ, (મૃગાવતી) સતી ચીલણાદેવી. શિવાદેવી તે સાતમી, રૂપસુંદરી નારી, પરણી પાંચઈ ભૂપતિ, વલી હોય કુંઅરી; નારી સુજેષ્ટાચલણા, જે કન્યાદોય, એકવાર એક તાપસી, સિંહા આવી જાય ... ૭૪૭ કુમારી સુધિ શ્રાવિકા, તસ નવિ બોલાયે, વારતા કીધી ધરમની, તવતે દૂખ પાવે; કુમરી રૂપ પટિ, ગઈ શ્રેણિક પાસે, અવસર લહી, અવસર લહી દેખાડતી, પટ સિંહા ઉલ્હાસે ••• ૭૪૮ કહે શ્રેણિક સુત સાંભલો, બુધિ હઈડે લાવો, ચેડા રાયની દીકરી, તે મુઝ પરણાવો; અભયકુમાર કાગળ લખે, સૂણિ ચેડા ભૂપ, દઈ પુત્રી શ્રેણિકનેં, જેહનું સુંદર રુપ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ- ૬, પૃ- ૧૦૮, ૧૦૯. •.. ૭૪૬ •. ૭૪૯ For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ४७० કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' અર્થ :- હે ભવ્ય જીવો!તમે મહારાજા શ્રેણિકના પુત્ર અભયકુમારની વાતો આગળ સાંભળો. વૈશાલી નરેશ ચેડારાજાની સાત કન્યાઓ હતી. તેમાં પ્રભાવતી અને પદ્માવતી એ સતી સીતા જેવી શીયળવાન સ્ત્રીઓ હતી. જયેષ્ઠા, સુયેષ્ઠ, મૃગાવતી અને ચેલણાદેવી સદાચારી સતી સ્ત્રીઓ હતી. .. ૭૪૬ શિવાદેવી સાતમા નંબરની પુત્રી હતી, જે અત્યંત સ્વરૂપવાન હતી. તેમની સાત કન્યાઓમાંથી પાંચ પુત્રીઓ ક્ષત્રિય રાજાઓ સાથે પરણી હતી, જ્યારે બે દીકરીઓ કુંવારી હતી. સુજ્યેષ્ઠા અને ચલ્લણાદેવી આ બન્ને કન્યાઓ રાજસભામાં બેઠી હતી. ત્યારે એકવાર ત્યાં એક સંન્યાસિની આવી. ... ૭૪૭ | સુયેષ્ઠા અને ચલ્લણા બન્ને બહેનો જૈન ધર્મની સાચી શ્રાવિકાઓ હતી. તેમણે અન્યધર્મી એવી સંન્યાસિનીને બોલાવી નહીં તેથી તેણીને માઠું લાગ્યું. તેણે આ કન્યાઓ સાથે ધર્મચર્ચા નિમિત્તે વાદવિવાદ કર્યો. સુજ્યેષ્ઠા અને ચલ્લણાએ તેને ધર્મચર્ચામાં પરાજિત કરી. સંન્યાસિની માન ભંગ થવાથી વધુ ક્રોધે ભરાઈ. (તેણે નિશ્ચય કર્યો છે કે આ કન્યાઓના એવી જગ્યાએ લગ્ન કરાવું કે જે રાજાને ઘણી રાણીઓ હોય જેથી તેમને માન ન મળે.) તેણે કુંવરી સુજ્યેષ્ઠાનું સુંદર ચિત્ર દોર્યું. આ ચિત્રપટ લઈ તે શ્રેણિકરાજા પાસે આવી. અવસર જોઈને તેણે આ ચિત્રપટ રાજાને બતાવ્યું. આ ચિત્ર જોઈ રાજા મુગ્ધ થયા. ... ૭૪૮ શ્રેણિક મહારાજાએ પોતાના બુદ્ધિશાળી પુત્ર અભયકુમારને કહ્યું, “વત્સ! આ વૈશાલીના (હૈહયવંશના) ચેડારાજાની પુત્રી છે. તે અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન છે. મને આ કન્યા સાથે વિવાહ કરવા છે તે માટે તું કોઈ યુક્તિ વિચાર.” અભયકુમારે પ્રથમ ચેડારાજાને એક વિનંતીભર્યો પત્ર લખ્યો. તેમણે પત્રમાં લખ્યું કે, “હે ચેડારાજા તમારી કન્યા સુયેષ્ઠાનો હાથ મગધનરેશના હાથમાં આપો.' ... ૭૪૯ દુહા ઃ ૩૬ પુત્રી નદીઈ રાયને, તેડયો અભયકુમાર; નગર વિશાલામાં ગયો, જિહાં ચેડા નૃપસાર. ... ૭૫૦ વણીગ થઈ ધૃત વેચતો, હાઈ શ્રેણિક રુપ; ચીલણાદેખી હરખતી, શ્રેણિકનું સરુપ. •.. ૭૫૧ અભયકુમાર સું તે મલી, રાખ્યો સંચ તસ કાય; તુઝ પરણેવા આવસે, સણગિં શ્રેણીકરાય. ••• ૭૫ર કરી નિશ્ચદે પાછો વલ્યો, શ્રેણીક ચલાવ્યો તામ; લેઈ ચીલણાનેં આવીઉં, સુત વાધ્યા ગુણ ગ્રામ. ... ૭૫૩ અર્થ:- ચેડારાજાએ પોતાની વહાલસોયી પુત્રી શ્રેણિકરાજાને આપવાનો ઇન્કાર કર્યો. શ્રેણિકરાજા વાહી કુળમાં જન્મ્યા હતા, જ્યારે ચેલ્લણા હૈહયવંશની કન્યા હતી. સમાન કુળના વરકન્યા વિવાહ યોગ્ય છે, બીજા નહીં; એવું ચેડા રાજા વિચારતા હતા. શ્રેણિકરાજાએ ત્યારે નિરાશ થઈ પુનઃ અભયકુમારને સેવક દ્વારા નિમંત્રણ આપી બોલાવ્યા. અભયકુમારે પિતાની ઈચ્છા પૂર્ણ કરવા વિશાલા નગરી તરફ પ્રયાણ કર્યું. વિશાલા નગરીમાં મહાપ્રતાપી ચેડા રાજા રાજ્ય કરતા હતા. ત્યાં અભયકુમાર આવ્યા. ... ૭૫૦ For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ તેમણે એક વેપારીનો વેશ ધારણ કર્યો. તેમણે પોતાની ત્યાં હાટ (દુકાન) માંડી, જેમાં તેઓ ઘી વહેંચતા હતા. આ હાટમાં અભયકુમારે પોતાના પિતા શ્રેણિક રાજાનું સુંદર ચિત્ર દોરાવી લટકાવ્યું. દાસી દ્વારા શ્રેણિકરાજાના સૌંદર્યની પ્રશંસા સાંભળી ચેલ્લાદેવીએ તે ચિત્ર પોતાની પાસે મંગાવ્યું. ચિત્રમાં રહેલા અપાર સૌંદર્યવાન મગધ નરેશને જોઈ તે મોહિત થઈ. ... ૭૫૧ ચેલ્લેણાદેવી હવે અભયકુમારને મળ્યાં. તેમની સાથે આવાગમન કરી વ્યવહાર ચાલુ રાખ્યો. (અભયકુમારને તેમણે રાજા સાથે પરણવાની ઈચ્છા જણાવી.) અભયકુમારે કહ્યું, “તમને પરણવા માટે શ્રેણિક રાજા સુરંગ માર્ગે આવશે.” ... ઉપર આ રીતે સમય ઇત્યાદિ નિર્ધારિત કરી અભયકુમાર પુનઃ રાજગૃહી નગરીમાં આવ્યા. તેમણે શ્રેણિક રાજાને સર્વ હકીકત જણાવી સુરંગના માર્ગે રવાના કર્યા. (પૂર્વ યોજના અનુસાર સર્વ કાર્ય નિર્ધારીત પાર પડયું) શ્રેણિક રાજા રથમાં બેસાડી ચલ્લણાદેવીને લઈ નગરમાં પાછા આવ્યા. મગધનરેશના પુત્ર અભયકુમારની બુદ્ધિની ચારે તરફ પ્રશંસા થવા લાગી. ... ૭૫૩ ઢાળ : ર૬ ચેલણારાણીની દોહદપૂર્તિ ત્રિપદીની એ દેશી. હવું ચીલણા જાઈ આધાનો, ભંડો ડોહલો ભઈલો ધ્યાનો; ગયો દેહનો વાનો હો રાજન. •.. ૭૫૪ તવ ચિંતા નૃપ થઈ અપારો, વિર્ગે તેડયો અભયકુમારો; ભાખ્યો સહૂઅધીકારો હો રાજન. ... ૭૫૫ કુંમરઈ મંશ અણાવ્યું ત્યારે, બાંધ્યું પેટ શ્રેણીકનું જ્યાંહંઈ; સુતો ઉરડા માંહઈ હો રાજન. •.. ૭૫૬ ચીલણાને પાસે બેસારી, સેવક એક પાલી ભેંસારી; કાપઈ મંસલેનારી હો રાજન. ... ૭૫૭ કપર્ટ શ્રેણીક કરે પુકારો, વેદનખમી ન જાઈ લગારો; પૂરયો ડોહલો અપારોહો. ... ૭૫૮ અર્થ - વર્ગના દેવો જેવા ભોગ સુખો ભોગવતાં ચેલુણારાણી ગર્ભવતી બન્યા. તેમને ગર્ભના પ્રભાવે ત્રીજા માસે એક વિચિત્રદોહદ અને અશુભ ભાવ ઉત્પન્ન થયા. આવા અઘટિત દોહદથી ચેલ્લણારાણી ચિંતાતુર થયા તેથી તેમનું રૂપ કરમાવા લાગ્યું. શરીરનો વર્ણ નિસ્તેજ થયો. .. ૭૫૪ ચલ્લણારાણીની અવદશા જોઈ મહારાજા શ્રેણિકની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. તેમણે રાણીનો વિચિત્ર દોહદ જાણ્યો. આ દોહદને પૂર્ણ કરવા તેમણે મહામંત્રી અભયકુમારને સત્વરે બોલાવ્યા. તેમણે (૧) નોંધ :- સજયેષ્ઠાએ દાસી દ્વારા અભયકુમારની હાટેથી શ્રેણિક રાજાનું ચિત્ર મંગાવ્યું, ચેલણાએ નહીં. (૨) ત્રિ.શ.પુ.ચ. પર્વ – ૧૦, સર્ગ - , પૃ.૧૧૨. For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' ••• ૭૫૫ પ્રધાનમંત્રીને સર્વ વિગત વિસ્તારથી જણાવી. અભયકુમારે પોતાની નાની માતા ચેલ્લેણાદેવીની અભિલાષા પૂર્ણ કરવા સસલાનું માંસ શ્રેણિકરાજાની છાતી ઉપર બાંધી તેને ચામડાથી ઢાંકી દીધું. ત્યાર પછી શ્રેણિક રાજાને અંધારા ખોરડામાં સીધા સૂવડાવ્યા. ... ૭૫૬ ચલ્લણારાણીને મહારાજાની સમીપમાં બેસાડયા. એક સેવક છરીથી રાજાની છાતી પર મૂકેલા માંસના ટુકડા કાપીને રાણીને આપવા લાગ્યો. ચેલ્લણારાણી ખુશ થઈને તે માંસ ખાવા લાગ્યા. ... ૭૫૭ સેવક જ્યારે માંસ કાપતો હતો ત્યારે શ્રેણિકરાજા પૂર્વોક્ત સંકેત અનુસાર સહન ન થઈ શકે એવી ખૂબ વેદનાનો અનુભવ કરી મૂચ્છિત પામવા લાગ્યા. રાણી પતિનું દુઃખ જોઈ ખુશ થવા લાગ્યા. આ રીતે અભયકુમારે બુદ્ધિના પ્રયોગથી મહારાણી ચેલ્લણારાણીનો વિચિત્રદોહદ પૂર્ણ કર્યો. ... ૭૫૮. ચોપાઈઃ ૧૫ મુનિ પુંગવોની નિંદાનું નિવારણ અભયકુમારના માન વાધેહ, એક દીન મુનિને નર નંદેહ; અભયકુમારિ વારયા સહુ, તેહનેં પુણ્યહવ તિહા બહુ. •.. ૭૫૯ ભીખારી હુઉ સંયમ ઘણી, તેહને લોક વખાણી; અતુઠ કોડિ એણે મુંકી સહી, સૂરી ધરિ વાત ન જાઈ કહી. ... ૭૬૦ બુધિ વિચારઈ અભયકુમાર, પાંચ રન લીધાં તિણઈ સાર; નગર લોકનિ તેડી કહે, પાચ તજે તો પાચીઈ ગ્રહે. પૃથ્વી પાણી તેઉવાય, વનસપતી મુંકે જે તાય; પાંચ રત્ન નર પામેં તેહ, એક તજંઈ તો એક જલેહ. કોહોની જીવન ચાલઈ ત્યાંહિં, એ મૂકયાં નવિ જાંઈ કયાંહિ; અભયકુમાર કહઈ કહો તુમ અમે, નંદ્યા સાધ કરૌ કિમતમો. પાંચઈ રન નવી હાર્થિ ધરાયાં, વિણ લીધઈ પાંચઈ પરહરયાં; ત્રસકાઈ તણઈ નવિહણઈ, કંચન પથર સરખાં ગણઈ. ••• ૭૬૪ કામ ભોગ જેણે પરહરયા, વણજ સકલ જેણે દૂરઈ કરયાં; તથા સાધનિ નંદો કાય, લોક સકલલીયા મનમાંહિ. નકરઈ નંદ્યા કો સાધની, સ્તુતિ કરતા સાતમું તેહની; મહીમા અભયકુમારનો એહ, જેહની બુધિતણો નહીછેહ. ...૭૬૬ અર્થ:- અભયકુમાર અત્યંત બુદ્ધિશાળી હોવાથી તેઓ સર્વત્ર સન્માનીય બન્યા. એક દિવસ તેમણે પુરુષોને જોયા જે સાધુના અવર્ણવાદ બોલતા હતા. અભયકુમારે તે લોકોને સાધુની નિંદા કરતાં અટકાવ્યાં. આ પ્રમાણે કરતાં તેમણે પુષ્કળ પુણ્ય કર્મ સંચિત કર્યું. ... ૭૫૯ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૧૧, પૃ-૨૦૩. ••• ૭૬૧ ••• ૭૬૨ ••• ૭૬૩ •.. ૭૬૫ For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ४७ એક ભિખારી (કઠિયારો) સંસારથી વિરકત થઈ સર્વવિરતિ ધર્મના માલિક બન્યા. તેમની પૂર્વ અવસ્થાથી પરિચિત લોકો તેમની નિંદા મશ્કરી કરતાં બોલ્યા, “લક્ષ્મીદેવી અપ્રસન્ન થવાથી તેણે સંસારનો ત્યાગ કર્યો છે.” લોકોની અવજ્ઞા સહન ન થવાથી મુનિ નગર છોડી વિહાર કરવા તૈયાર થયા. ત્યારે અભયકુમારે વિહાર ન કરવા જણાવ્યું. (સુધર્માસ્વામીને એક દિવસ રોકાઈ જવા કહ્યું.) .... ૭૬૦ અભયકુમારે શ્રમણોની નિંદા રોકવા એક યુક્તિ કરી. તેમણે રાજ્યભંડારમાંથી પાંચ ઉત્તમ રત્નો લીધાં. તેમણે પડહવગડાવી લોકોને કહ્યું, “જે પાંચ વસ્તુઓ છોડશે તે પાંચ રત્ન મેળવી શકશે. ...૭૬૧ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એ પાંચનો જે વ્યક્તિ ત્યાગ કરશે તે પાંચ અમૂલ્ય રત્નો મેળવશે. જે વ્યક્તિ એક વસ્તુનો ત્યાગ કરશે તે એક રત્ન પ્રાપ્ત કરી શકશે.'... ૭૬૨ કોનું જીવન આ પાંચ વસ્તુ વિના ચાલી શકે એમ છે?” લોકો વિચારવા લાગ્યા કે આ પાંચ વસ્તુઓ વિના પ્રાણીઓનું જીવન અશક્ય છે. તેનો ત્યાગ કરવો દુર્લભ છે. એક પણ વ્યક્તિ જ્યારે ત્યાગ કરવા તૈયાર ન થઈ ત્યારે અભયકુમારે કહ્યું, “નગરજનો! (તમે એક પણ વસ્તુ એક દિવસ માટે પણ છોડી શકતા નથી તો આ શ્રમણોએ આ પાંચ વસ્તુઓનો જાવજીવ સુધી ત્યાગ કર્યો છે.) કહો, આવા મહાન ત્યાગી સાધકની તમે શામાટે નિંદા કરો છો?' .. ૭૬૩ અપરિગ્રહી શ્રમણોએ પાંચ રનોને હાથમાં ગ્રહણ કર્યા વિના જ પાંચે વસ્તુઓ (પૃથ્વીકાયાદિ) નો ત્યાગ કર્યો છે. તેઓ ત્રસકાયને પણ દુઃખ પહોંચાડી મારતા નથી. તેઓ (નિઃસ્પૃહી હોવાથી) સુવર્ણ અને પત્થરને સમાન ગણી તેમાં હર્ષ કે શોક પણ કરતા નથી. .. ૭૬૪ તેમણે પાંચે ઈન્દ્રિયોના વિષયોનો તેમજ કામભોગનો ત્યાગ કર્યો છે. તેમણે સઘળાં પ્રકારનાં વ્યાપારોનો પરિહાર કર્યો છે. તેવા મહાન તપસ્વી શ્રમણોનો ઉપહાસ શામાટે કરો છો?” લોકોએ અભયકુમારની વાત મનમાં સ્વીકારી લીધી. ... ૭૬૫ નગરજનોએ સાધુના અવર્ણવાદ બોલવાનો ત્યાગ કર્યો. એટલું જ નહીં તેઓ હવે મહાન શ્રમણોના ત્યાગની સ્તુતિ કરવા લાગ્યા. લોકોમાં આવેલા પરિવર્તનનું મુખ્ય કારણ અભયકુમારનું ચાતુર્ય હતું. અપાર બુદ્ધિશાળી અભયકુમારનો મહિમા અપરંપાર હતો. તેમની ઓયાતિકી બુદ્ધિનો કોઈ અંત ન હતો... ૭૬૬ દુહા ઃ ૩૭ ધારિણી રાણીની મનોરથપૂર્તિ નૃપશ્રેણીક તણિ તીહાં, રાંણી ધારણી જેહ; સુખ વિલર્સે સંસારનામહવી ગર્ભણી તેહ. શ્રેણીક કહે સુત સાંભલો, ચિંતા ઉપની મુઝ; (૧) અભયકુમારે શ્રમણોની અવહેલનાનું નિવારણ કરવા રત્નો ભરેલી ત્રણ પેટીઓ મંગાવી. “જે વ્યક્તિ સ્ત્રી, અગ્નિ અને જળનો ત્યાગ કરશે તેને રત્ન મંજૂષા આપવામાં આવશે.” એવું જાહેર કર્યું. જ્યારે કોઈ તૈયાર ન થયું ત્યારે તેમણે લોકોને કહ્યું,” આ રત્નના સાચા હકદાર આ મુનિઓ છે. જેમણે સ્ત્રી, અગ્નિ અને જળ ઉપરાંત રત્નો પણ ત્યજી દીધાં છે. ઉત્તમ મુનિઓ સુવર્ણ પાત્ર છે. (અભયકુમાર મંત્રીશ્વરનું જીવન, પૃ-૪,૫.) For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ ४७४ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” મેઘ તણી ડોહલો હુઉ, જે ચુલ માતા તુઝ. •.. ૭૬૮ આઠમ ધરી પોષધ ધરઈ, બાયો સૂર મનમાંહિ; સૂધરમઈ સરગઈ થકી, આવ્યોવેગિં ત્યાંહિ. ... ૭૬૯ વેગઈ મેહવીકરુવીલ, ગાજવીજ ઘનઘોર; પંચ વરણ થઈ વરસતો, બોલઈ ચાતુક મોર. ••• ૭૭૦ ફરઈ ધારણી ગજ ચઢી, સાથિં શ્રેણીકરાય; વઈભારગિરી ગયા, પુરી મન ઈછાય. ...૭૭૧ પૂરે દીવસે સુત જણ્યો, નામ તે મેઘકુમાર; ૪૫ કલા ગુણ વાધતા, જાણઈ સુર અવતાર. •.. ૭૭૨ શ્રેણીકરાય પ્રશંસતો, ધનઉં અભયકુમાર; વિષમો ડોહલો પૂરીઉં, ખરી બુધિ તુઝ ચ્યાર. .. ૭૭૩ અર્થ :- શ્રેણિકરાજાની મુખ્ય રાણીઓમાં એક ધારિણી રાણી હતી. શ્રેણિક રાજા સાથે સંસારના સુખો ભોગવતાં તેઓ સગર્ભા બન્યા. ... ૭૬૭ શ્રેણિકરાજાએ એકવાર પોતાના આજ્ઞાંકિત પુત્ર અભયકુમારને કહ્યું, “વત્સ! મને એક ચિંતા ઉત્પન્ન થઈ છે. તેને દૂર કરવાનો કોઈ ઉપાય કહે. તારી નાની માતા ધારિણીદેવીને પંચવર્ણી મેઘનો અશક્ય દોહદ ઉત્પન્ન થયો છે. પુત્ર!આવો અશક્ય દોહદ શી રીતે પૂર્ણ થશે?” .... ૭૬૮ અભયકુમારે આ મેઘનો દોહદ પૂર્ણ કરવા દેવને પ્રસન્ન કરવા વિચાર્યું. તેમણે પૌષધ સહિત અઠ્ઠમ તપની તપશ્ચર્યા કરી. પોતાના મિત્રદેવનું ધ્યાન કરી સ્મરણ કર્યું. સુધર્મ વર્ગલોકથી મિત્રદેવ તરત જ ત્યાં દોડી આવ્યા. .. ૭૬૯ (અભયકુમારે પોતાની માતાની દોહદની વાત દેવને જણાવી.) દેવે ઝડપથી આકાશમાં કાળાં ઘનઘોર વાદળો અને ગાજવીજ રચી મધ વિદુર્યો. દેવની માયાજાળથી આકાશમાંથી પાંચવર્ણી મેઘની ઝરમર ઝરમર વર્ષા થઈ. ઘનઘોર વાદળોને જોઈ ચાતક પક્ષી અને મોર આનંદથી ટહુંકવા લાગ્યા. ... ૭૭૦ ઝરમર વરસતા વરસાદમાં ગજ પર બેસી ધારિણીરાણી સાથે શ્રેણિક મહારાજા વૈભારગિરિ પર્વત ઉપર ફરવા લાગ્યા. આ પ્રમાણે અભયકુમારે દેવને પ્રસન્ન કરી માતાની ઈચ્છા પૂર્ણ કરી. ... ૭૭૧ ધારિણીરાણીએ સવા નવ માસે (પૂરા દિવસે) એક સુંદર, સ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું નામ મેઘના દોહદ ઉપરથી મેઘકુમાર પાડવામાં આવ્યું. આ બાળક અનુક્રમે રૂ૫, કળા અને ગુણમાં વૃદ્ધિ પામ્યો. જાણે કોઈ સ્વર્ગલોકનાદેવનો અવતાર નહોય! ... ૭૭ર મહારાજા શ્રેણિકે કુશાગ્ર બુદ્ધિના સ્વામી પોતાના પુત્ર અભયકુમારની ખૂબ પ્રશંસા કરી. મહારાજાએ કહ્યું, “વત્સ! તેં અસાધારણ - દારૂણ દોહદ પૂર્ણ કરી મારી મોટી ચિંતા દૂર કરી છે. ખરેખર! (૧) શ્રી જ્ઞાતાધર્મકથા, અ.- ૧. For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ •.. ૭૭૩ •. ૭૭૭ તું ઓત્યાતિકી આદિ ચાર બુદ્ધિનો જાણકાર છે.” 'ચાર પ્રકારની બુદ્ધિ ઉતપાતકી બુધિ ઉપજે, વિનયકી બુધિ જેહ; પરિણામની બુધિ તુઝ સહી, કારમણીકતેહ. .. ૭૭૪ વિપ્રઈ પૂછયોં મુની તણંઈ, માનવ ઠાણ સંવાદ; કડવું જાણ્યું તવ વલી, વાહરા ભવિ વિખવાદ. .. ૭૭૪ વિમુકી બુધિનો ધણી, કહઈ હાથણી વાત; ડાવી અખિં આંધલી, રાણી ચઢીનિ જાત. ••• ૭૭૫ તે છંઈ ડારભણી સૂત જણઈ, કોઢી તસ જુતાર; એનો અરથ જસ ઊપજે, વેણું કી બુધિ સાર. પરિણામિકી બુધિ સાંભલો, સૂત્રદડો લાવે; ઉપર મેણ જવો પડયો, કહઈ છેડો ફાડેહ. ... ૭૭૮ દડો ધરયો ઉનિ જલેં, ગલ્યોં મેણ લહિંતાર; કારમણિકી બુધિ સુણો, કાઢયાં રત્ન સુચ્ચાર. ... ૭૭૯ ચ્યારે બુધિરાણો ઘણી, મંત્રી અભયકુમાર; આંબા તણોતસકાર ગ્રહ્યો, સાંભલિ કથા વિચાર. ... ૭૮૦ અર્થ - (પૂર્વે જોયેલું કે સાંભળેલું ન હોય છતાં એકદમ વિશુદ્ધ અર્થગ્રાહી) તાત્કાલિક બુદ્ધિ ઉપજે તેને ઓત્યાતિકી બુદ્ધિ કહેવાય. ગુરુ આદિવડીલોનો વિનય કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે વૈયિકી બુદ્ધિ કહેવાય. ઉંમરના કારણે અનુભવથી જે બુદ્ધિનો વિકાસ થાય તે પારિણામિકી બુદ્ધિ કહેવાય. કાર્ય કરતાં કરતાં જેમાં કુશળપણું પ્રાપ્ત થાય તે કાર્મિકી બુદ્ધિ કહેવાય. ... ૭૭૪ બ્રહ્માએ એક મુનિને પૂછયું, “મનુષ્ય જન્મનાં સ્થાનનો સ્વાદ કેવો?” મુનિએ કહ્યું,“તે શરીર પાસેથી કામ લેતાં ન આવડે તો કડવો સ્વાદ પરંતુ જાણ્યા પછી એનાથી જ મુક્તિ મળે છે. આ રીતે ભવ્ય જીવોનો સંદેહ દૂર થાય છે. આ તાત્કાલિક જવાબ હોવાથી ત્યાતિકી બુદ્ધિ કહેવાય. ... ૭૭૫ વૈયિકી બુદ્ધિનો માલિક બધી વાત જોયા વિના કહી શકે છે. બે શિષ્ય ભણતાં હતાં. તેમાંથી એક શિષ્ય કહ્યું, “આગળ હાથણી જાય છે. તે ડાબી આંખે આંધળી છે. તેનાં ઉપર રાણી બેઠેલી છે.... ૭૭૬ તે સ્ત્રી ગર્ભિણી છે. તે પુત્રને જન્મ આપશે. તે કુંવર કોઢી હશે.” બીજા શિષ્યએ પૂછયું, (આવું તે કેવી રીતે જાણ્યું?' તેણે કહ્યું, “રસ્તામાં હાથિણીએ પેશાબ કર્યો હતો તેના રેલા નીકળ્યાં હતાં તે હાથી કરતાં જુદાં હતાં) એનો અર્થ જેને ઉપજે છે, તેને વૈનિયિકી બુદ્ધિ હોય છે. હવે પરિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત સાંભળો. એકવાર સૂતરનો દડો લાવીને તેના ઉપર મીણ (૧) શ્રી નંદીસૂત્ર, પ્ર.-૭, સૂ.-૩, પૃ-૧૦૮. For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ચોપડવામાં આવ્યું, જેથી તેનો છેડો જડે નહીં. પછી તેને છેડો શોધવા કહ્યું. ... ૭૭૮ દડાને ઉણ જળમાં નાખતાં તેના ઉપરનું મીણ ઓગળી ગયું. કાર્મિકી બુદ્ધિનું દૃષ્ટાંત સાંભળો.એક માણસે પોતાના મિત્ર પાસેથી થાપણ મૂકેલા પોતાના ચાર રત્નો કઢાવ્યાં. .. ૭૭૯ ત્પાતિકી આદિ ચારે બુદ્ધિના સ્વામી મહામંત્રી અભયકુમાર હતા. તેમણે આમ્રવૃક્ષ પરના આંબાના ફળ લઈ જનાર ચોરનાર ચોરને પકડયો. તે કથાનો વિસ્તાર સાંભળો. ...૭૮૦ ઢાળઃ ૨૭ આમ્રફળ ચોરનારો પકડાયો – મદનસેનાની કથા મુગરીઆનો નગરી એ દેશી. નગરી રાજગૃહીમાહ રહે, અંત્યજ એક તેણઈ કરિ રે; તસ ઘરિ ઘરણી હુઈ ગરભાણી, ડોહલો ઉપનો નારિ રે. ... ૭૮૧ નગરી રાજગૃહીમાહ રહઈ... આંચલી અંબ અકાલિં ખાવા તણી, હુઈ નારિ ઈછાય રે; અંત્યજ ઉઠીઅ સંચરયો, શ્રેણીક વાડીઈ જઠારે. ૭૮૨ ન. ભણી વીદ્યા જ આકર્ષણી, દિને તિ દિસણ અંબરે; આણી આપતો નારિને, અંબ સુંદર લુંબરે. ... ૭૮૩ ૧૦ વાત રખવાલ જાણો વલી, કીધો રાયકોસોર રે; બુધિસાગર સુત તેડીઉં, કાઢો અંબનો ચોર રે. .. ૭૮૪ ૧૦ રયણી શમઈ નર નીકલ્યો, આવ્યો નગરસેં બાર રે; બેંસતો તાપણે તાપવા, મલ્યા પુરુષ તેણે ઠાર રે. ... ૭૮૫૧૦ અભયકુમાર કથા કહે, ભલું મદનવે ગાંમ રે; હિરણ દત્ત મંત્રી તિહાં ભલો, મદનસેન ધૂઅ નામ રે. ... ૭૮૬ ૧૦ એક દીન સોય વનમાં ગઈ, મલ્યો બ્રહ્મદત્ત ત્યાંહિ રે; બલ કરી ભોગતે ઈછતો, બોલી નારિ નમાંહિ રે.. ••• ૭૮૭ ૧૦ સીલને સત મુઝ છે ઘણો, કુઆરીઅ છું નારી રે; ભરતાર પાસે મુઝ તો જવું, આવીશત્રુઝ કનિ ધારીરે. ... ૭૮૮૧૦ વચન કાજિતસ મુંકતો, પરણી સાસરાઈ જાત રે; કતને વાત માડી કહી, થઈ આગચા નાથ રે. .. ૭૮૯ ૧૦ વાર્ટિ જાતા મલ્યો વ્યંતરો, મલ્યા ચોર તસ નારી રે; સોય સમઝાવીઅ આવતી, બ્રહ્મદરનિંબારીરે. ... ૭૯૦ ૧૦ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ – ૧૦, સર્ગ - ૭, પૃ. ૨૧૩, ૨૧૪. (૨) એજ., પૃ. ૨૨૪ થી ૨૨૬. For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ ४७७ વચન કાજિં નારિ મોકલી, મુંકઈ વ્યંતરો ચોર રે; ઉંમર કહે બહેની માહરી સહી, તજો પાપ આઘોર રે. ••• ૭૯૧૦ કમરની સ્તુતી કરી સ્ત્રી વલી, આવી ચોરટાયાંહિરે; સીલનિ સત જાણી કરી, મુકે તસકર ત્યાં હિરે. ••• ૭૯૨ ૧૦ વચન પાલિ ઉઠાવ્યંતરો, મુંકી સુંદરી સાર રે; સોય મલી નીજ કંતબિં, બોલ્યો અભયકુમાર રે. . ૭૯૩ન૮ કોણ સાસીક નર એહમાં, ભાખંઈ એક ભરતાર રે; રાખસ નારિતસકર ભલો, ભલો એક કહે જાર રે. ••• ૭૯૪ ૧૦ ઘણોં જવખાણતો ચોરને, ગહ્યો તેહનો હાથ રે; બુધિ કરી જમનાવી, આણ્યો જિહાં નર નાથરે. ••• ૭૯૫ ૧૦ વિદ્યા આકર્ષણી આપવા, બેઠોંસોય શુભ ઠામ રે; રાય શ્રેણીક ઊભો રહ્યો, વિદ્યાનેં શિર નામી રે. ... ૭૯૬ ૧૦ અર્થ - રાજગૃહી નગરીમાં એક માતંગ નામનો ચાંડાલ (શુદ્ર) રહેતો હતો. તેની પત્ની (વિરૂપા) ગર્ભવતી બની. તેને ત્રીજા માસે ગર્ભના પ્રભાવે એક દોહદ ઉત્પન્ન થયો. ... ૭૮૧ તે ચાંડાલની સ્ત્રીને અકાળે (શરદઋતુમાં) પાકી કેરી આમ્રફળ ખાવાની અભિલાષા થઈ. (તે સમયે કેરીની મોસમ ન હતી તેથી કેરી મળવી મુશ્કેલ હતી. મહારાજાના કહેવાથી અભયકુમારે મહારાણી માટે રમણીય ઉદ્યાન અને તેની મધ્યમાં એક સુંદર એક સ્તંભવાળો ભવ્ય પ્રાસાદ કરાવવા અઠ્ઠમ તપ કરી એક દેવની આરાધના કરી. સર્વ ઋતુઓનાં ફળો ફળે તેવા નંદનવન સમાન ઉદ્યાનની રચના દેવ દ્વારા થઈ. તેના મધ્યમાં એક ધવલ ગૃહની રચના પણ થઈ.) “આ નવા બગીચામાં જરૂર કેરી હશે એવું વિચારી ચાંડલ ઉદ્યાન તરફ વળ્યો. ... ૭૮૨ વિદ્યાસિદ્ધ ચાંડાલ પાસે અવકામિની વિદ્યા હતી. (ચાંડાલે બગીચાના પાછળના ભાગમાં દીવાલની બહાર ઊભા રહી) તેનું સ્મરણ કર્યુ. આમ્ર વૃક્ષની ઊંચી ડાળી નીચી નમી. તેના ઉપર દેખાતી સુંદર કેરીઓનો ઝુમખો તેણે (હાથ લાંબો કરી) લઈ લીધો. .૭૮૩ (ચાંડાલના સ્પર્શથી આંબો કરમાઈ ગયો) માળીએ સવારે જોયું કે (આંબો સૂકાઈ ગયો છે.) કોઈ કેરીઓ ચોરી જાય છે. માળીએ રાજાને ફરિયાદ કરી રાજાએ તપાસ કરાવી પણ કાંઈ ખબર ન મળતાં) બુદ્ધિના મહાસાગર સમાન પોતાના પુત્રને ત્યાં બોલાવીને કહ્યું, “અભયકુમાર કેરીના ચોરને કોઈપણ રીતે શોધી લાવો.” (અભયકુમારે પ્રતિજ્ઞા લીધી કે સાત દિવસની અંદર ચોરને શોધી લાવીશ.) ... ૭૮૪ મધ્ય રાત્રિના સમયે અભયકુમાર વેશપલટો કરી નગરચર્યા કરવા નીકળ્યા. તેઓ નગરની બહાર (ચાંડાલની વસતિમાં) આવ્યા. કડકડતી ઠંડી પડતી હતી. કેટલાક લોકો તાપણું કરીને બેઠા હતા. ત્યારે અભયકુમાર ત્યાં તપવા બેઠા. કેટલાક પુરુષો ઠંડીથી બચવા તાપણા પાસે આવીને બેઠા. ... ૭૮૫ For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ४७८ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” અભયકુમારે (તાપણું તપતા લોકોને) એક રોમાંચકારી અભુત કથા કહી. મદનવર નામનું એક સુંદર ગામ હતું. ત્યાં હિરણદત્ત નામનો એક દયાળુ મંત્રી રહેતો હતો. તેની મદનસેના નામની સ્વરૂપવાન કન્યા હતી. એક દિવસ તે કન્યા (કામદેવની પૂજા કરવા) પુષ્પો વીણવા માટે જંગલમાં ગઈ. તે ઉદ્યાનમાં પુષ્પો વીણતી હતી ત્યારે બ્રહ્મદત્ત નામના માળીએ તેને પકડી. સ્વરૂપવાન કન્યાને જોઈ માળી તેના ઉપર મોહિત થયો. તેણે તેનો રસ્તો રોકી તેની પાસેથી બળાત્કારે ભોગ સુખોની અનુચિત માંગણી કરી. ત્યારે ઉદ્યાનમાં રહેલી તે કન્યાએ પૂજતાં કહ્યું. હું અપાર શીલવાન અને સત્ત્વશાળી છું. હું કુંવારી કન્યા છું. (જો તમે મને હમણાં અડશો તો મારું જીવન ભ્રષ્ટ થઈ જશે. તમે છોડી દો નહિતર હું જીભ કચડી મરી જઈશ) હેમાળી ! વિવાહ થઈ ગયા પછી હું નિશ્ચિત ભરતાર પાસે જવા પૂર્વે તમારી પાસે આવીશ.” ... ૭૮૮ માળીને કન્યાની દીનતા જોઈ દયા આવી. તેના ઉપર વિશ્વાસ મૂકી વચન ખાતર તેને જવા દીધી. (કેટલોક સમય પસાર થતાં મંત્રીએ પોતાની પુત્રીને ઉત્તમ વર સાથે પરણાવી) કન્યા પરણીને પોતાના પતિના ઘરે આવી. તેણે વિવાહની પ્રથમ રત્રિએ પોતાના પતિને (અમૂક પરિસ્થિતિવશ) માળીને વચન આપ્યાનો સર્વ વૃત્તાંત કહ્યો. (તેણે પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે માટે માળી પાસે જવાની પતિ પાસે આજ્ઞા માંગી) પતિએ (રહસ્ય જાણવાની જિજ્ઞાસાથી પત્નીને આજ્ઞા આપી.) ... ૭૮૯ રાત્રિના સમયે (આભૂષણો પહેરી, શણગાર સજી) કન્યા નીડરપણે માળી પાસે જવા નીકળી. તેવામાં તેને રસ્તામાં રાક્ષસો મળ્યો. ત્યાંથી થોડું આગળ ચાલી ત્યાં માર્ગમાં ચોરો મળ્યા. (એકલી કન્યા, ઘરેણાંથી શોભતી હતી તેથી ચોરોએ તેને રોકીને ઘરેણાં આપી દેવા કહ્યું અને રાક્ષસોએ અટ્ટહાસ્ય કરી કન્યાનું ભક્ષણ કરવાની તૈયારી કરી તે વખતે કન્યાએ નીડરપણે પોતાની વાત બધાને સમજાવી. હું મારી પ્રતિજ્ઞા પાળવા માટે માળી પાસે જાઉં છું. કૃપા કરી મને હમણાં જવા દો. હું તેની પાસે જઈ પાછા ફરતાં તમને જરૂર મળીશ, ત્યારે તમને યોગ્ય લાગે તેમ કરજો. રાક્ષસોએ અને ચોરોએ કન્યાની સાચી હકીકત જાણી તેને જવા દીધી). ત્યાંથી નીકળી કન્યા બગીચામાં બ્રહ્મદત્ત માળીના ઘરે આવી પહોંચી. ... ૭૯૦ બ્રહ્મદત્ત માળી તેને જોઈને સ્તબ્ધ બન્યો. તેણે કહ્યું, “હે કન્યા! આપેલા વચન ખાતર તારા પતિએ લગ્નની પ્રથમ રાત્રિએ મધુરજની પૂર્વે મારી પાસે મોકલી છે પરંતુ તું પરણેલી હોવાથી હવેથી મારી બહેન છે ! હું અધમ પાપાચારનો ત્યાગ કરું છું.” બ્રહ્મદત્ત માળીના સદાચારની પ્રશંસા કરતી કન્યા પછી પોતાના પતિ ગૃહે જવા નીકળી. તે સમયે રસ્તામાં જ્યાં ચોર લોકોની વસ્તી હતી ત્યાં આવી, કન્યાના શીલ અને સદાચારથી (માળીનું હૃદય પરિવર્તન થયું છે તે જાણી) પ્રભાવિત થયેલા ચોરોએ (શું આપણે બ્રહ્મદત્ત માળીથી પણ અધમ છીએ? એવું વિચારી) વસ્ત્રાદિ ભેટ આપી સત્ય નિષ્ઠાવાન નારીને જવા દીધી. ... ૭૯૨ (૧) નોંધ :- વસંતપુર નગરમાં જીર્ણશ્રેષ્ઠી નામના એક નિર્ધન શેઠની એક કન્યા હતી. (ત્રિ.શ.પુ.ચ. પર્વ -૧૦, સર્ગ-૭, પૃ.૨૧૪, ૨૧૫.) ••• ૭૯૧ For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ ચોરો પાસેથી નીકળી કન્યા જ્યારે ઘરે જતી હતી ત્યારે રસ્તામાં તેને રાક્ષસો મળ્યા. (કન્યાએ પોતાનું વચન પાળ્યું છે, એવું જાણી પ્રસન્ન થયેલા રાક્ષસોનું હૃદય પીગળી ગયું) સત્ય પ્રતિજ્ઞ અને સાહસી સ્ત્રીને તેમણે જવા દીધી. કન્યા આનંદ સહિત ઘરે પતિ પાસે પાછી આવી. તેણે સર્વ સત્ય હકીકત પોતાના પતિને કહી. (પતિએ સ્નેહશીલ બની પત્નીનું સન્માન કર્યું) આ પ્રમાણે અભયકુમારે લોકોની સમક્ષ કહ્યું... ૭૯૩ કથા પૂર્ણ થતાં અભકુમારે (લોકોનાં મનોગત ભાવો જાણવા) પૂછયું, ‘“કહો આ સર્વમાં સાહસિક દુષ્કાર કાર્ય કરનાર કોણ છે ?’’ (સ્ત્રીના ઈર્ષાળુ અર્થાત્ પુરુષત્વનો ગર્વ કરનાર) એક જણે કહ્યું, “સર્વથી મહાન તેનો પતિ છે.’’ (જેણે પોતાની નવોઢાને બીજા પુરુષ પાસે મોકલી દીધી). જાર પુરુષે કહ્યું, ‘‘સુંદર, યુવન રમણીનો ત્યાગ કરનાર માળી મહાન છે.'' ક્ષુધાતુર લોકોએ કહ્યું, ‘‘(ભોજનની થાળી સામે હોવા છતાં ન ખાનાર) રાક્ષસ મહાન છે.’’ ...૭૯૪ ત્યારે એક નવયુવાને ચોરની ખૂબ પ્રશંસા કરી. (અભયકુમારે ખળખળાટ હસતાં ચાંદનીના ઉજ્જવળ પ્રકાશમાં તેનો ચહેરો ઓળખી લીધો.) અભયકુમારના નિર્દેશથી સેવકોએ માતંગ ચાંડાલનો હાથ પકડયો. અભયકુમારે માતંગ ચોરને મનાવી બગીચામાંથી કેરીઓ ચોરવાનું કારણ યુક્તિપૂર્વક જાણી લીધું. તેને મગધ નરેશની સામે રાજસભામાં ઉપસ્થિત કર્યો. ....૭૯૫ (મહારાજાએ તેને દેહાંત દંડની સજા ફરમાવી. અભયકુમારે પ્રાર્થના કરતાં કહ્યું, ‘‘માતંગે પત્નીના દોહદની વિવશતાથી ચોરી કરી છે. વિવશતા દૂર થતાં વૃત્તિ સુધરી જાય. તેના પરિવારને નિરાધાર શામાટે કરવો ? માતંગની પાસે રહેલી વિદ્યા આપ મેળવી લો.'' અભયકુમારના કહેવાથી રાજાએ માતંગને કહ્યું, “માતંગ! મને તારી વિદ્યા શીખવ’' મહારાજા સિંહાસન ઉપર બેઠા. ચાંડાલ તેમના પગ પાસે વિદ્યા શીખવવા બેઠો. વારંવાર મંત્ર ભણવા છતાં રાજાને મંત્ર યાદ ન રહ્યો, ત્યારે અભયકુમારે કહ્યું, ‘‘અન્નદાતા ! નીતિ અનુસાર વિદ્યાદાન આપનાર ગુરુ કહેવાય. ગુરુને હંમેશા ઉચ્ચાસન, સન્માન અને મધુર વાણી દ્વારા સંતુષ્ટ ક૨ી વિદ્યા શીખવી જોઈએ. વિદ્યા વિનયથી જ શોભે છે.’’ નીતિજ્ઞ મહારાજાએ પોતાની ભૂલ સુધારી લીધી.) રાજા સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા અને ચંડાલને (અવનામિની અને ઉન્નામિની) વિદ્યા આપવા સિંહાસન ઉપર બેસાડયો. શ્રેણિકરાજા ચંડાલ સમક્ષ ઉભા રહ્યા. તેમણે બે હાથ જોડી મસ્તક નમાવી નમ્રતાપૂર્વક વિદ્યા લીધી (રાજાએ ગુરુદક્ષિણામાં સુવર્ણમુદ્રાઓ આપી.) ...૭૯૬ અર્થ ૭૯૭ મગધ દેશની રાજગૃહી નગરી અત્યંત સુંદર હતી. આ નગરીમાં વિલક્ષણ બુદ્ધિશાળી અભયકુમાર નામના મહામંત્રી હતા. તેમણે રૂપખુરો નામનો ભયાનક ચોર પકડયો. આ ચોર અદ્રશ્ય બની નિત્ય આવી રાજાનું ઉત્તમ ભોજન જમી ચાલ્યો જતો. : ૪૭૯ દુહા : ૩૮ રાજગૃહી નગરી ભલી, ભલો તે અભયકુમાર; રુપખરો જેણઈ ઝાલીઉં, કરતો ભોજન સાર. For Personal & Private Use Only ... 626*** Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ કવિ ઋષભદાસ કૃત ચોપાઈ : ૧૬ દ્રષ્ટિગોચર રૂપખુરો ભોજનસાર કરંઈ જીવ રાય, અદૃષ્ટ રૂપખરો તવ થાય; રાયનો ભોજન પોતે જીમંઈ, છાંનો આવે છાનો રમંઈ. હૂંઉં ડૂબલો શ્રેણીકરાય, અભયકુમારનેં કહી કથાય; કુમરુિં બુધિ ક૨ી તિહાં ખરી, ચ્યાર ઘડિં ઘૂંઆડઈ ભરી. ખાર પાન નાખ્યા તેણંઈ ઠાય, આવ્યો તસકર વાગા પાય; નૃપમાં ભોજન કરતો જતેં, કરયો ધૂંઆડો સબલો તસેં. અંજન આંખ થકી વહી જાય, રુપખરો ઝાલ્યો તેણઈ ઠાય; લાજયો ફજેત હુઈ તિહાં બેંક, અભયકુમારની બુધ્ધિ વિશેષ. શ્રી અભયકુમાર રાસ' ... ૭૯૮ ૭૯૯ ८०० ૨૦૧ અર્થ ઃ શ્રેણિકરાજા જ્યારે ભોજન કક્ષમાં ભોજન કરવા બેસતા ત્યારે રૂપખુરો ચોર અદ્રશ્ય બની રાજાનું ભોજન સ્વયં ખાઈ જતો. તેની પાસે અંજનવિદ્યા હતી. તે અદ્રશ્ય બની ભોજન કરી ચાલ્યો જતો. ...૭૯૮ ખોરાકના અભાવમાં શ્રેણિક૨ાજાનું શરીર દુર્બળ બન્યું. તેમણે પોતાના મહામંત્રી અભયકુમારને બોલાવી આ વાત કહી. અભયકુમારે ચોરને પકડવા એક યોજના રચી. તેમણે ભોજન કક્ષમાં ભોજન કરવા પૂર્વે ચાર ગરનાળા (ઘડા)માં ઘૂપની સામગ્રી ભરાવી તૈયાર કરી મૂકી. આ ઘૂપનાલીમાં તેમણે પુષ્કળ પ્રમાણમાં લીમડાના કડવાં સૂકાં પાન ભર્યાં. જમવાના સમયે પગ દબાવતો રૂપખુરો ચોર ભોજન કક્ષમાં પ્રવેશ્યો. જેવા રાજા ભોજન ક૨વા બેઠા તેવો જ અભયકુમારે આકરો અગ્નિ પ્રગટાવી ધૂપ કર્યો. 226*** ...૮૦૦ અગ્નિના ધુમાડાના પ્રભાવથી રૂપખુરા ચોરે આંખમાં આજેલું અંજન આંખો બળતાં નીર બની બહાર વહી ગયું. રૂપખરો હવે પ્રત્યક્ષ પ્રગટ થયો. અભયકુમારે તેને પકડયો. રૂપખુરાની ફજેતી થવાથી તે લજ્જિત બન્યો. અભયકુમાર વિશેષ પ્રજ્ઞાવાન હતા જેથી ચોર પકડાયો. ...૮૦૧ 'માંસ સસ્તું કે મોંઘુ ? એક દીન શ્રેણીક શભા મઝારિ, અનેક પુરષ બેઠા તેણઈ ઠારિ; નગર તણી શોભા વર્ણવે, સોંઘુ મંશ/તી ંઈ ગુણ સ્તવઈ. ખીજયો ધરમી અભયકુમર, ખોટું બોલ્યો અતિહિં સહુ; સોના બરાબર ન લહું અમ્યો, કિમ સોથું ભાખો છો તમ્યો. શ્રેણિક ભાખે અભયકુમાર, ભાંજો સંદેહ કહી વિચાર; સંદેહ તાપ વીહાણે ભાંજસ્યું, હોસ્યો ખુસી નૃપ ક૨સ્યું તસ્યું. શભા વિસ૨જી સહુ કો જાય, બુધિ વિચારી તેણઈ ઠાય; વીષમ રોગ ઉપનો છંઈ રાય, ટલવાનો એક ઉપાય. ...૮૦૫ (૧) અભયકુમાર મંત્રીશ્વર જીવન ચરિત્ર (ઉપાધ્યાય ચંદ્રતિલક રચિત સંસ્કૃત મહાકાવ્યનું ભાષાંતર ભા -૩, પૃ - ૬ થી ૧૨. For Personal & Private Use Only ૮૦૨ ૮૦૩ ૮૦૪ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ કાલજ અંશ માનસનુ ખાય, શ્રેણીક રોગ તો વેગિં જાય; મોકલ્યા પૂરષ મંત્રી ઘર જ્યાંહિ, કાલજ અંશ માંગ્યું જઈ ત્યાંહિ. . ૮૦૬ મરવા ભાગો બીહીનો સહી, અભયકુમાર કહે આવ્યો વહી; કીધો સોવનનો અંબાર, કરો ઋણ અમ અભયકુમાર. સઘલા મંત્રીનિ પરધાન, મંશ ન આપઈ દઈ નીધાંન; વાહણે રાજશભા પુરાય, સોવન ઢેર કરયો તિણે ઠાય. રવાની મંશ સોધું કહી અતી, આપ્યો દ્રવ્ય ન દીધુ હતી; આતમ પર આતમ સરખાય, તેનિ મંશ મોઘુ સુણિરાય. ... ૮૦૯ રાખે આપ આતમને ખાય, તેનઈ મંશ સોલ્વ એણે ઠાય; પણિ તે પરભાવિ નરગું જાય, પરમધામિ મોરે ઘાય. યુગલ મરી જે નરગિં જાય, તે તો મંશ તણો સહી માય; અકાઈ કરતો જીવની ઘાત, પામ્યો નરગ પાતાલિં સાત. .. ૮૧૧ સુણી વચનનેં સમજા સહુ, મંશ અગડ તે કરતા બહુ; શ્રેણીક સમઝયો તેણી વાર, ધન ધન બેટો અભયકુમાર. ... ૮૧ર અર્થ:- એક દિવસ શ્રેણિકરાજા સભા ભરીને બેઠા હતા. આ સભામાં અનેક પુરુષો પણ બેઠાં હતાં. લોકો નગરની શોભાનું વર્ણન કરતા હતા. તે સમયે કેટલાક લોકોએ માંસાહારની પ્રશંસા કરતાં કહ્યું, “આપણા નગરમાં માંસ એકદમ સસ્તુ અને સુલભ છે તેથી માંસ ભક્ષણ ઉત્તમ છે.” ...૮૦૨ ધર્મપ્રિય અભયકુમાર આ સાંભળીને અત્યંત નારાજ થયા. તેમણે ગુસ્સે થઈ કહ્યું, “તમે લોકો અસત્ય બોલો છો. માંસ એ તો સોનાથી પણ વધુ કિંમતી છે. તે સહેલાઈથી મળી શકે તેમ નથી. તમે લોકો તેને સતું શા માટે કહો છો?” ..૮૦૩ શ્રેણિક રાજાએ આ વાત સાંભળી અભયકુમારને કહ્યું, “મહામંત્રી! તમારા વિચારો પ્રગટ કરી નગરજનોનો સંદેહ દૂર કરો” અભયકુમારે કહ્યું, “મહારાજ ! અવસર આવશે ત્યારે જરૂર સંદેહરૂપી તાપનું નિવારણ કરીશ. જયારે તેવું કરીશ ત્યારે મહારાજ તમે પણ ખુશ થશો” (મનુષ્યનું માંસ પ્રાપ્ત થવું દુર્લભ છે તે વાત સાબિત કરવા અભયકુમારે પાંચ દિવસની મુદત લીધી.) ...૮૦૪ સભા વિસર્જિત થતાં નગરજનો સૌ પોતપોતાના સ્થાને ગયા. અભયકુમારે એક ઉપાય વિચાર્યો “મહારાજ શ્રેણિકને અસાધ્ય રોગ ઉત્પન્ન થયો છે. આ રોગ દૂર કરવાનો એક જ ઉપાય છે. ....૮૦૫ વૈદ્યોએ કહ્યું છે કે, જો મનુષ્યના કાળજાનું માંસ ખાવા માટે આપવામાં આવેતો શ્રેણિકરાજાનો અસાધ્ય રોગ તરત જ મટી જાય.” અભયકુમારે મંત્રીના ઘરે સેવકોને આ પ્રમાણે શીખવાડી મોકલ્યા. તેઓએ ત્યાં જઈ માનવના કલેજાનું માંસ માંગી કહ્યું કે તેના બદલામાં રાજા પુષ્કળ ધન આપશે. ...૮૦૬ મંત્રીને પોતાનું જીવન પ્રિય હતું. તેઓ મરણના ભયથી ત્યાંથી ડરીને ભાગ્યા. તેઓ અભયકુમાર For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ પાસે દોડીને આવ્યા. તેમણે અભયકુમારની સમક્ષ સુવર્ણનો ઢગલો કરતાં કહ્યું, “મહામંત્રીશ્વર ! આ સુવર્ણ લઈ લો પણ મને બચાવો.’’ ૪૮૨ ...૮૦૭ એ જ પ્રમાણે અભયકુમારે અન્ય મંત્રીઓના ઘરે સેવકોને તેમના કલેજાનું માંસ લેવા મોકલ્યા. સર્વ પ્રધાનો અને મંત્રીઓએ પોતાના કાલેજાનું માંસ આપવાની મનાઈ કરી. તેઓએ તેના બદલામાં પુષ્કળ ધન આપ્યું. અભયકુમારે અવસર મળતાં જ પુનઃ રાજસભા ભરી. અભયકુમારે રાજસભામાં મંત્રી અને પ્રઘાનો તરફથી મળેલા સુવર્ણના ઢગલાઓ કર્યા. ...૮૦૮ અભયકુમારે પ્રસંગ જોઈને કહ્યું, “મહારાજ ! રાજ્યસભામાં કહેવામાં આવ્યું હતું કે, માંસ એકદમ સસ્તું છે પરંતુ હું કહું છું કે માંસ સુવર્ણથી પણ મોંધુ છે.’ મંત્રી અને પ્રદ્યાનોના ધરે સેવકો કલેજાનું માંસ લેવા ગયા. તેમણે કોઈએ પોતાના કલેજાનું રતીભર માંસ પણ ન આપ્યું. તેમણે તેના બદલામાં ઘણી સોનામહોરો આપી. મહારાજ ! મારો અને અન્યનો આત્મા સમાન છે. (સૌને પોતાનું જીવન પ્રિય છે.) આ કારણથી હું કહેતો હતો કે માંસ મોંઘું છે. (સંસારના પ્રાણીઓ પરસ્પર અવલંબિત છે.) ...૮૦૯ જે પોતાના આત્માને સુરક્ષિત રાખે છે અને બીજાના આત્માનો વધ કરી તેનું માંસ ભક્ષણ કરે છે, તેના માટે આ સ્થાને માંસ સસ્તું છે. આવા ઘાતકી લોકો મરીને નરક ગતિમાં જાય છે. માંસભક્ષી જીવોનો પરમાધામી દેવો મુદ્ગરના પ્રહરો વડે ઘાત કરે છે. ...૮૧૦ માંસભક્ષણ કરવાથી હરિવંશ કુળનું યુગલિક મરીને નરકગતિમાં પ્રવેશ્યું. કાલસૌરિક કસાઈ (માંસ માટે) જીવોના પ્રાણધાત કરવાથી પાતાળ લોકમાં સાતમી નરકના તળિયે પહોંચ્યો.'' ...૮૧૧ અભયકુમારના ધાર્મિક વચનો સાંભળીને નગરજનો સમજી ગયા. વિપુલ સંખ્યામાં લોકોએ માંસભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. શ્રેણિકરાજાને હવે સમજાયું કે અભયકુમાર લોકોને જીવદયાનો પાઠ ભણાવવા માંગતા હતા. તેઓ લોકોને સાચા જૈન બનાવવા ઈચ્છતા હતા. દયાગુણથી દીપતા મગધાધિપતિના સપૂત અભયકુમાર ધન્ય છે ! ...૮૧૨ દુહા : ૩૯ 'મેતાર્યકુમાર ચરિત્ર અભયકુમાર સમ બુધિ નહી, જેણે બંધાવી પાય; કનક કોટ કરાવીઉં, નગરી શોભા કાય. સોય કથા વિવરી કહું, સાકેતપૂર જે ગાંમ; ચંદ્રભંતસુક સારીઉં, સાગરચંદ સૂત નામ. વૈરાગઈ સંયમ લીઈ, આલ્યું બંધવ રાય; બાલચંદ નામ જ સહી, મુની વીહાર જ તાય. રાજપૂત્ર પ્રોહીત મલી, મારઈ મુનીનેં દોય; સાગરચંદ શ્રવણે સુણી, પોહોતો નિજ પુરલોય. (૧) ભરહેસ૨ની સજઝાયની કથાઓ, પૃ.૧૬ થી ૨૧. For Personal & Private Use Only ૮૧૩ ... ૮૧૪ ૮૧૫ ... ૮૧૬ Page #504 -------------------------------------------------------------------------- ________________ ४८८ • ૮૧૭ રાજ ભુવનિ પોતો સહી, કુમરેં દીઠો જામ; રીષીને કહે નાચો તમો, મુંકી મનથી મામ. પરોહીત પૂત્ર ચંગજ ધરે, રાજપૂત્ર કરે ગાન; સાથિ કુમર લુલા કરયાં, જબ તે ચૂકી તાન. બાલચંદ્ર પાયે નમ્યો, કરો એહની સાર; રીષભ કહે ટાલું વેદના, જો લઈ સંયમ ભાર. સાજા કરી સંયમ દીઈ, પ્રોહીત પુત્ર જ સોય; કરઈ દુગંછા અતિ ઘણી, કાલે સુર હૉઈ દોય. એક દીન વાંધા કેવલી, પુછયોં ભવિ છુ દોય; તે નીચેં પુરોહિત પુત્ર, બુઝિ દોહોલ્યો સોય. પ્રોહીત કહે સુણિ નૃપ કુમર, બોલી દઉ તુમ આહિ; ડબું હું જાહિ સંસારમાં, તે કાઢવો તાંહિ. લેઈ બોલ તિહાં ચવ્યો, આવ્યો અન્ય જ પેટિ; કરમ દૂછા તેહને, અંતઈ અડીઉં નેટિ. ચાંડાલીયો ચોખુ કરંઈ, ધનો સેઠી રહે જયાહિ; સાહ નારી તવ પૂછતી, તુઝ સુત દેઈશ આંહિ. સાથિં છોરુ દોએ જણે, પૂત્રી સુત બદલેઈ; તોરણ બાંધ્યા બારણે, મોછવ તામ કરેહ. ... ૮ર૫ મેતારય નામ જ ધરયો, યોવન પામ્યો જામ; કહે સુપનાંતરિ દેવતા, દીખ્યા લ્યો નર તમ. ... ૮ર૬ અર્થ - અભયકુમાર જેવી જગતમાં કોઈની પ્રશંસનીય બુદ્ધિ નથી. તેમણે નગરીની શોભા વધારવા, તેને રમણીય બનાવવા તેની ફરતે પાળ બંધાવી તેમજ સોનાનો કિલ્લો કરાવ્યો. ...૮૧૩ તે નગરની કથા હું વિસ્તાર પૂર્વક કહું છું. શાંતાપુર પાટણ (સાકેતપૂર) નામનું એક નગર હતું. ત્યાં ચંદ્રાવતંસરાજા (અને સુદર્શનારાણી) રહેતા હતા. તેમને સાગરચંદ્ર (અને મુનિચંદ્ર) નામનો પુત્ર હતો. (રાજાની પ્રિયદર્શના રાણીથી ગુણચંદ્ર અને બાળચંદ્ર બે પુત્રો થયા. પિતાનું મૃત્યુ થતાં સાગરચંદ્ર રાજા બન્યો. સાવકી માતાએ બાળકોને વિષમિશ્રિત લાડુ ખવડાવ્યા. સુવર્ણ ઔષધના પાણીથી ઝેર ઉતરી ગયું. સાગરચંદ્રને સંસારની અસારતા સમજાણી.) ...૮૧૪ સાગરચંદે વૈરાગ્ય ઉત્પન્ન થતાં અણગાર ધર્મ સ્વીકાર કર્યો. તેણે પોતાની સંપત્તિ પોતાના ભાઈને આપી, જેનું નામ બાલચંદ હતું. તે સમયે બાલચંદ રાજા થયો. ત્યારપછી મુનિ વિહાર કરી બીજા નગરમાં ચાલ્યા ગયા. ...૮૧૫ For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ४८४ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' રાજપુત્ર (સૌવસ્તિક) અને પુરોહિત પુત્ર (સુતયુ) જૈન મુનિના દ્વેષી હતા. તેઓ બન્નેએ મુનિઓને માર્યા. પોતાના ભત્રીજાઓને પ્રતિબોધવા સાગરચંદ મુનિ નગરમાં આવ્યા. ...૮૧૬ તેઓ રાજભવનમાં પહોંચ્યા. ત્યારે બાલચંદ રાજાને તેમણે દારૂના નશામાં ચકચૂર જોયો. બાલચંદ રાજાએ નફફટ બની સાગરચંદ મુનિને કહ્યું, “હે મુનિવર ! તમે પણ આ મહાત્માનો વેશ છોડી, મનથી અભિમાન ત્યાગી અમારી સાથે નૃત્યગાન કરો.” ..૮૧૭ મહાત્માએ હા પાડી. પુરોહિત પુત્રએ ચંગ નામનું વાદ્ય વગાડયું. રાજપુત્રએ સુંદર ગીતો ગાયા. સર્વ મિત્રો પણ નૃત્યગાનમાં મશગૂલ બન્યા. નશામાં ચકચૂર કુમાર અને તેના મિત્રો મુનિની મશ્કરી અને ધર્મની નિંદા કરવા લાગ્યા, ત્યારે મુનિએ તેમને અપંગ બનાવ્યા. ....૮૧૮ બાલચંદ રાજાને ખબર પડી. તેમને પોતાના પુત્રની ભૂલ સમજાણી બાલચંદ રાજાએ મુનિના પગે પડી માફી માફી માગતાં કહ્યું, “મહાત્મા! કુમારોને પુનઃ સ્વસ્થ કરો.' મુનિએ કહ્યું, “જો તેઓ સંયમ અંગીકાર કરશે તો સર્વની વેદના દૂર કરીશ.” ...૮૧૯ મુનિએ સર્વની વેદના દૂર કરી તેમને સાજા કર્યા તેમજ તેમને વિરતિધર બનાવ્યા. પુરોહિત પુત્રને સંયમિત થવા છતાં મુનિજીવન પ્રત્યે દુર્ગછા હતી. તે કાળક્રમે મૃત્યુ પામી દેવ થયા (રાજપુત્ર પણ વિશેષ ધર્મારાધના કરી સ્વર્ગમાં ગયા.) ...૮૨૦ એક દિવસ નગરમાં કેવળી ભગવંત પધાર્યા. તેઓ તેમના દર્શન કરવા ગયા. રાજપુત્ર અને પુરોહિત પુત્રએ વંદન કરી પૂછયું, “ભગવન્! અમે ભવી છીએ કે અભવી?' કેવળી ભગવંતે ઉત્તર આપતાં કહ્યું, “તમે નિશ્ચયથી ભવી જીવ છો.” પુરોહિત પુત્ર અને રાજપુત્ર બંને ભગવંતના વચનથી બોધ પામ્યા...૮૨૧ પુરોહિત પુત્રએ કહ્યું, “હે રાજકુમાર ! હું કહું છું તે સાંભળો. હું તમને અહીં વચન આપું છું, કે ભવિષ્યમાં જો હું સંસાર સાગરમાં ખેંચી જાઉં તો મને જરૂરથી પ્રતિબોધિત કરી ઉગારજો.” (સ્વર્ગમાં બન્નેએ સંકેત કર્યો કે, જે પ્રથમ મનુષ્યપણે ઉત્પન્ન થાય તે બીજાને પ્રતિબોધિ ધર્મ પમાડે.) ...૮રર આ રીતે વચન (કોલ) આપી પુરોહિત પુત્રનો આત્મા દેવભવમાંથી ચવી ચાંડલિણિની કૃષિમાં ઉત્પન થયો. તેણે પૂર્વભવમાં સાધુની દુર્ગછા કરી હતી. તે કર્મ તેને અહીં પણ ઉદયમાં આવ્યું. કરેલાં કર્મો અંતે તેને નડયાં! ...૮૨૩ ચાંડલિની, ધનાશેઠને ત્યાં સફાઈનું કામ કરતી હતી. શેઠાણીને સગર્ભા અવસ્થામાં માંસભક્ષણનો દોહદ ઉત્પન્ન થયો, જે ચાંડાલિનીએ પૂર્ણ કર્યો. (શેઠાણીને એક પણ બાળક જીવતું રહેતું ન હતું તેથી તેઓ દુઃખી હતા) એક દિવસ શેઠાણીએ ચાંડલિનીને પૂછયું, “(તું અને હું બન્ને ગર્ભવતી છીએ.) જો તને પુત્ર જન્મે તો તું મને આપીશ? મને પુત્રી જન્મશે તો હું તને જરૂર આપીશ.” ....૮૨૪ બન્ને સ્ત્રીઓએ યોગ્ય સમયે સાથે જ બાળકોને જન્મ આપ્યો. (ધના શ્રેષ્ઠીની ભર્યાએ પુત્રીને જન્મ આપ્યો. અંત્યજની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો.) બન્ને સ્ત્રીઓએ ગુપ્તપણે પોતાના પુત્ર અને પુત્રી એકબીજાને (૧) નોંધ :- સાગરચંદે પોતાનું રાજ્ય બાલચંદને નહીં પરંતુ નાનાભાઈ ગુણચંદ્રને આપ્યું. ભરોસરની કથાઓ, પૃ.૧૭. For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ ... ૮૩૦ આપી બદલાવી લીધા. ધના શ્રેષ્ઠીને ત્યાં પુત્ર જન્મની ખુશીલીમાં હવેલીમાં તોરણો બંધાયા. શેઠે ખૂબ ધામધૂમપૂર્વક મોટો મહોત્સવ ૨ર્યો. ...૮૨૫ શેઠે તે પુત્રનું નામ મેતાર્યકુમાર રાખ્યું. સર્વ પ્રકારના સુખો ભોગવતો મેતાર્યકુમાર યૌવન વયમાં પ્રવેશ્યો. ત્યારે સ્વપ્નમાં આવીદેવે કુમારને કહ્યું, “કુમાર!તમે પ્રવજ્યા અંગીકાર કરો.” ...૮૨૬ ચોપાઈઃ ૧૭ દિવ્ય બોકડો ઃ મેતાર્યકુમાર મુનિ બન્યા દિખ્યાનલી વિચરતે આપ,કન્યા આઠ પરણાર્વે બાપ; વરઘોડે વર ચઢીઉં તને, આવ્યો દેવતા વેગે તમેં. • ૮૨૭ મેતારજનો ઢેઢ પીતાય, તેના દિલમાં પરગટ થાય; તે ધૂણઈ નહીં માહરે પુત્ર, પરણાવ તે ઉછવ અદભૂત. ... ૮૨૮ ચાંડાલી કહે દુખ મમ કરો, મેતારય તારો દીકરો; ઢેઢઈ બૂધો હાર્થિ કરયો, મારયો સોઢે સુત હાર્થિ ધરાયો. ... ૮૨૯ આયા વાણીયા સઘલા ત્યાં હિં, સૂતનેં ઘાલ્યો દુરગંધમાંહિં; રાતિ દેવતા આવ્યો વહી, ઉછુ હોઈ તો માંગો સહી. પૂરવ મીત્ર સુર જાણ્યો જિસે, દૂરગંધથી કાઢો કહે તિસે; સૂર કહે દીક્ષા લઉં જોય, એ દૂરગંધથી કાઢું તોય. એકદા નારી સુખ દેખાડ, મુઝને દીક્ષા પછે પમાડ; ત્યારે દેવ આપઈ બોકડો, રત્ન ઝરઈ ગુણ એ જગિ વડો. લઈ રત્ન શ્રેણીક કે જાય, ભાખી બોકડા તણી કથાય; માંગ્યો બોકડો બાંધ્યો બારિ, મુંકઈ દુરગંધ તેણઈ ઠારિ. આપ્યો બોકડો તેણે ઠાય, અત્યજનેં પૂછે તવ રાય; લાર્વે ભેટિ કુંણ કારણ અહી, ત્યારેં અંતજ બોલ્યો તહી. તુમ પુત્રી મુઝ સૂતને દીઉં, સુણતા રાજા બહુ ખીજીઉં; હાણો સરવર્તે કસ્યો વીચાર, બુધિવંત બોલ્યો અભયકુમાર. એહને કો એક દેવતા આપંઈ, કરી પરીખ્યા હણનું પછે; તેડયો ઢેઢ મેં પૂત્રી તામ, રાય તણા કીજે તુમ કામ. વૈભારગીરિ બાધો પાય, સોવન ગઢ રાજાનિ કાય; કોસીસે સુત દેસે ધીર, આણે ખીર સમુદ્રનું નીર. સનાન સોય તિહાં બેઠો કરે, છત્ર રાયનું સિર પર ધરઈ; તો મુઝ બેટી દીજે સહી, ઢેઢઈ કહ્યો બેટાને જઈ. ... ૮૩૮ For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ મેતારજ સુ૨નેં કહૈ જિસે, સરવ કામ કરયો તિહાં તસૈ; હરખ્યો રાજા બેટી દેહ, પહલી આઠ તીહઈ પરણેહ. પછે દેવ કહૈલ્યો દીખ્યાય, કહૈ થોડા દીન રહો સુર રાય; કરી અવધ્ય ગયા વરસ બાર, કહૈ સુર લ્યો હવે સંયમ ભાર. મેતારજ ઉઠયો જેણીવાર, સ્ત્રી કહે દ્યો અમનેં વરસ બાર; ધરી દયાનિં સુર તે ગયો, બારે વરસે પરગટ થયો. લે મેતારજ તું દીખ્યાય, તવ ના૨ીસ્યું ઉભો થાય; વીર હાર્થિં લેં સંયમ ભાર, તપ કરીઆ નર કરે અપાર. માસખમણ પારણ દીન જિતેં, સોનીનેં ધરિ પહોતો તિસે; શ્રેણીક સાથીઆ કાજઈ સોય, એકસો આઠ ઘડયા જવ જોય. તડકે મુંકી ઘરમાં ગયો, કરોંચ પંખીઉં ચણી નંઈ રહ્યો; સોની કહૈ લીધા રીષીરાય, સાધ ન બોલે ધરી દયાય. મારયો વાઘરિ વીંટયો સીસ, ષમા ધરી નાંણી તેણે રીસ; નવ પૂરવ ઘર પાંમ્યો રીધિ, અંતગડ કેવલી પાંમ્યો સીધ. ઈણે અવસર કાઠીનો ભાર, મસ્તગથી નાખ્યો નીરધાર; કોરેંચ પંખીઉ બીહનો જિતેં, સોનાના જવ વમીઉ અસેં. દેખી સોની મનમાહા ડસ્યો, અહો અનરથ ઘણો મેં કરયો; રાય જમાઈ મોટો જતી, રાજદંડ હોર્સે મુઝ અતી. ઉગરવાનો કીધો ઉપાય, કુટુંબ સહીત લીઈ દીખ્યાય; અભયકુમારિ વારયો રાય, હુઉં સાધતો કસ્યો કષાય. ... ૮૪૮ અર્થ : - ધના શ્રેષ્ઠીને પુત્ર પ્રત્યે અત્યંત મોહ હતો તેથી તેમણે પુત્રની દીક્ષાની વાતને ન ગણકારતાં કહ્યું, ‘વત્સ ! તું દીક્ષા ન લઈશ. તું અમારી પાસે જ રહે’' પિતાએ તેને સંસારમાં રોકવા આઠ સ્વરૂપવાન અને ગુણવાન કન્યાઓ સાથે લગ્ન કરાવવાનો વિચાર કર્યો. જેવા તે વરઘોડે ચડચો તેવો જ એક દેવ ત્યાં ઝડપથી આવ્યો. તું ...૮૨૭ ... ૮૩૯ For Personal & Private Use Only ૮૪૦ ... ૮૪૧ ... ૮૪૨ ...૮૪૩ ...૮૪૪ ... ૮૪૫ ... ૮૪૬ આ દેવે મેતાર્યકુમારના અસલી પિતાના શરીરમાં પ્રવેશ કર્યો. દેવના પ્રવેશવાથી(ચાંડલ) અંત્યજ ધૂણવા લાગ્યો. તેણે નિસાસો નાખી દુ:ખી થતાં કહ્યું, ‘‘મારે કોઈ પુત્ર નથી તેથી હું તેનો અદભુત ઉત્સવ કરી ઠાઠમાઠપૂર્વક પરણાવીશ.’’ ...૮૨૮ ત્યારે ચાંડલિનીએ કહ્યું, “હે સ્વામી! તમે આમ નિસાસો નાખી દુઃખી ન થાવ. મેતાર્ય કુમાર તમારો જ પુત્ર છે.’’ ચાંડલે એક લાકડાનો દંડો હાથમાં પકડયો. તેણે પત્નીને બરડે દંડાથી પ્રહાર કર્યો અને પુત્રને પોતાના કુળની કન્યાઓ પરણાવવાનું કહી પોતાના ઘરે લઈ ગયો. ...૮૨૯ ... ૮૪૭ Page #508 -------------------------------------------------------------------------- ________________ ત્યારે વણિક સમાજે ભેગાં થઈ મેતાર્યકુમારને એક દુર્ગંધમય જગ્યામાં પૂરી દીધો. રાત્રિના સમયે પૂર્વનો મિત્ર દેવ ત્યાં દોડી આવ્યો. તેણે કહ્યું,‘‘કંઈ જરૂર હોય તો તમે માંગો હું તમને મદદ કરીશ.''...૮૩૦ ‘આ પોતાનો પૂર્વ ભવનો જ મિત્ર છે, ’ એવું જાણી તેને મદદ માટે વિનંતી કરતાં મેતાર્યકુમારે કહ્યું, ‘‘હે મિત્ર દેવ ! તમે મને આ દુર્ગંધથી મુક્ત કરાવો. મને અહીંથી બહાર કાઢો’' દેવે કહ્યું, ‘“મિત્ર ! જો તમે સંયમ સ્વીકારો તો હું દુર્ગંધથી મુક્ત કરું.'' ...૮૩૧ મેતાર્યકુમારે કહ્યું, ‘‘મિત્ર દેવ ! તમે મને એકવાર સ્ત્રી સહવાસનું સુખ માણવા દો પછી તમે મને સંયમ પમાડજો.'' ત્યારે દેવે તેને એક દિવ્ય બકરો અને વિદ્યા આપી. તે બકરો નિત્ય રત્ન આપતો હતો. આ બકરો દેવાધિષ્ઠ હોવાથી ઉત્તમ અને ગુણવાન હતો. ...૮૩૨ અંત્યજ બકરા તરફથી મળેલા રત્નોનો થાળ લઈ શ્રેણિકરાજા પાસે આવ્યો. તેણે દેવાધિષ્ઠ બકરાની વાત રાજાને જણાવી. રાજાએ ઉત્તમ બકરાની માંગણી કરી તેને પોતાના રાજમહેલમાં બાંધ્યો. બકરાએ રાજમહેલના દ્વારે પ્રવેશતાં જ ભયંકર દુર્ગંધમય વિષ્ટા છોડી. ...૮૩૩ ભયંકર દુર્ગંધ સહન ન થવાથી શ્રેણિકરાજાએ તે બકરો અંત્યજને ત્યાં પાછો આપ્યો. રાજાએ અંત્યજને પૂછયું, “તું આવા દુર્ગંધી બકરાની ભેટ અહીં શામાટે લાવ્યો છે ?'' ત્યારે અંત્યજે ખુલાસો કરતાં રાજાને કહ્યું. ...૮૩૪ ૪૮૭ “હે મહારાજ ! તમારી કન્યાના વિવાહ મારા પુત્ર મેતાર્ય સાથે કરાવો.’' આવી અનુચિત માંગણી સાંભળી મહારાજા અત્યંત ખીજાયા. તેમણે સેવકોને આદેશ આપતાં કહ્યું, ‘આ અવિવેકી અંત્યજને પકડો. તે સર્વને વિચાર કર્યા વિના જ મારી નાંખો'' ત્યારે બુદ્ધિવંત અભયકુમારે પિતાજીને રોકતાં કહ્યું...... ....૮૩૫ “મહારાજ ! ધીરજથી કાર્ય કરો. આ બકરો તેને કોઈ દેવે આપ્યો છે. આપણે તેની પરીક્ષા કરી પછી શિક્ષા આપશું.’’ અભયકુમારના કહેવાથી મહારાજાએ અંત્યજને રાજસભામાં બોલાવ્યો. અભયકુમારે અંત્યજને કહ્યું, “રાજા તમને એમની પુત્રી જરૂર આપશે પણ તેના બદલામાં રાજાના સર્વ કાર્યો તમારે કરવાં પડશે.'' ...૮૩૬ તમે વૈભારગિરિ પર્વત સુધી સડક બનાવી આપો (જેથી ત્યાં પધારેલા ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા જઈ શકાય) અને શહેરનો કિલ્લો સુવર્ણમય કાંગરાનો બનાવી આપો, આટલું કાર્ય કરતાં રાજા જરૂર પોતાની કન્યા તમને આપશે. (આ બે કાર્ય દેવે તરત જ કરી આપ્યા) ત્યારપછી પુનઃ રાજાએ એક શરત કરી કે ઊંચા કિલ્લા જેટલું ક્ષીરસમુદ્રનું અમૃત જેવું પાણી લાવો. ...૮૩૭ આ ક્ષીર સમુદ્રના પાણીમાં તમારો પુત્ર સ્નાન કરી શુદ્ધ થાય તેમજ રાજાનું છત્ર સિર ઉપર ધરે તો હું મારી પુત્રી તમારા પુત્રને આપીશ.અંત્યજે જઈને પોતાના પુત્રને સર્વ હકીકત કહી. ...૮૩૮ મેતાર્ય કુમારે દેવને જે કાર્યો ક૨વા માટે આદેશ આપ્યો તે સર્વકાર્યો દેવે ક્ષણવારમાં પૂર્ણ કર્યા. રાજા અત્યંત ખુશ થયા. તેમણે પોતાની પુત્રીના લગ્ન મેતાર્યકુમાર સાથે કરાવ્યા તેમજ પૂર્વની આઠ કન્યાઓ પણ મેતાર્યકુમારને પરણી. ...૮૩૯ . For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ४८८ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ’ કરો.” થોડા સમય પછી પુનઃ દેવે આવીને મેતાર્યકુમારને કહ્યું, “હવે તમે સંયમ સ્વીકારો મેતાર્યકુમારે કહ્યું, “સુરરાય ! થોડો વખત થોભી જાવ. પછી હું દીક્ષા લઈશ.” દેવે બાર વરસની અવધિ આપી. અવધિ પૂર્ણ થતાં પુનઃ દેવ પ્રતિબોધ પમાડવા આવ્યા. દેવે કહ્યું, “મિત્ર! હવે જાગૃત થાય અને સંયમનો સ્વીકાર ...૮૪૦ મેતાર્યકુમાર સયંમ લેવા તૈયાર થયા ત્યારે તેમની પત્નીઓએ રોકતાં કહ્યું, “સ્વામીનાથ! હજુ સંયમ લેવાની વાર છે. અમને હજુ બાર વરસની અવધિ આપો” (યુવાની ઢળશે ત્યારે દીક્ષા લેજો.) દેવને સ્ત્રીઓ પ્રત્યે દયા આવી. બાર વર્ષનો સમય પૂર્ણ થતાં દેવ પુનઃ જગાડવા પ્રગટ થયો. ...૮૪૧ દેવે કહ્યું, “મેતાર્ય! હું તારો મિત્ર દેવ છું. તને પ્રતિબોધ પમાડવા આવ્યો છું. તારો સંસારકાળ પૂર્ણ થયો છે. તું સર્વવિરતિના માર્ગે પ્રયાણ કર.” ત્યારે મેતાર્યકુમાર બોધ પામ્યા. તેઓ નારીઓનો સંગ છોડી ઊભા થયા. તેમણે મહાવીર સ્વામીના મુખેથી “કરેમિ ભંતે' નો પાઠ ભણી સંયમ સ્વીકાર્યો. સંયમ લઈને મેતાર્યમુનિએ ઉગ્ર તપશ્ચર્યા કરી. ..૮૪૨ મેતાર્યમુનિ માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા. પારણાના દિવસે તેઓ રાજગૃહી નગરીના સોનીના ઘરે ભીક્ષા વહોરવા પહોંચ્યા. સોની શ્રેણિક રાજાના જિનપૂજાના સાથિયા માટે એકસો આઠ સોનાના જવ ઘડી રહ્યો હતો. ...૮૪૩ સોનાના જવ ઘડી સોનીએ તડકે મૂક્યા. (ત્યાં મેતાર્યમુનિ ગોચરી માટે ઘરે પધાર્યા. મુનિને વહોરાવવા સોની ઊભો થઈ ઘરમાં ગયો.) તેટલી વારમાં કૌંચ પક્ષી અનાજના દાણા સમજી સોનના જવ ચણી ગયો. (મુનિને વહોરાવી સોની પુનઃ જવ બનાવવા બેઠો ત્યાં જવા ન દેખાયા. સોનીને શંકા થઈ) સોનીએ વિચાર્યું, “નક્કી આ સોનાના જવ મુનિએ જ લીધા છે” તેણે મુનિને પકડીને સોનાના જવ વિશે પૂછયું. ત્યારે જીવદયા પ્રેમી મેતાર્યમુનિ મૌન રહ્યા. (કૌચ પક્ષીએ જવ ખાધાં છે, તેવું કહેવાથી સોની તેની હત્યા કરે.) ...૮૪૪ સોનીએ અત્યંત ગુસ્સામાં ચામડાની વાઘર લાવી ભીની કરી મુનિના મસ્તકે કસકસાવીને બાંધી. (મુનિને તડકામાં ઊભા રાખ્યા. વાધર સંકોચાતી ગઈ મુનિની આંખો બહાર આવી ગઈ. તેમણે સોની ઉપર અંશમાત્ર દ્વેષ ન રાખ્યો. તેમની પાસે નવ પૂર્વનું જ્ઞાનરૂપી ધન હતું. તેઓ અંતગડ કેવળી બની સિદ્ધ પદ પામ્યા.) ...૮૪૫ એ સમયે કઠિયારો મસ્તકે લાકડાનો ભારો ઉપાડી આવ્યો. તેણે બળતણનો ભારો મસ્તક ઉપરથી જોરથી નીચે ફેંક્યો. પાસે રહેલું કૌંચ પક્ષી લાકડાના ભારાના અવાજથી ડરી ગયું. તેની ચરકમાં સોનાના જવલાનું વમન થયું. ..૮૪૬ સોનીએ આ જોયું. તેના મનમાં ધ્રાસકો પડયો. તેણે વિચાર્યું, ‘મારાથી ખૂબ મોટો અનર્થ થઈ ગયો (૧) મેતાર્યમુનિ મૃત્યુ પામી મોક્ષમાં પહોચ્યા.તેમનું શરીર ધબ દઈને નીચે પડવાથી તેના ફફડાટને લીધે, કૌચ પક્ષીના પેટમાં જવલા વાઈ ગયા. (ભરડેસરની કથાઓઃ પૃ.૨૦) For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ છે. આ મેતાર્યમુનિ મહાન સંત છે. તેઓ મહારાજા શ્રેણિકના જમાઈ છે. તેમની હત્યા કરવા બદલ રાજા મને જરૂરથી ભયંકર રાજદંડ આપશે.” ..૮૪૭ સોનીએ મૃત્યુ દંડમાંથી ઉગારવા માટે એક યુક્તિ વિચારી. તેણે સહકુટુંબ સાથે દીક્ષા લીધી. (મહારાજા શ્રેણિકને જયારે ખબર પડી કે મેતાર્યમુનિની હત્યા કરનાર સોની છે, ત્યારે તેઓ સોનીને આકારો દંડ દેવા તૈયાર થયા.) બુદ્ધિનિધાન અભયકુમારે તેમને અટકાવતાં કહ્યું, “મહારાજ! તેમણે મુનિવેશ ધારણ કર્યો છે. હવે કેવો દ્વેષ?'' ...૮૪૮ દુહા : ૪૦ કુમર કષાઈ ટાલતા, બુધિવંત અભયકુમાર; સીચાનક હસ્તીને કઉં, દયાવંત જગ સાર. ••• ૮૪૯ અર્થ - મહારાજા શ્રેણિકનો કષાય દૂર કરનાર બુદ્ધિવંત અભયકુમાર ધન્ય છે! તેમણે તોફાને ચડેલા સેચનક હસ્તીને શાંત કરી તેને જગતમાં દયાવંત અને ઉત્તમ બનાવ્યો. •••૮૪૯ ઢાળ : ૨૮ જેવો સંગ તેવો રંગ પ્રણમી તુમ સૂમંધરજી એ દેશી ગજ એક દીન પરવસ થયોજી, ગજ નવિ માને રે કોણિ; ગજ કારણિ રાંઈ તેડીઉંજી, અભયકુમારને એણિ. • ૮૫૦ સોભાગી ધન શ્રેણિક સુત સાર.. આંચલી. ગજનઈ કુમરેં બાંધીઉંજી, જિહાં મુની પોષધશાલ; ગજ દેખેં મુની પુંજતાજી, ગજ હુઉ સુકમાલ. ગજનું કામ પડ્યો જદાજી, ગજ ન કરે સંગ્રામ; ગજ અનુકંપા આણંતોજી, ગજ નવિ લેં કુણ નામ . ૮૫ર સો. ગજ પાપી ધરિ બાંધિઉંજી, ગજ દેખત પ્રશ્રુઘાત; મારિ શબદ શ્રવણે સુણીજી, ગજ દૂરદાંત જ થાત. ... ૮૫૩ સો. અર્થ - એક દિવસ ગંધ હસ્તી સેચનક ગાંડોતુર થયો. તે બેકાબૂ બન્યો. ગજરાજ સેચનકને હોંશિયાર મહાવતો પણ વશ ન કરી શક્યા. ગજરાજ કોઈનું નિયંત્રણ સ્વીકારવા તૈયાર ન હતો. ત્યારે તોફાને ચડેલા ગજરાજને કઈ રીતે શાંત પાડવો? એવી દુવિધા ઉત્પન્ન થતાં રાજાએ (ગજરાજને વશ કરવા) અભયકુમારને ત્યાં બોલાવ્યો. ...૮૫૦ અભયકુમારે ઉન્મત્ત બનેલા ગજરાજને શાંત કરવા જ્યાં મુનિ ભગવંતોનું રહેઠાણ હતું ત્યાં પૌષધશાળાની નજીક બાંધ્યો. ગજરાજ નિત્ય મુનિ ભગવંતોની (જીવદયાની ક્રિયા જેવી કે) રજોહરણથી પુજીને ચાલવું, પુંજીને બેસવું, મુહપત્તિ બાંધી બોલવું ઇત્યાદિ ક્રિયાઓ જોઈ અત્યંત કરુણાશીલ બન્યો. તેનું હૃદય સુકોમળ બન્યું. ...૮૫૧ • ૮૫૧ સો. For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” . ૮૫૪ સો. (અનુકંપાથી આદ્ર બનેલા ગજરાજનું મન ઉપશાંત થયું.) હવે જ્યારે મહારાજાને એક વખત શત્રુઓ સાથે સંગ્રામ કરવાનો અવસર આવ્યો ત્યારે ગજરાજનું કામ પડયું પરંતુ ગજરાજ કોઈ રીતે સંગ્રામ કરવા તૈયાર ન થયો. ગજરાજ સર્વ જીવો પ્રત્યે કરૂણા ભાવ ધરાવતો હતો. તે સંગ્રામમાં કોઈને હાની પહોંચાડવા ઈચ્છતો ન હોવાથી કોઈનું નામ પણ લેતો ન હતો. ....૮૫ર (રાજાએ આ સમસ્યાનો સુલેહ કરવા પુનઃ અભયકુમારને બોલાવ્યા.) અભયકુમારે ગજરાજમાં લડાયક ભાવ લાવવા તેને ખાટકીના ઘરની સામે બાંધ્યો. ખાટકી નિત્ય પાપની પ્રવૃત્તિ કરતો. તે નિત્ય પશુઓનો ઘાત કરતો. તેમના માંસ, રક્ત અને ચિચિયારીઓ તેમજ ખાટકીના “મારો' “મારો' ના શબ્દો સાંભળી ગજરાજ ખૂંખાર માનસવાળો થયો. (હવે સેચનક હાથી જુરસાપૂર્વક યુદ્ધ કરવા લાગ્યો) અભયકુમારની પ્રબુદ્ધ બુદ્ધિની લોકોએ પ્રશંસા કરી. ...૮૫૩ દિવ્યહારની શોધ એક દીનહાર ચીલણાતણોજી, ગ્રહેવાનર જેણી વાર; સાત દીવસમાં આંણસ્પંજી, બોલ્યો અભયકુમાર. હાર ન લાભે રાયનોજી, દિવસ થયા તવ સાત; અભયકુમાર પોસો કરેંજી, ગુરુને વંદન જાત. ... ૮૫૫ સો. નગરી વજાવ્યો ડાંગરોજી, જખિ જાણઈ એ વાત; વાહણે નામ કહે સહીજી, હોસે તેમની ઘાત. .. ૮૫૬ સો૦ તસકર બીહનો અતિ ઘણોંજી, ઘાલ્યો મુની ગલેં હાર; અભયકુમાર દેખી લીઈજી, બુધિ તણો ભંડાર. ... ૮૫૭ સો. દીધો હાર શ્રેણીકનેંજી, હરખ્યો શ્રેણીક રાય; ગયા રત્ન જેણે વાલીઆંજી, સુણજ્યો સોય કથાય. .. ૮૫૮ સો૦ અર્થ - એકવાર ચેલ્લાણારાણીનો દિવ્યહાર કોઈએ ચોરી લીધો. શ્રેણિકરાજાએ હારની શોધ માટે પોતાના પુત્ર અભયકુમારને ત્યાં બોલાવ્યો. અભયકુમારે કહ્યું, “હું સાત દિવસમાં હારની ચોરી કરનાર વ્યક્તિને શોધી આપીશ.' ..૮૫૪ અભયકુમારે આકાશ પાતાળ એક કરી કોશીશ કરી પરંતુ હારની ચોરી કરનાર ચોરો ન મળ્યા. મહારાજા હાર ન મેળવી શક્યા. એકવાર તિથિ હોવાથી અભયકુમારે પૌષધવતની આરાધના કરી હતી. તેઓ પૌષધ પૂર્ણ કરી ગુરુને વંદન કરવા ગયા. ...૮૫૫ તે પૂર્વે તેમણે નગરમાં પડહ વગડાવ્યો (કે જેની પાસે હાર હોય તે આપી જાય. આ દિવ્યહાર દેવનો આપેલો હોવાથી કોઈને પચશે નહીં. જેના ઘરમાંથી આહાર મળશે તેને દેહાંત દંડની સજા કરવામાં આવશે.) વંતરે આ ઉદ્ઘોષણા જાણી. પુત્રોએ પણ પડહ સાંભળ્યો. તેમણે પોતાના વ્યંતર પિતાને કહ્યું, “રાજાના For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ માણસો અમારી પાસે રહેલો હાર જોશે તો અમને મૃત્યુદંડની શિક્ષા કરશે.” •••૮૫૬ (પુત્રોએ તે દિવ્યહાર વ્યંતરને પાછો આપ્યો) વ્યંતરે હારની ચોરીથી પકડાઈ જવાની બીકે કાયોત્સર્ગમાં ઉભેલા મુનિ ભગવંતના ગળામાં તે હાર પહેરાવી દીધો. પૌષધ કરવા આવેલા અભયકુમાર ગુરુને વંદન કરવા ગયા ત્યારે તે હાર ગુરુના ગળામાં જોયો. તેમણે તે હાર ગુરુ પાસેથી લઈ લીધો (અભયકુમારના પૂછવાથી ગુરુએ હારનું રહસ્ય બતાવ્યું. તેમણે ઉપયોગ મૂકી કહ્યું, “આ હારનો સાંધનાર અરજણ સોની હતો. તે મૃત્યુ પામી યંતર થયો. વ્યંતર પૂર્વે સોની હતો. દિવ્યહાર તૂટી ગયો ત્યારે તેને પરોવી તેણે ૫૦,૦૦૦ સોનામહોરો લીધી હતી. બીજી ૫૦,૦૦૦ સોનામહોરો બાકી હતી. જે રાજાએ આપી ન હતી તેથી વ્યંતરે ગુસ્સે થઈ રાણીનો હાર ચોરી લીધો. આ હાર તેણે મારા ગળામાં પહેરાવ્યો.)'' અભયકુમારની બુદ્ધિ અપરંપાર હતી. ...૮૫૭ અભયકુમારે દિવ્ય હાર લઈ શ્રેણિક રાજાને આપ્યો. ત્યારે રાજાની ખુશીનો કોઈ પાર ન રહ્યો (રાણીએ હાર ચોરાઈ જતાં ખાવાનું છોડી દીધું હતું.) અભયકુમારની બુદ્ધિ વડે ખોવાઈ ગયેલાં રત્નો પાછાં મળ્યાં. તે કથા હવે તમે સાંભળજો. ...૮૫૮ ચોપાઈ : ૧૮ અદત્ત થાપણ યોગ્ય સ્થાને ધન સેઠી વિવહારી જેહ, જાત્રા કારણિ ચાલ્યો તેહ; મદનસેઠિ વિવહારી જાંહિ, રત્ન વાટુઉં મુંકે જયાંહિ. કરી યાતરા આવૈ ફરી, લીધો વાટુઉં માંગી કરી; છોડી કાપી જોયો જસે, પાંચ રત્ન બદલ્યાં સહી તસે. પહંતો અભયકુમારનેં સંગિ, વાત પ્રકાસી મનને રંગ; મંત્રી કહે વગર કુણ કામ, તાહરાં રત્ન પાડીશ હું ઠામ. તુનારા તેડયા તિહાં વલી, દેખાડી રત્ન કોથલી; માસ પાખં પહિલો અહી જુઉં, કોણિ તુન્યો છે આ વાટિઉં. એક તુનારો કહે જાણીઉં, મદન સેઠી વસે વાણીઉં; તેણે તુનાવ્યો એ વાટુઉં, હું નવિ જાણું ભેદ જે હુઉં. મદન સેઠિ તેડાવ્યો તેહ, તો વાટુઉં તુનાવ્યો જેહ; તે કારીગર રહે છે કિંહા, તેહને તેડી આંણો ઈહાં. મદનસેઠિ મ કરિ તિહાં ગયો, મેં તો વાટુઉ કો નવિ લહયો; હું ન લહે કહાં તુનકાર, સુણતાં ખીજયો અભયકુમાર. દેખાડ્યો વાણિગ વાટૂલ, તુનારો તિહાં પરગટ હુઉં; તેં તુનાવ્યો છે કે જુઉં, વાણિગ તવ કાલે સુખિં હુઉં. ૬૧ ૮૬૨ • ૮૬૬ For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ••• ૮૬૮ મંત્રી કહે કપટી વૈરાગ, જિહાં લગે બલવાન થયંઈ લાગ; તવ લગ સતાને તવ લગ સતી, એકાંતિ કાંમિ મલ્યા જવ નથી. • ૮૬૭ સમતાં સીલ ન રહી દાતાર, માયા લોભ જસ નહી લગાર; માંન રહીત નર જે કહવાય, કાંમ પડઈ સહુ જાણ્યા જાય. જાણ્યો મદનસેઠિ ખોટાર, રત્ન અણદીધાં તેણી વાર; ધનસેઠિને આપ્યા સહી, અભયકુમારની બુધિ એ લહી. ... ૮૬૯ અર્થ :- ધનદત્ત શેઠ નામના એક ધનાઢય વ્યાપારી હતા. તેઓ એકવાર યાત્રા કરવા માટે નીકળ્યા. તેમણે મદનશેઠ નામના એક વ્યાપારીને ત્યાં યાત્રાએ જતાં પૂર્વે કિંમતી રત્નોનો કરંડિયો (બોઘરણું) મૂક્યો. ...૮૫૯ ધનદ શેઠ ઘણા સમય પછી યાત્રા કરી જ્યારે પાછા ફર્યા ત્યારે મદનશેઠ પાસેથી રનનો કરંડિયો થાપણ તરીકે મૂક્યો હતો તે પાછો માંગ્યો. મદનશેઠે લોભથી ધનદ શેઠે આપેલા રત્નોનો કરંડિયો છોડી જોયું. અમૂલ્ય રત્નો જોઈ તેમણે તેમાંથી પાંચ રનો કાઢી તેની જગ્યાએ બીજા ખોટા પાંચ રત્નો મૂક્યા...૮૬૦ (ધનદ શેઠે ઘરે જઈ પોતાના રત્નોનો કરંડિયો ખોલી જોયું કે પાંચ રત્નો શેઠે બદલાવી લીધાં છે.) તેઓ ન્યાય મેળવવા માટે અભયકુમાર પાસે પહોંચ્યા. તેમણે મહામંત્રીને સધળો વૃતાંત કહ્યો. મંત્રીશ્વરને ધનદત્ત શેઠની વાત મનથી સત્ય લાગી. તેમણે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય! હું કોઈ પણ કાર્ય કર્યા વિના તમારા રત્નો પાછાં મેળવી આપીશ. હું તમારાં રત્નોને તેના યોગ્ય સ્થાને પહોંચાડીશ.” ••૮૬૧ અભયકુમારે તુનારાઓ (મહેનતાણું લેનારા, પીંજરા, ઝવેરી)ને પોતાને ત્યાં બોલાવ્યા. તેમને રત્નોની કોથળી બતાવતાં પૂછયું, “એક માસ પૂર્વે અહીં કોણે વાટવો તુચો (ઘડયો) છે? બરાબર જોઈ યાદ કરો.” ...૮૬ર અભયકુમારે ઝવેરીઓને બોલાવ્યા. તેમને તેમણે રત્નનો વાટવો(કોથળી) બતાવ્યો. તેમણે ઝવેરીઓને પૂછયું, “એક માસ પૂર્વ આ વાટવો કોણે ઘડયો છે?” એક તુનારાએ કહ્યું, “મંત્રીશ્વર! હું તેને જાણું છું. મેં જ આ વાટવો બનાવ્યો છે. મેં આ કાર્ય મદનશેઠ નામના વણિકને ત્યાં કર્યું હતું. તેમણે મને વાટવો બનાવવા આપ્યો હતો. હું આથી વિશેષ કોઈ ભેદ જાણતો નથી.” ...૮૬૩ અભયકુમારે તરત જ સેવકો દ્વારા મદનશેઠને બોલાવી પૂછયું, “તમે જે રત્નોનો વાટવો બનાવ્યો છે, તે કારીગર ક્યાં છે? તેને અહીં જલ્દીથી તેડાવો.” ..૮૬૪ મદન શેઠે નકાર ભણતાં કહ્યું, “મેં તો રત્નોનો વાટવો બનાવવા આપ્યો જ નથી. જ્યાં રત્નોનો વાટવો મેં બનાવ્યો નથી ત્યાં પીંજનારા લોકોની મને શી જરૂર પડે?' શેઠની અસત્ય વાત સાંભળી અભયકુમાર ખૂબજ ગુસ્સે થયા. ...૮૬૫ અભયકુમારે તરત જ સેવકો દ્વારા ધનદત્ત શેઠનો વાટવો મંગાવી બતાવ્યો. પીંજારો (તુનારો) પણ ત્યાં હાજર હતો. અભયકુમારે કહ્યું, “હે તુનારા ! આ રત્નોનો વાટવો તે બનાવ્યો છે કે નહીં તે કહે જોઉં?” પીંજારાએ આ બોધરણું પોતે તુનાવ્યું છે. તે વાત પ્રગટ કરી. મદનશેઠે ચોરી કબૂલ કરી બદલાવેલા રનો પાછાં For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ ••• ૮૭૦ ૮૭૧. ••• ૮૭૨ આપ્યાં. ધનદત્તશેઠ તે સમયે રત્નો પાછાં મળતાં સુખી થયા. ••૮૬૬ સત્ત્વ અને શીલ જ્યાં સુધી એકાંત મળે નહીં ત્યાં સુધી જ રહે છે. એકાંત મળતાં જ તે ચાલ્યાં જાય છે. સમતા, સદાચાર ત્યાં સુધી દાતારમાં રહે છે જ્યાં સુધી માયા અને લોભનો અંશન સ્પર્શ. ... ૮૬૭ જે સમતાવાન, શીલવાન અને દાનવીર છે. તેની પાસે માયા, અને લોભ અંશે પણ ટકતા નથી. અભિમાન વિનાનો મનુષ્ય તે કહેવાય, જે અવસર આવતાં સૌને સારી રીતે જાણે છે. ...૮૬૮ અભયકુમારે જાણ્યું કે મદનશેઠ કપટી પુરુષ છે. તેણે ધનદત્તશેઠનાં રત્નો બદલાવી લીધાં છે. અભયકુમારે મદનશેઠ પાસેથી રત્નો લઈ ધનદ શેઠને આપ્યા. ખરેખર! અભયકુમારની બુદ્ધિ પ્રશંસનીય ...૮૬૯ અપતગંધા સાથે વિવાહ એક દિન નરપતિ વંદન જાય, વાંદઈ કુમરી દેખઈ રાય; અતી દુરગંધ ગંધાઈ જસિં, વાંદિ જનનેં પૂછે તસે. જિન કહીં એ પૂર્તિ શ્રાવિકા, દાન શીલ તપની ભાવિકા; કરમ દુગંછા બાંધી કરી, ગુણીકાનિ ઉદરિ અવતરી. તુઝર્સે વરસે કહે જિણ ભાણ, સોય બાલનું કહીં ઈધાણ; તુઝ વાંસઈ માંડ મેં પલાણ, સુણી વલ્યો નર ચતુર સુજાણ. એક દીન સુંદર શ્રેણીક રાય, ચઢી અથરે વાડી જાય; સકલ લોક પૂઠઈ સંચરે, આવી વન ઉજાણી કરે. શ્રેણિક રાયની મુદ્રિકા જેહ, સોઝી કયાંહિ ન લાભે તેહ; અભયકુમારે બુધિ સિંહા કરી, બોલ્યાં માણસ હાર્થે ધરી. એક રાયકાની બેટી સાર, રુપ તણી નવિ લાધઈ પાર; તેહને છેહડે મુદ્રિકા હતી, અભયકુમારિ કીધી છતી. બુધિનધાન તે અભયકુમાર, જાણે હઈઆ તણી વિચાર; શ્રેણિક પરણેવા મન થાય, તેણે મુદ્રિકા બાંધી રાય. રાયકાને ચંપાવ્યો સહી, તુઝ પૂત્રીઈ વીટી ગ્રહી; કશ્યો દંડ રાખું તુઝ લાજ, મેં પુત્રી શ્રેણીક મહારાજ. • ૮૭૭ ખુસી રાયકો મન માહા થઈ, મેં પુત્રી નૃપની ગહ ગહી; શ્રેણિક હરખ્યો હઈયે અપાર, મનની વાત લહૈ અભયકુમાર. .. ૮૭૮ બાજોટ પાછલિ ફેરા દઈ, વીર વચન સાંભરીઉ હોઈ; વાઈ છોકરી દીઠી જેહ, રાયકા ઘર ઉછરતી તેહ. ... ૮૭૯ (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ - ૧૦, સર્ગ-૭, પૃ- ૧૨૬ થી ૧૨૯. , ૮૭૩ ••• ૮૭૪ • ૮૭૫ ... ૮૭૬ For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ४८४ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' ૮૭૦ દેખી રાગ હુઉ મુઝ હુઉ અપાર, પરણાવિ મુઝ અભયકુમાર. .. ૮૮૦ કઈવનાની ચ્યારે નારિ, વ્યારિ પૂત્ર કાઢયા તેણઈ ઠારિ; સોય કથા સુણજયો નર સહી, રીષભ દાસ બોલેં ગહ ગહી. ... ૮૮૧ અર્થ :- એક વખત શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર સ્વામીનાં દર્શન કરવા (ગુણશીલ ઉદ્યાનમાં) ગયા. વંદન કરવા જતાં માર્ગમાં રાજાએ એક બાલિકાને રડતી જોઈ. (સૈનિકોએ વિચાર્યું કે, “કોઈ અપરાધી માતાએ જન્મતાંની સાથે જ પુત્રીનો ત્યાગ કર્યો છે. તેને બચાવવી જોઈએ. સૌનિકોએ તેને ઉપાડી લીધી. તે જોરથી રડવા લાગી.) તે બાળકી અતિ ભયંકર દુર્ગધથી ગંધાતી હતી. ભગવાનના સમવસરણમાં આવી જિનેશ્વર ભગવંતને વંદના કરી રાજાએ બાળકી વિષે પૂછયું, “પ્રભુ! માર્ગમાં એક ભયંકર દુર્ગઘથી યુક્ત નવજાત બાલિકા જોઈ. તેણે પૂર્વ જન્મમાં એવું શું પાપકૃત્ય કર્યું હશે?” ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “રાજનું! (રાજગૃહી નગરીના પાર્થવતી પ્રદેશમાં શાલિગ્રામ નામનો દેશ છે. ત્યાં ધનમિત્ર નામના શેઠ રહેતા હતા. તેમને ધનશ્રી નામની કન્યા હતી. ગ્રીષ્મ ઋતુમાં કેટલાક મુનિઓ ઉગ્ર વિહાર કરી ધનમિત્ર શેઠને ત્યાં ગોચરી લેવા પધાર્યા. શેઠે ધનશ્રીને ગોચરી વહોરાવવાનું કહ્યું. ધનશ્રી સ્વચ્છતાપ્રિય અને શોભાપ્રિય હતી. ગ્રીષ્મ ઋતુમાં પરસેવાના કારણે મુનિઓના શરીરમાંથી અને વસ્ત્રમાંથી થોડી દુર્ગધ આવતી હતી. તેમનાં વસ્ત્રો મલિન હતાં. તેથી દુર્ગંધના કારણે તેણે મોઢું બગાડયું. મુનિઓની જુગુપ્સા કરવાના કારણે તેણે આ કર્મ બાંધ્યું, જેથી તેને દુર્ગધમયે શરીર મળ્યું) પૂર્વભવમાં આ બાલિકા શ્રાવિકા હતી. તે દાન, શીલ અને તપધર્મનું આરાધન કરી પોતાના આત્માને ભાવિત કરતી હતી પરંતુ તેણે મુનિઓના મલિન વસ્ત્રો અને પરસેવો જોઈ દુર્ગછા કરી તેથી જુગુપ્સા મોહનીય કર્મ બાંધ્યું. તે મરીને રાજગૃહી નગરીની એક વેશ્યાના ઘરે જન્મી. (જન્મતાંની સાથે તેની ભયંકર દુર્ગધથી આખા ઘરનું વાતાવરણ અતિ દુર્ગંધમય બન્યું તેથી વેશ્યાએ તેનો ત્યાગ કર્યો)'' ...૮૭૧ (શ્રેણિક મહારાજએ કન્યાનો હદયદ્રાવક ભૂતકાળ સાંભળ્યો. તેનું ભાવિ કેવું હશે? તે સંબંધી પ્રભુ મહાવીરને પ્રશ્ન પૂછયો. ત્યારે ભગવાને ઉત્તર આપતાં કહ્યું,) “રાજનું! આ કન્યા (અશુભ કર્મોને ખપાવી) યુવાવસ્થામાં તે તમારી રાણી બનશે.” શ્રેણિકરાજાએ આશ્ચર્ય સહિત ભગવાનને કહ્યું, “પ્રભુ! તેનું એંધાણ કહો.” પ્રભુએ કહ્યું, “આ કન્યા (ક્રીડા કરતાં અંતઃપુરમાં) પીઠ પર ચડી લીલા કરશે” આવી કૂતૂહલજનક વાતો સાંભળી મહારાજા શ્રેણિક વિસ્મિત થતાં રાજમહેલમાં પધાર્યા. ...૮૭૨ | દુર્ગધાની દુર્ગધ ધીમે ધીમે દૂર થઈ. એક વંધ્યા સ્ત્રીએ તેનું પુત્રીની જેમ પાલન પોષણ કર્યું. તે કન્યાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું. એકવાર રાજગૃહી નગરીમાં કૌમુદી મહોત્સવનું આયોજન થયું. શ્રેણિક રાજા અશ્વ ઉપર બેસી પોતાની રાણીઓ સાથે ઉદ્યાનમાં ગયા. નગરના હજારો લોકો મહોત્સવમાં ભાગ લેવા રાજાની પાછળ ચાલ્યા. તેઓ સર્વ ઉદ્યાનમાં આવી મહોત્સવ ઉજવવા લાગ્યા. (દુર્ગધા પણ પોતાની પાલક માતા સાથે ત્યાં આવી.) ...૮૭૩ (રાજા દુર્ગધાના સૌદર્ય તરફ આકર્ષાયા. રાજાએ ચતુરાઈપૂર્વક પોતાની એક અમૂલ્ય મુદ્રિકા For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ કન્યાના વસ્ત્રના છેડે બાંધી દીધી. ત્યાર પછી રાજાએ અભયકુમારને કહ્યું કે, “મારી મુદ્રિકા કોઈએ ચોરી લીધી છે, તપાસ કરો.'') શ્રેણિકરાજાની મુદ્રિકાની ઘણી શોધખોળ થઈ પરંતુ તે ક્યાંયથી ન મળી ત્યારે અભયકુમારે રાજાની મુદ્રિકા મેળવવા યુક્તિ કરી. ઉદ્યાનના દ્વારો બંધ કરાવી પ્રત્યેક વ્યક્તિની ચકાસણી કરાવી. ત્યાં કેટલાક સેવકો એક કન્યાને પકડી લાવ્યા. તેમણે કહ્યું. ...૮૭૪ “મંત્રીશ્વર ! આ એક રબારીની કન્યા છે. તેની પાસેથી રાજાની મુદ્રિકા મળી છે.” અભયકુમારે જોયું કે કન્યા અત્યંત રવરૂપવાન હતી. તેના વસ્ત્રના છેડે મુદ્રિકા બાંધેલી હતી. અભયકુમારે વસ્ત્રના છેડે બાંધેલી મુદ્રિકા ખોલી. (તેમણે કહ્યું, “તમે રાજાની વીંટીની ચોરી કરી?' યુવતીએ કાન ઉપર હાથ રાખીને કહ્યું, “બાપરે ! મને તો કાંઈ ખબર પણ નથી. મારા વસ્ત્રના છેડે આ મુદ્રિકા કોણે બાંધી? હું કાંઈ જાણતી નથી" અભયકુમારે જોયું કે દૂર ઊભેલા મહારાજા કન્યાની આ સ્થિતિ જોઈ હસી રહ્યા હતા.) ...૮૭૫ બુદ્ધિનિધાન અભયકુમાર પિતાના હૃદયની ભાવના સમજી ગયા. શ્રેણિકરાજા આ યુવતી સાથે વિવાહ કરવા ઉત્સુક થયા હોવાથી તેમણે પોતાની મુદ્રિકા સ્વયં તે યુવતીના વસ્ત્રના છેડે બાંધી હતી....૮૭૬ “ઉલટા ચોર કોટવાલ કો દાંટે” તે યુક્તિ અનુસાર અભયકુમારે રબારીને દબાવતાં કહ્યું, “હે ગોવાળ! તારી આ કન્યાએ રાજાની મુદ્રિકા લઈ લીધી છે. તેને હું શું દંડ (શિક્ષા) આપું? જો તું તારી પુત્રી શ્રેણિક રાજાને પરણાવીશ તો તારી આબરૂ રહી જશે.' ..૮૭૭ રબારી અભયકુમારના વચનો સાંભળી મનમાં ખૂબજ ખુશ થયો. તેણે પોતાની પુત્રીના લગ્ન હર્ષભેર ધામધૂમથી રાજા સાથે કરાવ્યા. શ્રેણિકરાજા પણ (સ્વરૂપવાન નવવધૂને પ્રાપ્ત કરી) અતિ હર્ષિત થયા. બુદ્ધિનિધાન અભયકુમાર પોતાના પિતાજીના મનની વાત પામી ગયા! ...૮૭૮ એકવાર મહારાજા પોતાની રાણીઓ સાથે ક્રીડા કરી રહ્યાં હતાં. તેમાં એક શરત હતી. જે જીતે તે હારવાવાળાની પીઠ ઉપર ચડે. જે રાણીઓ જીતી તેમણે રાજાની પીઠ ઉપર પોતાનું વસ્ત્ર મૂકી શરત પૂર્ણ કરી. મહારાજા જીત્યા ત્યારે રાણીઓની પીઠ ઉપર ધીમેથી બેઠા. રમતાં રમતાં વેશ્યા પુત્રી દુર્ગધા જીતી ગઈ. શરત પ્રમાણે તે) અન્ય રાણીઓની જેમ ન કરતાં રાજાની પીઠ ઉપર બેસી ક્રીડા કરી ફરવા લાગી. મહારાજાને ભગવાન મહાવીરસવામીનાં વચનો યાદ આવ્યાં. “પૂર્વે મેં રસ્તામાં જે નવજાત બાલિકા જોઈ હતી તે જ આ બાલિકા છે, જે રબારીના ઘરે ઉછરી રહી છે. મને આ કન્યાના અપાર સૌંદર્યને જોઈ તેના પ્રત્યે અતિ અનુરકિત થઈ તેથી અભયકુમારે પોતાની બુદ્ધિ પ્રતિભાથી તેના વિવાહ મારી સાથે કરાવ્યા”. પ્રભુ વીરનાં વચનો સાંભળી હસવું આવ્યું. રાણીએ પૂછ્યું, “પ્રાણનાથ! આપ અચાનક શા માટે હસ્યા? “મહારાણીની હઠથી મહારાજાએ ભગવાન દ્વારા કહેવાયેલી તેના જીવનની પૂર્વઘટના સંભળાવી. સાંભળતા મહારાણીને પોતાના દુષ્કૃત્ય ઉપર ગ્લાનિ ઉત્પન્ન થઈ. તે આત્મચિંતન કરવા લાગી. તે વૈરાગ્યથી પ્રબુદ્ધ થઈને મહારાજાની આજ્ઞા લઈ સાધ્વી બની....૮૮૦ કયવન્ના કુમારની ચાર પત્નીઓ હતી. ચાર સ્ત્રીઓએ ચાર પુત્રોને જન્મ આપ્યો હતો. હવે તેની કથા સર્વ ભવ્યજનો સાંભળજો. કવિ ઋષભદાસ આ કથા ખૂબ આનંદપૂર્વક કહે છે. ...૮૮૧ For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' ઢાળઃ ૨૯ કયવના ચરિત્ર ઈણિ પરિ રાય કરતા રે એ દેશી સેઠિ બનાવો ત્યાંહિ રે, નારિ સુભદ્રા એ સુત કયવનો તેહનો એ. મુંકયો ગણિકા ઘઈર રે, વિદ્યા શિખવા; કામ ભોગ સુખ વિલસવા એ. વિચે ગયા વરસ બાર રે, બાર કોડી ધન વિલર્સે; કોણ્યા મંદીર તે રહી એ. નીરધન હુઉં જામ રે, તવ તસ કાઢીઉં; નીજ નારી કે આવીઉં એ. ચલવ્યો તવ પરદેશ રે, સૂતો વન જઈ; નારી પાંચ લેઈ ગઈ એ. વિલર્સે સુખ સુસાર રે, બાર વરસ લગે; ચ્ચાર પુત્ર હુઆ સહી એ. બારે વરસે તેહરે, કાઢયો ઘર થકી; આવ્યો મંદીર અપણે એ. શ્રેણીક પુત્રી સાર રે, તે પણ પરણીઉં; સુખ વિલસું મંદિર રહ્યો એ. ... ૮૮૯ અર્થ - રાજગૃહી નગરીમાં પન્ના નામના શ્રેષ્ઠી રહેતા. હતા. તેની પત્નીનું નામ સુભદ્રા હતું તેમને કયવન્ના (કૃતિપુણ્ય) નામનો એક પુત્ર હતો. (તે નાનપણથી જ ધર્મની રૂચિવાળો હતો. તે ધન્યા નામની સ્ત્રીને પરણ્યો હતો પરંતુ તેની સામે પણ જોતો ન હતો.) ...૮૮૨ આ દરમ્યાન બાર બાર વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. કયવન્નાશેઠે બાર કરોડ સોનામહોરો જેટલી સંપત્તિ પુત્ર પાછળ ખર્ચી નાખી. કયવત્રાકુમાર કોશાના પ્રેમમાં લુબ્ધ બની તેના ઘરે રહ્યો. ...૮૮૪ શેઠ અને શેઠાણીનું મૃત્યુ થતાં કુમાર નિર્ધન બન્યા ત્યારે ધનની લોભી અનંગસેના કોશાએ (શેરડીના સાંઠાની જેમ ચૂસીને) તેમને કાઢી મૂક્યો. કયવન્નકુમાર પોતાની પત્ની પાસે આવ્યો. ...૮૮૫ નિર્ધન કયવન્નાકુમાર જીંદગી સુખેથી જીવવા વ્યાપાર ખેડવા પરદેશ ચાલ્યો. રસ્તામાં ચાલતાં થાકી ગયો ત્યારે જંગલમાં એક વૃક્ષ નીચે જઈ સૂઈ ગયો. સવારે ઉઠીને જોયું તો પાંચ કન્યાઓ (એક વૃદ્ધા અને બીજી ચાર સ્ત્રીઓ) તેને પોતાના આવાસે લઈ ગઈ. ...૮૮૬ (ભાગ્યની લીલા સમજી) ચાર કન્યાઓ સાથે પ્રીતિ બંધાતાં કયવન્નાકુમાર તેમની સાથે ઉત્તમ સુખો (૧) ભરોસરની કથાઓ, પૃ. ૩૯ થી ૪૩. For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ ४८७ ••• ૮૯૧ ૮૯૨ ભોગવતાં ત્યાં રહ્યો. આ દરમ્યાન બાર વર્ષ વ્યતીત થયાં. સ્ત્રીઓએ ચાર પુત્રોને જન્મ આપ્યો....૮૮૭ બાર વર્ષ પૂર્ણ થતાં પુનઃ આ સ્ત્રીઓએ પણ તેને ઘરની બહાર કાઢયો. (રાજા અવારસદારનું ધન લઈ લે છે માટે વૃદ્ધાએ ચાર પુત્રવધૂઓને કવન્નાકુમાર સાથે ત્યાં રાખી હતી.) ત્યારે કયવત્રાકુમાર ફરી પોતાના ઘરે પાછો આવ્યો. ...૮૮૮ શ્રેણિકરાજાએ પોતાની પુત્રીના લગ્ન કયવત્રાકુમાર સાથે કર્યા. હવે રાજાનો જમાઈ બની સુખ ભોગવતો રાજમહેલમાં જ રહ્યો. ...૮૮૯ ઢાળ : ૩૦ ચંદ્રાયણિની એક દિવસ કઈવનો સારો, પાસે બઈઠો અભયકુમારો; કહત બનેવી તો બુધિ તાહરી, ચ્યાર પુત્ર મેલવો જો નારી. • ૮૯૦ કહે મંત્રી મેલવસ્યું તુઝો, માસ એક મોહોલતિ દઈ મુઝો; વાત ચલાવું નર અતિ રોગિં, કયવનો પહંતો પરલોગઈ. થયો જક્ષ માનવને મારઈ, એમ કહી મુરતિ કરાવી ત્યારે; કરી પ્રસાદ માંડી તે માંહિ, ફેરિયો ડાગરો નગરીમાંહિ. મોદક પંચ લાપસી પંચ ધારો, ધરી આગલિ પૂજા કરો સારો; નહીં આવૈ તસ રુસૈ રાઈ, કઈવનો જક્ષ તેહને ખાઈ આવે લોક પાઈ સહુ પડતો, જંખ્ય મહીમા હુઉ દીન દીન ચઢતો; એક દીન બોલી વહુરો ચ્યારે, સાસૂ કીજૈ જગને જુહારો. વારેં ડોકરી કાંઈક ફંદો, ઘર બેઠી તુમ કરો રે આનંદો; કહે વહુરો જખ્ય સુતને ખાંઈ, કહ્યાં ન માને તવ તિહાં જાય. ઘૂંઘટ કરે રખે દેખું કોયો, નર્વે જણા રથ બઈઠા જોયા; દહેરામાંહિ તે ઘવ ધવ જાવું, બેટા બાપ કહી બોલાવેં. એક પાએ એક વલગો બહિ, રિસાવી આવ્યા તે કાંઈ; એક જઈ મસ્તક ઉપર ચડતો, એક સુખલડી માંગઈ રડતો. ... ૮૯૭ પડયો ધાસકો ડોસી પેટો, આજ અજાણ્યે પડીઆ નેટો; સમશ્યા કિરતી નારી ચ્યારો, ઈહાં કહાંથી આપણો ભરતારો. ... ૮૯૮ સંખેપઈ પુજી તિહાં કરતી, તેડી પુત્રને ડોસી ફરતી; તાણ્યા છોકરા નાચે જ્યારઈ, અભયકુમાર બોલ્યો વલી ત્યારઈ. ... ૮૯૯ વલગો છોકરા જખ્યને શાને, આ તુમ બાપ વલગો જઈ આવે; કેવનો દિઠો જેણી વારે, લાજી ફરી રહે વહુરો ચારો. ••• ૯૦૦ ... ૮૯૩ ••૮૯૪ ... ૮૯૫ ••• ૮૯૬ For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ ડોસી કહે કિહા ગયો તો પુત્રો, તુઝ આવૈ મુઝ રહયો ઘર સૂતો; કઈવનો કહે કરણી સંભારો, જાણે લોક તે મહીમા તાહરો. ... ૯૦૧ અભયકુમારે કીધ વિચારો, કંઈવનો તેડયો તેણી વારો; દ્રવ્ય સહીત સોંપઈ સ્ત્રી ગ્યારો, વિલસો સુખ જિમ સૂર અવતારો. ... ૯૦ર થ્યારિ નારી એક હુંતી આગે, મદનમંજરી ઢું પ્રેમ જાગંઈ; લીલાવતી શ્રેણીકની બેટી, સાતે નારી છે ગુણની પેટી. .. ૯૦૩ કુટુંબ સાથી કરે લીલાંઈ, અભયકુમાર તણો મહીમાઈ; જેહના ગુણ વર્ણવ્યા નવિ જાયે, રીષભદાસ ગુણ નીતઈ ગાઈ. ... ૯૦૪ અર્થ:- એક દિવસ કયવન્ના કુમાર એકલા બેઠા હતા. ત્યાં તેમની બાજુમાં અભયકુમાર આવીને બેઠા. અભયકુમારે કહ્યું, “બનેવી! શું વિચારી રહ્યા છો.?” કયવન્ના કુમારે કહ્યું, “તમે મને મારા ચાર પુત્રો અને મારી પત્નીઓ સાથે મેળાપ કરાવી આપો તો હું માનું કે તમે ખૂબ બુદ્ધિશાળી છો.” ... ૮૯૦ મહામંત્રી અભયકુમાર કહ્યું, “હું તમારા પરિવાર સાથે મિલન કરાવી આપીશ પરંતુ તે માટે તમારે " મને એક મહિનાની અવધિ આપવી પડશે." અભયકુમારે નગરમાં વાત ફેલાવી કે, “અતિશય ભયંકર રોગ થવાથી કયવન્નાકુમાર મૃત્યુ પામી પરલોક પહોંચ્યા છે. ..૮૯૧ તેઓ મૃત્યુ પામીને એક ચક્ષ બન્યા છે. આ યક્ષ કોપાયમાન થવાથી નગરનાં લોકોને મારી નાખશે.” યક્ષના કોપથી બચવા માટે અભયકુમારે એક મૂર્તિ કરાવી. આ મૂર્તિને તેમણે એક મંદિરમાં સ્થાપિત કરી. ત્યાર પછી તેમણે નગરમાં ઢંઢોરો પીટાવ્યો. ...૮૯૨ - “હે નગરજનો! માનવભક્ષી આ યક્ષને ખુશ કરવા તેને નિત્ય પાંચ મોદક અને લાપસી નૈવેદ્ય તરીકે ધરો. આ યક્ષરાજની નિત્ય પુખ, કંકુ ઈત્યાદિ વડે તેની સમક્ષ વિધિપૂર્વક જે દર્શન કરવા નહીં આવે તેને યક્ષરાજ ઉપદ્રવ કરશે તેનું ભક્ષણ કરશે.” નિત્ય નગરજનો મોદક અને લાપસીનો યક્ષ સમક્ષ ભોગ ધરાવવા લાગ્યા. કયવન્નાકુમાર તે નૈવેધ ખાવા લાગ્યો. ..૮૯૩ નગરજનો યક્ષના કોપથી બચવા નિત્ય મંદિરમાં આવી તેમને નમસ્કાર કરતા. દિન પ્રતિદિન યક્ષનો મહિમા વધવા માંડયો. એક દિવસ યક્ષનો મહિમા સાંભળી ચાર પુત્રવધૂઓએ તેના સાસુને કહ્યું, “માજી! આપણે યક્ષના જુહાર કરવા જોઈએ.” ..૮૯૪ ત્યારે સાસુએ પુત્રવધૂઓને અટકાવતાં કહ્યું, “દીકરીઓ! આ ફંદ છોડો. તમે આ યક્ષની પૂજાનૈવેદ્ય કરવાના ખોટા ઢોંગ છોડો. તમે ઘરમાં બેસી આનંદ કરો.” પુત્રવધૂઓએ કહ્યું, “માજી ! આ યક્ષ કોપાયમાન થશે તો અમારા પુત્રોનું ભક્ષણ કરશે.” પુત્રવધૂઓએ સાસુની વાત ન સાંભળી ત્યારે સાસુ સહિત પુત્રવધૂઓ યક્ષના મંદિરે આવી. ...૮૯૫ ચારે પુત્રવધૂઓએ સાડીનો પાલવ માથા ઉપર ઘૂઘંટની જેમ ઓઢી લીધો જેથી તેમને કોઈ ઓળખી ન જાય. નવ જણા રથમાં બેસી મંદિરમાં ગયા. મંદિરમાં પ્રવેશતાં છોકરાઓ દોડતાં દોડતાં મૂર્તિ પાસે ગયા. For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ •..૮૯૬ ચારે પુત્રો બાપાબાપા' કહીને યક્ષની પ્રતિમાને વળગીને બોલાવવા લાગ્યા. એક પુત્ર પિતાના પગે વળગ્યો, બીજો ખભે વળગ્યો. તેઓ કહેવા લાગ્યા, “તમે રીસાઈને કેમ જતા રહ્યા?'' એક પુત્ર મસ્તક ઉપર ચડ્યો, એક પુત્ર રડતાં રડતાં પિતા પાસે સુખડી ખાવાની જીદ કરવા લાગ્યો. ...૮૯૭ વૃદ્ધાના પેટમાં ફાળ પડી. ‘અચાનક કયવન્નકુમાર અહીં ક્યાંથી આવી પડયો?' ચારે સ્ત્રીઓ એકબીજાને ઈશારો કરતાં કહેવા લાગી કે, “આપણા સ્વામીનાથ અહીં ક્યાંથી આવ્યા?” ...૮૯૮ સંક્ષેપમાં ત્યાં પૂજન કરી પુત્રને તેડીને વૃદ્ધા ફરવા લાગી. છોકરો યક્ષને વળગીને નાચવા લાગ્યા ત્યારે વૃદ્ધાએ ખેંચીને તેમને દૂર કર્યા. તે સમયે અભયકુમારે કહ્યું. ..૮૯૯ “હે બાળકો! તમે યક્ષની પ્રતિમાને શા માટે વળગો છો?” અભયકુમારે કચવન્ના કુમારને બતાવતાં કહ્યું, “આ તમારા પિતા છે. તેમને જઈને ભેટો' કયવન્નાકુમારને જોઈ ચારે પત્નીઓ લજ્જિત થઈ. ...૯૦૦ વૃદ્ધાએ કહ્યું, “હે પુત્ર! તું આટલા દિવસ ક્યાં ગયો હતો? પુત્ર!તારા આવવાથી મારો ઘરસંસાર સુખરૂપ રહેશે.” કાવત્રાકુમારે કહ્યું, “તમે તમારા કાર્યોનું સ્મરણ કરો. નગરજનો સૌ તમારા દુષ્કૃત્યોનો મહિમા જાણે છે.” ...૯૦૧ અભયકુમારે વિચાર કરીને કયવત્રાકુમારને ત્યાં બોલાવ્યો. તેમણે ઘણું ધન આપી ચારે સ્ત્રીઓને તેમજ પુત્રોને કયવત્રાકુમારને સોંપ્યા. તેમણે કહ્યું, “હે બનેવી ! તમે હવે તમારી પત્નીઓ સાથે વર્ગલોકનાં દેવો જેવાં સુખો ભોગવો.” ...૯૦૨ ચાર સ્ત્રીઓ, તેની પૂર્વની એક સ્ત્રી, ત્યારપછી મદનમંજરી સાથે પરિણય થયો. સાતમી લીલાવતી, જે મહારાજા શ્રેણિકની પુત્રી હતી આ સાતે સ્ત્રીઓ અપાર ગુણવાન હતી. ...૯૦૩ કયવત્રાકુમાર સ્વજનો સાથે સુખો ભોગવવા લાગ્યા તેનું મુખ્ય કારણ અભયકુમારની અપરંપાર બુદ્ધિનો મહિમા છે. અભયકુમારના ગુણો અવર્ણનીય છે. કવિ ઋષભદાસ તેમના ગુણો ગાય છે.... ૯૦૪ દુહા : ૪૧ ગુણ ગાઉ મંત્રી તણા, કરતો બુધિં ઉપાય; જેણે રોહણીઆ ચોરને, લેવરાવી દીખ્યાય. અર્થ - કવિ કહે છે કે, હું મહામંત્રી અભયકુમારના ગુણગાન ગાઉં છું. જેમણે યુક્તિપૂર્વક રાજગૃહી નગરીના ચતુર રોહિણેય ચોરને પોતાની કુશાગ્ર બુદ્ધિ દ્વારા પકડી) દીક્ષા અપાવી. ઢાળ : ૩૧ રૌહિણેય ચરિત્ર ચંદ્રાયણિની રોહણ લોહખરાનો જાતો, કાલે માંદો પડીઉં તાતો; તેડયો રોહણીઉ દેતો સીખ્યા, સકલ કુટુંબની કરજે રીખ્યા. •.. ૯૦૬ ૯૦૫ ...૯૦૫ For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ પ00 કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ... ૯૧૦ •.. ૯૧૧ ••• ૯૧૨ •. ૯૧૩ વીરને પાશું મજાઈ સપૂતો, તે કપટી છે અતી અદભૂતો; એમ કદી પરલોગે જાય, ગામ ગરાસ રોહણીઉ ખાય. •.. ૯૦૭ પછે સુભટે કીધો જ વિચારો, જઈ વનવીઉં અભયકુમારો; બુધિ કસીજ તુ મારી ગવાઈ, મુઆ ચોરના સુત ધન ખાઈ. .. ૯૦૮ ટાલ્યો ગરાસ રોહણનો જ્યારઈ, નવ નવ રુપ કરતો ત્યારઈ; ચોરી કરઈ નર લખમી કાજો, અભયકુમાર નિ આણ્યો વાજો. ... ૯૦૯ ચોરી કરીનઈ વલીઉં જયારેં, દીઠા વીર જિનેસર ત્યારેં; કરેં વ્યાખ્યાન જિનેસર ગાનિ, રોહણ આંગુલી ઘાલે કાને. ધસમસતો ચાલ્યો નર જ્યારેં, પગ કાંટો લાંગો તને ત્યારંઈ; કંટીક કાઢયો જેણી વારો, વીર વચન સુણીઆ તવ સારો. દેવ ગાથાનો અરથજ ધજારી, ધરિ આવ્યો નર સોય વીચારી; રોહણ સેઠિ કરયો રુપ અપારો, જમવા તેડઈ અભયકુમારો. ચંદ્રહાસ મદિરા તસ પાઈ, જિમતા દેહડી પરવશ થાઈ; સૂતા ઢોલીઈ રોહણી જ્યારે, રચીલું સુર ઘર સુંદર ત્યારે. નારિ સુંદર ચિહું ગમ ચારો, ચામર વીજે અતીહિં ઉદારો; રોહણીઉં જાયો જેણી વારો, તવ તે કરતી જય જય કારો. કુણ પુર્વે આવ્યા તમ્યો આહિ, સુરના સુખ અનંતા પ્રાહ; ચોર રોહણીઉં વિચારઈ ત્યાંહિ, નહી દેવી બલ દીસઈ આહી. ... ૯૧૫ અર્થ:- રાજગૃહીના પર્વતોની ગુફાઓમાં મગધનો નામચીન રીઢો ચોર લોહખુરો રહેતો હતો. લોહખુરાના પુત્રનું નામ 'રોહિણેય હતું. કાળક્રમે રોહિણેયના પિતા મરણ પથારીએ પડયા. તેમણે પોતાના પુત્રને અંતિમ શિખામણ આપવા પાસે બોલાવતાં કહ્યું, “પુત્ર!આખા કુટુંબનું ધ્યાન રાખજે. ...૯૦૬ બેટા! મહાવીર સ્વામી પાસે જઈ તેમનો ઉપદેશ કદી ન સાંભળજે કારણકે તે અત્યંત, અદ્ભુત કપટી છે.' આ પ્રમાણે કહી લોહખુરો મૃત્યુ પામ્યો. પિતા તરફથી વારસામાં મળેલો ગામોનો ગરાસ, (જે શ્રેણિક રાજાએ લોહખુરાચારને આપ્યો હતો.) તે રૌહિણેય ખાવા લાગ્યા. ...૯૦૭ ' લોહખુરાના મૃત્યુ પછી એક દિવસ એક સુભટે જઈ અભયકુમારને વિનંતી કરતાં કહ્યું, “મહામંત્રી ! શું તમારી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે? મૃત્યુ પામેલા ચોરનો પુત્ર પણ શું ગરાસ ભોગવ્યા કરે? (આપણે આ ગરાસ તેની પાસેથી પાછો લઈ લેવો જોઈએ.)'' ..૯૦૮ અભયકુમારે (સુભેટોના કહેવાથી લોહખુરાચોરને જીવન જીવવા માટે) આપેલો ગરસ પાછો લઈ લીધો. ત્યારે રોહિણેય, માતા રોહિણીના કહેવાથી વેશ પરિવર્તન કરી આજીવિકા માટે નિત્ય નગરમાં આવી (૧) રૌહિણેય ચરિત્ર ત્રિ.શ. પુ.ચ. પર્વ - ૧૦, સર્ગ - ૧૧, પૃ. ૧૮૯થી ૧૯૪ ... ૯૧૪ For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ સ્વછંદપણે ચોરી કરવા લાગ્યો. તેના ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે મહારાજાએ અભયકુમારને બોલાવ્યા ...૯૦૯ એક દિવસ રૌહિણેયચોર વૈભારગિરિની ગુફાઓમાંથી નીકળી રાજગૃહીમાંથી ચોરી કરી પાછો જઈ રહ્યો હતો. ત્યારે તેણે જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામીને જોયા. પરમાત્મા માલકૌશ રાગમાં દેશના આપતા હતા. રોહિણેયને પિતાજીનો અંતિમ આદેશ યાદ આવ્યો. રોહિણેય બંને હાથની આંગળીઓ કાનમાં ખોસી ઝડપથી ત્યાંથી દોડવા લાગ્યો. ...૯૧૦ રોહિણેય ખૂબ ઉતાવળથી આમ તેમ જોતો ઝડપથી દોડી રહ્યો હતો. ત્યાં અચાનક તેના પગમાં તીર્ણ કાંટો વાગ્યો. તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અસહય પીડા થવાથી તે એક પગલું પણ ચાલી શકે એમ ન હતો. તેણે એક હાથથી પગ દબાવ્યો અને બીજા હાથથી કાંટાને જોરથી ખેંચી કાઢયો, ત્યારે તેણે પ્રભુના મુખેથી ઉત્તમ શબ્દો સાંભળ્યા. ...૯૧૧ (દેવોની આંખો કદી મટકું ન મારે. એમની પુખોના માળા કદી કરમાય નહિ. તેમના શરીર ઉપર પરસેવાનાં ટીપાં ન હોય. તેમના પગ જમીનથી અધ્ધર હોય. તેમને પડછાયો પણ ન હોય.) પ્રભુના મુખેથી સાંભળેલી દેવોના વર્ણન સંબંધની ગાથાનો અર્થ વિચારતો વિચારતો ઘરે આવ્યા. (તે જિનવાણી ભૂલવાનો પ્રયત્ન કરતો હતો તેમ તેને તે શબ્દો વધુ યાદ આવતાં હતાં. રાજગૃહીના શ્રેષ્ઠીઓ અને સાર્થવાહો ચોરના ત્રાસથી ભયભીત બન્યાં. તેમણે મહારાજાને ફરિયાદ કરી. મહારાજાએ મહામંત્રી અભયકુમારને ગમે તેમ કરી રોહિણેયને પકડવાનો આદેશ આપ્યો. રોહિણેય વેશ પરિવર્તન કરી નગરની નવા જૂની જાણવા નગરમાં ફરવા લાગ્યો. અભયકુમાર પણ ગુપ્ત વેશમાં ફરી રહ્યા હતા. ગુપ્તચરોને સંશય થતાં રોહિણેય જાળમાં ફસાયો. મહારાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. રોહિણેયે પોતાનો પરિચય આપતાં કહ્યું, “હું શાલિગ્રામનો દુર્ગચંડ નામનો ખેડૂત છું.” પ્રમાણ સ્પષ્ટ ન મળતાં રોહિણેય નિર્દોષ જાહેર થયો. હવે અભયકુમારે તેની સાથે મૈત્રી કરી.) ચોરે રોહણશેઠ નામ રાખી શાહુકાર શ્રેષ્ઠીનું રૂપ ઘારણ કર્યું. અભયકુમારે (પ્રેમ અને સ્નેહના ચક્કરમાં) પોતાના મહેલમાં ભજન કરવા બોલાવ્યો. ...૯૧૨ અભયકુમારે વિવિધ વાનગીઓ અને ચંદ્રહાસ નામનું મધુર પીણું આગ્રહ કરી કરીને પીવડાવ્યું. અતિશય આહાર અને મદિરાના સેવનથી નશો ચઢતાં રોહણ શેઠનો દેહ પલંગ ઉપર બેહોશ થઈ ઢળી પડયો. રોહણ શેઠ જ્યારે ઢોલિયો ઉપર સૂઈ ગયો ત્યારે ત્યાં સુંદર દેવભવનની રચના કરવામાં આવી. ....૯૧૩ આદેવભવનમાં (પુષ્પ શય્યા હતી. રત્નદીપ પ્રકાશ પાથરી રહ્યા હતા. મધુર સંગીતની સુરાવલિઓ છૂટી રહી હતી. સુંદરીઓના ઝાંઝરના ઝણકારથી મહેલ ગુંજી રહ્યો હતો.) અપ્સરા જેવી ચાર નવ યુવાન સુંદરીઓ (પુષ્પમાળાઓ લઈ) ઊભી હતી. ચાર સ્ત્રીઓ પ્રસન્ન વદને મંદ મંદ ચામર વીંઝતી હતી. જ્યારે રોહણ શેઠે આંખો ખોલી ત્યારે કોકિલ કંઠે ગીત ગાતી સુંદરીઓએ તેમનો જયજયકાર કર્યો. ...૯૧૪ સુંદરીઓએ હાથ જોડી કહ્યું, (૨વામીનાથ! આપ આ દેવ વિમાનના સ્વામી છો) “પ્રાણનાથ! તમે કયા પુણ્યથી આવ્યા છો? સ્વર્ગ લોકનાં સુખ પ્રાયઃ પુણ્યોદયથી જ મળે છે. (હે દેવ ! સ્વર્ગની પરંપરા પ્રમાણે For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' પૂર્વ જીવનના સુકૃત અને દુષ્કૃતનું વર્ણન કરો)’' રોહિણેય ચોરે આશ્ચર્યચકિત બની જોયું કે, ‘અહીં કોઈ દૈવી બળ નથી. ...૯૧૫ ૫૦૨ દુહા : ૪૨ નેત્ર ન ફરકે દેવના, મનમાં ચિત્યું થાય; પુષ્પ દામ સુકે નહીં, ભુમી ન લગેં પાય. ૯૧૬ - અર્થ : અહીં રહેલા મનુષ્યનાં નેત્રો ફરકે છે, જ્યારે દેવના નેત્રો અનિમેષ હોય છે. તે ફરકતાં નથી. દેવ મનમાં ધારે તે કરી શકે છે. તેમના ગળામાં રહેલી પુષ્પોની માળા કદી કરમાતી નથી. તેમના પગ ભૂમિને અડીને રહેતા નથી. ...૯૧૬ ઢાળ : ૩૨ ઉલાલાની એ દેશી ભૂમિ ન લાગતા પાયો, અસ્સું કહૈ જિનરાયો; કરતો મંત્રી ઉપાયો, રોહણ કેમ ઝલાયો. બોલ્યો કપર્ટિ એ તેહો, કવણ સરગ કહીઈ તેહો; બોલી સુંદરી ચ્યાર, બીજું સરગ એ સાર. બોલ્યો રોહણીઉ ત્યાંહો, પુણ્ય ગયું સહુ ક્યાંહો; જો હું થોડઈ એ જાઉં, તો સુર બારમેં થાઉં. બોલ્યો મંત્રીઅ અપસઈ, તું ન બંધાઈ એ નીશ્ચે; વીર વચન હઈચે ધરતો, તિષ્ણે પુછ્યું કરી તરતો. ન ઝાલ્યો મંત્રીઈ જયારે, કરયો વિચાર તે ત્યારે; ધન જિન વીરજી નામો, એક ગાથાઈ થયો કામો. કીધો પરગટ રુપો, વીનવ્યો મંત્રીને ભૂપો; અનેક અન્યાઈ જેહ, મેં કીધા સહુ તેહ. માફ કરેવોં અનાર્થે, દિખ્ય દેવરાવો જિન હાથે; દાન ઘણો સિંહા દેઈ, ઉછવ સબલ કરેઈ. શબકા આણીએ ત્યાં િં, બેઠો રોહણીઉં માંહિ; શ્રેણીક અભયકુંમારો, શીબિકા ઉપાડી સારો. બહુ આડંબર સાથિં, દિખ્યા ગૃહી વીર હાથિં; તપ તપતા સુખ પાવિં, અમર વીમાનમાં જાવું. મહાવિદેહ ખેત્રમાંહિં આવઈ, પછે મુગતિમાંહે જાવઈ; પામઈ રોહણીઉ પારો, બુધિ જુંઉ અભયકુમારો. For Personal & Private Use Only ... ૯૧૭ ... ૯૧૮ ૯૧૯ ... ૯૨૦ ૯૨૧ . ૯૨૨ ૯૨૩ ... ૯૨૪ ૯૨૫ ૯૨૬ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ અર્થ - દેવો જમીનથી અધ્ધર ચાલે છે, એવું જિનેશ્વરદેવ મહાવીરસ્વામીએ કહ્યું છે. રોહિણેય કેવી રીતે પકડાય? તે માટે અભયકુમાર અનેક ઉપાયો કરવા લાગ્યા. ...૯૧૭ રોહિણેયચોરને અભયકુમારના પયંત્રની ગંધ આવી ગઈ. તેણે કપટપૂર્વક ઊભા થઈ કહ્યું, “હું ક્યા દેવલોકમાં છું તે કહો" સુંદરીઓએ કહ્યું, “આ બીજું ઈશાન નામનું દેવલોક છે.” ...૯૧૮ રોહિણેય તરત જ બોલ્યો, “સુંદરીઓ મેં પૂર્વભવમાં (સાધુ સંતોની સેવા, વ્રત - નિયમોનું પાલન, યથાશક્તિ દાન) ઘણાં સત્કર્મો કર્યા છે. મારું અઢળક પુણ્ય ક્યાં ગયું? જો થોડું હજી વધારે પુણ્ય કર્યું હોત તો બારમાદેવલોકમાં દેવ થાત. ...૯૧૯ મહેલમાં છુપાયેલા અભયકુમારે વિષાદપૂર્વક સ્વયં કહ્યું, ‘તું ધેર્ય, સાહસિક અને વિવેકી છે તેથી તું કોઈ રીતે નિશ્ચયથી બંધાઈશ નહીં. રોહિણેય ચોરે વીર વચનને હૃદયમાં ધારણ કર્યા તે પુણ્યના પ્રભાવથી સંકટમાંથી ઉગરી ગયો. ...૯૨૦ અભયકુમાર જેવા તીક્ષ્ણ બુદ્ધિવાન પણ રોહિણેયચોરને ન પકડી શક્યા ત્યારે રોહિણેયચોરે વિચાર કર્યો કે ભગવાન મહાવીર સ્વામીનું તારણહાર નામ છે તે યોગ્ય છે. તેમણે દેવોના વર્ણનની એક ગાથા કહી તેનાથી હું આજે સંકટમાંથી હેમખેમ પાર ઉતરી ગયો. મારું શુભ કાર્ય થયું. ...૯૨૧ (જ્ઞાતપુત્ર મહાવીર સ્વામીના વચનોએ મહામાત્યા અભયકુમારની ગૂઢ માયા જાળને છિન્ન કરી નાખી. રોહિણેયચોરનું હૃદય પરિવર્તન થયું. અનિચ્છાએ સાંભળેલી વીરવાણીથી મારા જીવનને આટલો લાભ થયો તો સ્વેચ્છાએ ઉત્સાહપૂર્વક જિનવાણીનું શ્રવણ કરતાં મારા જીવનનો ઉદ્ધાર થઈ જશે. મનોમંથન કરતો રોહિણેય સમવસરણમાં પહોંચ્યો. ભગવાનની દેશના સાંભળી. તેની સુષુપ્ત ચેતના જાગૃત થઈ) રૌહિણેયકુમારે પોતાનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કરી મહારાજ શ્રેણિક અને મહામાત્યા અભયકુમારને (આત્મનિવેદન કરતાં) કહ્યું, “મહારાજ ! હું અપરાધી રોહિણેયચોર છું. અનેક અપરાધો નગરમાં થયાં તે સર્વ મેં કર્યા છે. .. ૯૨૨ હે પ્રજાપાલક! મારા દુષ્કૃત્યોને માફ કરો. પાપોનું પ્રાયશ્ચિત કરવા મને જિનેશ્વર ભગવંતના હાથે દીક્ષા અપાવો.” (મગધના લોકોનું ચોરેલું ગુપ્ત ધન અને અપાર રત્નરાશિ તેણે પાછી આપી.) રોહિણેયકુમારે દીક્ષા લેતાં પૂર્વે લોકોને ખૂબ દાન આપ્યું. (રાજગૃહીના હજારો નરનારીઓ સહિત) મહારાજા શ્રેણિક અને મહામાત્યા અભયકુમારે રોહિણેયકુમારનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. ... ૯૨૩ રોહિણેયકુમારની દીક્ષા નિમિત્તે એક શિબિકાનું આયોજન કરવામાં આવ્યું. રોહિણેયકુમાર ચારે તરફ શણગારેલી સુંદર શિબિકામાં બેઠા. આ શિબિકાને મગધના અધિપતિ મહારાજા શ્રેણિક અને મહામાત્યા અભયકુમારે સ્વયં પોતાના ખભા ઉપર ઊપાડી. ... ૯૨૪ આ દીક્ષાનો પ્રસંગ ખૂબ ઠાઠમાઠપૂર્વક ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો. રોહિણેયકુમારે (ઉલ્લાસપૂર્વક) ભગવાન મહાવીરસવામીના હાથે (પાંચ મહાવ્રત સ્વીકારી) પ્રવજ્યા અંગીકાર કરી. રોહિણેયકુમારે સંયમ અને તપ કરી સુખ મેળવ્યું. તેઓ આયુષ્ય પૂર્ણ કરી દેવગતિમાં ગયા. ...૯૨૫ For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ પ૦૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” •.. ૯૨૮ ••• ૯૨૯ ૯૩૦ . ૯૭૧ ત્યાંથી ચવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં (મનુષ્યપણે) અવતરશે. તે ભવમાં સંયમ લઈ સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધગતિમાં જશે. રોહિણેયકુમાર આ સંસારને પાર કરશે. ધન્ય છે. કુશાગ્ર બુદ્ધિના સ્વામી અભયકુમારને! ...ર૬ ચોપાઈ : ૧૯ સાચા શેઠ શ્રાવક બન્યા અભયકુમાર તે ઉત્તમ નેઠિ, રાજગૃહીમાંહિ સાચો સેઠિ; શ્રાવક નામ ધરાવે સોય, નિત પડિકમણાં કરતો દોય. » ૯૨૭ જિનદત્ત સેઠ ઉજેણી રહે, કાઢી સંઘ શેત્રુજે વહે; ઠામિ ઠામિ જિન પૂજે સહી, આવ્યો જિનદત્ત રાજગ્રહી. સોવન રત્ન તણી વાસણી, લેઈ ગયો સાચા સાહ ભણી; યાત્રા જઈ હું આવી જસે, મુંકો વાસણી લેસ્યો તiઈ. સાચું કહે સામાઈક મુઝ, કેહી પરિ ઉત્તર આપું તુઝ; મુંકે સાતમા તાકા માંહ લિયો, તુમ જઈ મુંકો આંહ. મુંકી વાસણી કહીને ગયો, સેગુંજ જુહારી નિર્મલ થયો; આવ્યો રાજગૃહી વલી જ્યાંહ, માંગી વાસણી સહ કહે ત્યાંહિ. સાચ કહે ઘર ચુકો કાંય, જુઉ સંભારીને ઘરી આહિ; ઠબકાણો સબલો જિણદાસ, લાજયો પૂરષ ચાલ્યો જ નીરાસ. ગયો પુરષ જિહાં શ્રેણિક રાય, ભાખી પૂરવ સકલ કથાય; સુત તેડયો ન્યાય કરવા ભણી, દેવરાવો જિનદત્ત વાસણી. અભયકુમાર કહે સુણ જિણદાસ, તુઝ ધનની મમ મુંકી આસ; સાચી વાત હમેં જો સેઠિ, તો ધન વિલર્સે તાહરું નેટિ. જનદત્ત બેંસારયો એક ઠામિ, સાચો તેડયો ધનને કામિ; વસ્ત્ર બનાવી આવ્યો જસે, અભયકુમાર ઊભો થયો તમેં. મેલ્યા પુરુષ સુંદર તિહાં ચાર, ઢાલ્યો બાજોટ તેણી વાર રમતાં રસમાં આવ્યા જિસેં, અભયકુમાર નર બોલ્યો તસઈ. ••• ૯૩૬ કાંઈક હોડ પાડિને રમો, પાણી વલોઈ સ્યુ દીન ગમો; હારિ જીતિ પરઠી તેણી વાર, મેલી વીંટી એગઠી ચ્યાર. પોતાના નરને સીખવું, સાચા ઘઈર જઈનેં લર્વે; ચોર ડંડ હઈ ભરતાર, આપ વાસણી કરી નર સાર. ... ૯૩૮ વીંટી કરની આપી મુઝ, લે ઈધાણી આપું તુઝ; લે વીંટી આપી વાસણી, તેણઈ લેઈ આપી મંત્રી ભણી. ... ૯૩૯ •.. ૯૩૨ • ૯૩૩ ... ૯૩૪ ... ૯૩૫ ... ૯૩૭ For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ ૯૪૦ ••• ૯૪૧ ૯૪૨ *. ૯૪૪ મંત્રીઈ તેડયો જિણદાસ, તેણંઈ તિહાં કીધા વચન પ્રકાશ; સ્વામી માહરી વાસણી તેહ, સાચો સેઠિત આપઈ તેહ. પુછે સેઠિને અભયકુમાર, સાચો કહે નર એહ ગમાર; સબલો કુમર જ ગૃહી વાસ, ભૂલેં સરખા દેખ્ય અવાસ. અભયકુમાર કરિ લે વાસણી, દેખાડી જિણદત્ત સાહા ભણી; તાહરી હોઈ તો તુ લઈ સેઠિ, જેતા શીતલ હોઈ પેઢિ. પડયો ઘસકો સાચા પેટિ, વદન મ્યાંમ થયો તસ નેટિ; અભયકુમાર પચારે ઘણો, નીર ઉતારય સમકીત તણોં. .. ૯૪૩ ધરમી થઈ કરો તુમ પાપ, તુમ પાતિગનો બહુ સંતાપ; પાપી પાપ કરેં નર જેહ, તુમથી સોહલો છૂટઈ તેહ. લાજી સાચો નમીઉં પાય, મુઝ અપરાધ ખમો નર રાય; અભયકુમાર ન ઠંડઈ જોય, શ્રાવક માટે મુંકે સોય. ••• ૯૪૫ અર્થ - રાજગૃહી નગરીના મહામાત્યા ચોક્કસપણે ઉત્તમ પુરુષ હતા. રાજગૃહી નગરીમાં સાચા નામના એક ઉત્તમ શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ (જિનોપાસક હોવાથી) શ્રાવક નામ ધરાવતા હતા. તેઓ નિત્ય ઊભયકાળ બે પ્રતિક્રમણ કરતા હતા. ઉજ્જયિની નગરીમાં જિનદત્ત નામના શેઠ રહેતા હતા. તેમણે સંઘનું આયોજન કર્યું. આ સંઘ શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જઈ રહ્યો હતો. માર્ગમાં આવતા પ્રત્યેક સ્થળે તેમણે જિનપૂજન કર્યું. યાત્રાળુઓનો સંઘ લઈ જિનદત્ત શેઠ રાજગૃહી નગરીમાં આવ્યા. ...