SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ' રાજપુત્ર (સૌવસ્તિક) અને પુરોહિત પુત્ર (સુતયુ) જૈન મુનિના દ્વેષી હતા. તેઓ બન્નેએ મુનિઓને માર્યા. પોતાના ભત્રીજાઓને પ્રતિબોધવા સાગરચંદ મુનિ નગરમાં આવ્યા. ...૮૧૬ તેઓ રાજભવનમાં પહોંચ્યા. ત્યારે બાલચંદ રાજાને તેમણે દારૂના નશામાં ચકચૂર જોયો. બાલચંદ રાજાએ નફફટ બની સાગરચંદ મુનિને કહ્યું, “હે મુનિવર ! તમે પણ આ મહાત્માનો વેશ છોડી, મનથી અભિમાન ત્યાગી અમારી સાથે નૃત્યગાન કરો.” ..૮૧૭ મહાત્માએ હા પાડી. પુરોહિત પુત્રએ ચંગ નામનું વાદ્ય વગાડયું. રાજપુત્રએ સુંદર ગીતો ગાયા. સર્વ મિત્રો પણ નૃત્યગાનમાં મશગૂલ બન્યા. નશામાં ચકચૂર કુમાર અને તેના મિત્રો મુનિની મશ્કરી અને ધર્મની નિંદા કરવા લાગ્યા, ત્યારે મુનિએ તેમને અપંગ બનાવ્યા. ....૮૧૮ બાલચંદ રાજાને ખબર પડી. તેમને પોતાના પુત્રની ભૂલ સમજાણી બાલચંદ રાજાએ મુનિના પગે પડી માફી માફી માગતાં કહ્યું, “મહાત્મા! કુમારોને પુનઃ સ્વસ્થ કરો.' મુનિએ કહ્યું, “જો તેઓ સંયમ અંગીકાર કરશે તો સર્વની વેદના દૂર કરીશ.” ...૮૧૯ મુનિએ સર્વની વેદના દૂર કરી તેમને સાજા કર્યા તેમજ તેમને વિરતિધર બનાવ્યા. પુરોહિત પુત્રને સંયમિત થવા છતાં મુનિજીવન પ્રત્યે દુર્ગછા હતી. તે કાળક્રમે મૃત્યુ પામી દેવ થયા (રાજપુત્ર પણ વિશેષ ધર્મારાધના કરી સ્વર્ગમાં ગયા.) ...૮૨૦ એક દિવસ નગરમાં કેવળી ભગવંત પધાર્યા. તેઓ તેમના દર્શન કરવા ગયા. રાજપુત્ર અને પુરોહિત પુત્રએ વંદન કરી પૂછયું, “ભગવન્! અમે ભવી છીએ કે અભવી?' કેવળી ભગવંતે ઉત્તર આપતાં કહ્યું, “તમે નિશ્ચયથી ભવી જીવ છો.” પુરોહિત પુત્ર અને રાજપુત્ર બંને ભગવંતના વચનથી બોધ પામ્યા...૮૨૧ પુરોહિત પુત્રએ કહ્યું, “હે રાજકુમાર ! હું કહું છું તે સાંભળો. હું તમને અહીં વચન આપું છું, કે ભવિષ્યમાં જો હું સંસાર સાગરમાં ખેંચી જાઉં તો મને જરૂરથી પ્રતિબોધિત કરી ઉગારજો.” (સ્વર્ગમાં બન્નેએ સંકેત કર્યો કે, જે પ્રથમ મનુષ્યપણે ઉત્પન્ન થાય તે બીજાને પ્રતિબોધિ ધર્મ પમાડે.) ...૮રર આ રીતે વચન (કોલ) આપી પુરોહિત પુત્રનો આત્મા દેવભવમાંથી ચવી ચાંડલિણિની કૃષિમાં ઉત્પન થયો. તેણે પૂર્વભવમાં સાધુની દુર્ગછા કરી હતી. તે કર્મ તેને અહીં પણ ઉદયમાં આવ્યું. કરેલાં કર્મો અંતે તેને નડયાં! ...૮૨૩ ચાંડલિની, ધનાશેઠને ત્યાં સફાઈનું કામ કરતી હતી. શેઠાણીને સગર્ભા અવસ્થામાં માંસભક્ષણનો દોહદ ઉત્પન્ન થયો, જે ચાંડાલિનીએ પૂર્ણ કર્યો. (શેઠાણીને એક પણ બાળક જીવતું રહેતું ન હતું તેથી તેઓ દુઃખી હતા) એક દિવસ શેઠાણીએ ચાંડલિનીને પૂછયું, “(તું અને હું બન્ને ગર્ભવતી છીએ.) જો તને પુત્ર જન્મે તો તું મને આપીશ? મને પુત્રી જન્મશે તો હું તને જરૂર આપીશ.” ....૮૨૪ બન્ને સ્ત્રીઓએ યોગ્ય સમયે સાથે જ બાળકોને જન્મ આપ્યો. (ધના શ્રેષ્ઠીની ભર્યાએ પુત્રીને જન્મ આપ્યો. અંત્યજની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો.) બન્ને સ્ત્રીઓએ ગુપ્તપણે પોતાના પુત્ર અને પુત્રી એકબીજાને (૧) નોંધ :- સાગરચંદે પોતાનું રાજ્ય બાલચંદને નહીં પરંતુ નાનાભાઈ ગુણચંદ્રને આપ્યું. ભરોસરની કથાઓ, પૃ.૧૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy