________________
४८८
• ૮૧૭
રાજ ભુવનિ પોતો સહી, કુમરેં દીઠો જામ; રીષીને કહે નાચો તમો, મુંકી મનથી મામ. પરોહીત પૂત્ર ચંગજ ધરે, રાજપૂત્ર કરે ગાન; સાથિ કુમર લુલા કરયાં, જબ તે ચૂકી તાન. બાલચંદ્ર પાયે નમ્યો, કરો એહની સાર; રીષભ કહે ટાલું વેદના, જો લઈ સંયમ ભાર. સાજા કરી સંયમ દીઈ, પ્રોહીત પુત્ર જ સોય; કરઈ દુગંછા અતિ ઘણી, કાલે સુર હૉઈ દોય. એક દીન વાંધા કેવલી, પુછયોં ભવિ છુ દોય; તે નીચેં પુરોહિત પુત્ર, બુઝિ દોહોલ્યો સોય. પ્રોહીત કહે સુણિ નૃપ કુમર, બોલી દઉ તુમ આહિ; ડબું હું જાહિ સંસારમાં, તે કાઢવો તાંહિ. લેઈ બોલ તિહાં ચવ્યો, આવ્યો અન્ય જ પેટિ; કરમ દૂછા તેહને, અંતઈ અડીઉં નેટિ. ચાંડાલીયો ચોખુ કરંઈ, ધનો સેઠી રહે જયાહિ; સાહ નારી તવ પૂછતી, તુઝ સુત દેઈશ આંહિ. સાથિં છોરુ દોએ જણે, પૂત્રી સુત બદલેઈ; તોરણ બાંધ્યા બારણે, મોછવ તામ કરેહ.
... ૮ર૫ મેતારય નામ જ ધરયો, યોવન પામ્યો જામ; કહે સુપનાંતરિ દેવતા, દીખ્યા લ્યો નર તમ.
... ૮ર૬ અર્થ - અભયકુમાર જેવી જગતમાં કોઈની પ્રશંસનીય બુદ્ધિ નથી. તેમણે નગરીની શોભા વધારવા, તેને રમણીય બનાવવા તેની ફરતે પાળ બંધાવી તેમજ સોનાનો કિલ્લો કરાવ્યો.
...૮૧૩ તે નગરની કથા હું વિસ્તાર પૂર્વક કહું છું. શાંતાપુર પાટણ (સાકેતપૂર) નામનું એક નગર હતું. ત્યાં ચંદ્રાવતંસરાજા (અને સુદર્શનારાણી) રહેતા હતા. તેમને સાગરચંદ્ર (અને મુનિચંદ્ર) નામનો પુત્ર હતો. (રાજાની પ્રિયદર્શના રાણીથી ગુણચંદ્ર અને બાળચંદ્ર બે પુત્રો થયા. પિતાનું મૃત્યુ થતાં સાગરચંદ્ર રાજા બન્યો. સાવકી માતાએ બાળકોને વિષમિશ્રિત લાડુ ખવડાવ્યા. સુવર્ણ ઔષધના પાણીથી ઝેર ઉતરી ગયું. સાગરચંદ્રને સંસારની અસારતા સમજાણી.)
...૮૧૪ સાગરચંદે વૈરાગ્ય ઉત્પન્ન થતાં અણગાર ધર્મ સ્વીકાર કર્યો. તેણે પોતાની સંપત્તિ પોતાના ભાઈને આપી, જેનું નામ બાલચંદ હતું. તે સમયે બાલચંદ રાજા થયો. ત્યારપછી મુનિ વિહાર કરી બીજા નગરમાં ચાલ્યા ગયા.
...૮૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org