૯૨૮ (આ સંઘ હજુ આગળ યાત્રા કરવાનો હોવાથી, રસ્તામાં ચોર, લૂંટારાઓના ભયથી) જિનદત્ત શેઠ પોતાની પાસે રહેલી સુવર્ણમય રત્નજડિત વાંસળી લઈ સાચા શેઠની હવેલીમાં આવ્યા. તેમણે કહ્યું, “શેઠ હું જ્યારે યાત્રા કરીને પાછો ફરીશ ત્યારે મારી વાંસળી પાછી લઈ જઈશ. ત્યાં સુધી આ વાંસળી થાપણ તરીકે તમારી પાસે મૂકું છું.” .. ૯૨૯ સાચા શેઠ તે સમયે સામાયિક વ્રતનું આરાધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય! હું આપને કઈ રીતે ઉત્તર આપી શકું કારણકે હું સામાયિક વ્રતનું પાલન કરું છું. તમે જઈને પેલા સામે રહેલા ગોખલામાં તે વાંસળી મૂકી દો. હું મારું વ્રત પૂર્ણ કરી ત્યાંથી લઈ લઈશ.” ... ૯૩૦ જિનદત્ત શેઠ ગોખલામાં વાંસળી મૂકી સાચા શેઠને કહીને ગયા તેઓ (સંઘ સાથે) શત્રુંજય તીર્થના જુહાર કરી નિર્મળ બન્યા. ત્યાંથી તેઓ સંઘ લઈ પાછા રાજગૃહી નગરીમાં આવ્યા. તેમણે સાચા શેઠના ઘરે જઈ થાપણ મૂકેલી વાંસળી પાછી માંગી. ...૯૩૧ ત્યારે સાચા શેઠે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય!તમે ઘર કેમ ભૂલી ગયા છો? તમે બરાબર યાદ કરો, આ ઘર તે નથી” ભોંઠા પડેલા જિનદાસ શેઠ હતપ્રભ બન્યા. જિનદાસ શેઠ (આબરૂદાર હતા. સાચા શેઠના આવા ઉલટા For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” વર્તનથી) લજ્જિત થઈ નિરાશ વદને પાછા વળ્યા. ... ૯૩૨ જિનદત્ત શેઠ ન્યાય મેળવવા માટે મહારાજ શ્રેણિક પાસે પહોંચ્યા. તેમણે મહારાજાને સર્વ પૂર્વવૃત્તાંત કહ્યો. મહારાજાએ સચોટ ન્યાય કરવા પોતાના પ્રિય પુત્ર અભયકુમારને રાજસભામાં બોલાવ્યા. તેમણે અભયકુમારને આદેશ આપતાં કહ્યું, “વત્સ! ઉજ્જયિની શ્રેષ્ઠીવર્ય જિનદત્ત શેઠને તમે તેમની સુવર્ણમય રત્નજડિત વાંસળી પાછી અપાવો.” ... ૯૩૩ અભયકુમારે કહ્યું, “હે શેઠ! તમે નિરાશ ન થાવ. તમે તમારા ધનની પાછા મળવાની આશા છોડશો નહી. જો તમારી વાત સત્ય હશે તો તમારું ધન નિશ્ચિતપણે પાછું મેળવી માણી શકશો.”..૯૩૪ અભયકુમારે જિનદત શેઠને એક ઓરડામાં બેસાડયા. સેવકો દ્વારા તેમણે સાચા શેઠને સંપત્તિ માટે તેડાવ્યા. સાચા શેઠ ઉત્તમ પોશાક પહેરીને રાજદરબારમાં આવ્યા. અભયકુમારે ત્યારે ઊભા થઈ તેમનું અભિવાદન કર્યું. ...૯૩૫ અભયકુમારે ચાર હોંશિયાર પુરુષોને સોગઠાબાજી રમવા ત્યાં મોકલ્યા. તેમણે ત્યાં બાજોઠ ઢાળ્યો. સોગઠા બાજીની રમત મંડાણી. રમત રમતાં અત્યંત જામી ત્યારે અભયકુમારે કહ્યું. ... ૯૩૬ શ્રેષ્ઠીવર્ય! કંઈક શરત કરીને રમત રમીએ જેથી આનંદ આવે. ફક્ત પાણી વલોવવાથી શું દિવસ વળ (શરત વિના રમત રમવાથી શું લાભ થાય?)''હાર અને જીતનો ઠરાવ નક્કી કરી તેમણે બાજી લગાવી. તેમણે ચાર વીંટીઓ રમત માટે ઉતારીને સાથે મૂકી (અભયકુમારે શેઠની વીંટી બદલાવી લીધી.)... ૯૩૭ અભયકુમારે પોતાના સેવકોને કહ્યું કે, “સાચા શેઠના ઘરે આ તેમના નામની વીંટી લઈને જાવ. ત્યાં જઈને (શેઠની વીંટી બતાવી) શેઠાણીને કહેજો કે, “તમારા પતિદેવને ચોરીના અપરાધ બદલ દંડ થયો છે. તેમને છોડાવવા માટે આપ તમારે ત્યાં રહેલી સુવર્ણમયી રત્નમય વાંસળી આપો” ...૯૩૮ સેવકોએ હવેલીમાં જઈ શેઠાણીને વીંટી બતાવતાં કહ્યું, “શેઠે અમને તેમના હાથની આંગળીની વીંટી નિશાનીરૂપે આપી વાંસળી મંગાવી છે. તમે વાંસળી આપો. શેઠાણીએ વાંસળી આપી. સેવકોએ આ વાંસળી લઈ મહામંત્રી અભયકુમારને આપી. મહામંત્રી અભયકુમારે બીજા ઓરડામાંથી જિનદાસ શ્રેષ્ઠીને બોલાવ્યા. તેમણે જિનદાસ શેઠને વાંસળી બતાવી. જિનદાસ શેઠે વાંસળી જોઈને તરત જ કહ્યું, “મહામંત્રી ! આ જ મારી સુવર્ણમયી વાંસળી છે, જે સાચા શેઠને થાપણ તરીકે મૂકવા માટે મેં આપી હતી.' ... ૯૪૦ અભયકુમારે શેઠને પૂછતાં કહ્યું, “સાચા શેઠ ! શું આ વાત સત્ય છે?” સાચાશેઠે દઢતાપૂર્વક કહ્યું, “જિનદત્ત શેઠ મૂર્ખ અને ગમાર છે. મહામંત્રી અભયકુમાર! અહીં ઘણાં મકાનો સરખાં છે. સરખાં રંગવાળા મકાનો જોઈને જિનદત્ત શેઠ ઘર ભૂલી ગયા છે.” ...૯૪૧ અભયકુમારે સુવર્ણમયી વાંસળી હાથમાં લીધી. તેમણે આ વાંસળી જિનદત્ત શેઠને જોવા માટે આપી. શેઠ! જો આ વાંસળી તમારી હોય તો તે તમે લઈ લો. જેથી તમારા પેટમાં શીતલતા થાય.” ...૯૪૨ સાચા શેઠને વાંસળી જોઈ પેટમાં ધ્રાસકો પડયો. વાંસળી જોઈને તેમનું વદન અંતે શ્યામ થઈ ગયું. For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭. ૯૪૬ અભયકુમારે સાચા શેઠને ઘણાં ઉપાલંભ આપ્યા. સાચા શેઠ પોતાને સમકિતી કહેવાડતા હતા તેમનું નીર ઉતાર્યું. ... ૯૪૩ અભયકુમારે કહ્યું, “સાચા શેઠ! તમે ધર્મી થઈને પારકી થાપણને ઓળવવાનું નીચ કૃત્ય કરો છો? હવે આ તમારું પાપ તમને અત્યંત દુઃખ-સંતાપ આપશે. જે પાપી વ્યક્તિ પાપ કર્મ કરે છે તે સુગમતાથી છૂટી શકતો નથી.” .. ૯૪૪ અભયકુમારના વચનો સાંભળી સાચા શેઠ શરમિંદા થયા. રાજાના ચરણે પડયા. પોતાના પાપકૃત્યનો એકરાર કરતાં સાચા શેઠે કહ્યું, “હે મહારાજ! મારા અપરાધ બદલ મને ક્ષમા કરો” અભયકુમારે કહ્યું, “જો સાચા શેઠ સાચા શ્રાવક બને તો કોઈ શિક્ષા ન કરતાં મુક્ત કરો'' સાચા શેઠ સાચા શ્રાવક બન્યા તેથી તેમને છોડી દેવામાં આવ્યા. ...૯૪૫ દુહા : ૪૩ ભક્તને આધીન ભગવાન - ઉદાયનરાજાની કથા શ્રાવક માટે મુંકીઉં, દેઈ સીખામણ સાર; દે જિણદત્તનો વાટુઉ, ધન્ય તું અભયકુમાર. રમતો રંગઈ માલીઈ, કરતો ધરમ વીચાર; વીર જિનેશ્વર આવીઆ, વંદઈ અભયકુમાર. ... ૯૪૭ ચિહું દિસે મુંની વંદતા, દીઠો મુનીવર સાર; રુ૫ વીનઈ ગુણ દેખતા, હરખ્યો અભયકુમાર. ૯૪૮ પુછયો પ્રેમઈ વીરને, એ કુણ રીષિ કહેવાય; જિન કહે પશ્ચિમ દશા ઘણી, વિભા પાટણ રાય. ••• ૯૪૯ ઉદાઈ મુઝ સમરઈ સહી, હું પહંતો તેણે ગામ; સુણતાં સમઝયો નરપતિ, દીક્ષા ગહી તેણે ઠામ. ... ૯૫૦ છેહલો રાજ રબી સહી, હર્વે ન લેં કો દીખ; એણે સંસાર કડુઉં લહી, હુઉં અમારો શિષ્ય. ... ૯૫૧ તપ ઉપસમનો કુપલો, મુગતી તણો ભજનાર; સુણિ વૈરાગ જ પાંમિઉં, મંત્રી અભયકુમાર. .. ૯પર અભયકુમાર મનિ ચિંતવે, જો લેઉ પૃથવીરાજ; તો મુઝને સંયમ નહી, વિણસે પરભવિ કાજ. ••• ૯૫૩ અર્થ - તેમને યોગ્ય શિખામણ આપી મુક્ત કર્યા અભયકુમારે સાચા શેઠને શ્રાવક બન્યા તેથી માફ કર્યા. સાચા શેઠે જિનદત્ત શેઠને તેમની થાપણ પાછી આપી. ધન્ય છે અભયકુમારની પ્રખર બુદ્ધિને! ...૯૪૬ (૧) ઉદાયનરાજાની કથા : શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, પૃ. ૧૫૦-૧૫૧. લે. મુનિશ્રી પ્રકાશચંદ્રજી, પ્ર. શ્રી નવલ સાહિત્ય પ્ર. મ., ચતુર્થીવૃત્તિ, ઈ.સ. ૨૦૦૭. For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ અભયકુમાર પોતાના મહેલમાં દેવભવન જેવાં સુખો ભોગવતાં હતાં. એક દિવસ તેઓ ધર્મધ્યાનનો વિચાર કરતા હતા. તે સમયે ભગવાન મહાવીરસ્વામી પોતાના શિષ્યો સહિત રાજગૃહી નગરીમાં પધાર્યા. અભયકુમારે ત્યાં જઈ સર્વને વંદન કર્યા. ૫૦૮ ...૯૪૭ અભયકુમારે ઉપાશ્રયમાં રહેલા ચારે દિશામાં સ્વાધ્યાય કરતા સંતોને વંદના કર્યા. તેમણે એક સ્વરૂપવાન, નવયુવાન મુનિવરને જોયા. તેમનું સૌંદર્ય (તેજ) અને તેમનો વિનય જોઈને અભયકુમાર અત્યંત હર્ષિત થયા. ...૯૪૮ અભયકુમારે ભગવાન મહાવીરસ્વામીને ભાવપૂર્વક વંદના કરી પૂછયું, ‘“ભંતે ! આ ઋષિરાય કોણ છે ?’’ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, ‘‘મહામંત્રી! આર્યાવર્તના પશ્ચિમ કિનારે (સિંધુ સૌવીર દેશની રાજધાની) વિતિભય પાટણ નગરીના તેઓ અધિપતિ ઉદાયનરાજા છે . ...૯૪૯ (એકવાર ઉદાયન રાજાએ પૌષધશાળામાં જઈ પૌષધની આરાધના કરી. રાત્રિ જાગરિકા કરતાં તેઓ વિચારે ચડયા. ‘તે દેશ અને નગર ધન્ય છે જ્યાં સ્વયં પરમાત્મા મહાવીરસ્વામી બીરાજે છે. લોકો તેમનાં દર્શન અને વાણી સાંભળી પવિત્ર બને છે. જો પ્રભુ મહાવીર સ્વામી અહીં પધારે તો હું મોહ-મમત્વનો ત્યાગ કરી રાજવૈભવ છોડી પ્રભુ પાસેથી દીક્ષા લઉં') ઉદાયન રાજાએ રાત્રિ જાગરણ કરતાં મારા આગમનની ચિંતવના કરી. (ઉદાયન રાજાના મનોગત ભાવોને આધીન બની) હું વીતિભય પાટણ નગરીમાં પહોંચ્યો. તેઓ જિન પ્રવચનથી વિશેષ સંવેગધારી થયા. તેમણે (રાજયની ધુરા ભાણેજ કેશીકુમારને આપી) મારી પાસે દીક્ષા લીધી. ...૯૫૦ દેવાનુપ્રિય ! આ યુગમાં આ અંતિમ રાજર્ષિ છે. હવે બીજા કોઈ રાજા જૈન દીક્ષા નહીં સ્વીકારે. તેમણે સંસારના સુખો કડવાં જાણી તેનો ત્યાગ કર્યો છે . તેમણે મારું શિષ્યત્વ સ્વીકાર્યું છે. ...૯૫૧ તેઓ મહાન તપસ્વી અને ઉપશાંત કષાયી ઋષિરાય છે. તેઓ મુક્તિપુરીના શાશ્વત સુખો ધારણ કરનારા છે’’ (‘રાજેશ્વરી તે નરકેશ્વરી !' જેઓ સત્તાને વળગી રહેશે તે દુર્ગતિમાં જશે.) પરમાત્માના વચનો સાંભળી બુદ્ધિશાળી મહામંત્રી અભયકુમારનો આત્મ વૈરાગ્યવાસિત બન્યો. ...૯૫૨ અભયકુમારે પરમાત્માના વચનો સાંભળી મનમાં ચિંતન કર્યું, ‘જો હું મગધ દેશનું આધિપત્ય સ્વીકારી રાજા બનીશ તો હું પરમાત્માના વચન અનુસાર દીક્ષા નહીં લઈ શકું. જો સંયમ નહીં સ્વીકારું તો નિશ્ચયથી મારો પરભવ પણ બગડશે.’ ... ૯૫૩ ઢાળ : ૩૩ અભયકુમાર મહાભિનિષ્ક્રમણના પંથે ! તો ચઢીઉં ધનમાંન ગજે એ દેશી. અભયકુમાર અનુમતી વલીએ, માંગઈ જેણી વાર તો; ભાજેં ભુપતિ ના વલીએ, વારઈ ભંભા સાર તે. બુધિનીધાન મંત્રી કહેં એ, કહીંઈ અનુમતિ થાય તો; જા જેવું તવ જઈ કરીએ, લેજે તું દીખ્યાય તો. For Personal & Private Use Only ૯૫૪ ... ૯૫૫ Page #530 -------------------------------------------------------------------------- ________________ પ૦૯ • ૯૫૭ ... ૯૫૮ ••. ૯૫૯ •.. ૯૬૦ ... ૯૬૧ અભયકુમાર બુધિ બહુ કરંઈએ, પણિ નોહઈ આદેસતો; એણી અવસર જિન આવઆ એ, વંદન ગયો નરસતો. ૯૫૬ જિન વાંદી પાછો વલ્યો એ, આવ્યો સરોવર પાલતો; તિહાં મુનીવર કાઉસગ રહ્યો છે, ક્રોધ માંન મદ ટાલિતો. શ્રેણીક જઈ તસ વંદતો એ, ચીલણા પણિ વંદેહ તો; દેઈ પરદક્ષણ મુનિ સ્તવ્યો, પછે નગરી આવે તે. નીશા ભર સૂતી ચીલણા એ, રહ્યો ઉઘાડો હાથ તો; તાઠે ઠરી થયો કાષ્ટ મેં એ, વાલ્યો કિંમૅહિં ન જાત તો. જાગી તતખણ ચીલણા એ, વેદના ખમીઅ ન જાય તો; તવ મુનીવર તસ સાંભરયો એ, પાલું રહયો રિષીરાય તો. ભોલી ભાખઈ ભગતિનું એ, સી હોસિં તસ પિરંતો; તાઠે ઠરસેં બાપડો એ, નહીં પોતાનું ધરતો. વસ્ત્ર હીન ટૂટૂ કરઈ એ, તાઢિ ગલર્સે આજ તો; દયા ધરી એમ બોલતી એ, સૂણતો તવ મહારાજ તો. » ૯૬ર શ્રેણીક આપ વિચારતોએ, નહી એહનું મન ઠારિ તો. કો એક પુરુષ સ્યું વલીએ, સહીજ વિલુધી નારિ તો. મુકું નારી પરીહરી એ, નહીં અંતેઉર સારતો; અસતી નારી એ મલીએ, કીધો ઈસ્યો વીચારતો. .. ૯૬૪ રીષભ રાય કોણો ઘણોએ, કરું ચલણાનો ઘાત તો; ક્રોધ વાધ જવ જાગીઉ એ, વિવેક વછ તવ જાત તો. ... ૯૬૫ અર્થ :- અભયકુમારે જ્યારે જ્યારે પિતાજી પાસે વિનમ્રતાપૂર્વક સંયમ લેવાની અનુમતિ માંગી ત્યારે ત્યારે ભંભાસાર મહારાજા શ્રેણિકે તેમને રોક્યા. તેમણે કહ્યું, “તું લાખ ઉપાય કર પરંતુ હું તને સંયમની અનુમતિ નહીં આપું.)” ..૯૫૪ ચાર બુદ્ધિના સ્વામી મહામંત્રી અભયકુમારે કહ્યું, “પિતાજી ! હમણાં દીક્ષાની અનુજ્ઞા નહીં આપો તો ક્યારે આપશો?'' મહારાજા શ્રેણિકે કહ્યું, “હું જ્યારે તને “જા જા' કહું ત્યારે તું જઈને સંયમ સ્વીકારજે.” .... ૯૫૫ અભયકુમારે દીક્ષાની અનુમતિ માટે ઘણાં પ્રયત્નો કર્યા, છતાં તેમને મહારાજા તરફથી દીક્ષા માટેનો કોઈ આદેશ ન મળ્યો. આ સમયમાં રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા ત્યારે મહારાજા શ્રેણિક ચતુરંગી સેના અને પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા ગયા. .. ૯પ૬ પરમાત્માના દર્શન કરી તેઓ પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં સરોવરની પાળે એક પ્રતિસાધારી . ૯૬૩ For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” અણગાર જિનકલ્પીપણું ધારણ કરી ઊભા ઊભા કાઉસગ્ગ ધ્યાન કરી રહ્યા હતા. આ મુનિવરે ક્રોધ, અભિમાન અને મદનો ત્યાગ કર્યો હતો. ... ૯પ૭ ધ્યાનસ્થ મુનિવરને જોઈ મહારાજા શ્રેણિક અને મહારાણી ચેલ્લણા રથમાંથી નીચે ઉતર્યા. તેમણે મુનિવરને ભાવપૂર્વક વંદના કરી. તેમણે મુનિને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરી તેમની સ્તુતિ કરી. (મુનિવરને વસ્ત્રરહિત દશામાં કડકડતી ઠંડીમાં સરોવરના તટે પ્રશાંત મુદ્રામાં બેઠેલા જોઈ રાજા-રાણી વિસ્મય પામ્યા. તેઓ મનોમન બોલ્યા, “ભગવાનના શાસનમાં કેવાં કેવાં શ્રમણરત્નો છે ! તેમને શરીરની કોઈ ચિંતા નથી. આત્મસાધનામાં સંયમ જીવન દીપાવી રહ્યા છે. તેમને ધન્ય છે.') મુનિવરની પ્રશંસા કરતા તેઓ નગરમાં આવ્યા. ... ૯૫૮ રાત્રિના સમયે ભર નિદ્રામાં સૂતેલા મહારાણી ચેલ્લણાનો હાથ કામળીની બહાર ઉઘાડો રહી ગયો. અતિશય ઠંડીના કારણે મહારાણીનો હાથ જકડાઈ ગયો. તે લાકડા જેવો કડક થઈ ગયો. તે વાળવા છતાં સહેજ પણ વળ્યો નહીં. ચલ્લણારાણી ભર ઊંધમાંથી જાગૃત થયા. તેમને અસહ્ય વેદના થઈ આ વેદના ખમાતી ન હતી. તે સમયે અચાનક સરોવરની પાળે ધ્યાન કરી રહેલા જિનકલ્પી મુનિવરની સ્મૃતિ થઈ. ... ૯૬૦ ભોળાં ચલ્લણારાણીએ મુનિવર પ્રત્યેની ભક્તિભાવથી પ્રેરાઈને એકાએક કહ્યું, “તેમની શી હાલત હશે? તેમને કેવી પીડા થતી હશે? અતિશય ઠંડીથી થરથરતા હશે. તેમનું પોતાનું ઘર પણ નથી.... ૯૬૧ તેઓ વસ્ત્રહીન, હાથ-પગ સંકોચીને કોકડુંવાળી ઠંડીને સહન કરતા હશે. આજે તો અતિશય ઠંડીના કારણે તેમનો દેહ ઓગળી જશે.” મહારાણી ચેલ્લણા પડિમાધારી મુનિવર પ્રત્યે મનમાં અનુકંપા લાવી એવું બોલ્યા, ત્યારે મહારાજા શ્રેણિક આ શબ્દો સાંભળતા હતા. .. ૯૬૨ મહારાજા શ્રેણિકે શંકિત બની સ્વયં એવો વિચાર કર્યો કે, “મહારાણીનું મન સ્થિર નથી. મારી પ્રાણવલ્લભા કોઈ પરપુરુષમાં આસક્ત છે. મારી પત્ની પતિવ્રતા નથી'. .. ૯૬૩ શ્રેણિક મહારાજા અત્યંત કોપાયમાન થયા. તેમણે વિચાર્યું કે, “મારે વિશ્વાસઘાત ચેલણાનો અવશ્ય ઘાત કરવો જોઈએ.” કવિ ઋષભદાસ કહે છે કે, જ્યારે ક્રોધરૂપી વાઘ જાગૃત બને છે ત્યારે વિવેકરૂપી વાછરડાનો નાશ થાય છે. ...૯૬૫ દુહા ઃ ૪૪ જાગે કોહપલેવણે, દાઝે ગુણ રાયણાય; ઉપસમ જલેં ન ઉલવે, પામેં દુખ સહાય. .. ૯૬૬ રીષભ કહે નર સાંભલો, ક્રોધ કરો નર કાંય; પૂરવ કોડિ ચારિત્ર વલી, તે બાંલે ખીણમાંય. •.. ૯૬૭ અર્થ - જ્યારે ક્રોધરૂપી દાવાનળ પ્રજ્વલિત થાય છે ત્યારે ગુણરૂપી રત્નાકર (સમુદ્ર) ને દઝાડે છે. જો For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ ઉપશમ નીરથી ક્રોધરૂપી અગ્નિને ઓલવવામાં ન આવે તો તે ખૂબ દુઃખદાયી થાય છે. ... ૯૬૬ કવિ ઋષભદાસ કહે છે કે, “હે માનવો! તમે સાંભળો. તમે શા માટે ક્રોધ કરો છો? ક્રોધરૂપી કષાય પૂર્વકોડ વર્ષનું ઉત્તમ ચારિત્ર ક્ષણવારમાં બાળીને ભસ્મ કરે છે.” •.. ૯૬૭ ઢાળ : ૩૪ તો ચઢીલું ધનમાંન ગજે એ દેશી. ક્રોધિં શ્રેણિક ઉઠીઉ એ, તેડયો અભયકુમાર તો; અંતેરિ તું બાલજે એ, મ કરીસ કીસ્યો વિચાર તો. » ૯૬૮ દેઈ સીખ ગયો વાંદવાએ, પુછયો પ્રશ્ન જ એહ તો; પૂત્રી ચેડા રાયની એ, સતી કે અસતી તેહ તો. . ૯૬૯ ભાખંઈ વીર જિનેસરુએ, સાતે સતીઉં સાર તો; ચિત ન આર્વે રાયને એ, પૂછે ફરી વિચાર તો. ... ૯૭૦ હવામી મુઝ ઘર કામની એ, કુંણની કરી ચિંતાય તો; જિન કહૈ મુનિવર સાંભરયોએ, સર તીરેં રીષી રાય તો. ... ૯૭૧ અર્થ :- મહારાજા શ્રેણિકોનો ચહેરો ક્રોધથી લાલચોળ થયો. તેમની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા.) તેમણે ઊભા થઈ અભયકુમારને સેવકદ્વારા પોતાની પાસે બોલાવ્યા. મહારાજાએ કહ્યું, “(પાણીમાં આગ લાગી છે) મારો હુકમ છે કે વિશ્વાસઘાતી મારી રાણી ચેલ્લણાને હમણાં જ અગ્નિમાં બાળી નાખ. તું કોઈ પણ જાતનો વિચાર ન કરીશ.” ... ૯૬૮ મહારાજા ક્રોધના આવેશમાં આદેશ આપી મનની શાંતિ મેળવવા પ્રભુ મહાવીર સ્વામીને વંદન કરવા ચાલ્યા ગયા. ત્યાં જઈ તેમણે એકાએક ભગવાન મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછયો. “પ્રભો ! ચેડા રાજાની પુત્રીઓ સતી છે કે અસતી?” ... ૯૬૯ જિનેશ્વર ભગવંતે મહારાજાના પ્રશ્નોનો ઉત્તર આપતાં કહ્યું, “દેવાનુપ્રિય ! ચેડા રાજાની સાતે પુત્રીઓ સતી છે.” (તેઓ આ ભવમાં જ મોક્ષ મેળવશે) મહારાજા શ્રેણિકના ચિત્તમાં પ્રભુની વાત સમજાણી નહીં ત્યારે તેમણે પુનઃ ભગવાનને પ્રશ્ન પૂછયો. ... ૯૭૦ “પ્રભો! મારા અંતઃપુરમાં રહેલી મારી રાણી ચેલણા શું સતી છે? પ્રભુ! ઊંધમાં રાત્રિના સમયે તેણે કોની ચિંતા કરી હતી?” પ્રભુએ કહ્યું, “સરોવરના તટે અતિશય ઠંડા પવનમાં રહેલા વસ્ત્રરહિત જિનકલી મહર્ષિ પ્રત્યે ભક્તિભાવથી રાણીએ તેમનું સ્મરણ કર્યું હતું. .. ૯૭૧ દુહા ઃ ૪૫ કાલઈ તું વાંદી ચલ્યો, સરોવર દીઠો સાથ; તે સાંભરયો રાણીઈ, જવ હુઈ હાથે બાધ. ••. ૯૭ર For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” અર્થ - તમે અહીંથી વંદન કરીને ગઈકાલે પાછા નગરમાં જતા હતા ત્યારે સરોવરના તટે ધ્યાનસ્થ મુનિને જોયા. કડકડતી ઠંડીમાં, વસ્ત્રહીન હાલતમાં જોઈ રાણીને પોતાના હાથમાં અડચણ (વેદના) થઈ ત્યારે તે મુનિવરની યાદ આવી. ... ૯૭૨ ઢાળ : ૩૫ છાનો છપીને કંતા કિહાં રહ્યો રે એ દેશી. હાથ ઉઘાડો રહ્યો રાત રે, તાતેં હુઈ પીડાય રે; તવ ચીલણાને સાંભરયો રે, કસ્યુ કરમેં ઋષીરાય રે. ••• ૯૭૩ વીર વચન સુણિ હરખીઉ રે.. આંચલી. સુખીઆ બહુ સુખ ભોગવે રે, કરંઈ મનગમતા આહાર રે; તે વિરલા ગૃપ જાણજે રે, જે કરે પરની સાર રે. ... ૯૭૪ વી. સાર કરે સતી સાધની રે, ધરમ સનેહી એહ રે; તુઝ અંતે ઉર નીરમતું રે, મ ધરીશ મનિ સંદેહ રે. ... ૯૭૫ વી વચન સુણી હરખી ઉઠીઉરે, હીડઈ સબલ ભુપાલ રે; ધૂમ તણી જવાલા દેખતો રે, તવ હુઈ ઉદરે ફાલ રે. ... ૯૭૬ વી. અંતે વર અલગું કરી રે, મંત્રી કરે પર જાલ રે; અભયકુમાર ગયો વાંદવા રે, સાતમા મિલ્યો ભૂપાલ રે. .. ૯૭૭ વી. નયણ કરી રાઈ રાતડા રે, નિભરિ છૂટયો પરધાન તો; હસતાં અંતે ઉર બાલીઉં રે, તું નહી બુધિ નીધાન રે. વિ. અરે નીર બુધિ અરૂં કરયો રે, ન કરયોં કાંઈ વિચાર રે; હવે મુખ લેઈ સ્યું ઉભો રહ્યો રે, જા પર અભયકુમાર રે. » ૯૭૯ વી. માની વયણ આઘો સંચરયો રે, લીધી જિન કે દીખાય રે; શ્રેણીક ગયો નીજ મંદીરઈ રે, રાણી દેખી રીઝયો રાય રે. . ૯૮૦ વી. તાત વચન ઘર બાલીઆ રે, કીધી અંતે ઉર સાર રે; ચ્યારે બુધિ તણો ધણી રે, ધન ધન અભયકુમાર રે. . ૯૮૧ વી. વાટ જુઈ નૃપ સુત તણીએ, ના અભયકુમાર રે; સંયમ લીધુ જ સાંભળ્યું રે, હોઈ નૃપ ચિંતા અપાર રે. ... ૯૮૨ વી. રત્ન ગયું મુઝ બારથી રે, એહથી હુંતો રાજ રે; સુર નર નરપતિ મુની વડા રે, ધરતા એહની લાજ રે. ... ૯૮૩ વી. અર્થ - રાત્રિના સમયે ભયંકર ઠંડીમાં મહારાણીનો હાથ કામળીની બહાર રહી ગયો ત્યારે અસહ્ય ઠંડીથી તે લાકડા જેવો કડક થઈ ગયો. રાણીને ખૂબ વેદના થઈ. ત્યારે મહારાણી ચેલ્લણાને ધ્યાનસ્થ મહર્ષિ યાદ For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ આવ્યા. તેમણે કહ્યું, “ઋષિરાય!આ સમયે શું કરતા હશે?” ... ૯૭૩ હે રાજનું! સુખી લોકો ખૂબ સુખ ભોગવવામાં મગ્ન છે. તેઓ મનગમતા રવાદિષ્ટ ભોજનનો આહાર કરે છે. વિરલ વ્યક્તિ તો તે જ કહેવાય જેઓ બીજાનો વિચાર કરે છે. .. ૯૭૪ ચેલણારાણીએ એક ધ્યાનસ્થ યોગીરાજનો યાદ કર્યા છે. તે ધર્મપ્રેમી નારી છે. હે રાજનું! તમારું અંતઃપુર અત્યંત નિર્મળ અને પવિત્ર છે. તેમના વિશે અંતકરણમાં અંશમાત્ર સંદેહ ન ધરવો''...૯૭૫ ભગવાન મહાવીર સ્વામીના વચનો સાંભળી નિઃસંદેહ બનેલા મહારાજા શ્રેણિકનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠયો. તેમનું હૃદય પશ્ચાતાપથી ગદ્ગદિત બન્યું. તેઓ ઝડપથી રાજમહેલ તરફ જતા હતા ત્યાં દૂરથી ધૂમાળાના ગોટાઓ અને અગ્નિ જવાળાઓ દેખાણી. ત્યારે મહારાજાના (કંઈક અનર્થ થવાના એંધાણ દેખાતાં) પેટમાં ફાળ પડી. ...૯૭૬ (અભયકુમારે ચેલ્લણારાણીને સર્વ હકીકત કહી. ચેલણારાણીએ અભયકુમારને સત્ય હકીકત જણાવી.) મહામંત્રીએ (મહારાજાની ગેરસમજ દૂર કરવા) ચેલુણારાણીને અંદર ભોંયરામાં બેસાડી લાક્ષાગૃહને આગ ચાંપી. ચારે બાજુ અગ્નિની જ્વાળાએ ફેલાવા લાગી. અભયકુમાર પણ પ્રભુ મહાવીરના દર્શન કરવા ગયા ત્યારે રાજમાર્ગ ઉપર શ્રેણિકરાજા સામે મળ્યા. ... ૯૭૭ શ્રેણિકરાજાએ આવેશમાં આવી, લાલ નેત્રો કરી, મહામંત્રી અભયકુમારનો તિરસ્કાર કરતાં કહ્યું, અરે મૂર્ખ!તે હસતાં હસતાં તારી માતાને જીવતી બાળી નાખી? ખરેખર ! તું બુદ્ધિનિધાન નથી...૯૭૮ અરે મૂઢ ! આ શું કર્યું? તેં આવું અકૃત્ય કરવા પૂર્વ જરા પણ વિચાર ન કર્યો? હવે શું મુખ લઈને અહીં મારી સમક્ષ ઊભો છે. જા ચાલ્યો જા અભયકુમાર મને તારું મોઢું બતાવીશ નહીં.” ...૯૭૯ શ્રેણિકરાજા તરફથી જાકારો મળતાં અભયકુમાર રાજ આજ્ઞાનું પાલન કરવા ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્યાંથી નીકળી ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં ઉપસ્થિત થયા. તેમણે ત્યાં જઈ શીધ્ર સંયમ અંગીકાર કર્યો. બીજી બાજુ શ્રેણિક રાજા ચેલુણારાણીના મહેલ તરફ ગયા. (મહેલ બળી ચૂક્યો હતો. પાણીવડે અગ્નિ શાંત કર્યો. ત્યાં ભોંયરામાંથી નવકાર મંત્રનો પવિત્ર ધ્વનિ સંભળાયો. મહારાજાએ ત્યાં જઈને જોયું) મહારાણી ચેલણાને ક્ષેમકુશળ જોઈ મહારાજાને અપાર આનંદ થયો. ... ૯૮૦ અભયકુમારે પિતાના વચનનું પાલન કરવા લાક્ષાગૃહને આગ લગાડી પરંતુ મહારાણી ચેલણાની ખૂબ જ સંભાળ લીધી. ખરેખર! અભયકુમાર ચાર પ્રકારની બુદ્ધિના સ્વામી હતા. ધન્યવાદ છે તેજસ્વી પ્રજ્ઞાધારી અભયકુમારને! ... ૯૮૧ શ્રેણિકરાજા અભિનંદન આપવા માટે અભયકુમારની રાહ જોવા લાગ્યા પરંતુ મહામંત્રી અભયકુમાર આવ્યા જ નહીં. જ્યારે મહારાજાએ સાંભળ્યું કે, “મહામંત્રી અભયકુમાર મોક્ષના પથિક મહામુનિ બન્યા છે' ત્યારે મહારાજાની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. ••. ૯૮૨ તેમણે કરૂણ સ્વરે કહ્યું, “મારા ઘરમાંથી આજે ચિંતામણિરત્ન ચાલ્યું ગયું. તેના દ્વારા રાજ્યનાં અટપટાં કાર્યો સરળતાથી થતાં હતાં. મોટા મોટા રાજર્ષિઓ, દેવો અને મહર્ષિઓ પણ તેનું માન સન્માન For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ જાળવતાં હતાં.’’ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ અભયકુમારની સુકૃતની યાદી નાહનપણિં બુધિ તુઝ ઘણી રે, પ્રથમ પહરી મુદ્રાય રે; ચંડપ્રદ્યોતન લાજીઉ રે, ઝાલી આંણ્યો તે રાય રે. ધૂઅ ચેડા પરણાવતો રે, વીષમ ડોહલો પૂરયો ત્યાંહિ રે; મેઘ તણી છટા આંણતો રે, ગજસુકમાલ કરયો આંહિ રે. હાર ગયો તેં વાલીઉં રે, પૂરી કેંવન્ના આસ રે; મેતારજ સમઝાવીઉ રે, કીધી બુધિ પ્રકાસ રે. કુમરી પરણાવી રાઈકા તણી રે, ગ્રહ્યો આંબાનો ચોર રે; બુધિસાગર સુત કિહાં ગયો રે, સમરું જિમ ધન મોર રે. જેણે રોહણીઉ સમઝાવીઉ રે, ટાલે મુનિવર નંદ્યાય રે; ખરો જેણે સાહીઉં એ, રત્ન કાઢયા કરી ન્યાય રે. હું અણ સમઝી બોલીઉ રે, નો લહણ્યો જિમ નારિ રે; પ્રશ્ચાતાપ કરે પછે રે, નૃપ દુખ હઈડા મઝારિ રે. શ્રેણીક શોકાતર થયો રે, જાણેં સુનંદા નારિ રે; પુત્ર ગયો મુઝ અણ કહિ રે, હુઈ મુરછા તેણે ઠારિ રે. સીતલ નીરે સુધિ વાલતા રે, કહે નર હું સંસાર રે; પણું અંતઈ નેહ ઠંડીઉં રે, હુંઅ નમું તું સુવીચાર રે. સંયમ લીઈ સૂનંદા વલીરે, અભયકુમારની માય રે; કુંડલ ચીવર દીઈ પૂતનેં રે, હલ વીહલ કિોંવાય રે. અભયકુમાર તપ બહુ તપે રે, અનુત્તર વિમાનિ જાય રે; એક અવતાર ધરી અતિ ભલા રે, સીધગતિ તેહની થાય રે. ૯૯૩ વી અર્થ : - અભયકુમારનાં કરેલાં વિવિધ કાર્યોને યાદ કરતાં મહારાજાએ કહ્યું, ‘‘વત્સ ! તું બાળપણમાં જ તીવ્ર બુદ્ધિશાળી હતો. સૌ પ્રથમ તેં નિર્જળ કૂવામાંથી મારી મુદ્રિકા કાઢી તારી આંગળીમાં પહેરી. તેં ચંડપ્રદ્યોતનરાજાને લજ્જિત કર્યા. તેમને યુક્તિપૂર્વક પકડીને તું અહીં લાવ્યો. ...૯૮૪ તેં શૂરવીર ચેડા રાજાની પુત્રી ચેલ્લણાના મારી સાથે વિવાહ કરાવ્યા. તેનો વિષમ દોહદ તારી બુદ્ધિ કૌશલ્યથી તેં પૂર્ણ કર્યો. ત્યારપછી નાની માતા ધારિણી દેવીનો અકાળે પંચવર્ણી મેઘનો દોહદ પણ તેં પૂર્ણ કર્યો. તેં ઉત્તેજિત થયેલા સેચનક હાથીને વશ કરી તેને ઉપશાંત કર્યો. ...૯૮૫ ...૯૮૩ ... ૯૮૪ વી . ૯૮૫ વી૰ ૯૮૬ વી૰ ૯૮૭ વી ... ૯૮૮ વી ... ૯૮૯ વી. ... ૯૯૦ વી ૯૯૧ વી ૯૯૨ વી જ્યારે ચેલ્લણારાણીનો દિવ્યહાર ચોરાઈ ગયો ત્યારે તેં જ શોધી આપ્યો હતો. તેં કયવન્નાકુમારની પોતાની પત્નીઓ અને પુત્રોને મળવાની અભિલાષા પૂર્ણ કરી હતી. ચાંડાલને સમજાવીને તારી તેજસ્વી બુદ્ધિ For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ પ૧૫ પ્રતિભા પ્રકાશી હતી. ... ૯૮૬ રબારીની પુત્રી અપતગંધા સાથે મારું પાણિગ્રહણ કરાવ્યું. ઉદ્યાનમાંથી આંબાની ચોરી કરનારા ચોરને તેં પકડયો હતો. હે વત્સ! તારા શું વખાણ કરું? તું તો બુદ્ધિનો મહાસાગર છે ! જેમ ઘનઘોર વાદળોને જોઈને મોર ટહુકે તેમ તારા કાર્યોને યાદ કરી હું તને સંભારું છું. .. ૯૮૭ રૌહિણેય ચોરને સમજાવી તેને મુક્તિનો માર્ગ અપાવ્યો. નગરના લોકો, જેઓ મુનિવરની નિંદા કરતા હતા તેમને પ્રચુર બુદ્ધિના કારણે શાનમાં સમજાવી દીધા. સાચા શેઠ પાસેથી ન્યાય કરી રત્નો પાછાં મેળવ્યાં. ...૯૮૮ હે પુત્ર! અગણિત કાર્યો કરનારો મહા પ્રજ્ઞાવાન મારા અણવિચાર્યા બોલાયેલા શબ્દોનું માઠું લગાડ્યું. હું આક્રોશમાં અપશબ્દ બોલ્યો છું. તું મારા શબ્દોને પતિવ્રતા નારીની જેમ ચિત્તમાં ન ધરીશ.” શ્રેણિકરાજા પુત્ર વિરહથી સંતપ્ત થઈ પશ્ચાતાપ કરવા લાગ્યા. તેમનું હૃદય દુઃખથી વ્યથિત બન્યું...૯૮૯ તેઓ શોકાતુર બન્યા. સુનંદારાણીએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે અશ્રુ ભીની આંખે વિલાપ કરતાં કહ્યું, “મારો પુત્ર મને કહ્યા વિના જ જતો રહ્યો.' એવું કહી સુનંદારાણી તરત જ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યાં. ... ૯૯૦ શીતળ જળનો છંટકાવ કરતાં સુનંદારાણીને મૂર્છા વળી. તેઓ સચેતન બન્યા. તેઓ પુનઃ વિલાપ કરતાં બોલ્યાં, “હે વત્સ ! હું આ સંસારના મોહમાં અટવાયેલી છું પરંતુ તે તો અંતે સંસારનો સ્નેહ છોડી દીધો! હું તારા આ સુવિચારની અનુમોદના કરું છું. હું પણ તારા માર્ગનું અનુસરણ કરું છું.” ... ૯૯૧ અભયકુમારની માતા સુનંદાદેવીના હૃદયમાં વૈરાગ્યનો દીપ પ્રગટયો. તેમને ભગવાન મહાવીર સ્વામી પાસે સંયમ અંગીકાર કર્યો. સુનંદા દેવીએ પોતાની પાસે રહેલા દિવ્ય કુંડલ, દિવ્ય વસ્ત્ર પોતાના પુત્ર હલ-વિહલ કુમારને આપ્યા. ... ૯૯૨ અભયકુમારે દીક્ષા ગ્રહણ કરી. (અગિયાર અંગ સૂત્રનો અભ્યાસ કર્યો.) ઉગ્ર તપશ્ચર્યા કરી (તેઓ પાંચ વર્ષનો શુદ્ધ સંયમ પર્યાય પાળી, અંતિમ સમયે અનશન કરી, એક માસની સંલેખના કરી પાદોપગમન સંથારો કરી સ્વર્ગવાસી થયા.) તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ એક અવતાર મનુષ્યનો ધારણ કરશે તેમની સિદ્ધગતિ પામશે.' . ૯૯૩ દુહા : ૪૬ દીક્ષા ગ્રહી મુગતિ જર્સ, જનમ જરા નહી મરણ; રોગ સોગ દુખ ભય નહીં, નહી તન પાવઈ વરણ. *. ૯૯૪ અનંત જ્ઞાનને અનંત બલ, અનંત વીરજ સુખ જ્યાંહિ; અભયકુમાર વંદુ સદા, પહુંચે મુગતિ જ માંહિ. •.. ૯૯૫ અર્થ - અભયકુમાર (મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો અવતાર પ્રાપ્ત કરી સંયમ ગ્રહણ કરી) તે જ ભવમાં (૧) નોંધ : - અભયકુમારનો પૂર્વભવ. જુઓ - પરિશિષ્ટ વિભાગ. For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' સિદ્ધગતિમાં જશે. આ સિદ્ધગતિમાં જન્મ, મૃત્યુ કે વૃદ્ધાવસ્થા નથી. ત્યાં રોગ, શોક, દુઃખ કે ભય નથી. ત્યાં શરીર નથી. તે સિદ્ધગતિનું સુખ અવર્ણનીય છે. .. ૯૯૪ સિદ્ધ ભગવંત પાસે અનંતજ્ઞાન, અનંત શક્તિ, અનંત વીર્ય-પરાક્રમ અને અખંડ અનંત સુખ છે. આવા શાશ્વતા સ્થાનને પ્રાપ્ત કરનારા અભયકુમારના આત્માને હું સદા વંદન કરું છું. તેઓ ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત કરશે. ...૯૯૫ ઢાળઃ ૩૬ કળશ ગીત – રાસ પૂર્ણાહુતિ કહેણી કરણી તુઝ વિણ સાચો એ દેશી. રાગ : ધન્યાસી. મુગતિપુરી માહે ઝીલે સઈ, પૂન્યવંત અભયકુમારો; કર જોડી ગુણ તારા ગાતાં, વરત્યો જય જયકારોજી. ... ૯૯૬ મુગતિપુરીમાંહિ ઝીલેસિ – આંચલી. ગણતાં ભણતાં સુણતાં સુખ બહુ, નામેં નવ નીધ થાઈજી; અસ્યા પુરષની કથા કરતા, ચિર કાલ પાતિગ જાઈજી. ... ૯૯૭ મુ૦ રીધિ રમણી ઘર રુપ ભલેશું, ઉત્તમ કુલ બહુ આઈજી; અભયકુમારનું નામ જપતા, સકલ સીધિ ઘરિ થાઈજી. .. ૯૯૮ મુ. અભયકુમારની કથા સુણીનેં, ચેતે નર ગુણવંતોજી; પાપ કરમથી પાછો લાગે, તે જગિ ઉત્તમ જંતોજી. ... ૯૯૯ મુ. કરણ રસેં કરી મુખ માંડતા, પતિગ નવિ પરિહરતાજી; ચુકલા પાઠ પરિ તસ પરઠો, મછપરિ નર તરતોજી. ... ૧૦૦૦ મુ. જલ ધોઈ તે ન થયો ચોખો, બહુલ કરમ નર એહવાજી; વિર વચન જલમાંહિ ઝીલતાં, રહયા તેહવાને તેહવાજી. ૧૦૦૧ મુ સુડો રામનું નામ જપતો, પણિ કાંઈ ભેદન જાણે જી; કરણ રસઈ જિન વચન સુસંતો, મન વૈરાગ ન આણજી. .. ૧૦૦ર મુળ સુખિં સાંભલિનિ મ્યું સાથું, ચેત્યા તે નર સારોજી; બાર વરત સંયમ ને ધરતા, જિમ જગિ અભયકુમારો જી. ... ૧૦૦૩ મુ. અનુકરમેં સુરના સુખ પામેં, પછે મુગતિમાં જાવૈજી; અભયકુમારનો રાસ સુણતા, સકલ સંઘ સુખ થાવેજી. ... ૧૦૦૪ મુ. રચ્યો રાસ ત્રંબાવતી માંહ, જિહાં બહુ જિનનો વાસોજી; દૂરગ ભલો જિન મંદીર મોટાં, સાયર તીરઈ આવાસોજી. ... ૧૦૦પ મુ. પૌષધ શાલા સ્વામી વછલ, પૂજા મહોછવ થાઈજી; તેણઈ થાનકિં એ રાસ રચ્યો મેં, સિંહ ગુરુ ચરણ પસાઈજી. ... ૧૦૦૬ મુ. For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ તપ ગછ નાયક શ્રુભ શ્રખદાયક, વિજયાનંદ ગુણધારીજી; મીઠી મધૂરી જેહની વાણી, જેણે તારયા નરનારીજી. ... ૧૦૦૭ મુ. શ્રાવક તેહનો સમકત ધારી, પૂજે જિનવર પાઈજી; પ્રાગવંશ સાંગણ સુત સોહે, રીષભદાસ ગુણ ગાઈજી. •.. ૧૦૦૮ મુ. સંવત્ સાયર દીગુ રસ ધરતી, કાર્તિક મહીનો સારોજી; બહુલ પગ દીન નવમિ ભલેરી, વાર ગુરુ ચીત ધારોજી. ... ૧૦૦૯ મુ. અભયકુમાર મંત્રીસર કેરો, કીધો રાસ રસાલોજી; રીષભ કહે રંગઈ જે સુણસું, તે સુખીઆ ચીર કાલોજી. ... ૧૦૧૦ મુ. અર્થ - પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી અભયકુમાર ભવિષ્યમાં મુક્તિપુરીના શાશ્વત સુખો ચીરકાળ સુધી મહાલશે. આવા પુણ્યશાળી આત્માને હાથ જોડી તેમનું ગુણગ્રામ ગાતાં સર્વત્ર જયજયકાર વર્તાય છે... ૯૯૬ અભયકુમારનો રાસ ભણતાં, વાંચતા, શ્રવણ કરતાં ખૂબ સુખ મળશે. અભયકુમારનું નામ સ્મરણ કરતાં ઘરમાં નવનિધાન ઉત્પન્ન થશે. આવા પુણ્યશાળી પુરુષનું કથાનક કરતાં પૂર્વસંચિત ક્રોડો ભવોના પાપકર્મો નષ્ટ થાય છે. ... ૯૯૭ (આ કથાનકનું શ્રવણ કરતાં) ઘરમાં રિદ્ધિ સિદ્ધિ વધે છે. શરીરની સુંદરતા પ્રાપ્ત થાય છે. ઉત્તમ કુળની પ્રાપ્તિ થાય છે. તેની જગતમાં પ્રશંસા થાય છે. અભયકુમારનું નામસ્મરણ જપતાં ઘરમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ... ૯૯૮ અભયકુમારની કથા શ્રવણ કરીને હે ભવ્યજીવો! તમે ચેતજો, તમે ગુણવાન બનજો. જે જીવો કર્મથી પાછા ફરે છે, તેઓ જગતમાં ઉત્તમ જીવો છે. ... ૯૯૯ આ કથાનકનું ફકત કર્મેન્દ્રિયના રસ ખાતર શ્રવણ કરી વકતાની સામે મુખ રાખે અને સાંભળે પણ પોતાના પાપકર્મોનો ત્યાગ કરતા નથી, તો તે સાંભળેલું ફક્ત પોપટિયા જ્ઞાન જેવું જાણવું. અથવા કોઈ માણસ માછલાની પીઠ ઉપર બેસીને સાગર તરી જાય પણ તેને તરતા ન આવડતું હોય તો તે તર્યો ન કહેવાય તેમ આ સાંભળેલું હોવા છતાં સાંભળ્યું ન કહેવાય. ... ૧૦૦૦ મત્સ્ય જલમાં રહેવા છતાં, જલથી ધોવાયા છતાં ચોખ્ખા નથી થતા.(શરીરની દુર્ગધ દૂર થતી નથી) કેટલાક માનવો બહુલ કર્મોથી પરિવૃત્ત હોય છે, તેઓ જિનવાણીના જળમાં નહાવા છતાં તેમના પાપ કર્મોને અંશે પણ નષ્ટ કરતા નથી. તેઓ કોરાધાકોર રહે છે. ... ૧૦૦૧ પોપટ રામનું નામ જપે છે પરંતુ તેના ભેદને જાણતો નથી, તેમ કેટલાક જીવો કર્ણપ્રિય હોવાથી ફક્ત જિનવાણીનું શ્રવણ કરે છે પરંતુ હૃદયે ધારતાં નથી તેથી તેમનાં હૃદયમાં વૈરાગ્યનો દીપક પ્રગટતો નથી. ... ૧૦૦૨ જે જીવો, જિનવાણીનું શ્રવણ કરી તે પ્રકારનું આચરણ કરે છે તેવા જીવો સંસાર સાગરમાંથી ચેતીને પાર પામે છે. તેઓ બાર વ્રતધારી શ્રાવક બની કાળક્રમે સંયમને અંગીકાર કરે છે. તેઓ જગતમાં For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ ૧૦૦૩ અભયકુમાર સમાન છે. (તેમનો વર્તમાન અને આગામીભવ સફળ બને છે.) આવા જીવો અનુક્રમે દેવગતિના દિવ્યસુખો પ્રાપ્ત કરે છે. ત્યારપછી કાળક્રમે તેઓ અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. અભયકુમારનો આ રાસ શ્રવણ કરતાં, સકળ સંઘની ઉન્નતિ થશે. આ રાસ ત્રંબાવતી નગરીમાં રચાયો છે. જ્યાં ઘણાં જૈનધર્મી લોકો રહે છે. આ ત્રંબાવતી નગરીને ફરતો મજબૂત સુરક્ષા દુર્ગ છે. ત્યાં ઘણાં વિશાળ અને મોટાં જૈન મંદિરો છે. ખંભાત નગરી સાગર કિનારે વસેલી હોવાથી તે બંદર તરીકે પ્રસિદ્ધ છે. ... ૧૦૦૪ ૫૧૮ ... ૧૦૦૫ ત્યાં સંતો અને મહંતોને રહેવાની પૌષધશાળા છે, જે તેમને અત્યંત પ્રિય છે. ત્યાં પૂજા–મહોત્સવ થાય છે. તેવા આ પવિત્ર સ્થાનમાં સમર્થ ગુરુના ચરણોની કૃપા મેળવી આ રાસ રચ્યો છે. ૧૦૦૬ તપગચ્છના નાયક, શુભ સુખદાયક એવા વિજ્યાનંદ ગુરુ જેઓ મહાન ગુણવાન છે. તેમની મીઠી મધુરી વાણી છે . જેમણે અનેક નર-નારીઓને આ સંસારમાંથી ડૂબતા ઉગાર્યાં છે. કવિ ઋષભદાસ તેમના સમકિતધારી શ્રાવક છે. જેઓ નિત્ય જિનેશ્વર દેવના ચરણોનું પૂજન કરે છે. પ્રાöશના મોભી એવા સંઘવી સાંગણ શોભે છે. કવિ ઋષભદાસ તેમના ગુણકીર્તન કરે છે. ૧૦૦૭ ... ૧૦૦૮ સંવત સોળસો સત્યાશી (૧૬૮૭), કાર્તિક મહિનો, જે સુંદર પ્રથમ માસ છે. બીજા કૃષ્ણ પક્ષમાં, વદ નવમીના દિવસે, ગુરુવારે ખંભાતમાં આ રાસ રચાયો છે; જે ચિત્તમાં અવધારો. . ૧૦૦૯ અભયકુમાર મંત્રીશ્વરનો, આ રાસ રચાયો છે. કવિ ઋષભદાસ કહે છે કે જે પ્રસન્નતાપૂર્વક આ રાસનું શ્રવણ કરશે તે મુક્તિપુરીના ચીરકાળ પર્યંતના સુખો મેળવશે. ... ૧૦૧૦ ઈતી શ્રી રિષભદાસ વિરચિતે અભયકુમાર રાસ સંપૂર્ણ લેખક પાઠકયો ર્ચિરંજીયાત્ બરહાંનપુરે. સં.૧૭૭૧વર્ષે અશ્વિન વદી ૨ ભોજો. ડા.નં.૧૫૭૭ છે. પ્રતની કડીઓ – ૧૦૧૦, પ્રત્યેક પ્રત પરની લીટીઓ – ૧૩, અક્ષરો – ૩૮ આ રાસ ઢાળ-૩૬, દુહા-૪૫, ચોપાઈ-૧૯ માં પથરાયેલો છે. ... લેખન કાર્ય – ઉપાધ્યાય ચિરંજીવ (બરહાંનપુર) સં.૧૭૭૧શ્રાવણ વદ-બીજ - આ પ્રત ભાંડારકર ઈન્સ્ટીટયૂટ – પૂનાથી મળી છે. ઈ.સ. ૧૮૯૧થી ૯૫માં ત્યાં આવી છે. For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ ક્રમ સુભદ્રા મોક્ષ મોક્ષ ܪ ܪ ܪ ܇ ܇ ܡܼܲ ܗܵ શ્રી દેવી મેરા દેવી મોક્ષ નરક પરિશિષ્ટ - ૧ ૧ર ચક્રવર્તી ચક્રવર્તી પિતા માતા સ્ત્રી રત્ન ગતિ ભરત ઋષભદેવ સુમંગલા સગર સુમિત્રવિજય યશવતી ભદ્રા મોક્ષ મઘવા સમુદ્રવિજય ભદ્રા સુનંદા મોક્ષ સનકુમાર અશ્વસેન સહદેવી જયા શાંતિનાથ વિશ્વસેન અચિરાદેવી વિજ્યા મોક્ષ કુંથુનાથ સુરસેન કૃષ્ણશ્રી મોક્ષ અરનાથ સુદર્શન સુર્યશ્રી મોક્ષ સુભૂમ કાર્તવીર્ય તારા પદ્મશ્રી નરક મહાપા પવોત્તર જ્વાલા વસુંધરા મોક્ષ હરિણ મહાહરિ મોક્ષ વિજયરાજા વપ્રા લક્ષ્મીમતી બ્રહ્મદત્ત ચુલ્લિની કુરુમતી નોંધ : શ્રી સમવાયાંગ સૂત્ર-પૃ. ૩૬૬, બાર ચક્રવર્તીની ગતિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૧૮ અનુસાર છે. • મતાંતરે સનકુમાર અને અન્ય એક ચક્રવર્તીદેવલોકમાં ગયા છે એવું પણ વિવેચન જોવા મળે છે. ચક્રવર્તી વિશે વિશેષ માહિતીઃ ચક્રવર્તી સમ્રાટોની ઋદ્ધિઓમાં ચૌદ રત્ન વિશેષ મહત્ત્વ રાખે છે. ૧) ચક્રરત્નઃ સેનાની આગળ આકાશમાં ચાલે છે અને છ ખંડ સાધવા માટે રસ્તો બતાવે છે. ૨) છત્ર રત્ન ઃ સેનાની ઉપર ૧૨ યોજન લાંબા અને ૯ યોજન પહોળા છત્રના રૂપમાં પરિણત થાય છે. તે શીત, તાપ તથા વાયુના ઉપસર્ગથી સેનાનું રક્ષણ કરે છે. ૩) દંડર ઃ વિષમ સ્થાનને સમ બનાવી સડક જેવો રસ્તો બનાવે છે. તેનાથી વૈતાઢય પર્વતની બંને ગુફાઓનાં દ્વાર ખૂલે છે. ૪) ખગ રત્નઃ આ રન ૫૦ અંગુલ લાંબું, ૧૦ અંગુલ પહોળું અને અડધો અંગુલ મોટું હોય છે. તે તીક્ષ્ણ ધારદાર હોય છે. હજારો કોસ દૂર સ્થિત શત્રુનું સિર તે ક્ષણવારમાં કાપી નાખે છે. (આ ચારે રત્ન ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે.). ૫) મણિરન : ચાર અંગુલ લાંબું, બે અંગુલ પહોળું હોય છે. તેને ઉંચા સ્થાન પર રાખવાથી તે બે યોજન સુધી ચંદ્રમાના પ્રકાશ સમાન તેજ આપે છે. જો તેને હાથીના મસ્તક ઉપર રાખવામાં આવે તો અસવારને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. ૬) કાંગની રત્ન ઃ છ દિશાઓમાં (તરફથી) ચાર ચાર અંગુલ લાંબું-પહોળું, એરણ સમાન હોય છે. એનાથી For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ પર૦ વૈતાઢચ પર્વતની ગુફાઓમાં એક-એક યોજનના અંતરે ૫૦૦ ધનુષના ગોળાકાર ૪૯ મંડળો થાય છે . તેનો ચંદ્રમા જેવો પ્રકાશ હોય છે . આ પ્રકાશ જ્યાં સુધી ચક્રવર્તી જીવે ત્યાં સુધી રહે છે. ૭) ચર્મ રત્નઃ આ રત્ન બે હાથ લાંબું હોય છે. તેનો ઉપયોગ કરતી વખતે ૧૨ યોજન લાંબી અને ૯ યોજન પહોળી નૌકારૂપ બની જાય છે. ચક્રવર્તીની સેના તેમાં બેસી ગંગા અને સિંધુ જેવી મહાનદીઓ પાર કરે છે.(આ ત્રણ રત્નો ચક્રવર્તીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.) ૮) સેનાપતિ રત્ન : વચ્ચેના બે ખંડ ચક્રવર્તી સ્વયં જીતે છે. ચારે દિશાઓના ચાર ખંડો ચક્રવર્તીનો સેનાપતિ જીતે છે. તે વૈતાઢચ પર્વતની ગુફાઓના દ્વાર દંડ પ્રહારથી ખોલે છે અને મલેચ્છોને પરાજિત કરે છે. ૯) ગાથાપતિ રત્ન : ચર્મરત્નને પૃથ્વીના આકારનો બનાવી તેના ઉપર ૨૪ પ્રકારના ધાન્ય અને સર્વ પ્રકારના મેવામસાલા, શાક-ભાજી આદિ દિવસના પ્રથમ પ્રહરમાં લગાવે છે, બીજા પ્રહરમાં સર્વ પાકી જાય છે, ત્રીજા પ્રહરમાં તેને તૈયાર કરી ચક્રવર્તી આદિને ખવડાવે છે. ૧૦) વર્ધક રત્ન ઃ એક મુહૂર્તમાં ૧૨ યોજન લાંબો, ૯ યોજન પહોળો અને ૪૨ ખંડવાળો મહેલ, પૌષધશાળા, રથયાત્રા, અશ્વશાળા, પાકશાળા, બજાર આદિ સર્વ સામગ્રીથી યુક્ત નગર બને છે. રસ્તામાં ચક્રવર્તી પોતાના પરિવાર સાથે તેમાં નિવાસ કરે છે. ૧૧) પુરોહિત રત્ન ઃ આ શુભ મુહૂર્ત બતાવે છે. લક્ષણ, હસ્તરેખા આદિ (સામુદ્રિક), વ્યંજન (તલ, મસા આદિ) સ્વપ્ન, અંગનું ફરકવું ઈત્યાદિ શુભાશુભ બતાવે છે. તે શાન્તિપાઠ અને જાપ કરે છે. ૧૨) સ્ત્રી રત્ન (શ્રીદેવી) : વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીના સ્વામી વિદ્યાધરની પુત્રી હોય છે. અત્યંત સ્વરૂપવાન અને સદેવ કુમારિકા સમાન યુવાન રહે છે. તેની ઊંચાઈ ચક્રવર્તીની ઊંચાઈ કરતાં ચાર અંગુલ ઓછી હોય છે. તે પુત્ર પ્રસવ કરતી નથી. ૧૩) અશ્વ રત્ન (કમલાપતિ ઘોડો) : પૂંછડીથી મુખ સુધી ૧૦૮ અંગુલ લાંબો, પગથી કાન સુધી ૮૦ અંશુલ ઊંચો, ક્ષણવારમાં અભીષ્ટ સ્થાન પર પહોંચાડવાવાળો અને વિજયપ્રદ હોય છે. ૧૪) ગજ રત્ન ઃ ચક્રવર્તી કરતાં બમણો ઊંચો હોય છે. મહાસૌભાગ્યશીલ, કાર્યદક્ષ અને અત્યંત સુંદર હોય છે. (અશ્વ અને હાથી વૈતાઢચ પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે.) આ ચૌદ રત્ન ચક્રવર્તીની ઋદ્ધિના સર્વશ્રેષ્ઠ પદાર્થ છે, જે અન્ય કોઈ પાસે હોતા નથી. આ ચૌદ રત્નમાં પ્રથમ સાત એકેન્દ્રિય છે, જ્યારે શેષ સાત પંચેન્દ્રિય છે. પ્રત્યેક રત્નના એક-એક હજાર અધિષ્ઠાયક દેવ હોય છે. નવ નિધિઓ : ૧) નૈસર્પ નિધિ : આ નિધી વડે શહેર આદિ વસાવવાની તથા સેનાનો પડાવ નાખવા માટેની સામગ્રી પ્રાપ્ત થાય છે. ૨) પુંડક નિધિ ઃ તોલવા અને માપવાના સાધનો પ્રાપ્ત થાય છે. ૩) પિંગલ નિધિ : મનુષ્ય અને પશુઓનાં સર્વ પ્રકારનાં આભૂષણો પ્રાપ્ત થાય છે. ૪) સર્વરત્ન નિધિ : ચક્રવર્તીને ૧૪ રત્નો ઉપરાંત સર્વ પ્રકારનાં રત્નો અને જવાહરાતની પ્રાપ્તિ થાય છે. ૫) મહાપદ્મ નિધિ ઃ વસ્ત્રો તથા વસ્ત્રોને રંગવાની સામગ્રી મળે છે. ૬) કાલ નિધિ : અષ્ટાંગ નિમિત્ત સંબંધી, ઈતિહાસ સંબંધી તથા કુંભકાર આદિ શિલ્પ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ પર૧ ૭) મહાકાલનિધિઃ સુવર્ણ આદિ ધાતુઓ, વાસણો અને રોકડ(નકદ) ધનની પ્રાપ્તિ થાય છે. ૮) માણવક નિધિ સર્વ પ્રકારના અસ્ત્રો અને શસ્ત્રોની પ્રાપ્તિ થાય છે. ૯) શંખ નિધિ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધન બતાવતા શાસ્ત્રની તથા પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, સંકીર્ણ ગદ્ય-પદ્યમય શસ્ત્રોની તેમજ સર્વ પ્રકારના વાજિંત્રોની પ્રાપ્તિ થાય છે. આ નવ નિધિઓ સંદૂક(પેટી)ની સમાન ૧ર યોજન લાંબા, યોજન પહોળા, ૮ યોજન ઊંચા ચક્રથી યુક્ત જ્યાં સમુદ્ર અને ગંગાનો સંગમ થાય છે ત્યાં હોય છે. જ્યારે ચક્રવર્તી અઠ્ઠમ તપ કરી તેની આરાધના કરે છે ત્યારે તે ચક્રવર્તીના પગ નીચે આવીને રહે છે. એમાંથી દ્રવ્યમય વસ્તુઓ સાક્ષાત્ નીકળે છે જ્યારે કર્મરૂપ વસ્તુઓ દર્શાવવાવાળી નિધિઓની પુસ્તકો નીકળે છે. જેને વાંચીને ઈષ્ટ અર્થની સિદ્ધિ કરવામાં આવે છે. ચક્રવર્તીનું આયુષ્ય પૂર્ણ થવાથી અથવાદીક્ષા લેવા બાદ આ સર્વ સાધન પોત પોતાના સ્થાને ચાલ્યા જાય છે. ચક્રવર્તીની સેવામાં સોળ હજાર દેવો હોય છે. છ ખંડના ૩૨,૦૦૦ દેશો પર તેમનું આધિપત્ય હોય છે. ૩૨,૦૦૦ મુકુટધારી રાજા સેવા કરે છે. ૬૪,૦૦૦ રાણીઓ હોય છે. ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથ અને ૯૬ લાખ પેદલ સૈનિક હોય છે. ૩૨,૦૦૦ નૃત્યકાર તેમને આધીન હોય છે. તેમની માતા ચોદ મંદ વન જુએ છે. નવ બળદેવ બળદેવ પિતા માતા ગતિ આગામી ઉત્સર્પિણના બળદેવ પ્રજાપતિ ભદ્રા મોક્ષ નંદ - જે બ્રહ્મ મોક્ષ નંદમિત્ર સોમ મોક્ષ દીર્ઘબાહુ અચલ વિજય ભદ્ર સુપ્રભ સુદર્શન આનંદ મોક્ષ રુદ્ર શિવ મહાબાહુ અતિબલ સુભદ્રા સુપ્રભા સુદર્શના વિજ્યા વૈજયંતી જયંતી અપરાજિતા રોહિણી મોક્ષ મોક્ષ મોક્ષ મહાબલ ઇ છે નંદન બલભદ્ર મહાશિવ અગ્નિશિખ દશરથ વસુદેવ મોક્ષ દ્વિપૃષ્ઠ પદ્મ-રામ બલરામ પાંચમું દેવલોક ત્રિપૃષ્ઠ નોંધ : શ્રી સમવાયાંગ સૂત્ર - પૃ. ૩૬૬. For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ પરર વાસુદેવ પિતા નરક ગતિ ગાય ૭મી | - N S પ્રજાપતિ બ્રહ્મ ઉમાં ૬ઠી ત્રિપૃષ્ઠ | પૃષ્ઠ સ્વયંભૂ પુરુષોત્તમ પુરુસસિંહ સોમ ૬ઠી નવ વાસુદેવ માતા પ્રતિવાસુદેવ | નિયાણાનું | નિમિત્ત મૃગાવતી અશ્વગ્રીવ તારક ચૂપસ્તંભ પૃથ્વી મેરક સંગ્રામ મધુકૈટભ સ્ત્રી અમૃતા નિશુલ્મ યુદ્ધમાં પરાજય લક્ષ્મીમતી બલી સ્ત્રી અનુરાગ શેષમતી પ્રભરાજ ગોષ્ઠી (પ્રહલાદ) કેકેયી રાવણ પરઋદ્ધિ દેવકી જરાસંઘ સીતા » ૪ શિવ ૬ઠી ૬ઠી ૬ઠી પામી % છે પુરુષપુંડરિક | દત્ત મહાશિવ અગ્નિશિખ ૪થી નારાયણ દશરથ કૃષ્ણ | વાસુદેવ વાસુદેવ | નોંધ : શ્રી સમવાયાંગ સૂત્ર – પૃ. ૩૬૭. માતા બળદેવ અને વાસુદેવ વિશે વિશેષ માહિતીઃ • બળદેવ અને વાસુદેવ બને ભાઈઓ હોય છે. બન્નેના પિતા એક પરંતુ માતા ભિન્ન ભિન્ન હોય છે. • બળદેવ નીલ વસ્ત્ર ધારણ કરે છે જ્યારે વાસુદેવ પીળા વસ્ત્ર ધારણ કરે છે. • બળદેવતાલવૃક્ષના ચિન્હવાળી ધ્વજા અને વાસુદેવ ગરૂડના ચિહવાળી ધ્વજાના ધારક હોય છે. • બળદેવ હળ અને મુશળ ધારણ કરે છે. વાસુદેવ શારંગ ધનુષ્ય, પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદી ગદા, શક્તિ અને નંદક નામના ખગ ધારણ કરે છે. • વાસુદેવ અને પ્રતિવાસુદેવના યુદ્ધમાં પ્રતિવાસુદેવ પોતાના જ ચક્રથી મૃત્યુ પામે છે અને વાસુદેવ ત્રણ ખંડના વિજેતા બને છે. • એક અષ્ટાપદ પક્ષીમાં બે હજાર કેશરી સિંહ જેટલું બળ હોય છે. એવા દસ લાખ અષ્ટાપદ પક્ષીઓમાં જેટલું બળ હોય છે તેટલું બળ એક બળદેવમાં હોય છે. For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ પર૩ ક્રમ પરિશિષ્ટ - ૨ ઉત્સર્પિણી કાળના ભરત ક્ષેત્રના ભાવી ૨૪ તીર્થકરો અને તેમના પૂર્વભવોના નામો તીર્થકર પૂર્વનામ પદ્મનાભ ભગવાન શ્રેણિક રાજા સુરદેવ ભગવાન સુપાર્થ (ભગવાન મહાવીરના કાકા) સુપાર્શ્વ ભગવાન ઉદાયી રાજા (કોણિક પુત્ર) સ્વયંપ્રભ ભગવાન પોટ્ટીલ અણગાર સર્વાનુભૂતિ ભગવાન દ્રઢાયું શ્રાવક દેવશ્રુત ભગવાન કાર્તિક શેઠ ઉદયપ્રભ ભગવાન શંખ શ્રાવક પેઢાલપુત્ર ભગવાન નંદ શ્રાવક પોટ્ટીલ ભગવાન સુનંદા શ્રાવિકા શતકીર્તિ ભગવાન મહાશતક શ્રાવક મુનિસુવ્રત ભગવાન દેવકી માતા અમમ ભગવાન શ્રી કૃષ્ણજી સર્વભાવવિત ભગવાન સત્યકી વિદ્યાધર નિષ્કષાય ભગવાન બલદેવ નિપુલાક ભગવાન રોહિણી નિર્મમ ભગવાન સુલતા ચિત્રગુપ્ત ભગવાન રેવતી સમાધિગુપ્ત ભગવાન શતાલી-મૃગાલી સંવર ભગવાન ભયાલી અનિવૃત્તિ ભગવાન દ્વીપાયન વિજય ભગવાન નારદ વિમલ ભગવાન અંબડ દેવોપપાત સ્વાતિ ૨૪. અનંતવિજય બુદ્ધ - જે નું ૨ v $ $ $ $ $ છું હું શું છે કે $ $ $ $ $ શ્રી શ્રેણિકરાસ' કૃતિમાં આગામી કાળમાં થનારા તીર્થકરોમાંથી પાંચ મહાપુરુષોનો ઉલ્લેખ થયો છે. (૧) શ્રેણિક રાજા (૨) ઉદાયી રાજા (૩) સત્યકી વિદ્યાધર (૪) સતી સુલસા (૫) અંબડ સંન્યાસી. For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ પરિશિષ્ટ - ૩ શ્રેણિકપાસ અને અભયકુમાર રાસમાં આવતી કથાઓ આદ્રકુમાર મુનિ (ભરડેસરની કથા પૃ. ૧૧૩ થી ૧૧૮) અનાર્ય દેશમાં(આર્વક રાજા અને આર્દિકા રાણીનો પુત્ર) આર્દિકકુમાર જન્મ્યાં. આર્વક રાજાની શ્રેણિક રાજા સાથે મૈત્રી હતી. તેઓ એકબીજાને ભેટ મોકલતા હતાં. એક વખત આર્તક કુમારે અભયકુમાર સાથે મિત્રતા કરવા ભેટ મોકલી. અભયકુમારે વિચાર્યું, “આ કોઈ હળુકર્મી આત્મા છે. પૂર્વભવમાં વિરાધકપણે મૃત્યુ થવાથી અનાર્ય દેશમાં જન્મ્યો છે. હું તેનામાં ધર્મ જાગૃતિ લાવીશ.” અભયકુમારે મંજૂષામાં સામાયિકના ઉપકરણો ભેટમાં મોકલ્યા. તેને જોઈ આદ્રક કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં પોતે સામાયિક નામનો કણબી હતો. વ્રત ભંગ થવાથી અનાર્ય દેશમાં જનમ્યો. આદ્રક કુમારે સ્વયં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. ત્યાં આકાશવાણી થઈ. તારાં ભોગાવલી કર્મ બાકી છે તેથી શ્રમણ બનવાની ઉતાવળ ન કર.” છતાં પ્રબળ વૈરાગ્ય હોવાથી તેઓ પ્રત્યેક બુદ્ધ મુનિ તરીકે વિચરવા લાગ્યા. તેઓ વસંતપુર પાટણમાં આવ્યા. ત્યાં કાયોત્સર્ગમાં સ્થિર થયાં. ત્યારે (પૂર્વભવની સ્ત્રી) શ્રીમતી સખીઓ સાથે ઉદ્યાનમાં આવી. તેમણે રમત શરૂ કરી. સખીઓ એક એક થાંભલાને પતિ ઠરાવી રમવા લાગી. શ્રીમતી આંખો બંધ કરી રમતી હતી. તેણે કાયોત્સર્ગમાં ઉભેલા મુનિને પકડવા. ત્યાં ફરી આકાશવાણી થઈ કે “બરાબર છે. શ્રીમતીએ મુનિને પતિ તરીકે સ્વીકાર્યા. ભોગાવલી કર્મનો ઉદય સમજી મુનિએ બાર વર્ષ સુધી ગૃહસ્થ જીવન પસાર કર્યું. તેમનો એક પુત્ર થયો. મુનિએ પુનઃ દીક્ષા લેવા સમ્મતિ માગી ત્યારે પુત્રએ પિતાના પગમાં બાર તાંતણા વીંટટ્યા. તેથી તેમણે પુનઃ બાર વર્ષ સંસારમાં ગાળ્યા. ત્યાર પછી શ્રમણ બની મોક્ષે પધાર્યા. હૃદય પરિવર્તનનો આ અપૂર્વ પ્રયોગ અભયકુમારની બુદ્ધિ પ્રતિભાને આભારી છે. સુલકુમાર : (સંસાર સપના કોઈ નહિ અપના – પૃ. ૨૨૦ થી ૨૨૬.) કાલસૌરિક કસાઈનો પુત્ર સુલસ હતો. અભયકુમારે તેને સંસ્કારિત બનાવવા તેની સાથે મિત્રતા કરી. અભયકુમારની મિત્રતાથી તેને પવિત્રતાનો આભાસ થયો. તે મનથી હિંસાને ધૃણાત્મક સમજવા લાગ્યો. તે અરસામાં કાલસૌરિક કસાઈ મહાભયંકર રોગથી ઘેરાયો. વૈદ્યોના ઉપચાર નિરર્થક નીવડયા. સુલસના ઉપાયો નિષ્ફળ ગયા. સુલશે અભયકુમારને પિતાની શાંતિ માટે ઉપાય પૂછયો. અભયકુમારે કહ્યું, “અત્યધિક પાપકર્મો તથા નરકાનુબંધને કારણે અશુભ કર્મબંધનો દારુણ કર્મ ફળ મળે છે તેથી ઈન્દ્રિયોનું પોષણ તેને આ સમયે નહીં ગમશે. શીતલ જળ માંગે ત્યારે ગટરનું દુર્ગધયુક્ત પાણી આપજે. ચંદનના લેપની જગ્યાએ વિષ્ટાનો લેપ કરાવજે તથા મુલાયમ શય્યાને સ્થાને કાંટાની વાડ પર સુવડાવજે.” સુલસે તે પ્રમાણે ઉપચાર કર્યા. કાલસીરિક ખરેખર ભરપૂર નિદ્રામાં સૂઈ ગયો. તેનું મૃત્યુ થયું. તે નરકમાં ગયો. સુલસે જાણ્યું કે પાપનું ફળ કેટલું ભયંકર છે ! સુલસે પિતાનો પાપકારી વ્યાપાર બંધ કર્યો. પરિવારજનોએ તેના પર જબરદસ્તી કરી. પરિવારજનો ન સમજ્યા ત્યારે સુલસે છરો લઈ પોતાની જાંધ પર પ્રહાર કર્યો. અતિશય પીડા થવાથી તે જાંધ પકડી બેસી ગયો. તેણે કહ્યું, “કોઈ મારું દર્દ વહેંચી લ્યો.” લોકોએ કહ્યું, “મૂર્ણ! દઈ કદી વહેંચી શકાય? અમે તો વ્યાપારમાં ઉત્સાહિત કરવા તને એવી વાત કહી હતી.” તુલસને સમજાયું કે દર્દ વહેંચાતું નથી પરંતુ ભોગવવું પડે છે. તેણે નિર્દોષ પશુઓની હત્યા ન કરવાનો સંકલ્પ કર્યો. પરિવારજનોએ તેને For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ ઘરમાંથી કાઢી મૂક્યો. પેટ ભરવા માટે તેણે રૂની પૂણિઓ બનાવવાનો વ્યાપાર શરૂ કર્યો. રૂની પૂર્ણિ બનાવી વહેંચતો હોવાથી તેનું નામ ‘પૂણિયો શ્રાવક’ પડયું. જેની સામાયિક ખરીદવા ભગવાન મહાવીરે મહારાજા શ્રેણિકને મોકલ્યા હતા. મહારાજા શ્રેણિકની સમસ્ત સંપત્તિ એક સમાયિકનો ક્રય ન કરી શકી. પૂણિયા શ્રાવકના જીવનમાં સાધર્મિક ભક્તિ, બ્રહ્મચર્ય વ્રત અને તપની પ્રધાનતા હતી. અભયકુમાર સદ્ધર્મ ઉદ્ધારક બન્યા ! ! ! પરપ અભયકુમારનો પૂર્વભવ ઃ (સંસાર સપના કોઈ નહિ અપના : પૃ.