________________
૩ર૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
ચોર્યાસી હજાર વર્ષ સુધી નરકમાં રહેશે. ત્યાર પછી જિન ભગવંત થશે.
... ૧૭૯૩ આ અઢીદ્વીપમાં મધ્યમાં જંબુદ્વીપ છે. જંબુદ્વીપમાં દક્ષિણ તરફ ભરત ક્ષેત્ર છે. વૈતાઢય પર્વતની તળેટીની પાસે ધનાઢય એવો પૂઢર (પુંડરિક) નામનો દેશ હશે.
.. ૧૭૯૪ ત્યાં શતદ્વાર નામના સુંદર નગરમાં, સુમતી (સુમૂત) નામના કુલકર થશે. તેમની ભદ્રારાણીની કુક્ષિએ મહારાજા શ્રેણિકનો આત્મા (નરકમાંથી ચ્યવીને) ઉત્પન થશે.
... ૧૭૯૫ તેઓ ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં, ક્ષત્રિયકુળમાં અવતરશે. ત્યારે ચૌદ સુંદર અને અર્થ ગર્ભિત મહાસ્વપ્નો આવશે. ભદ્રામાતાને (સવા નવ માસે) રૂપરૂપના અંબાર જેવો પુત્ર અવતરશે.... ૧૭૯૬
બાળ તીર્થકરનો જન્મ મહોત્સવ કરવા છપ્પન દિકુમારીઓ માવશે. સ્વર્ગમાંથી ઈન્દ્ર મહારાજા બાવી બાળ પ્રભુને નમસ્કાર કરશે, પછી તેમને રવયં પોતાના હાથે ઉપાડી મેરૂપર્વત પર નાન કરાવશે. મેરૂ પર્વત ઉપર અનોખી રીતે પ્રભુનો જન્મ મહોત્સવ દેવો દ્વારા ઉજવાશે.
... ૧૭૯૭ ઈન્દ્ર મહારાજા બાળ જિનને ચીવર, કુંડલ આપશે. (તેમના અંગૂઠે અમૃતનું સિંચન કરશે.) ત્યાર પછી ઈન્દ્ર મહારાજા બાળ પ્રભુને માતા પાસે મૂકશે. ત્યારપછી રાજા પણ જન્મ મહોત્સવ ઉજવી બાળકનું નામ (જન્મ સમયે પાની વૃષ્ટિ થવાથી) “પદ્મનાભ' રાખશે. બાળકનું સુંદર રૂપ જોઈ રાજા-રાણીને હૈયે હરખ નહીં સમાય. (પૂર્ણભદ્ર અને મહાભદ્ર દેવથી સેવાતા હોવાથી તેમનું નામ દેવસેન” પડશે. શ્વેત વર્ણ વાળા હાથી પર બેસી નગરમાં લોકોને ખુશ કરશે તેથી લોકો તેમને વિમલવાહન' તરીકે સંબોધશે.) ... ૧૭૯૮
યૌવન વય થતાં પદ્મનાભ કુમારના સુંદર કન્યા સાથે (ભોગાવાલીકર્મના ઉદયથી) વિવાહ થશે. જિનરાય માબાપને લગ્ન કરી ખુશ કરશે. તેઓ યોગ્ય સમય થતાં સંસારના ભોગો ત્યજી દીક્ષા લેશે. તેમનું આયુષ્ય ૭૨ વર્ષનું હશે.
... ૧૭૯૯ તેઓ ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાની બનશે. ત્યારે ઈન્દ્ર મહારાજા આદિ દેવો દ્વારા સમવસરણની રચના થશે. તેઓ પ્રથમ દેશનામાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે. આ સમવસરણમાં બાર પ્રકારની પર્ષદા પ્રભુની વાણી સાંભળશે.
... ૧૮૦૦ “ચોત્રીસ અતિશય અને પાંત્રીસ પ્રકારના વાણીના અતિશયથી પ્રભુ સિંહાસન ઉપર શોભાયમાન થશે. તેઓ અઢાર દોષ રહિત હશે. તેઓ ઉર્વલોક, અધોલોક અને મધ્યલોક એમ ત્રણે લોકના સ્વામી બનશે.
... ૧૮૦૧ તેઓ ચાર અઘાતી કર્મનો ક્ષય કરી, સિદ્ધાલયમાં જશે. તેઓ સિદ્ધના અનંત સુખો, અનંત કાળ સુધી મહાલશે. તેમને સિદ્ધક્ષેત્રમાં અનંત જ્ઞાન-દર્શન હશે.
. ૧૮૦૨ તેમનું બળવીર્ય પણ અનંત હશે. તે સિદ્ધપુરીનું સુખ અવર્ણનીય છે. મહારાજા શ્રેણિકનો આત્મા (૧) જુઓ ચિત્ર : ૧૪ મહાસ્વપ્નો (૨) આવતી ચોવીસીના નામ : જુઓ પરિશિષ્ટ વિભાગ. (૩) સંસાર સપના કોઈ નહિ અપના : પૃ.૨૮૭ (૪) સમ્મત્તમ્ : પૃ.૮૫-૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org