૬૪-૬૬) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બેનાતટ નગરમાં રુદ્રદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ અને અઢાર પુરાણનો જાણકાર હતો. એકવાર તે તીર્થયાત્રા કરવા નીકળ્યો. તે ઉજ્જયિની નગરીમાં અર્હદાસ નામના સુશ્રાવકને ત્યાં આવ્યો. તેને ખૂબ ભૂખ લાગી હતી તેથી તેણે શેઠ પાસેથી આહાર-પાણીની યાચના કરી. શેઠ-શેઠાણી બન્ને રાત્રિ ભોજનના ત્યાગી હતા. તેમણે કહ્યું, “રાત્રિભોજન દુઃખદાયી છે. સૂર્યોદય પછી જે માગશો તે આપશું.'' બ્રાહ્મણે જેમ તેમ રાત્રિ પસાર કરી. સૂર્યોદય થતાં બ્રાહ્મણે પીપળાના વૃક્ષને નમસ્કાર કર્યા. શેઠે પૂછયું, ‘‘તમે કોને નમસ્કાર કર્યા ?'' બ્રાહ્મણે કહ્યું, ‘ ,‘આ પીપળામાં દેવનો વાસ હોય છે. તેના પર શ્રદ્ધા કરવાથી આપણી મુશ્કેલીઓ દૂર થાય છે.’’ શેઠે પીપળાના પાનનો પગથી ચૂરો કરતાં કહ્યું, ‘‘તારો દેવ કોપાયમાન થતાં મારું શું બગાડશે ?’’ બ્રાહ્મણે સહેજ આવેશમાં આવી કહ્યું, “મારા દેવે ભલે પરચો ન આપ્યો પરંતુ તમારા દેવ મારા શરીરમાં પ્રવેશે તો હું જૈન ધર્મને માનું.’’ અર્હદાસ શેઠે નવકાર મંત્રનું સ્મરણ કર્યું. બ્રાહ્મણના શરીરમાં વેદના વ્યાપી. તેણે સ્વીકાર્યું કે જૈન ધર્મ સત્ય છે. આગળ જતાં બ્રાહ્મણ સ્નાન કરવા ગંગા નદીમાં ઉતર્યો. શેઠે કહ્યું, ‘“વિપ્ર ! મેં ભોજન કરી લીધું છે, હવે તમે બેસો.’’ બ્રાહ્મણે કહ્યું, ‘‘આ ભોજન અપવિત્ર છે.’’ શેઠે કહ્યું, ‘ગંગાજળથી તેને પવિત્ર કર.’’ બ્રાહ્મણે કહ્યું, “પાણીથી આહાર શુદ્ધિ ન થાય.’’ શેઠે કહ્યું, “ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય ખરાં ?'' બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ. તેણે મિથ્યા ક્રિયાનો ત્યાગ કર્યો. તેણે તપસ્વી મુનિરાજ પાસે દીક્ષા લીધી. અતિ આકરી કષ્ટ ક્રિયા કરી મૃત્યુ પામી તે સ્વર્ગમાં ગયો. ત્યાંથી ચ્યવી (રુદ્રદત્ત બ્રાહ્મણનો આત્મા) અભયકુમાર થયો. સત્ય સ્વીકારવાની ઉમદાવૃત્તિ ધરાવતા અભયકુમારના આત્માને ધન્ય છે ! અષાઢાભૂતિ ઃ (ભરહેસરની કથા – પૃ.૧૩૪ થી ૧૩૯) રાજગૃહી નગરીમાં વિશ્વકર્મા નામના નટની સ્વરૂપવાન બે પુત્રીઓ હતી.મહાત્મા અષાઢાભૂતી એકવાર ભૂલથી નટને ત્યાં ગોચરીએ ગયા. નટની કન્યાઓએ સિંહકેસરિયા મોદક વહોરાવ્યા. મોદકની ખુશ્બથી મુનિ લલચાયા. તેઓ રૂપ પરિવર્તન કરી પુનઃ પુનઃ નટને ત્યાં પહોંચ્યા. ફરી મનમાં કંગાલ સ્વાર્થ દોડયો. પુનઃ કૂબડા સાધુનું રૂપ લઈ મોદક વહોર્યા. આ રીતે કુષ્ટ રોગીનો સ્વાંગ સજી નટના ઘરમાં પેઠા. ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્મા નટે આ જોયું. તે સ્તબ્ધ બન્યા. તેણે પુત્રીઓને કહ્યું, “રસલંપટ મુનિને વશ કરજો.'' નટ કન્યાઓ મોદક વહોરાવતાં નટખટભરી વાતો કરી, મુનિનો હાથ પકડી ઓરડામાં લઈ ગઈ. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય થયો પરંતુ સમ્યગ્દર્શનની જ્યોત અખંડ રહી. તેમણે નટ કન્યાઓને કહ્યું કે, “દારૂની ગંધ આવશે ત્યારે હું અહીંથી ચાલ્યો . For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ પર૬ જઈશ.” એકવાર મેડા ઉપર બંને પુત્રીઓ દારૂના નશામાં ચકચૂર બની સૂતી હતી. અષાઢાભૂતિને ખબર પડતાં તેઓ રવાના થયા. ત્યારે પિતાના કહેવાથી નટ કન્યાઓએ નિર્વાહના બહાને તેમને રોક્યા. અષાઢાભૂતિએ “રાષ્ટ્રપાળ' (ભરત ચક્રવર્તી) નામે નાટક ભજવ્યું. તેઓ અરિસા મહેલમાં ગયા. શરીરના અલંકારો ઉતાર્યા. તેમને એકત્વ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમની સાથે ૫૦૦ રાજકુમારો નાટક ભજવતાં હતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. કર્મ સત્તાએ સંસારના નાટકો કરાવ્યાં, આત્મ સત્તાએ સિદ્ધગતિનું શાશ્વત રંગમંચ અપાવ્યું! દશાર્ણભદ્રરાજાઃ (ભરડેસરની કથાઓ, પૃ. ૫૭, ૫૮) દશાર્ણપુરના જૈન ધર્મી દશાર્ણભદ્ર રાજા હતા. તેઓ અપાર ઋદ્ધિ સાથે પરમાત્માના દર્શન કરવા ગયા. ૧૮,૦૦૦ હાથી, ૪૦,૦૦,૦૦૦ ઘોડા, ૨૧,૦૦૦ રથ, ૯૧,૦૦,૦૦,૦૦૦ પાયદલ, ૧૬,૦૦૦ ધજા, ૫૦૦ મેઘાડંબર, છત્ર, ૫૦૦ રાણીઓ, સામંતો અને મંત્રીઓ વગેરેને સાથે લીધા. તેમણે અહંકારપૂર્વક વિચાર્યું,“હું અપાર ઋદ્ધિ સાથે અનોખી રીતે પ્રભુને વંદન કરીશ.” તે સમયે સૌધર્મ ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી રાજાનો ગર્વ ઉતારવાદેવી શક્તિ વિદુર્વા. ઈન્દ્રએ ૬૪,૦૦૦ હાથી વિદુર્ગા. એક એક હાથીના પાંચસો બાર (૫૧૨) મુખ કર્યા. એક મુખમાં આઠ આઠ દંતશૂળો કરી. એક એક દંતશૂળ ઉપર આઠ આઠ વાવ ગોઠવી. એક એક વાવમાં આઠ આઠ કમળ, દરેક કમળે એક એક કર્ણિકા, એક એક કર્ણિકા ઉપર સિંહાસન ગોઠવ્યા. તે સિંહાસન ઉપર પોતે આઠ અગ્ર મહિર્ષ સાથે બેઠા. પ્રત્યેક કમળની લાખ પાંદડીઓ વિદુર્થી. દરેક પત્ર પર બત્રીસ દેવ દેવીઓ બત્રીસ પ્રકારના નાટયરંગો કરતા હતા. અદ્ભુત, અદ્વિતીય સજાવટ જોઈ દશાર્ણભદ્રરાજાનો ગર્વ ઉતરી ગયો, છતાં વિલક્ષણ કાર્ય કરી દેવરાજ શકેન્દ્રથી ચડિયાતા થવા પોતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઈન્દ્ર દીક્ષા ન લઈ શકવાથી હાર્યા. દશાણભદ્ર સર્વસ્વનો ત્યાગ કરી અકિંચન શ્રમણ બન્યા. તેઓ સર્વકર્મનો ક્ષય કરી મોક્ષે ગયા. ઔદારિક શરીરની કરામત કોણ આંબી શકે? અરણિક મુનિ (મોટી સાધુવંદના: ભા.૧, પૃ.-૬૫થી૭૦) તગરા નામની નગરીમાં દત્તનામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની પણ શેઠની જેમ ધર્મિષ્ઠ હતી. તેમનો એક અરણિક નામનો પુત્ર હતો. પડોસીના બાળકનું અચાનક મૃત્યુ થતાં શેઠ અને શેઠાણીને આયુષ્યની ક્ષણભંગુરતા સમજાણી. તેમણે પુત્રને પણ ધર્મના માર્ગે વાળ્યો. ત્રણે જણાએ દીક્ષા લીધી. અરણિક મુનિ પિતા દ્વારા લાવેલી ગોચરીનો આહાર કરતા. એક દિવસ પિતા દત્તમુનિ બીમાર પડયા. તેમનું અવસાન થયું. અરણિક મુનિ ત્રીજા પ્રહરમાં ભિક્ષાર્થે નગરમાં નીકળ્યા. વૈશાખ-જેઠ મહિનાનો તાપ સુકુમાર અરણિક મુનિ સહન ન કરી શક્યા. એક ઘરની છાયામાં ઉભા રહ્યા. ઘરની માલકિન એક સુંદર તરુણ મહિલા હતી. તેણે બારીમાંથી મુનિને જોયા. દાસી દ્વારા મુનિને ઘરમાં બોલાવ્યા. પુરુષના ભાગ્ય અને સ્ત્રીના ચરિત્રનું અનુમાન દેવો પણ ન લગાવી શકે. મહિલાએ મુનિને લાડું વહોરાવતાં કહ્યું, “આપની અવસ્થા ભિક્ષુ બનવાની નથી. આ વય ભોગ ભોગવવાની છે. તમે આ વિશાળ ભવનમાં આનંદથી રહો. આવી સુંદર કાયાને દુઃખોની અગ્નિમાં ન બાળો.” અરણિક મુનિ વિચલિત બન્યા. ઈન્દ્રિયો પરનું નિયંત્રણ દૂર થયું. તરુણીના નેહ પાશમાં ફસાયા. સાધ્વી બનેલા માતાને તેની ખબર પડી. For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ પર૭ પોતાના યુવાન અને સુંદર પુત્રને માતા શોધવા નીકળી. માતા રાજમાર્ગ પર અરણિકના નામની બૂમો મારતી ફરવા લાગી. ઝરુખામાં બેઠેલા અરણિકે આ જોયું. અરણિકે માતાનો અવાજ સાંભળ્યો. તેણે નીચે આવી માતાના ચરણોમાં પડી માફી માંગી. “સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે તો ભૂલ્યો ન કહેવાય!' માતાએ અર્ધનુમિત્ર આચાર્ય પાસે પુત્રને લાવી ફરી સંયમમાં સુસ્થિત કર્યો. અરણિકે નિશ્ચય કર્યો કે, “જે પ્રખરતા મારા સંયમ ભ્રષ્ટમાં નિમિત્ત બન્યો તે જ તાપથી હું આત્મોત્થાન કરીશ.” તેઓ વિશાળ શિલા પર અનશન કરી મૃત્યુ પામી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી સિદ્ધ બનશે. દેહના મમત્ત્વનો ત્યાગ કરનાર તે વિરલ વિભૂતિને કોટિ કોટિ વંદન! ગૌતમસ્વામી ઃ (શ્રી જિન સ્તુતિ, પૃ.૧૯૧. પ્ર. સ્વાધ્યાય મંડળ, શ્રી વ. સ્થા. જે. શ્રા. સંધ, ઘાટકોપર, તૃતીયાવૃત્તિ, ઈ.સ. ૨૦૦૮.) ગૌ= કામધેનુ, જેનદૂધમાં અમૃતનો પ્રભાવ છે. ત= કલ્પતરુ, મ= ચિંતામણિ રત્ન. કલ્પવૃક્ષ મનોવાંછિત ફળ પ્રદાન કરનાર અને ચિંતામણિ રત્ન પ્રત્યેક ચિંતાનો અંત કરનાર છે. ગૌતમ નામ પ્રભાવશાળી છે. વિનયવંત ગૌતમ લબ્ધિવંત પણ હતા. તેઓ તપ, ક્રિયા અને જ્ઞાનથી અલંકૃત હતા. તેઓ અભિમાનરહિત હતા. અદ્ભુત સરળતા અને નિરાગ્રહવૃત્તિ હતી. જે તેમની પાસે દીક્ષિત થતા તેઓ કેવળજ્ઞાની બની મોક્ષે જતા. તેમણે ૧૫૦૦ તાપસીને નાનકડા પાત્રમાં રહેલી ખીરથી પારણાં કરાવ્યા. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા.એ સુખ સ્મરણમ્ નામના સ્તવનમાં ગૌતમ સ્વામીની અનેક લબ્ધિઓનું (ક.૧૦થી૧૫) વર્ણન કર્યું છે. જૈન શાસ્ત્રમાં અઠ્ઠાવીસ લબ્ધિઓના નિર્દેશન થયેલાં છે. તે સર્વ લબ્ધિઓ ગૌતમ સ્વામીમાં ઉપલબ્ધ હતી. ૧) આમાઁષધિ હસ્ત આદિ અંગના સ્પર્શથી રોગીઓના રોગ મટી જાય. ૨) વિપુષૌષધિ : જેના મળ-મૂત્રના લેપથી રોગ નાબૂદ થાય. ૩) શ્લેખૌષધિ ઃ જેના કફ, ઘૂંકના લેપથી રોગ દૂર થાય. ૪) જલ્લૌષધિ પસીનો અને મેલના સ્પર્શથી દઈ જાય. ૫) સર્વોષધિઃ જેના કફ, પસીનો, ચૂંક, કેશ, નખ વગેરે ઔષધરૂપ હોય છે. ૬) સંનિશ્રોત લબ્ધિઃ એક ઈદ્રિયથી પાંચે ઈદ્રિયના વિષયો ગ્રહણ કરી શકે. ૭) અવધિ જ્ઞાનઃ ઈદ્રિયોની સહાયતા વિના રૂપી પદાર્થોને જાણે. ૮)ઋજુમતિ મન:પર્યવ જ્ઞાનનો પ્રથમ ભેદ, અઢી દ્વીપમાં સંજ્ઞી પંચેન્દ્રિયના મનના ભાવને સામાન્યથી જાણી. ૯) વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનનો બીજો ભેદ, અઢી દ્વીપમાં સંજ્ઞી પંચેન્દ્રિયના મનના ભાવને વિશેષથી જાણી. ૧૦) ચારણ : છઠ્ઠ તપ કરતાં વિદ્યાચારણ લબ્ધિ અને અઠ્ઠમ તપ કરતા જંઘાચારણ લબ્ધિ પ્રગટે. આ મુનીઓ આકાશ ગમન કરી શકે. ૧૧) આશીવિષ: શાપ આપવામાં સમર્થ. ૧૨) કેવળજ્ઞાની સૂક્ષ્મ બાદરલોકાલોકને જાણી. ૧૩) ગણધર તીર્થકર ભગવંતના મુખ્ય શિષ્ય. ૧૪) પૂર્વધર ઃ ચૌદ પૂર્વ કે પૂર્વના ધારક For Personal & Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ પર૮ ૧૫) તીર્થકર લબ્ધિ ૧૬) ચક્રવર્તી લબ્ધિ ૧૭) બલદેવલબ્ધિ ૧૮) વાસુદેવ લબ્ધિ ૧૯) ક્ષીર મધુ સપ્તિ આસવઃ જેમનાં વચન દૂધ, મધ અને ઘી જેવા મધુર લાગે. ૨૦) કોષ્ટબુદ્ધિ જેમ કોઠારમાં ધાન્ય સુરક્ષિત રહે, તેમ એક વાર ભણેલા સૂત્રાર્થને ભૂલે નહીં. ૨૧) પદાનુસારિણી એક પદ પરથી હજારો લાખો પદો કહી શકે. રર) બીજ બદ્ધિ એક બી માંથી અનેક બી ઉત્પન થાય તેમ એક અર્થમાંથી અનેક અર્થ વિસ્તૃત રીતે કહી શકે તેવી યોગ્યતા. ૨૩) તૈજસ લબ્ધિ તેજોવેશ્યા વડે ઉત્કૃષ્ટ સોળ દેશને બાળી શકે. ૨૪) આહારક લબ્ધિ આહારક શરીર બનાવી શકે. ૨૫) શીત લેશ્યા: તેજોલેશ્યાને ઠારે. ર૬) વૈક્રિય લબ્ધિ: અનેક રૂપ બનાવી શકે. ૨૭) અક્ષણ મહાનસી લબ્ધિ લાવેલ આહારમાંથી હજારો મુનિઓને આહાર કરાવી શકે છતાં ખૂટે નહીં. ૨૮) પુલાક લબ્ધિ સંઘાદિ કામે ચક્રવર્તીનું સૈન્ય ચૂર્ણ કરી શકે. For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ પર૯ પરિશિષ્ટ - ૪ શ્રેણિકરાસ અને અભયકુમાર રાસમાં આવતી દેશીઓની સૂચિ દેશીનો ઉદ્ગમ કાલિદાસના ‘વિક્રમોર્વશીયમ્' નાટકમાં સૌ પ્રથમ જોવા મળે છે. તેમાં વિવિધ માત્રામેળ છંદનો પ્રયોગ છે. દોહરા, ચોપાઈ જેવા છંદો આ રચનામાંથી ઉદ્ભવ્યા છે. જૂની ગુજરાતી ભાષામાં શાલિભદ્રસૂરિ રચિત ભરતેશ્વર બાહુબલિ રાસ' (સં.૧૨૪૧)માં દેશીઓનો પ્રયોગ જોવા મળે છે. દેશી એ કોઈ દેશ સાથે સંબંધ ધરાવતી, વિવિધ રાગમાં ગાઈ શકાય તેવી પદ્ય શેલી છે. કોઈ એક દેશીની રચના કોઈ એક દેશમાં થઈ હોય અને ત્યાર પછી તેનો પ્રચાર અન્ય દેશોમાં થયો હોય એ રીતે દેશી પ્રચલિત બની કાવ્યમાં પ્રયોજાયેલી હોવી જોઈએ. ઢાળ, દેશી આદિ તેના પર્યાયવાચી નામો છે. ઢાળ અને દેશી ચોક્કસ રાગમાં ગાઈ શકાય છે. દેશમાં રાગ વૈવિધ્ય નોંધપાત્ર છે. ડૉ. કવિનભાઈ શાહના “જૈન સાહિત્યનો સ્વાધ્યાય' પુસ્તકમાં દેશીઓના વર્ગીકરણના વિષયમાં નવીનતા જોવા મળે છે. પ્રકૃતિ, પ્રભુ ઉપદેશ, કૃષ્ણ ભક્તિ, સંગીત, તત્ત્વજ્ઞાનના વિચાર, જિનવાણી, સંગીત વગેરે વિવિધ પ્રકારની દેશીઓ છે. તે આધારે “શ્રી શ્રેણિક રાસ’ અને ‘અભયકુમાર રાસમાં આવતી દેશીઓનું વર્ગીકરણ કર્યું છે. જૈન સાહિત્યના સંશોધક મો. દ. દેસાઈએ “જૈન ગુર્જર કવિઓ” ભાગ-૮માં ૨૩૨૮દેશીઓની સૂચિ આપી છે. બન્ને રાસકૃતિઓની દેશીઓનો ઉલ્લેખ તેના આધારે પણ કર્યો છે. મધ્યકાલીન સમયમાં કવિઓની કાવ્ય રચનાઓમાં દેશીઓનો વિશેષ પ્રયોગ થયો હતો. કેટલીક દેશીઓ જન જીવનમાં એકરૂપ થઈ ગઈ હતી. પરિણામે દેશીબદ્ધ કાવ્ય રચનાઓ તેના આસ્વાદ માટે નિમિત્તરૂપ હતી. કવિ ઋષભદાસે પણ બંને રાસકૃતિઓમાં દેશીઓનો છૂટથી પ્રયોગ કર્યો છે. “શ્રી શ્રેણિક રાસ' અને “અભયકુમાર રાસ'માં પ્રયોજાયેલી દેશીઓની માહિતી નીચે પ્રમાણે છે. આ નોંધ દેશીના વર્ણાનુક્રમે અપાયેલી છે. દેશીનું નામ અને રાગ શ્રેણિક રાસાઅભય રાસ જે.ગુ.ક.ભા. પૃ. નં. | દેશના વિવિધ વિભાગો. ઢાળ ક્ર. | કાળ ૪. | ૮ દેશી . ૫. ૧. અતિ દુઃખી દેખી કામિની - કેદારો | પ૬ ૧૬ | ૬ | સંગીતના રાસ સાથે ૨. આખ્યાનની – રામગિરિ ૩૫ ૬૭ | ૧૨ | લઘુદેશી ૩. આપો નેમિ મોરી ચુનડી - મલ્હાર આ દેશીનો ઉલ્લેખ નથી | તીર્થંકર વિષયક ૪. આવઈ આવઈ ઋષભનો પુત્ર ૧૪૧.૨ | ર૧ સજઝાયની દેશી આંગણિ થૂલભદ્ર આવ્યો રે બહેની - ૧૬ | ૩૫૭,૩૮૨ ૫૫ | સજઝાયની દેશી આશાવરી સિંધુઓ ઈમ બોલઈ કમલાવતી આ દેશીનો ઉલ્લેખ નથી | સંગીતના રાસ સાથે સંબંધ ૭. ઈસ નગરીકા વણઝારા - કેદારો - | ૧૫ | ૧૮૭ | ૨૮ | સંગીતના રાસ સાથે સંબંધ ઉતારો રે આરતી અરિહંત દેવા - ૨૧૭ તીર્થકર વિષયક ધન્યાસી | ઉલાલાની | ૪૧-૪૨ | ૩૨ | આ દેશીનો ઉલ્લેખ નથી | લઘુ દેશી ૧૦. એક દિન સારથપતિ ભણઈ ४४ ૨૪૮ ૩૬ સજઝાયની દેશી ૧૧. એણિ પરિ રાય કરતા રે ૧૬ ૧૧,૨૯) ૨૬૨ | ૩૮ | સજઝાયની દેશી ૧૨. કહેણી કરણી તુઝ વિણ સાચો-ધન્યાસી | ૬૨ | ૩૬ ] ૩૩૩ | ૪૯ | સંગીતના રાસ સાથે સંબંધ) ૩૧ For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ ૧૩. ૧૫. ૧૭ ૮૧ ૧૫ દેશીનું નામ અને રાગ શ્રેણિક રાસ અભય રાસ.ગુ.ક.ભા. પૃ. નં. દેશના વિવિધ વિભાગો. ઢાળ ક્ર. | ઢાળ ક. | ૮ દેશી ક્ર. કાદૂ વજાવઈ વાંસળી – ૨૫ આ દેશીનો ઉલ્લેખ નથી | સજઝાયની દેશી આશાવરી સિંધુઓ ૧૪. કાયાવાડી કારમી ૩૯ | - ૩૭૫ ] ૫૪ | ઉપદેશાત્મક કાહાન વજાવઈ વાંસળી - ૬૬ ૧૮,૨૫ ૩૫૭,૩૮૨ ૫૫ | કૃષ્ણ વિષયક આશાવરી સિંધુઓ ૧૬. ક્ષત્રી વાંસલાની – મારૂ ૭૨ આ દેશીનો ઉલ્લેખ નથી | સંગીતના રાસ સાથે સંબંધ ૧૭. ખિમા છત્રીસી (આખ્યાનની) ૬૮-૭૦ ૪૩૧.૩ | ૬૨ | લઘુદેશી ગજરાજને જાણજ્યો અવધિજ્ઞાની - ૨૦ આ દેશીનો ઉલ્લેખ નથી | સજઝાયની દેશી દેશાઓ ૧૯. ગિરિમાં ગોરો ગિરિ મેરૂ વડો- મારૂ ૪૫ ૪૬૧ | ૬૬ | તીર્થવિષયક દેશી ૨૦. ગુરૂ ગીતારથ મારગ જોતા ૪૭૫ | ૬૮ | સજઝાયની દેશી ૨૧. ચતુર ચંદ્રાનની ૧,૬-૮,૧૯, પ૩૬.૧ | ૭૫ | લઘુદેશી ૨૧,૨૩-૨૪) ૨૨. ચંદન ભરી રે તલાવડી - મેવાડ આ દેશીનો ઉલ્લેખ નથી | સંગીતના રાસ સાથે સંબંધ ૨૩. ચંદાયણિની (ચંદ્રાયણાની) ૩૦-૩૧ ૫૪૮ ૭૭ | લધુદેશી ૪-૬ ૨૪. ચાલિ ચતુર ચંદ્રાનની ૨૩,૩૮ પ૭૩ | પ૧ | સંગીતના રાસ સાથે ૨૫. ચૂડીની. દેહો દેહો રે રંગીલે ચુનડી | | ૫૮૮.૨ | ૮૩ | સંગીતના રાગ સાથે - ગોડી ૨૬. છાનો છપિને કંતા કિહાં - રામગિરી ૭૩,૫૫ | ૩૫ ૫૯૯ | ૮૫ | કુષ્ણવિષયક દેશી ર૭. જિન સહકારિ કોયલ ટહુકઈ ७४ આ દેશીનો ઉલ્લેખ નથી | પ્રકૃતિ વિષયક દેશી ૨૮. જિન જનની હરખ અપારો - માલવી, ૬૫૩ | ૯૩ | તીર્થંકર વિષયક દેશી ગોડી ૨૯. જીવ જાત્ય જાત્યમાં ભમતો - સોનેરી ૫૮ આ દેશીનો ઉલ્લેખ નથી | ઉપદેશાત્મક ૩૦. હિસયા ગુણ વીરજી, ધિન ધિન તુમ આ દેશીનો ઉલ્લેખ નથી | તીર્થકર વિષયક અવતાર ૩૧. તંગિયાગિરિ શિખર સોહઈ – પરાજીઉં ૧૩ | ૧૦ ૭૮૦ | ૧૧૨ | પ્રકૃતિ વિષયક ૩૨. તે તરીયા ભાઈ તે તરીયા ૩૪,૫૯ ૮૦૬ | ૧૧૬ | ઉપદેશાત્મક ૩૩. તો ચડીઉં ઘણમાણ ગજે ૫૩-૫૪. ૩૩ આ દેશીનો ઉલ્લેખ નથી | ઉપદેશાત્મક ૩૪. ત્રિપદી ર૬ | ૭૪૯.૧ | ૧૦૭ | લઘુદેશી ૩૫. નંદન તું ત્રિસલા હુલારાવઈ ૨૧ | ૯૭૮ | ૧૩૮ | તીર્થકર વિષયક ૩૬. પદ્મરથ રાજા વિતશોકાપુરી - મારુ ૧૧૩૪ ૧૫૭ સજઝાયની દેશી ૩૭. પાટ કુસુમ જીન પૂજ પરૂપઈ ૧૧૭૧ | ૧૬૧ | તીર્થકર વિષયક ૨૩ ] For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ પ૩૧ ૨૮ – ४८ દેશીનું નામ અને રાગ શ્રેિણિક રાસ)અભય રાસ.ગુ.ક.ભા. પૃ. નં.1 દેશના વિવિધ વિભાગો. ઢાળ ક્ર. | ઢાળ ૪. | ૮ દેશી ક્ર.] ૩૮. પુણ્યવંતા જગિં તે નરા - ડુંગરીક આ દેશીનો ઉલ્લેખ નથી | ઉપદેશાત્મક ૩૯. પ્રણમું તુમ સીમંધરુજી ૩૩,૩૬ [૨૨,૨૮] ૧૦૭૭, ૧૫૦, | તીર્થકર વિષયક ૧૦૮૧ | ૧૫૧ ૪૦. મગધ દેશકો રાજ રાજેસર ૧૩૫૩ | ૧૮૫ | સજઝાયની દેશી ૪૧. માગિ મહીન દાસ કહાન ગોવાલા રે. | ૬૭ આ દેશીનો ઉલ્લેખ નથી | કૃષ્ણ વિષયક ૪૨. માંગઈ મહીનું દાણ કહાનજી કાલો રે આ દેશીનો ઉલ્લેખ નથી | કૃષ્ણ વિષયક - રામગરિ ૪૩. મુકાવો રે મુઝ ઘર નારી – મારૂ ૧૫૦૧ | ૨૦૩ | સંગીતના રાગ સાથે ૪૪, મુગરીઆની નગરી આ દેશીનો ઉલ્લેખ નથી | સંગીતના રાગ સાથે ૪૫. મૃગાંકલેખાની ૫૦-પર આ દેશીનો ઉલ્લેખ નથી | લઘુદેશી ૪૬. લાલમણિરે ૮૦ આ દેશીનો ઉલ્લેખ નથી | લઘુદેશી ૪૭. લાલ મનમોહના - ગોડી ૭૮ આ દેશીનો ઉલ્લેખ નથી | કૃષ્ણ વિષયક ૪૮. લંકામાં આવ્યા શ્રી રામ - મારૂ ૬િ૫,૯-૧૧ ૧૭૧૨(ક) ૨૨૮ સજઝાયની દેશી ૪૯, વંછિત પૂરણ મનોહરૂ - રામગિરિ ૧૭૬૦ | ૨૩૫ | સંગીતના રાગ સાથે ૫૦. વીર માતા પ્રીતિ કારણિ પ૭ ૧૮૮૩ ૨૫૦. સજઝાયની દેશી ૫૧. વેલીની – આશાવરી સિંધુઓ ૧૯૧૨ ૨૫૪ લઘુદેશી પર. શાલિભદ્ર મોહ્યો સિદ્ધિ રમણી રસિં ૧૪૪૯ ૨૫૯ સજઝાયની દેશી ૫૩. શ્રી શેત્રુંજો તીરથસાર - દેશાખ ૧૯૩૫ ૨૫૭ તીર્થ વિષયક ૫૪. સાહેલડીની - રામગ્રી ૨૦૯૫ ૨૭૮ લઘુદેશી ૫૫. સાંસો કીધો સામલિઈ ૨૦૭૩ ૨૭૬ | કૃષ્ણ વિષયક ૫૬. સુણિ નીજ સરૂપ ચીત લાવિવું – દેશાઓ ૧૪ ૨૧૪૧ | ઉપદેશાત્મક ૫૭. સુણો મોરી સજની રજની – કેદારો ૫,૪૬, ૨૧૪૫ | ૨૮૬ | સંગીતના રાગ સાથે ૭૧ ૫૮. સુરસુંદરી કહઈ સિર નામિ ૨-૩ ર૧૭૧ | ૨૯૦ | સજઝાયની | ૫૯. સો સુત ત્રિશલા દેવી સતીનો આ દેશીનો ઉલ્લેખ નથી | તીર્થકર વિષયક ૬૦. હમચડીની તથા સાંસો કીધો સામલીઈ | ૪૯ | રર૧૯ક.૧| ર૯૬ | કૃષ્ણ વિષયક ૬૧. હવે તસથીઅ જિન ચાલ્યો - ૭૫ આ દેશીનો ઉલ્લેખ નથી | તીર્થકર વિષયક આશાવરી સિંધુઓ ૬૨. હીંચરે હીંચરે - ધન્યાસી - | રર૬૮ | ૩૦૪ | લઘુદેશી ૬૩. હું આજ એકલી નીંદ ન - કેદારો ૨૨૭૩.૨ | ૩૦૫ | સંગીતના રાગ સાથે | ૧૭ નોંધ શ્રી શ્રેણિક રાસમાં ૧૬ નવી વિવિધ દેશીઓનો પ્રયોગ થયો છે તેમજ અભયકુમાર રાસમાં ચાર નવી દેશીઓ પ્રયોજાયેલી છે. For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પરિશિષ્ટ - ૫ શ્રી શ્રેણિક રાસમાં આવતા કઠિન શબ્દોની યાદી. શ્રેણિક રાસમાં આવતા કઠીન શબ્દોની યાદી અકલાણો : અકરાંતિયો બની અગર : સુગંધી લાકડું અછતાં : મિથ્યા, અસત્ અઠાલો : નિરર્થક, નકામું અતીત : અતિથિ, ભિક્ષુક, સાધુ-સંન્યાસી અધમ : નઠારાં અધિકાર : અસ્તિત્વ અનાથ : વિધુર અનકાપુત્ર : અર્ણિક પુત્ર (દેવદત્ત વણિકની અર્ણિકા નામની પત્નીનો પુત્ર) અનેરઈ : જુદા જુદા અબલા : સ્ત્રી અબાહિ : ખૂબ, અબાધ અમર : દેવ અરહ : લીલાપૂર્વક અવગુણ : દોષ, દુર્ગુણ, દુર્ભાગ્ય અવછરા : અપ્સરા, દેવી અવદાત : વૃત્તાંત, કથા અવલો : ઊંધા પગલાં ભરવાં અસઈ : અસહ્ય, ઉગ્ર અહી આપો : ઉહાપોહ, ચિંતન અળખામણું : અણમાનીતું અંતિઃ અંદરમાં, છેવટે અંબાર : ઢગલો આકરું ? ન છૂટે તેવું, દૃઢ આકલો : વ્યાકુળ, અસ્વસ્થ આખડી : નિયમ, સોગંદ, વ્રત આગર : સમૂહ આછી. : પાતળી આણંદો : આનંદ કરે, આનંદ આપે આપણઈ : પોતાને આફણીઈ : આપોઆપ, પોતાની રીતે આભરણ : આભૂષણ, ઘરેણું આલ : વ્યર્થ, નકામું આલઈ : નિષ્ફળ :: આલતો : આલાપ આલોચ ઃ મનન, ચિંતન, વાર્તાલાપ આવકાર્યો ઃ આદરમાન આપવું આસણિ : આસન, બેઠક આસીસ : દુવા, આશીર્વાદ આંદોલ : સ્નાન આંજણ : છળકપટ, છેતરપીંડી, આંખમાં અંજન આંજવું. : શેરડી ઈસ : ઈશ્વર, ભગવાન ઉચાટ : અધિરાઈ, ચિંતા ઉડવ : પર્ણશાળા ઉડવલા : ઝૂંપડાઓ, પર્ણશાળાઓ ઉત્પત્યો ઃ ઉત્પત્તિ, જન્મ ઉદ્યમ : ઉદ્યોગ ધંધા, મહેનત ઉન્મેલતાં : ઉખેડવું ઉપમાન : અપમાન ઉલખિયું : ઓળખ્યો ઉલસઈઃ વિસ્તીર્ણ થવું : અશાંત, ઓલવાઈ જવું ઉવેખ : ઉપેક્ષા, અનાદર, અવગણવું ઉસરઈ : પાછા હટયા :: ઉસરવું : પાછા ફરવું ઉંસીકલ : ઋણમુક્ત : એલીલ : એળિયો : એકમણ : ૪૦ કિલો ઉલાય :: : :::::::: : : : : : For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ કિરપી કિ કીર્તિ હું : : : : : : : : : : : : : : : : : : : : :::::::::::::: કુરડ ઃ કૃપણ : તેથી, શું પાસે : ખ્યાતિ : ખરાબ : કર્કશ : કપટ : ક્રૂર, નિર્દય = સમૂહ, જથ્થો દુર્જન, ધૂર્ત : પુષ્પ : પરશુ, લાકડા કાપવાનું હથિયાર : હાથી : મહાવત : કૂવો કુલ કુલંઠ કુસુમ કુહાડિ કુંજર કુંતારો કરિ કરી કૂરડ કગર : ધાતુ કચૂરો : એક વનસ્પતિ કજ્જલ : કાજળ કટક : લશ્કર, સૈન્ય, છાવણી કડાકડી : પરસ્પર ટકરાવવું કણક : સોનું કમલા : લક્ષ્મી, શ્રી, વૈભવ કમાણિ : કમાન (ધનુષ્ય) કરડી ': ડંખ, કટાક્ષ કરણ ': કાન કરમ : ભાગ્ય, નસીબ, કર્મ કરાંઝી : અભિમાન, અહંકાર : જાણે છે : હાથી કલકલવું : શોરબકોર કરવો કલોલ : છોળ, મોજાં કવિય : કવિજન કસા : કોઈ કચઈ ? શુ? કહઈ : ક્યાંય કહીઈ : એટલે કે કંક : પીછાળું તીર, બગલો કંત : પતિ, કંથ : કંદમૂળ કંદો : કામદેવ કંકણલોહ : લોખંડી ધારવાળી છરી કાર્ટિ : લોખંડનો કાટ કાણા : શરમ, સંકોચ, એક આંખે કાણો કાંબલી : કામળી કાલમુંહ : શોકમગ્ન કાલી : કાળા રંગની સ્ત્રી : ખભો કિઉ ? શા માટે કિરપા : કૃપા કેણી કેતાય કેદારો કેહી ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: કોટ કંદ કોડિ કોડી કોતિગ ખડબુજા ખજુરો ખરડે :: ખરડી : ખસઈ ખંધિ ખંડી : ક્રૂર, નિર્દય : કાંઠો : બાજુબંધ, બેરખાં, વીંટી : કઈ, ક્યાં ક્યાં, કોની : કેટલાય : ક્યારો : કહે : કિલ્લો ૯ કરોડ, કોડ : કોટિ, અનેક : કુતૂહલ, ટીખળ, નવાઈ : તરબૂચ : ઘણા પગવાળો જીવડો : લોપ કરવો : હલકી જાતિના લોકો : ખસે. : છાવણી, પડાવ, શિબિર : ખંડન કરવું : માપ, હદ, સીમા કાંધ For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ ખેઆર : ખરાબ, બેકાર ખેટક : ખેડનાર, હાંકનાર : ખડગ, તલવાર ખેમિં : કુશળતાપૂર્વક ખેહિ : ધૂળની ડમરીઓ ખોડાઈ : લંગડી ચાલતી ખોડિ : ક્ષતી, ખામી, ખોડ ગઉ : ગયો ગજ્જવિ : મેઘગર્જના અને વિદ્યુતના ચમકારા ગણેશો : તેતરો ગદીયાણો : ચપટી, એકમાપ ગયંદ .: ગજ, ગજેન્દ્ર ગયંવર ': મોટો હાથી ગરાધ : ગ્રાહક ગહન : ઊંડી ગાજતો : ખ્યાતિ, પ્રખ્યાતિ, નામના વધવી ગાજી : ગંજીપો ગાઢિ : ખૂબ જોરથી ગાહ : છંદ ગિરધવ : ગધેડો, નીચ, કાયર ગિરમાલો : ગરમાળો ગુણ : સમુહ ગુણિકા : ગણિકા, રાજનર્તકી ગુપ્તિ : લાકડાના પોલાણમાં છુપાડી શકાય તેવું શસ્ત્ર ': એક પ્રકારનું શસ્ત્ર ગુલ : ગોળ ગુંજા : ચણોઠી ગેહ : ઘર ગોપાલ : ગોવાળિયો ગોરડી : ગૌરી, સુંદર સ્ત્રી ગોરસ : દૂધ, દહીં વગેરે પ્રસ્ત : ગૃહસ્થપણું ઘટઈ : શક્ય, સંભવ : ઘરસંસાર ઘાલઈ : નાંખે ઘોદા : ડફણાં, ઠોસાં ચચ્ચરઈ : ચોડવું, લેપ કરવો ચમક્કી : આશ્ચર્ય, નવાઈ ચપલનયની : ચંચળ ચાંખોવાળી ચરચરતો : લેપ કરતો ચંપક : ચંપક પુષ્પ ચંપા : ચંપકવર્તી ચાતુક : ચાતક પક્ષી ચારિ : ચારો ચાલઈ : ચલિત થાય ચાસ : ચાસ પક્ષી ચાંપ્યો : દબાવ્યો ચીર : ઉત્તમ રેશમી વસ્ત્ર ચૂબેહ : ચૂભવું, ભોંકાવવું ચેરા : દાસ ચોહટઈ : ચાર રસ્તા મળે તે સ્થળ ચૌટાં : બજાર છાનું : ગુપ્ત છાહ્યા : છાયા, છાંયડો છુરી : છરી, કટારી છેકો : છેડો, અંત છેઢઈ : અંત, છેવટ છેહ : દગો છેહડો : અંત, છેડો છો છો : યુક્તિ : કેજો જગતહ : જગત જલઘર : વાદળ જલોં : પાણી ત : પ્રાણી જંપઈ : જપવું, બોલવું, કહેવું : જાઈ : જૂઈ ગુરજ જઈ For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ જાણઈ જાતો જાતિવંત જામ જાસ જે જોબન ઝખંત ઝાલિ ઝાંખું ઝૂરઈ ઝૂરવું ઝોટી ટોપ 8 ઢંઢેરયો ૪ ૭. ઠામ ઠાહે ઠેઠિ ઠેલ્યો ડંબક ડાવી ડાહાવેધક ડાંગ ડાંયરે ડોલીયા ડોહલો ટૂંકીઉં ઢોલઈ તજા તડકા તપન : તે, તેણે : દીકરી : ઉત્તમ ઃ પુષ્કળ : જેનું, જ્યારે : : જયજયકાર : યૌવન : ઝંખના કરવી, પ્રલાપ કરવો : કાનનું આભૂષણ : નિસ્તેજ : ખેદ કરવો, આક્રંદ કરવું : કલ્પાંત કરવું : છીનવી લેવું : શિરસ્ત્રાણ, કવચ : મોટાઈ : હડધૂત કર્યો : રાખ્યું, સ્થાપ્યું : સ્થાન : : ઠેકાણું, સરનામું : સ્થાન : મુકામ, અંત, છેડો : હડસેલ્યો, ઠેલ્યો : દંભ, ઢોંગ : ડાબી તરફ : ડાહ્યા અને ચતુર : એક મજબૂત લાકડી : ડાંગર : બળદ : દોહદ ઃ નજીક જવું, પહોંચવું : ફેંકી દેવું, તોડી નાખવું, ઢોળી દેવું : છાલ : ચમકવું :: સૂર્ય ::::::::::::::::::::: ::::::::::::::::: તાઢે વચને હિં તીખે તીર ત્રિખા ૢ ૐ ૐ ૐ ૐ ત્રોડી દડડિયું દમામા દાઢ દાણ દાદુર દાલિ દુદ્ધ દુરદાંત ધ્રુવાર દેવિ For Personal & Private Use Only : વૃક્ષ : ત્રણ ગણા : પાણીની લહેર, મોજાં : તેને ઃ ખાવાનું નાગરવેલનું પાન • ત્રસ્ત, ઠંડી : ત્રસ્ત વચનોથી : તેજસ્વી, પરાક્રમી : મેળ, આનંદ : તડકો : તે, તેને : તારા વડે : જલદ બાણ ઃ પ્રસન્ન થવું : તૂટયું, ભાંગ્યું • ધોડાને ચાંદી ખવડાવવાની કોથળી : તો પણ : ઠપકો આપવો, ધમકાવવું : તરસ : તૂટેલો : તોડી : સ્થવીર ભગવંતો : સ્તૂપ, સ્મૃતિ : દોડયો ૫૩૫ : ૬ અક્ષર : એક રણવાદ્ય : દહાડા • દાન : દેડકો : દાળ : આપદા, સંકટ • દુષ્ટ પરિણામ : દ્વાર : ચીબરી Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ધરઈ ધરથકી ધવલ ધસઈ ધંધ ધાઈ ધાઠી ધાન - દુર્વા, દરો : રાખે છે : મૂળથી : મંગલગીત : દોડનારા : ધમાલ, વિગ્રહ : દોડી : છેતરાઈ : અનાજ : ધૈર્યવાન : અડગ, સ્થિર : આવેશમાં આવી હલવું : થપાટ, લપડાક * * * * * * * :::::::::::::::::::::::::::: ધીર ધીરથી ધૂણવું ધોલક ધૂત :::::: :: 1 * * * નકૂલ ::::::::::::::::: : અભિમાન : નક્કી, જરૂર : નક્કી, છેવટે : અંતે : આંખની કીકી નેવર : નૂપુર, ઝાંઝર નોહઈ : ન હોય પઈ : પગ પઈઆલિ : પાતાળ પરજીઉ : રાગ વિશેષ પઈઠયો : પ્રવેશ્યો પચારઈ : મહેણું મારવું પછા : પસ્તાવો : વસ્ત્ર પડ. : શરીર પડવજો : રવીકારેલું પડો : પહડ, ઢોલ પઢમં : પ્રથમ પરજાલઈ : પ્રજાળીને પરઠિ : ઠરાવ, શર્ત પરવલહ : પરમાર્થ, વલ્લભ પરવાલ : પ્રવાલ પરવેસ : પ્રવેશ પરહુણો : મહેમાન પરાણો : જીવ, પ્રાણ પરિ : વિશે, જેમ પરીઆ : પેઢી પલાય : નષ્ટ થાય પલાસ ઃ કેસૂડાનું પુષ્પ પસાય : કૃપા પલેવલઈ : અગિનમાં બળવું પંકજ : કમળ પંથિ. : રાહી : વિના ; ; ; ; ; ; ::: ધ્યાન : ચિંતન નઈ : નદી : નોળિયો નટ : નૃત્ય કરનારો નનો : નકાર નયણાં : નયનો નરદેવ : ચક્રવર્તી નવલી : સુંદર, રૂપાળી ન હાથ ઝાલ્યોઃ મદદ ન કરવી નંદન : વાસુદેવ નાગ • ફેણવાળો સર્પ નાપઈ : ન આપ્યા : તોપ નાવી : હજામ નિર : ભાગ્યો નિસિ : ચોક્કસપણે, રાત્રિમાં : નિત્ય નીમ : નિયમ, ત્યાગ નીલો : લીલું, તાજું નીવેદ : નૈવેદ ::::: નલિ :::::: ::::::: નીતું પખિ For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭. :: બંભ :::::: :::::: પોષ પાટ : વિસ્તાર પાડલ : રાતા રંગનું એક ફૂલઝાડ પાડલીપુર : પાટલીપુત્ર પાય : પગ પાલિ : છરી પાસિં : પાસે પાશિ : બંધનમાં પાહાણ : પત્થર પાણીયા : પાષાણ પીઉ .: પ્રિયતમ પીડિઉ : દાખલ થવું પુગલ : પાંગળો પેખી : જોઈ પેટલી : પેટાવી, આગ લગાડી પોયણા : રાત્રે ખીલતું કમલપુષ્પ પોલિઉં : દરવાજો : પુષ્ટિ, પોષણ પોસાઈ : પોષણ આપે છે પોસાલ : પૌષધશાળા પ્રભવિ : પ્રભાવ પ્રભવ્યો : દુભવ્યો પ્રહવણિ : વહાણ પ્રવર : શ્રેષ્ઠ, મુખ્ય પ્રતાપ : સમર્થ, પ્રભાવ પ્રભવઈ : ની અસર, પ્રભાવ પ્રચુર : પુષ્કળ : ફળદાયક ફલિઈ : વિકસિત થાય છે ફાલ : છલાંગ લગાવવી ફૂલ : તણખા ફેફરી : પીળી : ચક્કર ફોક : ફોગટ ફોફલિપાન : પાન સોપારી : મોટો બહુઆ : બટુક, ફૂલ ચૂંટનાર બuઈ : ચાતક પક્ષી, બપૈયો બળદિયા : બળદો બહેચર : કૂકડાના વાહનવાળી બહુચરા દેવી : બ્રાહ્મણ બાઉલી : બાવળનું વૃક્ષ બાજતાં : વાગતાં બાણ : ધનુષ્યનું બાણ બારિ : દ્વાર, બારણું બારીંઈ : બહાર, દ્વાર બાપીઆ : ચાતક પક્ષી બાલો : તરુણ બાલ્યો : બાળ્યો બાવનચંદન : ઊંચી જાતનું ચંદન, સુખડ બાહિરા : બહાર બીજોરડું : બિજોરું બીલર : બંધિયાર પાણી : બૂડવું બૂબ : બૂમરાણ ભઈ : ભય ભખ્ય : ભોજન, ભક્ષ્ય ભગવતી : દેવી ભડવીર : બહાદુર યોદ્ધા :: ભયાનક : ભયંકર ભલાં : સુખદાયી, સુખમય ભલિ : ઉત્તમ ભંભા : વાઘ વિશેષ ભજઈ : ભાંગવું : ચારણ, ખુશામતિયો ભાથડા : બાણ રાખવાના ભાથાઓ ભારિ . : બોજાથી ભારો : લાકડાનો ઝૂડો ભાવટ : ઉપાધિ, જાંજળ ::::::::::::: ફિલઈ ભાટ ફેરી For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ મુગલ ભૂંડાઈ મુલગો ભેરી : મુખ મોભ ભાજી : ભાંગી ભીડયા : બાંધ્યા ભૂરો : અબુધ, ગાંડો : હલકા, નીચ : શરણાઈ જેવું મુખવાદ્ય ભેલિ : છિન્નભિન્ન કરવું ભલેવા ? તોડવા ભોગ કરમ : ભોગાવલિ કર્મ મગ્નણ : યાચક, માગણ મછર : તુચ્છ, ડરપોક મટકલો : લટકા મટકા મઠ. : સાધુને રહેવાનું સ્થાન મણિ કોહિનૂર રત્ન મત : અભિપ્રાય મમ : નહીં મરગત : મૃતક મસ : કારણ, બહાનું મહી : પૃથ્વી, ભૂમિ મહીઆરડી : મહિયારી મહુઆલ : મધપૂડો મહોંટ મોટાઈ, કીર્તિ મંકડ ': માંકડું, વાનર મંડણ : શોભા મંડી : શોભિત મંદિર : ઘર માર્ટિ : માટે, ઘણી માન : મોભો : વિનંતી : સ્વમાન માય : માયા, માં માહંત : મહાત્મા માંડવી : બજાર માંડિG : પ્રારંભ કરવા માંતરી : મહામાયા, મંત્રી :: મિલીઈ : મળે, સંગ કરે : ભૂંગળ મુરારી : વિષ્ણુ : મુખ્ય મુહ મૂલિ : મૂળ મેલિ : દુર્ગાન મેવા : લીલા અને સૂકા ફળો મેહ , : મેઘ, વર્ષ મોકલા હાથે છુટ્ટા હાથે, પ્રસન્નતાપૂર્વક મોગરા : મુગર મોટિ : ગૌરવ, મોટાઈ : છાપરાના ટેકારૂપ મુખ્ય લાકડું મોલાંગ : મૂલ્યવાન મોહ : આસકિત મોહડઈ : મુખ :: મોહત : મોહ પામવું મોહોકમ : ખૂબ, સખ્ત, દૃઢ : જેમ યાર મૈત્રી, દોસ્તી રણ : દેવાદાર, ઋણવાળો રણિયો : મરણિયો બનીને રત્ન : કિંમતી વસ્તુઓ રમણીક : રમણીય, સુંદર રમપ્યો ઃ રમત, ક્રીડા રસવતી : રસોઈ રાઢિ : તકરાર, જીદ રાશબ : ગધેડો : શત્રુ : રોષ, ગુસ્સો રેવણી દુર્દશા લગાર - સહેજ, થોડું લર્ગિ : થી, તેથી લય : લક્ષ્મી :::::::::::: યમ :::::::::: ::::::: માનયો મામ રિપુ રીસ For Personal & Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ પ૩૯ :::::::::::: વિંશ વાડ લોઢું લેવા વછ લછિ : ધન, સંપત્તિ લજ્યા : લજ્જા, લાભ લધઈ : પ્રાપ્ત કરે લહ્યું લહોણઈ : લહાણામાં લંગોટી : અલ્પ વસ્ત્ર લઠ : ધૂર્ત, લાંઠ લાગ : અનુરાગ, સ્નેહ લાજી : લજવાય, શરમાય લાજુ : બદનામ થવું : લોખંડ લિહાલા : કોલસા : સંગ્રહ કરવા લોપ : વિનાશ કરવો લોહ ઃ તલવાર, લોઢાનું માદળિયું વગઈ ૯ વાગે છે : વત્સ, દીકરો વિટ : વટેમાર્ગ વડો : મોટો માલિક : ખરાબ, બગડી જવું વણિક : વાણિયો વધાવવું : સ્વાગત કરવું વયરી : દુમન વરણ : વનસ્પતિ, વરુણ વરત ઃ વ્રત, નિયમ , વધવું વરસાલઈ : વર્ષાકાળમાં વરાંસઈ : ભ્રમથી વલખું : ગભરાવવું વલગો : પકડીને વલભ : અપંગ વશ : તાબે કરવું વહી : વિધિ વિક : ખોટ, કસર વંકા : વાંકા, આડા *કુળ વંસ : વાંસ વાઉંલી : ઉન્મત્ત : લતો, મહોલ્લો વાર્ડિ : વાડ વાણિયો : વણિક જ્ઞાતિનો મનુષ્ય વાણોત્તર : ગુમાસ્તા વાય : વાયુ વાયસ : વાયુ વારઈ : વારામાં, સમયમાં વારિ : અટકાવી, છોડી વાવ : પગથિયાવાળો કૂવો વાવરઈઃ ઉપયોગમાં લેવું વાવરી : વાપરવું, ઉપયોગમાં લેવું વાહણ : વહાણ વાહરા : મદદ, સહાય વાહલો : વલ્લભ વાહવા : બૂમ મારવી, બોલાવવું વાહી : છેતર્યા વાહો : મેળવે છે વાંકું : અટપટું, દુર્ગમ વિકરાલ : વિકૃત વિકારઈ : પોરસ ચડાવવું વિકાસી : ઉઘાડી વિકરવી : વિકર્ણ કરવી વિચારો : મનના ભાવો વિતર : દેવો વિધર : ગભરાવવું, મૂંઝાવું વિધિં : વિધિ, ક્રિયા વિરખ : કર્મરહિત વિલસિત : ચમકવું, ઝળકવું વિલંબઈ : વિલાપ કરવો વિષમ : પ્રતિકૂળ, આકરો વણઠિ વરધા For Personal & Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ : : : : : : : : : : : : : : : શરિ : સો : સાથે : સાંઠ સાયર : સાગર સાઈ : સિદ્ધ કર્યું સાર : સાર૫ સારંગ : હાથી સાલિ : ડાંગર સાલુ : કાગળની થેલી : કાગળના થતા સાહય : શોભતી હતી :: સાહિબ : માલિક સાહી : સહન કરવું, રોકવું સાંકલા : સાંકળ, લોખંડની બેડી સાંગિક : બરછી જેવું હથિયાર સાંઢ : સાંઢણી સાંતિ : વીરમી ગયું : સમય સિહિયાંઈ : સહેજે સિંધૂર : સિંદુર સિંહ : સિંહ : સીદ : શા માટે? : સીમ : મર્યાદા, હદ સીંગણિ : ધનુષ :: સાંધિ વિશ્રુધ : વિશુદ્ધ વિશોક : વિશેષ વિસરજી ઃ વિસર્જિત થવું વિસરાલ : નષ્ટ વિસ્તારિ : બહોળો વિસાજ વિસઈ નિશ્ચિતપણે વિસામણ : વિશ્રામ કરવો, આશ્રય આપવો વેણી : વાળ, ચોટલો : બાણ શત શલ્ય : મોટી શિલા, કાંટો શામ : શ્યામ, કાળાશ શાંગિ : ધનુષ્ય શ્વાન : કૂતરો સઈ : ખરેખર સખરાં : સુંદર સખરું : સુંદર, શાંતિ સજાઈ : તૈયારી સત : સત્ય સનાહ : બખ્તર સબલ : ડાહ્યો સરગિં : સ્વર્ગ સરસઈ : પૂર્ણ થશે સરસી : સાથે સલઈહ ઃ યુદ્ધ કરવા આતુર સહકાર : મદદ, આંબો સહસ : અચાનક, સો સહી : સાચી, ખરી સંક : લજ્જા : સંગઠિત – વ્યવસ્થિત સમુદાય સંચ : કરામત સંજય : સંયમી સંપજઈ : સાંપડે, નીપજે સંવાદ : વાદ વિવાદ :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: .: મીઠાઈ : સુખડી સુજાણ સુત સુધ સુધિ સુપરખ સુપરિ : હોંશિયાર, જ્ઞાની : પુત્ર : નિર્દોષ : તપાસ : વિદ્વાન, હોશિયાર : સારી રીતે : બહાદુર લડવૈયો : યોદ્ધાઓ : સેનાપતિઓ : ચતુર : પ્રેમાળ સંઘ ::::: » સુભટ સુર સુરગુણ સુસાર :: સુહાલઈ For Personal & Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ સુંદર સૂત્ર સૂત્ર સૂત્રધાર સૂતેરા સેઠિ સેના સેવ : સુશોભિત કૃશ, દૂબળું : દોરો, તાંતણો : સૂત્ર, ગ્રંથ : નાટકમાં પ્રધાન નટ : સૂતપુત્ર, દાસ : શ્રેષ્ઠીનું પદ : લશ્કર : પૂજન, ઉપાસના હથ હય સોહણ : શોભા આપે સોહામણું : સુશોભિત હડવડીઉં ? ના હિંમત થવું, નાસીપાસ થવું : હાથ : ઘોડા હરણ : હરનાર, ચોરનાર હાર્ટિ : હાટમાં, દુકાનમાં હાડા : ફોગટ ફાંફાં મારવા હાથ ઘસવા : પસ્તાવો થવો હાથા : કંકુવાળા હાથનાં છાપાં હાલી : અસંસ્કારી, જડ, ગામડીયો હીણું : હીન, હલકું હીંડતી : ચાલતી, પરિભ્રમણ કરતી હેબત : હબક, ધાસ્તી ? સરળતાથી હેલિ : સરળતાંથી અબ : અત્યારે અભીરાંમ : આનંદ અમુત્ર અત્ર : આલોક અને પરલોકમાં અરિ : શત્રુ અલુણું : અસુંદર અવર : અને વળી અવસર : તક, મોકો અહલે : એળે અંકિત : અંકાયેલું, પ્રસિદ્ધ અંકુશ : દાબ, કાબૂ અંબર : વસ્ત્ર, વનસ્પતિ આક્રમે : આક્રમણ કરે આવું : પૂરું, સંપૂર્ણ આડા * સીધું નહીં તેવું આંણ : આજ્ઞા આરતિ : દુઃખ ભરી સ્થિતિ ઉચાટ ચિંતા, ફીકર, અધિરાઈ ઉજલ : ઉજ્જલ ઉન્નત : ઊંચા, ટટ્ટાર ઉપવાદ : નિંદા ઉવેખી : પાછા હટી જવું ઉસીંકલ : ત્રણમુક્ત ઉહોરા : પાસે ઉંછાય : ઉત્સાહ ઉં છું : ખોટું લાગવું એકદા : એક વખત કતોહલ : કુતૂહલ - કદલી થંભો ઃ કેળના તંભો - કનક : સુવર્ણ કિરણ : ખેતી :: કરિ : થી, થકી, વડે :: કરી ઃ લઈને, થી, વડે કલકલ્યો : કળકળાટ કરવો કલપિ : કલ્પ :::: હેલાં અભયકુમાર રાસમાં આવતા કઠીન શબ્દોની યાદી અગન : અગ્નિ અખંડ : આખું : બકરી અજાણ : મૂર્ખ અજુઆલી : પ્રકાશિત અતિસાર : સંઘરણી અજા For Personal & Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ::::::: કસ્તુરી ::::::::: ચંગ કલપીવત : બનાવટી રીતે : સુગંધી પદાર્થ ક કંદ્રપ : કામદેવ કાજ : કાર્ય કારણ : અકસ્માત, ચમત્કાર કાલા ': અણસમજુ કાંઈ : કેમ, ક્યાંથી : કેવી રીતે? : ખરાબ સંયોગ : કયા કેડિ : પાછળ, પૂંઠ કેડી : પાછળ કે કેમ કોઉક : કોઈક કિG કુજોગ કુણ ::::::::::::::::::::::::::::: જામ કોશ : મ્યાન કૌતુક ખંપણ ખાઈ : મકાન : પ્રહાર : એક પ્રકારનું વાદ્ય ચારણ : આકાશમાં ગમન કરી શકે તેવા મહાત્મા ચિત્રાલંકી : ચિત્તા જેવી પાતળી કેડવાળી ચિંત : વિચાર ચોમાસાઈ : ચાર્તુમાસ છાર : રાખ, ભસ્મ છૂટવું : મુક્ત થવું જંધા : સાથળ જંતર : વ્યવસ્થિત, યુક્ત જંબૂક : શિયાળ : જ્યાં સુધી જામ : જ્યારે જેહ જોહાર : નમસ્કાર ઝૂરવું : તલસવું ટોડી : તોડી, એક રાગિણી ઠબકો : ધમકાવવું ઠારો : સ્થાન ઠામ : સ્થાન ઢીંકલી : ગોફણ ઢોલિ : ફેંકવું, નીચે નાખવું તણાઈ : તેણે તહત્તિ : તેમજ, બરાબર તાકા : ગોખલા : ધ્યાનપૂર્વક જોવું : કટાક્ષ, મહેણું મારવું : આલાપ, ધૂન તારો : તરવૈયો, તરનાર તીતર : તેતર : તિથિ ત્રાણ : રક્ષણ, શરણભૂત : કુતૂહલ : ક્ષતિ, દોષ : કોટને ફરતી ખાડી : ક્ષાર, મીઠું : ઘટવું : ક્ષતિ : ગોળ અને ખાંડની ગળી વસ્તુ : કુશળ, બળવાન ખાર ખૂટવું ખોડિ ગલ્યાં ગાઢો ગાત્ર ગિરુઆ ગાથા : શ્લોક ગાહા : ગાથા : મહાન ગિહલો : ઘેલો ગુઝ. : એકાંતમાં ગુણગ્રામ ઃ ગુણોનો સમૂહ : ચણોઠી ગૃથલ : ગાંડું, ઘેલું ઘડી ::::::::::::::: તાર્કિ તાણી તાન ગુંજા ::::::::::::::::: તીથ : ઘડો For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ Aડા , ત્રિપતી ત્રોતો થાંભ દક્ષણ દમણો દવ : તૃપ્તિ : ત્રણ : ખંભ, થાંભલો : જમણું : દમન કરનારો : દાવાનળ : સળગવું : કરવેરો, જકાત, દાન : બચકાં ભરવાં : દિવસ : ગરીબ દુભવતી દાઝણા પરવરે ઃ જાય આવે, રહે પરિચ : જેમ પંખ : પાંખ પરિઅચ : પડદો પલેવણે : અગ્નિ, બળતરા પવન : વાયુ પાખ : પક્ષ પાર્ગે : વિના પાયક : પગપાળા સૈનિક પાલો : પગપાળા પાશ : બંધન પીઆણ : પ્રયાણ પીછોડી : પછેડી દાણ દાધી દી દીન :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: દુહવઈ 11111.111clasil:19:13 111111111 પ્રીસે દૂડી : પરિચારિકા ધરણી : ગૃહિણી ધસમસતો : ઉતાવળો, દોડતો ધીજ : પાપ માટેની દિવ્ય પરીક્ષા, કસોટી : મોખરે નામઈ : નામ નાલિ : તોપ નાહ : પતિ, રવાણી નીગમવું : ગુમાવવું બેઠો : છેડો, અંત ન્યાય : ન્યાયપૂર્વક પકવાન : મીઠાઈ પચારઈ : મહેણું મારવું પટંતર : સમસ્યા, ગુપ્ત રીતે પડૂણા : પરોણા પતીજે : વિશ્વાસ કરે પયોધર : સ્તન પરતઈ : પ્રતિ પરતગ : ચમત્કાર પતિ : તરફ પરવરી : પ્રવર, મહાન પૂરણ : સંપૂર્ણ પૂરવા : પૂર્વનું પોઢિ : વિસ્તૃત : પીરસ્યાં પ્રેમલ : પરિમલ, સુગંધ ફલેણ : ફળે છે બાંહોડી : બાહુ બિહરખા : બેરખાં બ્ધો : દંડો ભયણો : ભય પામવો બ્ધો : દંડો ભયણો : ભય પામવો ભલપણ : ભલાઈ ભાથા : ધમણ ભાયેગ : ભાગ્ય ભેદ : રહસ્ય ભોપાલ : તુંબડું મરૂઓ : મરવો, ડમરો મહ ? મને મહણિ : મહાન :::::::::::::::::::::: For Personal & Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ : : : : : : : : : : : : : : : : : : : : : ::::::::::::::::::::::::::::::::::::: મેગલ મેલ વાગઈ ઈ વાઈ મહાભાગ : મહાભાગ્યશાળી મહિમા : પ્રતાપ, યશ મહિયલ : પૃથ્વી ભૂમિ મહુઅરિ : વાંસળી મહિષ : પાડો માડી : જબરદસ્ત માતરું : પેશાબ માન : પરિમાણ મામ : ગૌરવ, મોટાઈ, ટેક માલ : ઘાસ : હાથી : મૂકવું મૃગલા : હરણો : ને, માટે રમણી : સ્ત્રી રંજ : ખેદ, દિલગીરી રંડાપણું : વૈધવ્ય : સ્વર્ગની અપ્સરા રાગ : ભક્તિ, આનંદ રાયકા : રબારી ૨ાવત : રાજપૂત : ગરીબ, સાલસ રેખ : લેશમાત્ર રેવણી : દુર્દશા લખીયાં : ચીતર્યા લટી : વેશ્યા લડથડીયું : ગોથું ખાવું : બનાવ્યું લહીએ : મેળવે લહેર લાગ : ઔચિત્ય લાગસો : અનુરાગપૂર્વક વખાણ : પ્રશંસા વડ : મોટું, પ્રાચીન : વણજ : વ્યાપાર વણસાડતી ઃ વિનાશ કરવો વનચર : આદિવાસી વયણ : વચન વરણ : એક જાતની વનસ્પતિ, વર્ણ વરાંસઈ : ભ્રાંતિમાં પડવું, ભૂલ કરવી :: વરાંસલ : વ્યાકુળતા :: વસિહર : વિષધર વંચતિ : છેતરતી થત ઃ વિત્ત, ધન વઉ : વાયુ, પવન : વાગવાથી વાટું : બોઘરણા જેવું વાસણ વાઢિ : કપાઈ : બીજા દિવસે વાયસે : વાય છે વામઅંગ : ડાબો અંગ વાહણ : વાહન વાહરા ': મદદ માટે વાહ્યો : છેતરાયેલો : વક્ર, ઊંધો :: વિવલ : વિહ્વળ, આતુર : વિહાણ : વહાણું, સવાર, વિમાન વિમાસો : ઉંડો વિચાર, ચિંતન વિષયાંધ : કામાતુર વીસન : વ્યસન વેઢિ. : લડાયક, લડાઈ, યુદ્ધ વેદસીધાંત : વેદ શાસ્ત્રના સિદ્ધાંતો : વિદગ્ધ, ચતુર વેલા : વેળા, સમય શત : સો શામિણિ : શ્રાવિકા : પવિત્રતા - શ્રક : પોપટ, સુકદેવ રંભા વાંકો રાંક લણી વેધક : મૂચ્છ શૌચ For Personal & Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ : : : : : ::::::: : : ::::::::: સણગિ સનાહ સબલ સભા સરભરવું સરસ્યો સરોવર સહિ સહી સંખેપઈ સંઘઈ સંચાઈ સંવાદ :::::: : સુરંગમાં : ચતુર : ભારે : પરિષદ, મેળાવડો : પાંગરવું : ગળે ફાંસો, : મોટું તળાવ : સાચું, નક્કી, સાથે : ખરેખર : ટૂંકમાં : સંગ્રહ કરવો : જવું, ઉપાય : વાદ વિવાદ : ભાન, સમજ : ચીસ, ગર્જના : સાંધ્યાનો સમય : કલંકિત : સિંહ સીખકરી : વિદાય કરીને :: સીદાંઈ : નીરાશ થવું સીંગણિ : ધનુષ સીંચ : સિંચવું સુપ્રતીપ : તેજસ્વી પ્રકાશ સુલેખ : સારું ભાગ્ય સૂધિ : સાંભાળ, ખબર : શલ્ય રહિત સોંઈ : તે સોહિલઈ : સહેલું હડસેલવુ ? ધકેલવું હડી : દોટ મૂકવી :: હાથા તોરણ : કંકુવાળા થાપા અને તોરણ હિંસાર : અસુભ, અપશુકન હેઈડઈ : હૃદયમાં હેમા : પાર્વતી : ઘોડા સાન સારસી સાંઝ સાંમ : : : હંમર સિંઘ : : : : : : : For Personal & Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ પરિશિષ્ટ - ૬ સંદર્ભ પુસ્તક સૂચિ ૧. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર : (શ્રી ચંદ્રતિલક વિરચિત સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર) ભા.૩, પ્ર. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈ.સા.કું. માટે-સુરત, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૩૦. ૨. શ્રી અંતગડદશાંગ સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમ્ : ભાગ-૨, સં. વજ્રસેનવિજયજી, પ્ર. ભદ્રંકર પ્ર. અમદાવાદ. ૫. શ્રી ઉવવાઈ સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૬. કથા અને કથા પ્રસંગો : ભા.૧, પ્ર. શ્રી જૈન પ્રવચન કાર્યાલય, કાળુપુર-અમદાવાદ, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૬૦ ૭. કથાકોશ પ્રકરણમ્ ઃ ભા.૧, સં. શ્રી જિનવિજયજી ગણિય, પ્ર. શ્રી કુમારપાળ વિ. શાહ, દિવ્યદર્શન ટ્રસ્ટ, કલિકુંડ-ધોળકા, પ્રથમાવૃત્તિ, ઈ.૨૦૧૦. ૮. કથાભારતી સામયિકઃ કાર્યાલય cl૦૯૬/૭, ફતાશા પોળ, નાથીશ્રીજીના ઉપાશ્રય-અમદાવાદ ૯. કથાપ્રબોધિકા : લે. શ્રી ચંદ્રશેખરવિજયજી, પ્ર. કમલપ્રકાશન ટ્રસ્ટ-અમદાવાદ, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૮૫. ૧૦. કથારત્ન મંજૂષા : ભા.૧, સં. શ્રી મહિમાવિજયજી, પ્ર. શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદીર-પાટણ, તૃતીયાવૃત્તિ, ઈ. ૧૯૮૧. કથારત્ન મંજૂષા : લે. મફતલાલ ઝવેરચંદ મેધાણી, પ્ર. કૈલાશ કંચન ભાવસાગર શ્રમણ સંધ સેવા ટ્રસ્ટ - ગોરેગામ (વેસ્ટ) ૧૨. કથારત્ન કોષ : ભા.૧, લે. શ્રી દેવભદ્રાચાર્યજી, પ્ર. શ્રી જૈન આત્મનંદ સભા-ભાવનગર, ઈ.૧૯૫૧. ૧૩. કલ્પસૂત્ર : લે. દેવેન્દ્રમુનિ, પ્ર. શ્રી સુધર્મા ત્રાન મંદિર, કાંદીવલી, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૩૨. ૧૪. કવિ સમયસુંદર એક અધ્યયન : લે. વસંતરાય બી. દવે, પ્ર. શારદાબેન ચી. એજ્યુકેશનલ સે.-અમદાવાદ, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૯૮ ૧૧. ૧૫. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૧૬. જૈન ગુર્જર કવિઓ ઃ ભા.૧ થી ૮, સં. જયંત કોઠારી, પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, બીજી આવૃત્તિ ઈ.૧૯૯૭. ૧૭. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૭ થી ૧૦ : લે. શ્રી હેમચંદ્રાચાર્ય, પ્ર. શ્રી જૈન પ્રકાશન મંદીર, દેશીવાડા પોળ, અમદાવાદ, ઈ.૧૯૯૭. ૧૮. શ્રી નિરયાવલિકા સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૧૯. શ્રી નંદી સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૨૦. શ્રી પરિશિષ્ટ પર્વ : સં. શ્રી રાજશેખરસૂરિજી, પ્ર. ભીડભંજન શ્વે.મૂ.સં.-ભીવંડી, પ્રથમાવૃત્તિ, ઈ.૧૯૯૪. ૨૧. પ્રવચન સારોદ્ધાર : ભા.૧, સં. વજ્રસેન વિજયજી, પ્ર. શ્રી જયાબેન દેવશી પોપટ માંઢું શા., અમદાવાદ, ઈ.૧૯૯૨ શાહીબાગ, For Personal & Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ ૨૨. શ્રી ભગવતીજી સૂત્ર : ભા.૧ થી ૪, પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. ૨૩. ભરફેસરની સત્ય કથાઓ : લે. પ્રભુદાસ બેચરદાસ પારેખ, સં. પૂ. રત્નભૂષણવિજયજી મ., પ્રથમવૃત્તિ, વિ.સ.૨૦૩૪ શ્રી મહાવીર ચરિત્ર : લે. શ્રી ગુણચંદ ગણિવર, પ્ર. શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, ઈ.૧૯૯૮. મોટી સાધુવંદના : ભા.૪,૫, લે. ડૉ. પદ્મચંદ્રજી મ.સા., પ્ર. શ્રી જયમલ જૈન પાર્શ્વ પદ્ધોદય ફા., ચેન્નઈ ઈ.૨૦૦૬ ૨૬. રાજકુમાર શ્રેણિક (હિન્દી) લે. પ્રિયદર્શન, પ્ર. વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ-મહેસાણા, પ્રથમવૃત્તિ, વિ.સં.૨૦૪૬. ૨૭. સમ્મત્ત લે. ડૉ. ભાનુબેન સત્રા, ઈ.સ. ૨૦૧૦, પ્ર. ઓરબીટ હાઈટ NX ૧, ૪થે માળે, ૪૦૨, તાડદેવ રોડ, નાનાચોક, મુંબઈ-૦૭. ૨૮. શ્રી સમવાયાંગ સૂત્ર : પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ. ૨૦૦૯. ૨૯. સંસાર સપના કોઈ નહિ અપના લિ. શ્રી પ્રકાશચંદ્રજી, પ્ર. શ્રી નવલ સાહિત્ય પ્રકાશન મંડળ, ત્રીજી આવૃત્તિ ઈ.૨૦૦૪. ૩૦. શ્રી જ્ઞાતાધર્મ કથા : પ્ર. શ્રી ગુરપ્રાણ ફાઉન્ડેશન, બીજી આવૃત્તિ, ઈ.૨૦૦૯. For Personal & Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ दुहीणवदनपने राजहंसीवशुभ्रा, सकलकलुषवल्लीकंदकुद्दालकल्या / अमरशतनताशी कामधेनुः कवीनां, दहतु कमलहस्ता भारती कलमषं नः / / alucaminternatio For Psorial Pollution W library